________________
(21) મારાં
મેં ગુરુદેવના મુખે મારો પૂર્વભવ જાણ્યો. લુંટારો જયતાક તે હું. ખંડેરગચ્છના આ. શ્રીયશોભદ્રસૂરિ તે મારા પૂ. ગુરુદેવ, ઓઢ૨ શેઠ તે મંત્રી ઉદાયન, ધનદત્ત સાર્થવાહ તે સિદ્ધરાજ બન્યો. પૂર્વભવમાં ગર્મહત્યા કરેલી તેથી સિદ્ધરાજ વાંઝિયો રહ્યો. મેં મારા પૂર્વભવની ખાતરી કરવા તિલંગ (આંધ્ર) દેશના ઉજંગલ (એકશિલા)નગરમાં તપાસ કરાવી. વાત સાચી નીકળી. મારા વંશની સ્થિરદેવીએ પણ મને આ પ્રમાણે જ કહ્યું હતું. મેં અઢાર ફૂલોથી પૂજા કરેલી તેથી અઢાર દેશોનું રાજ્ય મળ્યું. તે અઢાર દેશો આ પ્રમાણે : ગુજરાત, લાટ (મહીથી દમણ સુધીનો પ્રદેશ), સૌરાષ્ટ્ર, ભંભેરી (બંબેરગઢ) કચ્છ, સિંધ,? (તક્ષશિલા પાસેનો પ્રદેશ), જાલંધર (સતલજ-પંજાબનો પ્રદેશ), અન્તર્વેદી (આનર્ત કે દીવબેટ, પીરમબેટ), મરુ (મારવાડ), મેવાડ, માળવા, આભીર (કીર મેરઠનો પ્રદેશ કે ગિરનો પ્રદેશ), મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોંકણ (આ નોંધમાં મિત્ર રાજ્યો પણ સામેલ છે. વડગચ્છીય આચાર્યશ્રી વિનયચન્દ્રસૂરિએ વિ.સં. ૧૧૮૬માં રચેલા “કવિશિક્ષા' ગ્રંથમાં ૮૪ દેશોની માહિતી આપેલી છે. તેમાં ગુજરાતના ૧૭૧૮ પ્રદેશોની માહિતી આ પ્રમાણે છે :
હિરૂયાણી વગેરે છ, પાટણ વગેરે બાર, માતર વગેરે ચોવીશ, વડુ વગેરે છત્રીશ, ભાલેજ વગેરે ચુમ્માલીશ, હર્ષપુર વગેરે બાવન, શ્રીનાર વગેરે છપ્પન, જંબુસર વગેરે સાઠ, પડાણા વગેરે સડસઠ, ડભોઇ વગેરે ચોર્યાશી, પેટલાદ વગેરે એકસો ચાર, ખેરાલુ વગેરે એકસો દશ, ભોગપુર વગેરે એકસો સોળ, ધોળકા વગેરે પાંચસો, માહણવાસ (મહેસાણા ?) વગેરે સાડા સાતસો, કોંકણ વગેરે ચૌદસો ચૌદ, ચન્દ્રાવતી વગેરે અઢારસો)
- હવે હું મારા થોડાક સુકૃતો બતાવું ?
બાર વ્રતોનું સાત્ત્વિક રીતે પાલન, પ્રતિદિન ત્રિકાળ જિનપૂજા, આઠમ-ચૌદશે ઉપવાસ-પૌષધ, પારણે સેંકડો શ્રાવકોને દાન, પોસહ કરનારને પારણું, ૭૨ લાખનો સાધર્મિક-કર માફ, રુદતી-ધન માફ, ૨૧ ગ્રંથ ભંડારો લખાવીને તૈયાર કરાવ્યા, હંમેશા ત્રિભુવનપાળ વિહારમાં સ્નાત્ર મહોત્સવ, મારા પૂજ્ય ગુરુદેવને દરરોજ દ્વાદશાવર્તવંદન, સકળ સાધુઓને નિત્ય વંદન, પૌષધધારી શ્રાવકોનું બહુમાન-દાન, અઢાર દેશોમાં અમારિપાલન, ન્યાયઘંટાવાદન, ચૌદ દેશના રાજાઓ સાથે મૈત્રી, સાત તીર્થયાત્રાઓ, ૧૪૪૪ નૂતન જિન મંદિરોનું નિર્માણ, ૧૬૦૦ જિનાલયોનો જીર્ણોદ્ધાર.
મારી ધાર્મિક પ્રતિજ્ઞાઓ (બાર વ્રતો) અંગે પણ કેટલુંક જાણી લો. (૧) પહેલા વ્રતમાં ‘મારિ’ શબ્દ બોલાઇ જાય તો હું ઉપવાસ કરતો. (૨) બીજા વ્રતમાં ભૂલથી જૂઠું બોલાઇ જાય તો હું આયંબિલ કરતો. (૩) ત્રીજામાં અદત્તનો ત્યાગ - મૃત ધનનો ત્યાગ. (૪) ચોથા વ્રતમાં વિ.સં. ૧૨૧૬થી નવા લગ્ન કરવા નહિ. આઠ
રાણીઓના મૃત્યુ પછી બ્રહ્મચર્યનું પાલન. મનથી ભૂલ થાય તો ઉપવાસ. વચનથી ભૂલ થાય તો આયંબિલ. કાયાથી ભૂલ થાય તો એકાસણું. આરતી સમયે હું રાણી ભોપલ દેવીની મૂર્તિ રાખીને કામ ચલાવી લેતો. પાંચમા વ્રતમાં ૬ ક્રોડ સોનું, ૮ ક્રોડ તાર, ૧000 ધડી મણિરત્નો, ૩૩ હજાર મણ ઘી, ૩૨ હજાર મણ તેલ, ત્રણ લાખ મુડા ઘઉં, જુવાર, ચોખા, ચણા, મગ વગેરે અનાજ, ૫૦૦ મકાન, ૫૦૦ દુકાન, ૫૦૦ સભા, ૫00 વહાણ, ૫૦૦ ગાડા, ૫00 ગાડીઓ, ૧૧00 હાથી, ૧000 ઊંટ, ૧૧ લાખ ઘોડા, ૫000 રથ અને ૧૮ લાખની સેના આટલું મારું પરિગ્રહ-પરિમાણ હતું.
હું કુમારપાળ • ૪૫૭
આત્મ કથાઓ • ૪૫૬