SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ • સિદ્ધરાજે જેને રાજા બનાવવાનું કહેલું તે માળવાનો રાજપૂત ચાહડ (ચાડ) અજમેર જતો રહ્યો. હું જ્યારે સિદ્ધરાજના ત્રાસથી ભટકતો હતો ત્યારે લાડ વાણીયાની જાને મને જમવા નહિ આપેલું. તેથી મેં કોઇપણ લાડ વાણીયાને મારા રાજ્યમાં અમલદાર તરીકે નીમ્યા નહિ. આથી લાડ, ચાડ અને તાડ પાટણમાં રહ્યા નહિ. • જુદા-જુદા સ્થાનોમાં દાનશાળાઓ સ્થાપી. તેના ઉપરી તરીકે શેઠ નેમિનાગના પુત્ર અભયકુમારને નીમ્યો. ‘કુમારપાળે લાડ, ચાડ અને તાડને દેશવટો આપ્યો.’ એવી મારા વિષેની કહેવત તમે સાંભળી હશે ? એનું રહસ્ય તમે જાણો છો ? ગ્રંથ લેખન માટે તાડપત્રો જોઇએ. મેં સઘળા તાડપત્રો તોડાવીને મંગાવ્યા એટલે પાટણમાં તાડ રહ્યા નહિ. • • કાશીના કવિ વિશ્વેશ્વર પંડિતે મારી સભામાં બે સમસ્યા મૂકી. તેની પૂર્તિ કપર્દી મંત્રી તથા આ. રામચન્દ્રસૂરિએ કરી. આથી પંડિત ખુશ થયો ને કહ્યું : આ સરસ્વતીની પદ-રચના છે અને તેણે મંત્રીના ગળામાં ૫૦ હજારનો હાર પહેરાવ્યો. મેં પંડિતને ૧૦ ઘોડા તથા ૫૦ લાખ દ્રમ્ન આપી સત્કાર કર્યો. પાટણમાં રહેવા વિનંતી કરી, પણ કવિશ્રી તો આત્મકલ્યાણ માટે પ્રભાસ પાટણ જઇ વસ્યા. પ્રભાસ પાટણનો મહંત ભાવ બૃહસ્પતિ મદિરા-પાન કરવા લાગી ગયો હતો. આથી મેં તેને મહંતની ગાદીએથી ઊઠાડી મૂક્યો. પાટણમાં આવી મારા ગુરુદેવ પાસે ચાર મહીના રહી ભૂલ બદલ માફી માંગી ત્યારે મેં તેને ફરી ગંડની પદવી આપી. (વિ.સં. ૧૨૨૫) પં. વામરાશિએ મારા ગુરુદેવની ખૂબ જ નિંદા કરી હતી. આથી મેં તેની આજીવિકા બંધ કરી. માફી માંગતા ફરી આજીવિકા બાંધી આપી. સૌરાષ્ટ્રના એક ચારણે એકવાર મારા ગુરુદેવશ્રીની વાસ્તવિક આત્મ કથાઓ • ૪૫૪ • કાશીનો રાજા જયચંદ મારો મિત્ર હતો. તેના મંત્રી પદ્માકરે પાટણના સાળવીની સુહડદેવીને પદ્મિની જાણી તેની સાથે લગ્ન કર્યા. આ રાણી નાલાયક નીવડી. પોતાના પુત્રને રાજ્ય અપાવવાની જીદથી તેણે મુસ્લિમોને બોલાવી વિ.સં. ૧૨૪૯માં કાશી-રાજ્યનો નાશ કરાવ્યો. તે પહેલાં વિ.સં. ૧૨૪૬માં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને મારી દિલ્હી જીતી લીધું હતું.) મારા મંત્રી આંબડે વિ.સં. ૧૨૨૨માં ભરૂચમાં શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મારા પૂજ્ય ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. હું પણ પ્રતિષ્ઠા-મહોત્સવમાં હાજર રહ્યો હતો. (ભરૂચમાં આજે આ શકુનિકાવિહાર મસ્જિદ તરીકે ઊભું છે. કાળની કેવી બલિહારી છે ! એમાં જૈનના બધા જ ચિહ્નો ઘસી નાખવામાં આવ્યા છે, છતાં એક સ્થળે દ્વાર પર કોતરેલી જિન-પ્રતિમા આજે પણ વિદ્યમાન છે.) વિ.સં. ૧૨૨૬માં શત્રુંજય તીર્થનો 'રી પાલક મોટો સંઘ કાઢ્યો. તેમાં મારા ગુરુદેવ વગેરે અનેક આચાર્યો, મુનિવરો, ભોપલદેવી, પુત્રી લીલુદેવી, પાલનપુરનો રાણો પ્રહ્લાદન, આભડ શેઠ, તેની પુત્રી ચાંપલદેવી, કવિચક્રવર્તી શ્રીપાળ, કવિ સિદ્ધપાલ, મંત્રી કપર્દી, મારો દૌહિત્ર પ્રતાપમલ્લ, ૯૯ લાખનો સ્વામી છાડો શેઠ, આંબડ મંત્રીની માતા માઉ અને બીજા અનેક કોટિધ્વજ શ્રેષ્ઠીઓ હતા. (આ. મહેન્દ્રસૂરિના મત પ્રમાણે આ સંઘ વિ.સં. ૧૨૧૯માં નીકળ્યો હતો.) આ સંઘની યાદમાં મેં ચોગઠ (વલભીનગરની પાસેનું ગામ) પાસે રહેલી થાપો અને ઇસાવલ નામની બે પહાડીઓ પર ભગવાનશ્રી આદિનાથ તથા ભગવાનશ્રી પાર્શ્વનાથના દેરાસરો બંધાવ્યા. (આજે પણ ત્યાં દેરાસરના પત્થર જડેલા છે. એ પત્થરોમાં કોઇએ શિવાલય બનાવ્યું છે.) હું કુમારપાળ • ૪૫૫ • પ્રશંસા કરતું કાવ્ય બનાવ્યું. આથી હું ખૂબ જ ખુશ થઇ ગયો. મેં તેને ત્રણ લાખનું ઇનામ આપ્યું. •
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy