________________
-
() હું નાગકેતુ
કે
સ્વીકારવા લાગ્યો. અરિહંત... અરિહંત.. અરિહંતનું રટણ કરતા મારા આત્મહંસે પાંખો ફફડાવી. શરીરનું પાંજરું છોડી એ દેવલોકની દિવ્યસૃષ્ટિમાં પહોંચી ગયો.
હું પ્રદેશી રાજામાંથી અત્યંત કાન્તિમાન સૂર્યાભ દેવ થયો. હું નાસ્તિકમાંથી આસ્તિક બન્યો, ધાર્મિક બન્યો. હું દાનવમાંથી માનવ બન્યો. માનવમાંથી દેવ બન્યો.
દેવમાંથી હું ક્યારેક દેવાધિદેવ બનીશ - એવી શ્રદ્ધા છે. બંધુઓ ! હું જેમ નાસ્તિક હતો તેમ તમે નાસ્તિક નથી ને ? જો કે બહારથી તો તમે નાસ્તિક નથી, આસ્તિક છો. પણ તમારું જીવન કેવું છે ? જીવન જતાં કદાચ એમ જ લાગે : આ માણસ નાસ્તિક હશે ! તમારામાં ઊંડેઊંડે નાસ્તિકતા પડેલી છે, પણ બહારથી તમે આસ્તિકતાનો બુરખો ઓઢીને ફરો છો. મને લાગે છે તમારી તથાકથિત આસ્તિકતા પણ એક જાતની વંચના છે. તમે કહેવાતી આસ્તિકતા છોડો અને સાચા અર્થમાં આસ્તિક બની જાવ. તો તમને અહીં જ પરમ પદ-મોક્ષનું સુખ અનુભવવા મળશે.
મારું જીવન વિશેષ જાણવું હોય તો ક્યારેક ગુરુમુખે રાયપરોણીય સૂત્ર સાંભળજો. ખૂબ જ આનંદ આવશે.
“પર્યુષણ નજીક આવી રહ્યા છે. અલી ! તું અટ્ટમ કરીશ ?”
કેમ નહિ ? પર્યુષણ જેવા પવિત્ર દિવસોમાં અટ્ટમ નહિ કરું તો ક્યારે કરીશ? આમેય હું તો અટ્ટમ ઘણીયેવાર કરું છું, તો પર્યુષણનો અટ્ટમ કેમ છોડું ?”
‘જો તું અટ્ટમ કરીશ તો હું પણ કરીશ.'
હજુ તો મારો જન્મ જ થયો હતો અને ‘અટ્ટમ... અમ... પર્યુષણ... પર્યુષણ... પર્યુષણ' આ શબ્દો મારા કાને પડ્યા. આ શબ્દો મેં ક્યાંક સાંભળ્યા છે... ક્યાંક સાંભળ્યા છે. હું ઊંડા વિચારોમાં ખોવાઇ ગયો. મૂચ્છિત અવસ્થામાં સરકી ગયો અને મારી ભૂતકાળની સ્મૃતિ જીવંત થઈ ઊઠી. જમીનમાં દટાયેલો ખજાનો મળી જાય તેમ મને મારામાં જ છૂપાયેલી સ્મૃતિ મળી ગઇ, મારો પૂર્વભવ યાદ આવી ગયો. આમ તો દરેકમાં પૂર્વભવ સ્મૃતિરૂપે સચવાયેલો હોય જ છે, પણ કોઇક વિશિષ્ટ નિમિત્તથી કોઇક વિશિષ્ટ આત્માને જ એની ભાળ મળે છે. હું એ અર્થમાં ભાગ્યશાળી હતો કે જન્મ થતાંની સાથે જ જાતિસ્મરણશાન પામ્યો.
મેં જોયું કે પૂર્વભવમાં હું ખૂબ દુઃખી હતો. દુઃખ હતું સાવકી માતાનું ! મારી સગી મા મરી જવાથી મારા પિતાએ ફરી લગ્ન કર્યા અને મારા પર દુઃખોની ઝડી વરસી પડી. સગી મા તે સગી મા ! પારકી તે આખરે પારકી જ ! ખાવામાં, પીવામાં, રહેવામાં બધી રીતે મને તે સતાવવા લાગી. ખાવાનું વધ્યું-ઘટ્યું એઠું-જૂ જ આપે, એ પણ તિરસ્કારપૂર્વક, કઠોર વચનો સંભળાવવા પૂર્વક ! હું તો એ દુઃખોથી એવો દાઝી ગયો કે કહી શકું નહિ, સહી શકે નહિ. મારું સાંભળે પણ કોણ ? ભગવાનને મનોમન પ્રાર્થના કરતો : હે ભગવાન ! તું બીજું બધુંય કરજે, પણ કોઇ નાનકડા બાળકની માને મારી નાખતો નહિ. પ્રભુ ! મેં તો કવિના મુખે એવું સાંભળ્યું છે કે તું બધેય પહોંચી શકતો નથી, માટે માતાનું નિર્માણ તેં કર્યું છે. માતા એટલે ભગવાનનું રૂપ ! પણ પ્રભુ !
આત્મ કથાઓ • ૧૫૭
આત્મ કથાઓ • ૧૫૬