________________
રાજાનો તમારા વધ માટે હુકમ છે. રાજા એટલી ઉગ્રતામાં હતા કે હું વધુ કાંઇ પૂછી શક્યો નહિ, પણ મને લાગે છે કે આમાં રાજાની ઉતાવળ છે. ઉતાવળે કરેલા નિર્ણયો કદી કલ્યાણકારી બની શકતા નથી. રાજાને ચોક્કસ ક્યારેક પસ્તાવું પડશે.
તો તમારા જેવા પંડિતરત્નનો હું વધ નહિ થવા દઉં ! તમે મારા ભોંયરામાં ગુપ્તરૂપે રહી જાવ. અવસર આવશે ત્યારે સૌ સારા વાના થશે.
મને પંડિતાઇ ભારે પડી. કેટલાય મહીનાઓ સુધી મારે ભોંયરામાં છુપાઇને રહેવું પડ્યું. ક્યારે આ ગુપ્તવાસમાંથી છુટું ? એવી મારી સતત ઝંખના હતી.
મારી ઝંખનાને સાકાર કરવા જ જાણે એક પ્રસંગ ઉપસ્થિત થયો.
એક દિવસે મંત્રીએ આવીને મને કહ્યું : શારદાનંદન ! મને લાગે છે કે હવે તમારા ગુપ્તવાસના દિવસો પૂરા થઇ ગયા છે. રાજા પાસે અત્યારે એવી ઘટના બની છે કે જેનો ઉકેલ તમારા સિવાય કોઇ લાવી શકશે નહિ.
રાજાનો પુત્ર વિજયપાળ શિકારે ગયેલો. સાથીઓથી વિખૂટો પડી જઇ ક્યાંક જઇ ચડ્યો. રાજાએ ઘણી તપાસ કરાવી ત્યારે મહામુશ્કેલીએ કુમાર મળી આવ્યો, પણ તે ગાંડો થઈ ગયો હતો. જંગલમાં ‘વિસેમિરા... વિસેમિરા... વિસેમિરા...' લવારો કરતો હતો. નગરમાં આવ્યા પછી આજે પણ એ લવારો ચાલુ છે. રાજાએ કેટલાય વૈદો, હકીમો, માંત્રિકો, તાંત્રિકો અને ભૂવાઓને બોલાવ્યા છે, પણ હજુ ઠેકાણું પડ્યું નથી. આથી મને થયું કે આ ઠેકાણું તમારાથી જ પડશે. મેં રાજાને કહ્યું છે કે મારી પુત્રી આ કુમારને ડાહ્યો કરી આપશે, પણ તે સભામાં નહિ આવે, આપે કુમારને લઇને મારે ઘેર પધારવું પડશે.
તો મહારાજા હમણાં જ અહીં આવશે, તમારે પડદામાં રહીને સ્ત્રીનો અવાજ કાઢીને એ પુત્રની ચિકિત્સા કરવાની છે. કરશો ને ? ગુપ્તવાસમાંથી છુટવાનો સરસ મોકો આવ્યો છે.
મેં તરત જ હા પાડી. થોડી જ વારમાં રાજા કુમારને લઇને આવી પહોંચ્યા. વિસેમિરા...
આત્મ કથાઓ • ૨૮૬
વિસેમિરા... વિસેમિરા... નો બકવાસ કરતા રાજકુમારને મેં પડદાના કાણામાંથી જોઇ લીધો. જોતાં જ મને બધી વાત સમજાઇ ગઇ. વાત એમ બનેલી કે જંગલમાં રાતવાસો કરવા કુમાર એક ઝાડ પર ચડેલો. ત્યાં એક વ્યંતર અધિષ્ઠિત વાંદરો મળેલો. વાંદરાએ કહ્યું : કુમાર ! ચિંતા કરશો નહિ. તમે મારા ખોળામાં સૂઇ જાવ. હું તમારી રક્ષા કરીશ. પછી હું તમારા ખોળામાં સૂઇ જઇશ. તમે મારી રક્ષા કરજો. કુમાર વાંદરાના ખોળામાં મજેથી સૂઇ ગયો. ત્યારે માણસની ગંધ આવવાથી નીચે વાઘ આવેલો. વાઘે કહ્યું : વાનરભાઇ ! તમે આ માણસને નીચે પાડી દો. મને ખૂબ જ ભૂખ લાગી છે. તમે અને હું જંગલવાસી દોસ્ત કહેવાઇએ. નગરવાસી માણસ સાથે આપણે શું લેવાદેવા ? માણસજાત આમેય કેટલી ખતરનાક છે ? આ માણસ જંગલમાં આવ્યો છે તે આપણને મારવા જ આવ્યો છે ને ? આવા માણસને બચાવવાથી શો ફાયદો ? આખરે એ વિશ્વાસઘાત જ કરવાનો !
પણ વાંદરો એકનો બે ન થયો. તેણે એક જ વાત કરી : ખોળે સૂતેલા વિશ્વાસુ માણસનો હું વિશ્વાસઘાત ન કરી શકે ! એમ કરું તો મારું કુળ (?) લાજે ! સાંભળ્યું છે કે મહાન વફાદાર હનુમાન અમારા કુળમાં પેદા થયેલા. આવા કુળમાં જન્મીને જો હું વિશ્વાસઘાત કરું તો મારી ખાનદાની શી ?
વાંદરાનો દેઢ જવાબ સાંભળવા છતાં વાઘ નિરાશ ન થયો. એ નીચે જ ઊભો રહ્યો.
હવે વાંદરાને ઊંઘવાનો અને કુમારને ચોકી કરવાનો વખત આવ્યો ત્યારે વાઘે કહ્યું : અલ્યા ! હું નીચેથી વાઘ બોલી રહ્યો છું. કાંઇ સંભળાય છે ? ભલો થઈને તું વાંદરાને નીચે ફેંકી દે, ભૂખથી મારો જીવ જાય છે. આમેય વાનર જાતનો ભરોસો શો ? “રાજા, વાજા ને વાંદરાના ભરોસા કરાય નહિ.' એ કહેવત તો તે સાંભળી છે ને ? વાંદરો ક્યારેક રાજી તો ક્યારેક નારાજ પણ થઇ જાય ! અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસન્નતા પણ ખતરનાક હોય છે. વળી કુમાર ! એક વાત યાદ રાખજે કે જો તું વાંદરાને નહિ ફેંકે તો હું તને ખાઇ જવાનો ! વાંદરો તો છલાંગ મારીને
પરકાય - પ્રવેશ • ૨૮૭