________________
-
(8) હું અષાઢાચાર્ય
ક
વર્ષો પછી પણ જડમૂળથી ગયા હોતા. ખરેખર સંસ્કાર બળવાન હોય છે. મારા જેવો ઘોર તપસ્વી, જબરદસ્ત સેવાભાવી મુનિ પણ સંસ્કારોની સામે હારી ગયો.
ત્યાંથી મૃત્યુ પામીને હું મહાશુક્ર દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને વસુદેવ બન્યો.
વસુદેવને તો તમે ઓળખો છો ને ? શ્રીકૃષ્ણનો પિતા હું વસુદેવ પોતે ! પૂર્વના નિયાણાના કારણે હું બોતેર હજાર સ્ત્રીઓનો વલ્લભ બન્યો !
કોણ જાણે ? સ્વર્ગ કે નરક હશે કે નહિ ? રોજ હજારો માણસો મરે છે - એમાંથી કોક તો સ્વર્ગે જતું હશે ને ? તો કોઇ કહેવા કેમ નથી આવતું? એકાદે તો આવવું જોઇએ ને? તમને આવો વિચાર ક્યારેક આવી જતો હશે. ખરુંને? તમને જ નહિ, મને પણ આવો વિચાર ઘણીવાર આવી જતો. પણ પછી મનને હું સંભાળી લેતો : ‘રે જીવ ! આ તે શું વિચાર્યું ? સર્વજ્ઞ ભગવંતોએ કહ્યું હોય તે સાચું જ હોય. આમાં શંકા શાની ? શંકાથી તો સમકિત જતું રહેશે.' અને હું એ વિચાર તરત જ ખંખેરી નાખતો.
પણ... એમ સમજી જાય તો મન શાનું? નહિ માનવું એ મનનો સ્વભાવ છે. કહ્યાથી ઊલટું કરવું - એ મનનો સ્વભાવ છે. હું જેમ જેમ મનના એ વિચારને દબાવવા લાગ્યો તેમ તેમ એ વિચાર વધુ ને વધુ ઊછળવા લાગ્યો. દબાયેલી સ્પ્રિંગની જેમ !
હું કોઇ સામાન્ય માણસ નહોતો, મોટો જૈનાચાર્ય હતો. અનેક શિષ્યોનો ગુરુ હતો. અનેક ભક્તોનો આરાધ્ય હતો. છતાં મારા અંતરમાં શંકાનો આ કીડો સળવળ્યા જ કરતો - ખરેખર સ્વર્ગ હશે ? હોય તો કોઇ કેમ કહેવા આવતું નથી ? ન હોય તો શા માટે આ બધા કષ્ટો વેઠવા ? ગમે તે રીતે મારે નક્કી તો કરી જ લેવું જોઇએ કે છે કે નહિ?
એક વખતે મને અવસર મળી ગયો.
મારો એક શિષ્ય મરણ-પથારીએ પડ્યો. હું નિર્ધામણા કરાવવા લાગ્યો. મેં તેને કહ્યું : વત્સ ! તું જો મૃત્યુ પામીને સ્વર્ગે જાય તો મને સમાચાર આપવા જરૂર આવજે. તારું ચિત્ત નવકારમાં છે. હું પણ તને નવકાર સંભળાવી રહ્યો છું. એટલે તારી સદ્ગતિ તો નક્કી જ છે. જો તું સ્વર્ગના સમાચાર મને આપીશ તો મારું મન શલ્યરહિત બનશે. હું નિઃશંકપણે ધર્મની આરાધના કરી શકીશ. એ શિષ્ય મને હા પાળી, વચન આપ્યું.
આત્મ કથાઓ • ૩૧
આત્મ કથાઓ • ૩૦