Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દર્શાવી છે. બંધનું લક્ષણ આ પ્રમાણે છે-સાથત્યાત નવા મેળો યોગ્યાના ચાન સાવ વધઃ એટલે કે જ્યારે જીવકષા યયુકત થાય છે ત્યારે તે અનેક પ્રકારની પૌગલિક વર્ગણાઓમાંથી કમરૂપી પરિણામને પ્રાપ્ત કરવાની યેગ્યતાવળી વગણુઓને ગ્રહણ કરે છે. અને તેમને ગ્રહણ કરીને આત્મપ્રદેશની સાથે વિશિષ્ટ રીતે જોડી દે છે. જો કે જીવ સ્વભાવથી અમત છે અને પૌગલિક કર્મવગણાઓ મૂત છે, તેથી અમૂર્તની સાથે મૂર્તિનું વિશિષ્ટ રીતે જોડાવું તે વાત અસંભવિત જેવી લાગે છે. છતાં પણ આત્મા અનાદિ કાળથી કર્મસંબંધવાળ હોવાને કારણે મૂર્ત જે થઈ જવાથી મૂર્ત કર્મ પુદ્ગલોને ગ્રહણ કરી લે છે, અને તેને કમરૂપે પરિણાવે છે. જેમ ખાધેલ ભેજનને વિવિધ પ્રકારને રસ ૨કત આદિ રૂપે પરિણમે છે એ જ પ્રમાણે ગ્રહણ કરાયેલ કમ વગણાઓ પણ જ્ઞાનવરણીય આદિ રૂપે પરિણમે છે. આત્મપ્રદેશની સાથે કમરૂપે પરિણત થયેલ પુદ્ગલેને તે સંબંધ જ-સંગરૂપ જ “બંધ ગણાય છે. શાસ્ત્રમાં મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગ, આ બધાને કર્મબંધના હેતુ બતાવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, અને પ્રદેશબંધ એ પ્રમાણે ચાર પ્રકારના જે બંધતત્વ દર્શાવ્યા છે તેમાંના પ્રકૃતિ બંધ અને પ્રદેશ છે, એ બને એગથી થાય છે. સ્થિતિબંધ અને અનુભાગબંધ એ બન્ને કષાયથી થાય છે. બંધવના આ ચારે પ્રકારે એક જ કર્મમાં સંભવિત ચાર અંશરૂપ છે. ગુણસ્થાનેને લઈને જે કર્મબંધનાં કારણોને વિચાર કરવામાં આવે તે પહેલા ગુણસ્થાનમાં બંધનું કારણ મિથ્યાદશન છે ચોથા ગુણસ્થાન સુધી અવિરત છઠા ગુણ સ્થાન સુધી પ્રમાદ, દસમાં ગુણસ્થાન સુધી કષાય અને તેરમાં ગુણસ્થાન સુધી યોગ. આ રીતે એ પાંચ બ ધહેતુઓમાંથી જ્યાં જ્યાં પૂર્વના (આગળના) બંધ હેતુ હશે ત્યાં તેમની પછીના પણ બધા બંધહેતુ હશે એ નિયમ છે પણ જયારે પછીના-હશે ત્યારે પૂર્વના આગલા બંધહેતુ હોય પણ ખરા અને ન પણ હોય આ રીતે બંધમાં મિથ્યાત્વ આદિ અનેક કારણો રહેલાં હોય છે છતાં પણ અહીં જે "सकषायसद्भावात् कर्मणो योग्यान् पुद्गलान् उपादत्ते स पुद्गलसंश्लेशो बंधः" એવું કહેવામાં આવ્યું છે. તે અન્ય હેતુઓ કરતાં કષાયની પ્રધાનતા દર્શાવવાને માટે જ કહેવાયું છે તેમ સમજવાનું છે.
શંકા-કષાયથી કમને જે બંધ છે તે તો દશમાં ગુણસ્થાન સુધી જ બંધાય છે, પણ યોગથી જે કર્મબંધ બંધાય છે તે તેરમાં ગુણસ્થાન સુધી જાય છે, આ રીતે બંધ હેતઓમાં કષાયની પ્રધાનતાને બદલે યોગની પ્રધાનતા શું આવી જતી નથી ?
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮