________________
-
(૪) હું ડામર્શક
અમારા મૃત્યુથી વૈરાગ્યવાસિત બનેલા અમારા પિતાએ રાજયગાદી પર અમારા મોટાભાઇ જહુના પુત્ર ભગીરથને બેસાડી પોતે અજિતનાથ ભગવાન પાસે દીક્ષિત બન્યા. ઘોર સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા.
અમારા મોટા ભાઇ જહુના નામ પરથી ગંગા જાહ્નવી તરીકે પણ ઓળખાય છે ને તેના પુત્ર ભગીરથના નામ પરથી તે ભાગીરથી તરીકે પણ ઓળખાય છે.
હવે તમે જાણવા ઇચ્છતા હશો કે અમારું શું થયું ? ના... મરીને અમે દુર્ગતિમાં ન ગયા, પણ સ્વર્ગમાં ગયા. કારણ કે અમારો ઉદ્દેશ તીર્થની રક્ષાનો હતો. ફળ હંમેશાં ઉદ્દેશ પ્રમાણે મળે. હા... અમે તીર્થની આશાતનાનું ઘોર ફળ પણ ચાખી લીધું હતું અને હવે તીર્થરક્ષાના કેવા રૂડાં ફળ હોય છે એ પણ ચાખવા મળ્યા. અમારા જીવન પરથી તમને જાણવા મળ્યું ને કે તીર્થની આશાતના અને તીર્થની ભક્તિના કેવા ખરાબસારા ફળો મળતા હોય છે ? તો હવે તમે કદી તીર્થની આશાતના કરતા નહિ. નહિ કરોને ?
નાનપણથી જ મારા ઉપર દુઃખના પહાડો તૂટી પડ્યા હતા... પણ તે છતાં મારે એટલું તો કહેવું જ પડશે કે દુઃખના એ પહાડો મારી પાસે આવતાં-આવતાં તો કાંકરા બની ગયા. અરે... રૂની પૂણી બની ગયા.
કોઇને પણ આશ્ચર્ય થાય - એવું મારું જીવન છે.
મારી જન્મભૂમિ રાજગૃહી, મારા પિતા સમૃદ્ધ શેઠ, પણ મને એમના નામની ખબર જ નથી. કારણ કે હું ૭-૮ વર્ષનો હતો ત્યારે જ મારું સંપૂર્ણ કુટુંબ મહામારીથી મરી પરવાયું હતું. ભયનો માર્યો હું ઘર છોડીને ભાગી ગયો હતો. ઘર છોડી દીધું એ કદાચ સારું જ કર્યું, નહિ તો હું પણ રોગનો ભોગ બની જાત.
સાગર શેઠને ઘેર હું ઘર-કામ કરવા લાગ્યો. આમ તો શેઠ ભલા હતા, પણ એક દિવસ શેઠજીની આંખ કરડાકી-ભરી થઇ ગઇ. તે દિવસે બે જૈન મુનિઓ ભિક્ષા માટે આવેલા. અંદરો-અંદર મારા વિષે કશું વાત કરતા હોય અને શેઠજીએ સાંભળી લીધી હોય - એવું બની શકે. ત્યાર પછી શેઠજી મારા પર નારાજ રહેતા હતા.
ત્રણ-ચાર દિવસ પછી હું ઘરથી બહાર જઇ રહ્યો હતો ત્યાં જ સામે ભયંકર આકૃતિવાળો ચંડાળ મળ્યો. ધગધગતા અંગારા જેવી તેની આંખો જોઇ હું તો ધ્રૂજવા લાગ્યો. એણે મારો હાથ પકડીને હાકોટો કર્યો : અય છોકરડા ! ચાલ મારી સાથે.
ક્યાં ?
બડબડ ના કર. મારી સાથે ચાલ્યો આવ.. નહિ તો આ તલવાર જોઇ છે? એમ બોલતાં જ એક લાફો ચોડી દીધો.
હું દડ... દડ... રડી પડ્યો.
પણ મારી આંખોના આંસુ લુછનાર કોઇ હોતું. મને એ સ્મશાનભૂમિએ લઇ ગયો. હાથમાં ખુલ્લી તલવાર લઇ એ બોલી ઊઠ્યો : છોકરા !
આત્મ કથાઓ • ૧૭૧
આત્મ કથાઓ • ૧૭૦