________________
I (22) મારા ગુરુદેવનું સ્વર્ગારોહણ ||
(૬) છઠ્ઠા વ્રતમાં ચોમાસા દરમ્યાન પાટણથી બહાર જવું નહિ. (૭) સાતમા વ્રતમાં માંસ, દારૂ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉદુંબર,
અનંતકાય આદિ અભક્ષ્યોનો તથા ઘેબરનો ત્યાગ, દેવને ધર્યા સિવાય ભોજન, ફળ, વસ્ત્ર વગેરે વાપરવા નહિ. સચિત્તનો ત્યાગ, માત્ર આઠ પાનની જયણા, રાત્રે ચઉવિહાર, ચોમાસામાં દૂધ, દહીં, તેલ, મીઠાઇ અને તળેલી વસ્તુઓ - એ પાંચ વિગઇઓનો ત્યાગ. ચોમાસામાં ભાજી-પાનનો ત્યાગ. પર્વતિથિએ બ્રહ્મચર્ય-પાલનપૂર્વક સર્વ સચિત્ત તેમજ સર્વ વિગઇઓનો ત્યાગપૂર્વક એકાસણું કરવાનો નિયમ. આઠમા વ્રતમાં સાત કુવ્યસનોનો ત્યાગ. દેશમાંથી તેને દેશવટો
આપ્યો. (૯) નવમા સામાયિક વ્રતમાં સવાર-સાંજ સામાયિક કરવું. તેમાં સર્વથા
મૌન રહેવું. માત્ર ગુરુદેવની સાથે બોલવાની છૂટ. (૧૦) ચોમાસામાં પાટણથી બહાર જવું નહિ. (૧૧) અગીયારમાં વ્રતમાં પૌષધ-ઉપવાસ કરવા. (૧૨) બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં નિધન જૈનોનો કર માફ કર્યો.
મારા ગુરુદેવને ત્યાં પૌષધ-સામાયિક કરનારાઓને ૫૦૦ ઘોડેસવાર તેમજ બાર ગામના અધિપતિની પદવી આપી. બીજે સામાયિક-પૌષધ કરનારાઓને ૫૦૦ ગામ આપ્યા. સૌને શ્રાવક ધર્મમાં સ્થિર કર્યા.
(ઐતિહાસિક ઘટનાઓ માટે મુખ્ય આધાર :
જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ : ૨)
હવે હું વૃદ્ધ થયો હતો. મારા પૂજ્ય ગુરુદેવ પણ વયોવૃદ્ધ થયા હતા. મારા ગુરુદેવ મારાથી ઉંમરમાં માત્ર પાંચ જ વર્ષ મોટા હતા.
ગુરુદેવ પાસે બેસી ઘણીવાર હું જીવનના અંતની વાતો કરતો. જીવન-સાગરનો હવે તો છેડો દેખાય છે. મૃત્યુની વાતથી હું ઘણીવાર ધ્રૂજી ઊઠતો, પણ પૂજ્ય ગુરુદેવ તો એકદમ સ્વસ્થ રહેતા. મૃત્યુનો સ્ટેજ પણ ડર એમના ચહેરા પર મને કદી જોવા મળતો નહિ. “મૃત્યુ આવવાનું છે એમ શા માટે ? મૃત્યુ અત્યારે પણ ચાલુ જ છે. જીવન અને મૃત્યુ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. એ સમાંતર જ ચાલતી હોય છે. એ અલગ નથી. આપણે શ્વાસ લઇએ છીએ તે જીવન છે ને શ્વાસ છોડીએ છીએ તે મૃત્યુ છે. પણ કમનસીબે આપણે છેલ્લા શ્વાસના ત્યાગને જ મૃત્યુ માની બેઠા છીએ. ખરી રીતે તો ક્ષણે-ક્ષણે મૃત્યુ ચાલુ જ છે. જીવનની હરપળમાં જે મૃત્યુ જુએ છે તેને છેલ્લી ક્ષણે પણ ભય લાગતો નથી. તે વખતે પણ તે સંપૂર્ણ સ્વસ્થ રહી મૃત્યુને ભેટી શકે છે ને કહી શકે છે : “હે મૃત્યુદેવ ! પધારો ! હું તમારું સ્વાગત કરવા તૈયાર જ ઊભો છું.' આ હતું મારા પૂજ્ય ગુરુદેવનું તત્ત્વજ્ઞાન ! આવા સિદ્ધયોગી પાસે બેસવાથી મને ઘણું ઘણું જાણવા મળ્યું હતું. હું પણ મૃત્યુથી અભય. બનતો જતો હતો. ‘આ બધું ભેગું કરેલું છોડી દેવું પડશે.’ આ વિચારથી જ માણસ ધ્રૂજી ઊઠે છે. મૃત્યુ-ભયનું મૂળ આસક્તિ છે. સૂરિદેવે મારી આસક્તિ કાપી નાખી.
મારા ગુરુદેવ દિન-પ્રતિદિન દુર્બળ બની રહ્યા હતા. વયોવૃદ્ધ શરીર વધુને વધુ વૃદ્ધ બનતું જતું હતું. જો કે આત્મતેજ તો એટલું જ, બલ્ક પહેલાંથી પણ વધુ ઝગારા મારતું હતું. “મારા ગુરુદેવ આ ધરતી પર નહિ હોય ત્યારે હું શી રીતે જીવી શકીશ ?' આવા વિચાર માત્રથી હું ધ્રૂજી ઊઠતો. આખરે એ ગોઝારી સાલ આવી પહોંચી. વિ.સં. ૧૨૨૯માં મારા પૂજ્ય ગુરુદેવ અત્યંત સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. એમના
હું કુમારપાળ • ૪૫૯
આત્મ કથાઓ • ૪૫૮