________________
ભવાંતરમાં હું એક આશ્રમનો તાપસ બન્યો. ગુસ્સાના સંસ્કારો તો હું સાથે જ લાવ્યો હતો. આશ્રમમાં કોઇ આવે અને જો મારા વૃક્ષોને કે ફળોને હાથ લગાવે તો એનું આવી બન્યું. હું કુહાડી લઇને એની પાછળ દોડતો. મારું નામ તો હતું કૌશિક તાપસ... પણ પ્રચંડ ગુસ્સાના કારણે લોકોએ મારું નામ પાડ્યું : ચંડકૌશિક તાપસ ! તમે પણ જો ગુસ્સો કરશો તો લોકો તમારું નામ બદલી નાખશે હોં ! નામ હશે શાંતિલાલ, પણ શાંતિનો છાંટોય નહિ હોય તો લોકો કહેશે : ચંડશાંતિલાલ ! પેલા આચાર્યનું નામ તો હતું : રુદ્રાચાર્ય ! પણ ગુસ્સો એટલો બધો હતો કે લોકોએ નામ પાડ્યું ઃ ચંડરુદ્રાચાર્ય !
મારો ગુસ્સો એટલો પ્રચંડ હતો કે મારા ૫૦૦ શિષ્યો પણ મારી પાસે ટક્યા નહિ. બધા ભાગી ગયા.
એક વખતે કેટલાક કુમારોને મેં મારા આશ્રયમાંથી ફળો તોડતા જોયા. મારો પિત્તો ફાટ્યો. કુહાડી લઇ હું મારવા દોડ્યો ! પણ રસ્તામાં આવેલા ખાડામાં પડ્યો. મારી જ કુહાડીએ મારી ખોપરી તોડી નાખી ! મરીને હવે હું આ ભવમાં દૃષ્ટિવિષ સાપ બન્યો હતો. પૂર્વભવનું નામ ‘ચંડકૌશિક' આ ભવમાં પણ લાગી ગયું હતું !
હું પ્રભુ સમક્ષ મનોમન બોલી રહ્યો હતો : “પ્રભુ ! મારું કેટલું બધું અધઃપતન થઇ ગયું ? ક્યાં તપસ્વી મુનિ ? ક્યાં દૃષ્ટિવિષ સાપ ? ક્યાં શિખર ? ક્યાં ખાઇ ?”
ક્રોધ સાથે પ્રેમ કરવાથી મેં શું મેળવ્યું ? ક્રોધનો ગુણાકાર થતો જ ગયો... થતો જ ગયો... દ્રવ્ય - ક્ષેત્ર - કાળ અને ભાવ... બધા પ્રકારે ક્રોધ વધતો જ ગયો. કર્મસત્તાએ જાણે પડકાર ફેંક્યો : દોસ્ત ! તને ક્રોધ બહુ ગમે છે ? લાવ... તને એવા સ્થાને મૂકી દઉં... જ્યાં ક્રોધની સુવિધા સારી રીતે મળતી રહે !’ હા... આ સંસારમાં આપણે જે ઇચ્છીએ છીએ, તે જ મળે છે. ક્રોધ ગમે તો ક્રોધની સામગ્રી મળે. ક્ષમા ગમે તો ક્ષમાની સામગ્રી મળે ! મોક્ષ ગમે તો મોક્ષની સામગ્રી મળે. સંસાર ગમે તો સંસારની સામગ્રી મળે ! અત્યાર સુધી મોક્ષ કેમ નથી મળ્યો ? આપણે મોક્ષની ઇચ્છા જ નથી કરી માટે નથી મળ્યો. સંસાર એટલા
આત્મ કથાઓ • ૬૨
માટે મળ્યો છે કે આપણે એની જ ઇચ્છા કરી છે. ઇચ્છો તે મળે જ’ સંસારનો સનાતન કાયદો છે ! સુખ માગવા છતાં કેમ મળતું નથી ? એમ પૂછશો નહિ... કારણ કે તમારું સુખ, દુઃખનું જ બીજું નામ છે. સુખની ચાહનાથી તમે દુઃખને જ આમંત્રણ આપી રહ્યા છો ! અસ્તુ. દ્રવ્ય, ક્ષેત્રાદિથી હવે આપણે વિચારીએ.
દ્રવ્યથી સાધુ અવસ્થામાં મારવા માટે માત્ર રજોહરણ જ હતું. તાપસના ભવમાં કુહાડી મળી. જ્યારે
આ ભવમાં આંખમાં જ ઝેર મળ્યું ! બીજાને મારવાની સામગ્રીમાં કેટલી પ્રગતિ ?
ક્ષેત્રથી - સાધુપણામાં માત્ર ઉપાશ્રય હતો.
તાપસપણામાં એનાથી મોટું આશ્રમ મળ્યું અને આ ભવમાં તો આખું ને આખું જંગલ મળી ગયું. ઇચ્છો ત્યાં જાવ અને તોફાન મચાવો ! કર્મે સુવિધા કરી આપી - રખડવાની !
તાપસના ભવમાં યુવાવસ્થાથી ગુસ્સો આવ્યો પણ આ ભવમાં તો જન્મથી જ ગુસ્સો ! ફુલ ટાઇમ ડ્યુટી ! જન્મથી લઇને એકધારી !
ભાવથી - સાધુપણામાં એક બાળ મુનિને જ મારવાનો વિચાર. તાપસના ભવમાં આશ્રમમાં ફળો ચોરવા આવે તેને જ મારવાનો ભાવ ! પણ આ ભવમાં તો દોષિત હોય કે નિર્દોષ હોય, પશુ હોય કે માણસ હોય ! આંખે ચડ્યો તે મર્યો ! સામે ભગવાન આવે તોય હું મારવા તૈયાર !
મારા ક્રોધની શી વાત કરવી ?
પ્રભુ ! મને તારો ! આ ગુસ્સાની આગે જ આ વનને જ નહિ, મારા જીવનને પણ રેગિસ્તાન બનાવી નાખ્યું. નાથ ! હવે આપ એને નંદનવન બનાવો ! આપની કરુણાવૃષ્ટિમાં એ શક્તિ છે.
આ ભવ જ મને એવો મળ્યો છે કે ઇચ્છા વિના પણ હિંસા થઇ જાય ! દૃષ્ટિ પડે ત્યાં આગ લાગે ! સ્વામી ! આ શરીરમાં હવે મારે રહેવું નથી. ઘણાને સળગાવી નાખ્યા, ઘણા પાપો બાંધી નાખ્યા, હવે નથી બાંધવા ! પ્રભુ ! મને અનશન આપો જેથી આ શરીરથી મારો જલ્દી
આત્મ કથાઓ • ૬૩