________________
ઊઠ્યો : ‘ક્યાં છે પેલો લૂંટારો ? એને પકડ્યો કે નહિ ?” “નહિ સ્વામી ! એ તો ભાગી ગયો, છટકી ગયો ?' સૈનિકોએ કહ્યું. ‘તમે આવાને આવા માયકાંગલા રહ્યા. આટલા બધા સૈનિકો છો છતાં એક લૂંટારાને પકડી શકતા નથી ? ‘ધૂળ પડી તમારી બહાદુરીમાં' ધનદત્તનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.
એમ ? આ એની પત્ની છે ? તો બોલતા કેમ નથી ? લાવો, એને મારી પાસે !
મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા. અરર...૨ હવે શું થશે? જમ જેવો ધનદત્ત મારી પત્નીનું શું કરશે ? પણ વધ ? ઓહ! નહિ, સ્ત્રી હત્યા તો લૂંટારો પણ ન કરે તો આ વાણિયો થોડો કરવાનો ? મેં પણ ઘણી લૂંટફાટ કરી છે, ઘણાના ખૂન કર્યા છે, પણ સ્ત્રીની હત્યા કદી કરી નથી. મારા પણ અમુક નીતિ-નિયમો તો હતા જ. તેને હું કદી ચૂક્યો ન્હોતો ! મારા જેવો બહારવટીયો પણ આવા નિયમો પાળે તો એક વાણિયો આવી મર્યાદા ચૂકી જાય એવી હું કલ્પના પણ કરી શકું નહિ ! પણ રે, આ ધનદત્તે તો હદ વાળી. જમ જેવી ભયંકર આકૃતિવાળો તે મારી પત્ની તરફ ધસ્યો ! વરૂ આવતાં હરણી ધ્રૂજી ઊઠે તેમ મારી પત્ની ધ્રૂજી ઊઠી. નિર્દોષ મૃગલી જેવી સ્ત્રી જોઇને કોઇને પણ દયા આવી જાય, પણ તેનું તો રૂંવાડુંય ફરક્યું નહિ. બિચારી ભલી ભોળી મારી પત્ની ! મારું હૃદય પોકારી રહ્યું હતું ! ધનદત્ત બરાડી, ઊઠ્યો : “હરામખોર ! તારા દિવસો હવે ભરાઈ ચૂક્યા છે. ભગવાનને યાદ કરી લે.”
ધ્રૂજી ઊઠેલી મારી પત્ની ધનદત્તના પગે પડી : “મહાનુભાવ ! હું તમારા શરણે છું. શરણાગત પર જે કરાય તે મારા પર કરો. વળી મારા પેટમાં બાળક છે, તે ખ્યાલમાં રાખશો.”
ઓહો ! લુંટારાની બૈરી હવે કરગરે છે! બાળકને ફાળક... બધું સાફ થઇ જશે. ડાકણ ! હવે તને નહિ છોડું. તારો ધણી ન મળ્યો તો કાંઇ નહિ. તું તો મળી.” મારી પત્ની કાલાવાલા કરી રહી હતી ત્યાં જ ભૈરાટા બનેલા
આત્મ કથાઓ • ૩૭૬
ધનદત્તે તેને પગથી પકડી. ઊંચે ઉછાળી બાજુમાં રહેલી શિલા પર જોરથી પછાડી. હું આ દેશ્ય જોઇ ન શક્યો. મારી નજર સમક્ષ પત્ની તરફડતી રહી. મારા રોમ-રોમમાં ગુસ્સાની આગ લાગી. મારા હૃદયના તાર-તાર બોલી રહ્યા હતા : ધનદત્તના હમણાં જ રાઇ-રાઇ જેટલા ટુકડા કરી નાખું. પણ શું કરું? હું કાંઇ પણ કરવા લાચાર હતો. મારા મોટા ભાગના સાથીદારો મરી પરવાર્યા હતા. થોડા બચ્યા તે આમ-તેમ ભાગી છૂટ્યા હતા. ધનદત્તની અધમતાની હદ તો, હવે આવી રહી હતી. મારી તરફડતી પત્નીના પેટ પર તેણે જોરથી લાત મારી. તલવારથી પ્રહાર કરી પેટ ફાડ્યું. લોહીના ધાર સાથે તરફડતું બચ્ચું બહાર આવ્યું. આ નરાધમે એના પણ ટુકડે-ટુકડા કરી નાખ્યા. આ બધું હું કેમ જોઇ શક્યો ! એ જ મને સમજાતું નથી. જોતાં જોતાં જ મને ચક્કર કેમ ન આવ્યા? મારું હૃદય ફાટી કેમ ન ગયું ? મને પોતાને પણ નવાઇ લાગવા માંડી. હું કેમ જીવી રહ્યો છું ? હવે મારે જીવવાનું કામ શું છે ? હું એકદમ હતપ્રભ બની ગયો. આજે પહેલીવાર મારા મગજમાં વિચારના ચક્રો ચાલુ થયા : જે મારી પ્યારી પત્નીને મેં ખોબા ભરી-ભરીને વહાલ આપેલું, તે પરલોક ભણી ચાલી ગઇ હતી. હવે હું શું કરું ? મારા દુઃખનો પાર ન્હોતો. આજે પહેલી જ વાર સમજાયું કે જો મારા એક સ્વજનના મૃત્યુથી મને આટલું દુઃખ થતું હોય તો મેં જેમના સ્વજન હણી નાખ્યા છે, એમને કેટલું દુઃખ થતું હશે ? અત્યાર સુધી મારું હૃદય પત્થર જેવું બનેલું. તેમાં બીજાનો કોઇ વિચાર જ ન્હોતો. આજે પહેલી જ વાર મને બીજાનો વિચાર આવ્યો. આજે પહેલી જ વાર મારા જીવનમાં આટલો મોટો ફટકો પડ્યો હતો.
મને જીવવું અકારું લાગતું હતું. વારંવાર આપઘાતના વિચારો આવતા હતા. શું કરવું ? તેની સમજ પડતી હોતી. હું એકલો ને એકલો આગળને આગળ ચાલવા માંડ્યો. ક્યાં જવું ? તેની ખબર ન્હોતી. પણ ભવિતવ્યતા મારી સારી હતી.
મને સામેથી કોઇ આવી રહ્યું હોય તેમ લાગ્યું. સફેદ વસ્ત્રો દૂરથી જ નજરે આવી જતા હોય છે. સફેદ વસ્ત્રો પરથી લાગ્યું : નક્કી કોઇ
હું કુમારપાળ • ૩૭૭