________________
(૧) હું પ્રદેશી
-
ગયો. આપણામાં જો યોગ્યતા હોય તો ગુરુ દ્વારા જે મળવું જોઇએ તે મળીને જ રહે છે. આપવું કે ન આપવું એ ગુરુના હાથની વાત નથી, લેવું કે ન લેવું એ જ શિષ્યના હાથની વાત હોય છે. ગુરુ તો સદા આપી જ રહ્યા હોય છે. યોગ્ય શિષ્ય તે મેળવી લે છે ને નઠારો લાખ માથું પટકે તો પણ મેળવી શકતો નથી. વરસાદ તો વરસી જ રહ્યો હોય છે, પણ જે છત્રી ન હટાવે તેના પર કઇ રીતે જલધારા પડે ? ગુરુની કરુણાનો વરસાદ તો વરસી જ રહ્યો હોય છે, પણ તમે અહંકારની છત્રી ઓઢીને ફરી રહ્યા હો છો ને દોષનો ટોપલો ગુરુ પર ચડાવો છો. છત્રી લઇ લો, પછી જુઓ : ભીજાવ છો કે નહિ ?
એકવાર છત્રી હટાવો મારા શિષ્યની જેમ તમે પણ ખ્યાલ બની જશો.
હું નાનપણથી જ દરેક વાતને તર્કથી સિદ્ધ કરનારો ! જો તર્કથી ગમ્ય હોય તો જ હું એ વાત સ્વીકારું, નહિ તો બિલકુલ નહિ. ભલે પછી એ વાત શાસ્ત્રોમાં લખી હોય, ભલે એને સાધુઓ ઠોકી-ઠોકીને સમજાવતા હોય, ભલે એને લાખો માણસો માનતા હોય, પણ મારા ગળે ન ઊતરે તો હું બિલકુલ માનું નહિ. ધીરે ધીરે હું દરેકમાં તર્ક કરવા લાગ્યો. મંદિરમાં, મૂર્તિમાં, શાસ્ત્રમાં, આત્મામાં, પરમાત્મામાં, પરલોકમાં, મોક્ષમાં બધે જ તર્ક ને તર્ક ! જો કે આને તર્ક કહેવા કરતાં શંકા કહેવી વધુ સારી ગણાશે. હું દરેક બાબતમાં શંકા ઉઠાવવા જ લાગ્યો. શંકા, અવિશ્વાસ, તર્ક, દલીલ એ મારા હથિયાર બની ગયા. ધીરે-ધીરે મને લાગ્યું કે આત્મા નામનો પદાર્થ આ દુનિયામાં છે જ નહિ. જો આત્મા હોય તો દેખાતો કેમ નથી ? કદાચ દેખાતો ન હોય તો પરલોક કેમ જણાતો નથી ? પરલોકમાં ગયેલા કેમ કોઇ કહેવા આવતા નથી ? કે પછી પરલોક વગેરે કશું છે જ નહિ ? હા... પરલોક નથીસ્તો વળી. જગતમાં લાખો માણસો મરે છે, પણ ક્યાં કોઇ પાછું આવ્યું છે ? પરલોક, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેની કલ્પના ધર્મના નામે દુનિયાને ઉલ્લુ બનાવનારા પંડ્યાઓ અને પુરોહિતોએ કરી છે. “ધર્મ' એ જ લોકોની દુકાન છે. “ધર્મ” આત્માના પાયા પર જ ઊભેલો છે. હવે જો આત્મા જ ન માનવામાં આવે તો પરલોક વગેરેનો સ્વયમેવ છેદ ઊડી જાય. આથી ધર્મના નામે ચાલતો તેમનો મઠો અને મંદિરોનો ધમધોકાર વેપાર બંધ થઇ જાય. એમની આજીવિકા રખડી જાય. આથી આવા લબાડ ધર્મગુરુઓએ જ આ જગતમાં ધર્મને જીવતો રાખ્યો છે. એમાં એમનું સ્થાપિત હિત છે. મને આવું સ્પષ્ટ સમજાઇ જવાથી ધર્મને મેં મારા જીવનમાંથી દેશવટો આપ્યો, ન કેવળ મારા જીવનમાંથી, પરંતુ મારા આખા દેશમાંથી ધર્મને, ધર્મગુરુઓને, ધર્મસ્થાનોને અલવિદા આપી. હા... હું સામાન્ય માણસ હોતો, હું રાજા હતો, કૈકેય દેશનો માલિક
આત્મ કથાઓ • ૧૪૫
આત્મ કથાઓ • ૧૪૪