________________
કરવાના પ્રયત્નો પણ નથી કર્યા. હું આટલી મોટી ઉંમરે પણ સમતા નથી રાખી શકતો તો આ નવદીક્ષિત ક્યાંથી રાખી શકે? પણ મેં હમણાં જ કહ્યું ને ? ગુસ્સેબાજ માણસો કદી ઊંડો વિચાર કરનારા નથી હોતા. મેં તો વગર વિચાર્યે ફટકારવા માંડ્યું અને જાણે ચમત્કાર સર્જાયો. હવે ચેલો બરોબર ચાલવા લાગ્યો. હું મનોમન બોલી ઊઠ્યો : જોયું ? હવે કેવો બરાબર ચાલે છે? આ તો સોટીનો ચમત્કાર છે. કેટલીક ચીજો એવી હોય છે કે જે તાડન કરવાથી જ બરાબર ચાલે. સ્ત્રી, ઢોલ, ગમાર, પશુ વગેરે તાડનને જ લાયક હોય છે. એમ નીતિવાક્યો કહે છે : ઢોલ, पशु, मूरख और नारी; ये सब ताडन के अधिकारी ॥
મેં કહ્યું : કેમ ચેલાજી ! હવે કેમ બરાબર ચાલો છો ? માર ખાઈને સીધા ચાલ્યા એના કરતાં માર વિના જ સીધા ચાલ્યા હોત તો ? ચેલાજીએ અત્યંત શાંત સ્વરે કહ્યું : ગુરુદેવ ! આપની કૃપા ! એના શાંત, ગંભીર અને સ્વસ્થ અવાજથી હું સ્તબ્ધ થઇ ગયો. નક્કી કંઇક રહસ્ય છે. હું ચોંક્યો. પૂછ્યું : “શું કોઇ દિવ્યજ્ઞાન થયું છે ?'
હાજી... ગુરુદેવ ! આપની કૃપા !'
હું થીજી ગયો. ચોક્કસ ખાતરી કરવા મેં ફરી પૂછ્યું : ‘કેવું જ્ઞાન થયું છે ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ?'
‘અપ્રતિપાતી.'
તરત જ કૂદકો લગાવી હું નીચે ઊતર્યો... “અરરર... મેં કેવળજ્ઞાનીની આશાતના કરી. કેવળજ્ઞાનીના ખભા પર હું બેસી રહ્યો. મારું મન બેચેન બન્યું : ગઇ કાલનો દીક્ષિત આ મુનિ ! શાસ્ત્ર નહિ ભણેલો આ મુનિ ! ક્ષમાનો કેવો ભંડાર ! માત્ર ક્ષમાના મહિમાથી એ કેવળજ્ઞાન પામી જાય ને હું એવો ને એવો કોરો-ધાકોર ? આચાર્યપદ પર બિરાજમાન ! અનેક શિષ્યોનો ગુરુ ! અનેક શાસ્ત્રોનો જાણકાર ! અનેક ભક્તોનો આરાધ્ય હું ! છતાં સમતાથી લાખો જોજન દૂર ! અરેરે... જ્યારે એવી મધુર પળો આવશે જ્યારે હું પણ સમતાના માન સરોવરમાં હંસ બનીશ ? શું મારું જીવન ક્રોધના ભડભડતા દાવાનળમાં જ શેકાતું રહેશે? શું મારું જીવન ક્રોધની આગથી રેગિસ્તાન જ બની રહેશે ?
આત્મ કથાઓ • ૧૪૨
શું કદી નંદનવન નહિ બને ? આવી ભાવનામાં મારા અધ્યવસાયો નિર્મળ થવા લાગ્યા. પછી તો મારા એ વિચારો પણ વિલીન બન્યા. હું નિવિચાર અવસ્થામાં પહોંચ્યો. મારો આનંદ વધતો ચાલ્યો... વધતો ચાલ્યો.. એવો વધ્યો... એવો વધ્યો કે શું વાત કરું ? એની આગળ સ્વયંભૂરમણ દરિયો પણ નાનો પડે. એ આનંદનું શી રીતે વર્ણન કરી શકું? શબ્દોમાં તેને કહી શકાય નહિ. બિચારા શબ્દોની શી તાકાત કે અસીમ આનંદને પોતાના ચોકઠામાં કેદ કરી શકે? શબ્દ તો વામણા છે. તમે આચારાંગ સૂત્રનું પેલું વાક્ય વાંચ્યું છે ?
"सव्वे सरा नियदृति, तक्का जत्थ न विज्जइ, मइ तत्थ न गाहिआ"
જ્યાંથી બધા સ્વરો પાછા ફરે, જ્યાં તર્કના ઘોડાઓ પહોંચી શકે નહિ, જ્યાં મતિની ગતિ થઇ શકે નહિ. એવી અદ્ભુત આત્મસાક્ષાત્કારની અવસ્થાને હું પામ્યો. હું ક્ષપક-શ્રેણિ પર... ના.. ના... મોક્ષમંદિરના સોપાન પર આરોહણ કરી રહ્યો હતો. ક્ષણે-ક્ષણે મારો આનંદ વધી રહ્યો હતો. અચાનક જ અંદર વિસ્ફોટ થયો... પરમ તત્ત્વનું અવતરણ મારા ઘટમાં થયું. જો કે આને અવતરણ કહેવું એના કરતાં “અનાવરણ' કહેવું વધુ ઠીક રહેશે. અવતરણ એટલે ઉપરથીબહારથી નીચે ઊતરવું જ્યારે “અનાવરણ” એટલે અંદર રહેલાનો ઊઘાડ થવો. પરમ તત્વ ક્યાં બહાર છે ? એ તો અંદર જ છે. માત્ર પડદો હટાવો એટલે પરમ તત્ત્વ હાજર ! એ પડદો છે ઘાતી કર્મનો ! મારો એ પડદો હટી ગયો. હું કેવળજ્ઞાની બની ગયો. આખું જગત મારામાં પ્રતિબિંબિત થયું ! સર્વ ભાવોને સર્વ કાળને હું એકી સાથે જાણવા લાગ્યો.
હું કેવળજ્ઞાની બન્યો એમાં કાંઇ નવાઇ નથી. નવાઇ તો મારા શિષ્યની છે, જે મારાથી પણ પહેલાં કેવળી બની ગયો અને પાછું એ કેવળજ્ઞાન મારા ચરણે ધરી દીધું ! તમે લોકો ઘણીવાર ફરિયાદ કરતા હો છો કે ગુરુ બહુ કડક છે, બહુ ગુસ્સે ભરાય છે, બહુ ટોક-ટોક કરે છે. આવા ગુરુ ન જોઇએ, ગુરુ તો શાંત જોઇએ. પણ... મારા આ નવદીક્ષિત શિષ્યને ત્યારે નજર સમક્ષ લાવજો. મારા જેવો ક્રોધી ગુરુ મળવા છતાં તે કેવળજ્ઞાન પામી ગયો અને મને પણ કેવળજ્ઞાન આપતો
આત્મ કથાઓ • ૧૪૩