________________
(23) મારું મૃત્યુ અને તે પછીનું વિશ્વ-નિરીક્ષણ |
મારી ભાવના હતી કે મારો વારસદાર પણ ધર્મમય હોય ને પ્રજાને ધર્મમાં સ્થિર રાખે. આ માટે મેં મારા દૌહિત્ર પ્રતાપમલ્લ પર પસંદગી ઉતારેલી. હું જાણતો હતો કે મારા ભત્રીજા અજયપાળને આ પસંદ નહિ પડે. એ રાજ્યગાદી મેળવવા ક્યારનોય તલસી રહ્યો હતો. હું એ જાણતો હતો છતાં બહુ ધ્યાન ન આપ્યું. સાચું કહું તો હું ગફલતમાં રહ્યો. રાજકીય બાબતમાં થોડી પણ ગફલત બહુ મોટી આફત લાવનારી બની રહેતી હોય છે. મારી આ ગફલત આખરે મને નડી. કપટી અજયપાળે મને ભોજનમાં ઝેર આપ્યું. અજયપાળ રાજ્યગાદી મેળવવા ખૂબ જ આતુર છે, એની મને ખબર હતી, પણ એ આટલી હદ સુધી જશે, એવી તો મને કલ્પના જ નહિ. રાજકારણમાં સગા પુત્રનો પણ વિશ્વાસ કરાય નહિ. શ્રેણિક જેવાને સગા પુત્ર કોણિકે જેલમાં નાખ્યો હતો. એ હું જાણતો હતો છતાં વિશ્વાસમાં રહ્યો. સમગ્ર નીતિશાસ્ત્રનો સાર છે : અવિશ્વાસ ! ક્યાંય વિશ્વાસમાં ન રહેશો. હું આવી સીધી-સાદી વાત ભૂલ્યો. જો કે ધર્મી માણસ માટે ક્યાંય અવિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. ધર્મ સ્વયં સરળ બની જાય છે ને જગતને પણ સરલ જ જુએ છે.
ભોજનમાં આપેલું ઝેર મારા શરીરમાં પ્રસરવા લાગ્યું. હું તરત જ વસ્તુસ્થિતિ પામી ગયો. મેં તરત જ ખજાનચીને બોલાવ્યો ને કહ્યું : ‘જા... જલદી ખજાનામાંથી વિષહર મણિ લઇ આવ.”
હા... હું એમ જલદી મરવા માંગતો હોતો. મોંઘેરા માનવ અવતારની એકેક પળ કિંમતી છે – એ હું મારા ગુરુદેવના સમાગમે સારી રીતે જાણતો હતો. આથી જ મેં વિષહર મણિ મંગાવ્યો. મૃત્યુથી ડરી જઇને મેં આમ કર્યું, એમ રખે માનશો !
થોડી જ વારમાં ખજાનચી ધીમે પગલે આવતો જોયો. એના ઉદાસ ચહેરા પર અમંગળના એંધાણ દેખાયા. મારી ધારણા સાચી પડી. એ ગળગળો થઇને બોલ્યો : મહારાજા ! ખજાનામાંથી વિષહર મણિ ચોરાઇ
ગયો છે.
મને તરત જ ખ્યાલ આવી ગયો : અજયપાળનું વ્યવસ્થિત કાવત્રુ છે. મેં કહ્યું : કાંઇ વાંધો નહિ. મોતથી હું ડરતો નથી. એના માટે તો હું ક્યારથીયે તૈયાર છું. મરઘાપ ના વચમ્ |
મેં મનોમન ચાર શરણાં સ્વીકાર્યા. સર્વ જીવો સાથે, ખાસ કરીને મારા પરમ શત્રુ અજયપાળની સાથે ક્ષમાપના કરી. એક પણ જીવ સાથે વેર-વિરોધ રહી જાય તો એ સમાધિમાં બાધક બને. સમાધિ બગડે એટલે મોત બગડે. મોત બગડે એટલે પરલોક બગડે ને તેથી કદાચ ભવોભવ પણ બગડી જાય. એ બધું હું સારી પેઠે જાણતો હતો. ના... હવે હું મારા મોતને બગાડવા હોતો માંગતો. ભવોભવ અસમાધિપૂર્વક મરી-મરીને અનંત અવતારો એળે ગયા છે, એ હું સમજતો હતો.
મારા શરીરમાં વેદના વધતી ચાલી. ઝેર શરીરમાં ઝડપથી પ્રસરવા લાગ્યું. નસો ખેંચાવા લાગી. ચક્કર આવવા માંડ્યા. આંખોના ડોળા બહાર આવવા માંડ્યા. વેદના એવી ભયંકર હતી કે હું એનું વર્ણન કરી શકે નહિ. પણ એ વેદનામાં પણ વંદના ચાલુ હતી. શ્વાસ-શ્વાસે હું ‘નમો અરિહંતાણં... નમો અરિહંતાણં' મનોમન બોલી રહ્યો હતો.
છેલ્લા શ્વાસ જોરથી ચાલવા માંડ્યા. આખરે જીર્ણશીર્ણ થઇ ગયેલા શરીરને ત્યાં જ મૂકી મારા આતમહંસે પરલોક ભણી પ્રયાણ આદર્યું. (એ દિવસ હતો વિ.સં. ૧૨૨૯, પો.સુ. ૧૨, તા. ૨૮-૧૨-૧૧૭૨)
મરીને હું શું બન્યો તે જાણો છો ? ભવનપતિ દેવલોકમાં હું દેવ બન્યો.
તમે કદાચ કહેશો : સમ્યકત્વ સહિત મનુષ્ય જો આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું જ બાંધે, એથી ઓછું જરાય નહિ. તમે તો પરમ શ્રાવક ‘પરમાઈત’ હતા તો ભવનપતિ દેવલોકમાં કેમ ગયા ?
તમારો પ્રશ્ન સાચો છે. પણ મારું ભવનપતિનું આયુષ્ય મિથ્યાત્વ દશામાં બંધાઇ ગયું હશે એટલે હું અહીં આવ્યો. પણ વિશ્વ-વ્યવસ્થામાં જે કાંઇ બને છે તે બધું સહેતુક જ હોય છે.
કુદરત મને અહીંના ભવથી આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીના
આત્મ કથાઓ • ૪૬૨
હું કુમારપાળ - ૪૬૩