SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (86) હું મનોરમા પીલવાની ઇચ્છા પણ એણે પૂરી ન કરી ! અમે એનું એટલું શું બગાડ્યું છે કે અમને આવી દેહાંતની શિક્ષા ! ના... માત્ર પાલક જ પાપી નથી, અહીંનો રાજા પણ પાપી છે.” એનો પણ આમાં હાથ હોવો જ જોઇએ. અરે... નગરની પ્રજા પણ કેવી છે? જ્યાં ૫૦૦-૫૦૦ સાધુઓની કતલ થતી હોય ત્યાં કોઇનું રૂંવાડુંય ન ફરકે ? બધા જ નઠોર અને કઠોર ? મારી સંયમ-સાધનાનો કોઇ પ્રભાવ હોય તો હું આગામી ભવમાં બધાને બાળનારો બનું ! આવા નિયાણા સાથે મારું મૃત્યુ થયું ! મરીને હું ભવનપતિમાં અગ્નિકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી મેં પૂર્વભવનું વૃત્તાંત જાણ્યું : મારી બેન પુરંદરયશા લોહીથી ખરડાયેલા રજોહરણ પરથી મારું હીચકારું મૃત્યુ જાણીને ખૂબ જ આઘાત પામી. રાજાને સખત શબ્દોમાં ઠપકો આપી વિરક્ત પુરંદરયશાએ ભગવાનશ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લઇ લીધી. જ્ઞાનથી પૂર્વજન્મની ઘટના જાણી મારા અંગ-અંગમાં ક્રોધની ઝાળ લાગી ગઇ ! ક્ષણવારમાં મેં આખું નગર બાળી નાખ્યું. ઉપરથી ધૂળનો વરસાદ કર્યો. આખું નગર દટાઇ ગયું. એ વેરાન મેદાનનું લોકોએ નામ પાડ્યું : “દંડકારણ્ય !” ૫૦૦-૫૦૦ શિષ્યોને તારનારો, કેવળજ્ઞાનની ભેટ આપનારો હું સ્વયં ડૂબી ગયો ! છેલ્લે... થોડુંક જ ચૂક્યો અને મારી નાવ કિનારે આવીને ડૂબી ગઇ ! હાથી પૂંછડે અટકી ગયો ! તમે મનમાં ધાર્યું હોય કાંઈ અને બને કાંઇ જુદું જ, ત્યારે મનમાં શું થાય ? ધારણાને અનુકુળ બને ત્યારે તો બધા સ્વસ્થ રહે, પણ ધારણાથી વિપરીત બને ત્યારે સ્વસ્થતા ધારણ કરનારા કેટલા ? માણસનો અહં કેટલો ખતરનાક છે કે, ધારણાથી વિપરીત ભલે સારું કેમ ન થયું હોય ? પણ એનો સ્વીકાર નહિ કરે. સારું કે ખોટું એ મહત્ત્વપૂર્ણ નથી, પણ અહં માટે મહત્ત્વપૂર્ણ છે : મારું ધાર્યું થાય છે કે નહિ ? “મારું ધાર્યું જ થવું જોઇએ.' આવો અભિગમ પુરુષો માટે ઠીક હશે, પણ સ્ત્રીઓ માટે તો ખતરનાક છે. આવા અભિગમવાળી સ્ત્રી મર્દછાપ' તો બની શકે, પણ સતી ન બની શકે. સતી બનવા માટે અહંકારનું સર્વથા વિલોપન જરૂરી છે. સતી તે જ બની શકે જે પોતાનું સમગ્ર અસ્તિત્વ પતિમાં ઠાલવી શકે. પતિની ઇચ્છા તે મારી ઇચ્છા ! પતિનો માર્ગ તે મારો માર્ગ ! જેનું હૃદય આમ પોકારતું હોય તે જ સતી બની શકે ! હૃદયનો આવો પોકાર છે કે નહિ ? એ તો પ્રસંગ આવે ત્યારે જ ખબર પડે ! મારા જ જીવનમાં એક એવો પ્રસંગ આવી ચડ્યો. નામ મારું મનોરમા ! માતા ચૂડામણિની લાડકી બેટી ! નાગપુરના રાજા ઇબ્રુવાહન મારા પિતા ! યુવાવસ્થામાં અયોધ્યાના રાજા વિજયના પુત્ર વજબાહુ સાથે મારા લગ્ન થયા. મારા પતિ વજબાહુ મને લઇને પોતાના નગરે જઇ રહ્યા હતા. મને મૂકવા મારો મોટો ભાઇ ઉદયસુંદર આવેલો. રથ એ જ ચલાવતો હતો. અમે રથમાં બેઠેલા હતા. રૂમ... ઝૂમ... રૂમ... ઝૂમ... ના મીઠા રણકાર સાથે અમારો રથ ચાલી રહ્યો હતો. હું પતિ વાજબાહુ સાથે વાતો કરતી-કરતી ભાવિના મધુર સ્વપ્નોમાં ખોવાઇ જતી હતી ! સામાન્ય નવોઢાના જેવા સપના હોય તેવા સપના મારે પણ હતા. સંસારને મેં પરકાય - પ્રવેશ • ૨૧૭ આત્મ કથાઓ • ૨૧૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy