________________
-
(જ8) હું ઈલાચી પુરક
પ્રેરણા મળી. હવે મને મારું દુઃખ કાંઇ જ નહિ લાગે.
સાધ્વીજી મહારાજને વંદન કરીને ઘેર જતી એ બેનના મનમાં કેટલાય દિવસો સુધી આ જીવન ગુંજતું રહ્યું. દુઃખને પણ ઉપકારી ગણાવતા સાધ્વીજીની પેલી પંક્તિઓ સતત યાદ આવતી રહી :
સુખ મથે શિલા પડો, પ્રભુ હૃદય સે જાય; બલિહારી હૈ દુ:ખકી, પલ-પલ નામ જપાય.
| (આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૯૨)
કહેવાય છે કે કીર્તનથી જીવન બદલાઇ જાય, પણ મારા જીવનમાં આનાથી ઊલટું બન્યું, કીર્તનનું શીર્ષાસન થઇ ગયું ! “કીર્તન' ને ઉલ્ટાવો : ‘નર્તકી’ થશે. હા... હું નર્તકીના દર્શને બદલાઇ ગયો, મારી ખાનદાનીને ભૂલી અવળે રસ્તે ચડ્યો. પ્રભુ-કીર્તન કરીને આત્મ-કલ્યાણ કરનારા ઘણા સંતોને સાંભળ્યા હશે. પણ નર્તકીમાં પાગલ બનેલા મારા જેવા ઘણા ઓછાઓને સાંભળ્યા હશે !
નર્તકીથી કીર્તન તરફ હું કઈ રીતે વળ્યો એ પણ જાણવા જેવું છે.
મારા એલાવર્ધન ગામમાં આવેલી નટ-મંડળીમાંની એક નર્તકી મારી આંખોમાં એવી વસી ગઇ કે ન પૂછો વાત ! આંખમાં કણી પેસી જાય તો હજુયે નીકળી શકે, પણ કન્યા પેસી જાય તો નીકળવી મુશ્કેલ ! આંખમાં કણી પેસતાં તો માણસ બંધ આંખે આંધળો બની જાય ! પણ કન્યા પેસતાં તો ઉઘાડી આંખે આંધળો થઇ જાય. પોતાની ખાનદાની, પ્રતિષ્ઠા વગેરે કાંઇ પણ એને ન દેખાય. હું પણ છતી આંખે આંધળો થઇ ગયો હતો.
મેં તો દઢ સંકલ્પ કરી લીધો : ‘પરણવું તો આ કન્યા ને જ ! આના સિવાયની બીજી બધી જ સ્ત્રીઓ મારા માટે મા-બહેન !'
એ નર્તકીને જોતાં જ મારા હૃદયના તાર ઝણઝણી ઊડ્યા. મને એવું લાગ્યું કે આને હું ક્યારથીયે ઓળખું છું, આનું સર્જન મારા માટે જ થયું છે ! જો આ નથી તો મારા માટે આ વિશ્વમાં બીજું કોઇ નથી. જો આ છે તો બધું જ છે !
હું એ કન્યામાં આખા વિશ્વનું દર્શન કરી રહ્યો હતો. એના પ્રથમ દર્શને જ હું અભિભૂત બની ગયો હતો અને જાત ભૂલી ગયો હતો. જે દર્શનમાં હૃદય ભળે છે, ત્યાંથી બુદ્ધિ હટી જાય છે. એટલે જ આપણે કહીએ છીએ કે “આ પ્રેમમાં પડ્યો !” પ્રેમમાં પડવું એટલે મગજમાંથી હૃદયમાં પડવું ! મગજની પાસે તર્ક હોય છે, કારણ હોય છે. હૃદય પાસે
પરકાય - પ્રવેશ • ૩૦૩
આત્મ કથાઓ • ૩૦૨