SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ S (૬) હું અઈમclો હું તો શેરીમાં છોકરાઓની સાથે રખડતો તો. મને ત્યારે કલ્પના પણ નહિ કે થોડા સમયમાં હું મુનિ બની જવાનો છું, પણ ભાગ્ય પલટાય છે ત્યારે પળવારમાં પલટાય છે, એ સત્યની પ્રતીતિ મારું જીવન જોવાથી થશે. થશે. હજુ મોડું થયું નથી. હજુ જિંદગી બાકી છે. ભલે લોટો અને દોરી કૂવામાં હોય, પણ દોરીનો છેડો હજુ હાથમાં છે ! જિંદગીનો છેડો પણ હજુ હાથમાં છે. મારું માનતી હોય તો તું સાધ્વી બની ધર્મમય જીવન શરૂ કર. તારું ભલું થશે. બાકી, વાસનાની ભૂતડીએ આજ સુધી કોઇને સુખી નથી કર્યા. આજ સુધી એણે અનંતાનંત જીવોને ભરખી લીધા છે.” દેવ બનેલા મહાવતના ઉપદેશની મારા હૃદય પર ઊંડી અસર થઇ ! વાસના પાછળ પાગલ બનેલાની હાલત કેવી થાય ? એ મને વીતી ચૂક્યું હતું. હવે હું વાસનાથી ધરાઇ ચૂકી હતી. મેં સાધ્વી બનવાનો નિર્ણય કર્યો. દવે તરત જ મને સાધ્વીજીઓ પાસે મૂકી દીધી. મેં વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. આજે હું મસ્તીભર્યું સંયમ-જીવન જીવી રહી છું. વાસનાનું નરક મેં જોયું છે. ઉપાસનાનું સ્વર્ગ પણ જોયું છે. વાસનાની વૈતરણી નદીમાં હું ચૂંથાઇ છું. ઉપાસનાના નંદન વનનો આનંદ પણ હું માણી રહી છું. મારું જીવન જગતના લોકોને કહી રહ્યું છે : आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदां मार्गों येनेष्टं तेन गम्यताम् ॥ ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિઓનો માર્ગ છે. ઇન્દ્રિયોનો વિજય સંપત્તિઓનો માર્ગ છે. મરજી હોય તે માર્ગ પકડી લો.” રમતાં-રમતાં મેં શ્રી ગૌતમસ્વામીને જોયા. મને ખ્યાલ આવી ગયો કે મહારાજ વહોરવા આવ્યા છે. રમત પડતી મૂકીને મેં તો દોટ લગાવી. મહારાજનો દાંડો પકડી લીધો ને કહ્યું : મહારાજ ! મારે ઘેર વહોરવા પધારો. મહારાજને ગોચરીનો ખપ ન્હોતો. તેઓ ના પાડવા લાગ્યા, પણ હું ક્યાં કેડો છોડું એવો હતો ? મેં તો દાંડો બરાબર પકડી રાખ્યો. મહારાજને આખરે માનવું જ પડ્યું, મારે ઘેર આવવું જ પડ્યું. હું ફુલાયો કે મેં મહારાજને પકડી લીધા... પણ ખરેખર તો મહારાજે જ મને પકડી લીધો હતો. સંભવ છે મહારાજે ત્યારે જ મારું ભવિષ્ય જાણી લીધું હોય, એટલે જ મારે ત્યાં પધાર્યા હોય. ચાર જ્ઞાનના સ્વામી શ્રી ગૌતમસ્વામી મહારાજ માટે શું અશક્ય હોય ? મેં અને મારી મમ્મીએ મહારાજને ભાવથી લાડવા વહોરાવ્યા. મહારાજની ઝોળી એકદમ વજનદાર બની ગઇ. મેં કહ્યું : મહારાજ ! મને ઉપાડવા દો. પણ મહારાજે કહ્યું : એના માટે ‘મહારાજ' બનવું પડે, સંસારનો ત્યાગ કરવો પડે. મેં હા પાડી. કોણ જાણે કેમ ? પણ મને નાનપણથી જ મહારાજ બહુ ગમતા. એમને જોતાં જ હું એમની પાસે દોડી જતો. એમના જેવા બનવાનું મન પણ થઇ આવતું. મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી : બેટા ! સંસારમાં રહેવા જેવું નથી. મુનિ જ બનવા જેવું છે. સંસારનો ત્યાગ કર્યા વિના મુનિ બની શકાય નહિ. મને મમ્મીની આવી વાતો બહુ ગમતી. ગૌતમસ્વામી મહારાજે પણ મને આવી જ વાતો કહી. સંસારની અસારતા અને સંયમની સાર્થકતા સમજાવી. મેં મનોમન નક્કી કરી જ દીધું મારે દીક્ષા જ લેવી છે ને પરકાય - પ્રવેશ • ૩૩૩ આત્મ કથાઓ • ૩૩૨
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy