________________
મીઠાઇ, માલ-મલીદા મને કદી પરવડે જ નિહ. એ બધું ખાવા જઇએ તો દહાડા જ ઊઠી જાય. તિજોરી જ સાફ થઇ જાય ! મીઠાઇ તો ઠીક, હું રોટલી પણ નથી ખાતો. માત્ર તેલ અને ચોળા જ ખાવાના ! ન ઘઉંની ચિંતા, ન દળાવવાની પંચાત ! ન રોટલી બનાવવાની માથાકૂટ ! ન રસોઇયાની પરાધીનતા ! ન પૈસાનો ખોટો ખર્ચ ! તેલ અને ચોળા ઝિંદાબાદ ! ગમે ત્યારે ખાઇ શકાય ! બચી જાય તો બીજે દિવસે પણ ચાલે ! બીજી રસોઇ બનાવીએ ને વધી પડે તો વળી બીજાને આપવી પડે. ખર્ચ પણ વધી જાય અને માંગનારને રોજ લેવા આવવાની ટેવ પડી જાય. મેં આવી ટેવ કદી કોઇને પડાવી જ નથી. મેં પહેલેથી જ એવું વલણ અખત્યાર કર્યું છે કે મારે ત્યાં કોઇ માંગવા આવે જ નહિ. મને યાદ નથી કે મેં કદી કોઇને કાંઇ ખાવાનું આપ્યું હોય કે કૂતરાને પણ બટકું આપ્યું હોય ! જરૂર પણ શું છે આપવાની ? એ લોકો કાંઇ આપણા માટે જીવે છે ? અહીં કાંઇ બધાને આપવા નથી બેઠા. એટલા માટે આ બધું કાંઇ ભેગું નથી કર્યું.
આથી મોટો ફાયદો એ થયો કે કોઇ યાચક અહીં ડોકાય જ નહીં. મને યાદ નથી કે છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં કોઇ ભિખારી પણ અહીં હૂક્યો હોય.
ઘણા બડ-બડ કરતા હોય છે : ચડતા દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતા દિનનું પારખું, ઘર ન ફૂંકે શ્વાન.
મને તો આમાં બકવાસ જ લાગે છે. આવું-આવું બોલીને શ્રીમંતોને ચડાવી મારીને એની પાસેથી દાન મેળવાય છે, એમનું શોષણ કરવામાં આવે છે.
હું તો કદી દાન ન જ કરું, પણ કોઇ કરતું હોય તોય મને ન ગમે. મને એવા લોકો મૂર્ખ લાગે. બિચારા ! થોડીક પ્રશંસા માટે થઇને લૂંટાઇ જનારા ! મારું ચાલે તો હું સર્વત્ર દાન-પ્રતિબંધક કાયદો જ પસાર કરાવી દઉં ! આપણું માને કોણ ? ખેર, આપણે આપણું સંભાળીને બેસવું. આખી દુનિયાને આપણે બદલાવી નથી શકતા, પણ જાતને જરૂર બદલાવી શકીએ. પૃથ્વીમાંથી બધે જ કાદવ-કાંટા દૂર ન કરી શકીએ, પણ પોતે આત્મ કથાઓ • ૫૧૬
પગમાં જોડા પહેરી શકીએ. કોઇ સમજે તો સમજાવવાનો પ્રયત્ન કરું, ન સમજે તો એનાં ભાગ્ય ! સમજવા માટે પણ ભાગ્ય જોઇએને ! મને તો આ સમજણ જન્મથી મળી હતી, પણ બધાંનાં આવાં ભાગ્ય નથી હોતાંને ! કોઇના કહેવામાં આવી જાય, ભોળવાઇ જાય, આપવા તૈયાર પણ થઇ જાય. મૂળથી માણસ ભોળો અને સ્વપ્રશંસાનો પ્રેમી ખરો ને ! સ્વપ્રશંસાની લાહ્યમાં માણસે ઘણું ગુમાવ્યું છે. આમ હું ઘણાને સમજાવું છું, પણ ભાગ્યે જ કોઇ મારું માને છે. ઊલટું મને દાન માટે સમજાવે. આજ સુધી ઘણાએ મને સમજાવવા પ્રયત્ન કર્યા, પણ હું મારા સિદ્ધાંતથી ખસ્યો નથી, ટસનો મસ પણ નથી થયો. હું સિદ્ધાંતવાદી માણસ છું !
કોઇ મને સમજાવે : ભલા આદમી ! તમે દાન પણ ન કરો ને સ્વયં પણ ન વાપરો તો તમારી સંપત્તિ શા કામની ? કોને કામ લાગવાની ?'
હું તેમને ફટ... કહી દઉં : ‘સંપત્તિ કોને કામ લાગવાની કે નહિ લાગવાની ? એનાથી તમને શું કામ છે ? તમે આપી દો છો તોપણ બીજાને જ કામ લાગે છે ને ? તમે તમારા વૈભવ માટે વાપરો છો... એમાં પણ બીજાને જ કામ લાગે છે ને ? મર્યા પછી બીજાને કામ લાગે કે જીવતા-જીવ બીજાને કામ લાગે, એમાં ફરક શો પડ્યો ?
તમે મને દાન માટે ઉશ્કેરીને સંપત્તિ તમારા પોતાના કામમાં આવે એવું કોઇ ષડયંત્ર નથી કરતાને ?’
મારો ચોખ્ખોચટ જવાબ સાંભળીને પેલો ચૂપ જ થઇ જાય. ફરી કદી મારે પાસે ડોકાય જ નહિ.
કોઇ ભિખારી આવીને મારા દરવાજે પોકારે : (જોકે, કોઇ આવે જ નહિ.)
ભિખારી નહિ ભીખ માંગે,
શીખ આપે ઘરે ઘરે;
નહિ દીધાનું ફળ આવું,
માટે આપો અરે... અરે...
હું આવા ભિખારીઓને પહેલો જ સવાલ કરું ઃ દાનનો મહાન આત્મ કથાઓ - ૫૧૭