________________
-
(૪) હું અવંતીસુશ્રુમાલ
હ
સ્વર્ગમાં ગયો છું. સ્વર્ગ એ કલ્પના નથી, પણ નક્કર હકીકત છે. નવો ઉત્પન્ન થયેલો દેવ, નાટક, નૃત્યાદિ જોવામાં એવો તલ્લીન બની જાય છે કે એમાં હજારો વર્ષો વીતી જાય છે. એટલા વર્ષોમાં તો માણસોની પેઢીઓની પેઢીઓ પસાર થઇ જાય છે. એટલે કોઇ કહેવા આવી શકતું નથી. આપે હમણાં જે નાટક જોયું તે છ મહિના ચાલ્યું... છતાં આપને ખબર પડી ? ઔદારિક શરીરમાં પણ જો છ મહિના સુધી કાંઇ ખ્યાલ ન આવે તો વૈક્રિય શરીરની તો વાત જ શી ? ગુરુદેવ ! હવે તો આપના મનમાંથી શંકાનો કીડો નીકળી જ ગયો હશે ! હવે આપ સ્થિર મનથી સંયમની આરાધના કરી શકશો... એવો વિશ્વાસ છે. પરીક્ષા કરતાં આપને મેં કષ્ટો આપ્યા તે બદલ માફી માંગું છું.'
આટલું કહી દેવ અદશ્ય થઇ ગયો. પશ્ચાત્તાપની ગંગામાં સ્નાન કરતો હું પુનઃ સંયમમાર્ગમાં સ્થિર થયો. એવી દૃઢતાથી સંયમની મેં સાધના કરી કે આગળ જતાં હું કેવળજ્ઞાની બન્યો. પછી તો સ્વર્ગ... નરક વગેરે બધું જ મને મારા જ્ઞાનમાં દેખાવા લાગ્યું !
આખા અવંતીદેશમાં મારું નામ જાણીતું હતું. હું એટલો બધો સુકુમાર (સુકોમળ) હતો કે મારા જેવો આખાય અવંતીમાં બીજો કોઇ ન્હોતો. આથી લોકો મને ‘અવંતીસુકુમાલ' કહેતા. ધીરે-ધીરે મારું એ જ નામ પ્રસિદ્ધ થઇ ગયું. અત્યંત વૈભવી જીવનમાં હું ઊછરેલો હતો. દુ:ખનો પડછાયો પણ મેં કદી જોયો હોતો, પણ અચાનક જ મારા જીવનમાં એવી ઘટના ઘટી કે મને મારા સુખો વિષ્ટા જેવા તુચ્છ લાગવા માંડ્યા.
એક વખતે મારા ઘેર એક મહાન આચાર્ય શ્રી આર્ય સુહસ્તી પોતાના વિશાળ પરિવાર સાથે ઊતર્યા. અમે સૌએ મહાત્માઓની ખૂબ જ સારી રીતે ભક્તિ કરી.
રાત્રિના સમયે હું સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મને મધુર અવાજ સંભળાવા લાગ્યો. હું ધ્યાનથી એ અવાજ સાંભળવા લાગ્યો... શું આ નાટક છે? હું વિચારમાં પડ્યો. પણ સમજાયું - આ તો સાધુઓનો અવાજ છે. ઓહ ! કેવા અપ્રમત્ત છે આ મુનિઓ ! રાત્રિના સમયે પણ સ્વાધ્યાય છોડતા નથી. સ્વાધ્યાય તો એમનો શ્વાસ લાગે છે ! અત્યંત ધ્યાનપૂર્વક સાંભળતા મને લાગ્યું : ઓહ ! આ તો કોઇ દેવવિમાનનું વર્ણન લાગે છે. પણ આ દેવવિમાન તો મેં ક્યાંક જોયું લાગે છે ! ક્યાં જોયું છે ? મેં મારા ભૂતકાલીન મનને પૂછ્યું, “બોલ મન ! તેં આ વિમાન
ક્યાં જોયું છે ? ક્યાં જોયું છે ? જલદી જવાબ આપ : ક્યાં જોયું છે ? તારા સ્મૃતિભંડારને શોધ અને મને જવાબ આપ. અને મને ખરેખર કમાલ કરી. એ જવાબ શોધીને જ લાવ્યું. અજાગૃત મનથી જવાબ મળી ગયો. આજે મને પહેલીવાર સમજાયું : મન માત્ર આ જ ભવની હકીકતો યાદ નથી રાખતું, પણ અગણિત ભવોની હકીકતો તે પોતાનામાં સમાવીને બેઠું છે. એમાંના એકાદ-બે ભવની હકીકત આપણને યાદ આવી જાય એટલે આપણે તેને “જાતિસ્મરણ' કહીએ છીએ. જાતિસ્મરણ એ બીજું કાંઇ નથી, આપણા જ ભૂતકાલીન સુષુપ્ત મનની જાગૃતિની આછેરી ઝલક
આત્મ કથાઓ • ૩૭
આત્મ કથાઓ • ૩૬