________________
(૮) હું મેઘ
આ
છુટકારો થાય.”
મેં પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી અનશન સ્વીકાર્યું. મારી દૃષ્ટિ કોઇ પર ન પડે માટે મેં મારું મોટું રાફડામાં નાખ્યું.
લોકોને ખબર પડી કે સાપ હવે શાંત થઇ ગયો છે. આથી તેઓ નિર્ભયતાથી આવ-જા કરવા માંડ્યા. કેટલાક લોકો ઘી-દહીં વગેરેથી મારી પૂજા પણ કરવા માંડ્યા ! પણ એમની પૂજા મારા માટે કષ્ટનું કારણ બની ગઇ. ઘી-દહીંના કારણે સેંકડો જંગલી કીડીઓ ઊભરાઇ. મારા શરીરને વીંધીને પેલે પાર જવા લાગી. મારું શરીર કીડીઓએ ચાળણી જેવું બનાવી નાખ્યું. મને અસહ્ય વેદના થવા માંડી. પણ હું વિચારતો : હે જીવ ! તેં સેંકડોના જાન લીધા છે તેમને કેવી વેદના થઇ હશે ? એ વેદનાની પાસે તો આ કાંઇ નથી. હે જીવ ! સહન કર... સહન કર... સ્વેચ્છાથી સહન કરવામાં અમાપ લાભ છે.
મેં મારા મન અને શરીર પર પૂરેપૂરું નિયંત્રણ મેળવી રાખ્યું. મનથી હું સહેજ પણ ખિન્ન ન બન્યો અને શરીર સહેજ પણ ચાલવા ન દીધું. કારણ કે હું જો શરીર હલાવું તો સેંકડો કીડીઓ મરી જાય તેમ હતું. ના... હવે હું વધારે પાપો બાંધવા ન્હોતો માંગતો !
પૂરા પંદર દિવસ સુધી આવી વેદના સમાધિપૂર્વક સહીને હું મૃત્યુ પામ્યો.
પરમ કરુણાના સાગર પ્રભુ ત્યાં સુધી મારી પાસે જ રહ્યા.
મરીને હું આજે ક્યાં છું, જાણો છો ? આજે હું સહસ્ત્રાર નામના આઠમા દેવલોકનો દેવ છું.
ક્રોધના કારણે હું સાધુમાંથી સાપ બન્યો. ક્ષમાના કારણે હું સાપમાંથી દેવ બન્યો. તમે શું પસંદ કરશો ? ક્રોધ કે ક્ષમા ?
ક્ષમાનો સંદેશ રેલાવતું મારું જીવન તમારી સામે છે. સવાલ તમારી ઇચ્છાનો છે.
બચાવો... બચાવો... ઓ મહારાજા ! મને બચાવો. હું આપના શરણમાં છું. આપ શરણાગત વત્સલ છો.”
આમ બોલતું એક કબૂતર મારા ચરણોમાં આવી પડ્યું. હું મહાવિદેહની પુંડરીકિણી નગરીનો રાજા મેઘરથ હતો. આજે પૌષધશાળામાં પૌષધ લઇને બેઠો હતો. રાજા હોવા છતાં હું ધર્મ-નિયમોનું ચુસ્તપણે પાલન કરતો.
આજે પૌષધમાં આશ્ચર્યજનક ઘટના બની. એક કબૂતરે આવીને મારું શરણું લીધું.
કબૂતરો તો ઘણા જોયા હતા, પણ આમ માણસની ભાષામાં બોલતું કબૂતર પહેલીવાર જોયું.
ભયથી ધ્રુજતા કબૂતરને મેં કહ્યું : “તું ભય ન પામ. હવે કોઇની તાકાત નથી કે તને મારી શકે. તું મારા શરણે છે. શરણાગતનું રક્ષણ જીવના જોખમે પણ કરવું - એ અમ ક્ષત્રિયોનો ધર્મ છે.”
આમ હું બોલી જ રહ્યો હતો ત્યાં જ ફટ... ફટ... પાંખો ફફડાવતું બાજ પક્ષી આવી પહોચ્યું અને મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યું : ‘રાજનું ! એ કબૂતર મને આપી દો. મને બહુ ભૂખ લાગી છે.'
‘એ કબૂતર તને નહિ મળે. એ મારા શરણમાં છે.'
‘પણ મારી ભૂખનું શું ? મારા પર દયા નહિ કરવાની ? આ તમારો દયાધર્મ કેવો ? કબૂતરની દયા ખાતર બાજને ભૂખ્યો મારવો... એમાં દયા ક્યાં રહી ? તમે જ વિચારો !' બાજે દલીલબાજી કરી.
તને ભૂખ લાગી હોય તો ઘણાય ચણ મળી શકશે.” મેં કહ્યું.
અરે, રાજન્ ! શું આપને ખ્યાલ નથી કે બાજ માંસાહારી છે? અમારે ચણથી શું કામ ? અમને તો માંસ જોઇએ માંસ ! તાજું માંસ ! બીજું કાંઇ હું ન જાણું. મને મારું કબૂતર પાછું આપો અથવા તાજું માંસ આપો.” બાજે ચોખ્ખ-ચોખ્ખું કહી દીધું.
આત્મ કથાઓ • ૬૫
આત્મ કથાઓ • ૬૪