________________
તરત જ ભૂલી જાવ. અરે... ઉપકાર પણ એ જ રીતે કરો જેથી સામાને ખ્યાલ પણ ન આવે કે કોણ ઉપકાર કરી રહ્યું છે ?
જો આ માનવ-સ્વભાવ ખ્યાલમાં આવી જાય તો જેની સેવા કરીએ તેના તરફથી કદાચ વિપરીત પ્રતિભાવ મળે તો પણ આપણું મન વિચલિત ન થાય... આપણા નિર્ધારિત માર્ગથી આપણે ખસીએ નહિ.
એ રોગી મુનિ ચાલી શકે એમ તો હતા જ નહિ. મેં એમને મારા ખભે બેસાડ્યા અને ઉપાશ્રય તરફ ચાલ્યો. ઝાડાનો રોગ જોરદાર હતો. રસ્તામાં પણ ઝાડા ચાલુ જ રહ્યા. એમના જ નહિ, મારા પણ કપડાં અને શરીર વગેરે બધું જ બગડી ગયું. ભયંકર દુર્ગધ આવવા માંડી. વળી, ભરબજારે મારે એમને લઇ જવાના હતા.
હું ધીરે ધીરે ચાલું તો કહે : “અલ્યા ! આમ રગશિયા ગાડાની જેમ ધીરે ધીરે ચાલીશ તો મને ઉપાશ્રયમાં ક્યારે પહોંચાડીશ ? કાંઇ અક્કલ છે કે નહિ ? નંદિ ! સાચે જ તું અક્કલમાં પણ નંદિ જ છે. નંદિ એટલે શું સમજે છે ? ક્યાંથી સમજે ? અક્કલ હોય તો સમજે ને? નંદિ એટલે પોઠિયો, બળદિયો. બોલ બળદિયા ! બળદિયામાં અક્કલ હોય ? બોલે તો બળદિયો શાનો? ચાલ બળદિયા ! હવે જલ્દી ચાલ.” આથી હું જલ્દી-જલ્દી ચાલવા માંડ્યો. તો કહે : “અલ્યા બળદિયા ! આમ મોટા-મોટા આંચકા આપીને મને રસ્તામાં જ મારી નાખવો છે કે શું ? બરાબર ચાલતાંય શીખ્યો નથી. ચાલતાંય આવડતું નથી અને સેવા કરવા ચાલી નીકળ્યો છે. હવેથી ચાલતાં શીખી આવજે. પછી સેવાનું નામ લેજે. નહિ તો સેવાના નામે બીજાને હેરાન જ કરતો રહીશ.”
| તમને પણ સેવા કરતાં ઘણી વખત આવો અનુભવ થતો હશે. ઠંડું લાવીએ તોય દુઃખ ! ગરમ લાવીએ તોય દુઃખ ! ઓછું લાવીએ તોય દુઃખ ! વધુ આવી જાય તોય દુઃખ ! ગમે તેટલું કરો તોય સાંભળવું જ પડે ! સેવા પણ કરવી અને સાંભળવુંયે ખરું ! સેવા એ સહેલું કામ નથી હોં ! આથી જ પેલા કવિએ કહ્યું : “સેવાધર્મ: પરમગહનો યોગિનામપ્યગમ્યઃ” સેવા ધર્મ એટલો બધો ગહન છે કે યોગીઓ માટે પણ મુશ્કેલ છે.
આત્મ કથાઓ • ૨૮
મને કહેતાં આનંદ થાય છે કે યોગીઓ માટે પણ જે મુશ્કેલ છે, તે સેવા મારા માટે સરળ બની ગઇ હતી, મારી રગ-રગમાં વણાઇ ગઇ હતી.
આથી જ આવા અવસરે હું સમતા દાખવી શક્યો... એટલું જ નહિ, પણ મનોમન હું વિચારી રહ્યો : “ખરેખર હું કેવો કમભાગી છું કે આ ગ્લાન મુનિને હું પૂરેપૂરી સાતા આપી શકતો નથી ? પ્રભુ ! કૃપા કરો અને મને એવી શક્તિ આપો, જેથી હું એમને સાતા આપી શકું, સમાધિ આપી શકું !'
ઉપાશ્રયમાં આવીને જોયું તો હું સ્તબ્ધ બની ગયો. ન માંદા મુનિ ! ન સાથી મુનિ ! ન ઝાડાની દુર્ગધ !
મારી આંખોની સામે એક તેજોવર્તુલ પેદા થયું ને એમાં એક દેવ પ્રગટ થયો. એ બોલ્યો : “હે મહાત્મનુ ધન્ય હો આપને ! ધન્ય સેવા ! ધન્ય સમતા ! હું સ્વર્ગલોકનો દેવ છું. ઇન્દ્રના મુખે તમારી સેવાની પ્રશંસા સાંભળતાં તમારી પરીક્ષા કરવા હું આવ્યો છું. મને તો શ્રદ્ધા હોતી કે એક માનવમાં આટલી ધીરતા હોય. પણ મને કહેતાં આનંદ થાય છે કે મારી પરીક્ષામાંથી આપ સાંગોપાંગ વિજેતા બનીને બહાર આવ્યા છો. મહાત્મનું ! મેં જ આપની પરીક્ષાર્થે બે સાધુઓનું રૂપ લીધેલું. ખરેખર આપનો સેવાનો ગુણ અજોડ છે, ઇન્દ્ર કહ્યો તેથી પણ અધિક છે. મેં આપની ઘણી કદર્થના કરી છે. પ્રભુ ! મને માફી આપજો.”
હું આ દેવ-લીલા જોઇ રહ્યો. ક્ષણવારમાં બધું સમેટાઇ ગયું ! જાણે કાંઇ બન્યું જ હોતું ! જાણે એક સ્વપ્ન હતું. આવ્યું અને ચાલ્યું ગયું!
ત્યાર પછી મેં બાર હજાર વર્ષ સુધી તપ અને સેવાની અખંડ સાધના ચાલુ રાખી.
આયુષ્યની સમાપ્તિ નજીક જાણી છેવટે મેં અનશન લીધું. છેલ્લી પળોમાં મારી વિચારધારા બદલાઇ ! મેં મનોમન નિયાણું કર્યું : “જો મારા તપનો કોઇ પ્રભાવ હોય તો આગામી જન્મમાં હું સેંકડો સ્ત્રીઓને પ્રિય બનું !”
નાનપણમાં સ્ત્રીઓથી થયેલી કદર્થનાના સંસ્કારો આજે બાર હજાર
આત્મ કથાઓ • ૨૯