________________
હતો. હામ, દામ, કામ બધું મને મળેલું હતું. મેં ધર્મને મારા દેશમાંથી રવાના કર્યો. હું સંપૂર્ણ નાસ્તિક બની ગયો. ચાર્વાકની વાત મને ગમવા લાગી. જો કે દુનિયાએ ચાર્વાકની કદર નથી કરી, પણ મને એ માણસ ખરો લાગ્યો, હિંમતબાજ લાગ્યો. કહે છે કે નાસ્તિકતાના ઉપદેશથી તેને જીવતો સળગાવી નાખવામાં આવેલો, પણ એ પોતાની વાતથી ચલિત થયો ન્હોતો. હું ચાવકને અનુસરવા લાગ્યો. ચાવાકે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે : જે મળ્યું છે તેને ભોગવી લો. પરલોકની ચિંતા ન કરો. વર્તમાનમાં જીવો. પરલોકની ચિંતામાં આ લોકના સુખો શા માટે ગુમાવો છો ? પેલા શિયાળીયાને માંસનો ટુકડો મળ્યો. નદીના કિનારે તેની નજર પડી તો એક માછલું આવીને બેઠેલું. શિયાળે માંસને મૂકીને માછલાને પકડવા દોટ મૂકી, પણ માછલું તો પાણીમાં પેસી ગયું. શિયાળ નિરાશ થઇ પોતાનો માંસનો ટુકડો લેવા આવ્યું, પણ એ તો ગીધડો ઉપાડી ગયેલો ! શિયાળ બંને બાજુથી રહ્યું ! પરલોકની વાતો કરનારા આ મૂર્ખ શિયાળ જેવા છે. તેમનો આ ભવ તો નકામો જઇ જ રહ્યો છે. બિચારા પરલોક માટે દોડી રહ્યા છે, પણ પરલોક છે જ ક્યાં? “ધર્મી આત્માઓ' શિયાળની જેમ ઉભયભ્રષ્ટ બની જાય છે. આથી પરલોક, આત્મા, મોક્ષ, ઇશ્વર, સ્વર્ગ, નરક વગેરેની વાત છોડો. હા... માનવું જ હોય તો...
શરીરને જ આત્મા માનો ! રાજાને જ ઇશ્વર માનો ! શ્રીમંતાઈને જ સ્વર્ગ માનો ! ગરીબીને જ નરક માનો ! મૃત્યુને જ મોક્ષ માનો !
શરીર સિવાય બીજો કોઇ આત્મા નથી. શરીરના નાશમાં આત્માનો પણ નાશ થાય છે. રાજા સિવાય કોઇ ઇશ્વર નથી. રાજા જ નિગ્રહ અને અનુગ્રહ કરી શકે છે. શ્રીમંતાઇ સિવાય બીજું સ્વર્ગ કયું છે? અને ગરીબી સિવાય બીજી નરક કઇ છે ? મોક્ષ-બોક્ષ એ તો બધી કલ્પના છે. છતાં માનવું જ હોય તો મૃત્યુને જ મોક્ષ માની લો ! મને આ ચાર્વાકની વાતો ગમી ગઈ. “fપવ રવાન્ ૨ વાનવને” ખાઓ, પીઓ અને મજા કરો.
'यावज्जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा घृतं पिबेत् ॥ भस्मीभूतेषु भूतेषु, वृथा प्रत्यागतिस्पृहा ।'
મોજથી જીવો. દેવું કરીને પણ ઘી પીઓ. મૃત્યુ પછી દેવું ચૂકવવું પડશે - એ બધી બાલિશ વાતો છે. મર્યા પછી કોઇ પાછું આવતું નથી. મને ચાર્વાકની વાતો એટલી ગમી ગઇ, એટલી ગમી ગઇ કે ન પૂછો વાત ! હું માંસ-મદિરામાં મસ્ત બન્યો, શિકારનો ભારે શોખીન બન્યો. જીવનના સર્વ વિભાગમાંથી મેં ધર્મને હડસેલી મૂક્યો. હૃદયના કોઇ ખૂણામાં ધર્મશ્રદ્ધા રહી ન જાય તેની હું પૂરી તકેદારી રાખવા લાગ્યો. પણ મારી આટલી બધી ઘોર નાસ્તિકતા મારા મંત્રી ચિત્રને ગમતી હોતી. જો કે તે મારી પાસે તો મને ગમે તેવું મીઠું-મીઠું જ બોલતો હતો, પણ મનમાં દૂભાતો હતો. મારા સ્વામી અધર્મમાં જીવે, ધર્મને ધિક્કારે અને હું જોતો રહું? તો હું સેવક શાનો ? ખરો સેવક તે જે સ્વામીનું હિત ઇચ્છે. તે મારો સાચો સેવક હતો.
- એક વખતે તે શ્રીપાર્શ્વનાથ સંતાનીય કેશી ગણધરને પરિવાર સહિત આગ્રહપૂર્વક મારા નગરમાં લઇ આવ્યો; ખાસ મારા હિત માટે જ. પણ હું ધર્મગુરુઓ પાસે જાઉં એવો ક્યાં હતો ? છતાં મને તે મિત્ર મંત્રી ફરવાના બહાને બહાર બગીચામાં લઇ ગયો. બગીચામાં બરાબર ત્યારે કેશી ગણધર ભગવંતનું વ્યાખ્યાન ચાલતું હતું. દૂર-દૂરથી અવાજ આવતો હતો. મેં ત્યાં નજર માંડી. આખી સભા હકડેઠઠ ભરેલી હતી. કોણ ? ધર્મગુરુ ? “ધર્મગુરુ” શબ્દથી જ હું છેડાઇ પડ્યો. મારી મનાઇ હોવા છતાં અહીં ધર્મગુરુ આવ્યો કોણ ? હાંકી કાઢો એને ! આવા ધૂતારાઓ આવીને લોકોને ઊંધા ચશ્મા પહેરાવે છે. મંત્રીએ શાંતિથી કહ્યું: ‘મહારાજ ! જરા આપણે એમની સભામાં જઇએ તો ખરા, જરા જોઇએ તો ખરા કે આ દંભી ધર્માચાર્ય કઈ રીતે દુનિયાને ઉલ્લુ બનાવે છે ? એમના દંભી વચનો સાંભળવાની ખૂબ જ મજા આવશે.' મિત્રની વાત હું કદી ઠેલી શકતો નહિ. મેં એની વાત માની. અમે બંને સભામાં ગયા. ધર્મસભામાં બીજી તો કઈ વાત હોય ? ધર્મની જ વાત હોય ને? ધર્મ શબ્દ સાંભળતાં જ હું ચીડાઇ ગયો. સભા વચ્ચે ઊભા થઇને મેં
આત્મ કથાઓ • ૧૪૭
આત્મ કથાઓ • ૧૪૬