SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મારી આબરૂના લીરેલીરા ઊડી રહ્યા હતા. લોકોમાં ભિન્ન ભિન્ન પ્રકારની વાતો થતી હતી. - હાથી પર હું અને મહાવત બેઠેલા હતા. મહાવત હાથીને ઠેઠ પર્વતની ધાર પર લઇ ગયો. ત્યાં રહીને મહાવતે છેલ્લે પોતાની કળા બતાવવા માંડી. પહેલાં હાથીએ એક પગ આકાશમાં રાખ્યો. લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો. હાથીએ હવે બે પગ બહાર કાઢ્યા. લોકોએ ફરી તાળીઓના ગડગડાટપૂર્વક હાથીની તાલીમ બીરદાવી. મહાવતે પછી હાથીના ત્રણે પગને આકાશમાં લટકાવ્યા અને હાથી માત્ર એક જ પગે ઊભો રહ્યો. જરાક બેલેન્સ ચૂક્યો તો સીધા અમે ખીણમાં ! જો કે ખીણમાં પડાવીને ત્રણેયનો મારવાનો જ પ્લાન હતો... પણ માણસના પ્લાન કરતાં કુદરતનો પ્લાન કોઇ જુદો જ હતો. હાથીની આવી અભુત કળા જોઇ લોકો બોલવા લાગ્યા : આવો સુંદર હાથી ! એને કેમ મારવામાં આવે છે ? પાપ તો એ બંનેએ કર્યું છે, એનો દંડ હાથીને શા માટે ? હાથી આમાં સહાયક બન્યો એ ઠીક છે, પણ એ તો બિચારો પશુ છે - એમાં એનો શો દોષ ? મહાવત શીખવાડે તેમ એ કરે. આમાં તો રાજાએ જ વિચારવું જોઇએ. આવા હસ્તિરત્નને શા માટે મરાવવો જોઇએ ? લોકોએ સાથે મળીને રાજાને પ્રાર્થના કરી : “રાજન ! આ નિર્દોષ અબોલ અને હોશિયાર હસ્તિનને શા માટે મરાવો છો ? એ બિચારાનો શો દોષ છે ?” રાજાને લોકોની વાત ખરી લાગી, પણ હવે શું થાય ? ઘણું મોડું થઇ ગયું હતું. ...છતાં રાજાએ નીચેથી પૂછ્યું : ઓ મહાવત ! તું આવી અવસ્થામાંથી હાથીને પાછો લાવી શકે કે નહિ ? બચાવી શકે કે નહિ? હાથીને પાછો વાળી દે તો અમે તારી કળા ખરી જાણીએ. મહાવત પણ કાંઇ કાચો ન્હોતો. એણે પણ તક જોઇ તીર માર્યું : રાજન ! હાથીને પાછો વાળીને બચાવી તો લઉં, પણ એક શરતે. અમને બંનેને અભયદાન આપો તો.” આત્મ કથાઓ • ૩૨૬ હાથીને બચાવવો હોય તો અમને અભયદાન આપ્યા વિના ચાલે તેમ ન્હોતું. રાજાએ અમને અભયદાન આપ્યું. દક્ષ મહાવતે હોશિયારીથી હાથીને પાછો વાળ્યો. હાશ ! માંડ મોતથી બચ્યા. મારું મન બોલી ઊઠ્યું. પરંતુ રાજાએ અમને સાફ-સાફ કહી દીધું : તમે બંને મારું રાજ્ય છોડીને બહાર ચાલ્યા જાવ. અમે બંને બહાર ચાલી નીકળ્યા. ગઇ કાલની રાણી હું, આજે ભીખારણ બની ગઇ. “સાર્થTH, વિસંવાTI, #ામ માણીવિલોવET ” “કામ-વાસના એ શલ્ય છે, ઝેર છે, ભોરીંગ સાપ છે. એ વાતની પ્રતીતિ મારું જીવન ડગલે-પગલે કરાવતું રહેશે. રાજ્ય છોડીને અમે બંને દૂર-દૂર નીકળી ગયા. કોઇ એક નગર બહાર બગીચાના મકાનમાં અમે વિસામો ખાવા બેઠા. સાંજ પડી ગઇ હતી એટલે અમે ત્યાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. અમે બંને સૂઇ ગયા. મહાવત તો ઘસઘસાટ ઊંઘી ગયો. મને એટલી ગાઢ ઊંઘ ન્હોતી આવી. મધ્યરાત્રિનો સમય થયો હશે ત્યાં મારા હાથને કોઇકનો સ્પર્શ થયો. પુરુષનો સ્પર્શ થતાં જ હું જાગી ઊઠી. હું જ નહિ, મારી વાસના પણ જાગી ઊઠી. મેં જોયું તો એ પુરુષ કોઇ બીજો હતો. મારો મહાવત તો મજેથી સૂતો હતો. પણ વાસનાને તો જે મળે છે. જેણે રાજાને પણ છોડી દીધો, એને મહાવત છોડતાં વાર શી. સાચે જ સ્ત્રીની વાસના ભયંકર હોય છે. એ યા તો જાગતી નથી. જાગી જાય તો જલદી શાંત થતી નથી. પુરુષની વૃત્તિ એટલે ઘાસનો ભડકો ! તરત જ સળગી ઊઠે ને તરત જ શાંત ! સ્ત્રીની વૃત્તિ એટલે છાણાની આગ ! જલ્દી સળગે નહિ ! સળગે તો જલદી બુઝે નહિ ! આવી સ્ત્રીઓ એટલી મત્ત બને કે ગમે તેટલા પુરુષો ઓછા પડે ! “પ્રાણીઓથી જમ તૃપ્ત થતો નથી. લાકડાથી અગ્નિ તૃપ્ત થતો નથી. નદીઓથી સાગર તૃપ્ત થતો નથી તેમ પુરુષોથી સ્ત્રીઓ તૃપ્ત થતી નથી.” - ‘ર પંત વામનોવના:' આવું કહેવાયું છે તે આવી જ સ્ત્રીઓ માટે. હું પણ આવી જ વિકરાળ સ્ત્રી પરકાય - પ્રવેશ • ૩૨૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy