________________
ગોવાળીઓ જલદી જલદી ભાગ્યો લાગે છે. ઠીક છે. જે હશે તે ખબર પડશે.
...ને થોડા જ કલાકોમાં મારી ધારણાને અનુરૂપ જ બન્યું. એ નગરના રાજા મહાબાહુને લઇને ગોવાળીઓ મારી પાસે જ આવ્યો. ગોવાળીઆનો ચહેરો જોઇ હું સમજી ગયો કે બંદાને બરાબર શિક્ષા મળી છે. “શ્લોક કોણે બનાવ્યો છે ? સાચું કહી દે. નહિ તો ભયંકર શિક્ષા થશે.” રાજાની આવી ધમકીથી એ રાજાને મારી પાસે લાવ્યો લાગે છે. રાજા આવતાંની સાથે જ ચરણમાં ઝૂકી પડ્યો અને બોલી ઊઠ્યો : મહાત્મન્ ! મને ઓળખો છો ?'
‘મસ્તક પર મુગટ છે તેથી લાગે છે કે તમે રાજા છો.'
‘નહિ, એ ઓળખાણ મારે નથી જોઇતી. હું બીજી ઓળખાણ આપવા માંગું છું. હું પંખી... હું ભિલ્લ... હું સિંહ... હું ચિત્તો... હું સાંઢ... હું સાપ... હું બ્રાહ્મણ... હવે ઓળખાણ પડી ? મહાત્મન્ !! દરેક ભવમાં મેં આપને ખૂબ જ સતાવ્યા છે - અને આપના કોપનું હું ભાજન બન્યો છું. પ્રભો ! ક્ષમા આપો મને હું અપરાધી છું.”
“નહિ... નહિ... રાજન્ ! અપરાધી હું છું. મેં સાધુપણું ચૂકી જઇ દ૨ેક ભવમાં તેજોલેશ્યાથી તમારું દહન કર્યું. પ્રથમ ભૂલ મારી હતી. તમે પંખી હતા. નિર્દોષ ગાન ગાતા હતા અને મેં તીર ચલાવ્યું. પછી તો બસ... પરસ્પર પરંપરા ચાલી. તમે મને મારવા ધસ્યા ને મેં તમને બાળ્યા. ખરેખર સાધુપણામાં મેં ન કરવાનું કર્યું છે. જો કે એનાથી તમને તો લાભ જ થયો. અકામ નિર્જરા કરતાં-કરતાં પશુના ભવો ઓળંગી તમે બ્રાહ્મણ બન્યા અને આજે રાજા બન્યા છો... તમારી તો પ્રગતિ થઇ... પણ મારી અધોગતિ થઇ. હું સાધુપણું હારી બેઠો.”
“તમારી સતામણીથી મને પણ ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. આવા મહાત્માને મેં કેવા-કેવા વિષમ સંયોગોમાં મૂક્યા, જેથી તેમને તેજોલેશ્યા જેવો પ્રયોગ કરવાની કુબુદ્ધિ સૂઝી ! ચલો, થનારું થઇ ગયું... પણ હવે શું કરીશું ?”
“હું પણ એજ વિચારું છું કે હવે શું કરવું ? કોઇ જ્ઞાની ગુરુ પાસે આત્મ કથાઓ - ૧૯૪
જઇ એમણે કહેલા માર્ગે ચાલીએ.” “સાચી વાત છે પ્રભુ !”
...અને અમારા મનોરથોની સાથે જ અમને કેવળજ્ઞાની ગુરુ મળી ગયા. એમણે કહ્યું : “મહાનુભાવો ! ચિંતા ન કરો. સીધા સિદ્ધાચલ ચાલ્યા જાઓ. પાપીઓને પરમાત્મા બનાવનારું એ પવિત્ર તીર્થ અનાદિકાળથી ઊભું છે. ત્યાં જવાથી જ તમારી શુદ્ધિ થશે.”
કેવળજ્ઞાનીના વચન અને અમારા ભાવ... પછી શું જોઇએ ? અમે બંને સીધા સિદ્ધાચલ પહોંચી ગયા. ત્યાંની પવિત્ર ભૂમિ પર અમારું હૃદય નાચી ઊઠ્યું. અમને ત્યાં જ અનશન કરવાના કોડ જાગ્યા. અનશનમાં અમારી પવિત્ર વિચારધારા વૃદ્ધિ પામવા લાગી અને એક દિવસે કેવળજ્ઞાનનો પ્રકાશ અમારા ઉરમાં પ્રગટ્યો... અમારી સમગ્ર અસ્મિતા પ્રકાશથી ઝળહળી ઊઠી. જાણે એકીસાથે કરોડો સૂરજ ઊગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં અમે અનંતમાં મળી અનંત બની ગયા... બે બિંદુ સિંધુમાં મળી ગયા !
*
પરકાય - પ્રવેશ ૨ ૧૯૫