________________
(૭) હું સુoભૂમ
હું મારી વાત પછી કરીશ, પહેલાં મારા વડવાઓની વાત કરું. એ વાત કરીશ તો જ મારી વાત તમને સમજાશે.
મારા પિતાનું નામ કૃતવીર્ય અને દાદાનું નામ અનંતવીર્ય ! જમદગ્નિ ઋષિનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એ જમદગ્નિ મારા દાદાના સાઢું ભાઇ થાય.
તમે કહેશો : ઋષિ અને સાઢુભાઇ ? એ શી-રીતે ? આવો... હું તમને ઇતિહાસ બતાવું.
- જમદગ્નિ ઋષિ તપ કરતા'તા. એમની દાઢીમાં પંખીઓએ માળા બાંધેલા. બે દેવોને તેમની પરીક્ષા કરવાનું મન થયું. ચકલા-ચકલીનું રૂપ લઇ દાઢીના માળામાં આવ્યા. ઋષિ સાંભળે તેમ બંનેએ વાર્તાલાપ કરવા માંડ્યા.
ચકલો : ‘મને હિમાલય જવાની ઇચ્છા થઇ આવી છે.” ચકલી : “કેમ ?' ‘એમ જ બસ ફરવાની ઇચ્છા થઇ છે. તું રજા આપ.' ‘રજા નહિ આપું.' કેમ ?' ‘તું ત્યાંથી પાછો ન આવે તો ?' ‘તો ગાયની હત્યાનું પાપ મને લાગે ?'
ના. એમ રજા ન આપું. આ જમદગ્નિ ઋષિના પાપનું સોગંદ લે. તો રજા આપું.'
પોતાનું નામ સાંભળતાં ઋષિ ચોંક્યા. ક્રોધથી ધમધમી ઊઠ્યા. બંનેને પકડ્યા ને કહ્યું : “મારામાં તને શું પાપ દેખાયું ? આવી ઘોર સાધના કરું છું, છતાં મારામાં તમને પાપ દેખાય છે ? સૂરજમાં અંધકાર હોય તો મારામાં પાપ હોય.'
ચકલી બોલી : ‘ઋષિજી ! માફ કરજો. તમારા શાસ્ત્ર પ્રમાણે જ
તમે પાપી છો. તમારા શાસ્ત્રમાં લખ્યું છે : “અપુત્રસ્ય ગતિર્નાસ્તિ' પુત્રહીન માણસની સદ્ગતિ થતી નથી. બોલો, તમારે કોઇ પુત્ર છે ? લગ્ન કર્યા છે ? ખાલી તપ કર્યું શું વળે ?'
- ઋષિ વિચારમાં પડી ગયા. ચકલીની વાત તો સાચી છે. મારે પુત્ર પ્રાપ્ત કરવા લગ્ન કરવા જ જોઈએ. એ તો ઉપડ્યા સીધા નેમિકોષ્ટક નગરના રાજા જિતશત્રુ પાસે. રાજાને ચોખ્ખું કહી દીધું : “મારે લગ્ન કરવા છે. મારા માટે તમારી કન્યા જોઇએ.'
ઋષિની વાત સાંભળી રાજા ચોંકી ઊઠ્યો, પણ નાય કેમ કહેવાય? ક્યાંક શાપ આપી દે તો ?
“મારી એકસો કન્યાઓ છે, જે કન્યા તમને પસંદ કરે એ તમારી. મારી એમાં સંમતિ સમજવી.'
રાજાના આ કથનથી ઋષિ તો ઘુસી ગયા સીધા અંતઃપુરમાં. એકસો કન્યાઓ દાઢીવાળા બાવાને અંદર આવેલો જોઇ સ્તબ્ધ બની ગઇ. અંતઃપુરમાં સન્નાટો છવાઇ ગયો. એ સન્નાટાને ચીરતાં ઋષિએ કહ્યું : મારે લગ્ન કરવા છે. બોલો તમારામાંથી મારી પત્ની કોણ બનશે ?'
‘ઓ દાઢીવાળા બાપા ! આવી વાત કહેતાં તને શરમ નથી આવતી ? માંગી-ભીખીને તું પેટ ભરે, કપડાંનું ઠેકાણું નહિ, રહેવાનું ઠેકાણું નહિ, તારા શરીરનું ઠેકાણું નહિ અને અમે તારી પત્ની બનીએ ? હાલતો થા ઝટપટ અહીંથી. નહિ તો માર ખાઇશ.” બધી કન્યાઓ એકીસાથે બોલી ઊઠી.
ઋષિને તો આમાં પોતાનું જોરદાર અપમાન લાગ્યું. તેનો પિત્તો ફાટ્યો. બધાને શાપ આપી દીધો અને વળતી જ સેકંડે બધી જ કન્યાઓ કુબડી બની ગઇ. તમે “કન્યાકુબ્બ’નું નામ સાંભળ્યું હશે ? એ નામ આ પ્રસંગ પરથી પ્રચલિત થયું. ત્યારથી “નૈમિકોષ્ટક' “કન્યાકુન્જ' તરીકે ઓળખાવા લાગ્યું. કન્યાઓ જ્યાં કુબડી બની કન્યાકુબ્બ !
ઋષિ અંતઃપુરમાંથી બહાર નીકળી રહ્યા હતા. આંગણામાં રેણુકા નામની નાની બાળા ધૂળમાં રમી રહી હતી. હાથમાં રહેલું બીજોરું ઋષિએ એ બાળાને બતાવ્યું ને કહ્યું : “આ તને ગમે છે ?' પેલીએ જ્યાં હાથ
પરકાય - પ્રવેશ • ૧૯૭
આત્મ કથાઓ • ૧૯૬