________________
મેં તો સંસ્કૃત જીવનમાં બહુ જ મોડેથી શીખીને ભૂલ કરી, પણ તમે એવી ભૂલ કરતા નહિ. અત્યારથી જ સંસ્કૃત ભણવાનું શરૂ કરી દેજો.
મોટી ઉંમરમાં ઉત્સાહથી મેં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આથી મને વિચારચતુરાનનનું બિરુદ મળ્યું.
તો મુશ્કેલ હોય છે, છતાં મેં સંતોષજનક તો અધ્યયન કર્યું જ. મારું અધ્યયન કેવું થયું એ વિષે વધુ તો હું શું કહું? કહેવું સારું પણ ન ગણાય. આત્મપ્રશંસા સારી નહિ. એ માટે તમે મારી બનાવેલી “આત્મનિંદા કાત્રિશિકા' જોઈ લેજો. જે સંસ્કૃતમાં બનેલી છે ને તેમાં મેં મારા હૃદયના ભાવો ઠાલવ્યા છે. હું કેટલો પાપી છું? વગેરે વાત જણાવી છે ને છેલ્લે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું છે : પ્રભુ ! આપના જેવા વીતરાગ દેવ મળ્યા. મોક્ષના સાક્ષી શ્રી હેમચન્દ્રસૂરિજી જેવા ગુરુદેવ મળ્યા. હવે મારે વધુ શું જોઇએ. બસ, પ્રભુ ! તારી સેવા મને ભવોભવ મળતી રહે, એટલું જ માગું છું.'
મારી બનાવેલી એ સ્તુતિ ‘આત્મનિંદા દ્વાáિશિકા' તમે વાંચજો અને પછી નક્કી કરજો કે મારું સંસ્કૃત કેવું હતું ?
- હવે તો મારી મોટી ઉંમર થઇ ગઇ. હવે હું શું ભણી શકું? ભણીને કરવું ય શું છે ? - એમ માનીને કદી ભણવાનું પડતું મૂકતા નહિ. જીવનભર વિદ્યાર્થી બનીને રહેજો. મોટી ઉંમરે પણ નાના બાળક જેવી જિજ્ઞાસા વૃત્તિ રાખજો. મારા આ પ્રસંગમાંથી આટલી પ્રેરણા જરૂર લેજો. હું સાઠ વર્ષની ઉંમરે, આટલા રાજકીય વહીવટ અને રાજકારણની ખટપટો વચ્ચે ભણી શકે તો તમે કેમ ન ભણી શકો ? સંસ્કૃત ભાષા કે જે પ્રાયઃ તમામ આર્ય ભાષાઓની માતા છે, જેમાં ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્રોનો | સાહિત્યોનો ખજાનો છે, જગતના બુદ્ધિમાનોનું ડાહ્યા લોકોનું સમગ્ર ડહાપણ ભરેલું છે, તે સંસ્કૃત ભાષાની તમે ઉપેક્ષા શી રીતે કરી શકો ? એ ભાષા સાથે તો તમારા મૂળીયા જડાયેલા છે. એની ઉપેક્ષા કરીને તમે તમારા જ મૂળ પર કુહાડી મારી રહ્યા છો, એ કદી ભૂલતા નહિ.
નિયમોથી પરિપૂર્ણ, લાલિત્યપૂર્ણ, માધુર્યપૂર્ણ સંસ્કૃત ભાષા એકવાર ભણશો તો તમને લાગશે કે દુનિયામાં આના જેવી પરિપૂર્ણ બીજી એક ભાષા હોઇ શકે નહિ. માનવ અવતાર લઇને જેણે આવી અદ્ભુત સંસ્કૃત ભાષા ન જાણી, તેણે શું જાણ્યું ? તેણે શું મેળવ્યું ? સંસ્કૃત ભણશો તો તમને લાગશે કે ખરેખર અત્યાર સુધીનો મારો મોટા ભાગનો સમય એળે ગયો અને દિવ્ય જ્ઞાન-ખજાનાથી હું અજાણ જ રહ્યો !
આત્મ કથાઓ • ૪૪૨
હું કુમારપાળ • ૪૪૩