________________
એ લોકો વધુ ને વધુ બોલવા લાગ્યા. હવે હું ઝાલ્યો ન રહ્યો. આખરે તો “ચંડરુદ્ર” ખરો ને ? મેં કડકાઇથી કહ્યું : બોલો, કોને દીક્ષા લેવી છે? જેણે લેવી હોય તે અહીં આવે. પેલા મશ્કરાઓએ વરરાજાને આગળ ધકેલ્યો : મહારાજ ! આને દીક્ષા લેવી છે. ઝટપટ આપી દો. મેં તો વરરાજાની બોચી બરાબર પકડી. કુંડીમાં રહેલી રાખ માથા પર મૂકી હું તો ધડાધડ લોચ કરવા માંડ્યો. પેલા મશ્કરાઓ બોલી ઊઠ્યા : અલ્યા! ભાગ... ભાગ... મહારાજે તો લોચ કરવા માંડ્યો. મશ્કરાઓ ભાગી ગયા, પણ આ વરરાજા ન ભાગ્યો. મને એમ કે એક-બે ચપટી વાળની ખેંચીશ એટલે ભાગશે અને ફરી કદી મશ્કરી કરવાનું નામ નહિ લે. પણ આ વરરાજા તો ગજબનો નીકળ્યો. એ તો શાંતિથી બેસી જ રહ્યો. એના ચહેરા પરથી લાગતું હતું કે એના ભાવોમાં પરિવર્તન આવી ગયું હતું. મશ્કરીના સ્થાને ગંભીરતા અને પ્રસન્નતા આવી હતી. એ સાચે જ દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો હતો. હમણાં જ લગ્ન થયેલા હોવા છતાં તે દીક્ષા લેવા માટે તૈયાર થઇ ગયો. મેં પણ તેને ત્યાં જ, ત્યારે જ દીક્ષા આપી દીધી. શુભસ્ય શીઘ્રમ્ |
દીક્ષા પછી કહે : ગુરુદેવ ! આ ગામમાં તો હવે આપણાથી રહી શકાશે નહિ. મારા સંબંધીઓને ખબર પડશે તો આપને અને મને ઘણી મુશ્કેલી ઊભી થશે. માટે વિહાર કરીને આજે જ કોઇ બીજે ગામ જતા રહીએ તો સારું ! સાંજ પડવા આવી હતી. મેં કહ્યું : “સારું ! તું રસ્તો જોઇ આવ. આપણે નીકળી જઇએ.'
કોઇ આત્માનો આ રીતે પણ ઉદ્ધાર થતો હોય, એ માટે મને થોડું કષ્ટ પણ પડતું હોય તો એ કષ્ટ સહવા હું તૈયાર હતો. નવદીક્ષિત રસ્તો જોઇ આવ્યો.
અમે બંને જણા સમી સાંજે અંધારામાં નીકળી પડ્યા. અંધારું ગાઢ બનતું ગયું તેમ તેમ મને ઠોકરો વાગવા માંડી. વૃદ્ધાવસ્થાના કારણે નજર ઓછી તો હતી જ ને એમાંય વળી અંધારું ! એટલે હું તો પગલે-પગલે ઠોકરો ખાવા લાગ્યો. હવે મારું મગજ ફાટ્યું. મારી શાંતિ (નિમિત્ત વિના જ રહેતી)ની તકલાદી ઇમારત તૂટી પડી. હું નૂતન દીક્ષિત પર તૂટી
આત્મ કથાઓ • ૧૪૦
પડ્યો : અલ્યા ! અક્કલના જામ ! રસ્તો-બસ્તો જોયો છે કે નહિ ! રસ્તો આમ જોવાય ? કેટલા બધા ખાડા છે ? ક્રોધમાં ને ક્રોધમાં હું એ ભૂલી ગયો કે રસ્તો જોઇ આવવાથી ખાડા થોડા દૂર થઇ જવાના હતા ? ખાડા કે ટેકરા રસ્તામાં જેવા હોય તેવા જ રહે ! હા... જોયેલું હોય તો થોડીક સાવધાની આવે. બાકી ક્યાં ખાડા છે ? ક્યાં ટેકરા છે ? ક્યાં કાંકરા છે ? એવો ખ્યાલ તો ગમે તેટલું જોઇ આવે તોય ક્યાંથી આવે ? સંભાળીને ચાલવું એ જ આનો ઉપાય ! પણ ગુસ્સેબાજ માણસો લાંબુ વિચારનારા નથી હોતા. એ તો જ્યારે ને ત્યારે તડ ને ફડ જ કરવા માંડે છે ! હું પણ તડફડીયો હતો. નવા ચેલાને મેં તો બરાબર ધમકાવી મૂક્યો. જો કે ચેલો ઘણો સારો હતો. તેણે કહ્યું: ગુરુદેવ ! આપની વાત સાચી છે. આપ મારા ખભે બિરાજો. આપને તકલીફ નહિ પડે ! મને તેણે ખભે બેસાડ્યો. મને ઉપાડીને તે ધીરે-ધીરે ચાલવા લાગ્યો. પણ રસ્તામાં ખાડા-ટેકરા તો હતા જ. આથી મને ખૂબ જ આંચકા આવવા લાગ્યા. શરીર કરતાં મારા મનને ખૂબ જ આંચકા આવ્યા. ફરી હું ફટક્યો : ઓ બુદ્ધિના બળદિયા ! જરા સીધો તો ચાલ ! તારા ખાતર હું આ મોટી ઉંમરે પણ કેટલો હેરાન થાઉં છું ? જરા મારી ઉંમરનો તો ખ્યાલ કર... અર૨૨... મને તું કેટલા આંચકા આપે છે. સીધું ચાલતાં પણ તું શીખ્યો લાગતો નથી. સીધું ચાલતાં પણ નહિ આવડે તો સંયમજીવન જીવતાં શી રીતે આવડશે ? અરે.. ફરી આંચકો ! આટલું બધું કહું છું છતાંય તું સાંભળતો નથી ? લે... લેતો જા. ફટાક ! મેં તો મારા હાથમાં રહેલો દાંડો તેના માથા પર ફટકારી દીધો. ફરી આંચકો ! ફરી દાંડો ફટકાર્યો ! ફરી આંચકો, ફરી દાંડો ! મેં તો બસ, આડેધડ ઝૂડવા જ માંડ્યું. ખરેખર હું ભાન ભૂલ્યો હતો. હું ક્રોધથી આંધળો થયો હતો. મેં એટલું પણ ન વિચાર્યું : બિચારો આ તો તાજો પરણેલો છે. હમણાં જ દીક્ષિત થયેલો છે. અરે... મશ્કરીમાં ને મશ્કરીમાં મુનિ બન્યો છે. તાજો જ લોચ થયેલો છે. પહેલા લોચવાળા માથા પર કોઇની આંગળી અડે તો પણ દુઃખે ત્યાં દાંડા ફટકારવા એ કેટલી ક્રૂરતા ? હજુ તેણે કોઇ શાસ્ત્રાદિનો અભ્યાસ પણ નથી કર્યો. હજુ મનને સમતાથી ભાવિત
આત્મ કથાઓ • ૧૪૧