SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (14) મારી સાધર્મિક-ભક્તિ તમારું આ ધન લઇને હું તમને વધુ દુઃખી કરવા માંગતો નથી. તમારું ધન હું નહિ લઉં. માત્ર તમારું જ નહિ, આજથી હું કદી પણ કોઇપણ અપુત્રિયાનું ધન લઇશ નહિ. મારી આ જાહેરાતથી સર્વત્ર સન્નાટો છવાઇ ગયો. મારી છાપ થોડીક કંજૂસની ખરી. આવો કંજૂસ (ખરેખર હું કંજૂસ નહિ, પણ કરકસરિયો હતો) કુમારપાળ આટલું બધું ધન જતું કરે ? શરૂઆતમાં લોકો આ વાત માની પણ શક્યા નહિ. આમ નહિ કરવા માટે અમુક મંત્રી વગેરેએ મને ઘણું સમજાવ્યું અને કહ્યું કે રાજનું ! આનાથી આપણા રાજ-ખજાનામાં વર્ષે લગભગ ૭૨ લાખ સોનામહોરોની આવક થાય છે. આવડી જંગી આવકને પડતી કાં મેલો ? ને કાયદો નવો ક્યાં છે ? આપના પૂર્વગામી બધા જ રાજાઓ આવું કરતા જ આવ્યા છે ને ? જરા વ્યવહારુ બનો. બધી બાબતમાં ધરમ-ધરમ કરશો તો તિજોરી તળિયા-ઝાટક થઇ જશે.” પણ મંત્રીઓની વાતની મારા પર કોઇ અસર ન થઇ. હું મારા કરૂણાપૂર્ણ વિચારોને વળગી રહ્યો. વાર્ષિક ૭૨ લાખ સોનામહોરોની આવકવાળો રૂદતી-ધનનો પટ્ટો મેં પાણીમાં નાખી દીધો. પતિ વગેરેના ધનની, (પુત્ર ન હોય તો) પત્નીમાતા વગેરે માલિક બને, એવો નવો કાયદો ઘડ્યો. ખોટી પરંપરાઓને વળગી રહેનારો હું નથી - એવું પ્રજામાં ફરી એકવાર પૂરવાર થયું. આ કાયદાથી ગુજરાતમાં રુદતી-ધન લેવાનું બંધ થયું અને છોકરો ખોળે લેવાનો રિવાજ પણ બંધ થયો. મારું આ પગલું ગુજરાતના ઇતિહાસમાં જબરદસ્ત ક્રાંતિકારી સિદ્ધ થયું. આ ઘટનાથી કવિઓએ મારી પ્રશસ્તિ કરતાં કહ્યું : अपुत्रीणां धनं गृह्णन् पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुञ्चन् सत्यं राजपितामहः ।। પુત્ર વગરની સ્ત્રીઓનું ધન લેનાર રાજા પુત્ર બને છે. પણ હે રાજન! તે સંતોષ ધારી તે ધન ન લીધું. ખરેખર તું રાજાઓનો પણ પિતામહ (દાદા) બન્યો. મને કવિ સહિત પ્રજાએ ‘રાજપિતામહ' તરીકે બિરદાવ્યો. તમે હજુ પૂછશો : રાજનું ! તમે જૈન તો બન્યા, પણ જૈનોના ઉદ્ધાર માટે શું કર્યું ? સાધર્મિકો માટે શું કર્યું ? સાધર્મિકો માટે પણ મેં કંઇક કર્યું છે. એની પ્રેરણા શી રીતે મળી ? એ તમને જણાવું. એક વખતે મારા ગુરુદેવ પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજીનો પાટણમાં ભવ્ય પ્રવેશ હતો. જબરદસ્ત સામૈયું થવાનું હતું. હું ત્યાં ગયો. મેં જોયું કે સૂરિજીએ પહેરેલું વસ્ત્ર એકદમ જાડું હતું. મને થયું : હું બારીક અને સુંદર વસ્ત્રો પહેરું અને મારા ગુરુદેવ આવા બરછટ વસ્ત્ર પહેરે ? લોકો શું કહેશે ? કુમારપાળ ગુરુદેવ માટે કાંઇ કરતો લાગતો નથી. મેં ખાનગીમાં ગુરુદેવને આ વાત જણાવી. ત્યારે ગુરુદેવે મને જે ટકોર કરી તે હું કદી ભૂલી શક્યો નહિ. મને ગુરુદેવે કહ્યું : કુમારપાળ ! તને મારા શરીર પર બરછટ વસ્ત્ર દેખાય છે એનો વિચાર આવ્યો, પણ એ વહોરાવનાર મારો કોઇ સાધર્મિક બંધું જ હશે, એવો વિચાર ન આવ્યો? એ કેવી નિર્ધન સ્થિતિમાં હશે ત્યારે આવું વસ્ત્ર વહોરાવ્યું હશે ? રાજનું! જો કંઇક કરવા માંગતો હોય તો આવા નિર્ધન સાધર્મિકોનો ઉદ્ધાર કર. બાકી અમે જાડું પહેરીએ કે ઝીણું અમને કોઇ ફરક પડતો નથી. અમે તો ફક્કડ છીએ. પણ મુખ્ય વાત આ વસ્ત્રને વહોરાવનારની છે. આ વસ્ત્ર વહોરાવનાર શાકંભરી (અજમેર પાસેનું સાંભર)નો ગરીબ શ્રાવક ધનાશાહ છે. આવા હજારો ધનાશાહ શાસનમાં પડેલા છે, એમનો તું ઉદ્ધાર કર. બસ, મને આટલી ટકોર બસ હતી. મેં ત્યારથી સાધર્મિક-ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. એ કામ ગુપ્તરૂપે કરવા માટે મેં આભડ શેઠ તથા કપર્દી મંત્રીને સોંપ્યું. નિર્ધન શ્રાવકને કમ સે કમ સો સોનામહોરો આપવાનું કહ્યું. વર્ષે એક ક્રોડ સોનામહોરો વાપરવામાં આવે, તેવી આજ્ઞા કરી, આભડ શેઠે આ કામ બરાબર નિષ્ઠાથી બજાવ્યું. પ્રથમ વર્ષનો લાભ હું કુમારપાળ • ૪૩૯ આત્મ કથાઓ • ૪૩૮
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy