Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara
Catalog link: https://jainqq.org/explore/008964/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આત્મકથાઓ • દિવ્ય આશીર્વાદ • અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. • આશીર્વાદ • પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂજ્ય પં. શ્રી કલ્પતરુવિજયજી ગણિવર ******************************** • લેખક • પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ સંપાદક મુનિ મુક્તિભ્રમણવિજય • પ્રકાશકે . શાન્તિ જિન આરાધક મંડલ c/o. ભોગીલાલ ગાંધી શાન્તિનિકેતન, P.૦. મનફરા, જી. કચ્છ, તા. ભચાઉ, પીન : 370 140. ફોન : (02837) 286638 米米米米米米类米类米类柴柴柴柴 Page #2 -------------------------------------------------------------------------- ________________ ========= પુસ્તક : આત્મકથાઓ લેખક : પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ • ઇ.સ. ૨૦૦૩, વિ.સં. ૨૦૬૦ • પડતર મૂલ્ય : રૂ. ૧૦૩/ • નકલ : ૧૫૦૦ સંપર્ક : • ટીકુ આર. સાવલા POPULAR PLASTIC HOUSE 39, D. N. Road, Sitaram Building, 'B' Block, Near Crowford Market, MUMBAI - 400 do1. Ph. (022) 23436369, 23436807, 23441141 SHANTILAL CHAMPAK B. DEDHIA : 20, Pankaj “A”, Plot No. 171, L.B.S. Marg, Ghatkopar (W), Pin - 400 086. * Ph. : (022) 25101990 જૈન ઉપાશ્રય : ૧૮૭, જૈન મંદિર રોડ, સાયન હોસ્પિટલ પાસે, સાયન (વેસ્ટ), મુંબઇ - ૪૦૦ ૦૨૨. ધનજી બી. સાવલા : હીરેન પેપર માટે : ફ્લાય ઓવર બ્રિજ સામે, રેલવે સ્ટેશન પાસે, સહાર રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ - ૬૯.* મોબાઇલઃ ૯૮૨૦૦ ૩૫૮૩૬ • મુદ્રક : Tejas Printers 403, Vinal Vihar Apartment, 22, Saraswati Society, Near Jain Merchant Society, Paldi, AHMEDABAD - 7. * Ph. : (079) 6601045 =================== અમારું નિવેદન... સાયન સંઘના આંગણે વિ.સં. ૨૦૫૯ના ચાતુર્માસાર્થે કચ્છ વાગડદેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય અધ્યાત્મયોગી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પધરરત્ન પરમ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પધારેલા પૂજ્ય પં. શ્રી મુક્તિચઽવિજ્રસ્ટ, પૂજ્ય પં. શ્રી મુનિયન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી મહાગિરિવિજયજી, પૂ. મુનિશ્રી મુક્તાનંદવિજયજી, પૂ. મુનિશ્રી મુક્તિવિચ, પૂ. મુનિશ્રી મુક્તિવરણવિજ્રપ, પૂ. મુનિશ્રી મુક્તિનિલયવિજયજી તથા પૂ. મુનિશ્રી મુક્તિમનનવિજયજી આદિ તથા યુગ-દિવાકર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં પૂ. સા. પ્રિયંવદાશ્રીજીનાં શિષ્યાઓ પૂ. સા. જ્યોતિપ્રભાશ્રીજી તથા પૂ. સા. પીયૂષકલાશ્રીજી આદિનું અષા. સુ. ૧૦ના પવિત્ર દિને પદાર્પણ થતાં અમારા સંઘમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું. - પ્રતિદિન કહે કલાપૂર્ણસૂરિ ગ્રંથ પર રોચક - બોધક પ્રવચનો, સાધ્વીજી મહારાજ દ્વારા બપોરે મહિલાઓ સમક્ષ શ્રીચન્દ્ર રાજાના રાસ પર પ્રવચનો, રવિવારીય શિશુ-શિબિર, શનિવારીય મહિલા-શિબિર, સામુદાયિક અષ્ટાપદ તપ, સાંકળી અટ્ટમ, વિવેચન અષ્ટાપદ-પૂજા, ઋષિમંડલ મહાપૂજન, ગૌતમસ્વામીના છઠ્ઠ, પર્યુષણા મહાપર્વ દરમ્યાન ૧૬ - ૧૧ - ૧૦ - ૯ ઉપવાસો, ૬૧ અઠ્ઠાઇ, અનેક અટ્ટમ, પૂ. મુનિશ્રી મુક્તિચરણવિજયજી દ્વારા વર્ધમાન તપની ૯ ૧૦ ૧૧ ઓળી તથા પૂ. મુનિશ્રી મુક્તિનિલયવિજયજી દ્વારા વર્ધમાન તપની ૧ થી ૧૩ ઓળીની આરાધના તેમજ પૂ.સા. જ્યોતિપ્રભાશ્રીજી દ્વારા અષ્ટાપદ તપની આરાધના, પૂ. દાદાશ્રી જીતવિજયજી, પૂ.આ.શ્રી કનકસૂરિજી મ., પૂ.આ.શ્રી વિજયધર્મસૂરિજી, પૂ.આ.શ્રી વિજયજયાનંદસૂરિજી આદિ ઉપકારી ગુરુ-ભગવંતોના તે તે પ્રસંગે ગુણાનુવાદ, પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી, પર્યુષણ પછી ભવ્ય રથયાત્રા, સાધર્મિક ભક્તિ, ચેમ્બરની ચૈત્ય-પરિપાટી, અષ્ટાહ્નિકા મહોત્સવ, વર્ધમાન તપના પાયા, આત્મ કથાઓ • ૩ - Page #3 -------------------------------------------------------------------------- ________________ આસો મહિનાની શાશ્વતી ઓળીની આરાધના, કહે કલાપૂર્ણસૂરિ-૧ તથા કહે કલાપૂર્ણસૂરિ-૨ (કહ્યું કલાપૂર્ણસૂરિએ) ગ્રંથની પરીક્ષા, સાયન - પ્રજા મંડલ સમક્ષ મનનીય પ્રવચન, મહિલાઓમાં ભગવાનના પારણા બનાવવાની સ્પર્ધા, દીવાળીના ૬૦ છઠ્ઠ, દીવાળીના વેકેશનમાં ચાર દિવસની શિશુ-શિબિર, આશાલયના આંગણે ભવ્ય ચાતુર્માસ પરિવર્તન, માટુંગા - લુહારવાડીમાં પૂ. કનકસૂરિજીની સ્વર્ગતિથિના પ્રસંગે શ્રી વાગડ સાત ચોવીશી સમાજ સમક્ષ ગુણાનુવાદ - પ્રવચન, મનફરાના સમાજ સમક્ષ પ્રવચન, શક્રસ્તવ કંઠસ્થીકરણ સ્પર્ધા, મૌન એકાદશીની આરાધના, પોષી દશમના પ્રસંગે અટ્ટમ, સામુદાયિક ત્રણ એકાસણા તથા શાન્તિસ્નાત્ર, સમૂહ સામાયિક આદિ અનેક અનુષ્ઠાનો દ્વારા અમારું સાયનનું આ ચાતુર્માસ એક મધુર સંભારણું બની ગયું છે. પૂજ્યશ્રીએ સાહિત્યક્ષેત્રે પણ ઠીક-ઠીક વિકાસ સાધ્યો છે. અત્યાર સુધીમાં પૂજ્ય બંધુ-બેલડીના ૩૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. જેમાં કહે કલાપૂર્ણસૂરિના ચાર ભાગો અત્યંત લોકપ્રિય થયા છે. શાલિભદ્ર કાવ્ય-ટીકા, દુવ્યાશ્રય - મહાકાવ્ય - અનુવાદ, અભિધાન - ચિત્તામણિ - નામમાલા, શબ્દમાલા - વગેરે પૂજ્યશ્રીનાં પુસ્તકો અભ્યાસી સાધુ-સાધ્વીજીઓને ખૂબ જ ઉપયોગી બન્યાં છે. આવું બધું જાણ્યા પછી અમારા શ્રીસંઘે પણ પૂજ્યશ્રીના એક પુસ્તકના પ્રકાશનનો નિર્ણય કર્યો. આત્મકથાઓ નામનું આ પુસ્તક જો કે અગાઉ પ્રકાશિત થઇ ચૂક્યું છે, પણ એ પુસ્તક અત્યારે અપ્રાપ્ય બનતાં અમે પુનઃ પ્રકાશનાર્થે નિર્ણય કર્યો છે. એ પુસ્તકમાં પરકાયપ્રવેશ તથા કહે કુમારપાળ પુસ્તક પણ સંમિલિત કરવામાં આવ્યાં છે. પૂજ્યશ્રીનાં આ ત્રણેય પુસ્તકો આત્મકથા સ્વરૂપે જ છે. અનેક પાઠશાળાઓમાં એકપાત્રી અભિનયના પ્રસંગે આ પુસ્તકો ઉપયોગી બની રહ્યાં છે, તેવું જાણી અમે ગૌરવાન્વિત બન્યા છીએ. પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન વાચકોને પરમ-પદ માટે પ્રેરક બની રહો, એવી ભાવનાપૂર્વક વિરમીએ છીએ. લિ. સાયન જૈન સંઘ, મુંબઇ. આત્મ કથાઓ • ૪ દ્વિતીય આવૃત્તિ પ્રસંગે ઘણા વાચકો આત્મકથાઓ, પરકાય-પ્રવેશ વગેરે પુસ્તકોની માંગણી કરતા હતા અને જણાવતા હતા કે આ પુસ્તકોમાં નવીનતા છે, વાંચતાં આનંદ આવે છે, કોઇ નવી દુનિયાની સફર કરી હોય તેવું લાગે છે. પાઠશાળામાં થતા એક-પાત્ર અભિનયમાં (વેશભૂષા સ્પર્ધામાં) આમાંના સંવાદો ઘણા કામ લાગે છે. માટે આ પુસ્તકો હોય તો આપો. પુસ્તકો ખલાસ થઇ ગયેલા હોવાથી અમે તેમને આપી શકતા નહિ. સાયન જૈન સંઘની વિનંતીથી અને સહયોગથી ત્રણેય પુસ્તકો (આત્મકથાઓ, પરકાય-પ્રવેશ, કહે કુમારપાળ)નું એકીસાથે પ્રકાશન થઇ રહ્યું છે. આ કાર્યમાં ઉત્સાહ દાખવનાર લલિતભાઇ, જયસુખભાઇ, રમણીકભાઇ, કૌશિકભાઇ વગેરે ધન્યવાદાઈ છે. સાહિત્ય-રસિક ઇશ્વરભાઇ પોપટલાલ (જામનગર, સાયન)ની સૂચનાઓ પણ કામ લાગી છે. - ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ આપનાર સાયન સંઘના ભાઇઓ તથા અન્ય દાતાઓ ધન્યવાદને પાત્ર છે. આત્મકથાઓ', “પરકાય પ્રવેશ’ અને ‘કહે કુમારપાળ' - આ ત્રણેય પુસ્તકોનો આ એક જ પુસ્તકમાં સમાવેશ કરાયો છે તથા કેટલાક નવા કથા-લેખો પણ ઉમેરાયા છે. વાચકો આના વાંચનથી સત્રેરણા પ્રાપ્ત કરે, તેવી અપેક્ષા છે. - પં. મુક્તિચન્દ્રવિજય ગણિ - પં. મુનિચન્દ્રવિજય ગણિ સાયન (મુંબઈ) માંગ. સુ. 8, બુધવાર (પૂ. કલાપૂર્ણસૂરિજીનો ૩૧મો આચાર્ય-પદ-દિવસ) વિ.સં. ૨૦૬૦ તા. ૨૬-૧૧-૨૦૦૩ આત્મ કથાઓ • ૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૨૦૫ ૨૧૦ ૨૧૭ , , જ , 3 % , , • લેખક - સંપાદક તરફથી... (‘આત્મકથાઓ’ની પ્રથમ આવૃત્તિમાંથી) .... (૧) હું અમરકુમાર ......... (૨) હું નંદિપેણ (સેવામૂર્તિ) ... (૩) હું અષાઢાચાર્ય, (૪) હું અવંતીસુકુમાલ .. હું મૃગાવતી.. . ..... હું રોહિણિયો.... (૭) હું ચંડકૌશિક .. (૮) હું મેઘરથ..... હું દશાર્ણભદ્ર ............... o , 8 ૬ , = છે , & S S જ દે ૪ € , R @ o , ૬ , 5 A , $ dj ૩૧૧ (૨૮) હું પંથક .. (૨૯) હું સ્કંધકાચાર્ય. (૩૦) હું મનોરમાં. હું નાગશ્રી ... (૩૨). હું સુકુમારિકા ............ (૩૩) હું સુન્નતાશ્રી ..... (૩૪) હું નમિ .......... (૩૫) હું યક્ષા ............. (૩૬) હું કોણિક .................. (૩૭) અમે ચંડાળ ચોકડી ............ (૩૮) મારા ભાઇ મહારાજ .. (૩૯) હું ચિત્રકાર (૪૦) હું સોમદત્ત ....... (૪૧) હું શારદાનંદન...... (૪૨) હું અંજના .... (૪૩) હું ઈલાચી પુત્ર........ (૪૪) હું નૂપુરપંડિતા .. (૪૫) હું રાજરાણી (સાધ્વી) ..... (૪૬) હું અઇમુત્તો (૪૭) હું વજ .. (૪૮) હું મનક .. (૪૯) હું અભય. (૫૦) હું સંગમ ............. (૫૧) હું સુભગ...... (૫૨) હું દેવપાલ............... (૫૩) હું હેમચન્દ્ર......... (૫૪) હું યશોવિજય .............. • પ્રાકથન | (‘કહે કુમારપાળ’ની પ્રથમ આવૃત્તિમાંથી) • પરિશિષ્ટ (૫૫) હું કુમારપાળ (1) પૂર્વભવ .......... (2) રઝળપાટ ........... (3) હું રાજા બન્યો .... અeo الي (૧૧) હું પ્રસન્નચન્દ્ર .. (૧૨) હું અનાથી .... (૧૩) હું નંદિષેણ (શ્રેણિકપુત્ર)................. (૧૪) હું કપિલ ..... (૧૫) હું સનસ્કુમાર.................. (૧૬) હું સ્કંધક ...... (૧૭) હું અચૂંકારી ભટ્ટા .. (૧૮) હું અર્જુનમાળી. (૧૯) હું સુકોશલ ................... (૨૦) હું ચંડરુદ્રાચાર્ય.................. (૨૧) હું પ્રદેશી ............. ال لا لا ૧૧૦ ૧૧૩ ૪ છે ૩૪૭ ૩૫૪ ૩પ૬ . ૩પ૮ ૬ (૨૨) હું નાગકેતુ ---- لا ليا o = m = e 6િ الا ليا & ૧૭૯ (૨૩) અમે સાઠ હજાર ............... (૨૪) હું દામજ્ઞક લેખક - સંપાદક તરફથી... (‘પર કાય - પ્રવેશની પ્રથમ આવૃત્તિમાંથી) (૨૫) હું ચંદના ................ (૨૬) હું ત્રિવિક્રમ... (૨૭) હું સુબૂમ.............. આત્મ કથાઓ • ૬ ૧૮૦ ૧૮૮ ++++૩૭૪ * * * * * * * * * ૮૨ ૧૯૬ આત્મ કથાઓ • ૭ Page #5 -------------------------------------------------------------------------- ________________ (5) મે મિત્ર, ૪૧૮ • = • = 6િ. = છે = હં છે = = *.... છે = જ = 6 = = = = = = જ = = = = $ મેં માંસાહાર છોડ્યો ૪૦૫ મેં મિથ્યાત્વ છોડ્યું .. ૪૦૯ અમારિ પ્રવર્તન....... ૪૧૩ (7) મારું ધર્મયુદ્ધ ............. (8) કંટકેશ્વરી દેવીનો પ્રકોપ..................... (9) મંકોડો બચાવવા . . (10) પ્રતિલેખકનું સન્માન . .. (11) કાશીમાં અહિંસા-પ્રચાર....... (12) મારા તાબેદાર રાજાઓની અહિંસા .... (13) રુદતી-ધન-ત્યાગ... (14) મારી સાધર્મિક-ભક્તિ .............. (15) મારું શિક્ષણ, (16) તૈલપનું આક્રમણ ................... (17) મારી આરતિક **** (18) સાળવી પાડો. (19) માંસાહારની સ્મૃતિ તથા પ્રાયશ્ચિત્ત.... (20) કેટલીક ઘટનાઓ........... (21) મારાં સુકૃતો... ૪૫૭ (22) મારા ગુરુદેવનું સ્વર્ગારોહણ... (23) મારું મૃત્યુ અને તે પછીનું વિશ્વ-નિરીક્ષણ.. ૪૬ ૨ (૫૬) હું મેઘકુમાર.... (૫૭) હું રાવણ ........ હું દ્રાવિડ કમ મ ++++++ ++++++++++++++++++ હું વામન .... (૬૦) હું મમ્મણ (પૂર્વ ભવ)................. ૫૦૯ (૬૧) હું મરીચિ.... ૫૧૯ (૬૨) હું નારદ..... ૫૨૫ હું ભરત (દ્વિધાવસ્થા) .................. પ૩૦ હું કાળિયો કસાઇ ................ મમમમ, ૫૩૫ સહાયકોને ધન્યવાદ ... ૫૪૦ ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તક વિષે ગુજરાત રાજય અભિલેખાગાર .. ૫૪૩ • અભિપ્રાયોની હેલી ..... .. ૫૪૪ = S = લેખક - સંપાદક તરફથી... (‘આત્મકથાઓની પ્રથમ આવૃત્તિમાંથી) ચાર અનુયોગોમાં કથાનુયોગનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કથા બાળકથી માંડીને સૌ કોઇને પસંદ પડતી હોય છે. કથાના માધ્યમથી બાળ-જીવો સિદ્ધાન્તને સહેલાઇથી ગ્રહણ કરી શકતા હોય છે. આથી જ આપણે ત્યાં બીજા અનુયોગો કરતાં કથાનુયોગનું વિપુલ સાહિત્ય છે. જેની માંગ ઘણી હોવાની તેનું પ્રમાણ વધુ જ રહેવાનું. લૌકિક સાહિત્યમાં પણ નવલકથાઓનું જ પ્રમાણ વધુ જોવા મળે છે. લોકોને ધર્માભિમુખ બનાવવા માટે કથા અત્યંત ચોટદાર સાધન છે. કથા વાચકના હૃદયમાં સીધી નહિ, આડકતરી અસર કરે છે. કોઇને પણ આપણે સીધા જ ઉપદેશ આપવા મંડીએ : ક્રોધ ખૂબ જ ખરાબ છે. દુર્ગતિદાયક છે. ક્રોધ કરીને તું કેવો ખરાબ બન્યો છે ? છોડી દે ક્રોધ. તો ભાગ્યે જ એ આ વાત સ્વીકારશે. પણ જો આપણે એને ચંડકૌશિક વગેરેનું દૃષ્ટાંત કહીશું તો તેને મનમાં થશે : આપણે ચંડકૌશિક નથી થવું. ક્રોધ નથી કરવો. તે આપોઆપ ક્રોધનો ત્યાગ કરવા તૈયાર થઇ જશે. | સિદ્ધાંતની સીધી વાત આકાશમાંથી પડતી વીજળી જેવી છે. એ પકડી ન શકાય, પણ જો દેષ્ટાંતરૂપી તાર મળી જાય તો તેનું આસાનીથી વહન થઇ શકે. કથા સિદ્ધાંતરૂપ વીજળીને વહન કરતા તાર જેવી છે. ત્રણ પ્રકારની ઉપદેશ પદ્ધતિ છે. (૧) પ્રભુ સમિત : જેમાં ઉપદેશકે રાજાની જેમ શ્રોતાને આજ્ઞા કરે. તું આ કર. આ ન કર ઇત્યાદિ (સિદ્ધાંત) (૨) મિત્ર સમિત : જેમાં ઉપદેશક મિત્રની જેમ શ્રોતાને તર્કથી, હેતુથી સમજાવે. જેમ કે રાત્રિભોજન નહિ કરવું જોઇએ. કારણ કે રાત્રિભોજનથી નરકાદિ દુર્ગતિઓ તો મળે જ છે, પણ શરીરનું આરોગ્ય પણ બગડે છે. વગેરે... (ન્યાયાદિ શાસ્ત્ર) (3) કાન્તા સમિત : પત્ની જેમ પોતાના પતિને પ્રેમપૂર્વક સમજાવે તેમ ઉપદેશક શ્રોતાને કથાપૂર્વક સમજાવે. (કાવ્ય-કથા-શાસ્ત્ર) આત્મ કથાઓ • ૯ S જ જ (૫૮) G (પ) 6 આત્મ કથાઓ • ૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ આ ત્રીજા પ્રકારની પદ્ધતિ વધુ આદર યોગ્ય બની છે. કારણ કે તેમાં શ્રોતાને ભારેખમપણું લાગતું નથી. • પ્રસ્તુત પ્રકાશન - આત્મકથાઓ : કથાઓમાં પણ ખુદ કથા-નાયક જ આવીને કહે તો કેવી રંગત જામે ? વાંચતાં કેટલો આનંદ આવે ? પ્રસ્તુત પુસ્તકમાં આવો જ પ્રયોગ થયો છે. કથા-પાત્રો સ્વયં આવીને કહી રહ્યા હોય તે રીતે આલેખન થયું છે. કથાકાર ખુદ કંઇ કહે તે કરતાં કથા-પાત્ર સ્વયં જ પોતાની વાત કહે એ લખનાર અને વાંચનાર - બંને માટે વધુ રસપ્રદ બને - એ હેતુથી અહીં એ પ્રકારનું આલેખન કરવામાં આવ્યું છે. મુખ્યતાએ શાન્તિ સૌરભ માસિક માટે તૈયાર થયેલી અને એ જ માસિકમાં પ્રકાશિત થયેલી ૨૪ આત્મકથાઓનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પ્રકાશનના વાંચન દ્વારા જીવો આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધે એ જ શુભેચ્છા. જૈન ઉપાશ્રય ટેમ્બીનાકા, થાણા (મહારાષ્ટ્ર) શ્રા.વ.૪, વિ.સં. ૨૦૫૪ પૂ. કનકસૂરિજીની ૩૫મી સ્વર્ગતિથિ - ગણિ મુક્તિચન્દ્રવિજય - મુનિ સુનિયન્દ્રવિજય આત્મ કથાઓ • ૧૦ (૧) હું અમરકુમાર એક કવિએ કહ્યું છે ઃ ઇશ્વર બધે પહોંચી શકતો નથી, માટે તેણે માતાનું સર્જન કર્યું છે. કેટલી મીઠાશ છે : મા' શબ્દમાં ? મધ, સાકર કે દ્રાક્ષ - એ બધાની મીઠાશ ફીકી પડે. “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ તેથી મીઠી તે મારી માત રે જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’ આવું કહેતાં કવિએ કેટલું બધું કહી દીધું છે ? મા તે મા બીજા બધા વગડાના વા' વગેરે કહેવતો પણ માનો જ મહિમા બતાવે છે. આવી મા ક્યારેય પુત્રની શત્રુ બને ? પુત્ર માતાનો શત્રુ બની શકે, પણ મા કદી નહિ. પુત્રો નાયેત વષિષ માતા 7 મતિ' પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કદી ન થાય. પણ આ સંસાર વિચિત્રતાઓનો ભંડાર છે. અહીં ક્યારેક માતા પણ કુમાતા બની શકે છે. બીજે ક્યાં જોવા જઇએ ? મારી જ વાત લોને ! મારી માતા જ મારી વેરણ બની હતી. માનું નામ તો હતું ભદ્રા, પણ એણે કદી મારું ભદ્ર (કલ્યાણ) કર્યું નહિ. એ તો સદા મારા માટે ભદ્રા (વિષ્ટિ) જ બની રહી. ચાર ભાઇઓમાં હું સૌથી નાનો. સામાન્ય રીતે નાનો માને સૌથી વધુ પ્રિય હોય, પણ મારા જીવનમાં ઊલટું હતું. હું જ સૌથી વધુ અપ્રિય હતો. દુનિયાથી દાઝેલો માણસ ઠંડક પામવા મા પાસે જાય, પણ મામાંથી જ અગ્નિજ્વાળા પ્રગટે તો ? બાળક માટે તો મા એ જ વિશ્રાન્તિનું અંતિમ સ્થાન... પણ મારા માટે તો એ ક્લેશનું સ્થાન બની ! અમારું આખું કુટુંબ ગરીબીમાં જ સબડતું હતું. જીવતી-જાગતી આત્મ કથાઓ - ૧૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ ગરીબાઇ જોવી હોય તો અમારું કુટુંબ જોઇ લો. ગરીબી સાથે ક્લેશકંકાશ પણ જડેલા હોય છે. અમે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ એટલે માંગનારી જાત ! માંગનારો માણસ કદી પૈસાદાર થાય ખરો ? એકવાર માંગીને ખાવાની ટેવ પડી ગઇ, પછી એ નીકળતી નથી. વગર મહેનતે મફતનું મળતું હોય તો મહેનત શા માટે કરવી ? મહેનત વગર અમારું કુટુંબ આળસુ બની ગયું હતું. આળસ હોય ત્યાં ગરીબી ઘુસી જ જાયને ! અમે જ ગરીબીને સામે ચડીને બોલાવી હતી. આળસુ માણસે કદી ગરીબી માટે ફરીયાદ કરવી જોઇએ નહિ. મારા પિતાજી ઋષભદાસ આળસુ થઇને પડ્યા રહેતા અને મારી મા ભદ્રા આખો દિવસ ઝગડ્યા કરતી, ગાળો બક્યા કરતી ! આમ ને આમ રોજ સાંજ પડી જતી. મોટા ભાગે હું તો ભૂખ્યો જ સૂઇ જતો. મને યાદ નથી મેં ક્યારેય પેટ ભરીને ખાધું હોય ! ઢામ... ઢીમ... ઢીમ... ઢામ... ઢીમ... એક દિવસ અમારા રાજગૃહ નગરમાં ઢોલ પીટાયો ! અમે સૌ ચોકન્ના બની ગયા. અમને ઘોષણા સંભળાઇ : સાંભળો... સાંભળો... સૌ પ્રજાજનો ! સાંભળો... આપ સૌ જાણો જ છો કે આપણા મહારાજા શ્રી શ્રેણિક નવી ચિત્રશાળા બનાવી રહ્યા છે, પણ તેનો દરવાજો વારંવાર તૂટી જાય છે. આ અંગે બ્રાહ્મણ પંડિતોએ રાજાને સલાહ આપી છે કે કોઇ બત્રીસ લક્ષણા બાળકનો હોમ કરો. તો... આવો બાળક જે, કોઇ માતા-પિતા રાજાને આપશે, રાજા તેને તે બાળકના વજન જેટલું સોનું આપશે.” આ ઢંઢેરો સાંભળી મારા માતા-પિતા ખુશ-ખુશાલ થઇ ગયા. જાણે લોટરી લાગી ગઈ. એમણે વિચાર્યું : આપણને ચાર પુત્રો છે. એમાંથી એક આપી દઇએ તો? એકનો ખર્ચ બચશે, ને વળી અઢળક સોનું મળશે. આટલું સોનું આપણને આ જનમમાં જોવાય ક્યાં મળવાનું ? આ અમારો અમરિયો આમેય અળખામણો છે, આપણને દીઠેય નથી ગમતો... બસ... એને આપી દઇએ, આપણું ને રાજાનું બંનેનું કામ થશે. આત્મ કથાઓ • ૧૨ ઢંઢેરો ત્યાં જ અટકાવી દેવામાં આવ્યો. મને બલિ તરીકે આપવામાં આવી રહ્યો છે આ જાણતાં જ હું તો કંપી ઊઠ્યો : જીવતેજીવ સળગી જવાનું ? એ પણ કોઇ ગુના વિના ? શા માટે ? માણસ જેવા માણસને અગ્નિમાં હોમી દેવો ? આ કેવા બ્રાહ્મણો? આ કેવો યજ્ઞ ? આ કેવો રાજા ? કોઇ કહેનારું જ નથી ? આવા યજ્ઞને ધર્મ કહેવાય? આને ધર્મ કહેવાય તો અધર્મ કોને કહીશું? મારા મનમાં પ્રશ્નોની ઝડી વરસી. પણ મારા પ્રશ્નોનો જવાબ આપનારું કોઇ નહોતું. જવાબ તો શું કોઇ સાંભળવાય તૈયાર નહોતું. હું માતા-પિતા પાસે ગયો અને ચરણોમાં માથું મૂકીને કહેવા લાગ્યો : મહેરબાની કરીને પૈસા ખાતર મને મારી ન નખાવો. પૈસા મહાન છે કે જીવન મહાન ? વાઘણ પણ પોતાના બચ્ચાને મારી નાખતી નથી... મા ! તું મા થઇને આ શું કરે છે ? પિતાજી ! આપ શું જોયા કરો છો? હું આપનો જ અંશ છું. મારી હત્યા એ અંશતઃ આપની જ હત્યા નથી ? પણ માતા-પિતાની આંખો સોનાથી અંજાયેલી હતી. મારી સામુંય જોવા તૈયાર નહોતા... ત્યાં બચાવવાની વાત જ ક્યાં ? આમેય એમને હું ગમતો હોતો... ને વધુમાં મને આપવાથી સોનું મળતું હતું ! આવો મોકો તેઓ ચૂકે ? એક પંથ દો કાજ ! બલા પણ ટળે અને સોનું પણ મળે ! પછી તો હું કાકા, મામા, માસા વગેરે બધા સ્વજનો પાસે ગયો... પણ કોઇના પેટનું પાણી ન હાલ્યું. કોઇ મને બચાવવા આગળ ન આવ્યું. સંસારની સ્વાર્થોધતા એના નગ્નસ્વરૂપે મને જોવા મળી. બધા સગાઓએ એક જ જવાબ આપ્યો : “તારા માતા-પિતા જ જ્યાં તને વેંચી દેતા હોય ત્યાં અમે શું કરીએ ? તારા પર સંપૂર્ણ હક્ક તારા માતા-પિતાનો છે. તું એમની પાસે જ જા. કામ થશે તો ત્યાંથી થશે. નહિ તો ક્યાંયથી નહિ થાય.” બધા આવી સલાહ આપીને છુટી ગયા, પણ કોઇએ મારા માતાપિતાને સમજાવવાની કોશીશ ન કરી. આપણે શું ? મરશે તો અમર મરશે... આપણે શું લેવા-દેવા ? આવા ખ્યાલોમાં રાચતા સગાઓ પાસેથી વધુ અપેક્ષા રખાય પણ શું? આત્મ કથાઓ • ૧૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ મને પકડીને રાજા પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ મારા વજન જેટલું સોનું મારા માતા-પિતાને આપ્યું. તેઓ રાજીરેડ થઇ ગયા. એમનું કામ થઇ ગયું. હું રાજાના ચરણોમાં પડ્યો અને આજીજી કરવા લાગ્યો : રાજનું ! આપ તો સૌના નાથ છો. પ્રજાનું રક્ષણ કરવાનું કામ આપનું છે. રક્ષણના સ્થાને આપ ભક્ષણ કરશો તો પ્રજાએ ક્યાં જવું ? વાડ જ ચીભડાં ખાવા લાગે તો ક્યાં જવું ? પાણીમાંથી જ આગ લાગે તો ક્યાં જવું? રાજનું ! આપ સામર્થ્યવાન છો. ગમે તેમ કરીને મને જીવન-દાન આપો. હું જાણું છું કે આપ ચિત્રશાળા બનાવવા માંગો છો. તો શું કોઇના રક્તથી રંજિત થયેલી આપની ચિત્રશાળા પવિત્ર ગણાશે ? એના પાયામાં કોઇના નસાસા પડ્યા હોય એ શું આપના માટે શોભાસ્પદ વાત છે? ચિત્રશાળા એક તૈયાર ન થઇ તો શું અટકી જવાનું છે ? કદાચ થઇ ગઇ તો કઈ શોભા વધવાની છે ? શોભા તો નહિ વધે પણ રાજન્ ! સાચું કહું છું કે આપની અપકીર્તિ વધશે. દુનિયા કહેશે : આ કેવો દૂર રાજા ? એક ચિત્રશાળા ખાતર એક નિર્દોષ બાળકની હત્યા કરાવી ! રાજન ! સંસારની કોઇ પણ નિર્જીવ ચીજ કરતાં એકના જીવનની વધુ કિંમત છે. કોઇ પણ જડ પદાર્થ કોઇના જીવનથી વધારે મૂલ્યવાન નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહેલ કરતાં પણ એક બાળક મહાન છે; ભલે તે કદરૂપું કેમ ન હોય ? રાજા મારી દલીલો સાંભળી દયાર્દ્ર બની ગયો હોય તેમ લાગ્યું, પણ હું જોઇ રહ્યો હતો કે યજ્ઞના પંડાઓ રાજાને ઇશારાથી સમજાવી રહ્યા હતા : હં... એમ દયા ન કરાય ! એ તો એમ જ ચાલ્યા કરે. રાજાએ મને કહ્યું: “જો અમર ! મેં તો તને સોનું આપીને ખરીદેલો છે. આમાં મારો કોઇ દોષ નથી. દોષ વેચનારનો છે, તારા મા-બાપનો છે. તેમણે સોના ખાતર તને વેચ્યો છે. હું તો જે કરું છું તે ન્યાયપૂર્વક જ કરું છું. હું ધારત તો તારા જેવા કોઇ બાળકને બળજબરીથી અહીં લાવી શકત, પણ મારા હૃદયમાં રહેલી ન્યાયનિષ્ઠતા મને તેમ કરવા મંજૂરી આપતી નથી. આમાં મારો કોઇ અન્યાય હોય તો મને જણાવ.” રાજાની આગળ હું વધુ તો શું બોલું ? આત્મ કથાઓ • ૧૪ હું મૌન રહી ગયો. મને વિચાર આવ્યો : આ પંડાઓ ધર્મના નામે કેટલા માણસોની આ રીતે કતલ કરતા હશે ? કેટલા બકરાઓ આમાં હોમાતા હશે ? બિચારા અબોલ પ્રાણીઓ કોને ફરીયાદ કરવા જાય ? હું માણસ છું. બોલવા માટે સમર્થ છું. છતાં મારું પણ કોઈ સાંભળતું નથી ત્યાં બિચારા બકરાઓનું કોણ સાંભળે ? મારું ચાલે તો એક જ ઝાટકે યજ્ઞોના બધા જ બલિદાનો અટકાવી દઉં! આ બધા પંડાઓ યજ્ઞના નામે માત્ર પોતાની સ્વાદ-લાલસા પોષે છે. મંત્ર-સંસ્કૃત બકરાઓનું માંસ ખાવામાં એમને કોઇ પાપ લાગતું નથી. એમણે પોતાની રસ-લાલસા પોષવા પોતે જ ધર્મશાસ્ત્રો બનાવી કાઢ્યા છે ! મારું ચાલે તો પૂરા ભારતવર્ષમાં આ કુપ્રથાઓનો અંત આણી દઉં અને કરોડો નિર્દોષ પ્રાણીઓને બચાવી લઊં... પણ અત્યારે હું મારી જાતને પણ બચાવી શકતો ન્હોતો, ત્યાં બીજાની વાત જ ક્યાં ? મને હૃષ્ટ-પુષ્ટ ભટ્ટોએ પવિત્ર પાણીથી સ્નાન કરાવ્યું, કેસર-ચંદનનું વિલેપન કર્યું અને ગળામાં ફૂલમાળા પહેરાવતાં કહ્યું : વત્સ ! તું ધન્ય છે. તને મૃત્યુ પછી સીધું સ્વર્ગમાં સ્થાન મળશે. યજ્ઞમાં તો પુણ્ય હોય તેને જ હોમાવાનું સૌભાગ્ય મળે ! ભટ્ટોની આ બબૂચક જેવી વાણી સાંભળી મારું મન બોલી ઊઠ્યું : અલ્યા મૂરખાઓ ! જો આ જ રીતે સ્વર્ગ મળી જતું હોય તો તમારા માબાપોને મોકલી દો ને ? અરે... તમે પોતે જ સ્વર્ગે પહોંચી જાવ ને ! ઠીક.. હવે... એ બિચારાઓ પર પણ શું ગુસ્સે થવું? તેઓ કરે પણ શું ? પરંપરા જ એમને એવી મળી છે. મોટા ભાગના લોકો પરંપરાની જ પૂજા કરનારા હોય છે. ખોટી પરંપરાને પડકારનારો તો લાખોમાં એક હોય છે. આવી અપેક્ષા આ ભટ્ટો પાસેથી ક્યાંથી રખાય ? એમની દાળ-રોટી આવી પરંપરાઓથી જ ચાલી રહી છે. એટલે તેઓ તો પરંપરાને બરાબર વળગી રહે તે સ્વાભાવિક જ છે. પણ હવે એ બધી વિચારણાઓ મેં ફગાવી દીધી. વિચારણાઓ કરવાનો કોઈ અર્થ પણ હોતો. કારણ કે હવે મારો અંતકાળ મને સામે દેખાતો હતો. આત્મ કથાઓ • ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ પાંચ મિનિટમાં જ તમારે મરી જવાનું હોય તો તમે શું કરો ? નવકાર મંત્રમાં તલ્લીન બની જાવ. ખરુંને ? હું પણ નવકાર મંત્રમાં તલ્લીન બની ગયો. તમે કહેશો : પણ તમે તો બ્રાહ્મણ હતા. ગાયત્રી આવડે એ બરાબર, પણ નવકાર ક્યાંથી આવડવ્યો ? હા... તો એ વાત હું કહેવાની ભૂલી ગયો. એક વખત જ્યારે હું જંગલમાં લાકડાં કાપવા ગયેલો ત્યારે મને એક જૈન મુનિ મળેલા, તેમણે મને નવકાર મંત્ર શીખવ્યો હતો. એ નવકાર હું હંમેશાં ગણતો હતો. નવકાર ગણતાં જ મારા બધા જ લેશો સાફ થઇ જતા. હું અત્યંત પ્રસન્નતા અનુભવતો. અત્યારે તો મૃત્યુ સામે દેખાતું હતું. એટલે મેં મન એકદમ નવકારમાં પરોવી દીધું. નવકાર સિવાય હું બધું જ ભૂલી ગયો, અરે... મૃત્યુ પણ ભૂલી ગયો. હવે મને યજ્ઞ-કુંડ પાસે લાવવામાં આવ્યો. અગ્નિ-કુંડમાં ભડ.. ભડ... કરતી જવાળાઓ આકાશને આંબી રહી હતી. પણ હું તો નિર્ભય થઇ નવકારમાં ડૂબી ગયો હતો. પંડાઓએ મને ઊંચકીને અગ્નિ-જ્વાળાઓમાં હોમી દીધો. પણ... આ શું? નવકારના પ્રભાવથી અદેશ્ય રીતે આવેલા દેવોએ મને સિંહાસન પર બેસાડી દીધો. અગ્નિજ્વાળા શાંત થઇ ગઇ. રાજા અને પંડાઓ ઊંધા માથે જમીન પર પટકાયા. રાજાના મોઢામાંથી લોહી વહેવા માંડ્યું. ચમત્કાર ત્યાં નમસ્કાર ? નહિ... નમસ્કાર ત્યાં ચમત્કાર સર્જાયો. સભામાં રહેલા બ્રાહ્મણો વગેરે મારા પગે પડ્યા અને મારી પૂજા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા : “મહાત્મન્ ! કૃપા કરો અને રાજાને શુદ્ધિમાં લાવો.' મેં નવકારથી પાણી મંત્રીને તેમના પર છાંટ્યું અને તેઓ શુદ્ધિમાં આવ્યા. મેં ત્યારે એમ ન વિચાર્યું : જે લોકો મને મારવા તૈયાર થયા હતા તેમને જ હવે હું જાગૃત બનાવું ? ભલે રહ્યા તેઓ બેહોશ ! ભલે થયા આત્મ કથાઓ • ૧૬ કરે લોહીનું વમન ! બદમાશોને એમના પાપોનું ફળ મળ્યું છે. ભલે એ ભોગવે ! નહિ... નવકારનો ગણનારો કદી આવા વિચારો ધરાવનારો નથી હોતો. એ તો સર્વ જીવોનું, પોતાના શત્રુઓનું પણ કલ્યાણ ચાહતો હોય છે. જે સર્વજીવોનો મિત્ર બને તેને જ નવકાર ફળે ! સર્વ જીવો સાથે સ્નેહની સરવાણી ન ફૂટે ત્યાં સુધી નવકાર કદી ફળતો નથી. નવકાર ગણનારાઓ કદી આ મહત્ત્વની વાત ન ભૂલે. મારા પર પ્રસન્ન થયેલા શ્રેણિક મને પોતાનું રાજ્ય આપવા તૈયાર થઇ ગયા ત્યારે મેં કહ્યું : રાજન ! મારે બાહ્ય સામ્રાજ્ય નથી જોઇતું, આત્મ-સામ્રાજ્ય જોઇએ છે ને એ મેળવવા માટે સાધુ બનવું છે. મારા આ જવાબને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ચોમેર મારા નામનો જય-જયકાર થવા લાગ્યો. પણ મને એ જયજયકારમાં કોઇ રસ હોતો. હું ધર્મધ્યાનમાં લીન બન્યો. એમાં લીનતા વધતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. પંચ મુઠીથી કેશ-લુંચન કરી, સાધુ-વેષ પહેરી સાધના કરવા હું ગામ બહાર સ્મશાનમાં જઇ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયો. મારા સમાચાર સર્વત્ર ફેલાઇ ગયા હતા. મારા માતા-પિતા આવા સમાચાર મળતાં જ સ્તબ્ધ થઇ ગયા. રાજા કદાચ હવે સોનું લઇ લેશે તો ? - એ બીકે થોડું સોનું અંદરો-અંદર વહેંચી બીજું સોનું ધરતીમાં દાટી દીધું. કેવી સોનાની માયા? પોતાના પુત્રનો મહિમા જોઇ આનંદ થવો જોઇએ એની જગ્યાએ અહીં બીજું જ કાંઇ થઇ રહ્યું હતું. મારી મા તો એકદમ વ્યાકુળ હતી. રાત્રે તેને ઊંઘ પણ ન આવી. જ્યાં સુધી અમર જીવતો છે, ત્યાં સુધી મને ચેન નહિ પડે - આવા ભયંકર વિચારો સાથે, હાથમાં છરી લઇ એ મારી પાસે આવી પહોંચી. મારા શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા. જે જનેતાએ આ દેહને જન્મ આપ્યો હતો એ જ જનેતા આજે ટુકડે-ટુકડા કરી રહી હતી. સંસારમાં આથી વધુ બીજી કઈ વિચિત્રતા હોઇ શકે ? પણ... ટુકડા દેહના થાય... આત્માના થોડા ટુકડા થાય છે ? મારો આત્મ કથાઓ • ૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ અમર આત્મા બારમા દેવલોકમાં પહોંચી ગયો. આજે હું બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ છું ને મારી મા ક્યાં છે ? તે જાણો છો ? હા... એને પણ બાવીશ સાગરોપમનું જ આયુષ્ય છે. પણ દેવલોકનું નહિ, નરકનું... છટ્ટી નરકનું ! મારી હત્યા કરીને રાજી થતી-થતી એ ઘર તરફ પાછી વળી રહી હતી, ત્યારે રસ્તામાં મળેલી વાઘણે તેને ફાડી ખાધી. ભયંકર રૌદ્રધ્યાનમાં મૃત્યુ પામીને એ બિચારી છઠ્ઠી નરકમાં ચાલી ગઇ. બિચારી માનવજીંદગી હારી ગઇ. હું એને દુર્ગતિથી ન બચાવી શક્યો, એનું મને આજે પણ દુઃખ છે. આત્મ કથાઓ - ૧૮ (૨) હું નંદિપેણ (સેવામૂર્તિ) નાનપણથી જ હું દર્પણનો દુશ્મન હતો. બિચારા દર્પણનો કોઇ દોષ હોતો. દોષ મારો જ હતો... પણ હુંયે શું કરું ? હું લાચાર હતો. મારું બીભત્સ રૂપ બીજાને તો શું મનેય ગમતું ન્હોતું. હવે તમે સમજી શક્યા હશો કે હું દર્પણનો દુશ્મન શા માટે હતો ? બીજા માણસો અરીસામાં કલાકો સુધી પોતાનું મોઢું નિરખ્યા કરે અને હરખ્યા કરે, જ્યારે મારે અને અરીસાને બીયાં-બારૂં હતું ! કુરૂપતાની સાથે દૌર્ભાગ્ય પણ ભળેલું હતું ! કોઇ મારી સાથે પ્રેમ ના કરે, વહાલ ના બતાવે. અરે... બે મીઠા શબ્દ પણ ના કહે. મારું માથું હતું ત્રિકોણ ! એના પર જંગલના સૂકા ઝાડ જેવા સીધા બરછટ વાળ ! આંખો બિલાડી જેવી ! નાક જાણે મોટું ભૂંગળું ! દાંત જાણે ખેતરનું હળ ! ગાલ ચપટા ! પીઠ ધૂંધવાળી ! હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી ! હવે તમેજ કહો, કોઇ મને બોલાવે ખરો ? હા... બાળકો માટેનું તો હું રમકડું બની ગયો હતો ! માત્ર બાળકો જ નહિ, મોટેરાઓ પણ મને પજવવામાં કશી મણા ન રાખતા. સત્કાર તો ન મળે, પણ ધિક્કાર મળે. ફૂલ ન મળે, પણ શૂલ મળે. કંકુ તો ન મળે, પણ કીચડ મળે, ત્યારે માણસની શી હાલત થાય તેની તમે કલ્પના કરી શકો છો ? ના... તમે કલ્પના પણ નહિ કરી શકો. કદાચ કલ્પના કરી શકો તો પણ અનુભૂતિ નહિ કરી શકો. તમારી કલ્પના સંવેદનહીન હશે. કારણ કે તમારા સ્વયં પર જ્યાં સુધી આવું કશું વીતે નહિ ત્યાં સુધી તમે એવા દુઃખની કલ્પના પણ કરી શકો નહિ. ઘાયલ કી ગત ઘાયલ જાને.' આ વાત એમને એમ નથી કહેવાઇ. જેને ક્યાંયથી પ્રેમ ન મળે, તેને પણ મા-બાપ તરફથી તો જરૂર પ્રેમ મળે. ગાંડું-ઘેલું, ગંદુ-ગોબરૂં કે ગમે તેવું બાળક હોય, પણ માબાપ તેના પર વહાલ વરસાવવાના, પણ મારા નસીબમાં એ પણ ન્હોતું. આત્મ કથાઓ - ૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ કારણ કે નાનપણમાં જ મારા માતા-પિતા મરી પરવાર્યા હતા. આમ તો મને એમના નામની પણ ખબર ન્હોતી, પણ પછીથી લોકો પાસેથી જાણવા મળ્યું કે મારી માતાનું નામ સોમિલા અને પિતાનું નામ સોમિલ હતું. મામાને મારા પર દયા (વહાલ નહિ) આવવાથી તેમણે મને પોતાને ત્યાં રાખ્યો. ત્યાં રહીને હું ઢોરની જેમ કામ કરતો ને મને ખાવા-પીવાનું મળી રહેતું ! મારા માટે આટલું તો બસ હતું. આમ સુખેથી જીવું તે દુનિયાને પસંદ કેમ પડે ? લોકોએ મારી કાનભંભેરણી શરૂ કરી: જો નંદિષેણ ! તારા મામા તારી પાસેથી ઢોરની જેમ કામ કરાવશે, પણ ખરે અવસરે છેહ દેશે. હવે તો તું જુવાન થઇ ગયો છે. તારે લગન-બગન કરવા છે કે નહિ ? આમ વાંઢા જ ફરવું છે ? તારા લગન કરવા હોય તો તારા મામાને મન ડાબા હાથનો ખેલ છે. કારણ કે એમને સાત છોકરીઓ છે. જો તને એમાંથી એક પણ છોકરી પરણાવે તો અમે માનીએ... બાકી બધી વાતો ! બીજા કોઇ તારા ભવિષ્યનો વિચાર નહિ કરે. આ તો અમે છીએ જે આટલી હિત-ચિંતા કરીએ છીએ. મને લોકોની વાત સાચી લાગી. હું વાંઢો રખડું તે કેમ ચાલે ? વિશ્વાસ પણ કોણ કરે ? સમાજમાં સન્માન પણ શું ? જુવાન બન્યા એટલે લગન તો કરવા જ જોઇએ ને? પણ... મારી સાથે લગ્ન કરવા કઈ છોકરી તૈયાર થશે ? એ મેં ન વિચાર્યું ! માણસને જો પોતાની મર્યાદા, પોતાની યોગ્યતા-અયોગ્યતા વિષે વિચાર આવે તો તો ત્યારે જ કલ્યાણ થઇ જાય. પણ ઘણું કરીને માણસને પોતાની ખામી, પોતાની મર્યાદા, પોતાની અયોગ્યતા દેખાતી નથી અને યોગ્યતાથી વધુ અપેક્ષા પૂરી ન થાય તો હેરાન-હેરાન થયા કરે છે. લોકોની ભંભેરણીથી હવે હું કામમાં ઉત્સાહ દાખવતો હોતો. આથી મારા મામાએ મને વચન આપ્યું કે સાતમાંથી એકને હું તારી સાથે પરણાવીશ. તું ચિંતા કરીશ નહિ. બસ... હવે જોઇએ શું ? હવે હું બમણા ઉત્સાહથી કામ કરવા આત્મ કથાઓ • ૨૦ લાગ્યો. કોણીએ ગોળ લાગી ગયો હતો ને ! પણ એક દિવસ મારા જીવનના બધા જ ઉત્સાહનું બાષ્પીભવન થઇ ગયું ! મારા મામાએ સૌથી મોટી પુત્રીને પૂછ્યું : “બોલ તું આ નંદિષણ સાથે લગ્ન કરીશ ?' નહિ જવાબ મળ્યો. કેમ ? વાંધો છે ?' ‘આવા ઢેમચા જોડે જીંદગી ગાળવી એના કરતાં મસાણ સારું !' ‘હું ચોખે-ચોકખું કહું છું કે જો તમે મને એની સાથે પરણાવશો તો બીજા જ દિવસે તમે મારી લાશ જોશો. મને મારી નાખવી હોય તો આની સાથે પરણાવજો.' પુત્રીનો ધડાકો સાંભળી મામા સ્તબ્ધ બની ગયા. મામાએ બીજી પુત્રીઓને પણ પૂછ્યું. બધા તરફથી આવો જ જવાબ મળ્યો. હવે મામા શું કરી શકે ? કર્ણોપકર્ણ આ સમાચાર મને મળ્યા. હું જીંદગીથી તદ્ન હતાશ થઈ ગયો. હવે જીવવાનો કોઈ અર્થ ખરો ? મામાની છોકરીઓ પણ ન પરણે તો બીજું તો કોણ પરણવાનું? પરણ્યા વગર જીવનની મજા શી છે ? મામાના ઘરે રહેવું હવે મને ગમ્યું નહિ. હું તો મામાનું ઘર છોડી ચાલી નીકળ્યો. ફરતો-ફરતો રત્નપુર નગરમાં જઈ ચડ્યો. નગરમાં દંપતીઓની ક્રીડા જોઇ મારા હૃદયમાં ઝાટકા લાગતા : આ લોકો કેટલા ભાગ્યશાળી છે ? હું કેવો કમભાગી ? સંસારની એક પણ સ્ત્રી મને પ્રેમ આપવા તૈયાર નથી. મારું હૃદય કોઇ મને સ્નેહ કરે - એમ ઝંખી રહ્યું હતું, પણ પ્રેમ માંગવાથી ઓછો મળે છે ? શોધવાથી ઓછો મળે છે ? જેને નાનપણમાં મા-બાપનો પ્રેમ ન મળ્યો. યૌવનમાં પત્નીનો પ્રેમ ન મળ્યો... એનું જીવન કોઇ જીવન છે ? એ તો રેગિસ્તાન છે. રેગિસ્તાની જીવન જીવવા કરતાં આત્મ કથાઓ • ૨૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ મરવું સારું ! હું મરવા તૈયાર થઇ ગયો. સાચે જ પ્રેમના અભાવે જીવન પુષ્પ અકાળે જ કરમાઇ જતું હોય છે. નગર બહાર રહેલા ટેકરા પર ચડી મેં કૂદકો મારી મરવાની તૈયારી કરી. હું કૂદકો મારવાની તૈયારીમાં જ હતો ત્યાં જ કોઇએ મારો હાથ પકડ્યો... વાહ ! શું મીઠો સ્પર્શ હતો ? “અરે ભાગ્યશાળી ! આ તું શું કરે છે ? અસંખ્ય દેવો જે અવતાર પામવા તલસી રહ્યા છે તેને આ રીતે તું ટુંકાવવા માંગે છે ?” મારા કાને મધુર પ્રેરણાત્મક શબ્દો પડ્યા. ઓહ ! શું એ શબ્દોમાં મીઠાશ હતી ? આજ સુધી કોઇએ મને પ્રેમથી પકડ્યો ન્હોતો, પ્રેમથી બોલાવ્યો હતો. આજે જીંદગીમાં - એ પણ મરવા ટાણે પ્રથમવાર પ્રેમની ઉષ્મા મળી. પ્રથમવાર પ્રેમપૂર્વક કોઇ બોલાવનાર મળ્યું. પ્રથમવાર મને ભાન થયું કે મારી પણ કોઇકને જરૂર છે. કોણ હશે એ પ્રેમ આપનાર ? કોણ હશે એ વાત્સલ્યભર્યો હુંફાળો હાથ ફેરવનાર ? ના... તમે કશી કલ્પના કરતા જ નહિ. નાહક તમે આડીઅવળી કલ્પના કરી અન્યાય કરી બેસશો. એ પ્રેમ આપનાર હતા જૈન મુનિ ! જેને ક્યાંયથીયે પ્રેમ ન મળે તેને જૈન મુનિ પાસેથી મળે ! આવો પ્રેમ મળતાં કેટલાય ભિખારીઓ સંપ્રતિ મહારાજાઓ બની શક્યા છે. કેટલાય જુગારીઓ સિદ્ધર્ષિઓ બની શક્યા છે. કેટલાય દેઢપ્રહારીઓ અને અર્જુન માળીઓ કેવળી દેઢપ્રહારીઓ અને કેવળી અર્જુનમાળીઓ બની શક્યા છે. હું એ પ્રેમ આપનાર મુનિની વાણી સાંભળી રહ્યો : “વત્સ ! અકાળે જીવન ટૂંકાવવા શા માટે તૈયાર થાય છે ? હું જાણું છું કે તને જીવન તો પ્રિય છે જ. વિષ્ઠાના કીડાને ય જીવન પ્રિય હોય છે... એ પણ મરવા નથી ચાહતો... આવું કિંમતી જીવન તું નષ્ટ કરવા તૈયાર થયો છે તેનું કારણ પણ હું જાણું છું. તું કોઇક દુઃખથી છુટવા માંગે છે. તને એમ છે કે મરી ગયા પછી સંપૂર્ણ શાન્તિ ! મસાણમાં શાંતિથી સૂઈ જવાનું ! કોઇ જ ઝંઝટ નહિ ! બધી જ માથાકુટો જીવતાને કરવી પડે છે, મડદાને શી માથાકૂટ ? તું જો આમ વિચારતો હોય તો તારી ભૂલ છે. મર્યા પછી મસાણમાં જ નથી જવાનું ! મસાણમાં તો શરીર જશે, પણ શરીર એ તું નથી. તું તો આત્મા છે. આત્મા કોઇ બીજા શરીરને ધારણ કરશે, સંભવ છે કે તું અહીંથી મરીને કૂતરો પણ થાય, ભૂંડ પણ થાય, નારક પણ થાય, માનવ કે દેવ પણ થાય. જો તારા પાપ કર્મ હોય તો ત્યાં પણ દુઃખ આવી શકે છે. એમ દુઃખથી છુટવું સહેલું નથી. દુઃખનું મૂળ પાપ છે. પાપનો તું નાશ કર. દુઃખોનો પોતાની મેળે નાશ થઇ જશે. દુઃખ એ ડાળ છે, પાપ એ મૂળ છે. ડાળ કાપ્ય શું વળે ? મૂળ કાપ. આપઘાત નહિ, પણ પાપ-ઘાત કર, જીવનને ઉન્નત બનાવવાનો આ જ માર્ગ છે.” આવી પ્રેરણા આપતા મુનિની આંખોમાંથી કરુણા ટપકી રહી હતી. હું એ કરુણાની વૃષ્ટિમાં સ્નાન કરી રહ્યો, મેં મારી સંપૂર્ણ આપવીતી કહી સંભળાવી. મને મુનિએ કહ્યું : “બીજા કોઇ તરફથી આપણને પ્રેમ મળે, એ આપણા હાથની વાત નથી, પણ આપણે બીજાને પ્રેમ આપીએ એ આપણા હાથની વાત છે. તારા દૌભગ્ય કર્મનો જબરદસ્ત ઉદય છે. માટે આવું બન્યું છે. દૌભગ્ય કર્મનું સર્જન પણ પૂર્વજન્મમાં તેં જ કર્યું છે. તે પૂર્વજન્મમાં કોઇનેય પ્રેમ નથી આપ્યો તો આ જન્મમાં તને પ્રેમ ક્યાંથી મળે ? આંબા વાવ્યા જ નથી તો કેરી શી રીતે મળે ? કદાચ કોઇના તરફથી પ્રેમ મળી જાય તો પણ શું થયું? એ પ્રેમ આપે તો આપણે સુખી ! એ ન આપે તો દુઃખી ! આ તો આપણા સુખની ચાવી બીજા પાસે જતી રહી. આપણે પરાધીન બની ગયા. આપણે યંત્ર બની ગયા... બીજા ચલાવે તેમ ચાલનારા ! પરાધીનતાથી મોટું દુઃખ બીજું કયું છે ? મહર્ષિઓએ સુખ-દુઃખની જે વ્યાખ્યા કરી છે તે સમજી લેવા જેવી છે : “સર્વ પરવશે :વું સર્વનાત્મવાં સૂવF' જે જે પરાધીન છે તે બધું દુઃખ છે. જે જે સ્વાધીન છે તે બધું જ સુખ છે. જો આવી સ્વાધીનતા તારે જોઇતી હોય તો આવી જા અમારી પાસે. સ્વીકારી લે જૈન સાધુત્વ! અહીં આવ્યા પછી તને કોઇના તરફથી પ્રેમ મળે - એવી અપેક્ષા નહિ રહે... પ્રેમનું ઝરણું અંદરથી જ ફૂટશે... એ ઝરણામાં વિશ્વના સર્વ જીવોને સ્નાન કરાવવાનું મન થશે. તારા હૃદયમાંથી નિરંતર સર્વ જીવો પ્રત્યે નિર્વિશેષ પ્રેમ વહેતો રહેશે. હું અહીં ધ્યાન કરી રહ્યો હતો ત્યાં આપઘાત કરતા આત્મ કથાઓ • ૨૩ આત્મ કથાઓ • ૨૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ તને જોઇ મારી કરુણા ઊછળી પડી. મેં તને અટકાવ્યો છે. દુઃખથી જ નહિ, હું તને પાપથી પણ અટકાવવા માંગું છું. મારી વાત ગમતી હોય તો અત્યારે જ સ્વીકારી લે.” મને મુનિની વાત બહુ જ ગમી ગઇ. એમની એકેક વાત મારા હૃદયને ચોટ મારતી હતી. અત્યાર સુધીમાં આવું તત્ત્વજ્ઞાન સમજાવનાર કોઇ મળ્યું ન હતું. વાત કરવા પણ કોઇ તૈયાર ન હોય ત્યાં તત્ત્વજ્ઞાન કોણ સમજાવે ? મેં મુનિના ચરણોમાં આત્મ-સમર્પણ કરી દીધું. જૈન દીક્ષા સ્વીકારી લીધી. મારો આત્મા આનંદથી નાચી ઊઠ્યો. વિનયપૂર્વક ગુરુ-ચરણે અધ્યયન કરી હું ગીતાર્થ બન્યો. વળી મેં અભિગ્રહ કર્યો : છટ્ટના પારણે છઠ્ઠુ અને પારણામાં આયંબિલ કરવું તથા ગ્લાન મહાત્માઓની વૈયાવચ્ચ કર્યા પછી જ વાપરવા બેસવું. તપ અને વૈયાવચ્ચ - આ બંને મારા જીવનના અંગો બની ગયા. હું પૂરા રસથી એમાં મંડી પડ્યો. હ્રદયનો પૂરો રસ જે કાર્યમાં આપણે લગાવી દઇએ - એમાં એટલો આનંદ આવે કે જેનું વર્ણન ના થઇ શકે ! એ કાર્ય વિના ચેન ન પડે ! અધૂરા-અધૂરા મનથી કરેલા કાર્યમાં આનંદ નથી આવતો. હું તો મારા અનુભવથી કહેવા માંગું છું કે કોઇ પણ રુચિકર એકાદ શુભ કાર્યને પકડી લો ને પછી જીવનનો બધો જ ૨સ એમાં રેડી દો ! પછી જોઇ લો મજા ! તમારા કાર્યથી તમારા આત્માને એક ઊંડો પરિતોષ થશે. જીવનમાં ધન્યતાની - કૃતાર્થતાની લાગણી અનુભવાશે. અત્યાર સુધી તમને આવો ઊંડો પરિતોષ થયો નથી. કારણ કે તમે એક પણ અનુષ્ઠાન હૃદયનો રસ રેડીને કરી શક્યા નથી. અર્ધા મનથી કરેલું કાર્ય ક્યાંથી સંતોષ આપી શકે ? હું ગ્લાન મુનિઓની સેવામાં એવો પરોવાઇ જતો - એવો ઊંડો ઊતરી જતો કે બીજું બધું ભૂલાઇ જતું. મારે છઠ્ઠનું પારણું કરવાનું છે, આયંબિલનું વહોરવા જવાનું છે, એ પણ ભૂલાઇ જતું. કોઇક બે-ત્રણ વાર યાદ કરાવે ત્યારે યાદ આવતું. રસપૂર્વક જે કાર્ય કરવામાં આવે તેનાથી તમને અને બીજાને - બંનેને સંતોષની ઊંડી અનુભૂતિ થાય છે. તમે ક્યારેક આત્મ કથાઓ • ૨૪ આ પ્રયોગ કરી જોજો. નાના-નાના કાર્યમાં રસ રેડજો. પછી જીવનમાં કેવી પ્રફુલ્લિતતા મહોરી ઊઠે છે, એ જોજો... સ્વારસ્યથી કરવામાં આવતા કાર્યની મજા જ કોઇ ઓર હોય છે. સેવાનો અભિગ્રહ કોઇએ મને પરાણે ન્હોતો આપ્યો, મેં જ લીધો હતો. પરાણે કાર્ય કરવામાં આવે તે તો વેઠ છે, સ્વારસ્યથી થતું કાર્ય સ્વયં આનંદરૂપ છે. મારી સેવાની બધા પ્રશંસા કરતા હતા. મને ખૂબ-ખૂબ ધન્યવાદ આપતા હતા. આથી મારો ઉત્સાહ વધી જતો એ કબૂલ, પણ, કોઇ મારી પ્રશંસા કરે - માટે હું સેવા ન્હોતો કરતો. સેવા એ મારો સ્વભાવ બની ગયો હતો. મોર નાચે છે, ફૂલ ખીલે છે, સૂર્ય ઊગે છે, વાદળ વરસે છે, એ એમનો સ્વભાવ છે. એ બદલામાં પ્રશંસા થોડી જ ઇચ્છે છે ? તમે પ્રશંસા કરો કે ન કરો, ખીલવું ને સુગંધ વેરવી એ ફૂલનો સ્વભાવ છે. તમે ધન્યવાદ આપો કે ન આપો ટહુકવું એ કોયલનો સ્વભાવ છે, ઊગવું એ સૂર્યનો સ્વભાવ છે, નાચવું એ મોરનો આનંદ છે. એક દિવસ છટ્ટનું પારણું હતું. આયંબિલ કરવા હું બેસી રહ્યો હતો. કોળિયો મોંમાં મૂકવાની તૈયારી કરતો જ હતો ત્યાં અચાનક જ એક આગંતુક સાધુ આવી ચડ્યા અને જોરથી બોલવા લાગ્યા : “અલ્યા ! નંદી ! ભૂખડી બારસની જેમ બસ... સીધો ભોજન પર તૂટી જ પડ્યો ? અમે તો સાંભળ્યું છે કે તું માંદા મુનિઓની સેવા કર્યા વિના જમતો નથી. આવી ખોટી પ્રચાર-લીલા ? સેવા ન થતી હોય તો શા માટે આવો પ્રચાર ? દુનિયાને ઉલ્લુ બનાવવા ? સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ? મારા એક સાથી મુનિ ગામ બહાર છે. બહુ જ બીમાર છે. એમને અત્યારે ને અત્યારે શુદ્ધ જળની જરૂર છે. તું જો ખરો સેવાભાવી હોય તો આવ સેવા કરવા.’ હું કાંઇ કહું તે પહેલાં જ તીક્ષ્ણ વાગ્બાણોનો વરસાદ વરસી પડ્યો. છટ્ટનું પારણું હોય ! કકડીને ભૂખ લાગી હોય ! આહાર સામે હોય અરે... કોળીયો હાથમાં જ હોય ત્યાં જ આવા તીખા વચનોના પ્રહાર કોઇ કરે તો કેવું લાગે ? “અરે... મુનિ ! સેવા કરવાની હું ક્યાં ના પાડું છું? તમે મને સાંભળો તો ખરા ! મને સાંભળ્યા પહેલાં જ મારી બદબોઈ આત્મ કથાઓ . ૦ ૨૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ કરો છો ? શું સમજો છો તમારા મનમાં ? મેં સેવાનો અભિગ્રહ લીધો તેથી શું તમે ધણી થઇ ગયા ? આ તો અમારી મરજી છે એટલે સેવા કરીએ છીએ... તમારા જેવાનું મોઢું જોઇ સેવા નથી કરતા. બહુ જો તમે બોલ-બોલ કરતા હો તો કરો. જાઓ નથી કરવી સેવા... તમે શું કરી લેવાના છો ? સેવા કરવી ન કરવી મારા હાથની વાત છે. હું કાંઇ તમારો નોકર નથી કે આમ જેમ-તેમ સંભળાવો છો. બોલવામાં કાંઇક વિવેક તો જોઇએ કે નહિ ? સાધુ થઇને તમે જેમ-તેમ બોલો છો તે તમને શોભે છે ? મને તમે ભૂખડીબારસ કહો છો... પણ તમે કેવા છો ? હું ભૂખડીબારસ છું કે કેવો છું ? - એ જરા મારા સહવર્તી મુનિઓને પૂછો તો ખરા ! પ્રચાર-લીલા કરી છે કે પોતાની મેળે મારી સેવાની સુવાસ પહોંચી ગઇ છે ? મારી કીર્તિથી તમારા પેટમાં તેલ તો નથી રેડાતું ને ? રેડાતું હોય તો છો રેડાય... પણ હું આજે તમારી સેવા માટે નથી આવવાનો. તમે એક મારી પ્રશંસા નહિ કરો તો ચાલશે. પ્રશંસા કરનારી દુનિયા બીજી ઘણી મોટી છે. આમ પણ તમારા જેવા પ્રશંસા કરે એ વાતમાં માલ નથી. કારણ કે તમારી જીભ જ તલવાર છે. આમાં પ્રશંસાની આશા રાખવી જ વ્યર્થ છે.” ધાર્યું હોત તો આ પ્રમાણે હું જવાબ આપી શકતા... હા... જો સેવા એ મારો માત્ર બતાવવાનો બુરખો હોત, સેવા નકલી હોત તો જરૂર એ પ્રમાણે મેં જવાબ આપ્યો હોત, પણ મારી સેવા અસલી હતી. સેવા એ મારો સ્વભાવ હતો. કોઇ પણ પદાર્થ પોતાના સ્વભાવથી અળગો શી રીતે થઇ શકે ? સાકર મીઠાશથી અલગ હોઇ શકે ? મીઠું ખારાશથી જુદું હોઇ શકે ? ચંદન સુવાસથી ભિન્ન હોઇ શકે ? નહિ... મીઠાશ સાકરનો, ખારાશ મીઠાનો ને સુવાસ ચંદનનો સ્વભાવ છે. સ્વભાવ કદી અલગ થઇ શકે નહિ. સ્વભાવ એ કાંઇ શરીર પરનું કપડું નથી કે ફાવે ત્યારે ઓઢી શકાય ને ફાવે ત્યારે કાઢી શકાય. સ્વભાવ તો ચામડી છે... સદા સાથે રહેનાર ! શરીર પરથી તમે વસ્ર કાઢી શકો, પણ ચામડી ઓછી કાઢી શકો ? હું મારા સ્વભાવભૂત બનેલા સેવા-ગુણને શી રીતે કાઢી શકું ? આહાર-પાણી એક-બાજુ મૂકી હું એ મુનિ સાથે શુદ્ધ જળની આત્મ કથાઓ • ૨૬ એષણા માટે નીકળી પડ્યો. પણ જે ઘરે જાઊં ત્યાં અશુદ્ધ જળ મળે... શુદ્ધ જળ મળે જ નહિ... આખરે ઘણા ઘરે ફર્યા પછી મુશ્કેલીથી એક ઘરે શુદ્ધ જળ મળ્યું. તે લઇને હું પેલા મુનિ સાથે ગામ બહાર ગયો. એ મુનિને અતિસાર - ઝાડા થયા હતા. બગડેલા કપડાં-શરીર વગેરે હું પાણીથી સાફ કરવા માંડ્યો. જેમ જેમ સાફ કરું તેમ તેમ વધુ ને વધુ દુર્ગંધ આવતી ગઇ ! મને કાંઇ સમજાયું નહિ. આવું કેમ બને છે ? રોગી મુનિ તો મને જોતાંવેંત જ ત્રાટકી પડ્યા : “સેવાની પૂંછડી ! મોટી સેવાની વાત કરે છે ને અમે અહીં કેટલાય સમયથી પડ્યા છીએ, હેરાન થઇએ છીએ તેનું તને કાંઇ ભાન છે ? કોઇને હેરાન કરીને પછી સેવા કરવાનો દેખાવ કરવો... વાહ ભઇ ! તારો અભિગ્રહ તો બહુ જોરદાર... !'' આ અને આવું કેટલુંય હું સાંભળતો જ રહ્યો. આપણે જેની સેવા કરતા હોઇએ તેના તરફથી જ ગાળોનો વરસાદ વરસે તો આપણને કેવું લાગે ? આપણને મનમાં થઇ જાય - એક તો સેવા કરીએ... ને ઉપરથી ગાળો સાંભળવી ? એવી સેવા અમારે નથી કરવી. પ્રશંસા કરવાનું તો ઘેર ગયું. આ તો સામેથી કૂતરાની જેમ બચકાં ભરે છે !' આવો વિચાર આવવાનું કારણ શું ? આપણે જેની સેવા કરતા હોઇએ છીએ તેના તરફથી પ્રશંસાની અપેક્ષા રહે છે... પણ અપેક્ષાથી વિપરીત ગાળોનો વરસાદ મળતાં આપણે વિચલિત બની જઇએ છીએ. વળી, માનવ-મનની બીજી પણ એક ખાસિયત યાદ રાખવા જેવી છે. કોઇ પણ માણસ બીજાના અહેસાનમાં આવવા તૈયાર હોતો નથી. જેની આપણે સેવા કરીએ છીએ એ આપણા અહેસાનના ભાર નીચે દબાઇ જાય છે. આપણે પણ એ કરેલો ઉપકાર વારંવાર સંભળાવતા રહીએ છીએ. આથી પેલાને હીણપત લાગે છે. હીણપતના એ ભાવમાંથી છૂટવા એ આપણી એકદમ ઉપેક્ષા કરતો થાય છે, આપણને જોતાં જ એ મોઢું ફેરવી લે છે. આથી આપણને લાગે છે ઃ હાય ! હાય ! દુનિયા કેટલી કૃતઘ્ન થઇ ગઇ છે ? હવે પેલો સામુંય નથી જોતો ! ગરજ સરી ને વૈદ વેરી ! આવું કાંઇ ન થાય માટે જ કહેવામાં આવ્યું છે કે ઉપકાર કરીને આત્મ કથાઓ • ૨૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ તરત જ ભૂલી જાવ. અરે... ઉપકાર પણ એ જ રીતે કરો જેથી સામાને ખ્યાલ પણ ન આવે કે કોણ ઉપકાર કરી રહ્યું છે ? જો આ માનવ-સ્વભાવ ખ્યાલમાં આવી જાય તો જેની સેવા કરીએ તેના તરફથી કદાચ વિપરીત પ્રતિભાવ મળે તો પણ આપણું મન વિચલિત ન થાય... આપણા નિર્ધારિત માર્ગથી આપણે ખસીએ નહિ. એ રોગી મુનિ ચાલી શકે એમ તો હતા જ નહિ. મેં એમને મારા ખભે બેસાડ્યા અને ઉપાશ્રય તરફ ચાલ્યો. ઝાડાનો રોગ જોરદાર હતો. રસ્તામાં પણ ઝાડા ચાલુ જ રહ્યા. એમના જ નહિ, મારા પણ કપડાં અને શરીર વગેરે બધું જ બગડી ગયું. ભયંકર દુર્ગધ આવવા માંડી. વળી, ભરબજારે મારે એમને લઇ જવાના હતા. હું ધીરે ધીરે ચાલું તો કહે : “અલ્યા ! આમ રગશિયા ગાડાની જેમ ધીરે ધીરે ચાલીશ તો મને ઉપાશ્રયમાં ક્યારે પહોંચાડીશ ? કાંઇ અક્કલ છે કે નહિ ? નંદિ ! સાચે જ તું અક્કલમાં પણ નંદિ જ છે. નંદિ એટલે શું સમજે છે ? ક્યાંથી સમજે ? અક્કલ હોય તો સમજે ને? નંદિ એટલે પોઠિયો, બળદિયો. બોલ બળદિયા ! બળદિયામાં અક્કલ હોય ? બોલે તો બળદિયો શાનો? ચાલ બળદિયા ! હવે જલ્દી ચાલ.” આથી હું જલ્દી-જલ્દી ચાલવા માંડ્યો. તો કહે : “અલ્યા બળદિયા ! આમ મોટા-મોટા આંચકા આપીને મને રસ્તામાં જ મારી નાખવો છે કે શું ? બરાબર ચાલતાંય શીખ્યો નથી. ચાલતાંય આવડતું નથી અને સેવા કરવા ચાલી નીકળ્યો છે. હવેથી ચાલતાં શીખી આવજે. પછી સેવાનું નામ લેજે. નહિ તો સેવાના નામે બીજાને હેરાન જ કરતો રહીશ.” | તમને પણ સેવા કરતાં ઘણી વખત આવો અનુભવ થતો હશે. ઠંડું લાવીએ તોય દુઃખ ! ગરમ લાવીએ તોય દુઃખ ! ઓછું લાવીએ તોય દુઃખ ! વધુ આવી જાય તોય દુઃખ ! ગમે તેટલું કરો તોય સાંભળવું જ પડે ! સેવા પણ કરવી અને સાંભળવુંયે ખરું ! સેવા એ સહેલું કામ નથી હોં ! આથી જ પેલા કવિએ કહ્યું : “સેવાધર્મ: પરમગહનો યોગિનામપ્યગમ્યઃ” સેવા ધર્મ એટલો બધો ગહન છે કે યોગીઓ માટે પણ મુશ્કેલ છે. આત્મ કથાઓ • ૨૮ મને કહેતાં આનંદ થાય છે કે યોગીઓ માટે પણ જે મુશ્કેલ છે, તે સેવા મારા માટે સરળ બની ગઇ હતી, મારી રગ-રગમાં વણાઇ ગઇ હતી. આથી જ આવા અવસરે હું સમતા દાખવી શક્યો... એટલું જ નહિ, પણ મનોમન હું વિચારી રહ્યો : “ખરેખર હું કેવો કમભાગી છું કે આ ગ્લાન મુનિને હું પૂરેપૂરી સાતા આપી શકતો નથી ? પ્રભુ ! કૃપા કરો અને મને એવી શક્તિ આપો, જેથી હું એમને સાતા આપી શકું, સમાધિ આપી શકું !' ઉપાશ્રયમાં આવીને જોયું તો હું સ્તબ્ધ બની ગયો. ન માંદા મુનિ ! ન સાથી મુનિ ! ન ઝાડાની દુર્ગધ ! મારી આંખોની સામે એક તેજોવર્તુલ પેદા થયું ને એમાં એક દેવ પ્રગટ થયો. એ બોલ્યો : “હે મહાત્મનુ ધન્ય હો આપને ! ધન્ય સેવા ! ધન્ય સમતા ! હું સ્વર્ગલોકનો દેવ છું. ઇન્દ્રના મુખે તમારી સેવાની પ્રશંસા સાંભળતાં તમારી પરીક્ષા કરવા હું આવ્યો છું. મને તો શ્રદ્ધા હોતી કે એક માનવમાં આટલી ધીરતા હોય. પણ મને કહેતાં આનંદ થાય છે કે મારી પરીક્ષામાંથી આપ સાંગોપાંગ વિજેતા બનીને બહાર આવ્યા છો. મહાત્મનું ! મેં જ આપની પરીક્ષાર્થે બે સાધુઓનું રૂપ લીધેલું. ખરેખર આપનો સેવાનો ગુણ અજોડ છે, ઇન્દ્ર કહ્યો તેથી પણ અધિક છે. મેં આપની ઘણી કદર્થના કરી છે. પ્રભુ ! મને માફી આપજો.” હું આ દેવ-લીલા જોઇ રહ્યો. ક્ષણવારમાં બધું સમેટાઇ ગયું ! જાણે કાંઇ બન્યું જ હોતું ! જાણે એક સ્વપ્ન હતું. આવ્યું અને ચાલ્યું ગયું! ત્યાર પછી મેં બાર હજાર વર્ષ સુધી તપ અને સેવાની અખંડ સાધના ચાલુ રાખી. આયુષ્યની સમાપ્તિ નજીક જાણી છેવટે મેં અનશન લીધું. છેલ્લી પળોમાં મારી વિચારધારા બદલાઇ ! મેં મનોમન નિયાણું કર્યું : “જો મારા તપનો કોઇ પ્રભાવ હોય તો આગામી જન્મમાં હું સેંકડો સ્ત્રીઓને પ્રિય બનું !” નાનપણમાં સ્ત્રીઓથી થયેલી કદર્થનાના સંસ્કારો આજે બાર હજાર આત્મ કથાઓ • ૨૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ - (8) હું અષાઢાચાર્ય ક વર્ષો પછી પણ જડમૂળથી ગયા હોતા. ખરેખર સંસ્કાર બળવાન હોય છે. મારા જેવો ઘોર તપસ્વી, જબરદસ્ત સેવાભાવી મુનિ પણ સંસ્કારોની સામે હારી ગયો. ત્યાંથી મૃત્યુ પામીને હું મહાશુક્ર દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને વસુદેવ બન્યો. વસુદેવને તો તમે ઓળખો છો ને ? શ્રીકૃષ્ણનો પિતા હું વસુદેવ પોતે ! પૂર્વના નિયાણાના કારણે હું બોતેર હજાર સ્ત્રીઓનો વલ્લભ બન્યો ! કોણ જાણે ? સ્વર્ગ કે નરક હશે કે નહિ ? રોજ હજારો માણસો મરે છે - એમાંથી કોક તો સ્વર્ગે જતું હશે ને ? તો કોઇ કહેવા કેમ નથી આવતું? એકાદે તો આવવું જોઇએ ને? તમને આવો વિચાર ક્યારેક આવી જતો હશે. ખરુંને? તમને જ નહિ, મને પણ આવો વિચાર ઘણીવાર આવી જતો. પણ પછી મનને હું સંભાળી લેતો : ‘રે જીવ ! આ તે શું વિચાર્યું ? સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું હોય તે સાચું જ હોય. આમાં શંકા શાની ? શંકાથી તો સમકિત જતું રહેશે.' અને હું એ વિચાર તરત જ ખંખેરી નાખતો. પણ... એમ સમજી જાય તો મન શાનું? નહિ માનવું એ મનનો સ્વભાવ છે. કહ્યાથી ઊલટું કરવું - એ મનનો સ્વભાવ છે. હું જેમ જેમ મનના એ વિચારને દબાવવા લાગ્યો તેમ તેમ એ વિચાર વધુ ને વધુ ઊછળવા લાગ્યો. દબાયેલી સ્પ્રિંગની જેમ ! હું કોઇ સામાન્ય માણસ નહોતો, મોટો જૈનાચાર્ય હતો. અનેક શિષ્યોનો ગુરુ હતો. અનેક ભક્તોનો આરાધ્ય હતો. છતાં મારા અંતરમાં શંકાનો આ કીડો સળવળ્યા જ કરતો - ખરેખર સ્વર્ગ હશે ? હોય તો કોઇ કેમ કહેવા આવતું નથી ? ન હોય તો શા માટે આ બધા કષ્ટો વેઠવા ? ગમે તે રીતે મારે નક્કી તો કરી જ લેવું જોઇએ કે છે કે નહિ? એક વખતે મને અવસર મળી ગયો. મારો એક શિષ્ય મરણ-પથારીએ પડ્યો. હું નિર્ધામણા કરાવવા લાગ્યો. મેં તેને કહ્યું : વત્સ ! તું જો મૃત્યુ પામીને સ્વર્ગે જાય તો મને સમાચાર આપવા જરૂર આવજે. તારું ચિત્ત નવકારમાં છે. હું પણ તને નવકાર સંભળાવી રહ્યો છું. એટલે તારી સદ્ગતિ તો નક્કી જ છે. જો તું સ્વર્ગના સમાચાર મને આપીશ તો મારું મન શલ્યરહિત બનશે. હું નિઃશંકપણે ધર્મની આરાધના કરી શકીશ. એ શિષ્ય મને હા પાળી, વચન આપ્યું. આત્મ કથાઓ • ૩૧ આત્મ કથાઓ • ૩૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ હું રોજ વાટ જોવા લાગ્યો. જ્યારે દેવ આવશે ? વાટ જોતાં-જોતાં કેટલાય મહિનાઓ વીતી ગયા... પણ કોઇ દેવ-બેવ આવ્યો નહિ. મારી શંકા જરા મજબૂત થઇ. સાચે જ આ જગતમાં ક્યાંય સ્વર્ગ નથી. સ્વર્ગ એ માત્ર ધાર્મિક લોકોનું આશ્વાસન છે. ચલો, કાંઇ વાંધો નહિ. અહીં તો સુખ ન મળ્યું. હવે ધર્મના પ્રભાવે મને સ્વર્ગમાં સુખ મળશે. એક સામાયિકથી ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ સુધી સ્વર્ગનું સુખ મળે. મેં તો કેટલા બધા સામાયિક કર્યા છે ? ઓહ! હવે તો મને સ્વર્ગમાં લીલાલહેર ! - આમ બિચારા ભોળા ધર્મી લોકો આસ્થામાં ને આસ્થામાં જીવ્યા કરે. ગધેડાની આગળ ઘાસનો પૂળો બતાવો એટલે એ બિચારો દોડ્યા જ કરે... દોડ્યા જ કરે.. પૂળો કદી એના મોઢા સુધી ન આવે. કારણ કે એ તો ગધેડા પર બેઠેલા માણસના હાથમાંની લાકડીમાં બાંધેલો છે. ગધેડો જેટલું દોડે, પૂળો એટલો જ આગળ રહે. ધર્મી લોકો પણ બિચારા ગધેડા જેવા છે. સ્વર્ગના પૂળાને જોઇ દોડ્યા જ કરે... પણ સ્વર્ગ કદી હાથમાં ન આવે. પણ... મારે શા માટે ગધેડા બનવું ? પૂળો મળવાનો જ ન હોય તો દોડવાનો કોઈ અર્થ ખરો ? ફરી મારો બીજો શિષ્ય મૃત્યુ-પથારીએ પડ્યો. એની પાસેથી પણ મેં સ્વર્ગથી આવવાનું વચન લીધું. પણ એય ન આવ્યો. આમ ચાર-ચાર શિષ્યો પાસેથી મેં વચન લીધું, પણ એકેય મને કહેવા ન આવ્યો. હવે તમે જ કહો : માણસની ધીરજ ક્યાં સુધી ટકે ? - હવે મને પાકા પાયે ખાતરી થઇ ગઇ કે સ્વર્ગ નથી જ ! આ બધો ધરમ ખોટો છે, ધતિંગ છે. માત્ર માનસિક આશ્વાસન જ છે ! જો સ્વર્ગ હોય જ નહિ તો શા માટે આ બધા સંયમના કષ્ટો સહવા ? ઠંડી-ગરમીમાં ઉઘાડે પગે વિહારો કરવા, વાળ ખેંચાવવા, ઘેર ઘેર ભિક્ષા માટે ફરવું, તપશ્ચર્યા કરવી - આ બધું શા માટે ? દુનિયા આખી મોજ કરે અને આપણે હાથે કરીને કષ્ટ ઉઠાવવા ? જરૂર શી છે? કાંઇ વાંધો નહિ. હજુ પણ સમય છે. હજુ એકદમ હું ઘરડો નથી થયો. થોડી જિંદગી બાકી છે. ગઇ તે જિંદગી ગઇ, પણ બાકીની જિંદગી તો સફળ બનાવું ! લોકો કેવા સુંદર નાટકો જુએ છે ! કેટલું સુંદર નાચે છે ! કેવા સુંદર આત્મ કથાઓ • ૩૨ વસ્ત્રો પહેરે છે ! કેટલું સ-રસ આરોગે છે ! આખી દુનિયા આનંદમાં રહે અને હું દુઃખમાં રહું ? નીરસ જીવન ગાળું ? હું કોઇ મોકાની વાટ જોવા લાગ્યો. એક વખતે હું એકલો જઇ રહ્યો હતો. રસ્તામાં સુંદર નાટક ચાલતું હતું. આમેય નાટક જોવાની કેટલાય વખતથી ઇચ્છા હતી જ. અનાયાસે જ આવો મોકો મળી જતાં હું ત્યાં જ નાટક જોવા ઊભો રહી ગયો. નાટક એટલું તો સુંદર હતું અને હું એવો એ જોવામાં પરોવાઇ ગયો કે કેટલો વખત વહી ગયો તે પણ ખ્યાલ ન આવ્યો. નાટક પૂરું થયું ત્યારે પૂરા છ મહિના વીતી ગયા. પણ એ તો પછીથી ખ્યાલમાં આવ્યું. ત્યારે તો નાટકમય બની ગયો હતો. એટલો રસ આવવા માંડેલો કે સમય જેવી ચીજ જાણે જગતમાંથી ખોવાઇ ગઇ હતી ! | નાટક જોઇને (વેષ તો સાધુનો જ હતો) હું જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક બાળક મળ્યું. એના શરીર પર કિંમતી ઘરેણા હતાં. મારું મન લલચાયું. સંસારમાં પ્રવેશ કરવા હું ક્યારથીયે વિચારી રહ્યો હતો, પણ પૈસા વિના સંસારમાં કિંમત શી ? પૈસા શી રીતે કમાવા તે પણ હું જાણતો નહોતો. વળી મોટી ઉંમરે બીજો ધંધો થઇ પણ શું શકે ? એના કરતાં અત્યારથી જ કોઈ વ્યવસ્થા કરી હોય તો સારું ! નહિ તો સંસારમાં પૈસા વિના કોઇ ભાવ નહિ પૂછે. હું આટલું તો સારી રીતે જાણતો હતો. પૈસા વિનાના માણસોની કફોડી સ્થિતિ મેં જોઇ હતી. હું ક્યારથીયે પૈસા મેળવવાના ઉપાયો વિચારી રહ્યો હતો. પણ હજુ સુધી એકેય ઉપાય સફળ ન્હોતો બન્યો. આજે વગર માંગ્યે જાણે સામેથી ઉપાય મળી ગયો હતો ! કુદરતે જાણે મને બાળકરૂપે ભેટછું મોકલ્યું હતું. આવી તક ચૂકું તો મારા જેવો મૂર્ખ કોણ ? મેં એ બાળકને પૂછ્યું : “તું કોણ છે ?' ‘હું રાજાનો પુત્ર છું.' ક્યાં જાય છે ?' ‘ફરવા જાઊં છું.’ ‘તારું નામ શું ?” આત્મ કથાઓ • ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ‘પૃથ્વીકુમાર.' ‘પૃથ્વીકુમાર’ શબ્દ પૂરો થયો - ન થયો ને મેં એ બાળકને એક હાથથી પકડ્યો. બીજા હાથે જોરથી ગળું દબાવ્યું. એ કાંઇ ચીસ પાડે એ પહેલાં તો બધો ખેલ ખલાસ થઇ ગયો ! એક કીડીની અજાણતાંય હત્યા થઇ જાય તો કમકમી ઊઠનારો આજે હું બાળકનો હત્યારો બની ગયો હતો ! વિવેક ભૂલે એટલે માણસ ક્યાં જઇને પહોંચે ! એના શરીર પર રહેલા બધા દાગીના મેં લઇ લીધા અને નાખ્યા પાતરામાં ! આજે હું ખુશ-ખુશાલ હતો. વણમાંગે જાણે સોનાનો વરસાદ વરસ્યો હતો. થોડીવાર પછી બીજું બાળક મળ્યું. એનું નામ હતું : અકુમાર ! એનાય મેં એ જ હાલ કર્યા. એના દાગીના પણ લૂંટી લીધા. આજે હું સાધુમાંથી શેતાન બન્યો હતો ! મુનિમાંથી ખૂની બન્યો હતો ! પછી ક્રમશઃ તેજકુમાર, વાયુકુમાર, વનસ્પતિકુમાર અને ત્રસકુમાર - આ બધાયની મેં હત્યા કરી નાખી. મેં આવા નામોનો રહસ્યાર્થ પણ ન વિચાર્યો. પૃથ્વી, અપુ, તેજ - આવા નામો કોણે પાડ્યા ? એ પણ ન પૂછ્યું - આવા નામોવાળા માણસો આજ સુધી સાંભળ્યા નહોતા, છતાં મેં એના પર કાંઇ વિચાર્યું નહિ. મારી બુદ્ધિ પર મોહના પડલો બાઝેલા હતા. આમાં બીજા કોઇ વિચાર આવે જ ક્યાંથી? મને તો એક જ ચીજ દેખાતી હતી : પૈસો... પૈસો... સોનું... સોનું... સોનું... ! એ મેળવવા હું ગમે તે હદે જવા તૈયાર થઇ ગયો હતો ! આગળ જતાં રસ્તામાં એક સાધ્વીજી મળ્યા. તેમની સાથે મેં ધર્મની વાતો કરી. ધર્મની વાતો કરતાં-કરતાં મને અંદરથી ઝાટકો લાગવા માંડ્યો : અરે નઠારા આચાર્ય ! આ તે શું કર્યું? છ-છ બાળકોની હત્યા કર્યા પછી ધર્મની વાતો કરતાં શરમ નથી આવતી ? બાળકોની હત્યા મને અંદર ને અંદર ખટકવા માંડી, જિંદગીમાં જેણે જાણી જોઇને કીડી પણ ન મારી હોય એ જ વ્યક્તિ આવેશમાં છ-છ બાળકોને મારી નાખે.. આત્મ કથાઓ • ૩૪ પછી શું થાય ? આવેશ શાંત થતાં જ અંતઃકરણ ડંખવા લાગે. મારું પણ અંતઃકરણ રડવા લાગ્યું : બિચારા કેવા નિર્દોષ બાળકો ! જાણે ગુલાબના ફૂલો ! મેં તેને કેવી નિર્દયતાથી કચડી નાખ્યા ! જો કોઇને ખબર પડી તો મારું શું થશે ? હત્યા થતાં તો થઇ ગઇ, પણ હવે હું કંપી રહ્યો હતો. આગળ જતાં લશ્કર સાથે રાજા મળ્યો. મને જોતાં જ રાજા હાથી પરથી નીચે ઊતર્યો અને મને વંદન કર્યું. મારી ચારે બાજુ સૈનિકો ઘેરી વળ્યા. રાજાએ મને કહ્યું : “ગુરુદેવ ! મને આહાર-પાણીનો લાભ આપો ! મેં કહ્યું : “ખપ નથી.” જો કે મને ભૂખ હતી, પણ અત્યારે ના જ પાડવી પડે, એમ હતું. કારણ કે પાત્રામાં ઘરેણાં હતા. વહોરવું શેમાં ? પણ રાજા જબરો નીકળ્યો. એણે તો મારી ઝોળી ખેંચી. અંદરના ઘરેણાં બહાર ઊછળ્યાં. - ઘરેણાં જોઇ રાણી ચીસ પાડી ઊઠી : “અરે... આ તો આપણા જ બાળકોનાં ઘરેણાં છે. જે છ બાળકોને આપણે શોધવા નીકળ્યા છીએ તેમને આ સાધુડાએ મારી નાખ્યા લાગે છે. પકડો... પકડો... આ દુષ્ટને !” હું પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો. મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. માં નીચે ઘાલી હું રડવા લાગ્યો : “અરેરે ! મેં પાપીએ આ શું કર્યું ? હવે ક્યાં જાઉં? આ રાજા મને હવે શૂળીએ લટકાવશે. ન સંયમનું પાલન કર્યું. ન સંસાર ભોગવી શક્યો ! હત્યારા તરીકે ઓળખાયો. હાય ! હાય ! મારું શું થશે? દુનિયા મેં દોનોં ગયે, માયા મિલી ન રામ ! પશ્ચાત્તાપ પૂર્વકનું રુદન કરતાં-કરતાં મેં સામું જોયું તો આશ્ચર્ય ! ન રાજા ! ન સેના ! ન બાળકો ! ન ઘરેણાં ! મારી સામે તેજથી ઝળહળતી કોઇ દિવ્ય આકૃતિ ઊભી હતી. એણે કહ્યું : ગુરુદેવ ! મને ઓળખ્યો? હું મૃત્યુ-પથારીએ પડેલો ચોથો શિષ્ય ! મરી અને હું દેવ થયો છું. આ નાટક, બાળકો, રાજા, સેના વગેરે મારું જ સર્જન હતું. આપની પરીક્ષા માટે મેં આ બધું કર્યું હતું. ગુરુદેવ ! આપની કૃપાથી મૃત્યુ પામીને હું આત્મ કથાઓ • ૩૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ - (૪) હું અવંતીસુશ્રુમાલ હ સ્વર્ગમાં ગયો છું. સ્વર્ગ એ કલ્પના નથી, પણ નક્કર હકીકત છે. નવો ઉત્પન્ન થયેલો દેવ, નાટક, નૃત્યાદિ જોવામાં એવો તલ્લીન બની જાય છે કે એમાં હજારો વર્ષો વીતી જાય છે. એટલા વર્ષોમાં તો માણસોની પેઢીઓની પેઢીઓ પસાર થઇ જાય છે. એટલે કોઇ કહેવા આવી શકતું નથી. આપે હમણાં જે નાટક જોયું તે છ મહિના ચાલ્યું... છતાં આપને ખબર પડી ? ઔદારિક શરીરમાં પણ જો છ મહિના સુધી કાંઇ ખ્યાલ ન આવે તો વૈક્રિય શરીરની તો વાત જ શી ? ગુરુદેવ ! હવે તો આપના મનમાંથી શંકાનો કીડો નીકળી જ ગયો હશે ! હવે આપ સ્થિર મનથી સંયમની આરાધના કરી શકશો... એવો વિશ્વાસ છે. પરીક્ષા કરતાં આપને મેં કષ્ટો આપ્યા તે બદલ માફી માંગું છું.' આટલું કહી દેવ અદશ્ય થઇ ગયો. પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરતો હું પુનઃ સંયમમાર્ગમાં સ્થિર થયો. એવી દૃઢતાથી સંયમની મેં સાધના કરી કે આગળ જતાં હું કેવળજ્ઞાની બન્યો. પછી તો સ્વર્ગ... નરક વગેરે બધું જ મને મારા જ્ઞાનમાં દેખાવા લાગ્યું ! આખા અવંતીદેશમાં મારું નામ જાણીતું હતું. હું એટલો બધો સુકુમાર (સુકોમળ) હતો કે મારા જેવો આખાય અવંતીમાં બીજો કોઇ ન્હોતો. આથી લોકો મને ‘અવંતીસુકુમાલ' કહેતા. ધીરે-ધીરે મારું એ જ નામ પ્રસિદ્ધ થઇ ગયું. અત્યંત વૈભવી જીવનમાં હું ઊછરેલો હતો. દુ:ખનો પડછાયો પણ મેં કદી જોયો હોતો, પણ અચાનક જ મારા જીવનમાં એવી ઘટના ઘટી કે મને મારા સુખો વિષ્ટા જેવા તુચ્છ લાગવા માંડ્યા. એક વખતે મારા ઘેર એક મહાન આચાર્ય શ્રી આર્ય સુહસ્તી પોતાના વિશાળ પરિવાર સાથે ઊતર્યા. અમે સૌએ મહાત્માઓની ખૂબ જ સારી રીતે ભક્તિ કરી. રાત્રિના સમયે હું સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મને મધુર અવાજ સંભળાવા લાગ્યો. હું ધ્યાનથી એ અવાજ સાંભળવા લાગ્યો... શું આ નાટક છે? હું વિચારમાં પડ્યો. પણ સમજાયું - આ તો સાધુઓનો અવાજ છે. ઓહ ! કેવા અપ્રમત્ત છે આ મુનિઓ ! રાત્રિના સમયે પણ સ્વાધ્યાય છોડતા નથી. સ્વાધ્યાય તો એમનો શ્વાસ લાગે છે ! અત્યંત ધ્યાનપૂર્વક સાંભળતા મને લાગ્યું : ઓહ ! આ તો કોઇ દેવવિમાનનું વર્ણન લાગે છે. પણ આ દેવવિમાન તો મેં ક્યાંક જોયું લાગે છે ! ક્યાં જોયું છે ? મેં મારા ભૂતકાલીન મનને પૂછ્યું, “બોલ મન ! તેં આ વિમાન ક્યાં જોયું છે ? ક્યાં જોયું છે ? જલદી જવાબ આપ : ક્યાં જોયું છે ? તારા સ્મૃતિભંડારને શોધ અને મને જવાબ આપ. અને મને ખરેખર કમાલ કરી. એ જવાબ શોધીને જ લાવ્યું. અજાગૃત મનથી જવાબ મળી ગયો. આજે મને પહેલીવાર સમજાયું : મન માત્ર આ જ ભવની હકીકતો યાદ નથી રાખતું, પણ અગણિત ભવોની હકીકતો તે પોતાનામાં સમાવીને બેઠું છે. એમાંના એકાદ-બે ભવની હકીકત આપણને યાદ આવી જાય એટલે આપણે તેને “જાતિસ્મરણ' કહીએ છીએ. જાતિસ્મરણ એ બીજું કાંઇ નથી, આપણા જ ભૂતકાલીન સુષુપ્ત મનની જાગૃતિની આછેરી ઝલક આત્મ કથાઓ • ૩૭ આત્મ કથાઓ • ૩૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. મને એ ઝલક મળી. એના પ્રકાશમાં મેં જોયું : ગયા ભવમાં આ જ વિમાન (નલિનીગુલ્મ નામનું દેવવિમાન)માં હું દેવ હતો. ઓહ ! રૂપથી લસલસતી તેજથી તરવરતી એ અપ્સરાઓ ! રત્નોથી ઝગમગતા થાંભલાઓ ! થાંભલાઓથી શોભતું સભાસ્થાન ! એકેએક વસ્તુ અદ્ભુત ! ક્યાં એ દેવના અદ્ભુત સુખો અને ક્યાં આ માણસોના ગંધાતા સુખો ? ક્યાં એ દિવ્યદેહમયી દેવાંગનાઓ ? ક્યાં આ વિષ્ટા અને હાડકાની ગંધાતી કોથળી જેવી માનવ સ્ત્રીઓ ? ક્યાં એ દિવ્ય સુખ ? ક્યાં આ અશુચિ સુખ ? છટ્... આને તે કાંઇ સુખ કહેવાય ? આ તો દુઃખનું જ બીજું નામ છે. ના... ન જોઇએ આવા વિષ્ટા જેવા સુખો. મારું મન હવે માનવીય સુખોથી કંટાળી ગયું. બત્રીસ-બત્રીસ રૂપાળી રમણીઓ પણ દેવાંગનાઓ યાદ આવતાં ગંધાતી ગટર લાગવા માંડી. પણ મને નવાઇ એ લાગી કે મહારાજ પાસે આ વિમાનની માહિતી ક્યાંથી ? શું તેમણે એ વિમાન જોયું હશે ? નક્કી ત્યાં જવાનો માર્ગ તેઓ પાસે હોવો જોઇએ. હું તો તરત જ તેમની પાસે પહોંચી ગયો. પૂછ્યું : ‘મહારાજ ! તમે નલિનીગુલ્મ વિમાન જોયું છે ?’ ‘ના.’ “તો તમને એની માહિતી ક્યાંથી મળી ?’ ‘શાસ્ત્રની આંખથી.’ “એટલે ?’ “અમારા શાસ્ત્રો સર્વજ્ઞ ભગવંતોએ રચેલા છે. આથી સંપૂર્ણ સંવાદી છે. આ શાસ્ત્રની આંખના સહારે અમે અહીં બેઠા-બેઠા ત્રણેય લોકને જાણી શકીએ છીએ.’ ‘એમ ?” બહુ નવાઇભર્યું કહેવાય, પણ મને નલિનીગુલ્મ વિમાનમાં જવાનો માર્ગ બતાવો. મારે ત્યાં જવું છે. આચાર્ય ભગવંતે કહ્યું : ભદ્ર ! ત્યાં જવા માટે કોઇ નિસરણી નથી, આ સંયમ દ્વારા ત્યાં જઇ શકાય. મારે તો ગમે તે ભોગે નલિનીગુલ્મ વિમાનમાં જવું જ હતું. મેં કહ્યું : “મને સંયમ આપો. જો કે લાંબાકાળ સુધી સંયમ પાળવાની મારી આત્મ કથાઓ • ૩૮ કોઇ શક્તિ નથી, પણ હું ઇંગિની અનશન કરી મારું કલ્યાણ કરી લઇશ.” રાત્રિનો સમય હતો એટલે ત્યારે તો આચાર્યદેવ શી રીતે દીક્ષા આપે ? પણ હું ખૂબ જ અધીર બન્યો હતો. મેં મારી મેળે જ લોચ કરી લીધો. મારી અદમ્ય તમન્ના જોઇ ગુરુદેવે મને રજોહરણ વગે૨ે આપ્યું. આમ રાત્રે જ મારી દીક્ષા થઇ ગઇ. મારા કુટુંબીઓને કાંઇ જ ખબર પડી નહિ. હું તો રાતોરાત કંથરવનમાં કાયોત્સર્ગ કરવા નીકળી પડ્યો. હું નાનપણથી જ અત્યંત લાડકોડમાં ઉછરેલો હતો, મેં અત્યંત વૈભવી ઠાઠથી જીવન ગુજારેલું હતું. કદી ઊઘાડા પગે ચાલેલો નહિ, વળી હું અત્યંત કોમળ હતો. મારા પગને તમે અડકો તો તમને એમ જ લાગે : જાણે માખણનો પિંડો ! ગામ બહાર વનમાં જ્યાં મેં પગલા માંડ્યા કે કાંટા વાગવા માંડ્યા. લોહી નીકળવા માંડ્યું. ભયંકર પીડા થવા માંડી. પણ મને ક્યાં એની પડી હતી ? હું તો મારી ધૂનમાં હતો. સ્મશાનમાં જઇ હું કાયોત્સર્ગમાં અચલપણે ઊભો રહી ગયો. હવે થયું એવું કે મારા લોહીની ગંધથી એક ભૂખી શિયાળ પોતાના બચ્ચા સાથે મારી પાસે આવી પહોંચી. મારા પગને કરડી-કરડી માંસ ખાવા લાગી. સામાન્ય રીતે જીવતા માણસની પાસે શિયાળ આવે નહિ, ગભરાઇને ભાગી જ જાય. પણ તેને એટલી અસહ્ય ભૂખ લાગેલી કે તેનો ભય પણ ભાગી ગયો. વળી મેં કોઇ પ્રતિકાર કર્યો નહિ એટલે એ તો મજેથી મારા પગ ખાવા લાગી. હું તો બ્રહ્મધ્યાનમાં લીન બની ગયો, શરીરથી પર બની ગયો. શરીરથી પર બન્યા વિના આવી ભયંકર પીડા શી રીતે સહન થાય ? પીડા પણ ક્યાં સુધી ? લગાતાર ત્રણ-ત્રણ પહોર સુધી. પહેલે પહોરે પગ, બીજા પહોરે સાથળ, ત્રીજા પહોરે પેટ - શિયાળે પરિવાર સહિત ખાવા માંડ્યું. તમે કહેશો આટલા વખત સુધી માણસ જીવતો શી રીતે રહી શકે ? મરી ન જાય ? યાદ રાખો : જ્યાં સુધી માણસના મર્મસ્થાન સલામત હોય ત્યાં સુધી હાથ-પગ વગેરે કપાવા છતાં પણ માણસ જીવતો રહી શકે છે. હું પણ આટલો વખત જીવતો જ રહ્યો હતો. હા, એટલું ખરૂં કે મારા પગ ખવાઇ ગયા એટલે તરત જ હું નીચે ધરતી પર પડી ગયો. આટલી ભયંકર પીડામાં પણ દેવગુરુની કૃપાએ હું સમાધિ જાળવી શક્યો. આત્મ કથાઓ • ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ - (૫) હું ભૂગાવવી શક ઘણી વખત એવું થાય છે કે માણસ પાસે ખાસ વિશિષ્ટતા હોય છે, એના જ કારણે એ દુઃખી બને છે. ગુણ જ એની મુશ્કેલીનું કારણ બને છે. ચંદનના ઝાડ જ શા માટે કપાય છે ? હાથી, ચમરી ગાય અને કસ્તુરી હરણોની કતલ શા માટે થાય ત્રણ-ત્રણ પહોરની અત્યંત ભયંકર, શબ્દોમાં કહી ન શકાય તેવી વેદના અનુભવી હું મૃત્યુ પામ્યો. મરીને ક્યાં ગયો ? જ્યાંથી આવ્યો હતો તે જગ્યાએ પહોંચી ગયો. જે મારે જોઇતું હતું તે મને મળી ગયું. નલિની ગુલ્મ વિમાનમાં મારે જવું હતું, હું ત્યાં પહોંચી ગયો. સવારે મને ન જોતાં મારા ઘરમાં ધમાચકડી મચી ગઇ. આખરે આચાર્ય ભગવંતે કહ્યું : તમારા પુત્રે જાતે જ રાત્રે દીક્ષા લીધી છે અને કાયોત્સર્ગ કરવા કંથરવનમાં જતા રહ્યા છે. આ સાંભળતાં જ બધા સ્તબ્ધ બની ગયા. મારી મા ભદ્રા, મારી બત્રીસેય પત્નીઓ વગેરે સવારે ત્યાં ગયા. જોયું તો મારું હાડપિંજર માત્ર ત્યાં પડ્યું હતું ! બધા છાતી ફાટ રુદન કરવા લાગ્યા. મારી પત્નીઓએ તો વૈરાગ્યવાસિત થઇ દીક્ષા લઇ લીધી. બત્રીસમાંની એક, જે ગર્ભવતી હતી, તે ઘરમાં રહી. તેને પુત્ર થયો. મોટો થઇ તેણે મારી સ્મૃતિ માટે ત્યાં મંદિર બનાવ્યું. જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, કાલાંતરે તે (મહાકાલ) મંદિરનો કબજો અજૈનોએ જમાવ્યો. પ્રતિમાને ધરતીમાં દાટી ઉપર શિવલિંગ બનાવ્યું. કાલાંતરે આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણ મંદિર સ્તોત્રથી પ્રતિમાને પ્રગટ કર્યા. અવંતી પાર્શ્વનાથ તરીકે ઓળખાતી આ પ્રતિમા આજે પણ ઉજ્જૈનમાં વિદ્યમાન છે. તમે ઉર્જન તરફ જાવ ત્યારે અચૂક દર્શન કરજો. દર્શન કરતાં-કરતાં મારી કથા યાદ કરજો અને મારા જેવી ક્ષમા ધારણ કરવા પ્રયત્નશીલ બનજો. ફૂલો કેમ તોડવામાં આવે છે ? કાંટા શા માટે નહિ ? ચંદન પાસે સુવાસ, હાથી પાસે દાંત, ચમરી ગાય પાસે પૂંછડી, કસ્તુરી હરણ પાસે કસ્તૂરી તથા ફૂલો પાસે સુગંધી સૌંદર્યરૂપ વિશિષ્ટતા છે માટે. દુનિયાનું આવું વિચિત્ર સ્વરૂપ જોઇને જ કોઈકે કહ્યું છે : नैर्गुण्यमेव साधीयो धिगस्तु गुणगौरवम् ।। शाखिनोऽन्ये विराजन्ते खण्ड्यन्ते चन्दनद्रुमाः ॥ (નિર્ગુણતા જ સારી ચીજ છે. ગુણોને ધિક્કાર હો. બીજા ઝાડો લહેર કરે છે. જ્યારે ચંદનના ઝાડો કપાયા કરે છે.) મારા જીવનમાં પણ આવું જ બન્યું હતું. મારું વિશિષ્ટ રૂપ જ મારી અનેક આપત્તિઓનું કારણ બન્યું હતું. મારા પતિ હતા - કૌશાંબીના રાજા શતાનીક ! એક વખતે મારા પતિદેવે ચિત્રસભા તૈયાર કરાવવા અનેક ચિત્રકારો રોક્યા. એમાં એક ચિત્રકારે મારું ચિત્ર આલેખ્યું. ચિત્ર સુંદર બન્યું હતું, પણ તોય પતિદેવનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. વાત એમ બની કે ચિત્રમાં સાથળના સ્થાને તલ હતું. વસ્તુતઃ મારી સાથળમાં તલ હતું જ. મારા પતિદેવના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો : આ હરામખોર ચિત્રકારે મારી પત્નીને ભ્રષ્ટ કરી છે. સાચે જ જ્યાં પ્રેમ વધુ હોય છે ત્યાં શંકા પણ જલદી ગાઢ બની જાય છે. આત્મ કથાઓ • ૪૦ આત્મ કથાઓ • ૪૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ પતિદેવે તો એ ચિત્રકારનો વધ કરવાનો હુકમ જ આપી દીધો. ત્યારે બીજા ચિત્રકારોએ વિનંતિ કરી : રાજનું! આ ચિત્રકાર પાસે એવી દૈવી શક્તિ છે કે તે કોઈ પણ પદાર્થનો કે વ્યક્તિનો એક અંશ જુએ તે પરથી આબેહુબ તેનું ચિત્ર બનાવી આપે છે. વિશ્વાસ ન હોય તો અખતરો કરી જુઓ. રાજાએ ચિત્રકારને પૂછતાં તેણે જણાવ્યું : “રાજનું! સાકેતનગરમાં હું ચિત્રકલા શિખવા ગયેલો. ત્યાંનો સુરપ્રિય યક્ષ દર વર્ષે એક ચિત્રકારને મારી નાખતો; એનું જે ચિત્ર બનાવે તે જ ચિત્રકારને ! જો ચિત્રકાર ચિત્ર ન બનાવે તો નગરના લોકોને ખાઇ જાય. હું જે ઘરમાં ઊતર્યો હતો તે ઘરના ચિત્રકાર તરીકે જવાનો ક્રમ આવ્યો હતો. મેં રડતી વૃદ્ધાને અટકાવીને કહ્યું : આ વર્ષે હું જઇશ. તમે ચિંતા ના કરશો. વૃદ્ધાએ ઘણી ના કહી છતાં હું ઊપડ્યો. પવિત્ર કિંમતી વસ્ત્રો પહેરી, ચંદનાદિથી પૂજા કરી મેં તેનું ચિત્ર આલેખ્યું અને સ્તુતિ કરતાં કહ્યું : “હે યક્ષ ! મોટા-મોટા ચિત્રકારો પણ આપનું ચિત્ર આલેખવા સમર્થ નથી તો હું નાનો બાળક કોણ? છતાં આ ચિત્ર ભક્તિથી આલેખ્યું છે. આમાં કાંઇ આડું-અવળું થયું હોય તો માફી ચાહું છું.” મારી નમ્રતાથી યક્ષ ખુશ-ખુશ થઇ ગયો. મને વરદાન માંગવાનું કહેતાં મેં સર્વ ચિત્રકારોને અભયદાન આપવાનું વરદાન માંગ્યું. આથી યક્ષ બમણો રાજી થયો ને કહ્યું : આ તો તે બીજા માટે માંગ્યું. તારા માટે શું ? આથી મેં માંગ્યું : “હે યક્ષરાજ ! મને એવું વરદાન આપો કે જેથી કોઇ પણ વસ્તુ કે વ્યક્તિનો કોઇ એકાદ અંશ જોવા મળી જાય તેના પરથી હું આખુંય યથાર્થ ચિત્ર બનાવી શકું.” યક્ષે મને તેવું વરદાન આપ્યું. આથી જ હું કોઇના પણ આબેહુબ ચિત્રો બનાવી શકું છું. રાજનું! બે દિવસ પહેલા મેં આપની રાણી મૃગાવતીના હાથનો અંગૂઠો જોયેલો. તેના પરથી આ આખું ચિત્ર બનાવી કાઢ્યું છે. ચિત્ર બનાવતાં સાથળની જગાએ પોતાની મેળે પીંછીમાંથી કાળો રંગ પડ્યો. ત્રણ-ત્રણ વાર સાફ કરવા છતાં એ રંગ વારંવાર પડવા લાગ્યો એટલે મેં એમને એમ રહેવા દીધું છે. નથી તો મેં રાણીના મુખને જોયું કે નથી મેં સાથળ જોઇ ! આપ મારી પરીક્ષા પણ કરી શકો છો.” આત્મ કથાઓ • ૪૨ રાજાએ ચિત્રકારને કૂબડી દાસીનું મોઢું બતાવ્યું. મોઢા પરથી આબેહુબ ચિત્ર તેણે બનાવી આપ્યું. રાજાની શંકા તો દૂર થઇ, પણ અંદરનો ડંખ ન ગયો ! ઇર્ષ્યા અને ક્રોધથી રાજાએ ચિત્રકારના જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો. બસ... અહીંથી મારા પર પનોતીની શરૂઆત થઇ ગઇ. પોતાની નિર્દોષતા-નિરપરાધતા સિદ્ધ કરી આપવા છતાં પોતાની આવી કદર્થનાથી ચિત્રકાર રોમ-રોમમાં સળગી ઊઠ્યો : આ શતાનીકનો બદલો ન લઉં તો મારી ચિત્રકળા પાણીમાં ગઇ ! એણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. ઘણી વખત મોટા માણસો નાના માણસોને તુચ્છ સમજીને તેમનો તિરસ્કાર કરી નાખતા હોય છે. પણ આ જ નાના માણસો ક્યારેક ભારે પડી જતા હોય છે. નાનો મચ્છર આખા હાથીને ઊંચો-નીચો કરી શકે છે. નાનું છિદ્ર આખી હોડીને સાગરના તળિયે મૂકી શકે છે. નાની ચિનગારી આખું મકાન ખાખ કરી શકે છે. નાની ફોડી આખા શરીરને હચમચાવી શકે છે. માટે જ ડાહ્યા માણસે કોઇને પણ તુચ્છ સમજી એની અવગણના નહિ કરવી જોઇએ. ફોતરા સાવ તુચ્છ જ છે ને ? પણ છતાં એ પણ પોતાના સ્થાને મહત્ત્વપૂર્ણ છે. ડાંગરમાંથી ફોતરાને કાઢી નાખો. શું થશે ? ડાંગર ફરી ઊગવાની શક્તિ ગુમાવી બેસશે. કોણે કહ્યું : ફોતરા સાવ તુચ્છ છે ? ફોતરાનું પણ આટલું મહત્ત્વ હોય તો માણસનું કેટલું ? એ તમે જ વિચારી લો. 1 ખિજાયેલો પેલો ચિત્રકાર મારું ચિત્ર લઇ ઉજ્જૈનના ચંડપ્રદ્યોત રાજા પાસે પહોંચ્યો. ચંડપ્રદ્યોતની કામુકતા વિષે તો તમે સાંભળ્યું જ હશે ? રૂપાળી સ્ત્રીઓ પર પોતાનો જ અધિકાર છે, એમ એ માનતો. મારું ચિત્ર જોતાં જ એ વિહળ બની ગયો, ને મારા પતિદેવ શતાનીક રાજા પર દૂત દ્વારા સંદેશો મોકલ્યો : ‘તારી મૃગાવતી મને સોંપી દે. ભૂલથી તારી પાસે એ આવી ગઇ છે. કુદરતની એ ભૂલ હું સુધારી લેવા માંગું છું.” મારા પતિદેવે તો ચોખ્ખું કહી દીધું : ‘તું દૂત છે એટલે અવધ્ય છે. બાકી તારા રાજાને કહેજે કે પારકાં બૈરાં પ્રત્યે કુનજર કરતાં આત્મ કથાઓ • ૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ શરમ નથી આવતી ? મારે આધીન સ્ત્રી પ્રત્યે પણ જેની આવી નજર બગડે એ પોતાની પ્રજાનું રક્ષણ શી રીતે કરશે ?' દૂત દ્વારા શતાનીક રાજાનો આવો મક્કમ જવાબ સાંભળી ક્રોધાંધ અને કામાંધ ચંડપ્રદ્યોત અમારી નગરી પર હુમલો કરવા વિશાળ લશ્કર સાથે ચડી આવ્યો. આ સમાચાર સાંભળતાં જ મારા પતિદેવને એટલો આઘાત લાગ્યો, માનવની અધમતાની પરાકાષ્ઠા જોઇ એટલી ચોટ લાગી કે એમનું હૃદય જ બંધ પડી ગયું, પ્રાણપંખેરૂ ઊડી ગયું. હું ક્ષણવારમાં વિધવા બની ગઇ! અચાનક જ બધી જવાબદારી મારા પર આવી પડી... પણ હું એમ ગભરાઇ જાઉં તેવી ન્હોતી. રાજકીય આંટીઘુંટી ઘણી જોઇ હતી. એક તો સ્ત્રી સ્વભાવથી જ મુત્સુદ્દી હોય, ને તેમાંય રાજકીય આટાપાટાનો અનુભવ મેળવેલો હોય તો પૂછવું જ શું ? પણ... મને મારા શીલની ચિંતા હતી. મારા નાના પુત્ર ઉદયનની ચિંતા હતી. મારી પ્રજાના રક્ષણની ચિંતા હતી. શરૂઆતમાં તો શું કરવું ? કાંઇ સૂઝ્યું નહિ. પણ તરત જ બધી નિરાશા ખંખેરી હું જવાબદારીઓ પ્રત્યે સાવધાન થઇ ગઇ. જવાબદારી આવી પડે છે ત્યારે પોતાની મેળે જ અંદર સુષુપ્ત પડેલી શક્તિઓ જાગૃત થઇ ઊઠે છે. ભય, યુદ્ધ કે કટોકટીના સમયમાં નબળામાં નબળો માણસ પણ બળવાન બની જાય છે. કારણ કે ત્યારે તેની બધી જ શક્તિઓ એક સાથે જાગૃત થઇ કામે લાગી જાય છે. મેં મારી સ્ત્રીસહજ બુદ્ધિ તરત જ કામે લગાડી. હું જાણતી હતી કે ચંડપ્રદ્યોતને લશ્કરી તાકાતથી જીતવો મુશ્કેલ છે. જો હું સૈનિક-શક્તિથી લડવા જઇશ તો અવશ્ય હારી જઇશ. મારી શીલ-રક્ષા ભયમાં મૂકાઇ જશે અને મારી પ્રજા પણ બરબાદ થઇ જશે. શીલ-રક્ષા માટે જો હું આપઘાત કરીશ તો મારા નાના પુત્ર ઉદયનનું ભવિષ્ય શું ? આમ તો રાજનીતિ એમ કહે છે કે બળવાનનું શરણું લઇ લેવું. પણ જો હું તેમ કરું તો શીલની રક્ષા કરવી મુશ્કેલ થઇ જાય. સ્ત્રી આત્મ કથાઓ - ૪૪ સહજ કપટ-કળા જ અહીં અજમાવવી ઠીક રહેશે - મારું હૃદય બોલી ઊઠ્યું. શીલાદિની રક્ષા માટે કપટ કરવું પડે તો એમાં પાપ નથી. એ હું સારી પેઠે જાણતી હતી. મેં દૂત દ્વારા ચંડપ્રદ્યોતને સંદેશો મોકલાવ્યો : “રાજન્ ! હવે તો આપ જ મારા સ્વામી છો. પણ આપ જાણો છો કે જો હું અત્યારે મારા નાના બાળકના ભરોસે આ નગરી છોડીને આપની સાથે આવી જાઉં તો શત્રુરાજાઓને તો મોટી તક મળી જાય. આપ કહેશો કે હું બેઠો છું પછી કયા શત્રુની આંખ ઊંચી કરવાની તાકાત છે ? પરંતુ આપ તો રહો ઉજ્જૈનમાં અને શત્રુઓ રહે છે અહીં નજીકમાં... સાપ ઓશીકા નીચે અને ઔષધિઓ હિમાલયમાં... ઉપચાર શી રીતે થાય ? માટે મારી આપને વિનંતી છે કે મારો સ્વીકાર કરતાં પહેલાં કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી આપો. ઉજ્જૈનની ઇંટો ખૂબ જ મજબૂત હોય છે - એમ મેં સાંભળ્યું છે. તો આપને તો ઉજ્જૈનની ઇંટો દ્વારા કિલ્લો બનાવવો ડાબા હાથનો ખેલ છે. કિલ્લો બની જાય પછી હું આપની શરણમાં જ છું." મારા આવા સંદેશાથી ચંડપ્રદ્યોત રાજી-રાજી થઇ ગયો : વાહ ! મૃગાવતી સામે ચડીને મને ઝંખે છે ! મારા જેવા રૂપવાન અને બળવાનને કોણ ન ઝંખે ? શતાનીકથી એ આમેય કંટાળી ગઇ હશે ! નમાલો પતિ કઇ સ્ત્રીને ગમે ? આખરે તો કુદરત યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મેળવી જ આપે છે. જુઓને ! કુદરતે શતાનીકને સ્વર્ગલોકમાં પહોંચાડી દીધો... મૃગાવતીને મારા માટે તૈયાર કરી આપી !! સાચે જ હું સૌભાગ્યશાળી છું ! - આવા કઇ વિચારોથી ગાંડા-ઘેલા બનેલા ચંડપ્રદ્યોતે ઉજ્જૈનથી ઇંટો મંગાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. એ મૂરખને ક્યાં ખબર હતી કે આ જ કિલ્લો મને ભારે પડવાનો છે ? કોશેટાને ક્યાં ખબર હોય છે કે મારા જ તંતુઓ મારા માટે ખતરનાક બનશે ? કિલ્લો બની ગયા પછી મેં બીજા સંદેશા દ્વારા ચંડપ્રદ્યોત પાસેથી ધન, ધાન્ય, બળતણ આદિથી આખી નગરીને સમૃદ્ધ બનાવી દીધી. બસ... હવે ચોટલી મારા હાથમાં આવી ગઇ. મેં તરત જ કિલ્લાના બધા જ દરવાજા બંધ કરાવી દીધા. આત્મ કથાઓ • ૪૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ ચંડપ્રદ્યોતને મારી મુત્સદગીરીનો હવે ખ્યાલ આવી ગયો. એ વિલખો પડી ગયો ! એનું મોટું કાળું થઇ ગયું ! જાણે ફળ-ભ્રષ્ટ થયેલો વાંદરો ! પણ એમ એ કાંઇ ગાંજ્યો જાય તેવો ન હતો. કૌશાંબીની આસપાસ તેણે પોતાનું લશ્કર ગોઠવી દીધું. મેં કિલ્લા પર સુભટોને ગોઠવી દીધા. કિલ્લા પરથી સુરક્ષાપૂર્વક મારા સુભટો ચંડપ્રદ્યોતના સૈન્ય પર પ્રહાર કર્યે જતા હતા. આમ કેટલીય વખત વીતી ગયો. એક વખત મને વિચાર આવ્યો : રે જીવ ! જીવન તો આમ ને આમ વહી જશે.. આ જીવન શું એમ ને એમ એળે જવા દેવું છે ? આયુષ્ય કેટલું ક્ષણભંગુર છે ? નજરની સામે જ પતિદેવ પરલોક ચાલ્યા ગયા. જમનું તેડું ક્યારે આવે. શો ભરોસો? ભગવાન શ્રી મહાવીરસ્વામી હજુ પૃથ્વી તટ પર વિહરી રહ્યા છે. તો શા માટે એમના ચરણોમાં સમર્પિત બની મારા જીવનને સફળ ન બનાવું? પણ હું કમભાગી છું કે કિલ્લામાં પૂરાયેલી છું. આ કિલ્લામાંથી તો હવે ભગવાન જ બહાર કાઢી શકે. અને બીજા જ દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામી કૌશાંબીના પાદરે સમવસર્યા. મનોરથની સાથે જ મને પ્રાપ્તિ થઇ ગઇ. આપણે પ્રભુને સાચા હૃદયથી સમરીએ તો પ્રભુ આવે જ. પ્રભુ સામે આપણે એક ડગલું ભરીએ તો પ્રભુ આપણી સામે નવ્વાણું ડગલાં ભરતાં આવે જ. ભક્ત જ પ્રભુને ઝંખે છે એવું નથી. ભગવાન પણ ભક્તને ચાહે છે, શોધે છે. મારા મનોરથને જાણીને જ ભગવાન કૌશાંબીમાં આવ્યા હતા. ભગવાનના પદાર્પણના સમાચાર મળતાં જ હું નિર્ભય બની ગઇ. પ્રભુ સ્વયં નિર્ભય છે - બીજાને પણ નિર્ભય બનાવે છે. માટે જ પ્રભુ ‘અભયના દાતા' કહેવાય છે. કિલ્લાના દરવાજા ખોલી હું ઠાઠમાઠપૂર્વક ભગવાનને વાંદવા ચાલી. ચંડપ્રદ્યોત પણ આવ્યો. હા... એ પણ મારી જેમ ભગવાનનો ભક્ત હતો ! અમે બંને ભગવાનના સમવસરણમાં હતા... પણ કોઇ ઉપદ્રવ નહિ, કોઇ અનિચ્છનીય પ્રસંગ બન્યો નહિ. ભગવાનનો આ જ તો પ્રભાવ આત્મ કથાઓ • ૪૬ છે. એમની હાજરી માત્રથી જ બધા જ ઉપદ્રવો ઊભી પૂંછડીએ ભાગી છૂટે. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોઈ શકે. પ્રભુ હોય ત્યાં ઉપદ્રવ ન હોઈ શકે. દેશનામાં ભગવાને વિષય-વાસનાની ભયંકરતા સમજાવી, એક પુરુષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો : ‘યા સા ?” ભગવાને કહ્યું : “સા સા.” | ‘થાસા સાસા' નો અર્થ ગૌતમસ્વામીએ પૂછ્યો - ત્યારે ભગવાને પૂછનારનો પૂર્વભવ બતાવ્યો. ચંપાનગરીનો સ્ત્રીલંપટ સોની ૫૦૦ સ્ત્રીઓનો પતિ હતો. વસ્ત્ર, ભૂષણ વગેરે બાબતમાં અતિશય કનડગતથી ત્રાસેલી સ્ત્રીઓએ એકવાર તેની ગેરહાજરીમાં સુંદર વસ્ત્રાદિના પરિધાન કર્યા. આથી અચાનક આવી પહોંચેલા ક્રોધાંધ સોનીએ એક સ્ત્રીને મારી નાખી. આથી ક્રોધે ભરાયેલી ચારસો નવાણું સ્ત્રીઓએ અરીસાઓના પ્રહારથી સોનીને મારી નાખ્યો. પછી પશ્ચાત્તાપ કરતી સ્ત્રીઓએ અગ્નિસમાધિ લીધી. અકામ-નિર્જરાથી તેઓ (૪૯૯) પુરુષ બન્યા અને જંગલમાં લૂંટારા બન્યા. પેલી સ્ત્રી બ્રાહ્મણને ત્યાં પુરુષ રૂપે જન્મી ને પેલો સોની એની નાની બેનરૂપે જમ્યો. એક વખત નાની બેન રડતી હતી ત્યારે ભાઇનો હાથ અચાનક જ ગુહ્યાંગ તરફ જતાં તે શાંત થઇ ગઇ. હવે તે રડતી બંધ કરવા આમ સદા કરવા લાગ્યો. માતા-પિતાને ખબર પડતાં તેને ઘરમાંથી હાંકી કાઢ્યો. ૪૯૯ સાથે ભળી જઇ એ પણ લુંટારો બન્યો.. યુવાવસ્થામાં કુલટા બનેલી તે સ્ત્રીને લુંટારાઓએ પોતાની પત્ની બનાવી. પ00 વચ્ચે એક જ તે પત્ની બની ! ઇર્ષાળુ એટલી કે બીજી આવેલી સ્ત્રીને કૂવામાં ધક્કો મારી, મારી નાખી. આથી શંકિત બનેલા પેલા બ્રાહ્મણે મને પૂછ્યું : શું તે મારી બેન છે ? મેં કહ્યું : હા.. તે જ છે. આ સાંભળીને તે બ્રાહ્મણ - પુત્રે વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને પલ્લીમાં જઇ ચારસો નવ્વાણું લુંટારાઓને પણ પ્રતિબોધ આપી દીક્ષા આપી. આત્મ કથાઓ • ૪૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનના પ્રકાશમાં મેં જોયું કે મારા ગુરણીજીની પાસેથી કાળો સાપ પસાર થઇ રહ્યો છે. મેં હાથ જરા સંથારાની અંદર મૂક્યો. ઝબકીને જાગેલા મારા ગુરુણીજીએ હાથને અડવાનું કારણ પૂછ્યું ત્યારે મેં સત્ય વાત જણાવી. ગુરુણીજીએ પૂછ્યું : “આવા અંધારામાં કાળો સાપ તને શી રીતે દેખાયો? તને કોઇ જ્ઞાન થયું છે કે શું? કયું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્રતિપાતી ?” મેં કહ્યું : ‘અપ્રતિપાતી.' બસ... થઇ રહ્યું. મારા ગુરુણી પણ એવા પશ્ચાત્તાપની ગંગામાં ઝીલવા લાગ્યાં કે એમને પણ કેવળજ્ઞાન થઇ ગયું. મળેલી કિંમતી ચીજ સૌ પ્રથમ ગુરુ-ચરણે ધરવી જોઇએ - એ નિયમનું અહીં સહજ રીતે પાલન થઇ ગયું હતું. કામાંધતાની ભયંકરતા પ્રભુએ આબેહૂબ દર્શાવી. દેશનાના અંતે મેં કહ્યું : “પ્રભુ ! ચંડપ્રદ્યોતની આજ્ઞા મેળવીને હું પણ દીક્ષા લઇશ.” પછી મેં ચંડપ્રદ્યોત પાસે જઈને કહ્યું : “તમારી સંમતિ હોય તો મારે દીક્ષા લેવી છે. મારો પુત્ર તો મેં તમને સોંપી જ દીધો છે.” ભગવાનના પ્રભાવથી ચંડપ્રદ્યોતનું વૈર શાંત થઇ ગયું હતું. તેણે મારા પુત્ર ઉદયનને કૌશાંબીનો રાજા બનાવ્યો અને મને દીક્ષાની રજા આપી. અંગારવતી આદિ આઠ સ્ત્રીઓ સાથે મેં પ્રભુ પાસે દીક્ષા લીધી. સાધ્વી પ્રમુખા આર્યા ચંદનબાળાની હું શિષ્યા બની. અધ્યયન, સેવા આદિમાં હું લયલીન બની ગઈ. સંસારમાં કદી હોતો આવ્યો એવો આનંદ મને સંયમ જીવનમાં પ્રત્યેક પળે આવવા માંડ્યો. કેટલાક વર્ષો પછી ભ. શ્રી મહાવીરદેવ સાથે હું ફરી કૌશાંબીમાં આવી. એક દિવસે સૂર્ય-ચન્દ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુના દર્શનાર્થે આવેલા... હું સમવસરણમાં બેસી રહી. મારાં ગુણી ચંદના તો સમય થતાં ચાલ્યા ગયાં, પણ મને કોઇ ખ્યાલ રહ્યો નહિ. કારણ કે સૂર્યચન્દ્રના કારણે ચારે તરફ અજવાળું-અજવાળું હતું. સૂર્ય-ચન્દ્ર ચાલ્યો જતાં એકદમ અંધારું થઇ જતાં હું હાંફળી-ફાંફળી થતી જલદી-જલ્દી મુકામે આવી. મારાં ગુરુણીજીએ મને શાંતભાવે ઠપકો આપતાં ફક્ત એટલું કહ્યું : “તમારા જેવા કુલીનને આટલું મોડું આવવું ન શોભે !” બસ... થઇ રહ્યું. મને જોરદાર ઝાટકો લાગ્યો. અરેરે... મારા માટે થઇને ગુણીજીને આટલું બોલવું પડે ? હું કેવી પ્રમાદી ? કેવી અવિનીત ? ક્યારે મારું કલ્યાણ થશે ? - હું પશ્ચાત્તાપની ધારામાં વહેવા લાગી. પશ્ચાત્તાપની મારી ધારા એવી તીવ્ર બની કે એમાં મારા બધા જ ઘાતી કર્મો તણાઇ ગયા. મારી અંદર અનંત શક્તિનો વિસ્ફોટ થયો. જેના માટે હું બધી સાધના કરતી હતી તે કેવળજ્ઞાને આવીને મારા કંઠે વિજયમાળા પહેરાવી. હું કેવળજ્ઞાની બની ગઇ. મારાં ગુરુણીજી હજુ છાસ્થ હતાં અને હું કેવળી બની ગઇ ! આત્મ કથાઓ • ૪૮ આત્મ કથાઓ • ૪૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ હશે. (૬) હું રોહિણિયો તમને કોઇ વ્યસન ખરું ? જેનું વ્યસન હોય તેના વિના તમને ન ચાલે, ખરુંને ? તમારામાંના ઘણાને ચાનું, બીડીનું, પાન-પરાગનું કે દારૂનું વ્યસન મને પણ વ્યસન હતું; ચોરીનું. તમને જેમ ચા વિના ન ચાલે, તેમ મને ચોરી વિના ન ચાલે ! ચોરી ન થાય એ દહાડે ઊંઘ ન આવે ! દિવસ વ્યર્થ લાગે ! આ વ્યસન મને વારસામાંથી મળ્યું હતું. મારો બાપ પણ ચોર હતો. મરતી વખતે એણે મને સલાહ આપી હતી કે - ચોરી એ તો આપણો બાપ-દાદાનો ધંધો છે. આ ધંધો જો તારે ચાલુ રાખવો હોય તો એક કામ તું કરજે. ઓલા મહાવીર નામના જાદુગરને તો તું ઓળખે છે ને ? એની વાણી ભૂલે-ચૂકેય કદી સાંભળીશ નહિ. એની વાણી સાંભળીને મારા કેટલાય સાથીદારોએ ચોરી મૂકી દીધી. એની વાણીમાં કોણ જાણે એવું કામણ છે કે એકવાર તું સાંભળે તો એની પાછળ પાગલ થઇ જાય. એવી મીઠાશ છે કે સાકર ને દ્રાક્ષ પણ તું ભૂલી જાય. એની વાણીએ તો શાલિભદ્ર, ધન્ના જેવા કેટલાય શેઠીયાઓને બાવા બનાવી દીધા ! આ તો હું જ એવો મજબૂત છાતીનો કે આજ સુધી એના પ્રભાવથી અલિપ્ત રહી શક્યો. પણ બેટા ! મને લાગે છે કે તું એટલો પાકો નથી. તું ઘણીવાર ઘણાની વાતમાં ભોળવાઇ જાય છે. તું આવા કાચા કાનનો છે - એટલે તને મારી ખાસ સલાહ છે કે જિંદગીમાં જો સુખી થવું હોય... બાપ-દાદાનો ધંધો ટકાવી રાખવો હોય તો કદી મહાવીરની વાણી સાંભળીશ નહિ.' મૃત્યુ-વખતની પિતાની સલાહ કયો દીકરો ન માને ? દરેક પુત્રને વિશ્વાસ હોય છે કે મૃત્યુ-સમયે મારા પિતાજી મને જે કહેશે તે હિત માટે જ કહેશે. બાપની હિત-શિક્ષા હું સાંભળી રહ્યો. હાથમાં પાણી લઇ બાપની આત્મ કથાઓ • ૫૦ સામે પ્રતિજ્ઞા કરી : ‘પિતાજી ! આજથી દૃઢ સંકલ્પ કરું છું કે કદી મહાવીરની વાણી નહિ સાંભળું.' પિતાજીને હવે શાંતિ થઇ. થોડીવારમાં એ મૃત્યુ પામ્યા. લોહખુર એમનું નામ હતું. આખી જિંદગી એમણે લુંટફાટ, ચોરી, ખૂન અને બળાત્કાર જેવા પાશવી કાર્યોમાં જ ગુજારી હતી. મને પણ એનો વારસો આપી ગયા હતા. સારું કુળ મળવું, સારા સંસ્કારો મળવા - એ કાંઇ ઓછા પુણ્યની વાત નથી. એ અર્થમાં મારા કરતાં તમે ઘણા પુણ્યશાળી કહેવાઓ. કારણ કે તમને કમ સે કમ મારા બાપ જેવો ઊંધી સલાહ આપનારો બાપ નથી મળ્યો. પિતાજીની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું હું અણીશુદ્ધ પાલન કરવા લાગ્યો. ચોરને પણ કોઇક ‘પ્રતિજ્ઞા’ તો હોય છે ! મહાવીર અવાર-નવાર રાજગૃહ નગરમાં આવતા. એમની વાણી સાંભળવા અનેક શ્રેષ્ઠીઓ, સામંતો, રાજાઓ વગેરે જતા. મારા જેવા ડાકુ પણ જતા અને એમનું જીવન બદલાઇ જતું. આવા સમાચાર મને મળતા ત્યારે હું ગુસ્સાથી છળી ઊઠતો : બિચારા સાવ કાનના કાચા ! કોઇની વાતમાં ભોળવાઇ ગયા ! ધંધો ખોયો ! બિચારાઓનું કુટુંબ હવે ભૂખે મરશે. જો કે હું ભોળવાઇ જાઉં તેવો નથી. છતાં વાણી સાંભળવા નહિ જ જાઉં ! પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા ! ઘણીવાર મહાવીર આવ્યા પણ હું એમની પાસે ન જ ગયો. એ ઉત્તરમાં હોય તો હું દક્ષિણમાં જતો. બની શકે ત્યાં સુધી તો હું દિશા જ બદલાવી નાખતો. ન છુટકે પાસે જવું જ પડે તો કાનમાં આંગળા ઘાલીને ભાગી છૂટતો. ભૂલે-ચૂકે પણ એમના શબ્દો મારા કાનમાં પેસી ન જવા જોઇએ. કાંટો પેસે તો વાંધો નહિ, પણ શબ્દો ન પેસવા જોઇએ. કાંટાથી જેટલો ડર ન્હોતો તેટલો ડર મને એમના શબ્દોથી હતો. આખી દુનિયા જે શબ્દો માટે ઝંખતી એ શબ્દોથી હું સેંકડો ગાઉ દૂર રહેવા પ્રયત્ન કરતો. પણ... એકવાર ભારે થઇ ગઇ. હું કાનમાં આંગળા ઘાલીને જોરથી આત્મ કથાઓ • ૫૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ દોડી રહ્યો હતો ત્યાં જ પગમાં જોરથી કાંટો વાગ્યો. જોરથી દોડતા હોઇએ તો કાંટો પણ જોરથી જ વાગે ને ! હQરીની ! માર્યા ઠાર ! આજે બચવું મુશ્કેલ છે. કાંટો કાઢવો હશે તો કાનમાંથી આંગળા કાઢવા જ પડશે. કાનમાંથી આંગળા કાઢીશ એટલે એ વાણી સંભળાઇ જ જશે. જૂઓ તો ખરા ! ભગવાને શરીર પણ કેવું આપ્યું છે ? ન જોવું હોય તો આંખ તમે મીચી શકો, પણ સાલું કાન મીચાતા નથી. કાન પર કોઈ ઢાંકણું નથી. કેટલું સારું જો કાન પણ મીચી શકાતા હોત ! ક્ષણવાર મને ભગવાનને પણ ગાળો આપવાનું મન થઇ ગયું ! આંખ મીચી શકાય ને કાન ન મીચી શકાય - આવું પક્ષપાતભર્યું વલણ શા માટે ? પણ એમ બબડવાથી શરીરમાં કશો ફરક પડવાનો હોતો. જે વસ્તુસ્થિતિ છે, એને સ્વીકાર્યા વિના છૂટકો ન્હોતો. મેં દુભાતા દિલે આંગળા કાચા અને જલદી-જલદી કાંટો કાઢ્યો. કાંટો કાઢતાં થોડીક વાર તો લાગે ને ? એટલી વારમાં મહાવીરના શબ્દો કાને પડ્યા : દેવો જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે. એમની આંખો પલકારા મારતી નથી. એમની પુષ્પમાળાઓ કરમાતી નથી. શરીર પર મેલ કે પસીનો હોતો નથી.” ભારે થઇ ગઇ ! હોતું સાંભળવું તોય સંભળાઇ ગયું ! ઘણી કાળજી પૂર્વક વર્ષોથી પાળેલી પ્રતિજ્ઞા આજે તૂટી ગઇ ! સંભળાઇ ગયું તો સંભળાઇ ગયું... હવે એ બધું સાંભળેલું હું ભૂલી જાઉં... મેં ભૂલવા પ્રયત્ન કરવા માંડ્યો... પણ આ શું? જેમ-જેમ એ ભૂલવા પ્રયત્ન કરવા માંડ્યો તેમ-તેમ વધુ ને વધુ એ વાણી અંદર ગુંજવા માંડી. મનનો એવો સ્વભાવ છે કે જેને ભૂલવા પ્રયત્ન કરો એ જ વસ્તુ વારંવાર યાદ આવ્યા કરે. મને વારંવાર એજ શબ્દો યાદ આવવા માંડ્યા. ભૂલવાના પ્રયત્નો બદલ પરિણામ એ આવ્યું કે એ શબ્દો - એ વાક્યો એકદમ કંઠસ્થ થઇ ગયા ! મેં મારો ધંધો ચાલુ જ રાખ્યો. મારી જબરદસ્ત ચોરીઓથી આખું રાજગૃહ નગર ત્રાહિમામ પોકારી ઊઠ્યું. મને પકડવા અનેક પ્રયત્નો થતા, આત્મ કથાઓ • પર અનેક સૈનિકો મારી પાછળ ફરતા, અનેક જાળ બિછાવાતી, પણ હું એ બધી જાળોમાંથી છટકી જતો ! ચાલાક ખરો ને ! આખરે દીકરો તો લોહખુરનો ને ! કઇ રીતે સ્વર બદલાવવો ? કઇ રીતે મોઢાના ભાવ બદલાવવા ? કઇ રીતે નિર્દોષ ચહેરો બતાવવો ? કઇ રીતે ભય છુપાવીને સહજ રીતે વ્યવહાર કરવો? ક્યાં છુપાઇ જવું? કઇ રીતે પ્રહાર કરવો? પકડાઈ જવાની શક્યતા - હોય તો ચોરીનો માલ કેમ ફેંકી દેવો ? વગેરે અનેક ઝીણી-ઝીણી બાબતોની મારા પિતાજીએ પદ્ધતિસર તાલીમ આપી હતી. અનેક અનુભવોમાંથી હું પસાર થઇ ચૂક્યો હતો. હું ‘પીઢ ચોર બની ચૂક્યો હતો. રાજા શ્રેણિક, મંત્રી અભય, કોટવાળો, સૈનિકો, પ્રજાજનો વગેરે બધા જ મને પકડવા આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા... છતાં હું બધાને હાથતાળી દઇ છટકી જતો હતો ! બોલો, મેં કેવી ચૌર્ય-કળા વિકસાવી હશે ? કેટલું સાહસ અને કેટલી ચાલાકી હું અજમાવતો હોઇશ ? ચોરીનો ધંધો એ તો હિંમતનો અને સાહસનો ધંધો છે. એમાં કાચા-પોચાનું કામ નહિ. ચોરીના ધંધાનો હું ગર્વ અનુભવતો હતો. જીવસટોસટના સાહસમાં મને આનંદ આવતો હતો. આમ કરવા દ્વારા જ હું ઝિંદાદિલી વ્યક્ત કરી શકતો હતો. કોઇ દિવસે નહિ પકડાઇ જનાર હું એક વખત પકડાઈ ગયો. ચોરી કરવા હું નગરની અંદર જતો હતો. પાછા ફરતી વખતે હું કિલ્લાને કુદી જતો હતો... પણ આ વખતે કિલ્લાની ચારેય તરફ સૈનિકોએ ઘેરો ઘાલ્યો હતો. એટલું સારું હતું કે મારી પાસે કોઇ ચોરીનો માલ ન્હોતો ! આ સારી તક હતી : પોતાને નિર્દોષ સિદ્ધ કરવાની ! પકડાઇ ગયો તો શું થયું ? હજુ છટકવાની - નિર્દોષ સિદ્ધ થવાની ઘણી તકો હતી. અભયકુમારનો નિયમ હતો કે ચોરીનો આરોપ સિદ્ધ થાય પછી જ સજા કરવી. ચોરીના માલ વિના એ લોકો મને કઇ રીતે દોષિત સિદ્ધ કરી શકે ? મારી પૂછ-પરછ કરવામાં આવી. ‘તારું નામ શું ?” આત્મ કથાઓ • ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ ‘દુર્ગચંડ'. મેં કહ્યું. ‘તારું ગામ કયું ?' શાલિગ્રામ.' ‘શાનો ધંધો છે ?' ‘ખેતીનો.' ‘અહીં કેમ આવ્યા ?” “મારા ખેતીના કામે આવેલો, પણ મોડું થઇ જતાં કિલ્લાના દરવાજા બંધ થઇ ગયા, એટલે કિલ્લો કૂદીને હું મારે ગામ જતો હતો. ત્યાં તમારા સૈનિકોએ મને પકડી લીધો.” એકદમ નિર્દોષ ચહેરો બતાવી અત્યંત સહજતાથી મેં જવાબ આપ્યો. ચોરની છાતી કાચી હોય, એના જવાબમાં પણ મેં... મેં... ફેં.. ફેં.. હોય, એ બધું હું સારી રીતે જાણતો હતો. એટલે જ એકદમ નિર્ભયતાનો અભિનય કરી મેં જવાબો આપ્યા. નાટકનો અભિનેતા પણ ન કરી શકે એટલો મારો નિર્ભયતા અને સહજતાનો અભિનય હતો. તમે એમ નહિ માનતા - મેં એલ-ફેલ ગપ્પા ઝીંકી દીધા. મારા બધા જવાબો યોજનાબદ્ધ હતા. આખું શાલિગ્રામ મારા કબજામાં મેં રાખ્યું હતું. ખૂબ પૈસા આપીને બધા ગામ-લોકોને મેં વશ કરી લીધા હતા. આવો કોઇ પ્રસંગ આવે તો તમારે અમુક-અમુક જવાબો આપવા, એમ પણ શીખવી દીધું હતું. અમે ચોરો કાંઇ કાચા નથી હોતા... બધી રીતે સજ્જ હોઇએ. કોટવાળને બે આંખ હોય તો અમે ચાર આંખ લઇને ફરીએ. રાજાએ શાલિગ્રામમાં તપાસ કરાવી. મારી વાત ખરી નીકળી. હવે શું થાય ? મને પકડવો શી રીતે ? નીતિમાન રાજાઓનો એવો કાયદો હોય છે કે સો દોષિત છૂટી જાય તો વાંધો નહિ, પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. હું દોષિત પૂરવાર થાઉં નહિ ત્યાં સુધી કોઇ કાયદો કામ કરી શકે તેમ ન્હોતો. પણ... અભયકુમાર કોનું નામ ? એણે નવી યુક્તિ લગાવી. મને પ્રેમથી ભોજન કરાવ્યું. ભોજન બાદ મને એવું પેય આપ્યું કે પોતાની આત્મ કથાઓ • ૫૪ સાથે જ મૂચ્છિત થઇ ગયો. પાછળથી મને સમજાયું કે એ પેય ચન્દ્રહાસ મદિરા હતી. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ચકિત થઇ ગયો. મને ક્ષણભર લાગ્યું : હું સ્વર્ગલોકમાં આવી ગયો છું કે શું ? આ સ્વપ્ન તો નથી ને? કોઇ બ્રાન્તિ તો નથી ને ? મેં મારી જાતને ચૂંટી ખણી નક્કી કર્યું કે સ્વપ્ન તો નથી ! સોનાના રત્નજડિત સ્તંભો ! ફૂલોની પથારી ! મઘમઘતું વાતાવરણ ! મદહોશ અવસ્થામાં નાચતી અપ્સરાઓ ! સંગીતના મધુર સૂર રેલાવતા ગંધર્વો ! સ્તબ્ધ થઇ જવાય તેવું વાતાવરણ હતું. જય જય નંદા ! જય જય ભદ્દા ! આપનો જય હો ! આપનો વિજય હો ! અમારા પુણ્યોદયે આ સ્વર્ગલોકમાં આપનું આગમન થયું છે. આ આપનું વિમાન છે. અમે આપના સેવકો છીએ. આ બધું જ આપના ભોગવટા માટે છે.” એક છડીદારે મારી પાસે આવીને મધુર સ્વરે જણાવ્યું ...“પણ સ્વામિનું ! સ્વર્ગલોકનો એવો નિયમ છે કે આગંતુક દેવ પોતાના પૂર્વજન્મના પુણ્ય-પાપનો હિસાબ જણાવે. તો આપ આપના પૂર્વજન્મની રહેણી-કરણી બતાવો.” | હું છડીદારની વાત સાંભળી સાવધાન થઇ ગયો. મહાવીરના વચનો મને યાદ આવી ગયા : દેવો ધરતીથી ચાર આંગળ અદ્ધર રહે છે, માળાનાં ફૂલો કરમાતાં નથી, શરીર પર પસીનો હોતો નથી, આંખો પલકારા મારતી નથી. પણ હું જોઈ રહ્યો હતો કે અહીં તો બધા જ ધરતીને અડીને ચાલે છે. ફૂલો કરમાઇ ગયા છે. આંખો પલકારા મારે છે. શરીર પસીનાથી રેબઝેબ છે. ન હોય... ન હોય... આ સ્વર્ગલોક તો ન જ હોય... હં... સમજાયું : આ તો મને પકડવાનું કાવતરું ! પણ હુંયે ક્યાં કાચી માટીનો હતો ? મેં પણ નક્કી કર્યું કે એવા જવાબ આપું કે મારા માટે ષડયંત્ર ઘડનાર છક્કડ ખાઇ જાય ! મેં પૂરી સ્વસ્થતાના અભિનયપૂર્વક જવાબ આપ્યો. હા... અભિનયમાં તો હું એક્કો હતો. મેં કહ્યું : પૂર્વભવમાં હું અહંનુનો ભક્ત શ્રાવક હતો. મેં ઘણું સુપાત્રદાન કર્યું છે, તીર્થયાત્રા કરી છે, ધાર્મિક આત્મ કથાઓ • ૫૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનો કર્યા છે, જિનાલય બંધાવ્યા છે, ભાવથી પુજા કરી છે... મારું લાંબુંલચ ધાર્મિક લિસ્ટ વચ્ચેથી જ તોડી પાડતાં પેલા છડીદારે કહ્યું: ‘પણ નાથ ! પુણ્યની જેમ આપના જીવનમાં પાપ પણ કાંઈક હશે ને ? સિક્કાની બીજી બાજુ હવે બતાવો. દરેક માણસના જીવનમાં દિવસરાતની જેમ પુણ્ય-પાપનું પણ ચક્ર હોય છે. આપની ઊજળી બાજુ સાંભળી... હવે અંધારી બાજુ પણ અમે સાંભળવા માંગીએ છીએ.” “અરે શું વાત કરો છો ? અંધારી બાજુ ? પાપ કરનારો કદી સ્વર્ગમાં આવી શકતો હશે ? તમે સ્વર્ગના છડીદાર થઇ આટલું સીધુંસાદું સત્ય સમજી શકતા નથી ?” છડીદાર ભોંઠો તો પડી ગયો, પણ મારી પાસે વાત ઓકાવવા જુદાજુદા ઘણા પ્રયત્નો કર્યા... પણ હું ટસથી મસ ન થયો ! આખરે હું લોહખુરનો દીકરો હતો ! અભયકુમાર મારી ચતુરાઈ સમજી ગયો. મને એણે નિર્દોષ છોડી મૂક્યો. હા.. દોષ પૂરવાર ન થાય ત્યાં સુધી સજા ન થાય - એ નીતિને એ દૃઢતાથી વળગી રહ્યો. હું નિર્દોષ છૂટી તો ગયો, પણ મારું જ અંતઃકરણ બોલવા લાગ્યું : રે જીવ ! તેં માત્ર એક જ વાર અનિચ્છાએ મહાવીરની વાણી સાંભળી તો તારું જીવન બચી ગયું. અત્યારે જો વાણી સાંભળેલી ન હોત તો ચોક્કસ તું ભ્રમમાં પડી જાત, જવાબ આપવામાં ગરબડ કરી દેત... અને તું પકડાઇ જાત ! અનિચ્છાથી સાંભળવા છતાં આટલો લાભ થતો હોય તો ઇચ્છાપૂર્વક સાંભળ્યું હોય તો? થોડા શબ્દો પણ આટલું કામ કરતા હોય તો ઘણા શબ્દો શું કામ ન કરે ?' પિતાજીએ સાચે જ મને ગેરમાર્ગે દોર્યો. આને બાપ શી રીતે કહેવાય ! બાપ નહિ પણ પાપ છે, જે પુત્રનો હિતશત્રુ બને. | મારું વિચાર-વલોણું આગળ વધ્યું... અરેરે... આ જીવનમાં મેં કેટલી ચોરીઓ કરી ? કેટલાને ત્રાસ આપ્યો ? કેટલાના નિસાસા લીધા ? હિંસા કરતાંય ચોરી મોટું દુઃખ આપે છે. હિંસા-ખૂનમાં તો સામી વ્યક્તિને માત્ર ક્ષણવાર દુઃખ થાય... જ્યારે ચોરીમાં તો સામી વ્યક્તિ બિચારી આત્મ કથાઓ • પ૬ જીવનભર દુભાયા કરે ! જીવનભર બળાપો કાઢ્યા કરે ! આવા કેટલાય નિર્દોષ માણસો મારા પર નિસાસા નાખી રહ્યા હશે ! વળી, મારું જીવન પણ કેવું? હડકાયા કૂતરા જેવું ! આમથી તેમ ભાગ્યા જ કરવાનું ! સતત ભય નીચે જ જીવવાનું ! આ તે કંઇ જીવન છે ! ન ક્યાંય આનંદ ! ન ક્યાંય શાંતિ ! ન ક્યાંય વિશ્રાન્તિ ! બસ... આમ તેમ ભટક્યા જ કરો ! શ્રી મહાવીર ભગવાનના ચરણોમાં બેઠેલા કેટલા શાંત હોય છે ! હું પણ એવી શાંતિ શા માટે ન મેળવું? માનવ અવતારમાં હડકાયા કૂતરા જેવું જીવન શા માટે જીવું ? ને... વળતી જ પળે હું ભગવાન મહાવીર પાસે પહોંચ્યો ને ધ્રુસકેધ્રુસકે રડતાં હું બોલ્યો : “ભગવન્! આપને મેં ઓળખ્યા નહિ. આપના વિષે હંમેશ હું ગેરસમજ જ ધરાવતો રહ્યો. મને એમ જ લાગતું : આપ જાદુગર છો, ઇન્દ્રજાલિક છો. લોકોને ભરમાવો છે. પણ પ્રભુ ! આજે મને આપ પરમ કરુણાના સાગર લાગો છો. આપની આંખોમાં કરુણાનો ઘુઘવતો અફાટ સાગર હું જોઇ રહ્યો છું. પ્રભુ ! આપના થોડાક વચનોએ પણ મને જીવન-દાન આપ્યું તો આપના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ શું નહિ આપે ? અત્યાર સુધી મને બીજા કોઇએ નહિ, પણ બાપે જ ઠગ્યો... પણ આજે હું આપનું સાચું સ્વરૂપ જાણી શક્યો છું. નાથ ! અત્યાર સુધી કરેલાં બધાં પાપોનો નાશ કરવા હું આપના ચરણોમાં દીક્ષિત બનવા ચાહું છું. એ પહેલાં હું શ્રેણિક મહારાજા પાસે જઇ ચોરીની કબૂલાત કરી, ચોરીનો બધો જ માલ સમર્પિત કરી આવું.” પ્રભુની અનુમતિ લઇ હું શ્રેણિક મહારાજા અને અભયકુમાર પાસે પહોંચ્યો. ચોરીની કબૂલાત કરી ગુફામાં રહેલો ચોરીનો બધો જ માલ બતાવી દીધો. પછી પ્રભુના ચરણોમાં આત્મ-સમર્પણ કરી દીધું. હું મુનિ બની ગયો. ચીકણાં પાપ-કમનો નાશ કરવા છ-છ મહિનાના ઉપવાસો હું કરવા લાગ્યો. છેવટે વૈભારગિરિ પર અનશન લઇ હું સ્વર્ગે ગયો. મને ઓળખ્યો ? હું રોહિણિયો ચોર ! આત્મ કથાઓ • ૫૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૭) હું ચંડકૌશિક ગુસ્સો જોવો હોય તો મને જોઇ લો ! ગુસ્સાનો હું પર્યાય હતો, એમ કહું તો ચાલે. મારું નામ પડે અને માણસો ભાગે. અરે... ભાગવાનો પણ સમય ન મળે... જો તેઓ મારી આંખે ચડી જાય ! મારી આંખમાં જ ઝેર હતું. સૂર્ય સામું જોઇ જેની સામે જોતો એ બળીને ખાખ થઇ જતું ! માણસ હોય કે પશુ ! પક્ષી હોય કે વૃક્ષ ! બધું જ ભસ્મીભૂત ! જ્યાં જ્યાં નજર મારી પડે આગ ત્યાં ભડકે બળે ! તમે કહેશો : “આમ કરવાથી તમને શું આનંદ આવે ? ઊલટું જ્યાં તમે રહેતા હતા એ લીલુંછમ જંગલ સૂકુંભટ્ટ થઇ ગયું, પશુ, પક્ષી અને માણસોનું આગમન બંધ થઇ ગયું. તમારું રહેઠાણ મસાણ જેવું થઇ ગયું. એમાં તમને લાભ શો થયો ?” લાભની તમે ક્યાં માંડો છો ? લાભ જોઇતો'તો જ કોને ? બીજાને ગેરલાભ થાય, એ જ મારો લાભ ! મને જોઇને બીજા ધ્રુજવા માંડે આ જ મારો લાભ ! મારી આંખ પડે ત્યાં અગ્નિ પ્રગટે આ જ મારો આનંદ ! તમે મને પૂછો છો તે કરતાં દુર્યોધન, પરશુરામ, હિટલર, ચંગીજખાન, નાદિરશાહ વગેરેને પૂછો ને ? હજારો માણસો મારવાથી એમને શો લાભ થયો ? ઝગડાખોરોને પૂછો કે નિરંતર ઝગડાઓ કરવાથી તમને શો લાભ થયો ? ઊલટું તમારાથી લોકો વિમુખ થઇ ગયા, તમને ધિક્કારતા થઇ ગયા, તમારા આગમનથી અણગમો ધરાવવા લાગ્યા. શો લાભ થયો ઝગડા કરવાથી ? પણ ઝગડાખોરો પાસેથી કોઇ જવાબ નહિ મળે. ઝગડો એ જ એમનું જીવન ને ઝગડો એ જ એમનું ભોજન હોય છે. ક્રોધ એમના વ્યક્તિત્વનું અંગ બની ગયું હોય છે. ક્રોધની જ્વાળાને જ્યોત માનીને તેઓ એને હંમેશા પૂજ્યા કરતા હોય છે. ક્રોધ વિના તેમને બધું સૂનુંસૂનું લાગે છે. ક્રોધ જ પ્રભાવ છે, એમ તેમની માન્યતા હોય છે. આવા માણસોને વિધ્વંસમાં આનંદ આવતો હોય છે. બધું વેરણછેરણ કરી નાખવું એ એમનો જન્મજાત સ્વભાવ હોય છે. કેટલાકનો આત્મ કથાઓ • ૫૮ જન્મ જ જાણે વિધ્વંસ માટે થતો હોય છે. પરશુરામ, હિટલર વગેરેએ શું કર્યું ? કેટલા માણસોને મોતને ઘાટ ઊતાર્યા ? અંતે તેમને શું મળ્યું ? કયો આનંદ મળ્યો ? બીજાને સતાવવામાં મળતો વિકૃત આનંદ એ જ એમનું ભોજન હતું ! હું પણ કોઇ કાળ ચોઘડીયે જન્મેલો આવો જ સાપ હતો. તમે માણસો પણ જો... કરોડો માણસોને મારી નાખનારા ઘાતકી બની શકતા હો... કતલખાનાઓ ચલાવી કરોડો પશુઓને કચડી નાખતા હો... તો હું તો પ્રાણી હતો, સાપ હતો... વળી હું લાચાર હતો... હું દૃષ્ટિવિષ સાપ હતો. મારી આંખોમાં જ ઝેર હતું... જેની સામે જોઉં તે બળીને ભસ્મ થઇ જાય ! અવતાર જ એવો મળ્યો એમાં થાય શું ? આખો દિવસ આંખો બંધ કરીને તો બેસાય નહિ. જો કે આંખો બંધ કરવાનો મને વિચાર જ ન્હોતો આવતો. મને તો બીજાને સળગાવવામાં આનંદ આવતો. સામાને સળગતો જોઇ હું મનોમન રાજી થતો ! બીજાના આક્રંદમાં મારો આનંદ હતો. બીજાની આગમાં મારો બાગ હતો ! ન જાણે મેં કેટલાય માણસો, પશુઓ, પક્ષીઓને બાળીને ખાખ કરી નાખ્યા હશે ! માણસો તો મારા રસ્તે આવતા જ બંધ થઇ ગયા હતા. કોઈ ભૂલ્યો ભટક્યો પશુ કે આમ તેમ ઊડતું કોઇ પક્ષી મારી અડફેટે ચડી જાય તો આવી બન્યું ! વૃક્ષો તો બધા ઠુંઠા બની ગયા હતા ! એક વખતે અચાનક જ પાંદડાનો અવાજ આવ્યો. અવાજ પરથી લાગ્યું કે કોઇ આવી રહ્યું છે. મેં જોયું તો દૂરથી કોઇ માણસ આવી રહ્યો હતો. મારું હૃદય નાચી ઊઠ્યું : ચાલો, ઘણા વખતથી આજે માણસને બળતો જોવાનો આનંદ આવશે. મને જોઇને બીજા માણસો તો મૂઠીઓ વાળી ભાગવા માંડે, પણ આ માણસ તો એકદમ શાંત અને સ્વસ્થ થઇ મારી તરફ આવતો જ રહ્યો. હું ગુસ્સાથી ધમધમી ઊઠ્યો. મારું આવું અપમાન ? મારાથી ભય નહિ પામવો... નિર્ભયપણે મારી સામે આવવું, એ થોડું અપમાન છે ? મેં સૂર્ય સામે દૃષ્ટિ લગાવી એની સામે જોયું, પણ રે... એને તો કાંઇ જ અસર ના થઇ. પહેલી વખત મને આવી નિષ્ફળતા મળી. આત્મ કથાઓ • ૫૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ પેલો માણસ તો અજબનો હતો. એ તો મારી પાસે આવીને ઊભો જ રહી ગયો. હવે તો મારા અપમાનની હદ થઇ ગઇ ! આમ કોઇ ઊભું રહી જાય એમાં મારી આમન્યા ક્યાં રહી ? આને તો બરાબર પાઠ ભણાવવો જોઇશે. કરડ્યા વગર ઠેકાણું નહિ પડે. મેં એના અંગૂઠે જોરથી ડંખ ભર્યો. ડંખ ભરીને તરત જ હું દૂર ખસી ગયો. રખે આ માણસ મારા પર ધબ દઈને પડે ! હજારોને મારનારો હું... “કોઇ મને ન મારે' એના માટે કેટલી તકેદારી રાખતો હતો ? પણ... પેલો માણસ તો હજુ એમ જ ઊભો હતો. એના અંગૂઠામાંથી લોહી નહિ, પણ જાણે દૂધ નીકળી રહ્યું હતું. આવો માણસ મેં જીંદગીમાં કદી જોયો ન્હોતો. આ જગ્યાએ બીજો કોઈ હોય તો લાકડી મારે, પોતે ભાગી છુટવાનો પ્રયત્ન કરે, પણ અહીં એવું કાંઇ જ હોતું ! જીવતી જાગતી શાંતિ જાણે ટટાર ઊભી હતી. હું એ વિચિત્ર માણસની સામું જોવા લાગ્યો. ઓહ ! કેટલી કરુણા એની આંખોમાં ભરી હતી ! કેટલી પ્રશાન્ત વાહિતા એના ચહેરા પર વિલસી રહી હતી ! રૂપ પણ કેટલું ઝગારા મારતું હતું - જાણે એકી સાથે એકસો ચન્દ્ર ઊગ્યા ! આવો રૂપાળો ! આવો શાન્ત ! આવો સ્વસ્થ માણસ મેં કદી જોયો હોતો... માણસ આવો હોઈ શકે, એની મને કલ્પના પણ નહોતી. હું બરાબર એની સામે જોઇ રહ્યો હતો ત્યારે એ માણસ અત્યંત મધુર અવાજે બોલ્યો : “બુજઝ બુજઝ ચંડકોસીયા !' શું મીઠાશ હતી એ શબ્દોમાં ? જાણે આંબાની ડાળે કોયલ ટહૂકી ! જાણે ચાંદીની ઘંટડી રણકી ! જાણે સાકરને વાચા ફૂટી ! હું એ મીઠાશ અને વહાલથી અભિભૂત બની ગયો. એ માણસની આંખોમાંથી નીકળતી કરુણા મારા હૃદયમાં ઊતરી રહી હોય તેમ મને લાગ્યું. હું એના મુખની સામે તાકીને જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. જોતાં-જોતાં મને કશુંક યાદ આવવા માંડ્યું : આવું રૂપ, આવું મુખ ક્યાંક જોયું છે. ક્યાંક જોયું છે. હું મારા અચેતન મનમાં ઊંડોને ઊંડો ઊતરતો ગયો. ઊતરતો આત્મ કથાઓ • ૬૦ ગયો... એક પછી એક પડદા હટતા ગયા... હટતા ગયા... અને મેં જોયું : ઓહ ! પૂર્વજન્મમાં હું ધર્મઘોષ નામનો તપસ્વી સાધુ ! જીવનમાં તપ ખરો, પણ સમતા નહિ. કોઇ મને કાંઇ કહી દે એ હું સહન કરી શકતો નહિ. ક્રોધનું મૂળ પણ અભિમાનમાં છે. હું તપસ્વી અને મને કોઇ કહી જાય ? મારો અહંકાર હૂંફાડા મારતો હતો. એક દિવસે દમદંત નામના બાલ મુનિ સાથે હું ગોચરીએ જતો હતો ત્યારે પગ નીચે નાનકડી દેડકી કચરાઇને મરી ગઇ. બાલ મુનિએ કહ્યું : “મહારાજ ! તમારા પગ નીચે દેડકી મરી ગઇ.' હું મોટો તપસ્વી અને મને કોઇ નાનો સાધુ કહી જાય ? મારી આબરૂ શું? મારા અહંકારે ગર્જના કરી. મેં કહ્યું: એમ? દેડકી કચડાઇ ગઇ ? બીજી બધી કચડાયેલી દેડકીઓ પણ મેં જ મારી એમ ને ?” અહંકારી માણસ પોતાની ભૂલનો બચાવ કેવા વિચિત્ર ઢંગથી કરતો હોય છે ! ભૂલ કબૂલ કરવાનું તો દૂર રહ્યું પણ એ તો ઊલટો સામી વ્યક્તિ પર ત્રાટકી પડે છે. આવા અહંકારી, ક્રોધી માણસનો એક જ ઉદ્દેશ હોય છે કે ફરી કોઈ મારી સામે ચૂંય ન કરે ! એકવાર પ્રભાવ પાડી દઇએ પછી મજાલ નથી કોઇની કે આપણી ભૂલ બતાવી શકે ! પણ... બાલ મુનિ તો મારી પાછળ પડી ગયા... બે-ત્રણ વાર દેડકાની વિરાધના યાદ કરાવ્યા પછી સાંજે પ્રતિક્રમણમાં પણ યાદ કરાવ્યું. હવે હું ઝાલ્યો રહું ? ‘આ ટેણિયાને તો મેથીપાક આપીને સીધો કરવો પડશે. નહિતો એ મારો જીવ ખાશે.' આવા કોઇક વિચાર સાથે હું એને મારવા દોડ્યો. મને ધસી આવતા જોઇ પેલા બાલ મુનિ તો અંધારામાં ક્યાંય છૂ થઇ ગયા. હું એમને પકડવા દોડ્યો. પણ ક્યાં એ ચંચળ બાળ મુનિ ને ક્યાં ઘરડો હું? દોડવા ગયો પણ પકડી ન શક્યો. રસ્તામાં થાંભલા સાથે ટકરાયો. અંદર અને બહાર બંને જગ્યાએ અંધારું હતું એટલે થાંભલો દેખાયો નહિ, બહાર રાતનું અંધારું અને અંદર ક્રોધનું અંધારું ! જોરથી થાંભલા સાથે ટકરાતાં મારું માથું ફાટી ગયું. કોઇ સમાધિ આપવા આવે તે પહેલાં જ મારા રામ રમી ગયા. આત્મ કથાઓ • ૬૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભવાંતરમાં હું એક આશ્રમનો તાપસ બન્યો. ગુસ્સાના સંસ્કારો તો હું સાથે જ લાવ્યો હતો. આશ્રમમાં કોઇ આવે અને જો મારા વૃક્ષોને કે ફળોને હાથ લગાવે તો એનું આવી બન્યું. હું કુહાડી લઇને એની પાછળ દોડતો. મારું નામ તો હતું કૌશિક તાપસ... પણ પ્રચંડ ગુસ્સાના કારણે લોકોએ મારું નામ પાડ્યું : ચંડકૌશિક તાપસ ! તમે પણ જો ગુસ્સો કરશો તો લોકો તમારું નામ બદલી નાખશે હોં ! નામ હશે શાંતિલાલ, પણ શાંતિનો છાંટોય નહિ હોય તો લોકો કહેશે : ચંડશાંતિલાલ ! પેલા આચાર્યનું નામ તો હતું : રુદ્રાચાર્ય ! પણ ગુસ્સો એટલો બધો હતો કે લોકોએ નામ પાડ્યું ઃ ચંડરુદ્રાચાર્ય ! મારો ગુસ્સો એટલો પ્રચંડ હતો કે મારા ૫૦૦ શિષ્યો પણ મારી પાસે ટક્યા નહિ. બધા ભાગી ગયા. એક વખતે કેટલાક કુમારોને મેં મારા આશ્રયમાંથી ફળો તોડતા જોયા. મારો પિત્તો ફાટ્યો. કુહાડી લઇ હું મારવા દોડ્યો ! પણ રસ્તામાં આવેલા ખાડામાં પડ્યો. મારી જ કુહાડીએ મારી ખોપરી તોડી નાખી ! મરીને હવે હું આ ભવમાં દૃષ્ટિવિષ સાપ બન્યો હતો. પૂર્વભવનું નામ ‘ચંડકૌશિક' આ ભવમાં પણ લાગી ગયું હતું ! હું પ્રભુ સમક્ષ મનોમન બોલી રહ્યો હતો : “પ્રભુ ! મારું કેટલું બધું અધઃપતન થઇ ગયું ? ક્યાં તપસ્વી મુનિ ? ક્યાં દૃષ્ટિવિષ સાપ ? ક્યાં શિખર ? ક્યાં ખાઇ ?” ક્રોધ સાથે પ્રેમ કરવાથી મેં શું મેળવ્યું ? ક્રોધનો ગુણાકાર થતો જ ગયો... થતો જ ગયો... દ્રવ્ય - ક્ષેત્ર - કાળ અને ભાવ... બધા પ્રકારે ક્રોધ વધતો જ ગયો. કર્મસત્તાએ જાણે પડકાર ફેંક્યો : દોસ્ત ! તને ક્રોધ બહુ ગમે છે ? લાવ... તને એવા સ્થાને મૂકી દઉં... જ્યાં ક્રોધની સુવિધા સારી રીતે મળતી રહે !’ હા... આ સંસારમાં આપણે જે ઇચ્છીએ છીએ, તે જ મળે છે. ક્રોધ ગમે તો ક્રોધની સામગ્રી મળે. ક્ષમા ગમે તો ક્ષમાની સામગ્રી મળે ! મોક્ષ ગમે તો મોક્ષની સામગ્રી મળે. સંસાર ગમે તો સંસારની સામગ્રી મળે ! અત્યાર સુધી મોક્ષ કેમ નથી મળ્યો ? આપણે મોક્ષની ઇચ્છા જ નથી કરી માટે નથી મળ્યો. સંસાર એટલા આત્મ કથાઓ • ૬૨ માટે મળ્યો છે કે આપણે એની જ ઇચ્છા કરી છે. ઇચ્છો તે મળે જ’ સંસારનો સનાતન કાયદો છે ! સુખ માગવા છતાં કેમ મળતું નથી ? એમ પૂછશો નહિ... કારણ કે તમારું સુખ, દુઃખનું જ બીજું નામ છે. સુખની ચાહનાથી તમે દુઃખને જ આમંત્રણ આપી રહ્યા છો ! અસ્તુ. દ્રવ્ય, ક્ષેત્રાદિથી હવે આપણે વિચારીએ. દ્રવ્યથી સાધુ અવસ્થામાં મારવા માટે માત્ર રજોહરણ જ હતું. તાપસના ભવમાં કુહાડી મળી. જ્યારે આ ભવમાં આંખમાં જ ઝેર મળ્યું ! બીજાને મારવાની સામગ્રીમાં કેટલી પ્રગતિ ? ક્ષેત્રથી - સાધુપણામાં માત્ર ઉપાશ્રય હતો. તાપસપણામાં એનાથી મોટું આશ્રમ મળ્યું અને આ ભવમાં તો આખું ને આખું જંગલ મળી ગયું. ઇચ્છો ત્યાં જાવ અને તોફાન મચાવો ! કર્મે સુવિધા કરી આપી - રખડવાની ! તાપસના ભવમાં યુવાવસ્થાથી ગુસ્સો આવ્યો પણ આ ભવમાં તો જન્મથી જ ગુસ્સો ! ફુલ ટાઇમ ડ્યુટી ! જન્મથી લઇને એકધારી ! ભાવથી - સાધુપણામાં એક બાળ મુનિને જ મારવાનો વિચાર. તાપસના ભવમાં આશ્રમમાં ફળો ચોરવા આવે તેને જ મારવાનો ભાવ ! પણ આ ભવમાં તો દોષિત હોય કે નિર્દોષ હોય, પશુ હોય કે માણસ હોય ! આંખે ચડ્યો તે મર્યો ! સામે ભગવાન આવે તોય હું મારવા તૈયાર ! મારા ક્રોધની શી વાત કરવી ? પ્રભુ ! મને તારો ! આ ગુસ્સાની આગે જ આ વનને જ નહિ, મારા જીવનને પણ રેગિસ્તાન બનાવી નાખ્યું. નાથ ! હવે આપ એને નંદનવન બનાવો ! આપની કરુણાવૃષ્ટિમાં એ શક્તિ છે. આ ભવ જ મને એવો મળ્યો છે કે ઇચ્છા વિના પણ હિંસા થઇ જાય ! દૃષ્ટિ પડે ત્યાં આગ લાગે ! સ્વામી ! આ શરીરમાં હવે મારે રહેવું નથી. ઘણાને સળગાવી નાખ્યા, ઘણા પાપો બાંધી નાખ્યા, હવે નથી બાંધવા ! પ્રભુ ! મને અનશન આપો જેથી આ શરીરથી મારો જલ્દી આત્મ કથાઓ • ૬૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૮) હું મેઘ આ છુટકારો થાય.” મેં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી અનશન સ્વીકાર્યું. મારી દૃષ્ટિ કોઇ પર ન પડે માટે મેં મારું મોટું રાફડામાં નાખ્યું. લોકોને ખબર પડી કે સાપ હવે શાંત થઇ ગયો છે. આથી તેઓ નિર્ભયતાથી આવ-જા કરવા માંડ્યા. કેટલાક લોકો ઘી-દહીં વગેરેથી મારી પૂજા પણ કરવા માંડ્યા ! પણ એમની પૂજા મારા માટે કષ્ટનું કારણ બની ગઇ. ઘી-દહીંના કારણે સેંકડો જંગલી કીડીઓ ઊભરાઇ. મારા શરીરને વીંધીને પેલે પાર જવા લાગી. મારું શરીર કીડીઓએ ચાળણી જેવું બનાવી નાખ્યું. મને અસહ્ય વેદના થવા માંડી. પણ હું વિચારતો : હે જીવ ! તેં સેંકડોના જાન લીધા છે તેમને કેવી વેદના થઇ હશે ? એ વેદનાની પાસે તો આ કાંઇ નથી. હે જીવ ! સહન કર... સહન કર... સ્વેચ્છાથી સહન કરવામાં અમાપ લાભ છે. મેં મારા મન અને શરીર પર પૂરેપૂરું નિયંત્રણ મેળવી રાખ્યું. મનથી હું સહેજ પણ ખિન્ન ન બન્યો અને શરીર સહેજ પણ ચાલવા ન દીધું. કારણ કે હું જો શરીર હલાવું તો સેંકડો કીડીઓ મરી જાય તેમ હતું. ના... હવે હું વધારે પાપો બાંધવા ન્હોતો માંગતો ! પૂરા પંદર દિવસ સુધી આવી વેદના સમાધિપૂર્વક સહીને હું મૃત્યુ પામ્યો. પરમ કરુણાના સાગર પ્રભુ ત્યાં સુધી મારી પાસે જ રહ્યા. મરીને હું આજે ક્યાં છું, જાણો છો ? આજે હું સહસ્ત્રાર નામના આઠમા દેવલોકનો દેવ છું. ક્રોધના કારણે હું સાધુમાંથી સાપ બન્યો. ક્ષમાના કારણે હું સાપમાંથી દેવ બન્યો. તમે શું પસંદ કરશો ? ક્રોધ કે ક્ષમા ? ક્ષમાનો સંદેશ રેલાવતું મારું જીવન તમારી સામે છે. સવાલ તમારી ઇચ્છાનો છે. બચાવો... બચાવો... ઓ મહારાજા ! મને બચાવો. હું આપના શરણમાં છું. આપ શરણાગત વત્સલ છો.” આમ બોલતું એક કબૂતર મારા ચરણોમાં આવી પડ્યું. હું મહાવિદેહની પુંડરીકિણી નગરીનો રાજા મેઘરથ હતો. આજે પૌષધશાળામાં પૌષધ લઇને બેઠો હતો. રાજા હોવા છતાં હું ધર્મ-નિયમોનું ચુસ્તપણે પાલન કરતો. આજે પૌષધમાં આશ્ચર્યજનક ઘટના બની. એક કબૂતરે આવીને મારું શરણું લીધું. કબૂતરો તો ઘણા જોયા હતા, પણ આમ માણસની ભાષામાં બોલતું કબૂતર પહેલીવાર જોયું. ભયથી ધ્રુજતા કબૂતરને મેં કહ્યું : “તું ભય ન પામ. હવે કોઇની તાકાત નથી કે તને મારી શકે. તું મારા શરણે છે. શરણાગતનું રક્ષણ જીવના જોખમે પણ કરવું - એ અમ ક્ષત્રિયોનો ધર્મ છે.” આમ હું બોલી જ રહ્યો હતો ત્યાં જ ફટ... ફટ... પાંખો ફફડાવતું બાજ પક્ષી આવી પહોચ્યું અને મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યું : ‘રાજનું ! એ કબૂતર મને આપી દો. મને બહુ ભૂખ લાગી છે.' ‘એ કબૂતર તને નહિ મળે. એ મારા શરણમાં છે.' ‘પણ મારી ભૂખનું શું ? મારા પર દયા નહિ કરવાની ? આ તમારો દયાધર્મ કેવો ? કબૂતરની દયા ખાતર બાજને ભૂખ્યો મારવો... એમાં દયા ક્યાં રહી ? તમે જ વિચારો !' બાજે દલીલબાજી કરી. તને ભૂખ લાગી હોય તો ઘણાય ચણ મળી શકશે.” મેં કહ્યું. અરે, રાજન્ ! શું આપને ખ્યાલ નથી કે બાજ માંસાહારી છે? અમારે ચણથી શું કામ ? અમને તો માંસ જોઇએ માંસ ! તાજું માંસ ! બીજું કાંઇ હું ન જાણું. મને મારું કબૂતર પાછું આપો અથવા તાજું માંસ આપો.” બાજે ચોખ્ખ-ચોખ્ખું કહી દીધું. આત્મ કથાઓ • ૬૫ આત્મ કથાઓ • ૬૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ હું મુશ્કેલીમાં મૂકાઈ ગયો. શું કરવું ? આ બાજુ વાઘ ને આ બાજુ નદી ! અહીં જાઉં તો વાઘ ફાડી ખાય ને ત્યાં જાઉં તો નદી તાણી જાય ! કબૂતર આપું તો જીવ-હત્યા થાય ને ન આપું તો બાજ ભૂખ્યો મરે ! હવે કરવું શું? કબૂતર તો કોઇ હિસાબે ન આપવું - એ મારો દઢ સંકલ્પ હતો. તો શું બીજા કોઇનું માંસ આપી દેવું ? નહિ... એ કદી નહિ બને. મારા જેવાથી એવો વિચાર પણ થઇ શકે નહિ. માંસ કોઇને માર્યા વિના મળી શકે નહિ. આ કબૂતરને મારો કે બીજા કોઇને મારો... હિંસા બંને સ્થાને સમાન છે. હવે શું કરવું? તમારા જીવનમાં પણ ઘણીવાર આવા સંકટો ઊભા થતા હશે. ત્યારે તમે વિચારતા હશો : ‘હવે શું કરવું ? ક્યાં જવું ? દુકાને જવું કે વ્યાખ્યાને ? તપ કરવું કે ખાવું ? સંસાર સંભાળવો કે ધર્મ ?' આવા મૂંઝવણમાં મૂકી દેતા પ્રશ્નો ઘણીવાર જાગતા હોય છે ને ? ભરત ચક્રવર્તીની સમક્ષ આવો જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો ને ? અત્યારે ક્યાં જાઉં ? ચક્રરત્નની પૂજા કરું કે પિતાજીને કેવળજ્ઞાન થયું છે ત્યાં જાઉં ? ભરત તો વિવેકી હતા અને તેમણે કેવળજ્ઞાનને પ્રધાનતા આપી. તમે હો તો શું કરો ? મારો પ્રશ્ન તો આનાથી પણ વિકટ હતો, પણ મન જો ધર્મને સંપૂર્ણ સમર્પિત હોય તો બધાના ઉકેલ મળી રહે છે. મને એકાએક વિચાર આવ્યો : “હું મારું જ માંસ આપી દઉં તો કેમ ? કબૂતર પણ બચી જશે અને બાજ પક્ષીની ભૂખ પણ શાંત થશે.” મેં બાજને કહ્યું : “હું બીજા કોઇનું માંસ તો તને આપી શકું નહિ, પણ મારું માંસ આપી શકીશ. બોલ તું તૈયાર છે ?' - “હા... મને ચાલશે. પણ શરત માત્ર એટલી કે કબૂતર જેટલું જ માંસ મારે જોઇએ. એથી જરાય ઓછું ન ચાલે. એ માટે તમારે ત્રાજવું મંગાવવું પડશે.” બાજે પોતાની બાજી નાખી. મેં ત્રાજવું મંગાવી એક પલ્લામાં કબૂતર રાખ્યું અને બીજી બાજુ હું મારું માંસ કાપીને નાખવા તૈયાર થયો. મેં છરી હાથમાં લીધી. આત્મ કથાઓ • ૬૬ | તમારા જેવા કદાચ વિચારે : “એક કબૂતરને બચાવવા આટલું બલિદાન ? આમ કરવાની જરૂર શી? દુનિયામાં લાખો-કરોડો કબૂતરોને બાજ પક્ષીઓ આમેય મારી જ રહ્યા છે. એક કબૂતર ભલે વધારે મરે. એમાં શો ફરક પડવાનો છે ?' સવાલ ફરક પડવાનો નથી, સવાલ હૃદયમાં રહેલી કરુણાની ધારાનો છે. તમે કહેશો : “એક કબૂતર જવા દો. બાકી આખી દુનિયાના જીવો પર દયા કરો ને ! દયા પાત્ર ઘણાય જીવો છે.' તમે એક વાત સમજી લો કે જે માણસ પોતાની સામે જ રહેલા એક જીવ પર દયા કરતો નથી, તે દૂર રહેલા જીવો પર શી રીતે દયા કરી શકશે? એની દયા તો દંભનો જ પર્યાય માત્ર હશે ! માત્ર મનની ચાલાકી હશે ! વળી, આખી સૃષ્ટિ એક-બીજા સાથે સંકળાયેલી છે. એકની હત્યામાં સર્વ જીવોની હત્યા છે. એકની રક્ષામાં સર્વની રક્ષા છે. બધા જ જીવો એક જ સૂર્યના કિરણો છે. એક જ ફૂલની પાંખડીઓ છે. એક જ હાંડીના ચોખા છે. એક જ ડાળના પંખી છે. એક જ જહાજના મુસાફરો છે. એક જ સમુદ્રના બિંદુઓ છે. એક જ સંગીતના સ્વરો છે. એમાંથી એકની પણ ઉપેક્ષા થઇ શકે નહિ. જ્યારે આપણી ચેતના વિરાટ બને છે, વિશ્વચેતના બને છે ત્યારે એકેએક જીવો પ્રત્યે કરુણા પ્રગટે છે, પ્રેમની ધારા વહે છે. છરીથી મેં મારા સાથળમાં રહેલું માંસ કાપીને ત્રાજવામાં રાખ્યું. કહેવામાં આ જેટલું સરળ છે, તેટલું કરવામાં નથી હોં ! એક કાંટો વાગી જાય તોય ચીસ નીકળી જાય ત્યાં છરીની વેદના કેટલી હશે ? એ કલ્પના કરી જુઓ. પણ હૃદય જ્યારે બીજા પ્રત્યે પ્રેમથી ઊભરાય છે, ત્યારે આવું દુ:ખ પણ દુઃખ નથી લાગતું, સુખ લાગે છે. બીજાને જો થોડુંકેય સુખ મળતું હોય તો કરુણાપૂર્ણ હૃદય પોતાના પર અનેક દુઃખો ઝીલી લેવા તત્પર બની જતું હોય છે. હું તો કાપી-કાપીને માંસના ટૂકડા ત્રાજવામાં મૂકવા માંડ્યો.. પણ આશ્ચર્ય! હજુ કબૂતરનું પલ્લું નીચું જ હતું ! આટલું વજનદાર કબૂતર ક્યારેય આત્મ કથાઓ • ૬૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ - (૯) હું દશાર્ણભદ્ર તિ જોયું હોતું. બંને સાથળનું માંસ કાપ્યા પછી હવે શું કાપવું? મેં વિચાર્યું: ‘હવે કાપવાથી નહિ ચાલે. મારે આખાને આખા ત્રાજવામાં બેસી જવું પડશે.' ને... હું ત્રાજવામાં બેસી ગયો. ચારેય બાજુ હાહાકાર થઇ ગયો. મારી સાથે પૌષધ કરનારા તથા સામંતો, સેનાપતિઓ વગેરે કહેવા લાગ્યા : રાજનું ! બસ કરો... બસ કરો... એક કબૂતર માટે આપ બલિદાન કાં આપો? આપના વિના રાજ્ય નધણિયાતું થઇ જશે. આપના જીવનમાં સેંકડોનાં જીવન છે. આપના મૃત્યુમાં સેંકડોનાં મૃત્યુ છે. આ કબૂતર પણ કોઇ દેવમાયા લાગે છે. નહિતો આટલું વજન હોય શાનું? મનુષ્યભાષામાં બોલે શાનું? આપ વિચારો અને આ કૃત્યથી પાછા ફરો. બધા લોકો આ પ્રમાણે બોલતા હતા ત્યાં જ પ્રકાશનું એક જબરદસ્ત વર્તુલ પેદા થયું. એ તેજોવસ્કુલમાં એક દેદીપ્યમાન દેવ પ્રગટ થયો. હું આશ્ચર્ય ચકિત થઇ ગયો. ન હતું કબૂતર ! ન હતો બાજ ! ન હતું ત્રાજવું ! ન હતું મારું કપાયેલું શરીર ! હું આરામથી પૌષધશાળામાં બેઠો હતો. જાણે કશું બન્યું જ નથી ! પેલો દેવ કહેવા લાગ્યો : “હે રાજન! આપની ધાર્મિકતાની - દયાની પ્રશંસા મેં ઇશાનેન્દ્ર પાસેથી સાંભળી ત્યારે મને પરીક્ષા કરવાનું મન થયું. હું ઇશાન દેવલોકનો દેવ છું. આપને જોયા પછી ખાતરી થઇ છે કે બીજાને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા લોકો પણ વિશ્વમાં હોય છે. પોતાની રક્ષા માટે બીજાનો ભોગ લેનારા તો ઘણા જોયા, પણ બીજાની રક્ષા માટે પોતાનો ભોગ આપનારા મેં પહેલીવાર જોયા. હે નૃપતિ ! આપને આટલું બધું કષ્ટ આપ્યું - તે માટે હું દિલગીર છું.” આમ કહીને તે તેજોમય દેવ અદેશ્ય થઇ ગયો. ત્યાર પછી મેં દીક્ષા લીધી. વીશસ્થાનક તપની આરાધના સાથે વિશ્વના સર્વ જીવોના ઉદ્ધારની ભાવના ભાવી તીર્થકર નામકર્મ બાંધ્યું... અને આખરે હું શાંતિનાથ નામે ૧૬મો તીર્થકર બન્યો. ઓળખાણ પડીને ? અહંકાર બહુ ખતરનાક ચીજ છે. બહુ ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે : જગતના સર્વ સંઘર્ષ અને દુઃખોનું મૂળ અહંકારમાં છે ! દરેક માણસમાં એવી રાઇ ભરેલી હોય છે કે હું જ મોટો છું. પોતાની મોટાઈ સિદ્ધ કરવા એ અનેક સંઘર્ષોમાં ઊતરી પડે છે અને અનેક આપત્તિઓને આમંત્રણ આપી બેસે છે. ‘હું મોટો છું'ની ભાવનાને સાકાર કરવા ફરજિયાત સંઘર્ષમાં ઊતરવું પડે ! કારણ કે “હું મોટો છું.” એવી માન્યતા તમારી જ નહિ, બધાની છે ! આ અહંકારને ગમે તેટલા ધક્કા મારીને કાઢો, એ જવાનું નામ નહિ લે. આગળના દરવાજેથી કાઢશો તો પાછળના દરવાજેથી આવી જશે. પાછળના દરવાજેથી આવેલો અહંકાર એવો બુરખો ઓઢીને આવતો હોય છે કે એ અહંકાર લાગતો જ નથી. આગળનો દરવાજો છે, સંસારનો ! પાછળનો દરવાજો છે, ધર્મનો ! રૂપ, ઐશ્વર્ય વગેરેનો અહંકાર સંસારનો છે. તપ, જ્ઞાન, નમ્રતા વગેરેનો અહંકાર ધર્મનો છે. હા... ઘણાને નમ્રતાનો પણ અહંકાર હોય છે : મારા જેવો કોઇ નમ્ર નથી ! અહંકાર પોતે જ જ્યારે નમ્રતાનો બુરખો ઓઢીને આવે ત્યારે ઓળખવો કેટલો મુશ્કેલ બની જાય ? મારા જીવનમાં પણ એવું જ થયું. પાછલે દરવાજેથી મારામાં અહંકાર આવી પહોંચ્યો ! હું દશાર્ણનગરનો રાજા દશાર્ણભદ્ર ! એક સાંજે મને સમાચાર મળ્યા: પ્રભુ શ્રી મહાવીરદેવ આવતી કાલે સવારે ચંપાનગરીથી અહીં આવવાના છે. હું પ્રભુનો ભક્ત હતો ! પ્રભુ - આગમનના સમાચારથી મારા રોમ-રોમમાં આનંદ ફેલાઇ ગયો. મનમાં ભાવના જાગી : આવતી કાલે આત્મ કથાઓ • ૬૮ આત્મ કથાઓ • ૬૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું એવું સામૈયું કરું... એવું સામૈયું કરું... જેવું કોઇએ ન કર્યું હોય ! બસ ખલાસ ! અહંકાર પાછલા દરવાજેથી આવી ગયો. આ તો ધર્મકાર્ય છે. અહીં ક્યાં કાંઇ ખોટું કરું છું? માણસ આવા ખ્યાલમાં રહેતો હોય છે એટલે અહંકારનો ખ્યાલ જ નથી આવતો. મેં સેવકોને હુકમ કર્યો : આવતી કાલે ભગવાન શ્રી મહાવીરદેવ પધારવાના છે. સ્વાગત માટે જબરદસ્ત તૈયારી કરો. ગલી-ગલીમાં જલછંટકાવ કરો. ફૂલો બિછાવો. રાજમાર્ગ પર ઠેર-ઠેર રત્નજડિત સુવર્ણ સ્તંભો ઊભા કરો. તે પર રત્નમય દર્પણોથી શોભતી માળાઓ લગાવો. બીજે દિવસે બધું જ તૈયાર થઇ ગયું. આખી નગરી ઇન્દ્રપુરી જેવી લાગવા માંડી. આખું વાતાવરણ સુગંધથી મહેકી ઊઠ્યું. આવનાર માણસ ભ્રમમાં પડી જાય : હું મૃત્યુલોકમાં છું કે સ્વર્ગલોકમાં ! એવું વાતાવરણ જામ્યું. સ્નાન કરી, સુંદર વસ્ત્રો આભૂષણો પહેરી, પુષ્પ માળાઓ લગાવી બની-ઠનીને હું હાથીની અંબાડી પર બેઠો ! મારી બંને બાજુ ચામર વીંઝાઇ રહ્યા હતા. મારી ઉપર સફેદ છત્ર હતું. હું મારી જાતને ઇન્દ્રતુલ્ય માનવા લાગ્યો. મારો અહંકાર ગર્જી ઊઠ્યો : ભગવાનનું સામૈયું આજે જે રીતે મેં કર્યું છે તેવી રીતે કોઇએ નહિ કર્યું હોય ! મારી પ્રભુ-ભક્તિ અજોડ શાસન પ્રભાવનાના રૂડા નામ નીચે અહંકારનો પરિતોષ નથી થતો ને? ક્યારેક મનને આવા પ્રશ્નો પૂછજો. મનના અપાર રહસ્યો | મનની અનેક ગૂઢ ચાલબાજીઓ પ્રગટ થશે. તમે પોતે પણ છક્ક થઇ જશો. શું ખરેખર હું આવો છું ? શું ખરેખર ધર્મના નામે અહંકારને જ પોષી રહ્યો છું? અહંકારને હું પાછલે બારણેથી પ્રવેશ કરાવી રહ્યો છું? આ ધર્મ છે કે અહંકારના કુંફાડા છે ? - હું એમ નથી કહેતો કે તમે શાસન પ્રભાવનાના કામ ન કરો. હું એમ કહું છું કે એ વખતે તમે ઊંડાણથી આત્મ-નિરીક્ષણ કરવાનું ના ચૂકશો. સંઘ, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કશામાં લાભ લેવો નથી, નાહક અહંકાર આવી જાય - એમ માનીને એનાથી દૂર નહિ રહેતા. આ પણ એક મનની ચાલબાજી થઇ. આમેય મન આપણું લોભી છે. એને આવા કોઇક બહાના જ જોઇએ છે. એ કોઇ પણ રૂપાળું બહાનું આગળ કરી પોતાનું ધાર્યું કરી લે છે. એમ અહંકારની નાગચૂડમાંથી છૂટવું સહેલું ક્યાં છે ? સાક્ષાત્ મહાવીર પ્રભુ વિદ્યમાન હોવા છતાં હું જો અહંકારથી ફૂલાઇ શકતો હોઉં તો તમારી તો વાત જ શી ? છતાં મહાવીર દેવે મને સામૈયાની ના નથી પાડી. જા... જા... તારું આ સામૈયું નથી, આ તો અહંકારની શોભાયાત્રા છે. આ શાસન-પ્રભાવના નથી, તારા અહંકારની પ્રભાવના છે. એમ ભગવાને કહ્યું નથી. કારણ કે ભગવાન એમાં પણ મારા ઉદ્ધારની સંભાવના જોઇ રહ્યા હતા. હું ઠાઠમાઠથી ભગવાન પાસે ગયો. પણ ત્યાં જે દેશ્ય જોવા મળ્યું તેનાથી મારી આંખો પહોળી થઇ ગઇ. ઇન્દ્ર મહારાજાનું જળમય વિમાન ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. સ્ફટિક જેવા નિર્મળ જળમાં સુંદર કમળો ખીલેલાં હતાં. હંસ અને સારસોના મંજુલ અવાજો રેલાઈ રહ્યા હતા. કલ્પવૃક્ષ અને કલ્પલતાઓ પરથી ફૂલો ખરી રહ્યા હતા. શું મનોહર એ દેશ્ય હતું ! મેં મારી જીંદગીમાં કદી આવું દૃશ્ય જોયું નહોતું. વિમાન પરથી દેવાંગનાઓનો ટેકો લઇ ઇન્દ્ર ઐરાવણ હાથી પર બેઠા. શું એ અદ્ભુત હાથી ! આઠ-આઠ તો એના દંતશૂળ ! આઠ સૂઢો ! આત્મ કથાઓ • ૭૧ તમને પણ ઘણી વખત આવો વિચાર નથી આવતો ? મેં જેવું તપ કર્યું તેવું કોઇએ નહિ કર્યું હોય ! અમે જે સંઘ કઢાવ્યો, એના જેવો ઠાઠ બીજે ક્યાંય જોયો હોય તો બોલજો ! અમે જે પ્રતિષ્ઠા કરાવી એનું તો શબ્દોમાં વર્ણન ન થાય ! અમે જે ઉપધાન કરાવ્યા, લોકો એને આજેય યાદ કરે છે ! અમે જે જમણ કર્યું હતું તેની વ્યવસ્થા અને તે વાનગીઓનો સ્વાદ લોકો આજેય ભૂલ્યા નથી. અમે ધર્મ-માર્ગે જે ખર્ચ કરીએ છીએ, અમારા ગામમાં એનો જોટો નથી ! ધર્મ-કાયો કયાં પછી તમને આવા વિચારો આવે છે ? તમે આ બધા અનુષ્ઠાનો શાસન-પ્રભાવના માટે કર્યા હતા કે સ્વપ્રભાવના માટે ? આત્મ કથાઓ • ૭૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ એકેક સુંઢમાં કમળ ! એકેક કમળમાં બત્રીસ પાંખડીઓ ! એકેક પાંખડીમાં નૃત્યો અને નાટકો ! શું મનોગ્રાહી દેશ્ય ! શું અપાર સમૃદ્ધિ ! મારી સમૃદ્ધિ એની આગળ તણખલાથી પણ તુચ્છ હતી ! ક્યાં સૂર્ય ? ક્યાં દીવો ? ક્યાં દરિયો ? ક્યાં કૂવો ? મારા અહંકારને જબરદસ્ત ચોટ લાગી. અહંકારનો પારો ધડાક દઇને નીચે ઊતરી પડ્યો. અહંકારી માણસ એમ જ માને છે કે મારા જેવો કોઇ નથી, પણ જ્યારે એ પોતાનાથી અધિક શક્તિશાળી માણસને જુએ છે ત્યારે એના મનની હાલત વિચિત્ર થઇ જાય છે ! દીવો અંધકાર વખતે અભિમાન કરે ત્યાં સુધી ઠીક છે. એનું અભિમાન જળવાઇ રહે છે, પણ સૂર્યોદય થતાં જ દીવાનો મહિમા ખતમ થઇ જાય છે. એના અહંકારને જબરદસ્ત ચોટ લાગે છે. એની આસપાસ ઘૂમનારા લોકો બંધ થઇ જાય છે. સારું છે કે દીવો સૂરજનો વિરોધ નથી કરતો... પણ આ જગ્યાએ માણસ હોય તો ? નથી લાગતું કે દીવો માણસથી વધારે સમજદાર છે ? દીવા પાસેથી જો આટલું શીખી લઇએ તો કેટલું સારું ! - ‘અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું' એમ આપણે શા માટે કહીએ છીએ? કારણ કે ગમે તેવો મોટો માણસ હોય, પણ એથીય વિશેષ મોટો માણસ આ દુનિયામાં મળી જ રહેવાનો. શેરના માથે સવા શેર હોય જ ! રાવણ જેવા મોટા માણસનો પણ અહંકાર નથી રહ્યો તો બીજા કોનો રહેવાનો ? એક રીતે એ સારું જ છે. જેથી કોઇ માણસ પોતાને મળેલી વિશિષ્ટ શક્તિઓથી અત્યંત છકી ન જાય ! કુદરત એ રીતે બધાને નિયંત્રિત કરે છે, સમતુલા બનાવી રાખે છે ! જો એમ ન હોય તો માણસ કોઇનેય ગાંઠે નહિ ! ક્ષણવારમાં મારા અહંકારનો હિમાલય ઓગળી ગયો : અરેરે... મેં નકામો સમૃદ્ધિનો ગર્વ કર્યો. ક્યાં આ ઇન્દ્રની સાગર જેવી સમૃદ્ધિ ને ક્યાં મારી બિંદુ જેવી સમૃદ્ધિ ? કદાચ બિંદુ જેવી પણ નહિ ! આટલી સમૃદ્ધિ હોવા છતાં ઇન્દ્રમાં નમ્રતા કેટલી છે ? એ ભગવાનના દરેક અભિષેક વખતે બળદનું રૂપ લઇ અભિષેક કરે છે. ને જાણે ભગવાનને આત્મ કથાઓ • ૭૨ કહે છે : ભગવન્! હું તો બળદીયો છું ! બુદ્ધિ વગરનો બળદીયો ! ઇન્દ્રની આવી નમ્રતા અને મારો આવો અહંકાર ? સાચે જ અધૂરો ઘડો છલકાય છે ! પૂરા સો છલકે નહિ છલકે સો અદ્ધા; ઘોડા સો ભૂકે નહિ કે સો ગદ્ધા //. મારું અહંકાર પરનું ચિંતન આગળ ચાલ્યું. રાજ્યમાં પણ મને અહંકારનું પોષણ જ દેખાયું. શું પડ્યું છે આ રાજ્યમાં ? અહંકારના પોષણ સિવાય રાજ્યસિંહાસનમાં બીજું કયું સુખ છે ? બધા લોકોને સમાન રીતે બે હાથ છે, બે પગ છે, બે આંખ છે, એક માથું છે. બધા મૂઠી ધાન જ ખાય છે. રાજા પણ કાંઇ એથી વધુ નથી ખાતો. બધા એક જોડી જ કપડા પહેરે છે. રાજા કાંઇ વધુ નથી પહેરતો. બધાને છ ફૂટની જ જમીન જોઇએ છે. રાજા કાંઇ વધુ નથી વાપરી શકતો. તો પછી રાજા બનવામાં સુખ શું ? ઊંડાણથી જોવા જઇએ તો સુખ તો નહિ, પણ દુઃખ જ છે. સતત ક્રૂર વિચારોમાં રહેવું ! યુદ્ધો કરવા ! સામ-દામ, દંડ, ભેદ આદિના વિચારોમાં રમ્યા કરવું ! સદા ટેન્શન લઇને ફરવું ! યુદ્ધો કરવા સજ્જ રહેવું ! કાવા-દાવા અને ખટપટો કર્યા જ કરવી ! લોકો તરફથી નિંદા સહવી ! સતત ચોકીદારોની વચ્ચે રહેવું ! મુક્તપણે ફરી ન શકવું ! નિર્ભયપણે ખાઇ ન શકવું ! શાંતિથી ઊંઘ કે ભોજન લઇ ન શકવા ! આમાં સુખ છે ક્યાં? એ તો કહો ! હા... વિવેકદૃષ્ટિ જ્યાં સુધી બિડાયેલી હોય છે ત્યાં સુધી આમાં પણ સુખ લાગે છે. પણ વિવેકદૃષ્ટિનો ઊઘાડ થતાં જ અહંકાર ઊભી પૂંછડીએ ભાગી છૂટે છે. અહંકાર ભાગતાં જ સુખની માન્યતાઓ પણ બદલાઇ જાય છે, સાચા અને નકલી સુખની પરખ થઈ જાય છે. મારો અહંકાર ઓગળી ગયો હતો. વિવેકદૃષ્ટિનો ઉન્મેષ થઇ ગયો હતો અને સુખના સમીકરણો બદલાઇ ગયા હતા. મેં વિચાર્યું : શા માટે અહંકારનો ભાર લઇને દુઃખી જીવન જીવવું? શા માટે અહંકારને અળગો મૂકી પ્રભુ-ચરણોમાં જીવન સમપિત ન આત્મ કથાઓ • ૭૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૦) હું ઢંઢણ શિક કરવું? સંસારમાં છું ત્યાં સુધી ડગલે-પગલે મારા અહંકારને ચોટ લાગ્યા જ કરવાની, પણ સંયમ-જીવનમાં ચોટની કોઇ જ સંભાવના નથી. કારણ કે ત્યાં અહંકાર જ નથી. મેં એ વિચારને ત્યારે ને ત્યારે જ અમલમાં મૂકી દીધો. વસ્ત્રોઆભૂષણો ઊતારી, કેશનું લુંચન કરી પ્રભુ સમક્ષ દીક્ષા લીધી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. મને સાધુ બનેલો જોઇ ઇન્દ્ર મહારાજા મારા ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા : “હે મહાત્મન્ ! તમે કમાલ કરી ! તમે હવે જીતી ગયા, હું હારી ગયો. તમારા સમૃદ્ધિના ગર્વને તોડવા જ મે આ મારી ઋદ્ધિ બતાવી હતી. પણ મહાત્મન્ ! આપે આંતર સમૃદ્ધિ બતાવીને મને જીતી લીધો છે. હું લાખ શિર પટકું, તો પણ આ જન્મમાં તમારા જેવો સાધુ બની શકું તેમ નથી.” ઇન્દ્ર મહારાજાની આવી સ્તુતિથી પણ મને હવે અહંકાર આવ્યો નહિ. કારણ કે અહીં આવ્યા પછી પણ જો અહંકાર કરું તો ફરક શું પડ્યો ? અહીં તો અહંકાર-મુક્ત જીવન જીવવાનું છે. મેં તો બધું જ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. અહંકાર કરવાનો હવે મને કોઇ અધિકાર હોતો. મારી આ ઘટના એક જ વાત સમજાવે છે : તમારામાં રહેલા, તમને જ હેરાન કરતા અવળચંડા અહંકારને ઓળખો. અહંકારની જંજીરમાંથી છૂટો. અહંકારમાંથી છૂટ્યા કે જીવન સુખથી છલકાઇ ગયું, સમજો. અહીં ધંધો સારો ચાલતો નથી. ખાસ નફો નથી થતો. ચાલો બીજે ક્યાંક જઇએ - આવું વિચારી તમે બીજે ક્યાંક જાવ છો. ત્યાં પણ નફો મળતો નથી. અરે... કોઇ પૈસા પણ ઉધાર આપતું નથી. તમે નિરાશ બની જાવ છો. ખરુંને ? આવી નિરાશા આવી જાય ત્યારે તમે મને યાદ કરજો. તમારા અંધકારભર્યા જીવનમાં ચોક્કસ કંઇક અજવાળું રેલાશે. નફો-લાભ નહિ મળવાનું કારણ લાભાંતરાય કર્મ છે. એ કર્મ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી લાખ પ્રયત્નો કરો તો પણ લાભ નહિ થાય. તમારા જીવનમાં જ નહિ, અમારા (સાધુઓના) જીવનમાં પણ લાભાંતરાય કર્મ ઉદયમાં આવે, કર્મ સાધુઓને પણ ન છોડે, એને કોઇની શરમ નથી. મારી પોતાની જ વાત કરું તો દીક્ષા લેતાં જ લાભાંતરાય કર્મ એવું જોરદાર ઉદયમાં આવ્યું કે મને ક્યાંય ભિક્ષા પણ મળે નહિ. મને તો ઠીક મારી સાથે આવનાર સાધુને પણ ન મળે. એક માણસના પુણ્યપાપનો બીજા માણસ પર પણ પ્રભાવ પડતો હોય છે, એને પણ લાભગેરલાભ પ્રાપ્ત થતા હોય છે. મારી સાથે આવનારા સાધુઓ સ્તબ્ધ થઇ ગયા : આમ કેમ ? સાધુઓને ગોચરી ન મળે ? એ પણ આવા સમૃદ્ધ ભાવુક નગરમાં ? - સાધુઓએ નેમિનાથ ભગવાનને પૂછ્યું : ભગવનું ! આમ કેમ ? કૃષ્ણ જેવા જેમના પિતા છે, આપના જેવા જેમના ગુરુ છે, દ્વારકા જેવી સમૃદ્ધ અને ભાવુક નગરી છે. ઢંઢણ જેવા રાજકુમાર મુનિ છે. છતાં એમને ભિક્ષા કેમ મળતી નથી ? એક સામાન્ય સાધુને પણ સહેલાઇથી મળી જાય છે, પણ આ રાજ પરિવારના દીક્ષિત સાધુને કેમ નથી મળતી ? પ્રભુએ કહ્યું: “આ જગતમાં જે કાંઇ પણ બને છે તે કારણ પૂર્વકનું બને છે. સૂર્ય વિના દિવસ ન થાય તેમ કારણ વિના કાર્ય ન થાય. આત્મ કથાઓ • ૭૫ આત્મ કથાઓ • ૭૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઢંઢણમુનિ પૂર્વભવમાં મગધ દેશમાં પરાશર નામનો બ્રાહ્મણ હતો. રાજાના ખેતરો પરની (વાવણી વગેરેની) જવાબદારી એના પર હતી. અનેક મજૂરો તેના હાથ નીચે કામ કરતા હતા. થોડીક સત્તા આવતાં માણસ છકી જાય છે, પોતાની નીચે રહેલા માણસોનું શોષણ કરે છે. પરાશર પણ ખેત-મજૂરોનું ખૂબ જ શોષણ કરવા લાગ્યો. ભોજનનો ટાઇમ થવા છતાં ભોજન ન આપે. બળદ અને મજૂર બંનેને ભૂખ્યા રાખી કામ કરાવે. આમ તેણે તે વખતે જે અંતરાય કર્મ બાંધ્યું હતું તે આ જન્મમાં ઉદયમાં આવ્યું છે. દુનિયાનો શાશ્વત નિયમ છે : કરો તેવું ભરો. વાવો તેવું લણો. આપો તેવું મેળવો. બીજાને ભોજન નહિ આપવાથી આજે તેને ભોજન મળતું નથી. મારો આવો પૂર્વભવ પ્રભુ-મુખે સાંભળી હું સ્તબ્ધ થઇ ગયો. કેવાં ચીકણાં કર્મો મેં બાંધ્યા ? મને ગોચરી નથી મળતી એમાં લોકોનો નહિ, મારા કર્મોનો જ દોષ છે. મારા કર્મો જ એવાં છે કે પગ મૂકું ત્યાં લોકોના ભાવ જ બદલાઇ જાય, ઉદાર પણ કંજુસ બની જાય. આપવાનું મન જ ન થાય. આ બધો કર્મોનો દોષ છે. કર્મોનો પણ શા માટે? મારો જ દોષ છે. મેં કર્મ બાંધ્યા માટે મને વળગ્યા ને ? વગર આમંત્રણે કર્મો થોડા આવ્યા છે ? એક રીતે જોઇએ તો કર્મોના કેટલાક ઉપકાર પણ છે. કર્મો કદી વગર આમંત્રણે આવતા નથી. આપણે રાગ-દ્વેષ કરીએ તો જ આવે. રાગ-દ્વેષ કરવા એટલે કર્મોને આમંત્રણ-પત્રિકા લખવી. તમે કોઇને આમંત્રણ-પત્રિકા લખો ને એ આવે એમાં એનો કોઇ ગુનો નથી. ગુનો હોય તો પત્રિકા લખનારનો છે. બીજું, ક તે જ વખતે ઉદયમાં આવતા નથી. અબાધાકાળ પૂરો થયા પછી જ ઉદયમાં આવે છે. ત્યાં સુધી એ આપણને તક આપે છે : તમે અમારો નાશ કરી શકો છો, અમે ઉદયમાં આવ્યા વિના નષ્ટ થઇ જઇશું; જો તમે કોઇ જ્ઞાન, ધ્યાન કે તપ જેવા અનુષ્ઠાનોમાં લીન બની જાવ તો. કર્મનો આ જેવો તેવો ઉપકાર છે ? ત્રીજો ઉપકાર એ કે કર્મો ઉદયમાં આવે છે ત્યારે કપાળમાં કાંઇ લખતા નથી કે તમે પૂર્વજન્મમાં આવું-આવું કર્યું હતું માટે અમે ઉદયમાં આવ્યા આત્મ કથાઓ • ૭૬ છીએ. જો એ બધું લખાઇ જતું હોત તો લોકો તમારા પર દયા તો ન કરે, પણ ઘૂંકે. હાય ! હાય ! આવો પાપી ! આના પર દયા કરવા જેવી નથી. સારું છે કે કપાળમાં કાંઇ લખાઇ જતું નથી. ચોથો ઉપકાર એ કે કર્મો કોઇ ભેદભાવ રાખતા નથી, સો ટચ સાચો ન્યાય આપે છે. કોઇની લાંચ રુશવત કે લાગવગ અહીં ચાલતી નથી. નાનો માણસ પણ જો ઉમદા કામ કરે તો તેને કર્મો મહાન માનવ બનાવી દે છે. પેલો ભરવાડનો છોકરો સંગમ ! એણે ખીર વહોરાવવાનું ઉત્તમ કામ કર્યું તો ખુશ થયેલા કર્મોએ એને સંગમમાંથી શાલિભદ્ર બનાવી દીધો. મોટો માણસ પણ ભૂલ કરે તો એને પણ કમ ન છોડે. શ્રી આદિનાથ કે મલ્લિનાથ જેવા ભગવાનોને પણ કર્મોએ ક્યાં છોડ્યા છે ? કર્મોના કેટકેટલા ઉપકાર છે આપણી ઉપર ? તો કર્મોને શા માટે ભાંડવા ? કમનો શો દોષ? તેઓ તો આપણી આમંત્રણ-પત્રિકાથી આવેલા મહેમાન છે. ખરો દોષ તો આપણો છે, આત્માનો છે. આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે કર્મો આવ્યા ને ? મારે મારા આત્માને રાગ-દ્વેષથી પર રાખવો જોઇએ, એને દેઢા બનાવવો જોઇએ. તો કર્મો પોતાની મેળે ભાગી છૂટશે. યજમાન આગતાસ્વાગતા ન કરે તો મહેમાન કેટલા દહાડા ટકે? આપણે તો મહેમાનોને મીઠાઇઓ ખવડાવ્યા કરીએ છીએ ને ફરીયાદ કરીએ છીએ : મહેમાનો એવા ચીટકી પડ્યા છે કે જવાનું નામ નથી લેતા. ગુંદર તમે લગાવો તો ચીટકે જ ને ? મહેમાનોને વિદાય આપવા મેં ઘોર અભિગ્રહ લીધો : મારી લબ્ધિથી મળે તો જ ભોજન લેવું. બીજાની લબ્ધિથી મળેલી ભિક્ષા વાપરવી નહિ. હું રોજ-રોજ ઘેર-ઘેર ફરતો... પણ ક્યાંયથી ભિક્ષા મળતી નહિ. મારું કર્મ જાણે ઘેર-ઘેર જઇને કહી આવતું : સાવધાન ! પેલા સાધુને કશું આપતા નહિ. રોજ પાત્રા લઇને જાઉં અને ખાલી આવું ! બધા સાધુઓ મારો આવો અભિગ્રહ પહોળી આંખે જોઇ રહેતા ! આત્મ કથાઓ • ૭૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ આમ કરતાં-કરતાં એક-બે નહીં, પૂરા છ મહીના પસાર થઇ ગયા. મારા પેટમાં ભોજન કે પાણી ગયું હોતું. છતાં મને કોઇ ગ્લાનિ હોતી ! હું સંપૂર્ણ પ્રસન્ન હતો. કારણ કે હું માનતો હતો કે આ કર્મો, આ દુઃખો મેં જ ઊભા કરેલા છે. એમાં કોઇને દોષ શું દેવો ? જેટલા પરાક્રમથી, ઉત્સાહથી કર્મો બાંધ્યા છે, તેટલા જ ઉત્સાહથી કર્મો ખપાવવા રહ્યા. હું પ્રભુ સાથે ફરી દ્વારિકા નગરે આવ્યો. ગોચરી માટે મારા જ નગરમાં હું ફરી રહ્યો હતો, પણ મળતી હોતી. મહાત્મા કોઇ ઉત્કૃષ્ટ હોવા જોઇએ. મારે તેમનો લાભ લેવો જોઇએ. ને એ શેઠ તમને ગોચરી માટે લઇ ગયા. આમાં તમારી નહિ, શ્રીકૃષ્ણની લબ્ધિ કામ કરી ગઇ છે. પ્રભુનો આ જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગયો ! કેવાં કઠણ કર્મ કર્યા હશે મેં ? હું તરત જ એ લાડવાઓને પરઠવવા ચાલ્યો. તમે વિચારો : છ-છ મહીના વીતી ગયા છે ! શરીર દુર્બળ થઇ ગયું છે ! સખત ભૂખ-તરસ લાગી છે ! છતાં ત્યારે સમતા રાખવી એ બચ્ચાના ખેલ નથી. પણ કર્મક્ષય એ જ જેમનું લક્ષ્ય હોય, એમને ગમે તેટલી તકલીફો પણ ઓછી જ લાગે. વધુ દુઃખમાં વધુ સુખનાં દર્શન થાય. કારણ કે તો જ વધુ કર્મો ખપેને ! લાડવાનું ચૂર્ણ કરતાં-કરતાં હું એવી શુભ ભાવનાઓમાં ચડ્યો કે કર્મોનું પણ ચૂર્ણ કરી નાખ્યું. અનંત કેવળજ્ઞાનના અવતરણથી મારા આત્મામાં પ્રકાશ-પ્રકાશ વ્યાપી ગયો. મેં માત્ર અંતરાયનું જ નહીં, ચારેય કર્મોનું ચૂર્ણ કરી નાખ્યું. રાજમાર્ગ પર શ્રીકૃષ્ણ મળ્યા. હાથી પરથી નીચે ઊતરી એમણે મને ભાવપૂર્વક વંદન કર્યા. “સંયમ-જીવન કેમ ચાલે છે ?' સંસારી પિતાના પ્રશ્નના જવાબમાં મેં કહ્યું: “ખૂબ જ મસ્તી છે. ખૂબ જ આનંદ છે. ઉપવાસમાં પણ આનંદ છે. પારણામાં પણ આનંદ છે.” શ્રીકૃષ્ણ તો વંદન કરીને જતા રહ્યા. આ બાજુ તરત જ એક ગૃહસ્થ મને ગોચરી માટે બોલાવ્યો. હું સ્તબ્ધ થઇ ગયો. કારણ કે આ પહેલો અવસર હતો. જ્યારે કોઇએ મને આહાર માટે બોલાવ્યો હોય. સામેથી ઘેર જાઉં તોય ન મળે ત્યાં બોલાવવાની વાત જ ક્યાં ? મને થયું : હવે મારા અંતરાય કર્મ તૂટ્યા લાગે છે. હું એને ઘેર ગયો. એ શેઠે ભાવપૂર્વક વહોરાવ્યું. લાડવાથી મારું પાત્ર ભરી દીધું; હું ‘ના... ના...' કરતો રહ્યો છતાંય. પ્રભુ પાસે આવીને મેં કહ્યું : પ્રભુ ! શું મારા અંતરાય કર્મ તૂટી ગયા ? નેમિનાથ પ્રભુએ કહ્યું : નહિ... ઢઢણ ! હજુ તારા અંતરાય કર્મ તૂટ્યા નથી. તને જે ભિક્ષા મળી એ તારી લબ્ધિથી નહિ, પણ શ્રીકૃષ્ણની લબ્ધિથી મળી છે. એમણે સમવસરણમાં પ્રશ્ન પૂછેલો કે અઢાર હજાર સાધુઓમાં સૌથી ઉત્કૃષ્ટ કોણ ? ત્યારે મેં તારું નામ આપેલું. આથી રસ્તામાં તમે મળતાં તેમણે તમને ભાવપૂર્વક વંદન કર્યા. એમના વંદનને જોઇ એક શેઠને થયું : જેના ચરણોમાં શ્રીકૃષ્ણ જેવા વાસુદેવ ઝૂકે એ આત્મ કથાઓ • ૭૮ આત્મ કથાઓ • ૭૯ Page #41 -------------------------------------------------------------------------- ________________ . (૧૧) હું પ્રસન્નચન્દ્ર છે “અહો ! કેવા ધ્યાનસ્થ મુનિ છે ! એક પગે ઊભા રહી સૂર્યની સામે અપલક નયને જોઇ રહ્યા છે. ધ્યાનની ધારા કેટલી તીવ્ર હશે ! સાચે જ આવા મહાત્માને સ્વર્ગ કે મોક્ષ દુર્લભ નથી.” હું કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો હતો ને મારા કાને આવા શબ્દો પડ્યા. હું રાજી થયો. સ્વપ્રશંસા સાંભળતાં કોને આનંદ ન થાય ? મધ અને સાકરથી પણ મીઠી સ્વપ્રશંસા છે... કદાચ તેથી પણ વધુ મીઠી છે. એટલે જ તો મધ અને સાકરના સ્વાદ છોડનારાઓ પણ આ સ્વપ્રશંસાનો સ્વાદ છોડી શકતા નથી ને ? ત્યાં જ બીજા માણસના શબ્દો મારા કાને પડ્યા : હવે જોયા જોયા આ મહાત્મા ! એમણે શું કર્યું તને ખબર છે ? નાનકડા ટેણીયાને ઝટપટ રાજગાદી પર બેસાડી દીક્ષા લઇ લીધી. જાણે મોક્ષ ભાગી જતો હતો! નર્યો પલાયનવાદ ! જે રાજા રાજ્યનું-પ્રજાનું ભાવિ વિચાર્યા વિના જ કુદી પડે એવાઓની પ્રશંસા હું તો ન જ કરું ! હું તો આવા બાવાઓને ભાગેડુ કહું - સંસારના સંગ્રામથી હારીને ભાગી છૂટનારા કાયરોને ‘ભાગેડુ' ન કહેવાય તો શું કહેવાય ? એમને એમ રાજ્ય મંત્રીઓના ભરોસે મૂકી દીધું તો આજે પરિણામ શું આવ્યું તું જાણે છે ? ગાડામાં બળદની જગ્યાએ વાછરડા જોડો તો શું પરિણામ આવે ? એક ખેડૂત પણ આવી ભૂલ નથી કરતો. આમની પાસે તો ખેડૂત જેટલી પણ બુદ્ધિ શું કામ છે ? રાજ્ય તજી દીધું તેમાં તને શો વાંધો આવ્યો ? તને કાંઇ તકલીફ પડી ? સીધી વાત છે. સ્વપ્રશંસાથી જેને આનંદ આવ્યો તેને બીજા દ્વારા થતી સ્વનિંદાથી ગુસ્સો આવવાનો જ ! અને સ્વનિંદાથી જેને ગુસ્સો આવે તેને સ્વપ્રશંસાથી આનંદ આવે જ... બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એ અલગ હોઈ શકે નહિ. મારી વિચાર-ધારા આગળ ચાલી. મારો ગુસ્સો મને ગાળો આપનાર માણસ પરથી મંત્રીઓ પર પહોંચ્યો : હરામખોર મંત્રીઓ સમજે છે શું મનમાં ? મારો જ પગાર ખાઇને તગડા થયેલા હવે મારી જ સામે થાય છે ? આવી બેવફાઇ ? હવે હું છોડવાનો નથી. આવી જાઓ સાલા નાલાયકો ! તાકાત હોય તો સામી છાતીએ લડો. પીઠ પાછળ શું છરા ભોંકો છો ? તમે ન આવો તોય આજે હું તમને છોડવાનો નથી. તમારા ઘરમાં પેસી એકેકનું ગળું પકડી બહાર કાઢવાનો છું ને યુદ્ધ કરવાનો છું. લ્યો, તમે ઘરથી બહાર આવી પણ ગયા. એમ ? તમે લડવા માટે તૈયાર પણ થઇ ગયા ? હજુ તમે મારી તાકાત જોઇ નથી બંદાઓ ! લો હવે જોઇ લો તાકાત ! ફટાક...! મેં તલવાર ઝીંકી ને એક મંત્રી ધરાશાયી ! તલવાર હું ઘુમાવતો જ ગયો - ઘુમાવતો જ ગયો... જે જે મંત્રીઓના પક્ષે સૈનિકો ઊભા હતા.. બધાનું કચ્ચરઘાણ કરતો ગયો. કોઇનું માથું કપાયું. કોઇનો હાથ કપાયો. કોઇની છાતી વીંધાઈ ! કોઇનું પેટ વીંધાયું ! તો કોઇના પગ કપાયા ! તરફડતા હાથો ! કંપતા પગો ! નાચતા ધડો ! લોહીના ફુવારાઓ ! માંસના લોચાઓ અને કણસતા સૈનિકોથી મેદાન ભયંકર બની ગયું. સામે પક્ષે ઘણા હતા. આ બાજુ હું એકલો હતો. એકલો હતો તો શું થઇ ગયું ? હિંમત અને પરાક્રમ મારી સાથે હતા. સિંહના ટોળા કદી જોયા છે ? સિહ તો એકલવીર થઈને તૂટી પડે. લડતા-લડતાં મારી તલવાર તૂટી ગઇ. એટલે મેં ભાલો લીધો અને ફરીથી જંગ શરૂ કર્યો. વીર પુરુષો કદી સાધનોની પરવા કરતા નથી. એમને તો હાજર તે હથિયાર ! આત્મ કથાઓ • ૮૧ નથી. હવે પેલા મંત્રીઓએ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે મળી જયંત્રો શરૂ કરી દીધા છે. તેમની સાથે મળી કુમારને પદભ્રષ્ટ કરશે. રાજ્ય હાથમાંથી જશે. પ્રજા બરબાદ થશે... આ બાવાના પાપે !” આ શબ્દો મારા કાનમાં કાંટા બનીને ચૂભવા માંડ્યા. શરૂમાં તો મને ‘ભાગેડુ, કાયર, બાવો' કહેનાર એ માણસ તરફ ગુસ્સો આવ્યો. સાલા હરામખોર ! તારું મેં શું બગાડ્યું છે? હું ગમે તેવો હોઉં - તારે આત્મ કથાઓ • ૮૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ થોડીવારમાં ભાલો તૂટી ગયો તો મેં બાણ-કામઠાં હાથમાં લીધાં. સન... ન... ન... બાણ છોડતો જ ગયો... છોડતો જ ગયો... એટલી શીવ્રતાથી હું બાણો છોડતો કે સામાવાળાને પ્રતિકાર કરવાનો સમય જ ન મળે. હું નિશાનબાજ હતો. બાણાવળી તરીકે પ્રસિદ્ધ હતો. મારું એકેય તીર ખાલી હોતું જતું. એકેક તીરે એકેક માથું ઢળતું ગયું. કેટલાય માથાઓને મેં ઢાળી દીધા. પણ રે... થોડીવારમાં મારું માથું ખાલી થઇ ગયું. માત્ર કામઠું જ બચ્યું હતું. હું કામઠું લઇને ઝૂડવા માંડ્યો. એ પણ તૂટી જતાં ગદા, કટારી, છરી... જે હાથમાં આવ્યું તે લઈને તુટી જ પડ્યો. નક્કી જ કર્યું હતું : આજે તો બસ જીતવું જ છે. બધા શસ્ત્રો ખૂટી ગયા તો પણ હું હિંમત ન હાર્યો. મેં તૂટેલા રથના પાટિયાઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ પણ ખલાસ થઇ જતાં હું વિચારમાં પડી ગયો : હવે શું કરવું ? રે બહાદુર ! આમ નિરાશ થયે શું ચાલે ? એમ કાંઇ યુદ્ધમાં જીત મળતી હશે ? ચાલ... ફરી કૂદી પડ. બધા શસ્ત્રો ખૂટી ગયા તો શું થયું? હજુ તારા મસ્તક પર મુગટ તો છેને ? એનાથી ઝીંકવા માંડ ! હાજર તે હથિયાર ! મારું મન બોલી ઊઠ્યું. મેં નિરાશા ખંખેરી. મુગટ લેવા માથે હાથ મૂક્યો અને હું ચમકી ઉઠ્યો : અરે.. અહીં ક્યાં મુગટ છે ? મુગટ તો શું વાળ પણ નથી, મુંડન છે. હું અત્યારે ક્યાં પ્રસન્નચન્દ્ર રાજા છું? હું તો મુનિ છું. મારે ને રાજ્યને શું લેવાદેવા? અરેરે.. મનથી જ યુદ્ધ ખેલીને મેં કેટલા માણસોને મનોમન મારી નાખ્યા? મેં કેટલા કર્મો બાંધ્યા હશે ! ભગવાન જાણે ? - દુનિયા તો મને સમજે છે : હું મહાન ધ્યાની છું ! એક પગે ઊભો રહી સૂરજની આતાપના લઊં છું ! પણ રે, ખરેખર હું કેવો છું ? મુનિ છું કે ખૂની ? ધ્યાની છું કે દંભી ? ભયંકર રૌદ્રધ્યાનથી મેં કેટલાની હત્યા કરી નાખી ? ભલે દુનિયાની નજરે હું હત્યારો નથી, પણ કર્મસત્તાની નજરે તો હું હત્યારો જ બન્યો ને ! કર્મસત્તા મને થોડી છોડવાની છે. કેટલા બધા પંચેન્દ્રિય જીવોની - માણસોની મેં માનસિક હત્યા કરી નાખી. ભગવાન કહે છે : પંચેન્દ્રિયની હત્યા, માંસનું ભક્ષણ, આત્મ કથાઓ • ૮૨ મહા આરંભ અને મહાપરિગ્રહનું સેવન નરકમાં લઇ જાય છે. શું હું નરકમાં જઇશ ? જો સાધુ બન્યા પછી પણ નરકમાં જ જવું પડે તો તો હદ થઇ ગઇ ! રાજેશ્વરી નરકેશ્વરી... એ તો બરાબર પણ મુનીશ્વરી નરકેશ્વરી બનશે ? નહિ... નહિ... મારે નરકમાં નથી જવું. એના માટે મેં દીક્ષા નથી લીધી. મેં તો મોક્ષ માટે દીક્ષા લીધી છે. મારા હૃદયમાં પશ્ચાત્તાપનો પાવક ભડ... ભડ... બળવા માંડ્યો. કર્મોનાં કેટલાય બંધન એમાં બળવા માંડ્યાં. મારા ચિત્તની દશા વિશુદ્ધ.. વિશુદ્ધતર અને વિશુદ્ધતમ બનવા લાગી. ક્ષણે ક્ષણે હું આત્મ-વિકાસના નવા-નવા શિખરો સર કરવા લાગ્યો. પ્રતિક્ષણે આનંદ વધવા જ લાગ્યો. વધવા જ લાગ્યો. એવો આનંદ કે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. એવો આનંદ કે જેને કોઇ ઉપમાથી સરખાવી ન શકાય. ચિત્તની અશુદ્ધિ વખતની ક્લિષ્ટતા ક્યાં અને ચિત્ત-શુદ્ધિની વખતની પ્રસન્નતા ક્યાં ? મારા વધતા આનંદના પૂરે કેટલીયે ગાંઠો ભેદી નાખી... હું આગળ વધતો જ ગયો... આગળ વધતો જ ગયો... ને એક એવા સ્થાને પહોંચી ગયો જ્યાંથી પાછા ફરવાનું જ ન હતું. હું ક્ષણવારમાં કેવળજ્ઞાની બની ગયો. મારી સાધના - નદી બ્રહ્મના સમુદ્રમાં ભળી ગઇ ! મારું સાધના-બી વડ વૃક્ષમાં ફેરવાઇ ગયું ! મારું સાધનાનું દૂધ માખણમાં પરિવર્તિત થઇ ગયું! કેવળજ્ઞાનમાં મને દેખાઇ રહ્યું હતું : થોડી જ ક્ષણો પહેલાં શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછેલું : ભગવદ્ ! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અત્યારે કાળ કરે તો ક્યાં જાય ? ભગવાને કહેલું : સાતમી નરકમાં. હા... હું ત્યારે મનના મેદાનમાં ઘમસાણ યુદ્ધ કરી રહ્યો હતો. એવું પાપ-કર્મ મેં ઉપાર્જેલું કે ત્યારે મૃત્યુ થાય તો સાતમી નરકે જવું પડે ! - શ્રેણિક ચોંકી ઊઠ્યા : આ હું શું સાંભળું છું? આવા મહર્ષિ સાતમી નરકે ? તો પછી અમારા જેવા ક્યાં જશે ? નક્કી... મારી સાંભળવામાં કાંઇક ભૂલ થઇ લાગે છે. શ્રેણિકે ફરી પૂછેલું : ભગવન્! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અત્યારે કાળ કરે તો ક્યાં જાય ? ‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં.’ જવાબ મળ્યો. આત્મ કથાઓ • ૮૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક ફરી ચમકી ઊઠ્યા : આ બધી શી ગરબડ છે ? ક્ષણવારમાં સાતમી નરક અને ક્ષણવારમાં સર્વાર્થસિદ્ધ ? સાંભળવામાં મારી ગેરસમજ થાય છે કે શું ? મારા કાન છે કે ભૂંગળાં ? શ્રેણિક વિચારવિમળમાં ઘેરાઇ ગયા. અચાનક દેવદુંદુભિ વાગી અને શ્રેણિકે પૂછ્યું : ‘ભગવન્ ! આ દેવદુંદુભિ શાની વાગી ?’ ‘શ્રેણિક ! પ્રસન્નચન્દ્ર કેવળજ્ઞાન પામ્યા !' ‘ભગવન્ ! થોડીવાર પહેલા સાતમી નરક, પછી સર્વાર્થસિદ્ધ અને હમણાં કેવળજ્ઞાન... આ બધું શું છે ? મને કાંઇ સમજાયું નહિ.” ભગવાને કહ્યું : “તું જ્યારે મારી પાસે આવી રહ્યો હતો ત્યારે તેં તો પ્રસન્નચન્દ્ર રાજર્ષિને ભાવથી વંદન કર્યા, પણ તારા સુમુખ અને દુર્મુખ નામના સૈનિકોના શબ્દોથી પ્રસન્નચન્દ્ર ભયંકર રૌદ્રધ્યાનમાં ચડ્યા. જે ક્ષણે તેં પૂછ્યું તે ક્ષણે મનના સમરાંગણમાં ભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. ત્યારે જો મરે તો સાતમી નરકે જાય એવું હતું. થોડીવાર પછી તેં પ્રશ્ન પૂછ્યો ત્યારે તેઓ આ પાપથી પાછા હટી ગયા હતા. પશ્ચાત્તાપના પાવકથી કર્મ-ઇંધનો સળગાવી રહ્યા હતા, ત્યારે એટલા શુભ ધ્યાનમાં હતા કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચી શકે ! પણ પછી એથીએ આગળ વધીને કેવળજ્ઞાન પામ્યા. શ્રેણિક ! આ બધો મનનો મેલ છે. મન જ વૈતરણી નદી છે ને મન જ નંદનવન છે. મન જ નરક છે. મન જ સ્વર્ગ છે. “મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર.” પ્રભુના ખુલાસાથી શ્રેણિકને પૂરો સંતોષ થયો. ક્ષણવારમાં સાતમી નરક ! ક્ષણવારમાં કેવળજ્ઞાન ! ક્ષણો પહેલાં ઊંડી ખાઇ ! ક્ષણો પછી ઉત્તુંગ શિખર ! ક્ષણો પહેલાં અંધારું ! ક્ષણો પછી અજવાળું ! ક્ષણો પહેલાં ઝેર ! ક્ષણો પછી અમૃતનો ધોધ ! મારા જેવું બીજું દેષ્ટાંત તમને ભાગ્યે જ જોવા મળશે ! આત્મ કથાઓ • ૮૪ (૧૨) હું અનાથી જંગલમાં એક વૃક્ષ નીચે હું ધ્યાનસ્થ ઊભો હતો. એકલો હોવા છતાં એકલતા લાગતી ન્હોતી. હું અંદરની દુનિયામાં ખોવાઇ ગયો હતો. અંદરની ઝાકઝમાળ જેને જોવા મળી જાય તે કદી બહારના ઐશ્વર્યથી અંજાઇ નહિ જાય. અંદર જ એટલો બધો આનંદ ભર્યો છે કે એની જો ભાળ મળી જાય તો બહાર ક્યાંય દોડવાની જરૂર ન પડે. આનંદ અંદર જ છે, બહાર ક્યાંય નથી જ - આવી મારી પ્રતીતિ દિવસો-દિવસ દંઢ થતી રહેતી હતી. “મહાત્મન્ ! અહીં જંગલમાં એકલા કેમ ઊભા છો ? અહીં શું કરી રહ્યા છો ?” મારા કાને શબ્દો અથડાયા. આંખો ખોલીને મેં જોયું તો મારી સામે પોતાના વિશાળ રસાલા સાથે રાજા ઊભો હતો. હું જોતાં જ ઓળખી ગયો : અરે આ તો રાજા શ્રેણિક ! એણે મને આશ્ચર્યપૂર્વક પૂછ્યું : મુનિવર ! યુવાવસ્થામાં આ શું માંડ્યું છે ? તમારી પાસે અદ્ભુત રૂપ છે. છલકાતું યૌવન છે. તરવરતું લાવણ્ય છે. આ અવસ્થામાં જંગલમાં ધ્યાન ? આ અવસ્થામાં સંસારનો ત્યાગ ? અત્યારે તો સંસાર ભોગવવાનો સમય છે. અત્યારે તો સંસાર ભોગવવો જોઇએ. સંન્યાસ એ તો ઘડપણની ચીજ છે. સમય સમય પર બધું શોભે ! ઘરડો ભોગો ભોગવે એ ન શોભે તેમ યુવાન સંસાર છોડે તે પણ નથી શોભતું ! બધી વસ્તુ અવસરે શોભતી હોય છે. વર્ષાઋતુમાં ખેડૂત બહાર જાય અને ગ્રીષ્મઋતુમાં ખેતી કરે તો ? આ સંસાર કેટલો સોહામણો છે ! તમારા પર તો નસીબે છૂટા હાથે રૂપ-લાવણ્ય વેર્યું છે. એને શા માટે વેડફો છો ? જીવનને એના પૂર્ણ સ્વરૂપે માણો. પછી સ્વયં આપ પક્વ બનશો, વૈરાગ્ય પક્વ બનશે. પાકી કેરી પોતાની મેળે ઝાડ પરથી ખરી જતી હોય છે. આત્મ કથાઓ • ૮૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ આપને જોઇને મને ફરી-ફરી પ્રશ્ન થાય છે : “આપે સંસાર છોડ્યો શા માટે ? કયું કારણ હતું ?” રાજાના બધા પ્રશ્નો હું સાંભળતો રહ્યો. પછી મેં મર્માળુ જવાબ આપ્યો : હું અનાથ હતો. અનાથને સંસાર છોડવા સિવાય બીજો કયો રસ્તો છે ? અનાથોનો અનાથાશ્રમ સંયમ છે.” “અરે ! મુનિરાજ ! આ શું બોલ્યા ? આપ અનાથ હતા? ચલો... કાંઇ વાંધો નથી. હવે તમે અનાથ નથી, સનાથ છો. આજથી હું તમારો નાથ થાઉં છું.” તમે સ્વયં અનાથ છો. મને શી રીતે સનાથ બનાવશો? જે સ્વયં ડૂબી રહ્યો છે તે બીજાને શી રીતે તારશે ? જે સ્વયં અંધ છે તે બીજાને શી રીતે રસ્તો બતાવશે ?” શું વાત કરો છો મહારાજ ? હું અનાથ ? તમે ઓળખ્યો નથી લાગતો. હું મગધનો સમ્રાટ છું. રાજગૃહી મારી રાજધાની છે. મારી પાસે અઢળક વૈભવ છે. વિશાળ સેના છે. વફાદાર સેવકો છે. વિનીત પરિવાર છે. પ્રેમાળ અંતઃપુર છે. પ્રેમી પ્રજાજનો છે. આટલો મારો વૈભવ... છતાં હું અનાથ ? મહારાજ ! તમે હદ કરો છો. તમે પણ આવી જાવ મારી સાથે. હું તમને ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર બનાવી દઇશ.” રાજાના એકેક શબ્દમાં હુંકાર ભર્યો હતો. મેં કહ્યું : એ તો હું પણ જાણું છું કે તમે મગધના સમ્રાટ છો. એમ તો હું પણ વત્સદેશના સમ્રાટ કોસાંબી-નરેશનો પુત્ર હતો. રાજકુમારને શી કમીના હોય ? છતાં હું અનાથ બન્યો. રાજન્ ! મારી કથા સાંભળવા જેવી છે. - પ્રેમાળ માતા-પિતા ! વહાલી સુશીલ પત્ની ! સ્નેહાળ સ્વજનો ! વિનીત સેવકો ! મદમસ્ત યૌવન ! બધી જ અનુકૂળ સામગ્રી મને મળી હતી. પણ એક દિવસે હું ભયંકર રોગથી ઘેરાયો. વ્યાધિની વેદના એટલી ભયંકર હતી કે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. હું તરફડિયાં મારવા લાગ્યો. મારા માતા-પિતાએ તરત જ મોટા-મોટા વૈદ્યો, હકીમો વગેરેને આત્મ કથાઓ • ૮૬ બોલાવ્યા. મારો ઉપચાર શરૂ થયો, પણ સફળ ન થયો. રતીભાર જેટલી વેદના ઓછી ન થઇ. હું દિવસ-રાત પાણી વિનાની માછલીની જેમ તરફડિયાં મારવા લાગ્યો ! મારા માતા-પિતાએ માંત્રિકો, ભૂવાઓ, જોષીઓ વગેરે અનેક નિષ્ણાતોને બોલાવ્યા, પણ રોગ હટવાનું નામ લેતો ન્હોતો. પથારીમાં વેદનાથી કણસતા મને સૌ જોઇ રહ્યા... પણ બધા લાચાર હતા. દર્દમાંથી કોઇ શી રીતે ભાગ પડાવી શકે ? મારા પ્રેમાળ માતા-પિતા, સ્નેહાળ સ્વજનો, પ્યારી પત્ની... વગેરે તમામ ટગર-મગર જોઇ રહ્યા હતા, પણ સૌ લાચાર હતા. જિંદગીમાં પહેલીવાર હું અનાથતા અનુભવી રહ્યો. રોગ, જરા અને મૃત્યુ - આ ત્રણ એવી વસ્તુ છે જે ભલભલાને લાચાર બનાવી દે, અનાથ બનાવી દે. પણ ત્રણમાંથી એક જ્યારે આવી પડે ત્યારે જ આ તત્ત્વ સમજાય. એ પહેલાં તો માણસ ધરતીથી અદ્ધર જ ચાલતો હોય છે. પોતાના પર વીતે ત્યારે જ સમજાય. ઘરડાઓ શા માટે ધર્મ તરફ વળે છે ? ત્રણમાંથી એકાદ ચીજે તેમને ઘેરી લીધા હોય છે. યુવાનો શા માટે ધર્મ તરફ નજરેય નથી કરતા ? ત્રણમાંથી એકેય ચીજ તેમને દેખાતી નથી. કેટલાક યૌવનમાં પણ રોગગ્રસ્ત બને છે ને મન ભોગમાંથી યોગ તરફ વળે છે. રોગ પણ ત્યારે આશીર્વાદરૂપ બને જો મન ધર્મ તરફ વળે. મારી પણ વિચારવાની દિશા હવે પલટાઈ. અત્યાર સુધી હું રંગરાગમાં જ ડૂબેલો હતો. એટલે બીજો કોઈ વિચાર જ ન્હોતો આવતો. વિચારની બધી બારીઓ બંધ હતી. તે વખતે પહેલી જ વાર વિચારની એક બારી ખુલી. મારા બંધિયાર મગજમાં નવું અજવાળું રેલાયું. કેવું સુંદર શરીર... પણ અચાનક જ રોગે ઘેરાયું ? આટલા બધા સ્વજનો હોવા છતાં શું હું અનાથ ? સાચે જ ધર્મ વિના કોઇ નાથ થઇ શકે તેમ નથી. મારી અંતરદૃષ્ટિ ઊઘડવા લાગી. મેં હવે ધર્મના શરણે જવા દેઢ નિશ્ચય કર્યો. જો ધર્મ વિના કોઇનું શરણું ન જ મળી શકે તેમ હોય તો શા માટે જીવનભર તેનું જ શરણું ન લેવું ? આત્મ કથાઓ • ૮૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ “મુનિવર ! આપે મને અનાથ-સનાથનો અર્થ બરાબર સમજાવ્યો. આપની વ્યાખ્યા પ્રમાણે ખરેખર આખું જગત અનાથ છે. મોટો ચક્રવર્તી પણ અનાથ છે. ધર્મ જેને નથી મળ્યો તે બધા જ અનાથ છે. મહાત્મનું ! આજે આપના સમાગમથી મને ધર્મનો બોધ થયો. મુનિજી ! આપના ચરણોમાં અગણિત વંદન !” રાજા પોતાના સ્થાનકે ગયો. હું ફરી ધ્યાન-દશામાં લીન બન્યો. છ મહીનાના રોગથી અકળાયેલા, ગુંગળામણ અનુભવતા ધર્મને જ એક માત્ર શરણ્યરૂપે જોતા મારા આત્માએ દેઢ સંકલ્પ કર્યો : જો આજની રાતે મારો રોગ મટી જાય તો હું સવારે દીક્ષા લઇશ ! મારા સંકલ્પનો ચમત્કાર તો જુઓ ! જ્યાં મેં સંકલ્પ કર્યો કે તરત જ વેદના ઘટતી ગઇ, રોગ ઘટતો ગયો. સવાર સુધીમાં તો વેદના એકદમ ગાયબ ! શરીર એકદમ તંદુરસ્ત ! ચમત્કાર સર્જાઇ ગયો... નહિ ? પણ આમાં ચમત્કાર જેવું કશું નથી. તમારું મન જ્યારે શુભ વિચાર, શુભ સંકલ્પ કરવા લાગી જાય છે ત્યારે અંદર જબરદસ્ત આંદોલન પેદા થાય છે. શુભ વિચારોની જબરદસ્ત અસર હોય છે. એના કારણે કર્મોમાં પણ ફરક પડે છે. અશુભ કર્મો શુભમાં પરિવર્તિત થઇ જાય છે. જ્યારે આપણે શુભ વિચારો કરવા લાગીએ છીએ ત્યારે ચારેબાજુથી શુભ વિચારોને આમંત્રણ આપીએ છીએ. ચારેબાજુ બધા જ પ્રકારના વિચારો ઘુમી રહ્યા છે. આપણે જેવા વિચારો કરીએ છીએ તેવા વિચારો સ્વાભાવિક રીતે આકર્ષિત થઇ જતા હોય છે. શુભ વિચારોમાં રોગોને મટાડવાની અદ્દભુત શક્તિ હોય છે. મોટા ભાગના આપણા રોગો અશુભ વિચારોના કારણે થયેલા હોય છે. નિષેધાત્મક વિચારસરણીથી થયેલા હોય છે. જ્યારે વિધેયાત્મક વિચારો કરીએ છીએ ત્યારે રોગ આપોઆપ દૂર ભાગે છે. આથી જ તમે આશાવાદી અને વિધેયાત્મક વિચારવાળાને રોગી ઓછા પ્રમાણમાં જોશો. સવાર થતાં જ હું તો દીક્ષા માટે તૈયાર થઇ ગયો. એવું નહિ કે હવે તો રોગ જતો રહ્યો છે... હવે દીક્ષા - બીક્ષા જવા દો. સંકલ્પ તો મનમાં જ કરેલોને ! કોને ખબર પડવાની હતી ? નહિ... આવી સત્ત્વહીન વિચારણા મને મંજૂર હોતી. સવાર થતાં જ હું સંયમ-પંથે ચાલી નીકળ્યો. રાજન ! મને અટકાવવા મારા સ્વજનોએ ઘણા પ્રયત્નો કર્યા, પણ હું ટસના મસ ના થયો. ડગલું માંડ્યું કે પાછા ના હટવું ! મારી અનાથતા મને બરાબર સમજાઇ ગઇ હતી. શ્રેણિક રાજા મારી વાત સાંભળી મારા ચરણોમાં ઝૂકી પડ્યા : આત્મ કથાઓ • ૮૮ આત્મ કથાઓ • ૮૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ - (૧૩) હું બંદિપેણ (શ્રેણિકપુરા) પ્રભુ શ્રી મહાવીરદેવની દેશના સાંભળી હું દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો. મારા પિતા શ્રેણિક રાજાની તો રજા જ હતી. ધામધૂમથી વરઘોડો નીકળ્યો. રસ્તામાં મને દિવ્યધ્વનિ સંભળાઇ : “નંદિષણ ! દીક્ષા લેવાની ઊતાવળ કરીશ નહિ. હજુ તારા ભોગ કર્મ બાકી છે. દીક્ષા ઉત્તમ ચીજ છે, પણ એના માટે ઉત્તમતા કેળવવી પડે. સિંહણનું દૂધ કાંસાના પાત્રમાં ના ટકે. દીક્ષા પણ અપકવ આત્મામાં ના ટકે. તમે હજુ અપક્વ છો. સંસારમાં રહીને પહેલાં પકવ બનો પછી દીક્ષામાં આગળ વધજો. અત્યારનો વૈરાગ્ય જો કે સાચો છે, પણ છતાંય તમને પછીથી લાગશે કે એ દૂધનો ઊભરો હતો. અરેરે... ક્યાં ભૂલ કરી ને દીક્ષાની જેલમાં હું ફસાઇ ગયો ? આવું કાંઇ થાય એ પહેલાં ચેતી જાવ. સંસાર એ મોટી વિદ્યાપીઠ છે. અહીં ઠોઠ વિદ્યાર્થીને, જો એ યોગ્યતા કરતાં “આગળ વધી ગયો હોય તો પાછો ધકેલવામાં આવે છે. પછીથી પીછેહટ કરવી પડે એ કરતાં પહેલેથી વિચારીને કરવું સારું !” શાસન-દેવતાની આ વાણી સાંભળી... પણ હું એટલો વૈરાગ્યના નશામાં ચકચૂર હતો કે કોઇનું કશું સાંભળવા માંગતો જ હોતો ! પ્રભુ શ્રી મહાવીરદેવની વાણી મારા અંતરાત્મામાં ગુંજી રહી હતી : સંસાર એટલે ભયંકર જંગલ ! અહીંથી જલદી ભાગી છૂટો ! સંસાર એટલે ભયંકર સાગર, જલદીથી તેને તરી જાવ. સંસાર એટલે સળગતું ઘર, સળગતા ઘરમાં એક સેકન્ડ પણ રહી શકાય શી રીતે ?” પ્રભુની આવી વાણી મારા હૃદયમાં એટલી ઠસી ગઈ હતી કે બીજું કાંઇ વિચારવા હું તૈયાર જ હોતો. બસ... જલદી જલદી સંસારથી ભાગી છૂટું... જલદી જલદી આત્મવિશુદ્ધિ કરી મોક્ષે પહોંચી જાઉં - આ એક જ ધૂન મારા પર સવાર હતી. અરે.. ભોગાવલી કર્મો ઉદયમાં આવશે તો તપ-ત્યાગથી એના ભૂક્કા કાઢી નાંખતાં ક્યાં નથી આવડતા ? કર્મ ચડે કે ચેતના ? કર્મ આત્મ કથાઓ • ૯૦ આખરે જડ છે... ચૈતન્ય આખરે ચૈતન્ય છે. જડ પાસે ચૈતન્ય હારી જાય? બિલકુલ અસંભવ ! નબળા લોકો માટે કર્મોના બહાના ઠીક છે, શૂરવીર લોકો માટે આવું કાંઇ જ નથી.” મારું ઉત્સાહી મન બોલી રહ્યું હતું. મેં પ્રભુ પાસે જઇ ઉલ્લાસપૂર્વક દીક્ષા લીધી. સાધનાનો ભીષણ યજ્ઞ શરૂ કર્યો. સાધનાના પ્રભાવે અનેક લબ્ધિઓ અને વિદ્યાઓનો હું સ્વામી બન્યો. પણ... હવે યૌવન કહે મારું કામ ! મારા હૃદય-સાગરમાં વિષયવાસનાના ઊંચા-ઊંચા મોજાઓ ઊછળવા લાગ્યા. હું સાવધાન બની ગયો. ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી ગયો. છટ્ટના પારણે આયંબિલ ! કેટલાય વખત સુધી આ તપ કર્યો... પણ વિકારો હટવાનું નામ લેતા હતા. હું જંગલમાં ગયો, પણ વિકારોએ મારો કેડો ન છોડ્યો. સ્ત્રીઓ સામે હું બિલકુલ જોતો નહોતો... તો પણ બંધ આંખે મને અનેક સ્ત્રીઓ મારી આસપાસ નાચી રહી છે, તેવું દેખાતું. મનને દબાવી-દબાવીને કેટલું દબાવાય ? જેમ જેમ દબાવીએ તેમ તેમ વધુ ને વધુ ઊછળે ! ઉપરથી ક્યારેક એમ લાગે કે બધુંય શાંત થઇ ગયું છે. પણ સહેજ પાણી ડહોળાય એટલે કાદવ ફરી સપાટી પર આવી જાય ! વિકારો મને જાણે સાદ પાડી રહ્યા હતા : ક્યાં જાવ છો તમે ? ગમે ત્યાં જાવ... અમે તમારો કેડો છોડવાના નથી. અમે હજુ તમારા માધ્યમથી, જીવનયાત્રા આગળ ધપાવવા માંગીએ છીએ. તમે તપમાં ક્યાં અટવાઇ ગયા ? તમારી અંદર રહેલા વીર્ય-કણો પોતાની યાત્રામાં આગળ નીકળી જવા ઉત્સુક છે. તમે એને શા માટે રોકી રહ્યા છો ? ગમે તેટલા રોકો પણ એ રોકાવાના નથી. ધક્કો મારીને પણ પોતાનો માર્ગ કરી લેવાના છે. હું વિકારોની સામે ઝૂકી પડું - એવું મને લાગવા માંડ્યું. ઝૂકી જવું, હારી જવું, એના કરતાં આપઘાત કરવો સારો ! વિકારોની ચુંગાલમાંથી છૂટવા હું આપઘાત કરવા ચાલ્યો. પણ એમ આપઘાત કરવોય ક્યાં સહેલો છે ? ઊંચી ટેકરી પર ચડી ભૂસકો મારવાની તૈયારી કરી ત્યાં જ શાસન-દેવીએ મને અટકાવ્યો અને ભવિષ્યવાણી યાદ કરાવી. આત્મ કથાઓ • ૯૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ હું આપઘાતથી તો અટક્યો, પણ મારું મન સતત બેચેન રહેવા લાગ્યું. ગમે તે ક્રિયા કરું, ગમે તે સ્થાનમાં હોઉં, ગમે તેવી તપશ્ચર્યાઓ કરતો હોઉં... પણ મન કોઇ બીજી જ દિશામાં દોડતું હોય. એ દિશા હતી; વિકારોની. આના કારણે હું સતત ઉદ્વિગ્ન રહેવા લાગ્યો. ક્ષણે ક્ષણે મને વિચાર આવતા : શું હું ઘેર ચાલ્યો જાઉં ? ના... ના... ઘેર નથી જવું. ત્યાં મારી આબરૂ શું ? તો શું આ જ રીતે જીવન પૂરૂં કરું ? આ રીતે જીવવાનો અર્થ શો ? અર્ધા-અર્ધા મનથી જીવવું - એ કોઇ જીવન છે ? હું જીવી પણ ન્હોતો શકતો, મરી પણ ન્હોતો શકતો. ઘેર પણ ન્હોતો જઇ શકતો, સંયમમાં પણ મન લગાવી ન્હોતો શકતો. મારી હાલત ત્રિશંકુ જેવી થઇ ગઇ ! મનની આ સ્થિતિ બહુ જ ખતરનાક છે. પણ શું થાય? લાખ પ્રયત્નો કરીએ પણ કેટલીક ચીજો આપણા સામર્થ્યથી બહાર હોય છે. એક વખતે હું કોઇ અજાણ્યા ઘરે ગોચરી જઇ ચડ્યો. એ ઘર વેશ્યાનું હતું, પણ મને એનો કોઇ ખ્યાલ ન્હોતો. મેં મોટેથી કહ્યું : ધર્મલાભ. તરત જ એક સુંદર સ્ત્રી બહાર આવી અને બોલી ઊઠી : “મહારાજ ! અહીં ધર્મલાભ ન જોઇએ. અહીં તો ધનલાભ જોઇએ. તમારા ધર્મથી શું વળવાનું છે ? સંસાર ચલાવવો હોય તો ધન જોઇએ. ધર્મલાભ આપીને મફતીયું લઇ જનારા બાવાઓ માટે આ મકાન નથી.” વેશ્યાના શબ્દોએ મારા અહંકારને ચોટ મારી. શું હું મફતીયું ખાનારો ? શું હું મોઢેથી ધર્મલાભ જ આપનારો ? આ બૈરી સમજે છે શું એના મનમાં ? મારી પાસે કેટ-કેટલી લબ્ધિઓ અને વિદ્યાઓ છે, એની એને શું ખબર ? મારી પાસે ભલે એક કાણી કોડી પણ નથી, પરંતુ ક્રોડોનો ઢગલો કરવાનું સામર્થ્ય જરૂર છે, આજે તો આ બાઇને મારે પરચો આપવો જ પડશે. ને... મેં મકાનના છાપરામાંનું એક તણખલું ખેંચ્યું. ધ... ડ... .... ડ... તણખલું ખેંચતાં જ સોનૈયાનો વરસાદ વરસ્યો. સાડી બાર ક્રોડ સોનૈયાઓથી એ વેશ્યાનું ઘર ભરાઇ ગયું. આત્મ કથાઓ • ૯૨ વેશ્યા તો ખુશ-ખુશાલ થઇ ગઇ. અધ... ધ... ધ... આટલા બધા સોનૈયા ? એ પણ ચપટી વગાડતાં જ ? હું કેટલા ગ્રાહકોને ખુશ કરું તો આટલા સોનૈયા મળે ? કદાચ આખી જિંદગી વીતી જાય તો પણ ન મળે અને આ સાધુએ ક્ષણમાં ઢગલો કરી દીધો. વળી... એનું રૂપ પણ કેટલું સુંદર છે ? આવો ફૂટડો યુવાન અહીંથી જતો રહે. એમાં મારી આબરૂ શું ? - વેશ્યાના મન-ગગનમાં ફટાફટ વિચારોની વીજળીઓ ઝબૂકી ઊઠી. એણે તરત જ મારો હાથ પકડ્યો ને કહ્યું ઃ મહારાજ ! આ દાસીની સેવા સ્વીકાર્યા વિના જાવ છો ક્યાં ? હું અહીંથી નહિ જવા દઉં ! એના હાવ-ભાવ અને કટાક્ષોથી આમેય હું આકર્ષિત થઇ જ ગયો હતો. એને જોતાં જ મારા હૃદયમાં લખલખું પ્રસરી ગયું હતું, મારા રોમરોમમાં હર્ષનો સંચાર થઇ ગયો હતો. મારા અજ્ઞાત મનમાં એ પહેલેથી જ વસી ગઇ હતી. માટેસ્તો મેં એને પ્રભાવિત કરવા ૧૨।। ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરેલી ને ? મારા અજ્ઞાત મનની વાત ચાલાક વેશ્યા ન સમજે એ વાતમાં કોઇ માલ નથી. એના હસ્ત-સ્પર્શથી જ મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. મેં એનું આમંત્રણ સ્વીકારી લીધું. જોઇતું'તું ને વૈદે કીધું ! પડવું હતું ને ઢાળ મળ્યો ! ઘણા વખતની દબાયેલી ઇચ્છા આજે સફળ બનતી લાગી. હું ત્યાં જ રહી ગયો. સાધુ-વેષ છોડીને ગૃહસ્થ વેષ પહેરી લીધો, પણ સાધુતા પ્રત્યેનો મારો આદર ઓછો ન્હોતો થયો હોં ! મારી અયોગ્યતાના કારણે સાધુપણું ખરાબ છે - એમ હું શી રીતે કહી શકું ? સાધુતા તો મહાન છે, મારો ગજ ટૂંકો હોય તેથી કાંઇ સાધુતા ક્ષુદ્ર નથી બની જતી. વેશ્યા-ગૃહમાં રહેવા છતાં સાધુતા પ્રત્યેનો મારો આદર અકબંધ જળવાઇ રહ્યો હતો. સમક્તિનો દીવો હૃદય-મંદિરમાં ઝળહળી રહ્યો હતો. આથી જ મેં પહેલે જ દિવસે સંકલ્પ કર્યો ઃ રોજ દસ માણસને દીક્ષા માટે તૈયાર કરી પછી જ ભોજન પાણી લેવાં ! આત્મ કથાઓ • ૯૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ હા... મારી ઉપદેશ-શક્તિ જબરદસ્ત હતી. સમજાવવાની એટલી સુંદર કળા હતી કે ગમે તે વાત હું સામાના હૃદયમાં ઠસાવી શકતો. સાંભળનાર મારી વાણી સાંભળી નખ-શિખ હલબલી ઊઠતો. ઓહ ! આવો ભયંકર સંસાર ? આવા ખતરનાક વિષયો ? ન જોઇએ આવો સંસાર ! શ્રોતાઓનું હૃદય પોકારી ઊઠતું. હું સ્વયં વિષય-ભોગમાં ડૂબેલો હતો છતાં બીજાઓને તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતો હતો. સ્વયં ડૂબતો માણસ જાણે બીજાને તારી રહ્યો હતો ! - તમે વિચારો તો ખરા ! વેશ્યાઓના ઘેર આવનારા માણસો કેવા હોય ? લબાડ ! લંપટ ! આખા ગામના ઉતાર ! આવા માણસોને વિષયોથી વિરક્ત બનાવવા એ કાંઇ બચ્ચાના ખેલ છે ? ...પણ એવુંયે કાર્ય હું દરરોજ નિર્વિદને કરવા લાગ્યો. રોજ ૧૦નો પ્રતિબોધ ! પછી જ અન્નપાણી... આ નિયમ અખંડ બાર વર્ષ સુધી ચાલ્યો. તમે વિચારો મેં કેટલાને સંયમ અપાવ્યું હશે ? - રોજના ૧૦ એટલે મહિનાના 300, બાર મહિનાના ૩૬00 ને બાર વર્ષના કેટલા? ૪૩ હજાર બસો ! પણ ઊભા રહો... બારમા વર્ષના છેલ્લા દિવસે મારો એ ૧૦નો આંકડો પૂરો ન થયો. નવ તો પ્રતિબોધ પામ્યા, પણ દસમો સોની એવો જડબુદ્ધિનો હતો કે મારી કોઈ વાત જ સમજવા તૈયાર નહિ. હું મારા હૃદયના તાર ઝણઝણાવીને બોલતો રહ્યો પણ પેલાને કાંઇ જ અસર ન થઇ. જાણે પાડા પર પાણી ! જાણે મગશેલીઆ પર પુષ્પરાવર્ત મેઘ ! કલાકો સુધી એને હું સમજાવતો જ રહ્યો. પણ પેલો તો પોતાના મનની આસપાસ જાણે મીણ લગાવીને આવ્યો હતો. મીણમાં પાણીનું ટીપું પણ શે ઉતરે ? આવા જડબુદ્ધિના માણસને બ્રહ્મા પણ ન સમજાવી શકે. છતાં ધીરજ ગુમાવ્યા વિના હું સમજાવતો રહ્યો. આ બાજુ મારું ભોજન ઠંડું થઇ રહ્યું હતું. વેશ્યા વારંવાર મને બોલાવવા આવતી હતી, પણ દસનો આંકડો પૂરો ન થાય ત્યાં સુધી પાટલે બેસાય કેમ ? આત્મ કથાઓ • ૯૪ આખરે અકળાઇને વેશ્યાએ કહ્યું : “હવે કેટલા બાકી રહ્યા છે.” મેં કહ્યું : “નવ તો તૈયાર થઇ ગયા છે. આ દસમો બાકી છે.” .....તો હવે દસમા તમે તૈયાર થઇ જાવ. પ્રતિજ્ઞા તો પૂરી કરવી જ રહીને !” વેશ્યા તો મજાક કરતી હતી, પણ આ વાક્ય મારા માટે પ્રેરણાના દીવાનું કામ કર્યું. સંયમની ભાવનાના અંગારા પર જામેલી રાખને હટાડવા એ વાક્ય ફંકનું કામ કર્યું. મારું મન ક્યારથીયે વેશ્યાના કારાગૃહમાંથી નીકળી જવા તલસતું હતું, મારો મનનો પોપટ સંયમના મુક્ત આકાશમાં ઉડ્ડયન કરવા તલસી રહ્યો હતો, કોઇ મોકાની જરૂર હતી. અચાનક જ આવેલો આ મોકો મેં ઝડપી લીધો. મેં કહ્યું : ભલે. ત્યારે... તને સલામ ! પૂરા સંસારને સલામ ! હવે હું જાઉં છું સંયમ-માર્ગે ! દસમો કોઇ તૈયાર ન થાય તો મારે તૈયાર થવું જ રહ્યું ને ! વેશ્યાને તો કલ્પના જ હોતી કે આમ અચાનક જ આ પોપટ ઊડી જશે. એ તો એમ જ માની બેઠેલી : ગમે તેટલા મહેણાં-ટોણાં મારું તો પણ એ ક્યાં જવાના છે ? આખરે તો મારાથી બંધાયેલા છે ને ? પુરુષોના હૃદય કેવા હોય છે, એ તો અમે જાણીએ જ છીએને ? એને એ ખબર જ હોતી કે મારી અંદર વૈરાગ્યનો અંગારો ધગધગી રહ્યો છે... માત્ર તેના પર રાખ જામેલી હોવાથી એ દેખાતો નથી. વેશ્યા આજીજી કરવા લાગી. પણ એની કાકલુદી કાને ધર્યા વિના હું તો ચાલી જ નીકળ્યો. મારા ભોગાવલી કર્મો હવે નષ્ટ થઇ ગયા હતા. મારું ફળ હવે પાકી ગયું હતું. બાર વર્ષમાં મેં તેતાલીસ હજાર એકસો નવાણું માણસોને સંયમ-માર્ગે વાળ્યા હતા. તો એના ફળરૂપે મારા જીવનમાં સંયમ ઉદયમાં ન આવે, એવું બને જ શી રીતે ? આત્મ કથાઓ • ૯૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૪) હું કપિલ માંગ માંગ માંગે તે આપું... એક જ ઝાટકે બોલી નાખ. તારે શું જોઇએ છે ?” રાજાના આવા અણધાર્યા વરદાનથી હું તો દિમૂઢ થઇ ગયો. મને કાંઇ સૂઝયું નહિ. શું માંગવું? પણ એટલું જરૂર લાગ્યું: રાજા જેવા રાજા પ્રસન્ન થયા છે ને મોં માંગ્યું આપવા તૈયાર છે તો વિચાર કરીને માંગવું જોઇએ... જેથી પછી પસ્તાવાનો વખત ન આવે.' - રાજાની આજ્ઞા મેળવી હું વિચાર કરવા પાછળના બગીચામાં ગયો. મારું મન વિચારે ચડ્યું : શું માંગવું? કેટલું માંગવું ? આમ તો મારે બે માસા સોનું જોઇતું હતું. પણ રાજા પ્રસન્ન જ થયા છે તો બે માસાથી શું વળે ? કમ સે કમ... પાંચ સોનામહોર તો જોઇએ જ ને ? પાંચ સોનામહોર માંગી લઉં? પણ એથી શું વળે ? થોડા દિવસોમાં એ તો વપરાઇ જવાની. તો શું ૧૦ સોનામહોર ? ના... ના... સો સોનામહોર જ માંગી લઉને ? ફટ રે જીવ ! સોથી શું થવાનું ? એ કેટલા વખત ચાલવાની? વળી પાછો તું ભિખારી થઇશ. માંગવાનો અવસર જ મળ્યો છે તો પૂરો ઉપયોગ કરી લે ને ! તો હજાર ? માંગવું જ હોય તો પછી હજાર શા માટે ? લાખ જ માંગી લઉંને ? ફરી-ફરીને થોડું માંગવું છે? અરે... ભૂલ્યો... આ અવસર જિંદગીનો પહેલો જ છે... કદાચ છેલ્લો પણ છે. તો કરોડ સોનામહોર શા માટે ન માંગું ? એક જ ઝાટકે બંદા કરોડપતિ ! પછી જોઇ લો બંદાનો વટ ! પણ ઓહ ! હુંયે મૂરખ જ છું ને ? રાજા જ્યારે પુષ્કરાવર્ત મેઘની જેમ વરસી રહ્યા છે ત્યારે હું નાનકડી ડોલ ભરીને સંતોષ મેળવી રહ્યો છું. મોટા મોટા તળાવને ભરી દેતા મેઘ પાસેથી ડોલ ભરીને જ રાજી થઈ જવાનું? છટ... મારે આવા મૂરખ નથી બનવું ! જિંદગીની આ તો સોનેરી તક છે. એ તક ચૂકી ગયો તો ફરી રડવા સિવાય કશું હાથમાં આવવાનું નથી. કહે છે કે તક ને તીર એક વાર ગયા તે ગયા જ ! તીર તો હજુય મેળવી શકાય, પણ તક ? કદાચ હું કરોડપતિ બની રહીશ ને ? પ્રજા થઇને રહેવું એટલે આત્મ કથાઓ • ૯૬ રાજાની પરાધીનતા ભોગવવી. હું શા માટે પરાધીનતા સ્વીકારું ? જ્યારે રાજા ખુશ જ થઇ ગયા છે ને માંગવું જ છે તો અર્ધ રાજ્ય જ શા માટે ન માંગું ? રાજા વચનથી બંધાયેલો છે એટલે માંગીશ તે આપવાના જ છે ને ? અધું રાજ્ય મળી જાય પછી તો લીલા-લહેર ! પણ ઊભા રહો. અહીં પણ મને કશુંક ખુટતું લાગે છે. માની લો કે અધું રાજ્ય મને મળી જાય તો પણ બીજું અધું રાજ્ય રહે તો રાજાનું જ ને ? એ રાજા જ પછી મારા માર્ગમાં કંટક ન બને ? નીતિશાસ્ત્ર કહે છે કે - “અર્ધચંદ મિત્ર વો રચાત્ સ ાતે” . “અર્ધા રાજ્યને ભોગવનારા મિત્રને જે ન મારે તેને પોતાને જ એક દિવસે મરવું પડે.” ના... મારે એમ મરવું નથી. રાજા જ બનવું હોય તો પાકા રાજા જ બનવું. એનો પાયો અત્યારથી જ મજબૂત કરી લેવો, અત્યારથી જ સંભવિત શત્રુઓનો સમૂળગો ઉચ્છેદ કરી દેવો. આખું રાજ્ય જ માંગી લેવું. બસ... ત્યારે અત્યારે જ જાઉ અને રાજાને કહી દઉં : રાજન ! આપનું આખું રાજ્ય મારે જોઇએ છે. આપ વચન-પાલનમાં કર્ણ છો એટલે મને વિશ્વાસ છે કે આપ હમણાં જ સિંહાસન ખાલી કરી મને બેસાડી દેશો અને આપ મારા સેવક બનશો. આપ વચનનું પાલન કરવા બંધાયેલા છો.” ના... હજુ હું આવી માંગણી કરવા રાજા પાસે ગયો હોતો માત્ર વિચારણા જ ચાલુ હતી. બે માસાની ખીણથી વિચાર-યાત્રા શરૂ કરીને ઠેઠ હું આખું રાજય હડપ્પ કરવાના શિખર સુધી પહોંચી ગયો હતો. હવે ઉપર ક્યાંય જવાય તેમ ન્હોતું. મારી વિચારયાત્રાને ફરજિયાત નીચે ઊતરવું પડે તેમ હતું. અચાનક જ મારી વિચારધારા બદલાઇ. અરેરે.. હું આ શું કરવા બેઠો ? બે માસાથી ક્યાં જઇને હું પહોંચ્યો ? જેની પાસેથી હું માંગવા ચાહું છું. તેનું બધું જ હું ઝુંટવી લઉં ? મને સંતોષ ક્યાં છે ? મારું અતૃપ્તિનું ખપ્પર આખી દુનિયાનું રાજ્ય મળી જાય તોય ભરાવાનું નથી. આકાશની જેમ ઇચ્છાઓનો પણ કોઇ છેડો નથી... અને મારું મન ભૂતકાળમાં સરકી પડ્યું. મારી માનો એકનો એક લાડકવાયો હું પુત્ર ! બહુ લાડકોડ એ એક જાતનો અભિશાપ છે - એમ માનજો. બહુ લાડકોડમાં ઊછરેલા આત્મ કથાઓ • ૯૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ બાળકો સ્વચ્છંદી, રિસાળ અને આળા બની જતા હોય છે, ભણવામાં પણ ઢ હોય છે. હું પણ ભણવામાં ઢબુ જ રહ્યો. એક વખત રસ્તા પર ઠાઠમાઠથી જતી પાલખીને જોઇ મારી મા રડતી હતી. મેં રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું: બેટા ! એક દિવસ તારા પિતાજીનો પણ આવો જ ઠાઠ હતો. આ રાજપુરોહિતની પાલખી છે. તારા પિતાજી રાજમાન્ય પુરોહિત હતા. આવા જ ઠાઠથી રાજદરબારમાં જતા હતા... પણ તેમના અવસાન પછી આ પદ બીજાને આપવામાં આવ્યું. બેટા ! તું કાંઇ ભણ્યો નહિ. ભણ્યો હોત તો આ પાલખીમાં તું હોત. આ બધું જોઈ શકાતું નથી - એટલે રડું છું ! માના રુદને મને હચમચાવી મૂક્યો. ભણવાનું આટલું બધું મૂલ્ય હોય છે તે મને હવે સમજાયું... ‘પણ હવે શું થાય ? હવે કેમ ભણાય? હવે તો ઉંમર વીતી ગઇ.” એમ વિચારીને બેસી રહું તેવો હું ન હતો. હું આશાવાદી હતો. હજુ તો ૧૫-૧૬ વર્ષ જ થયા છે ને ? હજુ શું ભણી ન શકાય ? જાગ્યા ત્યારથી સવાર ! મેં કહેલું : મા ! હું ભણવા તૈયાર છું, જો મને કોઇ ભણાવનાર મળી જાય. “બેટા ! અહીં તો કોઇ તને નહિ ભણાવે. અહીં કૌશાંબીમાં તો બધા ઇર્ષા કરશે. તું એમ કર. તારા પિતાજીના મિત્ર ઇન્દ્રદત્ત પાસે ભણ. પણ એમ કરવા તારે શ્રાવસ્તી જવું પડશે. બોલ તું તૈયાર છે ?” ‘હા... મા ! હું બધું કરવા તૈયાર છું.” ...ને વળતે જ દિવસે હું માના આશીર્વાદપૂર્વક અહીં શ્રાવસ્તીમાં આવી પહોંચ્યો. પિતાજીના મિત્ર ઇન્દ્રદત્તે મને ભણાવવાનું શરૂ કર્યું, એક શ્રીમંતને ત્યાં મારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવી આપી. પણ હું હતો ઊગતો યુવાન ! ભોજન પીરસવા આવતી એક દાસીમાં મોહાઇ પડ્યો. મારું મન આખો દિવસ એના વિચારમાં જ રહેતું. આથી અધ્યયનમાં ચિત્ત ક્યાંથી ચોટે ? આથી જ વિદ્યાર્થી માટે સ્ત્રીસંગ વર્ય ગણાયો છે. પણ મેં તો મારી પ્રેમિકાને પૂરેપૂરું દિલ આપી દીધું હતું. એના હર વાક્યને હું વધાવી લેતો હતો. એના નારાજગી દૂર કરવા આકાશના તારા પણ તોડી લાવવા તત્પર રહેતો, તૂટી શકતા હોય તો ! એક વખતે મેં એની નારાજગીનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું : મારે ઊજાણીમાં સખીઓની સાથે જવાનું છે. બીજી બધી સખીઓ ત્યારે સુંદર વસ્ત્રઆભૂષણ પહેરીને આવશે, જ્યારે મારી પાસે એવું કાંઈ નથી... એમના પ્રેમીઓ એમને બધું લાવી આપે. મને કોણ આપે ? તમે તો રહ્યા નિરંજન નિરાકાર ! તમે મને શું આપવાના ? વાત એની સાચી હતી. સાચે જ હું ‘નિરંજન’ ‘નિરાકાર’ હતો ! દરિદ્ર માણસ ‘નિરાકાર' જ હોય ને ? એનો કોઇ આકાર હોય છે ? એ કોઇની આંખે ચડે છે ? કોઈ એની સામું જુએ છે ? નિરાકારની જેમ દરિદ્ર પણ સમાજને દેખાતો નથી. પત્નીના મેણા-ટોણાથી હું આહત બન્યો... પણ શું કરું ? મારી નિરાશાને ખંખેરતાં મારી પ્રેમિકા કપિલાએ કહ્યું : પ્રાણનાથ ! એમ નિરાશ થવાની જરૂર નથી. જુઓ હું એક યુક્તિ બતાવું. તમને બીજો કોઇ ધંધો તો આવડે તેમ નથી, પણ માંગવાનો ધંધો તો ફાવશે ને ? માંગવું એ તો આપણા બ્રાહ્મણોનો જન્મસિદ્ધ વ્યવસાય છે. તમે રાજા પાસેથી બે માસા સોનું લઇ આવો. અહીંના રાજાનો એવો નિયમ છે કે જે કોઇ સવારે સૌથી પહેલાં આશીર્વાદ આપવા આવે તેને બે માસા સોનું આપવું. તો તમે વહેલા-વહેલા ત્યાં પહોંચી જજો. બે માસા સોનાથી થોડા-ઘણા દિવસો સુધી આપણો ગુજારો થઇ રહેશે. મને મારી પ્રેયસીની યુક્તિ ગમી. બીજા જ દિવસે વહેલી સવારે હું રાજાને આશીર્વાદ આપવા ગયો, પણ એ પહેલાં જ બે માસા સોનું કોઇને અપાઈ ગયું હતું. ત્રીજા દિવસે હું વહેલો ગયો તો પણ નંબર ન લાગ્યો. સતત આઠ દિવસ સુધી હું ચક્કર ખાતો રહ્યો... પણ સ્પર્ધામાં હું પાછળ જ રહ્યો. સ્પર્ધાની દુનિયામાં પહેલી જ વખત પગ મૂક્યો હતો. પગ મૂકતાં જ મને એ ભાન થવા લાગ્યું કે જે ચીજને તમે ઇચ્છો છો એ જ ચીજને બીજા સેંકડો માણસો પણ ઇચ્છી રહ્યા છે. બધા એમ જ ઇચ્છે છે : કોઇ લઇ જાય તેના પહેલાં જ હું લઇ લઊં ! બીજાને પાછળ રાખી બધા આગળ નીકળી જવા ચાહતા હોય છે. આવી ભયંકર સ્પર્ધામાં આત્મ કથાઓ • ૯૮ આત્મ કથાઓ • ૯૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ મારા જેવો ભલી-ભોળો જુવાનીયો શી રીતે ટકે ? આઠ-આઠ દિવસ નિષ્ફળતા મળી છતાં હું નિરાશ ન થયો. મેં વિચાર્યું : જો દાન મેળવવું હોય તો મારે અહીં જ ક્યાંક સૂવું પડશે. ત્યાંથી અહીં આવતાં થોડુંક મોડું થઇ જાય છે ને વચ્ચે કોઇ હડપ્પ કરી જાય છે. ...ને હું રાજમહેલની બાજુના જ મેદાનમાં સૂઇ રહ્યો. સૂતી વખતે મેં દઢ સંકલ્પ કર્યો : મારે વહેલા ઊઠવું છે. વહેલા ઊઠવું છે... વહેલા ઊઠવું છે. આપણું અજાગૃત મન આપણે જે સૂચનાઓ આપીએ તેનો સ્વીકાર કરી લેતું હોય છે ને એ પ્રમાણે અમલ પણ કરતું હોય છે. તમે ક્યારેક પ્રયોગ કરી જોજો. સવારે વહેલા ઊઠાતું ન હોય તો આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. સૂતી વખતે મનમાં દઢતાપૂર્વક ઉચ્ચારણ કરવું : “મારે અમુક સમયે ઊઠવું છે.” ૧૦-૨૦ વખત ઉચ્ચારણ કરી સૂઇ જવું. પછી જોજો. તમારું મન તમને જગાડે છે કે નહિ ? નિર્ધારિત સમયે ચોક્કસ તમારી આંખ ઉઘડી જશે. પછી આળસને છોડી ઊઠવાની હિંમત તમારામાં જોઇએ. નહિ તો ઘણી વખત માણસ જાગીને પણ સૂઇ જાય ! સવારની મીઠી ઊંઘ છોડવી મુશ્કેલ છે. પણ મેં મનને જરા વધારે પડતી સૂચના આપી દીધેલી. ઉત્સુકતા ખૂબ જ હતીને ? અર્ધી રાત્રે જ મારી ઊંઘ ઊડી ગઇ. આકાશમાં ચન્દ્રનો ઉદય થઇ ચૂક્યો હતો. પણ હું સમજ્યો કે સૂર્યોદય થઇ ચૂક્યો છે. મોહાંધને આવું જ દેખાયને? બાપ રે... ઘણું મોડું થઇ ગયું. આજે પણ દાન નહિ મળે તો ? ને... હું મૂઠીઓ વાળી ભાગ્યો રાજમહેલ તરફ... અર્ધી રાત્રે આમ ભાગતા માણસને કોઇ પણ શંકાની નજરે જ જુએ ને ? ચોકીદારોએ મને ચોર સમજીને પકડી લીધો. સવારે રાજા સમક્ષ મને હાજર કર્યો ત્યારે મેં બધી વાત ચોખેચોખ્ખી કહી દીધી. મારી નિર્દોષતા તરફ રાજાને વહાલ ઊભરાયું. બાળકની જેમ જે સાચું બોલી જાય તેને સામી વ્યક્તિ તરફથી પિતાની જેમ વહાલ મળે. પણ સાચું કહેવાની હિંમત જોઈએ, નિર્દોષતા જોઇએ. ખુશ થયેલા રાજાએ મને આજે વરદાન માંગવા કહ્યું છે ને હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ? આત્મ કથાઓ • ૧૦૦ જ્યાં બે માસાની જ વાત હતી ત્યાં હું આખું રાજ્ય જ ઝુંટવી લેવા તૈયાર થયો છું ! અરેરે... મનની દોડનો તે કોઇ અંત છે ? આ મનના કહ્યું દોડતા ગયા દોડતા ગયા તો થાક સિવાય કશુંય મળવાનું નથી. મનને ગમે તેટલું મળે, પણ એ તૃપ્ત નથી થવાનું. કારણ કે એને તળિયું જ નથી. આવા મનને આપણે અનાદિકાળથી ભરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આજ સુધી સફળતા મળી નથી. મને પણ ક્યાંથી ? દિશા જ ઊંધી છે પછી મંઝિલ મળે ક્યાંથી ? મનને તૃપ્ત કરવાનો માર્ગ છે ભરવું બંધ કરવું! જ્યાં તમે ભરવાનું બંધ કરો છો, એ જ ક્ષણે મનમાં તૃપ્તિનું અવતરણ શરૂ થાય છે. લાકડાં નાખવા એ અગ્નિને શાંત કરવાનો માર્ગ નથી. લાકડાં નાખવા બંધ કરવા એ માર્ગ છે. તમે લાકડાં નાખવાનું બંધ કરો છો એ જ ક્ષણથી અગ્નિ શાંત થવાનું શરૂ કરે છે. મેં મનની આગને ઇચ્છાના ઇધન આપવાનું બંધ કર્યું. મારા લોભના ભડકાઓ શાંત થવા લાગ્યા. ધીરે.. ધીરે... મને મનનાં રહસ્યો છતા થવા લાગ્યા. આખરે હું મનથી પેલે પાર પહોંચી ગયો. માત્ર મનથી જ નહિ, શરીર, વચન, મન, ઊર્મિ, ભાવના, કર્મ વગેરે તમામથી હું પર થઇ ગયો. હું મારા શુદ્ધ સ્વભાવમાં ડૂબી ગયો અને જ્યાં વીતરાગતામાં ડૂબકી લગાવી કે બીજી જ ક્ષણે કેવળજ્ઞાન મને મળી ગયું. હું કેવળી બની ગયો. લોચ કરી સાધુ-વેષ ધારણ કરી હું રાજ-દરબારમાં જઈ પહોંચ્યો. રાજાએ માંગવાની વાત કરી ત્યારે મેં કહ્યું : "जहा लाहो तहा लोहो, लाहे लोहो पवड्डइ । दो मासकयं कज्जं कोडीए वि न निटिअं ॥" “રાજન ! મારા લોભને કોઇ અંત હોતો. આજે લોભની નિરર્થકતા સમજાઇ છે. રાજનું ! હવે મારે કશું જોઇતું નથી. અનંત-અનંત કાળથી જેને હું શોધતો હતો તે મને મળી ગયું છે. રાજનું ! ધર્મલાભ. ...ને હું ચાલતો થયો.” આત્મ કથાઓ • ૧૦૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ - (૧૫) હું સહુમાર કે દરેક માણસમાં કાંઇક ને કાંઇક વિશેષતા હોય છે. વિશેષતાના કારણે એ બીજાથી અલગ પડે છે. વિશ્વમાં કરોડો માણસો છે, પણ કોઇ બે માણસ સંપૂર્ણ એક સરખા નથી. દરેકના મુખ, સ્વર, આકાર, વ્યક્તિત્વ, સંયોગ, બુદ્ધિ વગેરે અલગ-અલગ છે. એટલે જ દરેક માણસ ‘અજોડ' છે. કુદરત દરેકને ‘અજોડ બનાવવા ચાહે છે. એ બીબાઢાળ એક સરખા માનવોને પેદા કરતી નથી. નિત્ય-નવીનતા એ કુદરતનું કામ છે ! મારામાં કુદરતે એક વિશેષતા મૂકી હતી : રૂપની ! રૂપ એટલે અદ્ભુત ! તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવું ! મળેલી વિશેષતા પચાવવી અઘરી છે. મને ઊંડે-ઊંડે ગર્વ હતો : હું રૂપાળો છું. બીજા બધા કોલસા ને હું એક સોનું. બીજા બધા કાળમીંઢ પથ્થર અને હું બરફનો શ્વેત હિમાલય ! એક વખતે હું સ્નાન કરી રહ્યો હતો ને બે બ્રાહ્મણો મને મળવા આવ્યો. મેં પૂછ્યું : “શા માટે આવ્યા છો ?” “અમે તમારું રૂપ જોવા આવ્યા છીએ.” જવાબ મળ્યો. હું ગર્વ અનુભવી રહ્યો : મારા રૂપની કેટલી પ્રસિદ્ધિ ! કેટલો મહિમા ! લોકો દૂર-દૂરથી મારું રૂપ જોવા આવે છે. પણ હું મૂરખ એટલુંય ન સમજી શક્યો કે આમાં મારી પોતાની વિશેષતા શી ? આ રૂપ તો જન્મથી મળેલી ભેટ છે, મેં કાંઇ અર્જિત કરેલ નથી. એમાં મલકાવું શું ? લોકોના ટોળા જોવા આવે તેમાં રાજી શું થવાનું ? લોકો તો તમાશા પ્રેમી હોય છે. ગામમાં એક હાથી આવે તોય લોકોનું ટોળું ભેગું થઇ જાય છે. આમાં હાથીએ થોડું અભિમાન કરવાનું હોય ? પણ હાથી અભિમાન નથી કરતો, માણસ કરે છે. હાથી માણસ કરતાં વધારે સમજદાર હોય - એવું નથી લાગતું ? મારું રૂપ જોઇ મોં મલકાવતા બ્રાહ્મણો બોલી ઊઠ્યા : શું અદ્ભુત આત્મ કથાઓ • ૧૦૨ રૂપ છે ! જાણે એકી સાથે સો-સો પૂનમના ચન્દ્ર ખીલી ઊઠ્યા ! તમારું રૂપ ઘડીને વિધાતાએ ખરેખર હાથ ખંખેરી નાખ્યા હશે ! માટે જ જગતમાં બીજે ક્યાંય આવું રૂપ અમને જોવા મળ્યું નથી ને ! ખરેખર અમારો ફેરો સફળ થઇ ગયો. તમારા રૂપની પ્રશંસા સાંભળી અમને જોવાનું મન થઈ આવ્યું. પણ રસ્તામાં ઘણીવાર વિચાર આવતાઃ હવે માણસના રૂપમાં શું જોવાનું હોય ? જોયા પછી નાહક પસ્તાઈશું : અરેરે... આ તો ધક્કો માથે પડશે... ઘણીવાર દુરથી જેટલું સંભળાય છે, નજીકમાં એટલું લાગતું નથી. એવું ઘણીવાર જીવનમાં બન્યું છે. દૂરથી પ્રશંસા સાંભળી જેમની પાસે ગયા ત્યાં અમને એવું કાંઇ લાગ્યું નથી. ડુંગરા દૂરથી રળિયામણા ! પણ અહીં આવ્યા પછી અમને પસ્તાવો તો નથી થયો, પણ ખૂબ ખૂબ આનંદ થયો છે. ‘ડુંગરા દૂરથી રળિયામણા' એ ઉક્તિ બીજે સાચી હશે, પણ આપના માટે તો નહિ જ. ખરેખર આજે અમારી આંખો સાર્થક થઇ છે. આપને ન જોયા હોત તો ખરેખર અમારું જીવતર એળે ગયું ગણાત. બ્રાહ્મણોની વાત સાંભળી હું મનોમન પોરસાઈ ઊઠ્યો : કેવો અદ્ભુત હું માનવી ? એક તો હું રૂપનો ગર્વ હતો જ, વળી આ પ્રશંસા સાંભળવા મળી, પછી બાકી શું રહે ? એક તો ઝેર અને વળી એને વધારવામાં આવે... એક તો વાઘનું બચ્ચું અને વળી એને છંછેડવામાં આવે... એક તો માંકડું અને વળી એને દારૂ પીવડાવવામાં આવે... બાકી શું રહે ? સાવ કદરૂપો માણસ પણ અરીસામાં પોતાનું મોટું જોઇ મલકાઇ શકતો હોય તો હું તો સ્વરૂપવાન હતો. મારી જગ્યાએ બીજો કોઇ હોય તો મારાથી કઇ ગણો વધુ ગર્વ કરે. મને એ ભલા-ભોળા બ્રાહ્મણોની વાત સાંભળી હસવું આવ્યું : બિચારાઓને ખબર નથી અસલી રૂપ કેવું છે? મેં તેમને કહ્યું : “ભૂદેવો ! અત્યારે ખુલ્લા શરીરે શું રૂપ હોય ? મારા રૂપનો નિખાર જોવો હોય તો આવજો રાજદરબારમાં. સર્વ અંગે આભૂષણો પહેરી સિંહાસન પર બેઠો હોઉં ત્યારે રૂપની ગરિમા કોઇ જુદી જ હોય છે. સ્નાન કરતી વખતે કાંઇ રૂપ જોવાય ?' આત્મ કથાઓ • ૧૦૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ હું બની-ઠનીને રાજદરબારમાં આવ્યો. પેલા બ્રાહ્મણો ફરી મારું રૂપ જોવા આવ્યા. પણ રે, એમના મોઢા પડી ગયેલા લાગ્યા. ‘કેમ ભૂદેવો ! મારું રૂપ હવે કેવું લાગે છે ?” મારાથી ન રહેવાયું. મેં તો પૂછી જ લીધું. ‘નહિ... રાજન ! પહેલાં જેવું આ રૂપ નથી. એ કાન્તિ... એ આભા-મંડલ... એ લાવણ્ય... એ બધું વિલીન થઇ ગયેલું દેખાય છે.' ભૂદેવો બોલ્યા. કેમ આવું કહો છો ? હું તો એનો એ જ છું. એટલી વારમાં ફરક શું પડે ?” નહિ મહારાજ ! આપ એના એ જ નથી. આપણું શરીર બદલાઇ ગયું છે. છતાં આપને એનું એ જ લાગે છે, એ ભ્રમ છે. નદી દર વખતે એની એ લાગે છે, પણ એની એ નથી હોતી. એનું પાણી બદલાઇ ગયેલું હોય છે. દીવો એનો એ જ લાગે છે, પણ એનો એ નથી હોતો. એની જયોત સતત બદલાતી રહે છે. એ સતત પરિવર્તન પામ્યા જ કરે છે. પુગલોનો ચયાપચય અહીં ચાલુ જ છે.” હું એવી તત્ત્વજ્ઞાનની વાતો સાંભળવા નથી માંગતો. જે હોય તે ટૂંકમાં કહી દો.' હું ગર્યો. જુઓ... રાજન ! ટૂંકમાં એટલું જ કહેવાનું કે પહેલાં આપની કાયા નીરોગી હતી, સ્વસ્થ હતી. અત્યારે રોગગ્રસ્ત બની ગઇ છે. એનું નૂર ચાલ્યું ગયું છે.” બ્રાહ્મણોની વાતથી હું હસી પડ્યો : “અલ્યા મૂરખાઓ ! મારા શરીરમાં રોગ હોય એની પહેલાં મને ખબર પડે કે તમને ? મને તો એવી ને એવી જ સ્વસ્થતા લાગે છે.” રાજનું ! આપની વાત ખરી છે. આપને હજુ રોગોની વેદના અનુભવાતી નથી. પણ થોડા જ વખતમાં અનુભવાશે. રોગોનું વેદન શરૂ થાય એ પહેલા શરીરની કાન્તિમાં ઝાંખપ આવી જાય છે, એનું આભા મંડલ મલિન બની જાય છે. અમારી ક્રાન્તદૃષ્ટિ આપના શરીરના ઝાંખા પડેલા આભામંડલ દ્વારા આવેલા રોગો જોઇ રહી છે. અમારી વાત પર આપને વિશ્વાસ ન હોય તો ઘૂંકી જુઓ. થેંકની પરીક્ષા કરાવો. પછી આપને ખ્યાલ આવશે. મહારાજા ! આપના શરીરમાં એક-બે નહિ, પૂરા સોળ રોગ વ્યાપી ચૂક્યા છે.” બ્રાહ્મણોની વાત સાંભળી હું ચોંક્યો. હું પાન ચાવી રહ્યો હતો. પાસેની ઘૂંકદાનીમાં હું ઘૂંક્યો. કુશળ વૈદોએ મારા ઘૂંકની પરીક્ષા કરીને કહ્યું : “રાજન ! આપના ઘૂંકમાં રોગોના સૂક્ષ્મ જંતુઓ દેખાઇ રહ્યા છે. સોળ રોગોથી આપની કાયા ગ્રસ્ત બની ચૂકી છે. એવી આ બ્રાહ્મણોની વાત સો ટકા સાચી છે.' હુ સ્તબ્ધ થઇ ગયો. આ હું શું સાંભળી રહ્યો છું ? આ કંચન જેવી કાયા એટલીવારમાં રોગગ્રસ્ત બની ગઇ ? આ શરીર કે સંધ્યાનો રંગ? આ શરીર કે પાણીનો પરપોટો ? આટલી બધી પરિવર્તનશીલતા? જેના પર હું ગર્વ લઇ રહ્યો હતો એ જ વસ્તુ અધમ બની ગઇ ? હા... જે વસ્તુનું અભિમાન કરીએ તે વસ્તુ આપણી પાસેથી ચાલી જાય. બુદ્ધિનું અભિમાન કરો તો બુદ્ધિ ગઈ સમજો. મૂરખ બનવું પડશે. પૈસાનું અભિમાન કરો તો પૈસા ગયા સમજો, ભિખારી બનવું પડશે. તાકાતનું અભિમાન કરો તો તાકાત ગઈ સમજો. કંગાળ બનવું પડશે. કુળનો મદ કરો તો કુળ ગયું સમજો. ભૂંડ બનવું પડશે. જેનું જેનું અભિમાન થાય, તે તે વસ્તુ કર્મસત્તા છીનવી લે છે. મારી જ વાત કરો ને ? મેં રૂપ અભિમાન કર્યું ને રૂપ ગયું ! શરીર રોગગ્રસ્ત બન્યું. હમણાનું કર્મ જાણે કે હમણાં જ ફૂટી નીકળ્યું. પણ હુંયે કાંઇ કાચો હોતો. કર્મસત્તાના બધા દાવપેચ જાણતો હતો. કર્મસત્તાને કઇ રીતે મહાત કરવી એ પણ હું જાણતો હતો. કર્મસત્તાનો સિદ્ધાંત મને ગળથુથીમાંથી મળ્યો હતો. આથી જ મેં કર્મસત્તા સામે લડવાનો નિર્ણય કર્યો. એ માટે ધર્મસત્તાના શરણે જવા વિચાર્યું. કર્મસત્તાથી ધર્મસત્તા હમેશાં બળવાન છે, એનો મને ખ્યાલ હતો. કર્મસત્તા બહુ બહુ તો દરિદ્રતા આપે, પણ ધર્મસત્તા દરિદ્રતાની વચ્ચેય દિલની શ્રીમંતાઇ આપી શકે છે. કર્મસત્તા બહુ બહુ તો વ્યાધિ આપે, પણ ધર્મસત્તા તો વ્યાધિમાં પણ સમાધિ આપે ! આત્મ કથાઓ • ૧૦૫ આત્મ કથાઓ - ૧૦૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ કર્મસત્તા બહુ-બહુ તો મોત આપે. જ્યારે ધર્મસત્તા તો મોતને પણ મંગળમય બનાવી દે; સમાધિભર્યું મૃત્યુ આપીને ! શા માટે કર્મસત્તાના હાથ નીચે રહેવું ? એની શિરજોરીને ખતમ કરવા શા માટે કટિબદ્ધ ન બનવું ? કર્મસત્તાને મહાત કરવા મેં ધર્મસત્તાના શરણે જવા વિચાર્યું. મેં સંસાર ત્યાગ કરી સંયમ-માર્ગે જવા નક્કી કર્યું. શરીરના રોગોની દવા કરવા હું કોઇ વૈદ પાસે ન ગયો... પણ એ રોગોનું મૂળ કારણ (કર્મસત્તા) શોધી તેને જ સાફ કરવા મેં દઢ સંકલ્પ કર્યો. કૂતરાને લાકડી મારો તો એ લાકડીને કરડશે, પણ સિંહ લાકડી મારનારને પકડશે. રોગ તો લાકડી છે. એ લાકડીને ઘુમાવનાર કોણ છે? એ જોવું જોઇએ... રોગની લાકડી ફટકાવનાર કર્મસત્તાને મેં જોઇ લીધી હતી. તો એના પર જ શા માટે તરાપ ન મારું ? માણસના વેશમાં કૂતરો શા માટે બને ? મારા શરીરમાં રોગ પેદા કરીને કર્મસત્તાએ જાણે પડકાર ફેંક્યો હતો... મેં એ પડકારને ઝીલી લીધો.. કર્મસત્તાના મનમાં એમ હશે કે મેં સનતું ના માર્ગે પથ્થર મૂકી દીધા છે. હવે એ શી રીતે ચાલશે ? પણ કર્મસત્તાને એ વાતનો ખ્યાલ ક્યાંથી હોય કે આ સનતું તો પહોંચેલ બુટ્ટી છે. એ પથ્થરને પણ પગથિયું બનાવી શકે છે, એ ભૂલને પણ ફૂલમાં પરિવર્તિત કરી શકે છે, એ કાદવને પણ ગુલાલ બનાવી શકે છે ! નબળા માણસો મુશ્કેલી આવતાં ડરી જાય છે. હું ડરી જાઉં તેવો નબળો હોતો. મુશ્કેલી જ સત્ત્વને વધુ ખીલવે છે. એવું હું બચપણથી શીખ્યો હતો. શરીરના રોગોએ મારા જીવનમાં ક્રાન્તિ સર્જી દીધી. સંસારત્યાગનો મેં પાકો નિર્ણય કરી લીધો. બીજા જ દિવસે મેં છ ખંડ, નવ નિધાન, ચૌદ રત્નો આદિની સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરવા કદમ માંડ્યા. મારા સેનાપતિએ, પ્રજાજનો, અંતઃપુરાદિ મને પાછા ફરવા વિનંતી કરવા લાગ્યા... પણ હું કોઇનું કશું જ સાંભળ્યા વિના ચાલી જ નીકળ્યો. જો એમ બધાનું સાંભળવા જઇએ ને તદનુસાર કરવા જઇએ તો કદી નીકળી જ ન શકાય. સ્વજનો તો કહેતા જ રહે : આ કરીને જાવ, પેલું પતાવીને જાવ. હજુ વાર છે. આટલી શી ઊતાવળ છે ? એમના બહાનાઓ કદી અટકે જ નહિ. સાગરમાં તરંગો અટકે તો સંસારના કાર્યો અટકે. સાગરમાં મોજા આવતા બંધ થાય પછી હું અંદર પડી સ્નાન કરું - આવો માણસ આખી જિંદગી વાટ જોયા કરે તો પણ સ્નાન કરી શકે નહિ. તમે આવું કશું નથી કરતા ને ? સંયમની ભાવના થઇ હોવા છતાં કોઇક કામના બહાના હેઠળ રોકાઇ નથી રહ્યા ને? યાદ રાખજો કે કામ કદી પૂરા થવાનાં જ નથી. સાગરમાં મોજા પૂરા થાય તો સંસારમાં કામ પૂરા થાય. સંયમની ભાવના થાય ત્યારે કૂદી જ પડજો. કશાની વાટ નહિ જોતા. ‘અભી નહીં તો કભી નહીં’ એ સૂત્ર કદી ભૂલતા નહિ. ‘દવિ વિરને તવ પ્રવ્રનેત્' સૂત્ર એમને એમ નથી કહેવાયું. તમે માનશો ? મારી પાછળ મારો પરિવાર છ-છ મહિના સુધી ફરતો રહ્યો... ઘેર પાછા ફરવા વિનવણી કરતો રહ્યો... પણ કોઇનું સાંભળે તે બીજા ! તમારા મનમાં પ્રશ્ન થશે : “સંયમ તો એનું નામ જ્યાં સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ હોય. તમે તો તમારા કુટુંબ પ્રત્યે પણ સ્નેહ ન રાખી શક્યા. કેટલી કઠોરતા બતાવી ?' તમારી વાત ખરી... મેં ઉપરથી ભલે કઠોરતા બતાવી, પણ અંદરથી હું કોમળ જ હતો. મેં તેમના પ્રત્યેનો મોહ હટાવી દીધો હતો. મૈત્રી હોતી હઠાવી, મોહ ને મૈત્રીમાં ફરકે છે. મોહ સ્વાર્થપ્રેરિત હોય છે. મૈત્રી નિઃસ્વાર્થ - નિદૉષ હોય છે, સર્વ સાથે નિર્વિશેષ હોય છે. એમના મોહને હઠાવવા બહારથી કઠોરતા બતાવવી જરૂરી હતી. છ મહિના પછી મારો પરિવાર સ્વસ્થાને ગયો. હવે હું એકાકી સંયમ-સાધનામાં ડૂબી ગયો. મારા શરીરમાં એક નહિ, પણ સોળ-સોળ રોગ હતા. આત્મ કથાઓ • ૧૦૭ આત્મ કથાઓ • ૧૦૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપણાાં પણ મેં તેની દવા કરી ન્હોતી તો અહીં તો કરું જ ક્યાંથી ? આંખની વેદના, પેટની વેદના, દાહ, કોઢ, ખાંસી, ક્ષય જેવા ભયંકર દર્દીની વેદના હું સતત સહતો રહ્યો. હું તો રોગને પણ ઉપકારી માનતો, જેઓ મને સતત જાગતો રાખે છે, સતત મને એ ભાન કરાવતા રહે છે કે તમે શરીર નથી, તમે એનાથી પર છો. શરીરને રોગો થયા છે, તમને નહિ. કપડું ફાટી જાય તો તમને વેદના થાય ? નહિ. કારણ કે તમે કાંઇ કપડું નથી. કપડાથી શરીર અલગ છે, તેમ શરીરથી આત્મા અલગ છે, એવી અનુભૂતિ મને પ્રત્યેક ક્ષણે થવા માંડી હતી. આથી જ રોગો પ્રત્યે મારું ધ્યાન જ ન્હોતું. હું તો મારા સચ્ચિદાનંદ આત્મામાં ડૂબી ગયો હતો. સચ્ચિદાનંદમાં લીનતા માણતાં-માણતાં સાતસો-સાતસો વર્ષ વીતી ગયા. તમે કહેશો કે રોગો સહતાં-સહતાં સાતસો-સાતસો વર્ષ વીતી ગયા, પણ હું કહીશ કે આત્માના આનંદને માણતાં-માણતાં સાતસો વર્ષ વીતી ગયા. તમને મારું શરીર દેખાય, મારા રોગો દેખાય, પણ હું જે ભાવદશામાં ડૂબેલો હોઉં, તે થોડી દેખાય ? એક દિવસે મારી પાસે બે વૈદો આવ્યા અને કહ્યું : મહાત્મન્ ! અમે આપની દવા કરવા માંગીએ છીએ. કૃપા કરો અને અમને લાભ આપો. મેં કહ્યું : જુઓ, મને મુખ્ય આઠ રોગો લાગુ પડ્યા છે ને નાના ૧૫૮ રોગો પડેલા છે. દવા કરી શકતા હો તો કરો !' વૈદો ઔષધિ કાઢવા લાગ્યા ત્યારે મેં કહ્યું : હું શરીરના રોગોની વાત નથી કરતો. હું તો આત્માના રોગોની વાત કરું છું. મારા આત્માને આઠ મૂળ કર્મ તથા ૧૫૮ તેના પેટા ભેદો વળગેલા છે. એ જ મહારોગ છે. એને મટાડી શકતા હો તો હું તૈયાર છું. તમે શરીરના રોગોને મટાડવાની વાત કરો છો. જુઓ... શરીરના રોગોને મટાડવાની દવા તો મારી પાસે જ છે. એના માટે કોઇ જડીબુટ્ટી ક્યાંયથીયે લાવવાની જરૂર નથી. આ જુઓ... આત્મ કથાઓ • ૧૦૮ ને... મેં મારું થૂંક ટચલી આંગળીને લગાડયું ને તરત જ કોઢથી કદરૂપી બની ગયેલી એ આંગળી સોના જેવી ચળકવા લાગી. વૈદો સ્તબ્ધ બની ગયા અને બોલી ઊઠ્યા : “મહાત્મન્ ! આપની ધીરતા ને સહનશીલતાને ધન્ય હો ! અમે આપને ઓળખી ન શક્યા, રોગ-નિવારણનો ઉપાય પાસે હોવા છતાં રોગ-નિવારણ ન કરવું એ બહુ જ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. ‘મુનિવર ! અમે વૈદો નથી. સ્વર્ગના દેવો છીએ. ઇન્દ્રે તમારી ધીરતા અને નિઃસ્પૃહતાની પ્રશંસા કરેલી. તેથી પરીક્ષા માટે અમે આવ્યા છીએ. સાચે જ ઇન્દ્રે કહી તેથી પણ અધિક ધીરતા અને નિઃસ્પૃહતા આપનામાં છે.' “આપનું રૂપ જોવા પણ અમે જ બ્રાહ્મણનું રૂપ લઇને આવેલા; ઇન્દ્રે રૂપની પ્રશંસા કરી હતી માટે. અમે જ આપને રોગોની વાત કહી હતી. મહર્ષિ ! અમારો કોઇ અવિનય થયો હોય તો ક્ષમા કરશો.” આટલું બોલતાં જ વૈદો એક તેજોવર્તુલમાં બદલાઇ ગયા અને ક્ષણવારમાં જ એ તેજોવર્તુલ અદશ્ય થઇ ગયું. આ રીતે સાતસો વર્ષ સુધી સંયમ પાળીને હું ત્રીજા દેવલોકે ગયો. ત્રીજા દેવલોકનું નામ આવડે છે ? મારું અને ત્રીજા દેવલોકનું એક જ નામ છે ઃ સનત્કુમાર ! · આત્મ કથાઓ - ૧૦૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૬) હું અંધક હું હતો રાજકુમાર. મારું નામ સ્કંધક. પિતાનું નામ રાજા જિતશત્રુ. માતાનું નામ ધારિણીદેવી. એક શુભ અવસરે શ્રીધર્મઘોષ મુનિની દેશના સાંભળવા મળી અને મારો સૂતેલો આત્મા જાગી ઊઠ્યો. મેં ધર્મઘોષ ગુરુદેવના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. હું સ્કંધકકુમારમાંથી સ્કંધક મુનિ બન્યો. તપને મેં મારી સાધનાનું કેન્દ્ર બનાવ્યું. છઠ્ઠ, અમ વગેરે તપ દૈનિક બની ગયા. મને યાદ નથી મેં ક્યારેય બે દિવસ એક સાથે વાપર્યું હોય. આથી મારું શરીર એકદમ કૃશ બની ગયું. શરીર ભલે દૂબળું બન્યું પણ આત્મા ઊજળો બન્યો. તમે કહેશો : શરીર પર આટલો અત્યાચાર કરવાની જરૂર શી છે ? આખરે તો આત્મશુદ્ધિ જ કરવાની છે ને ? તો આત્મા પર જ ધ્યાન કેન્દ્રિત કરો ને ? શરીરને બિચારાને શા માટે પીડો છો ? પણ તમે એક વાત સમજો. આત્મા શરીર સિવાય બીજે ક્યાં રહેલો છે ? શરીરમાં જ તો આત્મા છે. વળી, અમે કાંઇ શરીર પર અત્યાચાર નથી કરતા. અમે તો શરીર પર નિયંત્રણ કરીએ છીએ. શરીરને એવું કસીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિને પણ વધાવી લે... ગમે તેવા કષ્ટોમાં પણ ઉંહકારોય ન કરે. શરીર એ ગુલામ હોવા છતાં આજે તે માલિકની જેમ વર્તે છે. ગુલામને તેનું સ્થાન તો બતાવવું જોઇએને ? આત્મા એની માલિકી ભૂલી ગયો છે. તપથી માલિકને પોતાની માલિકીનું ભાન થાય છે ને ગુલામને પોતાની ગુલામીનું ભાન થાય છે. અત્યારે તમારી હાલત ઊલટી છે. માલિક હોવા છતાં આજે તમે ગુલામની જેમ વર્તી રહ્યા છો. શરીરની આજ્ઞા પ્રમાણે તમે ચાલો છો કે તમારી આજ્ઞા પ્રમાણે શરીર ચાલે છે ? તમે ઇચ્છો ત્યારે આહાર-ત્યાગ કરી શકો છો ? આત્મ કથાઓ - ૧૧૦ તમે ઇચ્છો ત્યારે છટ્ટ-અદ્યમ કરી શકો છો ? નહિ... શરીર આજ્ઞા કરે છે : મારે તો આજે ભોજન જોઇશે જ. ને તમે શરીરની આજ્ઞા સ્વીકારી લો છો. તમારી માલિકી ખતમ થઇ ગઇ ! ગુલામની આજ્ઞા પ્રમાણે માલિક ચાલે એની હાલત શી થાય ? ઘોડાની આજ્ઞા પ્રમાણે ઘોડેસવાર ચાલે તો હાલત શી થાય ? આજે તમારી હાલત આવી થઇ છે. ઘોડેસવાર ઘોડાની ઇચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. આત્મા શરીરની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યો છે. આનાથી વધુ બીજી કરુણતા કઇ ? તો એક વાત સમજી લો કે તપ એ શરીર પરનો અત્યાચાર નથી, પણ શરીર પરનું સ્વામિતા સિદ્ધ કરવાની કળા છે. જેણે આત્માનો સાક્ષાત્કાર કરવો છે, જેણે મનને જીતવું છે, તેણે શરીર પરની સ્વામિતા સિદ્ધ કરવી જ રહી. જે શરીરનો પણ માલિક નથી બન્યો તે મનનો માલિક શું ખાખ બનવાનો ? તમારી વાત ખરી છે કે આખરે આત્મ-શુદ્ધિ જ કરવાની છે, કર્મો જ કાઢવાના છે. કર્મોને જ તાપ આપી-આપીને ઓગાળવાના છે. પણ કર્મોને તાપ લાગશે શી રીતે ? દૂધને ગરમ કરવું હોય તો તપેલીને ગરમ કરવી જ પડશે. સીધું દૂધ ચૂલામાં ન રેડાય. આત્માને / કર્મોને તપાવવા હોય તો શરીરને તપાવવું જ પડશે. શરીર તપતાં ઇન્દ્રિયો તપશે, કર્મો તપશે અને ઓગળી-ઓગળીને આત્માથી છૂટા પડશે. હું કાંઇ મૂઢ કે ગમાર ન્હોતો કે સમજ્યા વિના જ તપ કરતો રહું ! યાદ રહે કે માત્ર ભૂખ્યા રહેવું - લાંઘણ કરવું એ તપ નથી. એવો ભૂખમરો તો બળદ અને કૂતરાના ભવમાં ક્યાં નથી વેઠ્યો ? ત્રણ-ત્રણ દિવસના ભૂખ્યા કૂતરાને કોઇ અટ્ટમનો તપસ્વી નથી કહેતું ! કર્મોના ક્ષયના ધ્યેયપૂર્વક આરંભાતો તપ એ જ સાચો તપ છે, એ વાતનો મને પાકો ખ્યાલ હતો. આથી જ દુનિયા મને મૂઢ કે ગમાર કહે તેની મને પડી ન્હોતી ! હું તો મારી દુનિયામાં મસ્ત હતો. કોઇ મને શું કહે છે - એની બિલકુલ પડી ન્હોતી. કોઇ મને મૂઢ કહે કે ગમાર આત્મ કથાઓ - ૧૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ કહે તેથી હું થોડો મઢ કે ગમાર બની જવાનો હતો? કોઇ તપસ્વી કહે તો થોડો તપસ્વી બની જવાનો હતો ? આપણે એવા મૂર્ખ છીએ કે લોકો જેવા આપણને કહે તેવી આપણે આપણી જાતને માની લઇએ છીએ, સાચા સાધકો કદી દુનિયાની પરવા કરતા નથી. તે તો પોતાની મસ્તીમાં જીવે છે. આવી મસ્તી જ, આવો આનંદ જ એમને સાધનામાં વેગ આપે છે. આનંદ જ તમારી પ્રગતિનું પ્રમાણ-પત્ર છે. લોકો શું બોલે છે તે નહિ, પણ તમારી અંદર આનંદ કેટલો વધ્યો ? એ જ તમારી સાધનાનું પ્રમાણ ! જેમ જેમ આનંદ વધતો જાય, તેમ તેમ સમજવું કે મારી સાધના સારી રીતે ચાલી રહી છે. લોકોને ભલે દૂબળો લાગતો હતો, પણ મારી અંદર આનંદ તો દિવસે દિવસે વધી રહ્યો હતો. આ આનંદ જ મને જણાવતો હતો કે હે મુનિ ! તું સાચા માર્ગે છે. આવો આનંદ જ તપ સાથે સમતા આપે છે. આવો આનંદ જ સાધનામાં અજોડ ઉલ્લાસ બક્ષે છે. આવો આનંદ જ ગમે તેવા પ્રતિકૂળ વાતાવરણને પણ વધાવી લે છે. એક વખતે હું નગર બહાર ધ્યાન કરી રહ્યો હતો. મારી પાસે બે માણસો આવ્યા. એમના હાથમાં તીક્ષ્ણ કુહાડીઓ હતી. મને કહેવા લાગ્યા : “મહારાજ ! રાજાની આજ્ઞા પ્રમાણે અમારે તમારી ચામડી છોલવાની છે.” મરણાન્ત ઉપસર્ગ મેં સામે જોયો, છતાં મારું રૂંવાડું પણ ન ફરક્યું. હું મધુર સ્મિત વેરતાં બોલ્યો : ભલે ભાઇઓ ! રાજાની આજ્ઞા પ્રમાણે ચાલવું તમારી ફરજ છે. તમ-તમારે ચામડી છોલવા માંડો. મારી કોઇ પરવા ના કરો. તમે કહો તેમ હું ઊભો રહું. તમને જરાય તકલીફ પડવી ન જોઇએ. મારી ચામડી એકદમ બરછટ અને રૂક્ષ બની ગઇ છે એટલે તમને તકલીફ પડશે. માટે જ તમે કહો તેમ ઊભો રહું.. મારી વાત સાંભળી પેલા તો સ્તબ્ધ બની ગયા. એમની ધારણા તો એવી હતી : આવી વાત સાંભળતાં જ સાધુ ભાગવા માંડશે, ગુસ્સો કરશે, ગાળો બોલશે અથવા અમને મીઠાશથી સમજાવવા પ્રયત્ન કરશે, પણ આ અમે શું જોઇ રહ્યા છીએ ? આવો અદ્દભુત માનવી અમે અમારી આત્મ કથાઓ • ૧૧૨ જિંદગીમાં જોયો નથી, જે કહે : તમે મારી ચામડી છોલો. તમને અનુકૂળ આવે તેમ હું ઊભો રહું ! આ માણસને આપણે શું કહેવું ? આ માણસને આપણે કેવી રીતે હરાવવો ? જે પોતે હારેલો જ ઊભો રહી જાય તેને તમે શી રીતે હરાવી શકો ? આ માણસને કેવી રીતે મારવો ? એણે તો મૃત્યુને પણ મારી નાખ્યું છે, આવા મૃત્યુંજયી માણસને આપણે શું મારવાના ? અરેરે... આવી રાજાજ્ઞા આપણા માથે ક્યાં આવી ચડી ? ભગવાનને પ્રાર્થના કે કોઇને પણ આવું કામ કરવાનો અવસર આપે નહિ. એ માણસોના મુખ પરના ભાવો હું વાંચી ગયો. મેં કહ્યું : ડરો છો શું ? તમે તો રાજાના સેવક છો. હું સ્વસ્થ ઊભો છું. તમે તમારું કામ કરી શકો છો. પેલાઓ મારી ચામડી ઊતરડવા લાગ્યા. ચ... ૨... ૨... ચ... ૨... ૨... મારી ચામડી છોલાવા લાગી. ભયંકર વેદના થવા લાગી, પણ વેદના કોને ? શરીરને. મારા આત્માને શું ? વસ્ત્ર ફાટે એમાં આપણને શું ? શરીર પણ એક વસ્ત્ર જ છે ને ? વસ્ત્ર છ મહિનામાં ફાટી જાય છે... શરીર ૫૦-૧૦૦ વર્ષમાં ફાટી જાય છે. શરીર થોડું ટકાઉ છે. બાકી ફરક શું ? તમે કહેશો : આવા મરણાન્ત કષ્ટથી તમે ડરી ન ગયા ? તમે અસ્વસ્થ બની ન ગયા ? ડરવાની વાત જ ક્યાં ? ડર જ ન હોય તો અસ્વસ્થતા આવે ક્યાંથી ? અસ્વસ્થતાનું મૂળ ડર છે. જ્યાં ડર ન હોય ત્યાં કદી અસ્વસ્થતા નહિ આવે. હું તો કોઇ પણ પ્રસંગનો સત્કાર કરવા તૈયાર રહેનારો સાધક હતો. સાધના કરતાં-કરતાં હું એટલું શીખ્યો હતો કે જીવનના સહજ ક્રમમાં જે કાંઇ પણ આવે તેનો સત્કાર કરવો. આપણે સુખનો સત્કાર કરીએ ને દુ:ખનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? દિવસનો સ્વીકાર કરીએ ને રાતનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? વસંતનો સ્વીકાર કરીએ અને પાનખરનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? છાંયડાનો સ્વીકાર કરીએ ને તડકાનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? આ તો સહજ ક્રમ છે. રાત અને દિવસનો, વસંતનો ને પાનખરનો, તડકાનો અને છાંયડાનો ! સુખનો અને દુઃખનો ! માનનો અને અપમાનનો ! આત્મ કથાઓ • ૧૧૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ એ બધાનો આદર કરવાનો છે ! ક્યાંયથી ભાગવાનું નથી. બધેય અડોલ થઇને તટસ્થ થઈને રહેવાનું છે. અનુકૂળતામાં આસક્ત નથી બનવાનું ને પ્રતિકૂળતામાં વિરક્ત નથી બનવાનું ! પણ એ ક્યારે બની શકે ? શરીરને બરાબર કેળવેલું હોય તો. મેં મારા શરીરને બરાબર કેળવેલું હતું ! મૃત્યુ સુધીના કષ્ટને પણ સહી શકે ત્યાં સુધી કેળવેલું હતું ! તપશ્ચર્યાથી, સાધનાથી, ધ્યાનથી, કાયોત્સર્ગથી, બધી પ્રક્રિયાઓથી મેં શરીર અને મનને બરાબર તાબેદાર બનાવ્યા હતા. મારી આજ્ઞા પ્રમાણે ચાલનારા સેવકો બનાવ્યા હતા. હું તે વખતે શરીર અને મનથી પર થઇ ગયો... એટલી વિશુદ્ધિમાં હું પહોંચી ગયો કે ધીરે ધીરે બધા જ પડદા હટી ગયા. હું શરીર, મન, વચન, ભાવ, કર્મ વગેરે બધાથી પર એવા પ્રદેશમાં પહોંચી ગયો જ્યાં કેવળજ્ઞાનનો સૂર્ય ઝગારા મારી રહ્યો હતો. જે ક્ષણે મને કેવળજ્ઞાન થયું એ જ ક્ષણે મારું આયુષ્ય પૂરું થયું. કાયમ માટે સિદ્ધશિલામાં બિરાજમાન થઇ ગયો. તમે કહેશો : તમને પેલા માણસો મારવા કેમ આવ્યા ? એનું કારણ તો કાંઇ તમે જણાવ્યું નહિ. રાજાએ આવી આજ્ઞા શા માટે કરી ? વાત એમ બનેલી કે હું જ્યારે ગોચરી માટે રાજમાર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઝરૂખામાં બેઠેલી રાણીની મારા પર નજર પડી. રાણી મારી સંસારી સગી બેન થતી હતી. પોતાના ભાઇને ઊઘાડા પગે તપ-કુશ દેહે ઘેર-ઘેર ફરતા જોઇ એની આંખમાં આંસુ આવી ગયા : અરેરે... હું અહીં રાજમહેલમાં મોજ કરું છું અને મારો ભાઇ કેટલા કષ્ટો સહે છે ? સ્ત્રીઓ આમેય લાગણીશીલ હોય છે. કોઈ પણ એવી ઘટનાથી તરત જ આંસુ આવી જાય. રાણીની આંખમાં આંસુ જોઇ રાજા શંકાશીલ બન્યો. રાજાએ જોયું કે રાણીની નજર નીચે જતા સાધુ પર છે. ચોક્કસ આ સાધુ મારી રાણીનો યાર છે. એને જોઇને, એને યાદ કરીને જ આ રડી રહી છે. રાજાનું શંકાશીલ મન બોલી ઊઠ્યું. પ્રેમીઓ હંમેશા ઇર્ષ્યાળુ હોય છે. પોતાના પાત્રનો કોઇની સાથે સંબંધ જોતાં તરત જ ઇર્ષ્યાથી સળગી મરે છે, તરત જ અવળી કલ્પના કરી લે છે. રાજાએ સાવ જ અવળી કલ્પના કરી લીધી : ચોક્કસ મારી પત્નીનો આ સાધુ સાથે સંબંધ છે. હવે આ સાધુ જીવતો રહી જાય એ વાતમાં કોઇ માલ નથી. રાજાએ તરત જ મારો વધ કરવાનો આદેશ આપી દીધો. રાજા એટલો બધો બહાવરો બની ગયો હતો કે બે મિનિટ વિચારવા પણ થોભ્યો નહિ, કોઇને પૂછ્યું પણ નહિ. રાણીને તો ઠીક.. બીજા કોઇને પણ પૂછ્યું નહિ. રાજાએ તો મારાઓને સીધો આદેશ જ આપી દીધો. જાઓ... પેલા સાધુડાની ચામડી ઊતરડી લો. તમે કહેશો : આ કોઇ મારવાની રીત છે? મારવાની આવી રીત કેમ પસંદ કરી ? તલવારથી ડોકું પણ ઊડાવી શકત. બીજી રીતે પણ મારી શકત. પણ આવી ઘાતક રીત કેમ પસંદ કરી ? એમાં પણ કારણ છે. મેં પૂર્વભવમાં એવાં કર્મ કરેલાં હતાં માટે રાજાને એવી બુદ્ધિ સૂઝી. - પૂર્વના કોઇ એક ભવમાં હું શેઠ હતો. એક વખતે હું ચીભડું છોલી રહ્યો હતો. ચપ્પથી મેં અખંડ છાલ ઉતારીને કહ્યું : જોઇ મારી કળા ? છાલ ક્યાંય તૂટી છે ? આવું તમને આવડે ? તે વખતે હું એ ભૂલી ગયો કે ચીભડું પણ સજીવ હોય છે. માણસને ચામડી ઉતારતાં જેટલું દર્દ થાય તેટલું જ દર્દ છાલ ઉતારતાં તેને થાય અહીં મારે દિલમાં દર્દ રાખવું જોઇતું હતું, પણ મેં તો ગર્વ કર્યો : હું કેવો હોંશિયાર ? એકીસાથે અખંડ છાલ ઉતારી લીધી ! આવા વિચારોથી મેં ચીકણા કર્મ બાંધ્યા. એ જ કર્મો અત્યારે ઉદયમાં આવ્યા. શેઠ તે હું અંધક મુનિ બન્યો ને પેલું ચીભડું તે રાજા બન્યું. મેં છાલ ઉતારી હતી, તેણે આ ભવમાં મારી ચામડી ઉતરાવી ! આત્મ કથાઓ • ૧૧૫ આત્મ કથાઓ • ૧૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ માણસના જીવનમાં દુ:ખ આવે છે તે બીજા કોઇના કારણે નહિ, પોતાના જ કારણે, પોતાના જ કર્મોના કારણે. આમ જોઇએ તો આ બહુ ખોટું થયું. પણ ખૂબ જ દીર્ઘદૃષ્ટિથી જોઇએ તો લાગશે કે બહુ જ સારું થયું. જો મને આવું મરણાન્ત કષ્ટ ન આવ્યું હોત તો મારી ધ્યાનની ધારા તીવ્ર બનત ? મને કેવળજ્ઞાન અને મોક્ષ મળત ? મારા મોક્ષ પછી પણ શું થયું ? તે જુઓ. લોહી અને માંસથી લથપથ શરીર ત્યાં જ પડ્યું રહ્યું. મારો ઓઘો મુહપત્તી વગેરે પણ માંસથી લથપથ થઇ ગયા. ઓઘાને માંસનો લોચો સમજી એક સમડીએ ઊઠાવ્યો ને એ ઓઘો રાણીના ઝરુખામાં પડ્યો. રાણી તરત જ ઓળખી ગઇ : અરેરે... આ તો મારા ભાઇ મહારાજનો જ ઓઘો ! નક્કી કોઇએ મારા ભાઇ મહારાજની હત્યા કરી છે. તે ધ્રુસકેધ્રુસકે રોવા લાગી. રાજાને પણ સાચી વાતની ખબર પડતાં પશ્ચાત્તાપ થયો. રાજા અને રાણીએ વૈરાગ્ય વાસિત બની દીક્ષા લીધી. તપ કરી આત્મશુદ્ધિ કરી કેવળજ્ઞાન પામ્યા અને આખરે પરમ-પદમાં બિરાજમાન થયા. આત્મ કથાઓ . ૦ ૧૧૬ (૧૭) હું અચૂંકારી ભઠ્ઠા આમ તો મારું નામ હતું : ભટ્ટા, પણ લોકો મને અફૂંકારી ભટ્ટા તરીકે ઓળખે. વાત એમ બનેલી કે મારા માતા-પિતાની હું ખૂબ જ લાડકી હતી. આઠ ભાઇ પછી હું જન્મેલી હતી, એટલે લાડકી જ હોઉં ને ? સામાન્ય રીતે માણસ પુત્રીના જન્મ વખતે આનંદિત નથી થતો... અરે ઘણીવાર તો એવું બને કે મા-બાપ જ બાળકીને દૂધ-પીતી’ કરી નાખે. દીકરી એટલે દુઃખનો ભંડાર ! દીકરી એટલે સાપનો ભારો ! એક પ્રાકૃત - સુભાષિતકારે તો ત્યાં સુધી લખી દીધું : “જીવકૃપિયા ટુત્તિઓ Äિ' દીકરીનો પિતા હંમેશ દુ:ખી જ હોય ! દીકરીને પરણાવતાં પહેલાં તો દુઃખી હોય જ, પરણાવ્યા પછી પણ કંઇક ને કંઇક ઉપાધિ ઊભી જ હોય. માટે જ કન્યાને ઉપાધિનું પોટલું સમજીને માણસ તેનો ‘નિકાલ’ કરી દેતો હોય છે. તમારે ત્યાં આજે ગર્ભ-પરીક્ષણ આટલા માટે જ થાય છે ને ? ખબર પડી જાય કે ગર્ભ બાળકીનો છે, એટલે તરત જ ‘નિકાલ' ! બિચારી સ્ત્રી ! વગર વાંકે માનવ-ભવ હારી જાય ! પણ હું એ અર્થમાં ભાગ્યશાળી હતી. ઘણા-ઘણા અરમાનો પછી હું જન્મેલી હતી. મારા માતા-પિતા તો મને સાક્ષાત્ લક્ષ્મી જ ગણતા. મારા પિતાએ તો બધાને કડક સૂચના આપેલી : ખબરદાર ! કોઇએ આની સામે ચૂં પણ કર્યું છે તો ! મારી સામે કોઇ ફૂંકારો પણ કરતું નહિ. આથી મારું નામ પડ્યું : ‘અફૂંકારી ભટ્ટા !’ પ્રેમનો અભાવ બાળકના વિકાસને ગૂંગળાવી નાખે છે, તેમ અતિશય પ્રેમ પણ બાળકને બગાડી નાખે છે. વરસાદના અભાવે દુકાળ પડે છે, તેમ અતિશય વરસાદથી પણ લીલો દુકાળ પડતો રહે છે. મારા પર પ્રેમની અતિવૃષ્ટિ થઇ રહી હતી, તેમ કહું તો ખોટું નહિ ગણાય. બધાય મને લાડ લડાવે, બધાય મને સલામ ભરે, બધાય મારું કહ્યું કરે એટલે હું અત્યંત અહંકારી, સ્વકેન્દ્રિત બની ગઇ. મને એમ જ લાગવા માંડ્યું : આખી દુનિયા મારા માટે જ બની છે. વિશ્વ આત્મ કથાઓ - ૧૧૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ આખુંય મારી આસપાસ ચક્કર લગાવે છે, કેન્દ્રમાં હું જ છું, અતિશય પુષ્ટ થયેલો અહંકાર આવું જ શીખવે ને ? હું ભણી-ગણીને મોટી થઇ ત્યારે મારું રૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું. હું એટલી રૂપાળી હતી કે બહાર નીકળતી, ત્યારે યુવકો મારી સામે ટગર-ટગર જોઇ રહેતા. બધા મારી સાથે વાત કરવા ઉત્સુક રહેતા, પણ હું એમ કાંઇ સસ્તી થોડી હતી ? હું તો હતી વટનો કટકો ! મારા પિતાજીએ તો નક્કી જ કરેલું : જે ભટ્ટાની બધી વાત માનવા તૈયાર હોય, ભટ્ટીનું કહ્યું કરનાર હોય, તેની જ સાથે ભટ્ટાને પરણાવવી ! જોયું ? અતિશય પ્રેમ કેટલો ખતરનાક હોય છે ? માતા-પિતા એમ માનતા હોય છે કે, ખૂબ જ પ્રેમ કરીને અમે બાળકનું પુષ્કળ હિત કરીએ છીએ, એને જરાય તકલીફ પડવા દેતા નથી. પણ આવા મા-બાપને ભૂલી જતા હોય છે કે, તમારો અતિશય પ્રેમ જ બાળક માટે ઝેર બની જતો હોય છે. આથી સંતાનો બગડી જતા હોય છે. જે બાળક નાનપણમાં કોઇ જ દુઃખ વેક્યું નથી હોતું, તે મોટો થઇને દુઃખથી ડરતો જ રહેવાનો ! થોડાકે દુ:ખની કલ્પના માત્રથી તે ધ્રુજી ઊઠવાનો ! જીવનથી હતાશ થઇ જવાનો ! તમે જંગલના ઝાડ અને બગીચાના ઝાડ વચ્ચે તફાવત જોયો છે ? ભયંકર વાવાઝોડું આવે તોય જંગલી ઝાડ અડીખમ રહે છે, ને બગીચાના પપૈયા વગેરેના ઝાડો પડી જાય છે, આમ કેમ થાય છે ? જંગલના ઝાડોએ પાણીની શોધમાં પોતાના મૂળ ઊંડે સુધી જવા દીધા હોય છે, જ્યારે પપૈયા વગેરેના ઝાડને તો માળી રોજ પાણી પાય છે, વિના તકલીફે પાણી મળતું રહે છે, આથી મૂળીયા ઉપર જ રહે છે. પરિણામે, જરાક વાવાઝોડું અને પપૈયું ધરાશાયી ! દુઃખ અને તકલીફો વચ્ચે ઉછરેલા સંતાનો જંગલના વડ વગેરે ઝાડ જેવાં હોય છે, અત્યંત લાડકોડમાં ઊછરેલા સંતાનો પપૈયા જેવાં હોય છે. પણ બાળક પ્રત્યેના મોહમાં ઘેલા બનેલા માતા-પિતાઓને આ વાત ક્યાંથી સમજાય ? એક વખતે નગરના મંત્રીની નજર મારા પર પડી ગઇ. હું એમના મનમાં વસી ગઇ. મારા પિતાજી પાસે મારું માથું મૂક્યું. મંત્રી જેવો જમાઇ મળે પછી કોણ ના પાડે ? પણ તોય મારા પિતાજી જરાય ઉતાવળા આત્મ કથાઓ • ૧૧૮ ન થયા. મંત્રીને સ્પષ્ટ કહી દીધું : “હું તો મારી લાડકીને એની સાથે જ પરણાવવા માંગુ છું, જે એની બધી આજ્ઞા માને, એનું કહ્યું કરે. બોલો, તમે તૈયાર છો ?” મંત્રીશ્વર મારી પાછળ એટલા મુગ્ધ બનેલા હતા કે, આવી વાત પણ સ્વીકારી લીધી, જે સામાન્ય રીતે કોઇ પણ મર્દ પુરુષ સ્વીકારે નહિ. રંગેચંગે મારા લગ્ન થયા. થોડા દિવસો તો સારી રીતે પસાર થયા. એક-બે વાર મારા પતિ રાત્રે મોડા આવ્યા. મને લાગ્યું : હવે મારે મારો વટહુકમ બજાવવો જોઇએ.. અને વળતે જ દહાડે મેં ધડાકો કરી દીધો : જો તમારે મારો પ્રેમ જોઇતો હોય તો સૂર્યાસ્ત પહેલાં ઘેર આવી જવું. જો આ વચનનો ભંગ થયો છે તો પરિણામ સારું નહિ આવે. મારા પતિએ નીચી મૂંડીએ મારી વાત સ્વીકારી લીધી. વાસનાના ગુલામે સ્ત્રીના ગુલામ થઇને જ રહેવું પડે ! વળી, મારા પતિ તો શરતથી બંધાયેલા હતા. એટલે મારી વાત માન્યે જ છૂટકો હતો ! હવે રોજ તેઓ સૂર્યાસ્ત પહેલાં જ ઘેર આવી જવા લાગ્યા. હું મનોમન ખુશ થવા લાગતી ! મારો અહં પુષ્ટ બનતો રહ્યો. મનોમન હું મારા વટને વખાણતી : વાહ ! હું કેવી ? આખું નગર જે મંત્રીને સલામ ભરે, તે માણસ મારી રજેરજ આજ્ઞા સ્વીકારે, હું કેવી પ્રભાવશાળી ? રાજા પણ જેની સાથે મંત્રણા કરે, જેની વાત સ્વીકારે, એ મંત્રીને હું ટચલી આંગળીએ નચાવું. કોણ કહે છે કે હું અબળા છું? મને અબળા કહેનારા જ નબળા છે. તેઓએ હજુ મારી અંદર છુપાયેલી કળા જાણી નથી. બાકી, જેઓ અમારી (સ્ત્રીઓની) કળા જાણે, તેઓ અમને કદી ‘અબળા” નહિ કહે. એક દિવસ સૂર્યાસ્ત થયો છતાં મારા પતિ ન આવ્યા. બે-ત્રણ કલાક વીત્યા, છતાં ન આવ્યા. મારું મગજ ફટક્યું. મેં દરવાજા બંધ કરી દીધા. મનમાં નક્કી કરી નાખ્યું : આજે તો “ચમત્કાર' બતાવવો જ પડશે, જેથી બીજીવાર આવું ન થાય. ચમત્કાર બતાવ્યા વિના ક્યાં કોઇ સીધું ચાલે છે ? ચમત્કાર ત્યાં નમસ્કાર ! આત્મ કથાઓ • ૧૧૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ ચાર-પાંચ કલાક પછી બારણે ટકોરા પડ્યા. અવાજ આવ્યો : ‘દરવાજો ખોલ.' હું સમજી ગઇ : આ પતિનો જ અવાજ છે. પણ હવે હું કાંઇ દરવાજો ખોલું ? ‘ભલી થા અને દરવાજો ખોલ. હું મોડો આવ્યો તેમાં મારો દોષ નથી. રાજાએ મને રોકી રાખ્યો તો હું શું કરી શકું ? પરાધીન માણસ પર આ રીતે ગુસ્સો ન કરાય. જરા ડાહી થા.' પણ હું કાંઇ ડાહી થાઉં ? ખરેખર તો મારા પતિને (મંત્રીને) રાજાએ જાણીને રોક્યા હતા. મંત્રી રોજ વહેલા-વહેલા ઘેર કેમ જતા રહેતા હતા, તે રાજા જાણી ગયો હતો. માટે જ રમૂજ ખાતર આવું કર્યું હતું. પણ હું તો આવું કશું જ વિચારવા તૈયાર હોતી. રાજા, બાળક અને યોગીની હઠની જેમ સ્ત્રીની હઠ પણ ભયંકર હોય છે. સામાન્ય સ્ત્રી પણ પોતાની હઠ ન મૂકે તો હું શાની મૂકું ? હું તો વટનો પહાડ! મારા પતિએ બારણાં બહુ ખટખટાવ્યા એટલે મેં દરવાજો ખોલ્યો તો ખરો, પણ એમની નજર ચૂકવીને હું ભાગી નીકળી. આગળ-પાછળનો કોઇ જ વિચાર કર્યા વિના હું ચાલી જ નીકળી. ગુસ્સાની આગ સાચે જ ખતરનાક હોય છે. તમે કલ્પના તો કરો : મધરાતે અંધારામાં યુવાન સ્ત્રી દાગીના પહેરીને એકલી બહાર નીકળે તો શું થાય ? તમે જે કલ્પી શકો છો, એ જ મારા જીવનમાં ઘડ્યું. મને ચોરોએ પકડી લીધી. મને તેઓ પોતાના માલિક પલ્લીપતિ પાસે લઇ ગયા. પલ્લીપતિને જોઇને હું તો ધ્રુજી ઊઠી. કાળું ભમ્મર ભરાવદાર શરીર ! કાળું એટલે કેવું કાળું ? જાણે કોલસા પર તેલ ચોપડ્યું હોય તેવું ! લીંબુના ફાડ જેવી મોટી-બિહામણી આંખો ! ભૂંડ જેવા ઊભા વાળ ! એની આંખોમાં મને વિકારના સાપોલીયા રમતા દેખાયા. હું અત્યારે અસહાય દશામાં હતી, છતાં સ્વસ્થ ઊભી રહી. - પલ્લીપતિએ મારો હાથ પકડવા પ્રયત્ન કર્યો. ફટ... કરતી હું દૂર ભાગી ગઇ. તેની ઇચ્છા હું સમજી ગઇ. તેને સ્પષ્ટ રીતે કહી દીધું : આત્મ કથાઓ • ૧૨૦ મહાનુભાવ ! સાંભળી લો. તમે મારા જીવતા મારો સ્પર્શ નહિ કરી શકો, જો તમે કોઇ એવો પ્રયત્ન કરવા ગયા તો સમજી લેજો કે મારી લાશ જ તમારા હાથમાં આવશે.' મારી શૌર્યભરી વાણી સાંભળી પલ્લીપતિ ધ્રુજી ઊઠ્યો. તમે એવું ન માનતા કે હું ક્રોધી અહંકારી હતી, એટલે કુલટા પણ હોવાની. ના... રખે એવું માનતા. શીલા એ તો મારું સર્વસ્વ હતું. બધું લૂંટાવા દઇને પણ હું શીલ-રક્ષા કરવા તત્પર હતી. શીલ માટે હું પ્રાણોનું બલિદાન આપવા તૈયાર હતી. શીલ ગયા પછી જીવતરનો અર્થ શું ? શીલ એ જ પ્રાણ છે. એ ગયા પછી રહ્યું શું? મારી આ દૃઢ માન્યતા હતી. મેં પલ્લીપતિને શીલના મહિમા વિષે એક વાત કહી. કોણ જાણે કેમ ? પણ એ વાર્તાનો એના પર એવો પ્રભાવ પડ્યો કે મને એણે શીલ રક્ષા માટે અભયદાન આપ્યું. તેણે મને એક માણસને વેંચી દીધી. હા... હું પશુની જેમ વેંચાઇ ! તેણે વળી બર્બર કુળના કોઇ માણસને વેંચી. બર્બર કુળમાં મને ત્રાસ પડવા શરૂ થયા : એ માણસે શરૂ-શરૂમાં તો મને પત્ની બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું એકની બે ન થઇ, એટલે એને જોરદાર દાઝ ચડી. મારા શરીરમાંથી લોહી કાઢી-કાઢીને કપડાં રંગવા લાગ્યો. મનુષ્યના શરીરમાંથી લોહી કાઢી કપડાં રંગવાનો તેનો ધંધો હતો ! રોજ મારા શરીરમાંથી લોહી કાઢે અને રોજ મારા ઘા ઔષધિથી રૂઝવી દે ! હું દિવસે-દિવસે દુબળી થવા લાગી. મને એણે ઘણી વાર કહ્યું : ‘તું જો મારી પત્ની બને તો આ દુઃખોથી હમણાં જ છોડી દઉં !' પણ મેં સુંવાળો લપસણો માર્ગ પસંદ ન કર્યો, હું તો કાંટાની કેડી પર જ ચાલવા લાગી. મરી જવાની પણ મારી તૈયારી હતી, ત્યાં લોહી કાઢવાની વેદનાની તો વાત જ ક્યાં ? મારા હૃદયમાં વિશ્વાસ હતો : દરેક રાતના અંતે પ્રભાત આવે છે. દરેક પાનખરના અંતે વસંત આવે છે. દરેક દુઃખના અંતે સુખ આવે છે. કોઇના દુઃખો કદી એવા તો નથી જ હોતા કે, જેનો કદી છેડો જ ન આવે ! આત્મ કથાઓ • ૧૨૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ ખરેખર મારી આશા ફળી. એક દિવસ મારો ભાઇ ઇન્દ્રદત્ત વેપાર માટે ત્યાં આવી ચડ્યો. મારા તરફ તેની નજર ચડી. જો કે હું ખૂબ જ દુર્બળ થઇ ગયેલી હોવાથી મને તરત જ ઓળખી શક્યો નહિ, પણ થોડી જ વારમાં તેને લાઇટ થઇ : ઓહ! આ તો મારી જ બેન ! કેટલાય વખતથી ખોવાઇ ગયેલી... ! શોધવા માટે આકાશ-પાતાળ એક કરેલા, પણ ક્યાંય મળી નહિ, અમે તો આશા જ છોડી દીધી. શોધવાના પ્રયત્નો પણ લગભગ છોડી દીધા. પણ કુદરતનું ગણિત અકળ હોય છે. જ્યાં તમારા પ્રયાસ છુટી જાય છે, ત્યાં જ તમને ઘણીવાર ઇષ્ટની પ્રાપ્તિ થઇ જતી હોય છે. મારો ભાઇ મારી પાસે આવી પહોંચ્યોં. મેં મારી કરુણ કથની કહી સંભળાવી. અમે બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અમારું રુદન હર્ષ-શોકથી મિશ્રિત હતું. દુઃખ પડ્યું તેનું દુઃખ હતું, મિલન થયું તેનો આનંદ હતો. મારો ભાઇ મને પિતાજીની પાસે લઇ ગયો. મારા પતિને આ સમાચાર મળતાં જ તેઓ મને લેવા આવ્યા. મને તો એમ કે હવે મારા પતિ મારી સામું પણ નહિ જુએ. મારા જેવી ક્રોધમુખી - કાળમુખી – જ્વાળામુખીને કોણ બોલાવે ? પણ મારા પતિનો મારા પર અનહદ પ્રેમ હતો, અકૃત્રિમ સ્નેહ હતો. જ્યાં સ્નેહ હોય છે ત્યાં દોષો હોય તો પણ દેખાતા નથી. પ્રેમ જ એવું અંજન છે, જે આંખમાં આંજો તો પ્રેમ-પાત્રના દોષો કદી દેખાય જ નહિ. આ જ પ્રેમનો વ્યાપ વધતો જાય, આખા વિશ્વ પર પ્રેમ ફેલાઇ જાય તો કોઇના પણ દોષો દેખાય ખરા? કોઇના પર પણ ગુસ્સો આવે ખરો ? જોયું ? હવે હું તમને - ઉપદેશ આપવા લાગી ગઇ. ગાંડી સાસરે જાય નહિ ને ડાહીને શીખામણ આપે ! પણ અનુભવે હું શીખી છું કે ગુસ્સો કરવો એ કોઇ ડહાપણનું કામ નથી. ગુસ્સો કરવાથી બીજાને નુકશાન થાય કે ન થાય, પણ ગુસ્સો કરનારને પોતાને તો નુકશાન થાય જ થાય. સાપ અને વીંછીના ઝેર કરતાં પણ ગુસ્સાનું ઝેર ખતરનાક છે. સાપ કે વીંછીમાં રહેલું ઝેર તેને પોતાને મારતું નથી, જ્યારે ક્રોધનું ઝેર સંઘરનારને પોતાને જ ખતમ કરી નાખે છે. પોતાને નુકશાન કરે એવો સોદો કયો ડાહ્યો વેપારી કરે ? આત્મ કથાઓ • ૧૨૨ મને ક્રોધના કડવા વિપાક અનુભવવા મળ્યા હતા. જો કે આવા વિપાકો જરૂરી હતા. નહિ તો હું કદાચ કદી પણ શીખી શકત નહિ કે ક્રોધ ખતરનાક છે. જીવનભર હું ક્રોધમુખી રહેત. મારું સમગ્ર જીવન ક્રોધની આગમાં ખાખ બની જાત. બીજા માણસો તમને ક્રોધ ન કરવા માટે લાખ ઉપદેશ આપે, પણ કદાચ તમારો ક્રોધ નહિ જાય. પણ તમે સ્વયં જ્યારે અનુભવો કે ગુસ્સાથી મને જ નુકશાન થઇ રહ્યું છે. ક્રોધ એ તો આગ છે. બીજાને તો બાળતાં બાળશે, પણ જ્યાં ઉત્પન્ન થયેલી હશે તે લાકડાને તો સૌ પ્રથમ બાળશે. જો તમે સ્વયં આ રીતે જુઓ અને અનુભવો તો મારી જેમ આ જ પળે ગુસ્સાનો ત્યાગ કરી દો. માટે જ તમે કહો છો ને ? આત્મા સુધરે તો આપથી, નહિ તો સગા બાપથી પણ નહિ. મારા પતિ મને લેવા આવ્યા. એમના આવા નૈસર્ગિક પ્રેમથી હું અત્યંત પ્રભાવિત બની ગઇ. હવે મેં નક્કી કરી લીધું હતું. ગુસ્સો કદી કરવો નહિ. પતિ પર કદી હુકમો છોડવા નહિ. ઊલટું પતિની દરેક આજ્ઞા પ્રેમપૂર્વક સ્વીકારવી. હવે હું અત્યંત ક્ષમાશીલ બની ગઇ હતી. મારા સ્વભાવમાં આવેલા પરિવર્તનથી બધા આશ્ચર્ય સાથે આનંદ અનુભવવા લાગ્યા. હવે ઘરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. પહેલાં ઘરના નોકરો મારાથી થરથર ધ્રૂજતા, મને જોતાં જ ક્યાંક આડા-અવળા થઇ જવા પ્રયત્ન કરતા. કદાચ કામ કરવું પડે તો પરાણે કરતા... હવે તેઓ મારા કહ્યા વિના જ સુંદર રીતે કામ કરવા લાગ્યા. મારી પાસે નિખાલસતાથી વાતો કરવા લાગ્યા. માત્ર નોકરો જ નહિ, સ્નેહી-સ્વજનોમાં પણ આ રીતે જ પરિવર્તન આવી ગયું. પહેલાં તેઓ કદી મારી નજરે ચડતા નહિ, ચડી જાય તો ઝટપટ ભાગવા મથતા, પણ હવે હું જોઈ રહી હતી કે બધા મને પ્રેમપૂર્વક ચાહી રહ્યા છે. પહેલાં હું માનતી કે ક્રોધ તો જોઇએ જ. ક્રોધ વિના તો બધા માથે ચઢી બેસે. સાવ ઠંડા-ઠંડા બેસી રહીએ તો લોકો આપણા માથા પર રસ્તો આત્મ કથાઓ • ૧૨૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ બનાવી લે ! અંગારા ધગધગતા હોય છે ત્યાં સુધી કોઇ તેને અડવાની હિંમત પણ નથી કરતું, પણ એ જ્યારે બુઝાઇને રાખ બની જાય છે ત્યારે નાની બેબલી પણ તેના પર પગ મૂકીને ચાલી જાય છે. ક્રોધ વગરનો માણસ તો રાખ જેવો છે. એ બધાને પોતાના પર પગ મૂકવા હાથે કરીને આમંત્રણ આપે છે. ક્રોધ વગરનો માણસ તો સાવ નપુંસક છે. એને કોઇ સાંભળતું નથી, એનો કોઈ પ્રભાવ પડતો નથી. આપણે તો જીવવું તો ‘દાદા' થઇને જીવવું, રાખ બનીને શા માટે ? અંગારા-ધગધગતા અંગારા બનીને જીવવું ! કોઇ અડી તો જુએ ! આ હતી મારી માન્યતા; પણ હવે મને સમજાયું હતું કે મારી એ માન્યતા તદ્દન ખોટી હતી. ક્રોધથી કામ થતું હતું, તેના કરતાં ક્ષમાથી કઇ ગણું વધારે થઇ જતું હતું, તે પણ કોઈ જ પ્રયત્ન વિના ! કરનાર પણ આનંદથી કામ કરતો, પ્રેમપૂર્વક રહેતા. હવે મને સમજાયું હતું કે ક્રોધથી મારું કામ થાય છે - એવું જે હું માનતી - તે નર્યો ભ્રમ હતો. ક્રોધથી નહિ, પણ પુણ્યોદયથી મારું કામ થતું. પુણ્ય ન હોય તો માત્ર ક્રોધથી કાંઇ ન વળે. પણ તે વખતે મને પુણ્યોદય દેખાતો નહિ. હું ક્રોધને જ સફળતા આપનાર માનતી. હવે મને સ્પષ્ટ સમજણ મળી હતી. ક્રોધની હેયતા બરાબર સમજાઇ હતી. આથી જ ક્ષમાના મધુર ફળો પણ મને પ્રત્યક્ષ મળવા લાગ્યા. એક વખતે કસોટીનો પ્રસંગ આવી ચડ્યો. વાત એમ બની કે મારે ત્યાં બે સાધુ મહારાજ વહોરવા આવ્યા... પણ એમણે રોટલી-શાક વગેરે કાંઇ ન માગતાં લક્ષપાક તેલ માંગ્યું. કારણમાં જણાવ્યું કે અમારા એક સાધુ મહારાજ ગામ બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા હતા ત્યારે અચાનક જ આગથી દાઝી ગયા છે. તેમના ઉપચાર માટે લક્ષપાક તેલની જરૂર છે. મારી ક્યાં ના હતી ? સાધુ મહારાજની સેવાનો આવો સુંદર મોકો મળે ક્યાંથી ? મેં દાસી પાસેથી લક્ષપાક તેલનો ઘડો મંગાવ્યો. દાસી લેવા અંદર ગઇ. ધડાકે... અવાજ થયો. મેં જોયું કે દાસીના હાથમાંથી લક્ષપાક તેલનો ઘડો પડી ગયો હતો. ફૂટી ગયો હતો, તેલ નીચે ઢોળાઇ ગયું હતું. મને એની લેશ ફીકર થઇ નહીં. દાસી વિલખી પડી ગઇ. એને આત્મ કથાઓ • ૧૨૪ એમ કે આજે શેઠાણીની કમાન છટકી સમજો. પણ હું કાંઇ ગુસ્સો કરું ? મેં કહ્યું : તું ચિંતા ન કર. એ તો હોય. ફૂટી જાય. માણસ પણ ક્ષણમાં મરી જાય તો બિચારો માટીનો ઘડો ફૂટે તેમાં નવાઇ શી ? જા, બીજો ઘડો લઇ આવ, પણ સંભાળીને લાવજે. દાસી ફરી અંદર ગઈ ! ધડામ... ફરી અવાજ આવ્યો. મારા આશ્ચર્ય સાથે ફરી ઘટો ફૂટ્યો હતો. મને સમજાયું નહિ. આવી કુશળ દાસી આવું કેમ કરે છે ? એના હાથે નાનકડી ચીજ પણ ક્યારેય પડતી કે ફૂટતી મેં કદી જોઇ નથી. આજે આમ કેમ ? પણ હોય... ક્યારેક ફૂટી પણ જાય, બીજી વાર પણ ફૂટે. મેં ફરીથી ત્રીજી વાર દાસીને ઘડો અત્યંત કાળજીપૂર્વક લાવવા કહ્યું. પણ રે, ત્રીજી વખત પણ એ જ ભૂલનું પુનરાવર્તન ! હવે તમે જ કહો મારા જેવીનો ક્રોધ ઝાલ્યો રહે ખરો ? લક્ષપાકે તેલને તમે સામાન્ય નહિ સમજતા. એક ઘડાની કિંમત એક લાખ સોનામહોર થાય. ત્રણ-ત્રણ લાખ સોનામહોરનું નુકશાન થાય અને મારા જેવી શાંત રહે, એ તમે કલ્પી શકો ખરા ? તમે કલ્પો કે ન કલ્પો, પણ એ હકીકત હતી કે હું શાંત, સંપૂર્ણ શાંત રહી. દાસી પર સહેજ પણ ગુસ્સો ન આવ્યો, પણ મને મારી જાતને જ ઠપકો આપવાનું મન થયું : રે જીવ ! સાધુ ભગવંત તારે ઘેર આવે અને તું દાસીને હુકમ કરે છે ? તું પોતે જ ઘડો લાવે તો શું વાંધો છે ? શું તારું શેઠાણીપણું જતું રહેવાનું છે ? - હવે ચોથીવાર હું પોતે જ ઘડો લેવા ગઇ. સાવધાનીપૂર્વક લાવી અને મુનિ ભગવંતને વહોરાવ્યું. મને થયું જોયું? માણસ સાવધાનીપૂર્વક લાવે તો ઘડો થોડો ફૂટે ? મારો ઘડો ક્યાં ફૂટ્યો ? (ખરેખર તો મારા શીલના પ્રભાવથી ઘડો ફૂટ્યો નહોતો.) ‘બેન ! તમારા ત્રણ-ત્રણ ઘડા તૂટી ગયા, તમને અમારા નિમિત્તે કેટલું નુકશાન થયું ? હવે દાસી પર ગુસ્સો નહિ કરતા.” વહોરવા આવનાર મુનિ ભગવંતે મને કહ્યું. અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? નુકશાન ? શાનું નુકશાન ? આત્મ કથાઓ • ૧૨૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ - (૧૮) હું અર્જુનભાળી શકે આપની સેવા માટે જે કરવું પડે તેમાં લાભ જ લાભ છે. આપ દાસી પર ગુસ્સો કરવાની ના પાડો છો, પણ હું આમેય ગુસ્સો કરવાની જ નથી. ગુસ્સાનું ફળ મેં અનુભવ્યું છે. હવે ગુસ્સો શાની કરું ? આગમાં એકવાર દાઝયા પછી બીજી વાર એમાં કોણ હાથ નાખે ?' મારું આ વાક્ય પૂરું થતાં જ મારી બાજુમાં એક દેદીપ્યમાન તેજોવસ્કુલ પેદા થયું. મેં જોયું તો એક તેજસ્વી દેવ ઊભો હતો. હાથ જોડીને તેણે મને કહ્યું : ભટ્ટા ! તું ખરેખર ભાગ્યશાળી છે. તારી ક્ષમા અદ્ભુત છે ! તારી શાંતિ અનુપમ છે ! ઇન્દ્ર મહારાજાએ સુધર્માસભામાં તારી ક્ષમાની પ્રશંસા કરેલી એટલે મને પરીક્ષા કરવાનું મન થયું. સાચે જ ઇન્દ્ર જેવી પ્રશંસા કરી તેવી જ, અરે, તેથી પણ વધુ ક્ષમા મેં તારામાં જોઇ. તારા લક્ષપાકના ત્રણ ઘડા મેં જ ફોડ્યા હતા. હવે, બોલ. તારે શું જોઇએ ? હું તારા પર પ્રસન્ન છું. મેં કોઇ પણ વસ્તુની ઇચ્છા દર્શાવી નહિ. આથી દેવ વધુ ખુશ થયો. ત્રણેય ઘડા પૂર્વવત્ કરી આપ્યા અને સુવર્ણમુદ્રાઓની વૃષ્ટિ કરીને દેવ સ્વસ્થાને ગયો. પેલા મુનિ ભગવંતોએ લક્ષપાક તેલથી દાઝેલા મુનિનો ઉપચાર કર્યો. મુનિ સ્વસ્થ થયા. હું રાજી થઇ. ક્ષમાની આ પરીક્ષામાંથી હું પસાર થઈ. પછી પણ મેં ક્ષમા કદી છોડી નહિ. ઘણીવાર માણસ પરીક્ષામાં પાસ થઇ ગયા પછી તદ્ વિષયક ઉદ્યમ છોડી દેતો હોય છે. પરીક્ષામાં પાસ થઇ ગયા પછી વિદ્યાર્થી પ્રાયઃ વાંચવાનું છોડી દેતો હોય છે, પણ હું તેવી નહોતી. મેં તો ક્ષમાને મારો સ્વભાવ બનાવી દીધો હતો. મારી ક્ષમા કોઇને બતાવવા માટે નહિ, પણ સ્વયં માટે હતી. મારી દાસ્તાન સાંભળીને તમે ક્રોધને છોડી દેશો ને ? જે બીજાના અનુભવથી શીખે તે ઉત્તમ ! પોતાના અનુભવથી શીખે તે મધ્યમ ! પોતાના અનુભવથી પણ (વારંવાર ઠોકર ખાવા છતાં પણ) ન શીખે તે અધમ ! તમારો નંબર ક્યાં ? વિચારી લેજો. હું માળી, બગીચામાં મજેથી કામ કર્યું અને લહેર કરું. મારું નામ અરજણ, પણ “અરજણ’ કહીશ તો તમે મને નહિ ઓળખો, “અર્જનમાળી’. કહીશ તો ઓળખશો. ખરું ને ? એક વખતે એવો બનાવ બન્યો કે મારા સુખી જીવનમાં આગ લાગી ગઇ, મારું જીવન વેરણ-છેરણ બની ગયું. હું બગીચામાં રહેલા યક્ષના મંદિરનો પૂજારી પણ હતો. મારી પત્ની બહુ રૂપાળી હતી. માણસો રૂપાળી પત્ની માટે ખૂબ જ ઝંખતા હોય છે, પણ રૂપાળી પત્ની જ ઘણીવાર ભયંકર આપત્તિનું કારણ બની જતી હોય છે. માટે તો નીતિશાસ્ત્રો કહે છે : “માય રૂપવતો શત્રઃ' રૂપાળી પત્ની શત્રુરૂપ છે ! એક વખત મંદિરમાં છ ચોરો આવ્યા. મારી રૂપાળી પત્ની જોઇ ને તેમની બુદ્ધિ બગડી. મને મંદિરના થાંભલા સાથે મુશ્કેટાટ બાંધી બધા ક્રમશઃ મારી સ્ત્રી સાથે વિલાસ કરવા લાગ્યા. હું આ દેશ્ય જોઇ ધૂંઆપૂંઆ થઇ ગયો. પણ શું કરું ? લાચાર હતો. મને મારો યક્ષ યાદ આવ્યો. એની સહાયતા લેવા પ્રાર્થના કરવા માંડી. માણસની પોતાની તાકાતની મર્યાદા આવી જાય એટલે એ દૈવિક બળને ઝંખે જ. પણ જાણે મારી પ્રાર્થના યક્ષે સાંભળી જ નહિ. હું એકદમ ગુસ્સે ભરાયો : “ઓ યક્ષ ! હું રાત-દિવસ તારી પૂજા કરું અને તું મને મુશ્કેલી વખતે મદદ નહિ કરે ? શું કામની તારી પૂજા ! હવે તો અહીંથી છુટીશ કે તરત જ તારી મૂર્તિના ટુકડે-ટુકડા કરી ઉકરડામાં ફેંકી દઇશ. જે યક્ષ અવસરે કામ ન લાગે તે શું કામનો ?' મારા આ આક્રોશની યક્ષ પર એકદમ અસર થઇ. હા... કેટલાક દેવોને કાકલૂદી કરીએ તો કાંઇ અસર ન થાય, પણ ધમકી આપીએ તો એકદમ અસર થાય. યક્ષે તરત જ મારા શરીરમાં પ્રવેશ કર્યો. મારામાં અદ્દભુત તાકાત આવી. એક જ ક્ષણમાં દોરડા તોડી પાડી હાથમાં મુગર લઇ હું ચોરો તરફ ધસી ગયો. ચોરો ભાગે કે કાંઇ આત્મ કથાઓ • ૧૨૭ આત્મ કથાઓ • ૧૨૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકાર કરે એના પહેલાં તો હું મુગર લઇને મંડી પડ્યો. જોત-જોતામાં છયેને વધેરી નાંખ્યા. મારો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. પત્ની પર પણ મને ગુસ્સો ચડ્યો : હરામખોર ! ચોરોએ તારા પર બળાત્કાર કર્યો એ ખરી વાત પણ તે કોઇ પ્રતિકાર કેમ ન કર્યો ? તારી પણ મૂક સંમતિ હતી જ ને ? લે... તને પણ પૂરી કરી નાખ્યું. મેં પત્નીને પણ પૂરી કરી નાંખી. હવે હું માણસ નહોતો રહ્યો, રાક્ષસ બની ગયો હતો. રોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. હુંયે શું કરું? હું લાચાર બની ગયો હતો. મારા શરીરમાં પેઠેલો યક્ષ નચાવે તેમ હું નાચતો હતો. મારી ચેષ્ટા મારા નિયંત્રણથી બહાર જતી રહી હતી. - આખા રાજગૃહમાં મારા નામનો એવો આતંક છવાઇ ગયો કે જ્યાં સુધી લોકો સમાચાર ન સાંભળે કે “સાતની હત્યા થઇ ગઇ છે ત્યાં સુધી કોઇ ઘરથી બહાર નીકળે નહિ. આખું રાજગૃહ નગર મારાથી ‘ત્રાહિમામ્' પોકારતું થઇ ગયું. મને પકડવાના કે બાંધવાના તેમના કોઇ પ્રયત્નો કામ લાગ્યા નહિ. લાગે પણ ક્યાંથી ? કારણ કે દૈવી શક્તિએ મારામાં પ્રવેશ કરેલો હતો. એક વખતે ભગવાન શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીમાં પધાર્યા. વસંત આવે ને ધરતી ખીલી ઊઠે તેમ ભગવાનનું પદાર્પણ થતાં ભવ્ય જીવોનાં હૃદય ખીલી ઊઠ્યાં... પણ મારા આતંકવાદના સામ્રાજ્યમાં કોની તાકાત છે કે કોઇ ઘરથી પણ બહાર નીકળી શકે ? ભગવાન જેવા ભગવાન પધારેલા હોવા છતાં કોઇ દેશના સાંભળવા જવાની હિંમત કરી શક્યું નહિ. હા... એક માણસે હિંમત કરી. એનું નામ સુદર્શન. ભારે સત્ત્વશાળી માણસ. એ દેશના સાંભળવા નીકળ્યો ત્યારે ઘણા લોકોએ તેને અટકાવ્યો : ‘અલ્યા, મરવા શું કામ જાય છે ?' ‘ભગવાનની દેશના સાંભળવા જતાં મોત આવશે તો પણ મને પરવા નથી, બાકી હું દેશના સાંભળવા તો જવાનો, જવાનો ને જવાનો ! મોતના ભયથી ઘરમાં પૂરાઇ રહેવું એના કરતાં સત્ત્વશાળી બની મોતને આત્મ કથાઓ • ૧૨૮ ભેટવું લાખ દરજ્જુ સારું છે ! ભગવાન મારા નગરમાં પધારે ને હું તેમની દેશના સાંભળવા ન જાઉં! એ કદી પણ બની શકે નહિ.' સુદર્શનનો આવો હિંમતભર્યો જવાબ તેની સત્ત્વશીલતાનો પરિચાયક હતો. એનું દેશના સાંભળવા જવું - અને મારું રસ્તામાં મળવું થયું. ખલાસ... હું તો મુગર લઇને દોડ્યો. હજુ સાતની હત્યા પૂરી થઇ ન હતી. હું સમજ્યો કે મને જોઇને ઊભી પૂંછડીએ ભાગશે... પણ આ તો કોઇ જુદી જ માટીનો માનવી હતો. એ તો એકદમ સ્વસ્થતાપૂર્વક ઊભો રહી ગયો. તમે જેને કાયોત્સર્ગ કહો છો, એ જ મુદ્રામાં તે ઊભો રહી ગયો અને મનોમન પોતાનો મહાપવિત્ર મંત્ર ગણવા લાગ્યો. મહાપવિત્ર મંત્ર કયો ? તમે તો જાણી જ ગયા હશો ? નવકારને કોણ નથી જાણતું ? જ્યાં બાજુમાં પહોંચ્યો ત્યાં જ જબરદસ્ત ચમત્કાર સર્જાયો. એના સત્ત્વપૂર્ણ તેજ પૂંજથી હું અભિભૂત બની ગયો. મારી અંદર રહેલો યક્ષ તો એ તેજ પૂંજને સહન જ ન કરી શક્યો. એ તો મને મૂકીને ભાગ્યો અને આ બાજુ મારું ભાગ્ય પલટાઇ ગયું. હું વિચારમાં પડી ગયો : મારા હાથમાં મુગર કેમ છે ? હું કોને મારવા દોડી રહ્યો છું? શા માટે મારું છું? અત્યાર સુધીમાં મને પહેલી જ વાર આવા વિચારો આવ્યા. કારણ કે અત્યાર સુધી હું પરાધીન હતો. યક્ષના ઇશારે નાચતો હતો. હિસાપ્રેમી યક્ષ મારી પાસેથી હિંસા કરાવીને પોતાનો આનંદ માણી રહ્યો હતો. મને તો આ વાતનો કોઇ ખ્યાલ જ નહોતો. હું બેહોશીમાં હતો. મારા શરીરમાંથી યક્ષ જતાં જ હું ભાનમાં આવ્યો. મેં પૂછ્યું : ‘તમે કોણ છો ?' ‘હું સુદર્શન છું.' ક્યાં જાવ છો ?” ભગવાનની વાણી સાંભળવા.' મારા હાથમાં મુગર કેમ છે ?' ‘આમાં તારો કોઇ દોષ નથી, બધો યક્ષનો દોષ હતો. યક્ષ તો આત્મ કથાઓ • ૧૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ હવે નીકળી ગયો છે એટલે હવે તું સ્વસ્થ થયો છે. અર્જુન ! તને ખ્યાલ છે તું રોજ કેટલી હત્યા કરતો હતો ?' ના... મને કોઇ ખ્યાલ નથી.' ‘તું રોજની સાત હત્યા કરતો હતો.' ‘હાય... હાય... હું આવો હત્યારો ? અરેરે... પ્રભુ ! મારો ઉદ્ધાર શી રીતે થશે ? કોઇ ઉપાય છે ? ‘હા... દરેકનો ઉપાય હોય છે ?’ મારા જેવા પાપીનો પણ ?' હા... પાપીનો પણ... પાપીઓ માટે તો ધર્મ છે. બધા જ યુધ્ધશાળીઓ અને ધર્માવતારી હોય તો ધર્મનું પ્રયોજન પણ શું છે ? પણ મને કોણ પાવન બનાવશે ?' ‘તને, મને અને આખી દુનિયાને પાવન બનાવનારી હાલતી-ચાલતી ધર્મ-ગંગા અહીં આવેલી છે. ચાલ... આપણે ત્યાં જઇએ અને પાવન થઇએ.' છે.’ એ ગંગામાં મને સ્નાન કરવા મળશે ?’ ગંગા કોઇના બાપની નથી. હર કોઇને અહીં સ્નાન કરવાની છૂટ ‘મારા અહોભાગ્ય.’ ‘તો ચાલ... હવે મારી સાથે.’ હું મારા પાપોથી ધ્રૂજી ઊઠ્યો હતો. ઘોર પાપો પ્રત્યે મને તીવ્ર પશ્ચાત્તાપ જાગ્યો હતો. હું સુદર્શન શેઠની સાથે ભગવાનશ્રી મહાવીર દેવની દેશનાભૂમિમાં ગયો. ઓહ ! શું અદ્ભુત દૃશ્ય હતું ? કરોડો ચન્દ્રો પણ ઝાંખા પડે એવું પ્રભુનું અદ્ભુત રૂપ ! આજુબાજુ વીંઝાતા ચામરો ! આકાશમાં વાગતી દેવ-દુંદુભિઓ ! જમીન પર થતી સુગંધી પંચરંગી ફૂલોની વૃષ્ટિ ! ચાંદીના, સોનાના અને રત્નના ત્રણ ગઢો ! વચ્ચે ઊંચું અશોક વૃક્ષ ! એની નીચેના સિંહાસન પર બેસીને દેશના આપતા ભગવાન ! ઓહ ! શું મીઠી-મધુરવાણી ! સાંભળતાં જ ભૂખ-થાક-તરસ બધું જ ભૂલાઇ જાય આત્મ કથાઓ - ૧૩૦ એવી મીઠી વાણી ! હું તો ધન્ય-ધન્ય બની ગયો. ‘પ્રભુ ! મને દીક્ષા આપશો ?' દેશનાના અંતે મેં પ્રભુને પૂછ્યું. એક જ દેશનાથી મારો આત્મા બદલાઇ ચૂક્યો હતો. વિષય-કષાયમય સંસારથી મને નફરત જાગી હતી. આત્માના અનંત ઐશ્વર્યને પ્રગટાવવાની અદમ્ય ઝંખના થઇ હતી. - બધા લોકો સ્તબ્ધતાથી મને જોઇ રહ્યા ને પરમકૃપાળુએ મારા જેવા પાપીને પણ પ્રવ્રજ્યા આપી. હું ધન્ય-ધન્ય બની ગયો. હવે તો મેં ઘોર સાધના કરવા માંડી, ઉગ્ર તપ કરવા માંડ્યો. ઉગ્ર તપ વિના મારા પાપ કર્મો કોઇ હિસાબે ધોવાય તેમ ન હતા. જેટલા તીવ્ર પાપો હોય, તેટલી જ તીવ્ર સાધના પણ કરવી જ જોઇએ ને ? નહિ તો આત્મા પાપકર્મમાંથી છૂટે શી રીતે ? મેં તપશ્ચર્યાની એવી આગ પ્રગટાવી કે એની અંદર આ જ જનમના નહિ, પણ જનમ-જનમના મારા પાપ-કર્મો ખપી ગયા. હું કેવળી બની ગયો. પામરમાંથી પરમાત્મા બની ગયો. મને વિચાર આવે છે કે તમે પણ મારા જેવા જ નથી ? મારી જેવી પરિસ્થિતિ હતી, તેવી જ પરિસ્થિતિ તમારી નથી ? ભૂતના કારણે હું રોજ સાતની હત્યા કરતો હતો. તમારી અંદર પણ ભૂત ભરાયેલું જ છે. મિથ્યાત્વના ભૂતના કારણે તમે દ૨૨ોજ સાતની હત્યા નથી કરતા ? ‘કઇ સાત ચીજોની હત્યા કરીએ છીએ ?' એમ પૂછો છો ? સાંભળો. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ અને ત્રસકાય - આ છ કાયની તમે દરરોજ હત્યા નથી કરતા ? એની હત્યા વિના તમારા સંસારનું ગાડું ક્યાં ગબડે એમ છે ? સાતમી ચીજ છે : તમારી જ ચેતના. એની પણ તમે હત્યા કરો જ છો. તમારી શુદ્ધ ચેતનાને તમે દરરોજ હણી રહ્યા છો અને વિભાવમાં મહાલી રહ્યા છો. મેં મારી પોતાની જ પત્નીને હણેલી, તમે પણ તમારી પોતાની જ ચેતનાને હણી રહ્યા નથી ? હત્યા તો કરીએ છીએ, પણ એનાથી છૂટવું કેમ ? એ જ તમારો પ્રશ્ન છે ને ? મારા જીવનમાંથી એનો પણ ઉપાય મળી રહેશે. આત્મ કથાઓ ૦ ૧૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ . (૧૯) હું સુકોશલ મારામાંથી યક્ષ (ભૂત) ભાગ્યો ત્યારે મારું ઠેકાણું પડ્યું. બરાબર ને ? પણ એ ભૂત ભાગ્યો ક્યારે ? મને સુદર્શન મળ્યો ત્યારે. તમને પણ સુદર્શન મળી જાય તો તમારું ભૂત પણ ભાગી છૂટે. સુદર્શન એટલે સમજ્યા ? “સુદર્શન' એટલે ‘સમ્યગ્દર્શન !” જેને સમ્યગ્દર્શન મળે તેના આત્મામાંથી મિથ્યાત્વના ભૂતે ભાગવું જ પડે. મિથ્યાત્વનું ભૂત જાય એટલે હિંસા જાય, ભગવાન મળે. હા... જેને સુદર્શન (સમ્યગ્દર્શન) મળે તેને મહાવીર પ્રભુ અવશ્ય મળે જ. સુદર્શન' વિના કદી પણ “મહાવીર’ મળતા નથી. કદાચ મળી જાય તો ફળતા નથી. સમજી ગયા ને ? કુમાર અવસ્થામાં જ હું રાજા બની ગયેલો. ઘણીવાર પિતાજી પાસેથી રાજ્ય મેળવવા પુત્રોએ ખટપટ કરવી પડે છે, પણ મને તો સામેથી જ પિતાજીએ રાજ્ય આપેલું. એકવાર મારી ધાવમાતાને મેં રડતી જોઇ. મેં પૂછ્યું : તું કેમ રડે “રાજન ! કાંઇ કહેવા જેવું નથી, છતાં આપને જાણવાની ઇચ્છા જ હોય તો હું કહી દઉં. કહેતાં પહેલાં એક વાતનો ખુલાસો કરી દઉં કે, હું મારા દુઃખના કારણે નથી રડતી, પણ મારા અને તમારા સ્વામીના અપમાનથી રહું છું.' ધાવમાતાએ રડતાં રડતાં કહ્યું. મારા અને તમારા બંનેના સ્વામી વળી કોણ ? એનું અપમાન કોણે કર્યું? શા માટે? કાંઈ સમજાયું નહિ. માંડીને વાત કરે તો ખ્યાલ આવે.” સાંભળો, મહારાજા ! આપ જે રીતે આજે ચતુરંગ બળથી સુશોભિત રાજ્યના માલિક બન્યા છો, એ કોનો પ્રભાવ છે ? એ તો જાણતા જ હશો ! આપના પિતા કીર્તિધરે જ આપને રાજ્યગાદી આપીને સ્વયં દીક્ષા લીધી છે. ઘણા વર્ષો બાદ તેઓ વિહાર કરતા-કરતા આજે આપણા સાકેતનગરમાં આવ્યા. પણ કોણ જાણે આપની માતાને શું સૂઝયું કે, એમણે કીર્તિધર મુનિને અપમાન કરાવીને નગરમાંથી બહાર હાંકી કઢાવ્યા છે, તે રીતે એમણે આપના પિતાજીનું અપમાન કર્યું છે. આ સમાચાર મને હમણાં જ મળ્યા. હું આ સાંભળતાં જ હતપ્રભ બની ગઇ. હીનકુળમાં પણ ન હોય, તેવું વર્તન આપણા ઉત્તમ કુળમાં ? એ પણ પત્ની જ પતિ મુનિને હડસેલી મૂકે ? હદ થઇ ગઇ ! સન્માન ન થાય તો કાંઇ નહિ, પણ કમ સે કમ અપમાન તો ન જ કરવું જોઇએ. આપણા માલિકનું આવું અપમાન થાય, એ સહન થાય ખરૂં ? પણ હું એનો પ્રતિકાર શી રીતે કરું ? મારું ચાલે પણ શું? મારું સાંભળે પણ કોણ ? આત્મ કથાઓ • ૧૩૩ આત્મ કથાઓ • ૧૩૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ રડવા સિવાય મારી પાસે બીજો કોઇ ઇલાજ નથી. માટે જ મારી આંખ આંસુભીની બની છે.” ધાવમાતાની આ વાત સાંભળીને હું સ્તબ્ધ બની ગયો. એક પત્ની પોતાના પતિનું આ રીતે શા માટે અપમાન કરે ? શું કારણ હશે ? કોઇ ગંભીર કારણ વિના તો કોઇ જ આવું કામ કરે નહિ ! હં. સમજાયું. કદાચ એવું પણ બને કે, મારી માતાને મારો ડર હોય. પિતા મુનિ કદાચ નગરમાં આવે, હું વંદન કરવા જાઉં, મુનિ ઉપદેશ આપે, અને મારા મનમાં વૈરાગ્ય જાગે, રાજ્ય છોડીને હું દીક્ષા લઇ લઉં તો એનું કોણ ? કદાચ આ જ ગણતરીથી માતાએ આવું ગેરવર્તન કર્યું હશે. ઠીક છે, પણ મારાથી આવું ચલાવી શકાય જ નહિ. હું હમણાં જ પિતા મુનિ પાસે જાઉં, ક્ષમા માંગું અને ધર્મોપદેશ સાંભળું. હું એ જ ક્ષણે પિતા-મહારાજની શોધમાં નીકળી પડ્યો. જંગલમાં ચારે બાજુ તપાસ આદરી, પણ એમ મુનિરાજ ક્યાંથી મળે ? મોટા જંગલમાં કયા વૃક્ષ નીચે રહેલા હોય, શી ખબર? પણ ઇચ્છા હોય ત્યાં માર્ગ મળી જ જાય. મેં શોધ ચાલુ રાખી. આખરે હું સફળ થયો. એક વૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાને રહેલા પિતા મુનિ મેં જોયા. હું આનંદથી ઝૂમી ઊઠ્યો. મેં તેમના ચરણોમાં પ્રાર્થના કરી : “ઓ ગુરુદેવ ! આપ તો સંસારને સળગતું ઘર માની એને છોડીને નીકળી ગયા, પણ મારો જરાય વિચાર ના કર્યો ? સળગતા ઘરમાં મને શા માટે છોડી દીધો ? ભગવદ્ ! ભવ-કૂપમાં ડૂબેલો છું. મને દીક્ષાના દોરડા દ્વારા એ કૂવામાંથી બહાર કાઢો.” મેં દીક્ષા માટે કીર્તિધર મુનિને વિનંતી કરી. મને યોગ્ય જાણી પિતામુનિએ દીક્ષા આપી. મારી માતાએ હું દીક્ષા ન લઉં, એ માટે જ મારા પિતા મુનિને નગરમાંથી હાંકી કઢાવ્યા હતા, પણ તોય મેં દીક્ષા લીધી જ. ખરેખર તો માતાએ આવો પ્રયત્ન ન કર્યો હોત, તો મને આટલો જલ્દી વૈરાગ્ય પેદા થાત, કે કેમ ? તે સવાલ હતો. માતાના અવળા પ્રયત્નો પણ મારા માટે તો સવળા જ બન્યા ! એ રીતે પણ મને એ સહાયક જ બન્યા. ઘણીવાર અવળી મૂઠીની કૃપા પણ કલ્યાણકારી બની જાય. એ માટે મારે માતાનો આભાર માનવો જોઇએ. આત્મ કથાઓ • ૧૩૪ મારી દીક્ષાના સમાચાર જ્યારે મારી માતાને મળ્યા, ત્યારે તે એકદમ ધમધમી ઊઠી : હાય ! હાય ! આ શું થયું ? હું કરવા ગઇ કંસાર, પણ બની ગઈ થૂલી ! કદાચ મેં કોઇ જ પ્રયત્ન ન કર્યા હોત, તો મારો પુત્ર આટલી જલ્દી દક્ષા ન લેત. પણ આને પુત્ર કહેવાય કે પથ્થર ? બસ, મને પૂછ્યા વિના એમને એમ જ દીક્ષા લઇ લીધી ? કમ સે કમ મારી રજા તો લેવી જોઇતી હતી. પુત્રે મારો તો જરાય વિચાર ન કર્યો. શું મેં એના પર કોઇ જ ઉપકાર નથી કર્યો ? એ નાનો હતો, ત્યારે કેટ-કેટલા દુઃખો વેઠીને મેં એને ઉછેર્યો હતો ? આ બધાનું આ જ ફળ ? મને નિરાધાર મૂકીને એ સાધુ બની જાય ? મારું ચાલે તો મારા એ પુત્રને હમણાં જ બતાવી દઉં ! આમ એનો મારા પર રોષ ધમધમી ઊઠ્યો. એ બહાવરી બની. અગાશી પરથી એણે પડતું મૂક્યું. અકાળે જ જીવનનો અંત આણી દીધો. સ્વસ્થતાથી વિચારવાને બદલે જે આવેશપૂર્વક વિચારે અને એને તરત જ અમલમાં મૂકી દે, એનું આવું જ પરિણામ આવે ! અકાળે મોત ! ભર બપોરે સૂર્યાસ્ત ! આવા અવિચારી લોકોને શું કહેવું ! આવશગ્રસ્ત લોકોને કેવી રીતે સમજાવવા ? તમારો આવેશ જ તમારો પરમ શત્રુ છે એમ એમને કોણ કહે ? કહે તો માને કોણ ? પહેલાં કીર્તિધર મુનિને નગરમાંથી હાંકી કઢાવ્યા, ત્યારે પણ આવેશ હતો. આ પછી આપઘાત કર્યો, એમાં પણ આવેશ જ હતો. રાગદ્વેષ કરતાં એનો આવેશ ખૂબજ ખતરનાક હોય છે. આવેશમાં કરાયેલું કોઈ પણ કાર્ય વિપરીત પરિણામ આપ્યા વિના રહેતું નથી. મેં જ્યારે મારી માતાનું આવું અકાળ મૃત્યુ સાંભળ્યું, ત્યારે મને બહુ જ દુઃખ થયું કે, બિચારી ! અકાળે મૃત્યુ પામીને ક્યાં ગઇ હશે? માનવ-જીવન હારી તો નહિ ગઇ હોય ને ! અમે બંને પિતા-પુત્ર આવી ઘટનાથી વધુ સંવેગ બન્યા અને વધુ ઉલ્લસિત હૃદયે ધર્મની આરાધના કરવા લાગ્યા. એક વખતે અમે એક મોબ્બિલ (સિદ્ધાચલ) નામના શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચોમાસું રહ્યા. સ્વાધ્યાય અને ધ્યાનમાં અમે મગ્ન હતા. એક વખત વરસાદ બંધ થતાં શરદ ઋતુના સમયમાં અમે ગુફાથી આત્મ કથાઓ • ૧૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ બહાર નીકળ્યા, ત્યાં જ સામેથી ધસમસતી વાઘણ આવી. જાણે સાક્ષાત મૃત્યુની દૂતી દોડતી આવી ! અમે બંને એકદમ સાવધાન બની ગયા. મૃત્યુને વધાવવા તૈયાર થઇ ગયા. મુનિ તો સદા સ્વસ્થ જ હોય, મૃત્યુને પણ એ મહોત્સવ ગણે. પ્રત્યેક પળે એ મૃત્યુ માટે તૈયાર જ હોય. સાચો સાધક તો માને : ક્ષણે-ક્ષણે મૃત્યુ આવી જ રહ્યું છે. જે ક્ષણ ગઇ તે ક્ષણ આપણા માટે મરી ગઇ. અથવા તો એમ જ કહો, એ ક્ષણ માટે આપણે મરી ગયા. ગઇ કાલ ગઇ. એ માટે આપણે મરી ગયા. જેટલો કાળ ગયો, તેટલા કાળ માટે આપણે મરી જ ગયા છીએ. બહુ જ ઊંડાણમાં જોઇએ, તો જન્મ-જીવન અને મૃત્યુ અત્યારે પણ ચાલી જ રહ્યા છે. શ્વાસ લેવો તે જન્મ છે. શ્વાસ ધારણ કરવો તે જીવન છે. શ્વાસ છોડવો તે મૃત્યુ છે. આ ચક્ર સતત ચાલતું જ રહે છે. મૂઢ જીવ જીવનના ઠેઠ છેલ્લા છેડાને જ મૃત્યુ માની બેઠો છે. આથી જ તે બેફિકરો થઇ સંસારના કાર્યોમાં રચ્યો-પચ્યો રહે છે. જો એને પ્રત્યેક પળે મોત દેખાય, તો તરત જ ધર્મ-માર્ગે પ્રવેશ થઇ જાય ! પ્રતિક્ષણે જાગૃત રહેનાર પ્રબુદ્ધ આત્મા મૃત્યુથી કદી ગભરાતો નથી. એ તો મોતનો સત્કાર કરતાં કહે : આવ, પ્યારા મૃત્યુદેવ ! મને જૂનાં કપડાં ઉતરાવીને, નવા પહેરાવ. જૂનું ઘર છોડાવીને નવું ઘર આપ. જૂનું છોડીને નવું વસ્ત્ર પહેરતાં માણસ આનંદ માને છે, તેમ યોગી મૃત્યુ સમયે આનંદ પામે. અમે બંને જરાય ગભરાયા વગર સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક સાગારિક અનશન લઇને કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા. દૃષ્ટિ નાસાગ્ર પર સ્થિર કરી. મન સમાધિમાં લગાવ્યું. વાઘણે એકદમ મારા પર તરાપ લગાવી. મને ધરતી પર પછાડી દીધો. મારા શરીરમાંથી માંસના લોચે-લોચા કાઢીને ખાવા લાગી. શરીરમાંથી લોહીનો વણથંભ્યો પ્રવાહ વહેવા લાગ્યો. ભયંકર પીડા થવા લાગી. પણ કોને ? શરીરને. હું ક્યાં શરીર હતો ? હું તો હતો : સચ્ચિદાનંદ આત્મા ! આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપમાં હું એવો ડૂબી ગયેલો કે, શારીરિક પીડા તો મારાથી સેંકડો યોજન દૂર રહી ગઇ. શરીર અને આત્મા અલગ છે. એવી માત્ર માન્યતા નહોતી, અનુભૂતિ હતી. જે અનુભૂતિની કક્ષામાં આવી જાય છે, તેવો સાધક દેહને એક વરસની જેમ જુએ છે. વસ્ત્ર ફાટતાં શરીરને કાંઈ દુઃખ થતું નથી, તેમ શરીરને પીડા થતાં આત્મિક સ્તર પર પહોંચેલા યોગીને કોઇ પીડા થતી નથી. એ જે રીતે વસ્ત્રને જુએ, તેમ પીડા સહન કરતા પોતાના શરીરને તટસ્થ બનીને જોઈ શકે છે. હું તો પળે પળે આત્મપ્રદેશના નવા નવા શિખરો સર કરી રહ્યો હતો, આનંદની અગમ્ય સૃષ્ટિ પર મારું ઉડ્ડયન થઇ રહ્યું હતું. ધ્યાનની એવી જબરદસ્ત આગ મારામાં પ્રગટી હતી કે, ક્ષણે-ક્ષણે મારી અંદર રહેલા જનમ-જનમના એકઠા થયેલા કર્મ બંધનો બળી રહ્યા હતા. અને એકદમ ઉજ્જવલ પ્રકાશનો મને અનુભવ થયો. જાણે બ્રહ્માંડ આખું મારામાં સમાઇ ગયું હતું અથવા અખિલ બ્રહ્માંડમાં હું ફેલાઇ ગયો હતો. સૂર્ય અને ચન્દ્ર જાણે મારી અંદર ઘૂમે છે. એવી અનુભૂતિ મને થવા લાગી. હા, હવે હું સર્વજ્ઞ / કેવળજ્ઞાની બન્યો હતો. કેવળજ્ઞાનના પ્રકાશમાં મને જણાયું કે, મારા પર જીવલેણ હુમલો કરનાર વાઘણ એ બીજું કોઈ નહિ, પણ મારી સગી માં સહદેવીનો જ જીવ હતો. મેં દીક્ષા લીધી ત્યારે એ મારા પર ગુસ્સે ભરાઇ હતી. ગુસ્સાના એ સંસ્કારે જ મારા પર હુમલો કર્યો હતો. મને કેવળજ્ઞાનમાં એ પણ પ્રતિભાસિત થયું કે, હવે વાઘણ મારા મૃતકને જોશે. મારા સોનાના દાંતને જોઇ જાતિસ્મરણ જ્ઞાન પામશે અને પુત્રની હત્યા બદલ પસ્તાવો કરતી અંતે અનશન કરશે અને સ્વર્ગલોકમાં જશે. આત્મ કથાઓ • ૧૩૬ આત્મ કથાઓ • ૧૩૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ - (0) હું ચંડરુદ્રાચાર્ય મારું નામ તો હતું રુદ્રાચાર્ય, પણ એમ તમે નહિ ઓળખો. ચંડરુદ્રાચાર્ય કહીશ તો જરૂર ઓળખશો. ખરું ને ? તમે પૂછશો : રુદ્રાચાર્યમાંથી ચંડરુદ્રાચાર્ય તમે કેમ બની ગયા ? મારે નિખાલસપણે કહેવું પડશે કે હું ખૂબ જ ગુસ્સેબાજ હતો. વાતે-વાતે મારો પિત્તો ફાટી જતો હતો. મારો કોઇ શિષ્ય કંઇક આડું અવળું કરે એ મારાથી જોવાતું નહિ. હું તરત જ, બધાની વચ્ચે જ તેને ટોકતો. કોઇ ઉદ્ધત શિષ્ય ન માને તો હું વધુ ગુસ્સે ભરાતો. જો કે મારો આશય સારો જ હતો, શિષ્યોને સુધારવાનો જ હતો, પણ શિષ્યોને સુધારતાં-સુધારતાં હું જ ખુદ બગડી ગયો. મારો સ્વભાવ ચંડ-પ્રચંડ બની ગયો. અરે, મારા નામની આગળ પણ ‘ચંડ' શબ્દ લાગી ગયો. હું રુદ્રાચાર્યમાંથી ચંડરુદ્રાચાર્ય બની ગયો, પેલો “કૌશિક' જેમ ચંડકૌશિક બની ગયો. તમે કહેશો આચાર્ય થઇને આટલો ગુસ્સો ? તમારી વાત ખરી છે : મારે જરાય ગુસ્સો કરવો જોઇતો ન્હોતો. સામાન્ય સાધુ પણ ક્ષમાનો ભંડાર હોય, ‘ક્ષમાશ્રમણ’ હોય તો આચાર્યની તો વાત જ શી કરવી ? પણ આચાર્ય બન્યા પછી જવાબદારી વધી જાય છે. મારી નજર સામે જ મારા શિષ્યો બરાબર વર્તતા ન હોય તો હું એ શી રીતે જોઇ શકું? શું શિષ્યોને ટોકવાની મારી ફરજ નહિ? સારણા, વારણા, ચોયણા, પડિચોયણા આદિ શા માટે બતાવ્યું છે ? પ્રશસ્ત કષાય જરૂરી ખરા કે નહિ? પણ પ્રશસ્ત કષાયના નામે હું અપ્રશસ્ત કષાયોના રવાડે ચડી ગયો. પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયની ભેદરેખા બહુ જ સૂક્ષ્મ હોય છે. તમે જરા ગાફેલ રહો કે તરત જ એ ભેદરેખા ભૂંસાઇ જાય. મારા માટે પણ આવું જ કાંઇક બન્યું. પણ મારો આત્મા ગાફેલ હોતો. હું તરત જ ચેતી ગયો. મેં વિચાર્યું : અરર... પ્રશસ્ત કષાયોના નામે અપ્રશસ્ત કષાયોના રવાડે શા માટે ચડવું ? શિષ્યોને સુધારવા જતાં જાતે શા માટે બગડવું ? મારે મારી પાછલી ઉંમર તો શાંતિથી ગાળવી જોઇએ. પણ એના માટે શું આત્મ કથાઓ • ૧૩૮ કરું ? જરાક ગેરવર્તણુક કરતા શિષ્યોને જોઉં છું ને હું છળી ઊઠું છું. એના કરતાં તો એવા સ્થાને રહેવું કે જ્યાં કોઇ જ શિષ્યો નજરે ચડે નહિ. દેખવું પણ નહિ ને દાઝવું પણ નહિ. કંઇક દેખવા મળે તો કષાયો થાય ને ? દેખવું જ નહિ પછી દાઝવાની વાત જ ક્યાં ? ન રહેગા બાંસ, ન બજેગી બંસરી ! આવું કાંઇક વિચારી હું શિષ્યોથી અલગ સ્થાનમાં રહેવા લાગ્યો. આથી શિષ્યોને પણ શાંતિ થઇ, મને પણ શાંતિ થઇ. આખરે તો નિમિત્તવાસી આત્મા છે. નિમિત્તો મળે તેવો બની જાય. આગ ક્યાં સુધી બળે ? લાકડાં મળે ત્યાં સુધી. લાકડાં વગેરે બંધ થઇ જાય એટલે ફરજિયાત અગ્નિને બુઝાવું જ પડે. મારા માટે પણ એવું જ થયું. મને ‘લાકડાં' મળતા બંધ થયા, મારે શાંત થવું જ પડ્યું. જો કે આવી શાંતિ છેતરામણી બનતી હોય છે. નિમિત્ત મળતાં જ ભડકો થતાં વાર લાગતી નથી. ખરેખર શાંતિ તો જ કહેવાય કે નિમિત્ત મળવા છતાં મગજ સ્વસ્થતા ન ગુમાવે. નિમિત્ત વિના તો કોણ શાંત ન રહે ? પણ શું કરું? મહાસત્ત્વશાળીઓને સાથે એવી શાંતિ તો મારા નસીબમાં હતી નહિ, મને તો આવી જ શાંતિ (નિમિત્ત ન મળે તો) મળી શકે તેમ હતી. મેં આવી શાંતિથી પણ સંતોષ માન્યો. ભીલની દીકરી, સોનાના ઘરેણાં ન મળે તો તાંબાના ઘરેણાંથી સંતોષ માની જ લે છે ને ? આવી શાંતિની આરાધના કરતાં-કરતો હું ક્યારે કે પરમ શાંતિ પણ પામીશ - એવો આત્મવિશ્વાસ હતો. મને પરમ શાંતિ મળે એવી એક ઘટના ઘટી. એક વખતે અમે કોઇ નગરની બહાર ઉદ્યાનમાં ઉતરેલા હતા. મારી શાંતિ માટે હું શિષ્યોથી અલગ સ્થાનમાં આરાધના કરતો હતો. ત્યારે કોઇ યુવકોની ટોળી મારી પાસે આવી પહોંચી. એક યુવકના કપડાં પરથી લાગતું હતું કે તે તાજો જ પરણેલો છે. બીજા એના સાથીદારો હતા. મને વંદન કરીને કહેવા લાગ્યા : બાપજી ! આ ભાઇને દીક્ષા લેવી છે. દીક્ષા લેવા માટે જ બનીઠનીને આપની પાસે આવ્યો છે. બીજા પણ બોલ્યા: હા... હા... મહારાજ ! આ દીક્ષાર્થી છે. મશ્કરા લોકોને શું જવાબ આપવો ? મૌન એ જ તેમનો જવાબ છે. હું મૌન રહ્યો. પણ આત્મ કથાઓ • ૧૩૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ એ લોકો વધુ ને વધુ બોલવા લાગ્યા. હવે હું ઝાલ્યો ન રહ્યો. આખરે તો “ચંડરુદ્ર” ખરો ને ? મેં કડકાઇથી કહ્યું : બોલો, કોને દીક્ષા લેવી છે? જેણે લેવી હોય તે અહીં આવે. પેલા મશ્કરાઓએ વરરાજાને આગળ ધકેલ્યો : મહારાજ ! આને દીક્ષા લેવી છે. ઝટપટ આપી દો. મેં તો વરરાજાની બોચી બરાબર પકડી. કુંડીમાં રહેલી રાખ માથા પર મૂકી હું તો ધડાધડ લોચ કરવા માંડ્યો. પેલા મશ્કરાઓ બોલી ઊઠ્યા : અલ્યા! ભાગ... ભાગ... મહારાજે તો લોચ કરવા માંડ્યો. મશ્કરાઓ ભાગી ગયા, પણ આ વરરાજા ન ભાગ્યો. મને એમ કે એક-બે ચપટી વાળની ખેંચીશ એટલે ભાગશે અને ફરી કદી મશ્કરી કરવાનું નામ નહિ લે. પણ આ વરરાજા તો ગજબનો નીકળ્યો. એ તો શાંતિથી બેસી જ રહ્યો. એના ચહેરા પરથી લાગતું હતું કે એના ભાવોમાં પરિવર્તન આવી ગયું હતું. મશ્કરીના સ્થાને ગંભીરતા અને પ્રસન્નતા આવી હતી. એ સાચે જ દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો હતો. હમણાં જ લગ્ન થયેલા હોવા છતાં તે દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો. મેં પણ તેને ત્યાં જ, ત્યારે જ દીક્ષા આપી દીધી. શુભસ્ય શીઘ્રમ્ | દીક્ષા પછી કહે : ગુરુદેવ ! આ ગામમાં તો હવે આપણાથી રહી શકાશે નહિ. મારા સંબંધીઓને ખબર પડશે તો આપને અને મને ઘણી મુશ્કેલી ઊભી થશે. માટે વિહાર કરીને આજે જ કોઇ બીજે ગામ જતા રહીએ તો સારું ! સાંજ પડવા આવી હતી. મેં કહ્યું : “સારું ! તું રસ્તો જોઇ આવ. આપણે નીકળી જઇએ.' કોઇ આત્માનો આ રીતે પણ ઉદ્ધાર થતો હોય, એ માટે મને થોડું કષ્ટ પણ પડતું હોય તો એ કષ્ટ સહવા હું તૈયાર હતો. નવદીક્ષિત રસ્તો જોઇ આવ્યો. અમે બંને જણા સમી સાંજે અંધારામાં નીકળી પડ્યા. અંધારું ગાઢ બનતું ગયું તેમ તેમ મને ઠોકરો વાગવા માંડી. વૃદ્ધાવસ્થાના કારણે નજર ઓછી તો હતી જ ને એમાંય વળી અંધારું ! એટલે હું તો પગલે-પગલે ઠોકરો ખાવા લાગ્યો. હવે મારું મગજ ફાટ્યું. મારી શાંતિ (નિમિત્ત વિના જ રહેતી)ની તકલાદી ઇમારત તૂટી પડી. હું નૂતન દીક્ષિત પર તૂટી આત્મ કથાઓ • ૧૪૦ પડ્યો : અલ્યા ! અક્કલના જામ ! રસ્તો-બસ્તો જોયો છે કે નહિ ! રસ્તો આમ જોવાય ? કેટલા બધા ખાડા છે ? ક્રોધમાં ને ક્રોધમાં હું એ ભૂલી ગયો કે રસ્તો જોઇ આવવાથી ખાડા થોડા દૂર થઇ જવાના હતા ? ખાડા કે ટેકરા રસ્તામાં જેવા હોય તેવા જ રહે ! હા... જોયેલું હોય તો થોડીક સાવધાની આવે. બાકી ક્યાં ખાડા છે ? ક્યાં ટેકરા છે ? ક્યાં કાંકરા છે ? એવો ખ્યાલ તો ગમે તેટલું જોઇ આવે તોય ક્યાંથી આવે ? સંભાળીને ચાલવું એ જ આનો ઉપાય ! પણ ગુસ્સેબાજ માણસો લાંબુ વિચારનારા નથી હોતા. એ તો જ્યારે ને ત્યારે તડ ને ફડ જ કરવા માંડે છે ! હું પણ તડફડીયો હતો. નવા ચેલાને મેં તો બરાબર ધમકાવી મૂક્યો. જો કે ચેલો ઘણો સારો હતો. તેણે કહ્યું: ગુરુદેવ ! આપની વાત સાચી છે. આપ મારા ખભે બિરાજો. આપને તકલીફ નહિ પડે ! મને તેણે ખભે બેસાડ્યો. મને ઉપાડીને તે ધીરે-ધીરે ચાલવા લાગ્યો. પણ રસ્તામાં ખાડા-ટેકરા તો હતા જ. આથી મને ખૂબ જ આંચકા આવવા લાગ્યા. શરીર કરતાં મારા મનને ખૂબ જ આંચકા આવ્યા. ફરી હું ફટક્યો : ઓ બુદ્ધિના બળદિયા ! જરા સીધો તો ચાલ ! તારા ખાતર હું આ મોટી ઉંમરે પણ કેટલો હેરાન થાઉં છું ? જરા મારી ઉંમરનો તો ખ્યાલ કર... અર૨૨... મને તું કેટલા આંચકા આપે છે. સીધું ચાલતાં પણ તું શીખ્યો લાગતો નથી. સીધું ચાલતાં પણ નહિ આવડે તો સંયમજીવન જીવતાં શી રીતે આવડશે ? અરે.. ફરી આંચકો ! આટલું બધું કહું છું છતાંય તું સાંભળતો નથી ? લે... લેતો જા. ફટાક ! મેં તો મારા હાથમાં રહેલો દાંડો તેના માથા પર ફટકારી દીધો. ફરી આંચકો ! ફરી દાંડો ફટકાર્યો ! ફરી આંચકો, ફરી દાંડો ! મેં તો બસ, આડેધડ ઝૂડવા જ માંડ્યું. ખરેખર હું ભાન ભૂલ્યો હતો. હું ક્રોધથી આંધળો થયો હતો. મેં એટલું પણ ન વિચાર્યું : બિચારો આ તો તાજો પરણેલો છે. હમણાં જ દીક્ષિત થયેલો છે. અરે... મશ્કરીમાં ને મશ્કરીમાં મુનિ બન્યો છે. તાજો જ લોચ થયેલો છે. પહેલા લોચવાળા માથા પર કોઇની આંગળી અડે તો પણ દુઃખે ત્યાં દાંડા ફટકારવા એ કેટલી ક્રૂરતા ? હજુ તેણે કોઇ શાસ્ત્રાદિનો અભ્યાસ પણ નથી કર્યો. હજુ મનને સમતાથી ભાવિત આત્મ કથાઓ • ૧૪૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવાના પ્રયત્નો પણ નથી કર્યા. હું આટલી મોટી ઉંમરે પણ સમતા નથી રાખી શકતો તો આ નવદીક્ષિત ક્યાંથી રાખી શકે? પણ મેં હમણાં જ કહ્યું ને ? ગુસ્સેબાજ માણસો કદી ઊંડો વિચાર કરનારા નથી હોતા. મેં તો વગર વિચાર્યે ફટકારવા માંડ્યું અને જાણે ચમત્કાર સર્જાયો. હવે ચેલો બરોબર ચાલવા લાગ્યો. હું મનોમન બોલી ઊઠ્યો : જોયું ? હવે કેવો બરાબર ચાલે છે? આ તો સોટીનો ચમત્કાર છે. કેટલીક ચીજો એવી હોય છે કે જે તાડન કરવાથી જ બરાબર ચાલે. સ્ત્રી, ઢોલ, ગમાર, પશુ વગેરે તાડનને જ લાયક હોય છે. એમ નીતિવાક્યો કહે છે : ઢોલ, पशु, मूरख और नारी; ये सब ताडन के अधिकारी ॥ મેં કહ્યું : કેમ ચેલાજી ! હવે કેમ બરાબર ચાલો છો ? માર ખાઈને સીધા ચાલ્યા એના કરતાં માર વિના જ સીધા ચાલ્યા હોત તો ? ચેલાજીએ અત્યંત શાંત સ્વરે કહ્યું : ગુરુદેવ ! આપની કૃપા ! એના શાંત, ગંભીર અને સ્વસ્થ અવાજથી હું સ્તબ્ધ થઇ ગયો. નક્કી કંઇક રહસ્ય છે. હું ચોંક્યો. પૂછ્યું : “શું કોઇ દિવ્યજ્ઞાન થયું છે ?' હાજી... ગુરુદેવ ! આપની કૃપા !' હું થીજી ગયો. ચોક્કસ ખાતરી કરવા મેં ફરી પૂછ્યું : ‘કેવું જ્ઞાન થયું છે ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ?' ‘અપ્રતિપાતી.' તરત જ કૂદકો લગાવી હું નીચે ઊતર્યો... “અરરર... મેં કેવળજ્ઞાનીની આશાતના કરી. કેવળજ્ઞાનીના ખભા પર હું બેસી રહ્યો. મારું મન બેચેન બન્યું : ગઇ કાલનો દીક્ષિત આ મુનિ ! શાસ્ત્ર નહિ ભણેલો આ મુનિ ! ક્ષમાનો કેવો ભંડાર ! માત્ર ક્ષમાના મહિમાથી એ કેવળજ્ઞાન પામી જાય ને હું એવો ને એવો કોરો-ધાકોર ? આચાર્યપદ પર બિરાજમાન ! અનેક શિષ્યોનો ગુરુ ! અનેક શાસ્ત્રોનો જાણકાર ! અનેક ભક્તોનો આરાધ્ય હું ! છતાં સમતાથી લાખો જોજન દૂર ! અરેરે... જ્યારે એવી મધુર પળો આવશે જ્યારે હું પણ સમતાના માન સરોવરમાં હંસ બનીશ ? શું મારું જીવન ક્રોધના ભડભડતા દાવાનળમાં જ શેકાતું રહેશે? શું મારું જીવન ક્રોધની આગથી રેગિસ્તાન જ બની રહેશે ? આત્મ કથાઓ • ૧૪૨ શું કદી નંદનવન નહિ બને ? આવી ભાવનામાં મારા અધ્યવસાયો નિર્મળ થવા લાગ્યા. પછી તો મારા એ વિચારો પણ વિલીન બન્યા. હું નિવિચાર અવસ્થામાં પહોંચ્યો. મારો આનંદ વધતો ચાલ્યો... વધતો ચાલ્યો.. એવો વધ્યો... એવો વધ્યો કે શું વાત કરું ? એની આગળ સ્વયંભૂરમણ દરિયો પણ નાનો પડે. એ આનંદનું શી રીતે વર્ણન કરી શકું? શબ્દોમાં તેને કહી શકાય નહિ. બિચારા શબ્દોની શી તાકાત કે અસીમ આનંદને પોતાના ચોકઠામાં કેદ કરી શકે? શબ્દ તો વામણા છે. તમે આચારાંગ સૂત્રનું પેલું વાક્ય વાંચ્યું છે ? "सव्वे सरा नियदृति, तक्का जत्थ न विज्जइ, मइ तत्थ न गाहिआ" જ્યાંથી બધા સ્વરો પાછા ફરે, જ્યાં તર્કના ઘોડાઓ પહોંચી શકે નહિ, જ્યાં મતિની ગતિ થઇ શકે નહિ. એવી અદ્ભુત આત્મસાક્ષાત્કારની અવસ્થાને હું પામ્યો. હું ક્ષપક-શ્રેણિ પર... ના.. ના... મોક્ષમંદિરના સોપાન પર આરોહણ કરી રહ્યો હતો. ક્ષણે-ક્ષણે મારો આનંદ વધી રહ્યો હતો. અચાનક જ અંદર વિસ્ફોટ થયો... પરમ તત્ત્વનું અવતરણ મારા ઘટમાં થયું. જો કે આને અવતરણ કહેવું એના કરતાં “અનાવરણ' કહેવું વધુ ઠીક રહેશે. અવતરણ એટલે ઉપરથીબહારથી નીચે ઊતરવું જ્યારે “અનાવરણ” એટલે અંદર રહેલાનો ઊઘાડ થવો. પરમ તત્વ ક્યાં બહાર છે ? એ તો અંદર જ છે. માત્ર પડદો હટાવો એટલે પરમ તત્ત્વ હાજર ! એ પડદો છે ઘાતી કર્મનો ! મારો એ પડદો હટી ગયો. હું કેવળજ્ઞાની બની ગયો. આખું જગત મારામાં પ્રતિબિંબિત થયું ! સર્વ ભાવોને સર્વ કાળને હું એકી સાથે જાણવા લાગ્યો. હું કેવળજ્ઞાની બન્યો એમાં કાંઇ નવાઇ નથી. નવાઇ તો મારા શિષ્યની છે, જે મારાથી પણ પહેલાં કેવળી બની ગયો અને પાછું એ કેવળજ્ઞાન મારા ચરણે ધરી દીધું ! તમે લોકો ઘણીવાર ફરિયાદ કરતા હો છો કે ગુરુ બહુ કડક છે, બહુ ગુસ્સે ભરાય છે, બહુ ટોક-ટોક કરે છે. આવા ગુરુ ન જોઇએ, ગુરુ તો શાંત જોઇએ. પણ... મારા આ નવદીક્ષિત શિષ્યને ત્યારે નજર સમક્ષ લાવજો. મારા જેવો ક્રોધી ગુરુ મળવા છતાં તે કેવળજ્ઞાન પામી ગયો અને મને પણ કેવળજ્ઞાન આપતો આત્મ કથાઓ • ૧૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧) હું પ્રદેશી - ગયો. આપણામાં જો યોગ્યતા હોય તો ગુરુ દ્વારા જે મળવું જોઇએ તે મળીને જ રહે છે. આપવું કે ન આપવું એ ગુરુના હાથની વાત નથી, લેવું કે ન લેવું એ જ શિષ્યના હાથની વાત હોય છે. ગુરુ તો સદા આપી જ રહ્યા હોય છે. યોગ્ય શિષ્ય તે મેળવી લે છે ને નઠારો લાખ માથું પટકે તો પણ મેળવી શકતો નથી. વરસાદ તો વરસી જ રહ્યો હોય છે, પણ જે છત્રી ન હટાવે તેના પર કઇ રીતે જલધારા પડે ? ગુરુની કરુણાનો વરસાદ તો વરસી જ રહ્યો હોય છે, પણ તમે અહંકારની છત્રી ઓઢીને ફરી રહ્યા હો છો ને દોષનો ટોપલો ગુરુ પર ચડાવો છો. છત્રી લઇ લો, પછી જુઓ : ભીજાવ છો કે નહિ ? એકવાર છત્રી હટાવો મારા શિષ્યની જેમ તમે પણ ખ્યાલ બની જશો. હું નાનપણથી જ દરેક વાતને તર્કથી સિદ્ધ કરનારો ! જો તર્કથી ગમ્ય હોય તો જ હું એ વાત સ્વીકારું, નહિ તો બિલકુલ નહિ. ભલે પછી એ વાત શાસ્ત્રોમાં લખી હોય, ભલે એને સાધુઓ ઠોકી-ઠોકીને સમજાવતા હોય, ભલે એને લાખો માણસો માનતા હોય, પણ મારા ગળે ન ઊતરે તો હું બિલકુલ માનું નહિ. ધીરે ધીરે હું દરેકમાં તર્ક કરવા લાગ્યો. મંદિરમાં, મૂર્તિમાં, શાસ્ત્રમાં, આત્મામાં, પરમાત્મામાં, પરલોકમાં, મોક્ષમાં બધે જ તર્ક ને તર્ક ! જો કે આને તર્ક કહેવા કરતાં શંકા કહેવી વધુ સારી ગણાશે. હું દરેક બાબતમાં શંકા ઉઠાવવા જ લાગ્યો. શંકા, અવિશ્વાસ, તર્ક, દલીલ એ મારા હથિયાર બની ગયા. ધીરે-ધીરે મને લાગ્યું કે આત્મા નામનો પદાર્થ આ દુનિયામાં છે જ નહિ. જો આત્મા હોય તો દેખાતો કેમ નથી ? કદાચ દેખાતો ન હોય તો પરલોક કેમ જણાતો નથી ? પરલોકમાં ગયેલા કેમ કોઇ કહેવા આવતા નથી ? કે પછી પરલોક વગેરે કશું છે જ નહિ ? હા... પરલોક નથીસ્તો વળી. જગતમાં લાખો માણસો મરે છે, પણ ક્યાં કોઇ પાછું આવ્યું છે ? પરલોક, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેની કલ્પના ધર્મના નામે દુનિયાને ઉલ્લુ બનાવનારા પંડ્યાઓ અને પુરોહિતોએ કરી છે. “ધર્મ' એ જ લોકોની દુકાન છે. “ધર્મ” આત્માના પાયા પર જ ઊભેલો છે. હવે જો આત્મા જ ન માનવામાં આવે તો પરલોક વગેરેનો સ્વયમેવ છેદ ઊડી જાય. આથી ધર્મના નામે ચાલતો તેમનો મઠો અને મંદિરોનો ધમધોકાર વેપાર બંધ થઇ જાય. એમની આજીવિકા રખડી જાય. આથી આવા લબાડ ધર્મગુરુઓએ જ આ જગતમાં ધર્મને જીવતો રાખ્યો છે. એમાં એમનું સ્થાપિત હિત છે. મને આવું સ્પષ્ટ સમજાઇ જવાથી ધર્મને મેં મારા જીવનમાંથી દેશવટો આપ્યો, ન કેવળ મારા જીવનમાંથી, પરંતુ મારા આખા દેશમાંથી ધર્મને, ધર્મગુરુઓને, ધર્મસ્થાનોને અલવિદા આપી. હા... હું સામાન્ય માણસ હોતો, હું રાજા હતો, કૈકેય દેશનો માલિક આત્મ કથાઓ • ૧૪૫ આત્મ કથાઓ • ૧૪૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ હતો. હામ, દામ, કામ બધું મને મળેલું હતું. મેં ધર્મને મારા દેશમાંથી રવાના કર્યો. હું સંપૂર્ણ નાસ્તિક બની ગયો. ચાર્વાકની વાત મને ગમવા લાગી. જો કે દુનિયાએ ચાર્વાકની કદર નથી કરી, પણ મને એ માણસ ખરો લાગ્યો, હિંમતબાજ લાગ્યો. કહે છે કે નાસ્તિકતાના ઉપદેશથી તેને જીવતો સળગાવી નાખવામાં આવેલો, પણ એ પોતાની વાતથી ચલિત થયો ન્હોતો. હું ચાવકને અનુસરવા લાગ્યો. ચાવાકે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે : જે મળ્યું છે તેને ભોગવી લો. પરલોકની ચિંતા ન કરો. વર્તમાનમાં જીવો. પરલોકની ચિંતામાં આ લોકના સુખો શા માટે ગુમાવો છો ? પેલા શિયાળીયાને માંસનો ટુકડો મળ્યો. નદીના કિનારે તેની નજર પડી તો એક માછલું આવીને બેઠેલું. શિયાળે માંસને મૂકીને માછલાને પકડવા દોટ મૂકી, પણ માછલું તો પાણીમાં પેસી ગયું. શિયાળ નિરાશ થઇ પોતાનો માંસનો ટુકડો લેવા આવ્યું, પણ એ તો ગીધડો ઉપાડી ગયેલો ! શિયાળ બંને બાજુથી રહ્યું ! પરલોકની વાતો કરનારા આ મૂર્ખ શિયાળ જેવા છે. તેમનો આ ભવ તો નકામો જઇ જ રહ્યો છે. બિચારા પરલોક માટે દોડી રહ્યા છે, પણ પરલોક છે જ ક્યાં? “ધર્મી આત્માઓ' શિયાળની જેમ ઉભયભ્રષ્ટ બની જાય છે. આથી પરલોક, આત્મા, મોક્ષ, ઇશ્વર, સ્વર્ગ, નરક વગેરેની વાત છોડો. હા... માનવું જ હોય તો... શરીરને જ આત્મા માનો ! રાજાને જ ઇશ્વર માનો ! શ્રીમંતાઈને જ સ્વર્ગ માનો ! ગરીબીને જ નરક માનો ! મૃત્યુને જ મોક્ષ માનો ! શરીર સિવાય બીજો કોઇ આત્મા નથી. શરીરના નાશમાં આત્માનો પણ નાશ થાય છે. રાજા સિવાય કોઇ ઇશ્વર નથી. રાજા જ નિગ્રહ અને અનુગ્રહ કરી શકે છે. શ્રીમંતાઇ સિવાય બીજું સ્વર્ગ કયું છે? અને ગરીબી સિવાય બીજી નરક કઇ છે ? મોક્ષ-બોક્ષ એ તો બધી કલ્પના છે. છતાં માનવું જ હોય તો મૃત્યુને જ મોક્ષ માની લો ! મને આ ચાર્વાકની વાતો ગમી ગઈ. “fપવ રવાન્ ૨ વાનવને” ખાઓ, પીઓ અને મજા કરો. 'यावज्जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत् ॥ भस्मीभूतेषु भूतेषु, वृथा प्रत्यागतिस्पृहा ।' મોજથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ. મૃત્યુ પછી દેવું ચૂકવવું પડશે - એ બધી બાલિશ વાતો છે. મર્યા પછી કોઇ પાછું આવતું નથી. મને ચાર્વાકની વાતો એટલી ગમી ગઇ, એટલી ગમી ગઇ કે ન પૂછો વાત ! હું માંસ-મદિરામાં મસ્ત બન્યો, શિકારનો ભારે શોખીન બન્યો. જીવનના સર્વ વિભાગમાંથી મેં ધર્મને હડસેલી મૂક્યો. હૃદયના કોઇ ખૂણામાં ધર્મશ્રદ્ધા રહી ન જાય તેની હું પૂરી તકેદારી રાખવા લાગ્યો. પણ મારી આટલી બધી ઘોર નાસ્તિકતા મારા મંત્રી ચિત્રને ગમતી હોતી. જો કે તે મારી પાસે તો મને ગમે તેવું મીઠું-મીઠું જ બોલતો હતો, પણ મનમાં દૂભાતો હતો. મારા સ્વામી અધર્મમાં જીવે, ધર્મને ધિક્કારે અને હું જોતો રહું? તો હું સેવક શાનો ? ખરો સેવક તે જે સ્વામીનું હિત ઇચ્છે. તે મારો સાચો સેવક હતો. - એક વખતે તે શ્રીપાર્શ્વનાથ સંતાનીય કેશી ગણધરને પરિવાર સહિત આગ્રહપૂર્વક મારા નગરમાં લઇ આવ્યો; ખાસ મારા હિત માટે જ. પણ હું ધર્મગુરુઓ પાસે જાઉં એવો ક્યાં હતો ? છતાં મને તે મિત્ર મંત્રી ફરવાના બહાને બહાર બગીચામાં લઇ ગયો. બગીચામાં બરાબર ત્યારે કેશી ગણધર ભગવંતનું વ્યાખ્યાન ચાલતું હતું. દૂર-દૂરથી અવાજ આવતો હતો. મેં ત્યાં નજર માંડી. આખી સભા હકડેઠઠ ભરેલી હતી. કોણ ? ધર્મગુરુ ? “ધર્મગુરુ” શબ્દથી જ હું છેડાઇ પડ્યો. મારી મનાઇ હોવા છતાં અહીં ધર્મગુરુ આવ્યો કોણ ? હાંકી કાઢો એને ! આવા ધૂતારાઓ આવીને લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. મંત્રીએ શાંતિથી કહ્યું: ‘મહારાજ ! જરા આપણે એમની સભામાં જઇએ તો ખરા, જરા જોઇએ તો ખરા કે આ દંભી ધર્માચાર્ય કઈ રીતે દુનિયાને ઉલ્લુ બનાવે છે ? એમના દંભી વચનો સાંભળવાની ખૂબ જ મજા આવશે.' મિત્રની વાત હું કદી ઠેલી શકતો નહિ. મેં એની વાત માની. અમે બંને સભામાં ગયા. ધર્મસભામાં બીજી તો કઈ વાત હોય ? ધર્મની જ વાત હોય ને? ધર્મ શબ્દ સાંભળતાં જ હું ચીડાઇ ગયો. સભા વચ્ચે ઊભા થઇને મેં આત્મ કથાઓ • ૧૪૭ આત્મ કથાઓ • ૧૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ મહારાજની ઝાટકણી કાઢવા માંડી : “મહારાજ ! ધરમ-બરમનો બકવાસ કરવો રહેવા દો. ધર્મ જેવી ચીજ આ જગતમાં છે જ નહિ. ધર્મ આત્મા માટે જ કરવાનો છે ને ? પહેલાં આત્મા જ ક્યાં છે ? એ તો બતાવો ! મેં મારા જીવનમાં આની ખૂબ જ શોધ કરી છે, ખૂબ જ મંથન કર્યું છે, પણ મને આત્માની સાબિતી મળી નથી. જો આત્મા હોય તો શરીરમાં ક્યાંક તો હોવો જોઇએ ને ? એક ચોરને ફાંસી આપવાની હતી, મેં તેના પર પ્રયોગ કર્યો. જીવતેજીવ એના મેં ટૂકડા કરાવ્યા, પણ શરીરના કોઇ ભાગમાં મને આત્મા દેખાયો નથી. હજુ બીજો અનુભવ કર્યું - એક ચોરનું ફાંસી આપ્યા પહેલાં વજન કર્યું અને પછી પણ વજન કર્યું. પરંતુ વજન એટલું જ રહ્યું. જો આત્મા નામનો કોઇ પદાર્થ હોય અને મર્યા પછી ચાલ્યો ગયો હોય તો વજન કંઇક તો ઘટવું જોઇએ કે નહિ ? હજુ પણ મેં પ્રયોગ કર્યા છે. હું પૂરી રીતે ચકાસી લેવા માંગતો હતો. એક ચોરને મેં અત્યંત પેક, ક્યાંયથી હવા પણ દાખલ ન થઇ શકે એવી ઓરડીમાં પૂર્યો. ૧૦-૧૫ દિવસ પછી તેને કાઢ્યો. ચોર મરી ગયો હતો, પણ નવાઇની વાત એ હતી કે ઓરડીની દિવાલોમાં ક્યાંય કાણું કે તિરાડ પડ્યા હતા. જો આત્મા શરીરને છોડી બહાર નીકળ્યો હોય તો ઓરડીમાંથી પણ નીકળ્યો હશે ને ? તો ક્યાંય કાણું કેમ પડ્યું નહિ ? વળી બીજી વાત. ચોરના મડદામાં કીડાઓ પેદા થઇ ગયા હતા. તમારા મતે તો કીડાઓમાં પણ આત્મા છે. એ બધા આત્માઓ આવ્યા ક્યાંથી ? ઓરડીમાં ક્યાંયથી પણ દાખલ થઇ શકાય એવી જગ્યા તો હતી જ નહિ. આવા-આવા પ્રયોગો કર્યા પછી મને લાગ્યું કે આત્મા નામની કોઇ ચીજ નથી. આત્મા એક ભ્રમણા છે, અથવા તો મનની ચાલાકી છે, અમર રહેવાની ઇચ્છા ધરાવતા મને કરેલી એક બ્રાન્ત શોધ છે. જો આત્મા જ મનની કલ્પના હોય તો પરલોક, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે પણ કલ્પના જ માત્ર છે, એમ સ્વતઃ સિદ્ધ થઇ જાય છે. આત્મા નહિ હોય તો સ્વર્ગ, નરકે કે મોક્ષે જશે કોણ ? મહારાજ ! હું તો સાચું કહું છું કે તમારું સ્વર્ગ પણ તમારા મનની જ માત્ર કલ્પના છે. જે તમને અહીં નથી મળ્યું તે સ્વર્ગમાં મળશે - એવું તમે જૂઠું આશ્વાસન આપીને તમારી જાતને આત્મ કથાઓ • ૧૪૮ અને આખા જગતને છેતરી રહ્યા છો. માણસના મનમાં પડેલી લાલચમાંથી જ સ્વર્ગનો જન્મ થયો છે. અને માણસના મનમાં રહેલા ભયમાંથી જ નરકનો જન્મ થયો છે. સ્વર્ગ અને નરક એ બીજું કશું નથી, લાલચ અને ભયની પેદાશ માત્ર છે. લાલચ અને ભયના આધારે તો તમારો કહેવાતો ધર્મ ટકી રહ્યો છે. વળી એક વાત પૂછું ? મારા દાદીમા બહુ ધર્મિષ્ઠ હતા. હંમેશા ત્યાગ, તપ, વ્રત-નિયમ વગેરે કરતા જ રહેતા હતા. મેં તેમને મરતાં પહેલાં કહ્યું હતું : દાદીમા ! તમે ધર્મી છો એટલે નક્કી સ્વર્ગે જ જવાના. પણ સ્વર્ગે ગયા પછી મને જરૂર કહેવા આવજો તો મને પણ “સ્વર્ગ છે.' એવો વિશ્વાસ આવશે. તો હું પણ તમારી જેમ ધર્મ કરીશ. મહારાજ ! દાદીમાં ક્યારનાય મરી ગયા છે, પણ આજ સુધી તેઓ કશું કહેવા આવ્યા નથી કે દીકરા ! દુનિયામાં દેવલોક છે. હવે હું ‘દેવલોક છે' એમ તમારા જેવા કોઇ કહે તો શી રીતે માની શકું? હજુ પણ મારી વાત સાંભળો. મારા પિતાજી મારા જેવા જ નાસ્તિક હતા. માંસ, મદિરા, શિકાર વગેરેના ભરપૂર શોખીન હતા. મરતાં પહેલાં મેં તેમને કહ્યું હતું : પિતાજી ! ધર્મી લોકો કહે છે કે જગતમાં નરક છે. પાપીઓને મર્યા પછી ત્યાં જવું પડે છે. ધર્મીઓના મતે તમે પાપી છો. પિતાજી ! જો તમે નરકમાં જાવ તો મને જરૂર કહેવા આવજો. જેથી હું પાપ છોડું અને ધર્મ કરું. મહારાજ ! મારા પિતાજીના અવસાનને વર્ષોના વહાણા વાયા છે, પણ આજ સુધી મને તેઓ કંઈ પણ કહેવા આવ્યા નથી. હવે હું સ્વર્ગ કે નરક શી રીતે માની શકું ? મેં ખૂબ જ સખત શબ્દોમાં કેશી ગણધર ભગવંતની ઝાટકણી કાઢી છતાં તેઓશ્રી શાંત અને સ્વસ્થ રહ્યા. તેમના ચહેરા પર ક્યાંય ઉશ્કેરાટની આછી રેખા પણ મને દેખાઇ નહિ. એમની આંખો વધુ ને વધુ કરુણાર્દ બનતી હોય તેવું મને લાગ્યા કરતું. હું એની સામે જોઉં ત્યારે મને એમ થઈ જતું : ખરેખર, આખી દુનિયાનું સુખ અહીં જ રમી રહ્યું છે. મોક્ષ અને સ્વર્ગની વાત જવા દો, આ મહાત્માએ તો અહીં જ મોક્ષ અને સ્વર્ગ મેળવી લીધા છે. મને હૃદયમાં તેમના તરફ એક જાતનું ખેંચાણ થવા લાગ્યું. મને મારી દલીલો સ્વતઃ નિઃસાર લાગવા માંડી. છતાં હું સભા સમક્ષ અક્કડ ઊભો આત્મ કથાઓ • ૧૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ રહી મારા સવાલોના જવાબોની પ્રતીક્ષા કરવા લાગ્યો. સભા વચ્ચે તો અહંકાર શી રીતે છોડી શકું? મારા આવા જબરદસ્ત સવાલોના જવાબ મહારાજ શી રીતે આપશે ? આખી સભામાં પણ ઉત્કંઠાનું મોજું ફેલાઇ ગયું હતું. બધાની આતુરતા વચ્ચે શ્રીકેશી ગણધર ભગવંતે કહ્યું : રાજન! તમે કહો છો કે આત્મા નથી. કારણ કે દેખાતો નથી, માટે હું માનવા તૈયાર નથી. પણ નહિ દેખાતી ચીજ તમે માનતા જ નથી ? દુનિયામાં સેંકડો ચીજો એવી છે, જે આપણે જોઇ નથી છતાં ‘છે” એમ માનવું પડે છે. તમારા દાદાના દાદાને તમે જોયા છે ? છતાં તેઓ ન્હોતા એમ તમે કહી શકશો ? તમે તમારી બુદ્ધિને જોઇ શકો છો ? સુખ, દુઃખ, આનંદ, શોક વગેરેની લાગણીઓ જોઇ શકો છો ? છતાં ‘નથી' એમ તમે કહી શકશો ? જો બુદ્ધિ પણ ન દેખાતી હોય તો બુદ્ધિથી ઘણો જ સૂક્ષ્મ અને અરૂપી આત્મા શી રીતે દેખાય ? ન દેખાય એટલે એ પદાર્થ ન હોય, એવું આપણે શી રીતે કહી શકીએ ? તમે કોઇ દેશ ન જોયો હોય. તેટલા માત્રથી તે દેશ દુનિયામાં નથી, એવું કહી શકશો ? તે દેશ તમે ભલે નથી જોયો, પણ જેણે જોયેલો છે એની વાત તો તમારે માનવી પડશે ને? આત્મા આપણને ભલે નથી દેખાતો પણ સર્વજ્ઞ ભગવંતોને દેખાય છે, તેમની વાત આપણે માનવી પડશે. તમે કહો છો કે ચોરના મે ટૂકડે-ટૂકડા કરી નાખ્યા છતાં ક્યાંય મને આત્મા દેખાયો નહિ. પણ રાજનું ! આત્મા અરૂપી છે. ચામડીની આંખથી દેખાય તેવો નથી. દુનિયામાં ઘણી ચીજો એવી છે જે નથી દેખાતી છતાં આપણે માનીએ છીએ. દૂધમાં ઘી છે ? તમે કહેશો : ‘હા છે'. બતાવો જોઇએ, દૂધના ટુકડે-ટુકડા કરી નાખો તમને ક્યાંય ઘી દેખાશે ? કોઇ અબૂઝ બાળક એમ કહી દે : હું, દૂધમાં ઘી છે - એમ માનવા તૈયાર નથી. કારણ કે મને દેખાતું નથી. આવા બાળકને તમે શું કહેશો ? વત્સ ! ઘી એમ ન દેખાય. એના માટે તેને જમાવીને દહીં કરવું પડે, વલોવવું પડે, માખણ કાઢવું પડે, માખણને તપાવવું પડે. પછી ઘી નીકળે. અમે પણ એ જ કહીએ છીએ. શરીરમાં રહેલો આત્મા એમને એમ ન દેખાય, પણ સાધના કરવી પડે. સાધનાથી જ આત્માનો સાક્ષાત્કાર થાય. રાજનું ! ફૂલમાં આત્મ કથાઓ • ૧૫૦ સુગંધ છે ? ક્યાંય દેખાય છે ? ફુલની એકેએક પાંખડી તમે છુટી પાડી નાખો છતાં ક્યાંય સુગંધ દેખાશે ? તેમ છતાં સુગંધ નથી એમ તમે કહી શકશો ? તલમાં તેલ છે ? ક્યાંય દેખાય છે ? તલના ટૂકડે-ટૂકડા કરી નાખો છતાં તેલ દેખાશે ? તો પણ તલમાં તેલ નથી એમ તમે કહી શકશો ? જેમ તલમાં તેલ છે, તેમ આપણા શરીરમાં આત્મા છે. તમે કહ્યું કે મેં ચોરનું વજન મર્યા પહેલાં અને પછી કર્યું છતાં કાંઇ ફરકે ન પડ્યો. પણ રાજન્ ! આત્માને કોઇ રૂપ પણ નથી તો વજન તો ક્યાંથી હોય ? કોઇ ચામડાની દૃતિ (મશક)માં તમે હવા ભરો અને વજન કરો. હવા કાઢી નાખ્યા પછી વજન કરો. કાંઇ ફરક પડે છે ? હવામાં જો કે કંઇક વજન છે છતાં પણ ફરક ન પડે તો આત્મા હોય કે ન હોય તેથી શું ફરક પડે ? તમે કહ્યું કે એક ચોરને મેં એકદમ પેક ઓરડીમાં પૂયોં છતાં ક્યાંય કાણું પડ્યું નહિ તો આત્મા ગયો ક્યાંથી ? હું તમને પૂછું છું કે એ જ પેક ઓરડીમાં કોઇ ઢોલ વગાડે તો તમને સંભળાય કે નહિ ? ઓરડીમાંથી બહાર આવવાનું કોઇ કાણું નથી છતાં અવાજ બહાર શી રીતે આવ્યો ? અવાજ તો પાર્થિવ છે. પાર્થિવ અવાજ પણ બહાર જઇ શકે તો આત્મા જઇ શકે એમાં નવાઈ શી ? અવાજ તો હજુ રોકાઇ જાય, પણ આત્મા ક્યાંય રોકાતો નથી. એ પહાડો, દિવાલો કે વજના વ્યવધાનોને પણ વીંધીને નીકળી જાય છે. રાજન્ ! જીવને માનવો તો પડશે જ. એના વિના ચાલી શકે તેમ છે જ નહિ. ‘જીવ નથી' એમ જે તમે બોલો છો એનાથી જ જીવની સિદ્ધિ થઇ જાય છે. કોઈ કહે : “ચૈત્ર નથી.' તો એનો અર્થ એ કે ચૈત્ર અહીં નથી, પણ ક્યાંક તો છે જ. ‘અજીવ’ શબ્દ જ નાસ્તિત્વરૂપે જીવને જણાવે છે. તમે કહેશો : આ બધો ભ્રમ છે, જીવ વિષેની ભ્રાન્તિ છે. હું કહીશ કે જેનો ભ્રમ થાય, એ વસ્તુ આ દુનિયામાં હોય જ ! કોઇને દોરડામાં સાપનો ભ્રમ થયો. હા... દોરડો એ સાપ નથી, પણ સાપ નામનું પ્રાણી તો આ દુનિયામાં છે જ ! જો સાપનું અસ્તિત્વ જ ન હોત તો એનો ભ્રમ પણ થાત નહિ. નરેશ ! તમે વિચારો. મડદામાં અને જીવતા માણસમાં શો ફરક છે ? તમે કહેશો કે એમાંથી પ્રાણ જતા રહ્યા છે, આત્મ કથાઓ • ૧૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચેતના ચાલી ગઇ છે, તેજ ચાલ્યું ગયું છે. તમે જેને પ્રાણ, ચેતના, તેજ કહો છો એ જ “આત્મા” છે. જો આત્માની સિદ્ધિ થઇ ગઇ તો પરલોકની સિદ્ધિ સ્વતઃ થઇ જશે. તમે કહ્યું કે મારા દાદીમાં સ્વર્ગમાંથી આજ સુધી કાંઇ કહેવા આવ્યા નથી.” પણ એક વાત રાજન ! સમજી લો કે માનવલોક દેવલોકની અપેક્ષાએ બહુજ ગંદો છે. એની ગંદવાડ ભયંકર છે. એની દુર્ગધ ભયંકર છે. એટલી ભયંકર કે ઉપર ૫00 યોજન સુધી એ ફેલાઇ રહે છે. માટે જ દેવો કોઇ વિશિષ્ટ કારણ વિના માનવલોકમાં આવવાનું પસંદ કરતા નથી. તમે ફલોથી મઘમઘતી રાજસભામાં બેસી નર્તકીઓનું નૃત્ય જોતા હો ત્યારે કોઇ ભંગી તમને પાયખાનામાં બોલાવે તો તમે જાવ ખરા ? દેવલોકમાં ગયેલા તમારા દાદીમા માટે પણ આખો આ માનવલોક પાયખાના જેવો છે. દિવ્ય સુખોને છોડીને તેઓ અહીં શા માટે આવે ? હવે વાત રહી તારા પિતાની. એ કદાચ નરકમાં ગયો હોય તો તેને પરમાધામીઓ આવવા ન દે, ત્યાંની સ્થિતિ પણ એવી જ છે કે તેઓ આવી પણ ન શકે. તમારી જેલમાં પૂરાયેલા કોઇ કેદીઓ હોય, તેઓ જેલમાંથી નીકળવા ગમે તેટલા ધમપછાડા કરે પણ તમે તેઓને નીકળવા દો ખરા ? કેદીઓ જેવી જ હાલત નારકોની હોય છે. તેઓ પણ નરકની સખત જેલમાં પૂરાયેલા છે. આવી હાલતમાં અહીં શી રીતે આવી શકે ? માટે રાજનું ! તમારે આત્મા, સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ, મોક્ષ વગેરે માનવું જ પડશે. એ માન્યા વિના ચાલે તેમ જ નથી. હું કહું છું માટે માનો એમ નહિ, પણ વસ્તુસ્થિતિ જ આવી છે, માટે માન્યા વિના ચાલે તેમ જ નથી. આપણે લાખ દલીલ કરીએ કે આત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી, પણ તેથી આત્મા, સ્વર્ગ, નરક વગેરે થોડા નાશ પામી જવાના છે ? આપણી દલીલો મુજબ દુનિયા નથી ચાલતી. ગાંડો હાથી દોડતો દોડતો આવી રહ્યો છે, તે વખતે કોઇ કહે : ના, આ હાથી નથી. હાથી છે તો પણ દોડતો તો નથી જ, દોડે છે, તો પણ આપણા તરફ તો નથી જ આવતો. આવી હજારો દલીલો કરે છતાં હાથી થોડો મરી જવાનો છે ? નરક, સ્વર્ગ નથી... નથી.. નથી... એમ હજારોવાર બોલો એથી આત્મ કથાઓ • ૧૫૨ એ હતા ‘ન હતા” થોડા જ થઇ જવાના છે. રાજનું! વસ્તુસ્થિતિને સમજો. જે રીતે વસ્તુસ્થિતિ છે, તે રીતે સ્વીકારો. આપણી બુદ્ધિ બહુ જ અલ્પ છે. અલ્પબુદ્ધિના સહારે, તુટેલી તર્કની નાવડીના સહારે સત્યના અફાટ સાગરને તરવાની ઇચ્છા ન કરો. પરમ સત્યને સ્વીકારો. બુદ્ધિને એક બાજુએ મૂકી શ્રદ્ધાને આગળ કરો. સર્વજ્ઞ ભગવંતની વાત સ્વીકારો. અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞોના શાસ્ત્ર સિવાય કાંઇ કામ લાગતું નથી. વળી માની લો કે પરલોક નથી તો પણ શું થયું? તમે ભોગસુખો પાછળ પાગલ બનશો. ભોગ સુખોમાં સુખ એક ભ્રમણા છે, વિડંબના છે. ભોગસુખોમાં પાગલ બનેલો માણસ આ જ લોકમાં અશાંત અને ભ્રાન્ત બને છે. જ્યારે તેને છોડનારો પરમ પ્રસન્નતા અને સ્વસ્થતા અનુભવે છે. એને આ જ લોકમાં સ્વર્ગ અને મોક્ષના સુખનો આસ્વાદ મળે છે. જ્યારે નાસ્તિક તો બિચારો આ ભવમાં પણ દુઃખી ! હું તો કહું છું કે તમારે આ જીવનમાં સુખી થવું હોય તો પણ ધર્મ વિના ચાલે તેમ નથી. કેશી ગણધર મહારાજની અકાટ્ય તર્કથી ભરપૂર ગંગાના પ્રવાહ જેવી ખળખળ વહેતી મીઠી-મધુરી વાણી હું સાંભળી રહ્યો. મને ખરેખર એમની એકેએક વાત સત્યથી ભરપૂર લાગી. અત્યાર સુધી હું ભાન ભૂલ્યો, જીવન એળે ગુમાવ્યું - એમ મને લાગ્યું. હું તેમના ચરણે ઢળી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પૂજ્યશ્રીએ મને આશ્વાસન આપ્યું અને શ્રાવકનો ધર્મ આપ્યો. હવે તો ધર્મમાં ઓતપ્રોત બની ગયો. જીવનનો ઘણો ખરો ભાગ અધર્મમાં ગયો હતો, હવે માંડ-માંડ ધર્મની પ્રાપ્તિ થઇ. એ ધર્મ પાછળ હું પાગલ બની ગયો. સંસારના રંગ રાગ મને ફીકા લાગ્યા. ધર્મ મને રસમય લાગ્યો. ધર્મથી હું મારા જીવનની કૃતકૃત્યતા સમજવા લાગ્યો. છઠ્ઠના પારણે છ કરવા લાગ્યો. ભૂખ્યાને ઘેબર મળે ને તૂટી પડે તેમ હું ધર્મ પર તૂટી પડ્યો. પણ અચાનક આવેલું આ પરિવર્તન મારી પત્ની સૂર્યકાંતાને ગમ્યું નહિ. એને ધર્મ તરફ સખત નફરત હતી. માંસ, મદિરા, વિષયભોગ એની પ્રિય વસ્તુઓ હતી. એ બધું બંધ થઇ જતાં મને મનોમન ધિક્કારવા લાગી. એની વિષય-પિપાસા હવે તો હું ઠારી શકું આત્મ કથાઓ • ૧૫૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ તેમ ન હતો. એથી મારી પત્ની કોઇ આડો માર્ગ લેવા વિચારતી હતી, પણ જ્યાં સુધી હું બેઠો હોઉં ત્યાં સુધી એ શી રીતે થઇ શકે ? એટલે એણે મારો જ કાંટો કાઢી નાખવાનું વિચાર્યું ! કોમળ દેખાતી સ્ત્રીઓ કેટલી હદે કઠોર થઇ શકે છે - એ જાણવું હોય તો મારી પત્નીને જાણો ! છટ્ટના પારણામાં તેણે ખોરાકમાં કાતીલ વિષ ભેળવ્યું. હું તો અજાણ હતો. પત્ની આટલી હદ સુધી મારાથી વિપરીત થઇ ગઇ છે, એની તો મને કલ્પના જ ન્હોતી! હું તો મારી મસ્તીમાં મસ્ત હતો. વળી પત્ની પણ પહેલાંની જેમ જ મારી સાથે હસતી હતી, વાતો કરતી હતી, બધો જ વ્યવહાર કરતી હતી, કદાચ પહેલાં કરતાં પણ વધુ અનુરાગ બતાવતી હતી. હું તેની કપટ લીલા સમજી શક્યો નહિ. સમજું પણ ક્યાંથી ? જે સ્ત્રીઓની દંભલીલાનો પાર ભલભલા પુરુષો પણ નથી પામી શક્યા, ત્યાં હું પામર કોણ ? હું સ્વયં સરળ હતો, મને બીજા પણ સરળ લાગતા હતા. સરળને તો આખી દુનિયા સરળ જ લાગે ને ? હું મુગ્ધ ભાવે પત્નીએ આપેલો આહાર આરોગી ગયો. ખલાસ ! થોડી જ વારમાં મારી નસો ખેંચાવા માંડી. મારી આંખોના ડોળા બહાર આવવા લાગ્યા. આખી દુનિયા ચક્કર-ચક્કર ફરતી હોય તેમ મને લાગવા માંડ્યું. મને તરત જ ખ્યાલ આવી ગયો : કોઇનું આ ઝેર આપી મને મારી નાંખવાનું કાવતરું છે. મારી આવી દશા જોઇ મારા સેવકો તરત જ સાવધાન થઇ ગયા અને વિષવૈદોને બોલાવવા દોડ્યા. આખા રાજમહેલમાં ધમાચકડી મચી ગઇ. વિષવૈદના નામથી જ મારી પત્ની ગભરાઇ ઊઠી. અરે, હવે જો રાજા બચશે તો મારું તો આવી જ બનશે. ગમે તે રીતે હવે તો રાજાને મારવો જ પડશે. એ કૃત્રિમ રીતે રડવા લાગી : હાય ! હાય ! મારા પ્રાણનાથ ! મારા હૃદયેશ્વર ! મારી આંખોની કીકી ! મારા હૈયાનો હાર ! અરેરે ! આપને શું થયું ? આવું કોણે કર્યું ? હવે હું શું કરું ? એ જોર જોરથી રડવા લાગી અને મને બાઝી પડી. બીજા સમજવા લાગ્યા કે આ રાણી તો આલિંગન આપી રહી છે. પ્રેમ કરી રહી છે. પણ એ શું કરી રહી હતી, તે તો હું જ જાણતો હતો. આલિંગનના બહાને તે મારા પર ચડી બેઠી... જાણે સાક્ષાત્ મૃત્યુની રાક્ષસી ચડી બેઠી ! તેણીએ મારું આત્મ કથાઓ • ૧૫૪ ગળું જોરથી દબાવ્યું. હું છેલ્લાં ડચકા લેવા માંડ્યો. એ ગળા પર વધુ ને વધુ ભીંસ આપવા લાગી. મને ભયંકર... અતિ ભયંકર પીડા થવા લાગી. જેને હું મારી પ્રાણપ્યારી સમજતો હતો, જેની સાથે મેં ભોગો ભોગવ્યા હતા, આનંદપ્રમોદ કર્યો હતો, જેના સુખ માટે મેં દુઃખ વેઠ્યા હતા તે મારી સહચારિણી આજે મને જાનથી મારી રહી હતી. તમે વિચારો : મારા મનના ભાવો કેવા બન્યા હશે ? ના... તમે આગળ વિચારતા જ નહિ. તમે જેવું ધારો છો, એના કરતાં જુદા જ વિચારો મારા મનમાં રમવા લાગ્યા. અરેરે... આ બિચારી મારા નિમિત્તે કેવા ભયંકર કર્મ બાંધે છે ? બિચારીનું શું થશે ? ભલું થજો એ કેશી મહારાજનું કે મારા જેવા ઘોર નાસ્તિકને તેમણે આસ્તિક બનાવ્યો, ધાર્મિક બનાવ્યો. જો મને ધર્મ ન મળ્યો હોત તો ? અત્યારે મારી કેવી હાલત હોત ? ભયંકર રૌદ્રધ્યાનમાં પડેલો હોત ! ક્રોધથી ધમધમતો હોત! દુર્ગતિનું આયુષ્ય બાંધી રહ્યો હોત ! પણ આજે હું શાંત છું, પ્રશાંત છું, ઉપશાંત છું. મને એના પ્રત્યે જરાય દુર્ભાવ નથી. એ બિચારી શું કરે ? મારા જ કર્મો એવા છે. બીજા તો નિમિત્તમાત્ર છે. હું અત્યંત સમતાના સરોવરમાં મહાલી રહ્યો. તમે કદાચ કહેશો : ધર્મ કર્યાનું આ જ ફળ ? આવું અકાળે મોત ? એ પણ પત્નીના હાથે ? તમને ભલે જે લાગતું હોય તે લાગે, પણ મને એવું કશું લાગતું નહોતું. હા... મારે ઊલટી રીતે વિચારવું હોય તો હું એમ પણ વિચારી શકત : હાય ! હાય ! ધરમની લપમાં હું ક્યાં ફસાયો ? કેશી મહારાજે મને ભોળવી દીધો. એમણે ભોળવી દીધો એટલે મેં રંગરાગનો ત્યાગ કર્યો. રંગરાગનો ત્યાગ કર્યો એટલે રાણી વીફરી. આના કરતાં ધરમથી દૂર જ રહ્યો હોત તો ? પણ ના... મેં એવું કશું ન વિચાર્યું. મારો ધર્મ હળદરીયા રંગ જેવો ન્હોતો. ચોળમજીઠનો રંગ હતો. હું હૃદયથી ધર્મને ચાહવા લાગ્યો હતો. એ ધર્મના પ્રભાવથી જ હું સમતા રાખી શક્યો. નહિતો હું કદાચ ભયંકર રૌદ્રધ્યાનની આગમાં પડી ભસ્મીભૂત બની ગયો હોત, દુર્ગતિમાં ચાલ્યો ગયો હોત ! હવે પીડા વધતી જતી હતી. છેલ્લા ડચકાં લેવાતાં હતાં. રાણીએ ભીંસ હજુ છોડી ન્હોતી. હું મનોમન અરિહંતાદિનું શરણું આત્મ કથાઓ • ૧૫૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ - () હું નાગકેતુ કે સ્વીકારવા લાગ્યો. અરિહંત... અરિહંત.. અરિહંતનું રટણ કરતા મારા આત્મહંસે પાંખો ફફડાવી. શરીરનું પાંજરું છોડી એ દેવલોકની દિવ્યસૃષ્ટિમાં પહોંચી ગયો. હું પ્રદેશી રાજામાંથી અત્યંત કાન્તિમાન સૂર્યાભ દેવ થયો. હું નાસ્તિકમાંથી આસ્તિક બન્યો, ધાર્મિક બન્યો. હું દાનવમાંથી માનવ બન્યો. માનવમાંથી દેવ બન્યો. દેવમાંથી હું ક્યારેક દેવાધિદેવ બનીશ - એવી શ્રદ્ધા છે. બંધુઓ ! હું જેમ નાસ્તિક હતો તેમ તમે નાસ્તિક નથી ને ? જો કે બહારથી તો તમે નાસ્તિક નથી, આસ્તિક છો. પણ તમારું જીવન કેવું છે ? જીવન જતાં કદાચ એમ જ લાગે : આ માણસ નાસ્તિક હશે ! તમારામાં ઊંડેઊંડે નાસ્તિકતા પડેલી છે, પણ બહારથી તમે આસ્તિકતાનો બુરખો ઓઢીને ફરો છો. મને લાગે છે તમારી તથાકથિત આસ્તિકતા પણ એક જાતની વંચના છે. તમે કહેવાતી આસ્તિકતા છોડો અને સાચા અર્થમાં આસ્તિક બની જાવ. તો તમને અહીં જ પરમ પદ-મોક્ષનું સુખ અનુભવવા મળશે. મારું જીવન વિશેષ જાણવું હોય તો ક્યારેક ગુરુમુખે રાયપરોણીય સૂત્ર સાંભળજો. ખૂબ જ આનંદ આવશે. “પર્યુષણ નજીક આવી રહ્યા છે. અલી ! તું અટ્ટમ કરીશ ?” કેમ નહિ ? પર્યુષણ જેવા પવિત્ર દિવસોમાં અટ્ટમ નહિ કરું તો ક્યારે કરીશ? આમેય હું તો અટ્ટમ ઘણીયેવાર કરું છું, તો પર્યુષણનો અટ્ટમ કેમ છોડું ?” ‘જો તું અટ્ટમ કરીશ તો હું પણ કરીશ.' હજુ તો મારો જન્મ જ થયો હતો અને ‘અટ્ટમ... અમ... પર્યુષણ... પર્યુષણ... પર્યુષણ' આ શબ્દો મારા કાને પડ્યા. આ શબ્દો મેં ક્યાંક સાંભળ્યા છે... ક્યાંક સાંભળ્યા છે. હું ઊંડા વિચારોમાં ખોવાઇ ગયો. મૂચ્છિત અવસ્થામાં સરકી ગયો અને મારી ભૂતકાળની સ્મૃતિ જીવંત થઈ ઊઠી. જમીનમાં દટાયેલો ખજાનો મળી જાય તેમ મને મારામાં જ છૂપાયેલી સ્મૃતિ મળી ગઇ, મારો પૂર્વભવ યાદ આવી ગયો. આમ તો દરેકમાં પૂર્વભવ સ્મૃતિરૂપે સચવાયેલો હોય જ છે, પણ કોઇક વિશિષ્ટ નિમિત્તથી કોઇક વિશિષ્ટ આત્માને જ એની ભાળ મળે છે. હું એ અર્થમાં ભાગ્યશાળી હતો કે જન્મ થતાંની સાથે જ જાતિસ્મરણશાન પામ્યો. મેં જોયું કે પૂર્વભવમાં હું ખૂબ દુઃખી હતો. દુઃખ હતું સાવકી માતાનું ! મારી સગી મા મરી જવાથી મારા પિતાએ ફરી લગ્ન કર્યા અને મારા પર દુઃખોની ઝડી વરસી પડી. સગી મા તે સગી મા ! પારકી તે આખરે પારકી જ ! ખાવામાં, પીવામાં, રહેવામાં બધી રીતે મને તે સતાવવા લાગી. ખાવાનું વધ્યું-ઘટ્યું એઠું-જૂ જ આપે, એ પણ તિરસ્કારપૂર્વક, કઠોર વચનો સંભળાવવા પૂર્વક ! હું તો એ દુઃખોથી એવો દાઝી ગયો કે કહી શકું નહિ, સહી શકે નહિ. મારું સાંભળે પણ કોણ ? ભગવાનને મનોમન પ્રાર્થના કરતો : હે ભગવાન ! તું બીજું બધુંય કરજે, પણ કોઇ નાનકડા બાળકની માને મારી નાખતો નહિ. પ્રભુ ! મેં તો કવિના મુખે એવું સાંભળ્યું છે કે તું બધેય પહોંચી શકતો નથી, માટે માતાનું નિર્માણ તેં કર્યું છે. માતા એટલે ભગવાનનું રૂપ ! પણ પ્રભુ ! આત્મ કથાઓ • ૧૫૭ આત્મ કથાઓ • ૧૫૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ મારી સાવકી માતા તો મારા માટે શેતાન બની છે. પ્રભુ ! બીજા બાળકોની માતા જીવતી છે તો મારી જ માતા કેમ મરી ગઇ? મારા પર જ દુઃખોના ડુંગરા કેમ તૂટી પડ્યા ? પ્રભુ સિવાય હું મારી કરુણ કથની કોને કહું? ખરેખર ! પ્રભુએ મારી પ્રાર્થના જાણે સાંભળી. મને એક કલ્યાણ મિત્રનો ભેટો થયો... જાણે પ્રભુએ જ એને મોકલ્યો હતો. મને એ દરેક વાતમાં સાચી અને હિતકારી જ સલાહ આપતો. મેં તેને એકવાર સાવકી માતા તરફથી પડતા ભયંકર દુઃખોની વાત કરી. મારા મિત્રે કહ્યું : દોસ્ત ! પૂર્વભવના કર્મનું આ બધું ફળ છે. ને એ કર્મ કરનાર આપણો જ પોતાનો આત્મા છે. હું તને કહું છું કે સાવકી માતાના દુઃખને તું ભૂલી જા. સાવકી માતા પ્રત્યેનો તિરસ્કાર છોડી દે. તિરસ્કાર કરવાથી કે દુઃખો યાદ કરવાથી મુશ્કેલીઓ દૂર થવાની નથી. ઊલટું મુશ્કેલીઓ વધુ ને વધુ બેવડાતી જશે. મારું માનતો હોય તો કર્મોનો ક્ષય કરવા તું તપ કર. તપ જ એવું વજ છે, જે કર્મના પર્વતના ભૂક્કા કાઢી નાખે છે. બાકી જે “છે' તે ‘નથી’ થવાનું નથી. પરિસ્થિતિ જ્યારે બદલાય તેવી ન હોય ત્યારે દુર્વિચારોથી નાહક દુઃખી થવાને બદલે મનઃ સ્થિતિ જ બદલાવી દેવી જોઇએ. શાણો માણસ આમ જ કરે છે. તું મનનું સંપૂર્ણ રૂપાંતર કરી તપ કરવામાં લાગી જા. જો, હવે પર્યુષણ નજીક આવી રહ્યા છે. એમાં અટ્ટમ કરી લેજે.' મારા દોસ્તની સલાહ મને ગમી ગઇ. એક સારો મિત્ર કેવું કામ કરે છે ? આની જગ્યાએ કોઇ ખરાબ મિત્ર મળી ગયો હોત અને તેણે મને માતાનું ખૂન કરી નાખવા જેવી અવળી સલાહ આપી હોત તો મારી શી હાલત થાત ? એ વિચારતાં જ હું ધ્રૂજી ઊઠું છું. ભલું થજો એ મિત્રનું કે જેણે મને સન્માર્ગે વાળ્યો. મેં પર્યુષણમાં અટ્ટમ કરવાનું નક્કી કર્યું. હવે સતત મારા મનમાં અટ્ટમના જ વિચારો ગુંજવા લાગ્યા. ક્યારે પર્યુષણ આવે ? કયારે અટ્ટમ કરું ? અમ... અટ્ટમ... અમ... મારું મન પોકારવા લાગ્યું. પણ બધું ધાર્યું થોડું થાય છે ? તે જ રાતે હું અટ્ટમના ધ્યાનમાં ઝૂંપડીમાં સૂતો હતો ને સાવકી આત્મ કથાઓ • ૧૫૮ માતાએ ઝૂંપડી સળગાવી. હું અંદર જ ભસ્મીભૂત થઇ ગયો. શરીર બળી ગયું. પણ અમર આત્મા થોડો બળે ? મારા આત્માએ અહીં અવતાર ધારણ કર્યો ! ગયા ભવમાં ભલે અટ્ટમની ભાવના પૂરી ન થઇ, પણ આ ભવમાં તો એ ભાવના પૂરી કરવી જ છે. પછી કરું ? મોટો થઇને અટ્ટમની ભાવના પૂરી કરું ? નહિ, નહિ. જીવનનો શો ભરોસો ? જુઓને, ગયા ભવમાં પર્યુષણ સુધી પણ મારું જીવન ટક્યું નહિ ને મનની મનમાં જ રહી ગઇ. તો આ ભવમાં હવે વિલંબ કરવા જેવો નથી. મેં તો જન્મ થતાંની સાથે જ અટ્ટમ લગાવી દીધો ! શ્રીસખી નામની મારી માતાએ મને ધવડાવવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ હું ટસનો મસ ન થયો. મારી માતાને થયું : ઘણા અરમાનો પછી પુત્ર જન્મ્યો, પણ એનેય કોઇ રોગ કે વળગાડ લાગે છે. મારા ‘રોગ’ કે ‘વળગાડ' ને દૂર કરવા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા. વૈદ, હકીમ, ભૂવા, માંત્રિક, તાંત્રિકો ને બોલાવ્યા. વૈદે નાડી જોઇ. ભૂવાઓએ ડાકલા બજાવ્યા. ધુણ્યા, માંત્રિક-તાંત્રિકોએ પણ પોતાના પ્રયત્નો કર્યા, પણ બધું વ્યર્થ ! રોગ કે વળગાડ ગયો નહિ, જાય પણ ક્યાંથી ? હોય તો જાય ને ? ત્રણ દિવસમાં તો હું સાવ જ કુશ અને મૂચ્છિત બની ગયો. ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવાનું નવ-જાત શિશુનું શું ગજું ? મારા માતા-પિતા વગેરે બધા સમજ્યા કે હું મરી ગયો છું. ખૂબ જ શોકાર્ત બનીને તેમણે મને જમીનમાં દાટી દીધો. મારા મૃત્યુનો એમને એટલો બધો આઘાત લાગ્યો કે તીવ્ર કલ્પાંત કરવા લાગ્યા : ઘણા ઘણા અરમાનો પછી એક બાળક મળ્યો. ઓ કુર દૈવ! તેં એને પણ છીનવી લીધો ? હવે અમારે જીવીને કામ પણ શું છે ? આ ઋદ્ધિ-સમૃદ્ધિ બધું કોના માટે ? મારા “મૃત્યુ'નો એટલો આંચકો લાગ્યો કે મારા પિતાજી શ્રીકાંત મૃત્યુ પામ્યા. સાચે જ અતિ રાગ, અતિ શોક, અતિ હર્ષ એ બધું બહુ જ ખતરનાક છે. લાગણીઓના આવેગો પર માણસ જો નિયંત્રણ ન કેળવે તો અકાળે જ કાળ કોળિયો કરી જાય ! આત્મ કથાઓ • ૧૫૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ આ સમાચાર વિજયસેન રાજાને મળતાં જ તેમના માણસો ધન લેવા આવ્યા. મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રો પ્રમાણે પ્રાચીન કાયદો એવો હતો કે અપુત્રિયાનું ધન રાજા લઇ લે. એ તો એક કુમારપાળ એવો કરૂણાશીલ રાજા થયો જેણે આવી કુપ્રથાને તિલાંજલિ આપી. તેનાથી અઢળક ધન મળતું હતું છતાં જતું કર્યું ! ત્યાર પછી ધીરે-ધીરે આ રિવાજ ભારતમાંથી લુપ્ત થઈ ગયો ! પણ જ્યાં રાજસેવકો મારે ઘેર આવી ધન લેવા લાગ્યા. ત્યાં જ એક બ્રાહ્મણે તેમને અટકાવ્યા અને કહ્યું : તમે આ ધન નહિ લઇ શકો. કેમ ? આનો માલિકે જીવતો છે. ચાલો, બતાવું. બ્રાહ્મણે ખાડો ખોદીને મને જીવતો બહાર કાઢ્યો. વિજયસેન રાજા સહિત આખું નગર આ ઘટનાથી આશ્ચર્યના સાગરમાં ડૂબી ગયું. એ જગ્યાએ ઘણા માણસો ભેગા થયા. રાજા પણ ત્યાં આવ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે પેલો બ્રાહ્મણ દિવ્યસ્વરૂપે ચમકવા લાગ્યો અને મેઘ ગંભીર અવાજે બોલી ઊઠ્યો : હે રાજન ! આ બાળક કોઇ સામાન્ય બાળક નથી. જન્મજાત તપસ્વી છે. જન્મ થતાંની સાથે તેણે અટ્ટમ કર્યો છે. આથી તે મૂચ્છિત થઇ ગયો છે. તેને મરેલો સમજીને અહીં દાટી દેવામાં આવ્યો છે. એના અટ્ટમના પ્રભાવથી મારું સિંહાસન કંપી ઊડ્યું. અવધિજ્ઞાનથી સમગ્ર ઘટના જાણી બાળકની રક્ષા કરવા માટે હું આવ્યો છું. હું ધરણેન્દ્ર છું. અધોલોકથી આવ્યો છું. આ બાળકને તમે બરાબર સાચવજો. નાનકડો સમજીને તેની ઉપેક્ષા નહિ કરતા. આ બાળક એક વખત આખા નગરને બચાવશે. વળી તે આ જ જન્મમાં મોક્ષે જશે. આટલું બોલીને તરત જ ધરણેન્દ્ર અદશ્ય થઇ ગયો... જાણે દિવ્ય દીપક બુઝાઇ ગયો. જતાં જતાં એ મારા ગળામાં દિવ્ય હાર પહેરાવી ગયો. ધરણેન્દ્ર મારી આવી જાહેરાત કરતાં હું આખા નગરમાં પ્રસિદ્ધ થઇ ગયો, સૌને પ્રિય પણ થઇ ગયો. બધા મારી સાર-સંભાળ રાખવા લાગ્યા. હું જ્યારે સાતેક વર્ષનો થયો ત્યારે નગર પર એક ભયંકર આપત્તિ આવી પડી. એક વ્યંતર આખા નગર પર ગુસ્સે ભરાયો હતો. મોટી શિલા આકાશમાં વિક્ર્વીને બધાને પીસી નાખવા માંગતો હતો. વાત એમ બનેલી કે એક નિર્દોષ માણસને રાજાએ ચોર સમજીને ફાંસી આપેલી. મરીને તે વ્યંતર બનેલો. હવે તે આ રીતે પૂર્વભવનું વેર વાળી રહ્યો હતો. હવે તે હજારો નિર્દોષોને મારી નાખવા તત્પર બન્યો હતો. જીવ કેવો વિચિત્ર છે ? પોતે નિર્દોષ હોવાથી દંડાયો, તેનું વેર વાળવા બીજા હજારો માણસોની લાશ ઢાળી નાખવા તત્પર બની જાય છે. પણ એમ વિચારતો નથી કે જો હું એક નિર્દોષ આ રીતે મર્યો, એ બદલ જો મને આટલું દુઃખ લાગતું હોય તો હજારો નિર્દોષોને હું મારું તો તેમને કેવું થશે ? એમની લાગણીઓનો મારે કોઇ વિચાર નહિ કરવો ? મને અન્યાય થયો, એનો બદલો બીજાને અન્યાય કરવાથી વળી શકે ? વળી, એ પણ વિચારવાનું છે કે રાજાની જવાબદારી કેટલી મોટી છે ? સજ્જનની સેવા અને દુષ્ટોને દંડ કરતાં જો ક્યારેક ઊંધું વેતરાઇ જાય તો કેવું ભયંકર પરિણામ આવી શકે છે? એ પણ આનાથી જાણવા મળે છે. પેલી મોટી શિલાને જોઇને ચન્દ્રકાન્તા નગરીના લોકોના જીવ પડીકે બંધાઇ ગયા. કોઇ રડવા લાગ્યું - કોઇ પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ બૂમો પાડવા લાગ્યા. કોઇ ભાગવા માંડ્યા. કોઈ ભગવાનને યાદ કરવા લાગ્યા. કોઇ દેવને ગાળો ભાંડવા લાગ્યા તો કોઈ ગભરાઇને ભોંયરામાં પેસવા લાગ્યા. આખા નગરમાં ભયંકર કોલાહલ મચી ગયો. મેં આકાશમાં જોયું : મોટી શિલા પડું-પડું થઇ રહી હતી. હમણાં પડશે અને હમણાં જ બધું સ્વાહા ! લોકોને એમ સ્પષ્ટ લાગતું હતું. મારું ધર્મ-વાસિત હૃદય દ્રવી ઊડ્યું : અરેરે... હું જીવતો હોઉં ને મંદિર પડી જાય ? ધર્મસ્થાનકો તૂટી જાય ? લોકો મરી જાય ? નહિ, નહિ, એવું હું કદી નહિ થવા દઉં. હા, મારે જીવતેજીવ તો નહિ જ આત્મ કથાઓ • ૧૬૧ આત્મ કથાઓ • ૧૬૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ ક્ષણે-ક્ષણે, પળે-પળે વધતો જ ગયો, વધતો જ ગયો. મને એવું લાગવા માંડ્યું કે હું અંધકારમાંથી પ્રકાશમાં જઇ રહ્યો , વિષમાંથી અમૃત તરફ જઇ રહ્યો છું, મૃત્યુમાંથી પરમ જીવન તરફ જઇ રહ્યો છું. સત્યં શિવ અને સુંદરની કોઇ અગમ્ય સૃષ્ટિમાં મારો પ્રવેશ થઇ રહ્યો છે ને અચાનક જ મને પ્રકાશ દેખાવા લાગ્યો. આખુંય બ્રહ્માંડ મારામાં આવીને જાણે સમાઇ ગયું. અખિલ બ્રહ્માંડના ત્રણેય કાળના ભાવોનો જાણકાર હું બની ગયો હતો. હા, હું કેવળી બની ગયો હતો. નાનકડી પુષ્પ-પૂજાએ મને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો ? તમે મને ઓળખી ગયા ને ? દર વર્ષે પર્યુષણના કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનમાં આજે પણ તમે મારું જીવન સાંભળો છો. ઓળખી ગયા મને ? હું નાગકેતુ ! થવા દઉં. પહેલાં હું પ્રાણોનું બલિદાન આપીશ... જો મારા બલિદાનથી મંદિર બચી જાય, લોકોની જીવ બચી જાય તો એથી રૂડું શું ? હું મંદિરના શિખરે ચડ્યો. મારા હાથ ઊંચા કરી શિલાને રોકવા પ્રયત્ન કર્યો. જ્યાં મેં હાથ ઊંચો કર્યો તે જ વખતે પેલો દેવ શિલાનું સંહરણ કરીને ભાગ્યો. મારા તપનું તેજ તે ખમી શક્યો નહિ. રાજાને પણ જે લોહીની ઊલટીઓ થતી હતી, તે પણ બંધ થઇ. આખું નગર ભયમુક્ત બન્યું. ચારે બાજુ આનંદ-મંગળ વર્તાઈ રહ્યો. પહેલાંનું રુદન-આકંદન મંગળ-ગીતોમાં પલટાઇ ગયું. ચારે બાજુ મારી વાહ-વાહ થવા લાગી. ઠેર-ઠેર મારી પ્રશંસા થવા લાગી, પણ મને એનું કોઇ અભિમાન હોતું. મેં તો માત્ર મારી ફરજ બજાવી હતી. આમાં અભિમાન શું ? વળી, ઉપદ્રવ ટળ્યો તેમાં તપનો પ્રભાવ હતો, ધર્મનો પ્રભાવ હતો. તો ધર્મને જ મારે વધારે મહત્ત્વ આપવું જોઇએ ને ? ધર્મના આંચળા હેઠળ જો હું મારા અહંકારને પોષ્યા કરું તો મારો ધર્મ નકલી કહેવાય ! એક વખતે હું ભગવાનની પુષ્પ-પૂજા કરતો હતો. અચાનક જ મારા હાથમાં જાણે કોઇએ ડંખ માર્યો હોય તેવી ભયંકર વેદના થઇ. મેં જોયું તો ખરેખર સાવ નાનકડો સાપ હતો ! તેણે મને ડંખ મારેલો. વેદના એટલી બધી કાતીલ હતી કે ભલભલા ખેરખાઓ ઊંચા-નીચા થઇ જાય, પણ હું તે જ વખતે કાઉસ્સગ્નમાં સ્થિર થઇ ગયો. મારી વેદનાને હું જોવા લાગ્યો. હું એકદમ ચિંતનના ઊંડાણમાં ઊતર્યો. વેદના કોને થાય છે ? મને કે શરીર ને ? શરીર એ હું છું કે હું કોઈ અલગ તવ છું? ઓહ! મને સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે શરીર એ તો તદ્દન અલગ છે. હું તદ્દન અલગ છું ! શરીર એ તો માટીનું કોડિયું છે. હું તો તેમાં રહેલી ઝગમગતી જ્યોત છું. કોડિયાને કીડી ચટકો ભરે તેની સાથે જ્યોતને શું લેવા-દેવા? શરીરને વેદના થાય તેમાં આત્માને શું લેવા-દેવા ? જે રીતે શરીરે રહેલું વસ્ત્ર અલગ દેખાય તેમ મને આત્મા અલગ દેખાવા માંડ્યો. શરીરમાં વેદના હતી, પણ હું આનંદમાં મસ્ત હતો. મારો આનંદ આત્મ કથાઓ • ૧૬૨ આત્મ કથાઓ • ૧૬૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ (૩) અને સાઠ હજાર અમે સાઠ હજાર સાથીઓ હતા. જંગલમાં રહેતા અને લૂંટ ચલાવતા. લૂંટ કરવી - ધાડ મારવી આ જ અમારો ધંધો ! માણસના અવતારમાં પણ શેતાનને શરમાવે એવું અમે કામ કરતા. એક વખતે અમને સમાચાર મળ્યા : ભઠ્ઠિલપુરથી શત્રુંજ્યનો સંઘ નીકળી રહ્યો છે. અમારી પલ્લી (રહેઠાણ) બરાબર વચ્ચે જ આવેલી. અમે રાજી-રાજી થઇ ગયા : ચાલો... લૂંટ કરવાની ખૂબ જ મજા આવશે. જૈનોનો સંઘ એટલે અપાર સમૃદ્ધિ તો હોય જ. અમને અગાઉથી સમાચાર મળી ચૂક્યા હતા કે સંઘમાં પુષ્કળ માણસો છે. બધાના શરીરે સોનાહીરાના અમૂલ્ય ઘરેણાં છે. વળી સાથે ચાંદીનો રથ છે. અમે સર્વાનુમતે નક્કી કર્યું કે આ સંઘને ગમે તે રીતે લૂંટી જ લેવો. અમારામાંથી કુંભાર જેવા એકાદ-બે જણે વિરોધ કર્યો : બંધુઓ ! આપણે બીજાને લૂંટીએ તે કદાચ ઠીક છે, પણ શત્રુંજ્ય જેવા મહાન તીર્થની યાત્રાએ જતા ધાર્મિક પુરુષોને લૂંટવા એ તો ખૂબ જ અધમ કાર્ય છે. આપણે લૂંટ ચલાવીએ છીએ... પણ એમાંય ક્યાંક નીતિમત્તા અને મર્યાદાનું ધોરણ તો જાળવવું જ જોઇએ.' અમે લૂંટારા ! કુંભારની આવી સૂફિયાણી વાતો સાંભળીએ ? તો... તો.... અમારું ચોરપણું લાજે. અમે લાતો મારી એ સલાહ આપનારને કાઢી મૂક્યો. જતાં જતાં તે બોલતો ગયો : ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિઃ’ અમે કહ્યું : હા... હા... તારી જ બુદ્ધિ ફરી છે... માટે તો તારે અહીંથી ભાગવું પડે છે. અમે લૂંટમાં આંધળા બન્યા હતા, મદથી છકી ગયા હતા. અમે કોઇનું શાના સાંભળીએ ? અમે તો સંઘને લૂંટવાનું નક્કી જ કરી લીધું. કાગડોળે સંઘના આગમનની રાહ જોવા લાગ્યા. સંઘ આવતાં જ અમે અમારા વ્યૂહ પ્રમાણે એકદમ તૂટી પડ્યા. અચાનક જ ધાડ પડવાથી ચોકીદારો હતપ્રભ બની ગયા. તેઓ કોઇ પ્રતિકાર કરે એના પહેલાં જ અમે તેમને પતાવી દીધા. અમારા ભયંકર આક્રમણથી સંઘના કેટલાય યાત્રિકો ભાગી છૂટ્યા. ભાગતા માણસની પાસે પણ જો આત્મ કથાઓ • ૧૬૪ લૂંટવા જેવું કાંઇ હતું તો તે પણ અમે લૂંટી લીધું. આ લૂંટમાં અમે ખૂબ જ સફળ રહ્યા. અમને ખૂબ જ માલ મળ્યો. એક વરસની લૂંટમાં જે ન મળે તે અમને એક જ લૂંટમાં મળી ગયો. અમે ખૂબ જ આનંદમાં આવી ગયા. પણ અમારો આ આનંદ ક્ષણજીવી નીકળ્યો. ભઠ્ઠિલપુરના રાજાને આ સમાચાર મળતાં જ તે અમારા પર ગુસ્સે ભરાયો. અમને શિક્ષા કરવા અમારા પર મોટું લશ્કર મોકલ્યું. અમારી છાવણીની ચારે બાજુ ઘેરો ઘાલ્યો. અમે સપડાઇ ગયા. અમે છૂટવા કોશિશ કરવા લાગ્યા. પણ આ શું ? અચાનક જ અમારી છાવણીમાં ભયંકર આગ લાગી. જોત જોતામાં અમે આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયા. આગથી અમે ભડ... ભડ... બળવા માંડ્યા. ભયંકર વેદનાના કારણે અમે ચીસાચીસ કરી મૂકી. પણ કોણ સાંભળે? પછી તો અમારામાં ચીસો પાડવાની પણ શક્તિ ના રહી. આગથી ભયંકર રીતે બળેલા અમે બધા જ મરી પરવાર્યા... સીધા જ નરક ભેગા થઇ ગયા. અમારા જેવા પાપીઓની બીજી કઈ ગતિ હોય ? નરકની ભયંકર યાતનાઓનું તો શું વર્ણન કરીએ ? શબ્દોમાં કહી શકાય નહિ તેવી ભયંકર વેદના અમે સહી. બીજાને આપેલી પીડાનું ફળ કેવું ભયંકર હોય છે તે અમને અનુભવવા મળ્યું. એ પીડા... એ દુર્ગંધ... એ અંધારું... એ ભૂખ... એ તરસ... એ ત્રાસ... ખરેખર અસહ્ય હતા. આજે પણ એ યાદ કરતાં અમને તમ્મર આવી જાય છે. સેંકડો વર્ષો સુધી અમે વેદના સહી. સહી નહિ પણ ‘સહવી પડી’ એમ કહેવું વધુ ઉચિત ગણાશે. નરકનું જીવન એવું હોય છે કે ત્યાં કોઇ મરવા ઇચ્છે તો પણ મરી શકે નહિ. કોઇ આપઘાત કરી શકે નહિ, આયુષ્ય પૂરું થાય ત્યારે જ નરકમાંથી છૂટી શકે. તમારી દુનિયામાં જન્મ આનંદરૂપ ગણાય અને મૃત્યુ શોકરૂપ ગણાય, પણ અમારી નરકની દુનિયામાં ઊલટું હતું. અહીં જન્મ શોકરૂપ અને મૃત્યુ આનંદરૂપ ગણાય. ઘણા કાળ પછી અમારા માટે આનંદનો દિવસ આવ્યો. અમે મૃત્યુ પામી નરકમાંથી બહાર નીકળી કોઇ મોટા સમુદ્રમાં માછલાં થયા. હા... અમે સાઠેય હજાર સાથે હતા. પાપ કરવામાં સાથે હોઇએ તો ભોગવવામાં પણ સાથે જ રહેવું પડે ને ? માછલાં તરીકેના જીવનમાં પણ કોઇ માછીમારની જાળમાં અમે આત્મ કથાઓ . ૦ ૧૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ બધા જ એકીસાથે ફસાયા અને તરફડી-તરફડી મરણ પામ્યા. ત્યાર પછી તો અમે સંસારમાં કેટલુંય ભટક્યા. અમને પોતાને પણ યાદ નથી કે કેટલું ભટક્યા ? ટીચાતા-કૂટાતા, કર્મોની લાતો ખાતા અમે એક વખતે ભીલો બન્યા. હા... અમે સાઠેય હજાર સાથે જ હતા. જો કે ભીલના ભાવમાં તો સારા કાર્યની આશા જ ન રાખી શકાય, પણ અમારી ભવિતવ્યતા જોર કરતી હશે તેથી અમને એક મુનિ મળી ગયા. એમનો ઉપદેશ અમને ગમી ગયો. અમારી પલ્લીમાં જ તેઓશ્રી ચોમાસું રહેલા હતા. અમે તેમનો ઉપદેશ સાંભળવા દરરોજ જવા લાગ્યા. ધીરે-ધીરે અમારામાં પલટો આવવા લાગ્યો. અમે આમ તો માંસાહારી, શિકારી અને બધી વાતે પૂરા હતા. પરંતુ મુનિરાજના ઉપદેશથી અમે સાતેય વ્યસનોનો ત્યાગ કર્યો. પછી તો કંદમૂળ અને રાત્રિભોજન સુદ્ધાંનો પણ અમે ત્યાગ કર્યો. છેલ્લે છેલ્લે તો અમે અનશન લઇ લીધું. હા... હવે અમે સાચા અર્થમાં ધર્મી બની ગયા હતા... પણ તીર્થની આશાતના કરવાનું સંઘને લૂંટવાનું પેલું કર્મ હજુ ગયું હતું. અમે બધા અનશનમાં ધ્યાનસ્થ બેઠા હતા ત્યાં જ અચાનક અમારા પર વીજળી ત્રાટકી પડી. અમે એકીસાથે ભસ્મીભૂત બનીને મૃત્યુ પામ્યા. અંતિમ સમયે શુભ લેશ્યા હોવાથી અમે સદ્ગતિ પામ્યા. સગર ચક્રવર્તીનું નામ તમે સાંભળ્યું હશે ? તેઓ બીજા ભગવાન શ્રી અજિતનાથના પિતરાઇ ભાઇ થાય. અમે સૌ સગર ચક્રવર્તીના પુત્રો બન્યા. હવે અમારું ઉત્થાન શરૂ થયું હતું. ગયા ભવમાં કરેલા ધર્મના પ્રભાવથી અમને અહીં અપાર સમૃદ્ધિ મળી. ચક્રવર્તીના પુત્રો હોઇએ પછી અમારા વૈભવમાં ખામી શી હોય ? પણ અમે વૈભવમાં આસક્ત ન બન્યા. અજિતનાથ ભગવાનના ઉપદેશથી અમારા કુટુંબમાં સૌ ધર્મી બનેલા હતા. અમને જન્મથી જ ઉચ્ચ ગુણવત્તાવાળું કુટુંબ મળ્યું હતું. અમારા મોટાભાઇનું નામ હતું - જલ્. એક વખતે તેને પ્રસન્ન થયેલા પિતાએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે દંડ વગેરે રત્નો લઇને પૃથ્વી પર પરિભ્રમણ કરવાની રજા માંગી. ખુશ થયેલા પિતાએ દંડરન વગેરે આપ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા. જ્યાં જ્યાં તીર્થસ્થાનો આત્મ કથાઓ • ૧૬૬ હતા ત્યાં ત્યાં અમે જઇ પહોંચ્યા. નવા-નવા મંદિરોના દર્શન કરતાં અપાર આનંદ આવ્યો. એક વખતે અમે અષ્ટાપદ તીર્થે જઈ પહોંચ્યા. ત્યાં ભરત ચક્રવર્તીના બનાવેલા મંદિરો જોઇ અમારા મનનો મોરલો નાચી ઊઠ્યો : વાહ ! કેવા સુંદર મંદિરો ! સોનાના મંદિરો ને રત્નની પ્રતિમા ! એ પણ પ્રભુના વર્ણ અને માન પ્રમાણેની ! અમે ખૂબ જ ભાવથી દર્શન કરીને પાછા વળી રહ્યા હતા ત્યારે અમને વિચાર આવ્યો : આ મંદિરો તો સુંદર છે, પણ ભાવિકાળ ખૂબ જ ખતરનાક આવશે. અહીં સોનાના મંદિરો ને રત્નોની પ્રતિમા છે એવો ખ્યાલ જો ભવિષ્યકાળમાં કોઇ રાજાને આવી ગયો તો અહીં પણ લૂંટ ચલાવશે અને તીર્થ નષ્ટ કરશે. આપણા વડવાઓએ આવાં સુંદર મંદિરો બનાવ્યાં છે તો તેની રક્ષા કરવાની આપણી ફરજ છે. તો તીર્થની રક્ષા માટે શું કરવું ? અમે સૌ વિચારમાં પડ્યા. અમારો મોટો ભાઇ જહુ બોલ્યો : “આપણે અષ્ટાપદની આસપાસ ઊંડી ખાઇ ખોદી નાખીએ તો કોઇ આવી શકે નહિ.” ‘તમારી વાત ખરી, પણ ખાઇ ખોદવી શી રીતે ?” અમે પૂછ્યું. | ‘અરે... એમાં ક્યાં મોટી વાત છે ? આપણી પાસે દંડરત્ન છે ને? તેની મદદથી થોડીવારમાં ખોદાઇ જશે.' અમને બધાને જહુની આ વાત ગમી. અમે ખાઇ ખોદવા મંડી પડ્યા. દંડન જેવું એક હજાર દેવોથી અધિષ્ઠિત સાધન હતું ને અમારો ઉત્સાહ હતો. પછી જોઇએ શું? અમે તો જોત-જોતામાં ખૂબ જ ઊંડું ખોદી નાખ્યું. એક હજાર યોજન ઊંડી ખાઇ કરી નાખી. પણ ‘ત્તિ સર્વત્ર વર્જયેત્ આ સૂત્ર અમે ભૂલી ગયા. અતિ ખોદવાનું પરિણામ સારું ન આવ્યું. અમે એટલું બધું ઊંડું ખોદી નાખ્યું કે નીચે રહેલા નાગદેવો (ભવનપતિ દેવો)ના ભવનો પણ થોડાકે ખોદાઇ ગયા. આથી તેઓનો અધિપતિ જવલનપ્રભ દેવ ક્રોધથી ધમધમતો અમારી પાસે આવ્યો અને બોલવા લાગ્યો : અરે... તમે આ શું માંડ્યું છે ? પૃથ્વીકાયનો આટલો ભયંકર આરંભ ? શા માટે આ બધું કરો છો ? અમારા ભવનો તૂટી પડ્યા ત્યાં સુધી ખોદાય ?' અમે કહ્યું : અમારો ઉદ્દેશ તમારાં રહેઠાણો તોડવાનો નથી, પણ તીર્થરક્ષાનો છે. ભવિષ્યના લોકો આ તીર્થનો નાશ આત્મ કથાઓ • ૧૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ન કરે માટે અમે ખાઇ ખોદી છે.' અમારા જવાબથી જ્વલનપ્રભ દેવ કાંઇક શાંત થયો ને બોલ્યો ઃ સારું ત્યારે. તમે અજિતનાથના ભત્રીજા છો ને સગરચક્રીના પુત્રો છો. એટલે હું કાંઇ કરતો નથી, પણ બીજીવાર ખ્યાલ રાખજો.’ જ્વલનપ્રભ જતો રહ્યો. જન્નુને ફરી વિચાર આવ્યો : આ ખાઇ તો કાળે કરીને પૂરાઇ જશે ને આપણી યોજના નિષ્ફળ જશે. માટે આપણે આ ખાઇને ગંગા નદીથી ભરી દઇએ તો ? જન્નુનો આ વિચાર અમને પણ ગમી ગયો. અમે ઠંડરત્નથી ખોદીને ગંગા નદીનો પ્રવાહ અહીં સુધી લઇ આવ્યા અને પાણીનો પ્રવાહ પૂરજોશથી ખાઇમાં પડવા લાગ્યો. પણ જ્વલનપ્રભના ભવનોમાં ફરી ઉપદ્રવ થયો. એના ભવનોમાં પાણી ભરાવા લાગ્યું. હવે તે ક્રોધથી આંધળો ભીંત બન્યો. તે ક્રોધથી ધૂંઆપૂંઆ થતો આવ્યો અને બોલ્યો ઃ બેવકૂફો ! તમને ના પાડી હતી કે હવે કાંઇ કરશો નહિ... છતાં તમે તમારું ડહાપણ ડોળ્યું ? હવે બીજીવાર તમને માફી નહિ મળે. અમે કાંઇ જવાબ આપીએ તે પહેલાં તો જ્વલનપ્રભની આંખમાથી ભયંકર આગની જ્વાળા નીકળી. અમે સાઠેય હજાર એકીસાથે ભસ્મીભૂત બની ગયા. જ્વલનપ્રભ બિચારો શું કરે ? એ તો માત્ર નિમિત્ત હતો. ખરેખર તો અમારા કર્મે જ અમને બાળ્યા હતા. સંઘને લૂંટવાનું બંધાયેલુ કર્મ હજુ પણ સંપૂર્ણ નષ્ટ ન્હોતું થયું એનું જ આ ફળ હતું. અમારી સાથે આવેલા સૈનિકો તો જોતા જ રહી ગયા : અરર આ શું થયું ? આપણી નજર સમક્ષ જ આપણા માલિક ભસ્મીભૂત બની ગયા? હવે ચક્રવર્તીને મોં શી રીતે બતાવશું ? કોઇ અયોધ્યામાં પગ મૂકવા તૈયાર નથી. ત્યારે એક બ્રાહ્મણે આવીને કહ્યું : ચિંતા નહિ કરતા. તમારું કામ હું સંભાળીશ. એ કોઇનું બિનવારસી મડદું લઇને રાજાના મહેલ પાસે જઇ રડવા લાગ્યો. સગર મહારાજાએ કારણ પૂછતાં તેણે કહ્યું ઃ મહારાજા! મારો એકનો એક પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. તમે એને જિવાડી આપો. નહિ તો હું જીવી નહિ શકું. દયાળુ મહારાજાએ તરત જ ગારુડિકો બોલાવ્યા. તેઓએ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ! મૂર્છિત થયેલાને જાગૃત કરી શકાય પણ મરેલાને ક્યાંથી જિવાડી શકાય ? છતાં આત્મ કથાઓ - ૧૬૮ બ્રાહ્મણને દુઃખ ન થાય માટે કહ્યું : ભૂદેવ ! તમે જેના ઘેર કોઇનું મૃત્યુ ન થયું હોય તેવા ઘરથી રાખ લઇ આવો તો અમે તમારા પુત્રને જિવાડી દઇએ. પણ એવી રાખ મળે ક્યાંથી ? બધાના કુટુંબમાં કોઇને કોઇ તો મરેલું હોય જ ને ? ખુદ મહારાજાએ પણ કહ્યું : હે બ્રાહ્મણ ! મારા કુટુંબમાં પણ ઘણા-ઘણા મોટા-મોટા માણસો થયા છે. ભગવાન શ્રી આદિનાથ, ભરત ચક્રવર્તી, બાહુબલી, સૂર્યયશ, સોમયશ, દંડવીર્ય વગેરે મોટા મોટા પણ ગુજરી ગયા છે. કોઇ મોક્ષમાં ગયા તો કોઇ સ્વર્ગમાં પણ અહીં કોઇ કાયમ રહી શક્યું નથી તો તારો પુત્ર ક્યાંથી રહી શકે ? પણ બ્રાહ્મણે પોતાની લપ છોડી નહિ. એ બોલ્યો : મહારાજા ! ગમે તેમ કરીને મારા પુત્રને જિવાડો. એકનો એક એ પુત્ર તો મારા હૃદયનો ટુકડો હતો. મારું સર્વસ્વ હતું. મારા પ્રાણનો આધાર હતો. મારી આંખની કીકી હતો. અરે... મારા જીવનનું પણ જીવન હતો. તમે તો સમર્થ છો. મારું આટલું કામ કરી આપો.’ સગર મહારાજાએ કહ્યું : ‘હું તો શું ઇન્દ્ર પણ મરેલાને જીવાડી શકે નહિ. માટે હવે તમે કુદરતના સહજ ક્રમને સ્વીકારો ને વૈરાગ્યભાવનો આશ્રય લો.' ‘એમ ? તમારા જીવનમાં આવું કાંઇ થાય તો તમે પણ વૈરાગ્યભાવનો આશ્રય લેશો ? બ્રાહ્મણે બાજી પલટાવી. ‘હાસ્તો વળી.’ મહારાજાએ સહજ રીતે કહ્યું. ‘તો સાંભળો. તમારા સાઠેય હજાર પુત્રો મૃત્યુ પામ્યા છે.' ‘હે... શું વાત કરો છો ?’ મહારાજા તરત જ મૂચ્છિત થઇને ધરતી પર ઢળી પડ્યા. પછી જાગૃત થઇ ભયંકર વિલાપ કરવા લાગ્યા. આખરે એ વિલાપ વૈરાગ્યમાં પલટાયો : અરેરે... હું તો મનોરથો કરતો હતો કે મારા પુત્રો પૃથ્વીના શણગાર બનશે. ચારેબાજુ મારા નામને અજવાળશે. પણ... બધા એકી સાથે ચાલ્યા ગયા. હું અજિતનાથ ભગવાનની દેશના સાંભળવા છતાં... સંસાર અસાર છે... એમ જાણવા છતાં કેટલો મૂઢ રહ્યો ? વ્યર્થ મનોરથોના મીનારા ચણતો રહ્યો. હવે હું એવો મુક્તિનો મીનારો ચણું કે જે કદી પણ કાળના ઝપાટામાં તૂટે નહિ. આત્મ કથાઓ • ૧૬૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ - (૪) હું ડામર્શક અમારા મૃત્યુથી વૈરાગ્યવાસિત બનેલા અમારા પિતાએ રાજયગાદી પર અમારા મોટાભાઇ જહુના પુત્ર ભગીરથને બેસાડી પોતે અજિતનાથ ભગવાન પાસે દીક્ષિત બન્યા. ઘોર સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. અમારા મોટા ભાઇ જહુના નામ પરથી ગંગા જાહ્નવી તરીકે પણ ઓળખાય છે ને તેના પુત્ર ભગીરથના નામ પરથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે. હવે તમે જાણવા ઇચ્છતા હશો કે અમારું શું થયું ? ના... મરીને અમે દુર્ગતિમાં ન ગયા, પણ સ્વર્ગમાં ગયા. કારણ કે અમારો ઉદ્દેશ તીર્થની રક્ષાનો હતો. ફળ હંમેશાં ઉદ્દેશ પ્રમાણે મળે. હા... અમે તીર્થની આશાતનાનું ઘોર ફળ પણ ચાખી લીધું હતું અને હવે તીર્થરક્ષાના કેવા રૂડાં ફળ હોય છે એ પણ ચાખવા મળ્યા. અમારા જીવન પરથી તમને જાણવા મળ્યું ને કે તીર્થની આશાતના અને તીર્થની ભક્તિના કેવા ખરાબસારા ફળો મળતા હોય છે ? તો હવે તમે કદી તીર્થની આશાતના કરતા નહિ. નહિ કરોને ? નાનપણથી જ મારા ઉપર દુઃખના પહાડો તૂટી પડ્યા હતા... પણ તે છતાં મારે એટલું તો કહેવું જ પડશે કે દુઃખના એ પહાડો મારી પાસે આવતાં-આવતાં તો કાંકરા બની ગયા. અરે... રૂની પૂણી બની ગયા. કોઇને પણ આશ્ચર્ય થાય - એવું મારું જીવન છે. મારી જન્મભૂમિ રાજગૃહી, મારા પિતા સમૃદ્ધ શેઠ, પણ મને એમના નામની ખબર જ નથી. કારણ કે હું ૭-૮ વર્ષનો હતો ત્યારે જ મારું સંપૂર્ણ કુટુંબ મહામારીથી મરી પરવાયું હતું. ભયનો માર્યો હું ઘર છોડીને ભાગી ગયો હતો. ઘર છોડી દીધું એ કદાચ સારું જ કર્યું, નહિ તો હું પણ રોગનો ભોગ બની જાત. સાગર શેઠને ઘેર હું ઘર-કામ કરવા લાગ્યો. આમ તો શેઠ ભલા હતા, પણ એક દિવસ શેઠજીની આંખ કરડાકી-ભરી થઇ ગઇ. તે દિવસે બે જૈન મુનિઓ ભિક્ષા માટે આવેલા. અંદરો-અંદર મારા વિષે કશું વાત કરતા હોય અને શેઠજીએ સાંભળી લીધી હોય - એવું બની શકે. ત્યાર પછી શેઠજી મારા પર નારાજ રહેતા હતા. ત્રણ-ચાર દિવસ પછી હું ઘરથી બહાર જઇ રહ્યો હતો ત્યાં જ સામે ભયંકર આકૃતિવાળો ચંડાળ મળ્યો. ધગધગતા અંગારા જેવી તેની આંખો જોઇ હું તો ધ્રૂજવા લાગ્યો. એણે મારો હાથ પકડીને હાકોટો કર્યો : અય છોકરડા ! ચાલ મારી સાથે. ક્યાં ? બડબડ ના કર. મારી સાથે ચાલ્યો આવ.. નહિ તો આ તલવાર જોઇ છે? એમ બોલતાં જ એક લાફો ચોડી દીધો. હું દડ... દડ... રડી પડ્યો. પણ મારી આંખોના આંસુ લુછનાર કોઇ હોતું. મને એ સ્મશાનભૂમિએ લઇ ગયો. હાથમાં ખુલ્લી તલવાર લઇ એ બોલી ઊઠ્યો : છોકરા ! આત્મ કથાઓ • ૧૭૧ આત્મ કથાઓ • ૧૭૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભગવાનનું નામ યાદ કરી લે. હવે તારો અંતકાળ આવી પહોંચ્યો છે. આ તલવાર હવે તારું ડોકું ઉડાવી દેશે. હું ફરી રડી પડ્યો. ને... ચંડાળની આકૃતિ બદલાઇ ગઇ. એનો બિહામણો ચહેરો સોહામણો બની રહ્યો હોય તેવું લાગ્યું. મારી બાળ-સહજ નિર્દોષતા જોઈ એના હૃદયમાં દયાનું ઝરણું ફૂટ્યું હોય - તેમ લાગ્યું. કંઇક સૌમ્યતાથી તે બોલ્યો : ટેણીયા ! આજે તો હું તારું માથું નથી કાપતો, માત્ર હાથની ટચલી આંગળી જ કાપું છું. પરંતુ ફરી આ નગરમાં તું આવ્યો તો માથું જ કપાઇ જશે. સમજ્યો ? ને... એણે તલવારથી મારી ટચલી આંગળી કાપી નાખી. હું લોહીનીંગળતા હાથે ધૂમ દબાવીને ભાગ્યો. હું ત્યારે તો કાંઇ સમજી ન શક્યો, પણ મોટો થયા પછી હું સમજ્યો કે શેઠજી મને મારી નંખાવવા માંગતા હતા. જૈન સાધુઓની વાત છૂપી રીતે સાંભળતાં એમને ખબર પડી ગયેલી કે હું ઘરનો માલિક થવાનો છું. નોકર માલિક બની જાય - એ કાંઇ ચાલે ? આવા કોઇ ખ્યાલ શેઠે મને મારવા આ ચંડાળને તૈયાર કર્યો હતો. એ તો સારું થયું કે ચંડાળે દયાળુ બની મને જીવતો છોડી મૂક્યો, નહિ તો મારું માથું ત્યારે જ વઢાઇ જાત. હું ત્યાંથી થોડે દૂર કોઇ ગોકુળમાં જઈ ચડ્યો. ત્યાં મને ગાયોની રખેવાળીનું કામ પણ મળી ગયું. યોગ્યતા હોય તો કામ સામેથી આવી મળે છે. આજે તમારામાંના ઘણા લોકો બેકારી હટાવો... બેકારી હટાવો... ની બૂમો મારી રહ્યા છે, પણ કોઇ પોતાની યોગ્યતા પર વિચારતું નથી. બેકારી વખતે કામ-કામની બૂમો મારનારા એ જ માણસો કામ મળતાં કામચોર બની જાય છે ! ખરી વાત છે : યોગ્યતાની ! માણસ લાયક બને એટલે કામ પોતાની મેળે આવી મળે. વિશ્વમાં ઢગલાબંધ કામો મોં ફાડીને ઊભા છે, યોગ્ય પુરુષની વાટ જોઇ રહ્યા છે. બેકારી દૂર કરવાની વાત કરનારો યુવક જો યોગ્યતા મેળવવાની દિશામાં વિચારે તો ઘણું કામ સ્વયમેવ આત્મ કથાઓ • ૧૭૨ સરળ બની જાય. કામ મળી ગયા પછી હું કદી કામચોર બન્યો નહિ. મને મારું કામ ખૂબ ગમતું. ગાયોને હું ખૂબ પ્રેમ કરતો. હું પ્રત્યેક કામ દિલથી કરતો. - આમ કરતાં-કરતાં દસેક વર્ષના વહાણા વાઇ ગયા. હવે હું અઢાર વર્ષનો જુવાન બની ગયો હતો. નાનપણની વાત લગભગ વીસારે પડી ગઇ હતી. એક દિવસે અચાનક જ ઓલા સાગર શેઠ ગોકુળમાં આવી ચડ્યા. મને જોતાં જ ચમકી ઊઠ્યા. તેમણે મને પૂછ્યું : તારું નામ દામશકે ? મેં કહ્યું : હાજી. તું સાગર શેઠને ત્યાં કામ કરતો હતો ? હાજી. શેઠજી ફરી વિચારના ચગડોળે ચડી ગયા. ફરી-ફરી મારી કપાયેલી આંગળી તરફ જોવા લાગ્યા. તેમનું મન જાણે બોલી રહ્યું હતું : હં.. આ તો એ જ બિરાદર... એકાદ કલાક પછી શેઠ ફરી મારી પાસે આવ્યા અને કહ્યું : અલ્યા દામન્નક ! તું એક કામ કરીશ ? જરૂર શેઠજી ! આપનું કામ નહિ કરું તો કોનું કરીશ ? મને ત્યારે વિચાર સુદ્ધા હોતો આવ્યો કે આ શેઠજી મને જ મારવાની પેરવીમાં છે. દસ વર્ષ પહેલા નિષ્ફળ ગયેલી યોજનાને ફરી સફળ બનાવવાની વેતરણમાં છે. હું તો શેઠ પ્રત્યે એટલો જ પૂજ્ય ભાવ ધરાવતો હતો. આપણે કોઇનું ભૂંડું ન કરીએ તો આપણું ભૂંડું કોણ કરી શકવાનું છે? બીજો માણસ આપણું ભૂંડું કરવા આકાશ-પાતાળ એક કરી નાખે... પણ એ નહિ કરી શકે.... કારણ કે આપણે ભલા હતા, પુણ્ય આપણા પક્ષમાં હતું. ભૂંડું કરનાર બીજાનું નહિ, પણ પોતાનું જ ભૂંડું કરી રહ્યો છે. આ સત્ય સિદ્ધાંતની પ્રતીતિ તમને મારા જીવનમાંથી ડગલે-પગલે મળ્યા કરશે. આત્મ કથાઓ • ૧૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ શેઠજીએ ત્યારે મને એક બંધ કવર આપ્યું અને કહ્યું કે શહેરમાં જલદી જઇ મારા પુત્રને આ કવર આપી દેજે. ભલે શેઠજી ! કહીને હું ઊપડ્યો... રાજગૃહી તરફ. જલદી-જલદી ચાલતો હોવાથી હું શહેર આવતાં-આવતાં તો થાકી-પાકીને લોથ થઇ ગયો. ક્યાંક આરામ કરવાની ઇચ્છા થઇ આવી. શહેર બહાર બગીચો હતો. ત્યાં આરામ કરવા હું ગયો. બગીચાની વચ્ચે કામદેવનું મંદિર હતું. એના ઓટલા પર મેં લંબાવી દીધું. ઊંઘ ક્યારે આવી ગઇ તેની ખબરેય ન પડી. થાકેલા માણસને ઊંઘ શોધવી પડતી નથી, ઊંઘ એને શોધતી આવે છે. આજે તમારે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. કારણ કે તમે પરિશ્રમનો મહિમા જ ભૂલી ગયા છો. આળસને તમે આરામ સમજી બેઠા છો. હું જાગ્યો ત્યારે ઠીક... ઠીક... સમય વીતી ગયો હતો. જલદીજલદી જઇ મેં સાગર શેઠના પુત્રને કવર આપ્યું. પણ... આ શું ? એણે તો કવર વાંચીને તરત જ મને નવા વસ્ત્રો પહેરાવી ગોર મહારાજને બોલાવીને પોતાની બેન વિષાના મારી સાથે લગ્ન જ કરાવી દીધા. આ લગ્નનું રહસ્ય તો મને ઘણા ટાઇમ પછી વિષા દ્વારા જાણવા મળ્યું. વિષાએ મને એક દિવસે કહેલું કે તમે જ્યારે મંદિરના ઓટલે સૂતા હતા ત્યારે હું કામદેવના દર્શનાર્થે આવેલી. તમારી સોહામણી આકૃતિ અને મજબૂત બાંધો જોઇને જ હું પ્રથમ ક્ષણે જ તમારા પર મોહી પડેલી. તમારા ખીસામાંના કવરનો અર્ધો ભાગ બહાર દેખાતો હતો. તેમાં પિતાજીના હસ્તાક્ષરો જોઇ મને કુતુહલ થયું. જરા જોઇ તો લઉં ! શું લખ્યું છે અંદર ? કવર ખોલીને ચિઠ્ઠી વાંચીને હું તો ક્તિ જ થઇ ગઇ. અંદર લખ્યું હતું ઃ ચિરંજીવી સમુદ્રને જણાવવાનું કે આવનાર ભાઇને તરત જ વિષ આપી દેજે. આમાં જરાય સંદેહ કે વિલંબ કરીશ નહિ. આવા સુંદર યુવાનને વિષ આપી દેવાનું ? મારી નાખવાનો ? નહિ... નહિ... આ વિષને નહિ પણ વિષાને લાયક છે. મારું અંતઃકરણ આત્મ કથાઓ • ૧૭૪ આપને જોઇને બોલી ઊઠ્યું. હું આપના પર મોહી પડી હતી. આપને વરવાનો સંકલ્પ લઇ બેઠી હતી. મેં ગમે તે ભોગે આપને બચાવવાનો નિર્ણય કરી લીધો. સ્ત્રીસહજ બુદ્ધિથી મેં તરત જ મારી આંખોમાના કાજળને આંગળીના નખમાં લઇ વિષની આગળ એક માત્રા લગાડી દીધી. વિષનું વિષા થઇ ગયું. પછી તો આપ જાણો જ છો કે શું થયું ? એક માત્રાએ મારો અને આપનો આખો જીવન-નકશો જ બદલાવી દીધો... ખરૂંને ? - એમ કહીને એ મને ભેટી પડી. હવે હું સાગર શેઠનો જમાઇ થઇ ગયો હતો. અચાનક વરસી પડેલી ભાગ્ય લીલા હું સસ્મિત આંખે જોઇ રહ્યો હતો. પણ... ગોકુળથી પાછા ફરેલા મારા સસરા સાગરે જ્યારે આ બધું ઊંધું વેતરાઇ ગયું છે, એવું જાણ્યું ત્યારે સ્તબ્ધ બની ગયા. અરેરે... આ શું થઇ ગયું ? કંસારની થૂલી થઇ ગઇ ! ગણપતિ દોરવા જતાં વાંદરો દોરાઇ ગયો ! કંકુ બનાવવા જતાં કીચડ થઇ ગયો ! આ નોકર દામજ્ઞક જમાઇ બની ગયો. હું જે જે કરું તે ઊંધું કેમ પડે છે ? શું આખરે દામજ્ઞક જ માલિક બનશે ? શું પેલા મુનિઓની આગાહી ખરી પડશે ? ના... ના... એમ હુંયે કાંઇ કાચો નથી. એમ આગાહી ખરી પડવા નહિ દઉં ! પ્રયત્નથી ગમે તેમ કરીને એનો કાંટો કાઢીશ. પ્રારબ્ધ સામે આખરે પુરુષાર્થ જીતે જ છે. લાવ... હજુ એક દાવ લગાવી દઉં. આ વખતે તો એવું કરું... એવું કરું કે દામન્નક કોઇ પણ હિસાબે જીવતો જ ન બચે ! ઓલા ચંડાળે તે વખતે મને ઉલ્લુ બનાવેલો. આ વખતે જો એણે કામ ન કર્યું તો હુંયે કાંઇ કાચો નથી. શેઠે તો પેલા ચંડાળને બોલાવીને બરાબર પાઠ ભણાવી દીધો. અમુક રાતે... અમુક સમયે અમુકને ઉપર પહોંચાડવાનો છે. જો, પહેલાં જેવું તે કર્યું તો તારી ખેર નથી. ને... આ વખતે ચંડાળ પણ બરાબર તૈયાર થઇ ગયો. આખરે ચંડાળ ખરોને ? ચંડ - ઉગ્ર - કાર્યો કરવા સદા તત્પર રહે તેનું નામ ચંડાળ ! પણ... ચંડાળ કરતાંય ખતરનાક બન્યા હતા મારા સસરા ! ચંડાળ તો બિચારો લાચાર છે. આવા કાર્યો આત્મ કથાઓ - ૧૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ તેને જન્મથી કરવા પડે છે... કોઇ ચંડાળ પોતાની પુત્રીને પોતાના હાથે વિધવા ન બનાવે, પણ આ શેઠ તો પોતાની જ પુત્રીને વિધવા બનાવવા પૈતરા રચી રહ્યા હતા. ખરો ચંડાળ કોણ ? જો કે... મને આ પેતરાની કોઇ જ ખબર નહોતી... હું તો મારી મસ્તીમાં મસ્ત હતો. આ તો બધું બહુ પાછળથી જાણ્યું. અમ દંપતી જ્યારે સસરા પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે મીઠું-મીઠું હસીને આશીર્વાદ આપ્યા. પણ... આ મીઠું હાસ્ય લુચ્ચા રાજકારણીનું છે - એમ મારા જેવા ભલાભોળા કિશોરને ક્યાંથી સમજાય ? પછી એમણે કહ્યું : આપણે ત્યાં એવી કુલ - પરંપરા છે કે લગ્ન પછી માતૃકાદેવીના મંદિરે દર્શનાર્થે જવું. તમે એ વિધિ કરી કે નહિ? ન કરી હોય તો આજે રાત્રે મંદિરે દર્શન કરી આવજો. મેં હા પાડી દીધી. હું વિશ્વસ્ત હતો, પણ મારી પત્ની વિષા પિતાની દાનત તરફ થોડી શંકિત હતી... છતાં હવે તો જમાઇને કાંઇ નહિ કરે - એમ આશ્વસ્ત પણ હતી. રાત પડતાં જ હું તો ચાલ્યો મંદિર તરફ. રસ્તામાં મારો સાળો સમુદ્ર સામે મલ્યો. ક્યાં ઊપડ્યા... બનેવીજી ? એણે પૂછ્યું. કુળ પરંપરાનું પાલન કરવા. કઇ કુળ - પરંપરા ? લગ્ન પછી માતૃકાદેવીના મંદિરે જવાની. તે... ઘોર રાતે ? બનેવીજી ! આવી રાતે આપનાથી ના જવાય. કુળ-પરંપરા હું સાચવી લઇશ. તમ-તમારે ઘેર પાછા ફરો. હું મંદિર જાઉં છું. પિતાજીને જણાવી દેજો. સાળાની વાત માની હું તો પાછો ફર્યો. મારા વતી સાળો મંદિરે ગયો. હવે ત્યાં શું બન્યું હશે? - એની તમે કલ્પના કરી શકો છો. મંદિરમાં છૂપાઇ રહેલા ચંડાળે દેવી સામે ઝૂકેલા સમુદ્રનું માથું વધેરી નાખ્યું. આ સમાચાર મારા સસરા સાગરને મળ્યા હશે - ત્યારે શું થયું હશે ? તમે કલ્પના કરી જુઓ. તમારી કલ્પનામાં તમને રડતા, ચીસો પાડતા, માથું કૂટતા, કલ્પાંત કરતા સાગર શેઠ દેખાશે. અરેરે.. આ તો મારા પ્રયત્નથી દામન્નક મારા જ ઘરનો માલિક બની ગયો. એના કરતાં મેં કાંઇ જ ન કર્યું હોત તો કેટલું સારું? હાય ! હાય ! શું થઇ ગયું ? - એમ કરુણ વિલાપ કરતા શેઠજી તમને દેખાશે. કલ્પનાને હજુ વધુ લંબાવો. તો તમને શેઠજીની સ્મશાનયાત્રા દેખાશે... આઘાતથી હૃદય ફૂટી જતાં મૃત્યુ પામેલા શેઠજી દેખાશે. હા... તમારી કલ્પના તદ્દન ખરી છે. શેઠજીને એટલો આઘાત લાગ્યો કે તેઓ મૃત્યુ પામ્યા અને રાજાના પુરુષોએ મને ઘરનો માલિક બનાવી દીધો. આનું નામ પુણ્ય ! આપણું પુણ્ય જોર મારતું હોય તો કોઇ ભલે ને પથ્થર મારે... પથ્થર પણ પગથિયું બની જાય, કોઇ ભલે ને કીચડ ઉછાળે. કીચડ પણ કંકુ બની જાય... કાંટા પણ ફૂલ બની જાય. પણ આ પુણ્ય બંધાય શી રીતે ? ઉત્કૃષ્ટ જીવદયા, ઉત્કૃષ્ટ પરોપકાર યા ઉત્કૃષ્ટ પ્રભુ-ભક્તિથી આવા ઉત્કૃષ્ટ પુણ્યનું સર્જન થતું હોય છે. મને જ્ઞાની ગુરુના મુખે સાંભળવા મળ્યું કે પૂર્વના ભવમાં હું સુનંદ નામનો માછીમાર હતો. એક વખતે જૈન મુનિના પરિચયમાં આવવાથી માછીમારીનો ત્યાગ કર્યો. આથી મારા કુટુંબીઓ મારા પર નારાજ થયા. દુકાળ વખતે મને પરાણે માછીમારી માટે મોકલ્યો. ઇચ્છા જરાય હોતી છતાં મેં પરાણે પાણીમાં જાળ નાખી. જાળમાં ફસાયેલી એક માછલીની પાંખ કપાતાં તેને તરફડતી જોતાં મારું હૃદય દ્રવી ઊડ્યું : અરેરે... નાશવંત દેહને ટકાવવા આવી હિંસા ? મને એક કાંટો વાગે છે ને હું ચીસ પાડી ઊઠું છું... તો પાંખ કપાતાં માછલીને શું થતું હશે ? કોઇને હું જીવન આપી શકતો નથી તો કોઇનું જીવન લેવાનો મારો શો અધિકાર છે ? મારું હૃદય કરુણાથી છલકાવા લાગ્યું. મેં ત્યારે જ જાળને ફેંકી દીધી અને અનશન લઇ લીધું. મરીને આ જન્મમાં હું દામન્નકે બન્યો. માછલીની પાંખ કપાઇ હતી એટલે મારી આત્મ કથાઓ • ૧૭૭ આત્મ કથાઓ • ૧૭૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ || શ્રી એહતે નમઃ || શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ સૂરિગુરુભ્યો નમઃ | આંગળી કપાઇ, પણ પૂર્વજન્મનું દયાજન્ય પુણ્ય આ ભવમાં મને ડગલેપગલે કામ આવ્યું. પચ્ચકખાણ ભાષ્યમાં આજે પણ તમે મને યાદ કરો છો ને? “ઇહ લોએ ધમ્મિલાઇ, દામજ્ઞગમાઇ પર લોએ” દામન્નગ તે હું પોતે - દામક ! લેખક - સંપાદક તરફથી... (‘પરકાય - પ્રવેશની પ્રથમ આવૃત્તિમાંથી) કહેવાય છે કે આદ્ય શંકરાચાર્યે કામશાસ્ત્રમાં મંડનમિશ્રની પત્ની ભામતીને હરાવવા પર કાય પ્રવેશ વિદ્યા દ્વારા કોઇ મૃત રાજાના શરીરમાં પ્રવેશ કરેલો. કામશાસ્ત્રમાં પ્રવીણતા કેળવીને પછી ભામતીને હરાવેલી. પ્રાચીન કાળમાં પરકાયપ્રવેશ વિદ્યા હતી, એવા પ્રમાણો મળે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ યોગશાસ્ત્રના પાંચમા પ્રકાશના અંતે પરકાય પ્રવેશ વિદ્યા અંગે થોડો ઇશારો કર્યો છે. જો કે તેમાં ખતરાનું સિગ્નલ પણ આપ્યું છે. પણ ઊભા રહો... આ પુસ્તકમાં એ પરકાય પ્રવેશ વિદ્યા અંગે કોઇ વાત નથી. અહીં તો લખનારના હૃદયે કોઇનામાં પ્રવેશ કર્યો છે. લખનાર જે પણ પદાર્થમાં કે વ્યક્તિમાં પ્રવેશ કરે છે, એ જીવંત થઇ ઊઠે છે. અહીં આ રીતે ભૂતકાળના પાત્રોને જીવંત કરાયા છે. શાન્તિસૌરભ, પીયૂષ પ્રેરણા, કલ્યાણ, અર્વ સુંદરમ્ ઇત્યાદિ માસિકોમાં પ્રગટ થયેલા આ લેખો વાચકોને ગમશે તેવી આશા છે. આ પુસ્તકના વાંચનના માધ્યમે લોકો પોતાનું પણ આત્મ-નિરીક્ષણ કરે તથા દોષોના નિરાકરણ અને ગુણોના પ્રકટીકરણના માર્ગે આગળ વધે, એ જ શુભ કામના છે. - ગણિ મુક્તિયન્દ્રવિજય - મુનિ મુનિચન્દ્રવિજય પોષ વદ ૧૧, સં. ૨૦૫૫ તા. ૩૧-૧-૧૯૯૯ જૈન ઉપાશ્રય સેકટર ૧૫, નેરુલ, નવી મુંબઈ ઉપધાન - માલારોપણ દિવસ. પરકાય - પ્રવેશ • ૧૭૯ આત્મ કથાઓ • ૧૭૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ (૫) હું ચંદના હું રાજકુમારી ! વસુમતી મારું નામ ! ખૂબ જ લાડકોડથી ઊછરેલી. દુ:ખનું મોઢું પણ કદી જોયું ન્હોતું ! પણ અચાનક જ કાળે કરવટ બદલી. હું દુઃખ - પિશાચના જડબામાં ધકેલાઇ ! અમારા રાજ્ય પર શત્રુ-સેનાએ હુમલો કર્યો. અચાનક જ થયેલા શત્રુઓના ભારે ધસારાથી મારા પિતાજીને એકદમ ધ્રાસકો લાગ્યો. એમનું હૃદય બેસી ગયું અને તરત જ મૃત્યુ પામ્યા. મંત્રીઓએ આવીને અમને કહ્યું : ‘તમે જલદી-જલદી ભાગી છૂટો. શત્રુઓ હમણાં જ કિલ્લો તોડીને નગરમાં આવી પહોંચશે. પછી બચવું મુશ્કેલ બનશે. જીવતા રહેશો તો કદીક રાજ્ય પામશો. માટે પહેલાં જીવ બચાવો. મંત્રીની સલાહથી અમે મા-દીકરી ગુપ્ત માર્ગે ભાગી છૂટવા... ! અમારા થોડાક પુણ્યોદયે અમને એક ઘોડેસવાર મળી ગયો. ઘોડા પર બેસીને અમે બહુ દૂર-દૂર નીકળી ગયા... ઘોર જંગલમાં ! પણ દુર્ભાગ્ય અમારી પાછળ ભટકતું હતું ! ઘોડેસવારને કુમતિ જાગી. તેણે મારી માતાને કહ્યું : ‘તું મારી પત્ની બન. હું તને જીવનભર સાચવીશ.’ મારી મા તો અત્યંત પતિવ્રતા ! આવા શબ્દો સાંભળીને તે સ્તબ્ધ થઇ ગઇ ! તેણીને પોતાનું શીલ જોખમમાં લાગ્યું. આ દુષ્ટ મને ભ્રષ્ટ બનાવે એના પહેલાં જ જીવનનો અંત આણી દઉં. એવો વિચાર કરી જીભ કચરી મારી માતાએ આપઘાત કરી લીધો. માનો મૃતદેહ જોઇ હું રડી ઊઠી ! ઓ નસીબ ! હજુ તારે કેટલા દુઃખો મોકલવા છે ? પિતા ગયા, રાજ્ય ગયું અને માને પણ તે ઝૂંટવી લીધી ? નિરાશાના દરિયામાં ડૂબેલી હું પણ આપઘાત કરવા તૈયાર થઇ. હવે મારે જીવીને કામ પણ શું હતું ? કોના સહારે જીવું ? મારું રક્ષણ ક્યાં ? ઉપરથી આકાશ જતું રહ્યું હતું અને નીચેથી ધરતી ખસી ગઇ હતી. મારે જવું ક્યાં ? હા - પિતા એ જ મારા આકાશ હતા અને મા એ જ મારી ધરતી હતી. હું આપઘાત કરવા તૈયાર થઇ, પણ ઘોડેસવારે મને અટકાવી. મારી માના આપઘાતથી એ આત્મ કથાઓ • ૧૮૦ પણ સ્તબ્ધ બની ગયો હતો. એના દિલમાં માણસાઇના ઝાંખા દીવા ઝબૂક્યા હતા. એ બોલ્યો : બેન ! તું આપઘાત કરીશ નહિ. હું તને કાંઇ નહિ કરું ! તું મારી પુત્રી છે.' ઘોડેસવારના આવા વચનોથી મને જીવવાની કંઇક હિંમત પ્રગટી. પેલો ઘોડેસવાર મને કોઇ નગરમાં લઇ ગયો, જ્યાં સ્ત્રીઓ વેચાતી હતી તે બજારમાં મને વેચાણની વસ્તુ તરીકે ઊભી રાખી. હું રાજકુમારી અત્યારે બજારમાં દાસીની જેમ વેચાઇ રહી હતી ! હાય નસીબ ! તું ક્યાંથી ક્યાં લઈ જાય છે ? તું દાસીને રાજકુમારી બનાવે છે, તો રાજકુમારીને દાસી બનાવે છે. અકળ છે તારી કરામત ! હું મારા નસીબ પર રડી રહી ! આમ તો જો કે કોઇ દુષ્ટ અક્કા મને ખરીદીને વેશ્યા જ બનાવત, પણ મારું ભાવિ ઊજળું હતું. એક શેઠની મારા પર નજર પડી અને મારું ભાગ્ય પલટાઇ ગયું ! શેઠે વિચાર્યું : ‘આ કોઇ ખાનદાન કન્યા લાગે છે. આને કોઇ વેશ્યા બનાવે એના કરતાં હું મારે ઘેર દીકરી તરીકે રાખું તો એકનું જીવન વેડફાઇ જતું બચશે.’ એ શેઠને ત્યાં હું દીકરી તરીકે રહી. શેઠનું નામ હતું ધનાવહ ! બહુ જ ભલા શેઠ ! પણ એમનાં પત્ની ! ભારે દુષ્ટ ! ભારે કર્કશ ! બોલે ત્યારે ડોળા કાઢીને જ બોલે. શેઠ પર શંકાશીલ પણ એટલાં જ ! એ શેઠાણીનું નામ હતું ઃ મૂળા શેઠાણી ! વહેમીલાં એટલાં કે મને પણ શંકાની નજરે જ જુએ ! શેઠને મારા પર અપાર નિર્દોષ - નિર્મળ પ્રેમ ! પણ શેઠાણીને તો એમાં પણ શંકા જાગે. કમળાવાળાને બધું પીળું જ દેખાયને ? એમાંય એક વખતે ભારે થઇ ગઇ. શેઠજી બહારથી આવે ત્યારે હું હંમેશાં પગ ધોવરાવતી. એક વખતે મારો ચોટલો પાણીમાં પડી ગયો. શેઠે લાકડીથી તે ચોટલો મારી પીઠ પર મૂક્યો. આ દૃશ્ય જોઇ રહ્યા હતાં શેઠાણી... બસ થઇ રહ્યું ! શંકાનો કીડો સળવળી ઊઠ્યો : આવો પ્રેમ કોને હોય ? માથાના વાળને કોણ હાથ લગાડે ? પ્રેમી જ ને ? શેઠ ઘરડા થયા છે, પણ મન ઘરડું થયું નથી. વાંદરો ગમે તેટલો ઘરડો પરકાય - પ્રવેશ - ૧૮૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ થાય, પણ એ ગુલાંટ થોડો ભૂલે ? હું ઘરડી થઇ ગઇ છે એટલે એમને ક્યાંથી ગમે? હવે તો લાગે છે કે એ નવયૌવના સાથે લગ્ન કરશે ને મારું કોઈ સ્થાન નહિ રહે. કદાચ મને ઘરમાંથી કાઢી પણ મૂકે. પણ હુંયે ક્યાં કમ છું? હું મૂળા છું ? મારા શત્રુને મૂળમાંથી ઉખેડી નાખનારી હું મૂળા ! આ રાંડને હું મૂળમાંથી ઉખેડું નહિ તો મારું નામ મૂળા નહિ. લાગ આવે એટલી જ વાર છે. મૂળાના હૃદયમાં ઇષ્યની આગ ભડકી ઊઠી. એક વખતે શેઠ બહારગામ ગયા અને મૂળાને મનગમતી તક મળી ગઇ. મૂળાએ તરત જ હજામને બોલાવ્યો. મારું મુંડન કરાવી, મારા હાથેપગે બેડીઓ લગાવી મને એક ઓરડામાં પૂરી દીધી. બહાર તાળું લગાવી બીજે દિવસે શેઠજી આવ્યા. પૂછ્યું : ચંદના ક્યાં છે ? મારું મૂળ નામ તો વસુમતી, પણ શેઠજીએ મારું નામ પાડેલું ચંદના ! હું તેમને ચંદન જેવી શીતળ લાગી એટલે ! શેઠે પૂછ્યું ત્યારે કોઇ કાંઇ બોલ્યું નહિ. કોણ બોલે ? શેઠાણીએ બધાને જાનની ધમકી આપેલી. જાન ખોવા કોણ તૈયાર થાય ? શેઠજી સમજ્યા : ક્યાંક બહાર ગઇ હશે. હમણાં આવશે. પણ તે તો ન આવી. શેઠજીની ચિંતા વધી ગઇ. વારંવાર નોકર વગેરેને પૂછે છે પણ કોઇ કશું બોલતું નથી. આખરે ચોથા દિવસે એક વૃદ્ધ દાસીએ શેઠજીને મારી બધી વાત કહી દીધી. સાથે સાથે એ પણ કહી દીધું કે જુઓ શેઠજી ! શેઠાણીએ મને જાનની ધમકી આપી છે, પણ જાનની પરવા નથી. જીવી-જીવીને આમેય હું કેટલું જીવવાની ? ઘરડી તો થઇ જ ગઇ છું. આજ સુધી આપના પર પૂર્ણ વફાદારીથી વર્તી છું અને છેલ્લે સુધી વર્તવા માંગું છું. વૃદ્ધ દાસીની વાત સાંભળી શેઠ ચોંકી ઊઠ્યા. મૂળા આટલી હરામખોર ! આટલી નપાવટ ! આટલી વહેમીલી ! પણ શેઠજીને વધુ વિચારવાનો સમય હોતો. એ તો તરત જ પહોંચ્યા મારા ઓરડા પાસે. ઓરડો ખોલ્યો. મારા દેદાર જોઇ તેઓ સ્તબ્ધ બની ગયા. ત્રણ-ત્રણ દિવસથી મારા પેટમાં અનાજ-પાણી ગયું હોતું. હું ભૂખી હતી. મારા આત્મ કથાઓ • ૧૮૨ માથે મુંડન અને હાથે-પગે બેડીઓ જોઇ શેઠજી દ્રવી ઊઠ્યા. મને ભૂખી જોઇ ખાવાનું લેવા ઘરમાં ગયા તો ત્યાં કાંઇ નહોતું. એક સૂપડામાં અડદના બાકળા (ઢોર માટેના) પડેલા હતા તે લઇ આવ્યા અને કહેવા લાગ્યા : આ તું ખાઇ લે. હું હમણાં લુહારને બોલાવી લાવું છું. મારી હાલત વિચિત્ર હતી. કર્મસત્તાએ મારી ભયંકર વિડંબના કરી હતી. સુખ અને દુઃખની પૂરી ઘટમાળ મેં નાનકડી જિંદગીમાં જોઇ નાખી હતી. રાજકુમારી હતી ત્યારે સુખી. પિતા-માતાના મૃત્યુથી અને રાજ્યનાશથી ફરી દુ:ખી ! શેઠ પાસે આવી ત્યારે સુખી અને આજે ફરી દુઃખી ! “કભી ધૂપ ! કભી છાયા, ઐસી સંસારકી માયા.' એ ઉક્તિ મારા જીવનમાં અત્યંત ચરિતાર્થ બની હતી. ઠીક, કર્મને ગમ્યું તે ખરું ! મારી દુઃખી અવસ્થાથી હું દુઃખી હોતી ! દુઃખના ઝેરને પચાવવાની મજબૂત જઠરાગ્નિ હું ધરાવતી હતી ! દુઃખથી ડરતી હોત તો ક્યારનીયે મરી ગઈ હોત ! પણ કુદરત મને દુઃખની આગમાં શેકી-શેકીને એકદમ મજબૂત બનાવવા માંગતી હતી. એ મને કોઇ ઉચ્ચ સ્થાનમાં સ્થાપિત કરવા માટે પૂરું ઘડતર કરવા માંગતી હતી. આગમાં પડ્યા વિના માટી કદી ઘડો બની શકતી નથી. આગમાં પડ્યા પહેલાં પણ તેને કુંભારના ટપલાં ખાવા પડે છે. મને કર્મના કુંભારે ટપલાં મારી-મારીને હવે દુઃખની આગમાં નાખી હતી. ઘડો બને ત્યારે મસ્તકે સ્થાન મળે. માટીને મોટપ ક્યારે મળી ? ઘડુલી ક્યારે શિર પર ચડી ? મને કુદરત માટીમાંથી કદાચ ઘડો બનાવવા માંગતી હતી અને સૌના મસ્તકે સ્થાન અપાવવા માંગતી હતી. પણ કુદરતનું આ ગણિત ત્યારે મારા ખ્યાલ બહાર જ હતું. મારી સામે સૂપડામાં અડદના બાકળા પડેલા હતા, પેટમાં તીવ્ર ભૂખ હતી, પણ ત્યારે મને વિચાર આવ્યો : હું એમને એમ ભોજન કરીશ ? એકલપટા થઈને જમવું એ મારા સંસ્કારથી તદ્દન વિરુદ્ધ છે. મારું હૃદય કોઇ અતિથિની ઝંખના કરવા લાગ્યું. ત્યાં જ “ધર્મલાભ” શબ્દ સંભળાયો ! પરકાય - પ્રવેશ • ૧૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઓહ ! સાક્ષાતુ મહાવીરદેવ મારે આંગણે પધાર્યા હતા. મારું રોમરોમ આનંદથી ઝૂમી ઊઠ્યું. મારું સમગ્ર અસ્તિત્વ આનંદમય બની ગયું ! પ્રભુ જેવા પ્રભુ મારે ત્યાં ! હું ગદ્ગદ્ બની ગઇ. મેં પ્રભુને અડદના બાકળા વહોરાવવા સૂપડું હાથમાં લીધું. પણ આ શું ? પ્રભુ તો પાછા વળી રહ્યા હતા - વહોર્યા વિના જ ! હું ધ્રૂજી ઊઠી ! હાય ! હાય ! હું કેવી કમભાગી ! પ્રભુ જેવા પ્રભુ મારા આંગણેથી પાછા જાય ? હું રાજકુમારીમાંથી દાસી બની એનું દુઃખ હોતું, ત્રણ-ત્રણ દિવસથી ખાવા ન્હોતું મળ્યું એનું દુઃખ નહોતું, પણ પ્રભુ પાછા ગયા એનું મને ભયંકર દુઃખ હતું. હું ઘૂસકે-ધ્રુસકે રડી પડી : બસ મારું આટલું પણ ભાગ્ય નહિ ? મારા હિબકાંનો અવાજ સાંભળી પ્રભુએ મારી સામે જોયું અને પાછા વળ્યા. વહોરાવવા હાથ લંબાવ્યા. હું તો આ દેશ્યથી આભી જ બની ગઇ હતી. અત્યંત ભાવપૂર્વક મેં બાકળા વહોરાવ્યા. તે જ વખતે અહો દાન અહો દાન' એવી આકાશમાં ઘોષણા થઇ. પંચ દિવ્ય પ્રગટ થયા. સોનામહોરોનો વરસાદ વરસ્યો. મારા મસ્તકે વાળ પાછા આવી ગયા. મારી હાથની બેડીઓ કંકણ અને પગની બેડીઓ ઝાંઝર બની ગઇ ! પ્રભુની પધરામણીથી હું ધન્ય બની ગઈ ! તમે કહેશો : હે ચંદના ! તું ખરેખર ભાગ્યશાળી છે. તારે ત્યાં સાક્ષાત્ ભગવાન આવ્યા. તારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પલટાઇ ગયું. તારી આપત્તિ પણ સંપત્તિનું કારણ બની ગઇ. કોઇ ભાગ્યશાળીને જ આવું ‘દુર્ભાગ્ય’ મળે. પણ ઓ માનવો ! તમારી પરિસ્થિતિ પણ મારા જેવી જ નથી ? તમે કહેશો : હૈ...? અમારી પરિસ્થિતિ તમારા જેવી ? હોઇ શકે નહિ. આવો... હું તમને સમજાવું. સાથે સાથે તમને એ પણ સમજાશે કે ભગવાન કોને ત્યાં પધારે છે ? ભગવાનને લાવવા શું શું કરવું જોઇએ? ભગવાને અભિગ્રહ કરેલો હતો કે કોઇ રાજકુમારી દાસી તરીકે વેંચાયેલી હોય. માથે મુંડન હોય. હાથે-પગે બેડી હોય. એક પગ ઊંબરાની અંદર અને એક પગ બહાર હોય. હાથમાં સૂપડું હોય, તેમાં આત્મ કથાઓ • ૧૮૪ અડદના બાકળા હોય. ત્રણ દિવસની ભૂખી હોય, ભિક્ષાનો સમય વ્યતીત થઇ ગયો હોય, આંખે આંસુ હોય તો જ મારે પારણું કરવું. જુઓ : ભગવાનની પ્રથમ વાત છે : વહોરાવનારી રાજકુમારી હોય, વાણીઆણી કે બ્રાહ્મણી નહિ. શા માટે આવું ? દુર્ભવ્ય કે અભવ્યો વાણીઆણી કે બ્રાહ્મણી જેવા છે. જ્યારે ભવ્યો રાજકુમારી જેવા છે. તમે ભવ્ય છો. ભગવાને સ્ત્રીના હાથે વહોરવાનો અભિગ્રહ લીધો. કારણ કે સ્ત્રી જ સમર્પિત બની શકે છે. પુરુષ લડાયક છે, શૌર્યશાલી છે. જયારે સ્ત્રી સમર્પણશીલ છે. સમર્પણ હોય ત્યાં જ ભક્તિ સંભવી શકે. ઐણ હૃદય જ ભગવાનની ભક્તિ કરી શકે. ‘રાજકુમારી પણ પાછી દાસી તરીકે વેંચાયેલી જોઇએ.' તમે પણ કર્મસત્તાને ત્યાં વેંચાયેલા નથી ? ‘મસ્તકે મુંડન જોઇએ.’ તમારા આત્મગુણોનું મુંડન થયેલું નથી ? ક્ષમા-સંતોષ આદિ ગુણો ક્યાં દેખાય છે ? પણ ગભરાઇ જશો નહિ. મુંડન જ થયું છે. ટાલ નથી પડી. મુંડનમાં અને ટાલમાં ફરક છે. ટાલ પડ્યા પછી વાળ ન ઊગે. મુંડન પછી વાળ ઊગે. જ્ઞાન આદિ આત્મગુણોનું મુંડન જ થયું છે, નષ્ટ નથી થયા, ફક્ત દબાઇ ગયા છે, એનો ઊઘાડ થઇ શકે છે. ‘હાથે-પગે બેડી હોય.' તમારો આત્મા પણ બેડીઓથી જકડાયેલો નથી ? ઘાતી અને અઘાતી - બે પ્રકારના કર્મોની બેડીએ તમને બાંધેલા “એક પગ ઊંબરાની અંદર અને એક પગ બહાર હોય.” તમારો એક પગ જીવનમાં અને બીજો પગ મૃત્યુમાં રહેલો છે. જીવન અને મૃત્યુ સાથે-સાથે જ ચાલી રહ્યા છે. તમે શ્વાસ લો છો એ જીવન છે. શ્વાસ છોડો છો એ મૃત્યુ છે. તમારું અસ્તિત્વ જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યું છે. મૂઢ માણસ જ છેલ્લા શ્વાસને મૃત્યુ માને. પ્રબુદ્ધ તો પ્રતિપળે થતા મૃત્યુને જોઇ રહ્યો છે ને મૃત્યુ પછી મળતા જીવનને પણ જોઇ રહ્યો છે. ‘ત્રણ દિવસની ભૂખી હોય.” હા... ભગવાન પ્રાપ્ત કરવા હોય તો પરકાય - પ્રવેશ • ૧૮૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ તમારા ત્રણેય યોગો - મન, વચન અને કાયા ભગવાન માટે તડપવા જોઇએ. તડપન વિના ભગવાન ન મળે. | ‘ભિક્ષાનો સમય વ્યતીત થઇ ગયો હોય.' પ્રભુ સિવાય તમારી બીજી બધી જગ્યાથી અપેક્ષા - આશા ચાલી ગઇ હોય. માત્ર પ્રભુમાં જ તમને આશા હોય, બીજા બધાં બળોને છોડી પ્રભુ-બળ જ સર્વસ્વ લાગતું હોય તો જ પ્રભુ મળે. ‘હાથમાં સૂપડું હોય.’ સૂપડું એટલે તમારું હૃદય. સૂપડું કેવું હોય? બહારથી પહોળું - અંદરથી સાંકડું ? તમારું હૃદય પણ આવું જ નથી ? બહારથી પહોળું-પહોળું - ખૂબ જ દેખાવ કરનારું, પણ અંદરથી ખૂબ જ સાંકડું છે. ‘સૂપડામાં અડદના બાકળા હોય.' ઢોર પણ કદાચ ન ખાય એવા બાકળા ! તમારા હૃદયમાં પણ બાકળા જેવા જ રાગાદિ ભાવો છે ને ? મનના અનેક સંકલ્પ-વિકલ્પો છે ને ? એ બધા જ પ્રભુ-ચરણે ધરી દેવાના છે ! ‘આંખમાં આંસુ હોય. અભિગ્રહ માટેની બધી જ શરતો તૈયાર હતી, પણ મારી આંખમાં આંસુ હોતા. હું રડી પડી. પ્રભુએ મારી સામે જોયું. આંખમાં આંસુ જોઇ પાછા પધારી બાકળા વહોર્યા. હું ધન્ય-ધન્ય બની ગઇ. મને લાગે છે કે ભગવાન તો દરેકના હૃદયમાં આવવા તૈયાર છે... હા... તમારા હૃદયમાં પણ આવવા તૈયાર જ છે પણ ભગવાન તમારે ત્યાંથી દરરોજ પાછા ફરે છે. કારણ કે તમારી આંખમાં આંસુ નથી. સાચું કહેજો : તમે ભગવાન માટે કદી રડ્યા છો ? રોગથી પીડિત થઇ રહ્યા હશો, પૈસા વિના રડ્યા હશો. કોઇએ વિશ્વાસઘાત કર્યો હશે ત્યારે રડ્યા હશો, પણ ક્યારેય પ્રભુ માટે રડ્યા છો ? રડ્યા વિના ભગવાન આવે શી રીતે ? હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે જે ભગવાન દેવાંગનાઓની પણ સામે ન જુએ તે ભગવાને મારી સામું જોયું. આંખમાં આંખ પરોવીને જોયું. ખરેખર હું ધન્ય બની ગઇ. પછી તો ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે ચતુર્વિધ સંઘના સાધ્વીસંઘમાં હું મુખ્ય બની. ૩૬,૦૦૦ સાધ્વીઓની હું ગુરુણી બની. એક વખતે મારા શિષ્યા મૃગાવતીને મેં મોડા આવવા બદલ ઠપકો આપ્યો. અત્યંત કુલીન મૃગાવતી આથી પસ્તાવો કરવા લાગ્યા (મારા નિમિત્તે ગુરુણીને કેટલું બોલવું પડ્યું?) આજની શિષ્યાઓની જેમ સામે કોઈ જવાબ ન આપ્યો. કહેવું હોત તો કહી શકત કે હું કાંઇ રખડવા હોતી ગઇ. પ્રભુની દેશના સાંભળવા ગઇ હતી. આજની શિષ્યાઓને જોઉં છું ત્યારે મને શું નું શું થઇ જાય છે. આજે તો ક્યારેક ઊલટું શિષ્યાઓ ગુરુણીને ઠપકો આપે છે. અવળી ગંગા ચાલવા લાગી છે. પશ્ચાત્તાપ કરતાં મારાં શિષ્યા તો કેવળજ્ઞાન પામ્યાં, પણ મનેય કેવળજ્ઞાનની ભેટ આપતાં ગયાં. મારા શિષ્યાનો આ મોટો ઉપકાર મારાથી શી રીતે ભૂલાય ? હું જ્યારે ૩૬,૦૦૦ સાધ્વીઓમાં મુખ્ય બની ત્યારે મને સમજાયું કે કુદરતે મને આટલું દુઃખ શા માટે આપ્યું ? કદાચ કુદરત મને દુઃખ દ્વારા ઘડવા માંગતી હતી, મને દુઃખના તાપ આપી મજબૂત બનાવવા માંગતી હતી. જેના હાથમાં નેતૃત્વ આવવાનું હોય તે તો મજબૂત જ જોઇએ ને ? તો મારું જીવન વાંચી તમે એક પ્રેરણા લેજો. દુઃખના કારણે કદી રડવું નહિ, પણ પ્રભુ માટે રડવું.” જો આટલું આવી જશે તો મારી જેમ તમે પણ ધન્ય બની જશો. આત્મ કથાઓ • ૧૮૬ પરકાય - પ્રવેશ • ૧૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ - (૨૬) હું ત્રિવિક્રમ હું ત્રિવિક્રમ નામે રાજા હોવા છતાં રાજ્ય ચલાવવા કરતાં મને શિકારનો ઘણો જ શોખ હતો. એક વખતે હું જંગલમાં જઇ રહ્યો હતો અને એક પક્ષીનો અવાજ મારા કાને પડ્યો. મને લાગ્યું : આજે શિકાર કરવામાં મજા નહિ આવે. આ પક્ષીએ અપશુકન કર્યા. આજનો દિવસ બગાડી નાખ્યો. શિકાર વિના આનંદ કેવો ? હા, હું શિકારનો ભયંકર શોખીન હતો. જંગલમાં જઇને હજારો પ્રાણીઓનો લોથ વાળી દેતો. નાસતા-ભાગતા, ભયથી તરફડતા, ઘવાતા, ચીસો પાડતા પશુઓને જોઇ મને ખૂબ જ આનંદ આવતો. એમના આજંદમાં જ મારો ‘આનંદ’ હતો. જો કે, આને આનંદ કહેવો તેમાં આનંદ શબ્દનું અપમાન છે. આ તો દોષ જ ગણાય. છ અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મદ વગેરેના નામો તમે સાંભળ્યા હશે ? એ છ શત્રુઓમાં હર્ષ પણ એક છે. બીજાની હેરાનગતિમાં આનંદ માનવો તે હર્ષ છે. દુર્યોધન, ચંગીઝખાન, નાદિરશાહ, હિટલર વગેરેના જીવનમાં ડોકિયું કરો. તેમનામાં પાર વગરનો હર્ષ જોવા મળશે. હિટલર શત્રુઓને ગેસ ચેમ્બરમાં પૂરાવી તરફડાવી-તરફડાવીને મારતો ! એમને તરફડતા જોઇ એને ખૂબ જ આનંદ આવતો. હું પણ આવો જ હતો. હર્ષ વિના શિકાર સંભવી શકે નહિ. શિકારનો કોઇ વિરોધ કરે તો હું તેને સમજાવતો. : શિકાર એટલે શિકાર ! એનો આનંદ જ કોઇ ઓર ! શિકાર એક પ્રકારની કસરત છે. એનાથી મેદ ન ચડે. શરીર હળવું ફૂલ રહે. ધનુર્વિદ્યા ટકી રહે. મને ઘણાય સમજાવતા : ભાઇ ! કસરત કરવી હોય તો બીજા ઘણા પ્રકાર છે. એના માટે નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવાની જરૂર નથી. નિશાન તાકવા માટે પણ બીજા ઘણા ઉપાયો છે. તણખલા ખાતાં, ઝરણાનું પાણી પીતાં, નિર્દોષ જીવન જીવતાં, માણસ જાતનું કશું નહિ બગાડતાં હરણાઓને મારીને તમે તમારી કઇ જાતની બહાદુરી સિદ્ધ કરવા માંગો છો ? નિર્દોષની હત્યા કરવામાં બહાદુરી છે કે એમની રક્ષામાં કરવામાં આત્મ કથાઓ • ૧૮૮ બહાદુરી છે ? પણ કોઇનું કશું હું સાંભળવા જ હોતો માંગતો ને ? જે સમજવા જ ન ઇચ્છે તેને બ્રહ્મા પણ સમજાવી શકે નહિ - એ વાત મારા માટે સાવ સાચી હતી. અપશુકન કરતા એ પક્ષી પર મને જોરદાર દાઝ ચડી ને મેં સ... ન... ન... કરતું તેના પર તીર છોડ્યું. બિચારું નિર્દોષ પંખી આનંદથી ગાઇ રહ્યું હતું, કુદરતના ખોળે જીવી રહ્યું હતું, ને હું તેના માટે જમરાજ સાબીત થયો. શું ખરેખર આપણા માટે કોઈ અમંગલરૂપ બને છે ? તમે સારા કામે ચાલતા હો ને બિલાડી નીકળે કે જમણી બાજુએ ગધેડો ભૂંકે તો તમને બિલાડી કે ગધેડા પર રીસ ચડે છે ? આ હરામખોરોએ મારું કામ બગાડ્યું - એવો વિચાર આવે છે? મહેરબાની કરીને આવો વિચાર નહિ કરતા. બિચારા ગધેડા કે બિલાડા તો નિર્દોષ છે. તેઓ કાંઇ તમારું બગાડતા નથી. ઊલટું, તેઓ તમને તમારું ‘કશુંક” બગડવાનું છે - એવી સૂચના આપે છે. સૂચના આપનાર પર ગુસ્સો કેમ કરાય ? મૃત્યુના સમાચારવાળો પત્ર આપનાર ટપાલી પર તમે ગુસ્સો કરો છો ? ગધેડા કે બિલાડા પણ ‘ટપાલી' છે. એમના પર ગુસ્સે થવાય જ કેમ ? તમને આવો ઉપદેશ આપનારો હું, મારા પોતાના જીવનમાં જ આવું સમજ્યો નહોતો. આ તો જીવનમાં બહુ જ મોડેથી સમજાયેલું તત્ત્વજ્ઞાન છે. મેં બાણ છોડ્યું અને તીક્ષ્ણ વેદનાથી કણસતું એ પંખી નીચે પડ્યું. એનો તરફડાટ ! એનો વલોપાત ! હૃદયને હલાવી નાખે તેવા હતા... આ દેશ્ય જોઇ મારું હૃદય વલોવાઇ ગયું : અરેરે ! મેં પાપીએ આ શું કર્યું? આ નિર્દોષ પંખીની હત્યા ? શું હું હવે એને જીવતું કરી શકીશ? જો હું એને જીવન ન આપી શકું તો એનું જીવન છીનવી લેવાનો મારો શો હક છે ? મારા મગજમાં વિચારનું ઘમ્મર વલોણું ચાલ્યું. એવું નથી કે આવું દેશ્ય મેં ક્યારેય હોતું જોયું... પણ આજે જેવી સંવેદનાથી, જેવી સહાનુભૂતિથી મેં જોયું તેવી રીતે કદી જોયું હોતું. સહાનુભૂતિ એટલે સહ-અનુભૂતિ ! જે દેશ્ય જોતાં આપણે એવા તદાકાર થઇ જઇએ પરકાય - પ્રવેશ • ૧૮૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ કે એની સંવેદના આપણામાં ધબકવા લાગે. એની વેદના આપણી બને ! એનો તરફડાટ આપણો બને ! એનું દુઃખ આપણું બને ! જો આવી રીતે મેં પહેલાં કદીક જોયું હોત તો શિકાર ક્યારનોય બંધ થઇ ગયો હોત ! પણ એવી રીતે જોવા માટે પણ પુણ્ય જોઇએ ને ? માત્ર આંખોથી દેશ્ય જોવું એક વાત છે ને તેમાં હૃદય પરોવીને જોવું તદ્દન બીજી જ વાત છે. એક વાત તમને કહું? તમે સિનેમા પણ જુઓ છો અને ભગવાનની મૂર્તિ પણ જુઓ છો. સિનેમાના દેશ્ય જોતી વખતે તમે હૃદય લગાવીને જુઓ છો, પણ મૂર્તિ જોતી વખતે કદી હૃદય લગાવ્યું ? એકવાર હૃદય લગાવીને જુઓ તો ખરા ! પ્રતિમા સાથે થોડા તદાકાર બનો તો ખરા ! સહ-અનુભૂતિનો ખરો અર્થ સમજાશે. પ્રભુની પ્રશાન્તવાહિતા તમારા હૃદયમાં વહેવા લાગશે. પ્રભુનો આનંદ તમારા અસ્તિત્વમાં ઊતરવા લાગશે. નહિ સમજતા કે આ મૂર્તિ છે... મૂર્તિ તો માત્ર માધ્યમ છે. મૂર્તિના માધ્યમથી સાક્ષાત્ પરમાત્મા રહેલા છે. મૂર્તિના સહારે અરૂપી ભગવાને રૂપ ધારણ કર્યું છે. પણ એ બધું માત્ર તમારી આંખો જોશે તો નહિ સમજાય, હૃદય જોશે તો જ સમજાશે. હું આગળ ચાલ્યો, પણ એ દેશ્ય મારી આંખ સામે રમવા જ લાગ્યું. થોડે દૂર જતાં મેં જોયું કે કોઈ મહાત્મા વૃક્ષ નીચે ઊભા હતા. આવા જંગલમાં, જ્યાં સિંહ અને વાઘની ગર્જનાઓ સંભળાઇ રહી હતી, ત્યાં એકાકી મહાત્માને જોઇને હું અચંબામાં પડી ગયો : ‘એકલા આ મહાત્મા અહીં શું કરતા હશે ? શું એમને કોઇ ભય નહિ લાગતો હોય ?” ‘મહાત્મનું ! આ જંગલમાં એકલા-એકલા શું કરી રહ્યા છો ?' ‘આત્મ-કલ્યાણ કરી રહ્યો છું.' ‘મારે પણ આત્મ-કલ્યાણ જ કરવું છે. મને પણ એ શીખવાડો ને !' મારી આ વિનંતીના જવાબરૂપે મુનિશ્રીના મુખ-હિમાલયમાંથી ઉપદેશ-ગંગા વહેવા લાગી : “મહાનુભાવ ! આ જન્મ કેવલ આત્મકલ્યાણ માટે મળેલો છે, પણ મૂઢ જીવો આ પરમાર્થ જાણી શકતા નથી.. અને એમને એમ જન્મ ગુમાવી બેસે છે. અર્થ અને કામ પાછળ જ આ જિંદગી ગાળી દેવી એ તો કાગડાને ઊડાડવા ચિંતામણી ફેંકી દેવા જેવી કે કોલસા બનાવવા ચંદનના લાકડા બાળવા જેવી વાત છે. આ જન્મ તો મોક્ષ મેળવવા ને તે માટે સંપૂર્ણ ધર્મારાધના કરવા માટે મળ્યો છે ને એની સંપૂર્ણ સાધના સાધુ-જીવન વિના શક્ય નથી. સાધુનું જીવન એટલે સંપૂર્ણ સ્વતંત્રતા ! જેટલી સાધના કરવી હોય તેટલી કરો. કોઇ રોકનાર નહિ. સંસારની કોઈ ઝંઝટ નહિ.” | મુનિશ્રીનો ઉપદેશ મારા હૃદયમાં વજાક્ષરે કોતરાઇ ગયો અને મેં દીક્ષા લેવાનું નક્કી કરી લીધું. દીક્ષા જ લેવી છે તો વિલંબ શાનો ? એક પળનો ભરોસો પણ શો ? કોઇને પૂછવાની જરૂર પણ શી ? ...ને મેં એ વિચાર તરત અમલમાં પણ મૂકી દીધો. આખરે ક્ષત્રિય બચ્ચો ખરો ને ! થોડી જ ક્ષણોમાં શિકારી એવો હું અવિકારી મુનિ બની ગયો. કમે સૂરા તે ધમ્મ સૂરા ! દીક્ષા સ્વીકારીને હું એકદમ તપ-સાધનામાં મંડી પડ્યો. તપના પ્રભાવે મને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઇ. તપથી કર્મની નિર્જરા થાય છે, આત્મા બળવાન બને છે, સત્ત્વ વૃદ્ધિ પામે છે, આથી સહજરૂપે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. અનેક દેશ-પ્રદેશમાં ભ્રમણ કરતો હું એક વખતે ફરી એ જ જંગલમાં આવ્યો. એક વૃક્ષ નીચે રહીને હું કાયોત્સર્ગમાં લીન હતો. ત્યાં એક જંગલી ભીલનો છોકરો આવ્યો ને મને જેમ તેમ ગાળો બોલવા લાગ્યો. સામાન્ય રીતે કોઇ પણ યુવાન કે બાળક મારી પાસે આવતા તો હાથ જોડતા, પણ આ છોકરો તો હાથ જોડવાને બદલે ગાળો જ આપવા લાગ્યો. નિષ્કારણ ગાળો આપતા છોકરાને જોઇ આશ્ચર્યમાં પડી ગયો : ‘આનું મેં એવું તે શું બગાડ્યું છે ? ખેર, ભલે એ ગાળો આપે. મારે શું? એની ગાળો એની પાસે રહેવાની. ગાળોથી ગુમડા થોડા થાય છે ?' પણ... એ તો ગાળોથી ન અટકતાં એથી પણ આગળ વધ્યો. લાકડી લઇને મને મારવા લાગ્યો. થોડીવાર તો મેં સહન કર્યું... પણ સહન કરવાની હદ હોય ને ? ગમે તેટલા શાંત માણસને પણ બહુ ચીડવો તો એ ગુસ્સે ભરાઇ જાય. ચંદન ગમે તેટલું ઠંડું હોય પણ બહુ ઘસો તો એમાંથી પણ આગ પ્રગટે. પરકાય - પ્રવેશ • ૧૯૧ આત્મ કથાઓ • ૧૯૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ એ છોકરો જ્યારે મને બહુ જ મારવા લાગ્યો ત્યારે મારાથી ન રહેવાયું. આખર હું ક્ષત્રિય હતો. કોઇનું સહી લેવામાં માનતો હોતો. આટલું સહ્યું એ સાધુપણાના કારણે... પણ હવે તો હદ થઇ ગઇ હતી. હવે મારો પિત્તો ફાટ્યો. આંખો લાલઘૂમ થઇ ગઇ... મેં એની સામે ક્રોધભરી નજરે જોયું ને મારી આંખોમાંથી તેજોવેશ્યા નીકળી પડી. ક્ષણવારમાં પેલા છોકરો બળીને ખાખ થઇ ગયો ! હાશ હવે લપ ગઇ ! હવે નિર્વિદને સાધના થશે, માનીને હું ફરી મારી સાધનામાં લીન બન્યો. એક વખતે ફરી આવો પ્રસંગ બન્યો. જંગલમાં ફરતો-ફરતો હું એક ગુફા પાસે જઈ ચડ્યો. ત્યાં જ ખૂંખાર સિંહ મારી સામે ધસી આવ્યો. એ છલાંગ મારીને મને ખતમ કરે એ પહેલાં જ તેજોવેશ્યાથી મેં એને બાળી નાખ્યો. હું ભૂલી ગયો હતો કે તેજોલેશ્યાનો પ્રયોગ કરવો, એ સાધુનો ધર્મ નથી. કોઇને બાળી નાખવા એ ક્ષમાશ્રમણને ન શોભે... પણ મને સમજાવે કોણ ? વારંવાર તેજોલેશ્યાની મારી આદત થઇ ગઇ હતી. સાચે જ શક્તિ મળવી તો સહેલી છે, પણ તેનું પાચન થવું ઘણું મુશ્કેલ છે. તપની સાથે અક્રોધ, શક્તિની સાથે ક્ષમા, જ્ઞાનની સાથે મૌન, સમૃદ્ધિની સાથે ઇચ્છા નિરોધ, યુવાનીની સાથે વ્રત... સાચે જ ઘણા મુશ્કેલ હોય છે. મને શક્તિ તો મળી, પણ હું એને પચાવી ન શક્યો. થોડા વખત પછી જંગલમાં ફરી એકવાર દીપડો (ચિત્તો) મારી સામે ધસી આવ્યો ને મેં તેજોલેશ્યાથી તેને ખતમ કરી નાખ્યો. એક વાર ઊછળતી-કૂદતો સાંઢ મને શિંગડાથી ઊડાવી દેવા ધસી આવ્યો, પણ આ બંદા ક્યાં ગાંજ્યા જાય એવા હતા ? સાંઢ મારી પાસે આવે એ પહેલાં જ મારી તેજોવેશ્યા એની પાસે પહોંચી ગઇ. સાંઢ સળગીને રાખ થઇ ગયો. ઓ મૂરખ સાંઢ ! ક્યાં ગયું તારું ઘમંડ? આખરે રાખ થઇ ગયું ને ? - રાખના ઢગલાને જોઇ મારું મન બોલી ઊઠ્યું. એવી જ રીતે એકવાર કાળોતરો ભયંકર નાગ મને ડસવા ધસી રહ્યો હતો... પણ એ આવે તે પહેલાં જ મારી આંખોમાંથી નીકળેલી તેજોલેશ્યાએ એને જમના ધામમાં મોકલી દીધો. આત્મ કથાઓ • ૧૯૨ એકવાર ફરી એક બ્રાહ્મણનો છોકરો મને પજવવા લાગ્યો. પણ હું હવે પજવણી સહન કરું તેમ ક્યાં હતો ? હું તો નિર્વિદને સાધના કરવા માંગતો હતો... એમાં થતી પજવણીનો તાત્કાલિક અંત કરી દેવામાં માનતો હતો... પણ એમ કરતાં હું એક વાત ભૂલી ગયો કે આમાં તો હું સાધનાને જ સાફ કરી રહ્યો છું. વિઘ્નોને સમ્યપણે સહવા એ પણ એક સાધના જ છે, એ વાત મારા મગજમાંથી જ નીકળી ગઇ હતી. સાધનાના અંગનો જ નાશ કરી હું સાધના કરવા માંગતો હતો. મારી મૂર્ખાઇની શી વાત કરવી ? જોત-જોતામાં મેં એ બ્રાહ્મણના છોકરાને પણ બાળી નાખ્યો. એક વખતે જંગલમાં એક ગોવાળીઓ મારી પાસે આવ્યો. એ વારંવાર એક પંક્તિ ગણગણ્યા કરતો હતો : વિદડા: શવર: fસ, દ્વીપ સંg: ft નિ : ” (પંખી ભિલ્લ અને સિંહ, ચિત્તો, સાંઢ ઉણી દ્વિજ.) હું તો આ શ્લોક સાંભળીને મારા અતીતમાં ખોવાઈ ગયો. ત્રિવિક્રમ રાજા તરીકે મેં પંખીને માર્યું. સાધુ બનીને મેં ક્રમશઃ ભિલ્લ, સિંહ, ચિત્તો, સાંઢ, સાપ અને બ્રાહ્મણને માર્યા. ૬-૬ પંચેન્દ્રિય જીવોની હત્યા કરનારો હું ! અરેરે ! મારું શું થશે ? શાસ્ત્રોમાં લખ્યું છે કે માંસાહાર, પંચેન્દ્રિયોનો વધ, મહા આરંભ અને મહાપરિગ્રહના સેવનથી માણસ નરકે જાય. સાધુ બનીને મેં નરકે જવાના ધંધા કર્યા. લાગે છે કે આ શ્લોક મારા અંગે જ છે. આ ગોવાળીઓ અને પ્રતિબોધ આપવા જ આવ્યો લાગે છે. પશ્ચાત્તાપથી પીગળી રહેલા મારા અંતઃકરણને વાચા ફૂટી : येनाऽमी निहताः कोपात्, स कथं भविता हहा ॥ (ક્રોધી થઇ હણ્યા જેણે, અરેરે તેનું શું થશે ?) ગોવાળીઓ તો આ સાંભળીને ખુશ-ખુશાલ થઇ ગયો. તાળીઓ પાડતો-પાડતો સીધો રવાના થઇ ગયો. મારો આભાર માનવા પણ ઊભો ન રહ્યો. મને લાગ્યું : ચોક્કસ કોઇ રાજા તરફથી આ શ્લોકની પાદપૂર્તિ માટે ઘોષણા કરવામાં આવી લાગે છે. ઇનામ મળવાની લાલચે આ પરકાય - પ્રવેશ • ૧૯૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગોવાળીઓ જલદી જલદી ભાગ્યો લાગે છે. ઠીક છે. જે હશે તે ખબર પડશે. ...ને થોડા જ કલાકોમાં મારી ધારણાને અનુરૂપ જ બન્યું. એ નગરના રાજા મહાબાહુને લઇને ગોવાળીઓ મારી પાસે જ આવ્યો. ગોવાળીઆનો ચહેરો જોઇ હું સમજી ગયો કે બંદાને બરાબર શિક્ષા મળી છે. “શ્લોક કોણે બનાવ્યો છે ? સાચું કહી દે. નહિ તો ભયંકર શિક્ષા થશે.” રાજાની આવી ધમકીથી એ રાજાને મારી પાસે લાવ્યો લાગે છે. રાજા આવતાંની સાથે જ ચરણમાં ઝૂકી પડ્યો અને બોલી ઊઠ્યો : મહાત્મન્ ! મને ઓળખો છો ?' ‘મસ્તક પર મુગટ છે તેથી લાગે છે કે તમે રાજા છો.' ‘નહિ, એ ઓળખાણ મારે નથી જોઇતી. હું બીજી ઓળખાણ આપવા માંગું છું. હું પંખી... હું ભિલ્લ... હું સિંહ... હું ચિત્તો... હું સાંઢ... હું સાપ... હું બ્રાહ્મણ... હવે ઓળખાણ પડી ? મહાત્મન્ !! દરેક ભવમાં મેં આપને ખૂબ જ સતાવ્યા છે - અને આપના કોપનું હું ભાજન બન્યો છું. પ્રભો ! ક્ષમા આપો મને હું અપરાધી છું.” “નહિ... નહિ... રાજન્ ! અપરાધી હું છું. મેં સાધુપણું ચૂકી જઇ દ૨ેક ભવમાં તેજોલેશ્યાથી તમારું દહન કર્યું. પ્રથમ ભૂલ મારી હતી. તમે પંખી હતા. નિર્દોષ ગાન ગાતા હતા અને મેં તીર ચલાવ્યું. પછી તો બસ... પરસ્પર પરંપરા ચાલી. તમે મને મારવા ધસ્યા ને મેં તમને બાળ્યા. ખરેખર સાધુપણામાં મેં ન કરવાનું કર્યું છે. જો કે એનાથી તમને તો લાભ જ થયો. અકામ નિર્જરા કરતાં-કરતાં પશુના ભવો ઓળંગી તમે બ્રાહ્મણ બન્યા અને આજે રાજા બન્યા છો... તમારી તો પ્રગતિ થઇ... પણ મારી અધોગતિ થઇ. હું સાધુપણું હારી બેઠો.” “તમારી સતામણીથી મને પણ ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. આવા મહાત્માને મેં કેવા-કેવા વિષમ સંયોગોમાં મૂક્યા, જેથી તેમને તેજોલેશ્યા જેવો પ્રયોગ કરવાની કુબુદ્ધિ સૂઝી ! ચલો, થનારું થઇ ગયું... પણ હવે શું કરીશું ?” “હું પણ એજ વિચારું છું કે હવે શું કરવું ? કોઇ જ્ઞાની ગુરુ પાસે આત્મ કથાઓ - ૧૯૪ જઇ એમણે કહેલા માર્ગે ચાલીએ.” “સાચી વાત છે પ્રભુ !” ...અને અમારા મનોરથોની સાથે જ અમને કેવળજ્ઞાની ગુરુ મળી ગયા. એમણે કહ્યું : “મહાનુભાવો ! ચિંતા ન કરો. સીધા સિદ્ધાચલ ચાલ્યા જાઓ. પાપીઓને પરમાત્મા બનાવનારું એ પવિત્ર તીર્થ અનાદિકાળથી ઊભું છે. ત્યાં જવાથી જ તમારી શુદ્ધિ થશે.” કેવળજ્ઞાનીના વચન અને અમારા ભાવ... પછી શું જોઇએ ? અમે બંને સીધા સિદ્ધાચલ પહોંચી ગયા. ત્યાંની પવિત્ર ભૂમિ પર અમારું હૃદય નાચી ઊઠ્યું. અમને ત્યાં જ અનશન કરવાના કોડ જાગ્યા. અનશનમાં અમારી પવિત્ર વિચારધારા વૃદ્ધિ પામવા લાગી અને એક દિવસે કેવળજ્ઞાનનો પ્રકાશ અમારા ઉરમાં પ્રગટ્યો... અમારી સમગ્ર અસ્મિતા પ્રકાશથી ઝળહળી ઊઠી. જાણે એકીસાથે કરોડો સૂરજ ઊગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં અમે અનંતમાં મળી અનંત બની ગયા... બે બિંદુ સિંધુમાં મળી ગયા ! * પરકાય - પ્રવેશ ૨ ૧૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૭) હું સુoભૂમ હું મારી વાત પછી કરીશ, પહેલાં મારા વડવાઓની વાત કરું. એ વાત કરીશ તો જ મારી વાત તમને સમજાશે. મારા પિતાનું નામ કૃતવીર્ય અને દાદાનું નામ અનંતવીર્ય ! જમદગ્નિ ઋષિનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એ જમદગ્નિ મારા દાદાના સાઢું ભાઇ થાય. તમે કહેશો : ઋષિ અને સાઢુભાઇ ? એ શી-રીતે ? આવો... હું તમને ઇતિહાસ બતાવું. - જમદગ્નિ ઋષિ તપ કરતા'તા. એમની દાઢીમાં પંખીઓએ માળા બાંધેલા. બે દેવોને તેમની પરીક્ષા કરવાનું મન થયું. ચકલા-ચકલીનું રૂપ લઇ દાઢીના માળામાં આવ્યા. ઋષિ સાંભળે તેમ બંનેએ વાર્તાલાપ કરવા માંડ્યા. ચકલો : ‘મને હિમાલય જવાની ઇચ્છા થઇ આવી છે.” ચકલી : “કેમ ?' ‘એમ જ બસ ફરવાની ઇચ્છા થઇ છે. તું રજા આપ.' ‘રજા નહિ આપું.' કેમ ?' ‘તું ત્યાંથી પાછો ન આવે તો ?' ‘તો ગાયની હત્યાનું પાપ મને લાગે ?' ના. એમ રજા ન આપું. આ જમદગ્નિ ઋષિના પાપનું સોગંદ લે. તો રજા આપું.' પોતાનું નામ સાંભળતાં ઋષિ ચોંક્યા. ક્રોધથી ધમધમી ઊઠ્યા. બંનેને પકડ્યા ને કહ્યું : “મારામાં તને શું પાપ દેખાયું ? આવી ઘોર સાધના કરું છું, છતાં મારામાં તમને પાપ દેખાય છે ? સૂરજમાં અંધકાર હોય તો મારામાં પાપ હોય.' ચકલી બોલી : ‘ઋષિજી ! માફ કરજો. તમારા શાસ્ત્ર પ્રમાણે જ તમે પાપી છો. તમારા શાસ્ત્રમાં લખ્યું છે : “અપુત્રસ્ય ગતિર્નાસ્તિ' પુત્રહીન માણસની સદ્ગતિ થતી નથી. બોલો, તમારે કોઇ પુત્ર છે ? લગ્ન કર્યા છે ? ખાલી તપ કર્યું શું વળે ?' - ઋષિ વિચારમાં પડી ગયા. ચકલીની વાત તો સાચી છે. મારે પુત્ર પ્રાપ્ત કરવા લગ્ન કરવા જ જોઈએ. એ તો ઉપડ્યા સીધા નેમિકોષ્ટક નગરના રાજા જિતશત્રુ પાસે. રાજાને ચોખ્ખું કહી દીધું : “મારે લગ્ન કરવા છે. મારા માટે તમારી કન્યા જોઇએ.' ઋષિની વાત સાંભળી રાજા ચોંકી ઊઠ્યો, પણ નાય કેમ કહેવાય? ક્યાંક શાપ આપી દે તો ? “મારી એકસો કન્યાઓ છે, જે કન્યા તમને પસંદ કરે એ તમારી. મારી એમાં સંમતિ સમજવી.' રાજાના આ કથનથી ઋષિ તો ઘુસી ગયા સીધા અંતઃપુરમાં. એકસો કન્યાઓ દાઢીવાળા બાવાને અંદર આવેલો જોઇ સ્તબ્ધ બની ગઇ. અંતઃપુરમાં સન્નાટો છવાઇ ગયો. એ સન્નાટાને ચીરતાં ઋષિએ કહ્યું : મારે લગ્ન કરવા છે. બોલો તમારામાંથી મારી પત્ની કોણ બનશે ?' ‘ઓ દાઢીવાળા બાપા ! આવી વાત કહેતાં તને શરમ નથી આવતી ? માંગી-ભીખીને તું પેટ ભરે, કપડાંનું ઠેકાણું નહિ, રહેવાનું ઠેકાણું નહિ, તારા શરીરનું ઠેકાણું નહિ અને અમે તારી પત્ની બનીએ ? હાલતો થા ઝટપટ અહીંથી. નહિ તો માર ખાઇશ.” બધી કન્યાઓ એકીસાથે બોલી ઊઠી. ઋષિને તો આમાં પોતાનું જોરદાર અપમાન લાગ્યું. તેનો પિત્તો ફાટ્યો. બધાને શાપ આપી દીધો અને વળતી જ સેકંડે બધી જ કન્યાઓ કુબડી બની ગઇ. તમે “કન્યાકુબ્બ’નું નામ સાંભળ્યું હશે ? એ નામ આ પ્રસંગ પરથી પ્રચલિત થયું. ત્યારથી “નૈમિકોષ્ટક' “કન્યાકુન્જ' તરીકે ઓળખાવા લાગ્યું. કન્યાઓ જ્યાં કુબડી બની કન્યાકુબ્બ ! ઋષિ અંતઃપુરમાંથી બહાર નીકળી રહ્યા હતા. આંગણામાં રેણુકા નામની નાની બાળા ધૂળમાં રમી રહી હતી. હાથમાં રહેલું બીજોરું ઋષિએ એ બાળાને બતાવ્યું ને કહ્યું : “આ તને ગમે છે ?' પેલીએ જ્યાં હાથ પરકાય - પ્રવેશ • ૧૯૭ આત્મ કથાઓ • ૧૯૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ લંબાવ્યો ત્યાં જ ઋષિએ તેનો હાથ પકડીને (પાણિગ્રહણ કરીને) ચાલતી પકડી. જિતશત્રુ રાજાએ પણ ગાય વગેરે આપી ઋષિને વિદાય આપી. રેણુકા જ્યારે યુવાનીમાં આવી, ઋતુસ્નાતા બની, ત્યારે ઋષિએ કહ્યું : હું તારા માટે બ્રાહ્મચરુ સાધીશ. તેનું ભક્ષણ કરવાથી તને ઉત્તમ બ્રાહ્મણ પુત્ર પેદા થશે.' રેણુકા વિચારમાં પડી : હું તો આવા જમદગ્નિના પનારે પડી જંગલી હરણી જેવી બની પણ મારે મારા પુત્રને આવો બાવો બનાવવો નથી. એ બોલી : “મારી બેન માટે પણ એક ક્ષાત્ર ચરુ સાધજો. એ હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની પત્ની છે. જેથી તેને ઉત્તમ ક્ષત્રિય પુત્ર પેદા થાય.' ઋષિએ બંને ચરુ સાધીને રેણુકાને આપ્યા, પણ રેણુકાએ ક્ષાત્ર ચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મ ચરુ બેન માટે મોકલ્યું. બંનેને સમય જતાં પુત્રો થયા. રેણુકાના પુત્રનું નામ રામ અને અનંતવીર્યના પુત્રનું નામ કૃતવીર્ય. આ કૃતવીર્ય એ જ મારા પિતાજી. એક વિદ્યાધર પાસેથી પાર્શવી વિદ્યા (અગ્નિ ઝરતી તીક્ષ્ણ કુહાડીની વિદ્યા) મળતાં રેણુકાનો રામ.. જગતમાં પરશુરામ તરીકે ઓળખાયો... એક વખતે રેણુકા પોતાની બેનને ત્યાં હસ્તિનાપુર ગઇ. થોડો કાળ રહેતાં અનંતવીર્ય સાથે તેને પ્રેમ થયો. પ્રેમ આગળ વધતાં અનંતવીર્યથી રેણુકાને પુત્ર પણ થયો. જમદગ્નિ ઋષિ કેટલાક સમય પછી પુત્ર સહિત રેણુકાને આશ્રમમાં લઇ આવ્યા. સ્ત્રીમાં આંધળા થયેલાને કુલટા સ્ત્રી પણ મહાસતી લાગે તે આનું નામ ! પણ પરશુરામ કાંઇ ઝાલ્યો રહે? વ્યભિચારિણી માતાને જોઇ એ એકદમ ઊકળી ઊઠ્યો. પરશુથી એનું ડોકું ઉડાવી દીધું. આ વાતની ખબર અનંતવીર્યને પડી એટલે તે આશ્રમ પર ધસી આવ્યો. આશ્રમમાં તોડ-ફોડ કરી ગાયોને લઇ ચાલતો થયો. પરશુરામને આત્મ કથાઓ • ૧૯૮ આ સમાચાર મળ્યા. એ ધમધમી ઊઠ્યો. પરશુરામ એટલે સાક્ષાત્ ક્રોધ ! હાથમાં પરશુ લઈને ઊપડ્યો. રસ્તામાં જ અનંતવીર્યને આંતરી લીધો ને પરશુથી પરલોક ભેગો કરી દીધો. આથી મારા પિતા કતવીર્ય ક્રોધે ભરાયા. મારા પિતાના હણનારના પિતાને હણું નહિ તો મારું નામ કૃતવીર્ય નહિ. તેઓએ આશ્રમમાં જઇ ધ્યાનમાં બેઠેલા જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. કેવી છે વેરની પરંપરા ! પણ ખરી પરંપરા તો હવે જોવા મળશે. પિતાની હત્યાથી પરશુરામ ઊકળ્યો. આમેય તે માથાફરેલ તો હતો જ, તેમાં વળી આવા નિમિત્તો મળતા ગયા. આગને લાકડાં મળતા જાય પછી શું હાલત થાય ? પરશુરામે હસ્તિનાપુર આવીને પરશુથી મારા પિતાનું ડોકું કાપી નાખ્યું અને રાજ્યનો માલિક તે જ બની બેઠો. આ દુનિયા આવી જ છે. અહીં બળીઆના બે ભાગ છે, મારે તેની તલવાર છે, લાકડી છે તેની ભેંસ છે. હું તે વખતે માતાના ગર્ભમાં જ હતો ! મંત્રીઓની સલાહથી મારી માતા જમદગ્નિના પેલા આશ્રમમાં રહેવા આવી. કારણ કે પરશુરામ હવે ક્રોધે ભરાયો હતો. તેને ક્ષત્રિયો ઉપર એવી દાઝ ચડેલી કે આખી પૃથ્વીને નિઃક્ષત્રિય (ક્ષત્રિયો વિનાની) બનાવવાનો ભયંકર નિર્ણય કર્યો હતો. મારી માતાની દેખ-ભાળ આશ્રમમાં સારી રીતે લેવાઇ રહી હતી. તાપસોની મમતા પણ સારી હતી. હું ગર્ભમાં ઊછરી રહ્યો. મારી માતાને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે મને કોઇ વિશિષ્ટ બાળક અવતરશે. કારણ કે મારી વિશિષ્ટતાના સૂચક ૧૪ સ્વપ્ન તેણીએ જોયા હતા. આશ્રમમાં જ મારો જન્મ થયો. માની અપાર મમતા સાથે અને તાપસોના અપાર હેત સાથે મારો ઉછેર થવા લાગ્યો. એક વખતે પરશુરામ ત્યાંથી પસાર થયો. તેની પરશુમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. એની દિવ્ય પરશુમાંથી જ્યાં જ્યાં ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તણખા ઝરતા હતા. એ આશ્રમમાં આવીને બરાડી ઊઠ્યો : ‘ઓ તાપસો ! સાચું બતાવો, અહીં કોણ ક્ષત્રિય છુપાયો છે ? મારી પરકાય - પ્રવેશ • ૧૯૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ પરશુમાંથી નીકળતા તણખા અહીં ક્ષત્રિય હોવાની સાબિતી આપે છે.” મારો બચાવ કરતાં તાપસી બોલી ઊઠ્યા : “ક્ષત્રિયો ? અહીં ક્ષત્રિયો ક્યાંથી હોય ?” “સાચું કહેજો. મારા જેવો કોઇ ખતરનાક માણસ નથી. તમને બધાને ખ્યાલ જ છે કે હું પૃથ્વીને ક્ષત્રિયરહિત બનાવવા નીકળ્યો છું. ત્રણ વાર તો મેં સમગ્ર પૃથ્વીને નિઃક્ષત્રિય બનાવી દીધી છે.” | ‘આપની વાત ખરી છે. પણ અહીં કોઇ ક્ષત્રિય નથી. હા... અમે પોતે ક્ષત્રિય છીએ ખરા. અમને મારવા હોય તો મારી નાખો.' - પરશુરામને ખાતરી થઇ કે અહીં તાપસ સિવાય કોઇ ક્ષત્રિય નથી. એ ચાલતો થયો. હું હેમખેમ બચી ગયો. મારા પુણ્યથી પ્રેરિત થયેલા તાપસીએ મને બચાવી લીધો. - હુ યૌવન અવસ્થામાં આવ્યો ત્યારે મેઘનાદ નામના વિદ્યાધરે પદ્મશ્રી નામની પોતાની પુત્રીને જોષીઓના કહેવાથી મારી સાથે પરણાવી. આ બાજુ પરશુરામ સતત ચિંતિત રહેતો : મને કોણ મારશે ? હું કોના હાથે મરીશ ? બીજાને મારનારા હંમેશા શંકાશીલ અને ભયભીત જ રહેતા હોય છે. જે બીજાને ભય અને ત્રાસ આપે તેને ભય અને ત્રાસ સિવાય શું મળે ? - પરશુરામ એટલો નૃશંસ માણસ હતો કે મારેલા ક્ષત્રિયોના મડદાની દાઢાઓ ભેગી કરતો. મારું મૃત્યુ કોનાથી થશે ?' પરશુરામે જોષીઓને આવું પૂછતાં તેમણે કહ્યું : હે પરશુરામ ! ક્ષત્રિયોની દાઢાથી ભરેલો આ થાળ... તેના પર જેની નજર પડતાં જ દાઢાઓ ખીર બની જશે, તે તને મારનારો થશે. મને મારનારને હું જ પહેલાં પતાવી દઉં - આવું કંઇક પરશુરામ મનોમન બબડ્યો. પોતાના હત્યારાને પકડી પાડવા તેણે બજાર વચ્ચે સિંહાસન ગોઠવ્યું અને તેની સામે દાઢાઓથી ભરેલો થાળ ગોઠવ્યો. આજુ-બાજુ પોતાના ખાનગી માણસોને ગોઠવી દીધા અને કહી દીધું : જેની નજર પડતાં આ થાળમાં રહેલી દાઢાઓ ખીર બની જાય, તે આત્મ કથાઓ • ૨૦૦ માણસને તમારે મારી નાંખવો. તમારે છૂપી રીતે આ અંગે સતત તકેદારી રાખવી.” બાજી બરાબર ગોઠવાઇ ગઇ ! પરશુરામે નિયતિ-વિરુદ્ધ પોતાનું યુદ્ધ છેડી દીધું. પણ નિયતિ વિરુદ્ધ કોઇ જઈ શક્યું છે ? ખરી વાત તો એ છે કે નિયતિ વિરુદ્ધ જવા માટે કરવામાં આવતા પ્રયત્નો જ નક્કી થયેલી નિયતિના જન્મદાતા બની જતા હોય છે. મૃત્યુને રોકવાના પ્રયત્નો જ મૃત્યુને લાવનારા બની જતા હોય છે. આ બાજુ હું યુવાન બની ગયો હતો. યૌવનનો થનગનાટ મને શું નું શું કરી નાખવા ઉશ્કેરી રહ્યો હતો. હું જમ્બર મહત્ત્વાકાંક્ષી માણસ હતો. હૃદયમાં અદમ્ય ઉર્મિઓ ખળભળી રહી હતી. કોઇએ ન કર્યું હોય તેવું કરી બતાવીને હું જગતનો અસામાન્ય માનવી બનવા માંગતો હતો. ચીલાચાલુ જીવન મને પસંદ નહોતું. પણ મેં હજુ દુનિયા જોઇ જ નહોતી. દુનિયા કેવી છે ને કેટલી છે એનું પણ મને ભાન નહોતું. એક વખતે મેં મારી માતાને પૂછ્યું: ‘મા ! શું દુનિયા આટલી જ છે ? આશ્રમમાં જ આખું વિશ્વ આવી ગયું ?' ‘ના બેટા ! દુનિયા તો ઘણી મોટી છે. આપણો આ આશ્રમ તો વિશાળ વિશ્વમાં માખીના પગ જેટલો પણ નથી. પણ વત્સ ! જ્યારથી તારા પિતાની પરશુરામે હત્યા કરી ત્યારથી આપણા માટે તો દુનિયા આશ્રમ જેટલી જ બની ગઇ. આપણું રાજય તેણે પચાવી પાડ્યું છે ને આપણે જંગલમાં રહેવું પડે છે. પરશુરામથી ડરીને જીવવું પડે છે. મારી માએ મારા વડવાઓની બધી વાત કહી. હું ક્રોધથી ધમધમી ઊડ્યો. તરત જ ઊભો થયો અને હસ્તિનાપુર તરફ ચાલતો થયો.. પિતાના ઘાતકી પરશુરામના ટુકડે ટુકડા કરી નાખવા માટે. હસ્તિનાપુરની બજારમાં રહેલા સિંહાસન પર હું બેસી ગયો. મારી નજર પડતાં જ દાઢાઓ ખીર બની ગઇ. હું એ પી ગયો. પરશુરામના માણસો તરત જ મને મારવા ધસી આવ્યા, પણ હું કાંઇ પ્રતિકાર કરું એના પહેલાં જ મારી સાથે આવેલા મારા સસરા મેઘનાદે બધાને રહેંસી નાખ્યાં. પરશુરામને આ વાતની ખબર પડી. એ ગુસ્સાથી લાલ-પીળો પરકાય - પ્રવેશ • ૨૦૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ પામતો. ચારેબાજુ હાહાકાર વર્તાવી મેં પૂરા ભારતમાં એકવીશવાર બ્રાહ્મણોની કતલ કરાવી. મારામાં હિંસા અને લોભ કૂદાકૂદ કરતા હતા. જિંદગીના છેડે પહોંચ્યો છતાં મને થતું : “મારું સામ્રાજ્ય ભરતના છ ખંડોનું જ ? બસ આટલું જ ? આવા છ ખંડોના માલિક ચક્રવર્તીઓ તો કેટલાય થઇ ગયા. હું પણ એ બધા જેવો જ ? ના... ના... મારે ચાલુ ચક્રવર્તી થઇને નથી મરવું, મારે તો ‘સુપર ચક્રવર્તી' થવું છે. કોઇ થયો ન હોય તેવા ચક્રવર્તી થવું છે. છ ખંડના માલિક તો દરેક ચક્રવર્તી હોય. એમાં વિશેષતા શી ? બાર ખંડનો ચક્રવર્તી બનું તો હું ખરો. છ ખંડ જીતતાં કાંઇ તકલીફ ન પડી તો બીજા છ ખંડ જીતતાં શી તકલીફ પડવાની છે ? સોળ હજાર દેવો મારી સેવામાં છે. ચૌદ રત્નો છે. નવ નિધાન છે. પછી વાંધો શું થતો ધસી આવ્યો... પણ મારા પુણ્ય પ્રભાવે તેની પરશુ ઠંડી થઇ ગઇ, એ કાંઇ કરી શક્યો નહિ. પણ પરશુરામને જોઇ હું ધમધમી ઊઠ્યો. મારી પાસે કોઇ હથીયાર નહોતું. મેં તો સામે પડેલો થાળ ઉઠાવ્યો. બીજું શું થાય ? હાજર તે હથિયાર ! મારા પુણ્ય પ્રભાવે થાળ પણ ચક્ર બની ગયું. મેં જોરથી ઘુમાવીને પરશુરામ તરફ ફેંક્યું. તેનું માથું કપાઇને નીચે પડ્યું. દેવોએ જયનાદપૂર્વક ફૂલોની વૃષ્ટિ કરી અને જાહેરાત કરી : આ ભરતમાં આ આઠમો ચક્રવર્તી થયો છે.” લોકોએ મને પ્રેમથી વધાવી લીધો. પરશુરામના આતંકથી માંડ છુટકારો થયો. લોકોએ રાહતનો દમ ખેંચ્યો. પણ એ રાહત ભ્રમણા સાબિત થઇ. પરશુરામ કરતાં હું સાત ગણો ઘાતકી નીવડ્યો. પરશુરામે ત્રણવાર પૃથ્વીને ક્ષત્રિય-વિહોણી બનાવી તો હું એકવીશ વાર પૃથ્વીને બ્રાહ્મણ-વિહોણી બનાવવાનો હતો. મેં ચારેબાજુ કતલેઆમ શરૂ કરી. બ્રાહ્મણો ‘ત્રાહિમામ્' પોકારી ઉઠ્યા. પણ કોની તાકાત છે કે મારી સામે કોઇ આંગળી પણ ચીંધી શકે ? હું ચક્રવર્તીનું જબરદસ્ત પુણ્ય લઇને આવ્યો હતો. માણસો તો ઠીક દેવો પણ મારા દાસ હતા. મેં ચક્રરત્ન લઇ અનેક સ્થળે યુદ્ધો કરી ભરતના છયે ખંડ જીત્યા. નવ નિધાન, ચૌદ રત્ન, ચોસઠ હજાર સ્ત્રી, શું ક્રોડ ગામ, બહોતેર હજાર નગર, બત્રીસ હજાર મુકબદ્ધ રાજા, ચોર્યાશી હજાર હાથી-ઘોડારથનો હું માલિક બન્યો. લખલૂટ વૈભવોની રેલમછેલ મારી ચારેબાજુ થવા માંડી. અપાર સમૃદ્ધિમાં હું આળોટવા લાગ્યો. આટલી બધી સમૃદ્ધિ મળવા છતાં ન તો મને સંતોષ થયો, ન હું વેરનો ડંખ ભૂલી શક્યો. મારા બાપ-દાદાને હણનારા પરશુરામને તો મેં ક્યારનોય મારી નાખ્યો હતો... પણ એની સમગ્ર જાતને જગત પરથી ભૂંસી નાખવા હું કટિબદ્ધ બન્યો હતો. બ્રાહ્મણો જોતાં જ હું સળગી ઉઠતો... અરે... બ્રાહ્મણ શબ્દ સાંભળતાં પણ હું નાકનું ટેરવું ચડાવતો. મેં ભયંકર કતલેઆમ શરૂ કરી. ચારેબાજુ લોહીની નદીઓ વહેવડાવી. કપાયેલા ડોકાઓ અને આમતેમ ઉડતા ધડો જોતાં તમે કદાચ ત્રસ્ત બની જાવ. પણ મને ખૂબ જ આનંદ આવતો હતો. એમની મૃત્યુની ચીસો સાંભળતાં પણ હું ખૂબ જ આનંદ આત્મ કથાઓ • ૨૦૨ મંત્રીઓની સલાહ લીધી. તેમણે તો સ્પષ્ટ ના પાડી. પણ હું માન્યો નહિ. મારી અંદર ઉછળતો લોભ માનવા દે તેમ હતો નહિ. મેં સોળ હજાર દેવોને આજ્ઞા કરી : મને ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં લઇ જાવ. ત્યાંના છ ખંડ મારે કબજે કરવા છે. ઇચ્છા નહોતી છતાં દેવોને મારી આજ્ઞા સ્વીકારવી પડી. સોળ હજાર દેવોએ મારી પાલખી ઉપાડી. હું લવણ-સમુદ્ર પરથી પસાર થઇ રહ્યો હતો. મધ્યભાગમાં પહોંચ્યો ત્યાં જ મારું પુણ્ય, મારું આયુષ્ય પૂરું જ થઇ ગયું. પાલખી સહિત હું દરિયામાં ડૂબી ગયો. તમે કહેશો : કેમ આમ થયું ? સોળ હજાર દેવો જેને ઉપાડતા હોય એ પાલખી પડે શી રીતે ? પણ મારું પુણ્ય પરવાર્યું હતું, પાપનો ઘડો ભરાઇ ગયો હતો. સોળેય હજાર દેવોને એકીસાથે વિચાર આવ્યો : ‘હું એક પાલખી નહિ ઉપાડું તો શું વાંધો છે ? બીજા બધા ઉપાડનારા છે જ ને ? એક જ ક્ષણે બધાને આ વિચાર આવ્યો. પાલખી છટકી... દેવો કાંઇ વિચાર કરે ન કરે તેટલામાં તો હું દરિયામાં ગરકાવ થઇ ગયો. મારા મોંમાં-નાકમાં પાણી ભરાયું. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું તરવા માટે તરફડિયાં મારવા લાગ્યો, પણ એ બધું વ્યર્થ હતું. અધવચ્ચે પાલખી છોડનાર દેવો પરકાય - પ્રવેશ • ૨૦૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ () હું પંથક 2 પર ભયંકર ક્રોધ આવ્યો. ભયંકર રૌદ્ર ધ્યાનમાં ડૂબેલો હું દરિયાના તળિયે પહોંચી ગયો.. ના... માત્ર દરિયાના તળિયે જ નહિ, મરીને હું સીધો ચૌદરાજલોકના તળિયે પહોંચી ગયો, સાતમી નરકમાં. મને ઓળખી ગયા ને ? ‘હું સુભૂમ. જન્મ થતાં જ મોં વડે ભૂમિ ખોતરવા લાગ્યો હતો, એટલે મારું નામ પાડવામાં આવ્યું હતું: સુભૂમ ! ખરેખર જન્મ થતાં જ મારી નજર પૃથ્વી પર હતી, પાતાલ પર હતી, જે કદાચ એવો ઇશારો કરતી હતી : હે સુભૂમ ! મરીને તારે પાતાળમાં - નરકમાં જવાનું છે.” મારા ગુરુનું નામ આચાર્યશ્રી શેલક. અમે ૫૦૦ તેમના શિષ્યો હતા. અમને સૌને ગુરુ પ્રત્યે અપાર ભક્તિ હતી, પણ સૌથી વધુ ભક્તિ મારા હૃદયમાં હતી - એમ જરાય અભિમાન વિના કહી શકું. ગુરુ પ્રત્યે મારી અપાર ભક્તિ હતી તેમ ગુરુનું પણ મારા પર અપાર વાત્સલ્ય હતું. અમારા ગુરુદેવ જ્ઞાનના ભંડાર હતા. તપ-ત્યાગ-વૈરાગ્ય અનેક ગુણો તેમણે આત્મસાત્ કરેલા હતા. મોટા ભાગે તેઓ આયંબિલ જ કરતા રહેતા. એમને આયંબિલ ઉપર ખૂબ જ પ્રેમ ! અમને પણ કહેતા : ઉપવાસ તો હંમેશાં થઈ શકે નહિ, પણ આયંબિલ હંમેશ માટે થઇ શકે, રસનાનું પણ નિયંત્રણ થાય. માટે કરવા જેવો તપ હોય તો આયંબિલ ગુરુદેવને આયંબિલ કરતા જોઇ અમે પણ કરતા ! પણ એમની તોલે અમે ન આવી શકીએ ! આયંબિલમાં પણ ઘણા બધા પદાર્થોનો ત્યાગ ! જે દ્રવ્યો વાપરતા તે પણ અત્યંત લૂખાં-સૂખાં ! આવા લૂખા-સૂખા આહારના કારણે કહો કે કમોંદયના કારણે કહો, એક વખત અમારા ગુરુદેવને ભયંકર દાહજ્વરનો રોગ થયો. અમે જ્યારે-જ્યારે ગુરુદેવના ચરણને સ્પર્શ કરતા ત્યારે-ત્યારે અમને શરીર ધગધગતા અંગારા જેવું ગરમ લાગતું. છતાં પૂજ્યશ્રીના ચહેરા પર એજ સ્મિત ! એજ પ્રફુલ્લિતતા ! એજ મસ્તી ! એજ આનંદ ! કદી અમને વાત કરી નહિ કે મને શરીરમાં કાળી બળતરા થાય છે ! પૂજ્યશ્રીને શરીરની કાંઇ જ પડી ન્હોતી, પોતાની આત્મસાધનામાં જ તેઓ મસ્ત હતા. દવા કરાવવાની કોઇ વાત જ નહિ ! એક વખત વિહાર કરતા-કરતા અમે શેલકપુરમાં ગયા. ત્યાંનો રાજા મંડુક પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યો. પૂજ્યશ્રીનું એકદમ કૃશ અને ધગધગતા અંગારા જેવું ગરમ શરીર જોઇ રાજા વસ્તુસ્થિતિ સમજી ગયો : પરકાય - પ્રવેશ • ૨૦૫ આત્મ કથાઓ • ૨૦૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ અરે ! ગુરુદેવ ! આપ તો નાયક છો. આપના શિર પર કેટલી બધી જવાબદારી છે ? એ જવાબદારીઓનું વહન તો જ થઇ શકે જો શરીર સારું હોય! આપ કદાચ શરીરથી નિઃસ્પૃહ હશો, પણ અમે નિઃસ્પૃહ નથી. અમને આપના શરીરની પણ ઘણી-ઘણી જરૂર છે. માટે અમારા ખાતર પણ આપે ઇલાજ કરાવવો પડશે. આપ અમારે ત્યાં પધારો. અમારી યાનશાળામાં ઊતરો. ત્યાં રાજવૈદો આપની દવા કરશે. રાજાની આ વાત સાથે અમે સૌ શિષ્યોએ પણ સાથ પૂરાવ્યો : હા... બરાબર છે... બરાબર છે... આપે દવા કરાવવી જ પડશે. અમારા સૌની આગ્રહભરી વિનંતી સ્વીકારીને ગુરુદેવ અને અમે સૌ રાજાની યાનશાળામાં આવ્યા. ઉત્તમ રાજવૈદોએ ઉપચાર શરૂ કર્યો. પણ પૂજ્યશ્રીનો દાહજ્વર ન મટ્યો. ઘણા સમય સુધી ઉપચાર ચાલ્યો, પણ દાહજ્વરે મટવાનું નામ લીધું નહિ. આખરે રાજવૈદોની મંડળીએ સાથે બેસીને ઉપચાર બદલવાનો નિર્ણય કર્યો : ‘આચાર્યશ્રીને જો મદ્યપાન આપવામાં આવશે તો જ રોગ મટશે, એમ ચાનુમતે નક્કી થયું." મંડુક રાજા સહિત બધાએ પૂજ્યશ્રીને વિનંતી કરી : ‘ગુરુદેવ ! આપે મદ્યપાન કરવું પડશે. અમે જાણીએ છીએ કે મદ્યપાન કરવું તે આપને અનુચિત છે. સાત મહાવ્યસનમાં મદ્યપાન પણ એક વ્યસન છે. ચાર મહાવિગઇમાં મદ્ય પણ એક મહાવિગઇ છે. એ બધું અમે જાણીએ છીએ... પણ ગુરુદેવ ! અહીં મદ્યપાન આપણે ક્યાં શોખ ખાતર કે નશા ખાતર કરવાનું છે ? આપણે તો માત્ર દવા તરીકે લેવાનું છે. એવું પણ નથી કે શાસ્ત્રમાં આ માટે એકાન્તે ના પાડવામાં આવી છે. મદ્યપાન-નિષેધ એક ઉત્સર્ગ માર્ગ છે. આપ તો જાણો જ છો કે દરેક ઉત્સર્ગની પાછળ અપવાદ અવશ્ય હોય જ છે. આપ જેવા ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાતાઓને વધુ શું કહીએ ? અમારી આટલી વિનંતી નહિ ઠુકરાવો - એવી અપેક્ષા છે.’ ગુરુદેવ હજુ કાંઇ જવાબ આપે એ પહેલાં જ અમે બધા પણ બોલી ઊઠ્યા : ‘હા... ગુરુદેવ ! બરાબર છે. ક્યારેક અપવાદ-માર્ગે મદ્ય પણ બેવું પડે. આત્મ કથાઓ • ૨૦૬ બધાનો આગ્રહ જોઇ અમારા પૂજ્ય ગુરુદેવે નમતું મૂક્યું, મદ્યપાન લેવાનું શરૂ કર્યું. મદ્યપાન સાથે રાજાના રસોડામાંથી ઘી, દૂધ વગેરેની ઉત્તમ ૨સોઇ પણ આવવા લાગી. થોડા જ વખતમાં પૂજ્યશ્રીનો રોગ ગાયબ થઇ ગયો. પણ મદ્યપાનની લત ઘૂસી ગઇ. બકરું તો નીકળી ગયું, પણ ઊંટ ઘૂસી ગયો ! અમારા પૂજ્ય ગુરુદેવને મદ્યપાનની આદત પડી ગઇ. રાજાના રસોડાની ઉત્કૃષ્ટ વાનગી આરોગવી, મદ્યપાન કરવું અને આખો દિવસ સૂઇ રહેવું. આ જ એમના મુખ્ય કામો બની રહ્યા. પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ધ્યાન, જાપ આદિ બધું જ અભરાઇએ ચડી ગયું. પ્રમાદના પિશાચે અમારા ગુરુદેવ પર જોરદાર કબજો જમાવી દીધો. ગુરુદેવની આવી હાલત જોઇને બધા શિષ્યો રવાના થઇ ગયા. આવા પ્રમાદી ગુરુથી આપણને શો ફાયદો ? આ તો લોખંડની નાવ ! સ્વયં પણ ડૂબે અને બેસાડનારને પણ ડૂબાવે ! ગુરુને લોખંડની નાવ સમજીને બધા જ શિષ્યોએ ગુરુનો ત્યાગ કરી દીધો અને કોઇ નવા આચાર્યનો આશ્રય લીધો... પણ મેં ગુરુનો સાથ ન છોડ્યો. મને ગુરુ પ્રત્યે અગાધ બહુમાન હતું. ગુરુએ જે સર્વવિરતિ પ્રદાન કરીને, ગ્રહણ આસેવન શિક્ષા પ્રદાન કરીને મારા પર અનહદ ઉપકાર કરેલો તેનો બદલો હું આ ભવમાં કોઇ પણ રીતે વાળી શકું તેમ ન્હોતો. એમાંય જ્યારે બધા જ શિષ્યોએ મારા ગુરુને છોડી દીધા હોય ત્યારે તો હું એમને છોડી જ કેમ શકું ? અત્યારે જ તો ખાસ મારી જરૂર હતી. જ્યારે ગુરુ ચારે બાજુથી શિષ્યોથી ઘેરાયેલા હોય ત્યારે તો સેવા કરવા બધા જ પડાપડી કરે, પણ જ્યારે કોઇ ન હોય ત્યારે પણ જે તત્પર રહે તે જ ખરો શિષ્ય ! ‘સુખ વેળા સજ્જન ઘણા, દુ:ખ વેળા હો વિરલા સંસાર' દુ:ખ વખતે પણ સાથ ન છોડે તે જ સાચો શિષ્ય ! સાચો નોકર ! સાચો મિત્ર ! સાચી પત્ની કે સાચો મંત્રી જાણવો ! શાસ્ત્રોમાં પણ માતા-પિતા, ધર્માચાર્ય અને પાલક વ્યક્તિ - આ ત્રણને મહાન ઉપકારી ગણવામાં આવેલા છે. ગમે તેટલું કરવામાં આવે છતાં તેમનો પ્રત્યુપકાર થઇ શકે નહિ - એમ કહ્યું છે. પરકાય - પ્રવેશ - ૨૦૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ભલે બધાએ સાથ છોડી દીધો. પણ હું છોડવા હોતો માંગતો. ભલે મારા ગુરુ પ્રતિક્રમણ, પડિલેહણ હોતા કરતા. પણ મારે મન એ જ આરાધ્ય હતા. ભલે એ મદ્યપાન કરતા અને પ્રમાદમાં પડ્યા રહેતા, પણ મારે મન એ જ સર્વસ્વ હતા ! પરબ્રહ્મની મૂર્તિ હતા ! શિષ્ય નદી છે. ગુરુ સાગર છે. નદી કદી વિચારતી નથી કે જ્યાં હું સમર્પિત થઇ જાઉં છું તે સાગર તો ખારો છે. ખારા સાગરને હું શા માટે સમર્પિત થાઉં ? હું તો મીઠી છું. હું શા માટે મારી મધુરતા ગુમાવું ? નદી તો આવું કશું જ વિચાર કર્યા વિના સમર્પિત થતી રહે છે. બદલામાં સાગર, શું આપે છે? નાનકડી નદીને વિશાળતા આપે છે, પોતાનું વિરાટ સ્વરૂપ આપે છે. ગુરુને સમર્પિત થનારો પણ ગુરુની ગુરુતા – વિશાળતા મેળવે જ છે. ગુરુ કેવા છે તે વાત મહત્ત્વપૂર્ણ નથી, પણ શિષ્યનું સમર્પણ કેવું છે ? એ જ મહત્ત્વપૂર્ણ છે. હું જો સમર્પિત રહીશ તો મને લાભ જ છે. આવો મારો દૃઢ વિશ્વાસ હતો. ઊંડે-ઊંડે મને પાકો ભરોસો હતો કે મારા ગુરુદેવ એક દિવસ મદ્યપાન વગેરે પ્રમાદ અવશ્ય છોડી દેશે. જે દિવસે આમ બનશે તે દિવસે મારી સેવા સફળ બનશે, તે દિવસે હું ગુરુના અનંત ઋણમાંથી કંઇક અંશે મુક્ત થઇ શકીશ. મારી ધારણા સાચી પડી. મહિનાઓ વીતતા ગયા. હું મારી ફરજ બજાવતો ગયો. આચાર્યશ્રી ભયંકર પ્રમાદમાં પડ્યા રહ્યા. ચોમાસું બેઠું, પણ એમને કોઈ લેવા-દેવા નહોતો. જોતજોતામાં ચોમાસું પૂરૂં પણ થયું. ચોમાસી ચૌદસનો દિવસ હતો. ચોમાસી પ્રતિક્રમણ કરતાં અમુઠિઓ ખમાવવા પૂજ્યશ્રીને ચરણે મે હાથ મૂક્યો. મારા સ્પર્શથી પૂજ્યશ્રી એકદમ ગુસ્સે ભરાયા : ‘અલ્યા ! કેમ તું મને વારંવાર હેરાન કરે છે ? શાંતિથી સૂવા તો દે ! તારામાં કાંઇ અક્કલ-બક્કલ છે કે નહિ? મને હેરાન કરવા જ તે દીક્ષા લીધી લાગે છે ! જ્યારે ને ત્યારે ગોદા મારતો જ રહે છે !' ‘ગુરુદેવ ! અપરાધ માફ કરજો. આજે ચોમાસી ચૌદસનો દિવસ છે. અભુઠિઓ ખમાવતાં ચરણ-સ્પર્શ કર્યો. આમાં આપને તકલીફ થઇ હોય તો આજે ચોમાસી ચૌદસના દિવસે હાર્દિક મિચ્છામિ દુક્કડં !' નમ્રતાપૂર્વક મેં કહ્યું. આત્મ કથાઓ • ૨૦૮ હેં.. ? શું વાત કરે છે ? આજે ચોમાસી ચૌદસ છે? શું ચોમાસું પૂરું થઈ ગયું ? અરે... ભગવાન ! મને તો કાંઇ ખબર જ નથી. મેં ક્યારેય પ્રતિક્રમણ જ નથી કર્યું ! મારું શું થશે ? ખરેખર હું ભાન ભૂલ્યો.' આમ બોલતા તીવ્ર પશ્ચાત્તાપની ધારા સાથે પૂજ્યશ્રી ચોમાસી પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પ્રમાદને એક ઝાટકે ખંખેરી નાખ્યો. મંડુક રાજાને જણાવીને બીજે જ દિવસે મારી સાથે ત્યાંથી વિહાર કરી દીધો, અપ્રમત્તપણે સાધુ-ક્રિયાના બધા જ અનુષ્ઠાનો આરાધવા લાગ્યા. સમાચાર મળતાં છૂટા પડેલા ૪૯૯ શિષ્યો પણ પૂજયશ્રી પાસે આવી પહોચ્યા. બધા ગુરુભાઇઓએ મને ખૂબ-ખૂબ ધન્યવાદ આપ્યા : પંથક ! લાખ-લાખ ધન્યવાદ છે તને ! ગુરુને સાચો પંથ બતાવીને તે આજે તારું પંથક નામ સાર્થક કર્યું છે. તારા જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. પછી અમે બધા કર્મ ખપાવવા સિદ્ધાચલ મહાતીર્થે ગયા. ત્યાં એક મહિનાનું અનશન કર્યું. ભાવની વિશુદ્ધિથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સર્વ કર્મોનો ક્ષય કરી અમે મુક્તિમાં પ્રતિષ્ઠિત થઇ ગયા. પરકાય - પ્રવેશ • ૨૦૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ - (૯) હું ઇંધકાચાર્ય “પ્રભો ! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં ?” ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીને મેં પૂછ્યું. “તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક ઉપસર્ગ થવાનો છે.” ભગવાને ભયસ્થાન જણાવ્યું. કૃપાળુ ! ઉપસર્ગથી તો અમે જરાય જ ડરતા નથી. દીક્ષાના દિવસથી જ આપે અમારામાંથી મૃત્યુનો ભય ખેંચી લીધો છે. સાધકને વળી મૃત્યુનો ભય કેવો ? એ તો મોતને મૂઠીમાં લઇને ફરે. મોતથી ડરનારો લડવૈયો ન બની શકે ને સાધક પણ ન બની શકે. આપની આવી વાણી આજે પણ અમારા કાનમાં ગુંજી રહી છે. એટલે જીવલેણ ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી. પણ કૃપા કરીને અમને એ જણાવો : અમે તે સમયે આરાધક થઇશું કે વિરાધક ? મૃત્યુનો જરાય ડર નથી, પણ વિરાધનાનો ખૂબ જ ડર છે.” તમારા સિવાય તમારા બધા જ શિષ્યો આરાધક બનશે.” ભગવાને ટૂંકો જવાબ આપ્યો. - હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને ? કોડ રૂપિયા મળતા હોય તો એકાદ રૂપિયો ગુમાવવામાં ખોટું શું છે ? હું એક ભલે વિરાધક થાઉં. મારા શિષ્યો આરાધક બને એટલે પત્યું ! બીજાનું ભલું થાય તે જ મોટી વાત ! સજ્જન પુરુષો પોતાનું ગૌણ કરી બીજાનું જ ભલું જોતા હોય છે. મેં મારી જાતને જ સજ્જનનું ટાઇટલ આપી દીધું ને મારી રીતે અર્થ કાઢી લીધો. ભગવાનની વાણીમાંથી કેવો અર્થ કાઢવો તે આપણા મન પર નિર્ભર છે. ... અને હું વળતા જ દિવસે શિષ્યો સાથે ચાલી નીકળ્યો, મારા સંસારી બહેન પુરંદરયશાના કુંભકારકટ નામના નગરમાં. મારા મનમાં ઘણી હોંશ હતી પ્રતિબોધ આપવાની... પણ બધું ધાર્યું ઓછું થાય છે ? કુંભકારકટ નગરમાં જતા પહેલાં હું મારા પરિવાર સાથે બહારના ઉદ્યાનમાં રોકાયો.. અમારા આગમનથી નગરમાં સર્વત્ર આનંદ-આનંદ છવાઇ ગયો હતો... પણ એક વ્યક્તિને આનંદ હોતો. એનું નામ હતું પાલક. રાજાનો એ મંત્રી હતો. ગૃહસ્થપણામાં મેં એને રાજસભામાં હરાવ્યો હતો. એ કર નાસ્તિક હતો, હું કટ્ટર આસ્તિક હતો. એણે જ્યારે આત્મા, પુણ્યપાપ વગેરેનું આડેધડ ખંડન કરવા માંડેલું ત્યારે મારાથી રહેવાયું નહિ. સાચો આસ્તિક શી રીતે ચૂપ બેસી શકે ? મેં તેના નાસ્તિકવાદનો જડબાતોડ જવાબ આપ્યો. આથી તેની બોબડી તો બંધ થઇ ગઇ... પણ મનોમન તે સમસમી રહ્યો... એના મનમાં વૈરની ગાંઠ બંધાઇ ગઇ. સભામાં થયેલું અપમાન (ખરેખર એ અપમાન હોતું... પણ એણે અપમાન માની લીધેલું. એટલે જ આવા લોકો સાથે વાદ કરવાની જ્ઞાનીઓએ ના પાડી છે. આજે પણ એ ભૂલ્યો નહોતો. આથી જ કોઇ ષડયંત્ર રચી મને ફસાવી દઇ એ ભયંકર શિક્ષા આપવા માંગતો હતો. આમ કરે તો જ એના વેરની આગ શમે તેમ હતી. જો કે આ વાતની મને ત્યારે જરાય ખબર હોતી. પાલકના મનમાં આટલો ડંખ હજુ રહેલો છે ને તે આવો બદલો લેશે તેની કોઇ જ ખબર મને હોતી. આ બધી વાતની તો બહુ પાછળથી ખબર પડેલી. ષડયંત્રના પ્રથમ ભાગરૂપે પોતાના માણસો સાથે રાત્રે આવીને તેણે અમે જ્યાં ઊતર્યા હતા તે ઉદ્યાનમાં ઠેર-ઠેર શસ્ત્રો દટાવ્યા. પછી રાજા પાસે જઇ કાન ભંભેરણી શરૂ કરી દીધી : ‘રાજનું ! તમારા સાળા સ્કંધક આચાર્ય બનીને ૫૦૦ શિષ્યોની સાથે અહીં આવ્યા છે, તે સમાચાર મળ્યા ?” “કેમ ન મળે ? એમના આગમનથી મને ખૂબ જ આનંદ થયો છે. હું એમનું જોરદાર સ્વાગત કરીશ અને વિશાળ પરિવાર સાથે કાલે દેશના સાંભળીશ. આવો સત્સંગ મળે ક્યાંથી ? રાજન ! આપ ભોળા છો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : બધી વાતમાં પરકાય - પ્રવેશ • ૨૧૧ આત્મ કથાઓ • ૨૧૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ શંકા ઊઠાવો. “વૃદત્તેવિશ્વ' નૃહસ્પતિનો સાર ‘અવિશ્વાસ છે. જે વિશ્વાસમાં રહી જાય છે તે ઠગાયા વિના રહેતો નથી.' એટલે તું શું કહેવા માંગે છે ? મારે આ મહાત્મા પર પણ અવિશ્વાસ કરવો એમ ? હા... એમ જ. હું એ જ કહેવા માંગું છું. તમે જેને ‘મહાત્મા’ કહો છો, હું તેને ‘અધમાત્મા’ કહીશ. સાચી વાત આ છે કે આ તમારા મહાત્મા સંયમ-જીવનથી કંટાળ્યા છે. એટલે જ અહીં આવ્યા છે. એમનો ઉદ્દેશ છે : તમારું રાજ્ય પચાવી પાડવું ! આ ૫૦૦ શિષ્યો એ ખરેખર શિષ્યો નથી, પણ એમના સૈનિકો છે. તમે વંદન કરવા જશો ત્યારે તમારું ડોકું વધેરાઇ જવાનું ! પછી રાજ્ય સીધું એમને કબજે થઇ જવાનું !” | ‘પાલક ! કંઇક વિચારીને બોલ. આવા મહાત્મા પર આવી આળ આપતાં શરમ નથી આવતી ? તું શાના આધારે આ બધા ગપગોળા હાંકે છે ?” ‘નરનાથ ! મને ખબર જ હતી કે મારી વાત આપને નહિ ગમવાની. ‘ક્તિ મનોહ િવ તુર્ત વ:' હિતકારી પણ હોય અને મીઠું પણ હોય, એવું વચન સાચે જ દુર્લભ છે. પણ રાષ્ટ્રના મંત્રી તરીકે મારી ફરજ છે કે આપને સાચી વાત જણાવવી. આપને માઠું લાગશે તો ? એ બીકે જો હું આપને સાચી વાત ન સંભળાવું તો હું સ્વ-ધર્મ ચૂક્યો ગણાઉં! મેં આ વાત માત્ર અનુમાનના આધારે નથી કહી, પાકી ખાતરી કર્યા પછી કહી છે. મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આજ રાતે આવજો મારી સાથે. હું તમને પુરાવાઓ બતાવીશ.' મંત્રીની વાતની ખાતરી કરવા રાજા ઉદ્યાનમાં આવ્યા. પૂર્વયોજના મુજબ જમીનમાં છૂપાયેલા શસ્ત્રો જોઇ મહારાજાનો પિત્તો ફાટ્યો : આ સાળા સ્કંધક આવા દુષ્ટ છે ? આખરે સાલો “સાલો' જ નીકળ્યો. પણ કાંઇ વાંધો નહિ. એમને કઇ જાતની સજા કરવી એ બધું કામ હું તને સોપું છું.' - પાલકને મન-ભાવન કામ મળી ગયું. ભાવતું'તું ને વૈદે કીધું. એની યોજના સફળ થઇ ! આત્મ કથાઓ • ૨૧૨ અમને કોઇને આ વાતની કાંઇ જ ખબર હોતી. હા... પ્રભુની વાત પરથી એટલી જરૂર ખબર હતી કે જીવલેણ ઉપસર્ગ આવશે... પણ એ કયા સ્વરૂપે આવશે ? તેની કોઇ જ ખબર ન્હોતી. બીજે જ દિવસે પાલક પોતાના સાગરીતો સાથે મારી પાસે આવી પહોંચ્યો. કરડાકી ભરેલા અવાજે બરાડ્યો : “મહારાજ ! ધરમના ઢોંગ ઘણા કર્યા... હવે એ ઢોંગ-બોંગ મૂકી દો. ચાલો મારી સાથે.. તમને તમારા ધરમનું સાક્ષાતુ ફળ બતાવું. તે દા'ડે તો તમે મને હરાવ્યો હતો. હવે આજે તમે જોજો : કોણ જીતે છે ? ધરમ કે અધરમ ? રાજાનો આદેશ છે, તમારા સૌનો વધ કરવાનો ! ચાલો, મારી સાથે.” ભગવાને કહેલી વાત મને યાદ આવી : “મરણાન્ત કષ્ટ આવશે. અમે બધા એ માટે માનસિક તૈયારી કરીને જ આવ્યા હતા. પૂર્ણ સ્વસ્થતાથી, જરા પણ ઉકળાટ કે ઉગ વિના અમે સૌ તૈયાર થઇ ગયા. પાલક એક મોટા વાડામાં અમને લઇ ગયો. ત્યાં માણસો પીલી શકાય તેવી એક ઘાણી હતી. પાલકે ગર્જના કરતાં કહ્યું : આ ઘાણીમાં તમારે તલની જેમ પીસાઇ જવાનું છે ! તમારો ધરમ આમાંથી તમને બચાવશે. લો... આવી જાવ... એક પછી એક.. હું તમને આજે મજા ચખાવીશ... તમારા ધરમની અસલી મજા... જિંદગીમાં પહેલીવાર અને છેલ્લી વાર... ચલો... એક પછી એક આવો.' આવા મર્મવેધક વાક્યો સાંભળવા છતાંય જરાય ગુસ્સો લાવ્યા વિના મારા શિષ્યો લાઇનસર ઊભા રહી ગયા. કોઇના મુખ પર ભય, ક્રોધ કે વ્યાકુળતાની આછી રેખા પણ દેખાતી ન્હોતી! બધા સંપૂર્ણ સ્વસ્થ હતાં ! જાણે મૃત્યુ મહેમાનનું સ્વાગત કરવા ઊભેલા યજમાનો ! હું સામે ઊભો છું છતાંય કોઇ ભય નહિ ? આમાં તો મારું અપમાન છે - આમ વિચારી નીડર અને સ્વસ્થ મુનિઓને જોઇને કદાચ મૃત્યુ પણ શરમાઇ ગયું હશે. પાલક એક પછી એક મુનિને પકડીને ઘાણીમાં નાખે જતો હતો. ભચડ... ભચડ... શરીર પીલાતું હતું... તડ... તડ... તડ.. હાડકાં તૂટતાં હતા. લોહી અને માંસના ફુવારાઓ ઉછળતા હતા ! ભલભલાની છાતી પરકાય - પ્રવેશ • ૨૧૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ ધ્રુજી ઊઠે એવા દેશ્યો હતાં... પણ રે ! આ પાલકની છાતીને કાંઇ જ થતું હોતું ! જાણે કે એ વજની બનેલી હતી. મારો એકેએક શિષ્ય જીવલેણ ઉપસર્ગની સામે ટટાર ઊભો હતો, જીવનની છેલ્લી ઘડીને ધન્ય બનવાનો આ જ સુઅવસર છે - એમ માનીને સ્વસ્થ હતો. આજે મને લાગ્યું : વર્ષોથી જે મેં મારા શિષ્યોને તૈયાર કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ગ્રહણ-આસેવન શિક્ષા આપી, આજે તે બધું સાર્થક બન્યું હતું ! મારી મહેનત લેખે લાગી હતી. પેલો પાલક એકેક મુનિને પકડીને ઘાણીમાં નાખતો જતો હતો ને મૃત્યુના ખપ્પરમાં હોમાઇ જતા મારા શિષ્યોને જોઇ મારા હૃદયમાં ઝાટકા લાગતા હતા, હૃદય ફાટી જતું હતું, પણ બધું જ દુઃખ, બધી જ લાગણીઓ મનમાં ધરબી દઇને હું ઉપદેશ આપવા લાગ્યો : “ઓ મુનિવર ! ખૂબ જ સમતામાં રહેજો. સમાધિમાં રહેજો. સમાધિ માટેનો આ સુંદર અવસર છે, જનમ-જનમમાં આપણે અસમાધિથી મર્યા છીએ. એટલે જ આપણો સંસાર અકબંધ રહ્યો છે. એકવાર પણ સમાધિભર્યું મૃત્યુ મળ્યું હોત તો આ સંસાર ક્યારનોય કપાઇ ગયો હોત ! તમને પીલનાર આ પાલક પર જરાય ગુસ્સો નહિ કરતા. એ તો આપણા બધાનો પરમ ઉપકારી છે, કર્મક્ષયમાં સહાય કરનારો છે. મહાત્મનું! શરીર પર જરાય મમત્વ કરશો નહિ. આ શરીર તો કપડું છે. કપડાને પહેરનાર આત્મા જુદો છે. કપડું ફાટી જાય તો આપણે થોડા ફાટીએ છીએ ? આ શરીર તો મકાન છે. મકાનથી મકાન માલિક જુદો છે. ભાગ્યવાન ! દેહ અને શરીરના ભેદજ્ઞાનનો આ અણમોલ અવસર છે. તમે જુઓ... બરાબર તટસ્થતાથી જુઓ... તમારું શરીર પીલાઇ રહ્યું છે, પીસાઇ રહ્યું છે, પણ તમે અમર છો... તમને કોઇ પીસી શકે નહિ પીલી શકે નહિ, આ દુનિયામાં કોઈ એવું શસ્ત્ર નથી જે તમને હણી શકે, કોઇ એવી આગ નથી જે બાળી શકે, કોઇ એવો પવન નથી જે શોષી શકે. તમે અજર છો, અમર છો... દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે; નાસી જાતી હમ થિરવાસી, ચોખે હવે નિખરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે | આ દૃષ્ટિ રાખશો તો સાચે જ તમે અમર બની જશો.” મારા આ ઉપદેશની સૌને જોરદાર અસર થઈ. બધા સમતામાં ઝીલતા રહ્યા. કોઇ પણ સાધુએ ઊફ... સુદ્ધા કર્યું નહિ. મુખ પર એટલી અપાર સમતા જણાતી હતી કે જોનારને લાગે : સાચે જ આ સાધુઓ પામી ગયા. હું જો કે છvસ્થ હતો, મુનિઓની આંતરિક પરિસ્થિતિ શું છે તે જાણી શકતો ન્હોતો, પણ હૃદયથી એમ લાગતું હતું : દરેક મહાત્મા કેવળજ્ઞાન મેળવી મોક્ષે પધારી રહ્યા છે. આમ કરતાં-કરતાં ૪૯૯ મુનિઓ પીલાઇ ગયા. ઘાણીમાંથી લોહીની ધારા ચાલી રહી હતી... જાણે લોહીની નદી જ જોઇ લો ! બાજુમાં હાડકાઓનો ઢગલો થયો હતો ! હવે એક માત્ર મારા લાડકા બાલ મુનિ શિષ્ય બાકી રહ્યા હતા. એ મને ખૂબ જ પ્યારા હતા. હું એનું મૃત્યુ જોઇ શકું તેમ ન હતો. આથી મેં કહ્યું: ‘પાલક ! આ સુકુમાર બાળ મુનિનું મરણ મારાથી નહિ જોવાય. આથી એમ કરો : ‘પહેલાં મને પીલી નાખો... પછી બાળ મુનિ ! અત્યાર સુધી હું કાંઇ બોલ્યો નથી, પણ મારી માત્ર આટલી જ વિનંતી છે.” એમ ? તમને વધુ દુઃખ થાય છે ? મારે તમને વધુ દુઃખી જ કરવા છે ! અત્યાર સુધી હું ચિંતામાં હતો : તમે દુઃખી કેમ નથી થતા? તમે જો દુઃખી ન થાવ તો મારો આ બધો પ્રયત્ન જ વ્યર્થ હતો. તમને વધુ દુઃખ થતું હોય તો તો હું હમણાં જ બાળ મુનિને ઘાણીમાં નાખું.' અટ્ટહાસ્ય વેરતા પાલકે બાળ મુનિને ઘાણીમાં નાખ્યા. અંદરથી હું સમસમી ઊડ્યો, છતાં બધો ધંધવાટ અંદર દબાવીને મેં બાળ મુનિને અંતિમ નિર્ધામણા કરાવી. એ સમાધિપૂર્વક કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. - હવે મારો નંબર હતો. અત્યાર સુધી દબાવેલી ક્રોધની લાગણીઓ એકદમ ઊછળી પડી : “હરામખોર પાલક ! મારા ૫૦૦-૫૦૦ શિષ્યોને ક્રૂરતાપૂર્વક પીલી નાખનાર બદમાશ ! મરતા માણસની ઇચ્છા તો કટ્ટર શત્રુ પણ પૂરી કરે... મારી નાનકડી ઇચ્છા, બાળ મુનિને પછીથી પરકાય - પ્રવેશ • ૨ ૧૫ આત્મ કથાઓ • ૨૧૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ (86) હું મનોરમા પીલવાની ઇચ્છા પણ એણે પૂરી ન કરી ! અમે એનું એટલું શું બગાડ્યું છે કે અમને આવી દેહાંતની શિક્ષા ! ના... માત્ર પાલક જ પાપી નથી, અહીંનો રાજા પણ પાપી છે.” એનો પણ આમાં હાથ હોવો જ જોઇએ. અરે... નગરની પ્રજા પણ કેવી છે? જ્યાં ૫૦૦-૫૦૦ સાધુઓની કતલ થતી હોય ત્યાં કોઇનું રૂંવાડુંય ન ફરકે ? બધા જ નઠોર અને કઠોર ? મારી સંયમ-સાધનાનો કોઇ પ્રભાવ હોય તો હું આગામી ભવમાં બધાને બાળનારો બનું ! આવા નિયાણા સાથે મારું મૃત્યુ થયું ! મરીને હું ભવનપતિમાં અગ્નિકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી મેં પૂર્વભવનું વૃત્તાંત જાણ્યું : મારી બેન પુરંદરયશા લોહીથી ખરડાયેલા રજોહરણ પરથી મારું હીચકારું મૃત્યુ જાણીને ખૂબ જ આઘાત પામી. રાજાને સખત શબ્દોમાં ઠપકો આપી વિરક્ત પુરંદરયશાએ ભગવાનશ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લઇ લીધી. જ્ઞાનથી પૂર્વજન્મની ઘટના જાણી મારા અંગ-અંગમાં ક્રોધની ઝાળ લાગી ગઇ ! ક્ષણવારમાં મેં આખું નગર બાળી નાખ્યું. ઉપરથી ધૂળનો વરસાદ કર્યો. આખું નગર દટાઇ ગયું. એ વેરાન મેદાનનું લોકોએ નામ પાડ્યું : “દંડકારણ્ય !” ૫૦૦-૫૦૦ શિષ્યોને તારનારો, કેવળજ્ઞાનની ભેટ આપનારો હું સ્વયં ડૂબી ગયો ! છેલ્લે... થોડુંક જ ચૂક્યો અને મારી નાવ કિનારે આવીને ડૂબી ગઇ ! હાથી પૂંછડે અટકી ગયો ! તમે મનમાં ધાર્યું હોય કાંઈ અને બને કાંઇ જુદું જ, ત્યારે મનમાં શું થાય ? ધારણાને અનુકુળ બને ત્યારે તો બધા સ્વસ્થ રહે, પણ ધારણાથી વિપરીત બને ત્યારે સ્વસ્થતા ધારણ કરનારા કેટલા ? માણસનો અહં કેટલો ખતરનાક છે કે, ધારણાથી વિપરીત ભલે સારું કેમ ન થયું હોય ? પણ એનો સ્વીકાર નહિ કરે. સારું કે ખોટું એ મહત્ત્વપૂર્ણ નથી, પણ અહં માટે મહત્ત્વપૂર્ણ છે : મારું ધાર્યું થાય છે કે નહિ ? “મારું ધાર્યું જ થવું જોઇએ.' આવો અભિગમ પુરુષો માટે ઠીક હશે, પણ સ્ત્રીઓ માટે તો ખતરનાક છે. આવા અભિગમવાળી સ્ત્રી મર્દછાપ' તો બની શકે, પણ સતી ન બની શકે. સતી બનવા માટે અહંકારનું સર્વથા વિલોપન જરૂરી છે. સતી તે જ બની શકે જે પોતાનું સમગ્ર અસ્તિત્વ પતિમાં ઠાલવી શકે. પતિની ઇચ્છા તે મારી ઇચ્છા ! પતિનો માર્ગ તે મારો માર્ગ ! જેનું હૃદય આમ પોકારતું હોય તે જ સતી બની શકે ! હૃદયનો આવો પોકાર છે કે નહિ ? એ તો પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે ! મારા જ જીવનમાં એક એવો પ્રસંગ આવી ચડ્યો. નામ મારું મનોરમા ! માતા ચૂડામણિની લાડકી બેટી ! નાગપુરના રાજા ઇબ્રુવાહન મારા પિતા ! યુવાવસ્થામાં અયોધ્યાના રાજા વિજયના પુત્ર વજબાહુ સાથે મારા લગ્ન થયા. મારા પતિ વજબાહુ મને લઇને પોતાના નગરે જઇ રહ્યા હતા. મને મૂકવા મારો મોટો ભાઇ ઉદયસુંદર આવેલો. રથ એ જ ચલાવતો હતો. અમે રથમાં બેઠેલા હતા. રૂમ... ઝૂમ... રૂમ... ઝૂમ... ના મીઠા રણકાર સાથે અમારો રથ ચાલી રહ્યો હતો. હું પતિ વાજબાહુ સાથે વાતો કરતી-કરતી ભાવિના મધુર સ્વપ્નોમાં ખોવાઇ જતી હતી ! સામાન્ય નવોઢાના જેવા સપના હોય તેવા સપના મારે પણ હતા. સંસારને મેં પરકાય - પ્રવેશ • ૨૧૭ આત્મ કથાઓ • ૨૧૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ મારી કલ્પનાની પીંછીથી રંગી નાખ્યો હતો. માતા-પિતાએ આપેલા ધર્મના સંસ્કારો જો કે અંદર પડ્યા જ હતા. પણ અત્યારે તો હું એ બધું ભૂલી મનોરથોના મીનારાઓ બનાવી રહી હતી. આ ઉંમર જ એવી છે, જયારે કલ્પનાના ઘોડાઓ કૂદાકૂદ કરતા હોય ! પણ મને ક્યાં ખબર હતી મારો માર્ગ અચાનક જ બદલાઇ જવાનો છે ? મારી કલ્પનાને અનુકૂળ આવે એવું જ સુંદર જંગલ રસ્તામાં આવ્યું. સામાન્ય રીતે જંગલ ડરામણું હોય, પણ આ જંગલ ખૂબ જ સોહામણું હતું. ચારે બાજુ જાંબુ, આમલી, આંબા, નાળીયેર આદિના વૃક્ષો ! મનોહર ટેકરીઓની હારમાળા ! ટેકરાઓમાંથી ખળ-ખળ... વહેતાં ઝરણાં ! જોતાં જ મન તર-બતર થઇ ઊઠે તેવા દેશ્યો ! ઠંડો મીઠો પવન ! ઊર્મિયોથી ફાટ-ફાટ થતું હૃદય ! વસંત ઋતુનો સમય ! આંબાની ડાળ-ડાળે કોયલોનો મીઠો ટહુકાર ! ટહુકારે-ટહુકારે માદકતાની સરવાણી ! રસ્તામાં વસંત શૈલ નામની ટેકરી આવી. અમે જોયું તો સ્તબ્ધ બની ગયા. એક મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. આવા જંગલમાં મુનિ ? શું ધ્યાનની લગની છે ? દુનિયાની ઘોંઘાટથી લાખો યોજન દૂર આ મુનિવર આત્મામાં ઊંડા ઊતરી ગયા હતા. એમના ચહેરા પરની મસ્તી અંદરની અપાર શાંતિને અભિવ્યક્ત કરી રહી હતી. સમાધિજન્ય આનંદ એટલો ગાઢ હતો કે જે પાસે આવનારને પણ આંદોલિત કરતો હતો. મુનિશ્રીનું વ્યક્તિત્વ એટલું ચુંબકીય બની ગયું હતું કે કોઇ પણ માણસને પાસે જવાનું મન થઈ આવે. જંગલમાં મંગલમૂર્તિ સમા આવા મુનિવર પાસે જવાનું અમને પણ મન થઈ આવ્યું. અમારો રથ ઊભો રહ્યો. મારા પતિદેવ વજબાહુને તો મુનિના દર્શન-વંદનની ઘણી હોંશ હતી. એથી સૌથી આગળ ઉમંગભેર ચાલવા માંડ્યા. નવપરિણીતનો ધર્મ ગુરુ પ્રત્યેનો આદર કોઇને પણ આશ્ચર્યકારક જ લાગે. મારા ભાઇ ઉદયસુંદર પણ આશ્ચર્યચકિત થઇ બોલ્યા : “કેમ બનેવીજી ! દીક્ષાબીક્ષાના તો ભાવ નથી ને ! હોય તો કહી દેજો હોં ! એકલા-એકલા આત્મ કથાઓ • ૨૧૮ લાડવો નહિ ખાતા ! કાંઇક અમારો ભાગ પણ રાખજો.” મારા ભાઇએ મજાક કરી. પણ અહીં તો જોઇતું'તું ને વૈદે કીધું. મારા પતિદેવે મજાકને પણ વધાવી લીધી : “હા... ભઇ ! વિચાર તો કંઇક એવો જ છે. માનવજીવનની સફળતા સંયમમાં છે, એવું નાનપણમાં માતા-પિતાએ ઘુંટાવ્યું છે. શ્રાવક એને જ કહેવાય જે સર્વ વિરતિની લાલસાવાળો હોય. સર્વ વિરતિની તીવ્ર ઇચ્છા વિના દેશ વિરતિ પણ ટકી શકે નહિ. શ્રાવક, શ્રાવકપણામાં તો જ ટકી શકે જો એ સાધુપણા માટે સતત તલસાટ અનુભવતો હોય. માત્ર તલસાટ અનુભવે એટલું જ નહિ, વખત આવ્યે સાધુ બની જ જાય. કેદી જેલમાંથી ભાગી છૂટવાની તક નિરંતર શોધતો હોય છે. તક મળવા છતાં કેદી ન ભાગે એવું બને ? તક મળતાં જ સંસારથી ભાગી છૂટે એનું નામ શ્રાવક ! શ્રાવકને આ આખો સંસાર જેલ લાગે ! જેલમાંથી જેટલું જલ્દી છૂટાય તેટલું સારું ! જેલને મહેલ ગણી જેઓ મસ્ત થઈને પડ્યા રહે તેઓ તો પોતાની જ જેલને, પોતાના જ બંધનોને વધુ ને વધુ મજબૂત બનાવતા રહે છે. મારી આ વાત ખોટી હોય તો કહો ! “વાત તો તમારી સો ટકા નહિ, પણ સવા સો ટકા સાચી છે, પણ એ બધું અત્યારે ના શોભે.’ ‘વાથી વાઘનાથ વેલો છે ? Tન ' લગ્નની વીણા વાગતી હોય ત્યારે વેદ-વાણી શોભે નહિ ! બધું સમય પર શોભે. સર્વ વિરતિના સોણલા બરાબર છે. પણ એ બધું અત્યારે નહિ. અત્યારે કસમય છે.” મારા ભાઈએ કહ્યું. વાત કહો છો ? કસમય ? ધર્મ માટે કદી કસમય હોય ? મૃત્યુ માટે કોઇ કસમય ન હોય તો ધર્મ માટે કસમય કેવો ? કોઇ બાળક કે કોઇ જુવાન નહિ જ મરે એની તમે ખાતરી આપી શકો છો ? તો પછી કોઇની ધર્મ-ભાવના શી રીતે રોકી શકાય ? કોઇની ધર્મ-ભાવના રોકવી એટલે એને જીવનમાં સફળ બનતો અટકાવવો !” મારા પતિદેવની વૈરાગ્યવાણી અસ્મલિત વહી રહી. બીજું બધું ઠીક... પણ મારી નાનકડી બેનનું તમે કાંઇ વિચાર્યું? પરકાય - પ્રવેશ • ૨ ૧૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ જ એ કેટલા મીઠા-મધુરા સપનાઓ લઇ તમારી પાસે આવી છે ? એ સંસારજીવનમાં ડગલા માંડે એના પહેલાં જ એના સપના ચૂર-ચૂર કરી નાખવા છે ? જો આવું જ કરવું હતું તો લગ્ન કર્યા શા માટે ? લગ્નની પણ કોઇ જવાબદારી ખરી કે નહિ ? જવાબદારીનું પોટલું મૂકીને ભાગી છુટવું એ ભાગેડુ વૃત્તિ નથી ? પલાયનવાદ નથી ? આવા પલાયનવાદને ધર્મ કહીશું તો અધર્મ કોને કહીશું ?” “તમારા જેવા ધર્મપ્રેમી આમ કહેશે તો બીજે ક્યાં આશા રાખવી ? સંયમ છોડીને સંસાર તરફ ડગ માંડવા એ જ પલાયનવાદ છે. સંયમ તરફના પ્રયાણને પલાયનવાદ કહેવો કે ભાગેડુવૃત્તિ કહેવી એ સૂર્યને અંધકાર કહેવા બરાબર છે. હવે રહી વાત મનોરમાની. સૌ પ્રથમ, મનોરમા સતી છે કે અસતી ? સતી હોય તો પતિના પગલે ચાલવાની ફરજ ખરી કે નહિ ? જો અસતી હોય તો તેનું તે જાણે.” ધગધગતા આગના ગોળા જેવી વૈરાગ્ય-ઝરતી વાણી અમે બંને ભાઇ-બહેન સાંભળી રહ્યા. એમાં પણ સતી કે અસતી'ના વાક્યે તો મનમાં જબરદસ્ત ઘમ્મરવલોણું શરૂ કરી દીધું. મારા માટે વિકલ્પરૂપે પણ ‘અસતી’ શબ્દનો પ્રયોગ શા માટે ? ઇભ્રવાહનની પુત્રી હું અસતી ? ના... એવું કદી જ ન બની શકે. એવા શબ્દના પ્રયોગમાં પણ મારું અપમાન છે. પતિનો જે વિચાર તે મારો વિચાર ! પતિની ઇચ્છા તે મારી ઇચ્છા ! પતિનો માર્ગ તે મારો માર્ગ ! એમાં બીજો વિકલ્પ જ કર્યો ? જો મારા પતિદેવ દીક્ષા લેશે તો હું પણ લેવાની જ - હું મનોમન બોલી રહી. અમે બધા વસંતશૈલ પર્વત પર ચડી રહ્યા હતા અને ત્યારે અમારો આ રીતે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. મારો ભાઇ ઉદયસુંદર તો હજુ એમ જ માનતો હતો કે આ તો બધી વાતો છે. વાતોના વડાથી કાંઇ વળે નહિ. પણ... મારા પતિદેવે તો કમાલ કરી. મુનિ પાસે જઇ દર્શન-વંદન કરી, ધર્મ સાંભળી સીધી દીક્ષાની જ માંગણી કરી. ઉદયસુંદરે કહ્યું : ‘અરે જીજાજી ! રહેવા દો ! હું તો મજાક કરતો હતો. મજાકને હળવાશથી લો.' આત્મ કથાઓ • ૨૨૦ ‘તમારી મજાક ડાહ્યાની છે કે ગાંડાની ? ડાહ્યો માણસ મજાકમાં પણ જે બોલે તે પણ વજ્રના ટાંકણે લખાય.' ઉદયસુંદરના અંતરને જોરદાર ધક્કો લાગ્યો એ બોલી ઉઠ્યો : ભલે ત્યારે. તમે જો દીક્ષા લેતા હો તો હું પણ લઇશ. પતિ અને ભાઇને દીક્ષા લેતા જોઇ કઇ સ્ત્રી એમને એમ બેસી રહે ? હું પણ દીક્ષા માટે તૈયાર થઇ ગઇ. અમને ત્રણેયને દીક્ષા લેતા જોઇ અમને મૂકવા આવેલા પચ્ચીસ રાજકુમારો પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. વૈરાગ્યમાં વિલંબ કેવો ? અમે બધાએ ત્યાં ને ત્યાં જ ટેકરી પર રહેલ ગુણસાગર મુનિ પાસે દીક્ષા લઇ લીધી. તમને જાણીને આશ્ચર્ય થશે : દીક્ષા લઇને મને કદી વિચાર આવ્યો નથી : હાય ! હાય ! મારા બધા સપના ચકનાચૂર થઇ ગયા ! મારા બધા જ મનોરથો માટીમાં મળી ગયા ! ઊલટું, હું હંમેશ આનંદમાં જ રહી : ‘ઓહ ! કેવી હું ભાગ્યશાળી ! મને કેવા ઉત્તમ પતિ મળ્યા... જેમના પગલે-પગલે ડગલા માંડવાથી મારું પણ આત્મકલ્યાણ થઇ ગયું !' વિશ્વને પણ ખબર પડી : ‘સતીનું સતીત્વ, પતિને અનુસરણ કરવાનું દૃઢત્ત્વ કેટલું ઉચ્ચ હોય છે ?’ કોઇ એમ નહીં સમજતાં : ‘અહીં પ્રેમનો ક્ષય થયો છે. નહિ, ખરેખર તો અહીં જ પ્રેમ પૂર્ણતાને પામ્યો છે. બે શરીર મળે તે કામ છે. બે મન મળે તે પ્રેમ છે ને બે આત્મા મળે તે ભક્તિ છે. કામથી પ્રેમ ને પ્રેમથી ભક્તિ સૂક્ષ્મ છે. જેમ જેમ સૂક્ષ્મતા આવતી જાય તેમ તેમ પ્રેમ પવિત્ર બનતો જાય, અપાર્થિવ બનતો જાય. પાર્થિવ પ્રેમમાં જ સર્વસ્વ માનનારાઓ માટે અપાર્થિવની કલ્પના મુશ્કેલ લાગશે, પણ એવું બની શકે છે, એટલી વાત તો મારા દૃષ્ટાંતથી સહુએ સ્વીકારવી જ રહી. જ પરકાય - પ્રવેશ ૦ ૨૨૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૩૧) હું નામશ્રી રસોઇ બનાવવામાં હું હોશિયાર હતી. મારી રસોઇ જેના મુખમાં જાય તે મોંફાટ મારી પ્રશંસા કર્યા વિના ન રહે. મારા પતિ તો મને રોજ કહે : પ્રિયે ! તું એવી સુંદર રસોઇ બનાવે છે કે આંગળા કરડી ખાવાનું મન થઇ આવે ! આવી પ્રશંસાથી હું ફાટીને ધુમાડો થઇ જતી. સ્વપ્રશંસા કોને ન ગમે ? મારું ગામ ચંપાપુરી. પતિનું નામ સોમદેવ. કુલ અમારું બ્રાહ્મણનું. એક વખત અમારે ત્યાં જમણવાર ! અમારું આખું કુટુંબ અમારે ઘેર જમવા આવવાનું હતું ! મને ઘણી હોંશ હતી, જમાડવાની, ખાસ કરીને મારી પાક શાસ્રની કળા દેખાડવાની. રસોઇમાં પણ શાક બનાવવામાં મારી માસ્ટરી ! મારું જે ખાય શાક ! એનો ઊતરી જાય બધો થાક ! એમ હું માનતી. આ જમણવારમાં તો શાક એવું બનાવું, એવું બનાવું કે બધા છક્કડ ખાઇ જાય ! ...ને મેં તુંબડીનું શાક બનાવ્યું. મીઠું, મરચું, તેલ વગેરે નાખીને એવું સ્વાદિષ્ટ બનાવ્યું કે ન પૂછો વાત ! પણ રે, જ્યાં મેં એ ચાખ્યું. થૂ-થૂ... કરીને ફેંકી દીધું ! કડવું વખ હતું. મને ખ્યાલ આવી ગયો : મેં મસાલા પર તો ધ્યાન આપ્યું, પણ મૂળ વસ્તુ પર જ ધ્યાન ન આપ્યું. મીંડા વધારતી ગઇ, પણ આગળના એકડા પર જ ધ્યાન ન આપ્યું ! બીલ્ડીંગ બનાવતી ગઇ, પણ પાયાનો ખ્યાલ રાખ્યો જ નહિ ! રે, મારી મૂર્ખતા ! મારા મનોરથોનો મીનારો ક... .... ડ... ભૂસ તૂટી પડ્યો. આ કડવી તુંબડીનું શાક એટલું કડવું હતું કે કોઇને આપી શકાય તેમ ન્હોતું ! કડવું જ નહિ, ઝેરી પણ હતું. શાક ઝેરી હોવા છતાં ફેંકી દેવાનો મારો જીવ ચાલ્યો નહિ. શાક બનાવવા મેં કેટલી મહેનત કરી ? કેટલો કિંમતી મસાલો નાખ્યો ? આવા શાકને ફેંકાય કેમ ? મેં શાકને એક બાજુએ મૂકી દીધું. આત્મ કથાઓ • ૨૨૨ જે શાક પર ઘણા અરમાનો રાખ્યા હતા એ જ આવું નીકળ્યું ! સાચે જ જે વસ્તુ પર આપણને ઘણો અભિમાન હોય, એ વસ્તુ મોટા ભાગે આપણા હાથમાંથી જાય. રૂપનું અભિમાન કર્યું તો રૂપ ગયું, સમજો. કદરૂપા બનવું પડે. બુદ્ધિનું અભિમાન કર્યું તો બુદ્ધિ ગઇ સમજો. ધનનું અભિમાન કર્યું તો ધન ગયું સમજો. પોતાની કોઇ પણ વિશેષતાનું અભિમાન કરીને તે વિશેષતાને ખોઇ દેનારા ઘણા માણસો તમને તમારી આસપાસ મળી આવશે. કુદરત આના દ્વારા માણસને સંકેત આપવા માંગે છે : ઓ માનવ ! તને મળેલી કોઇ અસાધારણ વિશેષતાનું અભિમાન કરીશ નહિ. નહિ તો એ વિશેષતા ચાલી જશે. પણ આ સંકેત નિર્મળ બુદ્ધિવાળા જ સમજી શકે. મારા જેવી કઠોર-નઠોર બુદ્ધિવાળી બૈરી શું સમજે ? સંકેત સાફ હતો : ‘પાકશાસ્ત્રની નિષ્ણાતતાનું અભિમાન છોડી દે. નહિ તો પરિણામ સારું નહિ આવે.' પણ કુદરતનો આ સંકેત મારા બહેરા કાને અથડાયો. સંવેદનહીન વ્યક્તિ, સ્થૂલ સંકેતોને પણ ન પકડી શકે તો સૂક્ષ્મ સંકેતોની તો વાત જ શી કરવી ? શાક એક બાજુએ મૂકીને હું બીજું કામ કરવા બેઠી હતી ત્યાં જ ધર્મલાભ’ શબ્દ મારી કાને અથડાયો. મૂઆ આ મુંડિયા ક્યાં સવારના પહોરમાં હાલ્યા આવ્યા ? કાંઇ કામ ધંધો જ નહિ. મફતનું ખાવું ! કોઇ કામધંધો કરવો નહિ. ‘ધર્મલાભ’ આપી પાત્રા ભરીને રવાના થઇ જવું, આ જ ધંધો ! જૈન સાધુને દરરોજ જોઇ હું મનમાં બબડવા લાગી. મને સાધુઓ પ્રત્યે પહેલેથી જ દ્વેષ ! સાધુઓને હું તો સાધુડા જ કહેતી ! મારે મન એ મફતનું ખાઇને તાગડધીના કરનારી બાવાઓની જમાત જ હતી. આવા બાવાઓને તો સીધાદોર કરી નાખવા જોઇએ. આવું મેં કેટલીયેવાર વિચાર્યું હશે... પણ જોઇએ તેવો કોઇ મોકો મળેલો ન્હોતો. આજે કુદરતી રીતે સારો મોકો મળ્યો હતો. જૈન સાધુ ભિક્ષા માટે આવેલા હતા ને મારી પાસે ઝેરી શાક તૈયાર હતું. આવો અવસર મળે ક્યાંથી ? મેં તક ઝડપી લીધી. ઘેર આવેલા સાધુના પાત્રમાં કડવી તુંબડીનું ઝેરી શાક વહોરાવી દીધું. ‘વહોરાવી દીધું.’ એમ કહ્યું, એના કરતાં ‘નાખી દીધું' એમ કહું તો વધુ ઠીક ગણાશે. પરકાય - પ્રવેશ - ૨૨૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ મેં ગાંડીએ માન્યું : ચલો, સારું થયું એક પંથ દો કાજ. મુનિને દાન આપ્યું એમ પણ કહેવાય ને શાકનું પણ ઠેકાણું પડી ગયું... પણ આ ‘ઠેકાણું'માંથી ‘’ નીકળીને મારા ભાગ્યમાં ‘કાણું' જ થવાનું છે - એની મને ક્યાં ખબર હતી ? મુનિશ્રી ધર્મરુચિ તો શાક ગ્રહણ કરીને સરળભાવે પોતાના ગુરુદેવ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે જતા રહ્યા.. ૩-૪ પહોર પછી સમાચાર મળ્યા : એ ધર્મરુચિ મુનિએ જ્યારે આહાર પોતાના ગુરુદેવને બતાવ્યો ત્યારે ગુરુદેવે એ આહારનો નિર્જીવ ચંડિલ ભૂમિ પર ત્યાગ કરી દેવા કહ્યું. કારણ કે ગુરુદેવ જાણી ગયા હતા કે આ શાક ઝેરી છે. ગુરુની આજ્ઞા મસ્તકે ચડાવી મુનિ ધર્મરુચિ જંગલમાં ગયા... પણ ઝેરી શાકના ટીપા માત્રથી કીડીઓને મરતી જોઇ એમનું દયાર્દ્ર હૃદય કંપી ઊઠ્યું. આથી શાકને બહાર ક્યાંય ન નાખતાં પેટમાં જ નાખી દીધું. કાતિલ ઝેર શરીરમાં વ્યાપ્ત થઇ જતાં મુનિશ્રી સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. એમના મૃત્યુથી શિષ્ય પરિવાર સાથે આચાર્યશ્રી ખળભળી ઊઠ્યા. આચાર્યશ્રીની પ્રેરણાથી સાધુઓએ ચૌટે ઊભા રહી મુનિશ્રીના અકાળ અવસાનની ઘોષણા કરી અને ગુનેગારને યોગ્ય સજા મળવી જ જોઇએ એવો સૌને અનુરોધ કર્યો. એક મહાત્માની આવી હત્યા બરદાસ્ત થઇ શકે નહિ. આખા નગરમાં હલચલ મચી ગઇ. શંકાની સોય આખરે મારા તરફ તકાઇ. નગરમાં વાયુ વેગે વાત ફેલાઇ ગઇ : નઠારી નાગશ્રીએ દ્રષ-બુદ્ધિથી જૈન મુનિ ધર્મરુચિને કડવી તુંબડીનું ઝેરી શાક વહોરાવ્યું. નિર્દોષ મહાત્માની હત્યારીને હજારો ધિક્કાર હો ! બધા મને એકી અવાજે ધિક્કારવા લાગ્યા. બીજા તો ઠીક પણ અમારી જ્ઞાતિના બ્રાહ્મણોએ પણ મારા આવા નિર્ગુણ દૂર કૃત્યને એકી અવાજે વખોડી કાઢ્યું. અરે... મારા કુટુંબીઓએ પણ મારી ભર્જના કરી... ને આગળ વધીને મારા પતિદેવે પણ ઘરમાંથી કાઢી મૂકી : “રાંડ ! આવા ભૂંડા કામ કરે છે ? આખા ગામમાં નામ ખરાબ કરે છે ? શરમ નથી આવતી ? જા... નીકળી જા... ઘરથી બહાર. તારું મોઢું જોવું પણ પાપ છે ! બીજા કોઇની નહિ, ને આત્મ કથાઓ • ૨૨૪ તે મુનિની હત્યા કરી ? નિર્દોષ મુનિની ? શું બગાડ્યું'તું મુનિએ ? તને કોઇ વિચાર પણ ન આવ્યો ? તારું હૃદય કંપી ન ઊડ્યું ? તારું હૃદય, હૃદય છે કે માત્ર માંસનો લોચો છે ? લાગણી જેવું કોઇ તંત્ર અંદર છે ખરૂં? આવું નિષ્ફર હૃદય લઇ તું ફરે છે ? આવી કઠોર-નઠોર સ્ત્રી મારે ન જોઇએ. તું અહીંથી નીકળી જા. તને જોતાં જ મને શું નું શું થઇ જાય છે ! ગામથી ધૂત્કારાયેલી, જ્ઞાતિથી ધિક્કારાયેલી, કુટુંબથી હડસાયેલી, કુલથી તરછોડાયેલી, પતિથી સજાયેલી હું સૌના મેણા-ટોણા સાંભળતી નગરમાંથી બહાર નીકળી. બધાએ મારી આટલી ભર્સના કરી. પણ મને મારા કૃત્ય માટે કોઇ પશ્ચાત્તાપ ન થયો. ઊલટું, હું સૌને ગાળો આપવા લાગી : બધા જ ખરાબ છે. મારું ચાલે તો સાધુડાઓની સાથે આ બધા સાધુડાઓના ભક્તોને પણ સીધાદોર કરી નાખું ! આવા ભયંકર રૌદ્રધ્યાનથી રૌદ્ર અટવીમાં મૃત્યુ પામી હું, સ્ત્રી વધુમાં વધુ જ્યાં જઈ શકે એ છઠ્ઠી નરકમાં જઇ પહોંચી ! મારાં કાળાં કૃત્યો માટે મને મળેલો આ બદલો હતો. પરકાય - પ્રવેશ • ૨૨૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ (૩૭) હું સુકુમારિકા સામાન્ય રીતે કુમારાવસ્થામાં માણસ અનેક સ્વપ્નોમાં રાચતો હોય છે. એ સ્વપ્ન સૃષ્ટિમાં જ જીવતો હોય છે. પુરુષોને એ અવસ્થામાં આકાશમાં ઊડવાના કે સિકંદર થવાના સ્વપ્ન હોય છે. જ્યારે સ્ત્રીઓને સ્વર્ગની પરીના અથવા અખંડ સૌભાગ્યના સ્વપ્ન હોય છે. હું પણ એક કુમારી સ્ત્રી હતી. ચંપાનગરીના પ્રસિદ્ધ શેઠ સાગરદત્તની હું સુકુમારિકા પુત્રી હતી. માતા સુભદ્રાની લાડકવાયી હતી. રૂપાળી હતી, ભણેલી-ગણેલી હતી. મારા પોતાના અનેક મનોરથો હતા. રૂપાળા, કહ્યાગરા, કામણગારા કંત સાથે જીવન-પંથ હું સુખપૂર્વક વીતાવીશ – એવા મનોરથો કોને ન હોય ? પણ મનોરથ કોઇના સફળ થયા છે ? મનોરથ પૂર્ણ થતા રહે તો સંસાર શાનો ? સંસારમાંથી કોઇ શા માટે ભાગવાનો પ્રયત્ન કરે ? ભલભલાના મનોરથોના મીનારા અહીં ચૂર-ચૂર થઇ જતા હોય છે. યુવાવસ્થામાં જિનદત્ત શેઠના પુત્ર સાગર સાથે મારાં લગ્ન થયાં. સોહામણા સ્વપ્નો સાથે હું શયનકક્ષમાં ગઇ... પતિ મારી પાસે આવ્યો. એક-બે વાર મારો સ્પર્શ કર્યો... પણ તરત જ એ દૂર ખસ્યો ! જાણે હું સળગતો અંગારો હોઉં ! સવારે જોયું તો પથારી ખાલી ! મને છોડીને મારા પતિદેવ છૂ થઇ ગયા હતા. રડતાં-રડતાં સવારે મેં પિતાજીને વાત કરી. પિતાજીએ વેવાઇ જિનદત્તને વાત કરી. બે-ત્રણ દિવસ પછી જિનદત્ત શેઠ ઘરે આવ્યા ને મારા પિતાજીને કહેવા લાગ્યા : વેવાઇ ! મેં મારા પુત્ર સાગરને સમજાવ્યું, પણ એણે તો સાફ-સાફ શબ્દોમાં કહી દીધું : “પિતાજી ! હું આપ કહો તો ઝેર ખાવા તૈયાર છું. અગ્નિમાં પડવા તૈયાર છું, પહાડ પરથી ભૂસકો મારવા તૈયાર છું, પણ સુકુમારિકા પાસે તો નહિ જ જાઉં... એ સ્ત્રી નથી... એ તો ભડભડતી જ્વાળા છે. એની પાસે રહી જીવનભર હું શેકાવા નથી માંગતો.” પિતાજીએ મને કહ્યું : “બેટી ! તું હવે સાગરને ભૂલી જા. એ તને મનથી પણ ચાહતો નથી. એના પર દબાણ કરવું વ્યર્થ છે. પ્રેમ કદી પરાણે થઇ શકે નહિ. પણ તું ચિંતા કરીશ નહિ. તારા માટે હું બીજા કોઇ યુવકની તપાસ કરીશ. પિતાજી બીજા નિધન યુવકને લઈ આવ્યા, પણ એય એક રાતના અનુભવે ભાગ્યો. આમ કેટલાય યુવકો આવ્યા ને ગયા. પણ કોઇએ મારો સ્વીકાર કર્યો નહિ. હું વિચારમાં પડી : શું મને ચાહનાર એક પણ યુવક આ ધરતી પર નહિ હોય ? અર૨૨... હું કેવી અભાગી ? મારું રૂપ, મારું યૌવન - આ બધું શા કામનું ? હૃદયમાં પ્રેમના પૂર ઉમટે છે, પણ એને કોઇ ઝીલનાર તો જોઇએ ને ? કોઈ ચાહનાર ન હોય એવી યુવાની વ્યર્થ છે ! કોઇ જોનાર ન હોય એવું રુદન વ્યર્થ છે ! કોઇ સુંદનાર ન હોય એવું ફૂલ વ્યર્થ છે ! મારા જીવનની વ્યર્થતા પર હું રડી પડી ! હવે રચે શું થાય ? નાગશ્રીના ભવમાં કડવી તુંબડીનું શાક વહોરાવી મુનિની હત્યામાં નિમિત્ત બનનારી હું આજે આવું દુઃખ પામી રહી છું - એ વાતની મને ક્યાં ખબર હતી ? હસતાં-હસતાં બાંધેલા કર્મ રોતાં-રોતાં પણ છૂટી શકતા નથી - એ તત્ત્વજ્ઞાન કુદરત મને શીખવવા માંગે છે એની મને ક્યાં ખબર હતી ? હું આખો દિવસ સૂન-મૂન થઇને રહેવા લાગી... જીવનમાં સર્વત્ર હું શૂન્યાવકાશ જોવા લાગી. સારામાં સારું પહેરવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું વગેરે મળતું હોવા છતાં અંદરથી દુઃખી હતી. પિતાજીની પ્રેમપૂર્ણ સમજાવટથી હું જૈન ધર્મના શાશ્વત, તત્ત્વોના ચિંતન તરફ વળી. સાધ્વીજી મ. ના સમાગમે મારું હૃદય વૈરાગ્ય-વાસિત બની ઊઠ્યું. સંસારની અસારતા નજર સામે જ જોયેલી હતી. મનથી વૈરાગ્યને વાર કેટલી ? હું દીક્ષા લેવા માટે સજ્જ બની. યોગ્ય જાણી મને ગુરુણીએ દીક્ષા આપી. હવે હું સાધ્વી અવસ્થામાં પહેલાંનું બધું ભૂલી જઇ સંયમની સાધનામાં ડૂબી ગઇ. દુષ્કર્મોને તોડવા ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવા લાગી. પરકાય - પ્રવેશ • ૨૨૭ આત્મ કથાઓ • ૨૨૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ એક વખતે મને ઇચ્છા થઇ આવી. જંગલમાં એકલી જઇ, છટ્ટઅક્રમના તપ-પૂર્વક સૂર્ય સામે અપલક દૃષ્ટિ લગાવી એકાગ્ર મનથી આતાપના કરું. આ માટે મેં ગુરુણીની રજા માંગી. પણ ગુરુણીજીએ ના કહી. આ રીતે સાધ્વીથી એકલાં ન જવાય. પણ મારી જીદ્દ અડગ હતી. હું મારી વાત પર મક્કમ રહી. મોહરાજા બહુ ચાલાક છે. એ ક્યાંક ને ક્યાં થાપ ખવડાવી જ દે છે. ને હું સ્વચ્છંદતાના નાદે ચડી ગઇ. મારી હઠ સામે ગુરુણીએ નમતું જોખ્યું. મને જંગલમાં જવા દીધી. ગુરુની વાત સ્વીકારવા શિષ્ય તૈયાર જ ન હોય ત્યાં તેઓ મૌન સિવાય શું કરી શકે ? એક ઉદ્યાનમાં જઇ હું આતાપના કરવા લાગી. પછી તો જે થવાનું હતું તે જ થયું. ગુરુના આશીર્વાદ વિના કલ્યાણ ક્યાંથી થાય ? તે ઉદ્યાનમાં મેં એક દિવસ પાંચ પુરુષોથી સેવાતી એક વેશ્યા જોઇ. એક પુરુષના ખોળામાં એ સૂતેલી હતી. કોઇ એને પંખો નાખતો હતો. કોઇ પગ દબાવતો હતો. તો કોઇ વેણી ગુંથતો હતો. આ દેશ્ય જોતાં જ મારું હૃદય ખળભળી ઊઠ્યું : હાય ! હાય ! હું કેટલી અભાગી ! એક પુરુષ પણ મને ન મળ્યો ! પૂર્વના સંસ્કારો જાગૃત થઇ ઊઠ્યા. મેં નિયાણું કર્યું ઃ મારા સંયમનું... કોઇ ફળ હોય તો આગામી જન્મમાં મને ચાહનારા પાંચ પુરુષો મળે ! આવું નિયાણું ન કરવા બીજાએ ઘણું સમજાવી, છતાં મેં નિયાણું ન છોડ્યું. અનશનપૂર્વક મરી અને સૌધર્મદેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી બની. ત્યાંથી ચ્યવીને દ્રુપદ રાજાની પુત્રી હું દ્રૌપદી બની. દ્રૌપદીના પાંચ પાંડવ પતિ હતા તે તો તમે જાણો જ છો ને ? એનું કારણ પૂર્વભવનું આ નિયાણું હતું ! આત્મ કથાઓ • ૨૨૮ (83) હું સુવ્રતાશ્રી ‘હું ઘણી જ રૂપાળી હતી, પણ આ રૂપ જ મારું શત્રુ બન્યું. રૂપ તો તીર્થંકર પ્રભુનું પણ હોય છે... એવું અદ્ભુત એ રૂપ હોય છે કે કરોડો ઇન્દ્રો પણ એમના જેવું રૂપ બનાવી શકે નહિ. અંગૂઠા જેટલું પણ નહિ! પણ પ્રભુનું રૂપ જોતાં જ આંખ ઠરે, શાંત રસના ઝરણા વહેવા માંડે, વાસનાની ભૂતડીઓ મનમાંથી ભાગી જાય... પણ અમારા જેવાના રૂપમાં આવો અતિશય ક્યાંથી લાવવો ? જે બીજાને વિકારી બનાવે એવા રૂપને શું કરવાનું ? હાય છટ્ ! જ્યારે મને ખબર પડી કે મારા જેઠ મારા રૂપમાં પાગલ બન્યા છે ત્યારે હું સ્તબ્ધ બની ગઇ! આ તો પાણીમાંથી આગ પેદા થઇ ! બીજો કોઇ મારા પર કુદૃષ્ટિ કરે તો હું સસરા તુલ્ય જેઠ પાસે જાઉં, પણ જેઠ જ કુદૃષ્ટિ કરે તો ક્યાં જવું ? રક્ષક જ ભક્ષક બને, વાડ જ ચીભડાં ગળવા લાગે તો શું કરવું ? મારા પતિ યુગબાહુ ! મારા જેઠ મણિરથ ! સુદર્શન નગરના રાજા ! કોઇ કાળ ચોઘડીએ મારા જેઠની મારા પર નજર પડી અને તે દિવસથી મારો દા'ડો ઊઠી ગયો. જો કે મને તો વાતની ખબર જ ન્હોતી કે મારા જેઠ મારા પર મોહાયા છે, એકપક્ષીય પ્રેમ શરૂ થઇ ગયો છે. ઘણીવાર મારા જેઠ પોતાની દાસીને મારી પાસે મોકલતા અને તેની સાથે સારાસારા આભૂષણ-વસ્ત્ર વગેરે મોકલતા. હું એ બધું સામાન્ય સમજી લઇ લેતી. મને ક્યાં ખબર હતી આની પાછળ જેઠ બીજું કશુંક કહેવા માંગે છે ? સરળને બધું સરળ જ દેખાય. ...પણ એક દિવસે દાસીએ જ્યારે જેઠના પેટની વાત કહી ત્યારે હું ચોંકી ઊઠી, વિફરી ઊઠી. ‘તારા રાજાને કહી દેજે મદનરેખાની આશા મૂકી દે. કદાચ જબરદસ્ત કરવામાં આવશે તો મદનરેખાનું મડદું જ હાથમાં આવશે, જીવતી મદનરેખા કદી જ નહિ મળે.” હું ગર્જી ઊઠી. પણ તોય મારા જેઠ અંદરથી નિરાશ ન જ થયા. અંદરથી માનવા લાગ્યા : જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખા મારી શી પરકાય - પ્રવેશ ૦ ૨૨૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ રીતે થઈ શકે ? યુગબાહુનો કાંટો કાઢવો જરૂરી છે. પછી બીજું કામ સરળ થઇ જશે. મદનરેખા ભલે ‘ના’ પાડતી રહે, પણ એ “ના” જ ‘હા’માં બદલાઇ જશે. આમેય સ્ત્રીઓનો સ્વભાવ પહેલા તો ‘ના’ કહેવાનો જ હોય છે. ના... ના... ના... કરતાં આખરે ક્યારે હા... હા... હા... હા... થઇ જાય છે તેની તેને પોતાનેય ખબર નથી પડતી. મારા પતિનું કાસળ કાઢવા સુધી જેઠ પહોંચી ગયા છે, એ વાતની ખબર તો મને ત્યારે જ પડી જ્યારે હું મારા પતિની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયેલી. રાત્રે પણ કદલીગૃહમાં જ અમે બંનેએ રહેવાનું નક્કી કર્યું. થોડી રાત વીતતાં જ સમાચાર મળ્યા : મારા જેઠ મારા પતિને મળવા આવી રહ્યા છે. મને કંઈક ફાળ તો પડી... પણ હું હજુ કાંઇ વિચારું એ પહેલાં જ મણિરથ જેઠ આવી જ પહોંચ્યા. મોટા ભાઇને જોતાં જ મારા પતિ એમના ચરણોમાં ઝૂકી પડ્યા અને તે જ વખતે લાગ જોઇને જેઠે મારા પતિની ગરદન પર જોરથી તલવાર વીંઝી દીધી. લોહીનો ફુવારો છૂટ્યો. મેં ચીસાચીસ કરી મૂકી. મારી બૂમો સાંભળીને ચોકીદારો તરત જ આવી પહોંચ્યા. જેઠને મુશ્કેરાટ બાંધવા લાગ્યા, પણ ઘાયલ થયેલા મારા પતિએ તેમ કરવાની ના પાડી. ચોકીદારોએ આથી છોડી મૂકતાં જેઠ તો તરત જ ભાગી છૂટ્યા. હું આ આઘાતથી હચમચી ઊઠી હતી. મારા જીવનનું સર્વસ્વ મારા અધમ જેઠે લુંટી લીધું હતું. મારી નજર સામે મારા પતિ તરફડી રહ્યા હતા. હું ક્ષણભર હતપ્રભ બની ગઇ... પણ તરત જ મેં મારી જાતને સંભાળી લીધી. અત્યારે હિંમત હારવાથી કાંઇ વળે તેમ નહોતું. ખાસ કરીને મારા પતિને સમાધિ આપવી જરૂરી હતી. બધા વિચારો એક બાજુએ હડસેલી મૂકીને હું મારા પતિને અંતિમ આરાધના કરાવવા લાગી. આ વખતે મારો મોટો પુત્ર ચંદ્રયશા પણ ચિકિત્સા માટે આવી પહોંચ્યો. હું નિર્ધામણા કરાવવામાં લયલીન બની : “હે પતિદેવ ! કોઇની ઉપર પણ વેર ના રાખશો. આપણું ભૂંડું આપણા કર્મથી જ થાય છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરો, વિશેષ કરીને તમારા મોટા ભાઇ સાથે કરો. અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારો. દુષ્કતોની ગહ કરો. સુકૃતોની આત્મ કથાઓ • ૨૩૦ અનુમોદના કરો. પતિદેવ ! ક્યાંય આસક્તિ રાખતા નહિ, વિદાય વેળા નજીક આવી રહી છે. પૂર્ણ જાગૃતિપૂર્વક સમાધિ રાખજો. ભવોભવ આ જીવ અસમાધિમાં મર્યો છે, અસાવધાનીમાં, બેહોશીમાં મર્યો છે. કદી સમાધિ મળી નથી. આ વખતે આ સુંદર અવસર મળ્યો છે. જરા પણ અસમાધિ કે અસાવધાની નહિ રાખતા.” હું જોઇ રહી હતી કે પતિદેવનું મુખ અંધારામાં પણ ચમકી રહ્યું છે. સમાધિમગ્ન છે. અંદરની સમાધિ બહાર મુખમુદ્રા પર ઝલક્યા વગર રહે જ નહિ. અત્યંત સમાધિપૂર્વક એમણે છેલ્લો શ્વાસ લીધો. મને એમની કાયમી વિદાયથી દુઃખ જરૂર થયું, પણ અંતિમ સમયે એમને સમાધિ રહી એ વાતનો મને ખૂબ જ આનંદ હતો. પતિની અલવિદાથી હું અને મારો પુત્ર ચંદ્રયશા - બંને ધ્રુસકેધ્રુસકે રડી પડ્યા. મેં વિચાર્યું : આમ રડવાથી કામ ચાલવાનું નથી. હજુ મારા પર વિપત્તિના વાદળ ઝળુંબી રહ્યા છે. જો અહીં રહીશ તો જેઠ મને ચૂંથી નાખે એમ છે. મરી જઇશ પણ પર-પુરુષને હાથ નહિ લગાડવા દઉં - આ મારો દઢ સંકલ્પ હતો. આમ તો હું મરી પણ જાઉં ! પણ મારા પેટમાં બાળક હતું. મારા કારણે મારા પેટમાંના બાળકે ગર્ભમાં જ મરી જવું પડે, મળેલું મહામોંઘું માનવ-જીવન હારી જવું પડે, એવું હું કદી ન થવા દઉં ! મારે શીલ-રક્ષા સાથે બાળ-રક્ષા પણ કરવી હતી. આથી ભાગી જવાનું જ મને ઠીક લાગ્યું. આ બાજુ ચંદ્રયશા રડતો રહ્યો ને હું અંધારામાં જંગલ તરફ ભાગી નીકળી. કાજળકાળી રાત હતી. ભયંકર જંગલની વાટ હતી ને હું ભાગ્યભરોસે ચાલી નીકળી. કદી જમીનમાં પગ પણ નહિ મૂકનારી રાજ્યપરિવારની સ્ત્રી હું, આજે ઉઘાડે પગે જંગલમાં ચાલી રહી હતી. કાંટા અને કાંકરાઓથી અવાર-નવાર મારા પગ વીંધાઈ જતા હતા, પણ અત્યારે એ બધું ગૌણ હતું. આખી રાત હું ચાલતી રહી ત્યારે સવારે હું ભયંકર અટવીમાંના કોઇ જળાશય પાસે આવી પહોંચી હતી. પાસે કેળનું વન હતું. તેના વડે પરકાય - પ્રવેશ • ૨૩૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ કેદલીગૃહ બનાવી હું ત્યાં રહેવા લાગી. ફળ અને નિર્મળ જળની સુવિધા તો હતી જ. જળ અને ફળની વ્યવસ્થા તો જંગલમાં હજુયે મળી જાય, પણ મારે સૌ પ્રથમ આશ્રયની આવશ્યકતા હતી. માણસની પ્રથમ આવશ્યકતા “રોટી, કપડાં અને મકાનકહેવાય છે. માણસને સૌ પ્રથમ ખોરાક જોઇએ. પછી વસ્ત્ર અને ત્યાર પછી રહેવા મકાન જોઇએ. આ વિધાન પુરુષો માટે ઠીક હશે, પણ અમ સ્ત્રીઓ માટે આવશ્યકતાનો ક્રમ ઊલટો છે, જેના પર પુરુષોએ ભાગ્યે જ વિચાર કર્યો છે. સ્ત્રીઓને સૌ પ્રથમ આશ્રય જોઇએ, મકાન જોઇએ. ત્યાર પછી વસ્ત્ર અને છેલ્લે રોટી જોઇએ. પુરુષો માટે ‘રોટી, કપડાં અને મકાન’ ક્રમ ભલે રહ્યો, પણ સ્ત્રીઓ માટે “મકાન, કપડાં, રોટી' ક્રમ વધુ ફીટ બેસે ! મને કદલી-ગૃહ રૂપી મકાન મળી ગયું હતું. હું કંઇક નિશ્ચિત થઇને રહેવા લાગી. જંગલમાં સંપૂર્ણ નિશ્ચિતતા તો ક્યાંથી મળે ? આટલી મળી તે પણ મારા ભાગ્ય ! સાત દિવસ પછી મેં પુત્રને જન્મ આપ્યો. “રે પુત્ર ! જો તું થોડાક જ દિવસ પહેલાં જન્મ્યો હોત તો ? રાજકીય ઠાઠ સાથે તારો જન્મોત્સવ થાત. આજે જન્મોત્સવ તો શું ? કોઇ પ્રસૂતિકર્મ કરનાર પણ નથી. રે, નસીબ ! મારું હૃદય રડી ઊઠ્યું. હું ઘૂસકે ધ્રુસકે રડી પડી, પણ અહીં મારા રુદનને કોણ સાંભળે તેમ હતું ? હા, કદાચ જંગલમાં સિહ-વાઘ મારું રુદન સાંભળીને મને ખાવા આવી જાય ખરા ! “અરણ્ય-રુદન નિષ્ફળ હોય છે.” એવું સાંભળ્યું તો ઘણીવાર હતું, પણ અનુભવ્યું પહેલી વાર ! જંગલમાં રહીએ તો કોણ સાંભળે ? કોણ આવે ? કોણ આશ્વાસન આપે ? જો કોઇ આશ્વાસન આપનારું ન હોય તો રડવાનો અર્થ શો ? નાનું બાળક પણ આ વાત સમજતું હોય છે. કોઇની હાજરી હોય તો જ એ રડે છે. નહિ તો ચૂપ બેસી રહે છે ! હું નાના બાળક જેટલું પણ ન સમજું એટલી નાદાન હોતી. આથી તરત જ ચૂપ થઇ ગઇ. બાળકના હાથમાં “યુગબાહુ’ નામવાળી વીંટી પહેરાવી, બાળકને કંબલમાં વીંટી એક વૃક્ષ નીચે રાખી હું સરોવરમાં વસ્ત્રાદિની શુદ્ધિ કરવા પહોંચી. જ્યાં હું સરોવરમાં થોડે અંદર ગઇ, ત્યાં જ એક જળહસ્તી આત્મ કથાઓ • ૨૩૨ આવી પહોંચ્યો. હું ભાગવા પ્રયત્ન કરું એ પહેલાં જ એણે મને સુંઢમાં પકડી અને આકાશમાં અદ્ધર ઊછાળી. રે કર્મ ! શું આટલા દુઃખ તને ઓછા લાગ્યા ? જેઠની કુર્દષ્ટિ ! જેઠ દ્વારા પતિનું ખૂન ! ગર્ભવતી અવસ્થામાં જંગલમાં ગમન ! જંગલમાં એકલા જ રહેવું ! એકલા જ પ્રસૂતિકર્મ કરવું ! દુઃખોની આ કેવી વણથંભી વણઝાર ? આ દુઃખો ઓછા હતા તેમ જળહાથીએ આકાશમાં ઊછાળી ! ઊંચે આકાશ અને નીચે પાણી હતું ! બચવાની કોઇ જ શક્યતા હોતી. હું નવકારમાં લીન બની. મેં માની જ લીધું કે હવે મરવાનું જ છે ! પણ... રામ રાખે તેને કોણ ચાખે ? મારા કોઇ પ્રબળ પુણ્યોદયે તે વખતે આકાશમાંથી કોઇ વિદ્યાધરનું વિમાન જઇ રહ્યું હતું. મને આકાશમાં ઊછળતી જોઇને તરત જ એમાંના વિદ્યાધરે મને બચાવી લીધી. મને વિમાનમાં મૂકીને એણે તો વિમાન હંકારી મૂક્યું. હું વિમાનમાં રડતી જ રહી. મારું માતૃહૃદય નવજાત બાળકની ચિંતા કરી રહ્યું હતું. શું થતું હશે ? શી રીતે જીવશે મારા વિના ? કોઇ રાની પ્રાણી ફાડી તો નહિ ખાય ને ? વૈતાઢચ પર્વત પર લઇને તે વિદ્યાધરે મને રડવાનું કારણ પૂછ્યું : મેં બધી આપવીતી સંભળાવીને કહ્યું: ‘જંગલમાં રહેલા મારા એ પુત્રને તમે અહીં લઇ આવો અથવા મને તમે ત્યાં પહોંચાડો. મારા વિના નવજાત શિશુ મરી જશે અથવા જંગલી પશુઓ ફોલી ખાશે.” જો તું મને પતિ તરીકે સ્વીકારે તો હું તારું કહ્યું બધું જ કરવા તૈયાર છું. હું કોણ છું ? તે તું જાણે છે ? વૈતાદ્ય પર્વતના રત્નાવહ નગરના રાજા મણિચૂડ વિદ્યાધરનો હું પુત્ર છું. મારું નામ મણિપ્રભ. મારા પિતાએ મને રાજ્ય સોંપી દીક્ષા લીધેલી છે. મારા પિતા મુનિ ગઇ કાલે નંદીશ્વર દ્વીપમાં યાત્રા કરવા ગયા છે. તેમને વંદન કરવા હું જતો હતો પરકાય - પ્રવેશ • ૨૩૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્યાં રસ્તામાં તું મને મળી. જો તું મને સ્વીકારીશ તો હું તને પટ્ટરાણી બનાવીશ. - હું ચોંકી ઉઠી. વળી, આ ઉપાધિ ક્યાં આવી પડી ? એકમાંથી માંડ છૂટું છું ત્યાં બીજી ઉપાધિ આવી જ પડે છે. ત્યાં મણિરથ મળ્યો. અહીં મણિપ્રભ મળ્યો. ભૂત ગયો તો પલિત આવ્યો. આના કરતાં તો હું સરોવરમાં પડીને મરી ગઇ હોત તો સારું હતું. કમ સે કમ આવી અનિચ્છનીય ઘટના તો ન આવી પડત. જેના પિતાએ દીક્ષા લીધી છે એવો આ માણસ પણ મારા જેવી પારકી નારીમાં લપટાઇ પડે છે ! મોહની કેવી વિડંબના છે ? હવે હું શું કરું ? શું ઘસીને ના કહું? નહિ... નહિ... એમ કરવા જતાં બધી બાજી બગડી જશે. અત્યારે “કંઇક” યુક્તિ લગાડવી પડશે. સૌ પ્રથમ પુત્રની ભાળ મેળવવી પડશે. મેં કહ્યું - “પહેલાં મારો પુત્ર મેળવી આપો. પછી બધી વાત.” મેં પ્રજ્ઞપ્તિવિદ્યાથી જાણી લીધું છે કે તારા પુત્રને મિથિલા નગરીના પદ્મરથ રાજા લઇ ગયા છે. તેમણે રાણી પુષ્પમાળાને આપી દીધો છે. ગૂઢગભ રાણી પુષ્પમાળાએ પુત્રને જન્મ આપ્યો છે - એમ જાહેર કરી અત્યારે તેનો જન્મોત્સવ મનાવી રહ્યા છે. પુત્રની ચિંતા છોડી દે. એ ત્યાં સુખી જ બનશે. હવે તું મારી બની જા. મારી થઈને રહે. બોલ, તારી શું ઇચ્છા છે ?” મેં વિચારીને કહ્યું : “અત્યારે તો આપ નંદીશ્વરની યાત્રાએ જાવ છો ને? મારે પણ આવવું છે. મને પહેલાં યાત્રા કરાવો. પછી આપણે જોઇશું.’ મને વિશ્વાસ હતો : પિતા મુનિના સમજાવવાથી અવશ્ય એ અકાર્યથી પાછો ફરશે. જેના પિતા સર્વવિરતિધર બન્યા હોય એ સર્વથા અયોગ્ય ન હોઇ શકે. મારી ધારણા ખરી પડી. અમે જ્યારે વિદ્યા-બળે નંદીશ્વર દ્વીપે પહોંચી ત્યાંના બાવન શાશ્વત ચેત્યોના દર્શન કરી મુનિશ્રી મણિચૂડ પાસે પહોંચ્યા ત્યારે એમની દેશના સાંભળી મણિપ્રભનું માથું ઠેકાણે આવી ગયું. મુનિશ્રીએ જ્ઞાનથી પોતાના પુત્રના મનોભાવો જાણી જ લીધા હતા. આથી જ એમણે દેશનામાં ‘પરસ્ત્રીગમન કરનાર નરકમાં કેવા ભયંકર આત્મ કથાઓ • ૨૩૪ દુઃખો ભોગવે છે.' એ જ વિષય છેડ્યો હતો. નરકનું એવું આબેહૂબ વર્ણન કરેલું કે ભલભલાની છાતી ધ્રુજવા માંડે. સાંભળનારને એવું જ લાગે : મારી સામે જ પરમાધામીઓ નારક જીવોને પીસી રહ્યા છે. પીલી રહ્યા છે, મારી રહ્યા છે, મચડી રહ્યા છે, હેરાન-પરેશાન કરી રહ્યા છે. મુનિની દેશનામાં એવી તાકાત હતી કે સાંભળનાર હચમચી ઊઠે. મણિપ્રભ તરત જ મારી પાસે આવી માફી માંગવા માંડ્યો : “બહેન ! તું મને માફ કરી દે. હવેથી તું મારી બેન છે.” મહાનુભાવ ! તમે તો મારા ઉપકારી છો. સરોવરમાં પડતી મને બચાવી તથા નંદીશ્વરના શાશ્વત ચૈત્યોની યાત્રા કરાવી છે. તમારા ઉપકાર કેટલા વર્ણવું? હું પણ ગદ્ગદ હૃદયે બોલી ઊઠી. અમારી રીતે વાતો ચાલતી હતી ત્યાં જ ઘ.. ૨... ૨... આકાશમાંથી એક વિમાન આવી ચડ્યું. તેમાંથી એક દેદીપ્યમાન દેવ ઊતર્યો... ને તે મને પ્રદક્ષિણા આપી, વંદન કરવા લાગ્યો. હું તો સ્તબ્ધ જ બની ગઇ. હું કાંઈ બોલું એ પહેલાં જ મણિપ્રભ બોલી ઊઠ્યો : “ઓ દેવ ! તમે તો વિબુધ કહેવાઓ, વિવેકી કહેવાઓ. મુનિ ભગવંત અહીં પ્રત્યક્ષ બિરાજમાન છે, તેમને છોડીને તમે એક સ્ત્રીને પગે પડો છો ? તમારામાં પણ આટલો વિવેક નહિ ?” દેવ કાંઇ બોલે એ પહેલાં જ મણિપ્રભના પિતા મુનિ મણિચૂડ બોલી ઊડ્યા : “મણિપ્રભ ! દેવ જે કરી રહ્યો છે તે બરાબર જ છે. ગયા ભવનો તે યુગબાહુ છે, મદનરેખાનો પતિ છે. મરણ સમયે મદનરેખાએ સમાધિ આપી, ધર્મ આપ્યો. આથી આસન્ન ઉપકારી મદનરેખાને પ્રથમ નમસ્કાર કરે છે તે યોગ્ય જ છે.' આથી મણિપ્રભ દેવની ક્ષમા માંગી. પછી દેવે મને કોઇ કામ માટે પૂછ્યું ત્યારે મેં કહ્યું : “મારે તો હવે મોક્ષની જ ઝંખના છે. સંસારના આ પરિભ્રમણથી હું તો કંટાળી ગઇ છું. પણ એ તો આપ આપી શકો તેમ નથી. તો હમણાં મને મિથિલાનગરીએ પહોંચાડો. જેથી હું મારા નવજાત પુત્રનું મુખડું જોઇ સાધુ-ધર્મનો સ્વીકાર કરું. પરકાય - પ્રવેશ • ૨૩૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ (8) હું નમિ ૨ દેવ મને મિથિલાનગરીમાં લઇ આવ્યો. ત્યાં મંદિરમાં દર્શન કરી સાધ્વીજી ભગવંત પાસે ધર્મ સાંભળવા બેઠી. દેશના એટલી વૈરાગ્ય પ્રેરક હતી કે સાંભળતાં જ મારો આત્મા ત્યારે ને ત્યારે જ સંયમ લેવા ઉત્સુક બની ઉઠ્યો. વૈરાગ્ય એટલો પ્રબળ બની ગયો કે પુત્રનું મુખ જોવાની ઇચ્છા પણ મરી ગઇ. મેં ત્યાં જ, ત્યારે જ દીક્ષા ગ્રહણ કરી. મારા ગુરુણીજીએ મારું નામ ‘સુવ્રતાશ્રી” રાખ્યું. મદનરેખામાંથી ‘સુવ્રતાશ્રી’ બનેલી હું સાધના દ્વારા કર્મ ખપાવી કેવળજ્ઞાન પામી સંસારનો સંપૂર્ણ અંત આણી મુક્તિપદની અધિકારી બની. “મહારાજા ! ગજબ થયો છે. આપણો પટ્ટહસ્તી હસ્તિશાળામાંથી ખીલો ઉખેડીને નાસી ગયો છે. અમે એની પાછળ-પાછળ દોડતા ગયા, પણ હાથી તો ક્યાંય જંગલમાં જતો રહ્યો. જોત જોતામાં ઝાડીઓમાં ક્યાંય અદેશ્ય થઇ ગયો. અમે નિરાશ થઇને પાછા આવ્યા. આજે એવું સાંભળવા મળ્યું છે કે સુદર્શન નગરના રાજા ચંદ્રયશાના માણસો એને પકડીને લઇ ગયા છે. અત્યારે એનો માલિક ચંદ્રયશા છે. હું મિથિલા નગરીની રાજસભાના સિંહાસન પર આવીને બેઠો જ હતો ત્યાં મારી પાસે આવીને હસ્તિપાલે ફરીયાદ કરી. આથી તરત જ એક દૂત ચંદ્રયશા પાસે મોકલ્યો. થોડા દિવસોમાં દૂતે આવીને કહ્યું : “રાજનું ! ચંદ્રયશાએ હાથી આપવાની સ્પષ્ટ ના કહી દીધી છે. એણે તો કહ્યું છે : “હાથી મારા સીમાડામાં આવ્યો હતો ત્યારે મેં લીધો છે. આથી હાથી મારો જ ગણાય. આમેય કોઇ વસ્તુ પર કોઇનો એકહથ્થુ અધિકાર હોતો જ નથી. જેના કાંડામાં જોર હોય તેનો જ અધિકાર ! વીરભોગ્યા વસુન્ધરા ! તારા નમિ રાજાને હાથી જોઇતો જ હોય તો લડીને લઇ લે !” દૂતની વાત સાંભળી હું ઊકળી ઊઠ્યો : “હરામખોર ચંદ્રયશા ! સમજે છે શું એના મનમાં ? કોઇનો હાથી, ચોરીને કઇ રીતે લઇ શકાય છે, એ એને યુદ્ધ મેદાનમાં ખબર પડશે. ચલો સેનાપતિજી ! લશ્કર તૈયાર કરો. યુદ્ધની ભેરી વગડાવો.” ...અને યુદ્ધના રણશિંગાં ફૂંકાયા. વિશાળ સૈન્ય સાથે હું ચાલી નીકળ્યો. સુદર્શન નગરને ચારેબાજુથી ઘેરો ઘાલ્યો. છાવણીમાં બેસીને હું મારા મંત્રીઓ સાથે યુદ્ધના ધૂહો અંગે વિચારણા કરી રહ્યો ને ત્યાં એક જૈન સાધ્વીજી આવ્યાં. પરકાય - પ્રવેશ • ૨૩૭ આત્મ કથાઓ • ૨૩૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ આવા સમયે સાધ્વી ? હું આશ્ચર્યચકિત થઇ ગયો. કેમ આવ્યા હશે ? શું કામ હશે ? હું વિચારમાં પડી ગયો. તરત જ સિંહાસનથી નીચે ઊતરી વંદના કરી. સાધ્વીજીએ અમને ધર્મોપદેશ આપ્યો : નાની-નજીવી ચીજ ખાતર શા માટે યુદ્ધ કરવાનું? યુદ્ધથી કોઇને ક્યારેય કશોય ફાયદો થયો જ નથી. યુદ્ધ એ ક્ષણિક ગાંડપણ છે. ફાયદો તો કોઈને નથી જ. પણ નુકશાની બંને પક્ષે છે. હારવામાં તો નુકશાની છે જ, પણ જીતવામાંય નુકશાની છે. જીતવાથી યુદ્ધ કરવાનો નશો ચડે છે ને છાસવારે ને છાસવારે યુદ્ધ કરવાનું મન થયા જ કરે છે. માટે મારી તમને વણમાગી સલાહ છે : યુદ્ધ તરત જ બંધ કરો !' સાધ્વીજીનો ઉપદેશ મને ગમ્યો. એમનો ચહેરો જોઇને જ હૃદય નાચવા લાગ્યું, કોઇ અજ્ઞાત સ્નેહથી મારી અસ્મિતા ઉભરાવા લાગી, પણ હું યુદ્ધ બંધ કરવા તૈયાર ના થયો. ત્યારે સાધ્વીજીએ મને કહ્યું : તમે જાણો છો, કોની સાથે લડી રહ્યા છો ? જેની સાથે લડી રહ્યા છો, એ તમારો સગો ભાઇ છે. તમે મોટાભાઇની સાથે લડશો ? હં... શું વાત કરો છો ? ચંદ્રયશા મારો મોટો ભાઇ ? તમને શી રીતે ખબર ? મારા પિતા તો છે મિથિલાના રાજા પધરથ અને મા છે પુષ્પમાળા... જ્યારે ચંદ્રયશાના માતા-પિતા તો અલગ જ છે. હું તેનો શી રીતે ભાઇ હોઇ શકું ?” હું તમને એ જ કહેવા માંગું છું. હવેથી હું તને તુંકારામાં બોલાવીશ. કારણ કે હું તારી સગી સંસારી મા છું. ચંદ્રયશા અને તું તમે બંને મારા પુત્રો છો. ચંદ્રયશા મોટો અને તું નાનો પુત્ર !” હું સ્તબ્ધ થઇ ગયો. આ હું શું સાંભળી રહ્યો છું? જૈન સાધ્વીજી કદી ખોટું તો બોલે જ નહિ. એટલે અવિશ્વાસને કોઇ કારણ જ નથી. મારે બધું વિગતથી પૂછવું જોઇશે. મેં નમ્રતાથી મારું વૃત્તાન્ત જણાવવા કહ્યું ત્યારે સાધ્વીજી બોલી ઊઠ્યા : નમિ ! સાંભળ. મારું અત્યારે નામ છે : સુવ્રતાશ્રી. પણ સાંસારિક આત્મ કથાઓ • ૨૩૮ નામ હતું - મદનરેખા. તારા પિતા હતા : યુગબાહુ અને મોટા બાપા હતા - મણિરથ. મણિરથ સુદર્શનનગરના રાજા. એક વખતે અમે બંને ઉદ્યાનમાં કેલિગ્રહમાં હતા ત્યારે કામાન્ય બનેલા મણિરથ મલિન ઇરાદાથી પોતાના જ નાના ભાઇ, એટલે કે તારા પિતાની ગરદન પર તલવાર વીંઝી. મેં ચીસો પાડી. મારી બૂમો સાંભળીને સુભટો આવી પહોંચ્યા. “મારાથી અભાન અવસ્થામાં તલવાર પડી ગઇ ને ભાઇની ગરદન પર લાગી.” એવી સફાઇ મણિરથે કરી. તેના મનના ઇરાદાની તો સુભટોને ખબર પડી ગઇ. પણ રાજા હોવાથી છોડી મૂક્યો. આ બાજુ હું બેબાકળી થઇ ગઇ. પણ ક્ષણભરમાં બાજી સંભાળી લીધી. તારા પિતા જલ્દીથી મૃત્યુ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. મેં તેમને નવકાર આદિ સંભળાવી સમાધિ આપી. થોડીવારમાં તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. હવે હું તદ્દન અનાથ બની હતી, વળી શીલની પણ ચિંતા હતી. જો કે આમ તો હું મરી પણ જાત, પણ ત્યારે મારા પેટમાં બાળક હતું. આ બાળક તે બીજું કોઇ નહિ, પણ હે નમિ ! તું જ હતો. શીલને તેમજ તેને બચાવવા મેં રાત્રે અંધારામાં ચાલતી પકડી. એક ભયંકર જંગલમાં જલાશય પાસે કદલીગૃહમાં મેં નિવાસ કર્યો. પીવા માટે જળ, ખાવા માટે ફળ, ઓઢવા માટે આકાશ, સૂવા માટે પૃથ્વી અને રહેવા માટે કદલીગૃહ હતું ! જંગલમાં સાત દિવસ પછી તારો જન્મ થયો. તારી આંગળીમાં તારા પિતાના નામવાળી મુદ્રિકા પહેરાવી તને કંબલમાં લપેટી હું સરોવર કિનારે શુદ્ધિ કરવા ગઇ, પણ ત્યાં જળહાથીએ મને સૂંઢથી પકડી આકાશમાં ઊછાળી. મારું પુણ્ય જોર કરતું'તું એટલે હું નીચે તળાવમાં પડું એ પહેલાં જ એક વિદ્યાધરે મને પકડીને પોતાના વિમાનમાં બેસાડી. હું બચી તો ગઇ પણ ફરી મારું શીલ જોખમાયું. એ વિદ્યાધર મણિપ્રભ જ મારા પર મોહાયો. મેં તેને કહ્યું : અત્યારે તમે નંદીશ્વર જઇ રહ્યા છો ને ? ત્યાં ચાલો તો ખરા ! તમારા પિતા મુનિને મળો તો ખરા, પછી બધી વાત ! નંદીશ્વર દ્વીપમાં પિતા મુનિની દેશનાથી મણિપ્રભની વાસના શાંત થઇ. મુનિના મુખે મેં તારું સ્વરૂપ પણ જાણી લીધું કે તને મિથિલાના રાજા પઘરથા લઇ ગયા છે ને ત્યાં પોતાની રાણીએ આ પુત્રને જન્મ આપ્યો છે, એવી પરકાય - પ્રવેશ • ૨૩૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ જાહેરાત કરાવી. દેશના પછી એક દેવે મને વંદન કર્યું. એ દેવ તે બીજા કોઇ નહિ, પણ પૂર્વ જન્મના તારા પિતા ! તેમણે મને મિથિલા નગરીમાં મૂકી. આમ તો હું તારું મુખ એકવાર જોવાની ઇચ્છાથી જ ત્યાં આવેલી, પણ સાધ્વીજીનું પ્રવચન એટલું વૈરાગ્ય-પ્રેરક હતું મેં તને જોયા વિના જ દીક્ષા લઇ લીધી. ગુરુણીજીએ મારું નામ પાડ્યું : સુવ્રતાશ્રી. સંયમની સાધનામાં વર્ષો વીતી ગયા. હમણાં મને સમાચાર મળ્યા કે તમે બંને યુદ્ધ કરવાની તૈયારીમાં છો. આથી તમને બંનેને અટકાવવા ગુણીની રજા લઇને હું આવી છું. હવે તમને યોગ્ય લાગે તે કરો. સાધ્વીજીની વાત સાંભળીને હું તો આભો જ થઇ ગયો. શું પુષ્પમાળા મારી માતા નહિ? પદ્યરથ પિતા નહિ? પણ હવે કોને પૂછું ? મારા માતા-પિતા તો જ્ઞાનસાગર આચાર્ય પાસે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી મોક્ષે પણ પધારી ચૂક્યા છે. લાવ, હું જૂના મંત્રીને પૂછી લઉં. જૂનો મંત્રી અમારા ઘરની બધી જ અંતરંગ વાતો જાણતો હતો. તેણે કહ્યું : તમે પુષ્પમાળા ને પદ્મરથના પુત્ર તો નથી જ. તમે જંગલમાંથી મળ્યા છો એ વાતની મને પાકી ખબર છે, પણ આ સાધ્વી તમારા માતા છે કે નહિ? એની મને ખબર નથી. તમે એમ કરો : એ જૂની વીંટી તમારી આંગળીમાં જ છે. એ વીંટી પર જોઇ જુઓ : કોનું નામ છે ? એટલે સાધ્વીજીની વાતની ખાતરી થઇ જશે. મેં વીંટીમાં જોયું તો તેમાં ઝીણા અક્ષરે લખેલું હતું : યુગબાહુ ! ઓહ ! સાધ્વીજીની વાત સો ટકા નહિ, સવા સો ટકા સાચી છે. આ સાધ્વીજી જ મારા મા છે. એ તો એમને જોઇને હર્ષથી ઊછળતું હૃદય જ ખાતરી આપી રહ્યું છે. હવે અહીં બીજી પૂરાવાની જરૂર શી ? હાથ કંકણને આરસીની જરૂર શી ? પણ રે ! આટલું સ્પષ્ટ જાણવા છતાં હું યુદ્ધવિરામ માટે તૈયાર ન થયો. અહંકાર બહુ ખતરનાક છે. એ જલદી મૂકવા તૈયાર થતો નથી. હું આટલો મોટો રાજા ! મારા હાથીને ચોરનારને માફ કરી દઉં? મેં જ ચડાઇ કરીને હું જ સંધિ કરવા જાઉં ? તો મારી આબરૂ શું ? દુનિયા મને નમાલો ગણશે : જોયું? મોટા ઉપાડે નમિ લડવા ગયો'તો ને લડવાનું તો દૂર ગયું, પણ સામેથી ઝૂકવું પડ્યું. નહિ, દુનિયા દ્વારા થતી આવી નાલેશી સહન કરવા હું તૈયાર નથી. મારો અહંકાર ગર્જી ઊઠ્યો. મારી યુદ્ધ કરવાની અફર ભાવના જોઇ સાધ્વીજી વધુ કાંઇ પણ આગ્રહ કર્યા વિના ચંદ્રયશા પાસે ગયાં. થોડી જ વારમાં ચંદ્રયશા પોતાના સાથીદારો સાથે મારી પાસે આવતાં જોયો અને ચહેરા પરથી જ લાગતું હતું કે એ પ્રેમથી મને મળવા આવી રહ્યો છે. હું પણ સામે દોડ્યો. મોટો ભાઇ મળવા આવી રહ્યો હોય ત્યારે નાનો ભાઇ શી રીતે બેસી રહે ? હું મોટા ભાઇના ચરણે ઝૂકી ગયો. અમારા બંનેની આંખોમાંથી અશ્રુધારા ચાલી રહી. અરેરે ! નાનકડા જમીનના ટુકડા ખાતર કે હાથી જેવી ચીજો માટે કેવા ખતરનાક ખેલ ! કેવી ભયંકર હિંસા ? સંસાર કેવો વિચિત્ર છે ! જ્યાં સગા બે ભાઇ યુદ્ધ ચડે છે ! ધિક્કાર હો આ સંસારને ! અમારા બંનેના હૃદય બોલી રહ્યા હતા. અમે બંને દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. અમે બંને એક બીજાનું રાજ્ય એક-બીજાને આપવા તૈયાર થઈ ગયા. આખરે મોટા ભાઇની ઇચ્છા આગળ મારે ઝૂકવું પડ્યું. તેઓએ પોતાનું રાજય મને સોંપી દીક્ષા લીધી. વગર પ્રયત્ન, વગર ઇચ્છાએ મારું રાજ્ય બમણું થઇ ગયું. શત્રુઓ પણ મારા પ્રભાવ માત્રથી ઝૂકવા લાગ્યો. મને જૂના માણસોએ કહ્યું : પારથ રાજાએ તમારું નામ ‘નમિ’ શા માટે પાડ્યું, જાણો છો ? તમારા આગમન પછી શત્રુઓ નમવા લાગ્યા હતા માટે તમારું નામ ‘નમિ’ પડયું. શત્રુઓને નમાવે તે નમિ ! મારો સંસાર સુખપૂર્વક સરકી રહ્યો હતો... પણ મારું મન મુક્તિને ઝંખતું હતું. પાંજરામાં રહેલા પોપટને ખાવા-પીવા વગેરેની ગમે તેટલી અનુકૂળતા હોય પણ એનું મન તો અનંત નીલ ગગનને જ ઇચ્છે. - પરાધીનતા સૌથી મોટું દુઃખ છે. મારું મન પણ પાંજરામાં પૂરાયેલા પોપટ જેવું હતું. વિશાળ રાજ્યમાં પણ હું પાંજરાનું બંધન જોઇ રહ્યો હતો. મારો જીવ ગુંગળામણ અનુભવી રહ્યો હતો. જ્યારે મોકો મળે ને પરકાય - પ્રવેશ • ૨૪૧ આત્મ કથાઓ • ૨૪૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ ક્યારે ઊડી પડું ? મનમાં આ માત્ર એક જ તમન્ના ! આ તમન્નાને વેગ આપે એવી એક ઘટના ઘટી. મારા શરીરમાં ભયંકર પિત્તપ્રકોપ થવાથી દાહજ્વર ઉત્પન્ન થયો. આખા શરીરે કાળી બળતરા થવા લાગી. અંદર એવી લાહ્ય લાગવા લાગી, જાણે કોઇએ અંગારા ભર્યા હોય ! વૈદ્યોએ, અનુભવીઓએ ઘણા ઉપચારો કર્યા, પણ કોઇની કારી વાગી નહિ. ઉપચારો વધતા ગયા તેમ તેમ જ્વર ઊલટો વધતો ગયો. દિવસ-રાત ઊંઘ ન આવે ! સતત દાહ, દાહ ને દાહ ! ન બેસી શકાય ! ન સૂઇ શકાય ! ન બોલી શકાય ! ન વિચારી શકાય ! ન નિર્વિચાર બની શકાય ! લગાતાર છ મહીના સુધી આવી કાળી બળતરા મેં સહન કરી ! હું રાજા હતો. બધી જ સુવિધા મારી પાસે હતી. મોટા-મોટા વૈદ્યો, હકીમો, ભૂવાઓ, તાંત્રિકો, માંત્રિકોને હું બોલાવી શકતો હતો... પણ અફસોસ ! મને કોઇ દાહની પીડાથી મુક્ત કરી શકતું ન્હોતું ! સંસારની અસારતા મને પ્રત્યક્ષ દેખાઇ ! હવે તો હું એટલી અકળામણ અનુભવતો હતો કે થોડો પણ અવાજ સહી શકતો નહિ. એક વખત મારા કાને અવાજ અથડાયો : ખ... ન... ન... ખ... ન... ન... ખ... ન... ન... આ અવાજથી મને એવી પીડા થઇ, જાણે કોઇ કાનમાં હથોડા મારે છે ! હું બરાડી ઊઠ્યો : કોણ છે આ અવાજ કરનાર ? આ ઘોંઘાટ બંધ કરો. “રાજન્ ! આપના વિલેપન માટે રાણીઓ ચંદન ઘસી રહી છે. એમની બંગડીઓનો આ અવાજ છે. જો કે અવાજ મધુર છે, પણ આપને એ ઘોંઘાટ લાગે છે. નબળાઇ હોય ત્યારે ઉંબરા પણ ડુંગરા લાગે ને દેડકો પણ ભેંસ લાગે ! રાજન્ ! હું હમણાં જ અવાજ બંધ કરાવું છું.' સેવકે કહ્યું. થોડી જ વારમાં અવાજ બંધ થયો. મેં પૂછ્યું : ‘હવે કેમ અવાજ બંધ થઇ ગયો ? શું ચંદન ઘસવાનું બંધ કરી દીધું ?' ‘નહિ મહારાજ ! ચંદન ઘસવાનું ચાલુ જ છે.' આત્મ કથાઓ • ૨૪૨ ‘તો અવાજ ક્યાં ગયો ?' બધી રાણીઓએ એક જ બંગડી રાખીને બીજી બંગડીઓ કાઢી નાખી છે. બે-ચાર બંગડી હોય તો ખખડે. અવાજ આવે. એક બંગડીમાં ક્યાંથી અવાજ આવે ?” આ જવાબ સાંભળતાં જ હું ઊંડા વિચારમાં પડી ગયો : ખરી વાત છે. ‘એકડે એક. બગડે બે.’ નાનપણમાં આવું ભણ્યા હતા. એનો સંકેત સાફ છે. માણસ એકલો હોય છે ત્યાં સુધી આનંદી હોય છે. એકમાંથી બે થતાં બગડવાનું શરૂ થાય છે. ખરેખર દ્વન્દ્વમાં દુ:ખ છે. સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, સ્વર્ગ અને નરક આ બધા ઉર્જા છે. ખરું સુખ આ દ્વન્દ્વની પેલે પાર છે, એકત્વમાં છે. માણસે સાચા અર્થમાં સુખી થવું હોય તો એકલા ચાલી નીકળવું જોઇએ... જંજાળનો ત્યાગ કરી અણગાર-માર્ગે ચાલી નીકળવું જોઇએ. જો મારો દાહ શાંત થાય તો હું હવે દીક્ષા લઇશ - આમ વિચારમાં ને વિચારમાં મને ઊંઘ આવી ગઇ. સવારે જોયું તો આશ્ચર્ય ! દાહની બળતરા ક્યાંય છૂ થઇ ગઇ હતી ! ઓહ ! શુભ વિચારનો કેવો ચમત્કાર ? એ રાતે મેં એક સુંદર સ્વપ્ન જોયેલું : ઐરાવત હાથી અને મેરુ પર્વતનું ! એ સ્વપ્ન પર વિચારતાં-વિચારતાં મને જાતિસ્મરણ જ્ઞાન થઇ ગયું : પૂર્વે મેં સાધુપણું પાળ્યું હતું. તેના પ્રભાવથી હું પ્રાણત દેવલોકમાં ગયો હતો અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં હું અહીં ઉત્પન્ન થયો. જાતિસ્મરણથી મારો દીક્ષાનો નિર્ધાર વધુ દૃઢ થયો. પુત્રને રાજ્ય સોંપી હું પ્રવ્રજ્યા લેવા નીકળી પડ્યો. રસ્તે કોઇ વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો. તે મને જાત-જાતના ને ભાત-ભાતના માર્મિક પ્રશ્નો પૂછવા માંડ્યો. મેં તેને વૈરાગ્યથી ધગધગતા જવાબો આપી દીધા. - “રાજન્ ! તણખલાની જેમ રાજ્ય છોડી દીક્ષા લો છો તે સારું છે, પણ સ્ત્રીઓ કેટલી બધી રડે છે ? માટે જીવદયા ખાતર પણ દીક્ષા ન લેવી જોઇએ. કોઇ દુભાય એ જીવોની અદયા નથી ?” “કોઇ મારા માટે નથી રડતું, પોતાના સ્વાર્થ માટે બધા રડે છે.” “તારા મહેલ વગેરે સળગી રહ્યા છે તેની સામું તો જો.' પરકાય - પ્રવેશ - ૨૪૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ “આ મહેલ વગેરે મારા નથી. મિથિલા બળે એમાં મારું કશું બળતું નથી.” (૩૫) હું યા જ “દીક્ષા લો જ છો તો મિથિલા નગરીને ફરતો મજબૂત કિલ્લો તો બનાવતા જાવ.” “મારું નગર છે : સંયમ. કિલ્લો છે : શમ. યંત્ર છે : નય.” “લોકોને રહેવા માટે સુંદર મકાનો તો બનાવતા જાવ.” “એ કરનાર ઘણાય છે. મારે મન તો જ્યાં દેહ છે ત્યાં જ ઘર છે.” જરા ચોરોનો નિગ્રહ તો કરતા જાવ. કેવા ભરાડી ચોરો છે ?” “રાગ-દ્વેષાદિ જ ખરા ચોર છે. એમનો જ મારે નિગ્રહ કરવાનો “કેટલાક ઉદ્ધત રાજાઓને નમાવીને વિજેતા બનીને દીક્ષા લો તો સારું !” “યુદ્ધમાં લાખો સુભટોને જીતનારો પણ સાચો વિજેતા નથી. ખરો વિજેતા તે છે જેણે પોતાનો આત્મા જીત્યો છે.” મારા આવા ઉત્તરો સાંભળીને પેલાએ તરત જ રૂપ બદલ્યું. જોયું તો એ ઇન્દ્ર હતો. એ બોલી ઊઠ્યો : “હે મુનિવર ! તમે ધન્ય છો. તમે સાચી સાધુતા જાણી છે. પરીક્ષા માટે કાંઇ આડું અવળું પૂછાયું હોય તો ક્ષમા કરજો.” પછી ઇન્દ્ર સ્વર્ગે ગયો. મેં સાધના કરી ઘનઘાતી કર્મોના ભૂક્કા બોલાવી કેવળજ્ઞાન મેળવી અનંત સંસારનો અંત આણી દીધો. આમ તો અમે સાતેય બહેનો બુદ્ધિશાળી, પણ મને તો એક જ વાર સાંભળવા મળે એટલે પત્યું. કાયમ માટે યાદ રહી જાય, ચાહે એ કોઇ પણ ભાષામાં હોય ! મારાથી નાની બેનને બે વાર સાંભળવા મળે એટલે યાદ રહી જાય. ત્રીજા નંબરની બેનને ત્રણવાર ને એમ સાતમીને સાત વાર સાંભળવા માત્રથી યાદ રહી જાય. એકવાર અમે જાહેરમાં કરી પણ બતાવેલું. કવિ વરરુચિએ કરેલા કાવ્યો અમે સાતેય બેનોએ સંભળાવી આપીને રાજસભામાં સાબીત કરી આપેલું કે વરરુચિના આ કાવ્યો જૂનાં છે, કોઇકનો ઊઠાવેલો માલ છે, સ્વયંની રચના નથી. એ ખરેખર તો એની પોતાની જ રચના હતી, પણ અમારી બુદ્ધિના પ્રયોગથી અમારા પિતાજીએ એને ચોરીનો માલ જાહેર કર્યો. આ તો રાજકારણ ! એમાં આવા અનેક કાવાદાવા કરવા પડે. રાજકારણના આટાપાટામાં ક્યારેક ફસાઇ પણ જવાય, ક્યારેક પ્રાણોની આહુતિ પણ આપવી પડે. રાજસભામાંથી વરરુચિનો કાંટો કાઢવા અમારા પિતા શકડાલે આ પ્રયોગ કર્યો ખરો, એમાં સફળ પણ થયા... પણ આથી વરરુચિ વધુ વીફર્યો. આખરે એક દિવસ એવી પરિસ્થિતિ ઉભી થઇ કે મારા પિતાજીએ પ્રાણોની આહુતિ આપવી પડી. મારા જ સગા ભાઇ શ્રીયકે મારા પિતાની હત્યા કરી. જો કે, ‘હત્યા કરી’ એમ કહેવામાં શ્રીયકને અન્યાય થયો ગણાશે. ખરી વાત એ હતી કે પિતાની આજ્ઞાથી શ્રીયકે હત્યા કરવી પડી. શકડાલની હત્યાથી સ્તબ્ધ થઇ ગયેલા રાજાએ શ્રીયકને મંત્રી બનવા કહ્યું, પણ મોટા ભાઇ સ્થૂલભદ્રને મૂકીને મંત્રી કેમ બનાય ? મારો સૌથી મોટો ભાઇ સ્થૂલભદ્ર બાર-બાર વર્ષથી કોશા વેશ્યાને ત્યાં રહેતો હતો. ઘર, માતા-પિતા, ભાઇ-બહેન વગેરે તમામની સાથે લગભગ સંપર્ક છૂટી ગયો હતો... પણ મંત્રિમુદ્રાની ઓફર જ્યારે સ્થૂલભદ્ર પાસે આવી ત્યારે વિચારવાન સ્થૂલભદ્ર મંત્રિમુદ્રા નહિ, પણ મુનિમુદ્રા પસંદ કરી. પરમ વિરક્ત બની દીક્ષા લીધી. આખરે શ્રીયક મંત્રી બન્યો. પરકાય - પ્રવેશ • ૨૪૫ આત્મ કથાઓ • ૨૪૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ રાજકારણના આટાપાટા ! પિતાજીનું અકાળે મૃત્યુ ! રાજાનો અસ્થાયી પ્રેમ ! સ્થૂલભદ્રનો વેશ્યાવાસ ! અને એ છોડી અચાનક અણગારનો માર્ગ ! આવી બધી જ ઘટનાઓએ અમને પ્રથમથી જ વૈરાગ્યવાસિત બનાવેલા. ને એક દિવસ અમે સાતે બહેનોએ દીક્ષા લીધી. સ્થૂલભદ્ર તો એવા કટ્ટર સંયમી બન્યા કે ચાર-ચાર મહિના સુધી કોશાએ કમ્મરતોડ પ્રયત્નો કર્યા છતાં તેઓ મેરુની જેમ અડોલ રહ્યા. આ એક જ કાર્યથી તેઓ ૮૪-૮૪ ચોવીશી સુધી જગ-બત્રીશીએ ગવાયા કરશે. આવા મહાસાત્ત્વિક સ્થૂલભદ્ર જેવા ભાઇ મહારાજ મળ્યા એમનું અમને ગૌરવ હતું. જ એક વખતે અમે સાંભળ્યું : ભાઇ મહારાજ સ્થૂલભદ્ર ૧૪ પૂર્વેના અભ્યાસ કરવા નેપાળ ગયા છે. ૫૦૦ સાધુઓમાં માત્ર આ એક જ ટકી શક્યા છે. આવા મહાપ્રજ્ઞ અને મહાધીર ભાઇ મહારાજ માટે કઇ બેનને ગૌરવ ન થાય ? એકવાર અમે નેપાળમાં ભાઇ મહારાજને વંદન કરવા ગયા. સ્વામી ભદ્રબાહુએ કહ્યું ઃ પાસેની ગુફામાં તમારા ભાઇ મહારાજ સ્વાધ્યાયધ્યાન કરતા હશે. ત્યાં તેમના વંદન થઇ શકશે. : અમે ત્યાં ગયા. ગુફામાં નજર નાખતાં જ અમે તો એકદમ ડરી જ ગયાં ! વિકરાળ સિંહ મોઢું ફાડીને ગુફામાં બેઠેલો. અમને થયું : નક્કી! આ સિંહ આપણા ભાઇ મહારાજને ખાઇ ગયો છે. અમે શોકના આઘાતથી ગ્રસ્ત બની ભદ્રબાહુ સ્વામી પાસે ગયા અને આ હકીકત જણાવી. એટલે તેમણે કહ્યું : ‘હવે તમે જાઓ. તમારા ભાઇ મહારાજના દર્શન થશે ને અમે બીજીવાર ત્યાં ગયેલા ત્યારે ભાઇ મહારાજ સ્થૂલભદ્રને જોયા... અમે ભક્તિભાવથી વંદન કર્યું. પાછળથી અમને જાણવા મળ્યું ઃ સિંહ એ બીજો કોઇ નહિ, પણ ભાઇ મહારાજ પોતે જ હતા. પોતાની વિદ્યા-શક્તિ બતાવવા એમણે આવું કરેલું. ‘હું આટલું ભણેલો છું. તમને ખબર પડવી જોઇએ.' આવી વૃત્તિ આત્મ કથાઓ • ૨૪૬ સામાન્યતયા માણસોની અંદર બેઠેલી હોય, પણ મારા ભાઇ મહારાજ તો બહુ જ ઊંચી કક્ષાના સાધક હતા. કંદર્પને જીતીને ૮૪ ચોવીશી સુધી અમર થઇ જનારા મહાપુરુષ હતા. પણ રે, કંદર્પને જીતનારા પણ દર્પ પાસે હારી ગયા ! આ ઘટનાના કારણે એમને છેલ્લા ચાર પૂર્યો માત્ર સૂત્રથી જ મળ્યા, અર્થથી નહિ. એક વખત વૈરાગ્ય-વાસિત બની શ્રીયકે પણ દીક્ષા લીધી. શ્રીયક મુનિ બહુ તપ કરી શકતા નહિ. પર્યુષણના દિવસોમાં પણ નવકારશી. સંવત્સરીના દિવસે પણ નવકારશી માટેની તૈયારી કરતા ભાઈ મહારાજ શ્રીયકને મેં કહ્યું : “મહારાજ ! આજે નવકારશી ? આટલા મોટા પર્વના દિવસે ?' પણ શું કરું ? મારાથી નથી રહેવાતું. ઉપવાસ, આયંબિલ તો હું કરી શકું તેમ નથી.' ઉપવાસ-આયંબિલ ન કરો તો કાંઇ વાંધો નહિ, પણ નવકારશીમાંથી પોરસી તો કરી શકોને ? ને હવે વાર ક્યાં છે ? હમણાં જ પોરસી આવશે ! મારી વાત ગળે ઊતરી ગઇ ને એમણે પોરસીનું પચ્ચક્ખાણ કર્યું. ને હું ફરી એમની સાથે વાતે વળગી. સમયને પસાર થતાં વાર શી ? પોરસી આવી પહોંચી ત્યારે ફરી મેં કહ્યું : ‘મહારાજ ! આજનો આટલો મોટો દિવસ છે તો જરા વધુ આગળ વધી ન શકો ? નવકારશીમાંથી પોરસી થઇ શકે તો શું પોરસીમાંથી સાઢપોરસી ન થઇ શકે ?’ મારી થોડી જ પ્રેમભરી ટકોર અને મહારાજ માની ગયા. ફરી સાઢપોરસી વખતે હું હાજર થઇ. ગાડી અટકે ત્યારે ધક્કા મારવા હું હાજર થઇ જતી. આજે મારે ગાડીને ઉપવાસ સુધી પહોંચાડી દેવી હતી. હું પ્રેરણા આપતી ગઇ ને મહારાજ મારું માનતા ગયા. સાઢપોરસીથી પુરિમઢ, ને પુરિમâથી અવજ્ર સુધી પહોંચાડી દીધા. પછી પરકાય - પ્રવેશ - ૨૪૭ - Page #125 -------------------------------------------------------------------------- ________________ કહ્યું ઃ મહારાજ ! હવે અવદ્યુના સમયે શું વાપરશો ? વાપરશો તો પાણી ક્યારે વાપરશો ? આમેય આજે મોટું પ્રતિક્રમણ છે. હમણાં પ્રતિક્રમણ બેસશે. સમય ક્યાંય નીકળી જશે તેની ખબર પણ નહિ પડે. તો ઉપવાસ જ કેમ ન કરવો ? થોડા સમય માટે શું વાપરવું ? ...અને હવે બીજું કરવાનું પણ શું છે ? રાતે સૂઇ જશો એટલે સીધી પડશે સવાર ! સરળ મહાત્મા શ્રીયકે મારી એ વાત પણ માની ને ઉપવાસના પચ્ચકખાણ કરી લીધા. જિંદગીમાં પ્રથમ વખત જ ઉપવાસ કર્યો. મને પણ આનંદ થયો : ચાલો... આજે આપણે એક સુકૃતનું મોટું કાર્ય કર્યું. ભાઇ મહારાજને નવકારશીમાંથી ઠેઠ ઉપવાસ પર ચડાવી દીધા ! હું કેટલી ભાગ્યશાળી ? પણ પછી શું થવાનું છે ? એની મને ત્યારે ક્યાં ખબર હતી ? થયું એવું કે તે જ રાત્રે આયુષ્યનો ક્ષય થવાથી મહાત્મા શ્રીયક સ્વર્ગવાસી બન્યા. આ સમાચાર મળતાં જ હું તો હચમચી ઊઠી : હાય ! હાય ! મેં એક મહાત્માની હત્યા કરી. મેં ભાઇ મહારાજનું ખૂન કર્યું. મારા જેવી હત્યારી પાપમાંથી શી રીતે છૂટશે ? એક સામાન્ય જીવની હત્યા પણ નરકના દરવાજા દેખાડી શકે તો આ તો જીવમાં પણ માણસ અને માણસોમાં પણ મુનિ ! મુનિની હત્યા કરનાર મારા જેવાનું શું થશે ? અરેરે... ભગવાન ! આ શું થયું ? મેં શ્રીયક ભાઇ મહારાજને તપ કરાવવાની ઘેલછા ન કરી હોત તો ? હું સમજી કે મેં ધર્મ કર્યો... પણ આ તો કરવા ગઇ કંસાર ને થઈ ગઈ થુલી ! હું સાચે સાચ ભાન ભૂલી ! હવે મારો છુટકારો શી રીતે થશે ?” મારું કાળું કલ્પાંત જોઇ સૌના હૈયાં વલોવાઇ ગયા. શ્રીસંઘે મને કહ્યું: ‘તમે મુનિના હત્યારા ન કહેવાઓ. તમે શુદ્ધ છો. તમારો ભાવ કાંઇ મારી નાખવાનો હોતો. ફળ હંમેશાં આશય પ્રમાણે મળતો હોય છે.” છતાં મને સંતોષ ન થયો. શ્રીસંઘ મારું કલ્પાંત જોઇ મને શુદ્ધ કરી દે ને હું પણ મારી જાતને શુદ્ધ માની લઉં, આમાં ક્યાંય આત્મ વંચના તો નહિ હોય ને ! મન બહુ ચાલાક છે... એ પોતાને અનુકૂળ વાત તરત જ સ્વીકારી લે છે. કોઇના કહેવા માત્રથી શુદ્ધ બની જવાતું હોય તો મન શા માટે ન સ્વીકારે ? હું વિચારમાં પડી : મારું મન મને આત્મ કથાઓ • ૨૪૮ ધોખો તો નથી દેતું ને ? અચાનક જ મને વિચાર સ્ફર્યો : વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ભગવાન શ્રી સીમંધરસ્વામી મને જો નિર્દોષ કહે તો જ હું માનું ! હું સીમંધરસ્વામીના દર્શનાર્થે લાલાયિત થઇ ઊઠી. એ માટે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવીએ કહ્યું : હું તમને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી પાસે લઇ તો જાઉં ! પણ એ માટે ચતુર્વિધ સંઘના કાઉસ્સગનું બળ જોઇએ. એ સૂક્ષ્મબળથી જ હું ત્યાં પહોંચી શકું ને તમને ફરી અહીં લાવી શકું ! કાયોત્સર્ગની ઊર્જાના કવચ સહિત જો હું જાઉં તો કોઇ દુષ્ટ દેવ-દેવી મને વિશ્ન પહોંચાડી શકે નહિ. મેં શ્રીસંઘને વાત કરી. શ્રીસંઘ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવા તૈયાર થયો. મને શાસનદેવી મહાવિદેહ ક્ષેત્રમાં લઇ ગઇ ! ત્યાંના વિરાટકાય માનવો જોઇ હું સ્તબ્ધ થઇ ગઇ ! બાપ રે ! ૫૦૦ ધનુષ્યની લંબાઇ ! હું તો એમની આગળ કીડી હતી. પુષ્કલાવતી વિજયમાં વિચરતા, સમવસરણમાં મધુર દેશના આપતા સીમંધરસ્વામીને જોઇને હું ચકિત થઇ ગઇ ! આહ ! વાણીમાં શું મીઠાશ ! જાણે સાંભળતા જ રહીએ. કદી ધરાઇએ જ નહિ ! ભગવાને જ્યારે મને કહ્યું : તમે નિર્દોષ છો. તમારા કારણે નહિ, પણ આયુષ્યનો ક્ષય થવાથી જ શ્રીય મુનિ કાળધર્મ પામ્યા છે. ત્યારે મને પરમ સંતોષ થયો. ભગવાન પાસે મેં ભરતક્ષેત્રના માનવો માટેની હિતશિક્ષા માંગી. ભગવાને મને ચાર ચૂલિકાઓ આપી. ભગવાને કહ્યું તે મને સાંભળતાં જ કંઠસ્થ થઇ ગયું. મેં ભરતક્ષેત્રમાં આવીને પૂજ્ય આચાર્ય ભગવંતને એ ચૂલિકાઓ આપી. એમાંથી બે દશવૈકાલિકના અંતે તથા બે આચારાંગ સૂત્રના અંતે મૂકવામાં આવી. હવે મને ઓળખી ? હું યક્ષા ! મારી છ બહેનોના નામ પણ તમારા ખ્યાલમાં હશે જ : યક્ષદરા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા. પરકાય - પ્રવેશ • ૨૪૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - (૩૬) હું કોણિક કોણ જાણે કેમ? મને નાનપણથી જ મારા બાપ પર ભારે ગુસ્સો ! બાપ મને સાક્ષાત્ સાપ લાગતો, પાપ લાગતો ! જ્યારે જ્યારે એમની સામે નજર કરું, એમને મારી નાખવાનો, હેરાન કરવાનો જ વિચાર આવતો. જો કે, મારા પિતાશ્રીએ મારું કશું બગાડ્યું હોતું... છતાં હું અકારણ જ બાપ પર વેર રાખતો ! કદાચ મારો વેર જન્માંતરના અનુબંધવાળો હતો ! બાપ પર વેર વાળવાની તક હંમેશાં શોધ્યા જ કરતો ને એક દિવસ એ તક મળી ગઇ ! મારો મોટો ભાઈ હતો : અભય ! અભય ખૂબ જ બુદ્ધિમાન અને પિતાજીને સંપૂર્ણ સમર્પિત ! એ હોય એટલે મારો એકેય પ્રયત્ન સફળ ન જ થાય તે સ્વાભાવિક છે. અભય એટલો ચાલાક હતો કે કોઇની દાળ ગળવા ન દે ! વળી એ મુખ્ય મંત્રી પણ હતો. પણ અભયે દીક્ષા લઇ લીધી એટલે મારો માર્ગ મોકળો થયો ! એને પુણ્યોદય ગણો તો પુણ્યોદય ! પાપોદય ગણો તો પાપોદય, પણ મારી ઇચ્છાપૂર્તિ માટેનો રસ્તો સરળ બની ગયો, એટલું ચોક્કસ ! હવે મને મોકળું મેદાન મળી ગયું. બાપને જેલમાં પૂરી હેરાન કરવાની યોજના મેં ઘડી કાઢી. એ માટે સૌ પ્રથમ મેં કાલ, મહાકાલ વગેરે મારા દસ ભાઇઓને સાધી લીધા. મેં તેમને સમજાવ્યું: ‘આ આપણા પિતાજી આટલા બૂઢા થયા છતાં સત્તા પર જળોની જેમ ચીપકી રહ્યા છે. હજુ ક્યાં સુધી ચીપકી રહેશે એ પણ કહી શકાય નહિ. હવે તો આપણે જ સતર્ક થવું પડશે. પિતાજીને પદભ્રષ્ટ કરી જેલમાં પૂરી દઇએ ને આપણે રાજતંત્રના સૂત્રો હાથમાં લઇ લઇએ.” મારા ભાઇઓ મારી આ યોજનામાં પૂરી રીતે તૈયાર થઇ ગયા. સેનાપતિ, અમાત્ય, ખજાનચી વગેરેને પણ મેં મારા પક્ષમાં લઇ લીધા અને અચાનક ઝપાટો બોલાવી મેં પિતાજીને જેલમાં પૂર્યા અને હું રાજા બની બેઠો. પ્રજા મોટું વકાસીને જોતી જ રહી. હું નિર્લજ્જ થઇ રાજ્ય કરવા લાગ્યો. બાપને રોજ સો કોરડા ફટકારતો. આત્મ કથાઓ • ૨૫૦ બાપ વધુ રીબાય તેમ હું વધુ ને વધુ રાજી થતો. એક વખત હું જમવા માટે બેસેલો. મારી મા ચેલ્લણા મને ભોજન પીરસી રહી હતી. તે વખતે મારા ખોળામાં મારો નાનો પુત્ર બેઠેલો હતો. ચાલુ ભોજને એણે પેશાબ કર્યો. મારી ભોજનની થાળી બગાડી મૂકી, પણ મેં એ નાનકડા પુત્ર પ્રત્યે જરા જેટલો પણ ગુસ્સો ન કર્યો. એને દૂર પણ ન હડસેલ્યો. મને મારા પુત્ર માટે અગાધ વાત્સલ્ય હતું. થાળીમાં મૂત્રથી બગડેલું થોડું ભોજન કાઢી એ જ થાળીમાં હું ત્યારે ને ત્યારે બાકીનું ભોજન જમવા લાગ્યો. જમતાં-જમતાં મને વિચાર આવ્યો : મારા જેવો પુત્રપ્રેમી બાપ બીજો કોઇ હશે ? મારો સ્વભાવ મૂળથી જ અભિમાની ! કોઇ પણ ઘટનાને હું સ્વકેન્દ્રી બનીને જ વિચારું ! ટેવ જ આવી. મેં માને પૂછ્યું : મા ! મારા જેવો પુત્રપ્રેમી બીજો કોઇ બાપ તે જોયો ? પુત્રના મૂત્રવાળું ભોજન આરોગનાર પ્રેમાળ પિતા તે ક્યાંય જોયો ? મારી વાત સાંભળતાં જ મારી મા એકદમ તાડુકી ઊઠી : ઓ કજાત ! તારો પુત્ર-પ્રેમ શી વિસાતમાં છે ? તારા પિતાજીને તારા પર કેટલો પ્રેમ હતો, તે તું જાણે છે ? એની પાસે તારો આ પ્રેમ કાંઇ ન ગણાય. તને આજ સુધી મેં કદી જે વાત કહી નથી તે આજે કહું છું. સાંભળ. તું જ્યારે પેટમાં આવ્યો ત્યારથી જ મને ખરાબ દોહલા આવવા માંડેલા. મને ખાતરી થઇ ચૂકી હતી કે આ બંદો બાપનો શત્રુ બનશે. આથી જ મેં ગર્ભપાત કરવા ઘણા પ્રયત્ન કર્યો, પણ તું એવું પુણ્ય લઇને આવેલો કે એ વિષમય ઔષધો પણ તારા માટે પુષ્ટિકારક બન્યા. જન્મ થયા પછી પણ દાસી મારફત મેં તને ઉકરડે ફેંકી નંખાવ્યો... તારા પિતાજીને આ વાતની ખબર પડતાં તરત જ ઉકરડે દોડ્યા. ત્યાં જોયું તો એક મરઘી તારી આંગળીને ચાંચ મારી-મારી લોહી-લુહાણ કરી રહી હતી, તું જોર-જોરથી રડી રહ્યો હતો. તારા પિતાએ તરત જ વહાલથી તને ઉઠાવી લીધો અને લોહી નીંગળતી આંગળી મોઢામાં નાખી ચૂસવા લાગ્યા. જ્યારે જ્યારે આંગળી ચૂસતા ત્યારે ત્યારે તું રોવાનું બંધ કરી દેતો હતો. તારી એક આંગળી કુણી થઇ જવાથી જ તારું નામ “ણિક’ પડ્યું છે. આજે તું તારા પિતાજીના પ્રેમને ભૂલીને યૌવન અને સત્તાથી પરકાય - પ્રવેશ • ૨૫૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ છાકટો બનીને પિતાજીને હેરાન કરી રહ્યો છે. એક વાર એમના પ્રેમને યાદ તો કર. જો થોડું-ઘણું પણ હૃદય જેવું તત્ત્વ તારી અંદર બચ્યું હશે તો તું પશ્ચાત્તાપથી પીગળી જઈશ ને પિતાજીના ચરણોમાં ઢળી પડીશ. મા પાસેથી પહેલી જ વાર સાંભળેલી આ વાતોથી હું હચમચી ઊઠ્યો : મારા પિતાને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ ? અને હું આટલો નાલાયક ? પિતાજીની સેવા કરવાનું તો દૂર રહ્યું, પણ જેલમાં પૂરી રોજ સો કોરડા ફટકારવા? અરેરે... હું કેટલો બદમાશ? કંઇ વાંધો નહિ. હજુ પિતાજી જીવતા છે ત્યાં સુધી ક્ષમા યાચના કરી, જેલમાંથી મુક્ત કરી દઉં. ..ને હું તે જ વખતે જેલનું તાળું તોડવા પાસે પડેલું લોખંડનું મુદ્ગર લઇ જલ્દી-જલ્દી દોડ્યો. પણ ત્યાં જઈને જોયું તો હું સ્તબ્ધ થઇ ગયો. જેલમાં પિતાજીની લાશ પડી હતી. હાય ! હાય ! પિતાજીના પગે પડી માફી માંગવાની મારી ભાવના મનમાં જ રહી ગઇ ! પિતાજી મારા પ્રત્યે પૂર્વગ્રહની ગાંઠ રાખીને મર્યા હશે. એ કલ્પનાથી હું દુઃખી દુઃખી થઇ ગયો. પિતાજીને જીવનમાં તો કદી સુખ ન આપ્યું પણ મૃત્યુ વખતે પણ ન આપ્યું. - હું નાનકડા બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. પોલાદી છાતીનો ગણાતો હું આજે ઢીલો ઘેસ થઇ ગયો હતો. મારા રુદનના પડઘાથી જાણે આખો કારાવાસ પણ રડવા લાગ્યો. એમાં પણ મને જ્યારે જાણવા મળ્યું ઃ મારા કારણે પિતાજીએ આપઘાત કર્યો છે. લોખંડનો મુદ્ગર લઇ આવતો મને જોઇને પિતાજી હચમચી ઊઠ્યા : ‘આ નાદાન કોણિક હમણાં સુધી તો માત્ર કોરડા વીંઝતો હતો... પણ આજે તો લાગે છે કે મને જાનથી મારી નાખશે. બિચારો આ કોણિક પિતૃહત્યાના પાપથી ખરડાશે અને દુનિયામાં બદનામ થશે. એના કરતાં હું જાતે જ ખતમ થઇ જાઉં એ વધુ સારું છે ! ને તેમણે તાલપુટ વિષ મોઢામાં નાખી જીવનનો અંત આણ્યો...' આ બધું જાણવાથી મારું અંતઃકરણ રડી ઊઠ્યું. અરેરે... હું કેવો પિતૃ-હત્યારો ! જગ-બત્રીશીએ મારું નામ હંમેશાં હત્યારા તરીકે ગવાશે. ભવિષ્યનો ઇતિહાસ લખશે : ભગવાન મહાવીરસ્વામીનું ઉત્કૃષ્ટ સામૈયું કરનાર કોણિકે બાપને જેલમાં પૂર્યો હતો ! આત્મ કથાઓ • ૨૫૨ મને હવે ક્યાંય ચેન પડતું નહિ. દિવસ-રાત એક જ વિચાર આવતો : પિતાજી ! પિતાજી ! સભામાં ! શયનકક્ષમાં ! ભોજનકક્ષમાં ! હસ્તિશાળામાં ! અશ્વશાળામાં કે અગાશીમાં ! સર્વત્ર મને પિતાજી જ યાદ આવવા લાગ્યા. અહીં બેસીને પિતાજી આમ કરતા હતા. ત્યાં બેસીને તેમ કરતા હતા... બસ આખો દિવસ હું પિતાજીને યાદ કરી-કરીને શોકમગ્ન રહેવા લાગ્યો. રાજકાજમાં પણ ધ્યાન ઓછું આપવા લાગ્યો. આથી મારા મંત્રીઓ પણ ચિંતામાં મૂકાઇ ગયા. મંત્રીઓએ આવીને મારી પાસે વિનંતી કરી : “રાજનું ! પિતાજીના મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે. હવે આપે શોકમાંથી બહાર આવવું જોઇએ. નીતિશાસ્ત્ર કહે છે : “તે શોધ્યમ્' આપના આવા વર્તનથી અમે સૌ ચિંતામાં છીએ. રાજકાજ ઠપ્પ થઇ ગયું છે. ‘તમારી વાત સાચી છે. હું સ્વયં પણ સમજુ છું, પણ શું કરું ? લાચાર છું. આ મહેલમાં, આ નગરમાં મારી જ્યાં જ્યાં નજરે પડે છે, ત્યાં ત્યાં પિતાજીની સ્મૃતિ આવી ચડે છે.” મેં કહ્યું. ‘આના માટે અમે એક ઉપાય વિચાર્યો છે. જ્યાં સુધી આપ રાજગૃહી નગરીમાં રહેશો ત્યાં સુધી પિતાજીની યાદ આવ્યા જ કરવાની ને આપ શોકમગ્ન જ રહેવાના. એમાંથી બહાર આવવાનો ઉપાય અમારી દષ્ટિએ રાજગૃહી નગરનો ત્યાગ કરી નૂતન નગરને રાજધાની બનાવવી તે છે. નવા સ્થાને રાજધાની થતાં આપને શોક સતાવશે નહિ.' મંત્રીઓની વાત મારા ગળે ઊતરી ગઇ. આ માટે મેં યોગ્ય ભૂમિની તપાસ કરી. ગંગાના કિનારે અર્ણિકાપુત્રાચાર્યની ખોપરીમાં ઉગેલું પાટલ વૃક્ષ જોઇ નૈમિત્તિકોએ ભૂમિની ઉત્તમતા જાણી ત્યાં નગર સ્થાપવાની સલાહ આપી. મેં ત્યાં નૂતન નગરનું નામ પાડયું : પાટલીપુત્ર. રાજગૃહી છોડીને હું કાયમ માટે પાટલીપુત્રમાં સ્થાયી થયો. પાટલીપુત્રનું બીજું નામ “કુસુમપુર’ પણ પડ્યું, પણ મુખ્યતાએ પાટલીપુત્ર પ્રસિદ્ધિ પામ્યું. આજે જેને તમે પટણા (બિહારની રાજધાની) કહો છો, એ જ મારું વસાવેલું પાટલીપુત્ર. પરકાય - પ્રવેશ • ૨૫૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ (89) અમે ચંડાળચોકડી શિક મારું નામ તો રાખવામાં આવ્યું હતું : અશોક, પણ બીજાને શોકમાં પાડવાનો જ મારો ધંધો ! બીજાની સારી વાત હું કદી સાચી માનું જ નહિ અને ખરાબ વાત સાચી માન્યા વગર રહું નહિ. મારો આ જન્મજાત સ્વભાવ ! બીજાની પટ્ટી ઉતારવી, ઠઠ્ઠા-મશ્કરી કરવી, બીજાના પગ ખેંચવા, એ મારો પ્રિય શોખ ! એ માટે હું ગમે તેટલી નીચે હદે પણ ઉતરી જતો ! મારા ત્રણ મિત્રો હતા : કામાંકૂર, લલિતાંગ અને રતિકેલિ! એ બધા પણ મારા જેવા જ હતા ! જેવા ને તેવા મળી જ રહે ! બાવળીઆને કાગડા ને આંબાને કોયલ મળી જ રહે ! ઊંધું-ચતું, આડું-અવળું કરીને અમે રાજાના મંત્રી બની ગયા. રાજકારણમાં કેવા કાવાદાવા કરવા, મહારાજાને કેમ ખુશ રાખવા, કોઇકના કેમ ટાંટિયા ખેંચવા, એ બધી બાબતોમાં અમે પહેલાંથી જ નિષ્ણાત હતા. ...અને તમે જાણો જ છો કે આવા - અમારા જેવા ગુંડાઓ - જ સફળ રાજકારણી બની જતા હોય છે. ઝડપથી આગળ આવી જતા હોય છે. સજ્જનો તો રાજકારણના ગંદવાડથી સેંકડો ગાઉ દૂર જ રહે છે. આથી અમારા જેવા ગુંડાઓને મોકળું મેદાન મળી જતું હોય છે. એક તો વાંદરો ને વળી દારૂ પીવાનો મોકો મળી જાય, એક તો ઝેર, અને વળી એને વધારવામાં આવે, એક તો વઢકણી વહુ અને વળી એ મા બને. એક તો ગુંડાની જમાત અને રાજકારણનો ટેકો મળે, પછી શું બાકી રહે ? રાજકારણનો સાથ મળવાથી અમારી ગુંડાગીરી-દાદાગીરી આસમાને ચડી હતી. લોકો અમારાથી ખૂબ જ નારાજ હતા, પણ એમનું ચાલે શું? અમે રાજાને બરાબર સાધી લીધેલા હતા. મોટાઓને/રાજાઓને ખુશામત ખૂબ જ ગમતી હોય છે - એ વાત અમે સારી પેઠે સમજતા હતા. ખુશામતની એકેય તકે અમે છોડતા ન્હોતા. એક વખત રાજાની સાથે યુદ્ધના પ્રસંગે બહાર જવાનું થયું. ત્યાં આત્મ કથાઓ • ૨૫૪ પણ દરબાર ભરાતો અને અવનવી વાતો થતી. અમારી સાથે અજિતસેન નામનો એક મંત્રી પણ હતો. તેના પિતા રત્નાકર શેઠને અજિતનાથ ભગવાનની શાસનદેવી અજિત બાલાની કૃપાથી એ મળેલો હતો. એથી એનું નામ અજિતસેન પડ્યું હતું. ખૂબ જ બુદ્ધિમાન હતો. બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એને વરેલી હતી. અમારાથી શુદ્ધિ સો ગાઉ દૂર હતી. એના ગળામાં ફૂલની માળા હતી. આશ્ચર્યની વાત એ હતી કે કેટલાય દિવસો વીતી જવા છતાં એ કરમાઇ હોતી. ફૂલ તો સાંજ પડે ને કરમાઇ જાય. કરમાઇ જવું એ પણ ફૂલોનો સ્વભાવ છે, જેમ મરી જવું એ માણસોનો સ્વભાવ છે. નહિ કરમાયેલી ફૂલની માળા જોઇ રાજાએ કારણ પૂછ્યું ત્યારે કોઇ માણસે કહ્યું : રાજનું ! આ મંત્રીની પત્ની સતી છે. એના સતીત્વના પ્રભાવે માળા કરમાતી નથી. આ સાંભળી અમે ચારેય છળી ઉઠ્યા : સ્ત્રી અને સતી ? કદી હોય જ નહિ. સ્ત્રી અને સતી ? બંને એકી સાથે ? આગ અને પાણી જેવો બંનેમાં વિરોધ છે. રાજન્ ! “સતી’ શબ્દ શાસ્ત્ર પૂરતો ઠીક છે. વાસ્તવિકમાં સતી-બતી જેવી કોઇ સ્ત્રી હોતી જ નથી. નીતિ શાસ્ત્રકારોએ જ કહ્યું છે : “સર્વે ક્ષત્તિઃ ત્રીપુ નો શાન્તિઃ | काके शौचं केन दृष्टं श्रुतं वा ?" સાપ અને ક્ષમાશીલ ? સ્ત્રી અને વાસના-રહિત ? કાગડો અને પવિત્ર ? હોઇ ન શકે. ખુદ દ્રોપદીએ જ નારદને કહ્યું છે : હે નારદ ! સ્ત્રીઓને કોઇ એકાંત સ્થાન, કોઇ સમય, કોઈ પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતો એટલે જ તેઓ “સતી’ બનતી હોય છે. દ્રોપદીની આ વાતમાં કંઇક તો તથ્ય હશે જ ને? મંત્રીની સ્ત્રી સતી હોય એ અમે માની શકતા નથી. નામ શીલવતી હોઇ શકે, બાકી સ્ત્રી શીલવતી હોઇ શકે નહિ. શીલવતી નામ છેતરામણું બની શકે છે. સ્ત્રીઓ બહુ ચાલાક હોય છે. પોતાના પતિઓને એ અનેક રીતે ભોળવી શકે છે. બનાવટી ફૂલોની માળામાં અત્તર છાંટીને સુગંધી બનાવી પતિને સોંપી શકે અને કહી શકે : ‘નાથ ! આ માળા કરમાય તો માનજો કે મારું સતીપણું ગયું.' બિચારો પરકાય - પ્રવેશ • ૨૫૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ મને પણ કલ્પના નહોતી. પુરુષો સ્ત્રીઓના રૂપથી આકર્ષિત થતા હોય છે ને સ્ત્રી પુરુષોના રૂપિયાથી આકર્ષિત થતી હોય છે, એ વાત મને અત્યારે સાવ જ સાચી લાગી. અધ લાખ દ્રવ્ય આપીને મેં દાસી પાસેથી મળવાનો દિવસ માંગી લીધો. ભોળો પુરુષ માની બેસે છે : ઓહ ! મારી પત્ની કેટલી ઉચ્ચ કક્ષાની સતી છે ! બાકી ફૂલો ન કરમાય એવું તે કદી બનતું હશે ? ઉગવું ને આથમવું સૂરજનો સ્વભાવ છે. જન્મવું ને મરવું માણસનો સ્વભાવ છે. ખીલવું ને કરમાવું ફૂલોનો સ્વભાવ છે. સ્વભાવ શી રીતે બદલાવી શકાય ? હા, એક વાત છે. કાગળના બનાવટી ફૂલો કદી કરમાય નહિ. અસલી ફૂલો તો કરમાવાના જ ? અમે આ માત્ર વાતો નથી કરતા. એ સતીના દંભનો પડદો હટાવવા પણ તૈયાર છીએ. આપ અમને આશા આપો. અમે ત્યાં જઇ એને ભ્રષ્ટ બનાવી આવીએ. અમે તમને પહેલાં જ કહ્યું : કોઇની સાચી વાત સાચી માનવી અમારા સ્વભાવમાં નથી. અમારી વાતો સાંભળીને રાજાને પણ તમાશો જોવાનું મન થયું. અર્ધી લાખ દ્રવ્ય આપીને સૌ પ્રથમ અમારા ચારમાંથી મને (અશોકને) શીલવતીને ત્યાં મોકલવામાં આવ્યો. હું તરત જ નંદન નગરમાં પહોંચ્યો. આ તો મને ભાવતું કામ મળી ગયું હતું. એક બાજુ રાજા તરફથી ઇનામ ! બીજી બાજુથી શીલવતી જેવી સુંદરીનો સહયોગ ! અમારા જેવા ભ્રષ્ટ માણસને વિવેક કે મર્યાદા જેવું કાંઇ હતું જ નહિ. સ્વ-સ્ત્રી કે પરસ્ત્રી જેવી કોઇ ભેદરેખા હતી જ નહિ. શેતાનને ભેદરેખા કે લક્ષ્મણ-રેખા શું ? હું મારા રૂપ, બુદ્ધિ અને સૌભાગ્ય પર ગર્વિત હતો. હું એમ જ માનતો : ગમે તેવી સ્ત્રીને હું વશમાં લાવી શકું. સ્ત્રીઓને વશ કરવી એ મારા ડાબા હાથનો ખેલ ! હું બનીઠનીને, અત્તર-બત્તર છાંટીને શીલવતીના ઘર પાસે ગયો. દાસી દ્વારા શીલવતીને કહેવડાવ્યું ઃ તને એક સૌભાગ્યશાલી પુરુષ મળવા ઇચ્છે છે. થોડીવાર પછી દાસીએ આવીને કહ્યું : “અમારાં સ્વામિનીએ કહેવડાવ્યું છે કે પૈસા વિના આવું કામ ન થાય. વ્યક્તિનું વશીકરણ પૈસાથી થાય છે. અર્ધો લાખ દ્રવ્ય આપો તો હમણાં જ કામ થઇ જશે.” હું મલકાઈ ઊઠ્યો. આટલું જલ્દી મારું કામ થઇ જશે ? એની આત્મ કથાઓ • ૨૫૬ નક્કી કરેલા દિવસે મલકાતો-મલકાતો હું શીલવતીના ઘેર ગયો. એ પણ જાણે મને મળવા અધીરી થઇ હોય તેવું તેના ચહેરા પરથી લાગ્યું. હસું હસું થઇ રહેલો તેનો ચહેરો અંદરની ચાહનાને પ્રગટ કરતો હોય તેમ લાગ્યું. મને મીઠો સત્કાર મળ્યો. મારું હૃદય ઝંકૃત થઇ રહ્યું. રોમરોમમાં શીલવતીને મળવાનો આનંદ છવાઇ ગયો. મૃદુ અવાજે શીલવતીએ કહ્યું : “અંદર પલંગ ઢાળેલો છે ત્યાં આપ બિરાજો.' એના રૂપે, એના રૂપાની ઘંટડી જેવા મીઠા અવાજે મારા પર જાદુ કર્યો હતો. હું અંદરના કંઇક અંધકારવાળા ઓરડામાં ગયો. જ્યાં પલંગ પર બેઠો તે જ વખતે ધડૂમ... હું સીધો નીચે ખાડામાં પડ્યો. પલંગની નીચે ઊંડો ખાડો હતો. પલંગ પર ફક્ત ચાદર હતી. હું આજે બરાબર ફસાયો હતો. હું મનોમન બબડી ઉઠ્યો : આ તો સાલું ગજબ થયું ! અર્ધી લાખ દ્રવ્ય ગયું. પ્રતિજ્ઞા પૂરી ન થઇ. શીલવતી ન મળી અને મૂર્ખ થયો એ નફામાં. આ શીલવતી તો જબરી નીકળી. બહારથી કેવું મીઠું-મીઠું બોલતી હતી. બરાબરનો મને ખાડામાં ઊતાર્યો. હવે નથી લાગતું કે આ ખાડામાંથી મને કોઇ ઊગારે. હે ભગવાન ! હવે માત્ર તારો આધાર જિંદગીમાં પ્રથમ વખત મેં ભગવાનને યાદ કર્યા. સાચે જ સુખમાં નહિ, દુઃખમાં જ ભગવાન યાદ આવે છે. એટલે જ ભક્તોએ ભગવાન પાસે દુઃખ માગ્યું છે. કુંતીએ કહ્યું છે : “વિપઃ સન્તુ નઃ શાશ્વત્' “અમને હંમેશાં દુઃખ જ દુઃખ મળો.' સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદય સે જાય; બલિહારી હૈ દુઃખ કી, પળ પળ નામ જપાય.” આજે મને સમજાયું : ભક્તોના જીવનમાં દુઃખ શા માટે આવે પરકાય - પ્રવેશ • ૨૫૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ ચારેયમાં લીડર તો હું જ હતો ને ! લીડરે જ સૌથી વધારે સહેવું પડે છે? ચંદના, અંજના, મયણા, સુલસા, સીતા, મદનરેખા વગેરેના જીવનમાં દુઃખના પહાડો શા માટે તૂટી પડ્યા ? દુઃખ વખતે ભગવાન વધુ યાદ આવે, ભગવાનનું નિરંતર સ્મરણ થતું રહે માટે જ દુઃખો આવ્યા હશે? દુઃખો પણ ભગવાનની કૃપારૂપે જ આવ્યા હશે ? સાચે જ, દુઃખ એ પણ ભગવાનની નિગ્રહ-કૃપા છે. હું અંધકારભર્યા ખાડામાં દુઃખપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. નાનકડા ખાડામાં જ ખાવાનું, પીવાનું, લઘુ-વડી નીતિ કરવાનું. સૂવા વગેરે કરવાનું ! નાનકડા ઠીકરામાં થોડું-થોડું ખાવાનું શીલવતી મોકલતી હતી. મારા જેવા અનાડીને સીધા કરવા હોય તો આવું જ કરવું પડે ને ? લાતોના દેવ વાતોથી માનતા નથી હોતા - એ વાત શીલવતી સારી રીતે સમજતી હશે ! ૨૫-૩૦ દિવસ પછી અચાનક ધડુમ... અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુ જ કોઇ એક ભાઇ ઉપરથી પડ્યો હતો. સારું થયું કે એ મારા પર ન પડ્યો, નહિ તો મારા હાડકાં ભાંગી જાત. હું સહેજમાં બચી ગયો. ધારીને જોયું તો ખ્યાલ આવ્યો : અરે ! આ તો મારો લંગોટિયો કામાંકૂર ! હું તરત જ પરિસ્થિતિ સમજી ગયો. આવ ભાઇ હરખા ! આપણે બેઉ સરખા ! હું મનોમન બોલી ઊઠ્યો. એ કાંઇ કહે એ પહેલાં જ હું સમજી ગયો હતો કે રાજાએ મારી તપાસ કરવા એ મૂર્તિને મોકલી લાગે છે ને એ પણ મારી જેમ ફસાયો છે. ચાલો, એક સે દો ભલા ! આ અંધકારભર્યા ખાડામાં એક વાતો કરનાર વ્યક્તિ તો મળી ! અમે પરસ્પર વાતચીત કરતા રહ્યા અને અમારી મૂર્ખતા પર રોતા પણ રહ્યા અને હસતા પણ રહ્યા. એમ ફરી એકેક મહિના પછી અમારા બાકીના બે લંગોટિયા લલિતાંગ અને રતિકેલી પણ પડ્યા. અમે ચારેય ચંડાળ ચોકડી અહીં મળી ગયા હતા. જાણે અમને અમારા પાપોએ જીવતેજીવ નરકમાં નાખ્યા હતા ! નાનકડા ખાડામાં રહેવાનું, ખાવાનું, પીવાનું, સૂવાનું વગેરે બધું જ કરવાનું ! ઓહ ! કેટલો ત્રાસ ! કેટલી રીબામણ ! મેં (અશોકે) તો સતત ચાર મહીના સુધી આવી રીબામણ સહી. આત્મ કથાઓ • ૨૫૮ એક વખતે અમે ચારેયે શીલવતીને ઉદ્દેશીને કહ્યું : “ઓ સ્વામિની ! અમે તમારો મહિમા જોયો. અમારા કુકર્મોનું ફળ પણ ભોગવ્યું મહેરબાની કરીને હવે અમને બહાર કાઢો.” ઉપરથી શીલવતીએ કહ્યું : “હું તમને બહાર જરૂર કાઢીશ, પણ એ પહેલાં હું કહું તેમ કરવું પડશે.” - “સતી મા ! તમે કહો તેમ કરવા તૈયાર છીએ. અમે તમારી ગાય છીએ.' ગઇકાલના ભરાડી અમે, આજે બેં બેં બકરી થઇ ગયા હતા. હું જ્યારે વાક્યમાં છેલ્લે ‘ભવતુ' કહું, ત્યારે તમારે પણ ‘ભવતુ કહેવાનું... બરાબર સમજી ગયા ?” હા... બિલકુલ બરાબર સમજી ગયા. અમે ‘ભવતુ' કહીશું.” બહાર થતી વાતચીત પરથી લાગ્યું : રાજા જમવા આવવાના લાગે છે. તેના માટે બધી તૈયારીઓ થઇ રહી લાગે છે. રાજાના પૂરા પરિવાર માટે રસોઈ તૈયાર કરી અમારા ઓરડામાં મૂકી દેવામાં આવી. બહારથી તૈયારી જેવું કાંઇ જ ન લાગે. ભોજનનો સમય થતાં રાજા સપરિવાર આવ્યો, ભોજનની કોઇ જ તૈયારી ન જોતાં પાસેના મંત્રીને પૂછ્યું : “આ શું છે ? આપણી મજાક તો નથી ને ? ભોજનની કોઇ જ તૈયારી નથી.' “ના... રાજન ! આ મંત્રી મજાક કરે એવા છે જ નહિ. આપણે થોભીએ અને જોઇએ. પહેલેથી જ કોઇના વિષે નિર્ણય બાંધી દેવામાં સામાને અન્યાય થવો સંભવિત છે.' અમારા કાને રાજા-મંત્રીની વાતચીતો પડી રહી હતી. એટલામાં શીલવતીએ અંદર આવીને બધા સાંભળે તેમ કહ્યું : "भो यक्षाः ! राजा समागतः । अतः सर्वप्रकारेण रसवती प्रगुणा આવતુ ” (રાજા આવ્યા છે. રસોઇ તૈયાર થઇ જાય.). અમે બધા એકીસાથે બોલી ઊઠ્યા : “મવતું. અને... તરત જ રસોઇના તૈયાર ટોપલા ઓરડામાંથી બહાર પરકાય - પ્રવેશ • ૨૫૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ભોજન નહિ જોતાં અકળાયેલા રાજાએ કપડું હટાવ્યું... અમને ચારેયને જોયા. સાચે જ અમે ભૂત જેવા થઇ ગયા હતા. દાઢી, મૂછ વધી ગયા હતા. શરીર દુર્બળ થઇ ગયું હતું. ચહેરો ચીમળાઈ ગયો હતો. ધારી-ધારીને જોતાં રાજા ઓળખી ગયો અને ખડખડાટ હસી પડ્યો : અરે રામ ! તમારી આવી ભૂંડી દશા કેમ થઇ ? શીલવતીનું શું થયું? આવી દશા કોણે કરી ?” અમે શીલવતીના ઉત્કૃષ્ટ શીલ ધર્મની વાત કરી તથા અમારી હાલતની પણ વાત કરી. રાજા સહિત બધા સ્તબ્ધ થઈ ગયા. સૌ શીલવતીના શીલ, બુદ્ધિ વગેરે ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. અમે ચાર તો સીધાદોર થઇ ગયા. પછી કદી અમે સ્ત્રીને છંછેડવાની હિંમત કરી શક્યા નહિ. આવવા માંડ્યા. રાજા તો સ્તબ્ધતાથી આ બધું જોઈ રહ્યો. - જમ્યા પછી રાજાએ પૂછ્યું : મંત્રીજી ! અમે આવ્યા ત્યારે કોઇ રસોઈ તૈયાર ન્હોતી. અચાનક જ કેવી રીતે તૈયાર થઇ ગઇ ? ‘રાજનું ! મારે ત્યાં ચાર યક્ષો છે. આજ્ઞા કરતાં જ બધું કામ કરી આપે છે. રસોઇ તો શું? પણ બીજા પણ મોટા-મોટા કામો પલકારામાં કરી આપે છે. - “આવા અદ્ભુત યક્ષો તો મારે ત્યાં શોભે. આમેય મારે ઘણા કામ રહે છે. જો યક્ષો કામ કરી આપે તો મારે ઘણી જ સરળતા રહે.” તો મને યક્ષો આપશો કે ?” જરૂર... રાજનું ! યક્ષો આપના જ છે. હું પણ આપનો છું, ત્યાં યક્ષોની તો વાત જ શી ? આપ ખુશીથી લઇ જઇ શકો છો. હું હમણાં જ કરંડિયામાં પધરાવી આપને આપું છું. આપ વાજતે-ગાજતે આપના મહેલમાં લઇ જાવ. પણ એક વાત કદી ભૂલશો નહિ કે યક્ષોનું સ્વરૂપ કોઇને બતાવવાનું નથી.” મંત્રીશ્વરની આવી ઉદારતા જોઇ રાજા સ્તબ્ધ થઇ ગયો. ત્યાર પછી અમને મોટા કરંડીયામાં નાંખવામાં આવ્યા. ઉપર મોટું કપડું ઢાંકી રથમાં સ્થાપી રાજમહેલમાં લઈ જવામાં આવ્યા. અમારા રસ્તામાં કંકુનું જળ છાંટવામાં આવ્યું હતું. આગળ શાહી વાદ્યો વાગી રહ્યાં હતાં. પાછળ રાજાની રાણીઓ ગીતો ગાતી હતી. અમે મનમાં બબડી રહ્યા હતા : આ શીલવતીએ આપણી ભૂંડી હાલત કરી ! એવી ભૂંડી હાલત કે હવે મોટું પણ બતાવવા જેવું ના રહ્યું. જુઓ.. તો ખરા... અમારો કેવો “વરઘોડો' નીકળી રહ્યો છે ! આમાં ફજેતો કેવો થવાનો !” અમારા આવા વિચારોની સાથે સ્વાગત યાત્રા પૂરી થઇ. રાજમહેલના દરવાજે અમને વધાવવામાં આવ્યા. ભોજન સમયે રાજા અમારી પાસે આવ્યા. અમારી વિધિપૂર્વક પૂજા કરી કહ્યું : “રસવતા પ્રભુ ભવતુ ' અમે ચારેય એકી સાથે બોલી ઊઠ્યા : ભવતુ ! પણ એમ ‘ભવતુ' કહેવાથી કાંઇ ભોજન તૈયાર થઇ જાય ? આત્મ કથાઓ • ૨૬૦ પરકાય - પ્રવેશ • ૨૬૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ - (80) મારા ભાઈ મહારાજ છે તમને ક્યારેય ક્રોધ આવે છે ? ક્રોધ ન આવે એવું તો બને જ કેમ? જો તમને સાવ જ ક્રોધ ન આવતો હોય તો કાં તો તમે પથ્થર છો કાં તો તમે વીતરાગ છો. છઘસ્થ અવસ્થામાં ક્રોધ ન જ આવે એવું ન જ બની શકે. “ક્રોધથી કોડ પૂર્વનું ચારિત્ર જીવન ક્ષણવારમાં ભસ્મીભૂત થઇ જાય છે. ક્રોધ એક ક્ષણિક પાગલપન છે. ક્રોધ જીવનરૂપી નંદનવનને ક્ષણવારમાં રેગિસ્તાન બનાવી નાખે છે. ક્રોધ સાક્ષાતુ અગ્નિ છે. ક્રોધ વૈરનું કારણ છે. ક્રોધ દુર્ગતિનો માર્ગ છે. ક્રોધ કરવાથી પરલોક જ નહિ, આ લોક પણ બગડી જતો હોય છે. ક્રોધથી માણસના લોહીમાં એક પ્રકારનું ઝેર પેદા થાય છે. એમ વૈજ્ઞાનિકો પણ કહે છે. ક્યારેક તો અતિશય ક્રોધ કરવાથી મગજની નસ ફાટી જતાં હેમરેજ થઇને માણસ મરી જાય છે. ક્રોધથી જે કામ થઇ શકે, તેના કરતાં લાખગણું કામ ક્ષમાથી વધુ સારી રીતે થઇ શકે છે. ક્રોધથી પેલા સાધુને ચંડકૌશિક સાપ બનવું પડ્યું તો ઓલા કુરુટ અને ઉત્કર્ટ નામના સાધુઓને ક્રોધથી સાતમી નરકે જવું પડ્યું. ક્રોધ દૂર કરશો તો જ ક્ષમાધર્મને હૃદય-મંદિરમાં પ્રતિષ્ઠિત કરી તમે પર્યુષણની આરાધના સારામાં સારી રીતે કરી શકશો. ક્ષમાપના એ તો પર્યુષણનો પ્રાણ છે. ક્રોધની આગ જ્યાં બળી રહી હોય ત્યાં ક્ષમાનું અમૃત આવી શકતું નથી. ક્રોધને તમે જો મનમાં જ સંઘરી રાખશો તો એ વેર બની જશે. ફ્રીજમાં રહેલું પાણી બરફ બની જાય તેમ મગજમાં સંઘરેલો ક્રોધ વેર બની જાય છે. વેરી ચિત્ત ધર્મનું આરાધક બની શકે નહિ.” આ અને આવો ઘણો ઉપદેશ તમે સાંભળ્યો હશે ? છતાં વારંવાર તમારું મન ક્રોધથી ખળભળી ઉઠે છે... ખરું ને ? હવે મારે તમને એટલું જ પૂછવું છે : આવેલો ક્રોધ કેટલી વાર રહે છે ? કેટલાકનો ક્રોધ વીજળીના ચમકારા જેવો હોય છે. મન-ગગનમાં ક્રોધની વીજળી આવી ન આવી ત્યાં જ અદશ્ય ! સજ્જનનો ક્રોધ દુર્જનના સ્નેહ જેવો હોય છે. દુર્જન સ્નેહ કરે આત્મ કથાઓ • ૨૬૨ જ નહિ. કરે તો લાંબો ટકે જ નહિ. લાંબો ટકે તો પણ છેલ્લે કોઇ સારું ફળ મળે નહિ. સજ્જન ક્રોધ કરે નહિ, કરે તો લાંબો ટકે નહિ. લાંબો ટકે તો પણ ફળે તો નહિ જ. કેટલાકનો ક્રોધ દીવા જેવો હોય છે. ૪-૬ કલાકે તેલ ખૂટતાં દીવો ઓલવાઇ જાય. કેટલાકનો ક્રોધ પણ ૪-૬ કલાકે શાંત થઇ જાય. કેટલાકનો ક્રોધ સગડી જેવો હોય, ૨૪ કલાક રહેનારો ! કેટલાકનો ક્રોધ કુંભારના નિભાડા જેવો હોય, ૧૦-૧૫ દિવસ રહેનારો ! કેટલાકનો ક્રોધ કારખાનાની ભટ્ટી જેવો હોય, કદીયે શાંત નહિ થનારો ! કારખાનાની ભઠ્ઠી એકવાર શરૂ થયા પછી પ્રાયઃ કદી બંધ ન થાય. બંધ થાય તો શરૂ કરતાં બે-ત્રણ દિવસ લાગી જાય. કેટલાકનો ક્રોધ પણ આવો હોય. એક વાર ગાંઠ વાળી એટલે પત્યું. એ ગાંઠ જીવનભર રહે. જીવનભર મગજની ભટ્ટીમાં ક્રોધની આગ ભભૂકતી જ રહે. અનંતાનુબંધીવાળી આગ ! હવે તમે જોઈ લેજો : તમારા ગુસ્સાનો કયો પ્રકાર છે ? હા... કોઇક એવા હોય, જેઓ સરોવર જેવા શાંત હોય, ગમે તેટલા અપરાધમાં પણ ગુસ્સે ન ભરાય. સરોવરમાં બળતું લાકડું નાખો તો શું થાય ? લાકડાની આગ બુઝાઇ જ જવાની. કેટલાકનું મન પણ આવું શાંત હોય છે. ક્ષમા એમના સ્વભાવમાં તાણા-વાણાની જેમ વણાઇ ગઇ હોય. મારા ભાઇ મહારાજ અંધક આવા જ શાંત હતા. મારા પિતા રાજા જિતશત્રુ અને માતા ધારિણીદેવી. મારા ભાઇ સ્કંધકે ધર્મઘોષ મુનિની દેશના સાંભળી વૈરાગ્ય-વાસિત બની દીક્ષા લીધી ને હું પરણીને સાસરે આવી. એક વખતે હું ઝરૂખામાં બેઠી હતી ને મારી નજર નીચે ગઇ : એક સાધુ પસાર થઇ રહેલા હતા. ધારીને જોયું તો મારા જ ભાઇ મહારાજ ! ઓહ ! ક્યાં તે વખતનું એમનું લાલચોળ શરીર? અને ક્યાં પરકાય - પ્રવેશ • ૨૬૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ અત્યારનું સૂકલકડી શરીર ! જાણે હાલતું-ચાલતું હાડપિંજર ! મારી આંખોમાંથી અશ્રુની ધાર ચાલી : અરેરે...! મારા ભાઇ મહારાજ શું વાપરતા હશે ? ક્યાં રહેતા હશે ? ક્યાંથી ભિક્ષા લાવતા હશે ? હું અહીં મહેલમાં મજા કરું છું અને મારા ભાઇ મહારાજ કેવી ઉગ્ર સાધના કરે છે? ધન્ય હો ! ધન્ય હો ! કેટલાય સમય સુધી હું ભાઇ મહારાજને જોતી રહી અને આંખોમાંથી આંસુ વહાવતી રહી ! બે-ચાર મુહૂર્તનો સમય પસાર થયો ત્યારે અચાનક મારી નજર આંગણામાં ગઇ અને તે જ વખતે આકાશમાંથી માંસનો લોચો પડ્યો. ઉપરથી જતી સમડીએ ફેંક્યો હતો. ઘડી ભર હું સ્તબ્ધ બની ગઇ. પાસે જઈને જોયું તો એ માંસનો લોચો ન હતો પણ માંસ-લોહીથી ખરડાયેલા ઓઘો અને મુહપત્તિ હતા. જૈન મુનિના ઉપકરણ ! એ પણ લોહીથી ખરડાયેલા ? કેમ ખરડાયા હશે ? ઉપરથી કોણે ફેંક્યા હશે ? કોના હશે આ ? સમડીએ માંસ સમજીને એ લીધું હશે અને પછી ફેંક્યું લાગે છે. મેં ધારી-ધારીને જોયું તો ખ્યાલ આવ્યો : આ તો મારા ભાઇ મહારાજના છે ! અચાનક આ શું થયું ? હજુ થોડો સમય પહેલાં તો જોયા હતા. શું એમણે આપઘાત કર્યો હશે ? કોઇએ મારી નાખ્યા હશે ? કેમ માર્યા હશે ? જૈન સાધુ તો કોઇનું બગાડે નહિ. એમની મુદ્રા જ એટલી પ્રશાંત હોય કે જોનારાની આંતરડી ઠરી જાય. કોઇને મારવાનો વિચાર જ ન આવે. કયો અભાગિયો હશે, જેણે મારા ભાઇ મહારાજની, એક જૈન મુનિની હત્યા કરી ? શું કારણ હશે ? મારા મનમાં વિચારોનું વાવાઝોડું ધસી આવ્યું. હું ખુલાસો કરવા રાજા પાસે દોડી ગઇ : “પતિદેવ ! ગજબ થઇ ગયો. આપણા નગરમાં એક જૈન સાધુની હત્યા થઈ છે. એની તપાસ થવી જ જોઇએ.” હું સહસા બોલી ઊઠી. એ જૈન સાધુને તું ઓળખે છે ?' રાજાએ પૂછ્યું. હા. સારી રીતે.' ‘એ તારે શું થાય ?” મારા એ સગા ભાઇ થાય. સવારે જ મેં એમને ઝરૂખામાંથી આત્મ કથાઓ • ૨૬૪ જોયેલા હતા ને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી.” મારી વાત સાંભળતાં જ રાજાના મુખ પર પશ્ચાત્તાપના ભાવો ધસી આવ્યા. એ એકદમ મૌન થઇ ગયા. “કેમ... મૌન કેમ છો ? કંઇક જવાબ તો આપો. તપાસ તો કરાવો. તમારા નગરમાં જૈન સાધુની પણ સલામતી ન રહેતી હોય તો બીજાની તો વાત જ શી કરવી ? આ અંગે હમણાં ને હમણાં જ તપાસ થવી જોઇએ.” શું બોલું? બોલવા જેવું કાંઇ રહ્યું જ નથી. કોની તપાસ કરાવું? હું જ અપરાધી હોઉં ત્યાં...' શું તમે અપરાધી ? કઈ રીતે ? કાંઈ સમજાયું નહિ. કંઇક ફોડ પાડીને કહો તો સમજાય.” કહેતાં જીભ ઉપડતી નથી. ભૂલ મારી જ થઇ છે. મેં જ્યારે તને જૈન મુનિને જોઇ રડતી જોઇ ત્યારે હું જુદા જ વિચારમાં પડી ગયો. શંકાની ડાકણે મારા મન પર કન્જો લીધો : નક્કી આ કોઇ રાણીનો જૂનો યાર લાગે છે ! નહિ તો રાણી રડે કેમ ? પરિસ્થિતિ વધુ બગડે એ પહેલાં જ મારે કામ પતાવી દેવું જોઇએ. શત્રુ, અગ્નિ, દેવું અને રોગ - આ બધાને તો ઉગતાં જ ડામી દેવા સારા ! આ કાંટાને હમણાં જ ઉખેડી નાખવો જોઇએ અને... આગળ-પાછળ કાંઇ જ વિચાર્યા વિના સેવકોને હુકમ કરી દીધો : જાઓ... હમણાં જ પેલા મુનિની ચામડી ઉતરડી લો... અરેરે... મેં કેટલી ભૂલ કરી ? કેટલી ઉતાવળ કરી ? ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.' આ કહેવત હજાર વાર સાંભળી છતાં ખરે ટાઇમે ચૂકી ગયો. ‘ઝટપટકી ધાની... આધા તેલ આધા પાની' આ ઉક્તિ ઘણીવાર સાંભળી પણ ખરે સમયે ચૂકી ગયો ! ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી શા કામની ? મેં જરા ધીરે રહીને વિચાર્યું હોત તો ? કોઇકની સલાહ લીધી હોત તો ? એક સામાન્ય માણસની હત્યા પણ ભયંકર છે, પણ મેં તો મુનિની હત્યા કરી નાખી... એ પણ તારા જ ભાઇ મહારાજની ! અરેરે... ભગવન્! મને ક્યાં સ્થાન મળશે ? સાતમી નરક નહિ... હું તો ૧૪મી નરકને લાયક છું.” પરકાય - પ્રવેશ • ૨૬૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ આટલું બોલતાં રાજા રડી પડ્યા. હવે હું રાજાને, મારા પતિને શું કહું ? ઘણું બોલી. ઘણું રડી. ઘણો વિલાપ કર્યો... પણ મારા વિલાપથી કાંઇ મારા ભાઇ મહારાજ પાછા આવવાના હતા ? મેં મારા ભાઇ મહારાજને મારનારા મારાઓને બોલાવ્યા. મારે એ જાણવું હતું કે અંતિમ વખતે તેઓ શું બોલેલા ? તેમની કેવી અવસ્થા હતી ? વગેરે જાણવાની મારી ખૂબ જ ઇચ્છા હતી. તે મારાઓએ આવીને કહ્યું : રાણીબા ! આજ સુધી રાજાની આજ્ઞાથી અમે ઘણાને માર્યા છે, પણ આવો માણસ અમારી જિંદગીમાં કદી જોયો નથી. શું અપાર સમતા ! શું અદ્ભુત સહનશીલતા ! શું ધૈર્ય ! એમનું મુખ જોતાં જ એમ થઇ જાય કે આવા મુનિની આપણે હત્યા કરવાની ? ધિક્કાર છે આપણી નોકરીને ! જ્યાં આવા અધમ કામ કરવા પડે. અમે એમની પાસે જઇને કહ્યું: “મહારાજ ! સીધા ઊભા રહો. તમારી ચામડી અમારે ઉતરડવાની છે. અમારા રાજાની એવી આશા છે.” અમને એમ કે હમણાં જ મહારાજ વિફરશે, શાપ આપશે, ક્રોધથી આંધળાભીંત બનશે, ભાગવા પ્રયત્ન કરશે. પણ એમ અમે ભાગવા નહિ દઇએ. એમના શાપથી કે ગુસ્સાથી ડરીશું નહિ. પણ આ તો અમારી ધારણાથી સાવ જુદું જ નીકળ્યું. એમણે તો અમારી વાત સ્વીકારી જ લીધી. અમે એમને જીતવા માંગતા હતા, હરાવવા માંગતા હતા, ઝુકાવવા માંગતા હતા. પણ તમે, જે સ્વયં હારી જાય તેને શી રીતે જીતી શકો ? જે સ્વયં ઝુકી જાય તેને શી રીતે ઝુકાવી શકો ? જે સ્વયં દુઃખનો સ્વીકાર કરી લે એને શી રીતે દુઃખી બનાવી શકો ? અસંભવ ! દુઃખનો જન્મ અસ્વીકારની ભાવનામાંથી પેદા થાય છે, આ મહાસત્ય અમને પહેલીવાર સમજાયું, એમણે તો સામે ચડીને કહ્યું : જુઓ, મારા શરીરમાં માંસ-લોહી ખાસ છે નહિ. મારી ચામડી લગભગ હાડકા સાથે ચોંટી ગઇ છે, માટે તમને બહુ તકલીફ પડશે. તમને જેમ સુખ ઉપજે એમ ઉતરડજો. કાંઇ તકલીફ પડે તો કહેજો. હું તમને સુવિધા રહે તેમ ઊભો રહીશ.” અમને તો શરૂઆતમાં આ માત્ર આત્મ કથાઓ • ૨૬૬ વાણી-વિલાસ લાગ્યો : આવું તે કાંઇ હોતું હશે ? કોઇ ચામડી ઉતરડતું હોય ત્યારે શાંતિથી રહેવાય જ શી રીતે ? આ તો હમણાં બોલે છે. આપણે ચામડી ચીરશું ત્યારે ‘હાય મા ! હાય બાપા !' પોકારી ઊઠશે. પણ આશ્ચર્ય ! અમે ચામડી ઉતરડવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને ઠેઠ છેલ્લે સુધી ઊંહકારો તો ન કર્યો, પરંતુ શરીર પણ સહેજે ન હલાવ્યું. ન કોઇ અંગો વિકૃત થયા. ન ચહેરાના કોઇ ભાવ બદલાયા ! એવી જ સમતા ઠેઠ સુધી રહી. એ અમારાથી દૂર... દૂર... કોઇ સમાધિના કુંડમાં ડૂબી ગયા હોય તેવું લાગતું હતું. પણ અમ હત્યારાઓને તો સમાધિની શું ખબર પડે ? અમારે તો કામ પતાવવાનું હતું. ઝટપટ કામ પતાવીને અમે આવી ગયા.” મારાઓની આ વાત સાંભળી ભાઇ મહારાજની સમાધિ માટે માન થયું, પણ રાજાના કુકર્મ અને મારી ઉપેક્ષા પ્રત્યે ઘોર તિરસ્કાર જાગ્યો : અરેરે ! અમે કેવા કુકર્મી ! કોણ જાણે કયા ભવમાં અમારો વિસ્તાર થશે? એક તો કોઇ સાધના નહિ, કોઇ અનુષ્ઠાન નહિ, ને એમાંય વળી આવા મહાત્માની હત્યા ? કયા ભવમાં છુટીશું ? મને અને મારા પતિને એટલો પશ્ચાત્તાપ થયો કે સંસારમાંથી રસ જ ઊડી ગયો. અમે બંનેએ સંયમ જીવન સ્વીકારવાનો નિર્ણય કર્યો. શુભ કાર્યમાં વિલંબ કેવો ? અમે તરત જ સંયમ સ્વીકારી જ લીધું. ઘોર તપશ્ચર્યા કરી, કર્મો ખપાવી અમે કેવળજ્ઞાની બન્યા. કેવળજ્ઞાનમાં અમે જોયું : અપાર સમતાથી સ્કંધક મુનિ તે જ વખતે કેવળજ્ઞાની બની મોક્ષ પધાર્યા હતા. પૂર્વના કોઇ જન્મમાં ચીભડાની અખંડ છાલ ઉતારીને ખૂબ જ પ્રશંસા કરેલી. તેના કારણે રાજા બનેલા ચીભડાના જીવે સ્કંધક મુનિની ચામડી ઉતરડાવેલી ! કરેલા કર્મો સાચે જ કોઇને ન છોડે. જ્ઞાનીઓ એટલે જ બાહ્ય નિમિત્તને દોષ ન આપતાં કર્મને... એથીયે આગળ વધીને કર્મ બાંધનાર રાગ-દ્વેષથી મલિન પોતાના આત્માને જ દોષ આપે છે. લાકડી વાગતાં કૂતરો લાકડીને બટકાં ભરે છે, પણ સિંહ લાકડી મારનાર માણસને પકડે છે. જ્ઞાની પુરુષો સિહવૃત્તિવાળા હોય છે. તેઓ બહારના કોઇ નિમિત્ત પર ગુસ્સે નથી થતા. નિમિત્ત તો લાકડી છે. લાકડી પર પરકાય - પ્રવેશ • ૨૬૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ - (8૯) હું ચિત્રકાર શિક ગુસ્સે શું થવાનું ! જેઓ લાકડી પર ગુસ્સે ભરાય છે તેઓ તો કુતરા જેવા તુચ્છ બુદ્ધિના છે. અસલી વાત લાકડીની નથી, લાકડીને પકડનારની છે. અસલી વાત કોઇ વ્યક્તિની કે નિમિત્તની નથી, પણ એ વ્યક્તિને પ્રેરિત કરનાર કર્મની છે, કર્મને કરનાર આત્માની છે. ગુસ્સે થવું હોય તો કર્મ પર થવાનું, રાગ-દ્વેષના ભાવો પર થવાનું ! નિમિત્ત પર શા માટે ? આવી સૂઝ મારા ભાઈ મહારાજમાં હતી અને એથી જ આવા જીવલેણ પ્રસંગે તેઓ સમતા રાખી શક્યા અને આટલું ઊંચું આલંબન આપી અમને પણ કેવળજ્ઞાનની ભેટ આપતા ગયા. આવા હતા : મારા ભાઈ મહારાજ ! નાનપણથી જ મને ચિત્રો દોરવાનું વ્યસન ! મોટો ચિત્રકાર બની દુનિયામાં નામ કાઠું - એ મારું સ્વપ્ન ! કોઇકને રાજા બનવાની તો કોઇકને મંત્રી કે શેઠ-શાહુકાર બનવાની ઇચ્છા હોય, પણ મને તો ઇચ્છા હતી ચિત્રકાર બનવાની. એ માટે હું સૃષ્ટિના રંગ-બેરંગી દેશ્ય કલાકો સુધી જોયા જ કરતો ! કયા કયા રંગોના મિશ્રણથી આ સંધ્યાના વાદળ બન્યા છે ? આ મોરના પીછા બન્યા છે ? એમ મારું મન સદા વિચાર કર્યા જ કરતું ! ને રંગોનું મિશ્રણ કરી હું તેવા-તેવા રંગો બનાવી પણ લેતો. ચિત્રકળા અંગે વધુ શીખવાની મારી અદમ્ય જિજ્ઞાસા હતી. એક વખત મેં સાંભળ્યું : સાકેતનગરમાં ઘણા શ્રેષ્ઠ ચિત્રકાર વસે છે. ભારત વર્ષમાં ઉત્તમ ચિત્રકળાનું સ્થાન ત્યાં છે. આથી સાકેત જવા હું તૈયાર થઇ ગયો. મારી પ્યારી જન્મ-ભૂમિ કૌશાંબી નગરી છોડીને સાકેત ભણી નીકળી પડ્યો. જીવનમાં આગળ વધવું હોય, કોઈ કળામાં શ્રેષ્ઠ નિષ્ણાત બનવું હોય તો કુટુંબ, જન્મભૂમિ વગેરે ઘણું-ઘણું છોડવું પડે - એ વાત હું સારી પેઠે સમજતો હતો. નિદ્રા, તન્દ્રા, ભય, ક્રોધ, સ્વજન અને જન્મ-ભૂમિની આસક્તિ-મહત્ત્વાકાંક્ષી યુવાને આ બધાનો ત્યાગ કરવાનો હોય છે. એ વાત હું નાનપણથી જ શીખી ગયો હતો. સાકેત પહોંચીને હું એક ચિત્રકારની વૃદ્ધ માતાને ઘેર ઊતર્યો. થોડા જ સમયમાં મારે એમની સાથે આત્મીય-સંબંધ બંધાઇ ગયો. ત્યાં રહીને હું વિવિધ ચિત્રકારો પાસેથી ચિત્રકળા અંગેનું અનુભવપૂર્વકનું શિક્ષણ મેળવવા લાગ્યો. સમય સુખપૂર્વક સરકવા લાગ્યો. એક વખત મેં જોયું તો વૃદ્ધ માતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. રુદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું : “આજે મારો પુત્ર યક્ષના મંદિરે ચિત્ર દોરવા જવાનો છે.” પરકાય - પ્રવેશ • ૨૬૯ આત્મ કથાઓ • ૨૬૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ ‘...પણ એમાં રડવાનું શું ?' બેટા ! તું નવો-નવો છે, એટલે કશું જાણતો નથી. જો, આ નગરીનો ભૂતકાળ તેં જાણ્યો હોય તો અહીં આવવાની તે કદી હિંમત કરી જ ન હોત.’ ‘એવો તે કેવો ભૂતકાળ છે ? મને જણાવો તો ખરા !' ‘સાંભળ. આ સાકેત નગરમાં સૂરપ્રિય નામનો એક યક્ષ રહે છે. દર વર્ષે એના મંદિર પાસે મેળો ભરાય છે. ત્યારે ચિત્રકારો એનું ચિત્રવિચિત્ર રૂપ દોરે છે. હવે આ યક્ષ એવી ઊલટી ખોપરીનો છે કે જે ચિત્રકાર ચિત્ર બનાવે તેને જાનથી મારી નાખે.’ “તો ચિત્ર બનાવવાની જરૂર શી ? નહિ બનાવવું જોઇએ ચિત્ર.” હું વચ્ચે જ બોલી ઉઠ્યો. “મારી વાત તો પૂરી સાંભળ. જો કોઇ ચિત્રકાર ચિત્ર બનાવે જ નહિ તો આખા નગરને મારી નાખે. આખા નગરમાં મારિ-મરકી ફેલાવે. આવું હોવાથી બધા જ ચિત્રકારો ગામ છોડીને ભાગી ગયા. આથી આખું નગર પરેશાન બનતાં રાજાએ નગરથી બહાર ગયેલા ચિત્રકારોને વીણીવીણીને પકડચા અને નગરમાં વસાવ્યા. પછી રાજાએ બધા ચિત્રકારોના નામો લખી ચિઠ્ઠી બનાવી એક ઘડામાં રખાવી છે. દર વર્ષે એક ચિઠ્ઠી કાઢવાની. જેની ચિઠ્ઠી આવે તેણે યક્ષનું ચિત્ર દોરવાનું અને મરવાનું. દુર્ભાગ્યે આ વર્ષે મારા દીકરાના નામની ચિઠ્ઠી નીકળી છે. એ બિચારો આજે મરી જવાનો. હું પતિ-વિહોણી તો છું જ, પણ આજે પુત્ર-વિહોણી પણ બનીશ.” “ના... હું એમ નહીં થવા દઉં ! તમારા પુત્રને બદલે હું જ યક્ષ પાસે જઇશ. તમારે રડવાની જરૂર નથી.” “અરે ! ભાઇ ! તું પણ મારો જ બેટો છે ને ? તને તો કેમ જવા દઉં ? ચિઠ્ઠી અમારા નામની નીકળી છે. અમે ભોગવી લઇશું. તું આ સંકટમાં પડતો નહિ.' ...પણ વૃદ્ધાનું કાંઇ પણ સાંભળ્યા વગર હું જવા તૈયાર થઇ ગયો. મારા મનમાં એક જ વિચાર હતો : જ્યાં આપણે ઉતર્યા હોઇએ, જેનું આત્મ કથાઓ • ૨૭૦ લુણ આપણા પેટમાં ગયું હોય, તેને સંકટ સમયે મદદરૂપ ન બની શકીએ તો આપણું જીવતર શા કામનું ? કોઇકના ભલા માટે આ જીવન વપરાઇ જાય, એથી બીજું રૂડું શું ? કદાચ મારું પુણ્ય જોર કરતું હોય, કદાચ મારી પરોપકાર-ભાવના પ્રબળ હોય તો યક્ષ ખુશ પણ થઇ જાય અને આખા નગરને કાયમી અભયદાન પણ મળી જાય. આવી ભવ્ય વિચારધારાઓ સાથે યક્ષ પાસે જવાની તૈયારી કરવા લાગ્યો. બે ઉપવાસનું તપ કર્યું. સ્નાન કરી, ચંદનનું વિલેપન કરી મુખ પર આઠપડું વસ્ત્ર બાંધી હું નવી પીંછીઓ અને સુંદર રંગોથી ત્યાં જઇ યક્ષની મૂર્તિ ચીતરવા લાગ્યો. ચિત્ર દોરાઇ ગયા પછી હાથ જોડી વિનયપૂર્વક મેં કહ્યું : ‘હે યક્ષરાજ! ક્યાં આપનું દિવ્ય સ્વરૂપ અને ક્યાં ગરીબ બાળક હું ? હું આપને ચિત્રમાં ઉતારવા કોઇ રીતે સમર્થ નથી. મોટા ચિત્રકારો પણ સમર્થ ન હોય તો હું કોણ ? તેમ છતાં મેં કાંઇ યુક્ત-અયુક્ત દોર્યું હોય તો માફ કરજો. આપ તો નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ છો.’ મારા વિનયથી યક્ષ ખુશ-ખુશાલ થઇ ગયો. મારા પર પ્રસન્ન થઇને બોલ્યો : ‘બોલ બેટા ! તારે શું જોઇએ છે ? જે જોઇએ તે આપવા હું તૈયાર છું.' ‘હવેથી કોઇ પણ ચિત્રકારને આપ મારો નહિ, એ જ મારે જોઇએ છે.' ‘એના સિવાય ?’ “નગરના કોઇ સામાન્ય માણસને પણ હવેથી આપ નહિ મારો, એવી આ બાળની અપેક્ષા છે.” “એ બધું તો મેં નક્કી કરી જ દીધું છે. હવેથી હું કોઇને નહિ મારું. પણ વત્સ ! આ બધું તો તેં પરાર્થ માટે માંગ્યું. તારા પોતાના માટે પણ કંઇક માંગ. તું માંગીશ તો મને આનંદ થશે.” “ઓ કૃપાળુ ! જો આપ પ્રસન્ન થઇને કંઇક આપવા જ ચાહતા હો તો આ સેવકને ચિત્ર-કલા-સમ્રાટ બનાવો. મારે ધન-દોલત કે પદપ્રતિષ્ઠા વગેરે કશું જોઇતું નથી. મારે ચિત્રકળામાં સર્વોપરિ બનવું છે. પરકાય - પ્રવેશ • ૨૭૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ કોઇ પણ વ્યક્તિ કે વસ્તુનો એક જ ભાગ મારા જોવામાં આવે તેના આધારે તે વ્યક્તિ કે વસ્તુનું હું સંપૂર્ણ ચિત્ર દોરી શકું - એવું વરદાન આપો.” ‘તથાસ્તુ'ના આશીર્વાદ સાથે યક્ષ અદેશ્ય થઇ ગયો. જોયું ? વિનય અને પ્રેમનો આ કેવો ચમત્કાર ? જે કામ મોટામોટા ચિત્રકારો પણ ન કરી શક્યા તે મારા જેવા નાનકડાએ કરી બતાવ્યું. લોખંડની સાંકળ કરતાં પણ પ્રેમનો કાચો ધાગો બળવાન છે. અભિમાનની અક્કડતા કરતાં વિનયની નરમાશ બળવાન છે. આથી જ તો અક્કડ દાંતોને નરમ જીભ જીતી લે છે. અક્કડ વૃક્ષો તૂટી જાય છે, તણાઈ જાય છે. પણ નમ્ર નેતર ટકી રહે છે. નમ્ર સુવર્ણના સૌ દાગીના બનાવે છે. અક્કડ લોખંડને કોઇ સોની અડતો નથી. - યક્ષના આશીર્વાદ લઇ હું પેલી વૃદ્ધાના ઘરે આવ્યો. મને જીવતો પાછો આવેલો જોઇ આખું નગર રાજી થયું. બધાએ મારું ખૂબ જ સન્માન કર્યું. નગર આનંદી બનતાં હું પણ વધુ ને વધુ આનંદી બન્યો. આનંદ એવો પદાર્થ છે, જે આપવાથી વધે છે. આનંદ જ નહિ, જે કંઇ પણ આપીએ તે વધતું જ જાય - વધતું જ જાય. સુખ આપીએ તો સુખ વધે. દુઃખ આપીએ તો દુઃખ. જ્ઞાન આપીએ તો જ્ઞાન વધે. માન આપીએ તો માન. જે બીજાને આપણે આપીએ છીએ તે જ અનેકગણું થઇને આપણને મળે છે. આજે જો આપણને દુઃખ મળતું હોય તો પહેલાં એ આપણે કોઇને આપેલું છે. સુખ જોઇતું હોય તો બીજાને આપવાનું શરૂ કરો. સુખ એવી અદ્ભુત વસ્તુ છે, જે આપણે એકલા સંગ્રહ કરવા માંગીએ તો કદી એકઠું થાય જ નહિ. બીજાને વહેંચતાં ચાલીએ તેમ તેમ વધતું ચાલે ! સુખ વહેંચતાં ઘટતું નથી, વધે છે. આપણી તકલીફ એ છે કે આપણે સુખને વહેંચતાં નથી, “બધું સુખ મને એકલાને જ મળે. એવી વૃત્તિથી જ બધી પ્રવૃત્તિ કરીએ છીએ, એથી જ દુ:ખી થઇએ છીએ. આજે મને પહેલી જ વાર સુખ-પ્રાપ્તિનો ઉપાય મળ્યો. આખા નગરને જીવન-દાન આપવાથી જે આનંદની અનુભૂતિ થઇ તે અવર્ણનીય છે. મારા જીવનનું આ સર્વોત્તમ કાર્ય હતું. આત્મ કથાઓ • ૨૭૨ સાકેતમાં મારું માન ખૂબ વધી ગયું હતું, છતાં હું હવે કૌશાંબી જવા તલસી રહ્યો હતો. ચિત્રકળામાં નિષ્ણાત બનવાનું મારું કામ પૂરું થઇ ગયું હતું. હવે અહીં રહેવાનો કોઈ મતલબ નહોતો. વળી, વારંવાર મને જન્મભૂમિની યાદ આવી જતી હતી. જન્મભૂમિ ગમે તેવી હોય પણ માણસ તેને કદી ભૂલી શકે નહિ. “જનની જન્મભૂમિશ થiffs गरीयसी' ...ને વિના વિલંબે હું કૌશાંબી નગરીએ આવી પહોંચ્યો. હું પહોંચું એના પહેલાં મારી કીર્તિ ત્યાં પહોંચી ગઇ હતી. નગરના મોટા-મોટા ચિત્રકારો પણ મને સન્માન આપવા લાગ્યા. પદાર્થના એક અંશને જ જોઇને આખું ચિત્ર બનાવવાની મારી વિશેષતાથી હું આપોઆપ મહાન ચિત્રકારોની પ્રથમ હરોળમાં આવી ગયો. બધા ચિત્રકારો મારી આવી વિશેષતાથી બનેલા ચિત્રો જોઇ બોલી ઉઠતા : આવી કળા યક્ષના વરદાન વિના હોઇ શકે નહિ. અમારા કૌશાંબી નગરના રાજા શતાનીકે એકવાર એક અદ્ભુત ચિત્રશાળા બનાવવા વિચાર્યું. એ માટે મહાન ચિત્રકારોને બોલાવ્યા. તેમાં મારો પણ નંબર લાગ્યો. હું દિલ દઇને કામ કરવા લાગ્યો. હવે થયું એવું કે મને જે જગ્યા મળી હતી તે બિલકુલ અંતઃપુરની પાસે જ હતી. એક વખતે ગવાક્ષમાંથી મેં કોઇ સ્ત્રીનો અંગૂઠો જોયો... અંગૂઠાની મૃદુતા તથા તેના વિશિષ્ટ લક્ષણો જોઇ મેં વિચાર્યું : આ અંગૂઠો મહારાણી મૃગાવતીનો જ હશે. તે જ વખતે મારા મનના ગગનમાં વિચારની વીજળી ઝબૂકી ઊઠી : આ અંગૂઠા પરથી જો હું મૃગાવતી રાણીનું ચિત્ર દોરું તો ? મહારાજા કેવા પ્રસન્ન બની જશે ? સાચે જ મારું નામ થઇ જશે. ને તે જ વખતે મેં મહારાણીનું ચિત્ર બનાવવા માંડ્યું. એક અંગૂઠો જોયો એટલે બહુ થઇ ગયું ! મારી સમક્ષ યક્ષના વરદાનના પ્રભાવથી મહારાણીની આખી આકૃતિ દેખાવા લાગી ને તે અનુસાર હું ચિત્ર બનાવવા માંડ્યો. જ્યારે હું મહારાણીની આંખ બનાવતો હતો ત્યારે પીંછીમાંથી કાળા રંગનું ટપકું સાથળ પર પડ્યું. મેં એને લુછી નાખ્યું. પરકાય - પ્રવેશ • ૨૭૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ ફરી પડ્યું, ફરી લુછયું. આમ ત્રણ વાર થયું ત્યારે મેં વિચાર્યું : મહારાણીના સાથળમાં ચોક્કસ આવું કોઇ લાંછન હશે. તો હવે એ ભલે રહ્યું. થોડીવારમાં મહારાણીનું આબેહુબ ચિત્ર તૈયાર થઇ ગયું. મને એમ કે આ ચિત્ર જોઇ રાજા મારા પર ખુશખુશાલ થઇ જશે. મને તે વખતે કલ્પના પણ નહોતી કે આ ચિત્ર દ્વારા રાજાને ગેરસમજ ઊભી થશે ને હું નાહક પરેશાન થઇશ. ભલું કરતાં ભૂંડું થશે એવી કલ્પના તો કોને હોય ? થોડી જ વારમાં મહારાજા શતાનીક પધાર્યા. રાણીનું ચિત્ર જોતાં જ તેમનો ચહેરો લાલચોળ બની ગયો. એમના ચહેરા પરથી હું એમના મનના ભાવો વાંચી રહ્યો હતો : આ હરામખોર ચિત્રકારે મારી રાણીને ભ્રષ્ટ કરી લાગે છે. નહિ તો વસ્ત્રની અંદર રહેલા સાથળનું ચિહ્ન એ શી રીતે જાણી શકે ? આ ચિત્રકાર આવો પાક્યો ? એને બરાબર મેથીપાક ચખાડવો પડશે. અને થોડી જ મિનિટોમાં મારા હાથે-પગે બેડીઓ પડી. રાજાના માણસોએ મને મુશ્કેટાટ બાંધ્યો. મારા પર આવેલી વિપત્તિથી ચોંકી ઊઠેલા મારા સાથી ચિત્રકારોએ રાજાને વિનંતી કરી : “રાજન ! આ ચિત્રકારને યક્ષનું વરદાન મળેલું છે. એટલે એ કોઇ વ્યક્તિ કે વસ્તુના અમુક ભાગને જોઇને પણ આખું ચિત્ર બનાવી શકે છે. રાણીના ચિત્રમાં એનો કોઇ જ દોષ નથી. મહેરબાની કરીને એના પર કોઇ શંકા કરશો નહિ કે કોઇ સજા કરશો નહિ. એ તદ્દન નિર્દોષ છે. અમારા વચનની ખાતરી આપને ન થતી હોય તો પરીક્ષા કરી શકો છો. રાજાએ મારી પરીક્ષા કરવા એક કુબડી દાસીનું મુખ બતાવ્યું. મેં તેના આધારે પૂરૂં ચિત્ર દોરી આપ્યું. આથી રાજાની શંકા તો દૂર થઇ ગઇ, પણ અંદર ઇર્ષ્યા રહી ગઇ. આથી જ રાજાએ મારા જમણા હાથનો અંગૂઠો કપાવી નાખ્યો. મેં પેલા યક્ષ પાસે જઇ તપથી તેને પ્રસન્ન કરી ડાબા હાથે પણ તેવું જ ચિત્ર દોરવાનું વરદાન મેળવી લીધું. છતાં હું અંદરથી છંછેડાઇ ઊઠ્યો હતો : રાજાને આટલી ખાતરી કરી બતાવી આત્મ કથાઓ • ૨૭૪ છતાં આટલી કિન્નાખોરી ? મારો એવો કયો ગુનો ? કલામાં નિષ્ણાત થયો, યક્ષનું વરદાન મળ્યું, એ જ મારો ગુનો ? ભલે આજે રાજાએ મને સજા કરી, પણ હું હવે છોડવાનો નથી. ભલે એ રાજા રહ્યો અને હું ચિત્રકાર રહ્યો, પણ તેથી શું થયું? નાનો મચ્છર મોટા હાથીને પરેશાન નથી કરી શકતો ? નાનું છિદ્ર મોટા વહાણને ડૂબાડી નથી શકતું? નાનો કાંટો મોટા માણસને બેસાડી નથી દેતો ? નાનો કણ આંખને બંધ કરી નથી દેતો? ગમે તે થાય પણ હું બદલો લેવાનો, લેવાનો ને લેવાનો જ ! હું અંદર ને અંદર સમસમી રહ્યો. અપમાનની આગ કેટલી ભયંકર છે ? સાકેતનગરના તમામ માણસોનું ભલું કરવાની ઇચ્છાવાળો અને ભલું કરનારો હું કોઇ મારું ભૂંડું કરે એ સહન કરી શક્યો નહિ. સાચે જ બીજાનું ભલું કરવું સહેલું છે, પણ બીજા તરફથી થતું ભૂંડું સહન કરવું મુશ્કેલ છે. બીજાનું ભલું કરવામાં અહં પોષાય છે. જ્યારે અપમાનમાં અહં ઘવાય છે. અહં ઘવાય ત્યારે સહન કરવું ઘણું મુશ્કેલ છે. એના માટે અહં રહિતતાની સાધના જોઇએ. મેં ચિત્ર-કળાની સાધના તો કરી હતી, પણ અહં શૂન્યતાની સાધના હોતી કરી. ચિત્રકળા મેં હસ્તગત કરી હતી, પણ ધર્મ-કળા મારાથી હજુ દૂર હતી. શતાનીકને પછાડવા મેં મનોમન યોજના બનાવી : હં... એક ઉપાય છે. અત્યારે પૂરા ભારતમાં ઉજ્જૈનનો ચંડપ્રદ્યોત રાજા કામી છે. જે જે સારી રૂપાળી સ્ત્રીઓ એના ધ્યાનમાં આવે છે તે બધી ગમે ત્યાંથી ઉઠાવી લાવીને અંતઃપુરમાં ભરતો જાય છે. જો હું મૃગાવતીનું ચિત્ર તેને બતાવું તો જરૂર તે લલચાશે. પછી મારે કશું નહિ કરવું પડે. મારે માત્ર તમાશો જોઇને રાજી થવાનું રહેશે. જે ચિત્રકળાથી યક્ષને પ્રસન્ન કરીને મેં આખી નગરીને બચાવી હતી, તે જ ચિત્રકળાથી આજે હું મારી નગરીને, મારી નગરીના રાજાને તારાજ કરવા તૈયાર થયો હતો. કોઇ પણ મળેલી વિશિષ્ટ શક્તિ બેધારી તલવાર છે. એનો સદુપયોગ પણ થઇ શકે અને દુરુપયોગ પણ. શક્તિ તો કોરો કાગળ છે. એના પર સુંદર ચિત્ર પણ બનાવી શકાય ને કાળો રંગ પણ પરકાય - પ્રવેશ • ૨૭૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૪૦) સોમદત. ઢોળી શકાય. શક્તિ તો મેદાન છે. એના પર બગીચો પણ બનાવી શકાય અને ઉકરડો પણ. શક્તિ તો કેવળ શબ્દ છે. તેના દ્વારા ગીતો પણ ગાઇ શકાય અને ગાળો પણ બની શકાય. શું કરવું તે આપણા હાથની વાત છે. આજે હું મારી શક્તિને વિનાશક કાર્યમાં પ્રવર્તાવવા તૈયાર થયો હતો. આખરે મેં મારી યોજના અમલમાં મૂકી જ દીધી અને સાચે જ ધાર્યું પરિણામ જ આવ્યું. રાજા ચંડપ્રદ્યોત મૃગાવતીના ચિત્રને જોઇને ગાંડો ઘેલો જ થઇ ગયો. વળી, મીઠું-મરચું ભભરાવીને મેં ઉમેર્યું : રાજન ! આ ચિત્રમાંનું રૂપ તો કાંઇ નથી. એને ચિત્રમાં કંડારવા તો મોટા-મોટા ચિત્રકારો પણ પાછા પડે. એના રૂપ પાછળ દેવાંગનાઓ પણ ઝાંખી પડે. બાકી, ચિત્રોથી કે શબ્દોથી તો કેટલું કહી શકાય ? નજરે જોવાથી જ સાચો ખ્યાલ આવી શકે. ચંડપ્રઘાત માટે તો આટલું બસ હતું. એણે મૃગાવતી મેળવવા ધમપછાડા શરૂ કરી દીધા. સૌ પ્રથમ શતાનીક રાજા પાસે દૂત મોકલ્યો, પણ એમ કોઈ પોતાની પત્ની આપતું હશે ? આથી ચંડપ્રદ્યોત ધૂંધવાયો અને વિશાળ સૈન્યની સાથે કૌશાંબી પર ચડાઇ કરી. આ સમાચાર સાંભળતાં જ શતાનીક રાજાને એટલો આઘાત લાગ્યો કે લડાઇ શરૂ થાય એ પહેલાં જ અતિસારના રોગથી એ મરી ગયો. મૃગાવતી મારા કારણે અકાળે વિધવા થઇ. હું રાજી-રાજી થઇ ગયો : ચલો, મારી યોજના પાર પડી. મારી આ વાત સૌને કાનમાં કહે છે : કદી કોઇ નાનાની પણ ઉપેક્ષા કરશો નહિ કે નાહક સજા આપશો નહિ. નાનો પણ ક્યારેક ભારે પડી શકે તે કદી ભૂલશો નહિ. પાટલીપુત્રના બુઝર્ગ શેઠ સોમદત્તે પોતાના એક મિત્રને પોતાનો એક વિશિષ્ટ અનુભવ કહ્યો : મારી પાસે એક દિવસ એક યુવાન આવ્યો. એની આંખોમાં આંસુ હતા. ચહેરા પર નિરાશા હતી ! મારી પાસે આવતાં જ એ ચોધાર આંસુએ રડી પડ્યો. હું આશ્ચર્યમાં પડી ગયો. આવા ગર્ભશ્રીમંત યુવાનને વળી રડવાનું શું કારણ હશે ? હું એને નાનપણથી જ ઓળખતો હતો. એના પિતા જિનદત્ત શેઠ તો ખાસ મારા સ્નેહાળ મિત્ર ! સુખ-દુઃખની વાતો કરતા અમે કેટલાય કલાકો વીતાવી દેતા. એમની સાથે વાતો કરતા મને તો એમ જ લાગતું : જાણે ડહાપણના દરિયા પાસે બેઠા ! ખરેખર એના પિતા ડહાપણનો ભંડાર હતા તો આ પુત્ર ભોળપણનો ભંડાર હતો. હું ઘણીવાર જિનદત્તને કહેતો : “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા' એવું દુનિયા કહે છે, પણ તમારા દીકરામાં તમારા ડહાપણનો કોઇ અંશ ઉતર્યો હોય તેવું લાગતું નથી. મારી વાત સાંભળીને જિનદત્ત શેઠ મૌન થઇ જતા. ઘેરી ઉદાસીનતા તેમના મુખ પર છવાઇ જતી. ક્યારેક એ મને કહેતા : સોમદત્ત ! તું જાણે છે કે મારો પુત્ર ભોળો છે, વ્યવહારમાં કુશળ નથી. અત્યારે તો ઠીક છે. પણ મારી ગેરહાજરીમાં બિચારાનું શું થશે ? આ દુનિયા તો એવી છે કે તમારામાં ડહાપણ ન હોય તો બધા તમને ફાડી ખાય ! ભોળપણનો બધા લાભ ઉઠાવે. તો હું કદાચ આ દુનિયામાં ન હોઉં તો તમે મારા દીકરાને સંભાળજો. એને વ્યવહાર-કુશળ બનાવજો. મારા શરીરનો ભરોસો તો હવે બહુ ઓછો છે. ખરેખર એમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી. થોડા વખત અગાઉ જ જિનદત્ત શેઠ ગુજરી ગયા. મેં તેને વહાલથી પૂછયું : કેમ બેટા ! શું થયું ? આટલો રહે છે શાનો? તારા પિતા તો તારા માટે અઢળક સંપત્તિ છોડી ગયા છે. પછી દુઃખ કઇ વાતનું છે ? પરકાય - પ્રવેશ • ૨૭૭ આત્મ કથાઓ • ૨૭૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ એણે કહ્યું : કાકા ! તમારી વાત સાચી છે, પણ હું તો અત્યારે સાવ કંગાળ થઇ ગયો છું. બજારમાં જતાંય મને શરમ આવે છે. ગઇ કાલે જેઓ મને શેઠ... શેઠ... કહીને બોલાવતા તેઓ આજે મને જોતાં જ મોઢું ફેરવી લે છે. બધાને ખબર પડી ગઈ છે કે આના ખીસા ખાલી છે ! ખાલી ખીસાવાળાનું માન શું ? મૃત્યુ પહેલાં મારા પિતાજીએ મને ૧૦ શિખામણ લખી આપી હતી, પણ એ અનુસાર વર્તવા જતાં તો હું પાયમાલ થઇ ગયો. હું ચમકી ઊઠ્યો. પિતાની શિખામણ અનુસરતાં કોઇ પુત્ર પાયમાલ થઇ જાય ? હોય નહિ. મેં પૂછ્યું : મને કહીશ? કઈ શિખામણો હતી. તેણે કહ્યું : સાંભળો - (૧) ઘરની ચારે તરફ દાંતની વાડ કરવી. (૨) કોઇને ધન આપી લેવા જવું નહિ. (૩) માથે જરા પણ ભાર ઉપાડવો નહિ. (૪) દિવસને સફળ કરવો. (૫) સ્ત્રીને થાંભલે બાંધીને મારવી. (૬) સદા મીઠાઇ ખાવી. (૭) સુખે સુઇ જવું. (૮) ગામે ગામ ઘર કરવા. (૯) માઠી દશા આવે તો ગંગા યમુનાની વચ્ચે ખોદવું. (૧૦) પ્રત્યેક ક્ષેત્રે ધન વાપરવું. અને સાથે-સાથે એ પણ કહેલું : આમાં કાંઇ ન સમજાય તો મારા મિત્ર સોમદત્તને પૂછવું. હાથીદાંતો લાવીને મેં વાડ કરી, પણ લોકો એ લુંટી ગયા. ઉછીનું ધન આપીને લેવા જ ન ગયો, તો પૈસા બધા ડૂબી ગયા. માથે જરા પણ ભાર ન ઉપાડ્યો, ને મજૂરોને મોં માંગ્યા પૈસા આપ્યા. પત્નીને થાંભલે બાંધીને મારી તો એ પિયર ભાગી ગઇ. રોજ મીઠાઇ ખાતાં પેટ બગડી ગયું. ગામડાઓમાં ઠેર-ઠેર મકાનો બાંધવા માંડ્યા, પણ બધાં અધૂરાં રહ્યા અને એ બધાના માલિક ત્યાંના જ કોઇ લોકો બની ગયા. આત્મ કથાઓ • ૨૭૮ ગંગા-જમુનાની વચ્ચે કેટલુંય ખોદકામ કર્યું, પણ બરબાદી સિવાય કશું મળ્યું નહિ. ખેતરોમાં જઇને રૂપિયા વાવી આવ્યો, પણ આજ સુધી રૂપિયાનું એકેય ઝાડ ઊગ્યું નથી. શું કરું ? પિતાની શિખામણો માનવા જતાં હું તો હેરાન-હેરાન થઇ ગયો. ભોળેનાથની વાત સાંભળી હું મનોમન હસી પડ્યો. મેં કહ્યું : આ બધાનો જવાબ હું પછી આપીશ. મેં તેને બીજી આડી-અવળી વાતોમાં નાખ્યો. આમ ઘણો સમય થતાં તેને કકડીને ભૂખ લાગી ત્યારે ખાવા માટે બાફેલા ચોળા આપ્યા. કકડીને ભૂખ લાગી હોવાથી તેને તે પણ ઘેબર જેવા મીઠા લાગ્યા. સાંજે મેં તેને રોજમેળ નામું ઠામું આદિનું કામ સોંપ્યું. ત્રણ કલાક સુધી કામ કરતાં-કરતાં એટલો થાકી ગયો કે તે બેઠા બેઠા ઊંઘવા લાગ્યો. મેં કહ્યું : જા... હવે સામેના ખાટલામાં નવકાર ગણીને સૂઈ જા. તે તરત જ ઘસઘસાટ ઊંઘી ગયો. બીજા દિવસે એને બોલાવીને મેં કહ્યું : સાંભળ. તારા પિતાજી ઘણા જ વ્યવહાર કુશળ ચતુર પુરુષ હતા. મારે એમની સાથે વર્ષોનો સંબંધ હતો. એમના જેવા માણસ પાયમાલી કરનારી શિખામણ બીજાને પણ ન આપે તો સગા પુત્રને શી રીતે આપે ? પણ વત્સ ! તેં પિતાના માત્ર શબ્દો પકડ્યા છે, ભાવાર્થ નથી પકડ્યો. સત્ય શબ્દોમાં નથી હોતું, ભાવાર્થમાં હોય છે, એ વાત તારે બરાબર યાદ રાખવી જોઇએ. વ્યવહારમાં પણ કેટલાક વાક્યોમાં આપણે શબ્દો નથી જોતા, ભાવાર્થ જ પકડીએ છીએ. જેમ કે (૧) “રસ્તો ક્યાં જાય છે ?' ખરેખર તો રસ્તો ક્યારેય ક્યાંય જતો નથી. એમાં ચાલતા વાહનો-માણસો વગેરે જાય છે, રસ્તો તો સ્થિર છે, છતાં આપણે બોલીએ છીએ : “આ રસ્તો ક્યાં જશે ?' (૨) “ઘડો ઝમે છે.' ખરેખર ઘડો થોડો ઝમે છે ? એમાંનું પાણી ઝમે છે. આવા તો ઘણા ઉદાહરણો આપી શકાય. આવા સાદા વાક્યોમાં પણ શબ્દાર્થ ન ચાલે તો તારા પિતાજીની શિખામણમાં શી રીતે ચાલે ? તારા પિતા તો ખૂબ જ ડાહ્યા અને ઊંડી કોઠાસૂઝવાળા હતા. પરકાય - પ્રવેશ • ૨૭૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ સાંભળ. હવે હું તને એ શિખામણોનું રહસ્ય બતાવું. ઘરની આસપાસ દાંતોની વાડ કરવી, એનો અર્થ એ કે આપણી આસપાસ રહેનારા બધા માણસો સાથે મધુર અને હિતકારી વચનો બોલવા જોઇએ. જેથી આપણા મુખમાં રહેલા દાંતની જ આપણી આસપાસ મજબૂત વાડ થાય. આપણો પહેલો મિત્ર પડોશી છે, જરૂર પડ્યે એ જ કામ આવે છે. પણ માનવ સ્વભાવની એ નબળાઇ છે કે એ તેને જ પહેલો દુશ્મન બનાવે છે. દાંતોથી વાડ તો નથી બનાવતો પણ બનેલી હોય તો પણ તોડી નાખે છે. એક વાત કદી ભૂલીશ નહિ - કે દાંતોથી વાડ બને પણ છે ને તૂટે પણ છે. - વચનમાં અમૃત પણ છે ને ઝેર પણ છે. વચનમાં સોય પણ છે ને કાતર પણ છે, સંગ્રામ પણ છે ને સંધિ પણ છે. જોડવાનું અને તોડવાનું બંને કામ તેને આવડે છે. - આંખ, કાન, નાકના છિદ્ર બબ્બે હોવા છતાં તેમને કામ એક જ છે. જ્યારે જીભ એક હોવા છતાં પણ કામ બે છે : બોલવાનું અને ખાવાનું ! ખ્યાલ રાખો તો બંનેથી સુધરે અને ખ્યાલ ન રાખો તો બંનેથી બગડે. દુનિયામાં દવાખાના અને કચેરી ખાના જીભની પેદાશ છે. ખાવામાં ભાન નહિ રાખતી જીભ માણસને દવાખાને ધકેલે છે અને બોલવામાં ભાન નહિ રાખતી જીભ (ઝગડો થવાથી કેસ થતાં) કચેરી ખાને ધકેલે છે. “જિલ્લા મેં અમૃત વસે, વિષ ભી ઉસકે પાસ; એકે બોલ્યા કોડિ ગુણ, એકે કોડિ વિનાશ.” (૨) “બીજાને ધન આપીને માંગવા ન જવું.' એનું રહસ્ય એ કે આપણે લેનાર પાસેથી દોઢી કે બમણી કિંમતની વસ્તુ રાખી પછી ધન આપવું. આથી વસ્તુ લેવા પેલો જ સામેથી આવે. આપણે જવું ન પડે. સમજ્યો ? (૩) “માથે જરા પણ ભાર ઉપાડવો નહિ.' પોટલા માથા પર હોવા એ ભાર નથી, માથે ઋણ હોવું એ જ ખરો ભાર છે. ડાહ્યા માણસોએ કહ્યું છે કે ઋણનો ભાર કદી રાખવો આત્મ કથાઓ • ૨૮૦ નહિ. હોય તો જલદી પતાવી દેવો. કારણ કે વડના બીની જેમ થોડું પણ ઋણ વધતું-વધતું ખૂબ જ મોટું થઇ જાય છે. આ સંદર્ભમાં કેટલીક નીતિની સુક્તિઓ જાણવા જેવી છે. થોડું ઋણ, થોડું વ્રણ (ઘા), થોડી આગ કે થોડી કષાયની વૃત્તિ - થોડી પણ વિશ્વાસ યોગ્ય નથી. કારણ કે એમને થોડામાંથી ઘણું થતાં જરાય વાર લાગતી નથી.” “પાળી શકાય તેવું વચન બોલવું. અર્થે માર્ગે છોડી દેવો પડે તેવો ભાર ઉપાડવો નહિ. ઋણ ઉતારવામાં વિલંબ કરવો નહિ.” “ધર્મના આરંભમાં, ઋણ ઉતારવામાં, ધન પ્રાપ્ત કરવામાં, શત્રુના ઘાતમાં, આગ બુઝાવવામાં અને રોગ દબાવવામાં ક્ષણમાત્રનો પણ વિલંબ કરવો નહિ.” “તેલની માલીશ, ઋણનું ફેડવું અને કન્યાનું મૃત્યુ - આ ત્રણની શરૂઆતમાં દુઃખદાયી લાગતા હોવા છતાં પરિણામે તેવા નથી હોતા.” આ ભવમાં જો આપણે કોઇનું ઋણ ન ચૂકવીએ તો પરભવમાં નોકર બનીને અથવા ગાય, ભેંસ કે પાડા બનીને ઋણ ચૂકવવું પડે છે. આપણો દેવાદાર માણસ જો ભરપાઇ કરવામાં સમર્થ ન હોય તો તેને ચોખ્ખું કહી દેવું જોઇએ : “સગવડ થાય તો મને મારી રકમ આપી દેજે. નહિ તો મારા તરફથી ધર્મકાર્યમાં વાપરજે.” આમ કરવાથી ઋણનો સંબંધ લાંબાકાળ સુધી ચાલતો નથી. નહિ તો ભવાંતરમાં પણ વેર-વૃદ્ધિ થતી રહે છે. (૪) ‘દિવસને સફળ કરવો.” એટલે કે કંઇક ધન અવશ્ય કમાવું. ધનાર્જનથી જ ગૃહસ્થનો દિવસ સફળ થયો લેખાય. નીતિશાસ્ત્રો કહે છે કે - વણિક, વેશ્યા, કવિ, ભાટ, ચોર, જુગારી અને બ્રાહ્મણ જે દિવસે નવું કમાતા નથી તે દિવસને વ્યર્થ માને છે. (૫) “સ્ત્રીને થાંભલે બાંધી મારવી.” એટલે કે પત્નીને પુત્રાદિના સ્નેહના થાંભલે બાંધવી. ને પછી જરૂર પડે તો મારવી. પુત્ર-પુત્રી આદિના જન્મ પછી પત્નીને કોઇ સમયે મારવામાં આવે તો પણ વાંધો નહીં. પરકાય - પ્રવેશ • ૨૮૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ પુત્રાદિના પ્રેમના કારણે તે ઘર છોડી શકતી નથી. (૬) ‘સદા મિષ્ટાન્ન ખાવું.' એટલે કે કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું. ભૂખ વિના ઘેબર પણ મીઠા નથી લાગતા અને ભૂખ હોય ત્યારે રોટલા પણ ઘેબરથીય મીઠા લાગે છે, એ વાત તું કદી ભૂલતો નહિ. ખરો સ્વાદ મીઠાઇમાં નથી, પણ ભૂખમાં છે. ગઇ કાલે એટલા માટે જ મેં મોડેથી તને ભોજન આપ્યું હતું. કકડીને ભૂખ લાગી હોવાથી બાફેલા ચોળા પણ તને કેવા મીઠા લાગ્યા હતા ? આ જ ખરી મીઠાઇ છે. પૂર્વનું ખાધેલું પચ્યું ન હોય અને નવું લેવામાં આવે તો રોગ થવાની ઘણી શક્યતાઓ છે. “મળ અને વાયુમાં દુર્ગંધ હોય, કાચો મળ આવે, શરીર ભારે લાગે, અન્ન પર અરુચિ થાય, ખાટા ઓડકાર આવે - આ અજીર્ણના ચિહ્નો છે. અજીર્ણ હોય ત્યાં સુધી ભોજન છોડી દેવું. ભૂખ લાગે ત્યારે સમયસર લોલુપતા વિના સ્વસ્થતાથી ખાવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : ‘હે જીભ ! તું ખાવામાં અને બોલવામાં પરિમિત બન. બહુ ખાવું અને બહુ બોલવું માણસને મૃત્યુ પણ આપે છે.” (૭) ‘સુખે સૂઇ જવું.’ આવી કોઇ શિખામણ આપતું હશે ? અપ્રમાદની શિખામણ હોય, સૂવાની થોડી શિખામણ હોય ? પણ એનું રહસ્ય એ છે કે કામ કરીને લોથપોથ થઇ ગયા હોઇએ, ઘસઘસાટ ઊંઘ આવતી હોય ત્યારે જ સૂવું. ગઇ કાલે મેં તને માંકડભર્યા ખાટલામાં સૂવડાવ્યો હતો છતાં કેવી ઊંઘ આવી ગઇ ! પરિશ્રમ પછી ગાઢ ઊંઘ આવતી હોય છે. “ભૂખ ન જુએ ટાઢા ભાત, ઊંઘ ન જુએ તૂટી ખાટ.” આ વાત યાદ છે ને ? (૮) ‘ગામે ગામ ઘર કરવું.' એટલે કે આસપાસના દરેક ગામે ઘર જેવો એક મિત્ર અવશ્ય કરવો, જેથી જ્યાં જઇએ ત્યાં તાત્કાલિક બધી સુવિધા મળી રહે, આપણો મિત્ર-વર્ગ વધે, દરેક કાર્યોમાં સરળતા રહે. (૯) માઠી દશા આવે તો ગંગા-યમુનાની વચ્ચે ખોદવું.’ તું તો આવી શિખામણથી ગંગા-જમના પાસે પહોંચી ગયો અને ખોદવા મંડી આત્મ કથાઓ • ૨૮૨ પડ્યો. જરા તો વિચાર કર. આટલા વિશાળ પ્રદેશમાં ક્યાં ખોદવું ? અને એનો અંત પણ ક્યારે આવે ? એનો ખરો અર્થ એ છે કે તારી પાસે જે ગંગા અને જમના નામની ગાયો છે તે ગાયોની બે ગમાણો વચ્ચે ખોદવાનું છે. ત્યાં તારા પિતાએ અઢળક ધન દાટ્યું હશે ? (૧૦) પ્રત્યેક ક્ષેત્રે ધન વાવવું.' તું તો ખેતરોમાં રૂપિયા વાવવા પહોંચી ગયો અને પાછો રૂપિયાના ઝાડની વાટ જોવા લાગ્યો. ગાંડા ! કંઇક તો સમજ. રૂપિયાના તે કાંઇ ઝાડ ઊગતા હશે ? ‘સાત ધર્મક્ષેત્રોમાં ધન વાપરવું.' આ તેનો ખરો અર્થ છે. ધર્મક્ષેત્રોમાં વાવેલું-વાપરેલું ધન અનેક ગણું પુણ્યરૂપે આપણને જ ભવાંતરમાં મળે છે. સમજ્યો ? મેં ઉપસંહાર કરતાં કહ્યું : તારા પિતાએ જાણી જોઇને આવી રહસ્યમય શિખામણો લખી છે. જેથી તું એને કદી પણ ભૂલી શકે નહિ. સીધી-સાદી વાત તરફ માણસ લક્ષ્ય આપતો નથી, એ તરત જ ભૂલી જાય છે. પણ જે વાત સમજવામાં માણસને તકલીફ પડે છે, અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે, એ વાત તે કદી ભૂલી શકતો નથી. બેટા ! મને હવે વિશ્વાસ છે કે તું ૧૦માંથી એક પણ શિખામણ જિંદગી પર્યંત ભૂલી શકીશ નહિ. ખરૂંને ? ખરી વાત છે કાકા ! હવે કાંઇ ભૂલાય કે ? આપનો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલી શકું. રહસ્યો સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.” એમ બોલીને મારા ચરણોમાં પ્રણામ કરીને એ ભોળો યુવાન ચાલતો થયો. હું ક્યાંય સુધી એની પદ-ધ્વનિ સાંભળતો રહ્યો. એ પદ ધ્વનિમાં એના પિતાની સોનેરી શિખામણોનો રણકાર મને સંભળાઇ રહ્યો હતો. “આજે તમે બહુ સ-રસ અનુભવ કહ્યો. આ શિખામણો તો મનેય કામ લાગે તેવી છે.” સોમદત્ત શેઠના મિત્ર બોલી ઊઠ્યા. (આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૧૨૬) પરકાય - પ્રવેશ - ૨૮૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ - (૪૧) હું શારદાનંદન જ્ઞાનવાનું ન બનવું. ગુણો પ્રારંભમાં આપત્તિરૂપ લાગે છે. પણ સમય જતાં એની જીત જ થાય છે. મારા પર કેવી મુસીબત આવી પડી તે સાંભળો. અમારા રાજા નંદને રાણી ભાનુમતી પર ઘણો જ પ્રેમ ! એટલો બધો પ્રેમ કે દરબારમાં પણ સિંહાસન પર જોડે જ બેસાડે ! મંત્રીઓને આ ગમ્યું નહિ. એક વખતે તેમણે સલાહ આપી : રાજન ! રાણીનું સ્થાન અંતઃપુરમાં જ ઉચિત છે. રોજ સભામાં લાવો તે સારું નહિ. નીતિશાસ્ત્ર કહે છે કે રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીને બહુ દૂર કે બહુ નજીક નહિ રાખવા. બહુ નજીક રાખીએ તો હાનિ થાય છે. બહુ દૂર રાખીએ તો કાંઇ ફળ મળે નહિ. રાજાને મંત્રીઓની આ સલાહ ગળે ઊતરી ગઇ અને દરબારમાં રાણીના સ્થાને રાણીનું ચિત્ર મૂકવાનું નક્કી થયું. એક શ્રેષ્ઠ ચિત્રકાર પાસેથી રાણીનું ચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું. એક વખતે રાજાએ મને એ ચિત્ર બતાવીને પૂછ્યું : આ ચિત્ર પંડિતોનો ડાયરો જામ્યો હતો. અલક મલકની વાતો ચાલતી હતી. વાતો એટલે સામાન્ય કોટિની નહિ, પંડિતોને શોભે તેવી જ હતી. સૌ પોતાના પાંડિત્યની / વાદમાં વિજયના અનુભવોની વાત કહી રહ્યા હતા. ત્યાં કોઇ પંડિતે મમરો મૂક્યો : પંડિતાઇથી ફાયદો થયો - એવી વાતો તો આપણે ઘણી સાંભળી, પણ પંડિતાઇથી ગેરફાયદો થયો હોય, એવો કોઇ પોતાનો અનુભવ કહેશે ? મંડળીમાં સન્નાટો છવાઈ ગયો. પંડિતાઇથી ગેરફાયદો ? પંડિતાઇથી અપમાન ? હોય નહિ. કદાચ કોઇને કાંઇ અપમાન થયું હોય તો એ થોડો કહેશે ? નીતિશાસ્ત્રો કહે છે કે - પોતાની સાથે થયેલી ઠગાઈ કે અપમાન કોઇને કહેવા ન જોઇએ. વંશને ચાપમાનં તમન્ न प्रकाशयेत् । ક્ષણભર પંડિત પર્ષદમાં મૌન છવાઇ ગયું. થોડી જ વારમાં એ મૌનને તોડતાં શારદાનંદન નામના પંડિત બોલ્યા : “પંડિતાઇથી સંકટ પણ આવી શકે છે - એવો મારો સ્વાનુભૂત પ્રસંગ કહું ?' - બધા તલપાપડ થઇ ઊઠ્યા. શારદાનંદન પંડિત કોઇ સામાન્ય પંડિત હોતા, ખરેખર એ શારદા-સરસ્વતીના નંદન-પુત્ર જ હતા. બધા એને મૂછાળી સરસ્વતી તરીકે જાણતા. વળી એ વિશાખા નગરીના નંદ રાજાના રાજગુરુ હતા. એટલે એમની વાત સાંભળવા સૌ ચોકન્ના બની ઊઠ્યા. શારદાનંદને કહ્યું : ઘણીવાર ગુણો પણ આપત્તિ માટે બની જતા હોય છે. ફૂલોને પીસાવું પડે છે. ચંદનને ઘસાવું પડે છે. સોનાને આગમાં પડવું પડે છે. અગરબત્તીને બળવું પડે છે. આમ શા માટે ? એમની પાસે કોઇ ગુણો છે માટે ને ? ગુણો આપત્તિ માટે બને છે તેનો અર્થ એ નથી કે ગુણવાનું, આત્મ કથાઓ • ૨૮૪ તમે તો જાણો છો કે હું સરસ્વતીપુત્ર છું. કોણ પણ પદાર્થ મારી સામે આવતાં એના વિષે હું સંપૂર્ણ કહી શકું છું. રાણીના ચિત્રને જોતાવેત જ હું બોલી ઊઠ્યો : રાજન્ ! આમ તો આ ચિત્ર બરાબર છે, પણ આમાં રાણીના ડાબા સાથળ પર તલ નથી.' આવું બોલતાં તો હું બોલી ગયો, પણ પરિણામનો વિચાર ન કર્યો. મારું આ વાક્ય સાંભળતાં જ રાજાનો ચહેરો બદલાઇ ગયો. રાજાનું મન મને સ્પષ્ટપણે વંચાઇ રહ્યું હતું. એના મન-ગગનમાં શંકાના વાદળ ધસી આવ્યા હતા. પંડિતને તલની ખબર પડે કેમ ? ચોક્કસ કોઇ અનૈતિક સંબંધ છે. મને મારી પર આવનારી આપત્તિના એંધાણ આવી ગયા, પણ હવે શું થાય ? બોલેલા શબ્દો ને છુટેલું તીર પાછા તો વળે નહિ. બીજા જ દિવસે મારે ઘેર મંત્રી આવ્યા અને કહ્યું : “પંડિતજી ! પરકાય - પ્રવેશ • ૨૮૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ રાજાનો તમારા વધ માટે હુકમ છે. રાજા એટલી ઉગ્રતામાં હતા કે હું વધુ કાંઇ પૂછી શક્યો નહિ, પણ મને લાગે છે કે આમાં રાજાની ઉતાવળ છે. ઉતાવળે કરેલા નિર્ણયો કદી કલ્યાણકારી બની શકતા નથી. રાજાને ચોક્કસ ક્યારેક પસ્તાવું પડશે. તો તમારા જેવા પંડિતરત્નનો હું વધ નહિ થવા દઉં ! તમે મારા ભોંયરામાં ગુપ્તરૂપે રહી જાવ. અવસર આવશે ત્યારે સૌ સારા વાના થશે. મને પંડિતાઇ ભારે પડી. કેટલાય મહીનાઓ સુધી મારે ભોંયરામાં છુપાઇને રહેવું પડ્યું. ક્યારે આ ગુપ્તવાસમાંથી છુટું ? એવી મારી સતત ઝંખના હતી. મારી ઝંખનાને સાકાર કરવા જ જાણે એક પ્રસંગ ઉપસ્થિત થયો. એક દિવસે મંત્રીએ આવીને મને કહ્યું : શારદાનંદન ! મને લાગે છે કે હવે તમારા ગુપ્તવાસના દિવસો પૂરા થઇ ગયા છે. રાજા પાસે અત્યારે એવી ઘટના બની છે કે જેનો ઉકેલ તમારા સિવાય કોઇ લાવી શકશે નહિ. રાજાનો પુત્ર વિજયપાળ શિકારે ગયેલો. સાથીઓથી વિખૂટો પડી જઇ ક્યાંક જઇ ચડ્યો. રાજાએ ઘણી તપાસ કરાવી ત્યારે મહામુશ્કેલીએ કુમાર મળી આવ્યો, પણ તે ગાંડો થઈ ગયો હતો. જંગલમાં ‘વિસેમિરા... વિસેમિરા... વિસેમિરા...' લવારો કરતો હતો. નગરમાં આવ્યા પછી આજે પણ એ લવારો ચાલુ છે. રાજાએ કેટલાય વૈદો, હકીમો, માંત્રિકો, તાંત્રિકો અને ભૂવાઓને બોલાવ્યા છે, પણ હજુ ઠેકાણું પડ્યું નથી. આથી મને થયું કે આ ઠેકાણું તમારાથી જ પડશે. મેં રાજાને કહ્યું છે કે મારી પુત્રી આ કુમારને ડાહ્યો કરી આપશે, પણ તે સભામાં નહિ આવે, આપે કુમારને લઇને મારે ઘેર પધારવું પડશે. તો મહારાજા હમણાં જ અહીં આવશે, તમારે પડદામાં રહીને સ્ત્રીનો અવાજ કાઢીને એ પુત્રની ચિકિત્સા કરવાની છે. કરશો ને ? ગુપ્તવાસમાંથી છુટવાનો સરસ મોકો આવ્યો છે. મેં તરત જ હા પાડી. થોડી જ વારમાં રાજા કુમારને લઇને આવી પહોંચ્યા. વિસેમિરા... આત્મ કથાઓ • ૨૮૬ વિસેમિરા... વિસેમિરા... નો બકવાસ કરતા રાજકુમારને મેં પડદાના કાણામાંથી જોઇ લીધો. જોતાં જ મને બધી વાત સમજાઇ ગઇ. વાત એમ બનેલી કે જંગલમાં રાતવાસો કરવા કુમાર એક ઝાડ પર ચડેલો. ત્યાં એક વ્યંતર અધિષ્ઠિત વાંદરો મળેલો. વાંદરાએ કહ્યું : કુમાર ! ચિંતા કરશો નહિ. તમે મારા ખોળામાં સૂઇ જાવ. હું તમારી રક્ષા કરીશ. પછી હું તમારા ખોળામાં સૂઇ જઇશ. તમે મારી રક્ષા કરજો. કુમાર વાંદરાના ખોળામાં મજેથી સૂઇ ગયો. ત્યારે માણસની ગંધ આવવાથી નીચે વાઘ આવેલો. વાઘે કહ્યું : વાનરભાઇ ! તમે આ માણસને નીચે પાડી દો. મને ખૂબ જ ભૂખ લાગી છે. તમે અને હું જંગલવાસી દોસ્ત કહેવાઇએ. નગરવાસી માણસ સાથે આપણે શું લેવાદેવા ? માણસજાત આમેય કેટલી ખતરનાક છે ? આ માણસ જંગલમાં આવ્યો છે તે આપણને મારવા જ આવ્યો છે ને ? આવા માણસને બચાવવાથી શો ફાયદો ? આખરે એ વિશ્વાસઘાત જ કરવાનો ! પણ વાંદરો એકનો બે ન થયો. તેણે એક જ વાત કરી : ખોળે સૂતેલા વિશ્વાસુ માણસનો હું વિશ્વાસઘાત ન કરી શકે ! એમ કરું તો મારું કુળ (?) લાજે ! સાંભળ્યું છે કે મહાન વફાદાર હનુમાન અમારા કુળમાં પેદા થયેલા. આવા કુળમાં જન્મીને જો હું વિશ્વાસઘાત કરું તો મારી ખાનદાની શી ? વાંદરાનો દેઢ જવાબ સાંભળવા છતાં વાઘ નિરાશ ન થયો. એ નીચે જ ઊભો રહ્યો. હવે વાંદરાને ઊંઘવાનો અને કુમારને ચોકી કરવાનો વખત આવ્યો ત્યારે વાઘે કહ્યું : અલ્યા ! હું નીચેથી વાઘ બોલી રહ્યો છું. કાંઇ સંભળાય છે ? ભલો થઈને તું વાંદરાને નીચે ફેંકી દે, ભૂખથી મારો જીવ જાય છે. આમેય વાનર જાતનો ભરોસો શો ? “રાજા, વાજા ને વાંદરાના ભરોસા કરાય નહિ.' એ કહેવત તો તે સાંભળી છે ને ? વાંદરો ક્યારેક રાજી તો ક્યારેક નારાજ પણ થઇ જાય ! અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસન્નતા પણ ખતરનાક હોય છે. વળી કુમાર ! એક વાત યાદ રાખજે કે જો તું વાંદરાને નહિ ફેંકે તો હું તને ખાઇ જવાનો ! વાંદરો તો છલાંગ મારીને પરકાય - પ્રવેશ • ૨૮૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ બીજા ઝાડ પર પહોંચી જશે, પણ તારે તો નીચે જ ઊતરવું પડશે ને? અને નીચે ઉતરતાં જ તારો જમરાજ હું નીચે ઊભો છું ! જઇશ ક્યાં? હા... જો તું વાંદરાને ફેંકી દઇશ તો તને જીવતો જવા દઇશ. વાઘની દલીલોની કુમાર પર ધારી અસર થઇ. એણે તરત જ વાંદરાને ધક્કો માર્યો. પણ આ તો વાંદરો ! એ થોડો પડે ? એણે તો તરત જ બીજી ડાળ પકડી લીધી અને બચી ગયો, પણ તે એકદમ ગુસ્સે ભરાયો અને બોલી ઉઠ્યો : હરામખોર ! આવો વિશ્વાસઘાત ? રાજકુમાર થઇને આવું નીચ કામ કરતાં તારો જીવ કેમ ચાલ્યો ? વિશ્વાસઘાત એ મોટામાં મોટું પાપ છે. ને એનાથી સરળતાથી છૂટી શકાતું નથી. લે... લેતો જા... તારા પાપનું ફળ. વિસેમિરા ! એટલું બોલી વ્યંતરાધિષ્ઠિત વાંદરો તો ભાગી ગયો, પણ વિસેમિરા ! એટલું સાંભળતાં જ રાજકુમાર ગાંડો થઇ ગયો. ત્યારથી માંડીને બસ ‘વિસેમિરા” જ બોલ્યા કરે છે. કોઇ પૂછે : તારું નામ શું ? ‘વિસેમિરા' જંગલમાં તને શું થયું ? ‘વિસેમિરા’ તું મને ઓળખે છે ? ‘વિસેમિરા' આવી ગાંડાઇ છોડ ને ડાહ્યો થા. ‘વિસેમિરા' હજાર પ્રશ્નોનો એક જ જવાબ : વિસેમિરા. પણ વિસેમિરાનો જવાબ કોઇને આવડતો હોતો. એ મને આવડતો હતો. રાજા મનોમન મને યાદ કરી રહ્યો હતો. અરેરે... મેં નાહક શારદાનંદનને મરાવી નાખ્યો. જો એ આજે હાજર હોત તો જરૂર કોઈ રસ્તો કાઢત ! પણ રાજાને ક્યાં ખબર હતી કે એ જ શારદાનંદન આજે પડદાની પાછળ ખોળે સૂતેલ સાથીને, હણતાં શો પરાક્રમ ?” મારો આ શ્લોક સાંભળતાં જ વિસેમિરા... વિસેમિરા... નો સતત બકવાસ કરતો કુમાર અચાનક જ સાવધાન થઇ ગયો અને હવે તે સેમિરા... સેમિરા... સેમિરા... બોલવા લાગ્યો. હવે તરત જ હું બીજો શ્લોક બોલ્યો : ‘સેતુ સમુદ્ર જાઓ કે, જા સંગમતીર્થમાં; બ્રહ્મજ્ઞ પાપથી છુટે, મિત્રદ્રોહી છૂટે નહીં.' આ સાંભળતાં જ “સેમિરા'માંથી “સે’ ગયો અને હવે કુમાર મિરા... મિરા... મિરા.. બોલવા લાગ્યો. બધા સ્તબ્ધ થઇને જોઇ રહ્યા. સૌને લાગ્યું. ખરેખર કુમારને દવા લાગુ તો પડી છે. ૫૦% સારું થઇ ગયું તો હવે પણ સારું થઇ જ જશે. ચારેય અક્ષરો જતાં કુમાર એકદમ ડાહ્યો થઇ જશે. હવે હું ત્રીજો શ્લોક બોલ્યો : ‘મિત્રદ્રોહી, કૃતદની ને, ચોર, વિશ્વાસઘાતકી; આ ચાર નરકે જાય, યાવચ્ચન્દ્રદિવાકરૌ.' હવે ‘મિ’ જતાં કુમાર ‘રા... રા... કરવા લાગ્યો. પછી હું ચોથો શ્લોક બોલ્યો : ‘રાજનું! કુમારનું જો તું, કલ્યાણ હોય ચાહતો; દાન આપ સુપાત્રોમાં, દાનથી શુદ્ધિ થાય છે.” આ સાંભળતાં “રા' પણ ગયો અને કુમાર એકદમ સ્વસ્થ થઇ ગયો. બધા લવારા છોડી દીધા. જંગલમાં શું બન્યું? એ બધી વાત કહી સંભળાવી. રાજાએ કહ્યું : હે પુત્રી ! પણ જંગલની વાતની તને અહીં બેઠા કેમ ખબર પડી ? ત્યારે મેં કહ્યું : દેવ-ગુરુ-કૃપા દ્વારા, મારા જીભે સરસ્વતી; તેથી જાણું છું હે રાજનું ! રાણીનું જેમ જાણ્યું મેં. આ સાંભળતાં જ રાજાને ખાતરી થઇ ગઇ કે આ મંત્રીની પુત્રી નહિ, પણ “શારદાનંદન’ પોતે જ છે. પડદો હટાવીને એ તો મારા ચરણે પરકાય - પ્રવેશ • ૨૮૯ હું સ્ત્રીના અવાજમાં બોલ્યો : ‘વિશ્વસ્ત માનવીને શું, ઠગવામાં વિશેષતા ? આત્મ કથાઓ • ૨૮૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ - (દશ) હું અંજના સ્ટ ઝૂકી પડ્યા અને બોલી ઉઠ્યા : સરસ્વતીપુત્ર ! મને માફ કરો... મને માફ કરો. મેં આપની વિદ્વત્તા જાણી નહિ. આપની જીભમાં જ સરસ્વતી છે, એમ મેં જાણ્યું નહિ. રાણીના તલની વાત પરથી મેં આપના પર ખોટી શંકા કરી. એ તો સારું થયું કે મંત્રીની કોઠાસૂઝથી તમે બચી ગયા, નહિ તો હું જિંદગીભર રડતો રહેત. રાજાની આંખોમાંથી નીકળી રહેલા આંસુ મારા પગ પર પડી રહ્યા હતા. મેં કહ્યું : રાજન ! મેં તો તમને ક્યારનીયે માફી આપી દીધી છે. પણ એટલી શીખ અવશ્ય આપીશ કે ઉતાવળમાં કદી નિર્ણય કરવા નહિ. ‘ઝટપટકી ધાની, આધા તેલ આધા પાની.” તો આ થઇ મારા અનુભવની વાત, પંડિતાઇથી સંકટ આવ્યું અને પંડિતાઇથી જ સંકટ ટળ્યું. સરસ્વતીપુત્ર શારદાનંદનની વાત સાંભળી બધા પંડિતો સ્તબ્ધ થઇ ગયા હતા. (આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૧૩૦) સાંજે પ્રતિક્રમણ પછી એક બેને એક સાધ્વીજી પાસે ફરિયાદ કરી : મહારાજ ! હું બહુ દુઃખી છું. સાસુની ટક-ટક આખો દિવસ ચાલુ છે. પતિ તરફથી પણ પ્રેમ મળતો નથી. કોઈ પણ વાત હોય તો મને જ ટોકે. ક્યારેક આપઘાતના વિચારો પણ આવી જાય છે. પણ પુત્રનો પ્રેમ મને એમ કરતાં રોકે છે. મહારાજ ! સાચે જ જિંદગીથી કંટાળી ગઇ છું. શું કરું ? કોઇ માર્ગદર્શન આપશો ? - સાધ્વીજીએ કહ્યું : બેન ! તારું દુઃખ સાંભળીને મારું હૃદય દ્રવી ઊડ્યું છે, પણ હું બીજું શું કરું ? તને સારા વિચારો આપી સન્માર્ગે હું દોરી શકું. તારા જેવા આત્માઓની વાત સાંભળતાં ખરેખર જ્ઞાનીઓના વચન યાદ આવી જાય છે. તેમણે કહ્યું છે કે સંસારનો સ્વભાવ જ દુઃખમય છે. સંસાર કદી દુઃખ વિનાનો નથી હોતો. કારણ કે ખારાશ મીઠાનો સ્વભાવ છે. તેમ સંસારનો સ્વભાવ દુઃખમયતા છે. સ્વભાવને આપણે કદી વસ્તુથી દૂર કરી શકીએ નહિ. હા... આપણે આપણો અભિગમ જરૂર બદલાવી શકીએ. દુઃખમાં પણ સુખની દૃષ્ટિ કેળવી શકીએ. સાચું કહું તો દુઃખ આપણને ઘડે છે, આપણને શુદ્ધ કરે છે, પ્રભુની યાદ અપાવે છે અને બીજા જીવો પ્રત્યે પણ હમદર્દી શીખવે છે. મને તો એવું લાગે છે કે આવું કાંઇક શીખવવા માટે જ દુઃખનું આગમન થાય છે. મીઠાઇ સાથે ફરસાણ જરૂરી, રસપુરી સાથે કારેલાનું શાક જરૂરી તો સુખ સાથે દુઃખ જરૂરી નહિ ? એના વિના સુખનો આસ્વાદ પણ શો ? એકલા સુખથી તો માણસ છકી જાય, બીજા જીવોને તો ઠીક, પ્રભુને પણ ભૂલી જાય. એટલે જ દુઃખ જરૂરી છે. નહિ તો ભગવાનને યાદ કરે જ કોણ ? સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદયસે જાય; પરકાય - પ્રવેશ • ૨૯૧ આત્મ કથાઓ • ૨૯૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ બલિહારી હૈ દુઃખકી, પલ પલ નામ જપાય. એટલા માટે જ કોઇ સંતે આવું ગાયું હશે ને ? દુઃખને પણ ઉપકારી ગણીને ચાલ. તો કદાચ તને નવી જીવનદૃષ્ટિ સાંપડશે. જીવવાનો આનંદ આવશે. આપઘાતના વિચારો જતા રહેશે. પેલી બેને કહ્યું : મહારાજ ! એ બધી ફિલસૂફી સાંભળતાં કે કહેતાં સારી લાગે, પણ જીવનમાં જ્યારે ખરેખર દુઃખ આવી પડે ત્યારે બધી સમજણનું બાષ્પીભવન થઇ જાય. બાકી પરોપદેશે પંડિત તો કોણ નથી ? મારી પાસે કોઇ આવે તો હું પણ એને ડાહી-ડાહી વાતો કરીને સમજાવી દઉં ! જેના પર વીતે તેને ખબર પડે. “ઘાયલ કી ગત ઘાયલ જાણે.” બાકી બીજા તો માત્ર શબ્દોના સાથિયાથી રાજી કરે એટલું જ. શબ્દોના કઢી ભાતથી કોઇના પેટ ભરાયા છે કદી ? સાધ્વીજીએ કહ્યું : બેન ! હું માત્ર શાબ્દિક વાત નથી કહેતી. મારા પર જે વીત્યું છે, તેના આધારે કહું છું, અનુભવની વાત કહું છું. તને તો શું દુઃખ છે ? તારા કરતાં કઇ ગણું દુઃખ મેં વેક્યું છે. તું કદાચ મારું દુઃખ સાંભળીશ તો રોમ રોમ કંપી ઊઠશે. મારા જીવનમાં એટલું દુઃખ આવ્યું છે કે મારા સ્થાને કદાચ કોઇ કાચો પોચો હોત તો ક્યારેય આપઘાત કરી લેત. આ હું અભિમાનમાં નથી બોલતી, જે છે તે બોલું છું. દુઃખ આપણા કર્મના ઉદયથી જ આવે છે, દુઃખમાં જીવન ઘડાય છે, પ્રભુ યાદ આવે છે - આવી સમજણથી જ દુઃખની ઝડીઓ વચ્ચે હું ટકી રહી. સાંભળનાર બેન સ્તબ્ધ બની ગયા. કહ્યું : “મહારાજ ! આપ મને આપની આપવીતી કહેશો ?' ‘કેમ નહિ ? જરૂર કહીશ. તારી પાસે સમય હોય તો બેસ... તને પણ આમાંથી ચોક્કસ કાંઇક પ્રેરણા મળશે.” સાધ્વીજીએ પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું : નાનપણથી જ મારા એવા મનોરથો હતા કે લગ્ન કરવા તો કોઇ એવા ઉત્તમ પાત્ર સાથે કરવા કે જેથી જીવન ધન્ય ધન્ય બની જાય. બાકી ગમે તેવા પાત્ર સાથે લગ્ન કરીને જીવન નરકમય બનાવી દેવું તેના કરતાં તો કુંવારા રહેવું વધુ સારું ! મારા આ મનોરથોને પૂરવા મારા માતાપિતાએ તનતોડ પ્રયત્નો કર્યા. અનેક રાજકુમારોના ચિત્રો મારી પાસે આવવા લાગ્યા. ‘તો શું આપ રાજકુમારી હતા? આપનું નામ તથા માતા-પિતાનું નામ તો આપે કહ્યું નહિ.” બેને પૂછ્યું. હા... હું રાજકુમારી હતી. મારું નામ અંજના ! વૈતાદ્યપર્વતના રાજા અંજનકેતુ અને રાણી અંજનવતી - એ મારા માતા-પિતા. ઘણા રાજકુમારોના ચિત્રો મારી પાસે આવ્યા, પણ મારી નજર ક્યાંય ઠરતી હોતી. ચિત્રો જોતાં જ મારી કાત્તદૃષ્ટિ રૂપ સિવાય તેમના ગુણો, સત્ત્વ, શીલ વગેરે પણ જોઇ લેતી. હું માત્ર રૂપ તરસી ન્હોતી. હું તો ઝંખતી'તી કોઇ સત્ત્વશીલ અને ગુણસંપન્ન રાજકુમારને. આખરે બે રાજ કુમારોના ચિત્રો પર મારી આંખ ઠરી. મેં બંને ચિત્રો મારી પાસે રાખી લીધા. ભવિષ્યદત્ત અને પવનંજ્ય નામના આ બે રાજકુમારોમાંથી પવનંજ્ય પર પસંદગી ઊતરી. મંત્રીઓના કહેવા પ્રમાણે ભવિષ્યદત્ત ઉત્તમ પાત્ર હતો, પણ જ્ઞાનીઓના કથન પ્રમાણે તેનું આયુષ્ય અલ્પ હતું. આથી પવનંજયકુમાર મારા ભાવિ પતિ તરીકે પસંદગી પામ્યા. શુભ મુહૂર્તે અમારાં લગ્ન થયા. બસ... લગ્ન થતાં જ મારા પર દુઃખોની ઝડી વરસી. હું તો અનેક સપનાઓ આંખમાં આંજીને પતિ સાથે જીવન-માર્ગે ચાલી નીકળી હતી. પણ લગ્ન થતાં જ મારા સ્વપ્રોનો ભાંગીને ભૂક્કો થઈ ગયો. સ્વપ્રોના આકાશમાં ઊડતી સીધી હું ધરતી પર સરકી પડી. લગ્નની પ્રથમ રાત્રે જ મારા પતિ મારી પાસે આવ્યા તો નહિ, પણ મને બોલાવીયે નહિ. હું કારણ શોધવા લાગી, પણ કેટલીયે મથામણ પછી પણ મને કોઇ કારણ મળ્યું નહિ. આખો દિવસ હું ઉદાસ-ગમગીન રહેવા લાગી. મારા બધા જ મનોરથોના મીનારાઓ ભાંગી પડ્યા. મારું દુઃખ હું ન કહી શકું ન સહી શકું. કહું તો કોને કહું ? સાંભળે કોણ ? આમ ને આમ મારા બાર વર્ષ પૂરા થઇ ગયા. પરકાય - પ્રવેશ • ૨૯૩ આત્મ કથાઓ • ૨૯૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ એક વખતે મને સમાચાર મળ્યા કે મારા પતિદેવ યુદ્ધ માટે જઇ રહ્યા છે. વરુણ સાથે યુદ્ધ કરી રહેલા રાવણને મદદ કરવા જઇ રહ્યા છે. યુદ્ધમાં તો શું ભરોસો ? યુદ્ધમાં ગયેલો પાછો ઘેર હેમખેમ ફરે તો ફરે ! હું પ્રયાણ કરતા પતિદેવના ચરણોમાં ઝૂકી પડી, પણ મને ધક્કો મારી, મારી સામું જોયા વિના પતિદેવ તો નીકળી ગયા. મારું હૃદય ચૂર ચૂર થઇ રહ્યું. ઘડીભર મને થઇ ગયું : હું હમણાં જ મરી જઇશ! પણ હું ન મરી. હું કેમ મરતી નથી ? મારું હૃદય હજુ કેમ ધબકે છે ? એનું મને પણ આશ્ચર્ય થતું. માતા-પિતા, કુટુંબીઓ, સખીઓ, વહાલી જન્મભૂમિ આદિ છોડીને સ્ત્રી એક માત્ર પતિના પ્રેમના કારણે સાસરે આવે છે. ત્યાં આવ્યા પછી પણ પતિ પ્રેમ ન મળે તો એની હાલત શું થાય ? એ તો અનુભવે તે જ જાણે ! પણ મારા આશ્ચર્યની વચ્ચે તે જ રાત્રે મારા પતિદેવ મારી પાસે આવી પહોંચ્યા અને મને પ્રેમથી બોલાવી. મારા રોમ-રોમમાં આનંદનો અભિષેક થઇ રહ્યો, હું જાણે અમૃતના કુંડમાં નહાવા લાગી. મેં પૂછ્યું : આટલા વર્ષો સુધી મને બોલાવી પણ નહિ ને આજે અચાનક સ્નેહ ક્યાંથી ઊભરાઇ ગયો ? મારા પતિદેવે નિખાલસતાથી કહ્યું : તારા પર મારો ગુસ્સો લગ્ન પહેલાંથી જ હતો. જો કે આપણું વેવિશાળ થયું ત્યારે તો મને તારા પર ખૂબ જ પ્રેમ હતો. તારા ગુણો, તારું રૂપ જોવા તારા આવાસમાં આવ્યો હતો. તે વખતે તું તારી સખીઓ જોડે વાતો કરી રહી હતી. એ વાતોમાં મેં જે મારા વિષે તારા શબ્દો સાંભળ્યા તેથી હું રોમ-રોમમાં સળગી ઊઠ્યો. તારી સખી બોલી રહી હતી : તને પસંદ પડેલા બે ચિત્રોમાંથી આમ તો ભવિષ્યદત્ત ઉત્તમ પાત્ર હતો, પણ તે અલ્પ વયમાં જ મોક્ષે જનાર હોઇ મંત્રી-રાજા વગેરેએ પવનંજ્યને પસંદ કર્યો. આના જવાબમાં તે કહેલું : જીવન અલ્પ હોય તોય વાંધો નહિ, પણ તે ઉત્તમ હોવું જોઇએ. થોડું પણ અમૃત કેવું પ્રભાવશાળી હોય છે ? લાંબું પણ ખરાબ જીવન હોય તો શા કામનું ? હજારો મણ ઝેરનો કોઈ અર્થ ખરો ?' તારા આ આત્મ કથાઓ • ૨૯૪ શબ્દોએ મારા હૃદયમાં આગ લગાડી દીધી. તે વખતે મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. તે વખતે જો મારા મિત્ર ઋષભદત્તે મને અટકાવ્યો ન હોત તો હું તને ત્યાં ને ત્યાં ખતમ જ કરી નાખત. પછી તો તારી સાથે લગ્ન કરવાની મારી જરાય ઇચ્છા નહોતી, પણ માતા-પિતાના આગ્રહથી મારે પરણવું પડ્યું. તારા શબ્દો મારા હૃદયમાં એટલા ઊંડા ઊતરી ગયા હતા કે ત્યાર પછી મને કદી તારા પર પ્રેમ જાગ્યો નહિ. આજે - અત્યારે મને સમજાય છે કે મેં તારા શબ્દોને ખોટી રીતે પકડી લીધા હતા. તું તો સહજભાવે બોલી રહી હતી અને મેં એને બહુ મોટું રૂપ આપી દીધું. ‘પણ આજે એકાએક પ્રેમ કેમ ઊભરાયો ?' પૂછ્યું. ‘વાત એમ બની કે આજે અમારા યુદ્ધનો પડાવ સરોવરની પાસે હતો. ત્યાંનું વાતાવરણ એકદમ મનોહર હતું. મંદ મંદ ઠંડો પવન ! સરોવરમાં લાલ કમળો ! આમ-તેમ તરતા હંસો ! કિનારા પર રમતાં ચક્રવાક પંખીઓ ! આ બધું જોતાં જ રહીએ એટલું બધું ભવ્ય હતું. સાંજે અંધારું થતાં જ ચક્રવાકીઓ ભયંકર રીતે રુદન કરવા લાગી. પાંખો ફફડાવતી, ઉન્માદ કરતી, નિરાશાથી કમળના તાંતણાને ખેંચતી ચક્રવાકીઓને જોઇ મેં મિત્રને પૂછ્યું : આ પક્ષિણીઓ આમ કેમ કરે છે? મિત્રે કહ્યું : દોસ્ત ! પતિનો વિરહ થતાં તેઓ વ્યાકુળ થઇ ગઇ. છે. અંધારામાં પતિ નહિ દેખાતાં પોકે-પોકે રડી રહી છે. આખી રાત તડપી-તડપીને રડ્યા જ કરશે, રડ્યા જ કરશે. રડી-૨ડીને મૃતપ્રાય બની જશે. સવારે અજવાળામાં પતિને જોતાં નવું જીવન પામીને જાણે આનંદથી ઝૂમી ઊઠશે.' આ સાંભળતાં જ મારા મનમાં વિચારોની વીજળી ઝબૂકી : અરેરે... એક રાત માત્રના વિયોગમાં પણ આટલું કલ્પાંત આ ચક્રવાકીઓ કરે છે... તો મારી અંજનાનું કલ્પાંત કેવું હશે ? બાર બાર વર્ષ થયા મેં તેની સામુંયે જોયું નથી. અરેરે... હું કેવો કઠોર ? કેવો અહંકાર ? મેં બાર વર્ષમાં બરાબર જોયું છે કે તેણીએ કદી પર પુરુષની સામુંયે નથી જોયું. કદી મારા પ્રત્યે ધિક્કાર ભાવ પણ કેળવ્યો નથી... છતાં એ પરકાય - પ્રવેશ • ૨૯૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ ગુણોની મેં કદી કદર કરી નહિ, ધિક્કાર હો મને ! ના... હવે મારે એને વધુ ને તડપાવવી જોઇએ. નહિ તો એ કદાચ મરી જશે. આજે રાત્રે જ જાઉં અને તેને આશ્વસ્ત કરું ! આ વિચાર થતાં જ હું મિત્ર ઋષભદત્ત સાથે આકાશ માર્ગે તારી પાસે આવી પહોંચ્યો છું. પ્રિયે ! મારા અપરાધને માફ કર. મેં કહ્યું : પ્રિયતમ ! અપરાધ આપનો નહિ, મારો જ છે. મારા જ કર્મના ઉદયે આપને મારા પ્રત્યે અણગમો થયો. તો આપને માફી આપનાર હું કોણ ? હું તો આપની દાસી છું, કિકરી છું. આપ મારા સ્વામી છો. આપને માફી માંગવાની હોય ? બેન ! એ રાત્રે મને પ્રથમવાર પતિનું સુખ મળ્યું. પણ તું એમ ન માનીશ કે મારા જીવનમાં દુઃખની રાત ગઇ અને સુખની સવાર ઊગી. ખરેખર દુઃખો તો હવે શરૂ થયા. વહેલી સવારે જ્યારે પતિ વિદાય થવા લાગ્યા ત્યારે કહ્યું : પ્રિયતમ ! હું ઋતુસ્નાતા છું. આવતી કાલે કદાચ હું માતા બનું તો જગત મને કલંક નહિ આપે ને ? મારે દુનિયાને જવાબ શું આપવો ? યુદ્ધથી આપ ક્યારે પધારશો ? તેનો શો ભરોસો ? - પતિદેવે મને પોતાની વીંટી કાઢીને આપતાં કહ્યું : મારા આગમનની આ નિશાની તું બતાવજે. પછી કલંકનો કોઇ સવાલ નહિ રહે. પતિદેવ તો જતા રહ્યા. આ બાજુ હું ખરેખર ગર્ભવતી બની. મારી ઉદર-વૃદ્ધિ જોઇ મારી સાસુ તાડૂકી ઊઠી : રાંડ ! આ શું ધંધો માંડ્યો છે ? પેટમાં કોનું બાળક છે ? મેં સાચી વાત કહી, વીંટી પણ બતાવી, પણ મારી સાસુ ન માની. એ તો વધુ ને વધુ આરોપ લગાવવા માંડી : નિર્લજ્જ ! આવા કાળા કામ કરતાં શરમ નથી આવતી ? અત્યાર સુધી હું એમ માનતી હતી કે મારા દીકરાનો વાંક છે, પણ આજે સમજાયું કે કોનો વાંક છે ? તું આવી કુલટા હોય તો પવનંજ્ય શાનું તારી સામે જુએ ? આવું કાળું કામ કર્યા પછીયે પાછું સતીત્વનો દેખાડો કરવો ? વાહ ભાઈ વાહ ! પવનંજય અહીંયા હતો ત્યારે તારી પાસે હોતો આવતો તે યુદ્ધમાંથી આત્મ કથાઓ • ૨૯૬ તને મળવા આવે ? જૂઠા બોલી ! જૂઠું બોલવાની પણ કાંઇ હદ છે ? તારું હું તો શું કોઇ સાચું નહિ માને. પાછી તું વીંટી બતાવે છે ! શરમ નથી આવતી ? વીંટી તો પહેલેથી કબજે કરીને રાખી શકાય એટલી વાત શું અમે નહિ સમજતા હોઇએ ? મારી સામે શું જોયા કરે છે ? જા... નીકળી જા... મારા ઘરમાંથી. મને હવે તારું મોઢું બતાવીશ નહિ. કાળમુખી !' સાસુના એક-એક શબ્દ મારા કાળજાને વીંધતા હતા. અત્યાર સુધી તો માત્ર પતિ તરફથી ઉપેક્ષાનું જ દુઃખ હતું, પણ મારા સતીત્વ પર કોઇએ કલંક હોતું આપ્યું. હવે કલંક આવ્યું. ઉપેક્ષા કરતાં કલંકનું દુઃખ મને ભયંકર લાગ્યું. પણ શું કરું ? વીંટી એ મારો છેલ્લો જવાબ હતો. પણ કોઇ મારી વાત સાચી માનવા તૈયાર હોતા. હું મારી પ્રિય સખી વસંતતિલકા સાથે સાસરેથી નીકળી પિયર ગઇ. પણ કલંકિતાને પિયરમાં પણ ક્યાંથી સ્થાન મળે ? હું બહુ મોટી આશાથી મારા માતા-પિતા પાસે ગઇ. મેં માન્યું : મારા મા-બાપને હું સાચી વાત સમજાવી સુખેથી રહીશ. પણ આપણું ધાર્યું થોડું થાય ? મારા મા-બાપ પાસે મારી કલંકિતતાના પહેલેથી સમાચાર પહોંચી ચૂક્યા હતા. મને જોતાં જ તેઓ બોલી ઊઠ્યા : અંજના ! અહીં પગ નહિ મૂકતી. તે ખરેખર તારું નામ સાર્થક કર્યું છે, અંજન જેવા કાળા કામ કરીને ! ફેટ રે.. ભૂંડી... તારા કરતાં પેટે પથ્થરો પેદા થયો હોત તો પણ સારું હતું ! કમ સે કમ અમારું કુલ તો કલંકિત ન થાત. પથ્થરો તો કપડાં ધોવા કામ લાગે, વસ્ત્રોના મેલ ઊતારે, મેલાં કપડાંને ઉજળા કરે, જ્યારે પુત્રી થઇને તે નિર્મળ કુળને મલિન કર્યું. સાત-સાત પેઢીની અમારી આબરૂ તેં પાણીમાં નાખી દીધી. તું દીકરી નહિ, પણ ઠીકરી છે ! સાચે સાચ આજે ઠીકરીએ અમારો કીર્તિ-કુંભ ફોડી નાખ્યો. કીર્તિનું બધું અમૃત ઢોળાઈ ગયું. તું એમ ન સમજતી કે પુત્રીના નાતે અમે તને ઘરમાં રાખશું. ઘરમાં તો શું રાખીએ... તારું મોઢું જોવા પણ અમે તૈયાર નથી. જા... અત્યારે ને અત્યારે અહીંથી ચાલી જા. તારે જવું હોય ત્યાં જજે. હવે અહીં આવતી નહિ. પરકાય - પ્રવેશ • ૨૯૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ જ થાય. જંગલ મંગલરૂપ બની જાય. બેટા ! ખૂબ જ પરાક્રમી, વફાદાર અને સત્ત્વશીલ બનજે. જીવનમાં કદી હિંમત હારતો નહિ.” મૃગ બાળની જેમ એકદમ કુદરતી રીતે બાળકનો ઉછેર થવા લાગ્યો. આભમાંથી પટકાયેલાને ધરતી આશ્રય આપે. પણ અહીં તો ધરતીએ પણ આશ્રય આપવાની ના પાડી દીધી હતી. સાસરેથી ત્રાસેલી દીકરી મા-બાપ પાસે જાય... બીજે ક્યાં જાય ? મા જ એવી વ્યક્તિ છે જે સંતાનને વાત્સલ્યથી નવડાવી દે. એના ગુનાઓ માફ કરીને પણ સન્માર્ગે ચડાવે. “મા તે મા બીજા બધા વગડાના વા’ ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ... તેથી મીઠી તે મોરી માત રે જનની જોડ સખી નહિ મળે રે લોલ.” “ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે એણે માતાનું સર્જન કર્યું છે.' માતા વિષે આવી કેટલીયે ઉક્તિઓ કવિઓએ કહી છે... પણ મારા માટે તો જાણે બધી ઉક્તિઓ ખોટી પડી. ‘પુત્રો નાસ્થત વિધિ માતા ન મવતિ' ‘પુત્ર કુપુત્ર થાય,પણ માતા કુમાતા કદી ન થાય.” માતાના મહિમાને પ્રગટ કરતી આવી કેટલીયે ઉક્તિઓ યાદ આવતી ગઈ, પણ શા કામની ? મારી મા આવી ઉક્તિઓ પ્રમાણે ચાલવા થોડી બંધાયેલી હતી ? બેન ! હવે તું જ વિચારી લે. મારા દુઃખની પાસે તારું દુઃખ કેટલું ગણાય ? આવા દુઃખના હિમાલયો તૂટી પડ્યા તો પણ મેં મારું સત્ત્વ નથી ખોયું. મારી ધર્મશ્રદ્ધા નથી ખોઇ. ધર્મશ્રદ્ધા એ જ મારી મોટી મૂડી હતી. સાસરિયાથી હાંકી કઢાયેલી, પિયરિયાથી હડધૂત થયેલી હું સુખી સાથે જંગલ તરફ ચાલી નીકળી. હા... હવે જંગલ એ જ મારો આધાર હતો. બીજે ક્યાં જાઉં? ક્યાં રહું? કદાચ કોઇ નગરમાં રહું તો દુષ્ટ માણસો લાચારીનો લાભ ઉઠાવે. સજ્જન માણસો તો કલંકિતાથી દૂર રહેવામાં જ સાર સમજે અને સામાન્ય માણસો કશું કરી શકે નહિ. આથી મારા માટે જંગલ જ ભલું હતું. સખી સાથે હું જંગલમાં ગઇ. પૂર્ણ સમયે બાળકનો જન્મ થયો. મેં અપાર ચૂમીઓ સાથે બાળકને પ્રેમથી નવડાવી દીધો. મારું મન બોલતું હતું : બેટા ! તારો જન્મ આજે જંગલમાં થયો છે. જો રાજમહેલમાં થયો હોત તો કોઇ જુદા પ્રકારનો જ ઉત્સવ ચાલુ હોત. પણ કાંઇ વાંધો નહિ. બેટા ! મોટો થઈને તું એવો બનજે કે તારા પગલે-પગલે ઉત્સવો આત્મ કથાઓ • ૨૯૮ એક ગુફામાં શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવી એને હું પૂજવા લાગી. જંગલમાં શાંતિથી રહેવા લાગી. એક વખતે જંગલમાં પધારેલા કોઇ મુનિ પાસેથી મને જાણવા મળ્યું કે પૂર્વભવમાં કરેલા મારા પાપના કારણે મારા જીવનમાં દુઃખ આવ્યું છે. પૂર્વ ભવમાં મેં મારી પત્નીને ઘણી હેરાન કરેલી. એ બિચારી ભલી બાઇ હતી. હંમેશાં ભગવાનની પૂજા કરતી, પણ હું એને ધૂતારી કહેતી. કામ કરતાં જોર પડે છે એટલે ધરમ કરવા બેઠી છે - એમ હું વિચારતી. માણસ પોતાની યોગ્યતા પ્રમાણે જ બીજા વિષે અભિપ્રાય આપી શકે. એક વખત મેં ઇર્ષાથી ભગવાનની મૂર્તિને ઉકરડામાં સંતાડી દીધી. તે બિચારી ભગવાન વિના આકુળ-વ્યાકુળ થઇ ગઇ, અન્ન-જળ છોડી દીધું. માત્ર બાર મુહૂર્તમાં એની દયનીય હાલત જોઇ મને દયા આવી ગઇ. મેં શોધવાનો ડોળ કરી એ મૂર્તિ આપી. એ પાપના ઉદયે મને ૧૨ વર્ષનો પતિનો વિયોગ થયો. મુનિ જ્યારે મારો પૂર્વભવ કહેતા હતા તે જ વખતે આકાશમાં જતું એક વિદ્યાધરનું વિમાન અટકી પડ્યું. વિદ્યારે નીચે જોયું તો મુનિ હતા. એ વિદ્યાધર મારા સગા મામા સૂર્યકેતુ હતા. તેઓ અમને ત્રણેયને લઇ આકાશ માર્ગે ચાલ્યા. મારું નાનકડું બાળક મારા ખોળામાં હતું. એની અંદર શક્તિનો મહાસાગર ઘૂઘવતો હતો. એની ચંચળતા અને એના તોફાનોમાં એ સ્પષ્ટ દેખાતું હતું. આમ તેમ તે કૂદકા મારતું હતું. વિમાન ઉપરના બાંધેલા સુંદર ઝુમ્મરને લેવા વારંવાર છલાંગ મારતું બાળક અચાનક જ વિમાનમાંથી નીચે પડ્યું. મારા મોઢામાંથી ઊંડી ચીસ નીકળી ગઇ. અરેરે... નસીબ ! તે મારી પાસેથી બાળક પણ ઝૂંટવી લીધું? મારું હૃદય પરકાય - પ્રવેશ • ૨૯૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ વલોવાઇ રહ્યું હતું. મામાએ તરત જ વિમાન અટકાવ્યું. બાળક જ્યાં પડ્યું હતું ત્યાં તપાસ કરી તો આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે બાળક જે ટેકરા પર પડ્યું હતું તેનો ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો અને બાળક ખડખડાટ હસતું હતું. મારા મામાએ બૂમ પાડી : અરે ભાણી ! હવે શાણી થા ! લે આ તારો બાળક ! જો ક્યાંય ઇજા થઇ છે ? એનું બળ તો તું જો. ટેકરો તૂટી ગયો, પણ બાળક અખંડ છે. અત્યારે પણ આટલી શક્તિ છે તો મોટો થઇને એ કેવો શક્તિશાળી થશે? એની જરા કલ્પના તો કર. મેં મારા લાલને હાથમાં લઇ લીધો અને અપાર ચૂમીઓથી નવડાવી દીધો. હવે અમે સૂર્યપુરમાં મામાને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યાં. જંગલમાં પધારેલા જ્ઞાની મુનિએ કહ્યું જ હતું કે હવે થોડા જ સમયમાં દુઃખની રાત વીતી જશે અને સુખનું પ્રભાત પ્રગટશે. મારા હૃદયની ખુશી કહી રહી હતી કે હવે નજીકના સમયમાં પતિનું મિલન થશે. અને સાચે જ એક દિવસે મેં સભામાં એક આગંતુકને જોયો. જોતાં જ મને યાદ આવ્યું : અરે, આ તો મારા પતિનો મિત્ર લાગે છે, ઋષભદત્ત ! ઋષભદત્ત તરત જ મને ઓળખી ગયો. એ મારી તપાસ કરવા જ આવ્યો હતો. એણે મારા સાંભળતાં મારા મામા રાજા સૂર્યકેતુને કહ્યું : રાજનું! અમે યુદ્ધ પતાવીને ઘેર આવ્યા. પવનંજ્ય અંજના વિષે પૂછ્યું ત્યારે તેની માતાએ કહ્યું : બેટા ! એ કુલટાને તો મેં કાઢી મૂકી. એ કાઢવા જેવી જ હતી. આ સાંભળતાં જ પવનંજ્યને જબરદસ્ત આંચકો લાગ્યો, એને જીવતર ખારું ઝેર લાગ્યું. એ તો જીવતો સળગીને મરી જવા જ તૈયાર થઇ ગયો. મેં ઘણી મુશ્કેલીએ રોક્યો છે અને કહ્યું છે : તું ત્રણ દિવસ વાટ જો. ત્રણ દિવસમાં જો અંજના ન મળે તો તારી મરજી પ્રમાણે કરજે. - ત્યાર પછી હું અંજનાની તપાસ કરવા નીકળ્યો. ફરતો-ફરતો અહીં સૂર્યપુરના ઉપવનમાં આવ્યો ત્યારે સ્ત્રીઓની મુખેથી સાંભળ્યું : “અહીં રાજાની ભાણેજી અંજના આવી છે. તેનો નાનકડો છોકરો શું તેજસ્વી આત્મ કથાઓ • ૩૦૦ છે ! સુર્ય પણ ઝાંખો લાગે !' આવું સાંભળતાં મને થયું : અંજના અહીં જ હોવી જોઇએ. હું અંજનાને લેવા જ આવ્યો છું. મારી સન્મુખ જોઇ ઋષભદત્તે કહ્યું : અંજના ભાભી ! ચાલો પ્રહાનપુરમાં ! આપના વિના મારો મિત્ર નહિ જીવે. આજે છેલ્લો ત્રીજો દિવસ છે. આજે જો આપણે ત્યાં ન પહોંચ્યા તો કાયમ માટે હાથ ધોઇ નાખવા પડશે. આપ પ્યારા પતિને ગુમાવશો અને હું પ્રાણપ્રિય મિત્રને ગુમાવીશ. સૂર્યકેતુ રાજાની અનુજ્ઞા લઇ હું પુત્ર અને સખી સાથે ચાલી નીકળી. અમારું વિમાન ઘર૨... કરતું પ્રલાદનપુરના પાદરે ઊતર્યું. મારા પતિદેવ બળી મરવાની તૈયારી કરતા હતા ત્યાં જ મને જોઇને લોકોએ બૂમ પાડી : અંજના દેવી ! જલદી પધારો. પવનંજ્યના પ્રાણ ખતરામાં છે. લોકોની બૂમો સાંભળતાં પવનંજ્ય આપઘાત કરતા અટકી ગયા. અમારા બંનેનું મિલન થયું. પ્રીતિ દિન-પ્રતિદિન વધવા લાગી. વિયોગ પછીનો સંયોગ અત્યંત મધુર હોય છે. અમારા પુત્રનું નામ અમે પાડ્યું : હનુમાન ! કારણ કે એની હજુ (હડપચી-દાઢી) સુંદર અણીયાળી હતી. હનુમાનનું નામ તો તમે સાંભળ્યું હશે ? રામ-રાવણના યુદ્ધમાં રામના વફાદાર સેવક હનુમાનનું પરાક્રમ તમે ન જાણ્યું હોય - એવું ન બની શકે. પછી તો અમે એક સાધુ ભગવંતની પાસે વૈરાગ્યવાસિત થઇ દીક્ષા લીધી. આજે મારા પતિ પવનંજ્ય મુનિ છે ને હું અંજના સાધ્વી છું. બોલ, હવે તું જ કહે : મારા જેટલા દુઃખો તારા જીવનમાં આવ્યા છે? ના... મહારાજ ! ના... આપનું જીવન સાંભળતાં તો મારું હૃદય કંપી ઊઠ્યું. આપના દુઃખના મેરુ પાસે મારું દુઃખ તો રાઇ જેટલું પણ નથી. મહારાજ ! આપે તો કમાલ કરી. દુઃખોની વચ્ચે આપે રાખેલી દઢતા દુનિયા માટે દીવાદાંડીરૂપ બનશે. આપનું નિર્મલ શીલ વિશ્વ માટે પ્રેરણારૂપ બનશે. આર્યવર્તમાં થઇ જનારી મહાસતીઓમાં અગ્રીમ હરોળમાં આપનું નામ આવશે. મોટા મોટા આચાર્યો પણ આપની યશોગાથા ગાતા રહેશે. મહારાજ ! આપના જીવનમાંથી મને ઘણી જ પરકાય - પ્રવેશ • ૩૦૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ - (જ8) હું ઈલાચી પુરક પ્રેરણા મળી. હવે મને મારું દુઃખ કાંઇ જ નહિ લાગે. સાધ્વીજી મહારાજને વંદન કરીને ઘેર જતી એ બેનના મનમાં કેટલાય દિવસો સુધી આ જીવન ગુંજતું રહ્યું. દુઃખને પણ ઉપકારી ગણાવતા સાધ્વીજીની પેલી પંક્તિઓ સતત યાદ આવતી રહી : સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદય સે જાય; બલિહારી હૈ દુ:ખકી, પલ-પલ નામ જપાય. | (આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૯૨) કહેવાય છે કે કીર્તનથી જીવન બદલાઇ જાય, પણ મારા જીવનમાં આનાથી ઊલટું બન્યું, કીર્તનનું શીર્ષાસન થઇ ગયું ! “કીર્તન' ને ઉલ્ટાવો : ‘નર્તકી’ થશે. હા... હું નર્તકીના દર્શને બદલાઇ ગયો, મારી ખાનદાનીને ભૂલી અવળે રસ્તે ચડ્યો. પ્રભુ-કીર્તન કરીને આત્મ-કલ્યાણ કરનારા ઘણા સંતોને સાંભળ્યા હશે. પણ નર્તકીમાં પાગલ બનેલા મારા જેવા ઘણા ઓછાઓને સાંભળ્યા હશે ! નર્તકીથી કીર્તન તરફ હું કઈ રીતે વળ્યો એ પણ જાણવા જેવું છે. મારા એલાવર્ધન ગામમાં આવેલી નટ-મંડળીમાંની એક નર્તકી મારી આંખોમાં એવી વસી ગઇ કે ન પૂછો વાત ! આંખમાં કણી પેસી જાય તો હજુયે નીકળી શકે, પણ કન્યા પેસી જાય તો નીકળવી મુશ્કેલ ! આંખમાં કણી પેસતાં તો માણસ બંધ આંખે આંધળો બની જાય ! પણ કન્યા પેસતાં તો ઉઘાડી આંખે આંધળો થઇ જાય. પોતાની ખાનદાની, પ્રતિષ્ઠા વગેરે કાંઇ પણ એને ન દેખાય. હું પણ છતી આંખે આંધળો થઇ ગયો હતો. મેં તો દઢ સંકલ્પ કરી લીધો : ‘પરણવું તો આ કન્યા ને જ ! આના સિવાયની બીજી બધી જ સ્ત્રીઓ મારા માટે મા-બહેન !' એ નર્તકીને જોતાં જ મારા હૃદયના તાર ઝણઝણી ઊડ્યા. મને એવું લાગ્યું કે આને હું ક્યારથીયે ઓળખું છું, આનું સર્જન મારા માટે જ થયું છે ! જો આ નથી તો મારા માટે આ વિશ્વમાં બીજું કોઇ નથી. જો આ છે તો બધું જ છે ! હું એ કન્યામાં આખા વિશ્વનું દર્શન કરી રહ્યો હતો. એના પ્રથમ દર્શને જ હું અભિભૂત બની ગયો હતો અને જાત ભૂલી ગયો હતો. જે દર્શનમાં હૃદય ભળે છે, ત્યાંથી બુદ્ધિ હટી જાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે “આ પ્રેમમાં પડ્યો !” પ્રેમમાં પડવું એટલે મગજમાંથી હૃદયમાં પડવું ! મગજની પાસે તર્ક હોય છે, કારણ હોય છે. હૃદય પાસે પરકાય - પ્રવેશ • ૩૦૩ આત્મ કથાઓ • ૩૦૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ તર્ક કે કારણ કશું જ નથી હોતું, માત્ર પ્રેમ હોય છે. એટલે જ પ્રેમમાં કોઇ કારણ નથી હોતું. ‘કારણ’ હોય છે ત્યાં પ્રેમ નથી હોતો, માત્ર સ્વાર્થ હોય છે. પ્રેમ કરવાથી થતો નથી એ થઇ જાય છે. પ્રેમીને કોઇ પૂછે : “તું શા માટે પ્રેમ કરે છે ?' એની પાસે એનો કોઇ જવાબ નહિ હોય. ‘શા માટે ? શો લાભ? કેમ ?” એ બધી ભાષા બુદ્ધિની છે, હૃદય પાસે આવી ભાષા જ નથી. એની દુનિયા જ અલગ છે. મને પણ ઘણા પૂછતા : ‘આવી નટડી પાછળ શું પાગલ થયો છે ? એના કરતાં ઘણી સુંદર બીજી ઘણી જ કન્યાઓ છે.” પણ આવા પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ ન્હોતો. જેમાં કોઈ કારણ નથી હોતું. એવો જ પ્રેમ સાચો હોય છે, જન્માંતરના ઋણાનુબંધવાળો હોય છે. એ નટડી પાછળ હું ફના થવા તૈયાર થયો હતો. પિતાજીએ મને ઘણું સમજાવ્યું, પણ હું એકનો બે ન થયો. મારા પ્રેમની ખરી કસોટી ત્યારે જ થઇ જ્યારે નટડીના પિતાએ સાફ-સાફ કહી દીધું : અમે તો નટ સિવાય બીજા કોઇને પણ અમારી પુત્રી પરણાવવાના નથી.” ક્ષણવાર તો હું હતપ્રભ બની ગયો : શું આ નર્તકી મારા હાથમાં નહિ આવે ? પણ બીજી જ ક્ષણે મારું મન-ગગનમાં વિચારની વીજળી ઝબૂકી ઊઠી: પણ હું નટ બની જાઉં તો ! ભલે હું જન્મથી નટ નથી, પણ કર્મથી તો ન બની શકે ને ? પછી તો નર્તકી મને મળશે ને ? મેં મારા વિચારો પેલા નટને જણાવ્યા ત્યારે તેણે ઠંડે કલેજે કહી દીધું : તમારી ઘણી જ ઇચ્છા હોય તો આવી જાવ અમારી સાથે. પણ યાદ રાખજો તમારે નાટ્ય-કળામાં પ્રવીણ થવું પડશે. ગામડે-ગામડે ભટકવું પડશે. ટાઢ-તડકા ઠંડી-ગરમી વગેરેના કષ્ટ સહવા પડશે. જીવ સટોસટના ખેલ ખેલીને અમારી કળામાં એકદમ પારંગત બનવું પડશે અને મહત્ત્વની વાત... આવી કળાથી જ્યારે તમે કોઇ કલાના મર્મજ્ઞ રાજાને રીઝવશો અને એ જો અઢળક ધન આપશે તો જ અમે આ નર્તકી તમારી સાથે પરણાવીશું. છેલ્લે એક મહત્ત્વની વાત સાંભળી લો : વાંસ કે દોરી પર નાચતાંનાચતાં જો તમે ક્યાંક ગબડી પડો અને તમારા હાથ પગ ભાંગી જાય, આત્મ કથાઓ • ૩૦૪ તમે અપંગ બની જાવ તો અમે ન પણ પરણાવીએ. આ બધા મુદ્દા પર પૂરો વિચાર કરીને આવવું હોય તો આવજો.” હું આ બધી આકરી શરતો પાળવા તૈયાર થઇ ગયો ! આવું કરતાંકરતાં મરી જઇશ, ફના થઇ જઇશ, પણ નર્તકીને લીધા વિના નહિ જંપું - મારા હૃદયનો દેઢ પોકાર હતો. નર્તકીને મેળવતાં મૃત્યુ આવે તો મંજૂર છે, પણ નર્તકી વિનાનું જીવન મંજૂર નથી - આ મારા રોમ-રોમમાંથી ફુટતો અવાજ હતો. બોલો, મારામાં અને દીવાની જ્યોતમાં બળી મરવા તૈયાર થઇ જતાં પતંગિયામાં કોઇ ફરક ખરો ? સાચે જ આજે હું નટડીની પ્રેમ-જ્યોતિમાં બળી મરવા તૈયાર થઇ ગયો હતો. મારો ઉત્સાહ જોઇ નટે પણ મને સાથે લઇ લીધો. જોત-જોતામાં હું નટોની કળામાં કુશળ થઇ ગયો. જ્યારે તમે કોઇ વસ્તુની કે કોઇ વિદ્યાની પ્રાપ્તિ માટે તમારા સંપૂર્ણ અસ્તિત્ત્વ સાથે મચી પડો ત્યારે ભાગ્યે જ એની પ્રાપ્તિમાં સંદેહ રહે. કોઇ વસ્તુ ન મળે તો સમજવું હજુ આપણે પૂરી તાકાત લગાવીને કૂદી પડ્યા નથી. વર્ષો વીતતાં હું એકદમ કલા- નિષ્ણાત બન્યો. એ નિષ્ણાતતા કેળવવામાં મેં ખૂબ જ સહન કર્યું હતું; ટાઢ-તડકો, ભૂખ-તરસ, માનઅપમાન બધું જ ! કલાની સિદ્ધિ, સાધના વિના મળતી નથી. પણ હજુ એ સિદ્ધિ પર કોઇ રાજાની મહોરછાપ હોતી લાગી. કોઇ રાજાની મહોરછાપ અને મહેર ખૂબ જ જરૂરી હતા. એ માટે અમે કોઇ કલામર્મજ્ઞ રાજાની તપાસ કરતા હતા. આખરે અમારી નજર બેન્નાતટના રાજા પર ઠરી. એને પ્રસન્ન કરવા મેં બીડું ઝડપ્યું. રાજમહેલના વિશાળ પ્રાંગણમાં મારો ખેલ શરૂ થયો. માણસો તો કીડીયારીની જેમ ઊભરાયા હતા. રાજા સ્વયં જ્યાં પ્રેક્ષક હોય ત્યાં પ્રજા શાની બાકી રહે ? આજે હું પણ ઉત્સાહમાં હતો. પૂરા દિલથી હું મારી કળા બતાવવા લાગ્યો. મારી પ્રેયસી નીચે ઢોલ વગાડતી હતી અને હું વાંસડા પર બાંધેલી દોરી પર એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં તલવાર લઇ નાચી રહ્યો હતો. એટલા જોરશોરથી નાચી રહ્યો હતો કે જોનારને એમ જ લાગે : એ પડ્યો... હમણાં પડ્યો.. પણ મેં કળા પરકાય - પ્રવેશ • ૩૦૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ પર એટલી પકડ જમાવી દીધેલી કે પડવાનું બને જ નહિ. જો કે જરાક સાવધાની ચૂછ્યું તો મારા સોએ વરસ હમણાં જ પૂરા થઇ જાય તેમ હતા... પણ સાવધાની સતત સંભાળી રાખવી એ જ સાધના છે ને ? દોરી પરના મારા અભુત નૃત્ય જોઇને લોકો આફરીન પુકારી ગયા. “વાહ ! વાહ ! અદ્ભુત ! અદ્ભુત !”ના અવાજો તથા તાળીઓના ગડગડાટોથી લોકો પોતાનો હર્ષ વ્યક્ત કરી રહ્યા હતા. કોઇ એવો પ્રેક્ષક હોતો જે તાળીઓ પાડતો ન હોય ! કોઇ એવું માથું હોતું જે આશ્ચર્યથી ડોલી રહ્યું ન હોય ! કોઈ એવી આંખો હોતી જે સ્તબ્ધ થઇને જોતી ન હોય ! શું બાળક કે શું વૃદ્ધ ? શું યુવતી કે શું વૃદ્ધા ? બધાના હૈયાં હેલે ચડ્યાં હતાં. મારો દિલધડક ખેલ પૂરો કરીને હું રાજા પાસે આવ્યો. મોટા ઇનામની આશાએ નમસ્કાર કરીને રાજા પાસે ઊભો રહ્યો... પણ રે... રાજાના ઠંડાગાર જવાબે તો મને જીવતો જ મારી દીધો. “મારું ધ્યાન તારા નાચમાં હતું જ નહિ. શી રીતે તારી કળાની પ્રશંસા કરી શકું? ફરીવાર તું કરી બતાવ.” રાજાના આ બેફીકરા જવાબે મને એવી તો દાઝ ચડી ગઇ કે બે-ચાર સંભળાવવાનું મન થઇ ગયું. “જો તમારું ધ્યાન નાચમાં ન્હોતું તો ક્યાં હતું? અહીં જોવા આવ્યા છો કે ઊંઘવા ? જો આમ જ હતું તો પહેલેથી કહેવું હતું ને? લોકોની આટલી બધી તાળીઓ પડી છતાં તમારું ધ્યાન નહિ ? તમે રાજા છો કે હજામ ? કલા મર્મજ્ઞ છો કે બલા મર્મજ્ઞ ?” પણ આવું હું કશું સંભળાવવા માંગતો ન્હોતો, આવેલી તકને ગુમાવવા માંગતો ન્હોતો. ગમે તેમ કરીને રાજાને રીઝવીને નર્તકીને હસ્તગત કરવામાં જ મને રસ હતો. આ માટે નારાજગીનું ઝેર મારે પીવું જ પડે તેમ હતું. અણગમાની આછી પણ રેખા મુખ પર દેખાડ્યા વગર, પ્રસન્નતાનું સ્મિત દેખાડીને હું પૂરા ઉત્સાહ સાથે ફરી વાંસડા પર ચડ્યો. ધબાંગ.. ધબાંગ... ધબાંગ... ઢોલ વાગી ઊઠ્યા અને હું ફરી નાચવા લાગ્યો, જીવ સટોસટના ખેલો કરવા લાગ્યો. ફરી શાબાશ... શાબાશ... ના અવાજો લોકોમાં ગુંજવા લાગ્યા. આત્મ કથાઓ • ૩૦૬ પણ ઓહ! રાજા પાસે હું ગયો ત્યારે ફરી એ જ ટાઢોબોળ જવાબ સાંભળવા મળ્યો. હું તો આભો જ થઇ ગયો. આ રાજાને શું કહેવું ? હું જોઇ રહ્યો હતો કે બધા જ લોકો ઇનામ આપવા માટે તૈયાર હતા, પણ રાજા પહેલ ન કરે ત્યાં સુધી કોણ આપી શકે ? રાજાના કહેવાથી ફરી એકવાર હું વાંસડા પર ચડ્યો. હવે તો શરીર પણ થાકી ગયું હતું. પહેલાં જેટલી ર્તિ ન હોય તે પણ સ્વાભાવિક છે. છતાં હિંમત રાખીને મન મૂકીને હું નાચ્યો. મરણના ભયને પણ મેં આઘો મૂકી દીધો. ‘કરેંગે યા મરેંગે'ની ધૂન મારા પર સવાર હતી. “નર્તકી મેળવવી યા તો મોત મેળવવું” નો મારો દઢ નિર્ધાર હતો. ફરી રાજા પાસે આવ્યો, પણ અફસોસ ! રાજાનું હૃદય ન પીગળ્યું તે ન જ પીગળ્યું. મગશૈલ પથ્થર પીગળી જાય, પણ આ હૃદય કદાચ નહિ પીગળે. શું મારી આટલા વર્ષોની સાધના નકામી જશે ? રાજા નહિ રીઝે ? નર્તકી નહિ મળે ? મારું જીવતર એળે જશે ? - એક સાથે વિચારોનું વાવાઝોડું મારા મનમાં ધસી આવ્યું. પણ દેઢ ધીરતાથી એ બધા જ નબળા વિચારોને હડસેલીને હું ફરી ઉપર ચડ્યો. શરીર એકદમ થાકી ગયેલું હોવા છતાં હું મન મૂકીને નાચવા લાગ્યો. નાચતાં-નાચતાં મેં રાજા તરફ જોયું : રાજાની નજર ક્યાં છે ? ઓહ ! રાજા તો મને જોવાને બદલે મારી નર્તકીને જોઇ રહ્યો છે. એની આંખમાં વિકારના સાપોલિયાં રમતાં દેખાયા અને તરત જ મારી વિચારધારા બદલાઇ : લાગે છે કે આ રાજા પણ મારી જેમ નર્તકીની પાછળ પાગલ બન્યો છે. મને વારંવાર એ દોરી પર નાચવા એટલે જ ચડાવે છે. “હું ઉપરથી ગબડી પડું અને મરી જાઉં! નર્તકી સીધી મારી પાસે.” એવા રાજાના વિચારો જાણતાં મને વાર ન લાગી. જ્યાં રક્ષક રાજા પોતે જ ભક્ષક બનતો હોય ત્યાં બીજી આશા રાખવી નકામી ! ત્યાં જ મારી નજર જરા દૂર એક સ્થાન પર પડી. એક રૂપવતી યુવતી યુવાન જૈન મુનિને હાવભાવ સાથે વહોરાવી રહી હતી. પણ એ મુનિ તો પ્રશાંતભાવે એ યુવતીની સામું પણ જોયા વિના વહોરી રહ્યા હતા. મુનિના એ પ્રબળ સત્ત્વ અને દેઢ વૈર્ય સામે મને મારી જાત સાવ પરકાય - પ્રવેશ • ૩૦૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ જ વામણી દેખાઇ ! અરેરે ! ક્યાં એ નિર્વિકાર મુનિ ! ક્યાં હું સવિકાર ધુની ? સંપૂર્ણ એકાંત અને થનગનતું યૌવન હોવા છતાં આ મુનિ કેવા નિર્વિકાર છે? ધિક્કાર છે મારી જાતને ! હું વાસના પાછળ પાગલ બન્યો. નાત-જાત-કુલ-ગામ વગેરે કશું જ ન જોતાં આ નર્તકીના રૂપમાં પાગલ બન્યો ! માતા-પિતાની સેવા કરવાના બદલે એમનાથી દૂર રહ્યો. નર્તકીને મેળવવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યો. જાણે નર્તકીમાં જ આખું વિશ્વ આવી ગયું ! હવે આ નર્તકીની પાછળ રાજા પણ પાગલ બન્યો છે ! નર્તકીને જ ખબર પડી ગઇ કે રાજા મને ચાહે છે તો એ શું રાણી બનવા તૈયાર નહિ થઇ જાય ? સંસારનો પ્રેમ એ કોઇ પ્રેમ છે? એકમાત્ર વંચના છે વંચના ! સ્ત્રી-પુરુષ બંને એકબીજાને માત્ર ભ્રમણામાં જ નાખીને જીવતા હોય છે. જ્યાં અધિક સત્તાવાળો, અધિક સંપત્તિવાળો કે અધિક રૂપવાળો કોઇ પાત્ર મળતાં જ પ્રેમનો પ્રવાહ બદલાઇ જવાની ભીતિ હોય એ કોઇ પ્રેમ છે ? પ્રેમ નહિ, માત્ર પ્રેમનો વહેમ છે ! આ પ્રેમ તો માત્ર આભાસી છે. રૂપ ઓસર્યું કે પ્રેમ ગયો ! પૈસા ગયા કે પ્રેમ ગયો ! બીજું સારું પાત્ર મળ્યું કે પ્રેમ ગયો ! વળી, પ્રેમ-પાત્ર સાથે સદાકાળ થોડું સાથે રહી શકાય છે ? બીજું કાંઇ નહિ તો પણ મૃત્યુનો ભય છે જ. મૃત્યુના એક જ ઝાટકે બંને પ્રેમી પંખીડા તદ્દન છુટા પડી જાય છે, બંને વચ્ચે સેંકડો જોજનનું આંતરું પડી જાય છે ! પ્રેમ કરવો હોય તો પરમાત્મા સાથે કરવો જે કદી તૂટે જ નહિ. અવિનાશી સાથેનો પ્રેમ અવિનાશી બને છે. વિનાશી સાથેનો પ્રેમ વિનાશી જ રહેવાનો અને મારું મન અવિનાશી તત્ત્વના ચિંતનમાં સરકી પડ્યું. હું ચિંતનમાં એટલો ઊંડો ઊતરી પડ્યો કે ચિંતન કરનારું મન જ અદૃશ્ય થઈ ગયું. હું મનની પેલે પાર પહોંચી ગયો... ધ્યાનની એટલી તીવ્રતા હતી કે ક્ષણવારમાં જ બધા સીમાડાઓ ઓળંગી ગયો. મારામાં આનંદનો નિરવધિ સમુદ્ર ઊછળવા લાગ્યો. હું કોઈક અગોચર વિશ્વમાં જતો હોઉં તેવું મને લાગવા માંડ્યું. ને... ક્ષણવારમાં હું કેવળજ્ઞાની બની ગયો. સંપૂર્ણ વિશ્વના ત્રણેય કાળના ભાવો એકીસાથે મારી અંદર સંક્રાંત થઇ ઊઠ્યા. હવે હું એવી અવસ્થામાં પહોંચી ગયો હતો કે જેનું શબ્દોથી વર્ણન કરી શકે નહિ. સર્વજ્ઞ હોવા છતાં પણ નહિ. આ અવસ્થા જ એવી છે, જેની માત્ર અનુભૂતિ જ શક્ય છે, અભિવ્યક્તિ નહિ. જે પ્રાપ્ત કરીને મનુષ્ય વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચી શકે છે, એ શિખર પર હું અનાયાસે જ આરૂઢ થઇ ચૂક્યો હતો. માનવ આત્મવિકાસના માર્ગે જઈ વધુ ને વધુ મેળવી શકે, જે મળ્યા પછી કશું જ મેળવવાનું બાકી ન હોય, તે મને મળી ચૂક્યું હતું. - યાદ રહે કે ત્યારે મારી નાચવાની ક્રિયા ચાલુ જ હતી. જરૂરી નથી કે તમે પદ્માસન લગાવીને આંખો બંધ કરીને બેઠા હો ત્યારે જ કેવળજ્ઞાન થાય. કૂરગરૃમુનિની જેમ ખાતા-ખાતાં પણ થઇ શકે, ગૌતમસ્વામીની જેમ વિલાપ કરતાં-કરતાં પણ થઇ શકે, અષાઢાભૂતિની જેમ નાટક કરતાંકરતાં પણ થઇ શકે. પૂર્વભવના પ્રબળ સંસ્કારો આ રીતે અચાનક પણ જાગૃત થઇ શકે અને તમે કોઇ પણ ક્રિયા કરતાં-કરતાં શુક્લધ્યાનમાં પ્રવેશ કરી શકો અને નૂતન સૃષ્ટિમાં અવતરણ કરી શકો. મને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ દેવો મારી ભક્તિ કરવા દોડી આવ્યા. એક આત્મા જ્યારે પોતાના કેન્દ્ર પર સંપૂર્ણ સ્થિર બને ત્યારે દેવોની દુનિયામાં પણ ખળભળાટ મચી જાય, ભક્તિ કરવા દેવલોકથી તેઓ અહીં દોડી આવે, આ વિશ્વનો સામાન્ય નિયમ છે. મારા કેવળજ્ઞાનનો મહિમા કરવા દેવો દોડી આવ્યા. સુવર્ણકમળની રચના કરી. વાંસડા પરથી નીચે ઊતરી હું દેશના આપવા લાગ્યો. લોકો તો આભા થઇને જોઇ જ રહ્યા હતા : અચાનક જ આ શું થઇ ગયું ? ક્યાં નાચનારો ઇલાચીપુત્ર ને ક્યાં ઉપદેશક ઇલાચીપુત્ર ? આ તો ગજબનો ચમત્કાર ! આખી નૃત્ય-સભા ક્ષણવારમાં દેશના-સભામાં પલટાઇ ગઇ. મેં ઈચ્છાઓની ભયંકરતા અને સંસારના નૃત્ય પર દેશના આપી. લોકો ચોકન્ના થઇ મારી દેશના સાંભળી રહ્યા. રાજાએ નટડી પ્રત્યેના અનુરાગનું કારણ પૂછતાં મેં કહ્યું : “અમે ત્રીજા ભવમાં પતિ-પત્ની હતા. અમે બંનેએ વૈરાગ્યવાસિત થઇ દીક્ષા તો લીધી, પણ જાતિમદ ન મૂક્યો. “અમે ઊંચા છીએ.” એવી અમારી પરકાય - પ્રવેશ • ૩૦૯ આત્મ કથાઓ • ૩૦૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ માન્યતા જીવન પર્યંત રહી. આના કારણે ઉત્તમ કુળમાં જન્મ લેવા છતાં મારે નટ બનીને નાચવું પડ્યું અને પત્નીને નીચકુળમાં નટડીનો અવતાર મળ્યો. પૂર્વજન્મના સંસ્કારના કારણે મને આ જન્મમાં નટીને જોતાં જ તીવ્ર અનુરાગ પેદા થયો. એને મેળવવા મેં માતા-પિતા અને ગામ સુધ્ધાંનો ત્યાગ કર્યો... પછી તો તમે જાણો જ છો કે શું થયું ? હું જોઈ રહ્યો હતો કે મારી વાત સાંભળતાં-સાંભળતાં સૌના હૃદયમાં પરિવર્તન આવી રહ્યું હતું. સૌ પ્રથમ તો નર્તકીને જ જાતિસ્મરણ જ્ઞાન થયું ને એ વિચારમાં ચડી : મારા રૂપના કારણે આ શ્રીમંત ઇલાચીપુત્રની કેવી હાલત થઇ ? ધિક્કાર હો આવા રૂપને જ્યાં કોઇ પતંગીયું બનીને બળી મરે. રાજા પણ મારી પાછળ પાગલ બન્યો. ખરેખર મારા રૂપે કોઇનું ભલું ન કર્યું, ભૂંડું જ કર્યું !” આવી વૈરાગ્યધારામાં આગળ વધતાં એ કેવળી બની. રાજરાણીએ વિચાર્યું : “ઉત્તમકુળની હું રાણી હાજર હોવા છતાં રાજા હીન કુળની નટડીમાં પાગલ બન્યા ? ધિક્કાર હો વાસનાને !” આવી વિચારધારાની સીડી પર પગ મૂકતાં મહારાણી પણ કેવળજ્ઞાનના ભવનમાં પહોંચી ગયા. રાજાએ વિચાર્યું : “હું કેવો હીન ? ઉત્તમકુળની રાણી પાસે હોવા છતાં હું હીન કુળની નટડીમાં મોહાયો ! ઇલાચીપુત્ર મરી જાય તો સારું - આવી વિચારસરણીએ ચડ્યો ! ધિક્કાર હો મને.” આવી વિચાર-ધારાની નાવડીમાં બેસી રાજા પણ સામે કિનારે રહેલા કેવળજ્ઞાનના નગરે પહોંચી ગયા. આ દૃશ્ય જોઇ લોકો ચમત્કૃત થઇ ગયા અને પરસ્પર કહેવા લાગ્યા : નૃત્ય મળો તો આવું મળજો, જેથી સંસારનું સંપૂર્ણ નૃત્ય ખતમ થઇ જાય ! વાત પણ સાચી છે ને ? હજુ અર્ધો કલાક પહેલાં હું નર્તકીની પાછળ પાગલ હતો... પછી સાધુ-કીર્તન ભણી વળ્યો ને કર્મ-કર્તન કરી અત્યારે કેવળજ્ઞાની બન્યો. હવે, આ જ ભવનું નહિ, મારું ભવોભવનું નૃત્ય સમાપ્ત થઇ ગયું હતું. సా આત્મ કથાઓ • ૩૧૦ (૪૪) હું નૂપુરપંડિતા “સ્ત્રીઓનું ચરિત્ર મનુષ્ય તો શું દેવ પણ જાણી શકતો નથી.” એ વાત તમે સાંભળી તો ઘણીવાર હશે, પણ વિશ્વાસ બેઠો ? ભરોસો થયો ? ભરોસો ન હોય તો મારું જીવન જાણી લો. એક વખતે હું તળાવના કિનારે સ્નાન કરી રહી હતી અને એક રંગીલો, મોજીલો, ફુટડો યુવાન મારી નજરે ચડ્યો. અમારી આંખો પરસ્પર મળી અને આંખના દરવાજેથી અમારો પ્રેમ એક-બીજાના હૃદય સુધી પહોંચી ગયો. અમારા હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા. પેલો યુવાન મારી પાસે આવી બોલવા લાગ્યો : આ નદી અને આ વૃક્ષો પૂછે છે કે સ્નાન કરવામાં આનંદ આવ્યો ? આ બોલનાર પણ પૂછે છે કે તેની મન-કામના પૂર્ણ થશે ?' “નદીનું કલ્યાણ થાવ અને વૃક્ષોનું પણ કલ્યાણ થાવ. પૂછનારની કામના પણ પૂર્ણ થાવ.' મેં પણ મારા હૃદયની વાત એટલી જ ચાલાકીથી જણાવી દીધી. હજુ એ વધુ ખુલાસાપૂર્વક કંઇક પૂછવા માંગતો હતો, પણ તળાવ-કિનારે એટલી વસતિ હતી કે વધુ કાંઇ પૂછાય તેમ હતું જ નહિ. એ બિચારો નિરાશ થઇ ચાલ્યો ગયો. પણ હું એના હૃદયના ભાવો વાંચી રહી હતી : ગમે તેમ કરીને પણ એ મને મળવા પ્રયત્ન કરશે જ, મળશે જ. મારી ધારણા સાચી પડી. એક દિવસે એક તાપસી મારા ઘેર આવી અને પેલા યુવકના મનની વાત કહી. પણ હું ક્યાં ઓછી માયા હતી ? જો તાપસીની પાસે મારા મનની વાત કહું તો એ તો આખા ગામમાં ઢંઢેરો પીટે. સ્ત્રીઓના પેટમાં વાત તો ટકે જો ગધેડીના પેટમાં ખીર ટકે - એ વાત હું સારી પેઠે સમજતી હતી. જો ગામમાં કંઇ પણ વાત ફેલાઇ જાય તો મારે જીવવું ભારે થઇ પડે, ઘરમાં રહેવું ભારે પડે, કોઇને મોઢું બતાવવું ભારે થઇ જાય. મેં નક્કી કરી લીધું ઃ તાપસીને ગંધ ન આવવી જોઇએ કે આ પરકાય - પ્રવેશ - ૩૧૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી પેલાના પ્રેમમાં છે અને મારા પ્રેમીને આવવા માટેનો દિવસ પણ જણાવી દેવો જોઇએ - એવો જ મારે ઉપાય અજમાવવાનો છે. આવા અવસરે શું કરવું ? કયો ઉપાય અજમાવવો ? એ અંગે સ્ત્રીઓને સમજાવવાનું ન હોય. એ કળામાં તો સ્ત્રીઓ વગર ભણ્ય પારંગત હોય. આવા સ્થળે પુરુષ હોય તો બાઘાની જેમ વિચાર્યા કરે : હવે શું કરવું? પણ સ્ત્રી તો ફટાક... કરતી પોતાની કળા અજમાવી દે અને પુરુષ તો મોટું ફાડીને જોતો જ રહે. મેં તો પેલી તાપસીને તગડવા માંડી : રાંડ ! તાપસીના વેષમાં આવાં કાળા કામ કરતાં શરમ નથી આવતી ? મારું કુળ બગાડવા આવી છે? આવા તો કેઇ લફંગા માણસો ફરતા હોય છે... એના તું કામ કરે છે? એ પણ મારા જેવી કુલીન અને સતી સ્ત્રી પાસે ? શું સમજે છે તારા મનમાં ? હું સતી નહિ, મહાસતી છું. સૂરજ પૂર્વમાંથી પશ્ચિમમાં ઊગે તો પણ હું આવું કાળું કામ ન કરું.. મારી સામું શું જોઇ રહી છે ? જા... નીકળ મારા ઘરમાંથી.” ...ને તાપસીની પીઠમાં ધબ્બો માર્યો. કાળી શાહીવાળા મારા હાથનો પંજો એના વસ્ત્રમાં બરાબર ઊઠી ગયો. બસ... મારું કામ થઇ ગયું. મારો પ્રેમી આમાં બધું સમજી જશે... એવો મને વિશ્વાસ થઇ ગયો. પ્રેમીઓની ભાષા પ્રેમી ન સમજી શકે ? તમે કદાચ નહિ સમજો. તમે કાંઇ સમજ્યા ? ન સમજ્યા હોય તો સમજી લો : કાળી શાહીના હાથના પંજાથી મેં અંધારી પક્ષની પાંચમની રાતનો સમય જણાવી દીધો. ખ્યાલ આવ્યો ને અમારી તાત્કાલિક સહજ બુદ્ધિનો ? બીજા દિવસે ફરી પેલી તાપસી આવી અને ધ્રૂજતી-ડરતી બોલવા લાગી : “પેલો યુવક તમારે ઘેર કયા રસ્તે આવે ? ઘરમાં આવવાનો બીજો રસ્તો છે ?” અક્કલની ઓથમીર ! આટ-આટલું તારું નાક કાપવા છતાં હજુ તું મને આવું-આવું પૂછે છે ? શરમ નથી આવતી ? જા... નીકળ મારા ઘરમાંથી.” એમ કહીને મેં બોચી પકડીને તાપસીને ઘરના પાછળના દરવાજેથી કાઢી મૂકી. આત્મ કથાઓ • ૩૧૨ તાપસી તો બબડતી-બબડતી ભાગી ગઇ, પણ મારો પ્રેમી સમજી ગયો કે કયા રસ્તે આવવું ? તમે પણ સમજી ગયા ને ? ...અને ખરેખર વદ પાંચમની રાતે મારો યાર આવી પહોંચ્યો. ઘરની પાછળનું ઉપવન અમારું ક્રીડા-સ્થળ બન્યું. “સ્ત્રીઓ ત્યાં સુધી જ સતી હોય છે જ્યાં સુધી એને કોઇ તક, કોઇ એકાંત સ્થાન અને કોઇ પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતો.” નારદ પાસે દ્રૌપદીએ કહેલું આ સત્ય બીજા માટે સારું હોય કે ન હોય, મારા માટે એકદમ સાચું હતું. પોતાનો પતિ ગમે તેટલો રૂપાળો, પરાક્રમી અને ગુણીયલ હોય છતાં સ્ત્રીનું મન બીજે ભટકવાથી અટકતું નથી - એનું કારણ એનામાં રહેલ ચંચળતાનો સહજ દોષ છે. જૂઠું, સાહસ, માયા, અતિલોભ, મૂર્ખતા, ચંચળતા - આ બધા સ્ત્રીઓના સહજ દોષો છે. સહજ દોષોથી મુક્ત થવું ખરેખર મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ જે મેળવે તે જ મહાસતી કે મહાપુરુષ બની શકે. બાકી તો બધા સંસારના કીચડમાં સળવળતા કીડાઓ છે. હું મારામાં મસ્ત હતી. મારા યાર સાથે જ હું ત્યાં સૂઇ ગઇ. સૂવાથી કોઇને ખબર પડશે તો મારા શા હાલ થશે ? એ અંગે વિચાર જ ના કર્યો. દૂધ પીતી વખતે બિલાડી લાકડીનો વિચાર થોડો જ કરે હું ઊંઘતી હતી, છતાં અંદરથી સાવધાન તો હતી જ. મારા પગમાં કોઇક કાંઇક કરતું હોય તેમ જણાયું ને મારી ઊંઘ એકદમ ઊડી ગઇ. હૃદયમાં ધ્રાસકો પડ્યો : હાય ! મરી ગયા ! આજે તો આવી બન્યું. મેં જોયું કે મારા સસરા મારા પગમાંથી ઝાંઝર કાઢી રહ્યા હતા. હું ચૂપ જ રહી. ચૂપ જ રહેવું પડે ને ? અત્યારે જો હું કાંઇ બોલું તો હું જ ગુનામાં આવી જાઉં, તેવા સંયોગો હતા. મેં ઊંઘવાનો ડોળ ચાલુ રાખ્યો ને મારા સસરા ઝાંઝર લઇને ચાલતા થયા. એ એમના મનથી ખુશ હશે : ચાલો... હવે પુત્રવધૂના વ્યભિચારનો પુરાવો મળી ગયો ! પણ હુંય ક્યાં કાચી માયા હતી ? સસરાની બુદ્ધિ જો સસલાની પરકાય - પ્રવેશ • ૩૧૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ ઝડપથી દોડતી હોય તો મારી બુદ્ધિ હરણની ઝડપે દોડતી હતી. આવા ટાઇમે શું કરવું ? મેં તરત જ વિચારી લીધું... મેં મારા પારને જગાડી દીધો અને ઝડપથી ભાગી જવા જણાવ્યું. એ તો તરત જ બિલ્લી પગે નાસી ગયો.. આ બાજુ હું પણ બિલ્લીપગે પતિના શયન-ખંડમાં આવી પહોંચી. પલંગમાં પતિદેવ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. હું કેવા-કેવા ગોટા વાળીને આવી છું - એનો એમને કાંઇ જ ખ્યાલ હોતો. હું એમની પાસે જ પલંગમાં સૂઇ ગઇ. પણ ઊંઘ ક્યાંથી આવે ? અતિપાપી અને અતિઆરાધકને ઊંઘ ઓછી હોય. અતિપાપી અતિ ભયભીત હોય. ભયભીતતાના કારણે ઊંઘ પાતળી આવે. અતિઆરાધક સંસારથી ભયભીત હોય... આરાધના માટે જાગૃત હોય. મેં થોડીવારે ઘસઘસાટ ઊંઘતા પતિને જગાડ્યા અને અત્યંત પ્રેમ અને મીઠાશથી કહ્યું: ‘અહીં તો ખૂબ જ ગરમી થાય છે. મને તો જરાય ઊંઘ નથી આવતી. તમે તો ઘસઘસાટ ઊંઘી ગયા, પણ મારો તો તમને જરાય વિચાર જ નથી આવતો. બહુ સ્વાર્થી છો તમે હોં ' “ના... વહાલી ! એવું નથી. બોલ, શું કરવું છે ?” “મારું માનતા હો તો પાછળ અશોકવાટિકામાં જઈ સૂઇ જઇએ.” મારા વહાલભર્યા વાક્યથી પતિદેવ અભિભૂત બની ગયા ને હું કહ્યું તેમ કરવા તૈયાર થઈ ગયાં. સાચે જ “ખારું પાણી ઠંડું હોય છે. ધૂર્ત માણસ મીઠાબોલો હોય છે અને કુલટા સ્ત્રી અધિક લજ્જા બતાવનારી હોય છે.” એવું જે નીતિશાસ્ત્રમાં કહેવાયું છે તે ખોટું નથી. અમે બંને ઘરની પાછળ રહેલી અશોકવાટિકામાં અશોકવૃક્ષની નીચે સૂઇ ગયા. પતિદેવ તો થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. એ ઊંઘતા-ઊંઘતા જ કદાચ મારા આગ્રહથી અહીં આવ્યા હતા એટલે ઊંઘ આવતાં વાર કેટલી ? પણ હું ઊંઘમાં હોતી સરકી... મારે સરકવું પણ હોતું. હું તો એક પછી એક મારા દાવો લગાવી રહી હતી અને મારા દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે એ દાવો સફળ પણ બની રહ્યા હતા. સદ્ભાગ્યે આત્મ કથાઓ • ૩૧૪ એ કે મારી આબરૂના ધજાગરા થતા રહી ગયા ને દુર્ભાગ્ય એ કે આથી હું પાપોથી ભયભીત ન બની. માત્ર પકડાઇ જવાથી જ ભયભીત બની. જો હું એકાદવાર પકડાઇ જાઉં તો કમ સે કમ પાપોથી અટકી તો જાઉં... પણ મારા પાપાનુબંધી પુણ્યને કદાચ એ મંજૂર નહિ હોય. તમારું ખરાબ ધાર્યું બધું થતું જ જાય - એમાં રાજી થવાની જરૂર નથી. સંભવ છે કે તમારું એ પાપ હજુ વધારે ઘટ્ટ બનવાનું હોય ને તમને વધારે દુઃખી બનાવવાનું હોય ! - પાપાનુંબંધી પુણ્ય એટલે સુગર કોટેડ ઝેરની ગોળી ! અથવા તો મધથી ઢાંકેલો ઝેરનો ઘડો ! પણ... આ બધું સમજી શકું એવી સદ્બુદ્ધિ મારામાં હજુ પ્રગટી હોતી. હું હજુ પ્રભુથી ઘણી દૂર હતી. હું હજુ અત્યંત કાળા કાર્યોમાં લિત હતી. મારી દુબુદ્ધિ એટલી ગાઢ હતી કે શુભ વિચારની એક રેખા પણ પ્રગટ થાય તેવી કોઇ જ સંભાવના હોતી. થોડીવારે પતિદેવને જગાવીને મેં એકદમ ગુસ્સાથી કહ્યું. આ ગુસ્સો સાચો નહિ, પણ અભિનીત હતો. મેં ગુસ્સાથી લાલચોળ ચહેરે આગભર્યા શબ્દોમાં કહ્યું : “પતિદેવ ! તમારા ઘરમાં આ તે કેવો રિવાજ ?' “કયો રિવાજ ?” પુત્ર અને પુત્રવધૂ સહ-શયન કરી રહ્યા હોય ત્યારે સસરો આવે અને એક પગમાંથી ઝાંઝર કાઢીને લઇ જાય, આ કેવો વિચિત્ર રિવાજ ? જો આમ જ ચાલતું હોય તો હું આ ઘરમાં રહેવા તૈયાર નથી. મારી સાથે આવા કાવાદાવા કે છળકપટ થતા રહે એ મને મંજૂર નથી. હું મરવા તૈયાર છું, પણ આવા કાવાદાવાનો ભોગ બનવા તૈયાર નથી.” પણ ઝાંઝર કાઢવાનો કોઇ જ રિવાજ અમારા કુટુંબમાં છે જ નહિ. તને આ ભ્રમ થયો લાગે છે. તારા પગમાં જો તો ખરી : કદાચ બંને ઝાંઝર પડ્યા હશે !” અરે ! ભ્રમ નથી ને સ્વપ્ન પણ નથી. મેં મારી સગી આંખે તમારા પિતાને ઝાંઝર કાઢી જતા જોયા છે. આ તો તમારા પિતા હતા એટલે પરકાય - પ્રવેશ • ૩૧૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ જવા દીધા... આ સ્થાને બીજો કોઇ હોત તો બે તમાચા જ માર્યા હોત. પણ પૂજ્ય પાસે કરાય ? વળી મને એમ પણ થયું : કદાચ આવો રિવાજ પણ હોય ! કોને ખબર ?” ...ને મેં મારા પતિદેવને મારા બંને પગ બતાવ્યા. જેમાં એક પગે ઝાંઝર હોતું. “અત્યારે તું સૂઈ જા. સવારે બધું યોગ્ય થઇ પડશે.” હું હવે શાંતિથી સૂઇ ગઇ. બસ... મારે જે યોજના બનાવવાની હતી, બનાવી લીધી હતી. હવે હું નિશ્ચિત હતી. સવારે સસરાએ ધારણા પ્રમાણે જ કર્યું. મારા પર બદચલનના આક્ષેપો થયા, પણ મારે કશું બોલવાનું હતું જ નહિ. મેં મારા પતિદેવને બરાબર સાધી લીધા હતા. મારા પતિ તો તેમના પર બરાબર વરસી પડ્યા: “તમારામાં કંઇ અક્કલ-બક્કલ છે કે નહિ ? આ રીતે પાસે અવાય ખરૂં? કે સાઠે બુદ્ધિ નાસી ? તમે કહો છો કે એ માણસ કોઈ બીજો હતો, પણ એ બીજો કોઇ નહિ, હું પોતે જ હતો. તમારી બુદ્ધિ ભ્રમિત થઇ ગઇ લાગે છે. આવી સતી સ્ત્રી પર આક્ષેપ કરતાં પહેલાં વિચાર કરજો. નહિ તો બોલવા જીભ નહિ મળે.” પણ એમ કાંઇ સસરા તંત છોડે એમ થોડા હતા ? અને ખરેખર એ સાચા હતા એટલે ખોટી વાત સ્વીકારે પણ શાના ? હવે હું પણ બરાબર ગેલમાં આવી ગઈ. પતિ મારા પક્ષે હતા ને? મેં સતીનો ડોળ કરીને મોટેથી કહેવા માંડ્યું : “આવા આક્ષેપો હું સહન કરી શકું નહિ. આવા આક્ષેપો સાથે જીવવું એના કરતાં મરી જવું સારું ! આ ગામમાં પ્રભાવશાળી યક્ષ છે. એની સામે હું મારા સતીત્વની સાબિતી આપીશ.” ને હું મોટા ઉપાડે યક્ષના મંદિર તરફ ચાલી. આખા નગરમાં આ વાતની ખબર પડી. સામાન્ય રીતે આવા સમાચારો તરત જ ફેલાઇ જતા હોય છે. એમાં કોઇ પ્રચાર માધ્યમની જરૂર પડતી નથી. અનેક માણસો આ તમાશો જોવા આવી ચડ્યા. આત્મ કથાઓ • ૩૧૬ માણસોના ટોળા સાથે હું યક્ષના મંદિરે જઇ રહી હતી અને રસ્તામાં પેલો યાર પૂર્વસંકેત મુજબ ગાંડાનું રૂપ લઇને મને વળગી પડ્યો. લોકોએ તેને દૂર હટાવ્યો. આખરે હું યક્ષના મંદિરે પહોંચી. પાપી માણસ યક્ષના પગમાંથી નીકળી શકતો નહિ - એવો યક્ષનો પ્રભાવ હતો. મેં હાથ જોડીને યક્ષને કહ્યું : હે પ્રગટપ્રભાવી ! યક્ષરાજ ! આપનો પ્રભાવ તો દશે દિશામાં જાણીતો છે. હું મારું સતીત્વ સરાણે ચડાવવા અહીં આવી છું. મારા કર્મનો જ દોષ છે કે મારા જેવી મહાસતી પર પણ આવા અજુગતા આક્ષેપ થાય છે. હું બીજા કોઈને દોષ નથી આપતી. ઓ દયામય દેવ ! જો મેં મારા પતિદેવ અને રસ્તામાં વળગેલો પેલો ગાંડો માણસ - એ બેને છોડીને બીજા કોઇનો સ્પર્શ કર્યો હોય તો મને જરૂર શિક્ષા કરજો.” ...અને તરત જ હું યક્ષના પગમાંથી નીકળી ગઇ. કદાચ યક્ષ પણ વિચારમાં પડી ગયો હશે : આ બાઇ બોલે તો સાચું જ છે... અને છતાં ખોટું છે. તો શું કરવું ? શિક્ષા આપું કે નહિ ? યક્ષ વિચાર કરતો રહ્યો ને મેં ઝડપથી મારું કામ પતાવી દીધું. લોકોએ મારા નામનો જય-જયકાર કર્યો. “મહાસતી નૂપુરપંડિતાનો જય હો.” “ભગવતી નૂપુરપંડિતાના અસીમ જય-જયકાર હો'ના નારાઓ આકાશમાં ગુંજવા લાગ્યા. આમ તો મારું નામ દુર્મિલા હતું. પણ ત્યારથી હું ‘નૂપુરપંડિતા’ તરીકે પ્રસિદ્ધ થઈ. મારા સસરાને લડાઇમાં બરાબર જીતી લીધા. આથી એમની તો ઊંઘ જ હરામ થઇ ગઇ. પરકાય - પ્રવેશ • ૩૧૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ર () હું શાશણી (સાધ્વી) હિ ચાણક્યની નીતિમાં કહ્યું છે : “સ્ત્રીને પુરુષની આઠગણી વાસના હોય છે.” આ વાત પર ખાતરી ન હોય તો મારું જીવન જાણી લો. આજે તો હું સાધ્વી-અવસ્થામાં છું, પણ આ અવસ્થામાં આવતાં પહેલાં હું અનેક તડકી-છાંયડીમાંથી પસાર થયેલી છું. દુનિયાની કોઇક જ વ્યક્તિને જ મળે, એવી મજા મેં માણી છે તો એવી જ સજા પણ ભોગવી છે. આબરૂદાર કુટુંબજીવી છું તો મારી આબરૂના ચીંથરા પણ ઉડડ્યા છે. અદ્દભુત માન-સન્માન મળ્યું છે તો સામે ભયંકર અપમાન પણ વેક્યું છે. એમ નહિ સમજતા કે બીજા કોઇના કારણે મારે અપમાન વેઠવું પડ્યું છે કે મારી આબરૂના કાંકરા થયા છે. જે થયું તેમાં કોઇનોય દોષ હોતો, મારા જ કર્મોનો દોષ હતો. ખરું કહું તો કર્મોનો પણ નહિ, મારો જ દોષ હતો. મેં હાથે કરીને આપત્તિઓ ઊભી કરી હતી, પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હતું. એક જમાનામાં હું રાજરાણી હતી, મારું થનગનતું લાવણ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. રાજાના અંતઃપુરમાં મારું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. પણ મારું મન ચંચળ હતું, વળી રાજાનો સહવાસ તો મહિને - બે મહિને માંડ એકવાર મળતો... આથી હું બેચેન હતી અને વિચારતી : રાજરાણી બનવા કરતાં સામાન્ય ગૃહિણી બનવું સારું, કમ સે કમ પોતાનો જ એક સાથી તો હોય... દુનિયા માને છે કે રાજરાણી સુખી હોય છે, પણ રાણીઓ અંદરથી કેટલી દુઃખી હશે - એની કલ્પના બીજાને ક્યાંથી આવે ? એ તો વેઠે તે જ જાણે. ઘાયલ કી ગત ઘાયલ જાને. એક વખત હાથીના મહાવતની આંખો પર મારી આંખો જડાઈ ગઇ. મારી ચતુર આંખોએ મહાવતનું હૃદય જાણી લીધું. એનો સુડોળ બાંધો, પહોળી છાતી, દેઢ ચહેરો - એ બધું ગમી જાય તેવું હતું. જો કે આમેય હું વાસનામાં અંધ જ હતી એટલે જ્યાં જ્યાં મારી નજર ઠરે એ પુરુષ અને સુંદર જ દેખાતો. બીજાઓ કહેતા હતા કે મહાવત કદરૂપો આત્મ કથાઓ • ૩૧૮ છે, પણ મને તો એ સુંદર લાગ્યો. આખરે તો આપણી આંખો પર બધો આધાર છે ને ? જ્યાં આંખને ગમી જાય ત્યાં રણ પણ વૃંદાવન બની જાય, પાનખર પણ વસંત બની જાય અને કુરૂપ પણ સુરૂપ બની જાય. રાજા જેવા રાજા મારા પતિ હોવા છતાં હું મહાવતમાં મોહી પડી. "प्रायेण भूमिपतयः प्रमदा लताश्च, यः पार्श्वतो वसति तं परिवेष्टयन्ति" “મોટા ભાગે રાજા, મત્ત સ્ત્રી અને વેલડી - જે પાસે હોય તેને વળગી પડે છે.” આ નીતિવાક્ય એમ ને એમ નથી કહેવાયું. હું કામોન્મત્ત સ્ત્રી ! રોજ નજરે ચડતા મહાવતમાં હું ન મોહી પડું એ જ આશ્ચર્ય ! મેં જોયું : એ પણ મારામાં બરાબરનો મોહાયો હતો... અમે બંને મળવાના ઉપાયો વિચારવા લાગ્યા. પણ આ તો રાજાનું જનાનખાનું. ચારેબાજુથી જબરદસ્ત ચોકીપહેરો ! અમારા અંતઃપુરમાં ચોકીદારો કેવા હોય તે જાણો છો ? જો એ રૂપાળા હોય તો ફરી મુશ્કેલી ! વાડ જ ચીભડા ગળી જાય ! અમે એમાં જ મોહાઇ પડીએ ! અમ સ્ત્રીઓના ચિત્તનો શું ભરોસો ? એટલે ખાસ કરીને કદરૂપા પુરુષોને જ અંતઃપુરના રક્ષક તરીકે નીમવામાં આવે. એ પણ મોટા ભાગે કૃત્રિમ નપુંસક જ હોય ! આવું જનાનખાનું, ખરૂં પૂછો તો મને તો કેદખાનું જ લાગતું ! આવા કડક જાપ્તા વચ્ચે મહાવતને મળવું એ તો લોઢાના ચણા ચાવવાથી પણ વધુ મુશ્કેલ કામ હતું ! જો કે, ચોકીદારને તો હું પહોંચી વળું તેમ હતી, પણ મારી શોક્યોને હું કેમ પહોંચું ? મને એમનો જ ભય વધારે હતો. “સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન હોય છે.” એ તો તમે સાંભળ્યું જ હશે ! એમાંય શોક્ય સ્ત્રીનું તો પૂછવું જ શું ? સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ, રાજકારણીઓ અને કૂતરાઓ ઈષ્યના ભંડાર હોય છે. ખરેખર તો ઇષ્યનું બીજું નામ જ આ ત્રણ છે, એમ કહીએ તો પણ ચાલે. એમાં પણ શોક્ય સ્ત્રીઓની ઇર્ષ્યા એટલે તો પૂછવાનું જ નહિ. એક બીજાનું જરાક સારું જુએ કે બળી મરે ! હું પણ એવી જ હતી હોં ! બીજાઓ મારી ઇર્ષ્યા કરે ને હું તેમની ઇર્ષ્યા કરું ! અમારી લડાઇ ચાલ્યા જ કરતી હોય. લડાઇ વગર એમને દિવસ પરકાય - પ્રવેશ • ૩૧૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ વ્યર્થ લાગે ! કજીયો, કાજળ અને સિંદૂર - એ અમારી ત્રણ પ્રિય ચીજો ! દૂધ, જમાઇ અને સંગીતની જેમ અમને એ ત્રણેય ખૂબ જ ગમે ! હા... કજીયો પણ ગમે. પુરુષ તો “કજીયાનું મોં કાળું.' એમ કહીને ચૂપ બેસી જાય, પણ અમે ચૂપ ન બેસીએ. વાત ભલે ને નાની હોય, પણ અમે તંત ન છોડીએ. સાચી વાત તમને કહું ? મોટા-મોટા યુદ્ધો જે પુરુષો લડે છે એના મૂળમાં પણ અમે જ હોઈએ છીએ. અમે જો ન હોત તો રામાયણ કે મહાભારતના યુદ્ધો ન થાત. સ્ત્રીની ઉશ્કેરણી વિના પુરુષ સામાન્ય રીતે યુદ્ધ માટે તૈયાર થતો નથી. પુરુષને પાનો ચડાવનાર મોટા ભાગે સ્ત્રીઓ હોય છે. મારી વાતમાં ભરોસો ન હોય તો ઇતિહાસના પાના ઉથલાવી જોઇ લેજો. - ઈર્ષ્યા અને ઝગડા વિનાની સ્ત્રી જો ક્યાંય જોવા મળે તો એને હૃદયથી નમજો... એ સાક્ષાત્ પવિત્રતા છે. ... પણ જેને મળવું જ હોય તે ગમે તેમ કરીને મળી જ લે. એક વખતે હું અંતઃપુરના ગવાક્ષમાં બેઠી હતી ને મારી નજર પડી હસ્તિશાળા ઉપર. મારું હૃદય નાચી ઊઠ્યું : અરે ! વાહ ! આ તો હસ્તિશાળા એકદમ પાસે જ છે. હવે મહાવતને મળવું એ તો ડાબા હાથનો ખેલ ! મેં ઇશારાથી મહાવતને જણાવી દીધું : તું હાથી લઇને બારી પાસે આવી જા. પછી જોઇ લે કે હું હાથીના સહારે નીચે આવી શકું કે નહિ. મહાવતે એકવાર અખતરો કર્યો. રાત્રે અમુક ચોક્કસ સમયે હાથી ગવાક્ષ પાસે લાવ્યો. મહાવતના ઇશારે હાથીએ સૂંઢ ઊંચી કરી ને હું એ સૂંઢના સહારે નીચે ઉતરી. હાથીની સૂંઢ પર પગ મૂકવો એ કાંઇ જેવું તેવું કામ હોતું, સ્ત્રીઓ માટે તો આ કામ અત્યંત ડરામણું હતું. સ્ત્રીઓ આમેય ડરપોક હોય પણ સ્ત્રીઓમાં ભીરુતા જેમ સ્વાભાવિક છે, તેમ સાહસિકતા પણ સ્વાભાવિક છે. જ્યારે સ્ત્રી કોઇના અનુરાગમાં તણાય છે ત્યારે ગમે તેવા જોખમી કામો કરવા પણ તૈયાર થઇ જાય છે. ત્યારે તે ડરપોક મટીને એકદમ સાહસિક બની જાય છે. પુરુષોનું ઉપરનું સ્તર નિર્ભયનું હોય, પણ અંદરનું સ્તર ડરપોકનું હોય. જ્યારે સ્ત્રીઓનું ઉપરનું સ્તર ડરપોકનું હોય, પણ અંદરનું સ્તર નિર્ભયનું હોય. આત્મ કથાઓ • ૩૨૦ ડરપોકપણાની ઉપરની છાલ ઉતરી જતાં જ સ્ત્રી એકદમ રણચંડી બની જાય, ભયંકર પણ બની જાય. મહાવતને મળવાનો અમારો આ ક્રમ નિરંતર ચાલુ રહેવા લાગ્યો. રાત્રે થતા આ કૃત્યની કોઇને ગંધ સુદ્ધા ન આવે એવી અમારી સાવધાની હતી. “સુપ્રમુખ્ય સામગ્ર, વહાણને ૧ Tછત” આયોજનપૂર્વક આચરવામાં આવેલા દંભનો તાગ બ્રહ્મા પણ પામી શકતો નથી.” આવું વિધાન કોઇએ અમારા જેવાનું કૃત્ય જોઇને જ કર્યું હશે ! ...પણ દંભીઓ માત્ર આ જ વિધાન યાદ રાખે છે, પરંતુ “પાપ છિપાયા ના છિપે, છિપે તો મહાભાગ; દાબી-દૂબી ના રહે, રુઇ લપેટી આગ.” એ વાત કદી યાદ કરતા જ નથી. ...તમે યાદ કરો કે ના કરો, પણ સમય યાદ કરાવી જ દે છે. એક વખત એ સમય આવી પહોંચ્યો. વાત એમ બની કે અમારા નગરમાં “દુર્ગિલા નામની મારી પુત્રવધૂ કુલટા છે” એવો એના સસરાએ આક્ષેપ લગાવ્યો. યક્ષ પાસે જતાં દુગિલા સતી સિદ્ધ થઇ. આથી સસરાને એવો આઘાત લાગ્યો કે રાત્રે ઊંઘ જ બંધ થઇ ગઇ. કોઇ પણ સાચા માણસને, પોતાની વાત સાચી હોવા છતાં જૂઠી સાબિત થાય તો ભયંકર આઘાત તો લાગે જ ને ? આ આઘાત એટલો ભયંકર હતો કે એ વયોવૃદ્ધ દેવદત્ત નામનો સસરો આખી રાત પથારીમાં પડખા ઘસતો રહેતો, પણ ઊંઘ ન્હોતી આવતી. ઊંઘ વિના જ કેટલાય દિવસો પસાર થઇ ગયા. આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. તમે જાણો છો : કઇ વાત જલ્દી ફેલાઇ જાય ? શાંતિ રહે તે નહિ, યુદ્ધ થાય તે. લગ્ન થાય તે નહિ, લગ્ન માંગે છે. કૂતરો કરડે તે નહિ, માણસ કરડે તે. ગધેડો ભૂંકે તે નહિ, માણસ ભૂકે તે. | ઊંઘ આવી જાય તે નહિ, ઊંઘ ઉડી જાય તે. કોઇ પણ પ્રચાર વિના આવી વાતો તરત જ ફેલાઇ જતી હોય છે. જાણે પાણીમાં તેલનું ટીપું ! પરકાય - પ્રવેશ • ૩૨૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ આ વાત રાજા પાસે પણ આવી. રાજાને થયું : આવો નિદ્રા-રહિત વૃદ્ધ માણસ તો ખૂબ જ કામનો છે. બીજું કાંઇ નહિ તો અંતઃપુરના ચોકીદાર તરીકે તો કામ લાગશે જ. ...અને વળતા જ દિવસે રાજાએ તેને અમારા અંતઃપુરનો ચોકીદાર બનાવી દીધો. પેલો ડોસો તો આમેય ઘરથી કંટાળી જ ગયો હતો. સો છોકરો પણ જ્યાં પોતાની વાત માનવા તૈયાર ન હોય તે ઘરમાં રહેવાનું મન પણ કોને થાય ? એ ડોસાને સંસારની અસારતા દેખાવા લાગી હતી, એને સંસાર ડુંગળી જેવો લાગવા માંડ્યો હતો. છોતરા કાઢતા જ જાવ. અંદર કંઇ જ ન મળે. શરૂઆતમાં પત્ની પ્યારી લાગે. પણ પુત્ર થતાં જ એનો પ્યાર ઓછો થઇ જાય. શરૂઆતમાં પુત્ર પ્યારો લાગે, પણ લગ્ન થતાં જ એ પુત્રવધૂનો બની જાય. શરૂઆતમાં પુત્રવધૂ સારી લાગે, પણ બે-ત્રણ વર્ષમાં જ અલગ ઘરની વાત કરે. બસ આ સંસારમાં આમ જ બધું સરકતું રહે. જ્યાં બધું જ સરકતું જાય અને છેલ્લે આપણે સ્વયં પણ સરકી પડીએ એનું જ નામ તો સંસાર છે ને ? પણ રે, સંસારની આવી અસારતા અનુભવવા માટે ઠેઠ ઘડપણ સુધી પહોંચવું પડે છે, ઠેઠ ત્યારે અક્કલ આવે છે કે આના કરતાં તો... પણ ત્યારે પસ્તાવો સિવાય હાથમાં કશું હોતું નથી. ઘરથી કંટાળેલો આ ડોસો મારા માટે તો આફતરૂપ બન્યો. ગવાક્ષમાંથી જવાનો મારો સમય થઇ ગયો. હું ઊભી પણ થઇ ગઇ, પણ પેલો ડોસો ખૂં... છૂં... કરતો હતો. મારું મન બોલી ઉઠ્યું : કેવો છે આ વિચિત્ર ડોસો ! હજી સૂતો નથી. હું એના સૂવાની વાટ જોવા લાગી, પણ મને મૂર્ખાને ક્યાં ખબર હતી કે એનાથી ઊંઘ સાત સમુદ્ર દૂર ભાગી ગઇ છે ? એ સૂવાનો ડોળ કરીને મારા માટે આફત પણ આત્મ કથાઓ . ૩૨૨ ઉભી કરી શકે છે ? - પણ કામાંધ વ્યક્તિને આટલું વિચારવા સમય જ ક્યાં હોય છે ? એ તો છતી આંખે આંધળો હોય છે. પેલો ઘુવડ તો માત્ર દિવસે ન દેખે, પેલો કાગડો તો માત્ર રાત્રે ન દેખે, પણ કામથી આંધળો થયેલો દિવસેય ન દેખે અને રાત્રેય ન દેખે. શરૂઆતમાં તો એ ડોસો વારંવાર મારી સામે જોતો હતો. આથી હું ગભરાઇ જઇ વારંવાર નીચે બેસી જતી હતી, પણ પછી મેં જોયું તો એ ડોસો ઘસઘસાટ ઊંઘતો હતો. હાશ ! હવે વાંધો નહિ. મારું મન બોલી ઉઠ્યું. હું તરત જ હાથીની સૂંઢ પર પગ મૂકીને ઉતરી પડી. આજે મારો યાર (મહાવત) એકદમ ક્રોધથી ધમધમતો હતો : રાંડ! આટલી વાર કેમ લગાડી ? તારામાં કાંઇ અક્કલ-બક્કલ છે કે નહિ ? સમયનું ભાન છે કે નહિ ? હું ક્યારથીય અહીં તારી વાટ જોઇને ઊભો છું, એનો તારે વિચાર કરવાનો કે નહિ ? આવી રાતે મારે ક્યાં સુધી ઊભા રહેવું ? ...અને એ તો મારું કશું જ સાંભળ્યા વિના હાથીને બાંધવાની સાંકળથી મને ઝૂડવા જ માંડ્યો. “નાથ ! આટલા નારાજ ના થાઓ. મારી વાત જરા સાંભળો તો ખરા ! ઓલો ડોસો છે ને તે આજે જ નવો આવ્યો છે ને ટીકી-ટીકીને મારી સામે જોઇ રહ્યો હતો. હું તો ક્યારથીયે તૈયાર હતી, પણ પેલો ઊંઘે ત્યારે ને ! એ હમણાં જ સૂતો ને હું તરત જ આવી.” મારી વાત સાંભળીને મહાવત કાંઇક ટાઢો પડ્યો અને મને વળગી પડ્યો. એનો ક્રોધ કામમાં બદલાઇ ગયો. એવું ન સમજતા કે સ્ત્રીને ઝૂડવાથી તે નારાજ થાય છે. ઝૂડવાથી ઊલટું સ્ત્રી બમણા પ્રેમથી ચાહવા લાગી જાય છે. ખરૂં પૂછો તો જે ગરમ ન થાય, જે માર-ઝૂડ ન કરે, એવો પુરુષ સ્ત્રીઓને નમાલો લાગે છે. એની શાંતિમાં સ્ત્રીને કાયરતાના દર્શન થાય છે. સ્ત્રીઓ કદી કાયરને ચાહી શકતી નથી. સ્ત્રીઓને દબડાવવાથી સીધી ચાલે છે. ‘ઢોલ પશુ મૂરખ ઔર નારી, યે સબ તાડન કે અધિકારી.' તુલસીદાસની આ પ્રસિદ્ધ ઉક્તિ તમે નથી સાંભળી ? એમાં કંઇક તો સચ્ચાઇ હશે ને ? ચંદન, પરકાય - પ્રવેશ - ૩૨૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ દહીં, સ્ત્રી, ધરતી, શેરડી - આ બધી વસ્તુઓ એવી છે કે એનું જેટલું વધુ મર્દન એટલું વધુ ફળ ! કામ પતાવીને હું હાથીના સહારે ફરી ઉપર આવી ગઇ. આમ કેટલાક દિવસ બરાબર ચાલ્યું. એક દિવસ રાજા અંતઃપુરમાં અલક-મલકની વાતો કરી રહ્યા હતા. આજે તો રાજા બરાબર ખીલ્યા હતા. તેઓ હાથમાં કમળનું ફૂલ લાવેલા અને એના નાળથી બધી રાણીઓને ક્રમશઃ ફટકારતા હતા. બધી રાણીઓ તો હસવા માંડી : આ શું છે વળી ? શિક્ષા આપવાની આ નવી પદ્ધતિ પણ મારો જ્યારે નંબર આવ્યો ત્યારે હું એકદમ ચીસ પાડી બોલી ઊઠી : “બાપ રે... મને બહુ વાગે છે ! આટલું બધું મારો નહિ.” કમળના કોમળ નાળનો માર પણ મને બહુ લાગે છે. હું એટલી બધી કોમળ છું - એમ હું બતાવવા માંગતી હતી. “કુલટા સ્ત્રીઓ ઘુંઘટ લાંબુ તાણે, ખારું પાણી વધુ ઠંડું હોય. ધૂતારો માણસ ખૂબ જ મીઠું-મીઠું બોલે.” એ તો તમે જાણતા જ હશો? પણ મને ક્યાં ખબર હતી કે મારો આ ઢોંગ જ મારા માટે બેડી બની જશે ? સ્ત્રીઓમાં એટલી અક્કલ પણ ક્યાંથી લાવવી ? રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો અને બોલી ઊઠ્યા: “હાથીને બાંધવાની સાંકળનો માર લાગતો નથી અને કમળની નાળ વાગે છે. વાહ ! શું કોમળતા છે ?” રાજાનું આ વાક્ય સાંભળતાં જ હું ચોકી ઊઠી. મને પળવારમાં જ બધું સમજાઈ ગયું : નક્કી આ બધું કામ ઓલા ડોસાનું છે. હું મૂર્ખ એને સૂતેલો સમજેલી ! ડોસો તો જમાનાનો ખાધેલો નીકળ્યો ! મારી ધારણા સાચી પડી. મારી વિશ્વાસુ દાસીએ પણ આ જ વાત કહી : રાણી બા ! બહુ ભયંકર ખેલ ખેલાઇ રહ્યો છે. તમારા પર મોતનો ખતરો છે. મેં મારા સગા કાને સાંભળ્યું. ઓલો ડોસો અને રાજા વાતચીત કરી રહ્યા હતા. આત્મ કથાઓ • ૩૨૪ રાજાએ ગુસ્સાથી પૂછયું : “કેમ તમે કહેતા હતા ને કે મને ઊંઘ નથી આવતી ! આજે કેમ સૂર્યોદય સુધી ઘસઘસાટ ઊંઘતા હતા ?” “રાજનું ! બેઅદબી માફ કરજો. આજે રાત્રે જે ઘટના જોઇ એનાથી મારા મનનું સમાધાન થઇ ગયું. જો રાજ-પરિવારમાં કડક ચોકીપહેરા વચ્ચે પણ આવું અગડંબગડું ચાલતું હોય તો અમારા જેવાના ઘેર અગડંબગડું ચાલ્યા કરે એમાં નવાઈ શી ? ને મારા મનનું સમાધાન થઇ ગયું. કેટલાય દિવસોથી ન આવતી ઊંઘ આજે આવી ગઇ.” કઇ ઘટના ?” અને ડોસાએ હાથીવાળી રાતની આખી ઘટના સંભળાવી દીધી. રાજાએ ત્રાડ પાડી : “કઈ છે એ હરામખોર રાણી ?” રાજન ! એ રાણી કઈ હતી ? એ તો અંધારામાં દેખાયું નહિ, પણ હતી કોઇ રાણી જ, એ વાત ચોક્કસ છે.” “ચલો, કોઈ વાંધો નહિ. હું એ રાણીને શોધી કાઢીશ.” રાજાએ આમ કહીને વાતની સમાપ્તિ કરી. હું પડદા પાછળ રહીને આ બધું સાંભળી રહી હતી. દાસીના મુખે આ બધું સાંભળીને હું નખ-શિખ ધ્રુજી ઊઠી : બાપ રે ! હવે મરી ગયા. રાજાએ તો કમળના નાળથી મને શોધી પણ કાઢી. હવે શું થશે ? પણ “અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઇ ખેત ?” મારું ખેતર પંખીઓ ચણી ગયા હતા. હવે રડવા સિવાય મારા હાથમાં કશું જ નહોતું. ગુસ્સાથી ધમધમી રહેલા રાજાએ મને, મહાવતને અને હાથીને દેહાંત દંડની શિક્ષા કરી. પર્વત પરથી હાથી સહિત અમને બંનેને ગબડાવી દેવાનો પ્લાન ઘડાયો. રાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! એમાંથી નીકળવાની કોઇ છટકબારી નહોતી. મારું હૃદય ફફક... ફફ ક.. ધૃજવા માંડ્યું. મૃત્યુનો રાક્ષસ આંખ સામે દેખાવા લાગ્યો. એ રાક્ષસથી કોઇ છોડાવી શકે એમ મને લાગ્યું નહિ. હજારો માણસોની સામે અમને આ કઠોર શિક્ષા આપવામાં આવી. પરકાય - પ્રવેશ • ૩૨૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ મારી આબરૂના લીરેલીરા ઊડી રહ્યા હતા. લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારની વાતો થતી હતી. - હાથી પર હું અને મહાવત બેઠેલા હતા. મહાવત હાથીને ઠેઠ પર્વતની ધાર પર લઇ ગયો. ત્યાં રહીને મહાવતે છેલ્લે પોતાની કળા બતાવવા માંડી. પહેલાં હાથીએ એક પગ આકાશમાં રાખ્યો. લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો. હાથીએ હવે બે પગ બહાર કાઢ્યા. લોકોએ ફરી તાળીઓના ગડગડાટપૂર્વક હાથીની તાલીમ બીરદાવી. મહાવતે પછી હાથીના ત્રણે પગને આકાશમાં લટકાવ્યા અને હાથી માત્ર એક જ પગે ઊભો રહ્યો. જરાક બેલેન્સ ચૂક્યો તો સીધા અમે ખીણમાં ! જો કે ખીણમાં પડાવીને ત્રણેયનો મારવાનો જ પ્લાન હતો... પણ માણસના પ્લાન કરતાં કુદરતનો પ્લાન કોઇ જુદો જ હતો. હાથીની આવી અભુત કળા જોઇ લોકો બોલવા લાગ્યા : આવો સુંદર હાથી ! એને કેમ મારવામાં આવે છે ? પાપ તો એ બંનેએ કર્યું છે, એનો દંડ હાથીને શા માટે ? હાથી આમાં સહાયક બન્યો એ ઠીક છે, પણ એ તો બિચારો પશુ છે - એમાં એનો શો દોષ ? મહાવત શીખવાડે તેમ એ કરે. આમાં તો રાજાએ જ વિચારવું જોઇએ. આવા હસ્તિરત્નને શા માટે મરાવવો જોઇએ ? લોકોએ સાથે મળીને રાજાને પ્રાર્થના કરી : “રાજન ! આ નિર્દોષ અબોલ અને હોશિયાર હસ્તિનને શા માટે મરાવો છો ? એ બિચારાનો શો દોષ છે ?” રાજાને લોકોની વાત ખરી લાગી, પણ હવે શું થાય ? ઘણું મોડું થઇ ગયું હતું. ...છતાં રાજાએ નીચેથી પૂછ્યું : ઓ મહાવત ! તું આવી અવસ્થામાંથી હાથીને પાછો લાવી શકે કે નહિ ? બચાવી શકે કે નહિ? હાથીને પાછો વાળી દે તો અમે તારી કળા ખરી જાણીએ. મહાવત પણ કાંઇ કાચો ન્હોતો. એણે પણ તક જોઇ તીર માર્યું : રાજન ! હાથીને પાછો વાળીને બચાવી તો લઉં, પણ એક શરતે. અમને બંનેને અભયદાન આપો તો.” આત્મ કથાઓ • ૩૨૬ હાથીને બચાવવો હોય તો અમને અભયદાન આપ્યા વિના ચાલે તેમ ન્હોતું. રાજાએ અમને અભયદાન આપ્યું. દક્ષ મહાવતે હોશિયારીથી હાથીને પાછો વાળ્યો. હાશ ! માંડ મોતથી બચ્યા. મારું મન બોલી ઊઠ્યું. પરંતુ રાજાએ અમને સાફ-સાફ કહી દીધું : તમે બંને મારું રાજ્ય છોડીને બહાર ચાલ્યા જાવ. અમે બંને બહાર ચાલી નીકળ્યા. ગઇ કાલની રાણી હું, આજે ભીખારણ બની ગઇ. “સાર્થTH, વિસંવાTI, #ામ માણીવિલોવET ” “કામ-વાસના એ શલ્ય છે, ઝેર છે, ભોરીંગ સાપ છે. એ વાતની પ્રતીતિ મારું જીવન ડગલે-પગલે કરાવતું રહેશે. રાજ્ય છોડીને અમે બંને દૂર-દૂર નીકળી ગયા. કોઇ એક નગર બહાર બગીચાના મકાનમાં અમે વિસામો ખાવા બેઠા. સાંજ પડી ગઇ હતી એટલે અમે ત્યાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. અમે બંને સૂઇ ગયા. મહાવત તો ઘસઘસાટ ઊંઘી ગયો. મને એટલી ગાઢ ઊંઘ ન્હોતી આવી. મધ્યરાત્રિનો સમય થયો હશે ત્યાં મારા હાથને કોઇકનો સ્પર્શ થયો. પુરુષનો સ્પર્શ થતાં જ હું જાગી ઊઠી. હું જ નહિ, મારી વાસના પણ જાગી ઊઠી. મેં જોયું તો એ પુરુષ કોઇ બીજો હતો. મારો મહાવત તો મજેથી સૂતો હતો. પણ વાસનાને તો જે મળે છે. જેણે રાજાને પણ છોડી દીધો, એને મહાવત છોડતાં વાર શી. સાચે જ સ્ત્રીની વાસના ભયંકર હોય છે. એ યા તો જાગતી નથી. જાગી જાય તો જલદી શાંત થતી નથી. પુરુષની વૃત્તિ એટલે ઘાસનો ભડકો ! તરત જ સળગી ઊઠે ને તરત જ શાંત ! સ્ત્રીની વૃત્તિ એટલે છાણાની આગ ! જલ્દી સળગે નહિ ! સળગે તો જલદી બુઝે નહિ ! આવી સ્ત્રીઓ એટલી મત્ત બને કે ગમે તેટલા પુરુષો ઓછા પડે ! “પ્રાણીઓથી જમ તૃપ્ત થતો નથી. લાકડાથી અગ્નિ તૃપ્ત થતો નથી. નદીઓથી સાગર તૃપ્ત થતો નથી તેમ પુરુષોથી સ્ત્રીઓ તૃપ્ત થતી નથી.” - ‘ર પંત વામનોવના:' આવું કહેવાયું છે તે આવી જ સ્ત્રીઓ માટે. હું પણ આવી જ વિકરાળ સ્ત્રી પરકાય - પ્રવેશ • ૩૨૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ બની હતી. આથી જ હું, રાજા હોવા છતાં મહાવતને વળગી અને હવે મહાવત હોવા છતાં અજાણ્યા માણસને વળગી. એ અજાણ્યા માણસના મુખ પર બુકાની બાંધેલી હતી. આથી લાગતું હતું કે ચોર હશે. મારી ધારણા ખરી પડી. ખરેખર એ ચોર જ હતો. થોડીવાર વિચારીને એણે કહ્યું : જો કદાચ મને પકડવા કોઇ રાજાના સૈનિકો ઘેરી વળે તો તારે મને બચાવી લેવો. તું જો મને પતિ તરીકે જણાવીશ તો જ હું બચી શકીશ. જો હું બચીશ તો તને પત્ની તરીકે રાખીશ. મારી પાસે વૈભવનો કોઇ પાર નથી. આ મુફલીશ મહાવત જોડે જિંદગી ગાળવામાં તને શું મળવાનું છે ? જીવનભર રખડવું પડશે. હું ચોરની વાત કરવા તૈયાર થઇ ગઇ. વાસનાગ્રસ્ત ચિત્ત અત્યંત વ્યાકુળ અને ચંચળ હોય છે. એ દૂરનું તો શું ? નજીકનું પણ જોઇ શકતું નથી. હું વાસનામાં બહાવરી બની હતી, અંધ બની હતી, સાચું-ખોટું વિચારવાની શક્તિ ખોઇ બેઠી હતી. થોડા જ સમયમાં અમને ત્રણેયને રાજાના સૈનિકોએ ઘેરી લીધા. આ બેમાં ચોર કોણ છે ?' એવું જ્યારે મને પૂછવામાં આવ્યું ત્યારે મેં પૂર્વયોજના મુજબ બેધડક કહી દીધું : આ (ચોર) મારો પતિ છે. મહાવત તો મારા આવા વર્તનથી સ્તબ્ધ જ થઇ ગયો. એ એટલો આવેશમાં આવી ગયો કે એક અક્ષર પણ બોલી શક્યો નહિ. કદાચ બોલે તો પણ તેનું કોઇ સાંભળે તેમ ન્હોતું. એના અંગેઅંગમાંથી ક્રોધ ટપકી રહ્યો હતો, મારી બેવફાઇ તેના હૃદયના સો-સો ટૂકડા કરી રહી હતી, પણ મને તેના પર કોઇ જ દયા ન આવી. મારે તો નવા-નવા પુરુષો જોઇતા હતા. ભોગવાઇ ગયેલા શેરડીના કુચા જેવા પુરુષોનું મારે કોઇ કામ હોતું ! જે મહાવતની કળાના કારણે મને જીવન-દાન મળ્યું હતું, તેનું જ જીવન છીનવી લેવા સુધીની અધમ કક્ષા સુધી હું પહોચી ગઇ હતી ! રે, ફૂર નારી-હૃદય ! મારી ક્ષુલ્લક બુદ્ધિ તો જુઓ ! મેં એ પણ ન વિચાર્યું : આ ચોરની જાત પર ભરોસો કેમ મૂકાય ? કોણ જાણે એ કેવો હશે ? ચોર અને આત્મ કથાઓ • ૩૨૮ સારો માણસ? હોય જ કેમ? ‘આ સારો છે એની ખાતરી શી? ...પણ મારી બેફામ બનેલી વાસનાએ મને આવું કાંઇ જ વિચારવા ન દીધું ! મારા દેખતાં જ એના હાથમાં અને પગમાં બેડીઓ પડી ! સૈનિકોની લાકડીઓ પણ પડી ! હવે એ થોડાક જ કલાકોનો મહેમાન હતો. એને ગધેડા પર બેસાડી શૂળીએ ચડાવી દેવાની સંપૂર્ણ યોજના ઘડાઇ ચૂકી હતી. એનું જે થાય તે થાય. મારે શું ? આવી ક્ષુલ્લક વિચારધારાએ મારો ભરડો લીધો હતો. હું અને મારા નવો ચોર પતિ - અમે બંને અમારા રસ્તે ચાલી નીકળ્યા. મહાવતનું હવે શું થશે ? એની મને કોઇ પરવા હોતી. મને નવો પતિ મળી ગયો હતો ને ? - અમે અલક-મલકની વાતો કરતા-કરતા જંગલમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં નદી આવી. મારા નૂતન પ્રિયતમે મને કહ્યું : “પ્રિયે ! આ નદીને શી રીતે ઓળંગીશું ? જો કે હું તરવાનું તો જાણું છું પણ તને તારી નહિ શકું. મને એક વિચાર આવે છે તારા આભૂષણો અને વસ્ત્રો લઇને હું એકલો સામે કિનારે ચાલ્યો જાઉં... પછી બધો સામાન વ્યવસ્થિત જગ્યાએ મૂકી ફરી તારી પાસે આવીશ અને તને લઇ જઇશ. પછી વજન નહિ હોય એટલે કોઈ જ વાંધો નહિ આવે.' ચોરની આવી મીઠી-મીઠી વાતોમાં હું ભોળવાઇ ગઇ. મેં એ બધું જ માની લીધું. મારી પાસેથી મારા બધા જ ઘરેણાં અને બધા જ વસ્ત્રો લઇ એ નદીમાં કૂદી પડ્યો અને હું તેની વાટ જોતી નિર્વસ્ત્ર દશામાં નદી-કિનારે બેસી રહી. ઘડી... બે ઘડી... ચાર ઘડી... સમય વીતતો ચાલ્યો... મને થતું : હમણાં આવશે... હમણાં જ આવશે... આવ્યો... આ આવ્યો...હમણાં જ આવ્યો. પણ એ ન આવ્યો તે ન જ આવ્યો... મારા ઘરેણાં અને વસ્ત્રો પણ લઇ ગયો. આખરે જાત તો ચોરની હતી ને ? જે સ્ત્રી પોતાના પતિની ન થઇ, એને શૂળીએ ચડતાં જોઇ જરાય દ્રવિત ન બની, એ મારા જેવા ચોરની શું થવાની ? આ તો ગમે ત્યારે પરકાય - પ્રવેશ • ૩૨૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ મને પણ મુશ્કેલીમાં મૂકી શકે ! મારા કરતાં હજારો રૂપાળા અને હજારો ધનવાનો આ જગતમાં વસે છે. જ્યારે મારાથી અધિક કોઇ મળી જશે ત્યારે મારો વિશ્વાસઘાત કરતાં એ જરાય વાર નહિ લગાડે. આ બધાને મારે ક્યાં સાચવવી? પેલા (મહાવત) જેવી મારી હાલત થાય, એ પહેલાં જ હું એને છોડી દઉં. આવી ચંચળ સ્ત્રીઓના શા ભરોસા ? જે મારા જેવા અજાણ્યા ખાતર પોતાના પતિને શૂળીએ ચડાવવા તૈયાર થઇ જાય, એને મને છોડતાં શી વાર ? - આવી જ કોઇ વિચારણા હેઠળ ચોક્કસ એ મને છોડીને ભાગી ગયો હશે ! - પણ જતાં-જતાં એણે મારી હાલત કફોડી કરી નાખી ! મારા ઘરેણાં તો લઇ ગયો, પણ કપડાંય લઇ ગયો ! ઘરેણાં વગર તો હજુયે ચાલે, પણ કપડાં વિના શું ચાલે ? એમાંય પુરુષોને તો હજુય ચાલે... સ્ત્રીઓને તો બિલકુલ નહિ. - રોટી, કપડાં, મકાન - આ માણસની આવશ્યક ચીજો છે. સૌ પ્રથમ રોટલી, પછી કપડાં અને પછી મકાન જોઇએ. આ ક્રમ પુરુષો માટે ઠીક હશે. પણ અમ મહિલાઓ માટે તો ઊલટો ક્રમ છે. તમે પુરુષ લોકો માત્ર તમારી રીતે જ વિચારો. તમારી વિચારધારામાં મોટાભાગે સ્ત્રીઓને સ્થાન હોતું જ નથી. સ્ત્રીઓને જો આવશ્યકતાનો ક્રમ પૂછો તો કદાચ જવાબ ઊલટો હશે. સ્ત્રીઓનો જવાબ હશે : મકાન, કપડાં, રોટી ! અને સર્વ પ્રથમ આશ્રય માટે મકાન જોઇએ. પછી લાજ ઢાંકવા કપડાં જોઇએ અને રોટીનો ક્રમ તો સૌથી છેલ્લો આવે ! મારે કોઇ આશ્રયસ્થાન ન્હોતું ! ઉપરનું આકાશ એ જ મારું છાપરું અને નીચેની પૃથ્વી એ જ મારી પથારી હતી ! મારા શરીર પર કોઈ જ વસ્ત્ર હોતું... અથવા તો બધી દિશાઓ જ મારું વસ્ત્ર હતી. હું દિગંબર હતી ! (દિશાઓ જ જેના વસ્ત્ર છે, એને દિગંબર કહેવાય - એ જાણો છો ને ?). એક વખતની રાજરાણીની આજની આ દશા હતી ! ના... કોઇએ મારી આવી દુર્દશા હોતી કરી. મારી જ વાસનાની ભૂતડીએ મારી આવી ભયંકર દશા કરી હતી. આત્મ કથાઓ • ૩૩૦ સ્વછંદ મનોવૃત્તિવાળાઓની અવદશા પરલોકમાં તો જે થવી હોય તે થાય, આ જ ભવમાં આવી અવદશા થાય છે. હું બહાવરી બનીને જંગલમાં આમ-તેમ ઘૂમવા લાગી. રાજા ખોયો... મહાવત ખોયો અને છેલ્લે ચોર પણ ખોયો ! મેં મૂર્ખાએ બધું જ ખોયું હતું ! બધાને પકડવા જાય એ બધેથી રહે એકને પકડી રહે તેને બધું મળી રહે. ‘એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય” એ કહેવતનો માર્મિક અર્થ આજે બરાબર સમજાઇ રહ્યો હતો. સમજાઇ રહ્યો હતો એટલું જ નહિ, એ અર્થ જીવાઇ રહ્યો હતો ! આટ-આટલી દુર્દશા થવા છતાં આમાં વાસનાની ભૂતડી જ કારણભૂત છે - એવો મને વિચાર સુદ્ધાં આવી શક્યો નહિ ! હું જંગલમાં આમતેમ ઘૂમી રહી હતી. શું કરવું ? ક્યાં જવું ? કાંઈ સૂઝતું નહોતું. ત્યાં જ મારી આંખો સમક્ષ એક તેજોવર્તુળ પ્રગટ થયું. મેં ઉંચે જોયું તો મારો યાર પેલો મહાવત ! ઘડીભર તો મને વિશ્વાસ ન બેઠો. આ શું? સ્વપ્ન કે સત્ય ! મહાવત અહીં ક્યાંથી ? કદાચ અહીં આવે તોય આકાશમાં અદ્ધર કેમ ? આટલું તેજ ક્યાંથી ? હું વધારે કાંઇ વિચારું એ પહેલાં જ એ બોલ્યો : “ઓ વાસનાની પાછળ પાગલ ! વાસનાની ભૂતડીએ તારી આટ-આટલી ભૂંડી હાલત કરી છતાં હજુ તારે સમજવું નથી ? હજુ તારે વાસનાથી અટકવું નથી ? હજુ ઉપાસનાના માર્ગે ચડવું નથી ? જો... હું તારો પૂર્વભવનો યાર ! મહાવત ! તેં તો મને શૂળીએ ચડાવી દીધો.. પણ શૂળી પર જ્યારે મારા છેલ્લા શ્વાસ ચાલી રહેલા હતા ત્યારે એક શ્રાવકે મને નવકાર મંત્ર સંભળાવ્યો. એ નવકારમાં મારું ચિત્ત એકાકાર બની ગયું. નવકારના સ્મરણમાં જ મારું મૃત્યુ થયું અને એના પ્રભાવે મરીને હું દેવ બન્યો છું. વાસનાએ તારો અને મારો સંહાર કર્યો. જ્યારે નવકારની થોડી જ ઉપાસનાએ મારો ઉદ્ધાર કર્યો ! દેવ બનીને મેં અવધિજ્ઞાનથી તને જંગલમાં રખડતી જોઇ... તને પણ સદ્ધર્મની પ્રાપ્તિ થાય એટલે હું તને વાસનામાંથી ઉપાસનામાં વાળવા અહીં આવ્યો છું. બહુ થયું... બહુ થયું. હવે તું વાસનામાંથી અટકી જા. ઉપાસનાનો આશ્રય લે. તારો ઉદ્ધાર પરકાય - પ્રવેશ • ૩૩૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ S (૬) હું અઈમclો હું તો શેરીમાં છોકરાઓની સાથે રખડતો તો. મને ત્યારે કલ્પના પણ નહિ કે થોડા સમયમાં હું મુનિ બની જવાનો છું, પણ ભાગ્ય પલટાય છે ત્યારે પળવારમાં પલટાય છે, એ સત્યની પ્રતીતિ મારું જીવન જોવાથી થશે. થશે. હજુ મોડું થયું નથી. હજુ જિંદગી બાકી છે. ભલે લોટો અને દોરી કૂવામાં હોય, પણ દોરીનો છેડો હજુ હાથમાં છે ! જિંદગીનો છેડો પણ હજુ હાથમાં છે. મારું માનતી હોય તો તું સાધ્વી બની ધર્મમય જીવન શરૂ કર. તારું ભલું થશે. બાકી, વાસનાની ભૂતડીએ આજ સુધી કોઇને સુખી નથી કર્યા. આજ સુધી એણે અનંતાનંત જીવોને ભરખી લીધા છે.” દેવ બનેલા મહાવતના ઉપદેશની મારા હૃદય પર ઊંડી અસર થઇ ! વાસના પાછળ પાગલ બનેલાની હાલત કેવી થાય ? એ મને વીતી ચૂક્યું હતું. હવે હું વાસનાથી ધરાઇ ચૂકી હતી. મેં સાધ્વી બનવાનો નિર્ણય કર્યો. દવે તરત જ મને સાધ્વીજીઓ પાસે મૂકી દીધી. મેં વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. આજે હું મસ્તીભર્યું સંયમ-જીવન જીવી રહી છું. વાસનાનું નરક મેં જોયું છે. ઉપાસનાનું સ્વર્ગ પણ જોયું છે. વાસનાની વૈતરણી નદીમાં હું ચૂંથાઇ છું. ઉપાસનાના નંદન વનનો આનંદ પણ હું માણી રહી છું. મારું જીવન જગતના લોકોને કહી રહ્યું છે : आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदां मार्गों येनेष्टं तेन गम्यताम् ॥ ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો માર્ગ છે. ઇન્દ્રિયોનો વિજય સંપત્તિઓનો માર્ગ છે. મરજી હોય તે માર્ગ પકડી લો.” રમતાં-રમતાં મેં શ્રી ગૌતમસ્વામીને જોયા. મને ખ્યાલ આવી ગયો કે મહારાજ વહોરવા આવ્યા છે. રમત પડતી મૂકીને મેં તો દોટ લગાવી. મહારાજનો દાંડો પકડી લીધો ને કહ્યું : મહારાજ ! મારે ઘેર વહોરવા પધારો. મહારાજને ગોચરીનો ખપ ન્હોતો. તેઓ ના પાડવા લાગ્યા, પણ હું ક્યાં કેડો છોડું એવો હતો ? મેં તો દાંડો બરાબર પકડી રાખ્યો. મહારાજને આખરે માનવું જ પડ્યું, મારે ઘેર આવવું જ પડ્યું. હું ફુલાયો કે મેં મહારાજને પકડી લીધા... પણ ખરેખર તો મહારાજે જ મને પકડી લીધો હતો. સંભવ છે મહારાજે ત્યારે જ મારું ભવિષ્ય જાણી લીધું હોય, એટલે જ મારે ત્યાં પધાર્યા હોય. ચાર જ્ઞાનના સ્વામી શ્રી ગૌતમસ્વામી મહારાજ માટે શું અશક્ય હોય ? મેં અને મારી મમ્મીએ મહારાજને ભાવથી લાડવા વહોરાવ્યા. મહારાજની ઝોળી એકદમ વજનદાર બની ગઇ. મેં કહ્યું : મહારાજ ! મને ઉપાડવા દો. પણ મહારાજે કહ્યું : એના માટે ‘મહારાજ' બનવું પડે, સંસારનો ત્યાગ કરવો પડે. મેં હા પાડી. કોણ જાણે કેમ ? પણ મને નાનપણથી જ મહારાજ બહુ ગમતા. એમને જોતાં જ હું એમની પાસે દોડી જતો. એમના જેવા બનવાનું મન પણ થઇ આવતું. મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી : બેટા ! સંસારમાં રહેવા જેવું નથી. મુનિ જ બનવા જેવું છે. સંસારનો ત્યાગ કર્યા વિના મુનિ બની શકાય નહિ. મને મમ્મીની આવી વાતો બહુ ગમતી. ગૌતમસ્વામી મહારાજે પણ મને આવી જ વાતો કહી. સંસારની અસારતા અને સંયમની સાર્થકતા સમજાવી. મેં મનોમન નક્કી કરી જ દીધું મારે દીક્ષા જ લેવી છે ને પરકાય - પ્રવેશ • ૩૩૩ આત્મ કથાઓ • ૩૩૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ તરત જ લેવી છે. મેં ઘેર જઈને મમ્મી પાસે દીક્ષાની વાત કરી... પણ આ શું ? જે મમ્મી પહેલાં મને દીક્ષા લેવા સમજાવતી એ જ મમ્મી હવે ફરી ગઇ, દીક્ષા માટે આનાકાની કરવા લાગી. બેટા ! તું બહુ નાનો છે. દીક્ષા પાળવી બહુ કઠણ છે, એમાં તારું કામ નહિ. દીક્ષા લેવા જેવી ખરી, પણ હમણાં નહિ, મોટી ઉંમર થાય ત્યારે લેજે. આવું કહીને મને દીક્ષા લેતાં રોકવા લાગી. પણ હું કાંઇ કાચો ન્હોતો. એવી સમજાવટની મારા પર કોઇ અસર ના થઇ. હું મારા ધ્યેયમાં મક્કમ હતો. માતાની કાકલુદીમાં મોહનાં તોફાન હું જોઇ રહ્યો હતો. મેં કહ્યું : હું જાણું છું છતાં જાણતો નથી. હું નથી જાણતો છતાં જાણું છું. મારી આવી “અવળ' વાણી મારી માતા સમજી શકી નહિ. એટલે તેના આગ્રહથી મેં જ ખુલાસો કરતાં કહ્યું : હે મા ! હું જાણું છું કે એક દિવસ હું મરી જવાનો છું, પણ ક્યારે મરવાનો છું, તે જાણતો નથી. એટલે જ હું કહું છું કે હું જાણું છું છતાં નથી જાણતો અને એને જ ઉલટાવીને એમ પણ કહેવાય કે હું નથી જાણતો છતાં જાણું છું. મારું મૃત્યુ ક્યારે થશે એ હું જાણતો નથી પણ એક દિવસ તો અવશ્ય થશે જ એ તો હું જાણું જ છું. એટલે હું એમ કહેવા માંગું છું કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. મૃત્યુના દરબારમાં નાના-મોટાનો કોઇ ક્રમ નથી. જો હું ગમે ત્યારે મરી શકું તો તારી વાત ‘મોટો થઇને તું દીક્ષા લે જે' એ શી રીતે માની શકાય ? મારી મા તો મોટા માણસ જેવી મારી દલીલો સાંભળી છક્ક જ થઇ ગઇ. એ ચૂપ જ થઇ ગઇ ! ચૂપ જ થઇ જાય ને ! અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર ગુરુ ગૌતમસ્વામીનો મારા પર હાથ ફર્યો હતો. આખરે ઘણી આનાકાનીના અંતે મારી માતાએ દીક્ષા માટે રજા આપી. ગમે તેમ તોય તેના હૈયામાં જૈન શાસન વસેલું હતું. દીક્ષા તેને પ્યારી લાગેલી હતી. ધામધૂમથી મારી દીક્ષા થઇ. ભગવાનશ્રી મહાવીરદેવે મને ઓઘો આપેલો ત્યારે હું નાચી ઊઠેલો. અમૂલો ઓઘો મળતાં કોણ ન નાચે ? ભગવાને મારું ઘડતર કરવા મને સ્થવિર સાધુઓને ત્યાં મૂક્યો. હું વૃદ્ધોની આત્મ કથાઓ • ૩૩૪ પાસે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાથી મારા આત્માનું ઘડતર કરવા લાગ્યો. એક વખત ચોમાસાના સમયે હું એક વૃદ્ધ સાધુની સાથે સ્પંડિલ ભૂમિએ ગયો. હું કામ પતાવીને વૃદ્ધ સાધુની રાહ જોતો રસ્તા પર ઊભો રહ્યો. મારી નજર પ્રાકૃતિક સૌંદર્ય પર મંડાઇ. આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું. મોરલાઓ ટહૂકી રહ્યા હતા. ધરતી પર લીલી-લીલી કૂંપળ ફૂટી હતી. ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયેલા હતા. મારી પાસે જ એક પાણીનું ખાબોચીયું હતું. ત્યાં બાળકો રમી રહ્યા હતા. મારી ઉંમરના જ એ બાળકો હતા. પાંદડાની હોડી બનાવી ખાબોચીયામાં તરાવી રહ્યા હતા. આ જોઇને મારી પણ રમવાની વૃત્તિ સતેજ થઇ ઊઠી. આખરે આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો બની જતો હોય છે. બાળકોને રમતા જોઇ હું પણ રમવા તૈયાર થયો. આખરે તો હું બાળક જ હતો ને ? બાળ સહજ વૃત્તિ મારા માટે સ્વાભાવિક હતી. હું પેલા બાળકોની ટોળીમાં ઘુસી ગયો. મને જોઇને એ લોકો રાજી થયા. સાધુ મહારાજ જેવા દોસ્ત મળે પછી રાજી કોણ ન થાય ? એક છોકરાએ મને કહ્યું : મહારાજ ! અમારી હોડીઓ આ પાણીમાં તરે છે. તમારી હોડી ક્યાં ? હું પણ ક્યાં કમ હતો ? મેં તરત જ તરપણી પર રહેલી કાચલી (નાનકડું કાષ્ઠપાત્ર) કાઢી એ ખાબોચીયા પર તરતી મૂકી અને હું ગાવા લાગ્યો : “નાનકડી તળાવડી ને નાનકડી નાવડી' મારી સાથે બધા છોકરાઓ પણ ગાવા મંડી પડ્યા. અમારી રમત સોળે કળાએ ખીલી ઊઠી. પણ અચાનક જ રંગમાં ભંગ પડ્યો. ‘અલ્યા અઇમુત્તા ! આ શું માંડ્યું છે ? સાધુ થઇને આવું કરાય ? ચાલ... છોડ રમત. ચાલ, મારી સાથે દૂરથી અવાજ સંભળાયો. કોનો હતો આ અવાજ ? જે વૃદ્ધ સાધુની સાથે હું બહિબ્રૂમિએ આવેલો હતો તે સાધુ કામ પતાવીને આવી ગયા હતા અને મને બોલાવી રહ્યા હતા. તેમનો સખત અવાજ અને કરડાકીભર્યો ચહેરો જોઇ હું ધ્રૂજી ઊઠ્યો. તેમણે મારો સરખો ઉધડો લીધો : મૂરખના જામ ! સાધુ થઇને આ શી રમત માંડી છે ? રમવું જ હતું તો સાધુ શું કામ થયો ? કાચા પાણીને આપણાથી અડાય પણ પરકાય - પ્રવેશ • ૩૩૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ નહિ ને તેં તેના પર કાચલીને તરાવી ? પાણીના એક ટીપામાં કેટલા જીવો હોય છે તે તું જાણે છે ? એક ટીપાના જીવો જો સરસવ જેટલા થઇ જાય તો આખા જંબૂતીપમાં ન માય. તેં કેટલા બધા જીવોની વિરાધના કરી ? પાપથી મુક્ત થવા દીક્ષા લીધી છે કે પાપ વધારવા દીક્ષા લીધી છે ? હું એમની વાણી નતમસ્તકે સાંભળી રહ્યો. મને મારી ભૂલ સમજાઇ. તે વૃદ્ધ સાધુ સીધા ભગવાન પાસે પહોંચ્યા અને મારા નામનો ધજાગરો બાંધ્યો ઃ પ્રભુ ! આપે આ ટેણીયાને દીક્ષા આપી પણ તેનામાં આરાધના-વિરાધનાનું પૃથક્કરણ કરવા જેટલી અક્કલ તો છે નહિ... આવાને દીક્ષા આપવાથી શો ફાયદો ? હમણાં જ તેણે પાણીમાં કાચલી તરાવી કેટલાં કર્મ બાંધ્યા ? બિચારો ક્યારે આ કર્મોથી છુટશે ? ક્યારે મોક્ષે જશે ?’ ‘મહાત્મન્ ! ચિંતા ન કરો. એ અઇમુત્તો તો ચરમશ૨ી૨ી છે. આ જ ભવે મોક્ષે જશે.' પ્રભુએ ધીર-ગંભીર સ્વરે કહ્યું. હું તરત જ પ્રભુ પાસે પહોંચ્યો. પ્રભુના ચરણે માથું ઢાળી હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો : પ્રભુ ! મારાથી અપ્લાયની બહુ મોટી વિરાધના થઇ ગઇ છે. ભગવન્ ! મને પ્રાયશ્ચિત આપો.' પ્રભુએ કહ્યું : વત્સ ! ભૂલ થવી અસ્વાભાવિક નથી. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર ! તું ઇરિયાવહીય કરી લે. તારી શુદ્ધિ થઇ જશે. બીજી તપ વગેરેની કોઇ ઘોર સાધના કરવાની તારે જરૂર નથી. ભાવપૂર્વકની ઇરિયાવહીયં એ જ તારી મોટી સાધના છે. પ્રભુની વાત સ્વીકારીને હું ઇરિયાવહિયં કરવા લાગ્યો. ઇરિયાવહિયં કરતાં-કરતાં હું એવા ભાવમાં ચડ્યો, મારા હૃદયમાં પશ્ચાત્તાપની એવી અગ્નિજ્વાળા પેદા થઇ કે જેમાં મારા પાપકર્મો ઇંધનની જેમ બળવા લાગ્યા. ‘પણગ દગ’ પદ પર પહોંચતાં હું એકદમ શુભધ્યાનમાં ચડ્યો. ક્ષપકશ્રેણિ પર આરોહણ કર્યું અને ઘનઘાતી કર્મોના ભૂક્કા બોલાવી કેવળી બની ગયો. મારા જનમ-જનમના પાપ ધોવાઇ ગયા. કેવળજ્ઞાન મળે એટલે મોક્ષ મળે જ. પછી હું સિદ્ધાચલની પવિત્ર ભૂમિ પર અઘાતી કર્મોનો પણ નાશ કરી આ શરીરનો ત્યાગ કરી મોક્ષમાં પહોંચી ગયો ! આત્મ કથાઓ . ૦ ૩૩૬ બંધુઓ ! આજે હું સંસારમાં નથી, સિદ્ધશિલા પર આત્માનું સ્વાભાવિક સુખ ભોગવી રહ્યો છું. ‘અઇમુત્તો’ કે એવું કોઇ મારું નામ નથી, હું અનામી છું. મારે કોઇ શરીર નથી કે રૂપ નથી, હું અરૂપી છું. અનામી અને અરૂપી હું અનંત સુખ માણી રહ્યો છું. બાળકો ! તમારે અહીં આવવું છે ને ? ઇરિયાવહિયં કરો ત્યારે મને યાદ કરજો. મારા જેવા ભાવો લાવવા પ્રયત્ન કરજો. જો આવું કરતા રહેશો તો મારી જેમ એક દિવસે તમારું પણ ઠેકાણું પડી જશે. + પરકાય - પ્રવેશ ૪ ૩૩૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ () હું વ 8 ઓહ ! આના બાપે દીક્ષા ન લીધી હોત તો આપણે આનો જન્મમહોત્સવ કેટલો સુંદર કરત ! અફસોસ ! આના બાપા ધનગિરિએ દીક્ષા લઇ લીધી.' દીક્ષા.. દીક્ષા... દીક્ષા. જનમ થતાં જ મને આવા શબ્દો સંભળાવા લાગ્યા. હું વિચારમાં પડી ગયો : ‘દીક્ષા’ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે ખરો. હું ભૂતકાળના ઊંડાણમાં ચાલ્યો ગયો. વિસ્મૃતિનો પડદો હટતાં જ મને પૂર્વજન્મ યાદ આવ્યો. હું દેવ હતો. તિર્યજુંભક દેવ ! અષ્ટાપદ પર સાંભળેલી ગૌતમસ્વામીની દેશના યાદ આવી. મેં મનોમન દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. પણ મોહથેલી માતા મને દીક્ષા માટે રજા શી રીતે આપશે ? મેં માતાના મોહને હટાવવા કોઇ યુક્તિ લગાડવાનું વિચાર્યું. મેં એક જોરદાર યુક્તિ લગાવી દીધી. રડવાનું શરૂ કર્યું. રાત દિવસ રો... રો... ને રો ! હા... ધાવવાના સમયે ધાવી લેવાનું. નહિ તો જીવી જ ન શકાય ને ? પણ જ્યાં કામ પૂરું થયું ત્યાં જ રડવાનું શરૂ ! રાત ને દિવસ એકધારા ભેંકડા ચાલુ ! મારી માની ઊંઘ હરામ થઇ ગઇ. મને છાનો રાખવા અપાર પ્રયત્નો કરવા લાગી. પણ આ બંદા છાના રહેવા માગતા હતા જ ક્યાં ? જેમ એ પ્રયત્નો કરે તેમ હું વધુ ને વધુ ૨ડું ! આખરે માં કંટાળી ગઇ ! મારી માનું નામ સુનંદા ! પિતાનું નામ ધનગિરિ ! મારા જન્મ પહેલાં જ મારા પિતાએ દીક્ષી લઇ લીધેલી. કંટાળી ગયેલી મારી માતાએ મને, ધનગિરિને સોંપી દેવા વિચાર્યું. એક વખતે વિહાર કરતા-કરતા ધનગિરિ મુનિ, ગુરુ મહારાજ સાથે અમારા ગામમાં આવ્યા. ગોચરી વહોરવા આવેલા ધનગિરિ મુનિ ફરતાફરતા અમારે ઘેર પધાર્યા. “ધર્મલાભ' બોલીને જ્યાં મારા પિતા મુનિએ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં મારી માએ મને ઉપાડીને મુનિશ્રી પાસે ધરી દીધો. કહ્યું : “લો... આ તમારી બલા ! કંટાળી ગઇ છું આનાથી. છ મહીનામાં આત્મ કથાઓ • ૩૩૮ તો આ છોકરાએ મને તોબા કરી દીધી છે. રાત-દિવસ રડ્યા જ કરે છે. હવે તમે સાચવો.' મારાથી કંટાળેલી મારી માતાએ આહાર વહોરાવવાને બદલે મને જ વહોરાવી દીધો ! “સચ્ચિત્ત કે અચિત્ત જે મળે તે આજે લઇ આવજો.' આવી ગુરુદેવની આજ્ઞા સંભારીને મુનિવર પણ મને વહોરવા તૈયાર થઇ ગયા. પણ બૈરાંની વાતનો કોઈ ભરોસો નહિ. આજે આમ બોલે ને કાલે કદાચ ફરી પણ જાય. એટલે મુનિશ્રીએ પાડોશમાંની પાંચ બહેનોની સાક્ષીએ મને વહોર્યો. હવે તમે બાળક માંગશો તો નહિ મળે.” એમ કહ્યું પણ ખરું ! પણ ત્યારે મારી મા મારાથી એટલી કંટાળી ગઇ હતી કે ગમે તે રીતે મારાથી છુટવા જ માંગતી હતી. મને તેણીએ વહોરાવી દીધો. મારે તો આટલું જ જોઇતું'તું. એટલા માટે તો મેં રડવાનું નાટક શરૂ કરેલું. જ્યાં મને ઝોળીમાં નાંખ્યો ત્યાં જ મેં રડવાનું બંધ કર્યું. મા તો મને હસતો રમતો જોઇ ચકિત થઇ ગઇ. પણ મારાથી એટલી કંટાળેલી હતી કે બીજું કાંઇ તે બોલી જ નહિ. મારા પિતા મુનિ મને ઉપાશ્રયે લઇ ગયા. આખી ઝોળી ગુરુદેવને સોંપી. ગુરુદેવે ઝોળી હાથથી ઉપાડી. મારું વજન ઠીક ઠીક હતું. ગુરુદેવ બોલી ઊઠ્યા : “ઓહ ! વજ જેટલો વજનદાર આ બાળક છે.' ત્યારથી મારું નામ પડ્યું: વજકુમાર ! ગુરુદેવે મને સાધ્વીઓના ઉપાશ્રયે મૂક્યો. શ્રાવિકાઓ મને રમાડતી | મારું પારણું ઝૂલાવતી ને મીઠાં ગીતો ગાતી. પણ મારો રસ ગીતોમાં હોતો. મારો મુખ્ય રસ તો ભગવાનના આગમોમાં હતો. ઉપાશ્રયમાં રહેલા સાધ્વીજીઓ જે આગમોનો સ્વાધ્યાય કરતા તે હું ધ્યાનપૂર્વક સાંભળતો. તમે નહિ માનો પણ એમ સાંભળતાં-સાંભળતાં જ મને અગીયારેય અંગ કંઠસ્થ થઇ ગયા. હવે હું ત્રણ વર્ષનો થઇ ગયો હતો. મને હસતો-રમતો જોઇ મારી મા મને મેળવવા તલપાપડ થઇ હતી. પણ હવે મને મેળવે શી રીતે ? પોતે જ બોલીને બંધાઇ ગઇ હતી. એક વખતે ગુરુ મહારાજ પાસે બાળક મેળવવા ગઈ. પણ હવે ગુરુદેવ શાના સોંપે ? પણ મારી મા હવે મને મેળવવા બાવરી બની હતી. એ તો રાજા પાસે ગઇ. રાજાએ ચુકાદો આપતાં કહ્યું : બાળકની જે તરફ રુચિ હોય ત્યાં હું જવા દેવા છુટ આપું છું. બાળકને તું આકર્ષી શકે તો તારો અને પરકાય - પ્રવેશ • ૩૩૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ તેના પિતા તરફ તે આકર્ષાય તો તેમનો ! બાળકને એની ઇચ્છા મુજબ કરવા દઇશ ! કોઇની ઇચ્છાને હું કચડી શકું નહિ. એ તો માનવ હક્કનો ભંગ ગણાય.' મારી માએ આ ચુકાદો સ્વીકાર્યો. બીજે દિવસે મારી મા, મારા પિતા મુનિ તથા હું સભામાં આવ્યા. આખી સભા હકડેઠઠ ભરાયેલી હતી. આખી નગરીમાં આ સમાચાર ફેલાઇ ગયા હતા... એટલે લોકોમાં ભારે ઉત્કંઠા ફેલાઇ હતી. પહેલો વારો મારી માનો આવ્યો. તેણીએ મને લોભાવવા જુદાજુદા રમકડાં, મીઠાઇ વગેરે ધર્યું... પણ તેમાંથી એકેયની સામે પણ ન જોયું. મારી માએ ખૂબ જ કાલાવાલા કર્યા, પણ સાંભળે એ બીજા ! તમે કહેશો : મા પ્રત્યે તમે આવા નિર્દય કેમ બન્યા ? માની તો ભક્તિ કરવી જોઇએ. તેની ઇચ્છા મુજબ ચાલવું જોઇએ. સાંભળો : મારા હૃદયમાં મા પ્રત્યે અપાર ભક્તિ હતી જ. ખરેખર તો એટલા માટે જ મેં આ નાટક કર્યું હતું. મારે મારી માનો મારા પ્રત્યેનો ખોટો મોહ તોડાવવો હતો. જો મારા પ્રત્યે મારી માને સાચો પ્રેમ હોત તો તો મને દીક્ષા માટે એ અવશ્ય રજા આપત, આવા ધમપછાડા કરત નહિ. પણ મારા આત્મકલ્યાણમાં તેને બહુ રસ ન્હોતો. જે મા આત્મકલ્યાણમાં આડે આવતી હોય તેનો પ્રેમ શુદ્ધ પ્રેમ કઇ રીતે ગણાય ? તેને તો મોહ જ કહેવો પડે. તેવા મોહને તો ગમે તે રીતે હટાવવો જ પડે ! હું જાણતો હતો કે જ્યારે મોહનો પડદો હટશે ત્યારે મારી મા મારા પગલાથી ઘણી રાજી થશે અને ખરેખર આગળ જતાં એમ જ થયું. હું જ્યારે મારી માથી કોઇ પણ ઉપાયે પીગળ્યો નહિ ત્યારે હવે નંબર મારા પિતાજીનો ! હું તેમની પાસે ગયો. તેમણે કહ્યું : ‘વત્સ ! મારી પાસે રમકડાં કે મીઠાઇ કશું નથી. આ એક રજોહરણ છે, ઓઘો છે, તને ગમતો હોય તો લઇ લે.’ હું તો ઓઘો લઇને નાચવા મંડી પડ્યો. સભામાં તાળીઓનો ગડગડાટ થયો. રાજાએ ‘આ બાળક પિતા મુનિ પાસે રહેશે.' એવો નિર્ણય આપ્યો. હવે મારી ધામધૂમથી દીક્ષા થઇ. મારી માનો પણ મોહ હવે દૂર થયો. તેણે પણ દીક્ષા લીધી. આત્મ કથાઓ • ૩૪૦ નાનપણથી જ મારી બુદ્ધિ તેજ હતી. મારા ગુરુદેવનો મારા પર અથાગ પ્રેમ હતો. એના કારણે જ હું બહુ જ ઝડપથી વિકાસની વાટે આગળ ધપવા લાગ્યો. હું બાલમુનિ તરીકે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જ્યાં જાઉં ત્યાં મને જોવા લોકોના ટોળા મળતા. સ્ત્રીઓ તો મને જોઇ પાગલ બની જતી. એક વખતે ગુરુદેવ વગેરે બધા જ મુનિઓ બહાર ગયા હતા. હું એકલો જ ઉપાશ્રયમાં હતો. ત્યારે મને કોણ જાણે શું સૂઝ્યું કે મેં રમત માંડી ! જો કે મારી રમત પણ હેરત પમાડે તેવી હતી. સાધુ મહારાજની રમત સાધુ જેવી જ હોય ને ? મારા ગુરુદેવ જે રીતે સાધુઓને વાચના આપતા હતા તે રીતે મને પણ આપવાનું મન થયું. હું પાટ પર બેઠો. પણ કોની આગળ વાચના આપું ? સામે કોઇ સાધુઓ તો જોઇએ ને ? સાધુઓની જગ્યાએ મેં દરેકના વીંટીયા (ઓસીકા જેવી સાધુઓની એક ચીજ) ગોઠવી દીધા અને હું ધડાધડ વાચના આપવા લાગ્યો. તે વખતે બહારથી ઉપાશ્રયે આવેલા મારા ગુરુદેવે મારી વાચના છુપી રીતે સાંભળી લીધી. તેઓ સ્વયં આશ્ચર્યચકિત થઇ ગયા : શું વાત છે ? બાલમુનિ વજ્રને આટલું બધું આવડે છે ? તેઓ પછી “નિસીહિ. નિસીહિ. નિસીહિ' બોલતા અંદર આવ્યા. એટલે મેં તરત જ મારું ‘નાટક’ સંકેલી લીધું ને ભણવા લાગી ગયો. પણ બીજા દિવસથી ગુરુદેવે સ્વયં બહાર જઇ મારા પર વાચનાનો બોજ નાખ્યો ત્યારે મને ખબર પડી કે ગુરુદેવે મારું નાટક જોઇ લીધું લાગે છે. આમ નાની ઉંમરમાં જ હું વાચનાકાર સાધુ તરીકે ગચ્છમાં પ્રસિદ્ધ થઇ ગયો. નાનપણમાં મારી પરીક્ષા પણ થઇ છે. પૂર્વભવના મિત્રદેવે જ ગોચરી બાબત મારી પરીક્ષા કરેલી. પણ હું એના ષડયંત્રમાં ન ફસાયો અને મેં દોષિત આહાર ન લીધો એટલે તે ખૂબ જ પ્રસન્ન થયો. તેણે મને મારી ઇચ્છા ન હોવા છતાં આકાશગામિની વિદ્યા આપી. બીજી પરકાય - પ્રવેશ - ૩૪૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ બંધુઓ ! હું પણ એક દિવસ તમારા જેવો જ નાનો હતો. કદાચ તમારાથી પણ ઘણો નાનો હતો. છતાં મેં દીક્ષાનો સંકલ્પ કર્યો તો એ સંકલ્પ અવશ્ય ફળ્યો. તમે પણ આવો કોઇ શુભ સંકલ્પ નાની ઉંમરમાં જ કરી લેજો. તમારું જીવન બીજા માટે આદર્શરૂપ બની રહેશે. અમે નાના છીએ. અમારા સંકલ્પમાં શી તાકાત હોય ? એમ માનીને બેસી રહેતા નહીં. મોટો વડલો પણ એક નાનકડા બી માંથી જ ઊગેલો હોય છે, એ ભૂલશો નહિ. વખતની પરીક્ષામાં તેણે મને વૈક્રિય લબ્ધિ આપી. મને આ લબ્ધિઓ મળેલી હોવા છતાં હું કદી મારા અંગત ઉપયોગ માટે તેનો પ્રયોગ કરતો નહીં. શાસન-પ્રભાવનાના કોઇ કામ આવી પડે ત્યારે જ પ્રયોગ કરતો. જેમ કે એકવાર ઉત્તર ભારતમાં દુકાળ પડ્યો ત્યારે હું સમસ્ત શ્રીસંઘને વિદ્યાથી પટ (કપડું) પર બેસાડી દક્ષિણ ભારતના પુરી નગરમાં લઇ ગયેલો તથા ત્યાંના રાજાએ જૈનોને ફૂલો ન મળે તેવો અન્યાયભર્યો કાયદો બનાવ્યો ત્યારે હું આકાશગામિની વિદ્યાથી ફૂલો લાવેલો. વધુ પડતી વિદ્વત્તા, વધુ પડતી લબ્ધિ કે વધુ પડતું રૂપ ક્યારેક ખતરનાક પણ બની શકે છે. મારા જીવનમાં પણ આવો અનુભવ થયો છે. મારી વિદ્વત્તા, મારું રૂ૫, મારી લબ્ધિ વગેરેની પ્રશંસા સાંભળીને રૂમિણી નામની કન્યા મારા પર મોહાઇ પડી. તેના પિતાજી મારી પાસે એક ક્રોડ સોનામહોર લઇ પોતાની કન્યા સાથે લગ્ન કરવાનું કહેવા આવ્યા. પણ હું ન ફસાયો. દેવ-ગુરુની કૃપા મારા પર વરસતી હતી. હું બચી ગયો. અરે... એટલું જ નહિ. રુકિમણીને પણ મેં બચાવી લીધી. તેને વૈરાગ્યમય ઉપદેશ આપી સાધ્વી બનાવી. એક વખતે સાંજે પ્રતિક્રમણમાં વાંદણા વખતે કાનમાં ખોસેલો સૂંઠનો ગાંઠિયો પડી જતાં હું સ્તબ્ધ બની ગયો. મને શરદી થઇ હતી એટલે મેં સુંઠ મંગાવેલી, પણ હું વાપરવાનું ભૂલી ગયો. મારા જીવનકાળમાં હું કદી પણ કોઇ ચીજ ભૂલ્યો નથી, હું કદી બેધ્યાન, અસાવધ કે મૂચ્છિત બન્યો નથી. પણ આજે આમ કેમ ? મારી જાગૃતિ ક્યાં ગઇ ? મને અચાનક જ ખ્યાલ આવ્યો કે હવે મારું આયુષ્ય અલ્પ છે. મારે અંતિમકાળની આરાધના કરી લેવી જોઇએ. મેં રથાવર્ત પર્વત પર જઇ અનશન કર્યું. મારી સાથે પણ અનેક મુનિઓએ અનશન કર્યાં. એક બાલમુનિને મેં ના પાડેલી છતાં તેણે પાછળથી આવીને કર્યું. મારી હયાતી સુધી દસ પૂર્વનું જ્ઞાન વિદ્યમાન હતું. હું છેલ્લો દસપૂર્વી થયો. મારી પાસે આવીને ભણનાર આર્યરક્ષિતજી જો કે ખૂબ જ મેધાવી હતા. છતાં ૯મી પૂર્વમાં અટકી ગયા. પૂરા દસ પૂર્વ ભણી શક્યા નહિ. આત્મ કથાઓ • ૩૪૨ પરકાય - પ્રવેશ • ૩૪૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ (૪૮) હું મનક ‘અય નબાપા ! બેસ બેસ હવે. તારા બાપનું તો કાંઇ ઠેકાણું નથી ને અમારી સામે જીભાજોડી કરે છે ? જા... તારી માને પૂછી આવ કે મારો બાપ કોણ છે ? પછી અમારી પાસે વાત કરજે.’ સાત-આઠ વર્ષની ઉંમરે હું ગલીઓમાં રમતો હતો ને કોઇ છોકરાએ મને આવી તીખા તમતમતા વેણ સંભળાવ્યા. મારા કાનમાં તો જાણે ખીલા ભોંકાયા. હું તો રમત પડતી મૂકીને સીધો પહોંચ્યો માની પાસે અને બોલી ઊઠ્યો : ‘મા...! મા...! મારા પિતાજી ક્યાં છે ? કોણ છે ?' બેટા ! તારે શું કામ છે ?' ‘નહિ... મા ! મારે કામ છે.' મારી માએ શરૂઆતમાં આનાકાની કરી, પણ પછી સાચી વાત બતાવતાં કહ્યું : બેટા ! તારા પિતાજી મહાન કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ એક વખતે એક મોટો યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે કોઇ જૈન મુનિઓ આવેલા ને તેમને ભરમાવીને યજ્ઞ છોડાવી બાવા બનાવી દીધા છે. તું પેટમાં હતો ત્યારે તેઓ ગયા છે. પછીથી, આજ સુધી મને કોઇ સમાચાર નથી.’ મારી માએ એવી રીતે વર્ણન કર્યું કે મને જૈન મુનિઓ તરફ અને પિતા મુનિ તરફ ધિક્કાર જાગી જાય. મારી માની પણ એ જ ઇચ્છા હતી કે કોઇ રીતે મારો દીકરો મુનિ ન બની જાય. પણ ભવિતવ્યતા જુદી હતી. ઊલટું પિતા મુનિને મળવાની મારી હોંશ ખૂબ જ વધી ગઇ. હું તો પિતા મુનિની શોધમાં નીકળી પડ્યો. યોગાનુયોગ એવું બન્યું કે જે ગામમાં મારા પિતા મુનિ હતા તે જ ગામમાં હું જઇ ચડ્યો. હું ગામમાં પ્રવેશ કરતો હતો ત્યારે જ મને એક મુનિ મળ્યા. જો કે તેઓ મારા પિતા જ હતા, પણ મને ત્યારે ખબર ન્હોતી. ત્યારે જ નહિ, મને જીવનભર એ ખબર ન પડી કે ખરેખર એ મારા પિતાજી છે. સામે મળેલા મુનિએ મને ભારે પ્રેમથી બોલાવ્યો. તેમને જોઇને મને પણ ભારે સ્નેહ ઊભરાયો. તેમણે મને પૂછ્યું : વત્સ ! તું કોણ છે ? કેમ આવ્યો છે ? અહીં કોનું કામ છે ? આત્મ કથાઓ • ૩૪૪ મેં કહ્યું : મારું નામ મનક છે. હું મારા પિતાની શોધમાં આવ્યો છું. મેં સાંભળ્યું છે કે મારા પિતા શ્રી શય્યભવ ભટ્ટે જબરદસ્ત ક્રિયાકાંડી બ્રાહ્મણ હતા. એક વખતે યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે બે જૈન મુનિઓએ એમને કહ્યું : “અો છું અને છું, તત્ત્વ ન સાયતે પરમ્ । ” જૈન મુનિઓ કદી ખોટું બોલે નહિ - એવી માન્યતાથી પ્રેરાઇને મારા પિતાએ યજ્ઞના પુરોહિતોને પૂછ્યું : ‘સાચું બોલો... આમાં તત્ત્વ શું છે ?’ ‘યશ એ જ તત્ત્વ છે. યજ્ઞ કરનારને સ્વર્ગ વગેરેનાં સુખો મળે છે આ જ એનું રહસ્ય છે.’ પુરોહિતોનો આવો જવાબ સાંભળીને મારા પિતાએ તલવાર ખેંચીને ગુસ્સાથી લાલચોળ બનીને કહ્યું : પંડ્યાઓ ! સાચું બતાવો... નહિતર આ તલવારથી તમારા ડોકા કપાયા સમજો. શું રહસ્ય છે અહીં ? તલવાર જોઇને ઠંડાગાર બનેલા એક પંડ્યાએ યજ્ઞના થાંભલા નીચેથી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બતાવીને કહ્યું : રહસ્ય આ છે. આના પ્રભાવથી બધું ચાલે છે. સત્ય વાત સમજાતાં તરત જ મારા પિતાએ જૂઠા યજ્ઞોનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. આઠ-આઠ વર્ષના વહાણાં એ વાતને વહી ગયા છે, પણ આજ સુધી મારા પિતાજીના કોઇ સમાચાર નથી. લોકો એવી વાતો કરે છે કે શય્યભવ મુનિ તો મહાન આચાર્ય બની ગયા છે. તો હું એમની તપાસ કરવા આવ્યો છું. મારી વાત સાંભળીને એ મુનિએ મારી પીઠ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો ને કહ્યું : ‘વત્સ ! એ શય્યભવ મને જ સમજી લેને ! ચાલ મારી સાથે ઉપાશ્રયમાં. ‘હું તેમની સાથે ઉપાશ્રયમાં ગયો. મારી ધામધૂમથી દીક્ષા થઇ. દીક્ષા પછી મારા પિતા મુનિએ જોયું કે મારું આયુષ્ય છ જ મહિનાનું છે. આટલા નાના પર્યાયમાં દરિયા જેટલું જૈન શાસનનું જ્ઞાન શી રીતે આપવું ? આથી પૂર્વોમાંથી ઉદ્ધાર કરી મુનિજીવનની આચાર સંહિતા સમી ‘દશવૈકાલિક' નામની દસ અધ્યયનની નાનકડી કૃતિ બનાવી. હું એ દશવૈકાલિકનો પ્રથમ અધ્યેતા બન્યો. છ મહિનામાં મેં મારા આત્માને જીવો પરની પરમ કરુણાના રસથી રંગી નાખ્યો. મુનિ-જીવનના આચારને રગેરગમાં વણી નાખ્યો. છ મહિના પછી જ્યારે મારું સમાધિભર્યું મૃત્યુ થયું ત્યારે મારા પિતા મુનિની આંખમાં આંસુ ઊભરાયા. બીજા મુનિઓએ પૂછ્યું : ગુરુદેવ ! આપની આંખોમાં આંસુ કેમ ? મોટા-મોટા આપના પરમ પરકાય - પ્રવેશ - ૩૪૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ (૪૯) હું અભય , ભક્ત શિષ્યો કાળધર્મ પામ્યા છતાં આપની આંખમાં આંસુ અમે નથી જોયા. જ્યારે આજે એક છ માસના પર્યાયવાળા બાળ મુનિના સ્વર્ગવાસ સમયે આંસુ કેમ ? ત્યારે મારા પિતા મુનિએ પ્રથમ વખત જણાવતાં કહ્યું : ‘મહાત્માઓ ! એ મનક મુનિ મારા સંસારીપણે પુત્ર હતા.’ અરે... ગુરુદેવ! આપે અમને આ વાત પહેલા શા માટે ન કહી ? અમને તેમની સેવાનો લાભ મળત ને ?” “એવી સેવા એ ખરેખર સેવા ન કહેવાય, પણ ખુશામત કહેવાય. તમે જ્યારે જાણી જાવ કે આ આચાર્યશ્રીનો સંસારી પુત્ર છે, એમની સેવા કરીશું તો આચાર્યશ્રી રાજી થશે, ત્યારે તમારી એ સેવા ખુશામત બની રહે છે. વળી, બીજી મહત્ત્વની એ વાત કે જો તમે તેની સેવામાં લાગી જાવ તો મનક મુનિને શું લાભ મળે ? એ તો એશ-આરામી જ બની જાય ને ? મારે એના શરીરનું નહિ, પરંતુ આત્માનું હિત કરવું હતું. માટે જ મેં આટલા દિવસ સુધી તમને આ વાત જણાવી હતી. એના માટે બનાવેલું દશવૈકાલિક સૂત્ર હવે હું સમેટી લેવા માંગું છું.' ‘ના... ના... ગુરુદેવ ! એવું ના કરશો. ભવિષ્યમાં આ તો ખૂબ જ કામ લાગશે. અમારા માટે હવે એ એમ જ રહેવા દો. શિષ્યોની વિનંતી સ્વીકારી ગુરુદેવે એ દશવૈકાલિક સૂત્ર રહેવા દીધું. પહેલાં મુનિઓ પ્રથમ આચારાંગ સૂત્રનો અભ્યાસ કરતા ત્યાર પછી વડી દીક્ષા થતી, પણ ત્યારથી દશવૈકાલિક સૂત્રનો અભ્યાસ થવા લાગ્યો. આમ, મારા નિમિત્તે બનેલું દશવૈકાલિક જૈન શાસનમાં અમર સર્જન બની ગયું, જે પાંચમા આરાના છેડા સુધી રહેવાનું ! બંધુઓ ! મારા જેવા નાની ઉંમરવાળા અલ્પપર્યાયવાળાનું જૈન શાસનમાં ક્યાંય સ્થાન હોઇ શકે ? પણ શાસનનો પ્રભાવ તો જુઓ. મહાપુરુષોએ મારા નામને ભરખેસરની સજઝાયમાં ગોઠવી દઇને મને અમર બનાવી દીધો ! “ઉદાયગો મણગો.” તમે બોલો છો ? “મણગો તે હું પોતે જ ! ખરેખર જો મને જૈન શાસન ન મળ્યું હોત તો મારું જીવન એળે જ ગયું હોત ! મને કોઇ યાદ પણ ન કરતું હોત. બાળકો ! મળેલા જૈન શાસનને અને સદ્ગુરુને બરાબર વળગી રહેજો. કામ થઇ જશે. આઠ વર્ષની ઉંમર સુધી તો મને ખબર જ હોતી કે મારા પિતા કોણ ? હું તો મારા નાનાને જ પિતા સમજતો હતો. આ તો રમતમાં મને કોઇએ “નબાપાનું મહેણું માર્યું ને મેં મારી માને પૂછયું એટલે ખ્યાલ આવ્યો કે મારા પિતાજી તો કોઈ બીજા જ છે. મારી માતાનું નામ નંદા ! તેને મેં પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું : આઠ વર્ષ પહેલાં મારા લગ્ન મારા પિતાજીએ કોઇ અજાણ્યા પરદેશી યુવક સાથે કરેલા. તેઓ અહીં થોડોક સમય રહી કોઇ ઊંટવાળા બોલાવવા આવેલા ત્યારે ચાલ્યા ગયા છે. પછી આજ સુધી કોઇ સમાચાર નથી. જ્યારે તેઓ ગયેલા ત્યારે તું પેટમાં હતો. તેથી તને એમનો ખ્યાલ ક્યાંથી હોય? હા... એક આ ચીઠી આપી ગયા છે. તું વાંચ. તેમાં કાંઇક લખ્યું છે ખરૂં. મેં ચીઠી વાંચી. તેમાં લખેલું હતું : “રા નાદે ગોપાતા વયમ્' બીજો કોઈ હોય તો એમ જ સમજે કે આ કોઇ રાજગૃહનો ગોવાળ હશે, પણ હું તો સમજી ગયો કે મારા પિતાજી ગોવાળ નહિ, પણ રાજા છે.. ‘ગોપાલ'નો અર્થ રાજા પણ થાય. ‘ગો' એટલે પૃથ્વી. ‘પાલ' એટલે પાળનાર. પૃથ્વીનો પાલક રાજા જ હોય ને ? હું તો મારી માને લઇને, નાનાના આશીર્વાદ લઇને, રાજગૃહ તરફ જવા ઉપડ્યો. બેન્નાતટથી અવિરત પ્રયાણ કરતાં કેટલાક સમય પછી હું રાજગૃહી પહોંચ્યો. મને થયું કે એમને એમ માને ત્યાં લઇ જવી સારી નહિ. પહેલાં હું નગરમાં જાઉં. જોઊં... અને પછી માતાને લઇ જાઉં. મારી માતાને હું બગીચામાં મૂકી રાજગૃહ તરફ જવા લાગ્યો ત્યાં રસ્તામાં જ મેં માણસોનું ટોળું જોયું. હું તે તરફ ગયો. કોઇ માણસને મેં પૂછ્યું : આ શું છે ? આટલો કોલાહલ શાનો છે ? ત્યારે તેણે કહ્યું : શ્રેણિક રાજાને ચારસો નવ્વાણું મંત્રીઓ છે. પણ હવે તે તે સૌનો નેતા, તીક્ષ્ણ બુદ્ધિશાળી મંત્રી શોધે છે. પાંચસોમો તેવો કોઇ બુદ્ધિશાળી મંત્રી મળી જાય માટે રાજાએ જાહેર પરીક્ષાનો ઉપક્રમ કર્યો છે. મેં પૂછ્યું : કઈ પરકાય - પ્રવેશ • ૩૪૭ આત્મ કથાઓ • ૩૪૬ Page #175 -------------------------------------------------------------------------- ________________ જાતની પરીક્ષા છે ? તેણે કહ્યું : હું એ જ જણાવું છું. એક ઊંડા ખાલી કૂવામાં વીંટી નાખીને જાહેરાત કરી છે કે જે કૂવાના કિનારે ઊભો રહી અંદર રહેલી વીંટીને બહાર કાઢશે તેને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. આથી આ લોકોનું ટોળું એકઠું થયું છે. બધા કલ્પનાના ઘોડા દોડાવે છે, બુદ્ધિ લગાવે છે, પણ કોઇના પ્રયત્નો હજુ સુધી સફળ થયા નથી. આ સાંભળીને મારા મનમાં વિચાર-વીજળી ઝબૂકી : આ તક સારી છે. મારે એ ઝડપી લેવી જોઇએ. મારી બુદ્ધિની ચમક બતાવવાની આ અભુત તકે છે. માણસ યોગ્ય તક મેળવવા માટે ઘણી મહેનત કરે છે, પણ જ્યારે તક સામેથી આવી ચડે છે ત્યારે તે હતપ્રભ બની જાય છે. પછી ફરિયાદ કરતો રહે છે : શું કરીએ ? અમારા જીવનમાં સારી તકે મળી નહિ. નહિ તો અમે પણ જીવનમાં ‘કાંઇક' કરી બતાવત. મારી દૃષ્ટિએ માણસની આ ફરિયાદ સાવ જ ખોટી છે. તમારામાં જો યોગ્યતા હોય તો અનેક તકો તમારી સામે જ પડી છે. તકો તો ક્ષણે-ક્ષણે માણસને પૂછી રહી છે : હું તો તમને મારું સર્વસ્વ આપી દેવા તૈયાર છું. બોલો, તમારી તૈયારી કેટલી છે ? પણ માણસની આ નબળાઇ છે કે એ પોતાના દોષો કે પોતાની અયોગ્યતા જોતો નથી, પણ બીજા પર દોષનો ટોપલો ઢોળી સ્વયં “નિર્દોષ' છે એમ કહેવા મથતો હોય છે. મેં આ તક ઝડપી લેવાનો નિર્ણય કર્યો. પેલા બુઝર્ગને કહ્યું : ઓહ! એમાં કઇ મોટી વાત છે ? હું હમણાં જ જાઉં અને કૂવામાંથી વીંટી બહાર કાઢી બતાવું. મારી વાત સાંભળતાં જ એ ભાઇ હસી પડ્યો. માત્ર એ માણસ જ નહિ, આજુ-બાજુનું ટોળું પણ હસી પડ્યું. બધા એકી-સાથે બોલી ઊઠ્યા : અલ્યા ટેણીયા ! મોટા મોટા ખેરખાંઓએ પણ જ્યાં હાથ ધોઇ નાખ્યા ત્યાં તું શું કરવાનો ? તારી ઊંમર કેટલી ? તારી અક્કલ કેટલી ? તારો અનુભવ શું ? તારા કરતાં દશગણી દીવાળીઓ જોનારા પણ ધૂળ ચાટતા થઇ ગયા છે. માટે શાંતિથી બધું જોયા કર. મહેરબાની કરીને ડહાપણ ડોળીને તારી અક્કલનું પ્રદર્શન કરીશ નહિ. નાહક તારી ફજેતી થશે. તારી ફજેતી થાય એવું અમે ઇચ્છતા નથી. હું તો ટોળાની વાતનો કોઇ જ જવાબ આપ્યા વિના આત્મવિશ્વાસપૂર્વક આગળ વધ્યો. આત્મ કથાઓ • ૩૪૮ રસ્તામાં બીજા પણ ઘણા-ઘણા માણસોએ લગભગ આવી જ સલાહ આપી. સાચે જ ‘ટોળું' કદી એ સ્વીકારવા તૈયાર હોતું નથી કે અમારાથી કોઇ આગળ વધી જાય. ટોળું મોટા ભાગે એક સરખી રીતે વિચારવાને ટેવાયેલું હોય છે. તે એક જ ઘરેડના વિચારોથી બંધાયેલું હોય છે. એ કદી એવી કલ્પના પણ કરી શકતું નથી કે આનાથી જુદી રીતે પણ વિચાર કરી શકાય. સમસ્યાનો ઉકેલ આપણે વિચારીએ છીએ એના કરતાં બીજી રીતે પણ થઇ શકે. આપણાથી નાની ઊંમરવાળા પણ આનો રસ્તો શોધી શકે. આવા કોઇ જ વિચારો ટોળાને આવતા નથી. આવા ટોળાને ગણકારે તે કદી પણ ઉપર ઊઠી શકતો નથી. પણ હું ટોળાની આવી ખાસિયતો જાણતો હતો. મારે ટોળાથી ઉપર ઊઠીને મારી સ્વતંત્ર પ્રતિભાનાં દર્શન કરાવવા હતા. હું તો ઠેઠ રાજાની પાસે જઇ પહોંચ્યો. મેં કૂવામાંથી વીંટી કાઢી આપવાની વાત કરી. શરૂમાં તો રાજા અને આજુબાજુના બધા જ લોકોએ મારી વાત હસી કાઢી, પણ પછી રાજાને થયું ઃ જોવા તો દો... આ છોકરો શું કરે છે? ઘણીવાર કેટલાક નાના બાળકોની તીક્ષ્ણ બુદ્ધિ મોટાઓને પણ હેરત પમાડે તેવી હોય છે. કદાચ આ છોકરો સફળ ન પણ થાય. પણ તેથી શું થયું ? ઘણા મોટાઓ પણ નિષ્ફળ ગયા છે ! રાજાની કૃપાથી મને “ચાન્સ” મળ્યો. મેં રાજાને કહ્યું : રાજનું ! મારે આના માટે જે જે ચીજો જોઇએ તે લાવવાનો પ્રબંધ આપે કરવો પડશે. છાણ, ઘાસનો પૂળો અને પાણી - આ વસ્તુઓ મારી પાસે હાજર કરો. હું થોડીવારમાં વીંટી કાઢી આપું. રાજાના હુકમથી બધી વસ્તુઓ હાજર થઇ ગઇ. બધા માણસો મને આશ્ચર્યચકિત નયને જોઇ રહ્યા હતા. મેં મારો પ્રયોગ શરૂ કર્યો. છાણનો લોદો બનાવી મેં કૂવામાં રહેલી વીંટી પર ફેંક્યો. વીંટી તેમાં ચોંટી ગઇ. પછી ઘાસનો પૂળો એક તરફ સળગાવી મેં તેના પર ફેંક્યો. તેની ગરમીથી ભીનું છાણ સૂકાઈ ગયું. પછી મેં કૂવાને પાણીથી ભરવાનું કહ્યું. રાજાના હુકમથી કૂવો તરત જ પાણીથી ભરાઇ ગયો. પેલું છાણ પાણીની સપાટી પર આવી ગયું. તેની સાથે ચોંટેલી વીંટી પણ ઉપર આવી ગઇ. પાણીમાંથી તે કાઢીને મેં રાજાને આપી. રાજા પરકાય - પ્રવેશ • ૩૪૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ હર્ષથી ગગદ બની ગયા. મારા પર તેમનો સ્નેહ વર્ષો પડ્યો. મને તેમણે વાત્સલ્યથી નવડાવી દીધો. જ્યારે તેમને ખબર પડી કે હું તેમનો પુત્ર જ છું ત્યારે તેમના આનંદનું તો પૂછવું જ શું ? મારી મા નંદાનું પૂછ્યું ત્યારે મેં જણાવ્યું કે તે નગર બહાર બગીચામાં છે. રાજા મારી બાને લેવા ગયા. હું અગાઉ મારી બા પાસે પહોંચી ગયો. બધા સમાચાર આપ્યા. મારી મા આનંદથી ઝૂમી ઊઠી. નવા કપડાં ઘરેણાં વગેરે પહેરવા તે તૈયારી કરવા લાગી. ત્યારે મેં કહ્યું : મા ! ઉતાવળ ના કર. હમણાં શણગાર સજવાનું રહેવા દે. પતિના વિરહમાં કુલીન સ્ત્રીઓ શણગાર વિનાની જ રહે છે. તો તું પહેલાં જે રીતે રહેતી હતી તે જ રીતે રહે. જેથી કોઇ શંકાનું કારણ ના રહે. માએ મારી વાત માની. મારા પિતા શ્રેણિકે હર્ષપૂર્વક અમારું સ્વાગત કર્યું અને પોતાના આવાસે લઇ ગયા. ત્યારથી હું પિતાની સેવામાં રહેવા લાગ્યો. ઊંમરમાં હું નાનો છતાં બધા મારી સલાહ લેતા. મોટા થઇને મેં બુદ્ધિના પ્રભાવથી ઘણીવાર રાજ્યરક્ષા કરી છે તથા ધર્મની પ્રભાવના પણ કરી છે. | મારી જીવનના કેટલાંક પ્રસંગો સંક્ષેપથી તમને કહું ? તમને ખૂબ જ આનંદ થશે. એકવાર કોઇ કઠિયારાએ સુધર્માસ્વામીની પાસે દીક્ષા લીધી. ત્યારે નગરના લોકો નિંદા કરવા લાગ્યા : જોયું ? ન મળી નારી ને બાવા થયા બ્રહ્મચારી ! કઠિયારા પાસે હતું જ શું ? આવા ભિખારીઓને શું દીક્ષા આપતા હશે ? જૈન ધર્મની નિંદા થતી જોઇ સુધર્માસ્વામી વિહારની તૈયારી કરવા લાગ્યા. મને ખબર પડતાં મેં અટકાવ્યા અને લોકનિંદા દૂર કરવાનું વચન આપ્યું. પછી મોતીના મોટા ત્રણ ઢગલા બજાર વચ્ચે મૂકાવી લોકોને મફતમાં લેવા કહ્યું. પણ શરત એ મૂકી કે મોતી લેનાર સ્ત્રી, અગ્નિ કે કાચા પાણીનો સ્પર્શ કરી શકશે નહિ. આથી કોઇ લેવા તૈયાર ન થયું. ત્યારે મેં કહ્યું : કઠિયારા મુનિ આ ત્રણે શરતનું પાલન કરે છે, છતાં મોતી લેવા નથી આવ્યા. બોલો, તેઓ ત્યાગી ખરા કે નહિ ? લોકો સમજી ગયા. નિંદા બંધ થઇ ગઇ. મહારાજનો વિહાર અટકી ગયો. એકવાર સભામાં માંસ સસ્તું છે એવી ચર્ચા ચાલી. ત્યારે હું સમસમી ઊઠ્યો. મેં એ બધાને સબક ભણાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે રાત્રે આવી ચર્ચા કરનારાઓના ઘેર જઇને મેં કહ્યું: ‘મહારાજા શ્રેણિક અત્યંત બિમાર છે. વૈદોએ કહ્યું છે કે માણસના કલેજાનું માંસ તાત્કાલિક આપવામાં આવે તો જ બચી શકશે. તો એ માટે તમારી પાસે આવ્યો છું. તમે મહારાજાના વફાદાર સેવક છો એટલે કાળજાનું માંસ આપવામાં જરાય અચકાશો નહિ એવો વિશ્વાસ છે. મારી આ વાત સાંભળી પેલો તો ડઘાઈ જ ગયો. ડઘાઇ જ જાય ને ? મર્યા વિના કલેજાનું માંસ શી રીતે આપી શકાય ? ન આપીએ તો રાજા તરફની વફાદારી પણ શી રીતે કહેવાય ? તેણે ધીરેકથી મારા ગજવામાં સોનામહોરો સરકાવતાં કહ્યું : મંત્રીવર ! હું લાચાર છું. આ સોનામહોરો લો અને આ કામ માટે બીજે પધારો. મારી અપેક્ષા પ્રમાણે જ બધું થયું એટલે મને કાંઇ આશ્ચર્ય ન થયું. એ રીતે હું ચર્ચા કરનારા બધા માંસલોલુપીઓના ઘરે ગયો. બધાએ મને સોનામહોરો આપી, પણ કાળજાનું માંસ આપવા કોઇ તૈયાર ના થયું. બીજા દિવસે રાજાની હાજરીમાં જ્યારે માંસની વાત મેં કાઢી ત્યારે બધા શરમીદા થઇ ગયા. મેં સૌને સમજાવ્યું કે માંસ સસ્તુ છે, પણ બીજાનું. પોતાનું માંસ તો મોંઘું છે, મોંઘું જ નહિ, પણ મહામોંઘું છે. તો બંધુઓ ! બીજા જીવોની પણ આપણા જેવી જ હાલત હોય છે. જો આપણામાં થોડી પણ સંવેદનશીલતા બચી હોય તો સત્વરે માંસ છોડી દેવું જોઇએ. મારી પ્રેરણાથી તેમણે માંસાહારનો ત્યાગ કર્યો. એવું નથી કે હું કદી ઠગાયો નથી. ઘણીવાર હું છેતરાયો પણ છું; અલબત્ત ધર્મના ઓઠા હેઠળ, એક પ્રસંગ તમને કહું. ઉર્જનનો ચંડપ્રદ્યોત રાજા એક વખતે મોટું લશ્કર લઇ અમારી નગરી પર ચડાઇ કરવા માટે આવેલો. મેં એવી યુક્તિ લગાવી કે તેને યુદ્ધ કર્યા વિના ભાગવું પડ્યું. પછીથી બનાવટની ખબર પડતાં બે વેશ્યાઓને શ્રાવિકાના સ્વાંગમાં મોકલાવી મને જીવતો પકડ્યો. પછી તો મેં પણ ચંડપ્રદ્યોતને બધાની વચ્ચે લઇ જવાની પ્રતિજ્ઞા કરી અને તે કરી પણ બતાવ્યું. મારા સંસર્ગમાં આવનાર ઘણા આત્માઓનો ઉદ્ધાર પણ થયો છે. પરકાય - પ્રવેશ • ૩૫૧ આત્મ કથાઓ • ૩૫૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ અનાર્યદેશમાં રહેલા એક આદ્રક નામના રાજકુમારે મારી સાથે દોસ્તી બાંધવા મારા પર સારું ભેટછું મોકલ્યું. મેં તેને ધર્મ માર્ગે વાળવા પ્રભુની મૂર્તિ મોકલી. તેને જોઇ જાતિસ્મરણ જ્ઞાન પામી, આર્યદેશમાં આવી તે જૈન મુનિ બન્યો અને આત્મકલ્યાણ સાધ્યું. કસાઇ અને ખૂંખાર ચોરના પુત્રો પણ મારા સંસર્ગથી ધર્મમાર્ગે વળ્યા છે. કાળિયા કસાઇનો પુત્ર સુલસ, મારી જ પ્રેરણાથી સન્માર્ગે વળ્યો હતો અને પિતાનો ખાટકીનો ધંધો તેણે સ્વીકાર્યો ન્હોતો. પેલા રોહિણિયા ચોરની વાત તો તમે સાંભળી જ હશે ? એના પિતા લોહખુરે શ્રી મહાવીરદેવની દેશના નહિ સાંભળવાની તેને પ્રતિજ્ઞા કરાવી હતી. એક વખતે તે પકડાયો. મેં તેની પાસેથી ગુનો કબૂલાવવા દેવલોકની માયા ઊભી કરી, પણ તે ફસાયો નહિ. ક્યાંથી ફસાય ? તેણે મહાવીરદેવની દેશનાના કેટલાક વાક્યો સાંભળ્યા હતા. સાંભળ્યા ન્હોતા, પણ સંભળાઇ ગયા હતા. અનિચ્છાએ પણ દેશના સાંભળવાથી પ્રાણ બચતા હોય તો એમનું શરણું સ્વીકારવાથી શું ન મળે ? આ વિચારે તેણે દીક્ષા લીધી. હું તેના ચરણે ઢળી પડ્યો. મેં જ્યારથી પ્રભુના મુખે સાંભળેલું કે અંતિમ રાજર્ષિ ઉદયન બનવાના છે, ત્યારથી મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે હું જાણતો હતો કે રાજા જો રાજગાદીનો ત્યાગ ન કરે તો પ્રાયઃ નરકે જાય. રાજેસરી નરકેસરી ! પણ મારા પિતા કોઇ હિસાબે રજા આપતા હોતા. તેઓ મગધની ગાદી મને સોંપવા માંગતા હતા. એક વખતે મેં એવું કામ કર્યું કે તેનાથી ગુસ્સે થઇ બરાડી ઊઠ્યા : જા... તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારે તો આટલું જ જોઇતું હતું. હું ભગવાન પાસે પહોંચી મુનિ બની ગયો. જો કે, પછીથી મારા પિતાને ખબર પડી અને મને બોલાવવા આવ્યા, પણ હવે હું ઘરે જાઉં ? જગતનું સર્વોત્કૃષ્ટ સામ્રાજ્ય શ્રમણપણું પ્રાપ્ત કરી હું ધન્ય બની ગયો હતો. બંધુઓ ! મારી બુદ્ધિ, મારી પ્રગતિ વગેરે જોઇને તમને થયું હશે ? આત્મ કથાઓ • ૩૫૨ આવી બુદ્ધિ શી રીતે મળી ? આવી પ્રગતિ શી રીતે થાય ? મારી બુદ્ધિ અને મારા આત્મ-વિકાસનું મૂળ બતાવું ? એના માટે મારે પૂર્વભવ બતાવવો પડશે. કારણ કે આ ભવનું સારું કે માઠું પૂર્વભવની આપણી જ કરણીનું ફળ છે. મારી પૂર્વભવની વાત સાંભળી તમે ચોંકી ઊઠશો. હેં.. ? આવો ગમાર માણસ પણ પ્રગતિ સાધી શકે ? પૂર્વભવમાં હું એક ગરીબ... ના... ગરીબ જ નહિ, હું ભિખારી છોકરો હતો. મને ભીખ માંગતો જોઇ એક શેઠને દયા આવી. મને કહ્યું : હું દરરોજ ભગવાનના મંદિરમાં પૂજા કરવા જાઉં છું. તું મારા ફૂલો લઇ આવજે. આ કામ બદલ હું તને એક માણો અનાજ આપીશ. મેં આ કામ કરવા માંડ્યું. એક દિવસ મને પણ પૂજા કરવાના ભાવ જાગ્યા. મેં મારા પૈસાથી ખરીદેલા ફૂલોથી ભગવાનની પૂજા કરી. મને અપાર આનંદ આવ્યો. ત્યાંથી મૃત્યુ પામીને હું મહારાજા શ્રેણિકનો પુત્ર અભય બન્યો. મારી બુદ્ધિનાં મૂળ પ્રભુ-પૂજામાં પડેલા છે, એ ભૂલશો નહિ. પ્રભુભક્તિથી મળનારી બુદ્ધિ નિર્મળ હોય છે. નિર્મળ બુદ્ધિ કદી પણ અકાર્યના માર્ગે દોરતી નથી. આજે પણ તમે લોકો “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો' એમ લખો છો તે શા માટે ? બુદ્ધિ તો ઘણાયમાં હોય છે, પણ બુદ્ધિ સાથે શુદ્ધિ હોય તો જ તારક બને, અન્યથા મારક બને. પરકાય - પ્રવેશ • ૩૫૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ (પ) હું સંગમ લિ મને કકડીને ભૂખ લાગી હતી. મારી માએ મારા માટે સુંદર સ્વાદિષ્ટ ખીર બનાવી હતી. હા... એ ખીર માટે મેં મા પાસે માંગણી કરેલી. તહેવારના દિવસે બધા લોકો ખીર ખાય અને હું રહી જાઉં... એ શું ચાલે? મેં તો મા પાસે હઠ જ પકડી : મારે ખીર જોઇએ ને જોઇએ જ ! મારી આગ્રહપૂર્વકની માંગણી જોઇ માની આંખમાં ઝળહળિયાં આવી ગયા. એ રડી ઊઠી. પણ મારા હૃદયની વાત સમજી શકું એવી મારામાં ક્યાં સમજ હતી ? હું તો નાદાન હતો. મારી મા પોતાની કઢંગી સ્થિતિ પર રડી પડી : અરેરે ! આ બિચારો મારો નાનકડો લાલ ! મારી કાળજાની કોર ! મારી પાસે ખીર માંગે છે. એને ક્યાં ખબર છે કે આ તારી મા તને રોટલા પણ માંડ ખવડાવી શકે છે ત્યાં ખીર ક્યાંથી લાવે ? આમ વિચારતી મારી મા રડી રહી હતી. તેના રુદનથી પીગળેલી પાડોશણોએ ખીર બનાવવાની દૂધ, ઘી, સાકર વગેરે વસ્તુઓ આપી. આથી મારી મા ખીર બનાવી શકી. ખીર બનાવી મને થાળીમાં પીરસી તે બહાર ગઇ. ખીર ખૂબ જ ગરમ હતી. ઠંડી થાય તેની હું વાટ જોઇ રહ્યો હતો. અચાનક જ મને વિચાર આવ્યો : શું હું આ ખીર કોઇને ખવડાવ્યા વિના ખાઇશ ? શું હું એકલપટો બનીશ ? રે, કાગડા પણ પોતાના જાત ભાઇઓને બોલાવીને ખાય છે ? હું કાગડાથી પણ હીન ? હું આવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ “ધર્મલાભ” શબ્દ સંભળાયો. હું આનંદથી નાચી ઊઠ્યો. મારે જે જોઈતું હતું તે સામેથી મળ્યું હતું. એક મહિનાના ઉપવાસી કોઇ જૈન મુનિ મારે ત્યાં વહોરવા માટે આવ્યા હતા. મારું રોમ-રોમ નાચી ઊઠ્ય : ઓહ ! આજે મારા આંગણે કલ્પતરુ ઊગ્યો. મારે ઘેર કામધેનુ આવી. મારા હાથમાં ચિંતામણી રત્ન આવ્યું. હું આનંદના નિરવધિ સાગરમાં સ્નાન કરી રહ્યો હતો. તપસ્વી મુનિને ઊછળતા હૈયે ખીર વહોરાવી. મુનિશ્રી ના પાડતા રહ્યા, પણ મેં તો આખી આત્મ કથાઓ • ૩૫૪ થાળી ઠાલવી દીધી. | મુનિ જતા રહ્યા. ખાલી થાળી હું ચાટતો હતો. મારી માએ આ જોયું : બિચારો ! કેટલો ભૂખ્યો છે ! હજુ ધરાયો નથી. ખાલી થાળી પણ ચાટે છે. મને કહ્યું : દીકરા ! બીજી ખીર આપું ? મેં કહ્યું : ના... હવે જરૂર નથી. મેં ધરાઇ જવાનો ડોળ કર્યો. પણ મા કોને કહેવાય? તેણે મને બીજી ખીર પીરસી. મેં ખાધી. જિંદગીમાં ખીર પહેલી જ વાર ખાધી હોવાથી મારું પેટ ટેવાયેલું નહોતું. થોડીવારમાં મને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો. વૈદો જેને વિશુચિકા કહે છે એ રોગથી હું ઘેરાયો. મને અત્યંત પીડા થવા લાગી. મારી આયુષ્યની દોરી તૂટતી જણાઈ. મેં પેલા મુનિવરને મનોમન યાદ કરવા માંડ્યા. દાનધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી. પેટમાં વેદના અને મનમાં વંદના ચાલુ રહી. વેદના અને વંદના વચ્ચે મારા પ્રાણ ચાલ્યા ગયા. હું મૃત્યુ પામીને ગોભદ્ર શેઠના પુત્ર તરીકે જન્મ્યો. દાન ધર્મના પ્રભાવથી મને વિપુલ સમૃદ્ધિ મળી. મારે ત્યાં દરરોજ ૯૯ પેટી દેવલોકથી આવતી હતી. હવે તો તમે મને ઓળખી જ ગયા હશો ? કહી બતાવશો : હું કોણ ? હું શાલિભદ્ર ! પરકાય - પ્રવેશ • ૩૫૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૫૧) હું સુભગ હું ઘેટાં-બકરાં ચરાવનાર ભરવાડનો દીકરો સુભગ ! જો કે - સુભગ કહો તો મને કોઇ ન ઓળખે, પણ ‘સોભો’ કહો તો બધા ઓળખે. પૈસા વગરના અમ ભરવાડોને ‘સુભગ' કોણ કહે ? ભલે... કોઇ ન કહે, છતાં હું એક વખતે સાચા અર્થમાં ‘સુભગ’ (ભાગ્યશાળી) બની ગયો હતો. વાત એમ બનેલી કે જંગલમાં હું ઘેટાં-બકરાં ચરાવતો હતો ત્યાં મારી નજર એક જૈન મુનિ પર પડી. ઘેઘૂર વૃક્ષ નીચે એ મુનિ શાંતપ્રશાંત મુદ્રામાં ઊભા હતા. તેમના તરફ સ્વાભાવિક રીતે જ હું ખેંચાયો. હું તેમની પાસે ગયો. હાથ જોડીને પ્રણામ કર્યા, પણ આ શું? મુનિવર તો “નમો અરિહંતાણં' બોલીને આકાશમાં ઊડી ગયા. કાયોત્સર્ગ પારતી વખતે ‘નમો અરિહંતાણં' બોલવાની વિધિ હોય છે. પણ હું સમજ્યો કે “નમો અરિહંતાણં' કોઇ આકાશમાં ઊડવાનો મંત્ર છે. મને મંત્રમાં ત્યારે બહુ શ્રદ્ધા. આકાશમાં ઊડવાનાં સ્વપ્ન હું બહુ સેવતો. પંખીની જેમ મને પણ પાંખ મળી જાય તો હું ય નીલ ગગનમાં ઊડું રે ! માનવ કરતાં તો પંખીડા સારા, કેવા મુક્તપણે આકાશમાં ઊડે છે ! કાશ ! મને જો કોઇ પાંખ મળી જાય, કોઇ મંત્ર મળી જાય ! કોઇ વિમાન મળી જાય ! આજે હવે મને મારો મનોરથ સિદ્ધ થતો લાગ્યો. આકાશમાં ઊડવાનો મંત્ર મળી ગયો. હું રાત-દિવસ એને જપવા લાગ્યો. એક દિવસ મારા શેઠે આ સાંભળ્યું. તેમણે પૂછ્યું: ‘અલ્યા ! સોભા ! તું આ શું ગામ ભણી પાછો વળ્યો ત્યારે નદી પાસે હું અટકી ગયો. કારણ કે નદીમાં ભયંકર પૂર આવ્યું હતું. ક્ષણવાર હું ઊભો રહી ગયો. મેં વિચાર્યું : અરે... હવે મારે નદીના પૂરથી શા માટે ગભરાવું જોઇએ ? મારી પાસે તો આકાશમાં ઊડવાનો મંત્ર છે. આકાશમાં ઊડી શકાય તો નદીથી શું ડરવું? હું ઊંચી ભેખડ પર ચડ્યો અને ત્યાંથી જોરથી ‘નમો અરિહંતાણં બોલીને નદીમાં ઝંપલાવ્યું. આકાશમાં ઊડવાને બદલે હું તો નદીમાં જ પડ્યો. ઊંડા કળણમાં ખૂંપી ગયો. એક તીક્ષ્ણ ધારવાળું લાકડું મારા પેટમાં ખુંપી ગયું... મારા પ્રાણ તીવ્ર વેદના સાથે તરફડવા લાગ્યા. પણ તોય ‘નમો અરિહંતાણં'નો જાપ મેં છોડ્યો નહિ. અરેરે ! ક્યાં મારા ભોગ લાગ્યા કે આ જાપની બલામાં હું ફસાઇ ગયો ? ઊડવા ગયો આકાશમાં પણ પડ્યો પાણીમાં. અધૂરામાં પૂરું લાકડાથી વીંધાઇ ગયો. આ મંત્રે તો મને ઠગ્યો. મને માર્યો. આવા કોઇ જ વિચાર મને ન આવ્યા. હું તો પરમ શ્રદ્ધાથી એ જાપ એવી વેદનામાં પણ જપતો જ રહ્યો. નવકાર મંત્રના પ્રભાવથી હું મરીને સુદર્શન શેઠ બન્યો. નિષ્કલંક શીલના સ્વામી સુદર્શન શેઠને કોણ નથી ઓળખતું? બંધુઓ ! અર્થ ન જાણવા છતાં નવકારના જાપની કેટલી તાકાત છે તે જોયું ને ? તમે પણ દરરોજ નવકારની એક માળા ગણજો હોં ! મારી જેમ તમારું પણ કામ થઇ જશે. ‘આકાશમાં ઊડવાનો મંત્ર જપું છું. મેં સહજભાવે જવાબ આપ્યો. ‘અલ્યા ! આનાથી માત્ર આકાશમાં જ નહિ, પણ ચૌદ રાજલોકની ટોચે સિદ્ધશિલામાં પણ જઇ શકાય. મારી પાસે આવ. હું તને આખો મંત્ર આપું... ને હું શેઠજી પાસેથી આખો મંત્ર શીખ્યો અને રાત-દિવસ ગણવા લાગ્યો. એક દિવસ હું જંગલમાં ગયેલો ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. આત્મ કથાઓ • ૩૫૬ પરકાય - પ્રવેશ • ૩૫૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ - (પ) હું દેવપાલ તિ નામ તો હતું મારું દેવપાલ, પણ મને દેવપાલ કોણ કહે ? મને તો બધા ‘દેવલો' કહેતા. હું ભરવાડનો દીકરો ખરોને ? શેઠની ગાયોભેંસો ચરાવવાનું મારું કામ ! તમે મારું જીવન જાણશો તો નવાઈ પામશો કે ભરવાડનો દીકરો પણ કેટલી પ્રગતિ કરી શકે છે ! જંગલમાં હું ઢોર ચરાવવા ગયેલો ત્યારે એક વખતે મેં નદીની એક ભેખડ, જેનો કેટલોક ભાગ તાજેતરમાં પાણીના પ્રવાહથી તણાઇ ગયો હતો, ત્યાં મેં એક પ્રતિમા જોઇ. મને યાદ આવ્યું : અરે, આ તો એ જ પ્રતિમા જેને મારા શેઠ દરરોજ પૂજે છે. મને એ પ્રતિમા જોઇ અપાર આનંદ થયો. મેં નક્કી કર્યું : આ જ મારા ભગવાન ! આ ભગવાનના દર્શન કર્યા પહેલાં હું કદી મોંમાં અન્ન-પાણી નહિ નાખું. હું અનન્ય આસ્થાથી આ પ્રતિજ્ઞાનું પાલન કરવા લાગ્યો. એક વખતે ધોધમાર વરસાદ પડ્યો. હું બહાર જઇ શક્યો નહિ. તે દિવસે કાંઇ જ ખાંધુ-પીધું નહિ. નદીની તે પ્રતિમાના દર્શન કર્યા વિના શી રીતે ખવાય ? બાધા એટલે બાધા ! બીજા દિવસે વરસાદ અટકે તેની રાહ જોઇ. પણ મુશળધાર વરસાદ તો જાણે આકાશ ફાડીને વરસતો હતો. બંધ થાય તેવા કોઇ એંધાણ દેખાતા હોતા. સતત સાત દિવસ સુધી વરસાદ ચાલુ રહ્યો. પણ મેં ન ખાધું તે ન જ ખાધું. સાત દિવસ ચોવિહાર ઉપવાસ કર્યા. આઠમાં દિવસે જ્યારે આકાશ નિરભ્ર બન્યું, વરસાદ શાંત થયો ત્યારે હું પ્રભુ-દર્શનાર્થે નીકળ્યો. મારા રોમ-રોમમાં આદિનાથ... આદિનાથ... નું ગુંજન હતું. પ્રભુના દર્શન થતાં જ મારી આંખોમાંથી અશ્રુધારા ચાલી. મેં ભાવપૂર્વક ભક્તિ કરી. અચાનક જ મારી આંખો તેજથી અંજાઇ ગઇ. તેજના પંજમાં મેં એક દેવીને જોઇ. હું કાંઇ બોલું તે પહેલાં જ તે બોલી : ઓ દેવપાલ ! તારી પરીક્ષા માટે જ મેં સાત દિવસ વરસાદ વરસાવ્યો હતો. હું આત્મ કથાઓ • ૩૫૮ આદિનાથ ભગવાનની સેવિકા ચક્રેશ્વરી દેવી છું. તારી પ્રભુ-ભક્તિની નિષ્ઠાથી હું ખુશ થઇ છું. દેવપાલ ! મારી પાસેથી તારે જે માંગવું હોય તે માંગી લે. પણ મારે ક્યાં કાંઇ માંગવું હતું ? પ્રભુ-દર્શનમાં જ મને એટલો આનંદ આવ્યો હતો કે આખું જગત મને તુચ્છ લાગતું હતું. આ આનંદથી બીજું વધુ જોઇએ શું ? મેં તો નિઃસ્પૃહ ભાવે કહી દીધું : મારે કશું જ જોઇતું નથી. હું ભગવાનની ભક્તિને વેંચવા નથી માંગતો. બસ... ભક્તિમાં જ મારું ચિત્ત રહે - એ જ ઇચ્છું છું. મારી આવી નિસ્પૃહતાથી દેવી વધુ ખુશ થઇ. તે બોલી : “દેવપાલ ! અમોઘ દેવદર્શનમ્” દેવના દર્શન કદી નિષ્ફળ જતા નથી. તું ભલે કાંઇ ન માંગે, પણ હું તને આપ્યા વિના કેમ રહી શકું ? હું તને વરદાન આપું છું કે તું સાત દિવસમાં રાજા બનીશ. રાજા બન્યા પછી પણ હું તને જરૂર પડશે ત્યારે સહાય કરીશ.’ હું કાંઇ જવાબ આપું ત્યાં જ આટલું કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ. પ્રભુ-ભક્તિનો પ્રત્યક્ષ પ્રભાવ હું સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. પછી તો હું સાત દિવસમાં રાજા બન્યો. મારી આજ્ઞા જ્યારે કોઇ સ્વીકારવા તૈયાર હોતું ત્યારે દેવીએ મને મદદ કરી અને મારો પ્રભાવ જોઇ બધા મારી આજ્ઞા મસ્તકે ચડાવવા લાગ્યા. મારું રાજ્ય વ્યવસ્થિત ચાલવા લાગ્યું. પણ રાજ્યમાં હું કદી આસક્ત ન બન્યો. હું તો વધુ ને વધુ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. કારણ કે મને સમજાઈ ગયું હતું કે બધી સમૃદ્ધિ (બાહ્ય કે આત્યંતર)નું મૂળ પ્રભુની ભક્તિ જ છે. રાજય સત્તા મારી પાસે હોવાથી મેં સર્વત્ર ભગવાનના મંદિરો બનાવ્યા. ખૂબ જ શાસનની પ્રભાવના કરી. અરિહંતની ભક્તિના પ્રભાવથી મેં તીર્થકર નામકર્મ બાંધ્યું. બંધુઓ ! તીર્થંકર નામકર્મ એટલે શું તે તમે જાણો છો ? તીર્થંકર નામકર્મ એટલે એવું કર્મ, જેના ઉદયથી અરિહંત બનાય. હા... હું પણ એક દિવસે અરિહંત બનીશ, ભગવાન બનીશ. ભક્તિની એવી શક્તિ છે કે એ તમને ભગવાન બનાવી દે. બંધુઓ ! મારા જેવા ભરવાડને પણ ભગવાનમાં રૂપાંતરિત કરતી પ્રભુ-ભક્તિને કદી છોડશો નહિ. પરકાય - પ્રવેશ૩૫૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ (પ8) હું હેમચન્દ્ર મારી મા સાથે હું ઉપાશ્રયમાં ગુરુદેવના દર્શનાર્થે ગયો. મારી ઉંમર તો પાંચ જ વર્ષની હતી. મને તો એ પણ ખબર નહિ કે ગુરુવંદન એટલે શું ? મારી મા ગુરુદેવને વંદન કરતી રહી ને હું તો બાજુની પાટ પર સિંહની અદાથી ચડી બેઠો. મારી માએ બૂમ પાડી : અલ્યા ! ચાંગા ! તું ક્યાં ગયો ? ક્યાં છૂપાઇ ગયો ? પણ હું તો ચૂપ જ રહ્યો. માએ આમ-તેમ નજર ઘુમાવી ને મને શોધી કાઢ્યો ને કહેવા લાગી : બેટા ! આ ગુરુદેવનું આ આસન કહેવાય. અહીં આપણાથી બેસાય નહિ. પાપ લાગે હો ! આ ધીંગામસ્તી કરવાનું સ્થાન નથી, આ તો ઉપાશ્રય છે. સમજ્યો ? માના કહેવાથી હું પાટ પરથી તરત જ ઊતરી ગયો. ત્યારે ગુરુદેવ મારી માને કહી રહ્યા હતા : જોયું ? ‘પુત્રના લક્ષણ પારણેથી’ તે આનું નામ ! તમે થોડા વર્ષો પહેલા સ્વપ્નમાં ચિંતામણી રત્ન જોયાની વાત કરી હતી ને ? એ સ્વપ્નનું ફળ આ પુત્રરત્ન છે. આ બાળકના કપાળ પર મને ભવિષ્યમાં થનારી શાસનની પરમ ઉન્નતિ દેખાઇ રહી છે. આ બાળકને જો નાનપણમાં સાધુ બનાવવામાં આવે તો તે મહાન પ્રભાવક બનશે. એ બાળકને અત્યારથી જ અમને સોંપી દો. મારી માએ કહ્યું : આપની વાત હું સ્વીકારું છું. મારો બાળક શાસનપ્રભાવક બને, એમાં મને પણ રસ છે. હું એ જ ઇચ્છું છું. પણ અત્યારે આપું શી રીતે ? એના પિતા બહારગામ ગયા છે. એમને આના પર બહુ જ પ્રેમ છે. તેઓ રજા આપે એમ મને લાગતું નથી. મારી તો આપના ચરણે બાળકને સોપવાની પ્રબળ ઝંખના છે. આપ જો રાખતા હો તો હું આ બાળકને હમણાં જ સોંપી દઉં ! એના પિતાનો વિરોધ થશે ત્યારે જોયું જશે. આપ એનો ઉકેલ બરાબર લાવશો, એવી મને શ્રદ્ધા છે. આમ મારી બાએ મને ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કર્યો. હું ગુરુદેવની સાથે ધંધુકાથી ખંભાત ગયો. મારી જન્મભૂમિ ધંધુકા, એ તો તમને ખ્યાલ જ હશે ? ધારણા પ્રમાણે થોડા જ દિવસોમાં ખંભાતમાં મારા પિતાજી આવી પહોંચ્યા. તેમના ચહેરા પર લાગતું હતું કે તેઓ બહુ ગુસ્સામાં હતા. મને તો ગુરુદેવે મંત્રીશ્રી ઉદયનના ઘેર મોકલી દીધો. ગુરુદેવે મારા પિતાશ્રીને પણ ત્યાં મોકલ્યા. મને જોઇને જ તેઓ ભેટી પડ્યા. ઉદયન મંત્રીશ્વરને કહ્યું : મારા પુત્ર પર તમારો શો અધિકાર છે ? હું મારો પુત્ર લઇ જાઉં . મંત્રીએ કહ્યું : મહાનુભાવ ! આપના પુત્ર પર આપનો જ અધિકાર છે. આપ ઇચ્છો ત્યારે લઇ જઇ શકો છો, પણ પહેલાં ભોજન તો કરી લો. પછી આપણે નિરાંતે વાતો કરીશું. મંત્રીની વાત માન્ય કરી મારા પિતાજી મારી સાથે ભોજન કરવા બેઠા. ખૂબ જ પ્રેમથી અદ્ભુત વાનગીઓ દ્વારા મંત્રીએ અમારી ભક્તિ કરી. ભોજન પછી મંત્રીશ્વરે એક લાખ સોનામહોર સાથે કપડાંની જોડ ધરતા કહ્યું : ચાચિગભાઇ ! (મારા પિતાજીનું નામ ચાચિગ હતું) પહેરામણી તરીકે હું તમને કપડાંની જોડ સાથે સવા લાખ સોનામહોર આપું છું. તમે પ્રેમથી સ્વીકારો પણ પુત્ર આપો. મારા પિતાજીએ કહ્યું : એટલે શું તમે મારા પુત્રને પૈસાથી ખરીદવા માંગો છો ? ના... હું મારા પુત્રને વેંચવા નથી માંગતો. મંત્રી બોલ્યા : ભાગ્યશાળી ! જરા વિચારો. તમારા પુત્રની મારે નહિ, પણ શાસનને જરૂર છે. તમારા પુત્ર દ્વારા શાસનનો મહાન ઉદ્યોત થવાનો છે. જુઓ, મારા આ ત્રણેય પુત્રો હાજર છે. એમાંથી જે જોઇએ તે એક લઇ લો, પણ તમારો પુત્ર શાસનને આપો. તમે તમારા પુત્રને ઘેર રાખશો તો એ બહુ બહુ તો વેપારી થશે, ઓહ ! જે જૈનશાસનનો શિરતાજ થઇ દસે દિશામાં ફેલાઇ જવાનો છે તેને તમે ચાર દિવાલોમાં કેદ કરશો ? જે સૂર્ય બનવાનો છે, તેને તમે દીવો જ બનાવીને સંતોષ રાખશો ? જે બી ઘેઘૂર વૃક્ષ બનવાનું છે તેને તમે પગતળે ચગદી નાખશો ? ઘંટીમાં દળી નાખશો ? ચાચિગ ! સાચું કહું છું. મારું માનો અને પુત્રને આપી દો. તમારા કુળને એ અજવાળશે. ઇતિહાસમાં તમારું નામ પણ સુવર્ણાક્ષરે લખાશે. પરકાય - પ્રવેશ • ૩૬૧ આત્મ કથાઓ • ૩૬૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉદયન મંત્રીના વક્તવ્યન મારા પિતાજી પર ધારી અસર થઇ. તેઓ ગદ્ગદ્ બની બોલી ઊઠ્યા : જો એવું જ હોય તો મારું સંતાન હું ગુરુ-ચરણે ધરું છું. મંત્રીશ્વર ! પણ એના બદલામાં મારે સોનામહોરો કે પુત્રો - કશું જ જોઇતું નથી. હું મારા બાળકને વેંચવા નથી માંગતો... આપના સાધર્મિક પ્રેમની સ્મૃતિમાં હું કેવળ કપડાંની જોડ સ્વીકારું છું. મારો બાળક જૈનશાસનનો પ્રભાવક બનશે. એ જાણી મારી છાતી ગજગજ ફુલાય છે. હું એને મારા જીવનનું પરમ ભાગ્ય માનું છું. આમ મને વિધિપૂર્વક ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો. ખંભાતમાં મહા સુદ ૧૪, શનિવારના શુભ દિવસે મને દીક્ષા આપવામાં આવી. ત્યારે મારી ઉંમર માત્ર સાત વર્ષની હતો ત્યારે મેં ‘ભૂમિ કામગવી'. એ શ્લોકથી તેનું અભિવાદન કર્યું. આથી રાજા મારા પર એકદમ ખુશ થયો. પછી તો તેણે મારી પાસેથી સાંગોપાંગ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરાવી. ફક્ત ત્રણ વર્ષમાં મેં તે તૈયાર કરી આપ્યું. સિદ્ધરાજ ખુશ થઇ ગયો. અનેક નકલો લખાવી તે વ્યાકરણનો ભારતમાં પ્રચાર કરાવ્યો. કાકલ કાયસ્થને પાટણમાં તે વ્યાકરણના અધ્યાપક તરીકે નીમ્યો. આમ સિદ્ધરાજ સાથે મારો સારો સંબંધ હતો, પણ છતાંય હું તેને જૈન તો ન જ બનાવી શક્યો. હા... સિદ્ધરાજ પછી પાટણની ગાદીએ આવેલા કુમારપાળને હું ચુસ્ત જૈન બનાવી શક્યો. એટલે હદ સુધી તેને મેં અહિંસાનો પ્રવર્તક બનાવ્યો કે તેના અઢારેય દેશમાં કોઇ હિંસા કરી શકતું નહિ. કોઇ દારૂ પી શકતું નહિ. કોઇ અનાચાર સેવી શકતું નહિ. તેના સૈન્યના ૧૧ લાખ ઘોડાઓને પણ ગાળેલું પાણી આપવામાં આવતું. ૫૦ વર્ષની ઉંમરે કુમારપાળ ગાદીએ આવેલો, છતાં હું તેને આવો ચુસ્ત જૈન બનાવી શક્યો. જ્યારે સિદ્ધરાજને જૈન ન બનાવી શક્યો. જીવદળની યોગ્યતા પ્રમાણે જ ઉપદેશની અસર થતી હોય છે. મેં મારા જીવનમાં સાહિત્ય-સર્જન પણ ઘણું કરેલું છે. ત્રિષષ્ટિ, કચાશ્રય, પરિશિષ્ટ પર્વ વગેરે અનેક ગ્રંથોનું મેં સર્જન કર્યું છે. બંધુઓ ! તમે આ બધું ક્યારેક વાંચજો ! તમને એમાંથી ખૂબખૂબ જાણવા મળશે, તમે જૈનશાસનના પરમ અનુરાગી બનશો. તમારું જીવન કૃતાર્થ બનશે. હતી. દીક્ષા પછી ગુરુદેવે મને અપાર વાત્સલ્યપૂર્વક ભણાવવા માંડ્યું. એક વખતે હું ગુરુદેવની પ્રેરણાથી સરસ્વતીને પ્રસન્ન કરવા કામીરતરફ ચાલ્યો, પણ પહેલા જ મુકામે રાત્રે સરસ્વતી મારી પાસે આવી અને કહ્યું : “મુનિવર ! હું તમારા પર પ્રસન્ન છું. તમારે કાશ્મીર આવવાની કોઇ જરૂર નથી.' વિના પ્રયત્ન મારા પર સરસ્વતીની કૃપા વરસી પડી. તમને નવાઈ લાગશે પણ ૨૧ વર્ષની ઉંમરે તો ગુરુદેવે મને આચાર્યપદથી વિભૂષિત કર્યો. ત્યારે મારી માતા પાહિનીએ પણ દીક્ષા લીધી. ત્યારથી હું હેમચન્દ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયો, દીક્ષા વખતે ગુરુદેવે મારું નામ “સોમચન્દ્ર' પાડ્યું હતું. એક વખતે અમે ત્રણ જણાએ (હું, મલયગિરિ, દેવસૂરિ) નગ્ન પદ્મિની સ્ત્રીને તેના પતિ સમક્ષ હાજર રાખી વિદ્યાની સાધના કરી. પ્રત્યક્ષ થયેલી દેવી પાસેથી અમે ત્રણેયે જુદા જુદા વરદાન માંગ્યા. મલયગિરિએ ટીકાની શક્તિ, દેવસૂરિએ વાદની શક્તિ અને મેં રાજાઓને પ્રતિબોધવાની શક્તિ માંગી. આથી હું સિદ્ધરાજ, કુમારપાળ રાજાઓને પ્રતિબોધી શક્યો. સિદ્ધરાજ જ્યારે માળવા જીતીને પાટણમાં સસ્વાગત પ્રવેશી રહ્યો આત્મ કથાઓ • ૩૬૨ પરકાય - પ્રવેશ • ૩૬૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૫૪) હું યશોવિજય મારી મા કેમેય ખાતી ન્હોતી. મેં આગ્રહ કરીને પૂછ્યું : “મા તું કેમ ખાતી નથી ? તું નહિ ખાય તો હું પણ નહિ ખાઉં.' “પણ બેટા ! ભક્તામર સાંભળ્યા વિના હું શી રીતે ખાઇ શકું ? મારે પ્રતિદિન ભક્તામર સાંભળવાનો નિયમ છે. હમણાં ત્રણ દિવસથી વરસાદ પડે છે એટલે ઉપાશ્રયે જઇને ભક્તામર સાંભળી શકાતું નથી.' મેં કહ્યું : “પણ મા ! તને એ ભક્તામર હું સંભળાવું તો ?' બેટા તને ક્યાંથી આવડે ?’ ‘હા... મા ! મને આવડે છે. તારી સાથે ભક્તામર સાંભળવા હું પણ આવતો હતો ને ? મને સાંભળતાં-સાંભળતાં જ યાદ રહી ગયું છે. વિશ્વાસ ન આવતો હોય તો લે... સાંભળ. ને હું બોલવા માંડ્યો : ‘ભક્તામર...’ થોડીવારમાં કડાકડ આખું ભક્તામર બોલી ગયો. મારી મા સ્તબ્ધ થઇ ગઇ. એને મારી બુદ્ધિ શક્તિનો પહેલી જ વાર ખ્યાલ આવ્યો. એણે મને ચૂમીઓ દ્વારા અપાર સ્નેહથી નવડાવી દીધો. એક વખતે મારા ગામમાં મુનિશ્રી નયવિજયજી આવ્યા. એમના પ્રવચનોથી આખું ગામ ગાંડું બન્યું. હું એમની નજરમાં વસી ગયો. મારી તેમણે માંગણી કરી. મારું નામ જસવંત. મારું ગામ કનોડુ. મારી માતાનું નામ સોભાગદેવી. મારા પિતાનું નામ નારણભાઇ. મારા નાના ભાઇનું નામ પદમસી. મારી માતાએ નવિજયજીના ચરણે મને સમર્પિત કર્યો. મારી પાછળ મારો ભાઇ પદમસી પણ આવ્યો. અમારી બંનેની દીક્ષા થઇ. મારું નામ પડ્યું : યશોવિજયજી અને નાના ભાઇનું નામ પડ્યું : આત્મ કથાઓ . ૦ ૩૬૪ પદ્મવિજયજી. અમદાવાદમાં મારી કિશોર અવસ્થામાં એવો પ્રસંગ બન્યો જેથી હું કાશી ભણવા માટે જઇ શક્યો. વાત એમ બની હતી કે હું સભામાં અષ્ટાદશ અવધાનના પ્રયોગ બતાવતો હતો. ત્યારે ધનજી સૂરા નામના શેઠ મારા પર વરસી પડ્યા. તેમને મારામાં લઘુ હેમચન્દ્રસૂરિના દર્શન થયા. મારા ગુરુદેવને તેમણે કહ્યું કે જો આ યશોવિજયજીને કાશી મોકલવામાં આવે તો બીજા હેમચન્દ્રસૂરિ કે હરિભદ્રસૂરિ બને. કાશી તો વિદ્યા માટે પ્રસિદ્ધ છે. બંધુઓ ! તમે કાશી વિશે તો જાણતા જ હશો. કેટલાક બાળકો તો આજે પણ બોલે છે : કાશી એ તો મોરી માય, લોટો લઇને પાણી પાય, લોટો ગયો કાશી, વિદ્યા એ તો મોરી માસી. કાશી ! કાશી ! પાણી પા, ના ભણે એને તાણી જા, કાશીની વાટે કૂવો, ના ભણે તે જીવતો મૂવો. કાશીનો મહિમા આજકાલ જ નથી, અમારા જમાનામાં પણ હતો. મારા ગુરુદેવે કહ્યું : ધનજીભાઇ ! તમે તો જાણો છો ને કે કાશીના પંડિતો પૈસા વિના તો ભણાવે નહિ. અમારી પાસે તો પૈસા હોય નહિ. પૈસા વિના શી રીતે તમે કહો છો તે થાય ? ‘અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? હું બેઠો છું ને ? અમે શ્રાવકો બેઠા હોઇએ ને આપે પૈસાની ચિંતા કરવાની હોય ? કાશી આપ પધારો. બધી જવાબદારી મારી.’ ધનજીભાઇએ ધનની જવાબદારી ઊઠાવી લીધી એટલે મારા ગુરુદેવમાં હિંમત આવી. મને સાથે લઇને તેઓ કાશી આવ્યા. કાશીમાં ગંગા કિનારે મેં ૧૬ દિવસ એંકારનો જાપ કરી સરસ્વતીને પ્રસન્ન કરી. આ વાત મેં મારી સંસ્કૃત-ગુજરાતી રચનામાં પણ કરી છે. પરકાય - પ્રવેશ ૨૩૬૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ ‘ાઁારનાપવરમાણુ'... ‘શારદ સાર મયા કરો, આપો વચન તરંગ; તું તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ.” બંધુઓ ! તમારે જ્ઞાન જોઇતું હોય તો તમે પણ ગુરુગમથી ઍકાર મંત્ર પ્રાપ્ત કરી જાપ કરજો. કાશીમાં એક મોટા પંડિત પાસે ૭૦૦ વિદ્યાર્થીઓ ભણતા હતા, તે પંડિત પાસે હું પણ ભણવા બેઠો. તે રોજનો એક રૂપિયો લેતો. હું દત્તચિત્ત બની ભણવા લાગ્યો. - એક વખતે કાશીમાં કોઇ જબરદસ્ત વાદી આવ્યો, કોઇ તેના વાદના પડકારને ઝીલી શક્યું નહિ. એટલે કાશીનું નાક રાખવા હું તૈયાર થયો. જોત-જોતામાં મેં એ પંડિતને નિરુત્તર બનાવી દીધો. આથી મને કાશીના સર્વપંડિતોએ મળીને ‘ન્યાયાચાર્ય'નું બિરૂદ આપ્યું. વળી કાશીના ત્રણ વર્ષ દરમ્યાન મેં નવ્ય ન્યાસના એકસો ને આઠ ગ્રંથો બનાવ્યા એટલે ફરીથી મને “ન્યાયવિશારદ”નું બિરૂદ આપવામાં આવ્યું. કાશી પછી અમે આગ્રા આવ્યા. ત્યાં પણ મેં પાંચ વર્ષ તર્ક આદિનો અભ્યાસ કર્યો. ત્યાં રહેલા અધ્યાત્મ શુષ્કવાદી પંડિત બનારસીદાસને મેં નિરુત્તર કર્યો. તેના માટે મેં ‘અધ્યાત્મ-મત પરીક્ષા' નામનો ગ્રંથ પણ બનાવ્યો. જ્યાં જ્યાં ગોટાળા ચાલતા હોય ત્યાં સામનો કરવો એ મારો જન્મજાત સ્વભાવ હતો. એકલા નિશ્ચયનયને આગળ કરી કોઇ ગમે તેમ વર્તવા માંડે, ગમે તેમ બોલવા માંડે એ હું કેમ ચલાવી લઊં ? આમ જોવા જાવ તો હું આખી જિંદગી લડડ્યો જ છું, સન્માર્ગના શત્રુઓની સામે સંઘર્ષમાં ઊતર્યો છું. હું દિગંબરોની સામે તો પડ્યો જ છું, પણ શ્વેતામ્બરોમાં મૂર્તિને નહિ માનનારાઓની સામે પણ પડ્યો છું. અરે, મૂર્તિ માનનારાઓમાં પણ જે સાધુઓ શિથિલ બનીને ગોરજી બની ગયા હતા તેમની સામે પણ પડ્યો છું. જો કે આ કારણે મારા જીવનમાં કષ્ટો ઘણા આવ્યા. ક્યારેક મારી જિંદગી જોખમમાં પણ મૂકાઇ છે. પણ મને એની ક્યાં પરવા હતી ? આત્મ કથાઓ • ૩૬૬ શાસન સેવા કરતાં-કરતાં પ્રાણોની આહુતિ અપાઈ જાય - એવા ભાગ્ય ક્યાંથી ? ઉન્માર્ગમાર્ગીઓને સન્માર્ગ ચિંધવા મેં ગ્રંથો પણ બનાવ્યા છે. મૂર્તિપૂજાની શાસ્ત્રીયતા સિદ્ધ કરવા પ્રતિમાશતક, દોઢસો (૧૫૦) ગાથાનું તથા સવાસો (૧૨૫) ગાથાનું સ્તવન વગેરે બનાવ્યાં છે તથા કલિકાલમાં સન્માર્ગ બતાવવા મેં સાડા ત્રણસો (૩૫૦) ગાથાનું સ્તવન પણ બનાવ્યું છે. તમે જરૂર એ વાંચજો, વિચારજો. તમને સત્યમાર્ગની પ્રાપ્તિ થશે. કાશી-આગ્રા વગેરે સ્થળે ભણીને હું જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર મારા અભૂતપૂર્વ સ્વાગત થયા. અમદાવાદમાં તો જબરદસ્ત સામૈયું થયું. નાગોરી સરાયમાં અમે ઊતર્યા. બધા પંડિતોએ મળીને મને અક્ષોભ્ય પંડિત તરીકે સ્વીકાર્યો. મને ઉપાધ્યાય પદ આપવા શ્રી જૈન સંઘોએ તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીને વિનંતી કરી. તેઓશ્રીએ આપવાનું સ્વીકાર્યું, પરંતુ મને ઉપાધ્યાય પદ આપે તે પહેલાં જ તેઓશ્રી વિ.સં. ૧૭૧૩માં કાળધર્મ પામ્યા. પછીથી તેમની પાટે આવેલા વિજયપ્રભસૂરિજીએ મને ઉપાધ્યાય પદવી આપી. ત્યાર પછી મેં મારું લગભગ સમગ્ર જીવન સાહિત્ય-સાધનામાં લગાડી દીધું. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આદિમાં ઢગલાબંધ રચનાઓ કરી. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીનું નામ તો તમે સાંભળ્યું હશે ? તેઓ ખાસ મારા મિત્ર થાય. તેમણે એક વખત શ્રીપાળ રાજાનો રાસ રચવા માંડ્યો. ઉંમર બહુ થઇ હતી એટલે રાસ પૂરો થાય - એવી સંભાવના બહુ ઓછી હતી. મને તેમણે કહી રાખેલું કે હું કદાચ કાળધર્મ પામું તો મારો અધૂરો રાસ તમારે પૂરો કરવો અને ખરેખર એમ જ થયું. રાંદેરમાં તેઓ કાળધર્મ પામ્યા. મેં તે રાસ પૂરો કર્યો. તમે જે દર શાશ્વતી ઓળીમાં સાંભળો છો ને ? તે આ જ રાસ ! મારી પણ હવે ઉંમર થઇ હતી. શરીર ઘરડું થયું હતું. પણ મનની ગતિ એટલી જ તીવ્ર હતી. એટલે સાહિત્ય સર્જન તો ચાલુ જ હતું. પરકાય - પ્રવેશ • ૩૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ નર્મદાના કિનારો મને બહુ ગમતો. નર્મદાના કિનારાના ગામડાઓમાં રહી મેં ચિંતન-ધ્યાન-સર્જનમાં કેટલોક સમય પસાર કર્યો છે ખરો. છેલ્લું ચોમાસું મારું ડભોઇમાં થયું. ડભોઇ મને બહુ ગમતું. દસમા સૈકામાં થઇ ગયેલા શ્રી મુનિચન્દ્રસૂરિની જન્મભૂમિ, વસ્તુપાળ-તેજપાળ, પેથડશા જેવા મહાપુરુષોથી પવિત્ર થયેલી આ ધરતીમાં રહેતાં મને એક પ્રકારનો આનંદ આવતો. વિ.સં. ૧૭૪૩માં ત્યાં મારું છેલ્લું ચાતુર્માસ થયું. ચાતુર્માસ પછી વિ.સં. ૧૭૪૪માં હું કાળધર્મ પામ્યો. આજે પણ મારી પાદુકા ડભોઇમાં વિદ્યમાન છે. તમે ત્યાં જાવ ત્યારે અવશ્ય એનાં દર્શન કરજો. ઍકારનો જાપ કરજો. મા સરસ્વતીના તમને આશીર્વાદ મળશે. પ્રાકથન (‘કહે કુમારપાળ'ની પ્રથમ આવૃત્તિમાંથી) ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સર્વાધિક સુપ્રસિદ્ધ મહારાજા કુમારપાળે સુકૃતના જે કાર્યો કર્યા છે, તે જૈન ઇતિહાસ કદી ભૂલી શકશે નહિ. જીવદયા ગુણવેલડી, રોપી રિસહ નિણંદ, શ્રાવકે કુલ મંડપ ચડી, સિંચી કુમાર નરિદ. એ જમાનાનું આ સુપ્રસિદ્ધ પદ્ય, કુમારપાળનું સ્થાન જૈનોમાં કેટલું મહત્ત્વપૂર્ણ હતું ? તે બતાવે છે. જૈનોમાં જ નહિ, જૈનેતરોમાં પણ કુમારપાળનું નામ ગૌરવપૂર્વક લેવામાં આવે છે. • ગુર્જર- ચક્રવર્તી કુમારપાળ : ગુજરાતના શિલાલેખોમાં જે સાત રાજાઓને ગુર્જર ચક્રવર્તી માનવામાં આવ્યા છે, તેમાં કુમારપાળનું પણ અગ્રિમ સ્થાન છે. ‘ગુજરાતનો ઐતિહાસિક લેખ સંગ્રહ’ પુસ્તકમાં ગુજરાતના સાત ચક્રવર્તીઓના નામ આ પ્રમાણે છે : (૧) ભીમદેવ, (૨) કર્ણદેવ, (૩) સિદ્ધરાજ, (૪) કુમારપાળ, (૫) અજયપાળ, (૬) મૂળરાજ, (૭) ભીમદેવ. વિ.સં. ૧૩૩૩ના આમરણ ગામના શિલાલેખમાં સાત ચક્રવર્તીઓના નામ જરા જુદા છે. (પણ ત્યાંય કુમારપાળનું તો સ્થાન છે જ.) : (૧) સિદ્ધરાજ, (૨) કુમારપાળ, (૩) અજયપાળ, (૪) દ્વિતીય મૂળરાજ, (૫) વિશલદેવ, (૬) અનદેવ, (૭) સારંગદેવ. • કુમારપાળની રાજયસીમા : કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર, પર્વ-૧૦, સર્ગ-૧૨, શ્લોક પર માં કુમારપાળની રાજ્યસીમાં બતાવતાં કહ્યું છે કે ઉત્તરમાં તુર્કસ્તાન, પૂર્વમાં ગંગા નદી, દક્ષિણમાં વિધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર સુધી હતી. હું કુમારપાળ • ૩૬૯ આત્મ કથાઓ • ૩૬૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ અજૈન વિદ્વાનોએ પણ રાજ્યસીમા વિષે લખ્યું છે, તે જાણવા ‘ટોડ રાજસ્થાનમાં કર્નલ જેમ્સ ટોડે લખ્યું છે કે “કુમારપાળની આજ્ઞાને પૃથ્વીના સર્વ રાજાઓએ આદરપૂર્વક સ્વીકારી. તેણે શાકંભરીના રાજાને પોતાના ચરણે ઝુકાવ્યો. સ્વયં શસ્ત્ર-સજ્જ બનીને સપાદલક્ષ સુધી યુદ્ધ કરીને સર્વ ગઢપતિઓને ઝુકાવ્યા. સાલપુર (પંજાબ)ને પણ તેણે પોતાને વશ કર્યું.” મુસ્લિમોના “જામેઉલ હિકાયતમાં લખ્યું છે કે “કુમારપાળના શાસનકાળમાં પાટણના જૈનો હિન્દુસ્તાનથી બહાર ગિઝની સુધી પહોંચીને, ત્યાં બહોળો વેપાર કરતા હતા.” ‘રાજપૂતાને કા ઇતિહાસમાં સ્વ. ગૌ. હી. ઓઝાજીએ લખ્યું છે કે કુમારપાળ ઘણો પ્રતાપી અને નીતિ-નિપુણ હતો. તેના રાજ્યની સીમા દૂર-દૂર સુધી ફેલાયેલી હતી. માળવા તથા રાજસ્થાનના કેટલાક ભાગ તેને આધીન હતા. | દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’માં લખ્યું છે કે “કુમારપાળને સિદ્ધરાજ તરફથી ઘણું વિશાળ અને અત્યંત સમૃદ્ધ રાજ્ય મળ્યું હતું. કુમારપાળે તેને સ્થિર કર્યું એટલું જ નહિ, પરંતુ કોંકણના વિજયને લક્ષમાં લેતાં કંઇક વધાર્યું પણ ખરું - એવો સંભવ છે.” એ જ પુસ્તકના પ્રકરણ-૧૫ માં લખ્યું છે કે “સિદ્ધરાજ અને કુમારપાળે એવું સુંદર રાજતંત્ર જમાવ્યું હતું કે મૂળરાજ જેવો બાળ રાજા પણ મુસ્લિમ આક્રમણને સામંતોની સહાયતાથી પીછેહટ કરાવી શક્યો. વસ્તુતઃ ભીમદેવ (બીજો) જેવા નિર્બળ રાજાના શાસનકાળમાં પણ ઘણા સમય સુધી, સિદ્ધરાજ અને કુમારપાળે જમાવેલું રાજતંત્ર જ ચાલી રહ્યું હતું. • સમકાલીન વિદ્વાનો દ્વારા કુમારપાળની પ્રશસ્તિ : કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીએ અભિધાન ચિંતામણિ નામમાળામાં કુમારપાળને “રાજર્ષિ, પરમહંત, મૃતસ્વમોક્તા, ધર્માત્મા, મારિવ્યસન મારક' આદિ નામોથી સંબોધિત કર્યા છે. આત્મ કથાઓ • ૩૭૦ વિ.સં. ૧૨૦૮ વડનગરના કિલ્લાની પ્રશસ્તિમાં તેને “કલિયુગમાં કૃતયુગ લાવનારો' કહેલો છે. પ્રભાસપાટણની પ્રશસ્તિમાં શ્રીધરે તેને “લોકપ્રિય, ગુણોથી અલંધ્ય’ કહ્યો છે. પ્રભાસપાટણની પ્રશસ્તિમાં ગંડ ભાવબૃહસ્પતિએ તેને. ‘તેજોવિશેષાદયી, અચિત્ત્વમહિમા, બલ્લાલધરાધિપજાંગલનરેશવિજેતા, રૈલોક્ય-કલ્પદ્રુમ' એવા વિશેષણોથી સન્માન આપ્યું છે. કીતિકૌમુદીમાં કવિ સોમેશ્વરે લખ્યું છે કે વીતરાગ પ્રભુના રાગી અને મૃતકનું ધન છોડનાર, દેવતુલ્ય કુમારપાળ મહારાજાની અમૃતાર્થતા (અમૃતાર્થતાના બે અર્થ થાય : રાજાના પક્ષમાં મૃતકધનનો અભાવ અને દેવના પક્ષમાં અમૃતની અર્થતા) ઉચિત જ છે. આચાર્યશ્રી સોમપ્રભસૂરિજીએ ‘કુમારપાળ પડિબોહો'માં લખ્યું છે કે “રાજાઓને પ્રાણીઓ તરફ દયા નથી હોતી’ એવા જન પ્રવાદને, કુમારપાળે જૈન ધર્મ સ્વીકારીને ખોટો ઠરાવ્યો. આ રાજાની પ્રશંસા કોણ ન કરે ? આ પ્રમાણે કુમારપાળની પ્રશંસા તેમના સમકાલીન અનેક જૈનઅજૈન વિદ્વાનોએ કરેલી છે - આથી કુમારપાળના બહુમુખી વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. (કુમારપાળના જીવન-દર્શક સાહિત્ય માટે પરિશિષ્ટ જુઓ.), આવા કુમારપાળનું જીવન, આ પુસ્તકમાં આત્મકથારૂપે આપવામાં આવેલું છે, જે પ્રસિદ્ધ ગુજરાતી જૈન માસિક ‘શાંતિસૌરભ'માં “હું કુમારપાળ' રૂપે ક્રમશઃ પ્રગટ થયેલું છે. ત્રણ-ચાર વર્ષ પહેલાં આનું હિન્દી (R મારપાત) પુસ્તક પ્રગટ થયેલું છે. હવે (‘કહે, કુમારપાળ' નામે) ગુજરાતી બહાર પડી રહ્યું છે. કુમારપાળનું સંકટ ભરેલું જીવન વાંચતાં-વાંચતાં વાચક દુઃખમાં પૈર્ય કેમ રાખવું ? તે શીખે, રાજ્ય-સમૃદ્ધિ અઢળક હોવા છતાં કુમારપાળનું ધર્મમય જીવન વાંચીને વાચકો પણ ધર્મ-પ્રવૃત્તિમાં આગળ વધવાનું શીખે તો વાંચેલું સાર્થક ગણાય. સૌ પાઠક આવી સાર્થકતાને વરે એવી શુભેચ્છા. હું કુમારપાળ • ૩૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ તા.ક. કહે, કુમારપાળની આત્મકથા સાથે આ પુસ્તકમાં મેઘકુમાર, રાવણ, દ્રાવિડ તથા વામનની આત્મકથાઓ જોડવામાં આવી છે. જે વાચકોને જરૂર ગમશે. - ગણિ મુક્તિચન્દ્રવિજય - મુનિ મુનિચન્દ્રવિજય था। (मुंबई) ટેમ્બીનાકા, જૈન ઉપાશ્રય સંવત ૨૦૫૫, કા.સુ. ૧૫ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રસૂરિ જન્મદિન પરિશિષ્ટ કુમારપાલ-જીવન-દર્શક સાહિત્ય સ્વતંત્ર કૃતિઓ रचना-संवत् पद्य कर्ता • सस्कृत. १. कुमारपालदेवचरित्र १३८५थी पहेला २२१ अज्ञात २. कुमारपालदेवचरित्र १४०० ७४० सोमतिलकसूरि ३. कुमारपालचरित्र १४२२ १० सर्ग जयसिंहसूरि कुमारपालप्रतिबोधचरित १४२४ सोमतिलकसूरि कुमारपालप्रबोध-प्रबन्ध १४६४ कुमारपालचरित्र १४८७ चारित्रसुंदरगणि कुमारपालप्रबन्ध १४९२ जिनमंडनगणि कुमारपालचरित्र १५३७ धनरत्न कुमारपालचरित्र सोमविमल १०. कुमारपालचरित्र सोमचन्द्रगणि ११. कुमारपालचरित्र अज्ञात १२. कुमारपालचरित्र अज्ञात • प्राकृत . १३. कुमारपालपडिबोहो १२४१ ९००० सोमप्रभसूरि १४. मोहराजपराजय (नाटक) १२७६ यशपाल कुमारपालचरियं हरिचन्द्र • गुजराती . कुमारपालरास १६७० ४५०६ ऋषभदाय १७. कुमारपालरास (नानो) २१९२ ऋषभदास १८. कुमारपालरास १७४२ जिनहर्ष • प्रासंगिक कृतिओ . द्वयाश्रय-महाकाव्य (अंतिम पांच सर्ग) हेमचन्द्रसूरि २०. त्रिषष्ठिशलाकापुरुष चरित्र (पर्व-१०, सर्ग-१२, श्लो-४५-९६) हेमचन्द्रसूरि शत्रुजय माहात्म्य ४७७ धनेश्वरसूरि २२. प्रभावकचरित १३३४ प्रभाचन्द्रसूरि २३. प्रबन्धचिन्तामणि १३६१ मेरुतुंगसूरि २४. कल्पप्रदीप (विविध तीर्थकल्प) १३६४ जिनप्रभसूरि २५. चतुर्विंशतिप्रबन्ध राजशेखरसूरि पुरातनप्रबंधसंग्रह २७. उपदेशतरंगिणी १५१९ रखमंदिर २८. उपदेशप्रासाद १८४३ विजयलक्ष्मीसूरि • प्राकृत . २९. कुमारपालचरिय (प्राकृत याश्रय) १५० हेमचन्द्रसूरि આત્મ કથાઓ • ૩૭૨ हुंदुभारपण . 393 Page #188 -------------------------------------------------------------------------- ________________ (૫૫) હું કુમાણ્યાલ હ (1) પૂર્વભવ હું તો હતો એક લૂંટારો ! લૂંટ કરવી, ધાડ પાડવી એ જ મારું કામ ! મેવાડના જંગલોમાં મારો નિવાસ ! ચારે બાજુ મારા નામની હાક ! જો કે, આમ તો હું રાજકુમાર હતો, પણ મારા તોફાનોથી કંટાળી ગયેલા મારા પિતાએ મને નગરમાંથી તગડી મૂક્યો. હું જંગલમાં આવ્યો. ચોરોની પલ્લી મારું આશ્રયસ્થાન બની. ચોરી, લૂંટ, ધાડ એ બધું મારો ધંધો બન્યો. માણસ અધ:પતન પામે ત્યારે ક્યાં સુધી જઇ શકે ? એ જાણવું હોય તો મારું જીવન જુઓ ! સાચું જ કહ્યું છે : “વિવેણાનાં મવત વિનિપાત: શતગુરવ:' જે વિવેકથી ભ્રષ્ટ થાય તેનું સર્વતોમુખી પતન થાય. પણ મારું સર્વતોમુખી પતન થાય એ કદાચ ભવિતવ્યતાને મંજૂર ન્હોતું ! આથી જ મારા જીવનમાં એકાએક પલટો આવ્યો. જો કે મેં પલટો લાવ્યો હતો, પણ જાણે ભવતિવ્યતાએ જ મારો પલટો ઊયું. અચાનક થયેલા હુમલાથી હું અને મારા સાથીદારો ગભરાઇ ગયા. જીવ બચાવવા બધા આમતેમ ભાગવા માંડ્યા. હું પણ મારી પત્ની સાથે ભાગી છૂટ્યો. અત્યારે નાસી છૂટવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ હોતો ! હું વિચારમાં પડી ગયો : મારા પર હલ્લો કરનાર વળી કોણ? હું એ કલ્પના જ નહોતો કરી શકતો કે કોઇ મારા પર આક્રમણ કરી શકે ! મારા એક સાથીદારે મને કહ્યું : સ્વામી આ હલ્લો કરનાર એ બીજો કોઇ નહિ, પણ ધનદત્ત સાર્થવાહ છે, જેને આપણે થોડા સમય પહેલા લૂંટ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે “એણે માળવાના રાજા પાસે ફરિયાદ કરી છે આપણને શિક્ષા કરવા રાજા પાસેથી મોટું સૈન્ય લઇ હુમલો કર્યો છે. આપણે ઊંઘતા જ ઝડપાઇ ગયા છીએ.” હું સ્તબ્ધ થઇ ગયો. મારા પાપનું ફળ મને અત્યારે જ, આ જ ભવમાં મળી ગયું. પણ અત્યારે પુણ્ય-પાપનું આવું ગણિત વિચારવાની ક્યાં ફુરસદ હતી ? પાછળ શત્રુઓ મારો પીછો કરી રહ્યા હતા. હું તમામ તાકાત લગાવી દોડી રહ્યો હતો. પાછળથી આવતા તીરોને ચૂકવી રહ્યો હતો. હું તો ઠીક. દોડી શકું તેમ હતો. પણ મારી સાથે દોડતી મારી પત્ની પાછળ રહી જતી હતી. મેં તેને દોડાવવા ઘણા પ્રયત્નો કર્યા. પણ આખરે એ પાછળ રહી ગઇ ! ગર્ભવતી હતી એટલે એ વધુ ક્યાંથી દોડી શકે ? આગળ દૂર-દૂર જઇ હું કોઇ ઝાડીમાં છુપાઇ ગયો. પાછળ જોયું તો મારી પ્યારી પત્ની શત્રુના હાથમાં ઝડપાઇ ગઇ હતી. આહ ! હવે શું થશે ? મારા હૃદયમાંથી ઊંડી ચીસ નીકળી પડી ! હું મારી પ્રિય પત્નીને કફોડી સ્થિતિમાં જોઇ ધ્રૂજી ઊઠ્યો. ક્ષણ ભર મને વિચાર આવ્યો : લાવ, દોડી જાઉં. મારી પ્યારી પત્નીને બચાવી લઉં. પણ બીજી જ પળે વિચાર આવ્યો : સ્ત્રી તો અવધ્ય હોય છે. બહુ બહુ તો કેદમાં પૂરશે, ખાવાપીવાનું નહિ આપીને કદાચ હેરાન કરશે. પણ વધ તો નહિ જ કરે. -દંત્યા મહદ્ પાપમ્ | વળી જો હું તેને બચાવવા જઇશ. તો મને પણ એ લોકો પકડી પાડશે. માત્ર પકડશે જ નહિ, મારી જ નાખશે. આવી વિચારણાથી હું જતો-જતો અટકી ગયો. પણ ઓહ ! મારી ધારણા ખોટી પડી. પેલો ધનદત્ત સાર્થવાહ ત્યાં ધસી આવ્યો. તે ગુસ્સાથી બરાડી કર્યો. - આમ તો મારું જીવન સુખપૂર્વક વીતતું હતું. સુખ એટલે કેવું સુખ ? બીજાને દુઃખી કરવા, હેરાન કરવા એ જ મારું સુખ ! જગતના મહાપુરુષો બીજાને સુખી કરીને રાજી થાય, પણ હું એવો કાપુરુષ હતો કે બીજાને દુઃખી કરીને રાજી થતો ! માનવના ખોળીયે હું દાનવ બન્યો હતો ! જે અવતાર મેળવીને માણસ ભગવાન બની શકે તે અવતારમાં હું શેતાન બન્યો ! એક દિવસે હું મારી પત્ની સાથે આનંદ-કિલ્લોલ કરી રહ્યો હતો ત્યાં અચાનક જ મારી છાવણી પર કોઇકનો હલ્લો થયો. સન... ન... ન... બાણો છૂટવા લાગ્યા. ધડાધડ ભાલા ફેંકાવા લાગ્યા. ફટાફટ... બરછીઓ પડવા લાગી. મારો... કાપો... ના અવાજોથી આકાશ ગુંજી આત્મ કથાઓ • ૩૭૪ હું કુમારપાળ • ૩૭૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઊઠ્યો : ‘ક્યાં છે પેલો લૂંટારો ? એને પકડ્યો કે નહિ ?” “નહિ સ્વામી ! એ તો ભાગી ગયો, છટકી ગયો ?' સૈનિકોએ કહ્યું. ‘તમે આવાને આવા માયકાંગલા રહ્યા. આટલા બધા સૈનિકો છો છતાં એક લૂંટારાને પકડી શકતા નથી ? ‘ધૂળ પડી તમારી બહાદુરીમાં' ધનદત્તનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. એમ ? આ એની પત્ની છે ? તો બોલતા કેમ નથી ? લાવો, એને મારી પાસે ! મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા. અરર...૨ હવે શું થશે? જમ જેવો ધનદત્ત મારી પત્નીનું શું કરશે ? પણ વધ ? ઓહ! નહિ, સ્ત્રી હત્યા તો લૂંટારો પણ ન કરે તો આ વાણિયો થોડો કરવાનો ? મેં પણ ઘણી લૂંટફાટ કરી છે, ઘણાના ખૂન કર્યા છે, પણ સ્ત્રીની હત્યા કદી કરી નથી. મારા પણ અમુક નીતિ-નિયમો તો હતા જ. તેને હું કદી ચૂક્યો ન્હોતો ! મારા જેવો બહારવટીયો પણ આવા નિયમો પાળે તો એક વાણિયો આવી મર્યાદા ચૂકી જાય એવી હું કલ્પના પણ કરી શકું નહિ ! પણ રે, આ ધનદત્તે તો હદ વાળી. જમ જેવી ભયંકર આકૃતિવાળો તે મારી પત્ની તરફ ધસ્યો ! વરૂ આવતાં હરણી ધ્રૂજી ઊઠે તેમ મારી પત્ની ધ્રૂજી ઊઠી. નિર્દોષ મૃગલી જેવી સ્ત્રી જોઇને કોઇને પણ દયા આવી જાય, પણ તેનું તો રૂંવાડુંય ફરક્યું નહિ. બિચારી ભલી ભોળી મારી પત્ની ! મારું હૃદય પોકારી રહ્યું હતું ! ધનદત્ત બરાડી, ઊઠ્યો : “હરામખોર ! તારા દિવસો હવે ભરાઈ ચૂક્યા છે. ભગવાનને યાદ કરી લે.” ધ્રૂજી ઊઠેલી મારી પત્ની ધનદત્તના પગે પડી : “મહાનુભાવ ! હું તમારા શરણે છું. શરણાગત પર જે કરાય તે મારા પર કરો. વળી મારા પેટમાં બાળક છે, તે ખ્યાલમાં રાખશો.” ઓહો ! લુંટારાની બૈરી હવે કરગરે છે! બાળકને ફાળક... બધું સાફ થઇ જશે. ડાકણ ! હવે તને નહિ છોડું. તારો ધણી ન મળ્યો તો કાંઇ નહિ. તું તો મળી.” મારી પત્ની કાલાવાલા કરી રહી હતી ત્યાં જ ભૈરાટા બનેલા આત્મ કથાઓ • ૩૭૬ ધનદત્તે તેને પગથી પકડી. ઊંચે ઉછાળી બાજુમાં રહેલી શિલા પર જોરથી પછાડી. હું આ દેશ્ય જોઇ ન શક્યો. મારી નજર સમક્ષ પત્ની તરફડતી રહી. મારા રોમ-રોમમાં ગુસ્સાની આગ લાગી. મારા હૃદયના તાર-તાર બોલી રહ્યા હતા : ધનદત્તના હમણાં જ રાઇ-રાઇ જેટલા ટુકડા કરી નાખું. પણ શું કરું? હું કાંઇ પણ કરવા લાચાર હતો. મારા મોટા ભાગના સાથીદારો મરી પરવાર્યા હતા. થોડા બચ્યા તે આમ-તેમ ભાગી છૂટ્યા હતા. ધનદત્તની અધમતાની હદ તો, હવે આવી રહી હતી. મારી તરફડતી પત્નીના પેટ પર તેણે જોરથી લાત મારી. તલવારથી પ્રહાર કરી પેટ ફાડ્યું. લોહીના ધાર સાથે તરફડતું બચ્ચું બહાર આવ્યું. આ નરાધમે એના પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. આ બધું હું કેમ જોઇ શક્યો ! એ જ મને સમજાતું નથી. જોતાં જોતાં જ મને ચક્કર કેમ ન આવ્યા? મારું હૃદય ફાટી કેમ ન ગયું ? મને પોતાને પણ નવાઇ લાગવા માંડી. હું કેમ જીવી રહ્યો છું ? હવે મારે જીવવાનું કામ શું છે ? હું એકદમ હતપ્રભ બની ગયો. આજે પહેલીવાર મારા મગજમાં વિચારના ચક્રો ચાલુ થયા : જે મારી પ્યારી પત્નીને મેં ખોબા ભરી-ભરીને વહાલ આપેલું, તે પરલોક ભણી ચાલી ગઇ હતી. હવે હું શું કરું ? મારા દુઃખનો પાર ન્હોતો. આજે પહેલી જ વાર સમજાયું કે જો મારા એક સ્વજનના મૃત્યુથી મને આટલું દુઃખ થતું હોય તો મેં જેમના સ્વજન હણી નાખ્યા છે, એમને કેટલું દુઃખ થતું હશે ? અત્યાર સુધી મારું હૃદય પત્થર જેવું બનેલું. તેમાં બીજાનો કોઇ વિચાર જ ન્હોતો. આજે પહેલી જ વાર મને બીજાનો વિચાર આવ્યો. આજે પહેલી જ વાર મારા જીવનમાં આટલો મોટો ફટકો પડ્યો હતો. મને જીવવું અકારું લાગતું હતું. વારંવાર આપઘાતના વિચારો આવતા હતા. શું કરવું ? તેની સમજ પડતી હોતી. હું એકલો ને એકલો આગળને આગળ ચાલવા માંડ્યો. ક્યાં જવું ? તેની ખબર ન્હોતી. પણ ભવિતવ્યતા મારી સારી હતી. મને સામેથી કોઇ આવી રહ્યું હોય તેમ લાગ્યું. સફેદ વસ્ત્રો દૂરથી જ નજરે આવી જતા હોય છે. સફેદ વસ્ત્રો પરથી લાગ્યું : નક્કી કોઇ હું કુમારપાળ • ૩૭૭ Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન મુનિઓ હોવા જોઇએ. મારી ધારણા સાચી પડી. સાચે જ તેઓ જૈન મુનિઓ હતા. વચ્ચે ચાલતા આધેડ વયના સૌમ્ય તેજથી ઝળહળતા, બધાના ગુરુદેવ હોય તેવું લાગતું હતું. એમના ચહેરા પરથી જ એવું લાગતું હતું કે જાણે દુનિયાની બધી જ શાંતિ એકઠી થઇ અહીં રમી રહી હતી ! સંસારના દુઃખોના દાવાનળથી તપેલા માણસો અહીં આવવા સહેજે લલચાય એવી પ્રસન્ન તેમની અસ્મિતા હતી. હું તરત જ તેમની પાસે ગયો. મારી આપવીતી કહી સંભળાવી. પૂજય આચાર્યશ્રીના ચરણોમાં હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પૂજ્યશ્રીએ મને આશ્વાસન આપ્યું. સત્ય માર્ગ બતાવ્યો. આહત ધર્મ સમજાવ્યો. દુઃખની ઉપકારકતા જણાવી. પૂજ્યશ્રીની મધુર વાણીથી મારું હૃદય આશ્વસ્ત બન્યું. ધગધગતી હૃદયની ભોમકા પર પૂજ્યશ્રીના વચનામૃતોની વૃષ્ટિ થતાં ટાઢક વળી. જૈન ધર્મનું શરણું સ્વીકાર્યું. દુઃખો પણ ઉપકારી હોય છે. આઘાતો પણ ઉંચે ઊઠવા માટે હોય છે, એવું પૂજ્યશ્રીનું તત્ત્વજ્ઞાન મેં મનમાં ઊંડે ઊતાર્યું. દુઃખોથી માણસ ઘડાય છે. દુઃખોથી માણસને પ્રભુ યાદ આવે છે. દુઃખોથી પુરાણા પાપોનો નાશ થાય છે. દુઃખો આવે છે ત્યારે જ માણસને પોતાના જેવા બીજા દુઃખી જીવો યાદ આવે છે. આથી દુઃખોના માધ્યમે જીવો સાથે મૈત્રી, પ્રભુ સાથે પ્રીતિ થાય છે અને જાતનું શુદ્ધીકરણ થાય છે. દુઃખથી જ સુખની સંભાવનાના દ્વાર ખુલે છે. બી ધરતીમાં પડ્યા રહેવાનું દુઃખ અનુભવે નહિ ત્યાં સુધી તે ઝાડ બનવાનું સૌભાગ્ય પામી શકતું નથી. માટી નિભાડાની આગમાં ન પડે ત્યાં સુધી કુંભ બનવાનું સૌભાગ્ય પામી શકતી નથી. પથ્થર પણ શિલ્પીના ટાંકણા ન પડે ત્યાં સુધી તે પ્રતિમા બનવાનું સૌભાગ્ય પામી શકતો નથી. માણસ પર દુઃખના ડુંગર તૂટી ન પડે ત્યાં સુધી તેનું સત્ત્વ ખીલતું નથી, જીવનનો રાહ બદલાતો નથી. દુઃખથી માણસની ચેતના ઊર્ધ્વગામી બની શકે છે, તેના રાહ અને ચાહ પલટાઇ જઇ શકે છે. સીતા કે રામનાં જીવનમાં દુઃખો ન આવ્યા હોત તો, રામના મહિમાને લોકો જાણત શી રીતે ? પ્રભુશ્રી મહાવીર દેવના જીવનમાં દુઃખો ન આવ્યા હોત તો લોકો તેમનું મહાવીરત્વ' શી રીતે જાણી શકત ? ચંદનબાળાના જીવનમાં દુઃખો ન આત્મ કથાઓ • ૩૭૮ આવ્યા હોત તો પ્રભુને પારણું કરાવવાનું સૌભાગ્ય કેવી રીતે મળ્યું હોત? રોહિણિયાને કાંટો ન વાગ્યો હોત તો પ્રભુશ્રીનાં વચનો શી રીતે સાંભળી શકત ? દુઃખ આવે છે ત્યારે માણસ બેબાકળો બની જાય છે, પણ જો શાણો થઇ પછીથી વિચારે તો દુઃખ એને મહાન ઉપકારક લાગે છે.” પૂજ્યશ્રીની આવી વાણી મારા કાનમાં કેટલાય વખત સુધી ગુંજતી રહી. હવે મને લૂંટ-ફાટ તરફ સખત નફરત થઇ ગઇ હતી. માનવજીવનને સફળ બનાવવાના કોડ જાગ્યા હતા. મારી પલ્લીમાં પાછા જવાનું મન થતું ન હતું. ત્યાં જતાં જ મને લૂંટ-ફાટ, હત્યાના વિચારો આવી જાય તે સંભવિત હતું. ચારેબાજુ મેં લૂંટ અને હત્યામય જ વાતાવરણ બનાવી રાખ્યું હતું. એવા દૂષિત વાતાવરણને છોડીને હવે હું કોઈ નવા જ પ્રદેશમાં જઇ નવી જિંદગી શરૂ કરવા માંગતો હતો. હું ત્યાંથી નીકળી પડ્યો. એકલા-એકલો ચાલતા-ચાલતો હું દક્ષિણ ભારતમાં એકશિલા નગરમાં જઇ પહોંચ્યો. એકશિલામાં ક્યાં ઊભા રહેવું? શું કરવું ? આ બધા પ્રશ્નો તો હતા જ, પણ એક દયાળુ શેઠે મને પોતાને ત્યાં નોકરીએ રાખી લેતાં એ પ્રશ્નો હલ થઇ ગયા. મારા જીવનનું ઉત્થાન હવે શરૂ થઇ ગયું હતું. મને નિમિત્તો સારા મળતા રહ્યા. એક દિવસે એકશિલામાં એ જ પૂજ્ય આચાર્ય યશોભદ્રસૂરિજી ભગવંત પધાર્યા. હું તો પૂર્વપરિચિત હતો જ, મારા શેઠ પણ પૂજ્યશ્રીના પરિચયમાં આવતાં જૈનધર્મી બન્યા. આખું કુટુંબ ધર્મના રંગે રંગાયું. ધર્મ આવતાં હવે મારા જીવનની બધી જ હતાશા ખંખેરાઇ ગઇ હતી. નવો ઉત્સાહ, નવો આનંદ, નવી ઉષ્મા, નવું ચૈતન્ય - મારા માટે બધું હવે નવું નવું જ હતું. એક વખતે ગામમાં ઉજાણીનો પ્રસંગ આવ્યો. મારા દયાળુ શેઠે ઉજાણીમાં વાપરવા માટે મને પાંચ કોડી આપી. આખું ગામ ઉજાણી કરે અને મારે ત્યાં નોકરી કરતો નોકર એમને એમ રહે એમ કેમ ચાલે ? શેઠે દયા-ભાવથી પાંચ કોડી આપેલી. પણ મને વિચાર આવ્યો, ઉજાણીમાં પાંચ કોડી ખર્ચવાથી શું મળવાનું ? ક્ષણ ભરનો આનંદ જ ને ? આવા ક્ષણભંગુર આનંદમાં પૈસા વેડફવા એના કરતાં કોઈ ઉમદા કામ ન કરું ? હું કુમારપાળ • ૩૭૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ ! મને ખ્યાલ હતો કે મારા શેઠજી રોજ ભગવાનની પૂજા કરવા જતા હતા. હું જ તેમને ફૂલ આપવાનું કામ કરતો હતો. ઘણીવાર મને વિચાર આવતો : હું પણ ક્યારે ફૂલોથી ભગવાનની પૂજા કરીશ ? આજે મારી પાસે પૈસા આવી ગયા છે તો સદુપયોગ કેમ ન કરી લઉં ? ખાવા-પીવામાં તો ઘણીવાર પૈસા વાપર્યા, પણ ભગવાન માટે કદી વાપર્યા નથી. હું માળી પાસે ગયો. પાંચ કોડીના ફૂલ ખરીદ્યા. મેં ગણ્યા તો ફૂલો હતા બરાબર અઢાર ! ઓહ ! અદ્ભુત ! અઢારનો આંક નવ સાથે સંબંધ ધરાવે છે. ૧ + ૮ = ૯ નવનો આંક કદી ખંડિત થતો નથી... એમ મારો વિકાસ પણ હવે ખંડિત નહિ થવાનો. દિન-દિન મારું પુણ્ય, મારું સુખ, મારો ધર્મ વધતો જ રહેવાનો, વધતો જ રહેવાનો. મારો અંતરાત્મા જાણે જોષી બનીને મારી જ આગાહી કરવા લાગ્યો. મેં એ અઢાર ફૂલોથી ભગવાનની પૂજા કરી. મારું હૃદય પ્રભુ સમક્ષ પોકારી ઊઠ્યું : પ્રભુ ! ફૂલના ખૂણે-ખૂણે સુગંધ છે તેમ મારા જીવનનો ખૂણે-ખૂણો પરોપકારથી સુગંધિત બનાવો ! ફૂલના કણ-કણમાં સૌંદર્ય છે... પ્રભુ ! મને પણ કરુણાનું સૌંદર્ય બક્ષો ! ફૂલોનું અસ્તિત્વ લોકો માટે આનંદકારી બને છે. મારું જીવન પણ લોકો માટે આનંદિત બનો ! ફૂલોને આપના ચરણે રહેવાનું સૌભાગ્ય મળ્યું. પ્રભુ ! મને પણ આપના ચરણની સેવાનું સૌભાગ્ય મળો. ફૂલો ખીલી રહ્યા હોય કે ખીલી ગયેલા હોય, મુરઝાતા હોય કે મુરઝાઇ ગયેલા હોય, પણ સુગંધ રેલાવવાનું પોતાનું કામ છોડતા નથી. પ્રભુ ! હું પણ સુખમાં હોઉં કે દુઃખમાં, શોકમાં હોઉં કે હર્ષમાં, પણ મારું ધર્મ કર્તવ્ય કદી ન છોડું એવી શક્તિ આપો. ફૂલો પોતાની કદી જાહેરાત કરતા નથી. પ્રભુ ! હું પણ જાહેરાત વિના ચૂપચાપ ધર્મસાધના કર્યા કરું - એવા આશીર્વાદ વરસાવો. પ્રભુ ! ફૂલ એ કરુણાનું પ્રતીક છે. મારું જીવન પણ કરુણાથી ભર્યું-ભર્યું બનાવો. ફૂલો ચગદાઇ જઇને પણ સુવાસ આપે છે, હું પણ દુઃખ વેઠીને દુનિયાને અહિંસાની સુવાસ આપું, એવી શક્તિ આપો. દુઃખ અને દર્દથી બેચેન બનેલી દુનિયામાં હું અમારિ પ્રવર્તનનો શંખનાદ ફૂંકી સૌને સુખી જીવનની કળા બતાવી શકું - એવું સામર્થ્ય આપજે હે પ્રભુ !” આત્મ કથાઓ • ૩૮૦ પુષ્પ-પૂજા કરતાં-કરતાં મને એટલો આનંદ થયો કે ત્યાર પછી રાત-દિવસ સતત એના એ વિચારોમાં હું રમમાણ રહેવા લાગ્યો. એ પૂજાને યાદ કરી-કરીને, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ બની-બનીને હું મારી જાતને ભાગ્યશાળી માનવા લાગ્યો. એક દિવસ પર્યુષણ દરમ્યાન શેઠના કુટુંબીઓએ ઉપવાસ કરેલા તો મેં પણ ઉપવાસ કર્યો. ઉપવાસ મેં કદી પણ કરેલો નહિ. આથી મને બહુ કઠણ થઇ પડ્યો. શરીર પણ હવે જર્જરિત બની ગયું હતું. તેમાંય ઉપવાસ જેવું નિમિત્ત મળતાં મને લાગ્યું કે હવે જીવનના દીપકમાંથી આયુષ્યનું તેલ ખૂટી રહ્યું છે. હું ધર્મધ્યાનમાં પંચ પરમેષ્ઠીનાં શરણમાં લયલીન બની ગયો. શેઠના કુટુંબીઓએ પણ સારી નિર્યામણા કરાવી. છેલ્લા શ્વાસ ચાલવા લાગ્યા. સમાધિપૂર્વક મારું મૃત્યુ થયું. હવે તો તમે જાણી જ ગયા હશો : હું કોણ ? હું જયતાક ! મરીને હું શું બન્યો ? એ પણ જાણતા જ હશો ? હું બન્યો કુમારપાળ ! લૂંટારામાંથી કુમારપાળ બનાવનાર કોણ ? ગુરુની કૃપા અને ભગવાનની ભક્તિ ! આજે પણ પેલા દુહામાં તમે મને યાદ કરો છો ને ? “પાંચ કોડીના ફૂલડે, પામ્યા દેશ અઢાર; કુમારપાળ રાજા થયો, વર્તો જય-જયકાર.” * હું કુમારપાળ • ૩૮૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ (2) રઝળપાટ કુમારપાળ ! તું અહીંથી જલદી ભાગ. નહિતો તારા પ્રાણ સલામત નથી.” હું આરામથી દધિસ્થલી (આજનું દેથલી)માં જીવન ગુજારી રહ્યો હતો ત્યાં મને મારા હિતસ્વીએ આવા સમાચાર આપ્યા. હું સ્તબ્ધ થઇ ગયો. મેં કોઇની સાથે શત્રુતા ઊભી કરી નથી તો મને મારવા કોણ આવવાનું છે વળી ? મારી શંકાનું સમાધાન કરતાં પેલાએ કહ્યું : કુમારપાળ ! આપણને કોઇ તરફ શત્રુભાવ ન હોય એ બરાબર છે, પણ થઇ જતી હોય છે. “સાંભળ. સિદ્ધરાજ તને મારવા ઇચ્છે છે.' ‘પણ શા માટે ?” ‘તને એ વાતની તો ખબર જ છે કે સિદ્ધરાજને કોઇ પુત્ર નથી. પોતાનો ઉત્તરાધિકારી કોણ બનશે ? એ અંગે એ હંમેશ ચિંતિત રહે છે. તેણે જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિજીને પૂછ્યું કે મારો ઉત્તરાધિકારી કોણ બનશે ? તો જવાબમાં અંબિકા દેવી પાસેથી જાણીને સૂરિજીએ કહ્યું છે કે તારો ઉત્તરાધિકારી કુમારપાળ થશે. બસ, ખલાસ ! તે દિવસથી સિદ્ધરાજે તને પતાવી દેવાનું નક્કી કર્યું છે. પણ મને મારવાનું કોઇ કારણ સમજાતું નથી. હું કદાચ રાજા બનું તો એને શું વાંધો ? આખરે તો હું પિતરાઈ ભાઈ જ છું ને ?” લોકો એવી વાતો કરે છે કે - સિદ્ધરાજ ગમે તે ભોગે કુમારપાળનું કાટલું કાઢવા માંગે છે. કોઇ કહે છે કે - સિદ્ધરાજને આગાહી સાચી પડશે એની ખબર તો પડી જ ગઇ છે, એટલે જ એ એમ ઇચ્છે છે. કે કુમારપાળ મરીને મારો પુત્ર થાય ને પછી ઉત્તરાધિકારી બને. એ ગમે તેમ હોય પણ તને સિદ્ધરાજ મારી નાખવા માંગે છે, એમાં લવલેશ શંકા નથી. માટે તું જલ્દી કર ! ને અહીંથી તાત્કાલિક ભાગી નીકળ. મને આ સલાહ સાચી લાગી. મેં ભાગવા માટે તૈયારી કરી. પણ આ શું ? સિદ્ધરાજના સૈનિકોએ દધિસ્થલીને ચારેબાજુથી ઘેરી લીધું હતું. મારા પિતાજી ત્રિભુવનપાળ પ્રતિકાર કરવા સૈન્ય પાસે જઇ પહોંચ્યા હતા. મારા પ્રાણ સંકટમાં હતા, પણ છતાંય હું ગુપ્ત રસ્તે ભાગી છૂટ્યો. મારી મા કાશમીરા, પત્ની ભોપલ દેવી - બધા કુટુંબને છોડીને હું ભાગ્યો. પણ ભાગી-ભાગીને જાઉં ક્યાં ? મારી બે બહેનો હતી : દેવલ અને પ્રેમલ. દેવલને શાકંભરીના રાજા અર્ણોરાજ સાથે પરણાવેલી હતી અને પ્રેમલને કૃષ્ણદેવ સાથે પરણાવેલી. કૃષ્ણદેવ સિદ્ધરાજનો સેનાપતિ હતો. એટલે મેં પ્રેમલબેનને ત્યાં જવાનું નક્કી કર્યું. હું પાટણ જઇ પહોંચ્યો. બેન પ્રેમલદેવીએ મને પ્રેમથી આશરો આપ્યો. હું ભોંયરામાં ગુપ્તરૂપે રહેવા લાગ્યો. મારા પર દુ:ખોની ઝડી વરસાવી શરૂ થઇ ગઇ. આ બાજુ મને સમાચાર મળ્યા કે મારા પિતાની હત્યા થઇ ગઇ છે ને મારી તપાસ જોર-શોરથી ચાલી રહી છે. હું ભોંયરામાં પણ ભય સાથે જીવી રહ્યો હતો. કદાચ સિદ્ધરાજ જાણી જશે તો ? કૃષ્ણદેવના ઘરને ઘેરી વળશે તો ? મારું શું થશે ? મારો રક્ષણહાર કોણ ? પિતાજી તો મૃત્યુ પામ્યા. હું માત્ર ચોવીશ વર્ષની ઉંમરનો તરવરિયો યુવાન ! સંસારનો બહુ અનુભવ નહિ. રાજકારણના આટાપાટાનો ખ્યાલ નહિ. સત્તાની સાઠમારીથી સાવ અજાણ ! હું પળ-પળે મોતને નજીક આવતું જોઇ રહ્યો હતો. છતાં જો કે મને ભગવાન પર વિશ્વાસ હતો. તેઓ મારી ગમે તે ક્ષણે રક્ષા કરશે જ. ભોલેનાથ મહાદેવ મારી વહારે નહિ આવે ? હું મહાદેવનો ભક્ત હતો. આખરે મારી શંકા સાચી પડી. એક દિવસે મારી બેને કહ્યું : “ભઇલા ! તું અહીંથી જલદી ભાગ. તું અહીં છે તેની સિદ્ધરાજને ખબર પડી ગઈ લાગે છે. હમણા જ ગુપ્તચરે સમાચાર આપ્યા કે સૈનિકો કુમારપાળને પકડવા અહીં આવી રહ્યા છે.” ‘પણ ખબર પડી કેમ ?' વાત-ચીતમાં ક્યાંક મારાથી તારું નામ બોલાઇ ગયું હશે ને તે સિદ્ધરાજના કોઇ જાસુસે સાંભળી લીધું હશે - એવું લાગે છે. આમેય હું તારી બેન છું એટલે તેને શંકા તો હોય જ. પણ વીરા ! તું હવે જલદી કર. વાત કરવાનો હવે સમય નથી. પ્રભુ તારી રક્ષા કરે. તારો માર્ગ નિર્વિદન હો !' આત્મ કથાઓ • ૩૮૨ હું કુમારપાળ • ૩૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ એમને એમ જવામાં તો જોખમ હતું. એટલે મેં તાત્કાલિક બાવાજીનો વેષ પહેરી લીધો. દાઢી તો બાવાજી જેવી વધેલી હતી જ. શરીરે ભભૂતિ લગાવી. હાથમાં ચીપીયો લીધો અને હું ચૂપકીદીથી ત્યાંથી ચાલી નીકળ્યો. મેં એવું આબેહૂબ વેષ પરિવર્તન કર્યું હતું કે કોઇ કલ્પના જ ન કરી શકે કે આ કુમારપાળ હશે ? હું તો પાટણના મોટા મંદિરમાં બાવાજીની જમાતમાં ઘૂસી ગયો. હવે ભલે તેઓ બનેવી કૃષ્ણદેવને ત્યાં તપાસ કરે. પછી મને સમાચાર મળ્યા કે કૃષ્ણદેવને ત્યાં સિદ્ધરાજના સૈનિકોએ ઘણી તપાસ કરી, ઘણી ધમકી આપી, ચારે બાજુ બધું ઊંધું-ચતું કરી નાખ્યું, પણ કાંઇ ઠેકાણું પડ્યું નહિ. કુમાર મળ્યો નહિ. મળે ક્યાંથી ? આ કુમારપાળ તો બાવો બનીને છૂમંતર થઇ ગયો હતો ! હજુ મને શંકા હતી કે સિદ્ધરાજ એમ મારો કેડો નહિ છોડે. છતાંય મને આશ્વાસન હતું કે હું પકડાઇશ નહિ. બાવાજીના વેષમાં મને કોણ પકડવાનું છે ? પણ વાત કાંઇ છૂપી રહે? સામાન્ય લોકોને તો બે આંખ હોય, પણ રાજાઓને તો બાર આંખો હોય, ગુપ્તચરોની આંખો દ્વારા જોતા જ હોય. - રાજાને ક્યાંકથી ખબર પડી ગઇ કે કુમારપાળ બાવો બન્યો છે. એટલે એણે મને પકડવા ષડયંત્ર ગોઠવ્યું. પાટણના તમામ બાવાઓનું જમણ ગોઠવ્યું. બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું. હું તો ખુશ-ખુશ થઇ ગયો. ચલો, આજે રાજાને ત્યાં જમવા મળશે. ઘણા દિવસની ભૂખ ટળશે. હું તો ચાલ્યો રાજમહેલ તરફ. પણ મને એ ખબર ન્હોતી કે આ તો પંખીને જાળમાં ફસાવવા વેરેલા ચણ છે. હરણને પકડવા શિકારીનું મીઠું સંગીત છે. આમ તો હુંયે વિચાર કરી-કરીને પગલું મૂકું, પણ આજે હું ચૂકી ગયો. પેટમાં ઉંદર બોલતા હોય ત્યારે ભલ-ભલા વિચારકો પણ ચૂકી જાય તો હું કોણ ? ભૂખ જેવું બીજું દુઃખ કયું છે ? ભૂખે રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી; પગ થાય પાણી, આંસુ લાવે તાણી.” ભૂખ રાંડ જ મને રાજમહેલ તરફ ખેંચી ગઇ. પણ ત્યાં જમવા જતા દરેક બાવાઓને એક વિધિમાંથી પસાર થવું પડતું હતું. બધાના આત્મ કથાઓ • ૩૮૪ પગ ધોયા પછી જ એમને અંદર પ્રવેશ મળતો. મારા પણ પગ ધોવામાં આવ્યા ને ધારી-ધારીને જોવામાં આવ્યા. પગ ધોવાય ત્યાં સુધી કાંઇ વાંધો નહિ, પણ જોવાનું કાંઇ કારણ ? મારા મનમાં શંકાનો કીડો સળવળ્યો. તરત જ હું વસ્તુસ્થિતિ પામી ગયો : ઓહ ! આ તો મને પકડવાનું પાંજરું ! રે, હું ઉંદર બનીને ફસાઈ ગયો. તેઓ રાજચિહ્નો જોઇ મને ઓળખી ગયા છે. પણ કાંઇ વાંધો નહિ. હવે મારે કોઇ યુક્તિ લગાવી અહીંથી ભાગવું પડશે. હું જમવા બેઠો. પણ હવે મારું ચિત્ત જમવામાં ન્હોતું. હું તો છટકવાનું બહાનું શોધી રહ્યો હતો. સ-રસ સ્વાદિષ્ટ દૂધપાક પીરસાયો. મેં પેટ ભરીને આરોગ્યો. હવે ? બસ, હવે જ મારે યુક્તિ લગાવવાની હતી અને મેં લગાવી દીધી. મોંમાં આંગળી ઘાલી ઊલટી કરી. આ... આ... આ... જોરશોરથી મેં ઊલટી કરવા માંડી. મારી પાસેના બાવાઓ મારાથી કંટાળ્યા. તેઓ બોલી ઊઠ્યા : “અલ્યા, અહીં ક્યાં ઊલટી કરી ? બધાને અહીં જમવાનું છે એની ખબર પડતી નથી ? જા... ભાગ અહીંથી.' મને મુક્કો મારીને બાવાઓએ ઊઠાડ્યો. મારે તો આટલું જ જોઇતું હતું. હું તો ઊલટી કરતો કરતો ત્યાંથી ભાગ્યો. - પાંજરામાંથી ઉંદર ભાગી ગયેલો જોઇ સિદ્ધરાજ ધૂંધવાયો. ક્યાં છે એ બાવો ? ઊલટીના બહાને ભાગી ગયો એ જ બાવાથી મારે કામ હતું. જાવ... સૈનિકો ! જલદી એ બાવાને પકડી લાવો.’ સિદ્ધરાજે ગર્જના કરી. સૈનિકો મને પકડવા દોડ્યા. હું ત્યાંથી ઝડપભેર ભાગી રહ્યો હતો. પાટણની બહાર પહોંચી ગયો હતો. ત્યાં જ... તબડાક... તબડાક... તબડા.. ઘોડાઓના ડાબલા સંભળાયા. મેં પાછળ જોયું. અરે, આ તો સિદ્ધરાજના સૈનિકો. બાપ રે... મરી ગયા ! હવે ? હું પગે દોડું ને એ લોકો ઘોડા પર આવે. પકડાતાં વાર કેટલી ? અત્યારે ક્યાંક છુપાઇ જવામાં જ ચાલાકી છે. મેં વિચાર્યું. બાજુમાં જ એક ખેડૂત બોરડીના કાંટાઓનો ઢગલો કરી રહ્યો હતો. બાજુમાં એક ખાડો હતો. હું દોડતો-દોડતો તેની પાસે પહોંચી ગયો. હું કુમારપાળ • ૩૮૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતની આવી બેધડક વાતો સાંભળી સૈનિકોનો જુસ્સો ઠંડો પડી ગયો. એક સૈનિકે બીજાને કહ્યું : “અહીં કુમારપાળ લાગતો નથી. લાગે છે કે બીજે ક્યાંક છુપાઇ ગયો હશે ? જો અહીં કુમારપાળ હોય તો આટલી નીડરતાથી આ ખેડૂત બોલી શકે નહિ. સામાન્ય રીતે જૂઠા માણસની વાણી નબળી હોય... બોલે ત્યારે પણ ઢચુ-પચુ જ બોલે... એની વાણીમાં ભયનું કંપન હોય. પણ આ તો બિલકુલ નિર્ભય વાણી છે. ક્યાંય ધ્રુજારી, ભય કે શંકાના ચિહ્નો જણાતા નથી. લાગે છે કે ખેડૂતની વાત સાચી છે. શહેરી માણસ તો બનાવટ કરીને જૂઠું પણ નિર્ભયતાપૂર્વક કહી શકે, પણ આ તો ગામડિયો ખેડૂત છે. એ તો જે હોય તે કહી દે. આમ પણ કુમારપાળને બચાવવામાં એને રસ ક્યાંથી હોય ? બીજાને બચાવવા કોઇ માણસ પોતાની જાતને તો ખતરામાં ન કહ્યું: મહેરબાન ! મને બચાવો. મારી પાછળ શત્રુઓ પડ્યા છે. હમણાં જ મને પકડી લેશે. કોઇક સ્થાને મને છૂપાવી દો.” પેલા ખેડૂતને મારી દયા આવી અને મને ખાડા તરફ આંગળી ચીંધીને કહ્યું : “બાવાજી ! આમાં ઘૂસી જાવ.” હું ઝટપટ અંદર ઘૂસી ગયો. ખેડૂતે ઉપર કાંટા નાખ્યા અને ધૂળ પણ નાખી. મને કાંટા વાગ્યા. લોહી નીકળ્યું. ધૂળથી આખો હું ખરડાઇ ગયો. પણ જીવ બચાવવાની વાત છે ને ? જીવ બચાવવા માણસ શું ન કરે ? - “અલ્યા ખેડૂત ! અહીંથી હમણાં કુમારપાળ જતો હતો તે ક્યાં ગયો?' સિદ્ધરાજના એક સૈનિકનો સત્તાવાહી અવાજ આવ્યો. હું ધ્રુજી ઊઠ્યો. આજે તો ભગવાન જ બચાવશે. હું મનોમન ભગવાનને પ્રાર્થી રહ્યો. ‘કુમારપાળ ? કોણ કુમારપાળ ? હું કુમારપાળને જાણતો જ નથી. અહીંથી કોઇ પસાર થયું જ નથી.' ખેડૂતે જવાબ દીધો. ‘તું જૂઠું બોલે છે. કુમારપાળને અહીંથી હમણાં જ જતો અમે જોયેલો. એટલીવારમાં ક્યાં ગુમ થઇ ગયો ?' એ હું કાંઇ ન જાણું.' ‘તારી ચાલાકી રહેવા દે અને કુમારપાળ બતાવ. તું અમારી પાસે જૂઠું નહિ બોલી શકે. કારણ કે કુમારપાળના પગલાં અહીં જ પૂરાં થાય છે. સાચી વાત કહી દે : કુમારપાળ ક્યાં છે ? જો તું કહી દઇશ તો ઇનામ મળશે અને નહિતર આ તલવાર તારા ડોકા પર ફરી વળશે. તું જાણે છે : કુમારપાળ કોણ છે ? કુમારપાળ સિદ્ધરાજનો શત્રુ છે. તેને આશ્રય આપનારના પ્રાણ અહીં સલામત નથી એ તો તને ખ્યાલ છે ને ? “સિદ્ધરાજનો શત્રુ તે મારો પણ શત્રુ જ હોય ને ? એવા શત્રુને હું શા માટે આશરો આપું ? શા માટે મારો જીવ જોખમમાં મૂકું ? કુમારપાળ કાંઇ મારો સગો નથી કે એના માટે હું પ્રાણ ખતરામાં મૂકું. છતાં જો તમને એવું લાગતું હોય તો તમે અહીં બધે જ શોધી શકો છો. તમને હું સહાયક બનીશ. જો કુમારપાળ મળી જાય તો તમારી તલવાર ને મારું માથું ! બસ, ? બીજું કાંઇ ?” આત્મ કથાઓ • ૩૮૬ ખાડામાં બેઠો-બેઠો આ બધા સંવાદો સાંભળી રહ્યો હતો. અત્યાર સુધી મારો જીવ અદ્ધર હતો, પણ સૈનિકની વાતો સાંભળી જીવ કાંઇક હેઠે બેઠો : ચલો, ગમાર જણાતા ખેડૂતે સારા જવાબો આપ્યા. સૈનિકો માની ગયા. હવે કાંઇ જ તપાસ્યા વિના જતા રહેશે. પણ ધારેલું બધું થોડું થાય છે? હું મને અનુકૂળ પડે તેવા વિચાર કરી રહ્યો હતો ત્યાં જ બીજા સૈનિકનો અવાજ આવ્યો : “અલ્યા ! તું ભોળો છે. એમ કાંઇ કોઇની વાત સાચી માની લેવાય નહિ. આ ખેડૂત જૂઠું નહિ બોલતો હોય એની શી ખાતરી ? તને ખબર છે : “જૂઠું બોલનારા માણસો તો ઘણીવાર સાચું બોલનાર કરતાં પણ વધુ નિર્ભયતાથી બોલતા હોય છે ? શહેરી જૂઠું બોલે ને ગામડિયા ન બોલે એવો ય કોઇ નિયમ નથી. આજકાલ તો સિદ્ધરાજના રાજ્યમાં બધે જ ભણતર વધ્યું છે, એટલે શહેરી જ નહિ, ગામડિયા માણસો પણ ચાલાક થઇ ગયા છે. એટલે ક્યાંય વિશ્વાસ તો ન જ મૂકી શકાય. વળી પગલાં અહીં જ પૂરા થાય છે એટલે અહીં જ ક્યાંક કુમારપાળ હોવો જોઇએ. વળી આટલે દૂર આવ્યા છીએ તો તપાસ તો કરી લઇએ ! તપાસ કરવામાં જાય છે. શું આપણું ? કદાચ કુમારપાળ મળી પણ જાય !” હું કુમારપાળ • ૩૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળતાં જ મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા. હવે હું શી રીતે બચીશ ? શિવ... શિવ... શિવ... ભોલેનાથ ! મને ઉગારજો. મારા રોમ-રોમ ભગવાનને યાદ કરી રહ્યા. બંને સૈનિકોનો અવાજ બંધ થયો. તપાસવાનું ચાલુ થયું. સાથે પેલો ખેડૂત પણ હતો. ખેતરમાં બધે જ ફેરવ્યા. સપાટ ખેતરમાં તપાસવા જેવું તો બીજું શું હોય? ઝાડી-ઝાંખરા, ઝાડની બખોલો વગેરે બતાવ્યું. આખરે મારા ખાડા પાસે આવ્યા. ખેડૂતે કહ્યું : આ ખાડાને પણ તપાસી લો.” મને ખેડૂત પર જરા ગુસ્સો આવ્યો : અરે... આ ગમારે તો બધું પાણી-ઢોળ કરી નાખ્યું. હવે ? પણ બીજી જ પળે મેં વિચાર્યું : ના.. ના... ખેડૂત એમ તો ચાલાક છે. મારી ધારણાથી વધુ હોંશિયાર છે. એણે આમ કહેવું જ જોઇએ. તો જ સૈનિકોને વિશ્વાસ બેસે ને ? જો થોડી પણ આનાકાની કરે અથવા થોડા પણ આંખ આડા કાન કરે તો સૈનિકો તરત જ વધુ વહેમાય અને સઘન તપાસ કરે. ચાણક્ય પણ ચંદ્રગુપ્તને બચાવવા નંદના સૈનિકોને આમ જ કહ્યું હતું ને ? જાવ... પેલા તળાવમાં... ખોળી લો ચંદ્રગુપ્તને, અને સાચે જ ચંદ્રગુપ્ત તળાવમાં જ હતો. જ્યાં એ સૈનિકો તળાવમાં ઊતર્યા ત્યાં જ ચાણક્ય પાછળથી એમની જ તલવારથી એમના ડોકાં કાપી નાખ્યા. જો કે આ ખેડૂત ચાણક્ય નથી. છતાં બુદ્ધિનો ભંડાર તો છે જ. એમાં શંકાને સ્થાન નથી જ. મારી ગણતરી સાચી પડી. સૈનિકોએ ખાડામાં બહુ તપાસ ન કરી. ઉપરછલ્લું જોયું. ઉપર ધૂળ પડેલી જોઇને કહ્યું : આ તો કેટલાય દિવસનો પૂરાયેલો ખાડો લાગે છે ! અહીં કુમારપાળ હોઇ શકે નહિ.” ત્યારે ફરી બીજાએ કહ્યું : ન હોઇ શકે એમ તો હું પણ અનુમાન કરી શકું છું. છતાં આપણે ચકાસણી તો કરી જ લેવી જોઇએ. એ ચકાસણી માટે કાંટા કાઢીને આખો ખાડો ખાલી કરવાની જરૂર નથી. માત્ર એક ભાલો ઘોચીએ એટલે પત્યું ! કુમારપાળ હશે તો ભાલો લોહીવાળો તો થશે ને ?” ભાલો ? નખથી માંડીને શિખા સુધી મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. શું થશે ? અરે ભગવાન ! શિવ... શિવ... શિવ... ખચાક.. મારી બાજુમાં જ ભાલો આવ્યો. હું સહેજમાં જ બચી ગયો. ભાલાની અણી માટીવાળી જોઇ એક સૈનિક બોલી ઊઠ્યો : ચલો... આ ખાડામાં તો કુમારપાળ નથી જ. અહીં જ બીજે ક્યાંક તપાસ કરીએ ! બાકી કુમારપાળને શોધ્યા વિના જવું નથી. જો એમને એમ જઇશું તો સિદ્ધરાજ ધૂળ કાઢી નાખશે !' ત્યાં બીજો સૈનિક બોલ્યો : “ધૂળ કાઢે તો ભલે કાઢે ! આપણે શાંતિથી સાંભળી લઇશું ! બે કાન છે ને ! એક કાનથી સાંભળવું ને બીજા કાનથી... !” ‘તારી વાત સાચી છે કુમારપાળને શોધવામાં આપણે જરાય કચાશ રાખી નથી. છતાંય ન મળ્યો તો આપણે શું કરીએ ? ચલો... ચલો... ઘણો વખત થઇ ગયો છે. સવારથી આપણે કાંઇ જ ખાધું નથી. મને તો હવે ચક્કર આવે છે ! “ચલો... હું પણ તારી વાતમાં સંમત છું !' અને સિદ્ધરાજના સૈનિકો નિરાશ થઈ પાછા વળ્યા. તબડાક.. તબડાક... તબડાક... ઘોડાઓના ડાબલાઓનો અવાજ ક્યાંય સુધી સંભળાઇ રહ્યો. થોડીવાર પછી ખેડૂતે ખાડામાંથી કાંટા કાચા અને મને કહ્યું : હવે તમે બહાર નીકળો. સૈનિકો જતા રહ્યા છે. અત્યાર પૂરતો તમારા પરથી ભય જતો રહ્યો છે. મને તો ખબર નહિ કે તમે કુમારપાળ છો. મેં તો એક બાવાજીને ધાર્યા હતા. સૈનિકોના મુખેથી જાણ્યું કે તમે કુમારપાળ છો. તમારા જેવાની સેવા કરવાની તક મળતાં મને ખૂબ જ આનંદ થયો છે.' બહાર નીકળ્યો. મારું શરીર બોરડીના કાંટાથી લોહીલુહાણ થઇ ગયું હતું. તેના પર વળી ધૂળ ચોટી ગઇ હતી. કેટલાય કાંટા તો હજુ ખૂંપેલા હતા. દયાળુ ખેડૂતે મારા શરીર પરના કાંટા સાફ કર્યા. શરીર સાફ કર્યું અને મને જમવા માટે કહ્યું. ના પાડવાનો કોઇ સવાલ નહોતો. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. હું જમવા બેસી ગયો. સૂક્કો રોટલો ! ગોળ અને છાસ ! વાહ ! શું આનંદ આવ્યો ! દૂધપાક પુરીમાં જે આનંદ ન આવે તે છાસ-રોટલામાં આવ્યો. ભૂખ વિના માલ-મલીદા પણ નકામા ને ભૂખ હોય તો સૂક્કા રોટલા પણ શ્રેષ્ઠ ! ખરો સ્વાદ ભૂખમાં છે, હું કુમારપાળ • ૩૮૯ આત્મ કથાઓ • ૩૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ વાનગીમાં નહિ, આવું સત્ય મને હવે સમજાવા લાગ્યું હતું. અત્યાર સુધી તો હું દધિસ્થલીમાં જાગીરદારી ઠાઠ ભોગવતો હતો એટલે ભૂખ શું છે? તેનો ખ્યાલ જ ન્હોતો. માલ-મલીદા રોજ મળતા પણ ભૂખ ન્હોતી મળતી. ભૂખ લગાડવા હું ક્યારેક કોઇક નુસખા પણ શોધતો. હવે હાલત એવી થઇ ગઇ કે મારે રોટલો શોધવો પડે છે ! ગરીબ અને શ્રીમંતની અવસ્થાનો ખ્યાલ આવ્યો. ગરીબ રોટલી શોધે ને શ્રીમંત ભૂખ શોધે ! ગરીબ પથારી શોધે ને શ્રીમંત ઊંઘ શોધે ! શોધ બંનેની સમાન હોય છે છતાં ભૂખ અને ઊંઘ શોધનાર શ્રીમંત કરતાં રોટલી અને પથારીની શોધ કરનાર ગરીબ, અપેક્ષાએ વધુ સુખી હોય છે. ગરીબ ખેડૂતોની પણ પોતાની મસ્તી હોય છે ! ખુલ્લા આકાશના છત્ર નીચે ખુલ્લી ધરતી સાથે કામ કરતા ખેડૂતને જે આનંદ આવે તે આનંદ તળાઇમાં પોઢેલા શ્રીમંતોને પણ નથી - એ પણ પહેલીવાર સમજાયું. મેં ખેડૂતનો આભાર માન્યો. પૂછ્યું : ‘તમારું નામ શું છે ?' મહારાજ ! મને લોકો “ભીમો’ કહે છે ! ખેડૂતે કહ્યું. અત્યારે તો હું મહારાજા નથી, દર-દર ભટકતો, રખડુ જિંદગી ભોગવતો અભિશપ્ત માનવ છું. પણ ભીમાભાઇ ! દરેક દુઃખનો અંત હોય છે. દરેક રાતના અંતે અવશ્ય સવાર થતી હોય છે. મારા જીવનમાં પણ એક દિવસ સુખની સવાર ઊગશે એવી ચોક્કસ ખાતરી છે. જ્યારે તમે એમ સાંભળો કે કુમારપાળ પાટણનો રાજા થયો છે ત્યારે તમે અવશ્ય મારી પાસે આવજો. ત્યારે હું તમારા ઉપકારનો બદલો કંઇક અંશે પણ વાળી શકીશ. તમે મારી જાન બચાવ્યો... એ ઉપકારને હું કદી પણ ભૂલી શકું તેમ નથી. સાથે-સાથે એ પણ સાચું છે કે હું અત્યારે તમને કશું આપી શકે તેમ પણ નથી. હું પોતે અત્યારે અકિંચન અવસ્થામાં છું.' ‘અરે કુમારપાળ ! આમાં આપવા-લેવાની વાત જ ક્યાં ? આ તો માણસ તરીકેની મારી ફરજ હતી. મેં તે બજાવી છે. મને પૂર્ણ સંતોષ થયો છે. માણસ જો માણસનો સહાયક નહિ બને તો કોણ બનશે ?” ભીમા ખેડૂતે નમ્રતાપૂર્ણ જવાબ આપ્યો. હું હવે જવાની તૈયારી કરવા લાગ્યો. ભીમાએ મને કહ્યું : “કુમારપાળ ! તમે અહીંથી હવે તરત જ જતા રહો - એમાં તમારું કલ્યાણ છે. હજુ તમારા માથે મોતની તલવાર લટકી રહી છે. સિદ્ધરાજ તમારા માથા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. પણ મને વિશ્વાસ છે કે ભગવાન તમારી રક્ષા કરશે. મારનાર કરતાં હંમેશા તારનાર બળવાન છે. કુમારપાળ ! પધારો. તમારું ભાવિ ઉજ્જવળ બનો. તમારો માર્ગ નિષ્કટક બનો.' ભીમા ખેડૂતની આશિષ લઈ હું ચાલતો થયો ! ભીમા ખેડૂતને ત્યાંથી વિદાય લઇ હું થોડુંક ચાલ્યો તો ખરો... પણ ચિત્તમાં ચિંતાની સમડીઓ ચક્કર મારતી હતી. ક્યાં જવું ? તેનો વિચાર ન્હોતો. હું બસ એમજ ચાલી રહ્યો હતો. હું પોતે જ જાણે મારા પગોને પૂછી રહ્યો હતો : ઓ પગો ! તમે ચાલો તો છો, પણ મને કઇ તરફ લઇ જાવ છો ! મને કશી ખબર ન્હોતી : હું ક્યાં જાઉં છું. જાણે પગ ચલાવે તેમ ચાલ્યો જતો હતો. મેં વિચાર્યું : ક્યાં દધિસ્થલી જાઉં? ના... ત્યાં નથી જવું. સિદ્ધરાજને ખબર પડશે તો વળી આફત આવશે.. મારા કારણે મારા કુટુંબને પણ તકલીફ પડશે. એના કરતાં એવા સ્થાને પહોંચી જાઉં... જ્યાં સિદ્ધરાજ મને શોધી શકે નહિ. મેં અરવલ્લીના પહાડોમાં જવા વિચાર્યું. થોડા દિવસ પહાડોમાં રહ્યો પણ ખરો. પરંતુ ખાવાનું કોણ આપે ? રહેવું ક્યાં ? સૂવું ક્યાં ? જંગલોમાં થોડાક દિવસો પસાર કરી મેં પાછા જવા વિચાર્યું. રસ્તામાં તારણ પર્વત પર હું રોકાયો. ત્યાં મેં એક અદ્ભુત ઘટના જોઇ. આમ તો જો કે રોજ મને જંગલમાં નવી-નવી ઘટનાઓ જોવા મળતી જ હતી, પણ એ બધી વાતો જવા દો. હું મહત્ત્વપૂર્ણ ઘટના કહું. આરામથી ઝાડ નીચે બેઠો હતો ત્યારે એક ઉંદર જોયો. એના મોંમાં સોનામહોર હતી. હું સ્તબ્ધ થઇ ગયો. ઉંદર અને સોનામહોર ? ઉંદરને વળી સોનામહોરો સાથે શું લેવા-દેવા? માણસો તો સોનામહોરો જોઈને મલકે.. પણ અહીં તો ઉંદર પણ મલકે છે. રે, સોના ! તારું ગજબનું આકર્ષણ છે ! ઉંદરે દરમાંથી એક પછી એક સોનામહોરો કાઢવા માંડી. ઢગલો કરીને આસપાસ નાચવા લાગ્યો. જરૂર પૂર્વભવમાં આ કોઇ લોભી વેપારી હોવો જોઇએ. એના જ આ સંસ્કારો લાગે છે. માણસને હું કુમારપાળ : ૩૯૧ આત્મ કથાઓ • ૩૯૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ તો પશુતાના સંસ્કારો નડે, પણ ક્યારેક પશુને પણ માણસના કુસંસ્કારો નડતા હોય છે. મારું મન વિચારી રહ્યું. ત્યારે મારું ખીસું ખાલી હતું. મેં વિચાર્યું : આ ઉંદરને સોનામહોરોથી શું કામ છે ? એણે ક્યાં વેપાર કરવો છે ? મારે અત્યારે ખાસ જરૂર છે. હું લઇ લઉં તો સારું રહેશે. મેં બધી સોનામહોરો લઇ લીધી. ગણી. ૨૧ હતી. હવે હું જોવા લાગ્યો ઃ ઉંદર શું કરે છે ? સોનામહોરો જતાં તે શું કરશે ? રડશે ? તરફડશે ? સાચે જ એમ જ થયું. ઉંદરડો તરફડવા લાગ્યો. ઝૂરવા લાગ્યો. હાય ! હાય ! કયો ચોર મારી સોનામહોરો ચોરી ગયો ? કદાચ એનું મન બોલી રહ્યું હતું. ક્યાંય સોનામહોરો ન દેખાતાં એને એટલો આઘાત લાગ્યો કે તે બાજુની શિલા પર માથું અફાળી-અફાળી મૃત્યુ પામ્યો. હું કાંઇ વિચારું ન વિચારું ત્યાં સુધીમાં તો એના રામ રમી ગયા હતા. મારા નિમિત્તે ઉંદરનું થયેલું મૃત્યુ જોઇને મારું હૃદય વલોવાઇ ગયું. અરેરે... કેવી ભયંકર હિંસા ! હું પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરી રહ્યો. મને ત્યારે ક્યાં ખબર હતી કે પશ્ચાત્તાપની આ ગંગામાંથી જ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે ? એક દિવસ હું હેમચન્દ્રસૂરિજી પાસે આનું પ્રાયશ્ચિત્ત માગીશ અને તે પ્રાયશ્ચિત્તરૂપે અહીં બંધાવેલું ગગનચુંબી મંદિર, મૂષકવિહાર (તારંગા તીર્થ)' તરીકે ઓળખાશે ને સદીઓ સુધી ભવ્યાત્માઓને પવિત્રતાની પ્રેરણા આપતું રહેશે ? હવે મને કુટુંબ યાદ આવવા લાગેલું. ઘણો વખત થઇ ગયો હતો. દધિસ્થલી છોડ્યા ને, હું તે તરફ જઇ રહ્યો હતો. રસ્તામાં ઉદિરા ગામે દેવશ્રી નામની મહિલાએ મારી સુંદર સેવા કરી. હું ખુશ થઇ ગયો. મેં કહ્યું : બેન ! સાચે જ મેં તને ધર્મની બેન તરીકે સ્થાપી છે. જ્યારે હું પાટણની રાજગાદી પર આવીશ ત્યારે તારા હાથે રાજતિલક કરાવીશ. દેવશ્રીની મધુર સ્મૃતને વાગોળતો હું દધિસ્થલી પહોંચ્યો. કુટુંબને મળ્યો. ખૂબ જ આનંદ આવ્યો. પણ આનંદ મારા નસીબમાં ક્યાં લખાયેલો હતો ? મારે તો હજુ ઘણું રખડવાનું હતું. સિદ્ધરાજ મને ક્યાં છોડે એમ હતો ? હું સિદ્ધરાજને કદાચ ભૂલી જાઉં... પણ એ મને ભૂલે તેમ ન્હોતો. આત્મ કથાઓ • ૩૯૨ થોડા દિવસોમાં જ મને સમાચાર મળ્યા : કુમારપાળ ! તમારા પ્રાણ ખતરામાં છે ! દધિસ્થલીને ફરતે સિદ્ધરાજના સૈનિકોએ ઘેરો ઘાલી દીધો છે. ગમે તેમ કરીને હવે તમે ભાગી છૂટો. જો કે ભાગી શકવું પણ શક્ય નથી. ક્યાંક છુપાઇ જશો તો જ કદાચ બચી શકાશે.' શિવ શિવ શિવ. આ સિદ્ધરાજ મારો ક્યારે કેડો છોડશે? આદુ ખાઇને મારી પાછળ પડ્યો છે. મેં એનું એવું તે શું બગાડ્યું છે ? પ્રભુ ! મને બચાવો ! તારા સિવાય મારે કોઇ આધાર નથી. મેં પ્રભુને યાદ કરવા માંડ્યા. પણ અત્યારે તો લાગતું હતું કે જાણે પ્રભુ પણ કાંઇ સાંભળે એમ નથી. મારી જગ્યાએ જો બીજો કોઇ હોય તો પ્રભુ પરની શ્રદ્ધા જ ઊઠી જાય ને કહી દે : પ્રભુ-પ્રભુ જેવી કોઇ ચીજ નથી. પ્રભુ ક્યારનોય મરી પરવાર્યો છે. એ જો હોય તો આવા અન્યાયો શા માટે ? મારા જેવા નિર્દોષ માણસને ભયભીત થઇને કેમ જીવવું પડે ? પણ હું તો ભગવાન પ્રત્યે પરમ શ્રદ્ધાળુ હતો. આવી મુસીબતોમાં પણ પ્રભુ જ મારી રક્ષા કરી રહ્યા છે. એવી મને પ્રતીતિ થતી હતી. જો પ્રભુની કૃપા મારા પર ન હોય તો સિદ્ધરાજના આટલા બધા પ્રયત્નો છતાં હું જીવતો શી રીતે રહી શકું ? રાજા જેના પર રૂઠે એને મરતાં વાર કેટલી ? પણ રાજાના પણ રાજા - પ્રભુ-ની મારા પર રહેમ નજર હતી. રામ રાખે તેને કોણ ચાખે ? ની પ્રતીતિ મને ડગલે-પગલે થતી હતી. માણસ પાસે જોવાની આંખ જોઇએ. આંખમાં જો શ્રદ્ધાનું અમૃત ભર્યું હશે તો ચોમેર પ્રભુ-કૃપાના દર્શન થશે. અશ્રદ્ધાનું વિષ ભર્યું હશે તો બધેજ અન્યાય, અરાજકતા અને અવકૃપા જ દેખાશે. આખરે તો બધી જ સૃષ્ટિ તમારી દૃષ્ટિને આધીન છે. હું તો ભાગ્યો... ક્યાંક છુપાઇ રહેવાની જગ્યા શોધવા. ફરતોફરતો એક કુંભારના નિભાડા પાસે જઇ પહોંચ્યો. મેં કુંભારને કહ્યું : ‘મહાનુભાવ ! ઇંટ પકવવાનો આ નિભાડો છે તેમાં મને છુપાવી દો ને ! મારી પાછળ મારો જાન લેવા સિદ્ધરાજના સૈનિકો ભમી રહ્યા છે.’ પોતાના માલિકની આવી દશા જોઇ કુંભારનું હૃદય દ્રવી ઊઠ્યું. એ બોલી ઊઠ્યો : ‘સ્વામી ! આપ આ ઇંટોના નિભાડામાં છૂપાઇ જાવ. હું કુમારપાળ • ૩૯૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ કોઇને ખબર નહિ પડે. હું મારા પ્રાણ જવા દઇશ પણ આપને આંચ નહિ આવવા દઉં... મારા શરીરનું લોહીનું એકેક ટીપું આપની રક્ષા કરવા ઉત્સુક છે.' કુંભારની આવી વફાદારી જોઇ મારું હૃદય ઝૂમી ઊઠ્યું. પ્રજાને જો રાજાએ બરાબર સાચવી હોય તો રાજા માટે પ્રજા પોતાના પ્રાણ પાથરવા પણ તૈયાર થઇ જાય છે. એ સત્યની મને પ્રતીતિ થઇ. હું નિભાડાની અંદર ઘૂસી ગયો. મારી આસપાસ ઈટો ગોઠવી દેવામાં આવી. અંદર હું એવો ગોંધાવા લાગ્યો કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું ! જીવન-મરણ વચ્ચે હું ઝોલા ખાવા લાગ્યો. પ્રભુ ! આવા દુઃખો કોઇને નહિ આપતા. માણસને તરત જ મારી નાખજો... પણ આવી રીતે રિબાવતા નહિ. ક્યારેક હું આ રીતે પ્રભુ સમક્ષ મારો આક્રોશ ઠાલવી દેતો હતો. દધિસ્થલીના શૂન્ય ઘરો, દેવળો, ગોખલાઓ, અટારીઓ, ભોંયરાઓ, ઓરડાઓ, ઓરડીઓ, મકાનો, દુકાનો, ગલીઓ વગેરે તમામ સ્થળે બારીકાઇથી તપાસ કરતી સિદ્ધરાજની સેના અહીં આવી પહોંચી. ચારેબાજુ તપાસ શરૂ થઇ. મારી નાડીના ધબકારા વધી ગયા. દરેક વખતે પ્રભુએ મારી રક્ષા કરી છે, આ વખતે નહિ કરે ? મારું પ્રભુ-વિશ્વાસુ હૃદય બોલી રહ્યું. મારી પ્રભુ-શ્રદ્ધા ફળી. બધે સ્થાને તપાસ કરનારા સૈનિકો નિભાડા પાસે ઈટોના ઢગલા પાસે પણ આવી પહોંચ્યા. પણ બહુ ઊંડી તપાસ ન કરી. ઇટોના ઢગલામાં કુમારપાળ શી રીતે હોઇ શકે ? અહીં રહે તો અંદર ગોંધાઇ-ગોંધાઇને જ મરી જાય. આવું કાંક વિચારીને તેઓ ચાલતા થયા. મારા જીવમાં જીવ આવ્યો. પ્રભુ ! ફરી એક વખત તારો આભાર માનું છું. જગધણી ! મેં તને ક્યાંય જોયો નથી... પણ મને તારી કૃપાના તો ડગલે-પગલે દર્શન થાય છે. તારા અસ્તિત્વનું પ્રમાણ આનાથી અધિક બીજું કયું હોઇ શકે ? ધજાથી મંદિર જણાય, ધૂમાડાથી આગની ખાતરી થાય, તેમ પ્રભુ ! તારી કૃપાથી તારા અસ્તિત્વની મને ખાતરી થઇ રહી છે. મારું હૃદય મનોમન પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાથી ઝૂકી રહ્યું. થોડી વાર પછી ઈટોના ઢગલામાંથી બહાર કાઢીને કુંભારે કહ્યું: આત્મ કથાઓ • ૩૯૪ અન્નદાતા ! અત્યારે તો આપ બચી ગયા છો, પણ હવે અહીં રહેવું આપને હિતકર નથી. આપ ક્યાંક બહાર... દૂર... સુદૂર પહોંચી જાવ. એ આપના હિતમાં છે. કારણ કે અહીં તો સિદ્ધરાજ તમને ક્યાંય છોડે તેમ નથી. કુંભારની વાત ખરી હતી. કુટુંબના મોહમાં હું અહીં વ્યર્થ જ આવ્યો હતો. ફરી મેં જાનનું જોખમ હાથે કરીને ઊભું કર્યું. હવે હું વારંવાર ઝેરના અખતરા કરવા માંગતો હતો. પણ ક્યાંક દૂર જવાનું નક્કી કર્યું. કુંભારને પૂછ્યું: ‘તમારું નામ શું ?' ‘મારું નામ ‘સર્જન’ છે મહારાજ !' કુંભારે કહ્યું. “ઓહ ! સજ્જન ! નામ તેવા ગુણ છે તમારામાં. ફઇબાએ બહુ જ સમજણપૂર્વક તમારું નામ સજ્જન રાખ્યું છે. સર્જનભાઇ ! ખરું કહું છું : તમારા જેવા સજ્જનોથી જ આ ધરતી ટકી રહી છે. ઉપકારને કરનારા અને કરેલા ઉપકારને જાણનારા આ બે મહાપુરુષોથી જ ધરતી રસાતળમાં નથી ગઇ. તમારા પ્રાણ રક્ષાના ઉપકારને હું શી રીતે ભૂલી શકું ? અત્યારે તો હું કાંઇ આપી શકું તેમ નથી, પણ તમે જ્યારે સાંભળો કે પાટણમાં કુમારપાળ રાજા થયો છે ત્યારે મારી પાસે આવી જજો. હું ત્યારે કંઇક ઋણ અદા કરી શકીશ.” “આપની એ સજ્જનતા છે, પણ મારી એવી બદલો લેવાની કોઇ ભાવના નથી. તમને બચાવતાં અત્યારે જે મને આનંદ થયો એ જ મારે મન મોટી વાત છે. બદલો લઇને હું ઉપકારનો વેપાર કરવા માંગતો નથી.” ‘તમે ભલે ન ઇચ્છો. તમારે ન જ ઇચ્છવું જોઇએ. પણ હું શી રીતે ભૂલી શકું ?' મેં કહ્યું અને તરત જ મેં વિદાય લીધી. | ‘હજાર હાથવાળો ભગવાન તમારી રક્ષા કરે. તમારો પંથ કંટક હીન હો ! તમારી દુઃખની રાત વીતી જલદી સુખનું પ્રભાત પ્રગટો.” સર્જન કુંભારના છેલ્લા શબ્દો સંભળાઈ રહ્યા. એ શબ્દોમાં પણ સજ્જનતા પ્રતિબિંબિત થતી હતી. હવે પળવાર પણ દધિસ્થલીમાં રહી શકાય તેમ નહોતું. હું વોસિરિ નામના બ્રાહ્મણની સાથે કેટલાક દિવસે ખંભાત જઇ પહોંચ્યો. હું કુમારપાળ : ૩૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ ત્યાં મેં સાંભળ્યું કે જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ અહીં જ બિરાજમાન છે. મેં એમની પ્રસિદ્ધિ ઘણી જ સાંભળી હતી. એમની વિદ્વત્તા, એમની પ્રતિભા, એમનું વાત્સલ્ય, એમની વાકપટુતા ખૂબ જ અદ્ભુત છે. ક્યાંય જોટો ન જડે એવા અદ્દભુત એ પુણ્યપુરુષ છે. એમની પાસે જવાથી જાણે આપણે અપાર જ્ઞાનના સાગર પાસે આવ્યા હોઇએ તેવી પ્રતીતિ થાય. એમનું જ્ઞાન એટલું વિશાલ છે કે તેમને સર્વજ્ઞ જેવા કહેવામાં આવે છે. એમ મેં લોકોના મુખે ઘણીવાર સાંભળ્યું હતું. સિદ્ધરાજના એ રાજગુરુ હતા. મને પણ તેમના પ્રત્યે આદર હતો. હું તેમના ઉપાશ્રયે પહોંચી ગયો. આચાર્યશ્રી ત્યારે ઉપદેશ આપી રહ્યા હતા. આખો ઉપાશ્રય હકડેઠઠ ભરેલો હતો. હું પણ પાછળ બેસી ગયો. ઓહ ! શું ઉપદેશની પદ્ધતિ ! સરળ ભાષા ! મધુર વાણી ! સહજ લયબદ્ધ પ્રવાહ ! વિષયનું સચોટ નિરૂપણ ! ક્યાંય આવેશ નહિ. ક્યાંય બૂમ-બરાડા નહિ. સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક અધ્યાત્મને સ્પર્શતી વાણી ! જાણે ખળ... ખળ... વહેતી ગંગા ! એ ગંગાના પ્રવાહમાં આપણે પણ વહેતા જ જઇએ... વહેતા જ જઇએ... ક્ષણે-ક્ષણે “હવે શું આવશે ? હવે શું આવશે ?'ની જિજ્ઞાસાને ઉત્પન્ન કરતી વાણી સાચે જ અભુત હતી. કોયલનો ટહુકાર, રૂપાની ઘંટડી, ગંધર્વની વીણા વગેરે તમામ અવાજોની મીઠાશ જાણે આ એક જ અવાજમાં સંગૃહીત બની હતી. વ્યાખ્યાન ક્યારે પૂરું થઇ ગયું તેની પણ મને ખબર ન પડી. હજુ પણ ચાલ્યા કરે તો સારું - એવા સમસ્ત શ્રોતાઓના ભાવ સાથે વ્યાખ્યાન પૂરું થયું. શ્રાવકો બધા ગયા ત્યારે હું પૂજય આચાર્યશ્રી પાસે ગયો. મારી આપવીતી સંભળાવી અને કહ્યું: “ગુરુદેવ ! અત્યારે તો હું ભૂતની જેમ ભટકી રહ્યો છું. રખડુ ભીખારી જેવી જિંદગી ગુજારી રહ્યો છું. મારા દુઃખોનો અંત ક્યારે આવશે ? માણસો કહે છે કે દરેક રાતનો અંત હોય છે. દરેક દુઃખનો પણ અંત હોય છે. પણ મારી રાતનો ક્યારે અંત આવશે ? મારા જીવનમાં સુખની સવાર ક્યારે ઊગશે ? પ્રભુ ! હું ૨૪ વર્ષની ઉંમરથી આમ જ ભટકી રહ્યો છું. સિદ્ધરાજના ત્રાસથી સતત ભયભીત જીવન જીવવું પડે છે. સતત ભય નીચે જીવતા માણસોનું જીવન આત્મ કથાઓ • ૩૯૬ કેવું કરુણ હોય એ તો અનુભવ કરે તેને સમજાય. ગુરુદેવ ! હવે મારા દુઃખોનો વિસ્તાર ક્યારે ?” - પૂજ્ય ગુરુદેવે કરુણાદ્ધ ચિત્તે કહ્યું : “કુમારપાળ ! એટલું યાદ રાખ કે હંમેશાં મહાપુરુષોના જીવનમાં જ દુઃખો ઘણા આવે છે. દુઃખો જ એમના જીવનને ઘડે છે. મને એક તો મહાપુરુષ એવો બતાવ જેના જીવનમાં દુઃખ ન આવ્યું હોય ? રામચંદ્રજી, પાંચ પાંડવ, હરિશ્ચંદ્ર, સનત્કુમાર વગેરે તમામને યાદ કર. કેટલા બધા દુઃખો આવ્યા હતા એમના જીવનમાં ? લોકો એમને આજે પણ શા માટે યાદ કરે છે ? દુઃખોની અગ્નિપરીક્ષામાંથી તેઓ પાર ઊતર્યા હતા માટે. કુમારપાળ ! તું નોંધી રાખ કે અગ્નિપરીક્ષા હંમેશાં સોનાની થાય છે, કથીરની નહિ. ગ્રહણ હંમેશાં સૂર્ય અને ચંદ્રનું થાય છે, તારાઓનું નહિ. મહાપુરુષોના જીવનમાં જ મોટા દુઃખો આવે છે, સામાન્ય માણસોના જીવનમાં નહિ. તારા પર આટલા બધા દુઃખો આવી પડ્યા એમાં પણ હું તો કુદરતનું કોઇ અદ્ભુત આયોજન જોઇ રહ્યો છું. નિસર્ગ તને એ દુઃખો દ્વારા ઘડી કોઇ વિશિષ્ટ વ્યકિત બનાવવા માંગે છે. કુંભાર ઘડાને બજારમાં મૂકતા પહેલાં નિભાડામાં તેને તપાવે છે, તેમ કુદરત પણ તને અત્યારે તપાવીને મજબૂત બનાવી રહી છે. બીજ ધરતીમાં એકાંત અને ગરમીના દુ:ખો સહન કરે છે, ત્યારે જ વૃક્ષ બની શકે છે. પથ્થર શિલ્પીના ટાંકણ સહન કરે છે ત્યારે જ પ્રતિમાનું રૂપ ધારણ કરી શકે છે. મારી આર્ષદૃષ્ટિ જોઇ રહી છે કે તારા પર પણ અત્યારે દુ:ખના ટાંકણા પડી રહ્યા છે તે નિરર્થક નથી. એકેક ટાંકણા દ્વારા તારી અંદર પડેલો પથ્થર પ્રતિમાનું રૂપ ધારણ કરતો જાય છે અને એક દિવસ આવશે જ્યારે તું પ્રતિમા બનીને જગતના ચોકમાં આવીશ. અંબિકાદેવીનાં વચનો હું આજે પણ ભૂલ્યો નથી. તું અવશ્ય એક દિવસ ગુજરાતનો રાજા બનીશ કુમારપાળ !” ‘પણ ગુરુદેવ ! ક્યારે ? “હું રાજા બનીશ.” એટલી જો આપે આગાહી કરી તો સાથે-સાથે એ પણ બતાવી દો કે હું ક્યારે રાજા બનીશ? મતલબ કે કયા દિવસે ?” “વિ.સં. ૧૧૯૯ માગશર વદ ચોથના દિવસે તું પાટણની હું કુમારપાળ : ૩૯૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ રાજગાદી પર બિરાજમાન થઇશ. આ મારી ભવિષ્યવાણી છે. જા, તારા મગજના પાના પર લખી રાખ.” ગુરુદેવની આવી દઢતાભરી વાણી સાંભળી મને હવે કાંઇક ધરપત થઇ. ઉદયન મંત્રી પાસે જ ઊભા હતા. તેઓ મને પોતાને ઘેર લઈ ગયા અને મને પ્રેમથી જમાડ્યો. મને લાગ્યું : હવે એ દુઃખના દિવસો ગયા. રઝળપાટના દિવસો પૂરા થયા. પણ હંમેશની જેમ ફરી એક વખત મારી આશા ઠગારી નીવડી. મને કોઇએ આવીને કહ્યું : કુમારપાળ ! સાવધાન ! તું અહીં છે, તેની ખબર સિદ્ધરાજને પડી છે. તને મારવા માટે સૈનિકો આવી રહ્યા છે. જલદી-જલદી તારી સુરક્ષાનો બંદોબસ્ત કરી લે. હું ખળભળી ઊઠ્યો. ખંભાતમાં મારે જવું ક્યાં ? દધિસ્થલીમાં ઘર હતું. પાટણમાં બેન-બનેવી હતા... પણ અહીં કોણ ? અરે... જેનું કોઇ નથી એના ભગવાન છે, ગુરુ છે. મારે ચિંતા શું કરવાની ? ભગવાનના પ્રતિનિધિ ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અહીં જ છે. એમનું જ શરણું પકડી લઉં... હું તરત જ ત્યાં પહોંચ્યો. ગુરુદેવ વસ્તુસ્થિતિ પામી ગયા. કહ્યું: ચિંતા ન કર. બધા સારાં વાનાં થશે. અંબિકા દેવીનું વચન કદી અસત્ય નહિ થાય. ચાલ, મારી સાથે. હું કહું ત્યાં છુપાઇ જા. હું એમની સાથે ઉપાશ્રયની નીચેના ભોંયરામાં ગયો. ત્યાં પુષ્કળ તાડપત્રીય ગ્રંથો અને તાડપત્રોનો ઢગલો પડ્યો હતો. તમે એ તો જાણતા જ હશો કે હેમચન્દ્રસૂરિજી તો મહાન ગ્રંથકાર હતા. ગ્રંથો જ એમનું જીવન હતું. એમની પાસે જ્યારે જઇએ ત્યારે ગ્રંથોનું કાંઇને કાંઇ કામ ચાલતું જ હોય. એના માટે તાડપત્રો વગેરે પણ પડ્યા જ હોય. તાડપત્રોનો આવો સામાન ભોયરામાં પડ્યો હતો. મને તેમણે કહ્યું : તાડપત્રોના અને ગ્રંથોના ઢગલામાં છૂપાઇ જા. અમે તારી ઉપર અને આસપાસ પુસ્તકો અને તાડપત્રો ગોઠવી દઇશું. હું ભગવાનનું નામ લઇ ત્યાં બેસી ગયો. થોડી જ વારમાં સિદ્ધરાજના સૈનિકો આવી પહોંચ્યા. ખંભાતમાં બધે જ તપાસ કરતા-કરતા આખરે ઉપાશ્રયે આવ્યા. પૂછ્યું : “ક્યાં છે કુમારપાળ ?' આત્મ કથાઓ • ૩૯૮ સૂરિજીએ પૂરી સ્વસ્થતાથી કહ્યું : કુમારપાળ ? અહીં કુમારપાળ કેવો ને વાત કેવી ? તમને કોઇએ જૂઠી વાત કહી લાગે છે. - આચાર્યશ્રીએ જીવનભર અસત્યનો ત્યાગ કર્યો હતો, છતાં આજે તેઓ જૂઠું બોલ્યા હતા. તમે કહેશો : આમ કેમ ? શું જૂઠું બોલવાથી આચાર્યશ્રીના સત્યવ્રતનું ખંડન ન થયું ? ના... જરાય નહિ. ઉલટું સત્યવ્રત વધુ મજબૂત થયું. સત્યવ્રતનો અર્થ એ નથી કે બધી સાચી વાતો કહી દેવી. કાણાને કાણો, આંધળાને આંધળો, સાચું છે તોય ન કહેવાય, સત્ય પણ અહિતકર, હિંસાવર્ધક કે અપ્રિય હોય તો કહી શકાય નહિ. માની લો કે જંગલમાં શિકારીએ એક માણસને હરણ ક્યાં ગયા છે ? એમ પૂછ્યું - ને પેલો તેના જવાબમાં, ‘પોતે જોયા હોવા છતાં મેં નથી જોયા’ એમ કહે તો જૂઠું બોલ્યો કહેવાય ? આ જૂઠું હોવા છતાં જૂઠું નથી. અસત્ય બોલવા છતાં સત્યવ્રત મજબૂત કર્યું કહેવાય. મારા પૂજ્ય ગુરુદેવશ્રી તો અગાધ જ્ઞાની હતા. અનુપમ ગીતાર્થ હતા. એમણે જે જૂઠા વચનનો પ્રયોગ કર્યો એ પણ સત્યની રક્ષા માટે. એ એમના જ્ઞાનમાં મને ધાર્મિક રાજા તરીકે જોઇ રહ્યા હતા. જૈન શાસનની મહાન પ્રભાવના જોઇ રહ્યા હતા. જ્યાં આવડો મોટો લાભ દેખાતો હોય ત્યાં નાનકડું અસત્ય, “અસત્યશી રીતે ગણાય ? માણસને જ નહિ, પશુઓને બચાવવા પણ કદાચ જૂઠું બોલવું પડે તો પણ તે ધર્મ છે તો માણસને... માણસમાં પણ ભવિષ્યમાં ધાર્મિક રાજા બનનારને બચાવવાની બાબતમાં તો પૂછવું જ શું ? સૈનિકોએ ઉપાશ્રય જોયો. ભોંયરામાં પણ આવ્યા, પરંતુ પુસ્તકોના ઢગલા જોઇ, ‘આમાં કુમારપાળ શી રીતે હોઇ શકે ?' વિચારીને પાછા ગયા. મારા હૈયે શાંતિ થઇ. મેં ગુરુદેવના ચરણે માથું નમાવ્યું અને આંસુ સારતાં કહ્યું : ગુરુદેવ ! આપ મારા પરમ હિતકર છો. આપનો દયામય જૈન ધર્મ કેવો હોય તેનો નમૂનો આજે મને જોવા મળ્યો છે. આપે મારા પ્રાણ બચાવ્યા. આપનો બદલો હું શી રીતે ચૂકવું? છતાં એટલું કહું છું કે જો હું પાટણની ગાદીએ બેસીશ તો અવશ્ય આપને ગુરુ બનાવીશ. હું કુમારપાળ : ૩૯૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ (3) હું રાજા બન્યો હવે સિદ્ધરાજના ભયથી સંપૂર્ણ મુક્ત બનવા મેં માળવા તરફ પ્રયાણ આદર્યું. હવે સિદ્ધરાજ તરફથી ભય ઓછો થઇ ગયો હતો. જો કે ભય હતો તો ખરો જ, પણ માળવા ગુજરાતથી દૂર પડી જાય એટલે મારી ગુપ્તતા જળવાઇ રહી. કેટલાક વખત સુધી હું ત્યાં રહ્યો. જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રચાર્યની આગાહી પ્રમાણે વિ.સં. ૧૧૯૯ મા.વ. ૪ની હું રાહ જોવા લાગ્યો અને એ વખત જોત-જોતામાં આવી પહોંચ્યો. દુઃખના દહાડા જો કે લાંબા લાગતા હોય છે, છતાં હવે મને પહેલાં જેટલું દુઃખ હોતું. રઝળપાટ મટી ગઇ હતી. મોટું દુઃખ અનુભવ્યું હોય પછી સામાન્ય દુઃખ તો કાંઇ જ ન લાગે. ઉલટું એમાં પણ સુખ લાગે. મારે પણ એવું જ થયું. અલ્પદુઃખવાળો મારો એ સમય ઝડપભેર પસાર થઇ ગયો. હજુ તો વિક્રમ સંવત ૧૧૯૯ના નૂતન વર્ષની શરૂઆત જ હતી ત્યાં મને સમાચાર મળ્યા : કા.સુ. ૩ના સિદ્ધરાજ મૃત્યુ પામ્યો છે. મરતાંમરતાં સિદ્ધરાજે કહેલું છે કે - મારા ઉત્તરાધિકારી તરીકે સેનાપતિ ચાહડને સ્થાપવો. કુમારપાળને તો નહિ જ. પરંતુ પ્રજા તથા મંત્રીઓનો એવો મત છે કે ત્રિભુવનપાળના પુત્રોમાંથી જ કોઇ રાજા થવો જોઇએ. કારણ કે રાજ્યના સાચા વારસદાર તેઓ છે. સિદ્ધરાજના નજીકના સગાઓ તેઓ જ છે. હું તરત જ પાટણ પહોંચ્યો. સિદ્ધરાજની અત્યેષ્ટિ થઈ ચૂકી હતી. સત્તાની સાઠમારી ચાલુ હતી. સામંતો-મંત્રીઓ વગેરેમાં ‘રાજા' કોને બનાવવો? તે અંગે મતભેદો ઊભા થયા હતા. સામાન્ય રીતે મૃત્યુ પછી ૧૨ દિવસમાં નવા રાજાની સ્થાપના થઇ જવી જોઇએ - એ પ્રાચીન પરંપરા પણ જળવાઈ ન્હોતી. એનાથી વધારે દિવસો વીતી ગયા હતા. ઘડીભર તો મને થઇ આવ્યું : આવી સત્તાની સાઠમારીમાં મારે શા માટે જવું જોઇએ ? હું રાજા ન થયો તો શું ફરક પડવાનો છે? સારા માણસોએ તો સત્તાથી દૂર જ રહેવું જોઇએ. સત્તા એટલે ગંદવાડ ! નર્યો કાદવ ! ત્યાં સારા માણસને પણ બગડી જતાં વાર ન લાગે ! સત્તાનો કોક નશો જ એવો છે ! પણ બીજી જ પળે મને વિચાર આવ્યો : સારા માણસો જો સત્તાથી દૂર રહેશે તો દુષ્ટ માણસો તો તૈયાર જ છે ! સારા માણસો સત્તાથી દૂર રહે તેનો અર્થ એ થયો કે તેમણે હાથે કરીને દુર્જન માણસોને તક આપી. સત્તા આવ્યા પછી “સારા” રહી શકાય નહિ, માટે સત્તાથી દૂર ભાગવું એ તો નર્યો પલાયનવાદ થયો. એવા સારા માણસની સજ્જનતા નપુંસક પુરવાર થઇ ગણાય. જો ખરેખર સજ્જનતા હોય તો સત્તા મળતાં એ શા માટે ચાલી જાય - એ તકલાદી સમજવી. તડકો લાગતાં જ જે રંગ ઊડી જાય તે હળદરિયો સમજવો. જો સજ્જનતા સાચું સોનું હોય તો સત્તાની આગ મળતાં વધુ ઝળકવું જોઇએ. જો ન ઝળકે હું કુમારપાળ • ૪૦૧ આત્મ કથાઓ • ૪00 Page #202 -------------------------------------------------------------------------- ________________ તો સમજવું કે એ સોનું નહિ, કથીર હતું ! દુષ્ટોને અને તેમની દુષ્ટતાને હઠાવવાનો માર્ગ પલાયનવાદ નથી. પલાયનવાદથી દુષ્ટો વધુ મજબૂત થશે. તેઓ તો તેમ જ ઇચ્છે છે કે સજ્જનો ભાગી જાય. ‘રાવણો'ને પડકારવા હશે તો ‘રામો'એ દૂર ન ભાગવું જોઇએ. સામે ચડવું જોઇએ. દુનિયાભરના તમામ “રામ” એકઠા થઇ જાય તો “રાવણોની તાકાત નથી કે જગતને હેરાન કરી શકે. જગત રાવણોથી (કુરાજાઓથી) વારંવાર હેરાન થતું રહ્યું છે તેનું એક કારણ ‘રામો'ની પીછેહઠ પણ છે. ના... મને આવો પલાયનવાદ મંજૂર નથી. જો સહજ રીતે મળી જાય તો હું સત્તા સ્વીકારવાનો ને જગતને ‘સારો રાજા' કેવો હોય ? તેનો આદર્શ આપવાનો ! મારું મન બોલી રહ્યું હતું. આખરે મંત્રીઓ, સામંતો, સેનાપતિઓ, નગરશેઠો - વગેરેએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે : રાજા તો ત્રિભુવનપાળના ત્રણ પુત્રોમાંથી કોઇ એકને જ બનાવવો. અમને ત્રણેને બોલાવવામાં આવ્યા. મારા બીજા બે ભાઇઓ હતા : કીર્તિપાળ અને મહીપાળ. સૌ પ્રથમ કીર્તિપાળને ગાદીએ બેસવા કહેવામાં આવ્યું પણ એ તો આકુળ-વ્યાકુળ થઇ ગયો. એનું શરીર પસીનાથી રેબ-ઝેબ થઇ ગયું. મંત્રીઓએ વિચાર્યું ઃ આવા ભયભીત અને વ્યાકુળ માણસનું અહીં કામ નથી. બીજા ભાઇને ગાદીએ બેસાડવા પ્રયત્ન કરવામાં આવ્યો તો તે હાથ જોડીને ઊભો રહ્યો. અલ્યા! અહીં હાથ જોડવાના ન હોય. અધિકારથી, વટથી ગાદી પર બેસવાનું હોય.” સૌના મન બોલી ઊઠ્યા. એ પણ નાપસંદ થયો. હવે મને કહેવામાં આવ્યું. ઊંડા આત્મવિશ્વાસ, સંપૂર્ણ સ્વસ્થતા અને ઊછળતા ઉત્સાહ સાથે હું અધિકારપૂર્વક બેસી ગયો. મારો પ્રૌઢ પ્રતાપ અને અડગ આત્મ-વિશ્વાસ જોઇ સૌએ પસંદગીનો કળશ મારા પર ઢોળ્યો. હું તે દિવસથી ગુજરાતનો રાજા થયો. એ દિવસ હતો : વિ.સં. ૧૧૯૯, માગ. વદ ૪, રવિવાર ! બરાબર આગાહી પ્રમાણેનો જ ! મનોમન હું હેમચન્દ્રસૂરિજીને નમી રહ્યો, એમની ક્રાન્તર્દષ્ટિને અભિનંદી રહ્યો. ત્યારે મારી ઉંમર કેટલી થઇ હતી ? તે જાણો છો ? પૂરા પચાસ આત્મ કથાઓ • ૪૦૨ વર્ષ! ૨૪ વર્ષની ઉંમરે સિદ્ધરાજ તરફથી ભય ઊભો થયો. મેં રઝળપાટ શરૂ કરી. જિંદગીના અમૂલ્ય ૨૫ વર્ષો તો મારા રઝળપાટમાં ગયા. સત્તા મળતાં જ માણસો ભાન ભૂલી જતા હોય છે... બીજાને તો ઠીક પોતાના ઉપકારીઓને પણ ભૂલી જતા હોય છે - એમ લોકો કહેતા હોય છે. પણ હું એવો કૃતદન થવા નહોતી માંગતો. જેણે જેણે મારા પર ઉપકાર કરેલા તે બધાના નામ મેં મારા મગજના ખાનામાં નોંધી રાખ્યા હતા. મારા રાજતિલક માટે ઉંદિરા ગામની દેવશ્રીને બોલાવી. ભીમો ખેડૂત, સજ્જન (આલિગ) કુંભાર તથા વોસિરિ બ્રાહ્મણ વગેરે તમામને બોલાવી ગામ-ગરાસ વગેરે આપ્યું. આલિમકુંભારને ચિત્તોડનું ૭00 ગામનું પરગણું આપ્યું. ભરૂચના વોસિરિને લાટ દેશનો દંડનાયક બનાવ્યો, દેવશ્રીને ધોળકા આપ્યું. ભીમા ખેડૂતને ગરાસ આપ્યો અને... પેલા જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિજી; જેમણે ખંભાતમાં મારો જીવ બચાવેલો તથા સચોટ આગાહી કરેલી તેમને હું શી રીતે ભૂલી શકું ? મેં તો તેમને ત્યારે જ કહેલું : જો હું રાજા બનીશ તો મારા ગુરુ આપ હશો. મેં તેમને સન્માનપૂર્વક સભામાં બોલાવ્યા. ધર્મોપદેશ સાંભળ્યો. મને સૂરિદેવનું સાંનિધ્ય ખૂબ જ ગમ્યું. છતાં એક વાત તો ખરી જ કે હું કટ્ટર મહાદેવ ભક્ત હતો. તેથી ખાનગીમાં મેં આચાર્યશ્રીને કહી પણ દીધેલું : ગુરુદેવ ! આપ જૈનાચાર્ય છો એટલે એક વાત કહી દઉં કે આપે મને જૈન ધર્મની વાતો કરી-કરીને મને આકર્ષિત કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ કે હું ચુસ્ત શિવ-ભક્ત છું. તમારો ધર્મ ઘણો દયામય છે. તમારે દયા-કરુણાની વાતો કરવાની, પણ મારી પાસેથી માંસાહાર છોડાવવાનો પ્રયત્ન નહિ કરવો. કારણ કે માંસ મને ખૂબ જ પ્રિય છે. ' સૂરિજી મારા તરફ જોઇ મર્માળુ હસ્યા અને કહ્યું : રાજન! તમારી શરત હું માન્ય રાખી શકું નહિ. જો હું તમને પાપથી ન બચાવું, જો હું તમને સન્માર્ગે ન વાળું તો મારે બીજું કરવાનું શું ? શું મારે તમારા માન-સન્માન જ લીધે રાખવા ? બદલામાં કોઇ કલ્યાણકારી કાર્ય ન કરવું? રાજનું ! મારી આ વાતો તમને કડવી લાગશે. પણ એ ભૂલશો નહિ કે કડવી વાતો હિતસ્વી જન જ કહેતા હોય છે. તમે મને ગુરુ તરીકે હું કુમારપાળ • ૪૦૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ IT (4) મેં માંસાહાર છોડ્યો | સ્થાપ્યો છે તો હું મારી ફરજ અવશ્ય બજાવીશ. જેનો વૈદ મીઠા-બોલો તે દર્દી નીરોગી થવાની આશા છોડી દે. જેનો શિક્ષક મીઠાબોલો તે વિદ્યાર્થી બહુ ભણતરની આશા છોડી દે અને જેનો ગુરુ મીઠાબોલો તે શિષ્ય કલ્યાણની આશા છોડી દે, હું તમારી પાસે તમને ગમે તેવી મીઠીમીઠી વાતો જ કહેવા નથી આવ્યો. અવસરે કડવી વાત પણ કહીશ. આચાર્યશ્રીની સત્ત્વભરી વાણીથી હું પ્રસન્ન થઇ ઊઠ્યો. માનસન્માનથી પર માત્ર કલ્યાણના ઇચ્છુક ગુરુદેવને પામીને કોણ પ્રસન્ન ન થાય ? પણ આચાર્યશ્રી ઊતાવળા હોતા. બહુ જ ઠંડકથી તેઓ મારું જીવન સન્માર્ગે વાળવા માંગતા હતા. તેમણે મને સીધે-સીધી કદી એવી વાત કહી નહિ કે તું માંસ છોડી દે. તું જૈન બની જા. કદાચ એવું કહેત તો હું માનત કે નહિ એ પણ સવાલ હતો ! સીધે-સીધી કોઇની વાત સ્વીકારવી બહુ ભારે પડતી હોય છે. એક દિવસ મને સમાચાર મળ્યા : સોમનાથ મહાદેવ (પ્રભાસ પાટણ)નું મંદિર, જે લાકડાનું બનેલું હતું, એકદમ ખખડધજ થઇ ગયું છે. જીર્ણોદ્ધાર કરવાની આવશ્યકતા છે. હું મહાદેવનો પરમ ભક્ત હતો. મંદિરની આવી અવસ્થા શી રીતે જોઇ શકું ? મેં જીર્ણોદ્ધાર કરાવવાનું નક્કી કર્યું. કોઇ પણ વાત હોય તો ગુરુદેવને જણાવ્યા વિના રહેતો નહિ. એમની સલાહ પર મને અતૂટ વિશ્વાસ હતો. મેં પૂછ્યું : “ગુરુદેવ ! સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારની મારી ભાવના છે. આ કાર્ય નિર્વિદનરૂપે થાય, માટે મારે શું કરવું ? આપ તો જાણો જ છો કે સારા કાર્યમાં સો વિદનો આવે. ‘શ્રેયાંસિ બહુ વિનાનિ !' સૂરિદેવે તક ઝડપી લીધી. કહ્યું : કુમારપાળ ! વિનો હંમેશા પાપકર્મોના કારણે આવતા હોય છે. પાપકર્મોના નાશ માટેના બે ઉપાયો બતાવું છું : (૧) બ્રહ્મચર્ય જેવા કોઇ મહાન નિયમનું ગ્રહણ અથવા (૨) અત્યંત મન ગમતી ચીજનો ત્યાગ. મને માંસાહાર ખૂબ જ પ્રિય હતો. મેં પ્રતિજ્ઞા લીધી. જ્યાં સુધી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પૂરો ન થાય ત્યાં સુધી માંસાહાર ત્યાગ ! મારા જેવા માંસાહારી માણસને સન્માર્ગે લાવવા સૂરિજીએ કેટલી મહેનત ઊઠાવી હશે? એ જ્યારે કલ્પના કરું છું ત્યારે મારું મસ્તક એમના ચરણે ઢળી પડે છે. બે વર્ષમાં તો જીર્ણોદ્ધાર પૂરો થઈ ગયો. મને એ સમાચાર મળતાં જ મેં સૂરિદેવને પૂછયું : “સૂરિજી ! હવે તો હું માંસાહાર કરી શકુંને ? પ્રતિજ્ઞા પ્રમાણે જીર્ણોદ્ધાર થઇ ગયો છે.' સમયશ સૂરિદેવ બોલ્યા : રાજન ! મહાદેવના દર્શન તો કરી લો ! એના વિના પ્રતિજ્ઞા શી રીતે પૂરી થઇ ગણાય ? જૈન-વિરોધી લોકોને હું હેમચન્દ્રાચાર્યનો સંસર્ગ કરું તે જરાય હું કુમારપાળ • ૪૦૫ આત્મ કથાઓ • ૪૦૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ ગમતું નહોતું. એમને જ્યારે ખબર પડી કે આચાર્યશ્રીએ કુમારપાળને મહાદેવના દર્શન માટે કહ્યું છે. આથી તેઓ ઉકળી ઉઠ્યા : વાહ ભાઇ ! વાહ ! આચાર્યશ્રી; જેઓ જિનેશ્વર દેવ સિવાય કોઇને માથું ઝુકાવતા નથી, તેઓ આજે કુમારપાળને મહાદેવના દર્શનની વાતો કરી રહ્યા છે. કેવા તકવાદી છે આચાર્ય ! આજે તો એમની પોલ ખૂલી પાડી દઇએ. તેઓ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા : રાજનું ! સૂરિદેવને કહો કે તમે પણ મહાદેવના દર્શનાર્થે પધારો. મેં તો ભોળાભાવે સૂરિદેવને તેમ કહ્યું. તો સૂરિદેવે તરત જ મારી વાત સ્વીકારી લીધી અને કહ્યું : એમાં આમંત્રણ હોય ? અમે પણ પ્રભાસ પાટણ આવીશું અને મહાદેવના દર્શન કરીશું. આ સાંભળીને તો વિરોધીઓના મોં સીવાઇ ગયા. શું ધાર્યું તું ને શું જવાબ મળ્યો ? સપનેય કલ્પના નહોતી કે જૈનાચાર્ય મહાદેવના દર્શનાર્થે આવે. જોઇએ હવે શી રીતે આવે છે ? હું સોમનાથ ગયો ત્યારે આચાર્યશ્રી પણ શત્રુંજ્યની યાત્રા કરી આવી ગયા હતા. વિરોધીઓની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. મારી સાથે આચાર્યશ્રી પણ શિવાલયમાં આવ્યા. શિવલિંગ સમક્ષ સ્તુતિ કરતાં આચાર્યશ્રીએ કહ્યું : भवबीजाङ्क्रजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णु वा हरो वा जिनो वा नमस्तस्मै ॥ સંસારના બીજમાં અંકૂરા પેદા કરનાર રાગ-દ્વેષ વગેરે જેમના ટળી ગયા હોય તેમને હું નમસ્કાર કરું છું ! હે ભગવાન ! પછી ભલે લોકો આપને બ્રહ્મા કહેતા હોય, વિષ્ણુ કહેતા હોય કે મહાદેવ કહેતા હોય, નામ સાથે મારે કોઇ ઝગડો નથી. તું વીતરાગ હોય એટલે બસ. તને મારા અંતરના નમસ્કાર ! હું ત્યારે એમ સમજ્યો કે સૂરિજીએ મહાદેવને નમસ્કાર કર્યા, પણ સાચી સમજણ મળ્યા પછી મને ખબર પડી કે, સૂરિજીએ વીતરાગ પ્રભુશ્રી અરિહંત દેવને જ નમસ્કાર કર્યા હતા, તે પણ મારા જેવાને સન્માર્ગે વાળવા જ ! આત્મ કથાઓ • ૪૦૬ ત્યાર પછી હું, આચાર્યશ્રી સાથે મંદિરના ગર્ભગૃહમાં ગયો. મેં સૂરિજીને પૂછ્યું : ગુરુદેવ ! ઘણા વખતથી મારા દિલમાં એક સવાલ ધોળાયા કરે છે : “સત્ય ધર્મ કયો ? જગતમાં અનેક ધર્મો છે. અનેક ધર્મશાસ્ત્રો છે. અનેક ધમાંચાર્યો છે. બધા પોતાની વાત સત્ય જણાવે છે. આમાં મારે સત્ય શી રીતે જાણવું ? ગુરુદેવ ! આજે આ પવિત્ર સ્થાને મને આ રહસ્યમય વાત જણાવી દો. મહાદેવ જેવા દેવ, આપના જેવા ગુરુ અને મારા જેવો જિજ્ઞાસુ - આ ત્રણેનું પવિત્ર ત્રિવેણી સંગમ રચાયું છે. માટે જ અત્યારની પળ પવિત્ર તીર્થરૂપ છે.” ‘સત્ય ધર્મ કહું એનો અર્થ શો ? હું જો કહું : બધા ધર્મોમાં જૈનધર્મ જ સાચો છે તો બીજા ધર્માચાર્યો પણ એમ જ કહે છે : અમારો ધર્મ ખરો છે. તો ફરી તું મૂંઝવણમાં મૂકાઇશ : કયા ધર્માચાર્યની વાત સાચી માનવી ? માટે હું કાંઇ કહું તેના કરતાં તારા પરમ આરાધ્ય દેવ મહાદેવ જ કહે તે વધુ ઉચિત ગણાશે. મંત્ર-શક્તિથી હું હમણાં જ મહાદેવને પ્રગટ કરું છું. હું મંત્ર જપતો રહીશ અને તું શિવલિંગ પર કપૂર નાખતો જજે. ' સૂરિજી જાપમાં લીન બન્યા. હું કપૂર નાખતો ગયો. થોડી જ વારમાં શિવલિંગમાંથી તેજોવર્તુલ પેદા થયું. શું એનો પ્રકાશ ? જાણે અનેક સૂર્યો એકી સાથે ઊગ્યા. ક્ષણમાં જ એ પ્રકાશ પુંજમાંથી મહાદેવજી પ્રગટ થયા. માથે જટા ! જટામાં ગંગા ! બાલચન્દ્ર ! કપાળે ત્રીજી આંખ ! ગળે સાપ ! હાથમાં ડમરું અને ત્રિશૂળ ! શરીરે ભભૂતિ ! હું અભિભૂત થઇ ગયો એમનાં તેજથી. મેં મહાદેવને સત્ય ધર્મનો સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું : કુમારપાળ ! તારી તત્ત્વ જિજ્ઞાસા અતિપ્રશંસનીય છે. હજારોમાં કોઇક ભાગ્યશાળીને જ સત્ય જાણવાની ઇચ્છા થાય છે. બાકી તો મોટા ભાગના લોકો ઊંધું ઘાલીને એમને એમ જીવ્યે જતા હોય છે. બધા કરે એમ કરવું. નાહક માથાકૂટ શું કરવી ? આ તેમનો જવાબ હોય છે. આવા લોકો જીવતા નથી, માત્ર શ્વાસ લે છે. તારી સત્યની જિજ્ઞાસા જાણી મને ખૂબ જ આનંદ થયો છે. તને જે મળેલા આ ગુરુદેવ છે, એ જે કહે હું કુમારપાળ • ૪૦૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ (5) મેં મિથ્યાત્વ તે જ સાચું માન. એના કહ્યું ચાલવાથી તારો અવતાર સફળ થઇ જશે. આ ગુરુ તો સાક્ષાત્ પરબ્રહ્મ છે. બસ, આટલામાં બધું આવી જાય છે.' મહાદેવજી તરત અદેશ્ય થઇ ગયા. હું ગુરુદેવના ચરણે ઝૂકી પડ્યો : ઓ ગુરુદેવ ! આપ જ મારા ભગવાન છો. આપ જ મારું સર્વસ્વ છો. આપે મારું ખંભાતમાં શરીર બચાવ્યું. હવે મારો આત્મા પણ બચાવો. આ લોક અને પરલોક બંને સુધારો. ફરમાવો, મારે શું કરવાનું છે ?' જો તારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો સૌ પ્રથમ માંસ ભક્ષણનો જીવનભર ત્યાગ કરી દે.' સૂરિજીની વાત મેં તરત સ્વીકારી લીધી. સાચી દિશામાં પ્રયાણ શરૂ થયું. આ તો માત્ર પહેલું ડગલું હતું... હજુ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે મારે ઘણી મંઝિલ કાપવાની હતી. હું જૈનાચાર્ય તરફ ખેંચાતો જાઉં એ જૈન વિરોધીઓને શી રીતે પસંદ પડે ? તે લોકો મને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. દેવબોધિ નામના જબરદસ્ત વિદ્વાન શંકરાચાર્યને તેમણે પાટણમાં બોલાવ્યા. દેવબોધિ જબરદસ્ત પંડિત તથા હઠયોગવિદ્યાના ઉપાસક હતા. એ જ્યારે મારા દરબારમાં આવ્યા ત્યારે તો હું તાજુબ થઇ ગયો. મેં જોયું તો એ પાલખી પર બેઠા હતા. કેવી પાલખી ? કેળના થડમાંથી બનાવેલી. જે આસન પર બેઠેલા તે આસન પણ કેળના પાંદડામાંથી બનાવવામાં આવેલું હતું. શું કોઇ કેળના પાંદડાની પાલખીમાં બેસી શકે ? નાનું છોકરું બેસે તોય ધડ... દઇને તૂટી જાય. અહીં તો કદાવર કાયાવાળા દેવબોધિ પંડ્યા બેઠા હતા. વળી તે કાચા સૂતરના તાંતણે બાંધેલી હતી. વળી એથીયે નવાઇની વાત એ હતી કે ઉપાડનારા આઠ વર્ષના ચાર છોકરાઓ હતા. ભીમ જેવા દેવબોધિને આ ટબુડિયા શી રીતે ઉપાડી લાવ્યા ? હું આશ્ચર્યચકિત થઇ ગયો. પાલખીમાં દેવબોધિ આંખો બંધ કરી, પ્રાણાયામથી શ્વાસ રોકી, પદ્માસન લગાવીને બેઠા હતા. હું તો પ્રથમ દર્શને જ અભિભૂત થઇ ગયો. વાહ ! કેવી સાધના ! મારું હૃદય પોકારી ઊડ્યું. સભામાં આવીને તેમણે અનેક ચમત્કારો બતાવ્યા. આખી સભા આશ્ચર્યવિભોર બની ગઇ. દેવબોધિની આવી કળા જોઇ હું ઝૂમી ઊઠ્યો. દેવબોધિએ રાતવાસો મારે ત્યાં જ કર્યો. ત્રણેક કલાક સુધી મારી જોડે ધર્મચર્ચા કરી. બીજે દિવસે મને દેવપૂજા માટે મંદિરમાં સાથે ચાલવા માટે કહ્યું. હું ગયો. શિવજીની પૂજા કરીને તેમણે કહ્યું : હમણાં-હમણાં તમે જૈનાચાર્ય હેમચન્દ્રસૂરિના રવાડે ચડ્યા છો તે સારું નથી. જૈનો તો નાસ્તિક છે. કારણ કે તેઓ વેદોને પ્રમાણભૂત માનતા નથી. આવા લોકોનો પડછાયો પણ શી રીતે લેવાય ? ‘વેદોમાં મારી શ્રદ્ધા રહી નથી. કારણ કે એમાં ઘણી બધી પૂર્વાપર આત્મ કથાઓ • ૪૦૮ હું કુમારપાળ • ૪૦૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ વિરોધી વાતો આવે છે.' દેવબોધિએ જોયું ઃ આમાં ફાવટ આવે તેમ નથી એટલે તેમણે ફરી ચમત્કારોનું ચક્કર ચલાવ્યું. તેમની પાસે ઇન્દ્રજાળની શક્તિ તો હતી જ. તેમણે કહ્યું ઃ રાજન્ ! હમણાં જ હું તમારી સમક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને હાજર કરું છું. મૂળરાજથી માંડીને તારા બધા પૂર્વજોને પણ હાજર કરું છું. તેઓ તને કહેશે તે તો માનીશ ને ? ઢીમ... ઢામ... ઢીમ... ઢામ... ઢીમ... ઢામ... નગારાં વાગવા માંડ્યાં અને તે સાથે બ્રહ્મા પ્રગટ થયા. ચાર મુખ ! સફેદ દાઢી ! વૃદ્ધ શરીર ! શાસ્ત્રોમાં વર્ણવેલા આ જ બ્રહ્મા ! એવું જોનારને લાગ્યા વિના રહે નહિ. તેમણે કહ્યું : હે કુમારપાળ ! વેદો અપૌરુષેય છે. તેને જે માને તે આસ્તિક. જૈનો વેદોને નથી માનતા માટે તેઓ નાસ્તિક છે. માટે તું જૈન ધર્મ તરફનું આકર્ષણ છોડી વેદોના શરણે આવ, એમાં જ તારું કલ્યાણ છે.' આટલું કહીને બ્રહ્મા અર્દશ્ય થયા. ફરી નગારાં વાગ્યાં અને વિષ્ણુ આવ્યા. તેમણે પણ તે જ કહ્યું. મહાદેવજી આવ્યા. તેમણે પણ આ જ વાત કહી. મારું મન ચક્કર-ચક્કર ફરવા માંડ્યું ? હું આ શું જોઇ રહ્યો છું ? સ્વપ્ન કે સત્ય ? મેં મારી જાતને ચુંટી ખણી. મને ખાતરી થઇ ! આ સ્વપ્ન નહિ, સત્ય છે. ઢામ... ઢીમ... ઢામ... ઢીમ... ફરીથી ઢોલ વાગ્યા. મારા પૂર્વજ મૂળરાજ વગેરે એક પછી એક આવવા માંડ્યા. બધા એક જ વાત કરવા માંડ્યા : જૈન ધર્મ તરફનું આકર્ષણ છોડ અને આપણો બાપ-દાદાથી ચાલ્યો આવતો શૈવ ધર્મ સ્વીકાર. છેલ્લે-છેલ્લે તો મારા દાદા દેવપ્રસાદ આવ્યા અને પછી મારા પિતા ત્રિભુવનપાળ પણ આવ્યા અને કહેવા લાગ્યા : બેટા ! તેં આ શું માંડ્યું છે ? આપણો પંરપરાથી ચાલ્યો આવતો ધર્મ છોડીને તું બીજે જાય છે ? તને વિચાર નથી આવતો કાંઇ ? ગીતાનું પેલું વાક્ય ભૂલી ગયો : “સ્વધર્મે निधनं श्रेयः परधर्मो भयावहः । 7 મારા પિતાજી પ્રત્યક્ષ આવીને કહેતા હોય તો શી રીતે આનાકાની થાય ? મેં તેઓની વાત સ્વીકારી. દેવબોધિને મેં કહ્યું : “હું વેદોને આત્મ કથાઓ • ૪૧૦ સ્વીકારીશ અને બાપદાદાથી ચાલ્યા આવતા શૈવધર્મમાં સ્થિર રહીશ.” દેવબોધિને સંતોષ થયો : ચલો, આપણી બાજી સફળ થઇ. તે દિવસે મને સતત એ ચમત્કારના દૃશ્યો જ યાદ આવતા રહ્યા. હું એ જ વિચારોમાં ગુલતાન બન્યો. સાંજે મારી પાસે ઉદાયન મંત્રીના પુત્ર બાહડશા આવ્યા ત્યારે મેં બધી જ વાત કરી અને કહ્યું : ‘હું વેદને નહિ છોડું. મારા પરાપૂર્વથી ચાલ્યા આવતા શૈવધર્મમાં સ્થિર રહીશ.' બાહડશા કશું ન બોલ્યા : મારું બધું સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા. એટલે મેં પૂછ્યું : મારા ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજી પાસે આવા કોઇ ચમત્કાર છે ? મારું આ વાક્ય સાંભળતા જ બાહડની આંખોમાં તેજ આવ્યું. હું એના ચહેરા પરથી વાંચી શક્યો કે - મારા ગુરુદેવ'નો વાક્ય પ્રયોગ એને ખૂબ જ ગમ્યો છે. બાહડ મંત્રીએ મને બીજે દિવસે વ્યાખ્યાનમાં આવવાનું જણાવ્યું. હું ગયો. ત્યાં મેં શું જોયું ? આચાર્યશ્રી ઉપરાઉપરી ગોઠવેલી સાતમી પાટ પર બેસી પ્રવચન આપી રહ્યા હતા. હું પહોંચ્યો ત્યાં જ બે સાધુઓ નીચેની પાટો ખસેડવા માંડ્યા. છ યે પાટ નીચેથી નીકળી ગઇ. સાતમી એક જ પાટ આકાશમાં અદ્ધર લટકી રહી હતી ને તેના પર બેસીને સૂરિજી પ્રવચન ફરમાવી રહ્યા હતા. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ક્યાં આ આચાર્યશ્રી ? ને ક્યાં પેલા દેવબોધિ ? દેવબોધિ તો પાલખીમાં હતા એને ઉઠાવનારા ચાર છોકરા હતા. જ્યારે અહીં તો આકાશમાં પાટ નિરાધાર રહેલી છે. પાલખીમાં પેલા દેવબોધિ પ્રાણાયામ દ્વારા શ્વાસ રોકીને મૌનપૂર્વક બેઠા હતા. જ્યારે આ આચાર્યશ્રી તો પ્રાણાયામની વાત જવા દો, પણ વ્યાખ્યાન આપી રહ્યા છે. શ્વાસ રોકીને શરીર હળવું બનાવ્યા પછી પાલખીમાં બેસવું એમાં કઇ મોટી વાત છે ? પણ અહીં તો એવા કોઇ જ હઠયોગના પ્રયોગ દેખાતા નથી. અહીં તો સહજયોગ છે. વળી મારા ગુરુદેવમાં ગંભીરતા પણ કેટલી છે ? અત્યાર સુધી મને ક્યારેય પોતાની આવી શક્તિ બતાવી નથી. જરૂર પડે ત્યારે જ સામાન્ય શક્તિ બતાવી છે. જ્યારે દેવબોધિ તો પ્રથમ મુલાકાતે જ ચમત્કાર બતાવીને હું કુમારપાળ – ૪૧૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ (6) અમારિ પ્રવર્તન મને પ્રભાવિત કરવા લાગ્યા. જ્યાં સાગર જેવા ગંભીર સૂરિજી ? ને ક્યાં ક્ષુલ્લક કૂપ સમ દેવબોધિ ? મારું મન બોલી રહ્યું. ઢમ... ઢમ... ઢમ... ઢોલો વાગવા માંડ્યા. આ શું ? હું વિચાર તંદ્રામાંથી જાગ્યો. ઉપાશ્રયની બહાર જોયું તો એક પછી એક તીર્થકર ભગવંતોના સમવસરણ થવા માંડ્યા. આદિનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી સુધીના તમામ ભગવાનો હાજર થવા માંડ્યા. બધાએ એક જ વાત કરી : આ ગુરુને તું છોડીશ નહિ. અરે... મૂળરાજથી માંડીને ત્રિભુવનપાળ સુધીના મારા બાપ-દાદાઓ પણ આવ્યા. તેમણે પણ એ જ વાત કહી : “કુમારપાળ ! તું ખૂબ જ ભાગ્યશાળી છે. તને આવા ગુરુ મળ્યા. હવે ધૂર્તોની વાત સાંભળીને આવા ગુરુને છોડવાની ભૂલ કરતો નહિ.” થોડીવારમાં બધું અદેશ્ય ! હું મુંઝાઇ ગયો. શું સાચું માનવું? આ ત્રિભુવનપાળ ખરા કે દેવબોધિના ત્રિભુવનપાળ ખરા ? મેં પૂછ્યું : “ગુરુદેવ ! આમાં સાચું શું ? ત્યાં પણ પૂર્વજો જોયા, અહીં પણ જોયા. બંનેની વિપરીત વાતોમાંથી મારે સાચું શું સમજવું ?” ગુરુદેવ હસ્યા. કહ્યું : “કુમારપાળ ! સાચું કહું ? બંનેમાં એકેય સાચું નથી. બંને ઇન્દ્રજાળ છે.' ‘આ ઇન્દ્રજાળ કરવાનું કાંઇ કારણ ?' શું થાય ? ક્યારેક એમ કરવું પણ પડે. કાંટાને કાઢવા બીજા કાંટાનો પ્રયોગ કરવો જ પડે છે ને ? સાચું તો તે જ છે જે તને પ્રભાસપાટણમાં સોમનાથ મહાદેવે કહેલું.’ બસ... ત્યારથી મારા હૈયે ગુરુદેવ વસી ગયા. ગુરુદેવે કહેલો ધર્મ વસી ગયો. વીતરાગ જિનેશ્વર દેવને મેં હૃદયેશ્વર તરીકે વસાવી દીધા. આ જ સત્ય છે, આ જ શ્રદ્ધેય છે. એવો પોકાર મારા રોમ-રોમમાંથી થવા માંડ્યો. મારું સમગ્ર અસ્તિત્વ એકી સાથે પોકારી ઊઠ્ય : તમેવ સર્ચ નીસંકે જં જિPહિં પવેઇઅં ! ભગવાને કહ્યું તે જ સાચું ! તે જ મારે માન્ય ! હવે મારે જીવનભર આના સિવાય બીજો કોઇ વિકલ્પ કરવો નહિ. જિનેશ્વર દેવનો દયામય ધર્મ મારા હૃદયમાં વસી ગયો. જિનેશ્વર ભગવાનની દયા મને એટલી ગમી એટલી ગમી કે હું પશ્ચાત્તાપ કરવા લાગ્યો : આવું કરુણામય શાસન કેટલું બધું મોડું મળ્યું ? મોડું-મોડું પણ મળી ગયું - એ બાબતનું મને ગૌરવ પણ હતું. ઓહ ! કેવું કરુણામય શાસન છે પ્રભુનું કે જ્યાં મોટા દેવોથી માંડીને સૂક્ષ્મ એકેન્દ્રિયની પણ દયા ચિંતવવામાં આવી છે ! જેમ જેમ હું અહિંસા પર વિચારતો ગયો તેમ તેમ મને લાગ્યું : અહિંસા-કરુણા એ જ સમગ્ર જગતનો સાર છે. એક પણ પ્રાણીની હત્યા કરવાનો કોઇ માનવને અધિકાર નથી. પોતાનું જીવન, જીવને કેટલું બધું વહાલું હોય છે ? બધું જતું કરીને પણ એ જીવનને બચાવવા તૈયાર રહેતો હોય છે. આવું વહાલું જીવન કોઇની પાસેથી છીનવી લેવાનો આપણને શો અધિકાર છે ? સિંહ અને વાઘને મારી નાખનારો માણસ મરી ગયેલી કીડીને પણ જીવતી કરી શકતો નથી. આટલું જ જો માણસ વિચારે તો હિંસા તરફની એની દોડ સ્વયમેવ થંભી જાય. મને વારંવાર વિચાર આવતો : અહિંસાનો સિદ્ધાંત જો આખું વિશ્વ સમજી જાય તો ? હિંસાના કારણે માનવજાતે આખું જગત નરક બનાવી દીધું છે. જો અહિંસા અપનાવે તો આખું વિશ્વ સ્વર્ગ બની જાય. પણ દુનિયાની વાત છોડો ! કમ સે કમ હું મારા અઢાર દેશોમાં તો અહિંસાનો ઝંડો ફરકાવું. મારે આશ્રિત રહેલી પ્રજાને તો પાપથી બચાવું ! મેં મારા સંપૂર્ણ દેશમાં સાતેય વ્યસનોને દેશવટો આપ્યો. પ્રજાને બરાબર ખ્યાલ આવે માટે સાતેય વ્યસનોનાં પૂતળાં બનાવી હજારો લોકોની સમક્ષ બાળ્યાં. પ્રતીક વિના સામાન્ય પ્રજા સમજી શકતી નથી. શિકાર, ચોરી, જારી, વેશ્યાવાડો, માંસ, મદિરા, જુગાર - આ સાતેય. રાક્ષસોને મેં દેશમાંથી તિલાંજલિ આપી. આખા દેશમાં અમારિ પ્રવર્તન કરાવ્યું. કસાઇખાના સંપૂર્ણ બંધ હું કુમારપાળ • ૪૧૩ આત્મ કથાઓ • ૪૧૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યા. તમે કહેશો : આ તો તમે કસાઇઓના પેટ પર પાટું માર્યું. બિચારા કસાઇઓનો ધંધો તૂટી ગયો ! પશુઓની દયા કરવા જતાં તમે માનવોની તો દયા જ ભૂલી ગયા. પણ હું એવો અવિચારી ન્હોતો. પશુઓની પણ દયા મારા હૃદયે વસી હોય તો માનવોની દયા ન હોય એ તમે શી રીતે કહી શકો ? ધંધા વગરના કસાઇઓને મેં ત્રણ વર્ષ સુધી સતત અનાજ આપ્યા કર્યું. તમે કદાચ કહેશો : પણ જે લોકો માંસાહારી છે, એમને તો તમે દુ:ખી જ કર્યાને ? તમારો આ તર્ક ઊંધો છે. ખરેખર તો મેં એમને સુખી જ કર્યા છે. દુઃખનું મૂળ પાપ છે. પાપથી મેં તેઓને અટકાવ્યા તો સુખી કર્યા કહેવાય કે દુ:ખી ? શરદીના દર્દી પાસેથી મા શીખંડનો વાટકો ઝૂંટવી લે, એ દર્દી દહીં વિના ચીસાચીસ કરે તો માએ એ દર્દી બાળકને સુખી કર્યો કહેવાય કે દુ:ખી ? માત્ર એના મનને શું ગમે છે ન જોવાય, એના માટે હિતકર શું છે ? એ જ જોવાય. મારા રોમ-રોમમાં પ્રજાનું હિત વસી રહ્યું હતું : હું એને દુઃખી શી રીતે કરું? આમ તો બલાત્કારે આવા આવા કાયદા કરવામાં આવે તો પ્રજા બંડ પોકારે અને શાસકને ઉથલાવી પણ દે. પરંતુ જ્યારે પ્રજાને પ્રેમ અને વાત્સલ્યપૂર્વક સમજાવવામાં આવે ત્યારે એ અવશ્ય શાસકનું માનતી હોય છે. મેં માંસાહારીઓને સમજાવવા માંડ્યું : માંસાહાર એ માનવજાત માટે તદ્દન અયોગ્ય છે, અકુદરતી છે. પશુઓમાં માંસાહારી અને શાકાહારી વચ્ચે રહેલો ભેદ સમજશો તો મારી વાત તરત જ સમજાઇ જશે. કૂતરા, બિલાડી, સિંહ, વાઘ, વરૂ, ચિત્તા, દીપડા વગેરે માંસાહારી પ્રાણીઓ છે. ગાય, ભેંસ, બકરી, ઘેટા, હરણ, સસલા વગે૨ે શાકાહારી છે. બંનેની શરીર-રચનામાં કેટલો ફરક છે ? બિલાડીના દાંત જુઓ ને ગાયના દાંત જુઓ ? કેટલો ફરક દેખાય છે ? માણસના દાંત બંનેમાંથી કોના જેવા છે ? માંસાહારી પ્રાણીઓના આગલા બે દાંત ધારદાર તીક્ષ્ણ હોય છે. દાઢો તો હોતી જ નથી. માંસાહારી પ્રાણીના પગમાં નહોર હોય છે. શાકાહારી પ્રાણીઓના નથી હોતી. માંસાહારી પ્રાણીઓનો જન્મ થાય છે ત્યારે બચ્ચાની આંખો કેટલાય સમય સુધી બંધ રહેતી હોય આત્મ કથાઓ • ૪૧૪ છે. મુખ્યતાએ અંધારામાં વધુ દેખતી હોય છે. માંસાહારી પ્રાણીઓનાં આયુષ્ય ટૂંકાં હોય છે. તેઓ પાણી જીભથી પીએ છે. પસીનો વળતો નથી. તેમના આંતરડાં ટૂંકાં હોય છે. હવે તમે જ વિચારો : માણસના શરીરની બનાવટ કોના જેવી છે ? માંસાહારી પ્રાણીઓ જેવી કે શાકાહારી પ્રાણીઓ જેવી? : માંસાહાર આમ પણ તદ્દન અનુચિત છે. અનેક રોગોને અને વિકારોને જન્મ આપનાર છે. પરલોકમાં નરકાદિ દુર્ગતિમાં લઇ જનાર છે. આ જન્મમાં પણ જંગલી સંસ્કારોને મજબૂત કરે છે. માંસાહાર એ જંગલીપણું છે. સભ્ય માનવ કદી માંસાહાર કરે નહિ. માંસાહાર કરનાર માણસને માણસના રૂપમાં રહેલો ‘વરૂ’ સમજવો ! મારી આ સમજાવટની ધારી અસર થઇ. અનેક લોકો માંસાહારથી અટક્યા. મોટા ભાગની પ્રજાએ મારી તરફેણ કરી. મેં સમગ્ર રાજ્યમાં કાયદો કર્યો : કોઇથી પણ પ્રાણીની હત્યા થઇ શકશે નહિ. નાનકડા જીવજંતુની હત્યા કરનારો પણ રાજ્યનો ગુનેગાર ગણાશે. મારો આ કાયદો પ્રજા સંપૂર્ણ રીતે પાળે છે કે નહિ તે જોવા માટે ચોમેર ગુપ્તચરો ગોઠવ્યા. ગુપ્તચરો મને માહિતી આપતા રહ્યા કે - સંપૂર્ણ દેશમાં માંસાહાર બંધ છે. કસાઇખાના બંધ થયા છે. માછીમારી બંધ થઇ છે. લોકો દયામાં વિશ્વાસ કરતા થયા છે. અરે... ધાર્મિક યજ્ઞોમાં પણ જે પશુ આદિની હિંસા થતી હતી તે બંધ થઇ ગઇ છે. યજ્ઞમાં પશુઓના સ્થાને અનાજ હોમવામાં આવી રહ્યું છે. બધી જગ્યાએ અહિંસા, કરુણા અને દયાનું સામ્રાજ્ય છે. રાજ્યમાં કોઇ ‘મર’ શબ્દ પણ બોલતું નથી. હિંસાત્મક શબ્દોને પણ દેશવટો મળ્યો છે. જૈનો તો આ અમારિ પ્રવર્તનથી એટલા રાજી થયા છે કે તેઓ સ્પષ્ટપણે કહે છે : ખુદ ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં શ્રેણિક રાજા જે અમારિ પ્રવર્તન કરાવી ન શક્યા, તે કુમારપાળ કરાવી શક્યા છે. સંપૂર્ણ પ્રજા સુખી છે. સામાન્ય રીતે વિદ્યમાન રાજાની પ્રશંસા પ્રજા કદી કરતી નથી, પણ આપની તો આપની વિદ્યમાનતામાં જ પ્રશંસા થઇ રહી છે, એ જ બતાવે છે કે આપનું અહિંસાનું પ્રવર્તન સફળ થયું છે. હું કુમારપાળ • ૪૧૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ અમારિ પ્રવર્તન આટલું બધું સફળ થયેલું જોઇને મને ખૂબ જ આનંદ થતો. છતાં એ અંગે હું કદી ગાફેલ ન રહેતો. મેં મારા ગુપ્તચરોને એ માટે સતત તકેદારી રાખવા કહ્યું હતું. કોઇને પણ હત્યા કરતો જુએ કે તરત જ તેને મારી પાસે હાજર કરવો એવી તેઓને મારી કડક સૂચના હતી. એક વખતે તેઓ એક શેઠને મારી પાસે લઇ આવ્યા અને કહ્યું : “રાજનું ! લાટ દેશના આ માણસે હિંસા કરી છે. માથામાંથી નીકળેલી જૂને ‘આ દુષ્ટ જૂએ મારું ઘણું લોહી પી લીધું છે. હવે હું એને નહિ છોડું' કહીને બે અંગૂઠાના નખ વચ્ચે કચડીને મારી નાખી છે. અમે તરત જ મરેલી જૂ સાથે તેને પકડી પાડ્યો છે. આ રહી મરેલી “જૂ'. મને જૂ બતાવવામાં આવી. મારી આંખોમાં લાલાશ આવી. મારું લોહી ધગધગી ઊઠ્યું. આંખો કાઢીને મેં કહ્યું : મહેરબાન ! તમને ખબર નથી કે આ કુમારપાળનું રાજ્ય છે? અહીં કોઇની હિંસા થઇ શકતી નથી એ તમે જાણતા નથી ? નાનકડી નિર્દોષ જૂ ને મારતાં તમને કોઇ વિચાર ન આવ્યો ? પરલોકનો ડર ન લાગ્યો ? પરલોકની વાત જવા દો, પણ આ કુમારપાળનો પણ તમને ડર ન લાગ્યો ? ખબરદાર ! જો હવે આવી કદી ભૂલ કરી છે તો ! પણ એમ નહિ માનતા કે આ માટે હું તમને નિર્દોષ છોડી દઇશ. જૂ મારવાના દંડ રૂપે તમારે તમારી સંપત્તિથી એક જિનાલય બંધાવવાનું છે. આ જ તેનું પ્રાયશ્ચિત્ત છે, સમજ્યા ? | મારી ત્રાડથી પેલો ધ્રૂજી ઊઠ્યો. મારી વાત તેણે સ્વીકારી અને પોતાની સંપત્તિથી એક જિનાલય બંધાવ્યું. મેં એ જિન-મંદિરનું નામ રાખ્યુંઃ યૂકા-વિહાર ! તમે કહેશો : આ રીતે બળજબરીથી અહિંસા પળાવવાની કિંમત કેટલી ? આ તો અહિંસાના નામે ફરી હિંસા જ થઇ ! કોઇના પર બળજબરી કરવી એ પણ શું માનસિક હિંસા જ નથી ? નહિ, તમે હજુ મારી વાત સમજ્યા નથી. બીજાને હિંસાથી અટકાવવા એ જ અહિંસા છે. તેઓ હિંસા કરતા જ રહે અને મારે આત્મ કથાઓ • ૪૧૬ બળજબરી ન કરવી, એમને એમ જોયા કરવું, એમ તમે ઇચ્છો છો ? તો તો રાજ્ય કદી ચાલી શકે નહિ. રાજ્ય ચલાવવા માટે પ્રભાવ તો જોઇએ જ. પ્રભાવ વિના કદી શાસન ચાલે ? નબળા શાસકને તો લોકો કાચાને કાચા ખાઇ જાય. રાજાની ધાક તો જોઇએ જ. ધાક જમાવવા માટે ક્યારેક ખોટો ગુસ્સો પણ કરવો પડે. સજા પણ કરવી પડે. શરૂઆતમાં તો મારો પ્રભાવ જમાવવા મેં, વારંવાર મારી મશ્કરી કરતા મારા બનેવી કૃષ્ણદેવને સભાની વચ્ચે ખોખરો કરી નાખેલો. આ ઘટનાથી મારો એવો પ્રભાવ પડી ગયો કે બીજા સામંતો, સરદારો વગેરે બધા જ સીધા દોર થઇ ગયા. પ્રભાવથી જ વહીવટ સુંદર ચાલે છે. વ્યવસ્થા જળવાઇ રહે છે. દુર્ણ નિયંત્રણમાં રહે છે. સજ્જનો શાંતિથી જીવી શકે છે. ઇતિહાસમાં જોજો : જ્યારે જ્યારે પ્રભાવ વગરનો નબળો શાસક આવ્યો છે ત્યારે-ત્યારે પાર વગરની અંધાધૂંધી ફેલાઇ છે. કાયદો અને વ્યવસ્થા કથળી જવાથી પ્રજાને પાર વગરનું નુકસાન થયું છે અને આવો નબળો શાસક પણ આખરે સત્તાથી ફેંકાઇ ગયો છે. અહિંસાના નામે હું આવો નબળો શાસક થવા માંગતો હોતો ! ઠરી ગયેલી રાખ પર લોકો પગ મૂકતાં અચકાતા નથી – એ વાત હું સારી પેઠે જાણતો હતો. યૂકા-વિહારના પ્રસંગથી લોકોમાં મારો જબરો પ્રભાવ પડી ગયો. જાહેરમાં તો નહિ, ખાનગીમાં પણ હિંસા કરતાં દુષ્ટ લોકો ગભરાવા લાગ્યો. હું કુમારપાળ - ૪૧૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ (7) મારું ધર્મયુદ્ધ તમે કદાચ પૂછશો : રાજન ! તમે બીજા પાસેથી તો અહિંસા પળાવી પણ તમારા પોતાના જીવનમાં અહિંસાનું પાલન કેવુંક હતું ? તમારે તો રાજ્ય ચલાવવાનું હોય એટલે લશ્કર રાખવું પડે. યુદ્ધો કરવા પડે. ગુનેગારોને સજા આપવી પડે. તો એ વખતે અહિંસાનું પાલન શી રીતે કરી શકો ? તમે ખરો પ્રશ્ન પૂછ્યો. રાજ્ય ચલાવવું અને અહિંસાનો પણ આગ્રહ રાખવો એ તમને અશક્ય લાગતું હશે. તમને તો ઠીક પણ મનેય અશક્ય નહિ તો મુશ્કેલ તો લાગતું જ હતું. પણ જેમ-જેમ મને અહિંસાનો મહિમા સમજાયો તેમ તેમ તેના પ્રત્યે આદર વધતો ગયો અને મુશ્કેલ કાર્ય પણ સરળ બનતું ગયું. જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રેમ થઇ જાય ત્યારે તેનું પાલન મુશ્કેલ રહેતું નથી. આ જ કારણે મારા લશ્કરમાં રહેલા ૧૧ લાખ ઘોડાઓને હું ગાળેલું પાણી પીવડાવી શકતો. દરેક ઘોડા પર પલાણની સાથે જણી પણ મૂકેલી હતી. પુંજણીથી પુંજીને જ ઘોડેસવાર બેસી શકે એવો નિયમ મેં કડક રીતે અમલી બનાવ્યો હતો. આવું હોવા છતાં હું યુદ્ધથી દૂર ભાગનારો હોતો. મારી અહિંસા કાયરોની હોતી. જરૂર પડ્યે હું યુદ્ધ કરતાં કદીય અચકાતો નહિ. એક વખતે મારી પાસે મારી બેન દેવલદેવી આવી અને રડતાંરડતાં કહેવા લાગી : ભાઇ ! તારા બનેવીએ મારું અપમાન કર્યું છે. મારું અપમાન કર્યું તેનું મને દુઃખ નથી પણ જૈન-ધર્મનું અપમાન કર્યું તેનું મને દુઃખ છે.” ‘કેમ ? શું થયું ? અરાજ બનેવીએ શું કર્યું ?' પૂછ્યું. ‘અમે બંને ચોપાટ રમતા હતા. ત્યાં તેમને કોણ જાણે શું સૂઝયું કે સોગઠી મારતાં તેમણે જૈન સાધુઓની મશ્કરી કરી. તેઓ બોલ્યા : લે, આ સોગઠી ગુજરાતના મુંડિયાને મારી.' મેં કહ્યું : જરા જીભ સંભાળીને બોલો ! તમે કોનું અપમાન કરી આત્મ કથાઓ • ૪૧૮ રહેલા છો ? જૈનધર્મનું અપમાન ? એ અંગે તમારે માફી માગવી જોઇએ.' ‘માફી માગું ? જા... જા... નીકળી જા મારા મહેલમાંથી. તારો ભાઇ કુમારપાળ રાજા બન્યો એટલે તને આટલો મદ ચડ્યો છે ? કુમારપાળ વળી કોણ ? ગઇ કાલનો રખડુ જ કે બીજો કોઇ ?” તેઓ બોલી ઊઠ્યા. મેં કહ્યું : ‘તમે જીભ સંભાળીને બોલો. આ રીતે તમે બધાનું અપમાન કર્યા કરો છો તો પરિણામ સારું નહિ આવે.' ‘હવે જા. જા... પરિણામવાળી ! મારા ઘરમાં રહેવું છે ને મારી સામે બોલવું છે ? ક્યાં ગયું તારું સતીપણું ? સ્ત્રી થઇને સામે બોલે છે? આવી ઉદ્ધતાઇ હું નહિ ચલાવી લઉં... જા... નીકળી જા... મારા ઘરમાંથી... અને તેમણે મને લાત મારીને ઘરમાંથી કાઢી મૂકી. જતાં-જતાં મેં કહ્યું : “જૈન ધર્મના અપમાન બદલ તમારી જીભ ખેંચાશે - એ ભૂલતા નહિ. પતિ તરીકે તમે મારા સર્વસ્વ છો - એ વાત બરાબર, પણ ધર્મ તો આપનાથી પણ મહાન છે. એનું અપમાન હું હરગીજ નહિ ચલાવી લઊં.” આટલું બોલતાં-બોલતાં મારી બેન ફરી રડી પડી. મેં કહ્યું : બેન ! ચિંતા ન કર. હમણાં જ અર્ણોરાજને સીધાદોર કરું છું. ધર્મનું અપમાન કરે એ શી રીતે ચાલે ? મેં તરત જ યુદ્ધની નોબત વગાડી. બધું લશ્કર તૈયાર થઇ ગયું. હું સ્વયં પણ સજ્જ થઇને લશ્કરની મોખરે પહોંચ્યો. ઘોડા પર ચડતાં પહેલાં મેં પુંજણીથી પ્રાર્થના કરી. જયણા એ તો મારો મુદ્રાલેખ હતો. એને હું કોઇ પણ પ્રસંગે ભૂલી શકે નહિ. તમે કહેશો : આ તમારી જયણા કેવી ? એક બાજુ તમે યુદ્ધ ચડી રહ્યા છો ને બીજી બાજુએ નાના જંતુઓની રક્ષા માટે પુંજી રહ્યા છો. આમાં તો અમને વિરોધાભાસ દેખાય છે. પણ, આમાં વિરોધાભાસ નથી. રાજા તરીકે મારાથી આમ જ કરી શકાય તેમ હતું. ‘દુષ્ટને દંડ અને સજ્જનને સન્માન' રાજાના આ બે મુખ્ય સિદ્ધાંતો હોય છે. દોષિતને જો હું માફી આપું તો મારો રાજધર્મ હું કુમારપાળ • ૪૧૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ લજાય, હું કર્તવ્યભ્રષ્ટ ગણાઉં ! હા... હું જો મુનિ હોઉં તો અપરાધીને પણ માફી આપી દઉં... પણ અત્યારે હું રાજા છું, મુનિ નહિ. મારે રાજા તરીકેની ફરજ બજાવવી જ જોઇએ. અત્યારે યુદ્ધે ન ચડું તો એ મારી કાયરતા ગણાય. માયકાંગલી જેવી મારી અહિંસા ન્હોતી. બળિયા પાસે ઝૂકી જવું ને નબળાઓને દબાવવા - એવી મારી અહિંસા ન્હોતી. તમને જેમ વિચાર આવ્યો તેમ મારી સામે રહેલા એક રાજપૂતને પણ આના જેવો જ વિચાર આવ્યો. એ મને પુંજતાં જોઇ હસી પડ્યો. એના હાસ્ય પર હું વાંચી શકતો હતો કે એ મારી મશ્કરી કરતો હતો ઃ એકેન્દ્રિય. બેઇન્દ્રિયની રક્ષા કરનારો આ કુમારપાળ શું યુદ્ધ કરવાનો ? એ શત્રુઓ પર ભાલા શી રીતે ચલાવવાનો ? એનું મન બોલી રહ્યું હતું, તે હું જોઇ રહ્યો હતો. તરત જ હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડ્યો. ત્રાડ પાડીને કહ્યું : હસે છે કેમ ? પેલો ધ્રુજી ઉઠ્યો. મેં તેને કહ્યું : ‘તારો પગ લાંબો કર.’ તેના લાંબા કરેલા પગ પર મેં પગ મૂક્યો અને ખચાક... ભાલો ઘોંચી દીધો. મારો અને એનો પગ વીંધાઇ ગયો. લોહીની સેર છુટી. પેલો રાજપૂત તો ચીસ પાડી ઊઠ્યો : અ... .... .... ૨... બાપ રે..’ કેમ ? તું કેમ ચીસો પાડે છે ? તારા કરતાં તો ભાલો મને વધુ વાગ્યો છે. છતાં હું તો હસી રહ્યો છું. સાંભળ, નાદાન, માનવને જે શક્તિ મળી છે તે નિર્દોષ અને નિર્બળ જીવોને મારવા નહિ, પરંતુ બચાવવા મળી છે. પોતાની શક્તિનો ઉપયોગ જે નિર્બળોને સતાવવામાં કરે છે, તે રાજા, ‘કુરાજા' છે અને જે ધર્મ-રક્ષા માટે પણ જંગે ન ચડે તે પણ ‘કુરાજા’ છે. અત્યારની કક્ષા મારી રાજા તરીકેની છે. હું સાધુ નથી કે ગુનેગારને પણ છોડી મૂકું. છતાં યુદ્ધના અવસરે પણ શક્ય જયણા પાળવાનું મારા ધર્મે મને શીખવ્યું છે.' પેલો રાજપૂત સ્તબ્ધ થઇને મારી વાત સાંભળી રહ્યો. મેં સેનાસહિત શાકંભરી તરફ પ્રયાણ કર્યું. શાકંભરીના રાજા અર્ણોરાજ અને મારી વચ્ચે યુદ્ધના શંખો ફૂંકાયા. મેં મારી સેનાને શત્રુ-સેના પર તૂટી પડવા હુકમ કર્યો. પણ આ શું ? મારી સંપૂર્ણ સેના પૂતળાની જેમ ઊભી આત્મ કથાઓ • ૪૨૦ રહી. ન કોઇ હલન-ચલન, ન કોઇ શસ્ત્રોની સજાવટ ! ન ધનુષ્યના ટંકાર ! શત્રુ-સેના તરફથી પણ કોઇ હુમલો નહિ. હું સ્તબ્ધ થઇ ગયો. આમ કેમ ? મેં મહાવતને પૂછ્યું : ‘શું વાત છે ? કાંઇ ગરબડ છે કે શું ?' મહાવતે કહ્યું : ‘હા, મહારાજ ! મોટી ગરબડ લાગે છે. શત્રુરાજાએ ધન આપીને આપણી સેના ફોડી નાખી લાગે છે. માટે જ કોઇ લડતું નથીને ! તમે સૈનિકોને પગાર આપવામાં કંજૂસાઇ કરતા હતા ત્યારે જ મને ઘણીવાર લાગતું હતું કે આનું પરિણામ સારું નહિ આવે !' ‘કંજૂસાઇ ભારે પડી ગઇ. પણ હવે શું ?' મેં મહાવતને પૂછ્યું : ‘સેના ફૂટી ગઇ તો ભલે ફૂટી ગઇ. તું તો નથી ફૂટ્યો ને ? ફૂટ્યો હોય તો કહી દેજે !' ‘ના... રાજન્ ! હું નથી ફૂટ્યો. આપણા પક્ષે આપણે માત્ર ત્રણ જ છીએ. એક આપ, બીજો હું ને ત્રીજો આ હાથી !' મહાવતે કહ્યું. મારા મહાવતનું નામ હતું : શામળ અને હાથીનું નામ હતું : કલહપંચાનન. ત્રણ તો બસ છે ! આપણે ત્રણ મજબૂત છીએ. તો ત્રણ હજારને પહોંચી વળીશું.’ મેં કહ્યું ૨૫-૨૫ વર્ષ રઝળપાટ કરતાં મારી અંદર એક અજબનો આત્મવિશ્વાસ પેદા થયો હતો. ગમે તેવી મુશ્કેલીઓમાં પણ હું કદી મનની સ્વસ્થતા કે અંદરની હિંમત ગુમાવતો નહિ. મુશ્કેલીની આગમાં રહી-રહીને હું એકદમ ઘડાઇ ગયો હતો. મારું વ્યક્તિત્વરૂપી સોનું શુદ્ધ થઈને બહાર આવ્યું હતું. મેં મહાવતને કહ્યું : ‘ઓ... ઓલા... અર્ણોરાજ પાસે આપણા હાથીને હંકારી જા.' સડસડાટ મારો હાથી એકદમ અર્ણોરાજ તરફ ધસવા લાગ્યો. પણ રે, સામેથી જબરદસ્ત સિંહગર્જના થઇ. ધસમસતા પહાડ જેવા મારા હાથીને રોકવા લુચ્ચા અર્ણોરાજે સિંહનાદ કરાવ્યો હતો. સિંહનાદના અવાજથી મારો હાથી પાછો ખસવા લાગ્યો. પણ હું હિંમત હારું તેવો ન્હોતો. મેં ખેસના ચીરા કરી હાથીના બંને કાનમાં ભરાવ્યા. હવે હું કુમારપાળ • ૪૨૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ સિંહનાદથી જરા પણ ગભરાયા વિના મારો હાથી સડસડાટ અર્ણોરાજના હાથી પાસે એકદમ નજીક ધસી ગયો. મારા હાથી પર આવવા અર્ણોરાજે એકદમ કૂદકો લગાવ્યો. એ હજુ એ જ ખ્યાલમાં રાચતો હતો કે હાથી પર બેઠેલો મહાવત ચાઉલીંગ છે, જે મેં ફોડેલો છે, એટલે મને સહાયતા કરશે. પણ મહાવત તો બદલાઇ ગયો હતો. મેં ચાઉલીંગના સ્થાને શામળ નામનો નવો મહાવતને નિયુક્ત કર્યો હતો. અર્ણોરાજને આની ખબર ન્હોતી. જ્યાં તેણે મારા હાથી પર કૂદકો લગાવ્યો તે જ વખતે મારા વફાદાર શામળ મહાવતે હાથીને પાછો હટાવ્યો. ધડૂમ... અણોરાજ પડ્યો સીધો નીચે. હું તેની છાતી પર ચડી બેઠો. તેની જીભ ખેંચીને કહ્યું : બોલ, શું વિચાર છે તારો ? જીવવું છે કે મરવું છે ? તે બિચારો દીન મુખે મારી પાસે પ્રાણોની યાચના કરવા લાગ્યો. એટલામાં મારી બેન દેવલદેવી આવી પહોંચી અને તેણે પતિભિક્ષા માંગી. મેં તેને અમુક શરતો પૂર્વક છોડી મૂક્યો. ચારેબાજુ મારા નામનો જય-જયકાર થઇ ગયો. અજિતનાથ ભગવાનનાં દર્શન કરી હું જીતવાની ઇચ્છાએ પાટણથી નીકળ્યો હતો. મેં મનોમન એ અજિતનાથ ભગવાનને યાદ કર્યા. અણરાજ પણ મારા પરાક્રમથી ખુશ થઇ ગયો અને તેણે પોતાની પુત્રી જહણા મારી સાથે પરણાવી. મેં તેનું નવું નામ પાડ્યું ઃ ચંદ્રલેખા. રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી પ્રભાવિત થયેલી ચંદ્રલેખા પરમ ધાર્મિક વૃત્તિવાળી હતી. અર્ણોરાજ પર મારી આ જીત વિ.સં. ૧૨૦૭માં થઇ હતી. રાજગાદી પર આવ્યું અને ત્યારે આઠ વર્ષ થયા હતા. આ જીતથી સપાદલક્ષ, મેડતા અને પાલીમાં મારી આણ વર્તી રહી. હું ત્યાંથી ચિત્તોડ થઇ માળવા તરફ ગયો. ચિત્તોડમાં મેં લોકલાગણીને માન આપી વિજય સ્મારક તરીકે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું. મેં મહાદેવનું મંદિર બંધાવ્યું એનો અર્થ એ નથી કે હજુ પણ હું મહાદેવનો જ ભક્ત હતો. હવે તો મેં દેવ તરીકે વીતરાગ દેવને જ સ્વીકાર્યા હતા, છતાં મહાદેવનું મંદિર મેં બનાવ્યું. રાજાઓને ક્યારેક આત્મ કથાઓ • ૪૨૨ લોક-પ્રવાહને દેખીને એવું કરવું પડતું હોય છે. સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના નિભાવ માટે મેં એક ગામ આપ્યું. મંદિરની પ્રશસ્તિ દિગંબર મુનિ રામકીર્તિએ લખી. મંદિરના નરથરમાં તીર્થકર ભગવંતોના અભિષેક, પંચ કલ્યાણકો વગેરે કોતરાવ્યા. તમે ચિત્તોડ જાવ ત્યારે અવશ્ય એ મંદિર જોજો. આજ-કાલ એ મંદિર “રાજા મોકલજીના મંદિર' તરીકે ઓળખાય છે. હું જ્યારે સપાદલક્ષ તથા માળવા જીતી પાટણમાં આવ્યો ત્યારે ગુજરાતની જનતાએ મને ‘વિજયોદયી, તેજોવિશેષાદયી, અવંતીનાથ' વગેરે વિશેષણોથી બિરદાવ્યો. તમે હવે પૂછશો : તમારા ફૂટી ગયેલા સૈન્યને તમે શી સજા આપી ? સજા આપ્યા વિના તો રાજ્ય ચાલે જ શી રીતે ? ધાક બેસાડવા કાંઇક તો કર્યું હશે ને ? સાંભળો, તમે જેવી કલ્પના કરી રહ્યા છો, એવું મેં કશું જ કર્યું નથી. મેં એ બધા સૈનિકોને માફી આપી દીધી. આમ માફી આપવાથી તો રાજકીય પ્રભાવ ઓસરી જાય. રાજા પ્રભાવહીન બની જાય. કોઇ તેની આજ્ઞાને ગણકારે નહિ. એવા વિચારો કદાચ તમને આવ્યા હશે. પણ બધે જ કાંઇ સજા કરવાની હોતી નથી. સજા કરીએ તો પ્રભાવ વધે ને માફી આપીએ તો પ્રભાવ ઘટે, એવું પણ નથી. ક્યારેક એનાથી ઊલટું પણ બને. મેં જ્યારે એ તમામ બેવફા સૈનિકોને માફી આપી ત્યારે તેઓ મારી ઉદારતા જોઇ પીગળી ગયા અને તેઓ કાયમ માટે મારા વફાદાર બની ગયા. આ છે માનસિક ઉદારતાનો પ્રભાવ ! આશ્રિતોના દોષો ગળી જવા એ મોટી કળા છે, એમ મને આ પ્રસંગથી બરાબર સમજાયું. હું કુમારપાળ • ૪૨૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ (8) કંટકેશ્વરી દેવીનો પ્રકોપ મારા રાજ્યમાં અહિંસાનો પ્રચાર વેગવંતો બન્યો હતો. લોકોમાં દયાભાવ વધ્યો હતો. માંસાહારી માણસો પણ અન્નાહારી બન્યા હતા અને જીવદયાના પ્રેમી બન્યા હતા. આટલું બધું પ્રજાનું પરિવર્તન જોઇ મને ખૂબ આનંદ થતો. પણ તમે એમ નહિ માનતા કે અહિંસાના માર્ગ પર ચાલતાં મને કોઇ વિદન નથી આવ્યા. ખૂબ વિદનો આવ્યા છે. માંસ લોલુપી માણસો તરફથી તો આવ્યા પણ દેવો તરફથીયે વિપ્નો આવ્યા અને મેં તમામને લડત આપી. દેવો તરફથી આવેલા વિદનની હું તમને વાત કહું. મારા સંપૂર્ણ દેશમાં મેં અહિંસાનો કાયદો બનાવ્યો. જીવ હત્યા સંપૂર્ણ બંધ થઇ. પહેલા જ વર્ષે આસો મહિનાના દિવસો વખતે મારી સંપૂર્ણ પરીક્ષા થઇ. મારી કુળદેવી હતી કંટકેશ્વરી. તેના પૂજારીઓ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : “રાજનું ! કુળદેવી માટે આ દિવસોમાં પશુઓનું બલિદાન અપાય છે તો શું કરવું છે ? આસો સુદ સાતમના સાતસો, આઠમના આઠસો અને નોમના નવસો... કુલ ૨૪૦૦ બકરા, એ રીતે સાતમના સાત, આઠમના આઠ અને નોમના નવ પાડા... કુલ ૨૪ પાડા જોઇશે. તો આપ આટલા બકરા અને પાડાનો પ્રબંધ કરી આપો.' પૂજારીઓની આ વાત સાંભળી હું સ્તબ્ધ બની ગયો. અરરર.. આટલી બધી હત્યા ? એ પણ દેવી માટે ? મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : પૂજારીજી ! એ નહિ બની શકે.' પણ રાજન્ ! આ પરંપરા બાપ-દાદાથી ચાલી આવે છે - એ તો આપ જાણો છો ને ? જો એનો અમલ નહિ કરવામાં આવે તો દેવીનો કોપ વહોરવો પડશે. આપના પિતાજી વગેરે પણ આવું કરતા હતા તો આપને શો વાંધો છે ?” પૂજારીએ કહ્યું. આત્મ કથાઓ • ૪૨૪ પૂજારીજી ! મારી વાત સાંભળી લો. બાપ-દાદાથી ચાલી આવતી બધી જ પરંપરાઓ સ્વીકારી લેવી એવો હું જડ પરંપરા પ્રેમી નથી. બાપાએ ખોદાવેલા કુવામાંથી ખારું પાણી નીકળે તો એ ખારું જ પાણી હું પીઉં - એવો જડ હું નથી. હું તો જે સાચું છે તેનો જ સ્વીકાર કરીશ. એમ તો આ દુનિયામાં હજારો પરંપરાઓ ચાલે છે - બધી કાંઇ સત્ય થોડી હોય છે ? જો કે દુનિયાના બધા જ માણસો પોત-પોતાની પરંપરાને સત્ય જ માનતા હોય છે. એને છોડવાનો વિચાર પણ કરી શકતા નથી. મને મળેલી પરંપરા અસત્ય હોઇ શકે - એવો વિચાર પણ ન કરી શકે તો છોડે ક્યાંથી ? પણ ખરું જોતાં મોટા ભાગની પરંપરાઓમાં જૂઠ, વહેમ, અજ્ઞાન કે ભ્રમ સિવાય કશું હોતું નથી. હું એવી આંધળી પરંપરાઓમાં માનતો નથી. કદાચ એમ કરતાં દેવીનો ખોફ વહોરવો પડે તો પણ મને વાંધો નથી. હા... દેવીને હું મિષ્ટાન્ન વગેરેનું નૈવેદ્ય જરૂર ચડાવીશ, પણ પશુઓ તો હરગીજ નહિ.” મારી વાત પૂજારી સાંભળી રહ્યો. એના ચહેરા પરથી લાગતું હતું કે એને મારી વાત ગમતી નથી. પણ એ મારી સામું કાંઇ બોલી શક્યો નહિ. તેણે મંદિરમાં મારા કહ્યા મુજબ મીઠાઇઓ ચડાવી. ત્રીજા દિવસે રાત્રે હું મારા ખંડમાં સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મને એક ભયંકર ત્રાડ સંભળાઇ. મેં જોયું તો એક વિકરાળ તેજપુંજ મને દેખાયો ને તેમાં ભયંકર આકૃતિવાળી દેવી દેખાઇ. બાપ રે, શું એનું બિહામણું સ્વરૂપ હતું ? માણસ જોતાં જ ધ્રૂજી ઊઠે. ભૂત અને પ્રેતની વાત સાંભળતાં પણ ધ્રૂજી ઊઠાય તો સાક્ષાત્ જોવાની તો વાત જ શી ? પણ હું ગભરાયો નહોતો. ગમે તેવા પ્રસંગોમાં પણ સ્વસ્થતા ન ગુમાવવાની કળા મેં હસ્તગત કરી લીધી હતી. એટલે જ હું દરેક કોયડાઓ સહેલાઇથી ઉકેલી શકતો હતો. હું બીજું કાંઇ વિચારું તે પહેલાં જ એ કંટકેશ્વરી દેવી બોલી ઊઠી : “રાજન ! શું માંડ્યું છે ? અહિંસાની વેવલાઇ છોડવી છે કે નહિ? તારા બાપ-દાદાઓ પણ મને બલિ ચડાવતા હતા. તું વળી કયો નવો રાજા પેદા થયો ? મારું વાર્ષિક બલિ આપે છે કે નહિ ? નહિ આપીશ તો તેનું પરિણામ શું આવશે તે તું જાણે હું કુમારપાળ • ૪૨૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ છે ? હું દેવી છું ને આ ત્રિશૂળ... આંખો કાઢીને દેવી બોલી રહી હતી. તેની આંખો જાણે ધગધગતા અંગારા ભરેલી સગડી લાગતી હતી ! પણ મેં જરાય ડર્યા વિના પૂર્ણ સ્વસ્થતાથી કહ્યું : દેવી ! તમે તો જગદંબા કહેવાઓ. તમે તો જગતના જીવોનું રખોપું કરો. રખેવાળ પોતે જ જો હત્યા કરે તો ક્યાં જવું ? રક્ષક જ ભક્ષક બને તો ક્યાં પોક મૂકવી ? વાડ જ ચીભડાં ગળે ક્યાં ફરિયાદ કરવી ? દેવી ! પશુઓના બલિનું આપ શું કરશો ? માત્ર તમાશો દેખવા આટલા બધા નિર્દોષ પશુઓની હત્યા ?' ‘હવે તું વેવલાઇ મૂક અને મારું કહ્યું માન” દેવી ગર્જી ઊઠી. ઓ કંટકેશ્વરી ! તો તું સાંભળી લે કે સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે તો પણ આ કુમારપાળ હવે હિંસા કરવાનો નથી. તું કરી-કરીને શું કરવાની છે ? મને મારી નાખવાથી વધુ શું કરવાની છે ? મને મારી નાખવાથી તું ખુશ થાય એમ છે ? તો મારી નાખ. મારું બલિદાન અપાઇ જાય તો ભલે અપાઇ જાય, પણ હું નિર્દોષ પશુઓનો બલિ કદી નહિ ચડવા દઉં.' મેં સ્પષ્ટ શબ્દોમાં મારો આખરી ફેંસલો જણાવી દીધો. | ‘એમ ? મારી સામે આટલું ઘમંડ ? લે લેતો જા અહિંસાની પૂંછડી !' દેવીએ ત્રિશૂલ ઉછાળીને મારી છાતીમાં વીંધ્યું અને એ જ ક્ષણે એ અદૃશ્ય થઇ ગઇ. ત્રિશુળના એ પ્રહારથી હું મર્યો તો નહિ, પણ મારા આખા શરીરમાં ભયંકર બળતરા થવા માંડી. શરીર કોઢ રોગથી ગ્રસ્ત બની ગયું. અંદર કોઇએ આગ લગાડી હોય તેવો તીવ્ર દાહ થવા માંડ્યો. વેદના તો એવી ભયંકર હતી કે ભલભલો માણસ પણ ચલિત થઇ જાય પણ હું તો અહિંસા ધર્મમાં સંપૂર્ણ સ્થિર રહ્યો. પરંતુ હવે મને વિચાર આવ્યો : સવારે લોકો મને જોશે તો શું કહેશે? બસ અહિંસાની ઉપાસનાનું આ જ ફળને ? બહુ મોટા ઉપાડે અહિંસા-અહિંસાના બણગાં ફૂંકતો હતો તે કુમારપાળ જોયોને ? આખર કેવી દશા થઇ ? કુળદેવીનો મેથીપાક ચાખવો પડ્યો ને ? આવું વિચારનારા / બોલનારા લોકો કંટકેશ્વરીનો પ્રભાવ જોઇ મિથ્યાધર્મમાં વિશ્વાસ કરશે. અહિંસા કરતાં હિંસાને બળવાન ગણશે. જૈન ધર્મ કરતાં મિથ્યાધર્મમાં વિશ્વાસ કરશે. અહિંસા કરતાં હિંસાને બળવાન ગણશે. જૈન ધર્મ કરતાં મિથ્યાધર્મ મહાન છે - આવો ભ્રમ દેઢ થશે. મારા નિમિત્તે શાસનની આવી અપભ્રાજના થાય તે કેમ ચાલે ? હું શાસનની પ્રભાવના ન કરી શકે તો કાંઇ નહિ, કમ સે કમ અપભ્રાજનામાં તો નિમિત્ત ન બનું ! તો હવે મારે શું કરવું ? કોઇ લોકો મને જુએ તે પહેલાં જ હું ચિતામાં સળગી જાઉં તો ? હા, એ જ સારું છે. આનાથી સત્ય ધર્મની અવહીલના થતી અટકશે. મેં આ વાત બાહડ મંત્રીને કહી : મારે સૂર્યોદય પહેલાં જ ચિતામાં સળગી જવું છે. સ્તબ્ધ થઇ ગયેલા બાહડે મારી પાસેથી સંપૂર્ણ વાત જાણી અને કહ્યું : મહારાજા ! આપ ઉતાવળ ના કરો. જે કરવું હોય તે ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિજીને પૂછીને કરજો. હું ગુરુદેવ પાસે હમણાં જ જાઉં છું. ત્યાં સુધી આપ નવકાર મંત્રનું સ્મરણ કરજો. બધા સારાં વાનાં થશે. બાહડ મંત્રી તરત જ ગયા અને થોડા જ સમયમાં પાછા ફર્યા. એમના હાથમાં જલપૂર્ણ પાત્ર હતું. હું જોતાં જ સમજી ગયો : મારા ગુરુદેવે આ મંત્રિત પાણી મોકલ્યું છે. મને હવે વિશ્વાસ થઇ ગયો : બસ, મારો રોગ ગયો. હવે મારે મરવું નહિ પડે. મને ગુરુદેવ તરફ અતૂટ વિશ્વાસ હતો. એમના વાક્યને હું મંત્ર સમજતો. એમની આજ્ઞાને હું પ્રભુની આજ્ઞા માનતો. એ મારા જીવનનું સર્વસ્વ હતા. ગુરુદેવ તરફની મારી આ શ્રદ્ધા હંમેશાં ફળતી રહી. દેવ, ગુરુ, તીર્થ, ઔષધિ, મંત્ર, સ્વપ્ન, જ્યોતિષ આ બધા પદાર્થો એવા છે કે ત્યાં શ્રદ્ધા રાખો તો જ ફળ મળે. શ્રદ્ધા જેટલી ઊંડી... ફળ એટલું જોરદાર ! મને મારા ગુરુદેવ પર ઊંડી શ્રદ્ધા હતી. પાણી જોતાં જ મારું મન બોલી ઊડ્યું : હવે વિદન ગયા ! અને ખરેખર એમ જ થયું, બાહડ મંત્રીએ જ્યાં પાણી છાંટ્યું ત્યાં જ મારા શરીરની બળતરા શાંત થઇ ગઇ અને કોઢ રોગ પણ જતો રહ્યો. મારું શરીર પૂર્વવત્ બની ગયું. ઓહ ! ગુરુદેવ ! આપ કેવા કૃપાળુ છો ? મને ફરી આપે જીવન-દાન આપ્યું. આપના આવા અનંત ઉપકારોનું ઋણ હું કયા ભવમાં ચૂકવી શકીશ ? મારું હૃદય બોલી રહ્યું. સવાર થતાં જ પૂજ્ય ગુરુદેવના દર્શનાર્થે હું ઉપાશ્રયે ગયો. દરવાજા હું કુમારપાળ • ૪૨૭ આત્મ કથાઓ • ૪૨૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ IT (9) મંકોડો બચાવવા... પાસે એક સ્ત્રી રડી રહી હતી. મને તે જોઇ કરુણા ઊપજી. એના દર્દનું કારણ પૂછવાનું મન થયું. પણ ગુરુદેવના દર્શનની ઉત્સુકતા ખૂબ હતી એટલે પહેલાં ગુરુદેવ પાસે હું પહોંચ્યો. પૂછ્યું: ‘ગુરુદેવ ! બહાર કઈ સ્ત્રી રડે છે ? શા માટે રડે છે ?' ‘કુમારપાળ ! એ મનુષ્ય સ્ત્રી નથી, દેવી છે, જે દેવીએ તને ત્રિશૂળ વીંઝવું એ જ તારી કુળદેવી કંટકેશ્વરી છે. મેં એને મંત્રશક્તિથી બાંધી છે.' ગુરુદેવે કહ્યું. ‘એને અહીં બોલાવો અને જીવદયા પ્રેમી બનાવો.” મેં ગુરુદેવને પ્રાર્થના કરી. બીજી જ પળે મેં જોયું તો પેલી દેવી હાથ જોડીને ગુરુદેવ સમક્ષ ઊભી હતી અને કહી રહી હતી : “સૂરિદેવ ! હવેથી હું કદી પશુઓના બલિદાન નહિ માગું. અત્યાર સુધી મેં જે જુલમ ગુજાર્યો તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.' દેવીની આંખમાં પશ્ચાત્તાપ દેખાઈ રહ્યો હતો. એની આંખોમાં કરુણાનો જન્મ થયેલો જણાતો હતો. એની વિકરાળ આકૃતિ સૌમ્ય બની ગઇ હતી. ત્યારથી કાયમ માટે કુળદેવી કંટકેશ્વરીને ત્યાં થતી પશુ-હત્યા અટકી ગઇ. ભવિષ્યમાં થનારી હજારો પશુઓની કતલને મેં અટકાવી દીધી. આનો એટલો જબરદસ્ત પ્રભાવ પડ્યો કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં દેવ-દેવીઓ પાસે પશુઓ ચડાવવામાં આવતા હતા તે બધા જ બંધ થઇ ગયા. તેના સ્થાને નૈવેદ્ય, ફળ વગેરે ચડવા લાગ્યા. આ પ્રસંગથી મારા જીવનમાં અહિંસાની ભાવના એકદમ મજબૂત બની ગઇ. કરુણા, જયણા, અહિંસા, અમારિ, દયા વગેરે મારા પ્રિયમાં પ્રિય શબ્દો બની ગયા. રે, એ જ મારા શ્વાસરૂપ બની રહ્યા. મારા પ્રત્યેક શ્વાસમાં, નાડીના પ્રત્યેક ધબકારમાં કરુણા અને જયણાનો નાદ થતો હોય - એવું હું કેટલીયેવાર અનુભવતો. બીજાને થતી વેદના હું જોઇ ન શકતો. એ મારી જ વેદના હોય એવું મને સંવેદન થતું. એક વાર રાત્રે હું પૌષધમાં હતો. એક સ્થાને બેસી શાંતિથી જાપ કરી રહ્યો હતો. ત્યાં મારા હાથ પર મંકોડો ચોંટ્યો. જાપમાં એકાગ્ર થયેલ મન મંકોડામાં ગયું. હું એવો મોટો યોગી હોતો કે મંકોડા કે વીંછી કરડે તોય મને ખબર ન પડે, શરીરને હું સાવ જ ભૂલી જાઉં ! મંકોડાને હટાવવા તરત જ મારો બીજો હાથ ધસી જવા લાગ્યો. ત્યાં જ મારા હૃદયમાં રહેલી કરુણા બોલી ઊઠી : જોજે, કુમારપાળ ! ક્યાંક ઉતાવળમાં નિર્દોષ મંકોડો મરી ન જાય. તારી થોડી જ ઉતાવળ અને મંકોડાનું મૃત્યુ ! મંકોડાનો સ્વભાવ તો તું જાણે જ છે ને ? એકવાર ચીપજ્યા પછી બહુ જ મુશ્કેલીથી ઊખડે. તૂટે, પણ છૂટે નહિ - મંકોડાનો આવો સ્વભાવ ! મારો હાથ તરત જ થંભી ગયો. આ વખતે બહુ જ જાગૃતિ જોઇએ, તીર્ણ ઉપયોગ જોઇએ. કારણ કે તે વખતે ઘણીવાર અજાણતાં જ આપણો હાથ ત્યાં પહોંચી જાય છે ને ખણી નાખે છે ને શુદ્ર જંતુ મરી જાય છે. મચ્છર કે કોઇ જંતુ કરડે ત્યારે તમે જોજો. આ પ્રક્રિયા કેટલી ઝડપી બને છે ? એટલે જ જયણાપ્રેમી આરાધકો શરીર પર જ્યારે પણ ખંજવાળ આવે ત્યારે મુહપત્તી, ચરવળો કે ખેસથી પુંજી પછી ખણે છે. પુંજવાપ્રમાર્જવાના તેમના સંસ્કારો એટલા ઊંડા પડી જાય છે કે અજાગૃત મન પણ આ અંગે સજાગ રહે છે. આવા આરાધકો રાત્રે ઊંઘમાં પડખું ફેરવે ત્યારે પણ પુંજતા-પ્રમાર્જતા હોય છે.. મારો હાથ જોરથી કરડી રહેલા મંકોડા પાસે પહોંચ્યો. મેં તેને હટાવવા પ્રયત્ન કર્યો. પણ એ હટે ? સત્તાનો સ્વાદ ચાખી ગયેલો શાસક સિંહાસનથી હટે? માનવના લોહીને ચાખી ગયેલો આ મંકોડો હું જેમજેમ હટાવવા પ્રયત્ન કરું તેમ તેમ તે પોતાની પકડ વધુ મજબૂત બનાવતો જતો હતો. પ્રત્યેક ક્ષણે મારી વેદના વધતી જતી હતી. જો કે મને મારી વેદનાની નહિ, પણ મંકોડાના રક્ષણની ચિંતા હતી. હું કુમારપાળ • ૪૨૯ આત્મ કથાઓ • ૪૨૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ |T (10) પ્રતિલેખકનું સન્માન || મારા શરીર પર ચોંટેલા એ મકોડાને દૂર કરવા આસપાસના શ્રાવકો મારી પાસે આવી પહોંચ્યા. પણ તેમને કહી દીધું : તમે દૂર જ રહેજો. નાહક બિચારો આ મંકોડો મરી જશે. મંકોડો કોઇ પણ હિસાબે મારા લોહીનો સ્વાદ છોડવા તૈયાર હોતો ને હું કોઇ પણ હિસાબે એને મારવા તૈયાર હોતો. તમને થતું હશે ? ક્યાં માંસાહારી કુમારપાળ ને ક્યાં મંકોડાને બચાવવા તત્પર રહેનાર કુમારપાળ ? તમને તો શું ? મને પણ નવાઇ લાગે છે. આટલું બધું પરિવર્તન ? પણ ‘કમે સૂરા તે ધમ્મ સુરા' એ કહેવત એમને એમ નથી પડી. ઘણું કરીને જે ઘણા પાપો કરીને ધર્મ પામ્યા હોય છે તે ધર્મને અત્યંત દઢતાથી વળગી રહે છે. મંકોડાએ જોરદાર પક્કડ જમાવી દીધી હતી. જીવતો તે કોઇ પણ રીતે છૂટો થઇ શકે તેમ ન્હોતો. ખેંચવાથી ટૂકડા થાય તેમ હતું. પારેવાની રક્ષા ખાતર પોતાના શરીરમાંથી માંસ આપનાર ભગવાન શ્રી શાંતિનાથ (મેઘરથના ભવમાં) મને યાદ આવ્યા. એ ભગવાન જો એક પારેવાની રક્ષા કરવા પોતાના પ્રાણો આપવા તૈયાર થતા હોય તો એ પ્રભુનો સેવક હું આમાંથી કોઇ બોધપાઠ ન લઇ શકું ? મારે શું કરવું ? એ માટે મને મેઘરથના જીવનમાંથી તરત જવાબ મળી ગયો. મેં ધારદાર છરી મંગાવી અને મંકોડો જે ભાગ પર ચીપકી ગયો હતો એટલા ભાગની ચામડી ધીરેથી કાપી લીધી અને મંકોડાને છૂટો કર્યો. મારું હૃદય જાણે મંકોડાને કહી રહ્યું હતું : તને મારું લોહી, મારી ચામડી બહુ ભાવે છે. આરામથી ખાતો રહે. જયણા ધર્મની માતા છે. જયણા ધર્મનું પાલન-પોષણ કરનારી છે. જયણા તપની વૃદ્ધિ કરનારી છે. જયણા એકાંતે સુખ દેનારી છે. એવું મને હૃદયથી બરાબર પ્રતીત થઇ ગયું ત્યારથી જયણા મારું જીવન બની હતી. મને જયણા ખૂબ જ ગમતી હતી, જયણા પ્રેમી લોકો પણ મને ખૂબ ગમતા. મને જયણાપ્રેમી માણસની ખબર પડી જાય તો હું એનું બહુમાન કર્યા વિના રહેતો નહિ. મને ખ્યાલ હતો કે જેનું બહુમાન કરવામાં આવે એ ગુણ પ્રજામાં જોરદાર વ્યાપ્ત બને છે. સામાન્ય રીતે પ્રાયઃ દરેક માણસ પોતાની કોઇ કદર થાય પોતાનું કોઇ બહુમાન થાય તેમ ઇચ્છતો હોય છે. એટલા માટે જ પ્રાયઃ એની પ્રવૃત્તિઓ હોય છે. જો એને ખબર પડે કે ગુણોનું સન્માન થઇ રહ્યું છે તો એ ગુણો મેળવવા પ્રયત્ન કરશે. જો એને ખબર પડશે કે દુર્ગુણોની, જૂઠ અને પ્રપંચની બોલબાલા છે, તો એ તરફ દોડવા લાગશે. આજે તમારી આસપાસ જૂઠ, પ્રપંચ, વિશ્વાસઘાત, છેતરપીંડી, અન્યાય વગેરે કેમ ફાલી-ફૂલી રહ્યા છે? કારણ કે આજનો માણસ જાણે છે કે આની જ કિંમત છે. જૂઠ અને પ્રપંચથી જ માણસ પૈસાદાર બને છે. પૈસાદાર બને છે, તેને બધા માનની દૃષ્ટિએ જુએ છે. જ્યારે જે સાચો અને ન્યાયી હોય છે તે એમને એમ ખાખી બંગાળી રહે છે ને લોકો એની સામે પણ જોતા નથી. લોકો જો જૂઠની જ પૂજા કરતા હોય તો આપણે શા માટે સત્ય તરફ દોડવું ? સામાન્ય માણસો આમ વિચારી જૂઠ-પ્રપંચ અને હિંસા તરફ દોટ મૂકે છે, પૈસા તરફ દોટ મૂકે છે. પૈસાથી એમને સન્માન જોઇએ છે. હું જાણતો હતો કે જ્યાં હિંસા, જૂઠ અને ચોરી સન્માન પામતા હોય ત્યાં એ વધે જ. હું તો કલિકાલમાં પણ અહિંસા, સત્ય અને અચૌર્યને સન્માનિત-પ્રતિષ્ઠિત કરવા માંગતો હતો. તેવા લોકોનું બહુમાન કરવા માંગતો હતો. જયણાપ્રેમી આત્માઓનું સન્માન કરવાની તક હું તરત જ ઝડપી લેતો હતો. આત્મ કથાઓ • ૪૩૦ હું કુમારપાળ • ૪૩૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ (11) કાશીમાં અહિંસા - પ્રચાર એક પ્રસંગ હું તમને કહું. એકવાર હું ઉપાશ્રયમાં ગયેલો. ત્યાં એક મોટા પટારા પાસે એક માણસ તેમાં રહેલા કપડાનું પડિલેહણ કરતો હતો. પૂછતાં જાણવા મળ્યું કે - પાટણના આરાધકો માટે આમાં કટાસણા, ચરવળા, મુહપત્તિ, ધોતિયાં વગેરે ઉપકરણો રાખવામાં આવે છે ને તે બધા ઉપકરણોનું દિવસમાં બે વાર પડિલેહણ આ ગરીબ શ્રાવક કરે છે. કોઇના પણ કહ્યા વિના, કોઇપણ ઇચ્છા વિના બરાબર વિધિપૂર્વક બોલ બોલીને પડિલેહણ કરે છે. મને આ જોઈને ખૂબ જ આનંદ થયો. એની જયણા મને ગમી. માણસ કોઇના કહેવાથી તો હજુયે કામ કરે, પણ આ તો સ્વ-ઇચ્છાથી જયણા પ્રત્યેના પ્રેમથી આ કામ કરી રહ્યો છે; વળી કોઇ જોનારા હોય તો તો ઘણાય કરે, પણ કોઇ જોનારું ન હોય ત્યારે કરનારા કેટલા ? કોઇ પણ અપેક્ષા વિના સ્વાથ્યથી જયણાનું કામ કરતા આ શ્રાવકનું બહુમાન થવું જ જોઇએ. મારું હૃદય પોકારી ઊઠ્યું. મેં એ ગરીબ શ્રાવકને તે જ વખતે પંદરસો ઘોડા અને બાર ગામો આપ્યા. આખા પાટણમાં જયણાની સુવાસ પ્રસરી ગઇ. હવે તમે જ કહો : મારા દેશમાં જયણા અને કરુણા કેમ ન વધે ? હિંસા કેમ ન અટકે ? જૂ મારનારની પાસેથી મેં દંડરૂપે ““કાવિહાર બંધાવ્યો હતો. મારા સૈન્યના ૧૧ લાખ ઘોડા પણ ગળેલું પાણી પીતા હતા. એ ઘોડાઓ પર પણ પુંજણીથી પુંજીને બેસવાનો કાયદો હતો. માછીમારી અને શિકાર બંધ હતા. સાતેય વ્યસનોને મેં દેશવટો આપ્યો હતો. દુષ્ટોનો નિગ્રહ કરતો હતો. સજ્જનોનું સન્માન કરતો હતો. હવે મારા રાજ્યમાં અહિંસાદેવી સર્વત્ર પૂજાય એમાં કાંઇ નવાઇ ખરી ? મારી તો એવી ઇચ્છા હતી કે માત્ર મારા રાજ્યમાં જ નહિ, બીજા રાજ્યમાં પણ અહિંસાનો વિજય-ડંકો વાગતો રહે. બીજા દેશોમાં પણ અહિંસાનો પ્રચાર કરવા હું પ્રયત્ન કરતો. એકવાર મને સમાચાર મળ્યા : કાશીના તળાવમાં પુષ્કળ માછલાં પકડવામાં આવે છે ને ઘોર હિંસા ચાલી રહી છે. મને આ સાંભળી ખૂબ જ દુઃખ થયું ! બિચારાં માછલાં ! પાણીમાં આનંદથી ફરનારા ! શા માટે માનવ એ નિર્દોષ પ્રાણીને મારી નાખે ? માણસો પણ એમને મારી નાખીને શા માટે પાપ બાંધે ? મારા હૃદયમાં માછલાં અને માનવ બંને પર કરુણા જાગી ઊઠી. માછલાનાં દ્રવ્ય પ્રાણ બચાવવાની અને માનવના ભાવ પ્રાણ બચાવવાની મારી કરુણા માત્ર હૃદયસ્થ ન રહેતાં સક્રિય થઇ ઊઠી. આમ તો કાશી એ મારા તાબાનું રાજ્ય ન હતું, છતાં શું થયું? શુભ ભાવથી ક્યાંય પણ થોડોક પણ પ્રયત્ન કરવામાં આવે તો એનું ફળ મળે જ મળે. આપણા શુભ ભાવની અસર સામાવાળા માણસ પર પડે. મેં આવું કાંઇક વિચારી મારા એક દૂતને એક ક્રોડ સોનામહોર સાથે ત્યાં મોકલ્યો. થોડા વખતમાં પાછા ફરીને તેણે સમાચાર આપ્યા : “રાજન ! આપણું જીવદયાનું કામ ખૂબ જ સુંદર રીતે પતી ગયું છે. મેં એક ક્રોડ સોનામહોરો કાશીના રાજાના ચરણે ધરી અને બધી વાત કહી ત્યારે તેઓ બોલી ઊઠ્યા : ઓહ! ગુજરાતના એ રાજા કુમારપાળની આટલી બધી કરુણા? એના માટે ક્રોડ સોનામહોરો મોકલે ? ધન્યવાદ છે એની જનેતાને જેણે આવો અહિંસાપ્રેમી પુત્ર જગતને આપ્યો. હે દૂત ! તારા રાજાને કહેજે કે આપનું સૂચન સ્વીકાર્યું છે ને તળાવમાંથી માછીમારી સંપૂર્ણ બંધ કરી દીધી છે. પણ એના બદલામાં હું કાંઇ લેવા નથી માંગતો. એમ કરીને હું મારું પુણ્ય વેચવા નથી માંગતો. પણ કુમારપાળે મને આવા ઘોર આત્મ કથાઓ • ૪૩૨ હું કુમારપાળ • ૪૩૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ T(12) મારા તાબેદાર રાજાઓની અહિંસા પાપમાંથી બચાવ્યો એ બદલ હું બીજું તો શું કરી શકું? પણ મારી આ નાનકડી ભેટ તમારા રાજાને આપજો.' એમ કહી મને એક કોડ સોનામહોરો આપી ભાવભરી વિદાય આપી.' દૂતે આમ કહી બે ક્રોડ સોનામહોરો મારા ચરણે ધરી. મેં તે રાજા પર એક ક્રોડ સોનામહોર મોકલી હતી તે પાછી આવી. તેની સાથે કાશીના રાજાએ આપેલી એક ક્રોડ સોનામહોરો પણ આવી. હું તાજુબ થઇ ગયો. શુભ ભાવથી કરેલું કાર્ય કેવું ઉમદા ફળ આપે છે ? એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. માત્ર હું જ નહીં, મારા તાબામાં રહેલા રાજાઓની પણ અહિંસા પર દેઢ શ્રદ્ધા થયેલી હતી. આથી તેઓ પણ પોતાના રાજ્યમાં અહિંસાનું કડકપણે પાલન કરાવતા. એનો ભંગ કરનારને કડક સજા પણ કરતા. એક વખત મારા એક માણસે નાડોલની ઘટના કહી સંભળાવી. આથી મને ખૂબ જ આનંદ થયો. ઘટના આ પ્રમાણે હતી : નાડોલમાં કેહણ નામનો રાજા, જે મારો તાબેદાર હતો, તેના લાખા નામના સ્થગીધરને પશુના બલિદાન પર બહુ શ્રદ્ધા હતી. પણ જીવ-હત્યા પ્રતિબંધનો કડક કાયદો હતો તેથી તે તેમ કરી શકે એમ હોતો. પણ જેણે કરવું જ હોય તેને કોણ રોકી શકે ? આખરે તેણે પોતાનું કામ કર્યું જ, માટીના રામપાત્રમાં માંસ ભરી છૂપી રીતે ક્ષેત્રપાળને ચડાવ્યું પણ વાત કાંઇ છાની રહે ? ગમે ત્યાંથી ગમે તે રીતે ગમે તોય છુપી વાત પ્રાયઃ જાહેર થઇ જ જતી હોય છે. ત્રિલોચન નામના ચકોર કોટવાળને આ વાતની ગંધ આવી ગઇ. રામપાત્ર બનાવનાર કુંભાર દ્વારા સમગ્ર ઘટના જાણી લીધી અને તે કરનાર પણ લાખો જ છે, એ પણ જાણ્યું. રાજા કેલ્હણને આની ખબર પડતાં જ લાખાને અપરાધી ઠરાવી સખત દંડ કર્યો. હવે તમે જાણી શક્યા હશો કે મારા રાજ્યમાં કેટલી કડકાઇથી અહિંસાનું પાલન થતું હતું ? આત્મ કથાઓ • ૪૩૪ હું કુમારપાળ - ૪૩૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ (13) રુદતી-ધન-ત્યાગ || કદાચ તમે પૂછશો : શું તમને પશુઓ પર જ પ્રેમ હતો ? માણસો પર નહિ? અમે એ જાણવા માંગીએ છીએ કે તમે માણસો માટે શું કર્યું? ભલા માણસ ! તમે પણ ખરા છો. પશુ માટે પ્રાણ આપી દેવા તૈયાર થનાર માણસ, માણસ માટે કાંઇ ન કરે, એવું તમે શી રીતે વિચારી શકો છો? પ્રાણી માટે મને પ્રેમ હોય તો માનવ પર કેમ ન હોય ? મારા જીવનની એક ઘટના કહું, એટલે મારો માનવ-પ્રેમ તમે સારી રીતે સમજી શકશો. એક વખતે પાટણના વેપારી મંડળે આવીને મને સમાચાર આપ્યા : રાજન ! આપણા નગરમાં કુબેરદત્ત નામનો મોટો વેપારી આજ રાત્રે જ મૃત્યુ પામ્યો છે. એ અઢળક સમૃદ્ધિનો માલિક હતો, પણ એને ત્યાં કોઇ પુત્ર નથી. માટે અપુત્રિયાનું ધન આપનું થાય છે. માટે આપ એમના ઘેર પધારો અને બધું ધન રાજખજાનામાં જમા કરાવો. હું કુબેરદત્તના ઘેર ગયો. ઓહ ! શું અદ્ભુત ઘર હતું ! આને ઘર ન કહેવાય, આ તો રાજમહેલ છે, રાજમહેલ. મારું મન બોલી રહ્યું હતું. એની આલીશાન હવેલી જ એની સુવિશાળ સમૃદ્ધિને કહી રહી હતી. ત્યાં જિનમંદિર પણ હતું. હું ત્યાં દર્શન કરવા ગયો. ઓહ ! અદ્ભુત હતું એ જિનમંદિર ! જયાં મેં પગ મૂક્યો, એ ભૂમિ જ રત્નજડિત હતી ને ભગવાનની મૂર્તિ તો ચંદ્રકાન્ત મણિની હતી. મેં ભાવ-વિભોર હૃદયે પ્રભુનાં દર્શન કર્યા. દેરાસરની એક ભીંત પર મારી નજર ગઈ. ત્યાં કુબેરદત્તના પરિગ્રહ પરિમાણની નોંધ હતી. નોંધ આ પ્રમાણે હતી : ૧૦૦ હાથી, ૫૦ હજાર ઘોડા, ૮૦ હજારનું ગોકુલ, ૧ હજાર રત્ન-હીરા વગેરે ઝવેરાત, ૫૦૦ હળ, ૫00 ગાડાં, ૫00 વહાણ, ૫ ઘર, ૫ દુકાન, ૨000 ધાન્યના કોઠાર, છ કરોડ સોનામહોર, ૬ કરોડનો ચાંદી વગેરે કિંમતી માલ. કુબેરદત્તની અપાર સંપત્તિ પર, તેની ધાર્મિકતા પર આશ્ચર્યવિભોર ચિત્તથી વિચાર કરતો હું જિનાલયમાંથી બહાર નીકળ્યો ત્યાં જ મારા કાને સ્ત્રીઓના રુદનનો અવાજ આવ્યો. શું કરુણ હતું એ રુદન ? સાંભળનારનું હૃદય પીગળ્યા વિના ન રહે, જો થોડો પણ દયાનો છાંટો હોય ! મને જાણવા મળ્યું કે કરુણ રુદન કુબેરદત્તની માતા અને પત્નીનું હતું. રાત્રે જ માતાએ વહાલસોયો પુત્ર અને પત્નીએ પોતાનો પ્રાણપ્યારો પ્રિયતમ ખોયો હતો અને હવે અધૂરામાં પૂરું ધન પણ રાજા લઇ લેશે. આથી તેઓ કરુણ રીતે રડી રહી છે. - સ્ત્રીઓના રુદને મને વિચારમાં મૂકી દીધો : શું આ રીતે હું ધન લઉં તે વાજબી ગણાય ખરૂં? કોઇના નિસાસાવાળું ધન મને શી રીતે પચે? એકતો બિચારી સ્ત્રીઓ પુત્ર-પતિવિહોણી બની અને હવે હું તેમનું ધન લઇને પડતા પર પાટું મારું ? ખરેખર તો આવી અનાથ સ્ત્રીઓને મારે કાંઇક આપવું જોઇએ... પણ હું તો અહીં લેવા આવ્યો છું ! છટ... | ધિક્કાર છે તારી આવી લોભી દાનતને ! મનોમન હું મારી જાતને ધિક્કારી રહ્યો. મેં મનથી નક્કી કરી નાખ્યું આવું ધન મારા ખજાનામાં ન જોઇએ. મારો ખજાનો દુઃખીઓના આંસુ ભરવા માટે નથી. જો કે કાયદો મારા પક્ષમાં હતો. પરંપરા પણ મને ટેકો આપતી હતી. મહાજન મારા પડખે હતું. મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર અને અભિજ્ઞાનશાકુંતલના પ્રાચીન શાસ્ત્રોના આધારો મારી તરફેણ કરતા હતા. બસ, એક મારું જૈન ધર્મથી ભાવિત થયેલું કરુણાÁ હૃદય જ તરફેણ ન્હોતું કરતું. એ મને દઢપણે કહી રહ્યું હતું : કુમારપાળ ! છેતરાઇશ નહિ. લાલચમાં લલચાઇશ નહિ. તું મક્કમપણે આવું ધન લેવાનું નકારી કાઢજે. જો આ રીતે તને લેવાની આદત પડી ગઇ તો વારંવાર એ તરફ જ તારું મન જશે. ક્યારે કોઇ અપુત્રિયો મરે ને ક્યારે મને એનું ધન મળે ? એ જ તારી વેશ્યા બની જશે. અનાજનો સંઘરાખોર વેપારી દુકાળ ઇચ્છે, કુલટા સ્ત્રી પતિના મૃત્યુને ઇચ્છ, વૈદરાજ શ્રીમંતોમાં રોગ ઇચ્છ, નારદ ઝગડાને ઇચ્છ, દુર્જન બીજાના છિદ્રને ઇચ્છે, તેમ તું પણ અપુત્રિયા ધનિકનું મૃત્યુ ઇચ્છતો થઇ જઇશ; આવી વિચારધારા તારા હૃદયને સાવ જ નિષ્ફર અને કઠોર બનાવી દેશે. એવા કઠોર હૃદયમાં ધર્મના અંકુરા ઊગી શકશે નહિ. હું એ રડતી સ્ત્રીઓ પાસે ગયો અને કહ્યું : બેનો ! રડશો નહિ. આત્મ કથાઓ • ૪૩૬ હું કુમારપાળ • ૪૩૭. Page #220 -------------------------------------------------------------------------- ________________ (14) મારી સાધર્મિક-ભક્તિ તમારું આ ધન લઇને હું તમને વધુ દુઃખી કરવા માંગતો નથી. તમારું ધન હું નહિ લઉં. માત્ર તમારું જ નહિ, આજથી હું કદી પણ કોઇપણ અપુત્રિયાનું ધન લઇશ નહિ. મારી આ જાહેરાતથી સર્વત્ર સન્નાટો છવાઇ ગયો. મારી છાપ થોડીક કંજૂસની ખરી. આવો કંજૂસ (ખરેખર હું કંજૂસ નહિ, પણ કરકસરિયો હતો) કુમારપાળ આટલું બધું ધન જતું કરે ? શરૂઆતમાં લોકો આ વાત માની પણ શક્યા નહિ. આમ નહિ કરવા માટે અમુક મંત્રી વગેરેએ મને ઘણું સમજાવ્યું અને કહ્યું કે રાજનું ! આનાથી આપણા રાજ-ખજાનામાં વર્ષે લગભગ ૭૨ લાખ સોનામહોરોની આવક થાય છે. આવડી જંગી આવકને પડતી કાં મેલો ? ને કાયદો નવો ક્યાં છે ? આપના પૂર્વગામી બધા જ રાજાઓ આવું કરતા જ આવ્યા છે ને ? જરા વ્યવહારુ બનો. બધી બાબતમાં ધરમ-ધરમ કરશો તો તિજોરી તળિયા-ઝાટક થઇ જશે.” પણ મંત્રીઓની વાતની મારા પર કોઇ અસર ન થઇ. હું મારા કરૂણાપૂર્ણ વિચારોને વળગી રહ્યો. વાર્ષિક ૭૨ લાખ સોનામહોરોની આવકવાળો રૂદતી-ધનનો પટ્ટો મેં પાણીમાં નાખી દીધો. પતિ વગેરેના ધનની, (પુત્ર ન હોય તો) પત્નીમાતા વગેરે માલિક બને, એવો નવો કાયદો ઘડ્યો. ખોટી પરંપરાઓને વળગી રહેનારો હું નથી - એવું પ્રજામાં ફરી એકવાર પૂરવાર થયું. આ કાયદાથી ગુજરાતમાં રુદતી-ધન લેવાનું બંધ થયું અને છોકરો ખોળે લેવાનો રિવાજ પણ બંધ થયો. મારું આ પગલું ગુજરાતના ઇતિહાસમાં જબરદસ્ત ક્રાંતિકારી સિદ્ધ થયું. આ ઘટનાથી કવિઓએ મારી પ્રશસ્તિ કરતાં કહ્યું : अपुत्रीणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुञ्चन् सत्यं राजपितामहः ।। પુત્ર વગરની સ્ત્રીઓનું ધન લેનાર રાજા પુત્ર બને છે. પણ હે રાજન! તે સંતોષ ધારી તે ધન ન લીધું. ખરેખર તું રાજાઓનો પણ પિતામહ (દાદા) બન્યો. મને કવિ સહિત પ્રજાએ ‘રાજપિતામહ' તરીકે બિરદાવ્યો. તમે હજુ પૂછશો : રાજનું ! તમે જૈન તો બન્યા, પણ જૈનોના ઉદ્ધાર માટે શું કર્યું ? સાધર્મિકો માટે શું કર્યું ? સાધર્મિકો માટે પણ મેં કંઇક કર્યું છે. એની પ્રેરણા શી રીતે મળી ? એ તમને જણાવું. એક વખતે મારા ગુરુદેવ પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજીનો પાટણમાં ભવ્ય પ્રવેશ હતો. જબરદસ્ત સામૈયું થવાનું હતું. હું ત્યાં ગયો. મેં જોયું કે સૂરિજીએ પહેરેલું વસ્ત્ર એકદમ જાડું હતું. મને થયું : હું બારીક અને સુંદર વસ્ત્રો પહેરું અને મારા ગુરુદેવ આવા બરછટ વસ્ત્ર પહેરે ? લોકો શું કહેશે ? કુમારપાળ ગુરુદેવ માટે કાંઇ કરતો લાગતો નથી. મેં ખાનગીમાં ગુરુદેવને આ વાત જણાવી. ત્યારે ગુરુદેવે મને જે ટકોર કરી તે હું કદી ભૂલી શક્યો નહિ. મને ગુરુદેવે કહ્યું : કુમારપાળ ! તને મારા શરીર પર બરછટ વસ્ત્ર દેખાય છે એનો વિચાર આવ્યો, પણ એ વહોરાવનાર મારો કોઇ સાધર્મિક બંધું જ હશે, એવો વિચાર ન આવ્યો? એ કેવી નિર્ધન સ્થિતિમાં હશે ત્યારે આવું વસ્ત્ર વહોરાવ્યું હશે ? રાજનું! જો કંઇક કરવા માંગતો હોય તો આવા નિર્ધન સાધર્મિકોનો ઉદ્ધાર કર. બાકી અમે જાડું પહેરીએ કે ઝીણું અમને કોઇ ફરક પડતો નથી. અમે તો ફક્કડ છીએ. પણ મુખ્ય વાત આ વસ્ત્રને વહોરાવનારની છે. આ વસ્ત્ર વહોરાવનાર શાકંભરી (અજમેર પાસેનું સાંભર)નો ગરીબ શ્રાવક ધનાશાહ છે. આવા હજારો ધનાશાહ શાસનમાં પડેલા છે, એમનો તું ઉદ્ધાર કર. બસ, મને આટલી ટકોર બસ હતી. મેં ત્યારથી સાધર્મિક-ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. એ કામ ગુપ્તરૂપે કરવા માટે મેં આભડ શેઠ તથા કપર્દી મંત્રીને સોંપ્યું. નિર્ધન શ્રાવકને કમ સે કમ સો સોનામહોરો આપવાનું કહ્યું. વર્ષે એક ક્રોડ સોનામહોરો વાપરવામાં આવે, તેવી આજ્ઞા કરી, આભડ શેઠે આ કામ બરાબર નિષ્ઠાથી બજાવ્યું. પ્રથમ વર્ષનો લાભ હું કુમારપાળ • ૪૩૯ આત્મ કથાઓ • ૪૩૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ IT (15) મારું શિક્ષણ TI પોતાને મળે એ માટે વિનંતિ પણ કરી. પરંતુ મેં સાફ ના પાડી દીધી. બીજા તો લાભ લઇ જાય, પણ હું કંજૂસ થઇ જાઉં એનું શું ? ત્યાર પછી હું ૧૪ વર્ષ સુધી જીવ્યો. દર વર્ષે એક કોડ સોનામહોરો સાધર્મિકો માટે ખર્ચતો રહ્યો. તમે કદાચ જાણવા ઇચ્છશો : રાજનું ! તમે ૨૪ થી ૫૦ વર્ષની ઉંમર સુધી રઝળપાટ કરી. તમે કાંઇ ભણ્યા કે નહિ ? ભણ્યા તો ક્યારે ભણ્યા ? તમે ખરૂં પૂછ્યું. મર્મભેદી પૂછ્યું. પણ તમે જો પૂછ્યું જ છે તો મારે મારું બધું સ્પષ્ટપણે કહી જ દેવું જોઇએ. ખરું કહું તો પ્રમાણમાં હું ઘણો જ અશિક્ષિત હતો. રાજકીય જ્ઞાન મેળવવું મારે ખૂબ જ જરૂરી હતું. મંત્રી કપર્દીએ એ માટે એક શાસ્ત્રી નિયુક્ત કર્યા હતા. એમની પાસેથી હું દરરોજ કામંદકીય-નીતિશાસ્ત્ર સાંભળતો હતો. બપોરે એક કલાક દરરોજ શાસ્ત્રીજી એ માટે આવી જતા હતા. એક વખતે એમાં રાજાને મેઘની ઉપમા અપાયેલી હતી. મેં કહ્યું : શું રાજાને મેઘની ઉપમ્યા અપાય છે ?' જ્યાં મારું આ વાક્ય પૂરું થયું ત્યાં બધા મારા તરફ મૂછમાં હસી રહ્યા હતા. તેઓના ચહેરા પરથી લાગ્યું કે તેઓ મારા પર જ હસી રહ્યા હતા, પણ ભયના માર્યા ખુલ્લું હસી શકતા નહોતા. હું વિચારમાં પડી ગયો. નક્કી કાંઇક બફાઇ ગયું છે. પણ શું બફાયું ? તેનો મને ખ્યાલ ન આવ્યો. કપર્દી મંત્રીએ મને એકાંતમાં બધું કહ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે શું બફાયું ? મંત્રીએ મીઠાશથી મને કહ્યું : જગત રાજા વગરનું રહે તો વાંધો નહિ, પણ રાજા મૂર્ખ તો ન જ હોવો જોઇએ. ઉપમા શબ્દના સ્થાને ઉપપ્પા બોલ્યા એટલે તમારું અજ્ઞાન ખુલ્લું થયું. વિદ્વાનોની સભામાં આવું શી રીતે ચાલે ? આપે શબ્દોનો સમ્યક પ્રયોગ તો શીખી જ લેવો જોઇએ. હજુ પણ કાંઇ વાંધો નથી. આપની પ્રજ્ઞા તો ધારદાર છે જ. આપ હજુ પણ શીખી શકો છો. મંત્રીની આ ટકોરે મને વિચાર કરતો કરી મૂક્યો. મેં સંસ્કૃત ભણવા માટે મનમાં ગાંઠ વાળી અને મારા ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજીએ બનાવેલું વ્યાકરણ હું ભણવા લાગ્યો. જોત-જોતામાં મેં સંસ્કૃતનું સારું એવું જ્ઞાન મેળવી લીધું. જો કે મોટી ઉંમરમાં સંસ્કૃતમાં એકદમ પરિપકવતા મેળવવી આત્મ કથાઓ • ૪૪૦ હું કુમારપાળ • ૪૪૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ મેં તો સંસ્કૃત જીવનમાં બહુ જ મોડેથી શીખીને ભૂલ કરી, પણ તમે એવી ભૂલ કરતા નહિ. અત્યારથી જ સંસ્કૃત ભણવાનું શરૂ કરી દેજો. મોટી ઉંમરમાં ઉત્સાહથી મેં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આથી મને વિચારચતુરાનનનું બિરુદ મળ્યું. તો મુશ્કેલ હોય છે, છતાં મેં સંતોષજનક તો અધ્યયન કર્યું જ. મારું અધ્યયન કેવું થયું એ વિષે વધુ તો હું શું કહું? કહેવું સારું પણ ન ગણાય. આત્મપ્રશંસા સારી નહિ. એ માટે તમે મારી બનાવેલી “આત્મનિંદા કાત્રિશિકા' જોઈ લેજો. જે સંસ્કૃતમાં બનેલી છે ને તેમાં મેં મારા હૃદયના ભાવો ઠાલવ્યા છે. હું કેટલો પાપી છું? વગેરે વાત જણાવી છે ને છેલ્લે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું છે : પ્રભુ ! આપના જેવા વીતરાગ દેવ મળ્યા. મોક્ષના સાક્ષી શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા ગુરુદેવ મળ્યા. હવે મારે વધુ શું જોઇએ. બસ, પ્રભુ ! તારી સેવા મને ભવોભવ મળતી રહે, એટલું જ માગું છું.' મારી બનાવેલી એ સ્તુતિ ‘આત્મનિંદા દ્વાáિશિકા' તમે વાંચજો અને પછી નક્કી કરજો કે મારું સંસ્કૃત કેવું હતું ? - હવે તો મારી મોટી ઉંમર થઇ ગઇ. હવે હું શું ભણી શકું? ભણીને કરવું ય શું છે ? - એમ માનીને કદી ભણવાનું પડતું મૂકતા નહિ. જીવનભર વિદ્યાર્થી બનીને રહેજો. મોટી ઉંમરે પણ નાના બાળક જેવી જિજ્ઞાસા વૃત્તિ રાખજો. મારા આ પ્રસંગમાંથી આટલી પ્રેરણા જરૂર લેજો. હું સાઠ વર્ષની ઉંમરે, આટલા રાજકીય વહીવટ અને રાજકારણની ખટપટો વચ્ચે ભણી શકે તો તમે કેમ ન ભણી શકો ? સંસ્કૃત ભાષા કે જે પ્રાયઃ તમામ આર્ય ભાષાઓની માતા છે, જેમાં ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રોનો | સાહિત્યોનો ખજાનો છે, જગતના બુદ્ધિમાનોનું ડાહ્યા લોકોનું સમગ્ર ડહાપણ ભરેલું છે, તે સંસ્કૃત ભાષાની તમે ઉપેક્ષા શી રીતે કરી શકો ? એ ભાષા સાથે તો તમારા મૂળીયા જડાયેલા છે. એની ઉપેક્ષા કરીને તમે તમારા જ મૂળ પર કુહાડી મારી રહ્યા છો, એ કદી ભૂલતા નહિ. નિયમોથી પરિપૂર્ણ, લાલિત્યપૂર્ણ, માધુર્યપૂર્ણ સંસ્કૃત ભાષા એકવાર ભણશો તો તમને લાગશે કે દુનિયામાં આના જેવી પરિપૂર્ણ બીજી એક ભાષા હોઇ શકે નહિ. માનવ અવતાર લઇને જેણે આવી અદ્ભુત સંસ્કૃત ભાષા ન જાણી, તેણે શું જાણ્યું ? તેણે શું મેળવ્યું ? સંસ્કૃત ભણશો તો તમને લાગશે કે ખરેખર અત્યાર સુધીનો મારો મોટા ભાગનો સમય એળે ગયો અને દિવ્ય જ્ઞાન-ખજાનાથી હું અજાણ જ રહ્યો ! આત્મ કથાઓ • ૪૪૨ હું કુમારપાળ • ૪૪૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ (16) તૈલપનું આક્રમણ || તમને ધર્મનો કોઇ પ્રભાવ જોવા મળ્યો કે નહિ ? એવું તમે કદાચ પૂછતા હો તો હું કહીશ કે મને પગલે-પગલે ધર્મનો પ્રભાવ જોવા મળ્યો છે. દિવસે-દિવસે એવી ઘટનાઓ બનતી કે જેથી મારી ધર્મશ્રદ્ધા વધતી જ જાય, વધતી જ જાય. વિ.સં. ૧૨૨૨માં બનેલી એક ઘટના તમને કહું. એક વખતે ચોમાસાના સમયમાં મને સમાચાર મળ્યા : કુન્તલ (કર્ણાટક) દેશનો રાજા તૈલપ ગુજરાત પર ચડાઇ કરવા આવી રહ્યો છે. હું વિચારમાં પડ્યો : કંઇ કારણ ? કર્ણાટક સાથે મેં શું બગાડ્યું છે ? અચાનક જ મને યાદ આવ્યું : હં... મેં આંબડ મંત્રીશ્વરને કોંકણના રાજા મલ્લિકાર્જુનને જીતવા મોકલ્યો હતો. પહેલી વખત તો મલ્લિકાર્જુને આંબડને ભગાડ્યો. પણ બીજી વખત આંબડે કાવેરી પર પુલ બાંધીને સામે કાંઠે જઇને મલ્લિકાર્જુનને હરાવ્યો. તેનું માથું કાપી એ માથું મારી પાસે લાવ્યો તથા બીજી કિંમતી ચીજો પણ લઇ આવ્યો. એમાંના ૩૨ સુવર્ણ કળશોમાંથી ત્રણ કળશ ઉદાયન ચૈત્ય, શકુનિકાવિહાર અને રાજઘટીઘર પર ચડાવ્યા. આંબડને ‘રાજપિતામહ'નું બિરૂદ આપ્યું. કોંકણની હાર થવાથી કર્ણાટકના રાજા તૈલપ ગુસ્સે ભરાયો લાગે છે. કારણ કે કોંકણ અને કર્ણાટક મિત્રતાથી જોડાયેલા છે. કોંકણની હારમાં કર્ણાટક ક્રોધે ભરાય અને ચડાઇ કરે તે તદ્દન સ્વાભાવિક છે. ચિંતામાં પડ્યો : હવે શું થશે ? ચોમાસામાં તો હું બહાર, નીકળતો નથી. વળી અત્યારે મારા સામંત રાજાઓ પોત-પોતાના રાજ્યમાં ચાલી ગયા છે. સૈન્ય છુટું-છવાયું વેર-વિખેર પડયું છે. વળી મારી પણ ૭૨ વર્ષ જેટલી ઉંમર થઇ છે. પણ તરત જ મને મારા ગુરુદેવ યાદ આવ્યા. મારો ધર્મ યાદ આવ્યો. જે ધર્મનું હું પાલન કરું છું એ ધર્મ શું મારું પાલન નહિ કરે ? મારે ચિંતા કરવાની જરૂર શી ? મારા માથે દેવ અને ગુરુ બેઠેલા છે. હું મારા ગુરુદેવ પાસે ગયો. મારી બધી ચિંતા કહી સંભળાવી. ગુરુદેવે કહ્યું : શાંતિ રાખ. બધું સારું થશે. સાત દિવસ ધમરાધનામાં તન્મય બની જા. યુદ્ધ-બુદ્ધના બધા વિચારો છોડી દે, બધું પોતાની મેળે ઠેકાણે પડી જશે. ગુરુદેવની વાત પર મને અમાપ વિશ્વાસ હતો. સાતે ય દિવસ મેં ઉત્કૃષ્ટ રીતે ધર્મારાધનામાં વીતાવ્યા. સંસારના બધા વિચારો ભૂલી ગયો. ઉત્કૃષ્ટ રીતે થયેલી ધમરાધનાથી મારા હૃદયમાં અપૂર્વ આનંદ વ્યાપી રહ્યો. અમૃતના ઓડકાર આવે ને પરમ આનંદનો અનુભવ થાય, તેમ ધમરાધનાના “ઓડકારો’ આવવા લાગ્યા. અને.. સાચે જ સાતમા દિવસે મને સમાચાર મળ્યા કે તૈલપ રાજા રસ્તામાં જ અચાનક મરી પરવાર્યો છે ને તેના પાછી જતી રહી છે. આ સમાચાર મળ્યા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તૈલપ ગુજરાત તરફ ચડાઇ કરવા આવી રહ્યો છે. ધર્મારાધનાના વેગમાં એ બધી વાતો હું ભૂલી ગયો હતો. કર્ણાટકના રાજા તૈલપ મૃત્યુ પામ્યો. તેના સ્થાને નવો રાજા ‘પરમર્દી’ આવ્યો. કર્ણાટક અને ગુજરાત સાથે વર્ષોજૂના અમારા સંબંધો હતા. રાજા પરમર્દીએ પોતાની પુત્રી નાયકીદેવી મારા ભત્રીજા (મોટા ભાઇ મહીપાલના પુત્ર) અજયપાળ સાથે પરણાવી. તમે ઇતિહાસ જાણતા હશો તો ખ્યાલમાં હશે કે સિદ્ધરાજની માતા મીનલદેવી પણ કર્ણાટકની હતી. આ ઘટનાથી એ સંબંધો ફરીથી તાજા થયા. આત્મ કથાઓ • ૪૪૪ હું કુમારપાળ • ૪૪૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ (17) મારી આરતિ ધર્મનો પ્રભાવ જયોને ? મારે કાંઇ જ કરવું ન પડ્યું ને સાત દિવસમાં પોતાની મેળે જે થવું જોઈતું હતું તે થઇ ગયું. આવી એકે નહિ, અનેક ઘટનાઓ મારા જીવનમાં બની છે. હજુ આવી એક ઘટના તમને ફૂલોથી પણ ભગવાન આટલા મનમોહક લાગે છે તો છયે ઋતુનાં ફૂલોથી તો કેવા શોભે ? તેજનો અંબાર ભગવાનની પ્રતિમા ! સુગંધી અને પંચવણ છયે ઋતુના ફૂલો ! ઝીલમીલ થતા દીપકો ! એ દીપકોના સૌમ્ય પ્રકાશમાં ભગવાનનું મુખારવિંદ કેવું શોભે ? દર્શનાર્થી કેવા એકાકાર બની જાય ભગવાનમાં ? શું છયે ઋતુના ફૂલોથી ભગવાનની આંગી ન બનાવી શકું ? મેં તરત જ સંકલ્પ કર્યો : “જ્યાં સુધી એવી આંગી ન બનાવું ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ !' ને... થંભી ગયેલી મારી આરતી ફરી શરૂ થઇ. આરતી તો પૂરી થઇ પણ પ્રતિજ્ઞા...? એ શી રીતે પૂરી થાય ? પણ... સત્ત્વ હોય છે ત્યાં બધું થઇને જ રહે છે. બીજે દિવસે મને માળીએ સમાચાર આપ્યા : રાજનું! આપણા બગીચામાં આશ્ચર્યદાયક ઘટના ઘટી છે. આવું આશ્ચર્ય મેં કદી મારા જીવનમાં જોયું નથી. મેં તો નહિ, કદાચ બીજા કોઇએ પણ આવું નહિ જોયું હોય. બગીચામાં આજે એકીસાથે છયે ઋતુના ફૂલો ખીલી ઉઠ્યા - પાટણમાં મેં મારા પિતાજીના નામથી ‘ત્રિભુવનપાળ વિહાર નામનું મોટું જૈન મંદિર બંધાવ્યું. હતું. તેમાં ૭૨ દેરીઓ હતી. ૯૬ ક્રોડ સોનામહોરોનો ખર્ચ થયો હતો. ૧૨૫ (૨૫?) અંગુલ (ઈચ) પ્રમાણ ભગવાનશ્રી નેમિનાથની પ્રતિમા મૂળનાયકરૂપે પ્રતિષ્ઠિત કરી હતી. ૭૨ દેરીઓમાં ભૂત ભાવિ અને વર્તમાન ત્રણેય ચોવીશીની ૭૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આનો પ્રતિષ્ઠા મહોત્સવ મેં ખૂબ જ ઠાઠમાઠથી કર્યો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પાલનપુરનો રાજા પ્રહાદન, શાકંભરીનો રાજા અર્ણોરાજ (વિગ્રહરાજ), માંગુ ઝાલો વગેરે ૭૨ રાણાઓ, ગિરનાર તીર્થનો ઉદ્ધારક દંડનાયક સજ્જન, ૨૪ જિનાલય બનાવનાર મંત્રી આભડ, સિદ્ધપુરમાં ચૌમુખ વિહાર બનાવનાર મંત્રી આલિગદેવ, ગુરુભક્ત મહામાત્ય શાન્ત, છ ક્રોડ દ્રવ્યનો માલિક શેઠ કુબેરદત્ત, ૯૯ લાખ સુવર્ણમુદ્રાનો સ્વામી છાડા શેઠ, દશ હજાર અશ્વોનો સ્વામી મહામાત્ય ઉદાયન, મંત્રી આંબડ, મંત્રી બાહડ શ્રીમાળી, શેઠ વાહડા પોરવાળ વગેરે ૧૮૦૦ ક્રોડપતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત હતા. એ દેરાસરમાં હું દરરોજ ઠાઠમાઠપૂર્વક પ્રભુના દર્શને જતો. ત્રિકાળ પૂજા કરતો. એક વખત ભગવાનશ્રી નેમિનાથની સુંદર સુગંધી ફૂલો દ્વારા આંગી બની હતી. આરતી ઉતારતી વખતે હું ભાવવિભોર બની ગયો ત્યારે જ મને વિચાર આવ્યો : સુગંધી રંગ-બેરંગી ફૂલોથી ભગવાન કેવા સોહામણા લાગે છે ? પણ આના કરતાં પણ વિશેષ અંગ-રચના કેમ ન થઇ શકે ? છયે ઋતુના ફૂલોથી શું આંગી ન થઇ શકે ? એક ઋતુના આત્મ કથાઓ • ૪૪૬ આ સાંભળતાં જ મારું હૃદય નાચી ઊઠ્યું. મેં તે દિવસે ભક્તિભાવથી છયે ઋતુના ફૂલોથી પ્રભુની સુંદર અંગ-રચના બનાવી, જે જોવા આખું પાટણ ઊભરાયું હતું. તમે કહેશો : છયે ઋતુનાં ફૂલો શી રીતે ઊગ્યા? વાત એમ હતી કે તે જ રાત્રે મારા ગુરુદેવને મારી પ્રતિજ્ઞાની જાણ થઇ. જો પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય તો શી દશા થાય ? તે પણ તેઓશ્રી જાણતા હતા. તે જ રાત્રે પૂજ્યશ્રીએ શાસનદેવીને પ્રત્યક્ષ કરી અને દૈવી સહાયથી બગીચો છયે ઋતુના ફૂલોથી ખીલી ઊઠ્યો. - ગુરુદેવના મારા પર કેટલા ઉપકાર ગણાવું ? ડગલે ને પગલે એમણે મારો હાથ પકડ્યો છે. મારા સતત યોગ અને ક્ષેમ તેઓશ્રી કરતા રહ્યા છે. હું કુમારપાળ • ૪૪૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ (18) સાળવી પાડો || IT (19) માંસાહારની સ્મૃતિ તથા પ્રાયશ્ચિત્ત|| એક વખતે મારા પૂજાના વસ્ત્રો આંબડે પહેરી લીધા. મેં પૂછ્યું : આમ કેમ કર્યું ? મને પૂજામાં શુદ્ધ, અબોટ વસ્ત્ર જોઇએ. ત્યારે આંબડે કહ્યું : મહારાજા ! આપ જે વસ્ત્રોને અબોટ સમજીને પહેરો છો, એ બધા ખરેખર અબોટ નથી હોતા. બંબેરા નગરીનો રાજા બધા જ મુગટા (વસ્ત્રો)ને પહેલાં પોતે પહેરી પછી જ બહાર જવા દે છે. મેં આ અંગે તપાસ કરાવી તો વાત સાચી નીકળી. પંજાબ કે કાશ્મીર બાજુથી (બંબેરા નગરીથી) આવતા મુગટાઓને રાજા કમ સે કમ એકવાર પહેરીને જ બીજે મોકલતો હતો. મને આ બરાબર ન લાગ્યું. આ પદ્ધતિ અટકાવવા મેં વિશાળ સેના સાથે આંબડ મંત્રીને બંબેરા નગરી પર મોકલ્યો. કેટલાક સમય બાદ તે વિજય મેળવીને પાછો ફર્યો. વિજયની એ ઘટનાનું વર્ણન કરતાં કહ્યું : રાજન્ ! જે વખતે મેં બંબેરા નગરી પર હલ્લો કરવાનું વિચારેલું તે જ રાત્રે ૭00 કન્યાઓના લગ્ન હતા એટલે મેં માંડી વાળેલું. લગ્ન પતી ગયા બાદ બીજા દિવસે હું સેના સાથે તૂટી પડ્યો ને જોત-જોતામાં મને વિજય મળી ગયો. ત્યાંના રાજાને મેં આપનો તાબેદાર બનાવ્યો ને શુદ્ધ મુગટા પણ લેતો આવ્યો છું તથા ભવિષ્યમાં આપણે મુગટા મેળવવા કોઇના ઓશિયાળા ન બની રહીએ માટે ત્યાંથી હું મુગટા બનાવનાર સાળવીઓના ૭00 કુટુંબોને પણ લાવ્યો છું. આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. ૭00 સાળવીઓના કુટુંબોને વસાવવા પાટણમાં મેં તેમને અલગ જગ્યા ફાળવી આપી. એ જ્યાં રહ્યા તે ‘સાળવી પાડો' કહેવાયો. (આજે પણ પાટણમાં ‘સાળવી પાડો’ અને તેમનું જિનમંદિર વિદ્યમાન છે.) તમે કદાચ પૂછશો : રાજનું ! જૈન ધર્મનો સ્વીકાર કર્યો, પૂર્વની મલિન આદતોનો તમે ત્યાગ તો કરી દીધો... પણ એ બધું પછી ક્યારેય યાદ આવ્યું કે નહિ ? કારણ કે મનનો એવો સ્વભાવ હોય છે. એકવાર જે સંસ્કારો પડ્યા તેને એ જલ્દીથી છોડી શકતું નથી. બહારથી કદાચ ત્યાગ થઇ જાય, પણ મન તો એને યાદ કરી જ લે. ઘટ્ટ થઈ ગયેલા સંસ્કારોને સાવ જ સાફ કરી નાખવા કાંઇ સહેલું નથી. તમે એકેક પ્રશ્ન બરાબર પૂછી રહ્યા છો. તમારા પ્રશ્નો ઘણા વેધક હોય છે. પણ તમે પૂછશો તે બધું હું જણાવી જ દઇશ. મારું જીવન તો ખુલ્લી કિતાબ છે. ગમે તે પાનું ખોલી શકો છો. મેં કદી છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો. સારું નરસું બધું જ મેં તમારી પાસે નિખાલસ ભાવે જણાવી દીધું છે. પહેલાં તમને કહેલું જ છે કે માંસ-ભોજન મને ખૂબ પ્રિય હતું. આચાર્યશ્રીએ અથાગ પ્રયત્નો દ્વારા યુક્તિપૂર્વક મારી પાસેથી એ છોડાવ્યું. સાચી સમજણ આવ્યા પછી તો મેં તેને મનથી પણ છોડી દીધું. હું તેનો વિચાર સુદ્ધાં પણ કરતો નહિ. પણ મન છે ને ! વાંદરા કરતાં પણ વધુ ચંચળ છે. એ ક્યારે આપણા કબજામાંથી છટકી જાય તે કાંઇ કહેવાય નહિ. ગમે તેટલી તકેદારી રાખો, પણ એ આપણને છેતરીને પણ છલાંગ લગાવી દે. ક્યારેક ભૂતકાળમાં પહોંચી જાય તો ક્યારેક ભવિષ્યની મધુર કલ્પનામાં પહોંચી જાય ! એક વખતે હું ઘેબરનું ભોજન કરી રહ્યો હતો. મન તક જોઇને ભાગ્યું. ભૂતકાળમાં પહોંચી ગયું. ઓહ ! કેવું સુંદર હતું માંસ ભોજન ! બરાબર આ ઘેબર જેવું જ ! વીજળી વેગે આટલો વિચાર આવ્યો ત્યાં જ મેં મારી જાતને સંભાળી લીધી. મનને નિયંત્રિત કરી દીધું. પણ હું જાણતો હતો કે મનથી કરેલો વિચાર પણ પોતાની પાપની પ્રક્રિયા છોડતો જાય છે. મારે જો સંપૂર્ણ ધર્મી બનવું હોય તો મનને એકદમ સાફ રાખવું જ જોઇએ. મનમાં પણ જે અપવિત્ર વિચારો આવે તેનું પણ શુદ્ધિકરણ કરવું જ રહ્યું. ગુરુ સમક્ષ એનું પ્રકટીકરણ કરવું જ રહ્યું. મનના વસ્ત્રને હું કુમારપાળ • ૪૪૯ આત્મ કથાઓ • ૪૪૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ (20) કેટલીક ઘટનાઓ ધોયા વિના એના પર ધર્મનો કેસરીયો રંગ ચડે શી રીતે ? મેં ગુરુદેવ સમક્ષ આ વાત પ્રગટ કરી અને પ્રાયશ્ચિત માગ્યું. ગુરુદેવે કહ્યું : આના પ્રાયશ્ચિતરૂપે તારે પિતાજીના નામથી ભવ્ય જિનમંદિર બંધાવવું તથા ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ જિનાલયો બંધાવવા. મેં પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. પિતાજીના નામથી ‘ત્રિભુવનપાળ વિહાર' નામનું જિનમંદિર બંધાવ્યું. જેની વાત હું પહેલાં કરી ગયો છું તથા ૩૨ દેરીઓવાળું ‘કુમાર (કુમાર વિહાર) વિહાર બંધાવવાનું શરૂ કર્યું. - કુમાર વિહાર બંધાવવા મંત્રી બાહડનું મંદિર જ્યાં હતું એ જગ્યા મને અનુકૂળ લાગી. મેં એ જગ્યા માંગી. મંત્રીએ પ્રેમથી આપી. બાહડ મંત્રીએ જ ‘કુમારવિહાર' બંધાવવાની જવાબદારી ઉપાડી લીધી. બાહડ મંત્રીએ બાહડ વંશના શેઠ ગર્ગના પુત્રોને દેખરેખ માટે નીમી દીધા. જોતજોતામાં એ મંદિર તૈયાર થઇ ગયું. બેનમૂન બન્યું હતું એ મંદિર ! જાણે સ્વર્ગમાંથી ઊતરેલું દેવવિમાન ! ચારે બાજુએ સાત હાથની ઊંચાઇવાળી ૩૨ દેરીઓ હતી. તેમાં ૨૪ તીર્થકરો, ૪ શાશ્વત જિન અને ૪ રોહિણી, સમવસરણ, ગુરુપાદુકા તથા અશોકવૃક્ષ પ્રતિષ્ઠિત કર્યા. મૂળનાયક માટે નેપાળથી મંગાવેલ ચંદ્રકાન્ત મણિમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ તૈયાર કરાવી. બધાની ગુરુદેવના હાથે ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ચંદ્રકાન્ત મણિની પ્રતિમામાંથી દર પૂનમની રાત્રે અમી ઝરવા લાગ્યા. એ અમીના પ્રભાવથી લોકોના આંખની પીડા વગેરે રોગો નાશ પામવા લાગ્યા. દર પૂર્ણિમાએ મંદિરમાં ગજબનો ધસારો થતો. આ ‘કુમાર વિહારમાં મંત્રી આંબડે પણ આદિનાથ પ્રભુની ચાંદીની પ્રતિમા સ્થાપિત કરી હતી. ઘેબર ખાતાં જે માંસનો સ્વાદ યાદ આવ્યો તેના પ્રાયશ્ચિત્તરૂપે બે સુવિશાળ જિનાલયો અસ્તિત્વમાં આવ્યા : ૭૨ દેરીવાળું ‘ત્રિભુવનપાળ વિહાર' અને ૩૨ દેરીવાળું ‘કુમાર વિહાર” ! ત્યારપછી મેં ઘેબર જીવનમાં કદી ખાધા નથી. જેનાથી પાપનું સ્મરણ થાય એવા નિમિત્તોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. ખરુંને ? તમે હવે કદાચ મારું બહુ લાંબુ લચક જીવન વાંચીને થાકી ગયા હશો તો કદાચ કહેશો : રાજનું ! તમારા જીવન દરમ્યાન બનેલી કેટલીક ઐતિહાસિક ઘટનાઓ અમને સંક્ષેપમાં ન કહી શકો ? હવે હું સંક્ષેપમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ માત્ર કરું છું. વીરધવલના પિતા લવણપ્રસાદનું નામ તો તમે સાંભળ્યું હશે ? એ લવણપ્રસાદનો જન્મ મારી વિદ્યમાનતામાં થયેલો. મારા માસીયાઇ ભાઇ ભીલડિયાના સામંત આનાકને ત્યાં એનો જન્મ થયેલો. એનું ત્યારનું નામ તો હતું : લૂણપાક. પછીથી એ ‘લવણપ્રસાદ' તરીકે પ્રસિદ્ધ થયો. તે વખતની તેની ચેષ્ટાના આધારે મેં ભવિષ્યવાણી કરેલી કે - આ ‘લૂણપાકે ગુજરાતનો રાજા થશે, પણ અણહિલપુર પાટણનો નહિ.' તમને આ ઇતિહાસમાં રસ હોય તો ખ્યાલ હશે કે લવણપ્રસાદ વીરધવલ વગેરે પાટણના નહિ, પણ ધોળકાના રાણા બન્યા હતા. હું કાંઇ જ્યોતિષ જાણતો ન્હોતો, પણ મારી કોઠાસૂઝથી ભવિષ્યનું આછું દર્શન કરી શકતો. એને તમે કાન્તર્દષ્ટિ, વિચારપ્રૌઢતા કે કોઠાસૂઝ કહી શકો છો. • વિ.સં. ૧૨૦૮માં મેં સાતેય વ્યસનોનો ત્યાગ કર્યો ને રાજ્યમાં પણ ત્યાગ કરાવ્યો. વિ.સં. ૧૨૦૮માં વડનગરનો કિલ્લો બંધાવ્યો. તેની પ્રશસ્તિ કવિશ્રી શ્રીપાલ પાસેથી રચાવી. અઢારેય દેશમાં અમારિ પ્રવર્તનનું ફરમાન બહાર પાડયું. આ માટે તમે રત્નપુર, કિરાડુ, લાટહૂદ, શિઓની વગેરે સામંતોના વિ.સં. ૧૨૦૯, ૧૨૧૧, ૧૨૧૨ના શિલાલેખો જોશો એટલે ખ્યાલ આવશે કે પ્રાણી-વધનો નિષેધ કેટલો વ્યાપક અને મજબૂત હતો. વિ.સં. ૧૨૦૮માં ૧૦૦ વર્ષની ઉંમરવાળા મહામાન્ય ઉદાયનને મોકલી સૌરાષ્ટ્રના બહારવટીયા સુંવરને દબાવ્યો હતો. આ યુદ્ધમાં હું કુમારપાળ • ૪૫૧ આત્મ કથાઓ • ૪૫૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ મંત્રી ઉદાયનને જીત તો મળી, પણ પ્રહારોથી ખૂબ જ જર્જરિત થતાં વઢવાણ પાસે ભોગાવા નદીના કિનારે તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. વિ.સં. ૧૨૧૩માં ઉદાયન મંત્રીના પુત્ર બાહડે શત્રુંજય તીર્થનો મોટો ઉદ્ધાર કરાવ્યો. મારા પૂજ્ય ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા થઇ. તળેટીમાં બાહડપુર નામનું ગામ બાહડે વસાવ્યું. તેમાં કિલ્લો તથા ‘ત્રિભુવનપાળ વિહાર’ નામનું મંદિર પણ બંધાવ્યું. એ અરસામાં જૈન સંઘમાં કેટલાક નવા મતો નીકળ્યા હતા. એમના આચાર્યો પાટણમાં આવતા તેથી પાટણ જૈન સંઘની એકતા જોખમાતી એટલે મેં આદેશ આપ્યો કે - નવા મતીઓએ પાટણથી બહાર ચાલ્યા જવું. બધાને મેં એ પ્રમાણે વિનંતી કરી. અંચલગચ્છીય આચાર્યશ્રી જયસિંહસૂરિજી પાસે જઇને પણ મેં બહાર જવાનું કહ્યું. પરંતુ તેમણે પંચ પરમેષ્ઠીનું વર્ણન પૂરું થાય પછી જવાનું કહ્યું. મેં ભોળાભાવે એમની વાત માની. પરંતુ એ મહાત્માએ તો પંચ પરમેષ્ઠીનું વર્ણન ૧૬ વર્ષ સુધી ચલાવ્યે રાખ્યું. આથી હું તેમને બહાર જવાનું કહી શક્યો નહિ. કારણ કે હું વચનથી બંધાયેલો હતો. વિ.સં. ૧૨ ૧૬ માગ. સુ. ૨ ના મેં સમ્યકત્વ સહિત બાર વ્રતોનું ગ્રહણ કર્યું. તે સમયથી હું પરમહંત બન્યો. ત્યારે મારા ગુરુદેવે પોતે જ મને “રાજર્ષિ'નું બિરૂદ આપ્યું. મારી વિનંતીથી મારા ગુરુદેવે ૨૦ પ્રકાશવાળું વીતરાગસ્તોત્ર તથા ૧૨ પ્રકાશવાળું યોગશાસ્ત્ર - બંનેની રચના કરી. હું રોજ સવારે એ ૩૨ પ્રકાશોનો પાઠ કરી ભાવ મંજન કરતો હતો. સવારે મંગળ વાજીંત્રો વાગતાં હું જાગતો. પછી નવકાર મંત્રનો જાપ, ૩૨ પ્રકાશનો પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારવિહારમાં ચૈત્યપરિપાટી, ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને ભોજન, સાંજે ગૃહમંદિરમાં આંગી, આરતી, મંગળ દીવો, પ્રભુ સ્તુતિ, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા નવકારના સ્મરણપૂર્વક નિદ્રા - આમ સામાન્ય રીતે મારી આવી દૈનિક ધર્મચર્ચા હતી. ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક તથા પ્રતિક્રમણના સૂત્રો મેં કંઠસ્થ કરી લીધા હતા. એકવાર મેં વેશ્યા સાથે રહેનારા મુનિને પણ વંદન કર્યું. આ જોઇ નાડોલના યુવરાજે મારા ગુરુદેવને આ વાત જણાવી. ગુરુદેવે મને પતિત સાધુને વંદન ન કરાય’ એમ જણાવ્યું. પરંતુ પેલા વેશ્યાગામી સાધુના જીવનમાં મારા વંદનથી પરિવર્તન આવી ગયું. વેશ્યા, પાન, જોડા વગેરે છોડી તેમણે ફરી દીક્ષા લીધી અને અનશન સ્વીકાર્યું. હું અનશનમાં રહેલા એમને વાંદવા ગયો ત્યારે તેમણે કહ્યું : તમે જ મારા ગુરુ છો. તમારા વંદનથી જ હું સન્માર્ગે વળ્યો છું. પાટણ, સોમનાથ, પાટણ, થરાદ, જાલોર, લાડોલ, ખંભાત, તારંગા વગેરે સ્થળોએ મેં ‘કુમાર વિહાર” નામના જિનાલયો બંધાવ્યા હતા. અજિતનાથ ભગવાનની પૂજાથી મને સપાદલક્ષ (શાકંભરી પાસેનો પ્રદેશ)માં વિજય મળ્યો હતો. માટે મેં તારંગાના પર્વત પર ૩૨ માળનું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. જે યશોદેવના પુત્ર દંડનાયક અભયકુમારની દેખરેખ નીચે બન્યું હતું. શત્રુંજય તીર્થમાં પણ મંદિર બંધાવ્યું. સિંધ દેશના દટાઇ ગયેલા વીતભય પત્તન (મોંએ જો દરો)ને ખોદાવી ત્યાંથી જીવંત સ્વામીની પ્રતિમા મંગાવી તેનું અલગ દેરાસર બંધાવ્યું. હું વર્ષમાં બે વાર - આસો તથા ચૈત્રમાં ભવ્ય રથયાત્રા કાઢતો. મારા માંડલિક રાજાઓ પણ ઠાઠથી રથયાત્રાઓ કાઢતા. ૭00 લહિયાઓને રોકી જૈન આગમો લખાવ્યા. પંચાંગી સહિત ૪૫ આગમોની સાત નકલો સોનાની સાહીથી લખાવી. સિદ્ધહૈમ વ્યાકરણ તથા ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રની ૨૧ પ્રતિઓ લખાવી. આત્મ કથાઓ • ૪૫૨ હું કુમારપાળ • ૪૫૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ • સિદ્ધરાજે જેને રાજા બનાવવાનું કહેલું તે માળવાનો રાજપૂત ચાહડ (ચાડ) અજમેર જતો રહ્યો. હું જ્યારે સિદ્ધરાજના ત્રાસથી ભટકતો હતો ત્યારે લાડ વાણીયાની જાને મને જમવા નહિ આપેલું. તેથી મેં કોઇપણ લાડ વાણીયાને મારા રાજ્યમાં અમલદાર તરીકે નીમ્યા નહિ. આથી લાડ, ચાડ અને તાડ પાટણમાં રહ્યા નહિ. • જુદા-જુદા સ્થાનોમાં દાનશાળાઓ સ્થાપી. તેના ઉપરી તરીકે શેઠ નેમિનાગના પુત્ર અભયકુમારને નીમ્યો. ‘કુમારપાળે લાડ, ચાડ અને તાડને દેશવટો આપ્યો.’ એવી મારા વિષેની કહેવત તમે સાંભળી હશે ? એનું રહસ્ય તમે જાણો છો ? ગ્રંથ લેખન માટે તાડપત્રો જોઇએ. મેં સઘળા તાડપત્રો તોડાવીને મંગાવ્યા એટલે પાટણમાં તાડ રહ્યા નહિ. • • કાશીના કવિ વિશ્વેશ્વર પંડિતે મારી સભામાં બે સમસ્યા મૂકી. તેની પૂર્તિ કપર્દી મંત્રી તથા આ. રામચન્દ્રસૂરિએ કરી. આથી પંડિત ખુશ થયો ને કહ્યું : આ સરસ્વતીની પદ-રચના છે અને તેણે મંત્રીના ગળામાં ૫૦ હજારનો હાર પહેરાવ્યો. મેં પંડિતને ૧૦ ઘોડા તથા ૫૦ લાખ દ્રમ્ન આપી સત્કાર કર્યો. પાટણમાં રહેવા વિનંતી કરી, પણ કવિશ્રી તો આત્મકલ્યાણ માટે પ્રભાસ પાટણ જઇ વસ્યા. પ્રભાસ પાટણનો મહંત ભાવ બૃહસ્પતિ મદિરા-પાન કરવા લાગી ગયો હતો. આથી મેં તેને મહંતની ગાદીએથી ઊઠાડી મૂક્યો. પાટણમાં આવી મારા ગુરુદેવ પાસે ચાર મહીના રહી ભૂલ બદલ માફી માંગી ત્યારે મેં તેને ફરી ગંડની પદવી આપી. (વિ.સં. ૧૨૨૫) પં. વામરાશિએ મારા ગુરુદેવની ખૂબ જ નિંદા કરી હતી. આથી મેં તેની આજીવિકા બંધ કરી. માફી માંગતા ફરી આજીવિકા બાંધી આપી. સૌરાષ્ટ્રના એક ચારણે એકવાર મારા ગુરુદેવશ્રીની વાસ્તવિક આત્મ કથાઓ • ૪૫૪ • કાશીનો રાજા જયચંદ મારો મિત્ર હતો. તેના મંત્રી પદ્માકરે પાટણના સાળવીની સુહડદેવીને પદ્મિની જાણી તેની સાથે લગ્ન કર્યા. આ રાણી નાલાયક નીવડી. પોતાના પુત્રને રાજ્ય અપાવવાની જીદથી તેણે મુસ્લિમોને બોલાવી વિ.સં. ૧૨૪૯માં કાશી-રાજ્યનો નાશ કરાવ્યો. તે પહેલાં વિ.સં. ૧૨૪૬માં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને મારી દિલ્હી જીતી લીધું હતું.) મારા મંત્રી આંબડે વિ.સં. ૧૨૨૨માં ભરૂચમાં શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મારા પૂજ્ય ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. હું પણ પ્રતિષ્ઠા-મહોત્સવમાં હાજર રહ્યો હતો. (ભરૂચમાં આજે આ શકુનિકાવિહાર મસ્જિદ તરીકે ઊભું છે. કાળની કેવી બલિહારી છે ! એમાં જૈનના બધા જ ચિહ્નો ઘસી નાખવામાં આવ્યા છે, છતાં એક સ્થળે દ્વાર પર કોતરેલી જિન-પ્રતિમા આજે પણ વિદ્યમાન છે.) વિ.સં. ૧૨૨૬માં શત્રુંજય તીર્થનો 'રી પાલક મોટો સંઘ કાઢ્યો. તેમાં મારા ગુરુદેવ વગેરે અનેક આચાર્યો, મુનિવરો, ભોપલદેવી, પુત્રી લીલુદેવી, પાલનપુરનો રાણો પ્રહ્લાદન, આભડ શેઠ, તેની પુત્રી ચાંપલદેવી, કવિચક્રવર્તી શ્રીપાળ, કવિ સિદ્ધપાલ, મંત્રી કપર્દી, મારો દૌહિત્ર પ્રતાપમલ્લ, ૯૯ લાખનો સ્વામી છાડો શેઠ, આંબડ મંત્રીની માતા માઉ અને બીજા અનેક કોટિધ્વજ શ્રેષ્ઠીઓ હતા. (આ. મહેન્દ્રસૂરિના મત પ્રમાણે આ સંઘ વિ.સં. ૧૨૧૯માં નીકળ્યો હતો.) આ સંઘની યાદમાં મેં ચોગઠ (વલભીનગરની પાસેનું ગામ) પાસે રહેલી થાપો અને ઇસાવલ નામની બે પહાડીઓ પર ભગવાનશ્રી આદિનાથ તથા ભગવાનશ્રી પાર્શ્વનાથના દેરાસરો બંધાવ્યા. (આજે પણ ત્યાં દેરાસરના પત્થર જડેલા છે. એ પત્થરોમાં કોઇએ શિવાલય બનાવ્યું છે.) હું કુમારપાળ • ૪૫૫ • પ્રશંસા કરતું કાવ્ય બનાવ્યું. આથી હું ખૂબ જ ખુશ થઇ ગયો. મેં તેને ત્રણ લાખનું ઇનામ આપ્યું. • Page #229 -------------------------------------------------------------------------- ________________ (21) મારાં મેં ગુરુદેવના મુખે મારો પૂર્વભવ જાણ્યો. લુંટારો જયતાક તે હું. ખંડેરગચ્છના આ. શ્રીયશોભદ્રસૂરિ તે મારા પૂ. ગુરુદેવ, ઓઢ૨ શેઠ તે મંત્રી ઉદાયન, ધનદત્ત સાર્થવાહ તે સિદ્ધરાજ બન્યો. પૂર્વભવમાં ગર્મહત્યા કરેલી તેથી સિદ્ધરાજ વાંઝિયો રહ્યો. મેં મારા પૂર્વભવની ખાતરી કરવા તિલંગ (આંધ્ર) દેશના ઉજંગલ (એકશિલા)નગરમાં તપાસ કરાવી. વાત સાચી નીકળી. મારા વંશની સ્થિરદેવીએ પણ મને આ પ્રમાણે જ કહ્યું હતું. મેં અઢાર ફૂલોથી પૂજા કરેલી તેથી અઢાર દેશોનું રાજ્ય મળ્યું. તે અઢાર દેશો આ પ્રમાણે : ગુજરાત, લાટ (મહીથી દમણ સુધીનો પ્રદેશ), સૌરાષ્ટ્ર, ભંભેરી (બંબેરગઢ) કચ્છ, સિંધ,? (તક્ષશિલા પાસેનો પ્રદેશ), જાલંધર (સતલજ-પંજાબનો પ્રદેશ), અન્તર્વેદી (આનર્ત કે દીવબેટ, પીરમબેટ), મરુ (મારવાડ), મેવાડ, માળવા, આભીર (કીર મેરઠનો પ્રદેશ કે ગિરનો પ્રદેશ), મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોંકણ (આ નોંધમાં મિત્ર રાજ્યો પણ સામેલ છે. વડગચ્છીય આચાર્યશ્રી વિનયચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૮૬માં રચેલા “કવિશિક્ષા' ગ્રંથમાં ૮૪ દેશોની માહિતી આપેલી છે. તેમાં ગુજરાતના ૧૭૧૮ પ્રદેશોની માહિતી આ પ્રમાણે છે : હિરૂયાણી વગેરે છ, પાટણ વગેરે બાર, માતર વગેરે ચોવીશ, વડુ વગેરે છત્રીશ, ભાલેજ વગેરે ચુમ્માલીશ, હર્ષપુર વગેરે બાવન, શ્રીનાર વગેરે છપ્પન, જંબુસર વગેરે સાઠ, પડાણા વગેરે સડસઠ, ડભોઇ વગેરે ચોર્યાશી, પેટલાદ વગેરે એકસો ચાર, ખેરાલુ વગેરે એકસો દશ, ભોગપુર વગેરે એકસો સોળ, ધોળકા વગેરે પાંચસો, માહણવાસ (મહેસાણા ?) વગેરે સાડા સાતસો, કોંકણ વગેરે ચૌદસો ચૌદ, ચન્દ્રાવતી વગેરે અઢારસો) - હવે હું મારા થોડાક સુકૃતો બતાવું ? બાર વ્રતોનું સાત્ત્વિક રીતે પાલન, પ્રતિદિન ત્રિકાળ જિનપૂજા, આઠમ-ચૌદશે ઉપવાસ-પૌષધ, પારણે સેંકડો શ્રાવકોને દાન, પોસહ કરનારને પારણું, ૭૨ લાખનો સાધર્મિક-કર માફ, રુદતી-ધન માફ, ૨૧ ગ્રંથ ભંડારો લખાવીને તૈયાર કરાવ્યા, હંમેશા ત્રિભુવનપાળ વિહારમાં સ્નાત્ર મહોત્સવ, મારા પૂજ્ય ગુરુદેવને દરરોજ દ્વાદશાવર્તવંદન, સકળ સાધુઓને નિત્ય વંદન, પૌષધધારી શ્રાવકોનું બહુમાન-દાન, અઢાર દેશોમાં અમારિપાલન, ન્યાયઘંટાવાદન, ચૌદ દેશના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, ૧૪૪૪ નૂતન જિન મંદિરોનું નિર્માણ, ૧૬૦૦ જિનાલયોનો જીર્ણોદ્ધાર. મારી ધાર્મિક પ્રતિજ્ઞાઓ (બાર વ્રતો) અંગે પણ કેટલુંક જાણી લો. (૧) પહેલા વ્રતમાં ‘મારિ’ શબ્દ બોલાઇ જાય તો હું ઉપવાસ કરતો. (૨) બીજા વ્રતમાં ભૂલથી જૂઠું બોલાઇ જાય તો હું આયંબિલ કરતો. (૩) ત્રીજામાં અદત્તનો ત્યાગ - મૃત ધનનો ત્યાગ. (૪) ચોથા વ્રતમાં વિ.સં. ૧૨૧૬થી નવા લગ્ન કરવા નહિ. આઠ રાણીઓના મૃત્યુ પછી બ્રહ્મચર્યનું પાલન. મનથી ભૂલ થાય તો ઉપવાસ. વચનથી ભૂલ થાય તો આયંબિલ. કાયાથી ભૂલ થાય તો એકાસણું. આરતી સમયે હું રાણી ભોપલ દેવીની મૂર્તિ રાખીને કામ ચલાવી લેતો. પાંચમા વ્રતમાં ૬ ક્રોડ સોનું, ૮ ક્રોડ તાર, ૧000 ધડી મણિરત્નો, ૩૩ હજાર મણ ઘી, ૩૨ હજાર મણ તેલ, ત્રણ લાખ મુડા ઘઉં, જુવાર, ચોખા, ચણા, મગ વગેરે અનાજ, ૫૦૦ મકાન, ૫૦૦ દુકાન, ૫૦૦ સભા, ૫00 વહાણ, ૫૦૦ ગાડા, ૫00 ગાડીઓ, ૧૧00 હાથી, ૧000 ઊંટ, ૧૧ લાખ ઘોડા, ૫000 રથ અને ૧૮ લાખની સેના આટલું મારું પરિગ્રહ-પરિમાણ હતું. હું કુમારપાળ • ૪૫૭ આત્મ કથાઓ • ૪૫૬ Page #230 -------------------------------------------------------------------------- ________________ I (22) મારા ગુરુદેવનું સ્વર્ગારોહણ || (૬) છઠ્ઠા વ્રતમાં ચોમાસા દરમ્યાન પાટણથી બહાર જવું નહિ. (૭) સાતમા વ્રતમાં માંસ, દારૂ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉદુંબર, અનંતકાય આદિ અભક્ષ્યોનો તથા ઘેબરનો ત્યાગ, દેવને ધર્યા સિવાય ભોજન, ફળ, વસ્ત્ર વગેરે વાપરવા નહિ. સચિત્તનો ત્યાગ, માત્ર આઠ પાનની જયણા, રાત્રે ચઉવિહાર, ચોમાસામાં દૂધ, દહીં, તેલ, મીઠાઇ અને તળેલી વસ્તુઓ - એ પાંચ વિગઇઓનો ત્યાગ. ચોમાસામાં ભાજી-પાનનો ત્યાગ. પર્વતિથિએ બ્રહ્મચર્ય-પાલનપૂર્વક સર્વ સચિત્ત તેમજ સર્વ વિગઇઓનો ત્યાગપૂર્વક એકાસણું કરવાનો નિયમ. આઠમા વ્રતમાં સાત કુવ્યસનોનો ત્યાગ. દેશમાંથી તેને દેશવટો આપ્યો. (૯) નવમા સામાયિક વ્રતમાં સવાર-સાંજ સામાયિક કરવું. તેમાં સર્વથા મૌન રહેવું. માત્ર ગુરુદેવની સાથે બોલવાની છૂટ. (૧૦) ચોમાસામાં પાટણથી બહાર જવું નહિ. (૧૧) અગીયારમાં વ્રતમાં પૌષધ-ઉપવાસ કરવા. (૧૨) બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં નિધન જૈનોનો કર માફ કર્યો. મારા ગુરુદેવને ત્યાં પૌષધ-સામાયિક કરનારાઓને ૫૦૦ ઘોડેસવાર તેમજ બાર ગામના અધિપતિની પદવી આપી. બીજે સામાયિક-પૌષધ કરનારાઓને ૫૦૦ ગામ આપ્યા. સૌને શ્રાવક ધર્મમાં સ્થિર કર્યા. (ઐતિહાસિક ઘટનાઓ માટે મુખ્ય આધાર : જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ : ૨) હવે હું વૃદ્ધ થયો હતો. મારા પૂજ્ય ગુરુદેવ પણ વયોવૃદ્ધ થયા હતા. મારા ગુરુદેવ મારાથી ઉંમરમાં માત્ર પાંચ જ વર્ષ મોટા હતા. ગુરુદેવ પાસે બેસી ઘણીવાર હું જીવનના અંતની વાતો કરતો. જીવન-સાગરનો હવે તો છેડો દેખાય છે. મૃત્યુની વાતથી હું ઘણીવાર ધ્રૂજી ઊઠતો, પણ પૂજ્ય ગુરુદેવ તો એકદમ સ્વસ્થ રહેતા. મૃત્યુનો સ્ટેજ પણ ડર એમના ચહેરા પર મને કદી જોવા મળતો નહિ. “મૃત્યુ આવવાનું છે એમ શા માટે ? મૃત્યુ અત્યારે પણ ચાલુ જ છે. જીવન અને મૃત્યુ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એ સમાંતર જ ચાલતી હોય છે. એ અલગ નથી. આપણે શ્વાસ લઇએ છીએ તે જીવન છે ને શ્વાસ છોડીએ છીએ તે મૃત્યુ છે. પણ કમનસીબે આપણે છેલ્લા શ્વાસના ત્યાગને જ મૃત્યુ માની બેઠા છીએ. ખરી રીતે તો ક્ષણે-ક્ષણે મૃત્યુ ચાલુ જ છે. જીવનની હરપળમાં જે મૃત્યુ જુએ છે તેને છેલ્લી ક્ષણે પણ ભય લાગતો નથી. તે વખતે પણ તે સંપૂર્ણ સ્વસ્થ રહી મૃત્યુને ભેટી શકે છે ને કહી શકે છે : “હે મૃત્યુદેવ ! પધારો ! હું તમારું સ્વાગત કરવા તૈયાર જ ઊભો છું.' આ હતું મારા પૂજ્ય ગુરુદેવનું તત્ત્વજ્ઞાન ! આવા સિદ્ધયોગી પાસે બેસવાથી મને ઘણું ઘણું જાણવા મળ્યું હતું. હું પણ મૃત્યુથી અભય. બનતો જતો હતો. ‘આ બધું ભેગું કરેલું છોડી દેવું પડશે.’ આ વિચારથી જ માણસ ધ્રૂજી ઊઠે છે. મૃત્યુ-ભયનું મૂળ આસક્તિ છે. સૂરિદેવે મારી આસક્તિ કાપી નાખી. મારા ગુરુદેવ દિન-પ્રતિદિન દુર્બળ બની રહ્યા હતા. વયોવૃદ્ધ શરીર વધુને વધુ વૃદ્ધ બનતું જતું હતું. જો કે આત્મતેજ તો એટલું જ, બલ્ક પહેલાંથી પણ વધુ ઝગારા મારતું હતું. “મારા ગુરુદેવ આ ધરતી પર નહિ હોય ત્યારે હું શી રીતે જીવી શકીશ ?' આવા વિચાર માત્રથી હું ધ્રૂજી ઊઠતો. આખરે એ ગોઝારી સાલ આવી પહોંચી. વિ.સં. ૧૨૨૯માં મારા પૂજ્ય ગુરુદેવ અત્યંત સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. એમના હું કુમારપાળ • ૪૫૯ આત્મ કથાઓ • ૪૫૮ Page #231 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગવાસે મારા હૃદયને ભયંકર આંચકો આપ્યો. મારા પિતાજીના મૃત્યુ વખતે પણ મને જે આંચકો ન્હોતો લાગ્યો, તે અત્યારે લાગ્યો. પિતાજીએ મારા દ્રવ્ય શરીરને જન્મ આપ્યો, પણ મારા આધ્યાત્મિક જન્મદાતા તો પૂજ્ય ગુરુદેવ જ હતા ને ? વળી દ્રવ્ય જીવનરક્ષક પણ હતા જ. હું અત્યંત વ્યથિત હૃદયે સ્મશાનયાત્રામાં જોડાયો. મારી નજર ન પહોંચે એટલું માનવ-મહેરામણ ઊભરાયું. મારી જ નહિ, પાટણની દરેક વ્યક્તિની આંખ અશ્રુભીની હતી. રડતા હૃદયે મેં અગ્નિદાહ આપ્યો. અગ્નિજવાળાઓ આકાશને આંબતી હતી. મારું હૃદય ઝાલ્યું ન રહી શક્યું. હું બાળકની પેઠે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. મને આ રીતે રડતો જોઇ મંત્રીએ પૂછ્યું : રાજનું ! આપ બાળકની જેમ આમ કાં રડો ? આપના જેવા જ્ઞાની એક છોકરડાની જેમ રડશે ? લોકો કેવું સમજશે ? અને આપે તો ગુરુદેવ દ્વારા મેળવવા જેવું બધું જ મેળવ્યું છે હવે આટલું રુદન શાને ? રડતાં-રડતાં મેં કહ્યું : મંત્રીશ્વર ! તમે ભલે માનો કે મેં બધું મેળવ્યું છે. ખરેખર તો હું કશું જ મેળવી શક્યો નથી. મારા કમભાગ્યની શી વાત કરું ? રોટલીનો એક ટૂકડો પણ એમના પાત્રમાં હું વહોરાવી શક્યો નથી. આ ઓછી કમનસીબી છે ? હું રાજા હતો એટલે મારો આહાર રાજપિંડ તો એમને કહ્યું નહિ. પણ મેં કેવી મૂખઇ કરી ? સત્તાને છેવટ સુધી ચીપકી રહ્યો. જો મેં રાજ્ય છોડી દીધું હોત તો સુપાત્રદાનનો લાભ તો મળત ! સુપાત્રદાનની આગળ રાજ્ય શી વિસાતમાં છે ?... ને હું ફરી રડી પડ્યો. મારા ગુરુદેવનો મહિમા ત્યારે મને નજર સમક્ષ જોવા મળ્યો. મારા પૂજ્ય ગુરુદેવની ચિતા ઠરી-ન ઠરી ત્યાં તો રાખ લેવા લોકોએ પડાપડી કરી. પડાપડી એટલે કેવી ? હૈયે-હૈયું દળાય એવી ! જોત-જોતામાં તો એ રાખ સાફ થઇ ગઇ. પણ પાટણની ઘણી જનતા હજુ બાકી હતી. રાખ ખૂટી તો લોકોએ ત્યાંની ભૂમિની માટી લેવા માંડી. કેટલાય દિવસો સુધી ત્યાંથી લોકોએ માટી લીધે જ રાખી, લીધે જ રાખી. આથી ત્યાં મોટો ખાડો થઈ ગયો, જે “હેમખાડ' તરીકે આત્મ કથાઓ • ૪૬૦ પ્રસિદ્ધ થયો. આવો હતો મારા ગુરુદેવનો મહિમા ! ગુરુના વિરહમાં હું શી રીતે જીવી શકીશ ? એવી આશંકા મને પહેલેથી હતી જ અને ખરેખર એ સાચી પડી. પૂજ્ય ગુરુદેવ વિના હું ઝૂરવા લાગ્યો. પાણી વિનાના માછલા જેવી મારી હાલત થઇ ગઇ ! મારા જેવા માંસભોજી, મદિરાપાયી, રખડુ માણસને એમણે કેવી કુનેહથી સન્માર્ગે વાળ્યો ? એ બધું વિચારતાં જ હું ગદ્ગદ્ બની જતો. મારું શરીર પણ હવે કથળી રહ્યું હતું. પહેલાં જેવી ર્તિ અને ચપળતા હવે રહ્યા ન હતા. રહે પણ ક્યાંથી ? ૮૦ વર્ષની ઉંમર થઇ હતી. કેટલા બધા કામ લીધા હતા આ શરીર પાસેથી ? પછી થાકે એમાં એનો શો ગુનો ? બધે બને છે તેમ મારો વારસો મેળવવા રાજકીય ખટપટો શરૂ થઇ ગઇ હતી. સિદ્ધરાજની જેમ મારે પણ કોઈ પુત્ર હોતો ! જો કે સાવ ન્હોતો એવું નથી. નૃપસિંહ નામનો મારે એક પુત્ર હતો, પણ ૧૬ વર્ષની ઉંમરે એ ગુજરી ગયેલો. મૃત્યુ-શય્યા પર પડેલો એ નૃપસિંહ આજે પણ મને યાદ આવે છે. ઓહ ! કેવું એનું નિર્દોષ જીવન ! કેવી એની ઉત્તમ ભાવના ? મૃત્યુ વખતે એણે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહેલું કે - “હું જો રાજા હોઉં તો સોનાના જિનાલયો બનાવું !' એની ભાવના સાચે જ મારાથી પણ સવાઇ હતી. પણ મારાથી પહેલાં જ તે અનંતની યાત્રાએ ઉપડી ગયો. કર્મના ગણિત સાચે જ રહસ્યમય હોય છે. મોટામોટા શહેનશાહો અને ચક્રવર્તીઓને પણ એની આગળ ઝૂકી જવું પડતું હોય છે. હું કુમારપાળ • ૪૬૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ (23) મારું મૃત્યુ અને તે પછીનું વિશ્વ-નિરીક્ષણ | મારી ભાવના હતી કે મારો વારસદાર પણ ધર્મમય હોય ને પ્રજાને ધર્મમાં સ્થિર રાખે. આ માટે મેં મારા દૌહિત્ર પ્રતાપમલ્લ પર પસંદગી ઉતારેલી. હું જાણતો હતો કે મારા ભત્રીજા અજયપાળને આ પસંદ નહિ પડે. એ રાજ્યગાદી મેળવવા ક્યારનોય તલસી રહ્યો હતો. હું એ જાણતો હતો છતાં બહુ ધ્યાન ન આપ્યું. સાચું કહું તો હું ગફલતમાં રહ્યો. રાજકીય બાબતમાં થોડી પણ ગફલત બહુ મોટી આફત લાવનારી બની રહેતી હોય છે. મારી આ ગફલત આખરે મને નડી. કપટી અજયપાળે મને ભોજનમાં ઝેર આપ્યું. અજયપાળ રાજ્યગાદી મેળવવા ખૂબ જ આતુર છે, એની મને ખબર હતી, પણ એ આટલી હદ સુધી જશે, એવી તો મને કલ્પના જ નહિ. રાજકારણમાં સગા પુત્રનો પણ વિશ્વાસ કરાય નહિ. શ્રેણિક જેવાને સગા પુત્ર કોણિકે જેલમાં નાખ્યો હતો. એ હું જાણતો હતો છતાં વિશ્વાસમાં રહ્યો. સમગ્ર નીતિશાસ્ત્રનો સાર છે : અવિશ્વાસ ! ક્યાંય વિશ્વાસમાં ન રહેશો. હું આવી સીધી-સાદી વાત ભૂલ્યો. જો કે ધર્મી માણસ માટે ક્યાંય અવિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. ધર્મ સ્વયં સરળ બની જાય છે ને જગતને પણ સરલ જ જુએ છે. ભોજનમાં આપેલું ઝેર મારા શરીરમાં પ્રસરવા લાગ્યું. હું તરત જ વસ્તુસ્થિતિ પામી ગયો. મેં તરત જ ખજાનચીને બોલાવ્યો ને કહ્યું : ‘જા... જલદી ખજાનામાંથી વિષહર મણિ લઇ આવ.” હા... હું એમ જલદી મરવા માંગતો હોતો. મોંઘેરા માનવ અવતારની એકેક પળ કિંમતી છે – એ હું મારા ગુરુદેવના સમાગમે સારી રીતે જાણતો હતો. આથી જ મેં વિષહર મણિ મંગાવ્યો. મૃત્યુથી ડરી જઇને મેં આમ કર્યું, એમ રખે માનશો ! થોડી જ વારમાં ખજાનચી ધીમે પગલે આવતો જોયો. એના ઉદાસ ચહેરા પર અમંગળના એંધાણ દેખાયા. મારી ધારણા સાચી પડી. એ ગળગળો થઇને બોલ્યો : મહારાજા ! ખજાનામાંથી વિષહર મણિ ચોરાઇ ગયો છે. મને તરત જ ખ્યાલ આવી ગયો : અજયપાળનું વ્યવસ્થિત કાવત્રુ છે. મેં કહ્યું : કાંઇ વાંધો નહિ. મોતથી હું ડરતો નથી. એના માટે તો હું ક્યારથીયે તૈયાર છું. મરઘાપ ના વચમ્ | મેં મનોમન ચાર શરણાં સ્વીકાર્યા. સર્વ જીવો સાથે, ખાસ કરીને મારા પરમ શત્રુ અજયપાળની સાથે ક્ષમાપના કરી. એક પણ જીવ સાથે વેર-વિરોધ રહી જાય તો એ સમાધિમાં બાધક બને. સમાધિ બગડે એટલે મોત બગડે. મોત બગડે એટલે પરલોક બગડે ને તેથી કદાચ ભવોભવ પણ બગડી જાય. એ બધું હું સારી પેઠે જાણતો હતો. ના... હવે હું મારા મોતને બગાડવા હોતો માંગતો. ભવોભવ અસમાધિપૂર્વક મરી-મરીને અનંત અવતારો એળે ગયા છે, એ હું સમજતો હતો. મારા શરીરમાં વેદના વધતી ચાલી. ઝેર શરીરમાં ઝડપથી પ્રસરવા લાગ્યું. નસો ખેંચાવા લાગી. ચક્કર આવવા માંડ્યા. આંખોના ડોળા બહાર આવવા માંડ્યા. વેદના એવી ભયંકર હતી કે હું એનું વર્ણન કરી શકે નહિ. પણ એ વેદનામાં પણ વંદના ચાલુ હતી. શ્વાસ-શ્વાસે હું ‘નમો અરિહંતાણં... નમો અરિહંતાણં' મનોમન બોલી રહ્યો હતો. છેલ્લા શ્વાસ જોરથી ચાલવા માંડ્યા. આખરે જીર્ણશીર્ણ થઇ ગયેલા શરીરને ત્યાં જ મૂકી મારા આતમહંસે પરલોક ભણી પ્રયાણ આદર્યું. (એ દિવસ હતો વિ.સં. ૧૨૨૯, પો.સુ. ૧૨, તા. ૨૮-૧૨-૧૧૭૨) મરીને હું શું બન્યો તે જાણો છો ? ભવનપતિ દેવલોકમાં હું દેવ બન્યો. તમે કદાચ કહેશો : સમ્યકત્વ સહિત મનુષ્ય જો આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું જ બાંધે, એથી ઓછું જરાય નહિ. તમે તો પરમ શ્રાવક ‘પરમાઈત’ હતા તો ભવનપતિ દેવલોકમાં કેમ ગયા ? તમારો પ્રશ્ન સાચો છે. પણ મારું ભવનપતિનું આયુષ્ય મિથ્યાત્વ દશામાં બંધાઇ ગયું હશે એટલે હું અહીં આવ્યો. પણ વિશ્વ-વ્યવસ્થામાં જે કાંઇ બને છે તે બધું સહેતુક જ હોય છે. કુદરત મને અહીંના ભવથી આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીના આત્મ કથાઓ • ૪૬૨ હું કુમારપાળ - ૪૬૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તીર્થંકરના ગણધર બનાવવા માંગે છે. શ્રેણિક મહારાજા પ્રથમ તીર્થકર પદ્મનાભ બનવાના ને હું તેમનો ગણધર બનવાનો. જો હું વૈિમાનિક દેવલોકમાં ગયો હોત તો આ શી રીતે શક્ય બનત ? કારણ કે લગભગ ૮૩ હજાર વર્ષ પછી મારે અહીંથી ચ્યવી જવાનું ને માનવઅવતાર લેવાનો. જ્યારે વૈમાનિક દેવલોકમાં ગયો હોત તો સાગરોપમોના આયુષ્યો ત્યાં હોય. મારો સંસાર એટલો વધત ને ? “જે બને તે સારા માટે એ સિદ્ધાંત મારા માટે તો એકદમ લાગુ પડી ગયો ! આજે હું દેવલોકમાં છું. ભગવાનની ભકિત કરું છું. કલ્યાણકોની ઉજવણી વખતે અવશ્ય હાજર થઇ જાઉં છું. સમવસરણમાં જિનેશ્વર દેવની વાણી સાંભળું છું. ક્યારેક નાટક વગેરે પણ જોઉં છું, પણ મને એમાં ખાસ રસ નથી. ક્યારેક ભરત-ક્ષેત્ર પર નજર નાખું છું ત્યારે ઊંડી ચિંતામાં મૂકાઇ જાઉં છું : શું થવા બેઠું છે. આ બધું ? મારા પછી રાજા બની બેઠેલા અજયપાળે માત્ર ત્રણ જ વર્ષમાં મારું કર્યું? કરાવ્યું બધું સાફ કરી નાખ્યું ! ત્રિભુવનપાળ વિહાર જેવા કેટલાય જૈન મંદિરો તોડી પડાવ્યા. મારા ગુરુદેવના પટ્ટશિષ્ય આ. શ્રી રામચન્દ્રસૂરિને જીવતા ધગધગતા તાંબાના પાટ પર ચડાવી મારી નાખ્યા. કપર્દીને મંત્રી બનાવી તે જ દિવસે રાતે ધગધગતા તેલની કડાઇમાં જીવતો તળી નાખ્યો. આંબડ મંત્રીને લશ્કરથી ઘેરી લઇ મારી નખાવ્યો. ગ્રંથ ભંડારોને બળાવી નંખાવ્યા. અરે, મારા ગુરુદેવ સાથે દ્રોહ કરી જે આચાર્ય બાલચંદ્ર તેની સાથે મિત્રતા સાધેલી તેનો પણ ગુરુદ્રોહી તરીકે ખૂબ જ તિરસ્કાર કર્યો. પાટણ, મોઢેરા, ગાંભૂ વગેરે સારસ્વત મંડળના અનેક જિનાલયો તોડી પાડીને તે જ્યારે દૂરના તારંગા, જાલોર વગેરેના જિનાલયો તોડવા જવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે આભડ શેઠે યુક્તિ લગાવી શીલણ ભાંડને નાટક માટે તૈયાર કરી અજયપાળને રોક્યો. આ આભડ શેઠ તે જ, જે અજયપાળને રાજા બનાવવા ઇચ્છતો હતો. તેને પણ કલ્પના ન્હોતી કે આ અજયપાળ આવો ખતરનાક નીકળશે ! વળી અજયપાળ સ્ત્રી-લંપટ પણ ખૂબ જ હતો. સુંદર સ્ત્રી જોઇને આત્મ કથાઓ • ૪૬૪ તેને અંતઃપુરમાં દાખલ કરાવતો. આવી કેટલીયે સ્ત્રીઓને તેણે પોતાને ત્યાં ગોંધી રાખી હતી. આખરે આ જ આદતથી તેનું કરુણ મૃત્યુ થયું. પોતાના જ અંગરક્ષકોની માતા સાથે તેણે વ્યભિચાર સેવ્યો. આથી અંગરક્ષકોએ જ તેને પતાવી દીધો. એ દિવસ હતો : વિ.સં. ૧૨૩૨, ફા.સુ. ૨ (માર્ચ, ઇ.સ. ૧૧૭૬). માત્ર ત્રણ જ વર્ષ તેણે રાજ્ય કર્યું, પણ તેટલી વારમાં તો બધું ખેદાન-મેદાન કરી નાખ્યું. શું કુદરતને આવું જ મંજૂર હશે ? દરેક સારા રાજાની પાછળ આવો જ કોઈ અનાડી રાજા પેદા થતો દેખાય છે ! શ્રેણિક ધર્મિષ્ઠ રાજા થયો, પણ તેની પાછળ આવેલા કોણિકે દાટ વાળી નાખ્યો. સંપ્રતિ મહાન ધાર્મિક રાજા થયો, પણ તેની પાછળ થયેલો પુષ્યમિત્ર? અકબર સારો હતો પણ તેની પછી બે પેઢી પછી થયેલો ઔરંગઝેબ? આ જ ઇતિહાસની કરુણતા છે ! કદાચ ભવિતવ્યતાને આવું જ પસંદ હશે ! છતાં મને આનંદ છે કે ગુજરાતમાં મેં જે અહિંસાનો પાયો નાખ્યો તે આજે પણ તળિયેથી મજબૂત છે. આજે પણ તમે વિશ્વભરમાં ફરી આવો, ગુજરાત જેટલી અહિંસા ક્યાંય જોવા નહિ મળે. સમગ્ર વિશ્વમાં ભારત અહિંસા પ્રધાન, ભારતમાં પણ ગુજરાત અહિંસા પ્રધાન ! મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવાએ આક્ષેપ કર્યો છે કે “લોકોમાં દયાની સાથે જ યુદ્ધ આદિ દૂર કર્મનો અભાવ પેસતો ગયો ને એમ ગૂર્જરોએ પોતાનું રાજ્ય ખોયું તથા પછીની ઊથલ-પાથલોમાં કદી પોતાનું રાજ્ય સ્થાપી શકાયું નહિ.” (જુઓ : વડોદરા દેશી કેળવણીખાતા દ્વારા ઇ.સ. ૧૮૯૩માં પ્રકાશિત ‘કુયાશ્રય મહાકાવ્ય' ગુજરાતી અનુવાદના પુસ્તકમાં મ. ન. દ્વિવેદી લિખિત ‘યાશ્રયનો સાર'માં પૃ.નં. ૨૬) શું ખરેખર એવું થયું છે ? શું માંસાહારી માણસો જ રાજ્ય ચલાવી શકે હું કુમારપાળ • ૪૬૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ એવો નિયમ છે ? બિચારા મ. ન. દ્વિવેદીને ખ્યાલ નથી કે ૨૦મી સદીનો સૌથી વધુ ક્રૂર, સૌથી વધુ યુદ્ધ કરનાર, પોતાના જીવનમાં એક ક્રોડ સાઠ લાખ યહૂદીઓની ક્રૂર હત્યા કરનાર હિટલર માંસાહારી હોતો. મ. ન. દ્વિવેદીને આનો ખ્યાલ હોય પણ ક્યાંથી ? કારણ કે હિટલર પછી થયો હતો. માંસાહારી હોય તેઓ રાજ્ય ચલાવે એવું પણ નથી. કેટલાય માંસાહારીઓ ગુલામ થઇને આજે પણ જ્યાં-ત્યાં રખડે છે. અન્નાહારીઓ રાજ્ય ન ચલાવી શકે, એવું પણ નથી. ચૌલુક્ય વંશની અવનતિનું મૂળ મારી અહિંસા નથી, પણ અજયપાળે જે બર્બરશાહી ચલાવેલી તેના કારણે અવનતિનો પ્રારંભ થયો. ઉલટું મેં જે મજબૂત રાજ્ય વ્યવસ્થા ગોઠવેલી તેના પ્રભાવે જ બાળ મૂળરાજ અને ભોળો ભીમદેવ જેવા નબળા રાજાઓ પણ શાસન કરી શક્યા. મુસ્લિમોના આક્રમણ સમયે પણ તેટલો સમય સુધી ગુજરાત-રાજ્ય ટકી રહ્યું. કરણ વાઘેલો યુદ્ધમાં મરાયો ત્યાર પછી ગુજરાતમાં મુસ્લિમ શાસન આવ્યું. અસ્તુ. ગુજરાતમાં જો કે આજ-કાલ ખૂબ જ હિંસાઓ વધી રહી છે. મસ્યોદ્યોગના રૂપાળા નામ હેઠળ લાખો-કોડો માછલાઓ પકડાઇ રહ્યા છે. માંસાહાર વધી રહ્યો છે. મારા જેવો માંસાહારી માણસ પણ જ્યાં નિરામિષાહારી ચુસ્ત જૈન બન્યો એજ ગુજરાતમાં કેટલાક જૈન નબીરાઓને પણ માંસાહાર કરતા જોઉં છું ત્યારે હૃદય ધ્રુજી ઊઠે છે. ગર્ભપાત જેવી નિંદ્ય વસ્તુ પણ ઉચ્ચવર્ણોમાં પેસી ગઇ છે, એ જોઇને આઘાત લાગે છે. અધૂરામાં પૂરું વળી એ સરકાર તરફથી કાયદેસરની થઇ ! વણજોઇતા ગર્ભનો નિકાલ કરી દેવો, આથી વસતી પર પણ નિયંત્રણ રહે. આજ-કાલ વળી વસતિ નિયંત્રણનું તૂત ચાલ્યું છે. લાખો વર્ષોમાં કદી આ સમસ્યા પેદા ન થઇને હમણાં જ કેમ પેદા થઈ ? દલીલો એવી છે કે વસતિ વધે છે, પણ જગ્યા વધતી નથી, ધરતી એટલી જ રહેવાની છે. દવા વગેરેની શોધોથી ઉંમરનું પ્રમાણ વધ્યું છે, એટલે મૃત્યુ દર ઘટ્યો છે. જો આ રીતે વસતિ વધતી રહી તો દરેકને અનાજ વગેરે શી રીતે પુરૂં થશે ? પહેલાંના કાળમાં યુદ્ધો વગેરે થતી રહેતા એટલે વસતિનું સંતુલન જળવાઇ રહેતું. હમણાં એવા કોઇ યુદ્ધો આત્મ કથાઓ • ૪૬૬ નથી, માટે વસતિનો વિસ્ફોટ થઇ રહ્યો છે. તમે વિચારો. આ બધી દલીલો સાચી છે ? કે કોઇ પરદેશી ફળદ્રુપ ભેજાની ઘાતકી યોજના છે ? દવા વગેરેની શોધોથી તો ઉલટા રોગો વધતા રહ્યા છે. પહેલાં કદી જેના નામો ન્હોતા સાંભળ્યા એવા એવા રોગો માનવ-જાતને હવે પીડી રહ્યા છે. દર વર્ષે ટી.બી., કેન્સર વગેરે જેવા જીવલેણ રોગોથી કેટલા લોકો મરે છે ? પહેલાં કહેવાતું હતું કે ટી.બી. રોગ કંટ્રોલમાં આવી ગયો છે, હવે પાછો ટી.બી. ક્યાંથી ફૂટી નીકળ્યો ? કેન્સરના રોગની દવા શોધાય એ પહેલાં તો એઇડ્રેસનો ખતરનાક રોગ ફાટી નીકળ્યો છે. આવા રોગોમાં કેટલાય માણસો હોમાતા રહે છે, એ કેમ દેખાતું નથી ? ઉંમરનું પ્રમાણ વધ્યું છે, એવું કોણે કહ્યું ? શું અમારા જમાનામાં લાંબું જીવનારા માણસો હોતા ? હું પોતે ૮૦ વર્ષ જીવેલો. મારા ગુરુદેવ ૮૪ વર્ષ જીવેલા. ઉદાયન મંત્રી 100 વર્ષની ઉંમરે લડ્યા હતા. વજસેન સૂરિ ૧૨૦ વર્ષ જીવેલા. સો વર્ષથી વધુ જીવનારા કેટલાય મેં મારી આંખે જોયા છે અને આજે શું તમારામાંના બધા જ લાંબું આયુષ્ય ભોગવે છે ? હાર્ટ વગેરેના દર્દીથી આજે ૩૫-૪૦ વર્ષની ઉંમરે કોઇ મરતા નથી, એવું તમે કહી શકશો? ‘પહેલાંના કાળમાં યુદ્ધો થતાં એટલે વસતિનું સંતુલન જળવાઇ રહેતું' આ દલીલ પણ સાચી નથી. શું આજે યુદ્ધો બંધ થઇ ગયા છે ? દુનિયાના કોઇને કોઇ ભાગ પર આજે પણ નાના-મોટા યુદ્ધો ચાલુ જ છે. ત્રાસવાદથી રોજ અનેક માણસો મરી રહ્યા છે, એ કેમ દેખાતું નથી ? માની લો કે કદાચ યુદ્ધો ઓછા થયા, પણ મરણના બીજા સંયોગો કેટલા વધી ગયા ? ટ્રેન, મોટર અને પ્લેનોના અકસ્માતોમાં રોજ એકી સાથે કેટલા મરે છે ? તેનો કદી હિસાબ રાખ્યો? નદીઓના પૂરોમાં, ભયંકર ધરતીકંપોમાં, દુકાળોમાં, ભૂખમરામાં, અકસ્માતોમાં એકીસાથે કેટલાય માણસો મરતા રહે છે, તે અંગે કદી વિચાર્યું? વળી અહીં સૌથી વધુ વિચારણીય મુદ્દો એ છે કે પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેની હોનારતોમાં એકી સાથે હજારો-લાખો માણસો મરી શકે છે, પણ એકી સાથે કદી જન્મ થઇ શકે ખરો ? હિરોશીમા, જેવા શહેરો હું કુમારપાળ • ૪૬૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ પર એક બોંબ ઝીંકાય અને લાખ-દોઢ લાખ માણસો ગણતરીની સેકંડોમાં મરી જાય. પણ શું તમારી પાસે કોઇ એવો બોંબ છે જે નાખતાં જ લાખ બાળકો પેદા થઇ જાય ? એક જ ધરતીકંપ લાખો માણસોને મારી શકે છે, પણ એવો કોઇ ધરતી-કંપ નથી, જેનાથી એકી સાથે લાખો બાળકો પેદા થઇ શકે. માણસને મારવામાં એક જ સેકંડ પૂરતી છે, પણ એને જન્મ આપવામાં નવ મહીનાથી ઓછું ન જ ચાલે ! વિસર્જન હંમેશા આસાન છે, સર્જન મુશ્કેલ છે. આવો સીધો તર્ક કેમ સમજાતો નહિ હોય ? “વૃક્ષો કપાઇ રહ્યા છે, જંગલો ઘટી રહ્યા છે. વૃક્ષ કાપતાં કલાકબે કલાક લાગે, પણ વૃક્ષ તૈયાર થતાં વર્ષો નીકળી જાય. માટે વૃક્ષારોપણ કરો.” આવી દલીલ કરનારો માણસ, આ જ દલીલ માનવ-જાત માટે કેમ લગાવતો નથી ? તમે કહેશો : તો પછી વસતિ બેફામ કેમ વધી રહી છે? પહેલાં થોડી હતી, અત્યારે કેમ વધી ગઇ ? એક મુંબઇની જ વાત લો. હજુ થોડા જ વર્ષો પહેલાં ૫૦-૬૦ લાખની વસતિ હતી. અત્યારે ક્રોડ સુધી પહોંચી ગઇ. આમ કેમ બન્યું ? મુંબઇ, કલકત્તા જેવા મહાનગરોમાં તો એટલી ભીડ છે, એટલી ભીડ છે, કે માણસો ટ્રેનમાં બકરાની જેમ પૂરાય છે, આ બધું અમે નજરે જોઇએ છીએ. શું એ ખોટું માનવું ? - ના, આ ખોટું નથી. તદ્દન સાચું છે. મહાનગરોની વસતિ અતિ ઝડપથી વધી રહી છે. પણ વિચારશો તો લાગશે કે આટલી બધી વસતિ આવી ક્યાંથી ? ગામડાં છોડી-છોડીને લોકો શહેરોમાં રહેવા આવી ગયા. ગામડાંઓ ખાલી થઇ ગયા. શહેરો ઊભરાઇ ગયા. એટલે તમને ભ્રમ થયો કે વસતિ વધી ગઇ ! જુદા જુદા સ્થાને રહેલા અનાજને એક સ્થળે એકઠું કરો તો કેટલો મોટો ઢગલો લાગે ? તો તમે એમ કહેશો : અનાજ વધી ગયું ? આજે તમે કચ્છ, રાજસ્થાન વગેરેના ગામડાઓમાં જાવ એ ગામડાંઓ તમને સૂનકાર લાગશે, ભૂતિયા મહેલો લાગશે. મકાનો ઊભા છે, પણ ત્યાં રહેનારું કોઈ નથી. અરે, કેટલાય ગામડાંઓ તો એવા છે જ્યાં મડદું ઉપાડનારા માણસો પણ નથી. વસતિ વધી રહી છે - એવું જણાવનારા સરકારી આંકડાઓથી ભ્રમિત ના થશો. એ તો બધી આંકડાની ઇન્દ્રજાળ છે, જેમાં ભલભલા ખેરખાઓ પણ મુંઝાઇ જાય. મોટા-મોટા પંડિતો, વિદ્વાનો, પત્રકારો, લેખકો, ચિંતકો બધા જ વસતિ-વિસ્ફોટ અંગે તો એકમત જ છે. રોજ-રોજ એક જ વાત સાંભળવાથી એ વાત ગમે તેટલી ખોટી હોય તોય સાચી જ લાગે. ગોબેલ્સની વાત તમે ભૂલી નથી ગયાને ? એક જ જૂઠાણું સાત વાર ચલાવો તો લોકો તેને સાચું માની લેશે. ચારે બાજુ એક જ વાત ચાલતી હોવાથી ઘણું કરીને માણસ એનાથી વિરુદ્ધ દિશામાં વિચારી શકતો નથી. બધાની સાથે તે પણ કહેવા લાગે છે : હા, વસતિ વધી રહી છે. આટલા બધા પ્રકાંડ ચિંતકો કહેતા હશે તે કાંઇ ખોટું હશે ? બધા ભેગા “લોલ લોલ...' કરવું સારું ! થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ ! બધાથી જુદી વાત કહી ‘મૂર્ખ' શા માટે બનવું ? કદાચ વસતિ વધી જાય તોય એને સંતુલનમાં રાખવાનું કામ કુદરતનું છે. માણસ ત્યાં લાચાર છે. વસતિ નિયંત્રણની બૂમો પાડનારા માણસો, એ રીતે વાત કરી રહ્યા છે જાણે આખી દુનિયાનો ભાર પોતાના પર ન હોય ! જાણે બધાને કામ, બધાને અનાજ પોતે જ પૂરું પાડતા ન હોય ! જેઓ વસતિ-વધારાની વાત કરી રહ્યા છે, તેમણે જ ખરેખર તો આ દુનિયામાંથી વિદાય લઇ લેવી જોઇએ. કમ સે કમ એટલી વસતિ તો ઓછી થાય ! વસતિ નિયંત્રણની વાતોએ સૌથી વધુ અસર ઉચ્ચવર્ણની શિક્ષિત પ્રજાને કરી છે. આથી તેઓ તો ઓછા બાળ, જય ગોપાળમાં માનતા થઇ ગયા છે. હવે થયું શું ? ઉચ્ચ વર્ણવાળા, બુદ્ધિશાળી, શ્રીમંત અને શિક્ષિત માણસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. જ્યારે બુદ્ધિહીન, દરિદ્ર માણસોની સંખ્યા વધતી જ રહી છે. આવું જ ચાલતું રહ્યું તો પરિણામ શું આવશે તે તમે વિચારી લેજો. વસતિ-નિયંત્રણ જો કોઇ વ્રત-પાલન દ્વારા કરતું હોય તો પ્રશંસનીય છે, પરંતુ કૃત્રિમ સાધનો દ્વારા કરવું એ તો પાયમાલીનો માર્ગ છે, એ વાત વહેલી-મોડી સમજવી જ રહી. આત્મ કથાઓ • ૪૬૮ હું કુમારપાળ • ૪૬૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ - (પ૬) હું મેઘકુમાર આવી તો ઘણી વાતો છે, જે તદ્દન જૂઠી હોવા છતાં પ્રજા સાચી માની રહી છે. તમે કહેશો : તમે તો દેવ છો તો આવા જૂઠાણાંઓ અટકાવતા કેમ નથી ? હિંસાને અટકાવવા કોઇ પ્રયત્ન કેમ કરતા નથી ? તમારી વાત સાચી છે, પણ દેવો આ બાબતમાં શું કરી શકે ? ભવિતવ્યતા જેવી હોય તેવી તીર્થકરોને પણ સ્વીકારવી પડે છે તો અમે વળી કોણ ? ભગવાન મહાવીરદેવની હાજરીમાં કાળીયો કસાઇ રોજ ૫00 પાડા મારતો હતો, પેલા કોણિકે પોતાના પિતા શ્રેણિકને જેલમાં પૂર્યા, પોતાના નાના ચેટકની સાથે યુદ્ધ ચડ્યો. લાખો માણસોને રહેંસી નાખ્યા. આ ઘટના સામે ભગવાને કાંઇ ન કર્યું. ભવિતવ્યતા બળવાન હોય ત્યાં ભગવાન પણ પરમ ઔદાસીન્ય ધરતા હોય છે. વળી, અમે દેવો તો વિલાસી ! નાચ, ગાન અને નાટકના જબ્બર શોખીન ! ૫00-1000 વર્ષ તો ચપટીમાં નીકળી જાય. એક નાટક જોઇને તમારા મૃત્યુ-લોકમાં નજર કરીએ તો પેઢીઓની પેઢીઓ સાફ થઇ ગઇ હોય. વળી તમારા માનવ-લોકની દુર્ગધ એટલી ભયંકર હોય છે કે અમને તમારે ત્યાં આવવાનું મન પણ ન થાય ! આ તો વળી ભરત-ક્ષેત્ર પર જરા નજર નાખી, ગુજરાત પર દૃષ્ટિપાત કર્યો એટલે બે અક્ષર કહેવાનું મન થઇ ગયું. બાકી તો દુનિયામાં આવું બધું ચાલ્યા કરે. આપણે શું કરી શકીએ ? અચ્છા... ત્યારે હું વિદાય લઉં છું. થોડું કહ્યું ઘણું કરી જાણજો ! જંગલમાં મસ્તીથી ફરનારો હું હાથી ! અનેક હાથણીઓથી પરિવરેલો હું મારી મસ્તીથી જંગલમાં જીવતો હતો. એક વખતે જંગલમાં ભયંકર આગ લાગી. ભડ... ભડ... કરતી જ્વાળાઓ આકાશને આંબવા લાગી. હું એકદમ ગભરાઇ ગયો. પણ ત્યાં જ હું વિચારમાં પડી ગયો : આવો દાવાનળ મેં ક્યાંક જોયો છે. ક્યાંક જોયો છે. હું ઊંડા વિચારમાં ખોવાઇ ગયો, અવચેતન મનમાં ડૂબકી મારી. મારી દટાયેલી સ્મૃતિઓ જાગૃત થઇ. મને યાદ આવ્યું કે - પૂર્વભવમાં પણ હું હાથી હતો. આવા દાવાનળો ઘણીવાર જોયેલા છે. તેમાં સળગતા પશુઓ અને પ્રાણીઓ મેં જોયેલા છે. એમની દર્દભરી રિબામણો જોયેલી છે. હું પોતે પણ કેટલીયેવાર દાવાનળથી માંડ બચ્યો છું. ૧૨૦ વર્ષની ઉંમરે હું એક વખતે કાદવમાં ખૂંપી ગયો ત્યારે મારા શત્રુ હાથીએ દંતશૂળો મારી - લોહીલુહાણ કરી મને મારી નાખ્યો હતો. મરીને આ ભવમાં પણ હું હાથી તરીકે જન્મ્યો ! હવે મારે આવા દાવાનળથી બચવા કોઇક ઉપાય શોધવો પડશે. જંગલમાં આવા દાવાનળો તો વારંવાર લાગ્યા જ કરવાના. આવી રીતે નાસતા-ભાગતા ક્યાં સુધી ફરવાનું ? ક્યાં સુધી હેરાન થવાનું? એના કરતાં કોઇ કાયમી ઉકેલ શોધી લઊં ! મને ખ્યાલ છે. કે આગ લાકડાં કે ઘાસ હોય ત્યાં જ લાગે છે... કાંકરા કે ધૂળમાં આગ નથી લાગતી. તમે એમ નહિ માનતા કે હાથીમાં અક્કલ નથી હોતી. અમે તમારા પ્રેમ-ધિક્કાર, માન-અપમાન બધું જ સમજી શકીએ છીએ. માત્ર અમને તમારી જેમ બોલતાં નથી આવડતું એજ અમારી મોટી તકલીફ છે. અમારા માન-અપમાનમાં અમે બહુ સાવધ રહીએ છીએ. જો કોઇ અમારું ખાવા-પીવાની બાબતમાં અપમાન કરી બેસે તો અમે પૂરો બદલો લઇએ છીએ. તમે અમારા વિષે આ અંગે ઘણું વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે ! ઠીક... હવે આપણે મૂળ વાત પર આવીએ. તો મેં મારા અને મારા વિશાળ પરિવારના બચાવ માટે એક યોજન આત્મ કથાઓ • ૪૭૧ આત્મ કથાઓ • ૪૭૦ Page #237 -------------------------------------------------------------------------- ________________ જેટલી ગોળાકાર જગ્યાને ઘાસ, લાકડાં વગેરે દૂર કરી એકદમ સાફ બનાવી નાખી. જેથી જંગલમાં ગમે તેટલો દાવાનળ લાગે... પણ જે આ ગોળાકાર માંડલામાં આવી જાય તેને કાંઇ ન થાય. ઘણીવાર મને વિચાર આવે છે કે અમે હાથીઓ આટલી વાત સમજી શકીએ છીએ તો માણસો કેમ સમજી નહિ શકતા હોય ? જો દરેક માણસ પોતાની ચિત્તની અટવીમાં મૌનનું માંડલું બનાવી લેતો હોય તો ? મન પણ એક વન નથી ? વનમાં જંગલી પશુઓ છે તો મનમાં રાગ-દ્વેષાદિ છે. વનમાં દાવાનળ છે તો મનમાં ક્રોધનો દાવાનળ છે. જંગલમાં વારંવાર દાવાનળ ફાટી નીકળે છે તેમ મનમાં વારંવાર ક્રોધાનળ ફાટી નીકળે છે. તે વખતે જો માણસ મૌનના માંડલામાં ચાલ્યો જાય તો ? લાકડાંથી આગ વધે છે. બોલવાથી ક્રોધ વધે છે. લાકડાં ન મળે તો આગ પોતાની મેળે શાંત થઇ જાય છે. બોલવામાં ન આવે તો કોઈ પોતાની મેળે શાંત થઇ જાય છે. એટલે હું હાથી હોવા છતાં માણસોને જરા શિખામણ આપવા માંગું છું : ઓ માનવો ! તમારી ચિત્તની અટવીમાં જ્યારે જ્યારે ક્રોધનો દાવાનળ ફાટી નીકળે ત્યારે ત્યારે મૌનના માંડલામાં ચાલ્યા જજો. તમે ઘણા-ઘણા અનથોથી બચી જશો. અરે... હું ભૂલ્યો. મારી વાત કરતાં-કરતાં હું માણસોને શિખામણ આપવા ક્યાં ચાલ્યો ગયો ? માણસોને શિખામણ આપનાર હું કોણ ? ક્યાં હાથી અને ક્યાં માણસ ? એ માણસો ! મારી ગુસ્તાખી માફ કરજો. અનધિકૃત ચેષ્ટા ક્ષમ્ય ગણશો. તમને ઉપદેશ આપવાનો મારો અધિકાર નથી... છતાં રહેવાયું નહિ એટલે ઉપદેશ અપાઈ ગયો. ઠીક હવે હું મારી વાત કરું. ફરી એક વખતે જંગલમાં ભયંકર દાવાનળ લાગ્યો. આ વખતે મારું માંડલું એકદમ કામ આવી ગયું. હું મારા પરિવાર સાથે માંડલામાં આવ્યો. આગથી ત્રાસેલા બીજા પણ અનેક પ્રાણીઓ માંડલામાં ભરાયા. થોડીવારમાં તો આખું માંડલું ઠસોઠસ ભરાઈ ગયું. ક્યાંય જગ્યા રહી નહિ. બધા પ્રાણીઓને આ રીતે આગથી બચેલા જોઇ મને આનંદ થયો. હું લગભગ માંડલાની વચ્ચે ઊભો હતો. મારી નીચે પણ સસલા, હરણ વગેરે અનેક પ્રાણીઓ ઘૂસી ગયા હતા. હું એમના માટે તો મંડપ જ આત્મ કથાઓ • ૪૭૨ હતો ને ? થોડીવાર પછી ખણજ ખણવા મેં મારો પગ ઊંચો કર્યો. ખણજ ખણીને જ્યાં હું પગ નીચે મૂકવાની તૈયારી કરતો હતો ત્યાં જ તે જગ્યાએ બેઠેલું સસલું મેં જોયું. (હું હાથી છતાં નીચે જોઇને પગ મૂકું છું. તમે ચાલતી વખતે નીચે જુઓ છો ને ? કે...) મારા પગની ખાલી પડેલી જગ્યામાં એ ઘુસી આવ્યું હતું. અત્યંત ભીડથી અકળાઈ ગયેલું સસલું ખાલી પડેલી જગ્યા જોઇ રાજી-રાજી થઈ ગયું હતું. નિર્દોષ સસલાને જોઇ મેં વિચાર્યું : ઓહ ! જો મારો થાંભલા જેવો પગ આ નાજુક પ્રાણી પર પડશે તો એ રોટલો જ થઇ જશે. એના કરતાં હું મારા પગને એમને એમ ઊંચો જ રાખું તો બિચારું બચી જશે. જો કે હું ધારત તો તમે જેમ ભીડમાં બીજાને ધક્કા-મુક્કા મારીને જગ્યા કરી લો છો તેમ હું પણ જગ્યા કરી લેત... પણ ના... મારે હોતું કરવું. મારી શક્તિનો મને આમાં દુરૂપયોગ લાગ્યો. હું મોટો છું. શક્તિશાળી છું. સસલો નાનો છે. રાંક છે. ધારું તો ગમે તે કરી નાખ્યું પણ ત્યારે મેં વિચાર્યું : શકિત મળેલી છે તો નિર્બળની રક્ષા કરું. શક્તિનું સૌંદર્ય બીજાને દબાવવામાં નહિ, પણ બચાવવામાં ખીલે છે. મારા હૃદયમાં દયાનો ઝરો વહી રહ્યો : મને કોઇ દબાવે કે હેરાન કરે તો મને નથી ગમતું તો હું કોઇને દબાવું કે હેરાન કરું એ બીજાને શી રીતે ગમશે ? બીજા કોઇને તો હું કદાચ ન બચાવી શકે, પણ મારા શરણે આવેલા-મારા પગ નીચે આવેલા નાનાનાજુક પ્રાણીને પણ ન બચાવી શકું ? તો મારી શકિત શા કામની ? મારું હૃદય કરુણાન્દ્ર બન્યું. મેં પગ સતત ઊંચો ને ઊંચો જ રાખ્યો. બંધુઓ ! જો હું પણ આટલું દયાથી ભીનું ભીનું જીવન જીવી શકતો હોઉં તો તમારે મારી પાસેથી શીખવા જેવું છે એવું તમને નથી લાગતું? જ્યારે તમે ટોળામાં ધક્કા-મુકી કરો ત્યારે મને યાદ કરજો. જ્યારે જગ્યા માટે પડા-પડી કરો ત્યારે મને યાદ કરજો. જ્યારે તમે બસમાં આરામથી બેઠા હો ને સખત ભીડથી ત્રાસી ગયેલી કોઈ વૃદ્ધા ઊભી-ઊભી જગ્યાની પ્રતીક્ષા કરતી હોય ત્યારે મને યાદ કરજો. પૂરા અઢી દિવસ હું એમને એમ પગ ઊંચો રાખીને ઊભો રહ્યો. દાવાનળ શાંત થયો. ત્યારે બધા પશુઓ માંડલામાંથી ગયા. મેં પગ નીચે આત્મ કથાઓ • ૪૭૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂકવા પ્રયત્ન કર્યો પણ અઢી દિવસ સુધી ઊંચે રહેલો પગ એકદમ જકડાઇ ગયો હતો. હું ધબ કરતો ધરતી પર ઢળી પડ્યો. બસ... પડ્યો તે પડ્યો... પછી હું ફરીથી ઊભો થઇ શક્યો નહિ. તમને કદાચ એમ થતું હશે : હાથીભાઇ ! તમે સસલાની દયા કરીને શું મેળવ્યું ? બસ... આ મોત જ મેળવ્યું ને ? તમે જો મારી જગ્યાએ હો તો પસ્તાવો પણ કરો. હાય ! હાય ! મેં આ શું કર્યું? આ તો ધરમ કરતાં ધાડ પડી ! મેં એને શા માટે બચાવ્યો? મને કોણે ડાહ્યા થવા કહ્યું'તું ? નાહક ગાંઠનું છોડીને ગોપીચંદ શા માટે થયો ? આ વખતે તો દયા કરી પણ હવે બીજી વાર આવી દયા કરે એ બીજા ! દયાની માને તો ડાકણ ખાય ! તમે આવા વિચારો કરી બેસો... ખરું ને? તમે જ નહિ, સામાન્ય રીતે કોઇને પણ એવા વિચારો આવી જાય. સારું કાર્ય કર્યા પછી અંતરનો રાજીપો તો કોઇક લાખોમાં એકાદને થતો હશે ? એ હિસાબે હું મારી જાતને ભાગ્યશાળી ગણી શકું કે લાખોમાંનો એક હું હોઇ શકું ! હું મરવાની અણી પર હતો. શરીરમાં ભયંકર પીડા હતી, છતાં મને આનંદ હતો. સસલાને જગ્યા આપ્યાનો આનંદ ! એ આનંદના સાગરમાં મારી શારીરિક પીડા ક્યાંય ડૂબી જતી હતી.. હું મૃત્યુ પામ્યો.. પણ કર્મસત્તાએ મને ક્યાંથી ક્યાં મૂક્યો ! હાથીમાંથી મને રાજકુમાર બનાવ્યો. મગધ દેશના સમ્રાટનો હું પુત્ર બન્યો. મારા પિતાને તો તમે હવે ઓળખી જ ગયા હશો ? ન ઓળખતા હો તો કહી દઉં - શ્રેણિક ! પ્રભુશ્રી મહાવીરદેવના અનન્ય ઉપાસક ! એમના રોમ-રોમમાં વીર... વીર...નું ગુંજન ચાલે ! સવારે દરરોજ પ્રભુ જે દિશામાં વિચરતા હોય તે દિશામાં ચૈત્યવંદન કરે - સોનાના દરરોજ નવા બનેલા ઍકસો આઠ જવથી સાથીયો કરે ! ‘મહાવીર’ શબ્દ સાંભળતાં જ રોમાંચ વિકસ્વર થઇ ઊઠે ! ...તો આવા ધાર્મિક પિતાનો હું પુત્ર હતો. મારી માતાનું નામ હતુંઃ ધારિણી ! મેં એકવાર પ્રભુશ્રી મહાવીરદેવની દેશના સાંભળી અને મારી જીવન-દિશા પલટાઇ ગઇ. રાજકુમાર હોવા છતાં મેં સંસાર-ત્યાગનો નિર્ણય કર્યો. પ્રભુનો માર્ગ મને ખૂબ જ ગમી ગયો. જો કે મારી માતાએ આત્મ કથાઓ • ૪૭૪ મને ખૂબ જ રોક્યો. ખૂબ જ કરગરી પણ હું અડગ રહ્યો. આખરે માતાને રજા આપવી જ પડી. આપવી જ પડે ને ! માણસને જો સાચી ઇચ્છા જાગે તો કોઇને કોઇ માર્ગ નીકળી જ જાય. દેઢ ઇચ્છા હિમાલયને પણ નમાવી શકે ને વજને પણ ગાળી શકે છે. પ્રભુએ મને દીક્ષા આપી. હવે હું સાધુ બન્યો. ક્યાં હાથી ? ક્યાં રાજકુમાર ? ક્યાં જૈન મુનિ ? એક સસલાએ (અલબત્ત, સસલા પરની દયાએ) મને ક્યાંથી ક્યાં લાવી મૂક્યો ! પણ માણસ હંમેશ ઉન્નતિ તરફ જ ગતિ કરે છે, એવું નથી. ક્યારેક તે અવનતિ તરફ પણ ઘસડાઇ જાય છે. રાત અને દિવસની જેમ સાધકના જીવનમાં પણ પતન અને ઉત્થાન, આરોહ અને અવરોહ, ઉન્નતિ અને અવનતિ આવ્યા જ કરતા હોય છે. મારા જીવનમાં પણ એમ થયું. સાધનાના પ્રારંભે જ મારો જીવન-૨થ અવનતિના ખાડામાં ફસાયો. દીક્ષાની પહેલી જ રાત્રે હું સાધુપણાથી કંટાળ્યો. વાત એમ બનેલી કે રાત્રે મારો નંબર સૌથી છેલ્લે (દરવાજા પાસે) લાગેલો... મારો સંથારો (પથારી) દરવાજા પાસે થયો. કારણ કે હું સૌથી નાનો હતો. આ તો ભગવાનનું શાસન હતું. રાજકુમાર પછીથી દીક્ષા લે તો એ નાનો જ બને. આગળ દીક્ષિત બનેલા કઠીયારાને પણ વંદન કરવા પડે. અહીં કોઇ પક્ષપાત હોતો. સર્વત્ર સમાન નજર હતી. પણ મારે તો ભારે થઇ. રાત્રે લઘુશંકા માટે જતા-આવતા વૃદ્ધ સાધુઓના પગ લાગવાથી વારંવાર મારી ઊંઘ ઊડી જવા લાગી. એમના પગની ધૂળથી મારો આખો સંથારો ભરાઇ ગયો. મારી ઊંઘ હરામ થઇ ગઇ. હું ફૂલ જેવી કોમળ પથારીમાં સૂવાને ટેવાયેલો હતો. મને આવા ધૂળવાળા સંથારામાં ઊંઘ ક્યાંથી આવે ? હું સાધુ-જીવનથી કંટાળ્યો : હજુ તો આ પહેલી જ રાત છે કે આટલી બધી વિડંબણા ? હું આખું જીવન શી રીતે પસાર કરીશ ? આવું હેરાનગતિવાળું જીવન આપણાથી જીવાય નહિ. હજુ તો ઘણું જીવવાનું છે. દીક્ષાની વાત સાંભળતાં સારી લાગે, પણ જીવનમાં ઉતારવી કઠણ છે. આપણે તો સવારે ભગવાનને કહી દેવાના : પ્રભુ ! લો આ તમારું રજોહરણ. કંટાળી ગયો છું તમારી આત્મ કથાઓ • ૪૭૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાથી. આવું રુક્ષ અને કષ્ટદાયક સંયમ જીવન મારાથી જીવી શકાય નહિ. હું તો ઘેર ચાલ્યો જવાનો ! સવાર થતાં જ હું ભગવાન પાસે પહોંચી ગયો. પણ હું કાંઇ કહું તે પહેલાં જ પ્રભુ બોલી ઊઠ્યા : “કેમ મહાનુભાવ ! તને સંયમના ત્યાગનો વિચાર આવ્યો ?” મારા મનની વાત સાંભળી હું ચોંકી ઊઠ્યો. પણ તરત જ મને સમજાઈ ગયું : આ ભગવાન તો સર્વજ્ઞ છે. મારા પ્રત્યેક વિચારને અને વર્તનને જાણે છે. એમનાથી શું અજ્ઞાત હોય ? ભગવાને કહ્યું : હે દેવાનુપ્રિય ! એક રાતના થોડાક કષ્ટથી તું કંટાળી ગયો ? યાદ કર તારા પૂર્વભવને, હાથીના ભવને ! ત્યાં તે કેટલું સહન કરેલું છે ? સ્વેચ્છાથી સહન કરીએ એમાં જ મોટો ફાયદો છે. પરાધીનતાથી તો પશુઓના ભાવોમાં ઘણુંયે સહન કર્યું, પરંતુ તેનાથી લાભ બહુ ઓછો થયો. એક સસલા ખાતર તે સહન કર્યું તેથી તું આજે ઠેઠ સાધુપણાની કક્ષા સુધી પહોચ્યો છે. હવે જો તું સાધુઓ ખાતર / રાતદિવસ શુદ્ધ અધ્યવસાયોમાં રહેતા મુનિઓ ખાતર સહન કરીશ તો તું ક્યાં પહોંચીશ ? ભગવાને મને મારા હાથીના બંને પૂર્વભવો કહ્યા. મને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભૂલાયેલા પૂર્વભવો યાદ આવ્યા. મોહરાજા બહુ જબરો છે. એ પૂર્વભવોની વાતો ભૂલાવી દેતો હોય છે. પૂર્વભવો જો આત્માને યાદ રહેતા હોય તો તો સંસારમાં ક્યાંય આનંદ ન આવે. ખાવામાં - પીવામાં - ભોગવવામાં ક્યાંય મજા ન આવે. શું બળ્યુંતું આમાં ? આવું તો મેં કેટલુંય ખાધું, કેટલુંય પીધું, કેટલુંય ભોગવ્યું. ફરીફરી પાછું એનું એ કરવાનું ? આ તો ભયંકર કંટાળાજનક કહેવાય. સારામાં સારી ફિલમ હોય, પણ વારંવાર જોવી માણસને ગમતી નથી. એને નવું ને નવું જોઇએ. આત્માને નૂતનનું જ આકર્ષણ છે. જો એને ખબર પડી જાય કે ઓહ ! હું તો અનંતીવાર દિલ્હીનો બાદશાહ બનેલો છું, અનંતીવાર સોનાના ઢગલા પર બેઠેલો છું, અનંતીવાર મધની કોઠીઓમાં ડૂબકી લગાવી છે, અનંતીવાર ફૂલની શય્યાઓમાં આળોટ્યો છું, તો એને ક્યાંય આનંદ ન આવે. દિલ્હીના સિંહાસન પર પણ આનંદ ન આવે અને પૈસાના ઢેરમાં પણ આનંદ ન આવે ! પણ જગત તો એનું આત્મ કથાઓ • ૪૭૬ એ જ છે. એમાં રોજ-રોજ નવું ક્યાંથી લાવવું ? આ જ પુદ્ગલોના કણોમાંથી ખેલ કરવાના છે. પણ મોહરાજા બહુ ચાલાક છે. એ આપણી પૂર્વસ્મૃતિઓને નષ્ટ કરી નાંખે છે, જેથી આપણી નિત્ય નૂતન તત્ત્વને પામવાની ઇચ્છા સંતોષાઇ રહી છે, એવો ભ્રમ જળવાઇ શકે ! નવો જન્મ ! નવું વાતાવરણ ! નવા સંયોગો ! નવા પદાર્થો ! જાણે કદી મળ્યું જ નથી, કદી જોયું જ નથી - એવા ભાવથી દરેક ભવમાં આત્મા પુદ્ગલોમાં રસ લેતો જ રહે - લેતો જ રહે, કદી કંટાળે જ નહિ. પણ મહાવીરદેવ આ મોહરાજાની ચાલ સમજેલા છે. એથી તેઓ પૂર્વસૂતિઓને જગાડે છે. અવારનવાર અનેક આત્માઓને એમના પૂર્વભવો જણાવે છે, સુષુપ્ત સ્મૃતિઓને ઢંઢોળે છે અને મોહરાજાની ચુંગાલમાંથી છોડાવે છે. હું ભાગ્યશાળી હતો. મને મોહરાજાની પક્કડમાંથી છોડાવનાર મહાવીરદેવ મળી ગયા. ઉન્માર્ગે ગયેલા મારા જીવન રથને સન્માર્ગે સ્થાપિત કરનાર ઉત્તમ સારથી મને મળી ગયા. હું સંયમ માર્ગમાં એકદમ સ્થિર બની ગયો. મારો જીવનરથ સડસડાટ સાધનાના માર્ગે ચાલવા લાગ્યો. પછી તો મને સંયમ-ત્યાગના ફરી કદી વિચારો આવ્યા જ નથી. હું સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયો. એવું લાગે છે કે બીજાને સુખી બનાવવાના વિચારમાંથી જ ધર્મનો જન્મ થાય છે, ને વિકાસનો પ્રારંભ થાય છે. એક સસલાના સુખનો વિચાર મને આવ્યો તો હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ? હાથીમાંથી રાજકુમાર બન્યો. શ્રેણિક રાજા જેવા પિતાજી અને ધારિણી જેવાં માતા મળ્યા ! દીક્ષામાં મહાવીર જેવા ગુરુ મળ્યા. અરે, ગુરુ જ નહિ, સારથી બનીને એમણે મારો જીવનરથ સન્માર્ગે વાળ્યો. તમે મને ઓળખી ગયા ને ? આજે પણ પર્યુષણમાં કલ્પસૂત્રના પ્રથમ વ્યાખ્યાનમાં “ધમ્મસારહીણું’ એ પદની વ્યાખ્યામાં મારું દૃષ્ટાંત અપાય છે, વિનયવિજયજીએ સુબોધિકા ટીકામાં મારું જીવન, દૃષ્ટાંત તરીકે નોંધ્યું છે. હવે તો ઓળખાણ પડીને ? તમે કહી બતાવશો કે હું જ કહી દઊં ? સાંભળો ત્યારે : હું મેઘકુમાર ! આત્મ કથાઓ • ૪૭૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૫૭) હું રાવણ અમે ત્રણ ભાઇઓ હતા. સૌથી મોટો છું. મારું નામ રાવણ અને મારા ભાઇઓના નામ કુંભકર્ણ અને વિભીષણ. ‘રાવણ’ શબ્દ સાંભળતાં જ તમને દશ માથાવાળો રાક્ષસ યાદ આવી ગયો હશે. ખરુંને ? પણ ખરેખર તો હોતા મને દશ માથા કે હોતો હું રાક્ષસ ! રાક્ષસદ્વીપમાં રહેતો હોવાથી હું ‘રાક્ષસ' તરીકે ઓળખાયો છું. જેમ કચ્છમાં રહેનારને કચ્છી, ગુજરાતમાં રહેનારને ગુજરાતી, અમેરિકામાં રહેનારને અમેરિકન તરીકે તમે સંબોધો છો ને ? તેમ મને પણ “રાક્ષસ' તરીકે સંબોધવામાં આવતો. ખરેખર હું રાક્ષસ ન હોતો. અને દેશ માથાવાળી વાત પણ સાંભળવા જેવી છે. હું નાનો હતો ત્યારે ઘરના ઓરડામાં નવ માણેકનો હાર જોયો. એકેક માણેક સૂરજ જેવો ઝળહળતો હતો. મેં પૂછ્યું : “જગતમાં બાર સૂર્ય સંભળાય છે.. પણ અહીં નવ જ કેમ છે ?” પછી મને વડીલો તરફથી કહેવામાં આવ્યું : તારા બાપદાદાઓને વરદાનમાં મળેલો આ હાર છે. તારા વડવાઓ આ હારની પરાપૂર્વથી પૂજા કરતા આવ્યા છે. એવી માન્યતા છે કે આ હાર જે પહેરે તે ત્રણ ખંડ ભારતનો સ્વામી બને. હારની પૂજા થોડી કરવાની હોય ? એને તો પહેરવાનો હોય. જે પહેરે તે ત્રણ ખંડનો માલિક થવાનો હોય તો હું જ શા માટે ન પહેરું ? મારા બાળ મગજમાં પણ અપાર મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી. મેં તો હાર તરત જ પહેરી જ લીધો. મારા વડીલો તો મારું પરાક્રમ જોઇ જ રહ્યા. હાર પહેરતાં જ જાણે ચમત્કાર સર્જાયો. હારના નવેય માણેકમાં મારું માથું પ્રતિબિંબિત થઇ ગયું. એક મારું પોતાનું માથું અને નવ પ્રતિબિંબના માથા - હું આ રીતે દશ માથાવાળો કહેવાયો. મને દશાનન, દેશમુખ કે દશાસ્ય તરીકે પણ સંબોધવામાં આવતો. તો દશ માથાની આત્મ કથાઓ • ૪૭૮ સાચી વાત તમને હવે સમજાઇને ? તમે વિચારો તો ખરા : દશ માથાવાળો કોઇ માણસ પેદા થતો હશે ? મારા મા-બાપની સાત પેઢીમાં કોઇને એકથી વધુ માથા ન્હોતા તો મને દશ માથા ક્યાંથી હોય ? પછી તો મેં પ્રજ્ઞપ્તિ વગેરે ઘણી વિદ્યાઓ સાધી. આમેય બળવાન તો હતો જ. પણ વિદ્યાઓના કારણે તો હું ખૂબ જ બળવાન બની ગયો. જોત-જોતામાં ત્રણેય ખંડ જીતી લીધા. જ્યાં જાઉં ત્યાં મારા નામનો જયજયકાર થવા લાગ્યો. મારો અહંકાર પુષ્ટ થવા લાગ્યો. તમે સાંભળ્યું હશે : રાવણના પુત્રે ઇન્દ્રને જીતી લીધો હતો. સોમ, યમ, વરુણ, કુબેર વગેરે દિકપાલોને પણ દાસ બનાવ્યા હતા. પણ હકીકત જુદી હતી. ઇન્દ્ર એટલે પેલો સ્વર્ગનો ઇન્દ્ર નહિ સમજવાનો... પણ ધરતીનો ઇન્દ્ર નામનો રાજા સમજવાનો. વૈતાઢય પર્વતમાં ઇન્દ્ર નામનો વિદ્યાધર રાજા હતો. તે પૂર્વભવમાં ઇન્દ્ર હતો. આ ભવમાં પણ વિદ્યા વગેરેના ઐશ્વર્યથી પોતાની જાતને તે ઇન્દ્ર માનતો અને મનાવતો ! તેણે પોતાની પટ્ટરાણીનું નામ પાડ્યું : શચી ! શસ્ત્રનું નામ પાડ્યું : વજ ! હાથીનું નામ પાડયું : ઐરાવણ ! ઘોડાનું નામ પાડ્યું : ઉચ્ચઃશ્રવા ! સારથીનું નામ પાડયું : માતલિ ! ચાર પરાક્રમી સુભટોના નામ પાડ્યા : સોમ, યમ, વરુણ અને કુબેર ! આ રીતે તે જાતે જ ઇન્દ્ર બની બેઠો અને પોતાના મિથ્યાગર્વને સંતોષવા લાગ્યો. મને તે જરાય ગણકારતો ન્હોતો ! હું સૈન્ય સહિત તેની સાથે લડવા ચાલ્યો. તે પણ મારી સામે સૈન્ય સહિત લડવા આવ્યો. હું તેની સામે જવા લાગ્યો ત્યારે મારા પુત્ર મેઘનાદે કહ્યું : પિતાજી ! મને લડવાનો ચાન્સ આપો. મચ્છર જેવાને મારવા માટે આપની જરૂર ન હોય... હું પુત્રની હિંમતથી ખુશ થયો. હું મારા પુત્રોને પણ બળવાન અને સાહસિક બનાવવા માંગતો હતો. એમને કોઇ ચાન્સ આપવા માંગતો હતો. ચાન્સ મળ્યા વિના એમનું પરાક્રમ ખીલે કઈ રીતે ? એ તો ઉપડ્યો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સૈન્યો લડતાં થંભી ગયાં અને બંને બળિયાને લડતા જોવા લાગ્યા. બંને બળવાન હતા. એકબીજાને ક્ષણે-ક્ષણે હંફાવતા હતા. અચાનક જ ઇન્દ્ર રાજા “આ મચ્છર આત્મ કથાઓ • ૪૭૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ જેવો ટેણીયો મને શું કરવાનો છે ?' એમ ધારીને ઊભો રહ્યો, તે જ વખતે મારા પુત્રે એના પર તરાપ મારી. ધરતી પર પટકીને એને બાંધી દીધો. મેં તેને જેલમાં પૂર્યો. તેને બચાવવા આવેલા પેલા સોમ, યમ, વરુણ અને કુબેરને પણ જેલમાં પૂર્યા. મારા પુત્ર મેઘનાદે ઇન્દ્રને જીત્યો હોવાથી તે “ઇન્દ્રજિતું' તરીકે પણ ઓળખાયો. હવે હું પાતાલ લંકા જીતવા ચાલ્યો. ત્યાંના રાજા ચંદ્રોદરને હણીને તેનું રાજ્ય મેં ખરને સોંપ્યું. મારી બેન ચંદ્રણખા પણ તેની સાથે પરણાવી. આમ ખરને મારો બનેવી બનાવ્યો. ચંદ્રોદરની ગર્ભવતી પત્ની ક્યાંક નાસી ગઇ. ક્યાંય પત્તો લાગ્યો નહિ. એક વખતે હું મારા પુષ્પક વિમાનમાં બેસીને ગગન-વિહારની મોજ માણી રહ્યો હતો ત્યાં મારી નજર નીચે પડી. મરુત્ત રાજા જબરદસ્ત યજ્ઞનું આયોજન કરી રહ્યો હતો. યજ્ઞમાં હોમવા માટે કેટલાય પશુઓ વાડામાં પૂર્યા હતા. હું ધ્રૂજી ઊઠ્યો : ઓહ ! ધર્મના નામે કેવો અધર્મ ? સર્વજ્ઞ ભગવંતોએ કરુણામય ધર્મ બતાવ્યો છે, જ્યારે આ મૂઢ લોકો પશુઓની હત્યામાં ધર્મ સમજી રહ્યા છે. મારે તેને અટકાવવો જ જોઇએ. મેં વિમાનને તરત જ નીચે ઉતાર્યું. મરુત્ત રાજાને કહ્યું : અલ્યા, આ શું માંડ્યું છે ? ધર્મ તો દયામાં છે, નિર્દયતામાં નહિ, હિંસામાં નહિ. સૂર્ય કદાચ પૂર્વમાંથી પશ્ચિમમાં ઊગે, કદાચ આગમાંથી શીતળતા અને ચંદ્રમાંથી ઉષ્ણતા પ્રગટે તો પણ કદી પશુઓની હિંસાથી ધર્મ થઇ શકે નહિ. બંધ કર તારા આ યજ્ઞના ભવાડા. જો બંધ નહિ કરે તો આ લોકમાં તારે જેલ ભેગા થવું પડશે ને પરલોકમાં નરક ભેગા થવું પડશે. સમજ્યો ? મારી આજ્ઞા નહિ માનનારની શી વલે થાય છે, તેની તો તને ખબર જ હશે ? મરુત્તે તરત જ યજ્ઞનું વિસર્જન કર્યું. હું ખુશ થયો. તમે એમ નહિ માનતા કે મેં માત્ર યુદ્ધો જ કર્યા છે ને ઘોર પાપો જ કર્યા છે. મેં ધર્મની આરાધના પણ કરેલી છે. ભગવાનની ભક્તિ તો મારા રોમ-રોમમાં રમતી હતી. ભગવાન શ્રીમુનિસુવ્રત સ્વામીનો હું પરમ ભક્ત હતો. એમની આત્મ કથાઓ • ૪૮૦ નીલમણિની પ્રતિમા સદા હું સાથે જ રાખતો. પ્રભુ-પ્રતિમાના દર્શન વિના કદી અન્ન-પાણી લેતો નહિ. છતાં એટલું ખરું કે મારું જીવન વિરોધાભાસી છે. મેં ક્યારેક આવેશમાં આવી જઇ ઘોર પાપ કર્મો પણ કરેલા છે તો ક્યારેક સામે છેડે ખૂબ જ ભાવપૂર્વક ભગવાનની ભક્તિ પણ કરી છે. એક જ દાખલો હું બતાવું, જેમાં મારા દુષ્ટ કાર્ય અને સારા કાર્ય બંનેના અંતિમ છેડા આવી જાય છે. એક વખતે હું પુષ્પક વિમાનમાં બેસી રત્નાવલી નામની કન્યાને પરણવા જઇ રહ્યો હતો. પણ અચાનક જ રસ્તામાં મારું વિમાન અટકી ગયું. હું એકદમ ક્રોધે ભરાયો. મારા વિમાનને અટકાવનાર છે કોણ? મેં નીચે નજર કરી. અષ્ટાપદ પર્વત પર રહેલા વાલિ મુનિ દેખાયા. ઓહ ! આ એજ વાલિ મુનિ, જેમણે મને બગલમાં ઘાલી આખા જંબુદ્વીપને પ્રદક્ષિણા આપી હતી. હા... પહેલાં આ ગૃહસ્થપણામાં હતા ત્યારે મારે આમની સાથે યુદ્ધ થયેલું. પણ હું એમને પહોંચી શક્યો નહોતો. તેઓ અતુલ બલી હતા. મને તો મચ્છરની જેમ બગલમાં દબાવી દીધો હતો. પછી વૈરાગ્યવાસિત બની સાધુ બની ગયા હતા. ત્યારે મેં તેમને ખમાવી દીધા હતા. પણ અત્યારે મને ફરીથી ગુસ્સો આવ્યો. આ વાલિ સાધુ થયો, પણ હજુ મારા પરનો ડંખ છોડતો નથી. સાધુના વેષમાં શેતાનનું કામ કરે છે. હું વિમાનમાં મારે રસ્તે ચાલતો જતો હતો એમાં એને અટકાવવાની જરૂર શી ? પણ હુંયે કાંઇ ઓછો નથી. તે વખતે તો ગફલતથી મને બગલમાં દબાવી દીધેલો... પણ અત્યારે તો હું પૂરો સતર્ક છું. મને અટકાવનારને શી સજા મળે તે હું પણ બતાવી દઇશ. હું નીચે ઊતર્યો. મારા રોમ-રોમમાં ભયંકર ક્રોધ વ્યાપ્ત થઇ ગયો હતો. અરે... હું પોતે જ ક્રોધ બની ગયો હતો. મારી તાકાત આ મુનિને બતાવી દઉં. આખા પર્વત સહિત મુનિને દરિયામાં ન ડૂબાવી દઉં તો મારું નામ દેશમુખ નહિ. હું ગુસ્સામાં ભાન ભૂલ્યો હતો. કૃષ્ણ લેશ્યાએ મારા ચિત્ત તંત્ર પર કબજો લીધો હતો. તમે જાણતા હશો કે કૃષ્ણલેશ્યાવાળો ઝાડ પરના ફળો ખાવા ઇચ્છે તો માત્ર ફળને જ નહિ, આખા ઝાડને જ તોડી પાડે. જાંબૂ ખાવા નીકળેલા છ પુરૂષોનું પ્રસિદ્ધ દૃષ્ટાંત તમને ખ્યાલમાં જ હશે ? આત્મ કથાઓ • ૪૮૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ તેમાં કૃષ્ણલેશ્યાવાળાની વિચારણા યાદ છે ને ? બસ... એના જેવો જ હું બહાવરો બન્યો હતો. મુનિને જ નહિ, આખા તીર્થને પણ નષ્ટ કરવા તૈયાર થયો હતો. હું ધરતી ખોદીને પર્વતની નીચે પહોંચ્યો. આખા પર્વતને ઉપાડવો શી રીતે ? પણ મારી પાસે વિદ્યાઓનું બળ હતું. હું એના પર મુસ્તાક હતો. એક હજાર વિદ્યાઓનું મેં સ્મરણ કર્યું અને મારી પૂરી તાકાતથી આખા પર્વતને અદ્ધર ઊંચક્યો. ભયંકર ખળભળાટ મચી ગયો. આઠ યોજનનો પર્વત અદ્ધર ઊંચકાય એટલે શું થાય એની તમે કલ્પના કરી શકો છો. મોટી-મોટી શિલાઓ પર્વત પરથી ગબડવા લાગી. પંખીઓ માળા છોડી ચીં... ચીં... કરતા ઊડવા લાગ્યા. હાથી, સિંહ જેવા મોટામોટા પ્રાણીઓ ભયંકર ગર્જનાઓ કરવા લાગ્યા. ચારેબાજુ હાહાકાર મચી ગયો. ઓહ ! કેટલું બધું દુષ્ટ કાર્ય ? હકીકતમાં મુનિએ મારું વિમાન અટકાવ્યું હતું... પણ એમના તપના તેજથી મારું વિમાન સ્વયં અટકી ગયું હતું, પણ હું ઊંધું સમજ્યો હતો. મારા જેવા ઉતાવળા અને આંધળુકિયું કરવાવાળા ઊંધું જ સમજેને ? આ બાજુ વાલિ મુનિ વિચારમાં પડી ગયા. અરે... અચાનક જ વાતાવરણ અશાંત કેમ બની ગયું? શાંત સરોવરમાં પથ્થર કોણે નાખ્યો? આ પર્વતને કોણ હલાવી રહ્યું છે? મુનિએ જ્ઞાનથી મારું ‘પરાક્રમ' જાણ્યું. મુનિ વિચારમાં પડ્યા : જો આ રાવણે મારા પર જ હુમલો કર્યો હોત તો મારે કોઇ જ પ્રતિકાર કરવાની જરૂર નહોતી. કારણ કે ક્ષમા એ મારો ધર્મ છે. જે કાંઇ પણ કષ્ટ પડે તે માટે સહવા જોઇએ, પણ આ મૂરખાએ તો આખા તીર્થને પણ ડૂબાડવા માંડ્યું છે. અત્યારે મારાથી ઉપેક્ષા કેમ થાય ? હજારોને તારનારા તીર્થના નાશની સામે મારાથી આંખ મીંચીને કેમ બેસાય ? અત્યારે તો ક્ષમા નહિ, પણ પ્રતિકાર એ મારો ધર્મ છે. એ જો ભૂલું તો હું કર્તવ્યભ્રષ્ટ થયો ગણાઉં... વળી મારી પાસે તેવી શક્તિ પણ છે જ. આવી જ કોઇ વિચારણાથી વાલિ મુનિએ પગનો અંગૂઠો સહેજ દબાવ્યો અને તરત જ મારા પર ભયંકર દબાણ આવ્યું. આઠ યોજન ડુંગરનો માર મારા પર ખડકાયો. હું તો રાડારાડ અને ચીસાચીસ કરવા માંડ્યો. લોહીની ઉલટીઓ કરતો કરતો માંડ હું પર્વત આત્મ કથાઓ • ૪૮૨ નીચેથી બહાર નીકળી શક્યો. આ પ્રસંગે હું ખૂબ જ રડ્યો હોવાથી મારું નામ પડ્યું: ‘રાવણ.' રડે અને રડાવે તે રાવણ. બરાબરને ? જે થયું હોય તે તો કહેવું જ પડે ને ? આપવીતી કહેવા બેઠો જ છું તો હું આમાં ક્યાંય જૂઠું નહિ કહું. મારી ખરાબ વાતો પણ કહીશ અને સારી વાતો પણ કહીશ. પછી તો મને ભયંકર પશ્ચાત્તાપ થયો. અરેરે.. મેં આખા તીર્થને ડૂબાડવાની ચેષ્ટા કરી ? અનેકોને તારનારા તીર્થને હું ડૂબાડવા ચાલ્યો? બીજા બધા તીર્થમાં તરવા આવે... પણ હું તો તીર્થને જ ડૂબાડવા ચાલ્યો. અરેરે..મારા જેવો પામર કોણ ? અન્યસ્થાનમાં કરાયેલું કર્મ તીર્થસ્થાનમાં છૂટે, પણ તીર્થસ્થાનમાં કરાયેલું મારું આ ઘોર પાપકર્મ ક્યાં છૂટશે ? હું પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરી રહ્યો. હું વાલિ મુનિ પાસે ગયો. તેમની પાસે ભાવપૂર્વક ક્ષમાયાચના કરી પણ તેઓ તો ક્ષમાશ્રમણ હતા. મને તો તેમણે ક્યારનીયે ક્ષમા આપી જ દીધી હતી. પશ્ચાત્તાપની આગમાં બળતો હું પછી અષ્ટાપદના મંદિરમાં ગયો. ભરત મહારાજાએ બનાવેલા સોનાના મંદિરો અને રત્નોની મનોહર મૂર્તિઓ જોઇ મારો મનનો મોરલો નાચી ઊઠ્યો. અરેરે... આવા સુંદર તીર્થને તું નષ્ટ કરવા તૈયાર થયો ? તારે મરીને જવું છે ક્યાં ? હું મનોમન મારી જાતને ઠપકો આપી રહ્યો. મારી પત્ની મંદોદરી સાથે હતી. અમે બંને ભગવાનની ભક્તિમાં એકાકાર બની ગયા. મારી પત્ની નૃત્યમાં બહુ જ કુશળ હતી. હું સંગીતમાં નિષ્ણાત હતો. મંદોદરી પ્રભુ સમક્ષ ભાવપૂર્વક નૃત્ય કરવા લાગી અને હું વીણા વગાડવા લાગ્યો. મારા પાપોને ધોવા હું ભક્તિની ગંગામાં સ્નાન કરવા લાગ્યો. હું અનન્ય અને અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યો. પણ ઓહ ! આ શું ? અચાનક જ મારી વીણાનો એક તાર તૂટી ગયો. હવે ? રંગમાં ભંગ ? ના... ના... રંગમાં ભંગ તો નથી જ પડવા દેવો. મેં મારી પાસે રહેલી લાઘવી કળા અજમાવી. એની મદદથી મારી જાંઘની એક નસ ખેંચી કાઢી. વીણામાં જોડી દીધી. નૃત્ય-સંગીતભક્તિ અખંડ રહી. ઓહ ! શું અજબ એ ક્ષણ હતી ! મારા દેહમાં ભક્તિનો આનંદ સમાતો ન્હોતો. મારા રોમ આત્મ કથાઓ • ૪૮૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ રોમમાં ભક્તિ જાણે રોમરૂપે અંકુરિત બની હતી. મને વારંવાર આમ થતું : શું હું આ આનંદ એકલો માણીશ ? જગતના જીવોને દુઃખમાં તરફડતા છોડીને હું એકલપટો બનીશ ? ઓહ ! જગત કેવું દુઃખી છે ? દુઃખ દર્દથી એકેક જીવ અહીં બેચેન અને ગમગીન છે. મારુ ચાલે તો જગતના તમામ આત્માને સુખી બનાવી દઉં. મારી અંદર જો શક્તિ આવી જાય તો સર્વ જીવોને મારા આનંદમાં ભાગીદાર બનાવું. મારું હૃદય પોકારી રહ્યું હતું : ઓ જગતના જીવો ! શા માટે દુઃખી બનીને ભટકી રહ્યા છો ? આવો... અહીં આવો. અમૃતના ફુવારામાં સ્નાન કરો. પ્રભુનું શાસન અમૃતનો ફુવારો છે, શાંતિનું મંદિર છે, આનંદનો મહાસાગર છે. જગતમાં આ વિદ્યમાન હોય છતાં તમારે દુઃખી રહેવું પડે ? દવા હોય છતાં દર્દથી પીડાવું પડે ? અન્ન હોય છતાં ભૂખ્યા રહેવું પડે ? પાણી હોય છતાં તરસ્યા રહેવું પડે ? પરમાત્માનું શાસન વિદ્યમાન હોય છતાં દુ:ખી રહેવું પડે ? હદ થઇ ગઇ. મારા રોમ-રોમમાં જગતના સર્વ જીવોને તારવાની અદમ્ય ઝંખના પ્રગટી. મેં તે વખતે એવો આનંદ અનુભવ્યો કે આજે પણ હું ભૂલી શકતો નથી. એ આનંદ શબ્દાતીત હતો. શબ્દોમાં સમાવી શકાય તેવો ન્હોતો. વામણા શબ્દોની શી તાકાત કે એ મારા આનંદને સમાવી શકે ? મારી ભક્તિ જોઇ ત્યાં દર્શન માટે આવેલો ધરણેન્દ્ર ખુશ થઇ ગયો. હું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે મને કહ્યું : બોલ તારે શું જોઇએ છે ? જે જોઇએ તે આપવા હું તૈયાર છું. પણ મને શું જોઇએ ? ભગવાનની ભક્તિથી મને એટલી તૃપ્તિ થઇ હતી કે આખું જગત તુચ્છ લાગતું હતું. મેં ધરણેન્દ્રને ઘસીને ના પાડી દીધી. મારે કાંઇ જ જોઇતું નથી. છતાં તેણે મને અમોઘ દેવદર્શન' કહીને વિશિષ્ટ વિદ્યાઓ આપી. તમે મારા વ્યક્તિત્વના બે વિરોધી છેડા જોયાને ? અષ્ટાપદને ઉપાડીને ફેંકવા તૈયાર થનાર પણ હું અને ભગવાનની ભક્તિ ખાતર શરીરમાંથી નસ ખેંચી કાઢનાર પણ હું ! મારું વ્યક્તિત્વ કેવું વિરોધાભાસી છે ? હું મર્યો ત્યાં સુધી આવા બે વિરોધી અંતિમો મારા જીવનમાં થતા રહ્યા. ઘણીવાર મને એવું લાગે છે કે માણસ મજબૂર છે. કાંઇ એના આત્મ કથાઓ • ૪૮૪ હાથમાં નથી ! પોતાની ભવિતવ્યતા અને કર્મ જેમ કરાવે તેમ તેને કરવું પડે છે. કઠપૂતળીની જેમ નાચવું પડે છે. નહિ તો મારા જેવો પ્રભુભક્ત આટલો કલંકિત કેમ બને ? ઘરમાં અનેક રૂપવતી સ્ત્રીઓ હોવા છતાં પરનારીમાં આસક્ત કેમ બને ? પણ ભવિતવ્યતાની આજ્ઞાઓ ભલભલાને પણ સ્વીકારવી પડે છે. મારા જીવનની સૌથી ધન્ય ક્ષણ અષ્ટાપદ પર જે મેં ભક્તિ કરી હતી તે હતી. પાછળથી મને જાણવા મળ્યું કે તેના કારણે મેં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું ! આ વાત જાણવા મળતાં જ હું આનંદથી નાચી ઊઠ્યો હતો. હું ભલે ગમે તેવો હોઉં, પણ ભગવાન બનીને મોક્ષમાં જવાનો છું. આ મારું ઓછું સૌભાગ્ય છે ? મેરુ પર્વતના ચૈત્યો, બીજા શાશ્વતા ચૈત્યો, અષ્ટાપદ તીર્થ વગેરેની મેં ઘણીવાર યાત્રા કરી છે, ઘણીવાર પ્રભુ-ભક્તિ પણ કરી છે, પણ મને તે વખતે અષ્ટાપદ પર જેવો આનંદ આવ્યો તેવો કદીયે આવ્યો નથી. હવે મારા જીવનના ઉત્તરાર્ધના તબક્કાની કેટલીક વાત કરું. એ કરતાં પહેલાં મારે રામની વાત કરવી પડશે. મારી વાતમાં રામની વાત લાવવી જ પડે અને રામની વાતમાં મને પણ લાવવો જ પડે ! રામને તો તમે જાણતા જ હશો ? અયોધ્યાના રાજા દશરથના એ પુત્ર ! લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત એ ત્રણ એના ભાઇ ! એક વખતે ઘરડા માણસને જોઇને દશરથને સંસાર છોડી સાધુ બનવાના ભાવ જાગ્યા. એ માટે મોટા દીકરા રામને રાજ્ય સોંપવાની તૈયારી કરી. આ વાતની ખબર પડતાં મંથરાથી પ્રેરાયેલી કૈકેયીએ દશરથ પાસે પૂર્વે રાખી મૂકેલા બે વરદાન માંગ્યા. એક વરદાનથી તેણે સીતા-લક્ષ્મણ સહિત રામ ૧૪ વર્ષ સુધી વનમાં જાય અને બીજા વરદાનથી ભરતને રાજ્યગાદી મળે - એવું માંગ્યું. સત્ય પ્રતિજ્ઞાવાળા દશરથે તે કબૂલ રાખ્યા. વિનયી રામે તે પાળ્યા. રામ, સીતા અને લક્ષ્મણ વનની વાટે સંચર્યા. એક વખતે દંડકારણ્યમાં તેઓ રહેલા હતા ત્યારે બે ચારણમુનિઓ ત્યાં પધાર્યા. સીતાએ ભાવપૂર્વક ભિક્ષા આપી. આથી દેવોએ સુગંધી જળ વગેરે પંચવૃષ્ટિ કરી. તેની સુગંધથી એક ગીધ ત્યાં આવ્યો. એનું નામ આત્મ કથાઓ • ૪૮૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ હતું : જટાયુ. મુનિઓની દેશના સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે ધાર્મિક બની રામ-સીતા સાથે રહેવા લાગ્યો. એક વખતે ફળ લેવા માટે લક્ષ્મણ બહાર ગયેલો ત્યારે તેણે એક તેજસ્વી તલવાર જોઇ અને કુતૂહલથી ગ્રહણ કરી. તેની ધારની પરીક્ષા માટે તેણે બાજુમાં રહેલી વાંસની ઝાડી પર તલવાર ચલાવી. ફટાક... કરતી ઝાડી તો કપાઇ ગઇ, પણ સાથે-સાથે કોઇકનું માથું પણ કપાઇ ગયું. લક્ષ્મણને પસ્તાવો થયો : અરેરે... કોઇ બિચારા નિર્દોષની હત્યા મારાથી થઇ ગઇ. લક્ષ્મણે રામને વાત કરી. રામે કહ્યું : લક્ષ્મણ ! આ સૂર્યહાસ તલવાર છે. એની સાધના કરનાર કોઇ સાધકની તે હત્યા કરી છે. જો સાધક છે તો અહીં કોઇ ઉત્તરસાધક પણ હોવો જોઇએ. કપાઇ જનાર માણસ બીજો કોઇ નહિ, પણ મારો જ ભાણેજ શંબૂક હતો. મારી બેન ચંદ્રણખા; જેને મેં ખેર સાથે પરણાવી હતી તેનો એ પુત્ર ! મારી બેન ચંદ્રણખા ત્યાં આવી પહોંચી. પુત્રનું કપાયેલું માથું જોઇ તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી : અરે... બેટા શંબૂક ! તું ક્યાં છે ? તું ક્યાં છે ? કોણે તને હણ્યો ? અરેરે... ચંદ્રણખાએ ત્યાં લક્ષ્મણના પગલાં જોયા. તેણીને થયું : આ જ મારા પુત્રનો હત્યારો લાગે છે. તે તેના પગલે-પગલે ચાલતી રામ-સીતા અને લક્ષ્મણ જ્યાં રહેલા હતા ત્યાં આવી પહોંચી. પણ જ્યાં મનોહર રૂપવાળા રામને જોયા ત્યાં જ ચંદ્રણખાને કામ જાગ્યો. વિદ્યાશક્તિથી તેણે પોતાનું રૂપ સુંદર બનાવી રામ પાસે અનિચ્છનીય માંગણી કરી. રામે મજાક કરતાં કહ્યું : બેન ! મારી પાસે તો સીતા છે એટલે મને જરૂર નથી. આ લક્ષ્મણ પત્ની વગરનો છે એની પાસે તું જા. લક્ષ્મણ પાસે જતાં તેણે કહ્યું : બેન ! તું પહેલાં મારા મોટા ભાઇ પાસે જઈ આવી એટલે હવે તું મારા માટે પૂજનીય બની ગઇ. હવે એવી વાત કરવી પણ શોભે નહિ. ચંદ્રણખા રામ-લક્ષ્મણની ચાલાકી સમજી ગઇ. પોતાની ઉડાડેલી ઠેકડી એનાથી છાની ન રહી. પુત્રના વધથી અને પોતાની મજાકથી તે સળગી ઊઠી. તેણે ખરને બધી વાત કરી. ચૌદ હજાર વિદ્યાધરોની સાથે ખર રામ-લક્ષ્મણને ખતમ કરવા ધસી આવ્યો. લક્ષ્મણ બહુ વિનયી હતો. હું બેઠો હોઊં ને મોટા ભાઇને યુદ્ધ માટે જવું પડે તે સારું ન કહેવાય. એવા વિચારથી તેણે રામને કહ્યું : “આ યુદ્ધમાં મને જવા દો.” રામે કહ્યું : વત્સ ! જા. તારો જય થાવ. પણ જો સંકટ જેવું જણાય તો સિંહનાદ કરજે. હું તરત જ તારી મદદે આવી પહોંચીશ. લક્ષ્મણ ખર સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો. એક બાજુ ચૌદ હજાર અને બીજી બાજુ એકલો લક્ષ્મણ ! જંગ જોરદાર જામી પડ્યો. યુદ્ધ ચાલુ જ હતું ત્યારે જ ચંદ્રણખા મારી પાસે આવી અને મને આડા માર્ગે લઇ ગઇ. કૈકેયીએ રામનો ઇતિહાસ બદલાવ્યો. તો ચંદ્રણખાએ મારો ઇતિહાસ બદલાવી દીધો. સ્ત્રીઓ ખરેખર ગજબની હોય છે. ચંદ્રણખાએ મને કહ્યું : રામ-લક્ષ્મણ દંડકારણ્યમાં આવ્યા છે. તેમણે તમારા ભાણિયાને મારી નાખ્યો છે. એમને હજુ ખબર નથી કે મરનારનો મામો રાવણ છે. મારા પતિ સાથે અત્યારે લક્ષ્મણને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રામ સીતા સાથે આરામથી ઝૂંપડીમાં બેઠા છે અને ભાઇ ! એક મહત્ત્વની વાત કહું ? રામની ઘરવાળી સીતા તો એટલી રૂપાળી છે એટલી રૂપાળી છે કે દુનિયાની બધી સ્ત્રીઓ એની પાસે પાણી ભરે, મનુષ્ય સ્ત્રીઓની વાત જવા દો, દેવાંગનાઓનું પણ આવું રૂપ નહિ હોય ભાઇ ! આ ત્રણ ખંડની ધરતી પર જે કોઇ રત્ન હોય, તેની માલિકી તારી ગણાય. આ સ્ત્રીરત્નનો પણ તું જ હક્કદાર છે. તારા જ અંતઃપુરમાં એ શોભે તેવી છે. જંગલમાં રખડતા રામની ઝુંપડીમાં તો એ ભૂલથી ભરાઇ પડી છે. એનું સ્થાન સોનાની લંકામાં જોઇએ. તો ભાઇ ! વિધાતાની આટલી ભૂલ તું સુધારી લે. જો તું સીતાને તારી રાણી બનાવે તો જ ખરો મદે ! તો જ ખરો રાવણ ! જો તું આટલુંય ન કરી શકે તો હું સમજીશ કે મારો ભાઇ દેખાવમાં જ બળવાન છે, અંદરથી તો બાયેલો છે, કાયર છે.' મને તેણે બરાબર પાણી ચડાવ્યું. મારા દર્ષ અને કંદર્પ બંને ઉત્તેજિત થાય તે રીતે આખી વાતને રજુ કરી. આમેય હું કામી અને માની હતો જ, તેમાંય આવા માણસો મળી જાય પછી જોઇએ જ શું? આત્મ કથાઓ • ૪૮૭ આત્મ કથાઓ • ૪૮૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ મેં મનોમન સીતાનું હરણ કરી મારી રાણી બનાવવાનો નિર્ણય કરી જ લીધો. માત્ર નિર્ણય જ નહિ, તેને તરત અમલમાં પણ મૂકી દીધો. પુષ્પક વિમાનમાં બેસી હું તરત જ રામ પાસે આવી પહોંચ્યો. પણ રામનું તેજ એટલું ઝળહળી રહ્યું હતું કે હું તેની પાસે જવાની હિંમત કરી શક્યો નહિ. મેં ‘અવલોકની’ વિદ્યાને યાદ કરી. નબળો માણસ બીજું શું કરે ? વિદ્યાના સહારે કામ કરવું એ ખરેખર તો નબળાઇ જ ગણાય. સત્ત્વશાળી માણસ તો પોતાની શક્તિ પર મુસ્તાક હોય. પણ પરસ્ત્રી-લંપટમાં સત્ત્વ ક્યાંથી હોય ? અવલોકની વિદ્યા તરત જ દાસીની જેમ હાથ જોડી ઊભી રહી. મેં કહ્યું : મારે સીતાનું હરણ કરવું છે. તું મને સહાય કર. વિદ્યાએ કહ્યું : શેષનાગના માથામાંથી રત્ન લઇ શકાય, પણ રામ પાસે બેઠેલી સીતા ન લઇ શકાય. તારાથી નહિ, દેવો-દાનવોથી પણ ન લઇ શકાય. પણ હા... એક ઉપાય છે. એ જો લક્ષ્મણ પાસે જાય અને સીતા એકલી પડી જાય તો હરણ કરી શકાય. લક્ષ્મણ સાથે આમેય સિંહનાદનો સંકેત થયેલો જ છે. તો હું દૂર જઇ લક્ષ્મણના જેવો જ સિંહનાદ કરીશ. એથી રામ લક્ષ્મણની મદદે જશે અને તું તારું કામ પતાવી દેજે. મને આ યોજના ગમી ગઇ. તરત જ અમલમાં મૂકી સફળતા પણ મળી ગઇ. રામ-લક્ષ્મણને બચાવવા ગયા અને તરત જ મેં સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી વિમાન હંકારી મૂક્યું. સીતા રડતી રહી : હે નાથ ! હે રામ ! હે લક્ષ્મણ ! હે ભામંડળ ! મને બચાવો. આ કાગડા જેવો કોઇ માણસ મારું અપહરણ કરી રહ્યો છે. મેં સીતાને છાની રાખવા કહ્યું : સીતા ! રડ નહિ. હું ત્રણ ખંડનો સ્વામી રાવણ છું. હવે તું રસ્તે રખડતા રામની નહિ, પણ રાજા રાવણની પત્ની થવાની છે. હવે રડવાનું હોય ? હવે તો આનંદના દિવસો આવ્યા. જંગલમાં રખડવાનો વખત ગયો. સોનાની લંકામાં વિલાસ કરવાનો સમય આવ્યો. પણ મારી કોઇ જ અસર તેના પર થઇ નહિ. એ તો રડતી જ રહી... ઊલટું... વધુ ને વધુ રડવા લાગી. હું ત્યારે સમજ્યો કે એ તો શરૂઆતમાં બધાને સ્નેહીઓની યાદ આવે. હમણાં થોડો સમય રડશે. પછી પોતાની મેળે ઠેકાણું પડી જશે... સ્ત્રીઓમાં અનુકૂલન શક્તિ ખૂબ જ હોય છે. ગમે આત્મ કથાઓ - ૪૮૮ તેવા વિપરીત વાતાવરણમાં પણ પોતાની જાતને અનુકૂળ કરી લે છે. મને ત્યારે ખબર નહોતી કે આ કોઇ સામાન્ય સ્ત્રી નથી. પણ ત્યારે તો હું મારા મદમાં જ પૂરો હતો. કેટલીયે સ્ત્રીઓના પાણી ઉતારી દીધા છે. તો સીતા વળી કોણ ? મારી મગરૂરી ગજબની હતી. ... ... .... .... મારું વિમાન આગળ ધપી રહ્યું હતું. ત્યાં જ એક ઘરડો ગીધ (જટાયુ) પ્રતિકાર કરવા આવી પહોંચ્યો. ‘પુત્રી ! રડ નહિ. હું તને બચાવું છું. અરે નિશાચર ! સીતાને છોડી દે. નહિ તો ભારે થઇ જશે.' આમ બોલતો જટાયુ તો મારા પર તૂટી પડ્યો. મારા કપડા ફાડી નાખી છાતીમાં ચાંચો મારવા લાગ્યો. એક પંખીની આ હિંમત જોઇ હું સ્તબ્ધ બની ગયો. મારા જેવાને પંખી ચાંચ મારે ? હું ઉકળ્યો. હાથમાં ચંદ્રહાસ તલવાર લીધી. રે ઘરડા ગીધ ! હવે તું જીવનથી કંટાળી ગયો લાગે છે. લે... લેતો જા... ને મેં ફટ... દઇને તેની બંને પાંખો તલવારથી કાપી નાખી. પાંખ વિહોણો લોહી-લુહાણ થયેલો જટાયુ નીચે પડ્યો. જટાયુની જફા દૂર થઇ ત્યાં વળી એક વિદ્યાધર આવ્યો. સીતાના ભાઇ ભામંડળનો તે સેવક હતો. તે મારી પાસે જેમતેમ બોલવા માંડ્યો. પણ હું કાંઇ તેનું સાંભળું ? મારી શક્તિઓ પર હું મગરૂર હતો : કદાચ બ્રહ્મા આવીને મને સમજાવે તોય હું સમજું તેમ ન્હોતો તો આ બાપડો વિદ્યાધર વળી કઇ વાડીનો મૂળો ? તેને વધુ કાંઇ સજા ન કરતાં મેં તેની વિદ્યાઓ હરી લીધી ને તે કપાયેલી પાંખવાળા પંખીની જેમ ધરતી પર ઢળી પડ્યો. પછી નિર્વિઘ્ને હું લંકા પહોંચ્યો. સીતાને અશોક-વાટિકામાં રાખી. હા... મારે પ્રતિજ્ઞા હતી કે પરસ્ત્રી ઇચ્છે નહિ તો તેની સાથે મારે વિષયસેવન કરવું નહિ. હું ગમે તેવો હતો... છતાં મારી પ્રતિજ્ઞામાં અટળ હતો. જિંદગીના અંત સુધી મેં આ પ્રતિજ્ઞા પાળી છે. સીતાની સંભાળ રાખવાનું કામ મેં ત્રિજટાને સોંપ્યું. આ બાજુ રામ-લક્ષ્મણે સીતાની શોધખોળ પ્રારંભી. મારે ગુણગ્રાહક દૃષ્ટિએ કહેવું જોઇએ કે ખરેખર રામ ગજબનો માણસ હતો. પોતે સીતાના આત્મ કથાઓ • ૪૮૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ અપહરણથી ભયંકર દુઃખી હોવા છતાં પોતાનું કામ પડતું મૂકી બીજાના કામ માટે દોડ્યા છે. શરણે આવેલાનો તો ખરેખર તે તારણહાર હતો. મેં જે ચંદ્રોદરને મારી પાતાલ લંકાનું રાજ્ય મારા બનેવી ખરને અપાવ્યું હતું, તે રાજ્ય રામે ચંદ્રોદરના દીકરા વિરાધને અપાવ્યું. તમને યાદ હશે કે ચંદ્રોદરના મૃત્યુ વખતે તેની ગર્ભવતી રાણી ક્યાંક નાસી ગઇ હતી. તેનો જે પુત્ર તે પોતે વિરાધ. વળી કિષ્કિન્ધાનો અધિપતિ સુગ્રીવ પણ એક ભયંકર મુસીબતમાં ફસાયો હતો. સાહસગતિ નામના વિદ્યાધરે સુગ્રીવની સુંદર પત્ની તારા પર મોહિત થઇ તેને ભોગવાવની ઇચ્છાથી સુગ્રીવનું જ રૂપ-બનાવી રાજમહેલમાં ઘુસી ગયો. આથી સાચો સુગ્રીવ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો. પોતાના જ સૈનિકો અને પોતાના જ મંત્રીઓપુત્રો વગેરે વિપરીત થઇ ગયા. આથી તેણે શરૂમાં મારા શરણે આવવાનું વિચાર્યું, પણ મારી કામલોલુપતા તે જાણતો હતો. આથી તે આખરે વિરાધના માધ્યમે રામના શરણે ગયો. રામે ખોટા સુગ્રીવ (સાહસગતિ વિદ્યાધર)ને હણી સુગ્રીવને કિષ્કિન્ધાનું રાજ્ય અપાવ્યું. આથી તે બધા રામના જીગરજાન દોસ્તો બની ગયા અને પેલો પવનંજયનો પરાક્રમી પુત્ર હનુમાન; એક વખતનો મારો સેવક, તે પણ રામભક્ત બની ગયો. મારું જીવને વાંચીને તમે પ્રેરણા લેજો કે જો તમે ઉન્માર્ગે જશો તો તમારા દોસ્ત પણ દુશ્મન બની જશે અને જો તમે સન્માર્ગે હશો તો દુશ્મન પણ દોસ્ત બની જશે. મારા જ તાબાના રાજાઓ, મારા જ સેવકો આજે મારી ઊંધાઇના કારણે મારા શત્રુઓ બની ગયા હતા. વિરાધ, ભામંડલ, જાંબુવાન, હનુમાન, નીલ, નલ, સુગ્રીવ વગેરે કેટલાય વિદ્યાધર રાજાઓ રામના સેવક બની ગયા. મારા માટે આ મોટી લપડાક હતી. મને આના આછા-પાતળા સમાચાર મળતા પણ હું મારા બળ પર મગરૂર હતો. જટાયુ તથા પેલા વિદ્યાધર દ્વારા એમને બધાને ખબર તો પડી જ ગઇ હતી કે સીતાને ચોરનાર હું છું. પણ સીતા પાસે કોને મોકલવો તે સવાલ હતો. આખરે સુગ્રીવની સલાહથી હનુમાન પર પસંદગી ઉતારી. તે રામની વીંટી લઇ લંકાના અશોકવનમાં આવી પહોંચ્યો. તેણે શિશપના આત્મ કથાઓ • ૪૯૦ ઝાડ નીચે સીતાને જોઇ. સીતાની આંખમાં આંસુ હતા. મોટું જ્ઞાન હતું. મુખમાંથી નીકળતા રામ... રામ... રામ... ના શબ્દો સંભળાઈ રહ્યા હતા. હનુમાને ઝાડ પરથી જ રામની વીંટી સીતાના ખોળામાં ફેંકી. સીતા ચમકી. આ શું? મારા પતિદેવની વીંટી ક્યાંથી ? એનું મુખ મલકી ઊઠ્યું. એના રોમ-રોમમાં આનંદ છવાઇ ગયો. એકવીસ દિવસમાં આજે પહેલી વાર એના ચહેરા પર પ્રસન્નતાની સુરખી લહેરાઇ. ત્રિજટાએ સીતાની આ પ્રસન્નતા જોઇ અને તરત તે મારી પાસે દોડી આવી અને કહ્યું : દેવ ! સીતા આજે આનંદમાં છે. લાગે છે કે હવે તે રામને ભૂલી ગઈ છે, આપના વિષે અનુરાગી બની છે. આપ અત્યારે “કંઇક' કરો. તરત જ કામ પતી જાય. સીતાના આનંદનું સાચું કારણ હું જાણતો ન્હોતો. મૂઢ હતો. ત્રિજટાની વાત મેં સાચી માની લીધી. સીતાને સમજાવવા મેં તરત જ મંદોદરીને મોકલી. મંદોદરી મારી વફાદાર પત્ની હતી. મને સુખી કરવા તે બધું જ કરી છૂટવા તૈયાર હતી. મંદોદરીએ સીતાને કહ્યું : સીતા ઓ સીતા ! બેન ! જરા મારી વાત સાંભળ. જો મારા પતિદેવ રાવણ રૂપ અને ઐશ્વર્યમાં અદ્વિતીય છે કે તું રૂપમાં અદ્વિતીય છે. જો કે વિધાતાની ભૂલથી તમારા લગ્ન થઇ શક્યા નહિ, પણ કાંઇ વાંધો નહિ. હજુ પણ વિધાતાની ભૂલ સુધારી લે, તું રાવણને પતિ તરીકે સ્વીકારી લે. મારું પટ્ટરાણીપદ તને આપીશ. હું અને અમે બીજી રાણીઓ દાસીની જેમ તારી સેવા કરીશું. આ સાંભળતાં જ સીતાનો ચહેરો વિકરાળ થઇ ગયો. આંખો કાઢીને તેણે મંદોદરીને કહ્યું : ઓ પાપિણી ! પતિનું દૂત્ય કરનારી ! તારા ધણીની જેમ તારું મોઢું જોવામાં પણ પાપ છે. હું રામની છું ને રામની જ રહેવાની છું એ તું વજના અક્ષરે તારા મગજમાં લખી નાખ. હમણાં જ મારા પતિ રામ, લક્ષ્મણ વગેરેની સાથે આવ્યા જ સમજ. ખર વગેરેની જેમ તારા ધણીનું પણ માથું કપાયું જ સમજ ! મારા રામની પાસે ન કુંભકર્ણ ટકી શકશે, ન મેઘનાદ ટકી શકશે કે ન તારો ધણી રાવણ ટકી શકશે. મને સમજાવવા આવી છે તેના કરતાં તારા ધણીને સમજાવ ને ! તું તો મહાસતી છે. મહાસતીના દુ:ખને તું સમજી શકે છે. આત્મ કથાઓ • ૪૯૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ તું જ વિચાર : તારા ધણીએ કર્યું છે તે બરાબર છે ? પારકા બૈરાને ઉઠાવી જવા એ કેટલું અધમ કાર્ય છે? તું સ્ત્રી થઇને પણ આટલી વાત નથી સમજતી ? મને તો બહુ નવાઇ લાગે છે. મારી સામે તું શું જોઇ રહી છે ? ઊઠ... ઊઠ... જલદી ઊઠ... પાપિણી ! હવેથી તારું મોટું મને બતાવીશ નહિ. સીતાની આક્રોશભરી વાણી સાંભળી મંદોદરી વિલખી બની જતી હતી. હવે હનુમાને ઝાડ પરથી નીચે ઊતરી સીતાને બધા સમાચાર આપ્યા. અત્યાર સુધી સીતાએ અનાજનો કણ પણ લીધો હોતો. હનુમાનના આગ્રહથી સીતાએ એકવીસ ઉપવાસનું પારણું કર્યું. પોતાનું કામ પૂરું કરીને હવે હનુમાને તોડફોડ શરૂ કરી. મારો આખો બગીચો ઉજ્જડ બનાવી દીધો. ઉદ્યાન-પાલકોએ મને આ ખબર આપી. મેં સૈનિકોને મોકલ્યા. પણ આ તો હનુમાન ! બધા સૈનિકોનો તેણે એકલા હાથે લોથ વાળી દીધો. આ સમાચાર મળતાં હું એકદમ ગુસ્સે ભરાયો. મેં મારા પરાક્રમી પુત્ર ઇન્દ્રજિતુને ત્યાં મોકલ્યો. ખરેખર મારા પુત્રે તરત જ કામ કરી આપ્યું. હનુમાનને તે જીવતો પકડી લાવ્યો. પણ હનુમાને તો કમાલ કરી. ફટાક... કરતા દોરડા તેણે તોડી નાખ્યા. ને કૂદકો મારી મારા મુગટને લાત મારી તોડી નાખી વીજળીની જેમ આકાશમાં ઊડી ગયો. હવે મને સમજાયું કે ઇન્દ્રજિતે હનુમાનને પકડ્યો હોતો, પણ હનુમાન જાતે જ પકડાયો હતો. કદાચ એ અમારું બળ જોવા માંગતો હતો અને પોતાનું બળ અમને બતાવવા માંગતો હતો. હનુમાને જતાં-જતાં પણ ભારે તોફાન મચાવ્યું. મારી નગરી લંકામાં પગના પ્રહારોથી તેણે કેટલીયે ઇમારતો ધરાશાયી કરી નાખી. થોડી જ ક્ષણોમાં ચારેબાજુ હાહાકાર મચાવી દીધો. હું હતપ્રભ થઇને આ બધું જોઈ રહ્યો. મારા ગુસ્સાનો પાર ન રહ્યો. પણ હું ગુસ્સો ઠાલવું ક્યાં ? હું “મારો... મારો... પકડો... પકડો...' બોલતો રહ્યો ને પેલો તો હાહાકાર મચાવીને ચાલતો થયો. મારી જિંદગીમાં આ પહેલું અપમાન હતું. ઇન્દ્રને હરાવનારો, અષ્ટાપદને ઉપાડનારો, ચંદ્રોદરને ચગદી નાખનારો હું હનુમાન પાસે હતપ્રભ બની ગયો. હનુમાનથી થયેલું આ અપમાન ખરેખર મારા પતનનો પૂર્વસંકેત હતો, પણ હું તે વખતે સમજી ન શક્યો. આત્મ કથાઓ • ૪૯૨ અભિમાનથી હું આંધળો બનેલો હતો. આંધળાને દેખાય ક્યાંથી ? હવે મને સમાચારો મળવા લાગ્યા કે રામ લંકા તરફ આવી રહ્યો છે. હું વિચારતો હતો કે દરિયો ઓળંગીને તે આવશે શી રીતે ? પણ રામે તો કમાલ કરી ! દરિયામાં પુલ બનાવીને તે આવી પહોંચ્યો. હંસદ્વીપમાં પોતાની લશ્કરી છાવણી નાખીને રામે લંકાને ઘેરો ઘાલ્યો. આખી લંકામાં હલચલ મચી ગઇ. જો કે મને જ નહિ, નગરના તમામ લોકોને વિશ્વાસ હતો કે રાવણ એટલે રાવણ ! રાવણ કદી હારે જ નહિ. ઇન્દ્રને પાંજરામાં પૂરનારો ને સોમ, યમ, વરુણ, કુબેરને કેદ કરનારો રાવણ રામથી શી રીતે હારે ? બધાને મારા વિજય પર પૂર્ણ વિશ્વાસ હતો, પણ મારો નાનો ભાઈ વિભીષણ, એને મારા પતનની નોબતના સૂરો સ્પષ્ટ સંભળાયા. એ મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો : વડીલબંધુ ! હું જોકે નાનો ભાઈ છું, આપને કાંઇ પણ કહેવા માટે હું અનધિકારી છું, છતાં આજે કહેવાની ઇચ્છા હું રોકી શકતો નથી. રામ લશ્કર સહિત આવેલા છે તે પોતાની પત્નીની માંગણી કરી રહેલા છે. એમની માંગણી વાજબી છે. આપે સીતા એમને આપી દેવી જોઇએ.' સીતા ? હું રામને સોંપી દઉં ? અલ્યા વિભલા ! આવી હીજડા જેવી વાતો કાં કરે ?' હું બરાડી ઊઠ્યો. ‘રામ અને લક્ષ્મણની તાકાતની વાત જવા દો. એક હનુમાનની જ વાત લો ને ! એની તાકાત તો આપે હમણાં જ જોઇને ! હનુમાનને પણ આપ પહોંચી શક્યા નહિ તો રામને કેમ પહોંચશો ?' ‘વિભલા ! તું બબડાટ બંધ કર. કોનામાં કેટલી તાકાત છે એની ખબર તો યુદ્ધ મેદાનમાં થશે. બાયલા જેવી વાતો બંધ કર.' બાયલા જેવી વાતો નથી, હું તો વાસ્તવિકતા સમજાવી રહ્યો છું.' ‘રામના ચમચા વિભલા ! ભાગી જા અહીંથી, તું પણ શત્રુના પક્ષનો જ લાગે છે. હવે મને કદી તારું મોં બતાવીશ નહિ. જેનું ખાય છે તેનું જ ખોદે છે?” એકદમ ખીજાયો. બોચી પકડી વિભીષણને કાઢી મૂક્યો. આથી વિભીષણ રામના શરણે ગયો. મારો સગો ભાઈ જતાં લંકામાં ઠેર-ઠેર આ ચર્ચા થતી રહી. ઘણાને લાગ્યું કે રાવણની આ મોટી ભૂલ આત્મ કથાઓ • ૪૯૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ છે. સગાભાઇને શત્રુના પક્ષમાં હાથે કરીને જવા દેવો એવી ભૂલ ડાહ્યો માણસ કદી કરે નહિ. પણ મને કોઇએ વાત કરી નહિ. કરે પણ કોણ ? કોના દા'ડા ઊઠ્યા છે તે મને કોઇ શિખામણ આપે ? સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય છે ? હવે ખરાખરીનો ખેલ શરૂ થયો. શ્રી મુનિસુવ્રત સ્વામીની પૂજા કરી યુદ્ધે ચડ્યો. હા... આવા અવસરે પણ હું ભગવાનને ભૂલ્યો ન્હોતો. હવે હું યુદ્ધ મેદાનમાં આવ્યો. રસ્તામાં થયેલા અપશુકનને ગણકાર્યા નહિ. લાખો સૈનિકો બંને પક્ષે સજ્જ હતા. નાખી નજર ન પહોંચે એટલા સૈનિકો હતા. જાણે માણસોનો દરિયો જોઇ લો ! રણશિંગા ફૂંકાયા. ભયંકર યુદ્ધ શરૂ થયું. ધડાધડ માથાઓ કપાવા લાગ્યા. ધડો નાચવા લાગ્યા. લોહીની નદીઓ વહેવા લાગી. રામનો ઇશારો થતાં જ હનુમાન વગેરેએ એવો સપાટો મચાવ્યો કે મારા સૈન્યમાં કેટલાય કપાઇ મૂવા તો બચેલા સૈનિકો ભાગવા માંડ્યા. મારું સૈન્ય વેરવિખેર થતું જોઇ, મેં કુંભકર્ણ અને ઇન્દ્રજિત્ને ઇશારો કર્યો. તેઓ ભયંકર જુસ્સા સાથે રામના સૈન્ય પર તૂટી પડ્યા. બંને બળિયાઓએ એવો સપાટો બોલાવ્યો કે રામનું લશ્કર ભાગવા માંડ્યું. હું ઉત્સાહમાં આવી ગયો. ‘શાબાશ... શાબાશ... આગે બઢો.' સૈનિકોનો ઉત્સાહ વધારવા હું નારા લગાવતો રહ્યો. કુંભકર્ણનો સામનો કરવા સુગ્રીવે મોટી શિલા તેના તરફ ફેંકી. પણ કુંભકર્ણ કોનું નામ ? ગદાના એક જ પ્રહારથી શિલાના ટૂકડે-ટૂકડા કરી નાખ્યા. એટલું જ નહિ પણ તે તો સુગ્રીવ તરફ એકદમ ધસી ગયો. ગદાનો જોરદાર પ્રહાર કરી સુગ્રીવને પાડી દીધો ને બગલમાં નાખી કુંભકર્ણ ભાગ્યો. આથી મારો પુત્ર મેઘનાદ ખૂબ જ હોંશમાં આવી ગયો. ભયંકર બાણ-વર્ષાથી રામના સૈન્યનો ખુરદો બોલાવી નાખ્યો. આથી રામ-લક્ષ્મણ એકદમ ઊકળી ઊઠ્યા. કુંભકર્ણની સામે અને ઇન્દ્રજિત્ની સામે ગોઠવાઇ ગયા. પેલો સુગ્રીવ તો જબરો નીકળ્યો. બળ લગાવીને કુંભકર્ણની બગલમાંથી છટકી ગયો. હવે રામ-લક્ષ્મણ ઝંઝાવાતી યુદ્ધ ખેલી રહ્યા હતા. જોતજોતામાં એમણે કુંભકર્ણ અને ઇન્દ્રજિત્ને પકડી લીધા. હવે મારાથી ન રહેવાયું. હું હવે હાથી પર બેસી યુદ્ધ મેદાનની આત્મ કથાઓ • ૪૯૪ મોખરે ધસી આવ્યો. રસ્તામાં કેટલાય શત્રુઓનું કચ્ચરઘાણ વાળી નાખ્યું. મારી સામે લડવા રામ આવતો'તો, પણ તેને અટકાવીને લક્ષ્મણ મારી સામે લડવા આવ્યો. મને આમાં મારું અપમાન લાગ્યું. મારી સામે લડવા લક્ષ્મણ આવે ? નાનો ભાઇ આવે ? પણ ગમે તે હોય. મારે તો લડવું જ હતું ને ? અમે બંને સામ-સામા આવી ગયા. તેની સાથે થોડી જ વાર યુદ્ધ કર્યા પછી મને લાગ્યું કે આ બંદો મારાથી જરાય ઊતરે એવો તો નથી જ. બળમાં જ નહિ, કળમાં પણ તે આગળ હતો. મેં જેટલા શસ્ત્રો ફેંક્યા, બધાનું તે બરાબર નિરાકરણ કરતો રહ્યો. હવે સાંજ થવા આવી હતી. લક્ષ્મણને મારવા હું અધીરો બન્યો હતો. મારા બીજા શસ્ત્રો બેકાર બન્યા હતા. એટલે મેં શક્તિ શસ્ત્રને યાદ કર્યું. આ શસ્ત્ર એવું છે કે જેને લાગે તેના પ્રાણ આવતા સૂર્યોદય પહેલાં તો લઇ જ લે. મેં તેના પર જોરથી શક્તિ છોડી. જોરથી છાતીમાં વાગતાં લક્ષ્મણ મૂચ્છિત બનીને ત્યાં જ ઢળી પડ્યો. રામ-છાવણીમાં હાહાકાર મચી ગયો. રામ પણ લક્ષ્મણની આ દશા જોઇ મૂચ્છિત બની ગયો. તરત જ રામ-લક્ષ્મણને તેમના સૈનિકોએ ઘેરી લીધા. હું મારા સ્થાને પહોંચ્યો. હવે હું આનંદમાં હતો. કારણ કે શક્તિના પ્રહારથી લક્ષ્મણ મરી જ જશે ને તેના વિરહથી રામ પણ મરી જવાનો છે. હવે બંદા જીત્યા. હું મનોમન હરખાઇ રહ્યો. પણ આ મારો ભ્રમ છે, એવી ત્યારે ખબર ન્હોતી. આ બાજુ રામ-છાવણીમાં ઘેરી ચિંતા ફરી વળી. લક્ષ્મણને મોતના મુખમાંથી કઇ રીતે બચાવવો એ જ એમનો મુખ્ય પ્રશ્ન હતો. ત્યાં ભામંડળને કોઇ વિદ્યાધરે સલાહ આપી : અયોધ્યાથી બાર યોજન દૂર કૌતુકમંગળ નામના નગરમાં દ્રોણધન નામનો રાજા છે. ત્યાં કૈકેયીના ભાઇની પુત્રી વિશલ્યા નામની કન્યા છે. તેના સ્નાનના પાણીનો જો લક્ષ્મણને સ્પર્શ કરાવવામાં આવે તો શક્તિનું શલ્ય તે જ ક્ષણે નીકળી જાય. પણ આ કામ સૂર્યોદય પહેલાં થવું જોઇએ. નહિ તો જીવનની કોઇ આશા નથી. ભામંડળે આ વાત પોતાના બનેવી રામને કરી. રામે આ કામ તેને અને હનુમાનને સોંપ્યું. બંને જણા વિમાનમાં બેસી રાતોરાત અયોધ્યા ગયા. મધુર સંગીતથી ભરતને જગાડ્યો ને બધી વાત કરી. આત્મ કથાઓ • ૪૯૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ મેં જોરથી ઘુમાવી લક્ષ્મણ તરફ ફેંક્યું ! પણ આશ્ચર્ય ! આ દાવ પણ મારો નિષ્ફળ ગયો. તે ચક્ર લક્ષ્મણની છાતીમાં ધારવાળી બાજુથી નહિ, પણ ચાં અથડાયું. લક્ષ્મણે તરત જ તે હાથમાં પકડી લીધું. જોરથી ઘુમાવીને મારા પર જ છોડ્યું ! મારું ચક્ર જ મારા પ્રાણ લેવા આવી પહોંચ્યું ! મેં તેને રોકવા ઘણા ધમપછાડા કર્યા, પણ ચક્ર તો ધસમસતું આવી જ પહોંચ્યું ! એક જ ક્ષણમાં મારું માથું કપાઇને ધરતી પર પડ્યું. ભયંકર વેદના સાથે મારું ધડ પણ ધરતી પર ઢળી પડ્યું. તે જ ક્ષણે મરીને હું નરકમાં ચાલ્યો ગયો. મારા જેવા રૌદ્રધ્યાનીની સારી ગતિ ક્યાંથી હોય? કરુણાતિતાપૂર્વક મારા જીવનનો અધ્યાય પૂરો થયો. મારું જીવન સંદેશો આપે છે કે – ઉન્માર્ગે ચાલશો તો અઢળક શક્તિ અને અપાર પુણ્ય હોવા છતાં કમોતે મરવું પડશે ને અપયશનો ટોપલો વહોરવો પડશે. ભરત પણ આ કામ માટે વિમાનમાં બેઠો. ભરતે દ્રોણધન પાસે વિશલ્યાની માંગણી કરી. દ્રોણધને લક્ષ્મણ સાથે લગ્નપૂર્વક એક હજાર સ્ત્રીની સાથે વિશલ્યા ભરતને સોંપી. ભામંડલે ભરતને અયોધ્યામાં મૂકી પરિવાર સાથે વિશલ્યાને વિમાનમાં સાથે લીધી. ઝગારા મારતું દૂરથી વિમાન આવી રહ્યું હતું ત્યારે રામના સૈનિકોને લાગ્યું : વાત હાથમાંથી ગઇ. સૂર્યોદય થતો લાગે છે. વિમાનના તેજમાં તેમને સૂર્યોદયનો ભ્રમ થયો, પણ વિમાન જ્યાં નજીક આવ્યું ત્યાં તરત જ ભ્રમ ભાંગી ગયો. વિશલ્યાએ મૂચ્છિત લક્ષ્મણને જ્યાં હાથ લગાડ્યો ત્યાં જ શકિત ભાગી છૂટી ! જાણે લાકડી મારતાં નાગણ ભાગી ! વિશલ્યાના સ્નાનના પાણી વડે લશ્કરના બીજા સૈનિકોને પણ શલ્યમુક્ત કરવામાં આવ્યા. અહીં મારે રામના એક વિશિષ્ટ ગુણનો ખાસ ઉલ્લેખ કરવો પડશે. આ વખતે રામે કહ્યું : આ પાણી વડે કુંભકર્ણ વગેરે શત્રુ-સૈન્યને પણ શલ્યમુક્ત રોગમુક્ત બનાવો. ઓહ ! રામના હૈયે કેવી ઉદારતા હતી ? ક્યાં હું ને ક્યાં રામ ? પરંતુ રામને જણાવવામાં આવ્યું કે કુંભકર્મ વગેરેએ તો વૈરાગ્યવાસિત બની તે જ વખતે જાતે જ દીક્ષા લઇ લીધી છે. ઓહ ! એમ વાત છે? તો તો એ બધાને છોડી મૂકો. હવે એ આપણા બંદી નથી. એ તો વંદનીય મહાત્મા છે. રામના આવા આદેશથી કુંભકર્ણ વગેરેને છોડી મૂકવામાં આવ્યા. લક્ષ્મણે એક હજાર કન્યાઓ અને વિશલ્યા સાથે લગ્ન કર્યા. મને આ બધા સમાચાર મળી ચૂક્યા હતા, પણ હજુ હું આશાવાદી હતો. ગમે તે રીતે મને જીત તો મળશે જ. આવા ખ્યાલમાં હું રાચી રહ્યો હતો. સવાર થતાં જ હું યુદ્ધ માટે નીકળી પડ્યો. અપશુકનો ડગલેપગલે થતા હતા. પણ એમ અપશુકનથી ડરીને બેસી જાઉં તો રાવણ શાનો ? હું તો હિંમતપૂર્વક નીકળી જ પડ્યો. યુદ્ધ મેદાનમાં હું અને લક્ષ્મણ સામસામે જંગે ચડ્યા. હું નવા નવા શસ્ત્રો તેના તરફ ફેંકતો રહ્યો ને તે સફળતાપૂર્વક દરે ક શસ્ત્રને નિષ્ફળ બનાવતો રહ્યો. આ જોઇને મારો ગુસ્સો વધતો જતો હતો. હવે હું બહાવરો બન્યો હતો. સૌથી છેલ્લે શસ્ત્ર મેં યાદ કર્યું - ચક્ર ! યાદ કરતાં જ તે મારા હાથમાં આવી પડ્યું! આત્મ કથાઓ • ૪૯૬ આત્મ કથાઓ • ૪૯૭ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૫૮) હું કાવિઠક મારું નામ દ્રાવિડ. મારા પિતાજીનું નામ દ્રવિડ હતું એટલે મારું નામ દ્રાવિડ પડ્યું. મારા નાના ભાઇનું નામ વારિખિલ. એક દિવસ પિતાએ સંસારનો ત્યાગ કરી સાધનાનો માર્ગ સ્વીકાર્યો. અમે બંને ભાઇઓ રાજ્ય માટે ઝગડી ન પડીએ માટે મારા પિતાએ સંસાર-ત્યાગ પહેલાં જ બધી વ્યવસ્થા કરી દીધી હતી. મિથિલાનું રાજ્ય મને આપ્યું અને એક લાખ ગામોનું રાજ્ય નાના ભાઇ વારિખિલને આપ્યું. પિતાજીને એમ કે આ રીતે વિભાગીકરણ કરવાથી બંને સંપીને રહેશે. કોઇને ઓછું-વધુ મળ્યું તેવી બળતરા નહિ થાય, પણ ધાર્યું કોઇનું થયું છે ? મારા પિતાજીની આશા ઠગારી નીકળી. આખરે થવાનું હતું તે થઇને જ રહ્યું. અમારા બંને વચ્ચે ઇર્ષ્યાના તણખા ઝરવા લાગ્યા. નાના હતા ત્યારે અમે બંને પ્રેમથી રહેતા હતા, ઇર્ષ્યા કોને કહેવાય, તે પણ જાણતા ન્હોતા, હા... ક્યારેક ઝગડી પડતા... પણ પાછા પ્રેમથી સાથે રમવા પણ મંડી જતા. ત્યારે અમારું નિર્દોષ જીવન હતું...પણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ખોટા થતા ગયા. પ્રેમ, સરળતા, નિર્દોષતા વગેરેના સ્થાને ઇર્ષ્યા, લુચ્ચાઇ, મલિનતા વગેરે દોષો સ્થાન લેતા ગયા. જો કે મારે નિખાલસતાથી કહેવું જોઇએ કે સૌ પ્રથમ ઇષ્ય મારામાં પેદા થઇ. વારિખિલ ગુણીયલ પુરૂષ હતો. એથી એના ગુણગાન ચારેબાજુ ગવાવા લાગ્યા. એમાંય એ જ્યારે મિથિલા આવે ત્યારે લોકોના ટોળે-ટોળા એને જોવા ઉમટે. મારાથી આ સહન ન થયું. મારી મિથિલામાં મારા કરતાં વધુ માન કોઈ મેળવી જાય એ મારા ઇર્ષાળુ જીવને પસંદ ન પડ્યું. એક વખતે તો હકડેઠઠ ભરેલા રાજદરબારમાં વારિખિલનું મેં જોરદાર અપમાન કરી દીધું. એને સ્પષ્ટ કહી દીધું. વારિખિલ ! આ મિથિલા મારી છે. અહીં આવવાનો તને કોઇ હક્ક નથી. શા માટે વારેઘડીએ કૂતરાની જેમ અહીં હાલ્યો આવે છે ? તારા રાજ્યમાં રહેવાની જગ્યા નથી ? બસ... થઇ રહ્યું. વારિખિલને ઝાળ લાગી ગઈ. એણે તો તરત જ ચાલતી પકડી. કોઇ પણ સ્વમાની પુરૂષ પોતાનું માન ઘવાય ત્યાં શી રીતે રહી શકે ? જરાક અપમાન થતાં જ સિંહ, હાથી અને સજ્જન નીકળી જાય છે જ્યારે કાગડા, કૂતરા અને દુર્જનો હજારો અપમાન થયા છતાં નીકળતા નથી. મારો ભાઇ પૂરો સ્વમાની હતો. એના રોમ-રોમમાં ગુસ્સાની આગ ફેલાઇ ગઇ. ભર દરબારમાં મારું અપમાન ? હવે હું દ્રાવિડને પણ જોઇ લઇશ. એ ચાલ્યો ગયો... પણ લોકોમાં તો ઊલટી મારી જ વધુ નિંદા થવા માંડી. હા... મારી સામે કોઇ નિંદા કરતું નહિ, પણ પરોક્ષમાં તો મારી ભરપેટ નિંદા થતી. થાય જ ને ? નાના ભાઇને હડધૂત કરી નાખનારને કોણ વખાણે ? હવે હું વારિખિલની તમામ પ્રવૃત્તિઓ તરફ ચાંપતી નજર નાખવા લાગ્યો. મને શંકા હતી કે વારિખિલ કાંઇ ઊંધું ચતું ન કરે. આખરે મારી શંકા સાચી નીકળી. એણે મારી સાથે લડવાની જોરદાર તૈયારીઓ કરવા માંડી છે - એવા સમાચારો મને મળવા લાગ્યા. પણ હુંયે ક્યાં કમ હતો ? એ જો શેર ઝગડો કરે તો હું સવા શેર ઝગડો કરવા તૈયાર હતો. વારિખિલ સૈન્ય લઇને મારા પર ચડાઇ કરવા આવે એના કરતાં હું જ એના પર ચડાઇ ન કરું ? હું વિશાળ સૈન્ય લઇ વારિખિલ સામે લડાઇ કરવા ચાલ્યો. મારા સમાચાર વારિખિલને પણ મળી જ ગયા હતા. એ પણ ક્યાં ઓછો હતો ? આખરે ભાઇ તો મારો જ હતો ને ? એણે પણ સૈન્ય સાથે મારી સામે લડાઇ કરવા પ્રયાણ આરંવ્યું. રસ્તામાં અમારા બંનેના સૈન્યો સામસામે આવ્યા. લડાઈ માટે પાંચ યોજનનું વિશાળ મેદાન અમે પસંદ કર્યું. જોત-જોતામાં ખૂંખાર જંગનો આરંભ થઇ ગયો. તલવારો સામે તલવારો ને ભાલાઓ સામે ભાલાઓ વીંઝાવા લાગ્યા. તલવારો, બાણો અને ભાલાઓથી ધડાધડ ડોકાઓ કપાવા માંડ્યા. લોહીની નદીઓ વહેવા માંડી ને તેમાં મડદાઓ ને કપાયેલા માથાઓ તરવા લાગ્યા. પેલી નરકની વૈિતરિણી તો કોણે જોઇ છે? અમે તો અહીં જ વૈતરિણી ખડી કરી દીધી ! દેશ્યો તો એવા ભયંકર હતા કે ભલભલાના છાતીનાં પાટિયાં બેસી જાય.... વિચારકને વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. પણ અમારો વિચારનો દીવો ઓલવાઇ ગયો હતો. અમારા મનમંદિરમાં અહંકારનો અંધકાર પથરાઇ આત્મ કથાઓ • ૪૯૯ આત્મ કથાઓ • ૪૯૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ ગયો હતો. અમે કશું જ વિચારી શકતા ન હતા. જો અમે જરા સ્વસ્થ ચિત્તે વિચારીએ : અરેરે... આટલા બધા માણસોની કતલ કોના માટે ? આટલા ઘોર પાપો કરીને અમારે આખરે મેળવવું શું છે ? ધરતીના ટુકડા ખાતર આટલી કલેઆમ ? પણ આવું વિચારે જ કોણ ? વિચારે તો યુદ્ધ થાય જ શી રીતે ? લગાતાર સાત મહિના સુધી અમારી વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ રહ્યું. બંનેમાંથી કોઇ હારતા હોતા કે જીતતા નહોતા ! બસ માત્ર લડતા હતા. ખરેખર જોઇએ તો અમે બંને જણા હારતા જ હતા. પણ અમને આ હાર દેખાતી નહોતી. સાત મહિનામાં તો અમે હાહાકાર મચાવી દીધો. પૂરા ૧૦ ક્રોડ સૈનિકો કપાઇ ગયા, પણ અમારું રૂંવાડુંય ફરક્યું નહિ. બંનેમાં એક પણ યુદ્ધથી પીછેહટ કરવા માંગતા નહોતા, પણ અમારું આ યુદ્ધ કુદરતને મંજુર નહોતું. આકાશમાં અષાઢ મહિનાના કાળાડીબાંગ વાદળ છવાઇ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. ચોમાસું એકદમ જામી પડ્યું. અમારે ફરજિયાત યુદ્ધ બંધ રાખવું પડ્યું. વાય ન વરે તે હાય વરે તે આનું નામ ! અમારા મંત્રીઓને અમારું આ યુદ્ધ જરા પણ પસંદ નહોતું. એમણે અમને ઘણા સમજાવ્યા, પણ અમે કોઇ વાત સમજવા તૈયાર હોતા. પણ હવે યુદ્ધ બંધ હતું. આથી એક દિવસે મારા મંત્રી વિમલબોધે મને કહ્યું : મહારાજા ! ચાલો... જરા જંગલમાં ધરતીની શોભા જોઇએ. હું તેની સાથે ફરવા નીકળ્યો. ચારે બાજ લીલીછમ ધરતી જોઇ મન પ્રસન્ન બની ગયું. ઓહ ! કેટલી સુંદર ધરતી છે ! આવી સુંદર ધરતીને હું રક્તરંજિત કરવા તૈયાર થયો છું? મને મનોમન મારી જાત પર જરા ધિક્કાર વછૂટી ગયો. પછી હું મંત્રીની સાથે એક તાપસ આશ્રમમાં જઇ પહોંચ્યો. આશ્રમમાં અનેક તાપસી જ્ઞાન-ધ્યાનમાં લીન હતા. યુદ્ધના શોરબકોરથી કંટાળેલા મારા મને અહીં પ્રસન્નતા અનુભવી. હું સુવઘુ તાપસ પાસે પહોંચ્યો. એમને ખબર હતી કે સાત-સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ને લાખો માણસો રહેંસાઈ ગયા છે. મને પ્રેમપૂર્વક તેમણે સમજાવવા માંડ્યું : વત્સ ! ધરતીના નાનકડા ટુકડા ખાતર આટલો સંહાર ? તમારા અહંકારને પોષવા કેટલા નિર્દોષ લોકોએ પોતાના લોહી રેડ્યા ? હજુ તમારે કેટલાઓના લોહી આત્મ કથાઓ • ૫૦૦ રેડાવવા છે? સાત-સાત મહિના તમે ધરતીને નરક બનાવી દીધી. હજારો પરિવારોને નિરાધાર બનાવી દધા. લોકોમાં અપકીર્તિ મેળવી. આના સિવાય તમે મેળવ્યું શું ? કદાચ તું જીતી જઇશ તો શું મેળવવાનો ? ધરતીનો નાનો ટુકડો જ ને ? પણ એ ધરતી પણ આખરે તારે છોડવાની છે એનો તને ખ્યાલ છે ? જે ધરતી ખાતર તું આટલો સંહાર પચાવી રહ્યો છે એ જ ધરતીમાં તારે એક દિવસ સૂઈ જવાનું છે એનો તને ખ્યાલ છે ? યાદ રાખ કે યુદ્ધથી કદી કોઇનું કલ્યાણ થયું નથી ! તૃષ્ણાનું તળિયું કોઇનું ભરાયું નથી. મસાણનો ખાડો, પેટનો ખાડો, દરિયાનો ખાડો ને તૃષ્ણાનો ખાડો - આ ખાડાઓ એવા છે કે જે કદી ભરાતા જ નથી. ગમે તેટલું નાખો છતાં ખાલી... ખાલી ને ખાલી ! એકવાર આ તમારા મનમાં રહેલા તૃષ્ણાના વિચિત્ર ખાડાને તમે ઓળખી લો... નાહક એને ભરવા પ્રયાસ ના કરો. એ કદી કોઇનો ભરાયો નથી. ને દ્રાવિડ ! જરા વિચાર. યુદ્ધથી કદી કોઇનું કલ્યાણ થયું છે ! બંને પક્ષે સંહાર સિવાય શું મળ્યું ! ભરત-બાહુબલી જેવા બલિષ્ઠોને પણ આખરે યુદ્ધથી અટકવું પડ્યું હતું. ત્યારે જ જગતના લોકોને સમજાઈ ગયું હતું કે યુદ્ધથી કદી કોઇનું ભલું થઇ શકે નહિ. પણ તમે ઇતિહાસમાંથી કશો બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. અરે... તમે તમારા અનુભવ પરથી પણ કોઇ બોધપાઠ લેવા નથી માંગતા ? સુવઘુ તાપસના વાણીપ્રવાહને હું સાંભળી રહ્યો. મને એમનું એકેક વાક્ય સોનાની લગડી જેવું લાગ્યું. મને યુદ્ધની નિરર્થકતા સમજાઇ. મારા હૃદયમાં પશ્ચાત્તાપનો પાવક જળી ઊઠ્યો. અરેરે...! કેટલો બધો ભયંકર સંહાર ? કોના કારણે ? આ બધી જવાબદારી મારી જ ને? સૌ પ્રથમ વારિખિલનું અપમાન મેં કર્યું છે. માટે યુદ્ધનો સંપૂર્ણ જવાબદાર હું છું. જો મારાથી જ યુદ્ધ શરૂ થયું હોય તો મારે જ તેને અટકાવવું જોઇએ. મોટા ભાઇ તરીકેની મારી આ ફરજ છે. મારે નશ્વર રાજ્યથી કામ પણ શું છે ? હવે તો મારે પાછલી જિંદગી સાધનામાં ગાળવી છે. મારું રાજ્ય હું વારિખિલને આપી દઉં. એની સાથે ક્ષમાપના કરી લઉં. પછી હું સાધનામાર્ગે આગળ વધું. આવી ભવ્ય-વિચાર-સરણી સાથે હું નાના ભાઇને ખમાવવા ચાલ્યો. મને દૂરથી આવતો જોઇ મારો ગંભીર અને વાત્સલ્યપૂર્ણ ચહેરો જોઇ મારો ભાઇ આત્મ કથાઓ • ૫૦૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ વારિખિલ પણ મારી સામે આવ્યો. એના હૃદયમાં ક્ષમાના ભાવો પેદા થયા. હા... તમે બીજાને મૈત્રીના ભાવ આપો તો સામેના હૃદયમાં પણ તેવા ભાવો પેદા થાય જ. ‘ભાવાતું ભાવઃ પ્રજાયતે' આ વાક્ય સો ટકા સાચું છે. એ હું જાત-અનુભવથી કહી શકું તેમ છું. મેં જ્યારે મારા મનની વાત વારિખિલને કરી ત્યારે તેના હૃદયમાં પણ પરિવર્તન થઇ ગયું. તે પણ મારી સાથે સંસાર-ત્યાગ કરવા તૈયાર થઇ ગયો. અમે બંનેએ અમારા પુત્રોને રાજ્ય આપી સુવષ્ણુ પાસે તાપસી દીક્ષા સ્વીકારી. અમારી સાથે ૧૦ ક્રોડ સુભટોએ પણ દીક્ષા સ્વીકારી. તાપસ જીવનમાં અમે ઝાડની છાલ (વકલ)ના વસ્ત્રો પહેરતા. ઝરણાનું પાણી પીતા. કંદમૂળ-ફળનો આહાર કરતા. માથે જટા રાખતા અને મનમાં શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરતા. મને તો વહેમ છે કે તમારા જમાનામાં જે બાવાજીઓ શંકરનું ધ્યાન ધરે છે તે મૂળતઃ આદિનાથ ન હોય. શંકર જટાધારી હતા, તેમ આદિનાથ પણ પાંચમી મૂઠી બાકી રાખવાથી જટાધારી હતા. શંકરના મસ્તકે ચંદ્ર છે, તે સિદ્ધશિલાનું પ્રતીક છે. કહેવાય છે કે સ્વર્ગથી પડતી ગંગા પહેલા શંકરની જટા પર પડી. કેટલાય વર્ષો સુધી ત્યાં રહી અને પછી ધરતી પર આવી. આ કઇ ગંગા ? એ ગંગા છે ધર્મગંગા. આદિનાથ પ્રભુએ જ આ યુગમાં સર્વપ્રથમ ધર્મગંગા વહાવી છે ને? શંકરને કપાળમાં ત્રીજી આંખ છે, તો આદિનાથજીને કેવળજ્ઞાનની ત્રીજી આંખ છે. શંકરે ત્રિશૂળથી દૈત્યને માર્યા. આદિનાથે રત્નત્રયીરૂપી ત્રિશૂળથી મોહને માર્યો. શંકર શરીરે ભભૂતિ લગાડે છે તે વૈરાગ્યની સૂચક છે. શંકરનો પોઠીયો નંદિ (બળદ) છે તો આદિનાથજીનું લાંછન પણ બળદ છે. શંકર કૈલાસ પર રહે છે. તો આદિનાથજીનું નિર્વાણ પણ કૈલાસ (અષ્ટાપદનું બીજું નામ કૈલાસ છે) પર જ થયું છે. જુઓ કેટલી સમાનતા આવે છે ? વાતવિચારવા જેવી નથી લાગતી ? અમારી જ પરંપરામાં થયેલા બાવાઓએ જટા, ચંદ્ર, ગંગા, ત્રિશૂળ, નંદિ વગેરે પ્રતીકો દ્વારા આદિનાથનું રૂપાંતર કરી નાખ્યું હોય તેવું નથી લાગતું ? હશે. જે હોય તે ખરું ! અમારા દહાડા સાધનામાં સુખપૂર્વક પસાર થતા હતા. આમ એક લાખ વર્ષ વીત્યા પછી એક દિવસે આકાશમાં બે વિદ્યાધર મુનિઓ ક્યાંક જતા હતા તે અમે જોયું. તેઓ નમિ-વિનમિના પ્રશિષ્ય હતા. અમે તેમને આત્મ કથાઓ • ૧૦૨ પૂછ્યું : તમે કોણ છો ? ક્યાં જાવ છો? એમણે પોતાનો પરિચય આપ્યો અને ક્યાં જવાનું છે તે અંગે જણાવતાં કહ્યું કે અમે સિદ્ધાચલ જઇએ છીએ. જ્યાં પાંચ ક્રોડ સાથે પુંડરીકસ્વામી મોક્ષમાં ગયા છે તથા જ્યાં ત્રણ ક્રોડ સાથે રામચન્દ્રજી, વીસ ક્રોડ સાથે પાંડવો, એકાણું લાખ સાથે નારદજી વગેરે અનેક આત્માઓ મોક્ષમાં જવાના છે. આવા તીર્થાધિરાજના દર્શન પરમ પુણ્યોદય હોય તો જ મળે. ગિરિરાજનો આવો મહિમા સાંભળી અમને ત્યાં જવાની ઇચ્છા જાગી. અમે તેમની સાથે સિદ્ધાચલની પરમ પાવન ધરતી પર આવ્યા. અમારી સાથે ૧૦ ક્રોડ તાપસો પણ હતા. એ ધરતી પર પગ મૂકતાં જ અમારો મનનો મોરલો નાચી ઊઠ્યો. જીવન સાર્થક થતું હોય તેમ લાગ્યું. અમે અહીં આવ્યા તે પહેલાં જ તાપસી દીક્ષા છોડી જૈની દીક્ષા સ્વીકારી સાધુ બની ગયા હતા. અમે તો અહીં આવીને મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા. એક દિવસે અમને અમારા ગુરુદેવો તરફથી કહેવામાં આવ્યું કે તમે અહીં જ રહો. પૂર્વજીવનમાં તમે ઘણા-ઘણાં પાપ કર્મો કરેલા છે, તે બધા પાપોને ખપાવવા તમારા માટે આ સિદ્ધાચલ અતિઉત્તમ ક્ષેત્ર છે. તમે અહીં જ રહો ને શત્રુંજયનું ધ્યાન ધરો. તમે અહીં જ સર્વકર્મનો ક્ષય કરી કેવળી બની મોક્ષે જશો. આમ કહીને તેઓ આકાશમાર્ગે જતા રહ્યા. અમે દશક્રોડ મુનિઓ સાથે ત્યાં જ રહ્યા. અને ખરેખર અમારા ગુરુદેવની વાણી ફળી. એક દિવસે અમે કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી અને ત્યાર બાદ અંતમુહુતમાં જ અમે સૌ દુઃખમય, પાપમય અને સ્વાર્થમય સંસારથી કાયમ માટે મુક્ત બની સિદ્ધશિલામાં બિરાજમાન થઇ ગયા. એ દિવસ હતો કાર્તિકી પૂર્ણિમાનો ! આજે પણ તમે કાર્તિકી પૂર્ણિમાના દિવસે હોંશભેર યાત્રા કરો છો ને ! કાર્તિકી પૂર્ણિમાના દિવસે આજે પણ અમારું જીવન જગબત્રીશીએ ગવાઇ રહ્યું છે. તમે વિચારો : અમારા જેવા હત્યારાઓને, પાપના કાદવથી ખરડાયેલાઓને પણ સાફ કરી કેવળજ્ઞાનની ભેટ આપનાર એ ગિરિરાજમાં કેટલી પવિત્રતા ઠસોઠસ ભરી હશે ? તમારું સૌભાગ્ય છે કે આવા કલિકાળમાં પણ તમને સિદ્ધગિરિ જેવું મહાનથી પણ મહાન તીર્થ મળી ગયું છે. આત્મ કથાઓ • ૫૦૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ (પ૯) હું વામન છે મારું દુર્ભાગ્ય હતું કે હું ઠીંગણો હતો. ઉંમર મોટી થઇ છતાં મારી કાયા તો મોટી ન જ થઇ. હું ઊચાઇ વધારવા ઘણા પ્રયત્નો કરતો, પણ વ્યર્થ ! હું ઠીંગણો જ રહ્યો. હું એટલો બધો ઠીંગણો હતો કે લોકો મને દડાની જેમ ઊછાળી શકતા હતા. એક વખતે કોઇએ મારી આવી ટીખળ કરી. મને આકાશમાં ઊછાળી ઝીલી લીધો. ત્યારે મને થોડોક આનંદ આવ્યો, પરંતુ મારા કરતાં કઇ ગણો વધુ આનંદ ઊછાળનારા માણસોને આવ્યો. તે દિવસથી તે લોકોને આનો ચસકો લાગ્યો. તેઓ મને હંમેશાં આ રીતે જ ઊછાળવા લાગ્યા. હું આવી હેરાનગતિથી કંટાળી ગયો. મેં એ લોકોને ખૂબ જ ના પાડી, પણ મારું સાંભળે કોણ ? પ્રતિકાર કરવાની શક્તિ તો મારામાં હતી જ નહિ. મારી મદદે આવે તેવા કોઇ સ્વજનો પણ હતા નહિ. ન છૂટકે મારે સહન કર્યું જવું પડ્યું. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ બીજા-બીજા લોકો પણ આ “રમત'માં જોડાવા લાગ્યા. મારી મુશ્કેલીનો પાર ન રહ્યો. હું એકલો-એકલો રડ્યા કરતો. પણ મારું રુદન સાંભળનાર કોણ ? મારા આંસુ લૂછનાર કોણ ? સવારથી સાંજ સુધી આવી ધમાચકડી ચાલ્યા કરતી. હું તો શું કોઇ પણ માણસ કંટાળી જાય. ખાવા-પીવાનો પણ પૂરતો સમય એ લોકો આપે નહિ. પછી માણસ ક્યાં સુધી સહન કરે ? આવા ત્રાસભર્યા જીવનથી હું કંટાળ્યો. આના કરતાં મરી જવું સારું ! હવે મને મરવાના વિચારો આવવા લાગ્યા પણ મરવું કાંઇ સહેલું છે ? હું કેટલીયેવાર મરવાનું વિચારતો પણ પાછો દુઃખથી ગભરાઇ માંડી વાળતો. મૃત્યુના ભયથી મારા શરીરમાં ઘૂજારી છૂટી જતી. મારો મરવાનો સંકલ્પ ઓગળી જતો. પણ આખરે મારે મરવાની હિંમત કરવી જ પડી. એવું કર્યા વિના ચાલે તેમ જ હોતું. એમ મને સ્પષ્ટ લાગતું હતું. હંમેશના આવા ત્રાસભર્યા જીવન કરતાં થોડીવારનું મોતનું દુઃખ સહન કરી લઉં તો શું વાંધો છે? ગમે ત્યારે મરવાનું તો છે જ... તો પછી જેટલું વહેલું થાય તેટલો વહેલો દુઃખમાંથી હું છૂટુંને ! મેં મરવાનો સક્રિય નિર્ણય કર્યો. કોઇને કહ્યા વિના, કોઇને ખબર ન પડે તે રીતે હું ગામમાંથી નીકળી ગયો. ઊંચા પર્વત પર જઇ પહોંચ્યો. તમે સમજી ગયા હશો કે ઊંચા પર્વત પરથી મારે શું કરવાનું હતું ? પણ એ પર્વત પરથી હું ભૂસકો મારું એ પહેલાં જ કોઇએ મારો હાથ પકડી લીધો. મેં જોયું તો એ જૈન મુનિ હતા. એમના ચહેરા પર સંયમનું તેજ ઝળહળતું હતું. એમની આંખોમાં કરૂણા છલકાતી હતી. મને મધુર સ્વરે કહ્યું : વત્સ ! આ શું કરે છે? આપઘાત ? શા માટે ? મેં મારા દુઃખનું કારણ જણાવ્યું ત્યારે તેમણે કહ્યું : વત્સ ! એમ આપઘાત કરવાથી દુઃખનો અંત નહિ આવે. કદાચ પરલોકમાં આથી પણ વધુ દુઃખ આવશે. આ તો તારું શું દુ:ખ છે ? આના કરતાં કઇ ગણા વધારે દુઃખો ઢોરની દુનિયામાં છે ને એના કરતાં અનંત ગણા વધુ દુઃખો નરકની દુનિયામાં છે. આપઘાત કરીને તારે દુર્ગતિમાં જવું છે ? મળેલો મોઘેરો માનવ-અવતાર એળે જવા દેવો છે ? એક ઠીંગણાપણાના કારણે આપઘાત કરવો? વત્સ ! ઠીંગણાપણું પૂર્વભવમાં કરેલા કર્મનું ફળ છે. જો મારું માનતો હોય તો તું એ દુઃખદાયી કર્મોનો નાશ કર. શરીરનો નાશ કર્યો શું વળશે ? કર્મોનો નાશ કર, જે દુઃખનું મૂળ છે. મહાનુભાવ ! આપઘાત નહિ, પાપઘાત કર. પાપઘાત કરવા માટે સર્વવિરતિનો સ્વીકાર કર. માનવ-જીવનમાં સર્વ વિરતિ કરતાં પાપઘાતનો કોઇ ઉત્તમ ઉપાય નથી. મને જૈન મહાત્માની આ સલાહ ગમી ગઇ. અત્યાર સુધીમાં આટલી મીઠાશથી મને કોઇએ સમજાવ્યું ન્હોતું. મને કોઇએ પ્રેમથી બોલાવ્યો હતો. ચારે તરફથી મને ધિક્કાર અને અપમાન જ મળ્યા હતા. એક જ આ જૈન મહાત્મા એવા નીકળ્યા જેમણે મારા જેવા દુર્ભાગ્ય-શિરોમણિને પ્રેમ આપ્યો. હું સર્વવિરતિ લેવા તૈયાર થયો. મહાત્માએ મને સર્વવિરતિ આપી. સાધુ બનાવ્યો. હવે હું જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બન્યો, સેવા-વેયાવચ્ચમાં વ્યસ્ત બન્યો. ઠીંગણાપણાનું મારું દુઃખ મનમાં ક્યાંય દબાઇ ગયું. વળી અહીં મારી મજાક કરનારું કોઇ ન્હોતું. મને દડાની જેમ ઊછાળનાર કોઇ હોતું. અહીં તો બધા ઉત્તમ મહાત્માઓ હતા. એમની ઉત્તમ ક્રિયાઓ આત્મ કથાઓ • ૫૦૫ આત્મ કથાઓ • ૫૦૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ જ મને જોવા મળતી. આવા ઉત્તમ આલંબનોમાં મને હીન વિચારો પેદા થવાનો અવકાશ જ ના રહ્યો. સામાન્યતયા જેવા નિમિત્તો મળતા હોય છે, તેવી વિચારણા જીવને થતી હોય છે. મેં મારી કાયા જ્ઞાન-ધ્યાન અને તપમાં ગાળી નાખી. કેટલાય વર્ષોના વહાણા વહી ગયા. જોતજોતામાં હું જિંદગીના છેડે પહોંચી ગયો. પણ મને જિંદગીથી સંતોષ હતો. માનવ-જીવનને મેં સફળ બનાવ્યું છે. એવી તૃપ્તિ હતી. હવે વૃદ્ધાવસ્થા ડોકિયું કરવા લાગી હતી. ઇન્દ્રિયોએ શક્તિ ગુમાવવા લાગી હતી. હાથ-પગના સાંધા ઢીલા થઇ રહ્યો હતો. મને લાગ્યું : હું વધુ નહિ જીવી શકું. મેં અનશન કરવાનું નક્કી કર્યું. અનશન એટલે મૃત્યુનો સત્કાર ! આપઘાત અને અનશનમાં બહુ ફરક છે. આપઘાતમાં મજબૂરી છે. અનશનમાં સ્વેચ્છાએ મૃત્યુનો સ્વીકાર છે. આપઘાતમાં ક્લેશ છે. અનશનમાં આનંદ છે. મેં આનંદપૂર્વક અનશન સ્વીકારી લીધું. મારી સેવા કરવા સાધુઓ તત્પર રહેવા લાગ્યા. હું પણ ખૂબ જ ઉલ્લાસમાં હતો. પણ મારા કર્મ હજુ વાંકા હતા. છેલ્લી ઘડીએ મને વિચાર આવ્યો : અરેરે... ગૃહસ્થપણામાં મેં કેટલી કદર્થના સહી ? માત્ર ઠીંગણાપણાના કારણે જ ને ? હું ઠીંગુજી બન્યો એજ મારો ગુનો હતો ! મારા દબાયેલા વિચારો બહાર ધસી આવ્યા : હવે મારે આગામી ભવમાં મોટા શરીરવાળા બનવું છે. મેં મનોમન સંકલ્પ કર્યો : મારી સાધનાનું કોઇ પણ ફળ હોય તો હું મોટા શરીરવાળો બનું ! મને ત્યારે ખબર હોતી કે હું શું માંગી રહ્યો છું. કર્મસત્તાએ મારી માંગણી સ્વીકારી લીધી. તે જ વખતે મારું હાથીનું આયુષ્ય બંધાઇ ગયું. પેલા છોકરાઓ તો મારી ઠેકડી ઉડાવતા... પરંતુ કર્મસત્તાએ પણ મારી ઠેકડી ઉડાવી : બેટમજી ! તારે મોટા શરીરવાળા બનવું છે ને ? લે... ત્યારે બની જા હાથી ! મરીને હું હાથી થયો ! કરવા ગયો કંસાર... પણ થઇ ગઈ થૂલી ! તમને પેલો કુંભકર્ણ યાદ આવી ગયો હશે : બિચારો માંગવા ગયો ઇન્દ્રાસન, પણ મળી ગયું નિદ્રાસન ! જંગલમાં હાથી બનીને હું વિચરવા લાગ્યો ! ઝરણાનાં પાણી આત્મ કથાઓ • ૫૦૬ પીવાનાં ! સરોવરમાં ન્હાવાનું ! ઝાડ-પાન ખાવાનાં ને હાથણીઓ સાથે મસ્તીથી ટહેલવાનું ! આ મારું હાથી તરીકેનું જીવન ! પણ મારું પુણ્ય હજુ સાવ પરવારી હોતું ગયું ! એક વખતે મેં કાયોત્સર્ગમાં રહેલા ભગવાનશ્રી પાર્શ્વનાથ જોયા. મને ખબર નહોતી કે આ ભગવાન છે. હું તો એમની સમક્ષ જોઇ જ રહ્યો. એમના અદ્ભુત રૂપથી મારી આંખો અંજાઇ ગઇ ! એમના મુખ પર રેલાતી સમતાએ મને પ્રભાવિત કર્યો. હું સ્થિર બનીને એકીટસે પ્રભુ સમક્ષ જોવા લાગ્યો. મને વિચાર આવ્યો : આવી આકૃતિ મેં ક્યાંક જોઇ છે ! ક્યાંક જોઇ છે ! હું વિચારોમાં ખોવાઇ ગયો. મેં અજાગૃત મનમાં પ્રવેશ કર્યો... જ્યાં ભૂતકાળની સ્મૃતિઓ ભંડારાયેલી હતી. પૂર્વભવની સ્મૃતિ મને થઇ આવી. હું ઠીંગુજી ! મારી કદર્થના ! આપઘાત માટેનો પ્રયત્ન ! મુનિ દ્વારા નિવારણ ! સર્વવિરતિનો સ્વીકાર ! અંત સમયે અનશન ! છેલ્લે દુર્થાનમાં મોટા શરીરની માંગણી ! મારી બધી જ જીવન-ઘટનાઓ મને આંખ સામે ફિલ્મની જેમ દેખાવા લાગી. હું મારી ભૂલો માટે પસ્તાવા લાગ્યો. મનોમન પ્રભુને પ્રાર્થવા લાગ્યો : પ્રભુ ! મને બચાવો. પ્રભુ ! મારા પાપોનો નાશ કરો. પ્રભુ પ્રત્યેના અપાર બહુમાનથી હું દરરોજ તેમની પૂજા કરવા લાગ્યો. બાજુમાં કલિ નામનો કુંડ હતો. તેમાં કમળના ફૂલો ઊગતા હતા. મને આ જ જોઇતું હતું : હું દરરોજ એ કુંડમાંથી કમળો તોડી લાવી પ્રભુના ચરણને ધરવા લાગ્યો. પૂજા કરતાં મને ખૂબ જ આનંદ આવવા લાગ્યો. પ્રભુની અનરાધાર કૃપા મારા પર વરસી રહી છે - એવી મને અનુભૂતિ થવા લાગી. પ્રભુ ! હવે મારે દુર્ગતિમાં નથી જવું. પ્રભુ ! મને અનશન આપો. પ્રભુ પાસે મેં અનશન સ્વીકાર્યું. સમાધિ-મૃત્યુ પામીને હું દેવ થયો. આત્મ કથાઓ • ૫૦૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ - (૬૦) હું મમણ (પૂર્વ ભવ) ક જે જગ્યાએ હું પ્રભુની પૂજા કરતો હતો. ત્યાં રાજાએ મંદિર બંધાવ્યું - અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી. એ સ્થાન કલિકુંડ પાર્શ્વનાથના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તમને પં. વીરવિજયજીની પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજાની પેલી કડીઓ તો આવડતી જ હશે : “કાઉસ્સગ મુદ્રા પ્રભુ ઠાવે, વન-હાથી તિહાં એક આવે; જળ સૂંઢ ભરી નવરાવે, જિન અંગે કમળ ચડાવે, કલિકુંડ તીરથ તિહાં થાવે, હસ્તી ગતિ દેવની પાવે.” આ પંક્તિઓ મારી જ જિંદગીનો ઉલ્લેખ કરે છે. મારા જીવનમાંથી પ્રેરણા લેજો કે કદી કોઇ ભૌતિક વસ્તુની માંગણી ધર્મ પાસેથી કરવી નહિ. નહિ તો મારા જેવી હાલત થશે. દોરવા જશો ગણપતિ ને દોરાઇ જશે વાંદરો ! મુજ ઠીંગુજીની આટલી વાત માનજો ! માનશો ને ! ચારેય સંજ્ઞામાં સૌથી ખતરનાક સંજ્ઞા કઇ ? આહાર-મૈથુન-પરિગ્રહ અને ભય - આ સંજ્ઞામાંથી અપેક્ષાએ આહારસંજ્ઞા સૌથી ખતરનાક ગણાય. આહારસંશાથી પુષ્ટ થયેલું શરીર મૈથુનસંશા તરફ ઘસડાય. મૈથુનસંજ્ઞા દ્વારા સ્ત્રી આવી એટલે પરિગ્રહ જોઇએ. પરિગ્રહ આવે એટલે એને સાચવવાની આળપંપાળમાં ભય તો રહ્યા જ કરે. એટલે મૂળ તો આહારસંશા જ થઇને ? આહાર સંજ્ઞા જ્યાં પ્રબળ છે ત્યાં સૌથી વધુ કાળ (અનંતો કાળ) આપણા સૌનો ગયો છે એટલે ત્યાંના સંસ્કાર બળવત્તર હોય તે સ્વાભાવિક છે. માતાની કુક્ષિમાં આવતાંની સાથે જ જીવ, પ્રથમ શરીર નથી બનાવતો, આહાર ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા આહારમાંથી શરીર બની જાય છે. આહારસંશાનાં મૂળ આટલાં ઊંડાં છે માટે જ જીભને જીતવી કઠણ ગણાઇ છે. આહારસંજ્ઞાના થોડાક હુમલાના કારણે મારી શી દશા થઇ ? તે જાણવા જેવું છે. કોઇ પ્રભાવનાના પ્રસંગે મને એક સિંહકેસરીઆ લાડુ મળેલો. તે જ દિવસે ઘેર વહોરવા આવેલા જૈન સાધુને મેં તે વહોરાવી દીધો. મુનિ ગયા ને તરત જ આ બાજુ મારા પાડોશીએ પૂછ્યું : “કેમ મામા ! લાડવો ખાધો ?” નહીં.' કેમ ?' ‘એ તો મેં મહારાજને વહોરાવી દીધો.' ‘અલ્યા મૂરખ ! આવો સુંદર સ્વાદિષ્ટ લાડવો મહારાજને વહોરાવાતો હશે ? મહારાજને વહોરાવા રોટલી, શાક, દાળ-ભાત વગેરે આત્મ કથાઓ • ૫૦૯ આત્મ કથાઓ • ૫૦૮ Page #256 -------------------------------------------------------------------------- ________________ ક્યાં નહોતાં? એકવાર લાડવો ચાખવો તો હતો. કેટલો સ્વાદિષ્ટ ! કેટલો સુગંધી ! ને કેટલો મસાલેદાર ! એ તો ખાય તેને જ ખબર પડે. જિંદગીમાં ક્યારેક જ આવો લાડવો મળે. અંદર એલચી વગેરે એવા મસાલા નાંખેલા કે માણસ ખાધા પછી પણ કલાકો સુધી એ સ્વાદને યાદ કરતો જ રહે. તું મૂરખ નહિ, મૂરખનો સરદાર કહેવાય; આવો લાડવો વહોરાવી દીધો ! તને એમ થતું હોય કે હું બધું ખોટું ખોટું બોલીને ઉશ્કેરી રહ્યો છું. તો તું પોતે જ ખાતરી કરી જો. તારા એ ડબ્બામાં હજુ કણિયા પડ્યા હશે. ચાખજે ને પછી મને કહેજે. આવો કાળમુખો, અવળી સલાહ આપનારો પાડોશી મને ભટકાઇ ગયો હતો. આ સ્થાને જો કોઈ સારો પાડોશી હોત અને મને ધન્યવાદ આપ્યા હોત તો મારો આખો ઇતિહાસ બદલાઇ ગયો હોત. માટે જ શાસ્ત્રકારો સારા પાડોશીઓની પાસે રહેવાની સલાહ આપે છે. મારા ભાગ્યે ઊંધી સલાહ આપી રવાડે ચડાવી દેનાર પાડોશી ભટકાઇ ગયો. પણ, પાડોશી પર શા માટે દોષનો ટોપલો ઢોળવો ? મારા પોતાનાં જ કર્મ એવાં હશે; જેથી મને આવો પાડોશી મળ્યો. આખરે નિમિત્ત પણ ભવિતવ્યતા પ્રમાણે મળતાં હોય છે. ભવિતવ્યતા પ્રમાણે જ એક જ નિમિત્ત પામીને જીવો તેમાંથી જુદા-જુદા અર્થ ગ્રહણ કરે છે. જો મારું ઉપાદાન મજબૂત હોત તો હું પાડોશીને ફટાક કહી દેત : બેસ... બેસ... હવે બહુ ડાહ્યો થા મા. ઉત્તમ ચીજ મળી હોય તે ખવાય કે અપાય ? મુનિ જેવા ઉત્તમ પાત્રમાં ઉત્તમ વસ્તુ ગઇ એનાથી બીજું રૂડું શું હોઇ શકે ? મેં નથી ખાધું એનો મને કોઇ અફસોસ નથી. મેં વહોરાવ્યું તેનો મને ખૂબ જ આનંદ છે. તું તારું કામ કર, લાડવાનું આવું વર્ણન કરીને મને ઉશ્કેરવાની જરાય જરૂર નથી. પણ મારું જ ઉપાદાન ફૂટેલું ! મારી જ ભવિતવ્યતા નબળી ! પેલા મામાની વાત સાંભળીને લાડવા માટે ઉત્તેજિત થયેલો હું સીધો ઘેર આવ્યો. ડબ્બામાં પડેલા કણિયા ખાતાંવેંત મારી આહારસંજ્ઞા ઊછળી પડી. ઓહ ! કેવો સુંદર લાડવો હતો ? અરેરે ? કેવડી મોટી મેં ભૂલ કરી ! હવે આવો લાડવો ક્યારે મળવાનો ? ખરે ટાઇમે મારી આત્મ કથાઓ • ૫૧૦ ખોપરી ખસી ગઇ ! કોઇ પણ ડાહ્યો માણસ આવું ન કરે. ગાંઠનું ખોઇને ગોપીચંદ કોઇ ન બને. સ્વાર્થ ઘવાય તેને જ અનુભવીઓ મૂર્ખતા કહે છે : સ્વાર્થભંશો હિ મૂર્ખતા ! પણ, હજુએ ક્યાં બગડી ગયું છે ? હજુ મહારાજ કાંઇ ઉપાશ્રયે નહિ પહોંચ્યા હોય, દોડતો જાઉં ને મહારાજને પકડી પાડું. મારો લાડવો પાછો મેળવી લઉં ! મારો પોતાનો લાડવો છે. એ માંગવામાં શરમ કેવી ? ડાહ્યા માણસો કહે છે : આહારમાં ને વ્યવહારમાં શરમ નહિ રાખવી જોઇએ. શરમાઇ જાય તે કરમાઇ જાય. શું કામ શરમાવું ? શું કામ કરમાવું ? આહાર સંજ્ઞાના આવેશમાં હું તો દોડ્યો; મહારાજ પાછળ. આવેશના અંધાપામાં મને એ ન દેખાયું : આ રીતે ન દોડાય. આપેલી વસ્તુ પાછી ન લેવાય. સામાન્ય માણસને આપેલી વસ્તુ પણ ન લેવાય તો મહાત્માની પાસેથી તો લેવાય જ શી રીતે ? વળી, આ મારો લાડવો પણ પ્રભાવનામાં જ આવેલો હતો, કોઈકે આપેલો જ હતો. મારો તો હતો નહિ. જો હું આ રીતે મહાત્મા, પાસેથી લાડવો પાછો માંગી શકું તો પ્રભાવના આપનારો માણસ મારી પાસેથી લાડવો પાછો માંગી ન શકે ? આ રીતે કોઇ માંગે, તો મને કેવું લાગે ? આવી કોઇ વિચારણાને આવેશ વખતે સ્થાન હોતું નથી. જો આવી | વિચારણા થઇ શકતી હોત તો એને આવેશ કહેવાત પણ નહિ. થોડુંક જ ધર્ય, થોડીક જ વિચારણા, થોડોક જ વિલંબ, માણસને આવેશ વખતે આવી જાય તો તે ઘણા અનર્થોમાંથી બચી જાય. સારાસારના વિવેકને ભૂલીને દોડતો-દોડતો હું મહારાજ પાછળ જોર-જોરથી બોલવા લાગ્યો : “મહારાજ ! મારો લાડવો પાછો આપો. મારી ભૂલ થઇ ગઇ. નહોતો વહોરાવવો. છતાં વહોરાવી દીધો. મને લાડવો પાછો આપો.' મુનિ તો મારી વાત સાંભળ્યા વિના જાણે આગળ ને આગળ જ જતા હતા. એ જ વખતે મેં જોયું કે મહારાજે પોતાનો હાથ ઝોળીમાં નાખ્યો. આત્મ કથાઓ • ૫૧૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ મને હાશકારો થયો : પાત્રામાંથી હમણાં લાડવો નીકળશે. હમણાં મને મળશે. પણ, બીજી જ ક્ષણે, મેં આશ્ચર્ય અને નિરાશા સાથે જોયું : મહારાજે તો ચીલઝડપે લાડવો કાઢી મૂક્કો કરી, રેતીમાં મેળવી દીધો. મારા મુખમાંથી ઊંડી ચીખ નીકળતાં નીકળતાં રહી ગઇ : હાય ! હાય ! લાડવો ગયો ! મને ન મળ્યો તે ન જ મળ્યો. હું નાદાન એટલુંય સમજતો નહોતો કે જૈનસાધુ એકવાર વહોર્યા પછી અવિરત ગૃહસ્થોને કદી ન આપે. આ તેમની મર્યાદા છે, આ તેમનો ધર્મ છે ! આ કારણે જ જૈન સાધુઓ માટે પ્રચ્છન્ન મુક્તિનું વિધાન છે. હું હાથ મસળતો-મસળતો ઘેર ગયો. તે દિવસે મને આખી રાત ઊંઘ ન આવી : અરેરે ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં લાડવો સાધુને આપી દીધો ! હિમાલય જેવડી મારી ભૂલ ! જીવનમાં ભૂલો ઘણી કરી હશે, પણ આવી ભૂલ તો એકેય નહિ ! ધર્મ કરીને પશ્ચાત્તાપ કરવો એટલે વાવણી કર્યા પછી પલિતો ચાંપવો ! ધર્મ કરીને અનુમોદના કરો તો તે વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. ને જો પસ્તાવો કરો તો ઘટતો જ જાય, ઘટતો જ જાય. અરે ક્યારેક વિપરીત ફળ પણ આપે. પાપમાં પણ એવું. પાપ કરીને પસ્તાવો કરો તો તે ઘટી જાય. રાજી થાવ તો તે વધી જાય. - પણ, માણસ મોટા ભાગે ઊલટું કરે છે. ધર્મ કરીને પસ્તાવો કરે છે, પાપ કરીને રાજી થાય છે. આથી જ આ સંસારનો અંત નથી આવ્યો ને ? – આવું કોઇ જ તત્ત્વજ્ઞાન હું જાણતો નહોતો ! આ જ કારણે હું મરીને મમ્મણ શેઠ થયો. મુનિ-દાનના પ્રભાવે અઢળક સંપત્તિ મળવા છતાં મારા ભાગ્યમાં ન દાન આવ્યું, ન ભોગ ! હા, તે નિમિત્તે થનારું સાતમી નરકે લઇ જનારું પાપ જરૂર આવ્યું ! મહારાજ શ્રેણિક તમને બોલાવે છે. આજે રાજસભામાં તમે સમયસર આવી જજો.’ કોઇએ આવીને મને આ સંદેશો કહ્યો. મારા શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું. રાજાને વળી મારી આત્મ કથાઓ • ૫૧૨ શી જરૂર પડી ? મારી સંપત્તિની ખબર તો નહિ પડી ગઈ હોય ને ? નક્કી, કોઇ ચાડિયાએ ચાડી ખાધી લાગે છે. હવે રાજા ધન પડાવી લેશે. હાય ! હાય ! મારું બધું લૂંટાઇ જશે. હું દુઃખી-દુઃખી થઇ જઇશ. તો દરબાર ન જાઉં ? ના... ના... જવું તો પડશે જ. નહિ જાઉં તો મહારાજા થોડા છોડવાના છે ? પછી ડબ્બલ દંડ કરે એના કરતાં હમણાં જ જવા દો. પડશે તેવા દેવાશે. જોકે, મહારાજા દયાળુ અને પરગજુ છે. કોઇનુંય ધન ક્યારેય પડાવ્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. ને, હું યે ક્યાં કાચો હતો ? મેં ક્યારે પણ સંપત્તિનું પ્રદર્શન કર્યું નથી. રાજાને તો શું ? મારા પાડોશીને પણ ખબર નહિ હોય : હું કેવો અબજોપતિ છું. કોઈને ખબર જ ન હોય તો કોણ ચાડી ખાય ? હું એવાં ફાટેલ-તૂટેલાં, થીગડાં મારેલાં કપડાં પહેરું છું કે કોઇને ખ્યાલ જ ન આવે, મારી સંપત્તિનો ખ્યાલ આવે તો કોઇ ભિખારી માંગે ને ! ખ્યાલ આવે તો કોઇ ફંડ-ફાળાવાળા આવે ને ! ખ્યાલ આવે તો આંગણે કૂતરાં આવે ને ! આજ સુધી દાખલો નથી મારા આંગણે કોઇ ભિખારી (ફંડફાળાવાળાની તો વાત જ છોડો) ભૂલ-ચૂકે પણ આવ્યો હોય. ભિખારીને તો ઠીક, પણ ગલીના કુતરાનેય ખબર છે કે અહીં રોટલીનું બટકુંય મળે તેમ નથી. અહીં પૂંછડી પટપટાવવાનો કોઇ અર્થ નથી. આટલી ગુપ્તતા છતાં મહારાજા મને બોલાવે છે શા માટે ? શું કારણ હશે ? જે હોય તે. જવું તો પડશે જ. ચાલો, જઇ આવીએ. હું દરબારમાં ગયો. મહારાજાએ કહ્યું : “બહુ દુઃખી લાગો છો. મારા નગરમાં તમારા જેવા દુઃખી લોકો રહે તે ખરેખર મારું દુર્ભાગ્ય છે. હું સુખમાં રહું ને મારી પ્રજા દુઃખમાં રહે, એ હું જોઇ શકે નહીં. આ મારા શાસનની નિષ્ફળતા છે. બોલો, કેમ દુઃખી છો ? મારા તરફથી કોઇ સહાયતા જોઇતો હોય તો તૈયાર મહારાજ ! આપને કેમ એમ લાગ્યું ?' આત્મ કથાઓ • ૫૧૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ ‘ગઇ કાલે મધ્યરાત્રિના સમયે વીજળીના પ્રકાશમાં મેં જોયું કે ધોધમાર વરસાદમાં તમે નદીમાં પડી-પડીને લાકડાં તાણી રહ્યા હતા. આવા વરસાદમાં અર્ધી રાતે તમને આવું કરવું પડે છે. તો તમે કેટલા દુઃખી હશો ? તમારો પરિચય આપશો ?' - હવે મને ટાઢક વળી. હાશ ! મહારાજા મને લૂંટવા નથી માંગતા, પણ મદદ કરવા માંગે છે. મારા રોમ-રોમમાં આનંદ-આનંદ છવાઇ ગયો. હું બોલ્યો : મને લોકો “મમ્મણ' તરીકે ઓળખે છે. આપ સમજો છો, એવું નથી. મારે એક ખાસ કામ છે. એ પૂરું કરવા હું તનતોડ મહેનત કરી રહ્યો છું. મારે માત્ર બળદનાં શિંગડાં બાકી છે. એ માટે મારો આ બધો પ્રયત્ન છે.' ‘એમાં કઈ મોટી વાત છે? શિગડાં તો ગમે તે રીતે મેળવી શકાશે. આ માટે આટલી કાળી મજૂરી શા માટે ?” મહારાજા ! આપ એ જોવા પધારો પછી આપને ખ્યાલ આવશે.' મારી વિનંતી માન્ય રાખીને મહારાજા મારા ઘેર આવ્યા. હું તેમને ભોંયરામાં લઇ ગયો. અજવાળાથી ઝળહળતો ખંડ જોઇ મહારાજા ચક્કાચૌંધ થઇ ગયા. રત્નોના બનેલા બળદોમાંથી આ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. રત્નો પણ કેવાં ? શુદ્ધ ઇન્દ્રનીલ, નીલમણિ, વૈડૂર્ય વગેરે ! એકેક રનની કિંમત કરોડોની ! બળદમાં જે સ્થાને જેવા રંગનાં રત્નો જોઇએ તેવાં જ રત્નો જડાયેલાં હતાં. શરીર પર સફેદ ! ખરી અને પૂંછડીના વાળમાં કાળાં ! હોઠમાં લાલ ! વગેરે.. બળદ એટલા સુંદર લાગે કે કલાકો સુધી નજર ન ખસે ! મહારાજની નજર બળદ પર જડાઇ ગઇ, એ હું જોઇ રહ્યો હતો. મેં કહ્યું : “મહારાજા ! આ બળદનાં માત્ર શિંગડાં બાકી છે.' મમ્મણ ! મારી આખી તિજોરી ખાલી થઇ જાય તોય બે શિંગડાં થઇ શકે તેમ નથી. એટલાં મોંઘાં જોઇએ રત્નો ! પણ, મને વિચાર એ આત્મ કથાઓ • ૫૧૪ આવે છે કે આટલી અઢળક સંપત્તિ હોવા છતાં તે કંગાળ કેમ દેખાય છે ? તારાં કપડાં આવાં કેમ ? તારું શરીર નબળું કેમ ? તારે નોકરચાકર કેમ નહિ ?' ‘મહારાજા ! હું સાદગીમાં માનું છું. ભપકો, આડંબર વગેરે મને મૂળથી જ પસંદ નથી. સાદું ખાવું, સાદું જીવવું, સાદું પહેરવું આ મારો જીવનમંત્ર છે. વૈભવના પ્રદર્શનથી બીજાને આંજી નાંખવા મને મુદ્દલ પસંદ નથી. વળી, એમાં ખતરો પણ છે. હું જો વૈભવનું પ્રદર્શન કરું તો યાચકોની લાઇન લાગે, સામાજિક કાર્યો માટે ફંડફાળાવાળા લોકો પણ આવે. એકને આપીએ એટલે બીજાને પણ આપવું જ પડે. આમ આપણી તિજોરી ખાલી થઇ જાય. લોકો માત્ર તાળી પાડી રવાના થઇ જાય. પૈસા ખાલી થઇ જાય પછી કોઇ ભાવ ન પૂછે. હું તો દાતાઓને મૂર્ખ ગણું છું. થોડીક તાળી માટે, થોડીક પ્રશંસા માટે બિચારા પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે. કાગડાની પ્રશંસા કરીને શિયાળ જેમ તેની પૂરી પડાવી લીધી, તેમ લોકો શ્રીમંતની પ્રશંસા કરીને તેની ‘પૂરી(પૈસા) પડાવી લે છે. માટે જ મને દાનમાં વિશ્વાસ જ નથી. તમે માનશો ? મેં આજ સુધી ક્યાંય કાણી કોડી ખરચી નથી. એ તો ઠીક. હું મારી જાત માટે પણ બહુ જ કરકસરથી પૈસા વાપરું છું. તમે જુઓ, આ મારાં કપડાં ત્રણ વર્ષથી ચાલે છે. એ પણ એક જ જોડી ! બીજી જોડીની ક્યારેય જરૂર નથી પડી. કપડાં ધોવાં હોય ત્યારે પોતડી પહેરીને હું પોતે જ ધોઇ લઉં ! કોઇ નોકર-બોકર રાખ્યા નથી. નોકર રાખીએ તો વળી એનેય પગાર ચૂકવવો પડે ને? તિજોરી પર ઘસારો લાગેને ! એવો ઠાઠ મને ન પરવડે ! એના કરતાં જાતે બધું કામ કરી લેવું શું ખોટું ? શરીર પણ સારું રહે ને કોઇની ગરજ પણ ન રહે ! ધોઇને ભીનાં જ કપડાં પહેરી લઉં. ઘડી બે ઘડીમાં કપડાં સુકાઇ જાય. આપણા શરીરની ગરમીથી જલદી સુકાઈ જાય. દોરી વગેરેનો કોઇ ખોટો ખર્ચ નહિ. સુકાવીએ તો દોરી જોઇએને ? કપડાં ક્યારેક ફાટે તો જાતે જ સીવી લેવાનાં. આ બધાં થીગડાં મેં જ મારેલાં છે. આજ સુધી કદી દરજી પાસે નથી ગયો. જમવામાં પણ હું બહુ જ ચોક્કસ ! આત્મ કથાઓ • ૫૧૫ Page #259 -------------------------------------------------------------------------- ________________ મીઠાઇ, માલ-મલીદા મને કદી પરવડે જ નિહ. એ બધું ખાવા જઇએ તો દહાડા જ ઊઠી જાય. તિજોરી જ સાફ થઇ જાય ! મીઠાઇ તો ઠીક, હું રોટલી પણ નથી ખાતો. માત્ર તેલ અને ચોળા જ ખાવાના ! ન ઘઉંની ચિંતા, ન દળાવવાની પંચાત ! ન રોટલી બનાવવાની માથાકૂટ ! ન રસોઇયાની પરાધીનતા ! ન પૈસાનો ખોટો ખર્ચ ! તેલ અને ચોળા ઝિંદાબાદ ! ગમે ત્યારે ખાઇ શકાય ! બચી જાય તો બીજે દિવસે પણ ચાલે ! બીજી રસોઇ બનાવીએ ને વધી પડે તો વળી બીજાને આપવી પડે. ખર્ચ પણ વધી જાય અને માંગનારને રોજ લેવા આવવાની ટેવ પડી જાય. મેં આવી ટેવ કદી કોઇને પડાવી જ નથી. મેં પહેલેથી જ એવું વલણ અખત્યાર કર્યું છે કે મારે ત્યાં કોઇ માંગવા આવે જ નહિ. મને યાદ નથી કે મેં કદી કોઇને કાંઇ ખાવાનું આપ્યું હોય કે કૂતરાને પણ બટકું આપ્યું હોય ! જરૂર પણ શું છે આપવાની ? એ લોકો કાંઇ આપણા માટે જીવે છે ? અહીં કાંઇ બધાને આપવા નથી બેઠા. એટલા માટે આ બધું કાંઇ ભેગું નથી કર્યું. આથી મોટો ફાયદો એ થયો કે કોઇ યાચક અહીં ડોકાય જ નહીં. મને યાદ નથી કે છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં કોઇ ભિખારી પણ અહીં હૂક્યો હોય. ઘણા બડ-બડ કરતા હોય છે : ચડતા દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતા દિનનું પારખું, ઘર ન ફૂંકે શ્વાન. મને તો આમાં બકવાસ જ લાગે છે. આવું-આવું બોલીને શ્રીમંતોને ચડાવી મારીને એની પાસેથી દાન મેળવાય છે, એમનું શોષણ કરવામાં આવે છે. હું તો કદી દાન ન જ કરું, પણ કોઇ કરતું હોય તોય મને ન ગમે. મને એવા લોકો મૂર્ખ લાગે. બિચારા ! થોડીક પ્રશંસા માટે થઇને લૂંટાઇ જનારા ! મારું ચાલે તો હું સર્વત્ર દાન-પ્રતિબંધક કાયદો જ પસાર કરાવી દઉં ! આપણું માને કોણ ? ખેર, આપણે આપણું સંભાળીને બેસવું. આખી દુનિયાને આપણે બદલાવી નથી શકતા, પણ જાતને જરૂર બદલાવી શકીએ. પૃથ્વીમાંથી બધે જ કાદવ-કાંટા દૂર ન કરી શકીએ, પણ પોતે આત્મ કથાઓ • ૫૧૬ પગમાં જોડા પહેરી શકીએ. કોઇ સમજે તો સમજાવવાનો પ્રયત્ન કરું, ન સમજે તો એનાં ભાગ્ય ! સમજવા માટે પણ ભાગ્ય જોઇએને ! મને તો આ સમજણ જન્મથી મળી હતી, પણ બધાંનાં આવાં ભાગ્ય નથી હોતાંને ! કોઇના કહેવામાં આવી જાય, ભોળવાઇ જાય, આપવા તૈયાર પણ થઇ જાય. મૂળથી માણસ ભોળો અને સ્વપ્રશંસાનો પ્રેમી ખરો ને ! સ્વપ્રશંસાની લાહ્યમાં માણસે ઘણું ગુમાવ્યું છે. આમ હું ઘણાને સમજાવું છું, પણ ભાગ્યે જ કોઇ મારું માને છે. ઊલટું મને દાન માટે સમજાવે. આજ સુધી ઘણાએ મને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ હું મારા સિદ્ધાંતથી ખસ્યો નથી, ટસનો મસ પણ નથી થયો. હું સિદ્ધાંતવાદી માણસ છું ! કોઇ મને સમજાવે : ભલા આદમી ! તમે દાન પણ ન કરો ને સ્વયં પણ ન વાપરો તો તમારી સંપત્તિ શા કામની ? કોને કામ લાગવાની ?' હું તેમને ફટ... કહી દઉં : ‘સંપત્તિ કોને કામ લાગવાની કે નહિ લાગવાની ? એનાથી તમને શું કામ છે ? તમે આપી દો છો તોપણ બીજાને જ કામ લાગે છે ને ? તમે તમારા વૈભવ માટે વાપરો છો... એમાં પણ બીજાને જ કામ લાગે છે ને ? મર્યા પછી બીજાને કામ લાગે કે જીવતા-જીવ બીજાને કામ લાગે, એમાં ફરક શો પડ્યો ? તમે મને દાન માટે ઉશ્કેરીને સંપત્તિ તમારા પોતાના કામમાં આવે એવું કોઇ ષડયંત્ર નથી કરતાને ?’ મારો ચોખ્ખોચટ જવાબ સાંભળીને પેલો ચૂપ જ થઇ જાય. ફરી કદી મારે પાસે ડોકાય જ નહિ. કોઇ ભિખારી આવીને મારા દરવાજે પોકારે : (જોકે, કોઇ આવે જ નહિ.) ભિખારી નહિ ભીખ માંગે, શીખ આપે ઘરે ઘરે; નહિ દીધાનું ફળ આવું, માટે આપો અરે... અરે... હું આવા ભિખારીઓને પહેલો જ સવાલ કરું ઃ દાનનો મહાન આત્મ કથાઓ - ૫૧૭ Page #260 -------------------------------------------------------------------------- ________________ (૬૧) હું મરીચિ તિ ઉપદેશ આપનારા બિરાદરો ! આપે આપની ભીખમાંથી કેટલું દાન આપ્યું? એ મને પહેલાં જણાવો. તમે આવું આવું કહીને માત્ર અમારા જેવાને ઉશ્કેરવા પ્રયત્ન કરો છો કે વાસ્તવિક બોલો છો ? જો ખરેખર તમને ભીખ માંગતાં શરમ આવતી હોય તો તમે ક્યાંય કામ કેમ નથી કરતા ? મફતનું કેમ ખાવ છો ? હું તમારા જેવાઓને દાન આપીને મફતિયાઓને પ્રોત્સાહન આપી શકું નહિ, મારું લાંબુલચ ભાષણ સાંભળી શ્રેણિક મહારાજા સ્તબ્ધ થઇ ગયા. બધાની જેમ એ પણ કદાચ વિચારવા લાગ્યા હશે : બિચારો ! જીવનભર મહેનત કરનારો ! અબજોપતિ હોવા છતાં ગરીબ જેવું જીવનારો ! આ સંપત્તિનું કરશે શું ? શું પોટલું બાંધીને લઇ જશે? સંપત્તિની ઘોર મૂચ્છ એને કદાચ સાતમી નરકે લઇ જાય ! ભલેને કોઇ મારા વિષે ગમે તે વિચારે ! મારે ક્યાં એની પરવા હતી ? ભલેને કોઈ મને સાતમી નરકે મોકલી દે ! મને ક્યાં એની બીક હતી ? ભલેને મને કોઇ ગરીબ જેવું જીવનારો કહી દે, મને એનાથી શો ફરક પડવાનો ? મારી સંપત્તિમાંથી એક પૈસો પણ ઓછો ન થાય... પછી હું ગરીબ શાનો ? લોકો મરજીમાં આવે તેમ ભલે બોલ્યા કરે... હું તો મારે મારી રીતે જ જીવન જીવતો ગયો ! સંપત્તિની મૂચ્છ બીજાને ખૂબ જ ભયંકર લાગતી, પણ મને તો એમાં જ સુખ દેખાતું. સંપત્તિની આસક્તિ અને સંપત્તિની જાળવણીની ચિંતામાં બીજાને ભલે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન જણાતું હોય, સાતમી નરકના દરવાજા દેખાતા હોય, પણ મને તો આમાં જ પરમ આનંદના દ્વાર દેખાતાં હતાં ! દીક્ષા લેતાં તો લેવાઇ ગઇ, પણ હવે શું કરવું? ઘેર જવાય તેમ નથી ને અહીં પણ રહેવાય તેમ નથી કરવું શું ? - હું ચક્રવર્તીનો પુત્ર ! ઘેર જાઉં તો કેવું ખરાબ લાગે ? અહીં પણ આ કષ્ટો સહન થઇ શકે તેમ નથી. તો શું વચલો માર્ગ નીકળી ન શકે ? જેઠ મહિનાનો સૂર્ય માથે તપી રહ્યો હતો. દ્વારપાળ ચાર ગણી ગરમી લઇને ફરે તેમ રેતી સૂરજથી પણ ચાર ગણી વધુ તપતી હતી. ખુલ્લા માથે, અડવાણે પગે હું ચાલતો હતો. પસીનાથી રેબઝેબ મારું શરીર હતું. તરસથી ગળું સોસાતું હતું. વાતાવરણમાં ભયંકર ઉકળાટ હતો. એથી પણ વધુ ઉકળાટ મનમાં હતો. ચક્રવર્તી ભરતનો પુત્ર હું મરીચિ ! નાનપણથી જ મારું શરીર એવા ઝગારા મારતું હતું, તેજના કિરણો રેલાવતું હતું કે મારું નામ જ ‘મરીચિ' પાડવામાં આવ્યું. મરીચિ એટલે કિરણ ! દાદા આદિનાથ ભગવાનની એક જ દેશનાથી મને સંસાર તરફ અણગમો થઇ ગયો. સંસાર એટલે સળગતું ઘર ! સળગતાં ઘરમાં રહેવાય જ શી રીતે ? સંસાર એટલે બિહામણું જંગલ ! જલ્દી ભાગી છૂટો. સંસાર એટલે ઘોર સાગર ! જલ્દીથી તરી જાવ. આવી કોઇક ધૂન સાથે હું સંયમમાર્ગે કુદી પડ્યો. સંસાર એ સળગતું ઘર છે એ બરાબર, પણ સંયમ શું છે? એનો મને વિચાર જ ન આવ્યો. ચક્રવર્તીનો હું સુકમાળ પુત્ર ! મારાથી વિહાર શી રીતે થશે ? ઘેર ઘેર ગોચરી શી રીતે જઇશ ? લોચ શી રીતે કરાવીશ ? સ્નાન વગર કેમ ચાલશે ? આવું કાંઇ જ વિચાર કર્યા વિના હું કૂદી જ પડ્યો. વૈરાગ્યના વિચારો એટલા તીવ્ર હતા કે તેમાં બીજા કોઇ વિચાર આવવા સંભવ જ હોતા. આ તો સંયમ-જીવનની વાસ્તવિકતા પર જ્યારે મારા પગ જડાયા આત્મ કથાઓ • ૫૧૯ આત્મ કથાઓ • ૫૧૮ Page #261 -------------------------------------------------------------------------- ________________ ત્યારે હું વિચારમાં પડી ગયો. અરર... આ શું ? જીવનભર સ્નાન જ નહિ કરવાનું ? તડકામાં ખુલ્લા પગે ખુલ્લા માથે ચાલવાનું ? ટાઢ-તડકા સહન કર્યા જ કરવાના ? એકાદ દિવસ ઠીક છે. જીવનભર તો આવું શી રીતે સહન થાય ? એના કરતાં તો ઘર... પણ ના, હું ઘેર જવા તૈયાર ન્હોતો. માતા-પિતા વગેરે બધા જ ના પાડતા હતા છતાં હું મોટા ઉપાડે સાધુ બન્યો. હવે કયા મોઢે ઘેર જાઉં ? ઘેર જાઉં તો મારી આબરૂ પણ શું ? આબરૂ વિના જીવવું શી રીતે ? હું બરાબરનો ફસાયો હતો. પણ, મેં મારો રસ્તો શોધી કાઢ્યો. હોશિયાર હતો ને ! ઘેર ગયા વિના જ આપણે અહીં જ કંઇક નવું કરવું, એવો મેં નિર્ણય કર્યો. વેષમાં ફેરફાર કરીને અનુકૂળ જીવન પદ્ધતિ અપનાવવી. ભગવા કપડાં, શરીરે ચંદન-વિલેપન, પગે પાવડી ! માથે છત્ર ! હાથમાં ત્રિદંડ ધારીને મેં ‘ઇદં તૃતીયં’ ઉભું કર્યું. મનોમન મેં માન્યું ઃ ભગવાનના સાધુઓ કષાય રહિત છે. હું તો કષાય-સહિત છું. મારા કાષાયી (ભગવા) કપડા મારા કષાયોના પ્રતીક છે. ભગવાનના સાધુઓ સંયમથી સુવાસિત છે. મારી પાસે એવી સુવાસ નથી, માટે હું ચંદનનું વિલેપન કરીશ. મારી પર મોહનું છત્ર છે, છત્ર એ વાત જણાવશે. હું ત્રણ દંડથી ઘેરાયેલો છું, એમ મારું ત્રિદંડ બતાવતું રહેશે. આમ મેં મારો અલગ ચોકો ઉભો કર્યો. મારી અલગ રહેણી-કરણી અને વેષ જોઇને બધા માણસો મારી પાસે આવતા અને પૂછતા. સ્વાભાવિક છે. તમે બીજાથી કંઇક નવું કરો તો લોકોનું તમારા તરફ ધ્યાન દોરાવાનું જ. બધા સીધા પગે ચાલે, પણ તમે જો પાછલા પગે ચાલો તો લોકોના તમે આકર્ષણ બિન્દુ બનવાના જ. માથું નીચે ને પગ ઉપર રાખીને ચાલો તો લોકની નજર તમારા પર પડવાની જ. જેટલા લોકો આદિનાથ ભગવાન પાસે આવતા, તેઓ બધા જ આત્મ કથાઓ • ૫૨૦ પ્રાયઃ મારી પાસે પાછા આવતા. મને પૂછતા : તમારો ધર્મ કયો છે ? શું તમે કોઇ નવા મત-પ્રવર્તક બની રહ્યા છો ? મારો જવાબ હતો : ના, હું મત-પ્રવર્તક નથી. મને મત-પ્રવર્તક થવાનો, નવો ધર્મ ચલાવવાનો કોઇ અધિકાર નથી. મારા વેષથી સંભ્રમમાં નહિ પડતા. મારું આ તો સુવિધાવાદી જીવન છે. ખરો ધર્મ તો શ્રીઆદિનાથજી પાસે છે. મારી દેશના શક્તિ એવી જોરદાર હતી, સમજાવવાની શૈલી એવી સુંદર હતી કે ભલભલા માણસો સંસારથી વિરક્ત થઇ દીક્ષા લેવા તૈયાર થઇ જતા. હા, મારા જ શિષ્યો બનવા માટે. પણ હું નિખાલસાથી કહી દેતો : ભાઇ ! સાચું સાધુપણું શ્રી આદિનાથજી ભગવાન પાસે છે. સંસાર છોડીને સાધુપણું સ્વીકારવું જ હોય તો સાચું સાધુપણું સ્વીકારો. નકલી સાધુપણું સ્વીકારીને આ અમૂલ્ય જીવનની બરબાદી શા માટે કરવી ? મારું સાધુપણું તો નકલી છે. હું તમને નકલી સાધુ બનાવવા નથી માંગતો. મારી વાત માનીને તેઓ આદિનાથજી પાસે જઇ દીક્ષા લઇ લેતા અને સુંદર રીતે પાળતા. એક વખતે મને તાવ આવ્યો. એવો તાવ કે મારું આખું શરીર થર... થર... ધ્રુજે ! બોલી ન શકું ! ચાલી ન શકું ! કોઇ કામ ન કરી શકું ! પાણી પીવું હોય કે ભોજન લેવું હોય ! સૂવું હોય કે ચાલવું હોય, બધી ક્રિયામાં જબરદસ્ત તકલીફ પડવા માંડી. આવી પરિસ્થિતિમાં પણ મારું કામ જાતે જ કરવું પડ્યું. મને મદદ કરવા, મારી સેવા કરવા આદિનાથજીના આટલા સાધુઓમાંથી કોઇ પણ ન આવ્યું. જે મારાથી પ્રતિબોધ પામીને દીક્ષિત બન્યા હતા, તેઓ પણ ન આવ્યા. મને બહુ માઠું લાગ્યું. આ બધાને દીક્ષાના ભાવ જગાડનારો તો હું જ હતો ને ? છતાંય એકેય બિરાદર મારી સંભાળ લેવા આવતો નથી ? માણસાઇની ખાતર આટલું તો કરવું જોઇએ ને ! પણ, મેં મૂર્ખાએ એમ ન વિચાર્યું : ભગવાનના સાધુઓ તો સાચા આત્મ કથાઓ • ૫૨૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ સાધુઓ છે. તેઓ મારા જેવા નકલી સાધુની સેવા શી રીતે કરે ? એમના માટે તો મારા જેવા અવિરતોની સેવા કરવી દોષ છે. દોષનું સેવન શા માટે કરે ? તાવમાં મારું મન વિચારના ચકડોળે ચડ્યું ઃ અત્યાર સુધી તો ઠીક છે, પણ હવે મારે એક ચેલો તો કરી જ લેવો જોઇએ. ચેલો હોય તો અટક્યું સટક્યું સાજે-માંદે કામ લાગે. અત્યારે હું ચેલા વિના કેવો હેરાન થાઉં છું ? એક ચેલો હોત તો ? કેટલો કામ લાગત ? તાવમાંથી તો હું ઉભો થઇ ગયો, પણ ચેલો કરી લેવાના મારા વિચારો અત્યંત દૃઢ બનીને ઊંડે સુધી ચાલ્યા ગયા. એક દિવસ એવી તક સામેથી આવી ઊભી. કપિલ નામનો યુવક મારી ઉપદેશ-ધારાથી આપ્લાવિત થઇ દીક્ષા લેવા તૈયાર થઇ ગયો. મેં તેને કહ્યું : દીક્ષા લેવી હોય તો જા આદિનાથ ભગવાન પાસે, ત્યાં શુદ્ધ ધર્મ છે.’ ત્યાં ધર્મ છે તો શું તમારી પાસે ધર્મ નથી ?’ મારે તો તમારી પાસે જ દીક્ષા લેવી છે. તમારા ચરણોની જ સેવા કરવી છે !' ભાવતું'તુંને વૈદે કીધું. મને તેની આ વાત બહુ જ ગમી ગઈ. આમેય હું શિષ્યની શોધમાં હતો જ. એમાંય આ બિરાદરનો ભેટો થઇ ગયો. દરેક પીપળાને ભૂત મળી જ રહે મેં કહ્યું : કપિલ ! ત્યાં પણ ધર્મ છે. અહીં પણ ધર્મ છે. (કવિલા ! ઇત્સંપિ ઇહંપિ) ખલાસ ! જીવનનું સૌથી ભયંકર પાપ-વચન (ઉત્સૂત્ર-વચન) મારાથી બોલાઇ ગયું. શિષ્યના લોભમાં આંધળા બનેલા મેં એ જોયું નહિ કે હું આ શું બોલી રહ્યો છું ? કાચ અને મણિને સરખા ભાવે વેંચે એ ઝવેરીની હાલત શું થાય ? હીરા જેવા શુદ્ધ ધર્મને મેં કાચ જેવા મારા ધર્મની તુલનામાં મૂકી દીધો. જિન-ધર્મની આશાતના બદલ મેં દીર્ઘ સંસાર ઉભો કરી દીધો. જો કે મને ત્યારે એની કોઇ જ ખબર પડી નહિ. કર્મ બાંધીએ છીએ ત્યારે આમેય ક્યાં ખબર પડે છે ? ભોગવીએ છીએ ત્યારે ખબર પડે છે. મનગમતું વધારે પડતું ખાઇ જઇએ છીએ ત્યારે ક્યાં ખબર પડે છે ? પેટમાં દુઃખે છે ત્યારે ખબર પડે. આત્મ કથાઓ • ૫૨૨ કર્મ બાંધતી વખતે જીવ સ્વતંત્ર છે. કર્મ ભોગવતી વખતે જીવ પરતંત્ર છે. કેટલું ખાવું ? શું ખાવું ? તે માટે જીવ સ્વતંત્ર છે. પણ ખાધા પછી પેટનો દુઃખાવો થવો કે ન થવો તે માણસના હાથમાં નથી. ત્યાં પરતંત્ર છે. સ્વતંત્રતા વખતે હોશ ખોઇને જીવ આડેધડ કાર્યો કરે છે. પછી પરતંત્રતા વખતે તે એકદમ દીન બની જાય છે. સ્વતંત્રતા વખતે જ જો તે સાવધ રહે તો પરતંત્રતા ભોગવવાના દિવસો આવે ? ખાતી વખતે જ ખ્યાલ રાખવામાં આવે તો પછી પેટની પીડા ભોગવવાનો સમય આવે ? કર્મ-બંધન સ્વતંત્ર છે. કર્મનો ભોગવટો પરાધીનતા છે. સ્વતંત્રતાનો કોઇ, એવો ઉપયોગ તો ન જ કરે જેથી પરાધીન બનવું પડે. પણ, મેં જ એવો ઉપયોગ કર્યો. શિષ્ય-મોહમાં મેં ઉત્સૂત્ર-પ્રરૂપણ કરીને કપિલને દીક્ષા આપી મારો શિષ્ય બનાવ્યો. મારા પછી કપિલે મારા મતને દાર્શનિક રૂપ આપી એક પરંપરા ચલાવી. આજે તમે જેને સાંખ્ય-દર્શનના પ્રણેતા માનો છો, તે જ કપિલ મુનિ ! શરીરના મોહે સર્વવિરતિ ખોઇ. શિષ્યના મોહે સકિત ખોયું. મિથ્યામતનો હું પ્રવર્તક બન્યો. મારા પછી કેટલાય વર્ષો સુધી એ મિથ્યાપરંપરા ચાલતી રહી. એક વખતે મારા પિતાજી ચક્રવર્તી ભરત મારી પાસે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી મને વંદન કરીને કહ્યું : હે મરીચિ ! હું તારા આ ત્રિદંડી વેષને પ્રણામ કરતો નથી, પણ તારા ભાવિ પ્રભુરૂપને પ્રણામ કરું છું. આજે ભગવાન આદિનાથજીએ ધર્મસભામાં મારા પ્રશ્નના ઉત્તરરૂપે કહ્યું : મરીચિ આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. મહાવિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે તથા આ ભરતક્ષેત્રના આત્મ કથાઓ • ૫૨૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ અંતિમ તીર્થંકર વર્ધમાન સ્વામી થશે. અત્યારે ત્રિદંડી વેષે છો, માટે નહિ. તમે ભવિષ્યમાં વાસુદેવ કે ચક્રવર્તી બનશો માટે પણ નહિ, પરંતુ તમે તીર્થંકર બનશો માટે હું વંદન કરું છું. ખરેખર તમે ભાગ્યશાળી છો. ઉત્તમાત્મા છો. તમારા પરમ તત્ત્વને મારા અનંત-અનંત નમન !' ચક્રવર્તી ભરત તો આમ કહીને જતા રહ્યા, પણ આટલા જ વાક્યોથી મારામાં અહંકારની વાવણી થઇ ગઇ. મારા મગજમાં એવી રાઇ ભરાઇ ગઇ કે હું નાચવા જ મંડી પડ્યો. હાથમાં ત્રિદંડ લઇ ગોળ ગોળ ઘૂમવા લાગ્યો. હું એકલો હતો એટલે મારી અહંકાર-વૃત્તિ બેફામ બનીને બહાર આવી, નૃત્યરૂપે વ્યક્ત થવા લાગી. મારા દાદા પહેલા તીર્થંકર ! મારા પિતાજી પહેલા ચક્રવર્તી ! હું પહેલો વાસુદેવ ! અહો કેવું ઉંચું મારું કુળ ! અમે ત્રણેય બધી બાબતમાં પહેલાં ! ‘હું વાસુદેવ બનીશ. ચક્રવર્તી બનીશ. અરે, તીર્થંકર પણ બનીશ. જગતની સર્વોત્કૃષ્ટ પદવીઓ મને મળશે. શું મારો વટ ! શું મારું કુળ !’ આમ બોલતો બોલતો હું કેટલાય સમય સુધી નાચતો રહ્યો. મારી વાત સાવ સાચી હતી, પણ તે અંગેનું મારું અભિમાન સાવ ખોટું હતું. મદથી છકી ગયેલો હું નાચતો રહ્યો, હસતો રહ્યો. પણ મને ખબર હતી કે કર્મસત્તા પણ મારી સામે હસી રહી છે ? જેનું અભિમાન કરીએ તે વસ્તુ કર્મસત્તા આપણી પાસેથી છીનવી લે છે, એ વાત હું જાણતો નહોતો આથી જ અભિમાનથી મત્ત બની રહ્યો હતો. એ વખતે મેં એવું નિકાચિત નીચ ગોત્ર કર્મ બાંધ્યું કે છેલ્લા ભવમાં જ્યારે હું તીર્થંકર મહાવીર સ્વામી બન્યો ત્યારે પણ એ કર્મ મારે ભોગવવું પડયું. કોઇ પણ તીર્થંકર આદિ ઉચ્ચ આત્માઓ ઉચ્ચ કુળમાં જ અવતરે, પણ હું ૮૨ દિવસ સુધી હલકા કુળમાં રહ્યો તે આ કર્મના પ્રભાવે. અચ્છેરા તરીકે આવીને પણ કર્મસત્તાએ પોતાનો હિસાબ વસૂલ કર્યો તો કર્યો જ. આત્મ કથાઓ • ૫૨૪ (૬) હું નાર નારદ કેવા હોય ? શેઠને કહે : તમે જાગતા રહેજો. ચોરને કહે : તું ચોરી કરજે. આવું કહીને બેયને લડાવનારને લોકો નારદ કહે છે. કોઇ આવું કરે તેને લોકો ‘નારદવેડા’ કહે છે. ‘નારદ, નારી, નિર્દય, ચિત્ત, કલહ ઉદીરે ત્રણેય નિત્ત.’ નારદ એટલે ? ઝઘડાખોર ! નારદ એટલે ? ફરતારામ ! નારદ એટલે ? કૌતુક પ્રેમી ! આમ નારદ વિષે તમે ઘણું આડું-અવળું સાંભળ્યું હશે ! પણ સિક્કાની બીજી બાજુ તમે જોઇ ? ગુણી પુરુષમાં જેમ થોડા-ઘણાં અવગુણો પણ હોય છે, તેમ ગમે તેવા દુર્ગુણીમાં થોડા-ઘણા ગુણો પણ હોવાના જ. નારદમાં પણ તેમ કોઇક ગુણ હોવાના જ. તમને કદી દેખાય ? નહિ ? આવો, હું જ તમને બતાવું. બીજું શું થાય ? તમે મને સાવ જ ઝઘડાખોર કહીને કાઢી મૂકો તો મારે સ્વ-પ્રશંસારૂપ દૂષણનો આશરો લઇને પણ ગુણો તો બતાવવા જ પડે ને ? મારા ગુણો બીજા ન ગાય ત્યારે મારે તો ગાવા પડે ને ! મારા ગુણ હું જ ન ગાઉં તો બીજું કોણ ગાશે ? બીજાને ક્યાં એટલી નવરાશ છે કે મારા માટે આટલો સમય કાઢે ? નારદ ભલે ઝઘડાખોર કહેવાતા હોય, પણ યાદ રાખજો કે તેઓ બ્રહ્મચર્યના ખૂબ જ પાકા હોય ! તેઓ ગમે ત્યાં હરી-ફરી શકે છે. રાજાઓના અંતઃપુરમાં પ્રવેશ કરતાં પણ તેમને કોઇ અટકાવી શકતું નથી. આ એક જ ગુણના કારણે તેઓ સદ્ગતિમાં જાય છે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં નવ નારદો થતા હોય છે. તેઓ બધા જ સદ્ગતિમાં જાય છે. આત્મ કથાઓ • ૫૨૫ Page #264 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિમાં જનારો જીવ કેવો હોય ? એનું હૃદય દયાથી કેવું ભર્યું ભર્યું હોય ! જૂઠથી એ કેટલે ડરતો હોય ? એ બધું જાણવું છે ? લો, તો મારી જ વાત તમે જાણી લો. ક્ષીર કદંબક નામના અધ્યાપક પાસે અમે ત્રણ વિદ્યાર્થીઓ ભણતા હતા. હું, ગુરુપુત્ર પર્વતક અને રાજાનો પુત્ર વસુ ! અમે ત્રણેય અલગઅલગ સ્થળેથી અહીં ભણવા માટે આવેલા. ગુરુની સેવા કરવાની અને ભણવાનું ! ક્યારેક જંગલમાંથી લાકડા લાવવાના હોય તો ક્યારેક ગાયો ચરાવવા જવાનું હોય તો ક્યારેક ઝૂંપડી સાફ કરવાની હોય. આ બધા જ કામ અમે પ્રેમથી કરતા, વિનયપૂર્વક કરતા. આમ શિક્ષણ માત્ર શાસ્ત્ર પૂરતું મર્યાદિત ન રહેતાં, જીવનમાં પણ ઉતારવાનું રહેતું. આથી જીવન અને શિક્ષણ, શ્રમ અને જ્ઞાન બંનેનો અમારામાં સમકક્ષી વિકાસ થતો. શ્રમથી કે જીવનથી દૂર ભગાડે તે જ્ઞાન શા કામનું ? જ્ઞાન વગરના જીવન કે શ્રમ પણ શા કામના ? માત્ર શ્રમ પાસે ધડ છે, પણ માથું નથી. માત્ર જ્ઞાન પાસે માથું છે, પણ ધડ નથી. આપણે તો ધડ અને માથું બંને જોઇએ. માત્ર માથાનો વિકાસ કરે તેને જ જ્ઞાન ન કહેવાય, માથા સાથે ધડનો પણ વિકાસ જરૂરી છે. એક વખતે અમને ત્રણેયને અમારા ગુરુએ એકેક કૂકડો આપતાં કહ્યું: ‘જુઓ, આ જીવિત કૂકડા તમને ત્રણેયને આપ્યા છે. મંત્રશક્તિથી મેં મૂચ્છિત બનાવેલા છે. હવે એ કૂકડાઓની તમારે એવા સ્થાને જઇ હત્યા કરવાની છે. જ્યાં તમને કોઈ જોતું ન હોય.' અમે ત્રણેય અલગ-અલગ દિશામાં નીકળી પડ્યા. દૂર દૂર જંગલમાં હું જઇ ચડ્યો. મને વિચાર આવ્યો : મારા ગુરુની આજ્ઞા છે : કોઇ ન જોતું હોય ત્યાં હત્યા કરવી. પણ કઇ જગ્યા એવી છે જ્યાં કોઇ જોતું ન હોય ? જંગલમાં વનદેવો જોતા નહિ હોય ? પશુ-પંખીઓ જોતા નથી ? કેવળજ્ઞાની સિદ્ધ ભગવંતો જોતા નથી? અરે... હું પોતે જ જોતો નથી ? કોઇ જગ્યા એવી તો ન જ હોય જ્યાં હું ન જોઇ શકું, કેવળજ્ઞાનીઓ ન જોઇ શકે. કોઈ જોતું હોય ત્યાં તો હણવાની ના પાડી આત્મ કથાઓ • ૫૨૬ છે. શું આનો અર્થ એવો થઇ શકે કે કુકડો હણવાનો જ નથી ! હા, એમ જ હોઇ શકે. પરમ દયાળુ ગુરુ આવી હત્યાની આજ્ઞા કરે જ શાના? નાનકડી કીડીને પણ બચાવવાની વાત કરનારા ગુરુ કૂકડાને મારવાની વાત કરે જ ક્યાંથી ? કૂકડાની હત્યા કર્યા વિના જ હું પાછો ફર્યો. મારાથી પહેલા જ પર્વતક અને વસુ બંને આવી પહોંચ્યા હતા. બંનેના લાલ હાથ કૂકડાની હત્યા જણાવતા હતા. ગુરુ ઉદાસ થઇને બેઠેલા હતા. મને જોતાં જ આનંદથી ઝૂમી ઉઠ્યા. પૂછ્યું : “કેમ ? તે કૂકડાની હત્યા ન કરી ?' ના... ગુરુજી ! મને કોઇ એવું સ્થાન જ ન મળ્યું જ્યાં કોઇ જોતું ન હોય. કેવળજ્ઞાનીઓ તો બધે જ જુએ જ છે ને ? હું કઇ રીતે કૂકડાને મારી શકું ?” ગુરુએ મારી વાત વધાવી લીધી. મને વાત્સલ્યથી નવડાવી દીધો. પેલા બેને ઠપકારતાં કહ્યું : “અરે, મૂખઓ ! તમને આટલી સીધી-સાદી વાત ન સમજાઇ ? હું કદી હત્યા માટે આજ્ઞા કરું ? આજ સુધી કદી કરી છે ? જરા તો રહસ્યાર્થ વિચારવો’તો ? તમે મારી પરીક્ષામાં નાપાસ થયા. મેં તો માત્ર તમારી પરીક્ષા માટે કુકડા આપેલા. હકીકતમાં એ લોટમાંથી બનાવેલા છે. એમાં લાખનો રસ ભરેલો, જેથી તમને લોહીનો ભ્રમ થાય. આટલું બોલતાં અમારા અધ્યાપકે ઘેરા વિષાદમાં પડી ગયા. પછીથી તેઓ અમને ભણાવતા ખરા, પણ મન વગર જ. દિવસે દિવસે સંસારથી વધુ ને વધુ વિરક્ત થતા જતા હતા. પછી તો તેમણે સંસારનો પરિત્યાગ કરીને સંન્યાસ જ સ્વીકાર લીધો અને અમે સ્વસ્થાને ગયા. પછીથી જાણવા મળ્યું કે રાત્રિના સમયે કોઇ આકાશગામી જૈન મુનિ દ્વારા સાંભળવા મળેલું કે આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે નરકે અને એક સ્વર્ગે જશે. કુકડાની પરીક્ષા દ્વારા સ્વપુત્ર પર્વત અને રાજપુત્ર વસુને નરકગામી જાણી તેઓ વિષાદથી ઘેરાઇ ગયા : જેને હું ભણાવું-ગણાવું તે જ મારો પુત્ર તથા રાજાનો પુત્ર બંને આખરે નરકે જ જવાના હોય તો મારે આત્મ કથાઓ • પર૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ભણાવીને કામ શું છે ? સંસારનો અર્થ શો ? સલામ આવા સંસારને, જ્યાં આપણા જ પુત્ર અને વિદ્યાર્થીઓને નરકે જતા અટકાવી ન શકાય ! અલવિદા આ સંસારને ! આ જ એમના સંસાર-ત્યાગનું કારણ ! ઘણા વર્ષો પછી હું ગુરુ-પુત્ર પર્વતને મળવા ગયો. ત્યારે તેની નરક માટેની યોગ્યતા ફરીથી દેખાઇ. એ પોતાના પિતાના સ્થાને બેસીને વિદ્યાર્થીઓને ભણાવતો હતો. ‘મનૈયgવ્યમ્' નો તેણે અર્થ કર્યો : “બકરાથી યજ્ઞ કરવો જોઇએ.’ કહ્યું : અરે પરબત ! ગુરુએ ‘અજ’નો અર્થ બકરા નહિ, ‘ત્રણ વર્ષ જૂનું ધાન્ય આ અર્થ કહ્યો છે. તું આ ઊંધું ક્યાં બાફે છે ? ‘ના, ગુરુએ મેં કહ્યો તેવો જ અર્થ કહેલો. તને શી ખબર ? હું તો એમનો જ પુત્ર ! મને બધી ખબર હોય. તું ગરબડ ન કર.” તેનો અહંકાર ઉછળી પડ્યો. માણસ આમેય ભૂલ કબૂલવા તૈયાર ન થાય, ત્યાં બધાની વચ્ચે ભૂલ કબૂલે જ ક્યાંથી ? મારી ભૂલ કોઇ બતાવે ? હું એને સહી લઉં ? એવું કદી બની શકે નહિ. મારામાં કદી ભૂલ હોઇ જ ન શકે. ભણાવનારાની ભૂલ હોઇ શકે, શાસ્ત્રમાં ભૂલ હોઈ શકે, પણ મારામાં તો ભૂલ ન જ હોય. હું એટલે સૌથી વિશિષ્ટ ! વિશ્વમાં સૌથી અનન્ય ! મારી ભૂલ કોઇ બતાવે, એ હું સહન કરી લઉં ? નહિ, નહિ, હરગીઝ નહિ. અહંકારના ફંફાડા આવા જ હોય ને ! જાણવા છતાં ભૂલ કબૂલ કરવાની વાત તો ઘેર ગઇ, પણ ઉપરથી તે મને જૂઠો કહેવા લાગ્યો. હું ‘જૂઠાં'નો આક્ષેપ તો શી રીતે સહી લઉં ? આખરે અમે બંનેએ નક્કી કર્યું. ત્રીજો વિદ્યાર્થી વસુ (જે અત્યારે રાજા છે), જે કહે તે પ્રમાણે માનવું. ‘જે હારે તેણે જીભ ખેંચાવવા તૈયાર રહેવું પડશે.' એવું પર્વત નક્કી કરાવ્યું. નક્કી કરેલા દિવસે અમે વસુ રાજા પાસે નિર્ણય પૂછવા ગયા. આત્મ કથાઓ • ૫૨૮ મને તો પૂર્ણ વિશ્વાસ હતો કે વસુ મારી તરફેણમાં જ બોલશે. કારણ કે હું સાચો હતો. વળી સત્યવાદી તરીકે વસુની ચારે બાજુ પ્રસિદ્ધિ હતી. પણ મારા આશ્ચર્ય વચ્ચે વસુએ કહ્યું : પર્વત સાચી છે. નારદ જૂઠો છે ! મારા પગ નીચેથી તો જાણે ધરતી સરકી ગઇ. આઘાતથી સ્તબ્ધ બનેલા મેં જ્યાં વસુરાજાની સામે જોયું તે જ વખતે ધડૂમ... રાજા નીચે ગબડ્યો. જોરથી માથું જમીન સાથે ટકરાયું. તેનું સિંહાસન (જે આકાશમાં લટકે છે, એવું લોકોને દેખાતું) જમીન પર ટકરાઇને તૂટીફૂટી ગયું. રાજાના મુખમાંથી લોહીની ઊલટીઓ થવા લાગી. હું હજુ કાંઇ કરું ન કરું, બોલું ન બોલું તે પહેલાં જ વસુરાજાના રામ રમી ગયા. પાછળથી મને જાણવા મળ્યું કે વસુએ પર્વતની માતાના દબાણથી જૂઠું કહ્યું હતું. તેની માતા સાચો અર્થ જાણવા છતાં પુત્ર મોહે જૂઠી વાતમાં સાક્ષી આપવા ગોરાણીના નાતે રાજા પાસે આવેલી અને રાજાને તે માટે સમજાવીને અગાઉથી જ જયંત્ર તૈયાર કરી દીધેલું. હળાહળ જૂઠના કારણે ક્ષેત્રદેવતાએ તેને સિંહાસનથી નીચે પછાડ્યો. મરીને તે સાતમી નરકે ગયો, મૃષાનુબંધી રૌદ્રધ્યાનના પ્રભાવે. એના પછી ૭-૮ જેટલી વ્યક્તિઓ, સિંહાસન પર બેઠી તે બધાને પણ દેવતાએ ભોંય પર પટકી. જૂઠનો પ્રત્યક્ષ પરચો મળવા છતાં પર્વત ન સુધર્યો તે ન જ સુધર્યો. મહાકાલ નામના દેવની સહાયતાથી તેણે બકરાઓના હોમવાળા યજ્ઞો ઠેર-ઠેર શરૂ કરાવ્યા. જે ભારતમાં લગભગ સર્વત્ર વ્યાપક થઇ ગયા ! મેં આ મિથ્યા પરંપરા દબાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા. શરૂઆતથી જ કર્યો, પણ આખરે એ શરૂ થઇ જ. આવા યજ્ઞો કરવા જીવોના પાપ કર્મો જ જોર કરતા હોય, ભવિતવ્યતા જ ધક્કો મારીને તે દિશામાં લઇ જતી હોય ત્યાં બીજા કોઇ શું કરી શકે ? નારદ તરીકેનું મારું સમ્યક્ પાસુ તમને જોવા મળ્યું ને ? ‘નારદવેડા' શબ્દનો પ્રયોગ કરીને હવે મને બદનામ નહિ કરો ને ? આત્મ કથાઓ • પ૨૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ - (૬8) હું ભરવ (દ્વિઘાવસ્થા) ફક એકી સાથે બે કામ સામે આવી પડે છે ત્યારે માણસ મુંઝાઇ જાય છે. આ કરું કે પેલું? મનની આ અવસ્થાને આપણે “દ્વિધા’ કહીએ છીએ. દ્વિધામાં પડેલો માણસ મુંઝવણ અનુભવતો રહે છે, અનિર્ણાયકતાનો કેદી બની જાય છે. ઘણીવાર તો આ દ્વિધા એટલી લાંબી ચાલે છે કે કેટલાય વર્ષો સુધી માણસ નક્કી કરી શકતો નથી કે મારે આ કરવું કે પેલું કરવું? ઘણાનું તો અનિર્ણાયકતા અને અસ્પષ્ટ વિચારોમાં જ જીવન પૂરું થઇ જાય છે. “દુવિધા મેં દોનો ગયે, માયા મિલી ન રામ’ આમ આવાનું જીવન જોઇને જ કોઈકે કહ્યું હશે ! જીવનમાં ક્ષણિક દ્વિધા તો લગભગ બધાએ અનુભવી જ હશે ! દરેકના જીવનમાં પસંદગી કરવાનો નિર્ણય કરવાનો એક તબક્કો આવી જ પહોંચે છે. એ વખતે કરેલો નિર્ણય જીવનનો આખો રાહ જ બદલાવી નાંખે છે. એક માર્ગ હોય છે અનુકૂળતાનો, બીજો પ્રતિકૂળતાનો ! શ્રેયનો અને પ્રેમનો ! ગુલાબનો અને કાંટાનો ! હિતનો અને મનગમતો ! મોટા ભાગે માણસ અનુકૂળતાનો, પ્રેમનો, ગુલાબનો માર્ગ જ પસંદ કરે છે. હિતની ઉપેક્ષા કરે છે અને મનને મીઠો લાગતો માર્ગ પકડી લે છે. અહીં જ માણસ થાપ ખાઇ જાય છે ! ઢાળ જોઇને જે ધસી ન પડે, માત્ર ગુલાબ જોઇને મોહાઇ ન પડે, પણ વિવેક બુદ્ધિપૂર્વક દૂરનો વિચાર કરે તે જીતી જાય છે. મારા જીવનમાં પણ દ્વિધાનો એક પ્રસંગ આવેલો ! દ્વિધાના પ્રસંગે જ માણસની વિવેકશક્તિની પરીક્ષા થાય છે, એમ ત્યારે મને સમજાયેલું. વાત એમ બનેલી કે એક વખતે મને સમાચાર મળ્યા. રાજનું! ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ચક્રની યથાયોગ્ય પૂજા કરવા આપ પધારો. તે જ વખતે બીજા એક માણસે સમાચાર આપ્યા : નરનાથ ! આપના પિતાજી શ્રી આદિનાથપ્રભુજીને આજે કેવળજ્ઞાન થયું છે. હજાર-હજાર વર્ષની સાધના ફળી છે. ક્ષણવાર હું વિચારમાં મૂકાઇ ગયો : મારે શું કરવું? કેવળજ્ઞાની પ્રભુ આત્મ કથાઓ • ૫૩૦ પાસે પહેલાં જવું કે ચક્રરત્નની પૂજા કરવા પ્રથમ જવું? પહેલાં તો મને એવો વિચાર આવ્યો : ભગવાનની સંભાળ લેનારા ઘણાય છે. હું એક ન ગયો તો શું ફરક પડવાનો છે? વળી, ચક્રની તો મારે જ સંભાળ લેવાની છે. ચક્રના કારણે તો હું ચક્રવર્તી થવાનો છું. એ ચક્રની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? મારા સિવાય ચક્રની પૂજા બીજું કોઇ કરી શકે તેમ પણ નથી. પ્રથમ ચક્રરત્નની પૂજા કરી પછી શાંતિથી ભગવાન પાસે જાઉં. જેથી ત્યાં શાંતચિત્તે ભગવાનની દેશના સાંભળી શકું. નહિ તો ત્યાં પણ ચક્રની ચિંતા રહેશે. સાચું કહેજો : તમને જમાઇરાજ અને મુનિરાજ બંને આવવાના એકીસાથે સમાચાર મળે ત્યારે શું વિચારો ? “મુનિરાજને સંભાળનાર તો આખો સંઘ છે, જ્યારે જમાઇ માટે તો હું એક જ છું. જમાઇને લેવા જ પ્રથમ સારે જવું જોઇએ' આવું જ વિચારોને ? જેવું હમણાં હું વિચારી રહ્યો હતો. પણ ત્યાં જ મારી વિચારધારા બદલાઇ. મારી અંદર સૂતેલી વિવેકશક્તિ જાગી ઉઠી : અરેરે... આ હું શું વિચારી રહ્યો છું? ભગવાનને કેવળજ્ઞાન ને હું ચક્ર પાસે દોડું ? જે ચક્રથી માણસોના માથા કાપી શકાય, જે ચક્ર અઢળક કર્મો જ બંધાવે, એ ચક્રની પાછળ ચક્રમ થવાનું ? જે ભગવાન કેવળજ્ઞાન દ્વારા જગતનું આખું સ્વરૂપ જાણીને લોકો સમક્ષ બતાવવાના હોય, તીર્થની સ્થાપના કરવાના હોય, અસંખ્ય લોકોના ઉદ્ધાર માટે ધર્મરૂપી જહાજ સંસારના સમુદ્રમાં વહેતું મૂકવાના હોય, ત્યારે હું જ ગેરહાજર રહું ? એમાંય હું પ્રભુનો સૌથી જ્યેષ્ઠ પુત્ર ! મારાથી ગેરહાજર રહેવાય જ શી રીતે ? ક્યાં તરણતારણહાર તીર્થંકરનું કેવળજ્ઞાન ? તીર્થ સ્થાપનાનો સમય ? ને ક્યાં કર્મ-બંધનું કારણ ચક્ર? ને.. મેં ચક્ર-પૂજા છોડીને ધર્મ ચક્રવર્તીની પાસે જવા વિચાર્યું. મારાં દાદી મરુદેવા માતા એક હજાર વર્ષથી રડી રહ્યાં હતાં. ઋષભ ! ઋષભ ! મારો ઋષભ ! શું કરતો હશે ? ક્યાં ખાતો હશે? ક્યાં રહેતો હશે ? કોઈ સંભાળ લેતું હશે ? આમ લગાતાર એક હજાર વર્ષ સુધી એટલો વિલાપ કરેલો કે આંખે અંધાપો આવી ગયેલો. પણ હજુ એમનો વિલાપ અટક્યો નહોતો. મને તો રોજ સંભળાવે : અરે, ભરત ! તું છ ખંડની સમૃદ્ધિમાં આળોટે છે જ્યારે ઋષભ ઉઘાડે પગે આત્મ કથાઓ • ૫૩૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ ચાલે છે. કંઇક તો વિચાર કર. પિતાજીને ક્યારેક તો યાદ કર, ક્યારેક તો મને ઋષભના દર્શન કરાવ. કેવળજ્ઞાની આદિનાથજીની પાસે જતાં પહેલાં મેં દાદી મરુદેવાને પણ સાથે લીધાં, હાથીની અંબાડીએ બેસાડ્યા. દૂરથી મેં ભગવાનનું સમવસરણ જોયું : અરે ! શું અદ્ભુત એ દેશ્ય હતું. ચાંદી-સોના અને રત્નોના ગઢ ! રત્નમય સિંહાસન પર બિરાજમાન પ્રભુ ! ઉપર ત્રણ છત્ર ! મસ્તકની પાછળ ચમકતું ભામંડળ ! બંને બાજુ વીંઝાતા ચામર ! વચ્ચોવચ્ચ ઊંચું અશોક વૃક્ષ ! ફૂલની વૃષ્ટિ ! કર્ણપ્રિય દિવ્યધ્વનિ અને દેવદુંદુભિનો અવાજ ! મેં કહ્યું? દાદીમા ! આ જુઓ તમારા ઋષભનો ઠાઠ! આ વાજીંત્રોનો અવાજ આવે છે એ બાજુ ઋષભદેવ બિરાજમાન છે. દાદીમાના રોમાંચ વિકસ્વર થયા. હર્ષાવેશમાં આંખો ખુલી ગઇ. અંધાપો ટળી ગયો. તેઓ ધરાઇ-ધરાઇને ઋષભને જોવા લાગ્યા. થોડી જ સેંકડોમાં દાદીમાના ચહેરા પર એટલી શાંતિ છવાઇ ગઇ કે જેનું શબ્દો વર્ણન ન કરી શકે. મેં આટલી શાંતિ ક્યારેય એમના ચહેરા પર જોઇ ન્હોતી. પણ આ શું ? એમનું શરીર નિશ્રેષ્ટ બનીને ઢળી પડ્યું. હું તરત જ તેમની પાસે ગયો. શરીર ઠંડું થઇ ગયું હતું. હૃદયના ધબકારા અને નાડીનું સ્પંદન અટકી ગયું હતું. મને સમજતાં વાર ન લાગી કે પૂર્વ કોડ વર્ષની ઉંમરવાળા દાદીમાનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. હું સ્તબ્ધ થઇ ગયો : આ રંગમાં ભંગ ક્યાં પડ્યો? હજુ તીર્થની સ્થાપના થઇ નથી ને ત્યાં આ મરણ ? એ પણ ભગવાનની માતાજીનું જ ? આવા મંગળ પ્રસંગે આ અમંગળ ઘટના ન કહેવાય ? તે જ વખતે મારી વિચાર-ધારાને તોડતાં જણાવવામાં આવ્યું : રાજન ! આ અમંગળ નહિ, પરમ મંગળ છે. મરુદેવી માતાનું મૃત્યુ નથી થયું, મોક્ષ થયો છે. તેઓ કાયાની કેદમાંથી મુકત થઇ હંમેશ માટે મુક્તિ મહેલમાં બિરાજમાન થઇ ગયા છે. જન્મ-મરણના ચક્ર હંમેશ માટે અટકી ગયા છે. આ અવસર્પિણી યુગમાં સૌ પ્રથમ મોક્ષે જવાનું તેમણે સૌભાગ્ય આત્મ કથાઓ • ૫૩૨ મેળવ્યું છે. આને અમંગળ કહીશું તો મંગળ કોને કહીશું ? ફરી વિચારમાં ગરકાવ થઇ ગયો : ઓહ! દાદીમાં મોક્ષે ગયાં? ન એમણે કોઇ તપ-જપ કર્યા, ન કોઇ બીજી સાધના કરી અને સીધો જ મોક્ષ? મને સાંભળવા મળ્યું : નિગોદમાંથી કેળના ભવમાં ને કેળના ભવથી મનુષ્યના ભવમાં મરુદેવા આવેલાં. આખા ભવચક્રમાં પહેલી વાર માનવ-ભવ મળ્યો ને એક જ ઝાટકે પ્રગતિના શિખરો સર કરી લીધાં. આખા ભવચક્રમાં ક્યારેય નથી દેવલોકમાં ગયાં કે નથી નરકમાં ગયાં, નથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે ચઉરિન્દ્રિય બન્યાં કે નથી તિર્યંચ પંચેન્દ્રિય બન્યાં. આવું દૃષ્ટાંત બીજું કોઇ તમે સાંભળ્યું છે ? મને તો નથી સાંભળવા મળ્યું. સામાન્ય રીતે કેટલાય જન્મોની સાધના એકઠી થાય ત્યારે કેવળજ્ઞાન મેળવવા જેટલી પૂર્વભૂમિકા તૈયાર થાય. જ્યારે અહીં બધું જ સહજ રીતે બની ગયું. યોગ બે પ્રકારે કહ્યાં છે : કરણ અને ભવન ! પુરુષાર્થથી કરવામાં આવે તે કરણયોગ. સહજતાપૂર્વક થઇ જાય તે ભવનયોગ ! ભવનયોગનાં સ્વામી બની ગયા મરુદેવા ! શું કારણ હશે : આટલા જલ્દી મોક્ષનું ? એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ... ઋષભ... જાપ કર્યો તે કારણ હશે ? ભલે પુત્રના મોહથી કર્યો, પણ હતું તો પ્રભુનું નામ ને ! માનસ-ચેતના તો પ્રભુ સાથે જ જોડાઇને ! અથવા શું હર્ષાવેશથી ખુલી ગયેલી આંખોથી પ્રભુના દર્શન કરતાં પરમ આનંદ પામ્યા એટલે કેવળજ્ઞાન મળ્યું હશે ? અથવા જે ઋષભ પર આટલો રાગ હતો તે પુત્ર ઋષભને વીતરાગી જોઇને આમ વિચાર્યું હશે : અરેરે...! હું હજાર વર્ષથી એના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી ગઇ ! રડી-રડીને આંધળી થઇ ગઇ ! પણ આ દીકરો તો મારી સામુંય નથી જોતો ! મજેથી સિંહાસન પર બેઠો છે ! એને ક્યાં પડી છે માની ? અહો ! સંસારની સ્વાર્થમયતા ! અહીં કોણ કોનું છે ? અહીં કોઇ કોઇની માતા નથી. કોઇ કોઇના પુત્ર નથી.” આત્મ કથાઓ • ૫૩૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ ન (૬૪) હું કાળિયો કસાઈ કિ આમ સંસારની અસારતાની વિચારણાથી ઉત્પન્ન થયેલી વૈરાગ્યની તીવ્ર ધારાથી તો કેવળજ્ઞાન નહિ થયું હોય ને ! એ ગમે તો હોય, પણ એમની તથાભવ્યતા જલ્દી પાકી ગઇ, એ નક્કી. દાદી મરુદેવીની અંતિમ વિધિ દેવોએ કરી. હું સમવસરણમાં બેઠો. દેશના સાંભળી. વિરક્ત થયેલા મારા પુત્ર ઋષભસેન આદિએ દીક્ષા લીધી. ત્રિપદીના શ્રવણ દ્વારા દ્વાદશાંગીની રચના, તીર્થની સ્થાપના વગેરે મંગલ કાર્યો જોવાં મળ્યાં. ચતુર્વિધ સંઘની સ્થાપનામાં મારા પુત્ર મુનિ ઋષભસેન (પુંડરીકસ્વામી) પ્રથમ ગણધર બન્યા અને શ્રાવકોમાં મુખ્ય હું બન્યો. પછી મને વિચાર આવ્યો : જો હું ભગવાનને છોડીને ચક્રની પૂજા કરવા દોડી ગયો હોત તો ? મરુદેવી દાદીની મુક્તિગમનની મંગલ ઘટના જોવા મળત ? તીર્થસ્થાપનાનો મંગળ અવસર નિહાળવા મળત ? કેટલા બધા ધન્ય પ્રસંગોથી હું વંચિત રહેત ? - વળી, ભવિષ્યની પ્રજા પણ કહેત : ‘ભરત કેટલો અવિવેકી ? પોતાના પિતા ભગવાનને કેવળજ્ઞાન થયું હોવા છતાં ત્યાં ન જતાં ચક્ર પૂજા માટે દોડી ગયો. રાજ્ય સિવાય એને કશામાં રસ હોતો.' મારો ખોટો દાખલો આપીને ભાવિની કેટલીયે પેઢીઓ અવિવેકનું આચરણ કરત ! પણ, મને મારી વિવેકશક્તિએ બચાવી લીધો. તમારા જીવનમાં પણ જ્યારે જ્યારે દ્વિધાનો પ્રસંગ આવે ત્યારે ઢાળ જોઇને ધસી નહિ પડતા, ગુલાબ જોઇને લલચાઈ નહિ જતા, અનુકૂળતામાં આસકત નહિ બનતો. ભાવિમાં જે હિતકારી હોય તે જ નિર્ણય કરજો. પછી ભલે કાંટા પર ચાલવું પડે કે આગ પર ! ધીરે-ધીરે કાંટા જ ફૂલ બની જશે અને આગ જ બાગ બની જશે. જો ઉલ્ટ માર્ગે ગયા તો બાગ પણ આગ અને ફૂલ પણ કાંટા બની જશે, એ ભૂલશો નહિ. હા.. હા... હા... હા... હિંસા એ જ મારું જીવન ! હિંસા જ મારું સર્વસ્વ ! અહિંસાનો ઉપદેશ આપનારા તો કાયરો છે, ભાગેડુઓ છે. જગતની વ્યવસ્થાને સમજી જ નથી; અહિંસાવાદીઓએ. તમે મને હિંસક કહીને નિંદો છો, પણ હું કહું છું કે કુદરત આખી હિંસાના પાયા પર રચાયેલી છે. હિંસાનો વિરોધ કરવો એટલે કુદરતનો વિરોધ કરવો ! હિંસાનો આદર કરવો એટલે કુદરતને સહકાર આપવો ! મારે તમને સહકાર આપવો કે કુદરતને ? જુઓ, મોટું મગરમચ્છ મોટા માછલાને ગળી જાય છે. એ માછલું નાના માછલાને, એ વળી એનાથી નાનાને ગળી જાય છે. માખી નાના જંતુને ખાય છે તો માખીને દેડકો ખાય છે. દેડકાને સાપ અને સાપને અજગર ખાય છે. આ કુદરતમાં શક્તિ છે એનું જ જીવન છે. ‘મારે તેની તલવાર... લાઠી તેની ભેંસ અને બળિયાના બે ભાગ'ના સિદ્ધાંતોમાં કુદરત માને છે, પણ કાયર માણસોએ કુદરતની વિરુદ્ધમાં પડીને અહિંસાનું તૂત ઊભું કર્યું છે. હું તો ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું : આ જગતમાં કોઇ પણ જીવંત પ્રાણી હિંસા વિના જીવી શકે જ નહિ. માણસને જીવવા તમે જો માંસાહાર ન આપો (કારણ કે તમે અહિંસક છો. અન્નાહારી છો) તો પણ વનસ્પતિ તો આપવી જ પડશે ને ? આ વનસ્પતિ પણ અહિંસકોની દૃષ્ટિએ જીવનવાળી જ છે ને ? વનસ્પતિનું ભક્ષણ કરીને માણસ જીવે ને પાણી, હવા, માટી આદિનું ભક્ષણ કરીને વનસ્પતિ જીવે છે. હવા, પાણી, અગ્નિ વગેરે પણ એક-બીજાના ભક્ષણ કરતાં જ રહે છે. પાણી, અગ્નિ, વનસ્પતિ, માટી સિવાયનાં બીજાં જીવંતજંતુઓ પ્રાણીઓ તે સ્પષ્ટરૂપે, એક-બીજાને ખાતાં દેખાય જ છે. સિંહ, વાઘ, દીપડા વગેરે હરણ-સસલાં વગેરેને ખાય. પક્ષીઓ પણ નાનાં જંતુઓનું ભક્ષણ નજર સામે કરતાં દેખાય છે. આમાં અહિંસા આવી જ ક્યાં ? કુદરતનો કાયદો છે : હિંસા ! મૂર્ખ માણસનો કાયદો છે : અહિંસા ! આત્મ કથાઓ • ૫૩૫ આત્મ કથાઓ • ૫૩૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ મૂર્ખ માણસો સાથે બેસીને હું શા માટે અકુદરતી જીવન ગાળું ? મારું તો કામ જ કુદરતને સહકાર આપવાનું ! રોજ પાંચસો પાડા મારવાનું ! અને જુઓ, મારું કુલ પણ કેવું ઉત્તમ ! કુદરતને સહકાર આપનારું ! બાપદાદાથી અમારો ચાલ્યો આવતો આ જ ધંધો ! રોજ સેંકડો માણસોને માંસ પૂરું કરવાનું ઉમદા કામ મારે કરવાનું! હુ જો આ કામ ન કરું તો બિચારા આ માંસાહારી માણસો દુ:ખી દુ:ખી થઇ જાય. પેલા અહિંસાવાદીઓ પાડા વગેરે પર તો દયા કરે છે, પણ માણસો પર નથી કરતા. માંસાહાર પ્રિય હોય તેવાને માંસ પૂરું પાડવું એ ઉમદા કામ નથી ? તમને શું લાગે છે ? કેમ વિચારમાં પડી ગયા ? મારી વાત તમને નથી ગમતી ? ગમે પણ ક્યાંથી ? નાનપણથી જ અહિંસા... અહિંસાની વાતો સાંભળી-સાંભળીને તમારાં મગજ બહેર મારી ગયાં છે. શુદ્ધ ભાષામાં કહું તો સડી ગયાં છે ! સડેલા મગજમાં ઉમદા વિચારો ક્યાંથી આવે ? તમારી નજરે તો હું ખાટકી, કસાઇ, ક્રૂર ! કત્લેઆમ ચલાવનારો રાક્ષસ.' કેમ ખરું ને ? પણ કતલની પણ એક મઝા હોય છે તે તમે કદી માણી છે ? કતલ કરવામાં પણ મર્દાનગી જોઇએ, એ તમે જાણો છો ? જોવું હોય તો આવો, મારા કસાઇવાડે ! ખચ્ચાક... મારો છરો ભોંકાતાં જ કપાઇ જતું માથું ! તરફડતું શરીર ! નીકળતું લોહી ! એ જોઇને જ ધ્રૂજતા ઊભેલા બીજા પાડા ! કાચા-પોચાનું તો આ દશ્યો જોવાનું કામ નહિ. અહીં તો મર્દ માણસનું કામ ! મર્દ હોય તો મારે ત્યાં ટકે ! બીજા તો જોઇને જ ભાગે ! કદાચ જોવા પણ ઊભા ન રહે. જ રોજ પાંચસો પાડા મારવાનું કામ હું પૂરી નિષ્ઠાથી કરતો, તમે જેમ રોજ દર્શન-પૂજા કરો છો. તમે માનશો ? મેં એક દિવસનો પણ ખાડો નહોતો કર્યો... વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યો, પણ એક દિવસ એમાં ખામી આવી. આત્મ કથાઓ - ૫૩૬ વાત એમ બની કે મહારાજા શ્રેણિક તરફથી મને હુકમ આવ્યો ઃ આવતી કાલે તારે પાંચસો પાડા મારવાના નથી. હું તો સ્તબ્ધ થઇ ગયો. મેં રાજા પાસે જઇને કહ્યું : મહારાજા ! આમાં ખોટું શું છે ? આ તો અમારા બાપ-દાદાથી ચાલ્યો આવતો અખંડ ધંધો ! આપના પિતાજી પ્રસેનજિતે પણ એને કદી ખંડિત કર્યો નથી. આપ કેમ કરો છો ? લાગે છે, આપ કોક અહિંસાવાદીના રવાડે ચડ્યા ૉ. મારા ધંધાથી કેટલો ફાયદો થાય છે તે આપ જાણો છો ? આ નગરમાં હજારો પશુઓ છે. એમાં ભેંસ, બકરી વગેરે તો માણસને દૂધ માટે કામ લાગે, પણ પાડા-બકરા શા કામના ? ન દૂધમાં કામ લાગે, ન બીજે ક્યાંય ! એનું સર્જન જ કુદરતે મરવા માટે જ કર્યું છે. મારો ધંધો કુદરતના આ સંકેતને સહકાર આપવાનો છે. આ રીતે પાડા ન મારવામાં આવે તો પાડાઓની સંખ્યા એટલી વધી જશે કે એમને સાચવવા મુશ્કેલ થઇ પડશે. આપ તો આ બધું સમજો છો, આપને વધુ શું કહેવાનું હોય ?’ બેસ, બેસ, બોઘા ! જીભ બહુ લાંબી થઇ ગઇ છે. મને તું સમજાવવા આવ્યો છે ? મારો હુકમ છે : આવતી કાલે તારી કતલ બંધ રહે. એ સિવાય બીજું કશું મારે સાંભળવું નથી. હુકમ એટલે હુકમ !' મહારાજા તાડૂકી ઊઠ્યા. હું મહારાજાની સામે તો કાંઇ બોલી ન શક્યો, પણ મનોમન મેં નક્કી કર્યું ઃ ગમે તે રીતે આવતી કાલે ૫૦૦ પાડા મારવા એટલે મારવા જ. ન મારું તો મારું નામ કાળિયો કસાઇ નહિ ! પણ, બીજે દિવસે ગજબ થઇ ગયો. ૫૦૦ પાડા મારવાની મારી હઠ જાણે શ્રેણિક જાણી ગયા હોય તેમ તેમણે મને એક અંધારિયા કૂવામાં ઉતાર્યો. ઉપર પગ ને નીચે માથું ! મહારાજાને એમ કે હવે ૫૦૦ પાડા ક્યાંથી મારશે ? પણ, હું કાંઇ ઓછી માયા નહોતો. ગમે તે રીતે ૫૦૦ પાડા મારવાનો નિયમ તો જાળવી જ રાખવો. મારો દૃઢ નિર્ણય હતો. પણ આત્મ કથાઓ • ૫૩૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ અહીં ૫૦૦ પાડા લાવવા ક્યાંથી ? મેં બુદ્ધિ લગાવી. કૂવામાં પડેલા કીચડમાંથી પાડા બનાવવા માંડ્યા અને એક પછી એક હું મારવા લાગ્યો. શું થાય ? સાચા પાડા ન મળે તો માટીના પાડાથી ચલાવી લેવું પડે. સોનાનાં ઘરેણાં ન મળે તો તાંબા કે ચાંદીનાં ઘરેણાંથી ચલાવવું નથી પડતું ? તમે લોકો, સાક્ષાત્ “ભગવાન” ન મળે ત્યારે પથ્થરની તેમની પ્રતિકૃતિથી ચલાવી નથી લેતા ? પથ્થરની મૂર્તિથી તમે તમારા ભગવાનને પૂજી શકતા હો તો હું માટીના પાડા મારવા દ્વારા મારો નિયમ કેમ ન નિભાવી શકું ? શ્રેણિકે જ્યારે મારું આ પરાક્રમ જોયું હશે ત્યારે કેવા દુઃખી થયા હશે ! પછીથી મને જાણવા મળ્યું : શ્રેણિકે મહાવીરના કહેવાથી પોતાની નરક બંધ કરવા ત્રણ ટુચકા કરેલાં. (૧) કાળિયો કસાઇ એક દિવસ ૫૦૦ પાડા ન મારે. (૨) કપિલા દાસી જૈન મુનિને અન્ન-દાન કરે. (૩) પુણિયો શ્રાવક પોતાના એક સામયિકનું ફળ આપે. પણ ત્રણેય ટુચકા નિષ્ફળ ગયા. મેં માટીના પાડા માર્યા. કપિલાએ કડછાથી એમ કહીને દાન કર્યું : હું નહિ, શ્રેણિકનો આ ચમચો આપે છે. પુણિયો સામયિકનું ફળ ન આપી શક્યો. મૂર્ખ શ્રેણિક નરકથી ડરવા લાગ્યો : હાય ! હાય ! મારે નરકમાં જવું પડશે. સાચે જ મૂર્ખાઓ જ નરકથી ડરે. નરકનો ડર અને સ્વર્ગની લાલચ પર તો આ કહેવાતો ધર્મ ટકેલો છે. મહાવીર જેવા જાદુગરો માણસના મનનો આ સ્વભાવ (ભય અને લાલચનો) જાણીને જ તો ધર્મના નામે પોતાનું શાસન ચલાવે છે. મારા જેવો તો નરકથી જરાય ન ડરે. મને કોઇ કહે તારે મરીને સાતમી નરકે જવું પડશે તો હું કહી દઉં : હું આઠમી નરકે જવા તૈયાર છું. નરકથી કોણ ડરે છે ? પોચટ લોકો. હું એવો પોચટ નથી. તમે માનશો ? મૃત્યુ સમયે મારા પુત્ર સુલસે મારા માટે ફૂલોની આત્મ કથાઓ • ૫૩૮ પથારી, ચંદનના વિલેપનો વગેરે તૈયાર કરેલું. પણ મને એમાં મજા જ ન આવે. હું તો નરકનો સત્કાર કરનારો જીવ હતો ને ! આથી જ મને કાંટાની પથારી પર સૂવડાવ્યો, વિષ્ઠાનું વિલેપન કર્યું, ફૂટેલાં ઢોલ વગડાવ્યાં. મને આનંદ આવ્યો. આવો મર્દ તમે જોયો : જે કાંટાની શય્યા પર સૂઇને મરે ? મરતી વખતે પણ મારી મર્દાનગી લાજવાબ હતી. આવી જાવ સાલાઓ ! તમને બધાને મારી નાખ્યું ! અત્યાર સુધી તો હું પાડાઓને જ મારતો હતો, પણ હવે હું તમને બધાને પણ મારી નાખું. જરા મારી પાસે તો આવો... આ હતી મૃત્યુ-સમયની પણ મારી ઝિંદાદિલી. તમે કહેશો : આ તમારું રૌદ્ર સ્થાન હતું. હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનના પ્રભાવથી તમે મરીને સાતમી નરકે ગયા. પણ તમારા કહેવાથી મને કોઇ અસર નહિ થાય. હું તો કાળમીંઢ પથ્થર ! ગમે તેટલો વરસાદ પડે. એ પથ્થરમાં એક ટીપુંય અંદર ન ઊતરે.. તમારા જેવા ગમે તેટલા લવારો કરે, પણ મને એની ન કદી અસર થઇ છે, ન થઇ રહી છે ને ન કદી ભવિષ્યમાં થશે ! એટલું તમે નોંધી લેજો. પછી તમે ભલે મને સાતમી નરકે મોકલો કે ચૌદમી નરકે ! આત્મ કથાઓ • ૫૩૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ સહાયકોને ધન્યવાદ... મ મ મ મ મ મ મ મ મ મ મમમ છે નિર્મલાબેન રમણીકભાઈ અભેચંદ, ટાણા ........................ સાયન-મુંબઇ હ મહેન્દ્ર ચીમનભાઇ .. ................. સાયન-મુંબઇ છે વો. પા. શા. પરિવાર : જામનગર મા.......... ........... સાયન-મુંબઈ હ રાયચંદ મોતીચંદ : જામનગર +++++++++++ મમમમમમમમમમમ.. સાયન-મુંબઇ જ અંબાલાલ દલછારામ પરિવાર ..................... - સાયન-મુંબઈ કીર્તિભાઈ રામલાલ માસ્તર.......................... .. સાયન-મુંબઇ જયંતિભાઇ કરમસિંહ હરીઆ.. ............. ............ સાયન-મુંબઈ ભગુભાઇ અમથાલાલ ગાંધી................... • મમમમમમમ સાયન-મુંબઈ કે માણેકલાલ ત્રિભુવનદાસ શાહ .................... ............. સાયન-મુંબઈ કે અમીચંદ વનમાલીદાસ ટાણાવાળા................ ............... સાયન-મુંબઇ છે નટવરલાલ શિવલાલ વઢવાણ (શાંતિ)......................... સાયન-મુંબઈ કે કિરીટભાઇ રમણલાલ .. •••••••••... સાયન-મુંબઇ ક ગિરીશભાઇ પ્રવીણભાઇ ઝવેરી ................. સાયન-મુંબઇ જ માનચંદ મેઘજીભાઇ ટાણાવાળા.... સાયન-મુંબઇ ક હરકીશન લકમીચંદદાસ શાહ.... મમમમમમમમ. સાયન-મુંબઈ કે તલકચંદ આણંદજીભાઇ શાહ ... મમમમમમમમમ. સાયન-મુંબઇ છે નલિનીબેન તનસુખલાલ ........................... મમમમમ. સાયન-મુંબઇ કે હસુમતીબેન મનસુખલાલ : જાપાન ................. *** *** *** મમમમમમસાયન-મુંબઇ જ પ્રભાબેન અમરચંદ સતરા : ગુંદાલા, કચ્છ......... કૌશલ્યાબેન હરિશ્ચંદ્ર ઇચ્છાપુરીયા : સુરત................ ... સાયન-મુંબઇ ક નેમિદાસ નાનચંદ ગાંધી : વાંકી, કચ્છ ................... સાયન-મુંબઈ જ બચુભાઇ નરોત્તમદાસ વોરા... સાયન-મુંબઇ ક અમૃતબેન ભાણજીભાઇ બૌઆ : કચ્છ ... .. સાયન-મુંબઈ કે સમીર ચંપકલાલ ગાંધી ......................... ....... સાયન-મુંબઈ હ કેવલ દિવ્યેશ (હ. : નલિનભાઇ) ................ -......... સાયન-મુંબઈ & જયદીપ નૌતમલાલ શાહ.... ......... સાયન-મુંબઈ આત્મ કથાઓ • ૫૪૦ ક લીલાવંતીબેન વ્રજલાલ અભેચંદ રાણાવાળા કકકકકક૨૦૦૦૦ ૨ સાયન-મુંબઈ ક સરોજબેન વિનોદરાય શાંતિલાલ ... સાયન-મુંબઇ છે રાજેન્દ્રભાઇ ઝવેરચંદ મહેતા............ .. સાયન-મુંબઇ જ પ્રકાશભાઇ તલકચંદ વોરા : અમરેલી... . સાયન-મુંબઈ છે સમરતબેન ચીમનલાલ દુર્લભજી મૂળીવાળા....................... સાયન-મુંબઈ છગનલાલ લક્ષ્મીચંદના સુપુત્ર વર્ધમાનની પુત્રીઓ કિંજલ - રૂચિતાની અટ્ટાઇ નિમિત્તે . સાયન-મુંબઈ છે કૌશિકભાઈ ચીમનલાલ શાહ ........... ..................... સાયન-મુંબઇ છે મૃદુલાબેન જયસુખભાઇ મણિલાલ : વઢવાણ .......................... સાયન-મુંબઈ છે ભીમજી મૂલજી સંઘવી : લાકડીયા, કચ્છ . ***************** સાયન-મુંબઇ છે ઉપાસના દેવસી (હ : જિગ્નેશ કિરીટભાઇ) ...................... સાયન-મુંબઇ રતિલાલ નાગરદાસ વોરા (હ. : કીર્તિભાઇ) ....................... સાયન-મુંબઈ કાંતિલાલ ગાંગજી ગાલા : મનફરા, કચ્છ . ..................... દાદર-મુંબઈ છે ચંપકલાલ એલ. બાલુ : પોરબંદર...............++++++++++++++++++, સાયન-મુંબઈ જ હાલાર તીર્થ આરાધના ધામ (હ. : શામજીભાઇ) .............. સાયન-મુંબઇ છે. ચંદ્રકાંતભાઇ એમ. શાહ......................... ++++++++++++++... સાયન-મુંબઇ કે લક્ષ્મીબેન પ્રેમજી નંદુ : ભચાઉ, કચ્છ............................ સાયન-મુંબઇ ગાર્ગી મેહુલ નંદુ : ભચાઉ, કચ્છ ...... સાયન-મુંબઇ છે કુ. પૂર્વી હસમુખ નંદુ : ભચાઉ, કચ્છ .......................... . સાયન-મુંબઇ છે ચંદ્રસેન નાનચંદ શાહ ++++++મમમમમમમમમમ.. સાયન-મુંબઈ ક શ્રેણિકભાઇ પ્રવિણ ઝવેરી...... ************. સાયન-મુંબઇ છે ભગુભાઇ અમથાલાલ ગાંધી... જ હિંમતલાલ દીપચંદ શેઠ ....................... -... સાયન-મુંબઈ ફ તારાબેન આર. ઝવેરી ...... ........ સાયન-મુંબઇ '' +++++++++++++++++++ સાયન-મધ્ય - સાયન-મુંબઈ ક અઠવા લાઇન્સ (સુરત) તથા રિવેરા ટાવર (સુરત)ના બહેનોનું જ્ઞાનખાતું. (પ્ર. : સા. સુવર્ણરેખાશ્રીજી, સા. સૌમ્યગુણાશ્રીજી, સા. સૌમ્યકીર્તિશ્રીજી) આત્મ કથાઓ • ૫૪૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ • જૈન સોસાયટી, અમદાવાદ જ્ઞાનખાતું. (પ્રે. : સ્વ. સા. જયકીર્તિશ્રીજી, સા. જયમંગલાશ્રીજી) ગોડી પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ, કલ્યાણ સોસાયટી, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. વિક્રમેન્દ્રાશ્રીજી) કલ્યાણ સોસાયટી, શ્રી ગોડીજી જ્ઞાનખાતું, પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, અમદાવાદ. (પ્રે. : સા. વિક્રમેન્દ્રાશ્રીજી) * તુલસીશ્યામ, નવા વાડજ, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. ચન્દ્રકલાશ્રીજી, સા. જ્યોતિપ્રશાશ્રીજી) કૃષ્ણનગર જૈન સંઘ, અમદાવાદ, જ્ઞાનખાતું. (પ્રે. : સા. જયપદ્માશ્રીજી) સાંતાક્રુઝમાં જોમાબેન વાલજી પરિવાર તરફથી ભણાવાયેલ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે : જોમાબેન વાલજી સામત નીસર : આધોઇ ܀ ܀ ગંગાબેન પ્રેમજી છાડવા બાબુભાઈ પ્રેમજી દેઢિયા પૂનમ શંખેશ્વર ગ્રુપ (હ. : કૃષ્ણભાઇ) કાનજી મહેતા પટેલ સોનાબેન ગેલા બેચર નીસર આત્મ કથાઓ • ૫૪૨ 'ભૂકંપમાં ભ્રમણ' પુસ્તક વિષે ગુજરાત રાજ્ય અભિલેખાગાર ક્રમાંક : આર્ક : રેકર્ડ-ભૂકંપસેલ-૨૩, ૨૫૨૮ ગુજરાત રાજ્ય અભિલેખાગાર, ગુલાબ ઉદ્યાન પાસે, સેકટ૨-૧૭, ગાંધીનગર-૩૮૨ ૦૧૭. ફોન : ૩૨૨૨૭૪૮, ૩૨૨૨૦૩૦ તારીખ : ૨૦-૬-૨૦૦૩ ઉપર્યુક્ત વિષય પરત્વે આપના આ કચેરી પરના તા. ૩-૬-૨૦૦૩ના પત્રના અનુસંધાનમાં સવિનય જણાવવાનું કે, આપના દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ભૂકંપમાં ભ્રમણની ૧ (એક) નકલ આ કચેરીને મોકલી આપવામાં આવેલ છે. જે અત્રે મળી ગયેલ છે. વધુમાં જણાવવાનું કે, આ ખાતા દ્વારા જ્યારે ગુજરાતના નાગરિકો દ્વારા ભૂકંપમાં ગુજરાતના નાગરિકોએ અનુભવેલ વેદનાઓ, અનુભૂતિઓ, હકીકતો તથા ઘટનાઓ અંગે જરૂરી માહિતી એકઠી કરવામાં આવી રહી છે, ત્યારે ક્ષેત્રકાર્ય દ્વારા સ્થળ નિરીક્ષણ કરી, અસરગ્રસ્ત વ્યક્તિઓને રૂબરૂ મળી, માહિતી એકત્રિત કરી પ્રકાશિત થયેલ, આપનું ઉપર્યુક્ત પુસ્તક ઘણી જ મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. જે આપના પ્રયત્નોને આભારી છે. આપનો વિશ્વાસુ, Omem નિયામકશ્રી ગુજરાત રાજ્ય અભિલેખાગાર ગાંધીનગર. આત્મ કથાઓ • ૫૪૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયોની હેલી... ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તક મળ્યું. એક પછી એક ઘટના વાંચતા જઈએ અને ભૂકંપ કેવો હૃદયદ્રાવક હતો તે અનુભવાતું જાય અને “મા મૂત્ ક્રોડપ ફુ:ણમા' આ ભાવના દિલમાં ઘુંટાતી જાય. વાસ્તવિક ઘટનાઓ હદયને તરત અસર કરે છે અને તે ઘટનાઓ જ્યારે મુનિચન્દ્રવિ.ની કલમે આલેખાય ત્યારે અંતરને અડ્યા વિના - ૨ડાવ્યા વિના રહેતી નથી. પૂ. ગુરુદેવ (પૂ. કલાપૂર્ણસૂરિજી)ને પણ થોડાક પ્રસંગો ગઈ કાલે સંભળાવ્યા. તેઓશ્રી પણ ગદ્ગદિત બની ગયા. - પં. કલ્પતરુવિજય પો.વ. 8, બાલવાડા (રાજસ્થાન) કહે કલાપૂર્ણસૂરિ-૩ મણિકાન્તભાઈ ઝવેરી પાસેથી મેળવ્યું. લલિતવિસ્તરાની અનુપ્રેક્ષામાં ભીંજાવાનું ભાથું મળ્યું. રવિવારીય સમૂહ પ્રવચન-માળાના અંશો નિહાળ્યા. એ પાવનીય નમનીય દેશ્યમાં સાક્ષાત્ તો હાજર નહોતા, પણ ઝલકનો અનુભવ મળ્યો. સંકલન અદ્દભુત કર્યું છે. બાંધવ-બેલડીના આ સુકતો ચિરંજીવ નજરાણા બની રહેશે. * મુનિ દેવરાસાર gjores ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તકમાં પ્રત્યક્ષ નિહાળેલ પ્રસંગોને શબ્દોમાં કંડારી અનિત્યાદિ ભાવનાઓ દ્વારા બિહામણા સંસાર-સાગરનું તાદેશ સ્વરૂપ ખડું કરેલ છે. કરુણતા, ખુમારી, ઉપગ્રાહિતા આદિ ગુણોને ખીલવવામાં આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે. * દલસુખભાઈ એફ. શેઠ સેક્રેટરી : જૈન સંઘ, ડીસા : તા. 2-2002 હમણાં હું દિલ્હી ગયેલો. ત્યાં કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાના ટેબલ પર આપનું પુસ્તક (ભૂકંપમાં ભ્રમણ) જોવા મળ્યું. મને ખૂબ જ આનંદ થયો. * રાજુભાઈ એન. કુબડીયા રાધનપુર આત્મ કથાઓ * 544