________________
ઉદયન મંત્રીના વક્તવ્યન મારા પિતાજી પર ધારી અસર થઇ. તેઓ ગદ્ગદ્ બની બોલી ઊઠ્યા : જો એવું જ હોય તો મારું સંતાન હું ગુરુ-ચરણે ધરું છું. મંત્રીશ્વર ! પણ એના બદલામાં મારે સોનામહોરો કે પુત્રો - કશું જ જોઇતું નથી. હું મારા બાળકને વેંચવા નથી માંગતો... આપના સાધર્મિક પ્રેમની સ્મૃતિમાં હું કેવળ કપડાંની જોડ સ્વીકારું છું. મારો બાળક જૈનશાસનનો પ્રભાવક બનશે. એ જાણી મારી છાતી ગજગજ ફુલાય છે. હું એને મારા જીવનનું પરમ ભાગ્ય માનું છું.
આમ મને વિધિપૂર્વક ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યો. ખંભાતમાં મહા સુદ ૧૪, શનિવારના શુભ દિવસે મને દીક્ષા આપવામાં આવી. ત્યારે મારી ઉંમર માત્ર સાત વર્ષની
હતો ત્યારે મેં ‘ભૂમિ કામગવી'. એ શ્લોકથી તેનું અભિવાદન કર્યું. આથી રાજા મારા પર એકદમ ખુશ થયો. પછી તો તેણે મારી પાસેથી સાંગોપાંગ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની રચના કરાવી. ફક્ત ત્રણ વર્ષમાં મેં તે તૈયાર કરી આપ્યું. સિદ્ધરાજ ખુશ થઇ ગયો. અનેક નકલો લખાવી તે વ્યાકરણનો ભારતમાં પ્રચાર કરાવ્યો. કાકલ કાયસ્થને પાટણમાં તે વ્યાકરણના અધ્યાપક તરીકે નીમ્યો.
આમ સિદ્ધરાજ સાથે મારો સારો સંબંધ હતો, પણ છતાંય હું તેને જૈન તો ન જ બનાવી શક્યો. હા... સિદ્ધરાજ પછી પાટણની ગાદીએ આવેલા કુમારપાળને હું ચુસ્ત જૈન બનાવી શક્યો. એટલે હદ સુધી તેને મેં અહિંસાનો પ્રવર્તક બનાવ્યો કે તેના અઢારેય દેશમાં કોઇ હિંસા કરી શકતું નહિ. કોઇ દારૂ પી શકતું નહિ. કોઇ અનાચાર સેવી શકતું નહિ. તેના સૈન્યના ૧૧ લાખ ઘોડાઓને પણ ગાળેલું પાણી આપવામાં આવતું. ૫૦ વર્ષની ઉંમરે કુમારપાળ ગાદીએ આવેલો, છતાં હું તેને આવો ચુસ્ત જૈન બનાવી શક્યો. જ્યારે સિદ્ધરાજને જૈન ન બનાવી શક્યો. જીવદળની યોગ્યતા પ્રમાણે જ ઉપદેશની અસર થતી હોય છે.
મેં મારા જીવનમાં સાહિત્ય-સર્જન પણ ઘણું કરેલું છે. ત્રિષષ્ટિ, કચાશ્રય, પરિશિષ્ટ પર્વ વગેરે અનેક ગ્રંથોનું મેં સર્જન કર્યું છે.
બંધુઓ ! તમે આ બધું ક્યારેક વાંચજો ! તમને એમાંથી ખૂબખૂબ જાણવા મળશે, તમે જૈનશાસનના પરમ અનુરાગી બનશો. તમારું જીવન કૃતાર્થ બનશે.
હતી.
દીક્ષા પછી ગુરુદેવે મને અપાર વાત્સલ્યપૂર્વક ભણાવવા માંડ્યું.
એક વખતે હું ગુરુદેવની પ્રેરણાથી સરસ્વતીને પ્રસન્ન કરવા કામીરતરફ ચાલ્યો, પણ પહેલા જ મુકામે રાત્રે સરસ્વતી મારી પાસે આવી અને કહ્યું : “મુનિવર ! હું તમારા પર પ્રસન્ન છું. તમારે કાશ્મીર આવવાની કોઇ જરૂર નથી.' વિના પ્રયત્ન મારા પર સરસ્વતીની કૃપા વરસી પડી.
તમને નવાઈ લાગશે પણ ૨૧ વર્ષની ઉંમરે તો ગુરુદેવે મને આચાર્યપદથી વિભૂષિત કર્યો. ત્યારે મારી માતા પાહિનીએ પણ દીક્ષા લીધી. ત્યારથી હું હેમચન્દ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ થયો, દીક્ષા વખતે ગુરુદેવે મારું નામ “સોમચન્દ્ર' પાડ્યું હતું.
એક વખતે અમે ત્રણ જણાએ (હું, મલયગિરિ, દેવસૂરિ) નગ્ન પદ્મિની સ્ત્રીને તેના પતિ સમક્ષ હાજર રાખી વિદ્યાની સાધના કરી. પ્રત્યક્ષ થયેલી દેવી પાસેથી અમે ત્રણેયે જુદા જુદા વરદાન માંગ્યા. મલયગિરિએ ટીકાની શક્તિ, દેવસૂરિએ વાદની શક્તિ અને મેં રાજાઓને પ્રતિબોધવાની શક્તિ માંગી. આથી હું સિદ્ધરાજ, કુમારપાળ રાજાઓને પ્રતિબોધી શક્યો. સિદ્ધરાજ જ્યારે માળવા જીતીને પાટણમાં સસ્વાગત પ્રવેશી રહ્યો
આત્મ કથાઓ • ૩૬૨
પરકાય - પ્રવેશ • ૩૬૩