________________
ધ્રુજી ઊઠે એવા દેશ્યો હતાં... પણ રે ! આ પાલકની છાતીને કાંઇ જ થતું હોતું ! જાણે કે એ વજની બનેલી હતી.
મારો એકેએક શિષ્ય જીવલેણ ઉપસર્ગની સામે ટટાર ઊભો હતો, જીવનની છેલ્લી ઘડીને ધન્ય બનવાનો આ જ સુઅવસર છે - એમ માનીને સ્વસ્થ હતો. આજે મને લાગ્યું : વર્ષોથી જે મેં મારા શિષ્યોને તૈયાર કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ગ્રહણ-આસેવન શિક્ષા આપી, આજે તે બધું સાર્થક બન્યું હતું ! મારી મહેનત લેખે લાગી હતી.
પેલો પાલક એકેક મુનિને પકડીને ઘાણીમાં નાખતો જતો હતો ને મૃત્યુના ખપ્પરમાં હોમાઇ જતા મારા શિષ્યોને જોઇ મારા હૃદયમાં ઝાટકા લાગતા હતા, હૃદય ફાટી જતું હતું, પણ બધું જ દુઃખ, બધી જ લાગણીઓ મનમાં ધરબી દઇને હું ઉપદેશ આપવા લાગ્યો : “ઓ મુનિવર ! ખૂબ જ સમતામાં રહેજો. સમાધિમાં રહેજો. સમાધિ માટેનો આ સુંદર અવસર છે, જનમ-જનમમાં આપણે અસમાધિથી મર્યા છીએ. એટલે જ આપણો સંસાર અકબંધ રહ્યો છે. એકવાર પણ સમાધિભર્યું મૃત્યુ મળ્યું હોત તો આ સંસાર ક્યારનોય કપાઇ ગયો હોત ! તમને પીલનાર આ પાલક પર જરાય ગુસ્સો નહિ કરતા. એ તો આપણા બધાનો પરમ ઉપકારી છે, કર્મક્ષયમાં સહાય કરનારો છે. મહાત્મનું! શરીર પર જરાય મમત્વ કરશો નહિ. આ શરીર તો કપડું છે. કપડાને પહેરનાર આત્મા જુદો છે. કપડું ફાટી જાય તો આપણે થોડા ફાટીએ છીએ ? આ શરીર તો મકાન છે. મકાનથી મકાન માલિક જુદો છે. ભાગ્યવાન ! દેહ અને શરીરના ભેદજ્ઞાનનો આ અણમોલ અવસર છે. તમે જુઓ... બરાબર તટસ્થતાથી જુઓ... તમારું શરીર પીલાઇ રહ્યું છે, પીસાઇ રહ્યું છે, પણ તમે અમર છો... તમને કોઇ પીસી શકે નહિ પીલી શકે નહિ, આ દુનિયામાં કોઈ એવું શસ્ત્ર નથી જે તમને હણી શકે, કોઇ એવી આગ નથી જે બાળી શકે, કોઇ એવો પવન નથી જે શોષી શકે. તમે અજર છો, અમર છો...
દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે; નાસી જાતી હમ થિરવાસી, ચોખે હવે નિખરેંગે,
અબ હમ અમર ભયે ન મરેંગે | આ દૃષ્ટિ રાખશો તો સાચે જ તમે અમર બની જશો.”
મારા આ ઉપદેશની સૌને જોરદાર અસર થઈ. બધા સમતામાં ઝીલતા રહ્યા. કોઇ પણ સાધુએ ઊફ... સુદ્ધા કર્યું નહિ. મુખ પર એટલી અપાર સમતા જણાતી હતી કે જોનારને લાગે : સાચે જ આ સાધુઓ પામી ગયા. હું જો કે છvસ્થ હતો, મુનિઓની આંતરિક પરિસ્થિતિ શું છે તે જાણી શકતો ન્હોતો, પણ હૃદયથી એમ લાગતું હતું : દરેક મહાત્મા કેવળજ્ઞાન મેળવી મોક્ષે પધારી રહ્યા છે.
આમ કરતાં-કરતાં ૪૯૯ મુનિઓ પીલાઇ ગયા. ઘાણીમાંથી લોહીની ધારા ચાલી રહી હતી... જાણે લોહીની નદી જ જોઇ લો ! બાજુમાં હાડકાઓનો ઢગલો થયો હતો ! હવે એક માત્ર મારા લાડકા બાલ મુનિ શિષ્ય બાકી રહ્યા હતા. એ મને ખૂબ જ પ્યારા હતા. હું એનું મૃત્યુ જોઇ શકું તેમ ન હતો. આથી મેં કહ્યું: ‘પાલક ! આ સુકુમાર બાળ મુનિનું મરણ મારાથી નહિ જોવાય. આથી એમ કરો : ‘પહેલાં મને પીલી નાખો... પછી બાળ મુનિ ! અત્યાર સુધી હું કાંઇ બોલ્યો નથી, પણ મારી માત્ર આટલી જ વિનંતી છે.”
એમ ? તમને વધુ દુઃખ થાય છે ? મારે તમને વધુ દુઃખી જ કરવા છે ! અત્યાર સુધી હું ચિંતામાં હતો : તમે દુઃખી કેમ નથી થતા? તમે જો દુઃખી ન થાવ તો મારો આ બધો પ્રયત્ન જ વ્યર્થ હતો. તમને વધુ દુઃખ થતું હોય તો તો હું હમણાં જ બાળ મુનિને ઘાણીમાં નાખું.' અટ્ટહાસ્ય વેરતા પાલકે બાળ મુનિને ઘાણીમાં નાખ્યા.
અંદરથી હું સમસમી ઊડ્યો, છતાં બધો ધંધવાટ અંદર દબાવીને મેં બાળ મુનિને અંતિમ નિર્ધામણા કરાવી. એ સમાધિપૂર્વક કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા.
- હવે મારો નંબર હતો. અત્યાર સુધી દબાવેલી ક્રોધની લાગણીઓ એકદમ ઊછળી પડી : “હરામખોર પાલક ! મારા ૫૦૦-૫૦૦ શિષ્યોને ક્રૂરતાપૂર્વક પીલી નાખનાર બદમાશ ! મરતા માણસની ઇચ્છા તો કટ્ટર શત્રુ પણ પૂરી કરે... મારી નાનકડી ઇચ્છા, બાળ મુનિને પછીથી
પરકાય - પ્રવેશ • ૨ ૧૫
આત્મ કથાઓ • ૨૧૪