________________
દહીં, સ્ત્રી, ધરતી, શેરડી - આ બધી વસ્તુઓ એવી છે કે એનું જેટલું વધુ મર્દન એટલું વધુ ફળ !
કામ પતાવીને હું હાથીના સહારે ફરી ઉપર આવી ગઇ. આમ કેટલાક દિવસ બરાબર ચાલ્યું.
એક દિવસ રાજા અંતઃપુરમાં અલક-મલકની વાતો કરી રહ્યા હતા. આજે તો રાજા બરાબર ખીલ્યા હતા. તેઓ હાથમાં કમળનું ફૂલ લાવેલા અને એના નાળથી બધી રાણીઓને ક્રમશઃ ફટકારતા હતા. બધી રાણીઓ તો હસવા માંડી : આ શું છે વળી ? શિક્ષા આપવાની આ નવી પદ્ધતિ
પણ મારો જ્યારે નંબર આવ્યો ત્યારે હું એકદમ ચીસ પાડી બોલી ઊઠી : “બાપ રે... મને બહુ વાગે છે ! આટલું બધું મારો નહિ.” કમળના કોમળ નાળનો માર પણ મને બહુ લાગે છે. હું એટલી બધી કોમળ છું - એમ હું બતાવવા માંગતી હતી.
“કુલટા સ્ત્રીઓ ઘુંઘટ લાંબુ તાણે, ખારું પાણી વધુ ઠંડું હોય. ધૂતારો માણસ ખૂબ જ મીઠું-મીઠું બોલે.” એ તો તમે જાણતા જ હશો?
પણ મને ક્યાં ખબર હતી કે મારો આ ઢોંગ જ મારા માટે બેડી બની જશે ? સ્ત્રીઓમાં એટલી અક્કલ પણ ક્યાંથી લાવવી ?
રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો અને બોલી ઊઠ્યા: “હાથીને બાંધવાની સાંકળનો માર લાગતો નથી અને કમળની નાળ વાગે છે. વાહ ! શું કોમળતા છે ?”
રાજાનું આ વાક્ય સાંભળતાં જ હું ચોકી ઊઠી.
મને પળવારમાં જ બધું સમજાઈ ગયું : નક્કી આ બધું કામ ઓલા ડોસાનું છે. હું મૂર્ખ એને સૂતેલો સમજેલી ! ડોસો તો જમાનાનો ખાધેલો નીકળ્યો !
મારી ધારણા સાચી પડી. મારી વિશ્વાસુ દાસીએ પણ આ જ વાત કહી : રાણી બા ! બહુ ભયંકર ખેલ ખેલાઇ રહ્યો છે. તમારા પર મોતનો ખતરો છે. મેં મારા સગા કાને સાંભળ્યું. ઓલો ડોસો અને રાજા વાતચીત કરી રહ્યા હતા.
આત્મ કથાઓ • ૩૨૪
રાજાએ ગુસ્સાથી પૂછયું : “કેમ તમે કહેતા હતા ને કે મને ઊંઘ નથી આવતી ! આજે કેમ સૂર્યોદય સુધી ઘસઘસાટ ઊંઘતા હતા ?”
“રાજનું ! બેઅદબી માફ કરજો. આજે રાત્રે જે ઘટના જોઇ એનાથી મારા મનનું સમાધાન થઇ ગયું. જો રાજ-પરિવારમાં કડક ચોકીપહેરા વચ્ચે પણ આવું અગડંબગડું ચાલતું હોય તો અમારા જેવાના ઘેર અગડંબગડું ચાલ્યા કરે એમાં નવાઈ શી ? ને મારા મનનું સમાધાન થઇ ગયું. કેટલાય દિવસોથી ન આવતી ઊંઘ આજે આવી ગઇ.”
કઇ ઘટના ?”
અને ડોસાએ હાથીવાળી રાતની આખી ઘટના સંભળાવી દીધી. રાજાએ ત્રાડ પાડી : “કઈ છે એ હરામખોર રાણી ?”
રાજન ! એ રાણી કઈ હતી ? એ તો અંધારામાં દેખાયું નહિ, પણ હતી કોઇ રાણી જ, એ વાત ચોક્કસ છે.”
“ચલો, કોઈ વાંધો નહિ. હું એ રાણીને શોધી કાઢીશ.”
રાજાએ આમ કહીને વાતની સમાપ્તિ કરી. હું પડદા પાછળ રહીને આ બધું સાંભળી રહી હતી.
દાસીના મુખે આ બધું સાંભળીને હું નખ-શિખ ધ્રુજી ઊઠી : બાપ રે ! હવે મરી ગયા. રાજાએ તો કમળના નાળથી મને શોધી પણ કાઢી. હવે શું થશે ?
પણ “અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઇ ખેત ?” મારું ખેતર પંખીઓ ચણી ગયા હતા. હવે રડવા સિવાય મારા હાથમાં કશું જ નહોતું.
ગુસ્સાથી ધમધમી રહેલા રાજાએ મને, મહાવતને અને હાથીને દેહાંત દંડની શિક્ષા કરી. પર્વત પરથી હાથી સહિત અમને બંનેને ગબડાવી દેવાનો પ્લાન ઘડાયો. રાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! એમાંથી નીકળવાની કોઇ છટકબારી નહોતી. મારું હૃદય ફફક... ફફ ક.. ધૃજવા માંડ્યું. મૃત્યુનો રાક્ષસ આંખ સામે દેખાવા લાગ્યો. એ રાક્ષસથી કોઇ છોડાવી શકે એમ મને લાગ્યું નહિ. હજારો માણસોની સામે અમને આ કઠોર શિક્ષા આપવામાં આવી.
પરકાય - પ્રવેશ • ૩૨૫