________________
બધા જ એકીસાથે ફસાયા અને તરફડી-તરફડી મરણ પામ્યા. ત્યાર પછી તો અમે સંસારમાં કેટલુંય ભટક્યા. અમને પોતાને પણ યાદ નથી કે કેટલું ભટક્યા ? ટીચાતા-કૂટાતા, કર્મોની લાતો ખાતા અમે એક વખતે ભીલો બન્યા. હા... અમે સાઠેય હજાર સાથે જ હતા.
જો કે ભીલના ભાવમાં તો સારા કાર્યની આશા જ ન રાખી શકાય, પણ અમારી ભવિતવ્યતા જોર કરતી હશે તેથી અમને એક મુનિ મળી ગયા. એમનો ઉપદેશ અમને ગમી ગયો. અમારી પલ્લીમાં જ તેઓશ્રી ચોમાસું રહેલા હતા. અમે તેમનો ઉપદેશ સાંભળવા દરરોજ જવા લાગ્યા. ધીરે-ધીરે અમારામાં પલટો આવવા લાગ્યો. અમે આમ તો માંસાહારી, શિકારી અને બધી વાતે પૂરા હતા. પરંતુ મુનિરાજના ઉપદેશથી અમે સાતેય વ્યસનોનો ત્યાગ કર્યો. પછી તો કંદમૂળ અને રાત્રિભોજન સુદ્ધાંનો પણ અમે ત્યાગ કર્યો. છેલ્લે છેલ્લે તો અમે અનશન લઇ લીધું. હા... હવે અમે સાચા અર્થમાં ધર્મી બની ગયા હતા... પણ તીર્થની આશાતના કરવાનું સંઘને લૂંટવાનું પેલું કર્મ હજુ ગયું હતું. અમે બધા અનશનમાં ધ્યાનસ્થ બેઠા હતા ત્યાં જ અચાનક અમારા પર વીજળી ત્રાટકી પડી. અમે એકીસાથે ભસ્મીભૂત બનીને મૃત્યુ પામ્યા. અંતિમ સમયે શુભ લેશ્યા હોવાથી અમે સદ્ગતિ પામ્યા.
સગર ચક્રવર્તીનું નામ તમે સાંભળ્યું હશે ? તેઓ બીજા ભગવાન શ્રી અજિતનાથના પિતરાઇ ભાઇ થાય. અમે સૌ સગર ચક્રવર્તીના પુત્રો બન્યા. હવે અમારું ઉત્થાન શરૂ થયું હતું. ગયા ભવમાં કરેલા ધર્મના પ્રભાવથી અમને અહીં અપાર સમૃદ્ધિ મળી. ચક્રવર્તીના પુત્રો હોઇએ પછી અમારા વૈભવમાં ખામી શી હોય ? પણ અમે વૈભવમાં આસક્ત ન બન્યા. અજિતનાથ ભગવાનના ઉપદેશથી અમારા કુટુંબમાં સૌ ધર્મી બનેલા હતા. અમને જન્મથી જ ઉચ્ચ ગુણવત્તાવાળું કુટુંબ મળ્યું હતું.
અમારા મોટાભાઇનું નામ હતું - જલ્. એક વખતે તેને પ્રસન્ન થયેલા પિતાએ વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે દંડ વગેરે રત્નો લઇને પૃથ્વી પર પરિભ્રમણ કરવાની રજા માંગી. ખુશ થયેલા પિતાએ દંડરન વગેરે આપ્યા અને અમે પર્યટન માટે નીકળી પડ્યા. જ્યાં જ્યાં તીર્થસ્થાનો
આત્મ કથાઓ • ૧૬૬
હતા ત્યાં ત્યાં અમે જઇ પહોંચ્યા. નવા-નવા મંદિરોના દર્શન કરતાં અપાર આનંદ આવ્યો. એક વખતે અમે અષ્ટાપદ તીર્થે જઈ પહોંચ્યા. ત્યાં ભરત ચક્રવર્તીના બનાવેલા મંદિરો જોઇ અમારા મનનો મોરલો નાચી ઊઠ્યો : વાહ ! કેવા સુંદર મંદિરો ! સોનાના મંદિરો ને રત્નની પ્રતિમા ! એ પણ પ્રભુના વર્ણ અને માન પ્રમાણેની ! અમે ખૂબ જ ભાવથી દર્શન કરીને પાછા વળી રહ્યા હતા ત્યારે અમને વિચાર આવ્યો : આ મંદિરો તો સુંદર છે, પણ ભાવિકાળ ખૂબ જ ખતરનાક આવશે. અહીં સોનાના મંદિરો ને રત્નોની પ્રતિમા છે એવો ખ્યાલ જો ભવિષ્યકાળમાં કોઇ રાજાને આવી ગયો તો અહીં પણ લૂંટ ચલાવશે અને તીર્થ નષ્ટ કરશે. આપણા વડવાઓએ આવાં સુંદર મંદિરો બનાવ્યાં છે તો તેની રક્ષા કરવાની આપણી ફરજ છે. તો તીર્થની રક્ષા માટે શું કરવું ? અમે સૌ વિચારમાં પડ્યા. અમારો મોટો ભાઇ જહુ બોલ્યો : “આપણે અષ્ટાપદની આસપાસ ઊંડી ખાઇ ખોદી નાખીએ તો કોઇ આવી શકે નહિ.”
‘તમારી વાત ખરી, પણ ખાઇ ખોદવી શી રીતે ?” અમે પૂછ્યું. | ‘અરે... એમાં ક્યાં મોટી વાત છે ? આપણી પાસે દંડરત્ન છે ને? તેની મદદથી થોડીવારમાં ખોદાઇ જશે.'
અમને બધાને જહુની આ વાત ગમી. અમે ખાઇ ખોદવા મંડી પડ્યા. દંડન જેવું એક હજાર દેવોથી અધિષ્ઠિત સાધન હતું ને અમારો ઉત્સાહ હતો. પછી જોઇએ શું? અમે તો જોત-જોતામાં ખૂબ જ ઊંડું ખોદી નાખ્યું. એક હજાર યોજન ઊંડી ખાઇ કરી નાખી. પણ ‘ત્તિ સર્વત્ર વર્જયેત્ આ સૂત્ર અમે ભૂલી ગયા. અતિ ખોદવાનું પરિણામ સારું ન આવ્યું. અમે એટલું બધું ઊંડું ખોદી નાખ્યું કે નીચે રહેલા નાગદેવો (ભવનપતિ દેવો)ના ભવનો પણ થોડાકે ખોદાઇ ગયા. આથી તેઓનો અધિપતિ જવલનપ્રભ દેવ ક્રોધથી ધમધમતો અમારી પાસે આવ્યો અને બોલવા લાગ્યો : અરે... તમે આ શું માંડ્યું છે ? પૃથ્વીકાયનો આટલો ભયંકર આરંભ ? શા માટે આ બધું કરો છો ? અમારા ભવનો તૂટી પડ્યા ત્યાં સુધી ખોદાય ?' અમે કહ્યું : અમારો ઉદ્દેશ તમારાં રહેઠાણો તોડવાનો નથી, પણ તીર્થરક્ષાનો છે. ભવિષ્યના લોકો આ તીર્થનો નાશ
આત્મ કથાઓ • ૧૬૭