________________
.
(૧૧) હું પ્રસન્નચન્દ્ર
છે
“અહો ! કેવા ધ્યાનસ્થ મુનિ છે ! એક પગે ઊભા રહી સૂર્યની સામે અપલક નયને જોઇ રહ્યા છે. ધ્યાનની ધારા કેટલી તીવ્ર હશે ! સાચે જ આવા મહાત્માને સ્વર્ગ કે મોક્ષ દુર્લભ નથી.”
હું કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો હતો ને મારા કાને આવા શબ્દો પડ્યા. હું રાજી થયો. સ્વપ્રશંસા સાંભળતાં કોને આનંદ ન થાય ? મધ અને સાકરથી પણ મીઠી સ્વપ્રશંસા છે... કદાચ તેથી પણ વધુ મીઠી છે. એટલે જ તો મધ અને સાકરના સ્વાદ છોડનારાઓ પણ આ સ્વપ્રશંસાનો સ્વાદ છોડી શકતા નથી ને ?
ત્યાં જ બીજા માણસના શબ્દો મારા કાને પડ્યા : હવે જોયા જોયા આ મહાત્મા ! એમણે શું કર્યું તને ખબર છે ? નાનકડા ટેણીયાને ઝટપટ રાજગાદી પર બેસાડી દીક્ષા લઇ લીધી. જાણે મોક્ષ ભાગી જતો હતો! નર્યો પલાયનવાદ ! જે રાજા રાજ્યનું-પ્રજાનું ભાવિ વિચાર્યા વિના જ કુદી પડે એવાઓની પ્રશંસા હું તો ન જ કરું ! હું તો આવા બાવાઓને ભાગેડુ કહું - સંસારના સંગ્રામથી હારીને ભાગી છૂટનારા કાયરોને ‘ભાગેડુ' ન કહેવાય તો શું કહેવાય ? એમને એમ રાજ્ય મંત્રીઓના ભરોસે મૂકી દીધું તો આજે પરિણામ શું આવ્યું તું જાણે છે ? ગાડામાં બળદની જગ્યાએ વાછરડા જોડો તો શું પરિણામ આવે ? એક ખેડૂત પણ આવી ભૂલ નથી કરતો. આમની પાસે તો ખેડૂત જેટલી પણ બુદ્ધિ
શું કામ છે ? રાજ્ય તજી દીધું તેમાં તને શો વાંધો આવ્યો ? તને કાંઇ તકલીફ પડી ?
સીધી વાત છે. સ્વપ્રશંસાથી જેને આનંદ આવ્યો તેને બીજા દ્વારા થતી સ્વનિંદાથી ગુસ્સો આવવાનો જ ! અને સ્વનિંદાથી જેને ગુસ્સો આવે તેને સ્વપ્રશંસાથી આનંદ આવે જ... બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એ અલગ હોઈ શકે નહિ.
મારી વિચાર-ધારા આગળ ચાલી. મારો ગુસ્સો મને ગાળો આપનાર માણસ પરથી મંત્રીઓ પર પહોંચ્યો : હરામખોર મંત્રીઓ સમજે છે શું મનમાં ? મારો જ પગાર ખાઇને તગડા થયેલા હવે મારી જ સામે થાય છે ? આવી બેવફાઇ ? હવે હું છોડવાનો નથી. આવી જાઓ સાલા નાલાયકો ! તાકાત હોય તો સામી છાતીએ લડો. પીઠ પાછળ શું છરા ભોંકો છો ? તમે ન આવો તોય આજે હું તમને છોડવાનો નથી. તમારા ઘરમાં પેસી એકેકનું ગળું પકડી બહાર કાઢવાનો છું ને યુદ્ધ કરવાનો છું. લ્યો, તમે ઘરથી બહાર આવી પણ ગયા. એમ ? તમે લડવા માટે તૈયાર પણ થઇ ગયા ? હજુ તમે મારી તાકાત જોઇ નથી બંદાઓ ! લો હવે જોઇ લો તાકાત !
ફટાક...! મેં તલવાર ઝીંકી ને એક મંત્રી ધરાશાયી ! તલવાર હું ઘુમાવતો જ ગયો - ઘુમાવતો જ ગયો... જે જે મંત્રીઓના પક્ષે સૈનિકો ઊભા હતા.. બધાનું કચ્ચરઘાણ કરતો ગયો. કોઇનું માથું કપાયું. કોઇનો હાથ કપાયો. કોઇની છાતી વીંધાઈ ! કોઇનું પેટ વીંધાયું ! તો કોઇના પગ કપાયા ! તરફડતા હાથો ! કંપતા પગો ! નાચતા ધડો ! લોહીના ફુવારાઓ ! માંસના લોચાઓ અને કણસતા સૈનિકોથી મેદાન ભયંકર બની ગયું. સામે પક્ષે ઘણા હતા. આ બાજુ હું એકલો હતો. એકલો હતો તો શું થઇ ગયું ? હિંમત અને પરાક્રમ મારી સાથે હતા. સિંહના ટોળા કદી જોયા છે ? સિહ તો એકલવીર થઈને તૂટી પડે.
લડતા-લડતાં મારી તલવાર તૂટી ગઇ. એટલે મેં ભાલો લીધો અને ફરીથી જંગ શરૂ કર્યો. વીર પુરુષો કદી સાધનોની પરવા કરતા નથી. એમને તો હાજર તે હથિયાર !
આત્મ કથાઓ • ૮૧
નથી.
હવે પેલા મંત્રીઓએ ચંપાનગરીના દધિવાહન રાજા સાથે મળી જયંત્રો શરૂ કરી દીધા છે. તેમની સાથે મળી કુમારને પદભ્રષ્ટ કરશે. રાજ્ય હાથમાંથી જશે. પ્રજા બરબાદ થશે... આ બાવાના પાપે !”
આ શબ્દો મારા કાનમાં કાંટા બનીને ચૂભવા માંડ્યા. શરૂમાં તો મને ‘ભાગેડુ, કાયર, બાવો' કહેનાર એ માણસ તરફ ગુસ્સો આવ્યો. સાલા હરામખોર ! તારું મેં શું બગાડ્યું છે? હું ગમે તેવો હોઉં - તારે
આત્મ કથાઓ • ૮૦