________________
*Assassin 2 sex
તે દ્રવ્યાનુગ તથા ગણિતાનુગને સમજનાર-શ્રદ્ધા કરનાર આત્માઓને મોક્ષસાધક આરાધના માર્ગમાં આલંબનરૂપ ચરણકરણાનુગનું તત્વજ્ઞાન છે. દ્રવ્યાનુયોગને જાણ્યા બાદ જ્યાં સુધી ગણિતાનુયોગનું તત્ત્વજ્ઞાન ન જણે ત્યાં સુધી તે જ્ઞાન અપૂર્ણ રહે છે. ને આ બેયના તત્વજ્ઞાનની અલતાનો આધાર ચરણકરણાગનું તત્વજ્ઞાન છે. જ્યાં સુધી આત્મા ચરણકરણનુયોગનું તત્વજ્ઞાન ન પામે ત્યાં સુધી તેનું બધું જ્ઞાન નિષ્ફળ છે. માટે જ “બંai વં તારો?' પ્રશ્ન પૂછે છે કે દ્વાદશાંગીનો સાર શું?” જવાબ એ છે કે “સારા” અર્થાત્ આચાર. એટલે ચરણકરણાગના તત્વજ્ઞાન પર જ બધાયે અનુગને આધાર છે. જૈન શાસનમાં ફરમાવેલા દ્રવ્યોને જાણ્યા બાદ ત્રણેય લેકને દ્રવ્યના ગણિતને જાણીને તેના વિષેના હેય-રેય તથા ઉપાદેયના વિવેકને સમજીને હેયના ત્યાગ પૂર્વક ઉપાદેયને આચરનારા આરાધક આત્માઓના આદર્શને સમજવા માટે તેમજ વિરાધક આત્માઓની વિષમ દશાને જાણવા માટે ધમકથાનુયોગનું જ્ઞાન જરૂરી છે.
આ રીતે જૈન શાસનનું શ્રતજ્ઞાન ઉપરોકત ચારેય અનુગમાં વિભક્ત છે. પલંગના ચાર પાયાની જેમ આ ચારે વિભાગો પરસ્પર એક બીજાના સહાયક છે. એક પણ અનુયોગ નિરૂપયેગી નથી. પણ ચારેય અનુગો શ્રી જૈન શાસનમાં સરખી રીતે ઉપકારક છે. તેમાંયે પરમ તારક શ્રી અરિહંત પરમાત્માનાં વચનો સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધાને બહુ દઢ બનાવવા માટે તેમજ સમસ્ત દ્રવ્યો તેમાંયે જીવદ્રવ્યને સમજવા માટે–ત્રણેય લોકમાં તેના સંસારને તેના પરિભ્રમણને જાણવા માટે અને શ્રી વીતરાગ દેવના શાસનમાં પ્રરૂપિત ત્રણેય લોકના પદાર્થોના સ્વરૂપને જાણવા માટે ગણિતાનુયોગના તત્વજ્ઞાન ખૂબ જ ઉપકારક છે.
[૨] પ્રસ્તુત “બહત ક્ષેત્ર સમાસ ગ્રંથ તે દષ્ટિએ અતિશય મહત્ત્વને તેમજ શ્રી જૈન શાસનના ગણિતાનુગના તત્વજ્ઞાનને સમજવા માટે ઉપયોગી ગ્રંથરત્ન છે. આ ગ્રંથરત્નના રચયિતા પૂજ્યપાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સમર્થ શ્રુતસ્થવિર તથા યુગપ્રધાન મહાપુરુષ છે. વિક્રમને છઠ્ઠો સૈકે તેઓશ્રીને સત્તાકાત છે. આવશ્યક સૂત્ર પર તથા આવશ્યક નિયુક્તિ પર વિશેષાવશ્યક ભાષ્ય જેવા જૈન તત્ત્વજ્ઞાનના આકર. ગ્રંથરૂપ ગંભીર મહાન સાહિત્ય કૃતિના રચયિતા છે. આ મહાપુરુષ પ્રકાંડ, વિદ્વાન તેમજ પ્રૌઢ ગીતાર્થ છે. શ્રી જૈન શાસનમાં ટંકશાલી વચનસિદ્ધ તેમજ ભાષ્યનિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org