________________
આ બાજુ હું રોજ વાટ જોવા લાગ્યો. જ્યારે દેવ આવશે ? વાટ જોતાં-જોતાં કેટલાય મહિનાઓ વીતી ગયા... પણ કોઇ દેવ-બેવ આવ્યો નહિ. મારી શંકા જરા મજબૂત થઇ. સાચે જ આ જગતમાં ક્યાંય સ્વર્ગ નથી. સ્વર્ગ એ માત્ર ધાર્મિક લોકોનું આશ્વાસન છે. ચલો, કાંઇ વાંધો નહિ. અહીં તો સુખ ન મળ્યું. હવે ધર્મના પ્રભાવે મને સ્વર્ગમાં સુખ મળશે. એક સામાયિકથી ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ સુધી સ્વર્ગનું સુખ મળે. મેં તો કેટલા બધા સામાયિક કર્યા છે ? ઓહ! હવે તો મને સ્વર્ગમાં લીલાલહેર ! - આમ બિચારા ભોળા ધર્મી લોકો આસ્થામાં ને આસ્થામાં જીવ્યા કરે. ગધેડાની આગળ ઘાસનો પૂળો બતાવો એટલે એ બિચારો દોડ્યા જ કરે... દોડ્યા જ કરે.. પૂળો કદી એના મોઢા સુધી ન આવે. કારણ કે એ તો ગધેડા પર બેઠેલા માણસના હાથમાંની લાકડીમાં બાંધેલો છે. ગધેડો જેટલું દોડે, પૂળો એટલો જ આગળ રહે. ધર્મી લોકો પણ બિચારા ગધેડા જેવા છે. સ્વર્ગના પૂળાને જોઇ દોડ્યા જ કરે... પણ સ્વર્ગ કદી હાથમાં ન આવે. પણ... મારે શા માટે ગધેડા બનવું ? પૂળો મળવાનો જ ન હોય તો દોડવાનો કોઈ અર્થ ખરો ?
ફરી મારો બીજો શિષ્ય મૃત્યુ-પથારીએ પડ્યો. એની પાસેથી પણ મેં સ્વર્ગથી આવવાનું વચન લીધું. પણ એય ન આવ્યો.
આમ ચાર-ચાર શિષ્યો પાસેથી મેં વચન લીધું, પણ એકેય મને કહેવા ન આવ્યો. હવે તમે જ કહો : માણસની ધીરજ ક્યાં સુધી ટકે ?
- હવે મને પાકા પાયે ખાતરી થઇ ગઇ કે સ્વર્ગ નથી જ ! આ બધો ધરમ ખોટો છે, ધતિંગ છે. માત્ર માનસિક આશ્વાસન જ છે ! જો સ્વર્ગ હોય જ નહિ તો શા માટે આ બધા સંયમના કષ્ટો સહવા ? ઠંડી-ગરમીમાં ઉઘાડે પગે વિહારો કરવા, વાળ ખેંચાવવા, ઘેર ઘેર ભિક્ષા માટે ફરવું, તપશ્ચર્યા કરવી - આ બધું શા માટે ? દુનિયા આખી મોજ કરે અને આપણે હાથે કરીને કષ્ટ ઉઠાવવા ? જરૂર શી છે? કાંઇ વાંધો નહિ. હજુ પણ સમય છે. હજુ એકદમ હું ઘરડો નથી થયો. થોડી જિંદગી બાકી છે. ગઇ તે જિંદગી ગઇ, પણ બાકીની જિંદગી તો સફળ બનાવું ! લોકો કેવા સુંદર નાટકો જુએ છે ! કેટલું સુંદર નાચે છે ! કેવા સુંદર
આત્મ કથાઓ • ૩૨
વસ્ત્રો પહેરે છે ! કેટલું સ-રસ આરોગે છે ! આખી દુનિયા આનંદમાં રહે અને હું દુઃખમાં રહું ? નીરસ જીવન ગાળું ?
હું કોઇ મોકાની વાટ જોવા લાગ્યો.
એક વખતે હું એકલો જઇ રહ્યો હતો. રસ્તામાં સુંદર નાટક ચાલતું હતું. આમેય નાટક જોવાની કેટલાય વખતથી ઇચ્છા હતી જ. અનાયાસે જ આવો મોકો મળી જતાં હું ત્યાં જ નાટક જોવા ઊભો રહી ગયો. નાટક એટલું તો સુંદર હતું અને હું એવો એ જોવામાં પરોવાઇ ગયો કે કેટલો વખત વહી ગયો તે પણ ખ્યાલ ન આવ્યો. નાટક પૂરું થયું ત્યારે પૂરા છ મહિના વીતી ગયા. પણ એ તો પછીથી ખ્યાલમાં આવ્યું. ત્યારે તો નાટકમય બની ગયો હતો. એટલો રસ આવવા માંડેલો કે સમય જેવી ચીજ જાણે જગતમાંથી ખોવાઇ ગઇ હતી ! | નાટક જોઇને (વેષ તો સાધુનો જ હતો) હું જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક બાળક મળ્યું. એના શરીર પર કિંમતી ઘરેણા હતાં. મારું મન લલચાયું. સંસારમાં પ્રવેશ કરવા હું ક્યારથીયે વિચારી રહ્યો હતો, પણ પૈસા વિના સંસારમાં કિંમત શી ? પૈસા શી રીતે કમાવા તે પણ હું જાણતો નહોતો. વળી મોટી ઉંમરે બીજો ધંધો થઇ પણ શું શકે ? એના કરતાં અત્યારથી જ કોઈ વ્યવસ્થા કરી હોય તો સારું ! નહિ તો સંસારમાં પૈસા વિના કોઇ ભાવ નહિ પૂછે. હું આટલું તો સારી રીતે જાણતો હતો. પૈસા વિનાના માણસોની કફોડી સ્થિતિ મેં જોઇ હતી. હું ક્યારથીયે પૈસા મેળવવાના ઉપાયો વિચારી રહ્યો હતો. પણ હજુ સુધી એકેય ઉપાય સફળ ન્હોતો બન્યો. આજે વગર માંગ્યે જાણે સામેથી ઉપાય મળી ગયો હતો ! કુદરતે જાણે મને બાળકરૂપે ભેટછું મોકલ્યું હતું. આવી તક ચૂકું તો મારા જેવો મૂર્ખ કોણ ?
મેં એ બાળકને પૂછ્યું : “તું કોણ છે ?' ‘હું રાજાનો પુત્ર છું.'
ક્યાં જાય છે ?' ‘ફરવા જાઊં છું.’ ‘તારું નામ શું ?”
આત્મ કથાઓ • ૩૩