________________
-
(૪૧) હું શારદાનંદન
જ્ઞાનવાનું ન બનવું. ગુણો પ્રારંભમાં આપત્તિરૂપ લાગે છે. પણ સમય જતાં એની જીત જ થાય છે.
મારા પર કેવી મુસીબત આવી પડી તે સાંભળો.
અમારા રાજા નંદને રાણી ભાનુમતી પર ઘણો જ પ્રેમ ! એટલો બધો પ્રેમ કે દરબારમાં પણ સિંહાસન પર જોડે જ બેસાડે ! મંત્રીઓને આ ગમ્યું નહિ. એક વખતે તેમણે સલાહ આપી : રાજન ! રાણીનું સ્થાન અંતઃપુરમાં જ ઉચિત છે. રોજ સભામાં લાવો તે સારું નહિ. નીતિશાસ્ત્ર કહે છે કે રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીને બહુ દૂર કે બહુ નજીક નહિ રાખવા. બહુ નજીક રાખીએ તો હાનિ થાય છે. બહુ દૂર રાખીએ તો કાંઇ ફળ મળે નહિ.
રાજાને મંત્રીઓની આ સલાહ ગળે ઊતરી ગઇ અને દરબારમાં રાણીના સ્થાને રાણીનું ચિત્ર મૂકવાનું નક્કી થયું.
એક શ્રેષ્ઠ ચિત્રકાર પાસેથી રાણીનું ચિત્ર તૈયાર કરાવવામાં આવ્યું. એક વખતે રાજાએ મને એ ચિત્ર બતાવીને પૂછ્યું : આ ચિત્ર
પંડિતોનો ડાયરો જામ્યો હતો. અલક મલકની વાતો ચાલતી હતી. વાતો એટલે સામાન્ય કોટિની નહિ, પંડિતોને શોભે તેવી જ હતી. સૌ પોતાના પાંડિત્યની / વાદમાં વિજયના અનુભવોની વાત કહી રહ્યા હતા. ત્યાં કોઇ પંડિતે મમરો મૂક્યો : પંડિતાઇથી ફાયદો થયો - એવી વાતો તો આપણે ઘણી સાંભળી, પણ પંડિતાઇથી ગેરફાયદો થયો હોય, એવો કોઇ પોતાનો અનુભવ કહેશે ?
મંડળીમાં સન્નાટો છવાઈ ગયો. પંડિતાઇથી ગેરફાયદો ? પંડિતાઇથી અપમાન ? હોય નહિ. કદાચ કોઇને કાંઇ અપમાન થયું હોય તો એ થોડો કહેશે ? નીતિશાસ્ત્રો કહે છે કે - પોતાની સાથે થયેલી ઠગાઈ કે અપમાન કોઇને કહેવા ન જોઇએ. વંશને ચાપમાનં તમન્ न प्रकाशयेत् ।
ક્ષણભર પંડિત પર્ષદમાં મૌન છવાઇ ગયું. થોડી જ વારમાં એ મૌનને તોડતાં શારદાનંદન નામના પંડિત બોલ્યા : “પંડિતાઇથી સંકટ પણ આવી શકે છે - એવો મારો સ્વાનુભૂત પ્રસંગ કહું ?'
- બધા તલપાપડ થઇ ઊઠ્યા. શારદાનંદન પંડિત કોઇ સામાન્ય પંડિત હોતા, ખરેખર એ શારદા-સરસ્વતીના નંદન-પુત્ર જ હતા. બધા એને મૂછાળી સરસ્વતી તરીકે જાણતા. વળી એ વિશાખા નગરીના નંદ રાજાના રાજગુરુ હતા. એટલે એમની વાત સાંભળવા સૌ ચોકન્ના બની ઊઠ્યા.
શારદાનંદને કહ્યું :
ઘણીવાર ગુણો પણ આપત્તિ માટે બની જતા હોય છે. ફૂલોને પીસાવું પડે છે. ચંદનને ઘસાવું પડે છે. સોનાને આગમાં પડવું પડે છે. અગરબત્તીને બળવું પડે છે. આમ શા માટે ? એમની પાસે કોઇ ગુણો છે માટે ને ? ગુણો આપત્તિ માટે બને છે તેનો અર્થ એ નથી કે ગુણવાનું,
આત્મ કથાઓ • ૨૮૪
તમે તો જાણો છો કે હું સરસ્વતીપુત્ર છું. કોણ પણ પદાર્થ મારી સામે આવતાં એના વિષે હું સંપૂર્ણ કહી શકું છું.
રાણીના ચિત્રને જોતાવેત જ હું બોલી ઊઠ્યો : રાજન્ ! આમ તો આ ચિત્ર બરાબર છે, પણ આમાં રાણીના ડાબા સાથળ પર તલ
નથી.'
આવું બોલતાં તો હું બોલી ગયો, પણ પરિણામનો વિચાર ન કર્યો. મારું આ વાક્ય સાંભળતાં જ રાજાનો ચહેરો બદલાઇ ગયો. રાજાનું મન મને સ્પષ્ટપણે વંચાઇ રહ્યું હતું. એના મન-ગગનમાં શંકાના વાદળ ધસી આવ્યા હતા. પંડિતને તલની ખબર પડે કેમ ? ચોક્કસ કોઇ અનૈતિક સંબંધ છે.
મને મારી પર આવનારી આપત્તિના એંધાણ આવી ગયા, પણ હવે શું થાય ? બોલેલા શબ્દો ને છુટેલું તીર પાછા તો વળે નહિ. બીજા જ દિવસે મારે ઘેર મંત્રી આવ્યા અને કહ્યું : “પંડિતજી !
પરકાય - પ્રવેશ • ૨૮૫