SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પર એટલી પકડ જમાવી દીધેલી કે પડવાનું બને જ નહિ. જો કે જરાક સાવધાની ચૂછ્યું તો મારા સોએ વરસ હમણાં જ પૂરા થઇ જાય તેમ હતા... પણ સાવધાની સતત સંભાળી રાખવી એ જ સાધના છે ને ? દોરી પરના મારા અભુત નૃત્ય જોઇને લોકો આફરીન પુકારી ગયા. “વાહ ! વાહ ! અદ્ભુત ! અદ્ભુત !”ના અવાજો તથા તાળીઓના ગડગડાટોથી લોકો પોતાનો હર્ષ વ્યક્ત કરી રહ્યા હતા. કોઇ એવો પ્રેક્ષક હોતો જે તાળીઓ પાડતો ન હોય ! કોઇ એવું માથું હોતું જે આશ્ચર્યથી ડોલી રહ્યું ન હોય ! કોઈ એવી આંખો હોતી જે સ્તબ્ધ થઇને જોતી ન હોય ! શું બાળક કે શું વૃદ્ધ ? શું યુવતી કે શું વૃદ્ધા ? બધાના હૈયાં હેલે ચડ્યાં હતાં. મારો દિલધડક ખેલ પૂરો કરીને હું રાજા પાસે આવ્યો. મોટા ઇનામની આશાએ નમસ્કાર કરીને રાજા પાસે ઊભો રહ્યો... પણ રે... રાજાના ઠંડાગાર જવાબે તો મને જીવતો જ મારી દીધો. “મારું ધ્યાન તારા નાચમાં હતું જ નહિ. શી રીતે તારી કળાની પ્રશંસા કરી શકું? ફરીવાર તું કરી બતાવ.” રાજાના આ બેફીકરા જવાબે મને એવી તો દાઝ ચડી ગઇ કે બે-ચાર સંભળાવવાનું મન થઇ ગયું. “જો તમારું ધ્યાન નાચમાં ન્હોતું તો ક્યાં હતું? અહીં જોવા આવ્યા છો કે ઊંઘવા ? જો આમ જ હતું તો પહેલેથી કહેવું હતું ને? લોકોની આટલી બધી તાળીઓ પડી છતાં તમારું ધ્યાન નહિ ? તમે રાજા છો કે હજામ ? કલા મર્મજ્ઞ છો કે બલા મર્મજ્ઞ ?” પણ આવું હું કશું સંભળાવવા માંગતો ન્હોતો, આવેલી તકને ગુમાવવા માંગતો ન્હોતો. ગમે તેમ કરીને રાજાને રીઝવીને નર્તકીને હસ્તગત કરવામાં જ મને રસ હતો. આ માટે નારાજગીનું ઝેર મારે પીવું જ પડે તેમ હતું. અણગમાની આછી પણ રેખા મુખ પર દેખાડ્યા વગર, પ્રસન્નતાનું સ્મિત દેખાડીને હું પૂરા ઉત્સાહ સાથે ફરી વાંસડા પર ચડ્યો. ધબાંગ.. ધબાંગ... ધબાંગ... ઢોલ વાગી ઊઠ્યા અને હું ફરી નાચવા લાગ્યો, જીવ સટોસટના ખેલો કરવા લાગ્યો. ફરી શાબાશ... શાબાશ... ના અવાજો લોકોમાં ગુંજવા લાગ્યા. આત્મ કથાઓ • ૩૦૬ પણ ઓહ! રાજા પાસે હું ગયો ત્યારે ફરી એ જ ટાઢોબોળ જવાબ સાંભળવા મળ્યો. હું તો આભો જ થઇ ગયો. આ રાજાને શું કહેવું ? હું જોઇ રહ્યો હતો કે બધા જ લોકો ઇનામ આપવા માટે તૈયાર હતા, પણ રાજા પહેલ ન કરે ત્યાં સુધી કોણ આપી શકે ? રાજાના કહેવાથી ફરી એકવાર હું વાંસડા પર ચડ્યો. હવે તો શરીર પણ થાકી ગયું હતું. પહેલાં જેટલી ર્તિ ન હોય તે પણ સ્વાભાવિક છે. છતાં હિંમત રાખીને મન મૂકીને હું નાચ્યો. મરણના ભયને પણ મેં આઘો મૂકી દીધો. ‘કરેંગે યા મરેંગે'ની ધૂન મારા પર સવાર હતી. “નર્તકી મેળવવી યા તો મોત મેળવવું” નો મારો દઢ નિર્ધાર હતો. ફરી રાજા પાસે આવ્યો, પણ અફસોસ ! રાજાનું હૃદય ન પીગળ્યું તે ન જ પીગળ્યું. મગશૈલ પથ્થર પીગળી જાય, પણ આ હૃદય કદાચ નહિ પીગળે. શું મારી આટલા વર્ષોની સાધના નકામી જશે ? રાજા નહિ રીઝે ? નર્તકી નહિ મળે ? મારું જીવતર એળે જશે ? - એક સાથે વિચારોનું વાવાઝોડું મારા મનમાં ધસી આવ્યું. પણ દેઢ ધીરતાથી એ બધા જ નબળા વિચારોને હડસેલીને હું ફરી ઉપર ચડ્યો. શરીર એકદમ થાકી ગયેલું હોવા છતાં હું મન મૂકીને નાચવા લાગ્યો. નાચતાં-નાચતાં મેં રાજા તરફ જોયું : રાજાની નજર ક્યાં છે ? ઓહ ! રાજા તો મને જોવાને બદલે મારી નર્તકીને જોઇ રહ્યો છે. એની આંખમાં વિકારના સાપોલિયાં રમતાં દેખાયા અને તરત જ મારી વિચારધારા બદલાઇ : લાગે છે કે આ રાજા પણ મારી જેમ નર્તકીની પાછળ પાગલ બન્યો છે. મને વારંવાર એ દોરી પર નાચવા એટલે જ ચડાવે છે. “હું ઉપરથી ગબડી પડું અને મરી જાઉં! નર્તકી સીધી મારી પાસે.” એવા રાજાના વિચારો જાણતાં મને વાર ન લાગી. જ્યાં રક્ષક રાજા પોતે જ ભક્ષક બનતો હોય ત્યાં બીજી આશા રાખવી નકામી ! ત્યાં જ મારી નજર જરા દૂર એક સ્થાન પર પડી. એક રૂપવતી યુવતી યુવાન જૈન મુનિને હાવભાવ સાથે વહોરાવી રહી હતી. પણ એ મુનિ તો પ્રશાંતભાવે એ યુવતીની સામું પણ જોયા વિના વહોરી રહ્યા હતા. મુનિના એ પ્રબળ સત્ત્વ અને દેઢ વૈર્ય સામે મને મારી જાત સાવ પરકાય - પ્રવેશ • ૩૦૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy