________________
તર્ક કે કારણ કશું જ નથી હોતું, માત્ર પ્રેમ હોય છે. એટલે જ પ્રેમમાં કોઇ કારણ નથી હોતું. ‘કારણ’ હોય છે ત્યાં પ્રેમ નથી હોતો, માત્ર સ્વાર્થ હોય છે. પ્રેમ કરવાથી થતો નથી એ થઇ જાય છે. પ્રેમીને કોઇ પૂછે : “તું શા માટે પ્રેમ કરે છે ?' એની પાસે એનો કોઇ જવાબ નહિ હોય. ‘શા માટે ? શો લાભ? કેમ ?” એ બધી ભાષા બુદ્ધિની છે, હૃદય પાસે આવી ભાષા જ નથી. એની દુનિયા જ અલગ છે. મને પણ ઘણા પૂછતા : ‘આવી નટડી પાછળ શું પાગલ થયો છે ? એના કરતાં ઘણી સુંદર બીજી ઘણી જ કન્યાઓ છે.” પણ આવા પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ ન્હોતો. જેમાં કોઈ કારણ નથી હોતું. એવો જ પ્રેમ સાચો હોય છે, જન્માંતરના ઋણાનુબંધવાળો હોય છે.
એ નટડી પાછળ હું ફના થવા તૈયાર થયો હતો. પિતાજીએ મને ઘણું સમજાવ્યું, પણ હું એકનો બે ન થયો. મારા પ્રેમની ખરી કસોટી ત્યારે જ થઇ જ્યારે નટડીના પિતાએ સાફ-સાફ કહી દીધું : અમે તો નટ સિવાય બીજા કોઇને પણ અમારી પુત્રી પરણાવવાના નથી.” ક્ષણવાર તો હું હતપ્રભ બની ગયો : શું આ નર્તકી મારા હાથમાં નહિ આવે ? પણ બીજી જ ક્ષણે મારું મન-ગગનમાં વિચારની વીજળી ઝબૂકી ઊઠી: પણ હું નટ બની જાઉં તો ! ભલે હું જન્મથી નટ નથી, પણ કર્મથી તો ન બની શકે ને ? પછી તો નર્તકી મને મળશે ને ?
મેં મારા વિચારો પેલા નટને જણાવ્યા ત્યારે તેણે ઠંડે કલેજે કહી દીધું : તમારી ઘણી જ ઇચ્છા હોય તો આવી જાવ અમારી સાથે. પણ યાદ રાખજો તમારે નાટ્ય-કળામાં પ્રવીણ થવું પડશે. ગામડે-ગામડે ભટકવું પડશે. ટાઢ-તડકા ઠંડી-ગરમી વગેરેના કષ્ટ સહવા પડશે. જીવ સટોસટના ખેલ ખેલીને અમારી કળામાં એકદમ પારંગત બનવું પડશે અને મહત્ત્વની વાત... આવી કળાથી જ્યારે તમે કોઇ કલાના મર્મજ્ઞ રાજાને રીઝવશો અને એ જો અઢળક ધન આપશે તો જ અમે આ નર્તકી તમારી સાથે પરણાવીશું.
છેલ્લે એક મહત્ત્વની વાત સાંભળી લો : વાંસ કે દોરી પર નાચતાંનાચતાં જો તમે ક્યાંક ગબડી પડો અને તમારા હાથ પગ ભાંગી જાય,
આત્મ કથાઓ • ૩૦૪
તમે અપંગ બની જાવ તો અમે ન પણ પરણાવીએ. આ બધા મુદ્દા પર પૂરો વિચાર કરીને આવવું હોય તો આવજો.”
હું આ બધી આકરી શરતો પાળવા તૈયાર થઇ ગયો ! આવું કરતાંકરતાં મરી જઇશ, ફના થઇ જઇશ, પણ નર્તકીને લીધા વિના નહિ જંપું - મારા હૃદયનો દેઢ પોકાર હતો. નર્તકીને મેળવતાં મૃત્યુ આવે તો મંજૂર છે, પણ નર્તકી વિનાનું જીવન મંજૂર નથી - આ મારા રોમ-રોમમાંથી ફુટતો અવાજ હતો. બોલો, મારામાં અને દીવાની જ્યોતમાં બળી મરવા તૈયાર થઇ જતાં પતંગિયામાં કોઇ ફરક ખરો ? સાચે જ આજે હું નટડીની પ્રેમ-જ્યોતિમાં બળી મરવા તૈયાર થઇ ગયો હતો.
મારો ઉત્સાહ જોઇ નટે પણ મને સાથે લઇ લીધો. જોત-જોતામાં હું નટોની કળામાં કુશળ થઇ ગયો. જ્યારે તમે કોઇ વસ્તુની કે કોઇ વિદ્યાની પ્રાપ્તિ માટે તમારા સંપૂર્ણ અસ્તિત્ત્વ સાથે મચી પડો ત્યારે ભાગ્યે જ એની પ્રાપ્તિમાં સંદેહ રહે. કોઇ વસ્તુ ન મળે તો સમજવું હજુ આપણે પૂરી તાકાત લગાવીને કૂદી પડ્યા નથી. વર્ષો વીતતાં હું એકદમ કલા-
નિષ્ણાત બન્યો. એ નિષ્ણાતતા કેળવવામાં મેં ખૂબ જ સહન કર્યું હતું; ટાઢ-તડકો, ભૂખ-તરસ, માનઅપમાન બધું જ ! કલાની સિદ્ધિ, સાધના વિના મળતી નથી. પણ હજુ એ સિદ્ધિ પર કોઇ રાજાની મહોરછાપ હોતી લાગી. કોઇ રાજાની મહોરછાપ અને મહેર ખૂબ જ જરૂરી હતા. એ માટે અમે કોઇ કલામર્મજ્ઞ રાજાની તપાસ કરતા હતા. આખરે અમારી નજર બેન્નાતટના રાજા પર ઠરી. એને પ્રસન્ન કરવા મેં બીડું ઝડપ્યું.
રાજમહેલના વિશાળ પ્રાંગણમાં મારો ખેલ શરૂ થયો. માણસો તો કીડીયારીની જેમ ઊભરાયા હતા. રાજા સ્વયં જ્યાં પ્રેક્ષક હોય ત્યાં પ્રજા શાની બાકી રહે ? આજે હું પણ ઉત્સાહમાં હતો. પૂરા દિલથી હું મારી કળા બતાવવા લાગ્યો. મારી પ્રેયસી નીચે ઢોલ વગાડતી હતી અને હું વાંસડા પર બાંધેલી દોરી પર એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં તલવાર લઇ નાચી રહ્યો હતો. એટલા જોરશોરથી નાચી રહ્યો હતો કે જોનારને એમ જ લાગે : એ પડ્યો... હમણાં પડ્યો.. પણ મેં કળા
પરકાય - પ્રવેશ • ૩૦૫