________________
IT
(15) મારું શિક્ષણ
TI
પોતાને મળે એ માટે વિનંતિ પણ કરી. પરંતુ મેં સાફ ના પાડી દીધી. બીજા તો લાભ લઇ જાય, પણ હું કંજૂસ થઇ જાઉં એનું શું ?
ત્યાર પછી હું ૧૪ વર્ષ સુધી જીવ્યો. દર વર્ષે એક કોડ સોનામહોરો સાધર્મિકો માટે ખર્ચતો રહ્યો.
તમે કદાચ જાણવા ઇચ્છશો : રાજનું ! તમે ૨૪ થી ૫૦ વર્ષની ઉંમર સુધી રઝળપાટ કરી. તમે કાંઇ ભણ્યા કે નહિ ? ભણ્યા તો ક્યારે ભણ્યા ? તમે ખરૂં પૂછ્યું. મર્મભેદી પૂછ્યું. પણ તમે જો પૂછ્યું જ છે તો મારે મારું બધું સ્પષ્ટપણે કહી જ દેવું જોઇએ. ખરું કહું તો પ્રમાણમાં હું ઘણો જ અશિક્ષિત હતો. રાજકીય જ્ઞાન મેળવવું મારે ખૂબ જ જરૂરી હતું. મંત્રી કપર્દીએ એ માટે એક શાસ્ત્રી નિયુક્ત કર્યા હતા. એમની પાસેથી હું દરરોજ કામંદકીય-નીતિશાસ્ત્ર સાંભળતો હતો. બપોરે એક કલાક દરરોજ શાસ્ત્રીજી એ માટે આવી જતા હતા.
એક વખતે એમાં રાજાને મેઘની ઉપમા અપાયેલી હતી. મેં કહ્યું : શું રાજાને મેઘની ઉપમ્યા અપાય છે ?' જ્યાં મારું આ વાક્ય પૂરું થયું ત્યાં બધા મારા તરફ મૂછમાં હસી રહ્યા હતા. તેઓના ચહેરા પરથી લાગ્યું કે તેઓ મારા પર જ હસી રહ્યા હતા, પણ ભયના માર્યા ખુલ્લું હસી શકતા નહોતા. હું વિચારમાં પડી ગયો. નક્કી કાંઇક બફાઇ ગયું છે. પણ શું બફાયું ? તેનો મને ખ્યાલ ન આવ્યો.
કપર્દી મંત્રીએ મને એકાંતમાં બધું કહ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે શું બફાયું ? મંત્રીએ મીઠાશથી મને કહ્યું : જગત રાજા વગરનું રહે તો વાંધો નહિ, પણ રાજા મૂર્ખ તો ન જ હોવો જોઇએ. ઉપમા શબ્દના સ્થાને ઉપપ્પા બોલ્યા એટલે તમારું અજ્ઞાન ખુલ્લું થયું. વિદ્વાનોની સભામાં આવું શી રીતે ચાલે ? આપે શબ્દોનો સમ્યક પ્રયોગ તો શીખી જ લેવો જોઇએ. હજુ પણ કાંઇ વાંધો નથી. આપની પ્રજ્ઞા તો ધારદાર છે જ. આપ હજુ પણ શીખી શકો છો.
મંત્રીની આ ટકોરે મને વિચાર કરતો કરી મૂક્યો. મેં સંસ્કૃત ભણવા માટે મનમાં ગાંઠ વાળી અને મારા ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજીએ બનાવેલું વ્યાકરણ હું ભણવા લાગ્યો. જોત-જોતામાં મેં સંસ્કૃતનું સારું એવું જ્ઞાન મેળવી લીધું. જો કે મોટી ઉંમરમાં સંસ્કૃતમાં એકદમ પરિપકવતા મેળવવી
આત્મ કથાઓ • ૪૪૦
હું કુમારપાળ • ૪૪૧