________________
જ વામણી દેખાઇ ! અરેરે ! ક્યાં એ નિર્વિકાર મુનિ ! ક્યાં હું સવિકાર ધુની ? સંપૂર્ણ એકાંત અને થનગનતું યૌવન હોવા છતાં આ મુનિ કેવા નિર્વિકાર છે? ધિક્કાર છે મારી જાતને ! હું વાસના પાછળ પાગલ બન્યો. નાત-જાત-કુલ-ગામ વગેરે કશું જ ન જોતાં આ નર્તકીના રૂપમાં પાગલ બન્યો ! માતા-પિતાની સેવા કરવાના બદલે એમનાથી દૂર રહ્યો. નર્તકીને મેળવવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યો. જાણે નર્તકીમાં જ આખું વિશ્વ આવી ગયું ! હવે આ નર્તકીની પાછળ રાજા પણ પાગલ બન્યો છે ! નર્તકીને જ ખબર પડી ગઇ કે રાજા મને ચાહે છે તો એ શું રાણી બનવા તૈયાર નહિ થઇ જાય ? સંસારનો પ્રેમ એ કોઇ પ્રેમ છે? એકમાત્ર વંચના છે વંચના ! સ્ત્રી-પુરુષ બંને એકબીજાને માત્ર ભ્રમણામાં જ નાખીને જીવતા હોય છે. જ્યાં અધિક સત્તાવાળો, અધિક સંપત્તિવાળો કે અધિક રૂપવાળો કોઇ પાત્ર મળતાં જ પ્રેમનો પ્રવાહ બદલાઇ જવાની ભીતિ હોય એ કોઇ પ્રેમ છે ? પ્રેમ નહિ, માત્ર પ્રેમનો વહેમ છે ! આ પ્રેમ તો માત્ર આભાસી છે. રૂપ ઓસર્યું કે પ્રેમ ગયો ! પૈસા ગયા કે પ્રેમ ગયો ! બીજું સારું પાત્ર મળ્યું કે પ્રેમ ગયો ! વળી, પ્રેમ-પાત્ર સાથે સદાકાળ થોડું સાથે રહી શકાય છે ? બીજું કાંઇ નહિ તો પણ મૃત્યુનો ભય છે જ. મૃત્યુના એક જ ઝાટકે બંને પ્રેમી પંખીડા તદ્દન છુટા પડી જાય છે, બંને વચ્ચે સેંકડો જોજનનું આંતરું પડી જાય છે ! પ્રેમ કરવો હોય તો પરમાત્મા સાથે કરવો જે કદી તૂટે જ નહિ. અવિનાશી સાથેનો પ્રેમ અવિનાશી બને છે. વિનાશી સાથેનો પ્રેમ વિનાશી જ રહેવાનો અને મારું મન અવિનાશી તત્ત્વના ચિંતનમાં સરકી પડ્યું. હું ચિંતનમાં એટલો ઊંડો ઊતરી પડ્યો કે ચિંતન કરનારું મન જ અદૃશ્ય થઈ ગયું. હું મનની પેલે પાર પહોંચી ગયો... ધ્યાનની એટલી તીવ્રતા હતી કે ક્ષણવારમાં જ બધા સીમાડાઓ ઓળંગી ગયો. મારામાં આનંદનો નિરવધિ સમુદ્ર ઊછળવા લાગ્યો. હું કોઈક અગોચર વિશ્વમાં જતો હોઉં તેવું મને લાગવા માંડ્યું. ને... ક્ષણવારમાં હું કેવળજ્ઞાની બની ગયો. સંપૂર્ણ વિશ્વના ત્રણેય કાળના ભાવો એકીસાથે મારી અંદર સંક્રાંત થઇ ઊઠ્યા. હવે હું એવી અવસ્થામાં પહોંચી ગયો હતો કે જેનું શબ્દોથી વર્ણન કરી શકે નહિ.
સર્વજ્ઞ હોવા છતાં પણ નહિ. આ અવસ્થા જ એવી છે, જેની માત્ર અનુભૂતિ જ શક્ય છે, અભિવ્યક્તિ નહિ. જે પ્રાપ્ત કરીને મનુષ્ય વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચી શકે છે, એ શિખર પર હું અનાયાસે જ આરૂઢ થઇ ચૂક્યો હતો. માનવ આત્મવિકાસના માર્ગે જઈ વધુ ને વધુ મેળવી શકે, જે મળ્યા પછી કશું જ મેળવવાનું બાકી ન હોય, તે મને મળી ચૂક્યું હતું. - યાદ રહે કે ત્યારે મારી નાચવાની ક્રિયા ચાલુ જ હતી. જરૂરી નથી કે તમે પદ્માસન લગાવીને આંખો બંધ કરીને બેઠા હો ત્યારે જ કેવળજ્ઞાન થાય. કૂરગરૃમુનિની જેમ ખાતા-ખાતાં પણ થઇ શકે, ગૌતમસ્વામીની જેમ વિલાપ કરતાં-કરતાં પણ થઇ શકે, અષાઢાભૂતિની જેમ નાટક કરતાંકરતાં પણ થઇ શકે. પૂર્વભવના પ્રબળ સંસ્કારો આ રીતે અચાનક પણ જાગૃત થઇ શકે અને તમે કોઇ પણ ક્રિયા કરતાં-કરતાં શુક્લધ્યાનમાં પ્રવેશ કરી શકો અને નૂતન સૃષ્ટિમાં અવતરણ કરી શકો.
મને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ દેવો મારી ભક્તિ કરવા દોડી આવ્યા. એક આત્મા જ્યારે પોતાના કેન્દ્ર પર સંપૂર્ણ સ્થિર બને ત્યારે દેવોની દુનિયામાં પણ ખળભળાટ મચી જાય, ભક્તિ કરવા દેવલોકથી તેઓ અહીં દોડી આવે, આ વિશ્વનો સામાન્ય નિયમ છે.
મારા કેવળજ્ઞાનનો મહિમા કરવા દેવો દોડી આવ્યા. સુવર્ણકમળની રચના કરી. વાંસડા પરથી નીચે ઊતરી હું દેશના આપવા લાગ્યો.
લોકો તો આભા થઇને જોઇ જ રહ્યા હતા : અચાનક જ આ શું થઇ ગયું ? ક્યાં નાચનારો ઇલાચીપુત્ર ને ક્યાં ઉપદેશક ઇલાચીપુત્ર ? આ તો ગજબનો ચમત્કાર !
આખી નૃત્ય-સભા ક્ષણવારમાં દેશના-સભામાં પલટાઇ ગઇ. મેં ઈચ્છાઓની ભયંકરતા અને સંસારના નૃત્ય પર દેશના આપી. લોકો ચોકન્ના થઇ મારી દેશના સાંભળી રહ્યા.
રાજાએ નટડી પ્રત્યેના અનુરાગનું કારણ પૂછતાં મેં કહ્યું : “અમે ત્રીજા ભવમાં પતિ-પત્ની હતા. અમે બંનેએ વૈરાગ્યવાસિત થઇ દીક્ષા તો લીધી, પણ જાતિમદ ન મૂક્યો. “અમે ઊંચા છીએ.” એવી અમારી
પરકાય - પ્રવેશ • ૩૦૯
આત્મ કથાઓ • ૩૦૮