________________
કરો છો ? શું સમજો છો તમારા મનમાં ? મેં સેવાનો અભિગ્રહ લીધો તેથી શું તમે ધણી થઇ ગયા ? આ તો અમારી મરજી છે એટલે સેવા કરીએ છીએ... તમારા જેવાનું મોઢું જોઇ સેવા નથી કરતા. બહુ જો તમે બોલ-બોલ કરતા હો તો કરો. જાઓ નથી કરવી સેવા... તમે શું કરી લેવાના છો ? સેવા કરવી ન કરવી મારા હાથની વાત છે. હું કાંઇ તમારો નોકર નથી કે આમ જેમ-તેમ સંભળાવો છો. બોલવામાં કાંઇક વિવેક તો જોઇએ કે નહિ ? સાધુ થઇને તમે જેમ-તેમ બોલો છો તે તમને શોભે છે ? મને તમે ભૂખડીબારસ કહો છો... પણ તમે કેવા છો ? હું ભૂખડીબારસ છું કે કેવો છું ? - એ જરા મારા સહવર્તી મુનિઓને પૂછો તો ખરા ! પ્રચાર-લીલા કરી છે કે પોતાની મેળે મારી સેવાની સુવાસ પહોંચી ગઇ છે ? મારી કીર્તિથી તમારા પેટમાં તેલ તો નથી રેડાતું ને ? રેડાતું હોય તો છો રેડાય... પણ હું આજે તમારી સેવા માટે નથી આવવાનો. તમે એક મારી પ્રશંસા નહિ કરો તો ચાલશે. પ્રશંસા કરનારી દુનિયા બીજી ઘણી મોટી છે. આમ પણ તમારા જેવા પ્રશંસા કરે એ વાતમાં માલ નથી. કારણ કે તમારી જીભ જ તલવાર છે. આમાં પ્રશંસાની આશા રાખવી જ વ્યર્થ છે.” ધાર્યું હોત તો આ પ્રમાણે હું જવાબ આપી શકતા... હા... જો સેવા એ મારો માત્ર બતાવવાનો બુરખો હોત, સેવા નકલી હોત તો જરૂર એ પ્રમાણે મેં જવાબ આપ્યો હોત, પણ મારી સેવા અસલી હતી. સેવા એ મારો સ્વભાવ હતો. કોઇ પણ પદાર્થ પોતાના સ્વભાવથી અળગો શી રીતે થઇ શકે ? સાકર મીઠાશથી અલગ હોઇ શકે ? મીઠું ખારાશથી જુદું હોઇ શકે ? ચંદન સુવાસથી ભિન્ન હોઇ શકે ? નહિ... મીઠાશ સાકરનો, ખારાશ મીઠાનો ને સુવાસ ચંદનનો સ્વભાવ છે. સ્વભાવ કદી અલગ થઇ શકે નહિ. સ્વભાવ એ કાંઇ શરીર પરનું કપડું નથી કે ફાવે ત્યારે ઓઢી શકાય ને ફાવે ત્યારે કાઢી શકાય. સ્વભાવ તો ચામડી છે... સદા સાથે રહેનાર ! શરીર પરથી તમે વસ્ર કાઢી શકો, પણ ચામડી ઓછી કાઢી શકો ? હું મારા સ્વભાવભૂત બનેલા સેવા-ગુણને શી રીતે કાઢી શકું ?
આહાર-પાણી એક-બાજુ મૂકી હું એ મુનિ સાથે શુદ્ધ જળની આત્મ કથાઓ • ૨૬
એષણા માટે નીકળી પડ્યો. પણ જે ઘરે જાઊં ત્યાં અશુદ્ધ જળ મળે... શુદ્ધ જળ મળે જ નહિ... આખરે ઘણા ઘરે ફર્યા પછી મુશ્કેલીથી એક ઘરે શુદ્ધ જળ મળ્યું. તે લઇને હું પેલા મુનિ સાથે ગામ બહાર ગયો.
એ મુનિને અતિસાર - ઝાડા થયા હતા. બગડેલા કપડાં-શરીર વગેરે હું પાણીથી સાફ કરવા માંડ્યો. જેમ જેમ સાફ કરું તેમ તેમ વધુ ને વધુ દુર્ગંધ આવતી ગઇ ! મને કાંઇ સમજાયું નહિ. આવું કેમ બને છે ?
રોગી મુનિ તો મને જોતાંવેંત જ ત્રાટકી પડ્યા : “સેવાની પૂંછડી ! મોટી સેવાની વાત કરે છે ને અમે અહીં કેટલાય સમયથી પડ્યા છીએ, હેરાન થઇએ છીએ તેનું તને કાંઇ ભાન છે ? કોઇને હેરાન કરીને પછી સેવા કરવાનો દેખાવ કરવો... વાહ ભઇ ! તારો અભિગ્રહ તો બહુ જોરદાર... !''
આ અને આવું કેટલુંય હું સાંભળતો જ રહ્યો. આપણે જેની સેવા કરતા હોઇએ તેના તરફથી જ ગાળોનો વરસાદ વરસે તો આપણને કેવું લાગે ? આપણને મનમાં થઇ જાય - એક તો સેવા કરીએ... ને ઉપરથી ગાળો સાંભળવી ? એવી સેવા અમારે નથી કરવી. પ્રશંસા કરવાનું તો ઘેર ગયું. આ તો સામેથી કૂતરાની જેમ બચકાં ભરે છે !' આવો વિચાર આવવાનું કારણ શું ? આપણે જેની સેવા કરતા હોઇએ છીએ તેના તરફથી પ્રશંસાની અપેક્ષા રહે છે... પણ અપેક્ષાથી વિપરીત ગાળોનો વરસાદ મળતાં આપણે વિચલિત બની જઇએ છીએ. વળી, માનવ-મનની બીજી પણ એક ખાસિયત યાદ રાખવા જેવી છે. કોઇ પણ માણસ બીજાના અહેસાનમાં આવવા તૈયાર હોતો નથી. જેની આપણે સેવા કરીએ છીએ એ આપણા અહેસાનના ભાર નીચે દબાઇ જાય છે. આપણે પણ એ કરેલો ઉપકાર વારંવાર સંભળાવતા રહીએ છીએ. આથી પેલાને હીણપત લાગે છે. હીણપતના એ ભાવમાંથી છૂટવા એ આપણી એકદમ ઉપેક્ષા કરતો થાય છે, આપણને જોતાં જ એ મોઢું ફેરવી લે છે. આથી આપણને લાગે છે ઃ હાય ! હાય ! દુનિયા કેટલી કૃતઘ્ન થઇ ગઇ છે ? હવે પેલો સામુંય નથી જોતો ! ગરજ સરી ને વૈદ વેરી !
આવું કાંઇ ન થાય માટે જ કહેવામાં આવ્યું છે કે ઉપકાર કરીને આત્મ કથાઓ • ૨૭