________________
પુત્રાદિના પ્રેમના કારણે તે ઘર છોડી શકતી નથી.
(૬) ‘સદા મિષ્ટાન્ન ખાવું.' એટલે કે કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું. ભૂખ વિના ઘેબર પણ મીઠા નથી લાગતા અને ભૂખ હોય ત્યારે રોટલા પણ ઘેબરથીય મીઠા લાગે છે, એ વાત તું કદી ભૂલતો નહિ. ખરો સ્વાદ મીઠાઇમાં નથી, પણ ભૂખમાં છે. ગઇ કાલે એટલા માટે જ મેં મોડેથી તને ભોજન આપ્યું હતું. કકડીને ભૂખ લાગી હોવાથી બાફેલા ચોળા પણ તને કેવા મીઠા લાગ્યા હતા ? આ જ ખરી મીઠાઇ છે. પૂર્વનું ખાધેલું પચ્યું ન હોય અને નવું લેવામાં આવે તો રોગ થવાની ઘણી શક્યતાઓ છે. “મળ અને વાયુમાં દુર્ગંધ હોય, કાચો મળ આવે, શરીર ભારે લાગે, અન્ન પર અરુચિ થાય, ખાટા ઓડકાર આવે - આ અજીર્ણના ચિહ્નો છે. અજીર્ણ હોય ત્યાં સુધી ભોજન છોડી દેવું. ભૂખ લાગે ત્યારે સમયસર લોલુપતા વિના સ્વસ્થતાથી ખાવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે : ‘હે જીભ ! તું ખાવામાં અને બોલવામાં પરિમિત બન. બહુ ખાવું અને બહુ બોલવું માણસને મૃત્યુ પણ આપે છે.”
(૭) ‘સુખે સૂઇ જવું.’ આવી કોઇ શિખામણ આપતું હશે ? અપ્રમાદની શિખામણ હોય, સૂવાની થોડી શિખામણ હોય ? પણ એનું રહસ્ય એ છે કે કામ કરીને લોથપોથ થઇ ગયા હોઇએ, ઘસઘસાટ ઊંઘ આવતી હોય ત્યારે જ સૂવું. ગઇ કાલે મેં તને માંકડભર્યા ખાટલામાં સૂવડાવ્યો હતો છતાં કેવી ઊંઘ આવી ગઇ ! પરિશ્રમ પછી ગાઢ ઊંઘ
આવતી હોય છે.
“ભૂખ ન જુએ ટાઢા ભાત,
ઊંઘ ન જુએ તૂટી ખાટ.” આ વાત યાદ છે ને ?
(૮) ‘ગામે ગામ ઘર કરવું.' એટલે કે આસપાસના દરેક ગામે ઘર જેવો એક મિત્ર અવશ્ય કરવો, જેથી જ્યાં જઇએ ત્યાં તાત્કાલિક બધી સુવિધા મળી રહે, આપણો મિત્ર-વર્ગ વધે, દરેક કાર્યોમાં સરળતા રહે.
(૯) માઠી દશા આવે તો ગંગા-યમુનાની વચ્ચે ખોદવું.’ તું તો આવી શિખામણથી ગંગા-જમના પાસે પહોંચી ગયો અને ખોદવા મંડી આત્મ કથાઓ • ૨૮૨
પડ્યો. જરા તો વિચાર કર. આટલા વિશાળ પ્રદેશમાં ક્યાં ખોદવું ? અને એનો અંત પણ ક્યારે આવે ? એનો ખરો અર્થ એ છે કે તારી પાસે જે ગંગા અને જમના નામની ગાયો છે તે ગાયોની બે ગમાણો વચ્ચે ખોદવાનું છે. ત્યાં તારા પિતાએ અઢળક ધન દાટ્યું હશે ?
(૧૦) પ્રત્યેક ક્ષેત્રે ધન વાવવું.' તું તો ખેતરોમાં રૂપિયા વાવવા પહોંચી ગયો અને પાછો રૂપિયાના ઝાડની વાટ જોવા લાગ્યો. ગાંડા ! કંઇક તો સમજ. રૂપિયાના તે કાંઇ ઝાડ ઊગતા હશે ?
‘સાત ધર્મક્ષેત્રોમાં ધન વાપરવું.' આ તેનો ખરો અર્થ છે. ધર્મક્ષેત્રોમાં વાવેલું-વાપરેલું ધન અનેક ગણું પુણ્યરૂપે આપણને જ ભવાંતરમાં મળે છે. સમજ્યો ?
મેં ઉપસંહાર કરતાં કહ્યું : તારા પિતાએ જાણી જોઇને આવી રહસ્યમય શિખામણો લખી છે. જેથી તું એને કદી પણ ભૂલી શકે નહિ. સીધી-સાદી વાત તરફ માણસ લક્ષ્ય આપતો નથી, એ તરત જ ભૂલી જાય છે. પણ જે વાત સમજવામાં માણસને તકલીફ પડે છે, અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે, એ વાત તે કદી ભૂલી શકતો નથી. બેટા ! મને હવે વિશ્વાસ છે કે તું ૧૦માંથી એક પણ શિખામણ જિંદગી પર્યંત ભૂલી શકીશ નહિ. ખરૂંને ?
ખરી વાત છે કાકા ! હવે કાંઇ ભૂલાય કે ? આપનો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલી શકું. રહસ્યો સમજાવવા બદલ આપનો ખૂબ
ખૂબ આભાર.”
એમ બોલીને મારા ચરણોમાં પ્રણામ કરીને એ ભોળો યુવાન ચાલતો થયો. હું ક્યાંય સુધી એની પદ-ધ્વનિ સાંભળતો રહ્યો. એ પદ
ધ્વનિમાં એના પિતાની સોનેરી શિખામણોનો રણકાર મને સંભળાઇ રહ્યો હતો.
“આજે તમે બહુ સ-રસ અનુભવ કહ્યો. આ શિખામણો તો મનેય કામ લાગે તેવી છે.” સોમદત્ત શેઠના મિત્ર બોલી ઊઠ્યા. (આધાર : ઉપદેશપ્રાસાદ વ્યા. ૧૨૬)
પરકાય - પ્રવેશ - ૨૮૩