Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બંધ બંધાય તે પાપાનુબ ધી પુણ્ય, એ પ્રમાણે પુણ્યના બે પ્રકારના ભેદ થાય છે. તથા જુદા જુદા મા પુણ્ય કર્મની સત્તા ઓછા વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેથી તે દષ્ટિકોણથી જોતાં તે અ ગત ભેદવાળું પણ છે. છતાં પણ સૂત્રકત્રે અહીં તે બધા ભેદને પુણ્યત્વરૂપ સામાન્યમાં સમાવી લઈન એક જ માનેલ છે. કારણ કે સામાન્યમાં તેના સઘળા ભેદને સમાવેશ થઈ જાય છે.
એ જ પ્રમાણે પાપ પણ પ્રાણાતિપાત આદિના ભેદથી અઢાર પ્રકારનું છે. પુણ્યાનુબંધી પાપ અને પાપ નુબંધી પાપના ભેદથી બે પ્રકારનું, અને અનંત જીવોમાં રહેવાની અપેક્ષાએ અનંત પ્રકારનું છે તે પણ પાપત્વરૂપ અશુભ સામાન્ય અપેક્ષાએ તે બધા એક જ છે.
જે જે કર્મોને બંધ પડે છે તે બધાને વિપાક (ફળ) કેવળ શુભ કે અશુભ જ નથી હોતા. પરન્તુ અધ્યવસાયરૂપ કારણની શુભાશુભના નિમિત્તથી તે શુભાશુભ બન્ને પ્રકારનું થાય છે. શુભ અધ્યવસાયથી થયેલ વિપાક શુભ હોય છે અને અશુભ અધ્યવસાયથી નિર્મિત વિપાક અશુભ હોય છે. જે પરિણામમાં સંકલેશ એટલે ઓછો હશે, તે પરિણામ એટલું જ વધારે શુભ હશે. જે પરિણામમાં સં કલેશ વધારે હશે તે પરિણામ એટલું જ અશુભ હશે શુભ પરિણામથી પુણ્યપ્રકૃતિનો બંધ બં ધાય છે, અને અશુભ પરિણામથી પાપપ્રકૃતિયોને બંધ બંધાય છે, એવું જે શાસ્ત્રીય વિધાન છે તે આપેક્ષિક છે. કારણ કે જેમ અશુભ અધ્યવસાય વખતે પ્રથમ આદિ ગુણસ્થામાં જ્ઞાનાવરણીય આદિ સઘળી પુણ્ય પાપ પ્રકૃતિને જે પ્રમાણે બંધ બંધાય છે એ જ પ્રમાણે છઠ્ઠા વગેરે ગુણસ્થાનમાં શુભ અધ્યવસાયને વખતે પણ સઘળી પુણ્ય પાપ પ્રકૃતિનો સંભવિત બંધ બંધાય છે જ. તે શુભ અધ્યવસાયથી પુણ્યને અને અશુભ અધ્યાવસાયથી પાપને બંધ બંધાય છે, તે કથન એકાન્તતઃ સંગત કેવી રીતે માની શકાય ? તેથી તે કથન આપેક્ષિકા જ માનવું જોઈએ. અને અનુભાગ અને સ્થિતિબંધની અપેક્ષાએ તેની સગતતા સમજી લેવી જોઈએ. કઈ પણ એક પરિણામ એવું નથી કે જે એકાન્તતઃ શુભ કે અશુભ કહી શકાય દરેક પરિણામ શુભ, અશુલ અથવા બન્ને રૂપ હોવાં છતાં પણ તેમાં જે શુભત્વ અશુભત્વને વ્યવહાર કરવામાં આવે છે તે ગૌણ મુખ્ય ભાવની અપેક્ષાએ માન જોઈએ તેથી જે શ મ પરિણામથી પુણ્યપ્રકૃતિમાં શુભ અનુભાગ બંધાય છે એ જ પરિણામથી પાપપ્રકૃતિમાં અશુભ અનુભાગ પણ બંધાય છે. તેથી ઉલટું જે પરિણામથી અશુભ અનુભાગ બંધાય છે. એ જ પરિણામથી પુણ્યપ્રકૃતિમાં શુભ અનુભાગ પણ બંધાય છે, તેમાં એટલો જ તફાવત છે કે--જેમ પ્રકૃણ શુભ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬