________________
માન્યતા જીવન પર્યંત રહી. આના કારણે ઉત્તમ કુળમાં જન્મ લેવા છતાં મારે નટ બનીને નાચવું પડ્યું અને પત્નીને નીચકુળમાં નટડીનો અવતાર મળ્યો. પૂર્વજન્મના સંસ્કારના કારણે મને આ જન્મમાં નટીને જોતાં જ તીવ્ર અનુરાગ પેદા થયો. એને મેળવવા મેં માતા-પિતા અને ગામ સુધ્ધાંનો ત્યાગ કર્યો... પછી તો તમે જાણો જ છો કે શું થયું ?
હું જોઈ રહ્યો હતો કે મારી વાત સાંભળતાં-સાંભળતાં સૌના હૃદયમાં પરિવર્તન આવી રહ્યું હતું. સૌ પ્રથમ તો નર્તકીને જ જાતિસ્મરણ જ્ઞાન થયું ને એ વિચારમાં ચડી : મારા રૂપના કારણે આ શ્રીમંત ઇલાચીપુત્રની કેવી હાલત થઇ ? ધિક્કાર હો આવા રૂપને જ્યાં કોઇ પતંગીયું બનીને બળી મરે. રાજા પણ મારી પાછળ પાગલ બન્યો. ખરેખર મારા રૂપે કોઇનું ભલું ન કર્યું, ભૂંડું જ કર્યું !” આવી વૈરાગ્યધારામાં આગળ વધતાં એ કેવળી બની.
રાજરાણીએ વિચાર્યું : “ઉત્તમકુળની હું રાણી હાજર હોવા છતાં રાજા હીન કુળની નટડીમાં પાગલ બન્યા ? ધિક્કાર હો વાસનાને !” આવી વિચારધારાની સીડી પર પગ મૂકતાં મહારાણી પણ કેવળજ્ઞાનના ભવનમાં પહોંચી ગયા.
રાજાએ વિચાર્યું : “હું કેવો હીન ? ઉત્તમકુળની રાણી પાસે હોવા છતાં હું હીન કુળની નટડીમાં મોહાયો ! ઇલાચીપુત્ર મરી જાય તો સારું - આવી વિચારસરણીએ ચડ્યો ! ધિક્કાર હો મને.” આવી વિચાર-ધારાની નાવડીમાં બેસી રાજા પણ સામે કિનારે રહેલા કેવળજ્ઞાનના નગરે પહોંચી ગયા.
આ દૃશ્ય જોઇ લોકો ચમત્કૃત થઇ ગયા અને પરસ્પર કહેવા લાગ્યા : નૃત્ય મળો તો આવું મળજો, જેથી સંસારનું સંપૂર્ણ નૃત્ય ખતમ થઇ જાય !
વાત પણ સાચી છે ને ? હજુ અર્ધો કલાક પહેલાં હું નર્તકીની પાછળ પાગલ હતો... પછી સાધુ-કીર્તન ભણી વળ્યો ને કર્મ-કર્તન કરી અત્યારે કેવળજ્ઞાની બન્યો. હવે, આ જ ભવનું નહિ, મારું ભવોભવનું નૃત્ય સમાપ્ત થઇ ગયું હતું.
సా
આત્મ કથાઓ • ૩૧૦
(૪૪) હું નૂપુરપંડિતા
“સ્ત્રીઓનું ચરિત્ર મનુષ્ય તો શું દેવ પણ જાણી શકતો નથી.” એ વાત તમે સાંભળી તો ઘણીવાર હશે, પણ વિશ્વાસ બેઠો ? ભરોસો થયો ? ભરોસો ન હોય તો મારું જીવન જાણી લો.
એક વખતે હું તળાવના કિનારે સ્નાન કરી રહી હતી અને એક રંગીલો, મોજીલો, ફુટડો યુવાન મારી નજરે ચડ્યો. અમારી આંખો પરસ્પર મળી અને આંખના દરવાજેથી અમારો પ્રેમ એક-બીજાના હૃદય સુધી પહોંચી ગયો. અમારા હૃદયના તાર ઝણઝણી ઊઠ્યા. પેલો યુવાન મારી પાસે આવી બોલવા લાગ્યો : આ નદી અને આ વૃક્ષો પૂછે છે કે સ્નાન કરવામાં આનંદ આવ્યો ? આ બોલનાર પણ પૂછે છે કે તેની મન-કામના પૂર્ણ થશે ?'
“નદીનું કલ્યાણ થાવ અને વૃક્ષોનું પણ કલ્યાણ થાવ. પૂછનારની કામના પણ પૂર્ણ થાવ.' મેં પણ મારા હૃદયની વાત એટલી જ ચાલાકીથી જણાવી દીધી. હજુ એ વધુ ખુલાસાપૂર્વક કંઇક પૂછવા માંગતો હતો, પણ તળાવ-કિનારે એટલી વસતિ હતી કે વધુ કાંઇ પૂછાય તેમ હતું જ નહિ. એ બિચારો નિરાશ થઇ ચાલ્યો ગયો. પણ હું એના હૃદયના ભાવો વાંચી રહી હતી : ગમે તેમ કરીને પણ એ મને મળવા પ્રયત્ન કરશે જ, મળશે જ.
મારી ધારણા સાચી પડી. એક દિવસે એક તાપસી મારા ઘેર આવી અને પેલા યુવકના મનની વાત કહી. પણ હું ક્યાં ઓછી માયા હતી ? જો તાપસીની પાસે મારા મનની વાત કહું તો એ તો આખા ગામમાં ઢંઢેરો પીટે. સ્ત્રીઓના પેટમાં વાત તો ટકે જો ગધેડીના પેટમાં ખીર ટકે - એ વાત હું સારી પેઠે સમજતી હતી. જો ગામમાં કંઇ પણ વાત ફેલાઇ જાય તો મારે જીવવું ભારે થઇ પડે, ઘરમાં રહેવું ભારે પડે, કોઇને મોઢું બતાવવું ભારે થઇ જાય.
મેં નક્કી કરી લીધું ઃ તાપસીને ગંધ ન આવવી જોઇએ કે આ પરકાય - પ્રવેશ - ૩૧૧