________________
સાંભળ. હવે હું તને એ શિખામણોનું રહસ્ય બતાવું.
ઘરની આસપાસ દાંતોની વાડ કરવી, એનો અર્થ એ કે આપણી આસપાસ રહેનારા બધા માણસો સાથે મધુર અને હિતકારી વચનો બોલવા જોઇએ. જેથી આપણા મુખમાં રહેલા દાંતની જ આપણી આસપાસ મજબૂત વાડ થાય.
આપણો પહેલો મિત્ર પડોશી છે, જરૂર પડ્યે એ જ કામ આવે છે. પણ માનવ સ્વભાવની એ નબળાઇ છે કે એ તેને જ પહેલો દુશ્મન બનાવે છે. દાંતોથી વાડ તો નથી બનાવતો પણ બનેલી હોય તો પણ તોડી નાખે છે. એક વાત કદી ભૂલીશ નહિ - કે દાંતોથી વાડ બને પણ છે ને તૂટે પણ છે. - વચનમાં અમૃત પણ છે ને ઝેર પણ છે. વચનમાં સોય પણ છે ને કાતર પણ છે, સંગ્રામ પણ છે ને સંધિ પણ છે. જોડવાનું અને તોડવાનું બંને કામ તેને આવડે છે. - આંખ, કાન, નાકના છિદ્ર બબ્બે હોવા છતાં તેમને કામ એક જ છે. જ્યારે જીભ એક હોવા છતાં પણ કામ બે છે : બોલવાનું અને ખાવાનું ! ખ્યાલ રાખો તો બંનેથી સુધરે અને ખ્યાલ ન રાખો તો બંનેથી બગડે. દુનિયામાં દવાખાના અને કચેરી ખાના જીભની પેદાશ છે. ખાવામાં ભાન નહિ રાખતી જીભ માણસને દવાખાને ધકેલે છે અને બોલવામાં ભાન નહિ રાખતી જીભ (ઝગડો થવાથી કેસ થતાં) કચેરી ખાને ધકેલે છે.
“જિલ્લા મેં અમૃત વસે, વિષ ભી ઉસકે પાસ; એકે બોલ્યા કોડિ ગુણ, એકે કોડિ વિનાશ.”
(૨) “બીજાને ધન આપીને માંગવા ન જવું.' એનું રહસ્ય એ કે આપણે લેનાર પાસેથી દોઢી કે બમણી કિંમતની વસ્તુ રાખી પછી ધન આપવું. આથી વસ્તુ લેવા પેલો જ સામેથી આવે. આપણે જવું ન પડે. સમજ્યો ?
(૩) “માથે જરા પણ ભાર ઉપાડવો નહિ.'
પોટલા માથા પર હોવા એ ભાર નથી, માથે ઋણ હોવું એ જ ખરો ભાર છે. ડાહ્યા માણસોએ કહ્યું છે કે ઋણનો ભાર કદી રાખવો
આત્મ કથાઓ • ૨૮૦
નહિ. હોય તો જલદી પતાવી દેવો. કારણ કે વડના બીની જેમ થોડું પણ ઋણ વધતું-વધતું ખૂબ જ મોટું થઇ જાય છે.
આ સંદર્ભમાં કેટલીક નીતિની સુક્તિઓ જાણવા જેવી છે.
થોડું ઋણ, થોડું વ્રણ (ઘા), થોડી આગ કે થોડી કષાયની વૃત્તિ - થોડી પણ વિશ્વાસ યોગ્ય નથી. કારણ કે એમને થોડામાંથી ઘણું થતાં જરાય વાર લાગતી નથી.”
“પાળી શકાય તેવું વચન બોલવું. અર્થે માર્ગે છોડી દેવો પડે તેવો ભાર ઉપાડવો નહિ. ઋણ ઉતારવામાં વિલંબ કરવો નહિ.”
“ધર્મના આરંભમાં, ઋણ ઉતારવામાં, ધન પ્રાપ્ત કરવામાં, શત્રુના ઘાતમાં, આગ બુઝાવવામાં અને રોગ દબાવવામાં ક્ષણમાત્રનો પણ વિલંબ કરવો નહિ.”
“તેલની માલીશ, ઋણનું ફેડવું અને કન્યાનું મૃત્યુ - આ ત્રણની શરૂઆતમાં દુઃખદાયી લાગતા હોવા છતાં પરિણામે તેવા નથી હોતા.”
આ ભવમાં જો આપણે કોઇનું ઋણ ન ચૂકવીએ તો પરભવમાં નોકર બનીને અથવા ગાય, ભેંસ કે પાડા બનીને ઋણ ચૂકવવું પડે છે.
આપણો દેવાદાર માણસ જો ભરપાઇ કરવામાં સમર્થ ન હોય તો તેને ચોખ્ખું કહી દેવું જોઇએ : “સગવડ થાય તો મને મારી રકમ આપી દેજે. નહિ તો મારા તરફથી ધર્મકાર્યમાં વાપરજે.”
આમ કરવાથી ઋણનો સંબંધ લાંબાકાળ સુધી ચાલતો નથી. નહિ તો ભવાંતરમાં પણ વેર-વૃદ્ધિ થતી રહે છે.
(૪) ‘દિવસને સફળ કરવો.” એટલે કે કંઇક ધન અવશ્ય કમાવું. ધનાર્જનથી જ ગૃહસ્થનો દિવસ સફળ થયો લેખાય. નીતિશાસ્ત્રો કહે છે કે - વણિક, વેશ્યા, કવિ, ભાટ, ચોર, જુગારી અને બ્રાહ્મણ જે દિવસે નવું કમાતા નથી તે દિવસને વ્યર્થ માને છે.
(૫) “સ્ત્રીને થાંભલે બાંધી મારવી.” એટલે કે પત્નીને પુત્રાદિના સ્નેહના થાંભલે બાંધવી. ને પછી જરૂર પડે તો મારવી. પુત્ર-પુત્રી આદિના જન્મ પછી પત્નીને કોઇ સમયે મારવામાં આવે તો પણ વાંધો નહીં.
પરકાય - પ્રવેશ • ૨૮૧