________________
‘પૃથ્વીકુમાર.'
‘પૃથ્વીકુમાર’ શબ્દ પૂરો થયો - ન થયો ને મેં એ બાળકને એક હાથથી પકડ્યો. બીજા હાથે જોરથી ગળું દબાવ્યું. એ કાંઇ ચીસ પાડે એ પહેલાં તો બધો ખેલ ખલાસ થઇ ગયો !
એક કીડીની અજાણતાંય હત્યા થઇ જાય તો કમકમી ઊઠનારો આજે હું બાળકનો હત્યારો બની ગયો હતો !
વિવેક ભૂલે એટલે માણસ ક્યાં જઇને પહોંચે !
એના શરીર પર રહેલા બધા દાગીના મેં લઇ લીધા અને નાખ્યા પાતરામાં !
આજે હું ખુશ-ખુશાલ હતો. વણમાંગે જાણે સોનાનો વરસાદ વરસ્યો હતો.
થોડીવાર પછી બીજું બાળક મળ્યું. એનું નામ હતું : અકુમાર ! એનાય મેં એ જ હાલ કર્યા. એના દાગીના પણ લૂંટી લીધા. આજે હું સાધુમાંથી શેતાન બન્યો હતો ! મુનિમાંથી ખૂની બન્યો હતો !
પછી ક્રમશઃ તેજકુમાર, વાયુકુમાર, વનસ્પતિકુમાર અને ત્રસકુમાર - આ બધાયની મેં હત્યા કરી નાખી. મેં આવા નામોનો રહસ્યાર્થ પણ ન વિચાર્યો. પૃથ્વી, અપુ, તેજ - આવા નામો કોણે પાડ્યા ? એ પણ ન પૂછ્યું - આવા નામોવાળા માણસો આજ સુધી સાંભળ્યા નહોતા, છતાં મેં એના પર કાંઇ વિચાર્યું નહિ. મારી બુદ્ધિ પર મોહના પડલો બાઝેલા હતા. આમાં બીજા કોઇ વિચાર આવે જ ક્યાંથી? મને તો એક જ ચીજ દેખાતી હતી : પૈસો... પૈસો... સોનું... સોનું... સોનું... ! એ મેળવવા હું ગમે તે હદે જવા તૈયાર થઇ ગયો હતો !
આગળ જતાં રસ્તામાં એક સાધ્વીજી મળ્યા. તેમની સાથે મેં ધર્મની વાતો કરી. ધર્મની વાતો કરતાં-કરતાં મને અંદરથી ઝાટકો લાગવા માંડ્યો : અરે નઠારા આચાર્ય ! આ તે શું કર્યું? છ-છ બાળકોની હત્યા કર્યા પછી ધર્મની વાતો કરતાં શરમ નથી આવતી ? બાળકોની હત્યા મને અંદર ને અંદર ખટકવા માંડી, જિંદગીમાં જેણે જાણી જોઇને કીડી પણ ન મારી હોય એ જ વ્યક્તિ આવેશમાં છ-છ બાળકોને મારી નાખે..
આત્મ કથાઓ • ૩૪
પછી શું થાય ? આવેશ શાંત થતાં જ અંતઃકરણ ડંખવા લાગે. મારું પણ અંતઃકરણ રડવા લાગ્યું : બિચારા કેવા નિર્દોષ બાળકો ! જાણે ગુલાબના ફૂલો ! મેં તેને કેવી નિર્દયતાથી કચડી નાખ્યા ! જો કોઇને ખબર પડી તો મારું શું થશે ? હત્યા થતાં તો થઇ ગઇ, પણ હવે હું કંપી રહ્યો હતો.
આગળ જતાં લશ્કર સાથે રાજા મળ્યો. મને જોતાં જ રાજા હાથી પરથી નીચે ઊતર્યો અને મને વંદન કર્યું. મારી ચારે બાજુ સૈનિકો ઘેરી વળ્યા. રાજાએ મને કહ્યું : “ગુરુદેવ ! મને આહાર-પાણીનો લાભ આપો ! મેં કહ્યું : “ખપ નથી.” જો કે મને ભૂખ હતી, પણ અત્યારે ના જ પાડવી પડે, એમ હતું. કારણ કે પાત્રામાં ઘરેણાં હતા. વહોરવું શેમાં ?
પણ રાજા જબરો નીકળ્યો. એણે તો મારી ઝોળી ખેંચી. અંદરના ઘરેણાં બહાર ઊછળ્યાં. - ઘરેણાં જોઇ રાણી ચીસ પાડી ઊઠી : “અરે... આ તો આપણા જ બાળકોનાં ઘરેણાં છે. જે છ બાળકોને આપણે શોધવા નીકળ્યા છીએ તેમને આ સાધુડાએ મારી નાખ્યા લાગે છે. પકડો... પકડો... આ દુષ્ટને !”
હું પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો. મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. માં નીચે ઘાલી હું રડવા લાગ્યો : “અરેરે ! મેં પાપીએ આ શું કર્યું ? હવે ક્યાં જાઉં? આ રાજા મને હવે શૂળીએ લટકાવશે. ન સંયમનું પાલન કર્યું. ન સંસાર ભોગવી શક્યો ! હત્યારા તરીકે ઓળખાયો. હાય ! હાય ! મારું શું થશે? દુનિયા મેં દોનોં ગયે, માયા મિલી ન રામ !
પશ્ચાત્તાપ પૂર્વકનું રુદન કરતાં-કરતાં મેં સામું જોયું તો આશ્ચર્ય ! ન રાજા ! ન સેના ! ન બાળકો ! ન ઘરેણાં ! મારી સામે તેજથી ઝળહળતી કોઇ દિવ્ય આકૃતિ ઊભી હતી. એણે કહ્યું : ગુરુદેવ ! મને ઓળખ્યો? હું મૃત્યુ-પથારીએ પડેલો ચોથો શિષ્ય ! મરી અને હું દેવ થયો છું. આ નાટક, બાળકો, રાજા, સેના વગેરે મારું જ સર્જન હતું. આપની પરીક્ષા માટે મેં આ બધું કર્યું હતું. ગુરુદેવ ! આપની કૃપાથી મૃત્યુ પામીને હું
આત્મ કથાઓ • ૩૫