Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આસ્રવ ઔર સંવર કાનિરૂપણ
“જીને કારણે કૃતિ’
આસવ એક છે. સવ૨ એક છે. જીવનો પુણ્ય અને પાપની સાથે જે સંબંધ થાય છે, તેનું નામ બંધ છે, એવું હમણાં કહેવામાં આવ્યું છે. તે તે બ ધનુ જે ક રણ છે તે “ આત્મામાં જે વડે કર્મ પ્રવેશ કરે છે” તે વ્યુત્પત્તિ પ્રમાણે આસવ છે. તે મિથ્યાત્વ આદિના ભેદથી અનેક પ્રકારના છે છતાં પણ સામાન્યની અપેક્ષાએ એક છે અથવા દ્રવ્ય અને ભાવ, એ બે ભેદથી પણ આસવ બે પ્રકારના છે. પાણી ઉપર તરતી હોડીમાં છિદ્ર દ્વારા જલનું પેસવું, નાળામાં તળાવમાં પાણીનું આવવું, એ બધા જેમ દ્રવ્યાસવ છે તેમ ઈદ્રિયદ દ્વારા જીવના પ્રદેશમાં જે કર્મ પુદ્ગલેને સંશ્લેષ થાય તે ભાવાસ્ટિવ છે. આ રીતે આસ્રવમાં દ્વિવિધતા હોવા છતાં પણ સામાન્યની અપેક્ષાએ તે એક જ છે.૧પ
વેદના ઔર નિર્જરા કાનિરૂપણ
“જે સંવરે ફુવાર આસવથી ઉલટ શબ્દ સંવર છે. પ્રાણાતિપાત આદિ કર્મને આવવાના જે કારણે છે તેમને જે આત્મપરિણામ દ્વારા રેકવામાં આવે છે તે આમ પરિણામને સંવર કહે છે. એટલે કે આસવનો નિરોધ થવો તે જ સંવર છે. તે સંવર ગુપ્તિ આદિ ઉપાય દ્વારા થાય છે. સંવરના ઉપાયભૂત ગુતિ આદિના અનેક ભેદ છે. તેથી તે ભેદની અપેક્ષાએ સંવર પણ અનેક પ્રકારના છે. તથા દ્રવ્યસંવર અને ભાવસંવર એવા તેના બે ભેદ પણ છે. છતાં સામાન્યની અપેક્ષાએ તે એક જ છે.
| ભાવાર્થ-જેમ નાવમાં છિદ્ર દ્વારા પાણી પ્રવેશે છે તેમ આત્મામાં મિથ્યાત્વ આદિ દ્વારા કર્મયુદ્દગલોનો પ્રવેશ થાય છે. આ પ્રમાણે આવવું એને જ આસ્ટવ કહે છે. આ આસવ જ સંસારનું કારણ છે. આસવથી બંધ બંધાય છે, તેથી આ સ્ત્રવને બંધનું કારણ મનાય છે. તે કર્મબંધના હેતુરૂપ જે આસવ છે તે મિથ્યાત્વ આદિના ભેદથી વિવિધ પ્રકારના છે, છતાં પણ તેને સૂત્રકારે એક દર્શાવેલ છે તે આસવ સામાન્યની અપેક્ષાએ દર્શાવેલ છે જેમાં જુદાં જુદાં વૃક્ષમાં એક વૃક્ષત્વ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૦