________________
ન કરે માટે અમે ખાઇ ખોદી છે.' અમારા જવાબથી જ્વલનપ્રભ દેવ કાંઇક શાંત થયો ને બોલ્યો ઃ સારું ત્યારે. તમે અજિતનાથના ભત્રીજા છો ને સગરચક્રીના પુત્રો છો. એટલે હું કાંઇ કરતો નથી, પણ બીજીવાર ખ્યાલ રાખજો.’ જ્વલનપ્રભ જતો રહ્યો.
જન્નુને ફરી વિચાર આવ્યો : આ ખાઇ તો કાળે કરીને પૂરાઇ જશે ને આપણી યોજના નિષ્ફળ જશે. માટે આપણે આ ખાઇને ગંગા નદીથી ભરી દઇએ તો ? જન્નુનો આ વિચાર અમને પણ ગમી ગયો. અમે ઠંડરત્નથી ખોદીને ગંગા નદીનો પ્રવાહ અહીં સુધી લઇ આવ્યા અને પાણીનો પ્રવાહ પૂરજોશથી ખાઇમાં પડવા લાગ્યો. પણ જ્વલનપ્રભના ભવનોમાં ફરી ઉપદ્રવ થયો. એના ભવનોમાં પાણી ભરાવા લાગ્યું. હવે તે ક્રોધથી આંધળો ભીંત બન્યો. તે ક્રોધથી ધૂંઆપૂંઆ થતો આવ્યો અને બોલ્યો ઃ બેવકૂફો ! તમને ના પાડી હતી કે હવે કાંઇ કરશો નહિ... છતાં તમે તમારું ડહાપણ ડોળ્યું ? હવે બીજીવાર તમને માફી નહિ મળે. અમે કાંઇ જવાબ આપીએ તે પહેલાં તો જ્વલનપ્રભની આંખમાથી ભયંકર આગની જ્વાળા નીકળી. અમે સાઠેય હજાર એકીસાથે ભસ્મીભૂત બની ગયા. જ્વલનપ્રભ બિચારો શું કરે ? એ તો માત્ર નિમિત્ત હતો. ખરેખર તો અમારા કર્મે જ અમને બાળ્યા હતા. સંઘને લૂંટવાનું બંધાયેલુ કર્મ હજુ પણ સંપૂર્ણ નષ્ટ ન્હોતું થયું એનું જ આ ફળ હતું.
અમારી સાથે આવેલા સૈનિકો તો જોતા જ રહી ગયા : અરર આ શું થયું ? આપણી નજર સમક્ષ જ આપણા માલિક ભસ્મીભૂત બની ગયા? હવે ચક્રવર્તીને મોં શી રીતે બતાવશું ? કોઇ અયોધ્યામાં પગ મૂકવા તૈયાર નથી. ત્યારે એક બ્રાહ્મણે આવીને કહ્યું : ચિંતા નહિ કરતા. તમારું કામ હું સંભાળીશ. એ કોઇનું બિનવારસી મડદું લઇને રાજાના મહેલ પાસે જઇ રડવા લાગ્યો. સગર મહારાજાએ કારણ પૂછતાં તેણે કહ્યું ઃ મહારાજા! મારો એકનો એક પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. તમે એને જિવાડી આપો. નહિ તો હું જીવી નહિ શકું. દયાળુ મહારાજાએ તરત જ ગારુડિકો બોલાવ્યા. તેઓએ પ્રયત્નો કર્યા પણ વ્યર્થ ! મૂર્છિત થયેલાને જાગૃત કરી શકાય પણ મરેલાને ક્યાંથી જિવાડી શકાય ? છતાં આત્મ કથાઓ - ૧૬૮
બ્રાહ્મણને દુઃખ ન થાય માટે કહ્યું : ભૂદેવ ! તમે જેના ઘેર કોઇનું મૃત્યુ ન થયું હોય તેવા ઘરથી રાખ લઇ આવો તો અમે તમારા પુત્રને જિવાડી દઇએ. પણ એવી રાખ મળે ક્યાંથી ? બધાના કુટુંબમાં કોઇને કોઇ તો મરેલું હોય જ ને ? ખુદ મહારાજાએ પણ કહ્યું : હે બ્રાહ્મણ ! મારા કુટુંબમાં પણ ઘણા-ઘણા મોટા-મોટા માણસો થયા છે. ભગવાન શ્રી આદિનાથ, ભરત ચક્રવર્તી, બાહુબલી, સૂર્યયશ, સોમયશ, દંડવીર્ય વગેરે મોટા મોટા પણ ગુજરી ગયા છે. કોઇ મોક્ષમાં ગયા તો કોઇ સ્વર્ગમાં પણ અહીં કોઇ કાયમ રહી શક્યું નથી તો તારો પુત્ર ક્યાંથી રહી શકે ? પણ બ્રાહ્મણે પોતાની લપ છોડી નહિ. એ બોલ્યો : મહારાજા ! ગમે તેમ કરીને મારા પુત્રને જિવાડો. એકનો એક એ પુત્ર તો મારા હૃદયનો ટુકડો હતો. મારું સર્વસ્વ હતું. મારા પ્રાણનો આધાર હતો. મારી આંખની કીકી હતો. અરે... મારા જીવનનું પણ જીવન હતો. તમે તો સમર્થ છો. મારું આટલું કામ કરી આપો.’
સગર મહારાજાએ કહ્યું : ‘હું તો શું ઇન્દ્ર પણ મરેલાને જીવાડી શકે નહિ. માટે હવે તમે કુદરતના સહજ ક્રમને સ્વીકારો ને વૈરાગ્યભાવનો આશ્રય લો.'
‘એમ ? તમારા જીવનમાં આવું કાંઇ થાય તો તમે પણ વૈરાગ્યભાવનો આશ્રય લેશો ? બ્રાહ્મણે બાજી પલટાવી. ‘હાસ્તો વળી.’ મહારાજાએ સહજ રીતે કહ્યું.
‘તો સાંભળો. તમારા સાઠેય હજાર પુત્રો મૃત્યુ પામ્યા છે.'
‘હે... શું વાત કરો છો ?’ મહારાજા તરત જ મૂચ્છિત થઇને ધરતી પર ઢળી પડ્યા. પછી જાગૃત થઇ ભયંકર વિલાપ કરવા લાગ્યા. આખરે એ વિલાપ વૈરાગ્યમાં પલટાયો : અરેરે... હું તો મનોરથો કરતો હતો કે મારા પુત્રો પૃથ્વીના શણગાર બનશે. ચારેબાજુ મારા નામને અજવાળશે. પણ... બધા એકી સાથે ચાલ્યા ગયા. હું અજિતનાથ ભગવાનની દેશના સાંભળવા છતાં... સંસાર અસાર છે... એમ જાણવા છતાં કેટલો મૂઢ રહ્યો ? વ્યર્થ મનોરથોના મીનારા ચણતો રહ્યો. હવે હું એવો મુક્તિનો મીનારો ચણું કે જે કદી પણ કાળના ઝપાટામાં તૂટે નહિ.
આત્મ કથાઓ • ૧૬૯