________________
આમ કરતાં-કરતાં એક-બે નહીં, પૂરા છ મહીના પસાર થઇ ગયા. મારા પેટમાં ભોજન કે પાણી ગયું હોતું. છતાં મને કોઇ ગ્લાનિ હોતી ! હું સંપૂર્ણ પ્રસન્ન હતો. કારણ કે હું માનતો હતો કે આ કર્મો, આ દુઃખો મેં જ ઊભા કરેલા છે. એમાં કોઇને દોષ શું દેવો ? જેટલા પરાક્રમથી, ઉત્સાહથી કર્મો બાંધ્યા છે, તેટલા જ ઉત્સાહથી કર્મો ખપાવવા રહ્યા.
હું પ્રભુ સાથે ફરી દ્વારિકા નગરે આવ્યો. ગોચરી માટે મારા જ નગરમાં હું ફરી રહ્યો હતો, પણ મળતી
હોતી.
મહાત્મા કોઇ ઉત્કૃષ્ટ હોવા જોઇએ. મારે તેમનો લાભ લેવો જોઇએ. ને એ શેઠ તમને ગોચરી માટે લઇ ગયા. આમાં તમારી નહિ, શ્રીકૃષ્ણની લબ્ધિ કામ કરી ગઇ છે.
પ્રભુનો આ જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગયો ! કેવાં કઠણ કર્મ કર્યા હશે મેં ?
હું તરત જ એ લાડવાઓને પરઠવવા ચાલ્યો.
તમે વિચારો : છ-છ મહીના વીતી ગયા છે ! શરીર દુર્બળ થઇ ગયું છે ! સખત ભૂખ-તરસ લાગી છે ! છતાં ત્યારે સમતા રાખવી એ બચ્ચાના ખેલ નથી.
પણ કર્મક્ષય એ જ જેમનું લક્ષ્ય હોય, એમને ગમે તેટલી તકલીફો પણ ઓછી જ લાગે. વધુ દુઃખમાં વધુ સુખનાં દર્શન થાય. કારણ કે તો જ વધુ કર્મો ખપેને !
લાડવાનું ચૂર્ણ કરતાં-કરતાં હું એવી શુભ ભાવનાઓમાં ચડ્યો કે કર્મોનું પણ ચૂર્ણ કરી નાખ્યું. અનંત કેવળજ્ઞાનના અવતરણથી મારા આત્મામાં પ્રકાશ-પ્રકાશ વ્યાપી ગયો. મેં માત્ર અંતરાયનું જ નહીં, ચારેય કર્મોનું ચૂર્ણ કરી નાખ્યું.
રાજમાર્ગ પર શ્રીકૃષ્ણ મળ્યા. હાથી પરથી નીચે ઊતરી એમણે મને ભાવપૂર્વક વંદન કર્યા.
“સંયમ-જીવન કેમ ચાલે છે ?' સંસારી પિતાના પ્રશ્નના જવાબમાં મેં કહ્યું: “ખૂબ જ મસ્તી છે. ખૂબ જ આનંદ છે. ઉપવાસમાં પણ આનંદ છે. પારણામાં પણ આનંદ છે.” શ્રીકૃષ્ણ તો વંદન કરીને જતા રહ્યા.
આ બાજુ તરત જ એક ગૃહસ્થ મને ગોચરી માટે બોલાવ્યો. હું સ્તબ્ધ થઇ ગયો. કારણ કે આ પહેલો અવસર હતો. જ્યારે કોઇએ મને આહાર માટે બોલાવ્યો હોય. સામેથી ઘેર જાઉં તોય ન મળે ત્યાં બોલાવવાની વાત જ ક્યાં ?
મને થયું : હવે મારા અંતરાય કર્મ તૂટ્યા લાગે છે. હું એને ઘેર ગયો. એ શેઠે ભાવપૂર્વક વહોરાવ્યું. લાડવાથી મારું પાત્ર ભરી દીધું; હું ‘ના... ના...' કરતો રહ્યો છતાંય.
પ્રભુ પાસે આવીને મેં કહ્યું : પ્રભુ ! શું મારા અંતરાય કર્મ તૂટી ગયા ?
નેમિનાથ પ્રભુએ કહ્યું : નહિ... ઢઢણ ! હજુ તારા અંતરાય કર્મ તૂટ્યા નથી. તને જે ભિક્ષા મળી એ તારી લબ્ધિથી નહિ, પણ શ્રીકૃષ્ણની લબ્ધિથી મળી છે. એમણે સમવસરણમાં પ્રશ્ન પૂછેલો કે અઢાર હજાર સાધુઓમાં સૌથી ઉત્કૃષ્ટ કોણ ? ત્યારે મેં તારું નામ આપેલું. આથી રસ્તામાં તમે મળતાં તેમણે તમને ભાવપૂર્વક વંદન કર્યા. એમના વંદનને જોઇ એક શેઠને થયું : જેના ચરણોમાં શ્રીકૃષ્ણ જેવા વાસુદેવ ઝૂકે એ
આત્મ કથાઓ • ૭૮
આત્મ કથાઓ • ૭૯