________________
વલોવાઇ રહ્યું હતું. મામાએ તરત જ વિમાન અટકાવ્યું. બાળક જ્યાં પડ્યું હતું ત્યાં તપાસ કરી તો આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે બાળક જે ટેકરા પર પડ્યું હતું તેનો ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો અને બાળક ખડખડાટ હસતું હતું. મારા મામાએ બૂમ પાડી : અરે ભાણી ! હવે શાણી થા ! લે આ તારો બાળક ! જો ક્યાંય ઇજા થઇ છે ? એનું બળ તો તું જો. ટેકરો તૂટી ગયો, પણ બાળક અખંડ છે. અત્યારે પણ આટલી શક્તિ છે તો મોટો થઇને એ કેવો શક્તિશાળી થશે? એની જરા કલ્પના તો કર.
મેં મારા લાલને હાથમાં લઇ લીધો અને અપાર ચૂમીઓથી નવડાવી દીધો.
હવે અમે સૂર્યપુરમાં મામાને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યાં. જંગલમાં પધારેલા જ્ઞાની મુનિએ કહ્યું જ હતું કે હવે થોડા જ સમયમાં દુઃખની રાત વીતી જશે અને સુખનું પ્રભાત પ્રગટશે. મારા હૃદયની ખુશી કહી રહી હતી કે હવે નજીકના સમયમાં પતિનું મિલન થશે.
અને સાચે જ એક દિવસે મેં સભામાં એક આગંતુકને જોયો. જોતાં જ મને યાદ આવ્યું : અરે, આ તો મારા પતિનો મિત્ર લાગે છે, ઋષભદત્ત ! ઋષભદત્ત તરત જ મને ઓળખી ગયો. એ મારી તપાસ કરવા જ આવ્યો હતો.
એણે મારા સાંભળતાં મારા મામા રાજા સૂર્યકેતુને કહ્યું : રાજનું! અમે યુદ્ધ પતાવીને ઘેર આવ્યા. પવનંજ્ય અંજના વિષે પૂછ્યું ત્યારે તેની માતાએ કહ્યું : બેટા ! એ કુલટાને તો મેં કાઢી મૂકી. એ કાઢવા જેવી જ હતી. આ સાંભળતાં જ પવનંજ્યને જબરદસ્ત આંચકો લાગ્યો, એને જીવતર ખારું ઝેર લાગ્યું. એ તો જીવતો સળગીને મરી જવા જ તૈયાર થઇ ગયો. મેં ઘણી મુશ્કેલીએ રોક્યો છે અને કહ્યું છે : તું ત્રણ દિવસ વાટ જો. ત્રણ દિવસમાં જો અંજના ન મળે તો તારી મરજી પ્રમાણે કરજે.
- ત્યાર પછી હું અંજનાની તપાસ કરવા નીકળ્યો. ફરતો-ફરતો અહીં સૂર્યપુરના ઉપવનમાં આવ્યો ત્યારે સ્ત્રીઓની મુખેથી સાંભળ્યું : “અહીં રાજાની ભાણેજી અંજના આવી છે. તેનો નાનકડો છોકરો શું તેજસ્વી
આત્મ કથાઓ • ૩૦૦
છે ! સુર્ય પણ ઝાંખો લાગે !' આવું સાંભળતાં મને થયું : અંજના અહીં જ હોવી જોઇએ. હું અંજનાને લેવા જ આવ્યો છું.
મારી સન્મુખ જોઇ ઋષભદત્તે કહ્યું : અંજના ભાભી ! ચાલો પ્રહાનપુરમાં ! આપના વિના મારો મિત્ર નહિ જીવે. આજે છેલ્લો ત્રીજો દિવસ છે. આજે જો આપણે ત્યાં ન પહોંચ્યા તો કાયમ માટે હાથ ધોઇ નાખવા પડશે. આપ પ્યારા પતિને ગુમાવશો અને હું પ્રાણપ્રિય મિત્રને ગુમાવીશ.
સૂર્યકેતુ રાજાની અનુજ્ઞા લઇ હું પુત્ર અને સખી સાથે ચાલી નીકળી. અમારું વિમાન ઘર૨... કરતું પ્રલાદનપુરના પાદરે ઊતર્યું. મારા પતિદેવ બળી મરવાની તૈયારી કરતા હતા ત્યાં જ મને જોઇને લોકોએ બૂમ પાડી :
અંજના દેવી ! જલદી પધારો. પવનંજ્યના પ્રાણ ખતરામાં છે. લોકોની બૂમો સાંભળતાં પવનંજ્ય આપઘાત કરતા અટકી ગયા.
અમારા બંનેનું મિલન થયું. પ્રીતિ દિન-પ્રતિદિન વધવા લાગી. વિયોગ પછીનો સંયોગ અત્યંત મધુર હોય છે.
અમારા પુત્રનું નામ અમે પાડ્યું : હનુમાન ! કારણ કે એની હજુ (હડપચી-દાઢી) સુંદર અણીયાળી હતી. હનુમાનનું નામ તો તમે સાંભળ્યું હશે ? રામ-રાવણના યુદ્ધમાં રામના વફાદાર સેવક હનુમાનનું પરાક્રમ તમે ન જાણ્યું હોય - એવું ન બની શકે.
પછી તો અમે એક સાધુ ભગવંતની પાસે વૈરાગ્યવાસિત થઇ દીક્ષા લીધી. આજે મારા પતિ પવનંજ્ય મુનિ છે ને હું અંજના સાધ્વી છું. બોલ, હવે તું જ કહે : મારા જેટલા દુઃખો તારા જીવનમાં આવ્યા છે?
ના... મહારાજ ! ના... આપનું જીવન સાંભળતાં તો મારું હૃદય કંપી ઊઠ્યું. આપના દુઃખના મેરુ પાસે મારું દુઃખ તો રાઇ જેટલું પણ નથી. મહારાજ ! આપે તો કમાલ કરી. દુઃખોની વચ્ચે આપે રાખેલી દઢતા દુનિયા માટે દીવાદાંડીરૂપ બનશે. આપનું નિર્મલ શીલ વિશ્વ માટે પ્રેરણારૂપ બનશે. આર્યવર્તમાં થઇ જનારી મહાસતીઓમાં અગ્રીમ હરોળમાં આપનું નામ આવશે. મોટા મોટા આચાર્યો પણ આપની યશોગાથા ગાતા રહેશે. મહારાજ ! આપના જીવનમાંથી મને ઘણી જ
પરકાય - પ્રવેશ • ૩૦૧